Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
વિવેચનકાર : આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ મૂળ કાર્ચ : વિવેચન
नम्न सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत
समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. - -- -
- - - - - - મહાન શ્રતધર ભગવાન ઉમાસ્વાતિ જેનશાસનના પ્રકાશસ્તંભ છે. અનેક શતાબ્દીઓ વીતી ગયા પછી પણ તેઓ આજે તત્ત્વાર્થસૂત્ર અને પ્રશમરતિમાં જીવંત છે!
તત્ત્વાર્થસૂત્ર' જો રસાયણ છે તો “પ્રશમરતિ સંજીવની છે. મતપ્રાયઃ બની ગયેલી ચેતનાને નવજીવન આપનારી સંજીવની એટલે- “પ્રશમરતિ'! જે કોઈ આ સંજીવનીનું આદર પૂર્વક સેવન કરશે તે અક્ષય યૌવન પ્રાપ્ત કરશે. પરમસુખ, પરમાનન્દ અનુભવશે.
વિવેચનકાર
આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - કોબા
બીજી આવૃત્તિ કારતક વદ-૧૩, વિ.સં. ૨૦૬૫, ૨૫ નવેમ્બર ૨૦૦૮
મૂલ્ય પાકુ પેઠુંઃ રૂ. ૩૦૧.00 | કાચુ પુંઠું ઃ રૂ. ૧૧૫.૦૦
આયિક સજજ શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર
USIEIS શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આચાર્યશ્રી કૈલાસસાગરમૂરિ જ્ઞાનમંદિર
કોબા, તા.જિ.ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬રપર
email: gyanmandir@kobatirth.org
website : www.kobatirth.org
મુદ્રક શ્રી બીજલ ગ્રાફિક્સ, અમદાવાદ ફોન નં. ૯૩૭૬૧૨૫૭૫૭
|| n |
#ન ને સાકાર કરવા
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन-अध्यापन की सूदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिश-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे, कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
D ====
પ્રકાશીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ શ્રી પ્રિયદર્શન) દ્વારા | લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જેન | સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ. લોકપ્રિય સાહિત્ય છે. - પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુન:પ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પધસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મંત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત | કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન | ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો.
વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં | લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા.
તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના કૃતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું.
શ્રપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુન:પ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી પ્રશમરતિ ગ્રંથનું પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
આ તત્ત્વજ્ઞાનસભર કદમાં નાના પણ અર્થથી વિશાળ આ પ્રશમરતિ પ્રકરણમાં પૂજ્ય વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજે ૨૨ અધિકારોમાં ૩૬૩ શ્લોકોમાં જૈનશાસનના પદાર્થોનું અદ્ભુત સંકલન કર્યું છે. યથાનામ તથા ગુણા' ઉક્તિને સાર્થક કરતી આ રચનામાં કષાયપર વિજય, ઇન્દ્રિયો પર વિજય ગુરૂકુલવાસ સેવન, બારભાવનાઓ, દશવિયતિધર્મ, સમ્યગ્દર્શન.
== === 3
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન, યોગાદિનું નિરૂપણ થયેલું છે. સમસ્ત પ્રકરણનો સાર સાધક આત્માનું પ્રશમભાવમાં સ્થિર કરવામાં સુન્દર માર્ગદર્શન પુરૂ પાડવાનો રહ્યો છે.
આ પ્રકરણના અધ્યયન-મનનથી મુમુક્ષુ પોતાના પ્રશમ ભાવમાં ઉત્તરોત્તર વધારો કરી આત્મિક પરિણામની શુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગમાં આગળ વધી શકે છે. સાધક પાંતે આ ગ્રંથના આલંબનથી સર્વોત્કૃષ્ટ જીવન વિકાસને સાધવામાં સફળતા મેળવી શકે છે. વાચકશ્રીનો આ ગ્રંથ અધ્યાત્મ જગતમાં અનુપમ પ્રકાશ પાથરે છે.
શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવાં જ ઉદાર સહયોગ મળતો રહેશે.
આ આવૃત્તિનું પ્રુફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ પ્રૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેન, આશિષભાઈ શાહનો તથા આ પુસ્તકના સુંદર કમ્પાંઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કમ્પ્યૂટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જરનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કો, શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે.
અન્ત, નવા કલેવર તથા સજ્જા સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ.
પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી.
ટ્રસ્ટીગણ
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયવિશારદ જિનશાસનશણગાર વર્ધમાન આયંબિલ તપની ૧૦૮ ઓળીના અપ્રમત્ત આરાધક, હજારો નવયુવાનોમાં શીલ, સંસ્કાર અને ધર્મભાવના ભરનારા પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદેવશ્રી
વિજય ભુવનભાનુસૂરીશ્વરજી
મહારાજનાં
કરકમલોમાં આદર સહિત બહુમાન સહિત
''
'''''
શિશુ ભદ્રગુપ્તવિજય
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનકારનું વક્તવ્ય
प्रशमस्थेन येनेव कृता वैराग्यपद्धतिः।
तस्मै वाचकमुख्याय नमो भूतार्थभाषिणे ।। અજ્ઞાત ટીકાકારે આ લોકના માધ્યમથી વાચકશ્રેષ્ઠને નમસ્કાર કર્યો છે. હું પણ આ જ શ્લોકથી ભાવપૂર્ણ હૃદયે એ પૂર્વધર મહર્ષિનાં ચરણે નમસ્કાર કરું છું.
શ્રમણજીવનના શૈશવકાળમાં જ્યારે એક બાજુ સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓનું જ્ઞાન, પ્રકરણો, કર્મગ્રંથોનું જ્ઞાન અને ન્યાયદર્શન આદિ દર્શનનું જ્ઞાન પૂજ્ય ગુરુદેવોની કૃપાથી મળતું હતું. સાથે સાથે આંતરશાંતિ અને વૈરાગ્યપરિણતિ માટે “જ્ઞાનસાર', “પ્રશમરતિ', “અધ્યાત્મસાર' જેવા ઉત્તમ ગ્રંથો કંઠસ્થ કરતો હતું.
રાત્રિના સમયે એ કલો જ્યારે જ્ઞાનસાર', “પ્રશમરતિ', અને ભક્તપરિજ્ઞાપન્ના'નો અર્થચિંતન સાથે સ્વાધ્યાય કરતો ત્યારે કેટલો બધો આંતર આનંદ અનુભવતો હતો! વ્યાવહારિક જીવનના અનેક દ્વન્દ્રોની વચ્ચે... એ વખતે નિદ્ધ આત્માનંદની અનુભૂતિ થતી હતી. વર્ષો સુધી આ ત્રણ ગ્રંથોએ મારા મનને શાંતિ આપી છે, રસાયણ આપ્યું છે, અમૃત આપ્યું છે!
જ્ઞાનસાર! એ પ્રશમરતિ!
ભક્તપરિજ્ઞાપત્રા! મારા ભાવપ્રાણીને નવપલ્લવિત કરનારા આ ગ્રંથો. જ્યાં સુધી મારે સંસારમાં જન્મ લેવા પડે ત્યાં સુધી મળતા રહો, એમ મારું હૃદય ઝંખ્યા કરે છે. “જ્ઞાનસાર'ના રચયિતા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપા. શ્રી યશોવિજયજીને, પ્રશમરતિ'ના રચયિતા વાચકશ્રેષ્ઠ પુર્વધર મહર્ષિ ઉમાસ્વાતિને અને ભક્તપરિજ્ઞાપયગ્રા'ના રચયિતા શ્રમણભગવાન મહાવીરના શિષ્યરત્ન વીરભદ્ર મહર્ષિને મારી ક્રોડ ક્રોડ વંદના!
મને ઘણીવાર વિચાર આવતો કે “આ ગ્રંથો જો બધા સાધુઓ બધી સાધ્વીઓ કંઠસ્થ કરી લે. અર્થચિંતન કરે અને અનુપ્રેક્ષા કરે... તો સહુ શ્રમણ સંઘના પ્રાણ કેવા પુષ્ટ બને! સહુ સાધકોનાં મન કેવી અપૂર્વ શાન્તિ અનુભવે! શ્રમણજીવન લીધેલું સાર્થક બની જાય! મારા પરિચયમાં આવતા સાધુ-સાધ્વીને હું આ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથોનું અધ્યયન-પરિશીલન કરવાની ભારપૂર્વક ભલામણ કરતો રહું છું... મારા અંતેવાસીઓને તો કંઠસ્થ જ કરાવી દીધા છે આ ગ્રંથો.
આ ગ્રંથોના અનુચિંતનમાં મેં જે આનંદ અનુભવ્યો, તે આનંદ સહુ અનુભવે, તે માટે અનુચિંતનને મેં લખવા માંડયું... અને ‘જ્ઞાનસાર’ ઉપરનું વિવેચન સંપૂર્ણ લખાઈ ગયું... ત્યાર પછી પ્રશમરતિ' ઉપર લખવાનો પ્રારંભ કર્યો...
બીજી અનેક જવાબદારીઓની વચ્ચે... સંઘ અને શાસનનાં અનેક કાર્યોની વચ્ચે... આ ‘વિવેચન' લખવાનું કામ ઢીલું પડી ગયું. પરંતુ મારા આત્મીય સખા મુનિવર... પંન્યાસ શ્રી સ્થૂલભદ્રવિજયજી ણની સતત ઉધરાણીએ અને મુંબઈના તત્ત્વરસિક સુશ્રાવક પ્રવીણભાઈ અમરચંદ ઝવેરીના વારંવારના આગ્રહના પરિણામે... આ વિવેચન લખવામાં ઝડપ આવી અને ૧૦૧ શ્લોકો ઉપર વિવેચન પૂરું થયું.
