Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ (16) ગદષ્ટિસમુચ્ચય વિકલપણું-ખામી આવી જાય છે, અને તેથી જ તેને યોગ-ધર્મવ્યાપાર વિકલ-ખામીવાળો હેઈ, જ્ઞાનાચાર વગેરેના કાળ-વિનય વગેરે પ્રકારેમાં અતિચાર -દોષથી તેની ખલન થાય છે. અત્રે પ્રમાદ એટલે આળસુપણું એવો માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે જે કંઈ વડે કરીને જીવ પિતાની આત્મસ્વરૂપ સ્થિતિથી પ્રમત્ત થાય, ભ્રષ્ટ પ્રમાદના પ્રકાર થાય, વ્યુત થાય, તે વિશાળ અર્થ છે. અને જીવને સ્વરૂપભ્રષ્ટ કરનારા આ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકાર છેઃ (1) મદ, (2) વિષય, (3) કષાય, (4) નિદ્રા, (5) વિકથા. અથવા પ્રકારાંતરે તેને આઠ ભેદ છેઃ (1) અજ્ઞાન, (2) સંશય, (3) મિથ્યાજ્ઞાન, (4) રાગ, (5) દ્વેષ, (6) મતિભ્રંશ, (7) ધર્મમાં અનાદર, 8) મન-વચન-કાયાના ગનું દુપ્રણિધાન. અને આ પ્રમાદને લીધે જ્ઞાનાચાર વગેરે પંચ આચારના સભ્યપાલનમાં ક્ષતિ થવાનો સંભવ છે છતાં, ઈચ્છાયેગી મુમુક્ષુને ઈચ્છાપ્રધાનપણું તે અવશ્ય છે જ, એટલે તે ક્ષસાધક ધર્મકર્તવ્ય કરવાની સતત અંતરંગ ઈચ્છા ધરાવે જ છે, અને તે ઇચ્છા પ્રમાણે વેગ-ધર્મ વ્યાપારધર્મ પ્રવૃત્તિ પણ કરે છે, તેને ધર્મ પુરુષાર્થ તો ચાલુ જ હોય છે. કારણકે અન્ય સામાન્ય કોટિના છે જેમ પ્રમાદી-આળસુ હોય છે, તેવા અર્થમાં તે જ્ઞાની પુરુષ પ્રમાદી દેતો નથી, તે કાંઈ પાદપ્રસારિકા કરીને આળસુ બેસી રહેતું નથી. તેવા સામાન્ય-પ્રાકૃતજન કરતાં તે તે અનંતગણ આગળ વધી ગયો હોય છે, કારણ કે તેને કષાય પાતળા પડી ગયા હોય છે, વિષયરસ-વિષયાસક્તિ મંદ પડી ગયા હોય છે, રાગ દ્વેષ આદિ પ્રમાદદેષ મોળા પડી ગયા હોય છે, અને આત્મસ્વરૂપ જાણ્યા સમજ્યા પછી તે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને પ્રયત્ન, પુરુષાર્થ, ઈચ્છા પણ પ્રમાદ દૂર કરવા ભણી જ હોય છે. પરંતુ ઉપર કહેલા કારણોને લીધે ઉપજતે પ્રમાદન અંશ પણ જ્યાં લગી હોય, ત્યાં લગી તે “પ્રમાદી” જ-પ્રમત્ત જ કહેવાય છે. અને જેટલા જેટલા અંશે તેને પ્રમાદદોષ દૂર થત જાય છે, તેટલા તેટલા અંશે તેની આત્મસ્થિતિ- આત્મદશા વધતી જાય છે, તેને ઈચ્છાગ બળવત્તર બનતો જાય છે. આમ પ્રમાદની ઉત્તરેત્તર ન્યૂનતા (ઓછાશ) પ્રમાણે તે ઈચ્છાયોગી સમ્યગદષ્ટિ આત્મજ્ઞના ત્રણ વિભાગ પડે છેઃ (1) અવિરતિ સમ્યગૃષ્ટિ, (2) દેશવિરતિ સમ્યગુદષ્ટિ, (ભાવશ્રાવક), (3) સર્વવિરતિ સમ્યગૃષ્ટિ (ભાવસાધુ). “શ્રદ્ધા જ્ઞાન લહ્યા છે તે પણ, જે નવિ જાય પમાય રે વંધ્ય તરુ ઉપમ તે પામે, સંયમ ઠાણ જે નાયે રે... ગા ગા રે, ભલે વીર જગતગુરુ ગાયો.”—શ્રી યશોવિજયજી * “ર પ્રમારાનડ જ્ઞાનિને અવશ્વાસ: તો તતડદૂધીત વંધtતે વ્યથા II –શ્રી શ કરાચ