________________
આટલો બધો મહાલાભ કરાવનારું દહેરે જવાનું મન કેટલાં ઉછળતા અને વિશુદ્ધ ભાવોલ્લાસથી થવું જોઈએ તેની વિચારણા.
જીવની ખાઉં ખાઉંની આહાર સંજ્ઞાને ‘પચ્ચખાણ' વડે દબાવી ભાવેલ્લાસ વધારો. ઉપવાસ નહીં તો દિવસમાં ૪-૫ ટંક ખાવાનો નિયમ પાળવા પણ મન તૈયાર નથી હોતું. ત્યારે મનનો ભાવોલ્લાસ વિશુદ્ધ હોય તે માટે, (૧) અત્યંત કર્તવ્યબુદ્ધિ થાય એમ વિચારવું, (૨) આહારાદિ તથા ક્રોધ, લાભાદિ સંજ્ઞાઓ જે પાપમય છે તે અટકાવવા અભ્યાસ કેળવો, (૩) દુન્યવી કોઈપણ ફળની
આશંસા ના કરવી.
આ રીતે જિનદર્શનમાં જો ચિત્ત લાગે તો અદ્ભૂત ધ્યાનયોગ બને. મનને એમ થાય છે કે :
હે પ્રભુ ! દિવસ-રાત મોહ સાધનોના દર્શનમાં વેડફી નાખ્યા! હવે વીતરાગ પ્રભુના દર્શને જઈ જીવનના આ કિંમતી સમયને સફળ કરું. મોહદર્શનથી લાગેલા પાપનો ભાર ઉતારું. દર્શનમ્ પાપ નાશનમ્. સંસારનું મૂળ કારણ રાગ-પાપ જે જિનદર્શનથી હટે, વીતરાગનાં દર્શનથી કંઈક મંદ પડે, માટે દર્શન ક૨વા જઉં.
પછી દર્શનાર્થે ઉઠે, ચાલે, મંદિર પાસે આવી બહારથી જ પ્રભુનાં દર્શન થતાં અંજલિ લલાટે લગાડી, નમો જિણાણું કહે તથા ક્રમશઃ ફળનો આંક વધતાં માસક્ષમણના ફળ સુધી પહોંચે છે. કેમકે પ્રભુની નજીક આવતાં ભાવોલ્લાસ વધતો જાય છે. ચિત્તની તન્મયતા યાને ધ્યાનયોગ બરાબ૨ જામે છે. હવે મંદિરમાં ‘નિસિહિ’ કહે પ્રવેશે અને સંસારના બધા વ્યાપારો બંધ થાય અને ચિત્ત શુદ્ધ દર્શનનું અભિલાષી બને. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે. આ પ્રદક્ષિણા ભવભ્રમણને મીટાવનારી છે. એમાં અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર સંપન્ન ભમરી ગૂંજે. હૃદયમાં જ્ઞાનાદિનું ત્રય બીજ પડે જે ઊગીને કાળાંતરે રત્નત્રયીનો પાક આપે છે. પછી પ્રભુની સામે કમરથી નમી હાથ જોડી ‘નમો જિણાણં’ કહી દર્શન કરતાં સ્તુતિ બોલવી. અને સ્તુતિ જાણે આપણાં દિલની વાત પ્રભુને કહેતા હોઈએ એમ બોલવી.