વિ.સં. ૨૦૨૩માં જ્યારે મારા સહોદર વડીલભ્રાતા પૂ. મુનિરાજશ્રી ધર્મગુપ્તવિજયજી મ.સા. સાથે, પાટણ (ઉ. ગુજરાત)માં અમારું ચાતુર્માસ હતું, ત્યારે મારા સહૃદયી મિત્ર મુનિવર શ્રી પુંડરિકવિજયજી પણ અમારી સાથે હતા. એમની ઇચ્છા હતી કે ‘કોઈ વૈરાગ્ય ભરપુર ગ્રંથ રોજ કલાક-કલાક વાંચીએ!' પાટણના તત્ત્વરસિક સુશ્રાવક નંદુભાઈ (નંદલાલભાઈ) ની પણ આવી જ ભાવના હતી... અને ‘પ્રશમરતિ' વાંચવાનું નક્કી કર્યું. ચાતુર્માસમાં સંપૂર્ણ ગ્રંથનો સ્વાધ્યાય થયો. અલબત્ત, આ પૂર્વે વિ.સં. ૨૦૧૪માં જ્યારે વ્યાખ્યાતા તરીકે મારું પહેલું જ ચાતુર્માસ ખંભાતમાં થયેલું ત્યારે વ્યાખ્યાનમાં મેં ‘પ્રશમરતિ’ ઉપર શ્રી હરિભદ્રસૂરિજી મ. (યાકિની મહત્તરાસુનુ નહીં, બીજા) ની ટીકા જ વાંચી હતી. પાટણના જ્ઞાનભંડારમાંથી બીજી પણ ટીકા મળી. ભાવનગરની શ્રી જૈનધર્મપ્રચારક સભા તરફથી વિ.સં. ૧૯૬૬માં મુદ્રિત થયેલી એ ટીકા છે... ટીકાકારનું નામ નથી! ‘અવસૂરિ' પણ એ પ્રતમાં છપાયેલી છે. તેના કર્તાનું પણ નામ નથી! જ્યારે મેં આ ટીકા વાંચવા માંડી... મને પારાવાર આનંદ થયો. આર્યંત શ્રુતનો દિવ્ય પ્રકાશ મળ્યાં... અમે પાટણના એ ચાતુર્માસમાં બંને ટીકાઓના સહારે સંપૂર્ણ ‘પ્રશમરતિ'નો સ્વાધ્યાય કર્યો... એ વખતે જ ‘મારે 'પ્રશમરત્તિ' ઉપર વિવેચન... અનુચિંતન લખવું છે! આ વિચારબીજ અંતરની ધરતીમાં રોપાઈ ગયું હતું.
વિવેચન લખવામાં મેં આ ઉપલબ્ધ બંને ટીકાઓનો સહારો લીધાં છે... એમાં ય અજ્ઞાત ટીકાકારની ટીકાએ તો મને તત્ત્વઅનુપ્રેક્ષામાં પ્રતિક્ષણ માર્ગદર્શન
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યું છે. એ ટીકાકાર મહર્ષિના ચરણે ભાવભરી વંદના! “પ્રશમરતિમાં મુખ્ય બાવીસ વિષયોની સંકલના છે૧પીઠબંધ ૨. કષાય ૩, રાગાદિ ૪. કર્મ પ. કરણ ૩. અર્થ ૭. આઠ મદસ્થાન ૮. આચાર ૯. ભાવના ૧૦. ધર્મ ૧૧. કથા ૧૨. જીવાદિ ૧૩. ઉપયાગ ૧૪. ભાવ ૧૫, દ્રવ્ય ૧૬. ચરણ ૧૭. શીલાંગ ૧૮. ધ્યાન ૧૯, શ્રેણિ ૨૦. સમુદુઘાત ૨૧. યોગનિરોધ અને ૨૨. શિવગમન.
વિવેચનની સરળતા જળવાઈ રહે તે માટે તાત્ત્વિક વિષયોને વિવેચનમાં ન ચર્ચતાં, જુદાં પરિશિષ્ટોમાં એ વિષય ચર્ચા છે. બાવીસ પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. અધ્યયન કરનારાઓને આ પરિશિષ્ટો વિષય સમજવામાં ઉપયોગી બનશે.
દરેક શ્લોકનો અર્થનિર્ણય ટીકાના આધારે કરેલો છે. મૂળ શ્લોકો કંઠસ્થ કરનારાઓ માટે અર્થજ્ઞાનમાં તે ઉપયોગી બનશે.
સહુ જીવોનાં અંત:કરણ શાન્તિ, પ્રશમ, ઉપશમ પામે અને નિરવધિ આનંદ અનુભવે, એ ભાવનાથી આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવે છે... મારા મંદ ફર્યાપશમથી.... અલ્પ બુદ્ધિથી. કંઈ પણ વિસંવાદી લખાઈ ગયું હોય તો કરુણાવંત વિદ્વાનો મને ક્ષમા કરો.
- ભદ્રગુખવિજય
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પ્રશમતિ'ના રચયિતા વાયકશ્રેષ્ઠ ઉમાસ્વાતિ
જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક “ઘોષનન્દિ' શ્રમણ હતા અને મગુરુ (ગુરુના ગુરુ) વાચક મુખ્ય શિવશ્રી' હતા, વાચનાથી અર્થાતુ વિદ્યાગ્રહણની દૃષ્ટિએ જેમના ગુરુ “મૂલ” નામના વાચકાચાર્ય અને પ્રગુરુ મહાવાચક “મુંડપાદ' હતા, જેઓ ગોત્રથી “કૌભીષણી' હતા અને જે “સ્વાતિ' પિતા અને “વાત્સી' માતાના પુત્ર હતા, જેમનો જન્મ “ન્યગ્રોધિકા'માં થયો હતો અને જે “ઉચ્ચ નાગર શાખાના હતા, તે ઉમાસ્વાતિ વાચકે ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ આહત ઉપદેશને સારી રીતે ધારણ કરીને તુચ્છ શાસ્ત્રોથી હતબુદ્ધિ દુઃખી લોકોને જોઈને, જીવો પ્રત્યેની અનુકંપાથી પ્રેરિત થઈને આ તસ્વાર્થાધિગમ' નામનું સ્પષ્ટ શાસ્ત્ર, કુસુમપુર’ નામના મહાનગરમાં રચ્યું છે. જે આ તત્વાર્થ શાસ્ત્રને જાણશે અને એના કથન મુજબ આચરણ કરશે તે અવ્યાબાધ સુખ નામના પરમાર્થને-મોક્ષને શીધ્ર પ્રાપ્ત કરશે.
- તત્વાર્થાધિગમ-સૂત્રની પ્રશસ્તિ વાચકશ્રેષ્ઠ ભગવાન ઉમાસ્વાતિનો પરિચય આપનાર જો કોઈ પ્રમાણિક આધાર હોય તો માત્ર આ પ્રશસ્તિ જ છે. જો કે આ પ્રશસ્તિમાંથી તેઓનો કાળનિર્ણય મળતો નથી, પરંતુ વિદ્વાનો, ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૪૭૧ વર્ષે ઉમાસ્વાતિ થયા, એમ માને છે. વિક્રમની પ્રથમ શતાબ્દીનો પ્રારંભિક કાળ કહી શકાય.
આ મહાન શ્રતધરે પોતાના જીવનકાળમાં પાંચસો ગ્રંથોની રચના કરી હતી, તેમાંથી આજે માત્ર પાંચ-સાત ગ્રંથો જ મળે છે. તેમાં મુખ્ય છે : તત્વાર્થાધિગમ સૂત્રે અને પ્રશમરતિ. તે સિવાય “જમ્બુદ્વીપ” “સમાપ્રકરણ, “પૂજાપ્રકરણ' શ્રાવકપ્રજ્ઞપ્તિ “ક્ષેત્રવિચાર' વગેરે ગ્રંથો છે.
કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ હેમચન્દ્રસુરીશ્વરજી શ્રી ઉમાસ્વાતિને સર્વોત્કૃષ્ટ સંગ્રહકાર કહે છે. તેઓએ, તત્ત્વાર્થ સૂત્ર'માં આહત કૃતના પદાર્થોનો અદભુત સંગ્રહ કરેલો છે. પ્રશમરતિ માં પણ આઈત કૃતના ઢગલાબંધ પદાર્થોનો સંગ્રહ કરાયેલા છે.
પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતિને શ્વેતામ્બર જેમ પૂજ્યભાવે સ્વીકારે છે તેવી
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીતે દિગંબરા પણ બહુમાનપૂર્વક માને છે શ્વેતામ્બરો ઉમાસ્વાતિને પોતાની પરંપરામાં થયેલા માને છે. દિગંબરો એમની પરંપરામાં થયેલા માને છે! સર્વાગીણ દષ્ટિએ વિચારતાં તેઓ શ્વેતામ્બર પરંપરાના બહુશ્રુત મહર્ષિ હતા. એ સુનિશ્ચિત લાગે છે.
