________________
પ્રકારે વેદના, ક્ષેત્ર વેદના, પરમાધામીકૃત વેદના, અન્ય નારકી દ્વારા કરવામાં આવતી વેદના. ક્ષેત્ર વેદના : દુનિયાભરનું પાણી પીવડાવો તોય તરસ્યા રહે. લોક સર્વના આહાર પુદ્ગલ આપો તોય ભૂખ્યા જ રહે. છતાં આહાર મળે જ નહીં, મળે તો અલ્પ અને પાણી તો ન જ મળે. નારકીને ભઠ્ઠીમાં મૂકવામાં આવે તો એને શાંતિનો, શાતાનો, ઠંડકનો અનુભવ થાય. ક્ષણવારમાં ઊંઘી જાય. એ.સી.નો અનુભવ કરે. નરકમાં ભઠ્ઠીથી અનંતગણી ગરમી હોય છે. ૧-૩ નરકમાં ઉષ્ણ વેદના, ૪-૫ નરકમાં શીતોષ્ણ વેદના, ૬-૭ નરકમાં શીત વેદના. હિમાલયના શિખર પરની હિમશીલાથી અનંતગણી ઠંડી નરકમાં સતત ભોગવે, ૩૩ સા.
સુધી! (જીવાભિગમ સૂત્ર) ૪૪. દેવો વચ્ચે પણ યુદ્ધ થાય! અસુરકુમાર આદિ ભવનપતિ દેવો નીચા ગણાય.
વૈમાનિક દેવો ઊંચા. ક્યારેક ભવનપતિ-વૈમાનિકનું યુદ્ધ પણ થાય, ત્યારે વૈમાનિક દેવોને શસ્ત્ર બનાવવા ના પડે. વૈમાનિક દેવ જેને સ્પર્શ કરે તે શસ્ત્ર બને : પાંદડું તીણ તલવાર સમાન, શત્રુને છંદી નાખે. નાનો કાંકરો શત્રુને
મોટી શિલા પડ્યાનો અનુભવ કરાવે. (ભગવતી સૂત્ર : શ.૧૮, ઉ.૭) ૪૫. દર રપ૬ જીવે ૧૬ જીવ શાતા વેદનાવાળા, અનંતા જીવની સરેરાશ દર ૧૬
જીવે માત્ર એકને શાતાનો ઉદય. (પન્નવણા સૂત્ર : પદ-૩) ૪૬. બધા સાથે સંબંધ બાંધીને આવ્યો. વર્તમાનને મળતાં એક પણ માનવ એવાં
નથી કે જેની સાથે ભૂતકાળમાં અનંતકાળન રહ્યા હોય. (ભગવતી સૂત્ર શ.૧) ૪૭. આસક્તિ કરી વધુ, પુણ્યનો ખર્ચો એથી વધુ. જેમ નીચી કોમની વ્યક્તિ પાસે
પૈસા આવે એટલે વાપરતાં વાર ન લાગે તેમ. સમજદાર થઈને પણ જો વિવેક પૂર્વક ના વાપરે તો શું થાય? જેટલું પુણ્યધન અનુત્તર દેવ પ લાખ વર્ષે ક્ષય કરે, તેટલું પુણ્યધન યંતર દેવ ૧૦૦ વર્ષમાં ક્ષય કરી દે. (ભગવતી સૂત્ર : શ.૧૮, ઉ.૭)