________________
એને ધ્યાનથી વિચારીએ... પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરિજીના
વ્યાખ્યાનમાંથી ઉદ્ભૂત... • ભગવાનનો સંઘ એ જગતનું જવાહર છે. વાણિયાનાં ટોળા ભેગા મળી સંઘ થઈ જાય અને પોતાને પચ્ચીસમો તીર્થકર કહેવડાવે, એવો પચ્ચીસમો તીર્થકર તો ચોવીસ તીર્થકરોની આજ્ઞાનો ભૂક્કો બોલાવે છે. એવા આજ્ઞાહીન ટોળાથી કદી સંઘ ના બને !
૦ કમ ખાના એ સારું, ગમ ખાના એ પણ સારું, પરંતુ સત્ય છોડવું એ ખરાબ.
અસત્ય સ્વીકારવું એ એથી પણ ખરાબ. સત્ય અને અસત્ય વચ્ચે સમાધાન ન હોય. પૈસાની લેવડ દેવડમાં સમાધાન હોય. કારણ કે, એ છોડી દેવા જેવી ચીજ છે.
• સત્ય છોડી દેવા જેવી ચીજ નથી. સત્ય છોડવામાં નાશ છે. ૩૬૩ પાંખડીઓ
ભગવાનના સમવસરણમાં બેસતા એમાંના એકની સાથે પણ ભગવાને સમાધાન ન કર્યું. એમની સાથે એકતાની વાટાઘાટ પણ ના કરી. બે ને બે ચાર સ્વીકારે તેની સાથે જ સમાધાન થાય. પાંચ બોલે કે ત્રણ બોલે તેની સાથે કદી ન થાય.
એવી શ્રી જિનની વાણી પ.પૂ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજે હૈયે આણી.