પ્રશમરતિ'માં આ મહર્ષિ વિવિધ તેજસ્વી રૂપોમાં જોવા મળે છે. પ્રશમરસના મહાયોગી આર્ષપુરુષ પ્રથમસુખમાં મોક્ષસુખ જુએ છે, અનુભવે છે અને મોક્ષમાર્ગના પથિકોને એ પ્રશમસુખનો આસ્વાદ કરવા અનુરોધ કરે છે. ગ્રંથકાર મહર્ષિનો આ એક અતિસંક્ષિપ્ત પરિચય છે.
- ભદ્રગુપ્તવિજય ડભોઇ નુતનવર્ષારંભ વિ.સં. ૨૦૩૪
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
સમાજ
પ્રતા
..
o
...... ...........................
..................
તાકાત છે.
૨૨
*,,,,,૨૪
૨૫
૨૭
અનુક્રમણિક્ષ ૧. મંગલ ૨. પરમેષ્ઠિ વંદના : ગ્રંથપ્રયોજન ૩. સર્વજ્ઞશાસન . ૪. ગ્રન્થકારની નમ્રતા. ૫. વેરાગ્યરસનો ગ્રંથ..... . ગુરુપરંપરા.................... ૭. સજ્જનો કરુણાવંત . ................................ ૮. જિનવચનનું અનુકીર્તન ..... ૯. પુનરુક્તિ દોષરૂપ નથી .. ૧૦, વેરાગ્યભાવના ૧૧. વેરાગ્યના પર્યાયો... ૧૨. રાગના પર્યાયો ૧૩. દ્વેષના પર્યાય ૧૪, જીવાત્મા કષાય ક્યારે?. ૧૫. કષાયોના વિપાક .. ૧૩. કષાયોનું પરિણામ ૧૭. ક્રોધનું પરિણામ . ૧૮. માનનું પરિણામ.... ૧૯. માયાનું પરિણામ ... ૨૦. લોભનું પરિણામ .. ર૧. કષાયો ભટકાવે સંસારમાં .................. ૨૨. રાગ અને દ્વેષ ૨૩. રાગ-દ્વેષના સહાયક .. ૨૪. કર્મબંધ આઠ પ્રકારે. ૨૫. કર્મોના ઉત્તરભેદ ... રક. કર્મબંધ ચાર પ્રકારે ................. ૨૭. યોગ : કષાય ? લેશ્યા ૨૮. વેશ્યાઓના છ પ્રકાર .......
- ૨૯
Mાર .......... ....,
..... ૩૫
................
..૪૦
.....................
••••••••.
૪૫
.................. ......................
,પ0
.૫૧
.... ......
...પપ ................... .........
પણ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•••ઉo
૬ ૨
.૭૮
...
...
•
CO
.........
.૯૪
૧૦૯
ર૯. સુખ અને દુઃખ .. ૩૦. દુઃખનાં કારણે ૩૧. ઇન્દ્રિયપરવશતા વેરે છે વિનાશ ...................... ૩૨. ઇન્દ્રિયો સદા તરસી.. ૩૩. શુભાશુભ કલ્પનામાત્ર ૩૪. કલ્પનાની દુનિયા........ ૩૫. રાગ અને દ્વેષ .. ૩૯. કર્મબંધ. ૩૭. સંસાર-પરંપરાનું મૂળ ..... ૩૮. દોષજાળનો વિચ્છેદ ૩૯. આત્મસાધકની ૧૩ વિશેષતાઓ ........ ૪૦. આત્મસાધકની ચિંતા.. ૪૧. વિનીત બનો.... ૪૨. ગુરુ-આરાધના કરે ......... ૪૩. દુષ્પતિકાર્ય ઉપકારીઓ.. ૪૪. સર્વકલ્યાણનું ભાજન : વિનય... ૪૫. અવિનીતોની મનઃસ્થિતિ ૪૬. અવિનીતનું પતન ..... ૪૭. હિતકારી વચનની અવગણના.. ૪૮. જાતિ મદ
........ ૪૯. કુલ મદ ૫૦. રૂપ મદ... ૫૧. બળ મદ . પર. લાભ મદ....., ૫૩. બુદ્ધિ-મદ,
દ.......
.............................. ૫૪. લોકપ્રિયતા-મદ.................... ૫૫. જ્ઞાન-મદ . ૫૩. મદન અપાય ................... પ૭. મદત્યાગના ઉપાય.........
... ૧૧૩
૧૧૮ ૧૨૩
............
૧૨૩
૧૩૧
., ૧૩૩
૧૩૮ - ૧૪૨
૧૪૪
૧૪૭
•••••
૧૪૯
૧૫૧
અ. ૧૫૪
......••••
૧૫૮
••• ૧૬o
.. ૧૩૩
2
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ ૧૭૫
...............
૧૭૯
૧૮૨ ............... . ૧૮૫ ................ ૧૮૭
૧૮૯ ૧૯૧ ૧૯૩ ૧૯૭ ૨0૧ ૨૦૪ ૨૦૭ ૨0
............
.........
o
૫૮. નચ ગોત્રકર્મ શાથી બંધાય? પ૯. વૈરાગ્યનાં કારણો. ૧૦. શુભ વિચારધારા વહેતી રહો..... ૬૧. અંતે દુઃખદાયી વિષયસેવન.. ૬૨. વિષયો વિપસમા..... ૬૩. વિષયોમાં રમે તે માનવ નહીં! .............. ૬૪. ગંભીર ચિંતનનો વિષય : ... ૬૫. આત્માની રક્ષા કરો . ... ૩૭. પંચાચાર .. ૩૩. આચારાંગ-રૂપરેખા ......... ૧૮. શ્રમણજીવનની આચારસંહિતા .... ડ૯, “આચારાંગનો પ્રભાવ ૭૦. બે વાર્તાઓ ..... ૭૧. મનુષ્ય લોકના વૈભવ ૭૨. ભોગસુખ : પ્રશમસુખ ..... ૭૩, ઇન્દ્રિયવિજેતા બનો.... ૭૪. સુખ : રાગીનું, વીતરાગીનું.. ................ ૭પ. દુઃખ માત્ર રાગીને......... ૭૪. પરમ સુખી પ્રશાન્તાત્મા................ ૭૭, કેવા સાધુ સ્વસ્થ રહે?.... ૭૮. ધર્મનિમિતે અપવાદ ... ૭૯. સંયમીનો આધારસંસાર! ૮૦. લોકવિરુદ્ધનો ત્યાગ.. ૮૧, નીરોગિતાનો ઉપાય .... ૮૨. સાધુ કેવા ભાવથી આહાર કરે ૮૩. રાગ-દ્વેષરહિત ભોજન કરો... ૮૪. તો દવાઓ ન જોઈએ. ૮૫. શરીરરક્ષા શા માટે? ....................... ૮૬. મુનિ! અલિપ્ત રહો! ૮૭. નિર્ચન્થ કોને કહેવાય? ....
•, ૨૧૧
.........
૨૧૩ .............
. ૨૧૫ ૨૨0
. ૨૨૫
}
છે
........
૨૨૯
- ૨૩૧
..........
...
ર૩૫
............
#
૨૪)
...........
૨૪૨
૨૪૪
૨૪૬ ........... ૨પ૦
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
••• ૨૫૨.
.
૨૬ ...................
. ૨૬૨
૨૬૪ .. ૨૬૬
૨૬૮
૨૭)
૨૭૬
.............. . ૨૭ર
૨૭૪ ...........
... ૨૭૮ ........
૨૮૦ ...................
5
S
....
કાકા
-
-
-
-
-
•••• ૨૮૪
૮૮. કષ્ય-અકથ્ય... ૮૯. સાચો પુરુષાર્થ.. ૯૦. વિષયોનાં પ્રત્યાખ્યાન ..... ૯૧. બાર ભાવનાઓ . ૯૨. અનિત્ય-ભાવના ........... ૯૩. અશરણ-ભાવના ....... ૯૪. એકત્વ-ભાવના. .................. ૯૫. અન્યત્વ-ભાવના ..... ૯૦. અશુચિ-ભાવના ૯૭. સંસાર-ભાવના. ૯૮, આશ્રવ-ભાવના ....... ૯૯. સંવર-ભાવના. ................ ૧૦૦. નિર્જરા-ભાવના.. ૧૦૧. લોકસ્વરૂપ-ભાવના .. ૧૦૨. ધર્મચિંતન-ભાવના .... ૧૦૩. બોધિદુર્લભતા-ભાવના , ૧૦૪. વિરતિની દુર્લભતા. ૧૦૫. વૈરાગ્યવિજય.......... ૧૦૩. વિજયના ઉપાય ૧૦૭. દશ પ્રકારનો નિધર્મ. ૧૦૮. ક્ષમા.. ૧૦૯. મૃદુતા ૧૧૦. સરળતા.. ૧૧૧. શૌચ. ૧૧૨, સંયમ........... ૧૧૩. ત્યાગ..... ૧૧૪. સત્ય.... ૧૧પ, તપશ્ચર્યા .. ૧૧. બ્રહ્મચર્ય. ૧૧૭. અકિંચન્ય ............................
.. ૨૮૯ ... ૨૮૮
૨૯0
૨૯૨
........
૨૯૪ ૨૯૮
300
કાકા
......
............
૩૦૨
- ૩૦૪ .............
૩૦૧
.................
• ૩૮
.... ૩૧૦
. ૩૧૨
,,
,
,
,
,
.....
... ૩૧૪
.. ૩૧૮
. ૩૨
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
૩૨૩
૦
س
૩૩૧
૩૨૭ ................. ............... ૩૩૩ .. ૩૩૫
૩૩૭
૩૩૯
૩૪૦
...........
