________________
શીસન પ્રભાવના
• અમેરિકામાં ઉછરતા બાળકોને પાઠશાળામાં ધર્મક્ષેત્રે તેયાર કરવાનું યોગદાન
Jain Scholar Visitation માં રસપૂર્વક અગ્રગણ્ય ભાગ લેવો, તેઓને ઘરે આગતા સ્વાગતાપૂર્વક રાખી સાર સંભાળમાં મદદ કરવી. સંઘમાં ઉત્સુત્ર પ્રરૂપણારૂપ આચરણ, “મારું તે સાચું કરનારની હઠમાં દઢ એવા જીવોની અનુમોદનાથી દૂર રહેવું. જિન શાસનની હિલના ન થાય એની પૂરેપૂરી સાવચેતી જાળવવા જાગૃત રહેવું.
શક્તિ પ્રમાણ સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ, આયંબિલ, એકાસણા, ઉપવાસ આદિ ધર્મ અનુષ્ઠાનોમાં ઉત્સાહ અને ઉમંગથી જોડાવું. પૂજાપ્રક્ષાલન વગેરે વિધિ-વિધાનમાં મદદ કરવી. સંઘની પ્રશસ્ત' પ્રવૃત્તિઓમાં તન-મન-ધનથી યોગદાન કરવું, જેથી મન પ્રસન્ન રહે.
ધર્મ પ્રભાવનાનાં મુખ્યત્વે બે ફળ. એક તાત્વિક અને બીજું આનુષંગિક. ચિત્તની પ્રસન્નતા, પ્રસન્નતાનું ફળ ચિત્તની સમાધિ અને સમાધિનું ફળ કેવળજ્ઞાન અને અંતે મોક્ષ તાત્ત્વિક ફળરૂપે સહુના આત્માને આકર્ષે અને શાસન સેવા જીવનના મુખ્ય અંગરૂપે વિકસાવતા રહે એ જ અભ્યર્થના....!
=================K
૯ -KNEF==============