________________
܀
܀
܀
***
પણ સંસારની અસારતાનું તત્ત્વ સંવેદન ના હોય તો હજુ ચિત્તશુદ્ધિ છે પણ આત્મ શુદ્ધિ આવી નથી.
܀
તત્ત્વ સંવેદનમાં શું કરવાનું ? આંતરિક જાગૃતિ. જે ભાવ જેવો છે તેની તેવી જ અનુભૂતિ થવી તેનું નામ તત્ત્વ સંવેદન. ધ્યાનમાં છીએ - ફોન આવે, ઉજરડો થાય, વેદના, અફસોસ, અંદરમાં ધ્યાન નથી.
જીવનમાં જેમ Analysis કરીએ તેમ તમારા અંદરના ભાવોનું વિશ્લેષણ analysis કરો તો તેમાંથી તત્ત્વ સંવેદન પ્રગટશે. અને તો પછી સમકિતનો રસ્તો ખુલ્લો થશે!
લેશ્યા અને ધ્યાનનાં સંબંધમાં લેશ્યા જીવની પ્રકૃતિ સાથે બંધાયેલી છે. શુભ ધ્યાન આવે તો ઉપયોગ મન શુદ્ધ થાય અને શુભ લેશ્યા આવે તો લબ્ધિમન શુદ્ધ થાય. આ બંને થી મન શુદ્ધિ થાય.
શુભધ્યાન વગર સમતા ન આવે, શુભલેશ્યા વગર શુભધ્યાન ન આવે. નાસ્તિક જો સરળ પ્રકૃતિનો હોય તો શુભ લેશ્યા જરૂરથી આવી શકે. શુભ ધ્યાનનો તો, નાસ્તિક છે એટલે, સવાલ જ ના આવે.
સ્વાર્થી સ્વભાવવાળાની લેશ્યા અશુભ જ ગણાય, કા૨ણ પ્રકૃતિ જ સ્વાર્થની છે. ભલે લયલીન થઈ ભકિત કરતો દેખાય.
બધો ધર્મ કરીને અંતિમ ફળ તો આત્માને શુભ ધ્યાનમાં સ્થિ૨ ક૨વો એ જ છે. આના માટે અનિવાર્ય શુભલેશ્યા છે.
દરેક અપેક્ષા અશુભ ભાવ જ કહેવાય. મોહનીય કર્મ મૂળ કારણ છે. શુભ લેશ્યા પામવા માટે ચિંતન-મનન વિચારો વડે સંશોધનનો પુરુષાર્થ જરૂરી છે.
જે જાણ્યું તે સત્ તત્ત્વને વારંવાર ભાવવાનું છે. ભાવિત થવા માટે Repeatition કરો. એકની એક વાત આત્મામાં ભાવિત કરો. પરમાત્મા, ધર્મ સિવાય કોઈ શરણ નથી એ પ્રગાઢ અસ૨ સંચિત્ત થાય ત્યારે ભાવિત થયા કહેવાય.
****************** 308 ******************