૧૧૮. યુનિધર્મપાલનનું ફળ .. ૧૧૯. મમકાર-અહંકાર ત્યાગી .............. ૧૨૦. બુદ્ધિસ્થિરતાના ત્રણ ઉપાયો.. ૧૨૧. ચાર ધર્મકથા ૧૨૨. પરગુણ-દોષનું કીર્તન છોડો.. ૧૨૩. શાસ્ત્રાધ્યયન
............. ૧૨૪. “શાસ્ત્ર' કોને કહેવાય? ... ૧૨૫. સર્વજ્ઞવચન : એ જ શાસ્ત્ર...... ૧૨૯. નવતત્ત્વ
જીવ-તત્ત્વ................. .... જીવના પ્રકારો........... જીવનું લક્ષણ ... ઉપયોગ-સાકાર : અનાકાર .......... જીવના ભાવ ભાવોનું કાર્ય ....... ........................ ...... જીવનાં આઠ સ્વરૂપ.................. અજીવ ‘દ્રવ્યાત્મા' કેવી રીતે?.... આત્મતત્ત્વનું વિશેષ ચિંતન..... આત્મા : સત્-અસત્ .
............... ઉત્પત્તિ-વિનાશ-ધ્રૌવ્ય , અજીવ-તત્ત્વ - પુદ્ગલ-દ્રવ્ય ........ ભાવોમાં પદ્રવ્ય ............... લોકપુરુષ .......................... છે દ્રવ્યોનું અવસ્થાન ..... છ દ્રવ્યોની સંખ્યા અને કર્તુત્વ.. છ દ્રવ્યોનાં કાર્ય. પુદ્ગલ દ્રવ્યના ઉપકારો. કાળ અને જીવનાં લક્ષણ પુણ્ય અને પાપ .......
૩૪૧
૩૪૮ ....... ૩૪૯ ............... ૩૫૧ ...... ......... ૩પ૩
૩૫૫ ૩૫૭
૩પ૯
لا
૩૬૨
૩૩૩
له
છ
ه
છે
૩૬૭
અને કતૃત્વ ................
૩૩૯ ૩૭૧ ૩૭૩
ي
છે
.
.
૩૭૫
..........
૩૭૭
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
૩૮૩ - ૩૮૪
w
૪૦૭
૪૧૨
• ૪૧૪
૪૧૫ ૪૧૭
............
............
.......................
.......
•, ૪૧૮
૪૨૧
૪૨૨
૪૨૩
.............
આસવ અને સંવર...
નિર્જરા-બંધ અને મોક્ષ ૧૨૭. સમ્યગુદર્શન.. ૧૨૮. મિથ્યાત્વ. ૧૨૯. પાંચ જ્ઞાન અને પ્રકારો ૧૩૦. પાંચ ચારિત્ર. ૧૩૧. મોક્ષમાર્ગ
આરાધક કોણ? ....
મોક્ષ ક્યારે?... ૧૩૨. આરાધનાનું સ્વરૂપ... ૧૩૩. સાધુ : અંધ-મૂક-બધિર... ૧૩૪. પ્રત્યક્ષ સુખ પ્રશમનું ..... ૧૩પ, અહીં જ મોક્ષ છે! ૧૩૩. સદેવ સુખી કોણ?... ૧૩૭. સુખ-આનન્દ.. ૧૩૮. મુનિનાં આત્મતેજ............... ૧૩૯, શ્રેષ્ઠ આરાધના પ્રશમની! ..... ૧૪૦, ૧૮ હજાર શીલાંગ ૧૪૧, સંસારભીરુતા : પાયાનો ગુણ ૧૪૨. ધર્મધ્યાનનું સ્વરૂપ.... ૧૪૩. મુનિનો આધ્યાત્મિક વિકાસ , ૧૪૪. અણગારની નિઃસંગતા..... ૧૪૫. અણગારની વિભૂતિ ૧૪૬. યથાખ્યાત-ચારિત્ર..... ૧૪૭, શુક્લધ્યાન.. ૧૪૮શુક્લધ્યાની પૂર્ણચન્દ્ર જેવા............... ૧૪૯. શુક્લધ્યાન : પ્રચંડ આગ ... ૧૫૦. જે બાંધે તે ભોગવે . .. ૧૫૧. મોહનીયનો ક્ષય કરો ............. ૧૫૨, કેવળજ્ઞાન
............. ૪૨૫
.. ૪ર૭
૪૨૮ ............
૪૩૨
* *
*
૦૫૧
..........
લામ......
૪૨૯
૪૩૩
૪૩૬
.....
૪૪૧
............
......
.....
૪૪૨ ४४४ ૪૪૫ ૪૫૧ ૪૫૩
.........................
...........
***
................ ૪૫૭
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...............
................
• ૪૦૩
••• ૪૮૨
૧૫૩. કેવળી-સમુદ્દાત ......
૧, ૪પ૯ ૧૫૪. યોગનિરોધ..
.... ૪૬૫ ૧પપ. ત્રીજું-ચોથું શુક્લધ્યાન :
૪૬૯ ૧૫. અવગાહના ઘટે છે : .......
.. 890 ૧૫૭. શૈલેશી-અવસ્થા
૪૭૧ ૧૫૮. શરીરનો ત્યાગ..................
......... ૧પ૯, ઇષ~ામ્ભારા' પૃથ્વી ...................
... ૪૮૦ ૧૦. મોક્ષસુખ
................................. ૧૬૧. મુક્તાત્મા અભાવરૂપ નથી...
४८४ ૧૨. મુક્તાત્મા અહીં કેમ ના રહે? .
................ ૧૬૩. મુક્તાત્માનું ઊર્ધ્વગમન જ કેમ?. ૧૬૪. મોક્ષમાં સુખ કેવી રીતે? .. ૧૬૫. મોક્ષ નહીં તો દેવલોક!.
૪૯૧ ૧૩૭. ત્રીજા ભવે મોક્ષ ................
.......... ૪૯૪ ૧૭. ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ.. .............
૪૯૮ ૧૬૮. પ્રશમરતિનું ફળ ... .......................... ................ ૧૬૯. ગ્રન્થકારનું આત્મનિવેદન . ૧૭૦, ક્ષમાયાચના..
............. . પ૧૩ ૧૭૧. જિનશાસનનો જય ...........................
પ૧૪
* ૪૮૭
......
પ૦૯
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦. યોર્ગાનરોધ
૧૧. ચરણ-સપ્તતિ
૧૨. કરણસપ્તતિ ........
૧. મહાવ્રતો
૨. યતિધર્મ
૩. નવપદ
૪. ગમન અને પર્યાય
૫. શબ્દ અને અર્થ
૬. હેતુ અને નય બુદ્ધિ ૮. લેશ્યા
૭.
૯. પાંચ મહાવ્રતોની પચીસ ભાવના
૧૩. પર્યાપ્તિ
૧૪. પરાવર્તમાન-પ્રકૃતિ. ૧૫. પલ્યોપમ.
૧૬. ભવ્ય-અભવ્ય
૧૭. નિગ્રન્થ-સ્નાતક
૧૮. કેવળજ્ઞાન.
૧૯. સમુદ્ધાત
૨૦. પંદર યોગ
www.kobatirth.org
૨૧. આહારક : અનાહારક
૨૨. સંજ્ઞા .......
પરિશિષ્ટ
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*********
.......
૫૧૭
પ૨૧
૫૨૨
૫૨૩
૫૨૬
૫૨૭
૫૩૪
૫૩૬
૫૪૭
૫૪૮
૫૪૯
પર
૫૫૮
૫૩૧
૫૬૨
૫૫
૫૬૭
૫૭૦
૫૭૫
૫૭૯
૫૮૨
૫૮૫
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમત
વિવેચનકાર પંન્યાસપ્રવરશ્રી ભદ્રગુપ્તવિજયજી ગણી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલ नाभेयाद्या सिद्धार्थराजसूनुचरमाश्चरमदेहाः । पंचनवदश च दशविधधर्मविधिविदो जयन्ति जिनाः ।।१।। અર્થ : ચરમશરીરી અને દશ પ્રકારના યતિધર્મને જાણનારા, નાભિપુત્ર (આદિનાથ) જેમાં પ્રથમ છે અને સિદ્ધાર્થ પુત્ર (વર્ધમાનસ્વામી) અંતિમ છે, તેવા પાંચ+નવ+દસ (ચોવીશ) જિન (તીર્થકર, જય પામે છે. વિવેચન : જય બોલો!
ચોવીસ તીર્થંકર ભગવંતોની જય બોલો! રાગ અને દ્વેષના વિજેતાઓની જય બોલો! એકાંતવાદીઓ પર જ્વલંત વિજય મેળવનારા સર્વજ્ઞ-સર્વદર્શી જિનેશ્વરોની જય બોલો! પાંચસો ગ્રન્થોના રચયિતા, જિનશાસનના જ્યોતિર્ધર મહાનુ આચાર્યશ્રી ઉમાસ્વાતિ, ચરમશરીરી જિનેરોની જય પુકારે છે; આપણે પણ રાચી-માચીને ખૂબ હર્ષથી જય બોલીએ.
