________________
****
***
કરાયેલો પરિશ્રમ તે પુરુષાર્થ. પુરુષાર્થ એટલે વીર્યંતરાયનો ક્ષયોપશમ. કર્મ અને ભવિતવ્યતા હોવા છતાં ઉદ્યમ વિના કાર્યસિદ્ધિ નથી. જાગૃતિ એ ઉદ્યમ છે.
૫. ભવિતવ્યતા (નિયતિ-પ્રારબ્ધ) : સર્વજ્ઞ જે બનાવને જે પ્રમાણે એમના જ્ઞાનમાં જુએ તે પ્રમાણે બનાવનું નિશ્ચિત બનવું તેને ભવિતવ્યતા કહી. ભગવાન જુએ તે પ્રમાણે થાય તે ભગવંતની સર્વજ્ઞતા. ભગવાન જે પ્રમાણે થાય છે તે જ પ્રમાણે જુએ છે તે ભગવંતની વીતરાગતા છે. નિષ્પ્રયોજનતા, નિર્દેહિતા, માધ્યસ્થ આદિ. જે ફેરફાર નથી જે ટાળનાર નથી તે ભવિતવ્યતા. સ્વભાવ અનાદિ-અનંત છે, સ્વભાવ અક્રમથી છે. ભવિતવ્યતા સાદિ-સાનંત છે. તે ક્રમથી છે. બનાવ બને ત્યારે ઉત્પાદ, પૂરો થાય ત્યારે વ્યય. ભવિતવ્યતા અબાધાકાળ હોવાથી ‘૫૨’ વસ્તુ છે. ‘ભવિતવ્યતા વાયદાનો વેપા૨ છે, ઉદ્યમ રોકડાનો.''
܀
સ્ત્રીના માતૃત્વ પ્રાપ્તિના બનાવમાં ૫ કારણો છે. ઃ સ્ત્રી જ માતા બની શકે છે.
સ્વભાવ
કાળ
કર્મ
: ઋતુવંતી થયા બાદ જ, ગર્ભ રહ્યા પછી, ગર્ભકાળ પૂર્ણ થયે જ માતા બની શકે.
:
પૂર્વકૃત માતૃત્વ પ્રાપ્તિનું કર્મ બાંધ્યું હોય અને કર્મ ઉદયમાં આવે ત્યારે જ માતા બના શકે.
પુરુષાર્થ : પુરુષ સાથેના ક્રિયાત્મક સંયોગે માતૃત્વ મળે.
ભવિતવ્યતા : યોગ્ય પ્રકારની ભવિતવ્યતા ન હોય તો સ્ત્રી માતા થઈ શકે નહીં.
ભવિતવ્યતામાં આપણે પરાધીન છીએ, પરંતુ ભાવમાં સ્વાધીન. બહા૨ બનતા બનાવો આપણાં વશમાં નથી. પરંતુ ઘટતી ઘટનાઓ ઉ૫૨ ભાવ કેમ જાળવવા તે આપણા હાથમાં છે.
****************** o ******************