________________
અપાણે વોસિરામિ....
જિન આજ્ઞા અનુસાર આરાધના કરી સર્વ કર્મો ક્ષય કરી, હું મોક્ષસુખ પ્રાપ્ત કરૂં અને સર્વેને પણ મોક્ષસુખ પ્રાપ્ત થાઓ.
પૂર્વના અનંત ભવોમાં, અનંતા શરીરો ધારણ કર્યા, અનંતા સંબંધો બાંધ્યા, અનંતી ઉપાધિઓ, સાધન-સામગ્રીઓ ભેગી કરી, પણ વોસિરાવી નહીં.
આ ભવમાં પણ આજ સુધી, શરીરમાંથી અનંતા પુદ્ગલો, વડનીતિ, લઘુનીતિ, શ્લેષ્મ આદિ નીકળ્યા, નકામી વસ્તુઓ, ઘરનો કચરો, શાકભાજી આદિનો કચરો પડ્યો રહે અને સંમુશ્કેિમ જીવો ઉત્પન્ન થાય તેમાં ભાગીદાર બન્યો,
પુદગલો વોસિરાવ્યા નહીં તે સર્વ પુદ્ગલો હવે વોસિરાઉં છું અરિહંત સિદ્ધ ગુરુદેવની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ વોસિરામી, વોસિરામી પચખાણ પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ અપ્રાણ વોસિરામિ....