ગ્રન્થકારે હર્ષવિભોર બનીને ચોવીસ તીર્થકરોને ભાવવંદના કરી છે, જિનેશ્વરી પ્રત્યે હાર્દિક શ્રદ્ધા અભિવ્યક્ત કરી છે. દુઃખપૂર્ણ અને અનંત યાતનાઓથી ભરપૂર દુર્ગતિઓમાં જીવાત્માઓને ભટકાવનારા રાગ અને દ્રપ પર વિજય પ્રાપ્ત કરનારા અને જીવાત્માઓને વિજય પ્રાપ્ત કરાવવાનો ભગીરથ પુરુષાર્થ કરનારા જિનેશ્વરો પ્રત્યેનો પક્ષપાત પ્રગટ કર્યો છે... મનુષ્ય જેનો જય પુકારે છે, તેના પક્ષના સભ્ય બની જાય છે; તેનાં કાર્યોનો અનુમોદક બની જાય છે.
બહુશ્રુત આચાર્યશ્રીએ મંગલાચાર કરતાં કુશળતાપૂર્વક રાગ-દ્વેષ પર વિજયી બનાવવાના અણમોલ ઉપાયોનો ગર્ભિત રીતે નિર્દેશ કરી દીધો છે! પ-૯-૧૦ ના સંખ્યાવાચક અંકોમાંથી એ ઉપાયો જડી જાય છે! આ રહ્યા તે ઉપાયો :
પાંચ મહાવ્રતોનું જીવન! નવપદોનું સમ્યગુ આરાધન! દશ પ્રકારના શ્રમણધર્મનું યથાર્થ પાલન પંચમહાવ્રતમય જીવન બની જાય, દશ પ્રકારના શ્રમણધર્મનું સર્વોગ-સુંદર પાલન થઈ જાય અને નવપદોનું હૃદય કમલમાં ધ્યાન રમતું થઈ જાય! બસ, ચરમશરીરી બનતાં વાર નહીં! શરીર અને આત્માનો અંતિમ સંયોગ! જ્યાં સુધી શરીર અને આત્માનો સંયોગ છે, ત્યાં સુધી જ પરાજય છે, રાગ-દ્વેષના ૧-૨-૩ જુએ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ત્રાસ છે અને સંસારમાં પરિભ્રમણ છે. આત્મા શરીરના બંધનમાંથી મુક્ત થયો, કે વિજેતા બન્યો! રાગ-દ્વેષનો સંહાર કરી સાચો વિજેતા બની જાય.
પાંચ મહાવ્રતોની અને દસ પ્રકારના શ્રમણધર્મની સાધના માટે જોઈએ દૃઢ મનોબળ અને અપૂર્વ આત્મશક્તિ. તે મનોબળ અને આત્મશક્તિ પ્રગટે છે શ્રીનવપદની ઉપાસનામાંથી! નવપદના ધ્યાનમાંથી! અરિહંતાદિ નવપદ અખૂટઅનંત શક્તિનો શાશ્વતુ ભંડાર છે... જાપ અને ધ્યાનની ઉપાસનાના માધ્યમથી ઉપાસક એ ભંડારમાંથી પર્યાપ્ત શક્તિ પ્રાપ્ત કરી શકે છે.
રાગ-દ્વેષના વિજેતાની જય બોલ્યા એટલે રાગ-દ્વેષને કટ્ટર દુશમન માન્યા! રાગ-દ્વેષના વિજેતાનો સદૈવ અને સર્વત્ર જય ઇચ્છુક્યો એટલે રાગ-દ્વેષ સામે ખુલ્લું યુદ્ધ પોકાર્યું! સંસારના મુમુક્ષુ જીવોને આ યુદ્ધમાં ઉતારી તેમને વિજયી બનાવવા માટે તો આ કરુણાવંત આચાર્ય આ ગ્રંથની રચના કરવા ચાહે છે! અને આ રચનાનું અતિ મહત્ત્વપૂર્ણ કાર્ય કોઈ વિઘ્ન વિના પૂર્ણ થાય તે માટે તેઓ જિનેશ્વરોને ભાવવંદના કરીને મંગલ કરે છે!
આ તો ગ્રંથકારે આ અવસર્પિણી કાળના આ ભરતક્ષેત્રના ચોવીસ તીર્થંકર ભગવંતોની ભાવ-સ્મૃતિ કરી, હવે તેઓ સર્વકાલના ને સર્વક્ષેત્રના જિનેશ્વરોનેપાંચેય પરમેષ્ઠિભગવંતોને પ્રણિપાત કરે છે :
પરમેષ્ઠિ વંદના : ગ્રંથuથોજન जिनसिद्धाचार्योपाध्यायान् प्रणिपत्य सर्वसाधूंश्च ।
प्रशमरतिस्थैर्यार्थं वक्ष्ये जिनशासनात् किञ्चित् ।।२।। અર્થ : જિન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમન કરીને પ્રશમ (વૈરાગ્ય) માં પ્રતિભાવની નિશ્ચલતા માટે (પ્રશમની પ્રીતિમાં કેવી રીતે મુમુક્ષુ ભવ્ય જીવ સ્થિર થાય તે માટે) જિનશાસનમાંથી કંઈક કહીશ. વિવેચન : પ્રશમરસમાં પ્રીતિ
વૈરાગ્યભાવમાં રતિ! એ રતિ, એ પ્રીતિ અલ્પ કાળ માટે નહિ, પરંતુ દીર્ધકાળ માટે જોઈએ. પ્રશમરસની પ્રીતિના તાર કાચા સૂતરના નહીં, પરન્તુ તોડ્યા તૂટે નહીં અને બાળ્યા બળે નહીં તેવા તાંબાના તાર જોઈએ. ગ્રન્થકાર મહામના મહર્ષિ, સંસારના સંતપ્ત આત્માઓને પ્રશમરસ સાથે સુદઢ પ્રીતિ કરાવવા ઇચ્છે છે. તેઓનો આ જ્ઞાનમૂલક સત્ય નિર્ણય છે કે “જીવો પરમ આત્મશાન્તિ અને અક્ષય આત્મસુખનો સુમધુર અનુભવ પ્રશમરસ.. પરમ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
પરમેષ્ઠિ વંદના : ગ્રંથપ્રયોજન પ્રશમભાવમાં જ કરી શકે, અન્યત્ર નહીં'. માટે તેઓ આ ગ્રંથની રચના કરવા ઉલ્લસિત અને ઉત્સાહિત બન્યા છે.
ક્ષણિક વૈરાગ્ય નહીં, ક્ષણિક પ્રશમ નહીં, દિવસ ને રાત, મહિના અને વર્ષી... અરે, પૂર્ણ જીવનને વૈરાગ્યરંગે રંગી નાંખવાનું છે... પ્રશમ રસથી છલોછલ ભરેલા સરોવરમાં નિમગ્ન રહેવાનું છે... આ જ એક આંતરપ્રસન્નતા પ્રાપ્ત કરવાનો માર્ગ છે; તે માર્ગ ‘જિનશાસન’ જ બતાવી શકે એમ છે! માટે ગ્રંથકાર કહે છે : ‘હું જિનશાસનમાંથી કંઈક કહીશ.'
કેવું પરમકલ્યાણકારી જિનશાસન છે! કેવું મહાન મંગલકારી જિનશાસન છે ! વિવિધ વિટંબણાઓમાં ગૂંગળાઈ રહેલા... અકળાઇ રહેલા... વિક્ષુબ્ધ બની ગયેલા મનુષ્યોને પરમ આશ્વાસનભૂત, પરમ આધારભૂત અને પરમ વિશ્રામરૂપ હોય તો એક જ આ જિનશાસન છે!
‘જિનશાસન’ એટલે શું? જિનશાસન એ કોઈ પંથનું નામ નથી, એ કોઈ સંપ્રદાયનું નામ નથી, કોઈ ગચ્છનું કે સમુદાયનું નામ નથી! જિનશાસન એટલે દ્વાદશાંગી !જિનશાસન એટલે શ્રુતજ્ઞાનની પરમપાવની ભાગીરથી! જિનશાસન એટલે સમ્યજ્ઞાનનો મહાસાગર! આ જિનશાસન જ પ્રશમરસની લહાણી કરી શકે એમ છે... એની અભિરુચિ જ આ છે... જીવોને પ્રશમરતિમાં ભીંજાયેલા જ રાખવા. વૈરાગ્યરસમાં નિમગ્ન રાખવા.’
જિનશાસનના જ્ઞાનસાગરનું અવગાહન કરનાર બહુશ્રુત અજ્ઞાત ટીકાકાર કહે છે :
“सर्वाश्रवनिरोधैकरसं हि जैनं शासनम् "
જિનશાસનને એક જ વાતનો ૨સ છે કે જીવાત્માઓના સર્વે આશ્રવાનાં દ્વાર બંધ કરી દેવાં! કારણ કે એ વિના આંતરસુખનો અનુભવ સંભવિત જ નથી.
આ જિનશાસનમાંથી ગ્રંથકાર ‘કંઈક જ... થોડુંક જ...' કહેવાનું કહે છે! બધું તો કહી પણ કોણ શકે! હૃદયમાં કેવળજ્ઞાન હોય અને મુખમાં હજાર જીભ હોય... અને આયુષ્ય કરોડ વર્ષનું હોય... તો ય સમસ્ત જિનશાસનને કહેવું સંભવિત નથી... એવું ગહન, ગંભીર અને અનન્ત જિનશાસન છે! દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન પામી શકાય, પરંતુ સંપૂર્ણ કહી ન શકાય!
કંઈ વાંધો નહીં, થોડું પણ અમૃત છે ને! પ્રશમામૃતનાં બિંદુ પણ ગજબ ઉપકાર કરે છે...! બસ, મુમુક્ષુ આત્માઓનાં હૃદયમાં એ અમૃતબિંદુઓ પહોંચવા દો,
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
પડવા દો. પછી એનો દિવ્ય પ્રભાવ જુઓ! રાગ અને દ્વેષનાં કાળકૂટ ઝર અમૃત બની જાય છે, જનમ-જનમની વૈરી વાસનાઓનાં ભૂતડાં ભાગી જાય છે, જીવાત્માઓ સ્વસ્થ, શાન્ત અને પ્રસન્ન બની જાય છે.
