Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ઈચ્છાયાગ (15) 3. સમ્યગદષ્ટિ-જ્ઞાનીપણું–શાસ્ત્રજ્ઞાન હય, સર્વ આગમ જાણતે હોય; છતાં કદાચને અજ્ઞાની પણ હોય; એટલા માટે ઇચ્છાગી “જ્ઞાની” હોવો જોઈએ સમ્યગદષ્ટિ- એવું ખાસ વિશેષણ મૂકયું. ઇચ્છાયેગી સમ્યગુદષ્ટિ પુરુષ હોય, સમ્ય જ્ઞાનીપણું ગુદનને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાની હેય. સમ્યગદર્શન વિનાનું બધુંય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે. કારણકે શાસ્ત્રસમુદ્રને પાર પામીને વિદ્વાન-વિબુધ થયે હાય. પણ અનુષ્ઠાન કરવા યંગ્ય એવું આરાધ્ય ઈષ્ટ તત્વ ન જાણ્યું હોય, તે તે અજ્ઞાની જ કહેવાય. વિબુધેએ (દેવ) મંદર પર્વતવડે સાગરમંથન કરી સારભૂત રત્નની ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી, એમ પુરાણક્તિ છે. તે રૂપકને અત્રે 4 અધ્યાત્મ પરિભાષામાં ઘટાવીએ, તો વિબુધ (વિદ્વજને) અધ્યાત્મશાસ્ત્રરૂપ મંદરાચલવડે શાસ્ત્રસમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્વ-રત્ન ખોળી કાઢી, પરમ અમૃતરૂપ આત્મતત્વને ન પામે, તો તે તેમનું વિબુધપણું અબુધપણારૂપ જ છે, અજ્ઞાનપણારૂપ જ છે. પાંચમા અંગમાં–શ્રી ભગવતીસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે “નવ પૂર્વ સુધી ભણે હોય પણ જે જીવને ન જાણે છે તે અજ્ઞાની છે.” “જે હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણે નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ, જીવ કરવા નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. નહીં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિ-ચાતુરી, નહિં મંત્રતંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો.” જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાન્યો નિજ રૂપકે, સબ જા સ ફેક.”-શ્રીમદ રાજચંદ્રજી. એટલા માટે ઇચ્છાગી “જ્ઞાની” પુરુષમાં આત્મજ્ઞાન અવશ્ય હોય; ઈચ્છાગી પુરુષ સમ્યગદષ્ટિ, સમ્યગ્દર્શની, આત્મજ્ઞાની હોય. 4. પ્રમાદજન્ય વિકલતા-આમ આ ઈછાયેગી સમ્યગદૃષ્ટિ આત્મજ્ઞને દર્શન મેહ તે દૂર થયો છે, પણ ચારિત્રમેહની હજુ સંભાવના છે, એટલે હજુ પ્રમાદથી તેને તેવી સંપૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હોતી નથી, અખંડ આત્માનુચરણરૂપ વિકલતા ચારિત્ર હોતું નથી. કારણકે પ્રમાદને સદ્ભાવ હોવાથી આત્મસ્વરૂપથી પ્રમત્ત ચુત થઈ જવાય છે, વિકથા વગેરે પ્રમાદના પ્રસંગથી તેના ચારિત્રભાવમાં * “અધ્યામશાસ્ત્રનામિથિવારા : મૂયાં કુળનારને પ્રાન્ત વિવુર્ધર્ન વિમ્ શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મસાર,