________________
*** * ખોટાને ખોટા તરીકે માની એનો ત્યાગ કરવો અને સાચાને સાચા તરીકે માની એને જીવનમાં આચરવું તે ચારિત્ર-વિવેક છે.
જાણો : શ્રદ્ધા કેવળો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ વિવેક. વિવેક કયાંથી મેવવવો ? આપ્ત વચનોથી જ વિવેક મળે. આપ્ત એટલે જેણે સર્વાંશે સર્વથા દોષાનો ક્ષય કર્યો છે. તે આવા આપ્ત અરિહંત જ છે.
જૈન શાસનની અદ્ભૂત વ્યવસ્થા
શ્રાવક-શ્રાવિકા સંઘને માથે શ્રમણ સંઘ (સાધુઓ) શ્રમણ સંઘને માથે આચાર્ય
આચાર્યને માથે તીર્થંકર-ગણધ૨-પૂવાચાર્યોનાં શાસ્ત્રો!
શ્રી આચારાંગ સૂત્રનાં ચોથા ‘સમ્યક્તવ’ નામનાં અધ્યયનમાં જણાવ્યું છે કે : बेजेय अईया जेय पडुप्पन्ना जे य आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्खति ।।
“ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા, ભવિષ્યમાં અનંત તીર્થંકરો થશે અને વર્તમાન સમયમાં જે તીર્થંકરો વિચરે છે, તે અરિહંત ભગવંતો આ મુજબ કહે છે. કહી ભગવાન મહાવીરે પણ એ જ કહ્યું છે, જે અન્ય તીર્થંકરોએ કહ્યું છે, કહેવાના છે!''
પરમાત્માની મહાનતા છત્ર-ચામર, ત્રણ ગઢ, ઈન્દ્ર, ધર્મચક્ર આદિ સંપદાઋદ્ધિથી નહિં પરંતુ યથાર્યવાદિતાને કા૨ણે જ બતાવી છે. આચાર્ય તપસ્વી છે, ઘણાં શિષ્યો છે, બહોળો ભક્ત વર્ગ છે, જ્ઞાન ને વિદ્વતા છે માટે જ મહાન નથી પરંતુ તમારી પાસે ‘શુદ્ધ પ્રરૂપણા' નામનો ગુણ છે માટે મહાન છો.
ચંદનના ભારને ઉપાડનારો ગધેડો ચંદનના ભારનો ભાગી જરૂર બન્યો પણ ચંદનને કે ચંદનથી મળતાં સુખને ના પામ્યો. પામવાની લાયકાત જ નહોતી. મિથ્યાત્વની ઘેરી છાયાને હિસાબે અવગુણ કઠતા નથી.
****************** 890 ******************