________________
>>>>
‘ભૂરી ભૂરી અનુમોદના’
પરમ આરાધક, આત્મપ્રિય અને વીરવાણીના ઉપાસક,
ભાઈશ્રી વિજયભાઈ, પ્રણામ... જય જિનેન્દ્ર...
શાર્લોટ નોર્થ કેરોલીના સંઘ તીર્થની સેવામાં આપનો તથા આપના સહધર્માચારિણી નલિનીબેનનો પુરુષાર્થ ઘણો જ છે. વર્ષોથી આપ શાર્લોટ જૈન સંઘને સ્વાધ્યાય ક૨ાવો છો. આપ સ્તવનો અને કાવ્યો રચો છો. આપના ઘણા કાવ્યો અને સ્તવનો પુસ્તકરૂપે પ્રકાશિત પણ થયેલા છે.
૨૦૦૫માં આપે શાર્લોટ જૈન સ્ટડી ગ્રુપને કરાવેલ ૧૯૯૬-૨૦૦૧ સુધીના સ્વાધ્યાયને ‘સ્વાધ્યાય અધ્યયન સંગ્રહ' પુસ્તકમાં મૂકીને અનેક શ્રાવક-શ્રાવિકાને ધર્મલાભ આપેલ છે. આપની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું.
હવે આપ ‘શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે' પુસ્તકને શ્રાવક-શ્રાવિકાના હાથમાં મૂકા રહ્યા છો. આ પુસ્તક જરૂર અનેકના જીવનમાં વિકાસની કુમકુમ પગલીઓ પાડશે. આ પુસ્તકમાં આપે દર્શાવેલ ૧૨ વિભાગના નામ વાંચીને ઘણો ધર્મ ઉલ્લાસ થયો. તમારા ઉદાર યોગદાનની હુ ભૂરી ભૂરી અનુમોદના કરું છું.
આપ હંમેશાં સમયનો અત્યંત સદુ૫યોગ ક૨ના૨ા છો. શ્રાવકપણાના યોગ્ય આરાધક છો. આપ પ્રમાદનો ત્યાગ કરી સ્વાધ્યાયમાં લીન રહેનારા હોવાથી તેના પરિણામે સૌ સ્વાધ્યાય પ્રેમીને ઉત્તમ સામગ્રી મળી રહી છે.
આપશ્રીના આ સત્કાર્યની અમો ખૂબ અનુમોદના કરીએ છીએ. આ પુસ્તક સહુના જીવનમાં શાશ્વતતા દર્શાવનારું અને આધ્યાત્મિકતાનો પ્રકાશ પ્રગટાવનારું બની રહે તેવી અભિલાષા.
પ્રભુ કૃપાએ આપનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે, સ્વસ્થ દીર્ઘાયુ મળે અને સંઘના ઉત્તમ કાર્ય કરતા રહો તેવી અભ્યર્થના સાથે.
– ભરત શાહે
****************** 20 ******************