આવું થોડુંક કહેવા માટે, ગ્રંથકાર મહાપુરુષ પંચ-પરમેષ્ઠિને પ્રણિપાત કરે છે. તીર્થકર ભગવંતોને જ નહીં; સામાન્ય કેવળજ્ઞાની ભગવંતોને પણ વંદના કરે છે. સર્વકર્મોથી મુક્ત.... સર્વપ્રયોજનસિદ્ધ, સ્વાધીન સુખસાગરમાં નિમગ્ન... લોકાંતે સિદ્ધશિલા પર અનંતકાળ માટે અવસ્થિત સિદ્ધ ભગવંતોને નમન કરે છે. જિનશાસનના સર્વ જીવ હિતકારી તત્ત્વોનું પ્રતિપાદન કરવામાં નિપુણ અને પંચાચારના પાલન તથા પ્રસારમાં કટિબદ્ધ એવા આચાર્યદેવને પ્રણામ કરે છે. સર્વદોષોથી રહિત દ્વાદશાંગીનાં સૂત્રોનું, કરુણાપૂર્ણ હૃદયથી જરાય થાક્યા વિના દાન આપનારા ઉપાધ્યાય ભગવંતોને નમન કરે છે. સમ્યગ જ્ઞાનદર્શન અને ચારિત્રના માધ્યમથી મોક્ષમાર્ગની સાધના કરનારા સાધુપુરુષોને ભાવપૂર્ણ અંત:કરણથી વંદના કરે છે.
સર્વ ક્ષેત્રોમાં રહેલા સર્વે જિનોને, સર્વે સિદ્ધોને, સર્વે આચાર્યોન, સર્વે ઉપાધ્યાયોને અને સર્વે સાધુઓને ભાવવંદના કરીને ગ્રન્થકારે પ્રકૃષ્ટ મંગલ કર્યું. ભાવમંગલની અપૂર્વ શક્તિ, અપૂર્વ સામર્થ્ય જાણનારા અને અનુભવનારા મહર્ષિ શ્રી ઉમાસ્વાતિ, પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરે છે... નમસ્કાર દ્વારા તેઓ શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત કરે છે... અદૂભૂત આંતર ઉત્સાહ પ્રાપ્ત કરીને અપૂર્વ એવા એક ગ્રંથની રચના કરવાનો પ્રારંભ કરે છે.
‘જિનશાસનમાંથી કંઈક કહીશ,” આ તેઓની પ્રતિજ્ઞા છે, માટે તેઓ જિનશાસનનો પરિચય કરાવે છે–
સર્વજ્ઞશાસન यद्यप्यनन्तगमपर्ययार्थहेतुनयशब्दरत्नाढ्यम् ।
सर्वज्ञशासनपुरं प्रवेष्टुमबहुश्रुतैर्दुःखम् ।।३।। અર્થ : અનન્ત ગમ (અર્થમાર્ગ), પર્યાય (દ્રવ્યની અવસ્થા), અર્થ (પદના અર્થ), હતું (કારણ), નયનંગમ-સંગ્રહાદિ), શબ્દ (શબ્દપ્રાભૂતમાં પ્રતિપાદિત), આ રત્નોથી વૈભવવાળા ગહન સર્વજ્ઞશાસનમાં અબહુશ્રુત જીવોને પ્રવેશવું જો કે અશક્ય જ છે. વિવેવન : જિનશાસન એટલે સર્વજ્ઞશાસન. સર્વજ્ઞશાસન એટલે એક સમૃદ્ધનગર! વૈભવશાળી નગર! એનો વૈભવ કોઈ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થકારની નમ્રતા સામાન્ય સોના-ચાંદીનો નથી, રત્નોનો-હીરાઓનો વૈભવ છે! જોવાં છે એ રત્નો? ઓળખવાં છે એ રત્નોને? એ રત્નોનાં નામ છે : ગમ, પર્યાય, અર્થ, હતું, નય અને શબ્દ. આ છ તો એની જાતો છે! બાકી સંખ્યા તો છે અનન્ત!
જિનશાસનનું નગર આ અના-અનન્ત રત્નોથી ખીચોખીચ ભરેલું છે. અત્યંત ગહન છે... આવા નગરમાં પ્રવેશવું અર્થાત્ નગરમાં પ્રવેશીને તેને જાણવું ખરેખર અશક્ય જ છે... અબહુશ્રુત મનુષ્ય કેવી રીતે તે અનંત રત્નોને જાણી શકે? ચૌદ પૂર્વોનું જ્ઞાન નહીં, ચૌદ પૂર્વોમાં પ્રતિપાદિત અર્થોના જ્ઞાન વિના સર્વજ્ઞશાસનનાં તત્ત્વરત્ન કેવી રીતે જાણી શકાય? અને જિનશાસનનાં તત્ત્વોને જાણ્યા વિના, એની ગહનતા અને ગંભીરતા સમજ્યા વિના, એ જિનશાસનમાંથી થોડું પણ કહેવું શી રીતે?
ગ્રંથકારે કહી તો દીધું-“હું જિનશાસનમાંથી કંઈક કહીશ; પરંતુ જિનશાસનમાં તત્ત્વોના રત્નાગારમાં પ્રવેશવું જ એમને અશક્ય લાગે છે! ગ્રન્થકાર એક મહાનું મૃતધર... પૂર્વધર મહર્ષિ છે. તેઓને જિનશાસનમાં પ્રવેશવું અશક્ય લાગે છે. તો બીજા જીવોનું તો ગજું જ શું! પરંતુ નહીં, ગ્રન્થકાર તો જિનશાસનમાં પ્રવેશેલા જ હતા, આ તો તેઓ જિનશાસનની ગહનતા સમજાવે છે અને પોતાની નમ્રતા અભિવ્યક્ત કરે છે. જિનશાસનનો ઉત્કર્ષ અને પોતાનો અપકર્ષ બતાવીન, આ પણ એક ભાવનમસ્કાર જ તેઓએ કર્યો છે. “સ્વા૫ર્ષ-- પરોન્ઝર્ષ' આ ભાવનમસ્કારની એક શર્ત જ છે!
ગ્રન્થકારની નમ્રતા श्रुतवुद्धिविभवपरिहीणकस्तथाप्यहमशक्तिमविचिन्त्य ।
द्रमक इवावयवोञ्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः ।।४।। અર્થ : શ્રુતજ્ઞાનના અને અત્પાતિકી વગેરે બુદ્ધિના વૈભવથી રહિત હોવા છતાં પણ હું (ગ્રંથકાર) મારી અશક્તિનો વિચાર કર્યા વિના, રંક મનુષ્યની જેમ, જેવી રીતે રંક મનુષ્ય વેરાયેલા ધાન્ય કણોનો સંચય કરે છે, તેમ] વેરાયેલા પ્રવચનાથ રૂપ અવયવો(ધાન્ય)ની ગાણા કરવા માટે તેમાં સર્વજ્ઞશાસનરૂપ નગરમાં પ્રવેશ મેળવવા ઇચ્છું છું.
વિવેચન : “મારી પાસે સર્વે પૂર્વોનું શ્રુતજ્ઞાન નથી, મારી પાસે કોષ્ઠબુદ્ધિ નથી, બીજબુદ્ધિ નથી કે પદાનુસારી બુદ્ધિ નથી... અરે, વિશિષ્ટ કોટીની ૪. જુઓ પરિશિષ્ટ, પ. જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ત્પાતિકી બુદ્ધિ નથી, વિનયિક-કાર્મિકી કે પારિણામિની બુદ્ધિ પણ નથી... નથી પૂર્વેના જ્ઞાનનો વૈભવ કે નથી બુદ્ધિનો વૈભવી વૈભવવિહીન છું રેક છું...”
જ્યારે ગ્રંથકાર મહાત્મા આ પ્રતિપાદન કરી રહ્યા છે ત્યારે તેમની દૃષ્ટિ શ્રુતકેવળી-ચૌદ પૂર્વધર મહર્ષિઓ તરફ ગઈ છે. જ્યારે આપણી દૃષ્ટિમાં તો ગ્રંથકાર મહાન જ્ઞાનવૈભવના માલિક છે! શ્રુતસંપત્તિના અધિપતિ છે! તેઓની તુલનામાં આપણે તો રંકના પણ રેક છીએ! તેઓ જો શ્રુતજ્ઞાનના માનસરોવર છે તો આપણે તો એનું એક બિંદુ પણ નથી.
તેઓએ જ્યારે પોતાની બુદ્ધિનો વિચાર કર્યો છે ત્યારે તેમની દૃષ્ટિ કોષ્ઠબુદ્ધિવાળા, બીજબુદ્ધિવાળા અને પદાનુસારી બુદ્ધિવાળા ગણધર ભગવંતો વગેરે મહામનીપીઓ તરફ ગઈ છે. તેઓની અપેક્ષાએ તેમને પોતાની બુદ્ધિ તુચ્છ, અલ્પ અને અધુરી લાગી છે! આપણી દૃષ્ટિમાં તો ગ્રંથકાર આચાર્યદેવ એક પ્રકૃષ્ટ પ્રજ્ઞાવંત અને શ્રેષ્ઠ બુદ્ધિધન મહાપુરુષ-રૂપે જ રહેલા છે...
