________________
સંકલન-સર્જનની સંધિરૂપ સાહિત્ય વિષે બે શબ્દો
“અનુમોદના-અભિનંદના' શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે પ્રસ્તુત સંકલિત ગ્રંથનું નામાભિધાન કાને પડતાં જ અથવા શબ્દ સંકલનના પર નજર પડતાં જ ભાવ જગતમાં એક દૃશ્ય ખડું થાય છે. વર્ષાકાલની કોઈ એક સાંજ હોય, આખું ગગન મેઘાડંબરથી છવાઈ ગયું હોય! સૂર્યનો પ્રચંડ તાપ અને પ્રકાશ પ્રગટ ન હોય ત્યારે અચાનક પડું પડું થતાં વરસાદથી સંતૃપ્ત ભીનાશવાળા વાદળો વચ્ચે અચાનક ઝબકારો થાય, વીજ ચમકી જાય, ગગન ભરાય જાય, સાથે જ ગડગડાટથી વાતાવરણ પણ વિક્ષિપ્ત થઈ જાય. પણ આ અનુભવ રોમાંચ કરાવનાર જરૂર બની રહે.
આવો જ રોમાંચ અનુભવનાર શ્રી વિજયભાઈ દોશીની આખી સ્વાધ્યાય યાત્રાના છેલ્લા કેટલાંય વર્ષોની હું પ્રત્યક્ષ-પરોક્ષ સાક્ષી છું. વર્ષો પહેલાં હું શાર્લોટ સ્વાધ્યાય અર્થે આવી હતી. પછી પર્યુષણ પર્વ આરાધના પણ શાર્લોટ જૈન સેન્ટરના જિજ્ઞાસુ અને ભાવુક આરાધકો સાથે માણી હતી.
શ્રી વિજયભાઈ દોશીના વાવેલા સ્વાધ્યાય ખેતરના ખેડાણ અને પાકને પ્રત્યક્ષ જોતાં, કૃષિકારની અથાગ મહેનતનો અનુભવ થયો હતો. આ વિકાસની કેડીના પ્રત્યેક પગલે અનુભવેલા પડકારો, અનુભૂતિઓ અને વૈવિધ્યપૂર્ણ પ્રવાસની ઝલક આપણે પણ અનુભવવાની છે “શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે'ની સંગાથે.
‘તત્ત્વાર્થાધિગમ' જેવા પાયારૂપ ગ્રંથના ઊંડા અભ્યાસ બાદ તત્કાલ પ્રતિભાવરૂપ “સ્વાધ્યાય અધ્યયન સંગ્રહ'ના મુદ્રણ બાદ શ્રુત ભીનીના ભાવ જગતને ચાલો માણીએ.
સંકલન અને સર્જનની ઉભય સાધનાનો જેમાં સમન્વય છે એવા આ પ્રકાશનમાં પ્રકાશકિય નિવેદન' વડે વાચકને આખા ગ્રંથનો જાણે કે ચિતાર મળી જાય છે. લેખક નહીં, ચિત્રકારની જેમ આખું નિવેદન શ્રી વિજયભાઈએ રજૂ કર્યું છે. એટલે વાચક મનપસંદ વિષય પર મહોર મારી ત્યાંથી શરૂઆત કરે છે, કરી શકે છે.
ઝવેરીની દુકાનમાં ઝવેરાતની ખરીદી તેની સુંદરતા કરતાં વધારે ગ્રાહકની ખરીદવાની શક્તિ પર થતી રહે છે. બાકી પ્રત્યેક ઝવેરાત મૂલ્યવાન હોય છે.
અનુક્રમણિકામાં દર્શાવ્યા મુજબ વિભાગ-૧૨માં પ્રથમ વિભાગ જૈનમ્ જયતિ શાસનમ્ વડે પ્રસ્તુતકર્તા જિન શાસન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી કલમને આગળ ચલાવતાં ચલાવતા
=================K 21 -KNEF==============