________________
સમજણ :
૧. સમજણને દાવપેચનો વિભાગ તરીકે બતાવ્યો છે.
મનને કાબૂમાં લાવવા પહેલા સામ-દામ પછી દંડ-ભેદ.
દાવપેચથી ત્યારે જ કાન પકડાવાયા જો એમ ને એમ ઠેકાણે ના આવે તો. ૨. મનને ઠગવાની વૃત્તિને વંચના કહી, જબરદસ્તી નથી કહી.
મનને કાબૂમાં લેવા માટે નવરું પડવા ના દેવાય નહીં તો રઝળે. ૩. મનમાં ચંચળતા શાને લીધે છે? વાસના-કુબુદ્ધિના કારણે.
Sub Conscious mind (લબ્ધિમન)માં અશુદ્ધિ છે જે ચંચળતા લાવે છે. ઊંધી માન્યતા ચંચળતાનું કારણ છે. વિચારોની સ્થિરતા, એકાગ્રતા, ઊંડાણ લાવવાની આ સાધના છે. ચંચલ મન પાસે શુભયોગમાં સતત પરિશ્રમ કરાવો કે બીજે ક્યાંય ન દોડે. (હેમચંદ્રાચાર્ય - યોગશાસ્ત્ર)
બુદ્ધિ કે અનુભવ દ્વારા મનને Conscious કરવું, કાબૂમાં આવશે. ધર્મના પાયાના સિદ્ધાંતો મનને જો કબૂલ કરાવી શકો તો મન તમારા કહ્યા પ્રમાણે કામ કરતું થઈ જશે.
અનેકાંતવાદ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાંથી – વિવેચક : પ.પૂ. રાજશેખરસૂરીશ્વરજી પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મો રહેલા હોય છે. નિર્બળતા પણ હોય અને બળ પણ. વિદ્વાન અને મૂર્ખતા, નિર્ભય પણ હોય અને એ જ માણસ અમુક ક્ષેત્રે ભીરુ પણ. આમ હોવાથી ક્યારેક શંકા થાય કે શું પ્રકાશ અને અંધકાર એક સ્થળે રહી શકે? આ આશ્ચર્ય કે શંકાને દૂર કરનારો સિદ્ધાંત છે તેનું નામ અનેકાંતવાદ.
અનેકાંતવાદ કહે છે કે, પરસ્પર વિરોધી લાગતા ધર્મો ભાસે છે તેવા વિરોધી છે જ નહીં. અપેક્ષાભેદથી એ ધર્મો વિરોધી છે જ નહીં. =================* ૧૮૨ -KNEF==============