શ્રતમદનું મર્દન કરવા માટે અને બુદ્ધિમદનું મંથન કરવા માટે ગ્રંથકારનું આ અદ્ભુત ચિંતન છે. અભિમાનની ગહન ખીણ તેઓએ જાણી છે. એ ભયંકર ખીણમાં ગબડી પડેલાઓની કરુણ ચીસો તેઓએ સાંભળી છે. માટે તેઓ સાવધાન છે, સતર્ક છે. પોતાનાથી ઉચ્ચ કક્ષાના મહાપુરૂષોનું જ્ઞાન અને બુદ્ધિ જ્યાં કલ્પનામાં આવે કે પોતાના જ્ઞાન અને બુદ્ધિના મદનો સળવળાટ શાંત થયો સમજો! નમ્રતા અને લઘુતા નવપલ્લવિત બની સમજાં!
હા, આપણી એ નમ્રતા અને લઘુતા, આપણને નિરાશા-હતાશ કરનારી તો ન જ જોઈએ. આપણી અશક્તિનો વિચાર આપણને પુરુષાર્થ-પંગુ બનાવનાર તો ન જ જોઈએ. ગ્રન્થકાર મહર્ષિ પોતાને ભલે “રક' માને છે, પરંતુ અશક્તિનું રૂદન નથી કરતા; અશક્તિની પરવા કર્યા વિના; કૃતવૈભવ અને બુદ્ધિવૈભવના અભાવની અવગણના કરીને, તેઓ સર્વજ્ઞશાસનના ગહન નગરમાં પ્રવેશવા લાલાયિત બન્યા છે!
અશક્તિની કલ્પનાથી આળસુ બનેલાઓને, સામર્થ્યહીનતાની કલ્પનાથી નિરાશ બની ગયેલાઓને, ગ્રંથકાર મહાપુશ્ય કેવી અદ્ભુત દૃષ્ટિ આપે છે!
હાય, આપણી પાસે તો જ્ઞાનનો ક્ષયોપશમ નથી.... હાય, આપણી પાસે તો સૂક્ષ્મ બુદ્ધિ નથી.... આપણે કેવી રીતે જિનાગમાં ભણી શકીએ...? ભાઈ, આપણે તો બેઠા બેઠા નવકારવાળી ગણીશું.’ આમ નિરાશ થઈને જ્ઞાનપ્રાપ્તિનો પુષાર્થ ત્યજી ન દો.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યરસનો ગ્રંથ
૭
ભલેને ભિખારી રહ્યા! શું તમે ધાન્ય બજારમાં વેરાયેલા દાણાઓને ઉઠાવી ઉઠાવીને ભેગા કરતા ભિખારીઓને નથી જોયા? ને એ રીતે જીવનનિર્વાહ ચલાવતા નથી જોયા? જમીન પર પથરાયેલા વિખરાયેલા અન્ન-કણોને વીણીવીણીને ખાતાં પક્ષીઓને નથી જોયાં? તેમ આપણે પણ જિનશાસનના-રંજનઆગમોનાં વેરાયેલાં તત્ત્વોને વીણીવીણીને ભેગાં કરીએ તો? જેમની પાસે શ્રુતવૈભવ છે, જેમની પાસે બુદ્ધિવૈભવ છે, તેમના ધરનાં આંગણે થોડા-ઘણા શ્રુતજ્ઞાનના દાણા અને બુદ્ધિના કળિયા વેરાયેલા પડ્યા જ હોય! તેને નિર્ભયતાથી વીણો! તે વૈભવશાળીઓ કરુણાવંત છે, આપણને વીણવા દેશે!
ગ્રંથકાર કહે છે : ‘તે વેરાયેલા પ્રવચન-અર્થોને વીણીવીણીને ભેગા કરવા માટે જ હું સર્વજ્ઞશાસનરૂપ નગરમાં પ્રવેશ કરવા ચાહું છું!'
ત્રીજા અને ચોથા શ્લોકનું તાત્પર્ય આ છે : સર્વજ્ઞશાસનને સમજવું, દ્વાદશાંગીના ગહન અર્થોનો અવબોધ પ્રાપ્ત કરવો અતિ કઠિન છે. અલ્પજ્ઞાની અને અલ્પમતિ જીવો માટે જિનભાષિત તત્ત્વોનો પરિચય કરવો અશક્ય છે.
વૈરાગ્યસનો ગ્રંથ
बहुभिर्जिनवचनार्णवपारगतैः कविवृषैर्महामतिभिः ।
पूर्वमनेकाः प्रथिताः प्रशमजननशास्त्र पद्धतयः ॥ ५ ॥
અર્થ : જિનવચનના સાગરનો પાર પામેલા ચૌદપૂર્વધરોએ કે જેઓ શ્રેષ્ઠ કવિ હતા, બુદ્ધિ વૈભવવાળા હતા, તેઓએ મારા પૂર્વે વૈરાગ્યને ઉત્પન્ન કરનારી અનેક રચનાઓ પ્રકાશિત કરી છે.
વિવેત્તન : ગ્રન્થકાર આચાર્યદેવની સામે એવી અનેક ગ્રંથરચનાઓ પડેલી છે કે જે ગ્રંથરચના વૈરાગ્યરસથી મુમુક્ષુ આત્માઓને તરબોળ કરી દે. પ્રશમભાવના શીતલ સરોવરમાં સર્વાંગીણ સ્નાન કરાવી દે.
તે ગ્રંથોની રચના કરનારા મહાપુરુષો તરફ પણ ભગવાન ઉમાસ્વાતિ જુએ છે ! એમના પ્રત્યે એમને હાર્દિક બહુમાન, આંતરિક પ્રીતિ અને અવિહડ શ્રદ્ધા છે. જ્ઞાની જ જ્ઞાનીને સમજી શકે, ઓળખી શકે, તેમનું મૂલ્યાંકન કરી શકે. જે ગ્રંથો તેમની સામે છે, એની રચના કરનારા ચૌદ પૂર્વધર શ્રુતકેવળી ભગવંતો હતા, મહાકાવ્યોનું અદ્ભુત સર્જન કરનારા શ્રેષ્ઠ કવિઓ હતા. બુદ્ધિનો અખૂટ ખજાનો ધરાવનારા મહાપ્રજ્ઞાવંત પુરુષો હતા!
આ એક શ્રમણપરંપરા છે કે જિન-કથિત ભાવોને લઈ નવા-નવા ગ્રન્થોનું
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ અધ્યયન-પરિશીલન કરી સંસારી જીવાત્માઓ રાગ-દ્વેષ-વિજેતા બને, વૈરાગ્યભાવનાથી પ્લાવિત બને અને મોક્ષમાર્ગના આરાધક બને, શ્રમણ ભગવાન વર્ધમાનસ્વામીના શાસનમાં થઈ ગયેલા અનેક મહાજ્ઞાની અને મહામતિમંત મહાપુરૂષોએ હજારો ગ્રંથોની રચના કરી છે, અને કરી રહ્યા છે.
મહાપુરુષો તો સંસારમાં આવે છે ને જાય છે... તેઓનો સંપર્ક તો અલ્પકાલીન હોય છે, પરંતુ તેઓએ રચેલા ગ્રન્થો દીર્ઘકાલપર્યત લાખો કરોડો મનુષ્યોને ભવ્ય પ્રેરણાઓનું પાન કરાવતા રહે છે, પરમ શાન્તિ અને પ્રસન્નતાનો અનુભવ કરાવતા રહે છે.. ગ્રંથકાર આચાર્યદેવ તેઓના પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોના વૈરાગ્યગ્રંથોને દૃષ્ટિપથમાં રાખીને તેઓને આ ગ્રંથની “પ્રશમરતિ ની રચના કેવી રીતે કરી, તે સમજાવે છે.
ગુરુપરંપરા ताभ्यो विसृताः श्रुतवाक्पुलाकिकाः प्रवचनाश्रिताः काश्चित् ।
पारम्पर्यादुत्त्सेषिका: कृपणेन संहत्य ।।६।। तद्भक्तिवलर्पितया मयाप्यविमलाल्पया स्वमतिशक्त्या ।
प्रशमेष्टतयानुसृता विरागमार्गकपदिकेयम् ।।७।। અર્થ : પૂવૉક્ત શાસ્ત્રરચનાઓમાંથી પડી ગયેલા અથવા નીકળેલા) જિનવચનાનુસારી કેટલાક આગમવચનરૂપ ધાન્યના તુચ્છ દાણાઓ, કે જે ગુરુપરંપરાથી બચેલા, અર્થાત્ થોડાક જ રહી ગયેલા, તે દાણાઓને રંક જેવો હું ભેગા કરીને, (૬)
જે મહાપુરુષો જિનવચનના તુચ્છ ધાન્યકરણો મૂકી ગયા, તેઓ પ્રત્યેની પ્રીતિના સામર્થ્યથી, અથવા એ રહી ગયેલા આગમ-વચનરૂપ તુચ્છ ધાન્યક પ્રત્યેની ભક્તિના સામર્થ્યથી પ્રાપ્ત થયેલી થોડી અને અવિમલ બુદ્ધિશક્તિથી મેં આ વૈરાગ્યમાર્ગની (પ્રશમરતિની રચના કરી છે! કારણ કે મને પ્રશમ-ઉપશમ ખૂબ પ્રિય છે.
