________________
* દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર વર્તમાન ભવ પૂરતું જ હોય છે, તે ભાગ્યશાળી જીવ દેવગતિમાં જ જાય.
તપશ્ચર્યા પણ એહભાવક હોય છે. આવતા ભવે સાથે ન જાય.
ભાગ્યથી જ બધું મળે છે તથા મોક્ષ પણ ભાગ્ય વિના નથી મળવાનો. True or False ?
False : જૈનધર્મની આ માન્યતા નથી જ. અર્થ, કામ, ધર્મ, મોક્ષ, પુરુષાર્થની આરાધના માટે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાર્થની અત્યંત અને અનિવાર્ય આવશ્યકતા જૈન શાસન માને છે.
આત્માએ સ્વપણે પોતે જ વ્યવહારુ અર્થ તથા કામ મેળવવા ઉત્થાન ક૨વો પડે છે. તે માટે શારીરિક ક્રિયાઓ કરે છે, થોડું બળ વાપરે છે તથા વીર્ય ફો૨વે છે અને છેવટે પુરુષાર્થ કરે છે અને ત્યારે જ એ પદાર્થો મેળવવામાં સિદ્ધ થાય છે. ભાગ્યવાદ એકલો કામ ન આવે.
ગણધર : આ જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે ?
ભ. મહાવીર : જ્યારે જ્ઞાનવરણીય કર્મનો ઉદયકાળ વર્તતો હોય છે ત્યારે દર્શનાવરણીય કર્મનો અનુભવ નિયમા હોય છે. આના વિપાકે દર્શન મોહનીય કર્મ પણ હોય છે. ત્યારે આ જીવ આઠ પ્રકારે કર્મબંધ કરે છે.
અતત્ત્વને તત્ત્વ તરીકે માનવું અને તત્ત્વને અતત્ત્વ માનવું મિથ્યાત્વ જ છે. શાસ્ત્રીય વચન છે કે, મોહનીય કર્મના ઉદયકાળમાં તથા ઉદીરણાકાળમાં ઉત્ત૨ કર્મો એટલે નવા કર્મો બંધાતાં જ હોય છે.
મિથ્યાત્વના બીજમાં અવિરતિ, કષાય, પ્રમાદ, યોગના અંકુરો પ્રતિ સમયે ઉત્પન્ન થતાં રહે છે. જીવોનાં જેવા અધ્યાવસાયો તેવા જ પુદ્ગલો કર્મથી પરિણમે અને પુદ્ગલોનો જેવો ઉદય હોય તેવી જ જીવની પરિણતિ હોય છે.
ગૌતમ : કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે?
ભ. મહાવીર : હે ગૌતમ, રાગ અને દ્વેષ આ બે કારણોથી કર્મ બંધાય છે.
****************** 369 ******************