________________
ત્રીજો ભવ હોય છે. આ પછીના ત્રીજા ભવે, પૂર્વે અહિંસા, સત્ય, કરૂણા, દેવ-ગુરુ ભક્તિ, દયા, સરળતા વગેરે ગુણો દ્વારા જે સાધના કરી હતી એ સાધનાના ફળરૂપે, પરમાત્મા તરીકે જન્મ લે છે. આ તેમનો ચરમ-અંતિમ ભવ હોય છે.
જન્મતાંની સાથે જ અમુક કક્ષાનું મતિ-શ્રુત-અવધિ વિશિષ્ટ જ્ઞાન લઈને જ જન્મે છે. આના કારણે વર્તમાન, ભૂત, ભવિષ્યની ઘટનાઓ અમુક અંશે જોઈ શકે છે.
• મોટા થતાં ગૃહસ્થ ધર્મમાં હોવા છતાં આધ્યાત્મિક સાધના ચાલુ જ હોય
છે. પોતાનાં પ્રાપ્ત જ્ઞાનથી પોતાનું ભોગાવલિ કર્મ અવશેષ છે એવું જાણે તો કર્મક્ષય માટે લગ્ન સ્વીકાર કરે છે. જો જરૂરિયાત ન હોય તો અસ્વીકાર કરે છે.
• ત્યાર પછી ચારિત્ર, દીક્ષા કે સંયમની આડે આવતાં ચારિત્ર મોહનીય કર્મનો
ક્ષયોપશમ થતાં એક મહા ઉપયોગે, વિશ્વ કલ્યાણાર્થે યોગ્ય સમય પાકતાં ચારિત્ર ગ્રહણ કરે છે. સ્વયં યથાર્થ માર્ગને જાણવો જ જોઈએ એવા ઉત્કૃષ્ટ આચારને યોગે સંપૂર્ણ જ્ઞાન એવું કેવળજ્ઞાન પામવાને તૈયાર થઈ જાય છે. સર્વથા મોહનો ક્ષય કર્યા વગર આવું જ્ઞાન પ્રગટ થતું નથી એટલે ભગવાન સાધનામાં પ્રચંડ પણ ઝૂકાવે છે. અતિ નિર્મળ સંયમની સાધના, વિપુલ અને અગ્રકોટિની તપશ્ચર્યાને કાર્ય સિદ્ધિનું માધ્યમ બનાવી ગામેગામ, નગરે નગરે, જંગલ આદિમાં વિચરે છે. “સર્વજ્ઞ'ની પદવી ધારણ થતાં વિશ્વના તમામ દ્રવ્યો-પદાર્થો તેનાં પર્યાયો, સૈકાલિક ભાવોને સંપૂર્ણપણે જાણનારા અને જોનારાં બને છે.
=====
==========૧૨ >k-kkekek-sekekekekekekek