________________
૨.
બે મરણ એવા છે જેમની શ્રમણ ભગવાન મહાવીરે હંમેશા પ્રશંસા કરી છે અને સાધુઓને અનુમતિ પણ દીધી છે.
૧. પદપોપગમન : નિર્ધારિમ | અનિહરિમ
૨. ભક્ત પ્રત્યખ્યાન : નિર્ધારિમ | અનિહરિમ. - ચાર અંતક્રિયા કહી છે. એવું મરણ જેથી ફરીથી જન્મ-મરણ રહે નહી. ૧. અલ્પ કર્મવાળો જીવ ઘર છોડીને સંયમ સ્વીકારે, સંયમ અને સમાધિની વૃદ્ધિ
કરે તે રૂક્ષ હોય છે. સંસારને પાર કરવાની ઈચ્છાવાળો ઉપધાન કરે, દુઃખનો ક્ષય કરે, તપસ્વી હોય પણ કઠણ વેદનામાં પડતો નથી. દીર્ધકાળના દીક્ષા પર્યાય પછી જ સર્વ દુઃખનો અંત કરી મોક્ષે જાય. દા.ત. ભરત ચક્રવર્તી: પૂર્વ ભવે હળુકર્મી સર્વસિદ્ધાર્થમાં હતા. અરીસા ભુવનમાં વૈરાગ્ય, ગૃહસ્થાવસ્થામાં કેવળજ્ઞાન, પછી દીક્ષા લઈ પૂર્વ લાખ વર્ષ સુધી પ્રવજ્યા પાળી મોક્ષે ગયા. જીવ ઘણાં કર્મો લઈ મનુષ્ય ભવમાં આવ્યો હોય પછી ઘર છોડી દીક્ષા લે, યાવત્ તપસ્વી હોય, આકરી તપસ્યા, આકરી વેદના સહે, થોડા સમયમાં સર્વ
અંત કરે. દા.ત. ગજસુકુમાર. ૩. ઉપર પ્રમાણેની જ સામગ્રી. લાંબો કાળ દુઃખનો અંત કરવામાં કાઢે.
દા.ત. સનતકુમાર ચક્રવર્તી (ચોથા) ચક્રવર્તી હતા. મહાતપસ્વી હતા. ૪. અલ્પ કર્મવાળો જીવ હોય, દીક્ષા લઈ બહુ તપસ્યામાં પડે નહી, વેદના સહન
ના કરે છતાં અલ્પકાળમાં સર્વ દુઃખોનો અંત કરી મોક્ષે જાય. દા.ત. મરૂદેવી માતા. કર્મનો ઉચ્છેદ (એટલે કે કર્મના બંધનો તોડવા) કઈ રીતે? વિવેક દ્વારા કર્મનો ઉચ્છેદ થઈ શકે છે.
ખોટાને ખોટા તરીકે અને સાચાને સાચા તરીકે જાણવું તે જ્ઞાન-વિવેક. ખોટાને ખોટા તરીકે માની, સાચાને સાચા તરીકે માનવું અને જીવનમાં
તેમ અપનાવવાની તાલાવેલી તે દર્શન-વિવેક! =================K ૪૦૯-KNEF==============