વિવેચન : ભક્તિમાંથી શક્તિ પ્રગટે છે! પ્રીતિમાંથી પ્રતિભા પ્રગટે છે! જ્ઞાની મહાપુજ્ય પ્રત્યેની આંતરપ્રીતિ પ્રગટે, ભક્તિનો આવિર્ભાવ થાય, કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો સમજ. જ્ઞાની મહાત્માઓની ઉચ્ચતમ આત્મસ્થિતિ પ્રત્યે સહજ આકર્ષણ પ્રગટી જવું જોઈએ. આત્મજ્ઞાનની ઉપલબ્ધિની લાલસા જાગી જવી જોઈએ.
પૂર્વકાળમાં થઈ ગયેલા મહાનું કૃતધરોના ગ્રંથો આજે આપણને મળે છે, તે
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુપરંપરા ગ્રંથોનું અધ્યયન-પરિશીલન કરતાં કરતાં હૃદય રણઝણી ઊઠે “અહો! કેવું અદ્દભુત જ્ઞાન! કેવા અકાઢ્ય તર્ક કેવું રસપૂર્ણ પ્રતિપાદન ! કેવું અપૂર્વ તત્ત્વવિશ્લેષણ! ખરેખર, આવા ગ્રંથોની રચના કરનારા એ મહાપુરુષો કેવા કરુણાના સાગર! કેવા મહાપ્રજ્ઞાવંત...?” આવું આંતરસંવેદન પ્રગટે, પ્રીતિ અને ભક્તિના ઉલ્લસિત ભાવ પ્રગટે, એ સંવેદન અને ભાવ જ્ઞાનાવરણ કર્મોનો ક્ષક્ષયોપશમ કરે છે અને તેથી નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, આગમજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ ગ્રંથ, આ પ્રશમરતિ-ગ્રંથની મૂળભૂત વસ્તુ ચૌદપૂર્વોમાંથી આવેલી છે, આ વાત ગ્રંથકારે અહીં કહી દીધી છે.. ચૌદ પૂર્વધર મહર્ષિઓની ગ્રંથરચનાના અંશ ગ્રંથકારને મળી ગયા હતા અને એ અંશોની સંકલન કરીને શ્રી ઉમાસ્વાતિ ભગવંતે આ ગ્રંથની રચના કરી છે. અથવા તો કહો કે તેઓ દ્વારા રચના થઈ ગઈ છે!
તેઓને પ્રશમ-વૈરાગ્ય ખુબ પ્રિય હતો. જેને જે પ્રિય હોય તે બીજાઓને આપવા પ્રેરાય! ભગવાન ઉમાસ્વાતિને વૈરાગ્ય પ્રિય હતો, માટે આ વૈરાગ્યગ્રંથની રચના કરી. જ્ઞાની અને કરુણાવંત મહાપુરુષોને જે પ્રિય લાગ્યું, જે ઇષ્ટ લાગ્યું. તે તેઓએ વિશ્વને.. વિશ્વના જીવાત્માઓને છૂટે હાથે આપ્યું! ‘જેનાથી અમારું હિત થયું, અમારું કલ્યાણ થયું, તેનાથી સહુ જીવાત્માનું હિત હો! કલ્યાણ હ!” આ ઉચ્ચ ભાવનાથી પ્રેરિત થઈ તેઓએ જ્ઞાનદાન આપ્યા જ કર્યું.
ગ્રંથકારની કેવી વિનમ્રતા છે! તેઓ કહે છે૧. હું રંક છું, ૨. મારી બુદ્ધિ અલ્પ છે, ૩. મારી બુદ્ધિ વિમલ નથી. ૪. આવી પણ બુદ્ધિ તે જ્ઞાની પુરુષો પ્રત્યેની ભક્તિમાંથી પ્રગટેલી છે.
ગ્રંથકાર મહર્ષિ વયે પૂર્વધર-પૂર્વોના જ્ઞાનવાળા વિલક્ષણ પ્રતિભાશાળી પ્રકાંડ વિદ્વાન્ હતા; પાંચસો ગ્રંથોના રચયિતા મહા શાસ્ત્રકાર હતા. જ્ઞાની પુરુષોની આ જ વિશેષતા હોય છે કે તેઓ હંમેશાં વિનમ્ર બન્યા રહે. જ્ઞાનનો મદ એમને સ્પર્શી ન શકે. તેઓ સ્વયંમાં સતત જાગ્રત રહે અને પૂર્ણતા તરફ નિરંતર ગતિ કરતા રહે.
એમનો પ્રિય વિષય હતો પ્રશમ! સ્વયં પ્રશમરસનાં પાન કરવા અને અન્ય જીવોને એનાં અમપાન કરાવવાં. માટે તેઓએ પ્રશમરતિ' ગ્રંથની રચના
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10_
પ્રશમરતિ કરી. પ્રિય વિષય પરની ગ્રંથરચના હંમેશાં મર્મસ્પર્શી, આંતરસ્પર્શી, આત્મસ્પર્શી હોય છે. “પ્રશમરતિ ગ્રંથ આવો જ અદ્ભુત ગ્રંથ છે.
સજ્જનો ડujત यद्यपि अवगीतार्था न वा कठोरप्रकृष्टभावार्थाः ।
सद्भिस्तथापि मय्यनुकंपैकरसैरनुग्राह्याः ।।८।। અર્થ : જો કે આ પ્રશમરતિ'માં આદરણીય વિષયો નથી. વિદ્વાન પુપને યોગ્ય ગંભીર અર્થ નથી, પ્રકૃષ્ટ ભાવોને વરેલા અર્થ નથી, તે છતાં અનુકંપા જ એક જેનો સ્વભાવ છે તે સજ્જનોએ, અનુકંપાને યોગ્ય એવા મારા પ્રત્યેની દયાથી, આ ગ્રંથરચના સ્વકારવી જોઈએ.
વિવેચન : જેઓના હૃદયમાં વૈરાગ્ય-મહોદધિ વિલસી રહ્યો છે, જેઓનું મન વૈરાગ્યમાર્ગનું જ રસિયું છે, તેઓ ગ્રંથરચના કરે કે શાસ્ત્ર-સર્જન કરે તેમાં વૈરાગ્યની વાતો સિવાય બીજું શું કહે? સરળ, સુબોધ અને સરસ વૈરાગ્યપોષક વાતો સિવાય કંઈ નહીં! તેમની રચનામાં ન હોય પરમતોનું ખંડન કે સ્વમતનું મંડન, તેમાં ન હોય તમતમતા તર્કોનાં તીર કે ન હોય કોઈના અનુચિત આક્ષેપોના રદિયા! તેમાં ન હોય કાર્ય-કારણભાવની ચર્ચા કે ન હોય હેતુવાદની જટિલ ચર્ચાઓ!
અલ્પમતિવાળા મુમુક્ષુ મનુષ્યોને તુરત જ સમજાઈ જાય એવી સરળ ભાષામાં અને સીધી જ આત્માને સ્પર્શ કરી જાય તેવી વાતો અહીં કરવી છે! જેનો સ્વાધ્યાય કરનારા મનુષ્ય રાગ-દ્વેષની બળતરાઓથી મુક્ત થાય અને શાન્તરસમાં નિમગ્ન બની પરમ આંતરઆલ્લાદ અનુભવ કરે.
પરંતુ એક મોટો પ્રશ્ન ગ્રંથકારની સામે ડાચું ફાડીને ઊભો છે! શું આવી સરળ ગ્રંથરચનાનો વિદ્વાનો. સજ્જનો સ્વીકાર ન કરે ત્યાં સુધી આમજનતા એનો આદર કરીને અપનાવશે? જો ના અપનાવે...તો?
હા, જરૂર અપનાવશે. વિદ્વાનું અને બુદ્ધિમાન સજ્જનપુરુષો જરૂર આ વૈરાગ્યમાર્ગનો પોપક ગ્રંથ અપનાવશે જ! કારણ કે સજ્જનો સદેવ કરણાવંત હોય છે! કરણપાત્ર જીવો પ્રત્યે તેઓ યારસથી પરિપૂર્ણ દૃષ્ટિવાળા હોય છે, સંત પુરુષોનાં હૃદય કરુણાથી સદેવ કોમળ જ રહે છે..ભલે તેઓ પાસે અગાધ જ્ઞાન હોય અને સૂરમ બુદ્ધિ હોય, ભલે તેઓ વિશ્વપ્રસિદ્ધ હોય અને મહાન શાસ્ત્રકાર હોય, કરુણા તો તેમની પાસે રહે જ!
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ્જનો કરુણાવંત
૧૧
આંખોમાં આજીજી અને વાણીમાં વિનમ્રતા, મનમાં નિર્મળતા અને આત્મામાં પવિત્રતા, સાથે ગ્રંથકાર મહાત્મા એ સજ્જનોને પ્રાર્થના કરે છે!
“તમે સહુ મારી આ તુચ્છ...અસાર રચનાનો સ્વીકાર કરજો! ભલે એમાં પ્રમોદભાવ ઉત્પન્ન કરે તેવું પદાર્થ-નિરુપણ નથી, યુક્તિ-પ્રયુક્તિઓની ચમત્કૃતિ નથી કે એક શબ્દમાંથી અનેક અર્થો પ્રસ્ફુટ થાય તેવી વિલક્ષણ કાવ્યપ્રતિભા નથી...છતાં ય તમારે આ વૈરાગ્યભાવમાં પ્રીતિ જગાડનારી રચના સ્વીકારવી જ જોઈએ... કારણ કે આપ તો કરુણારસથી ભરેલા મહામનીષી છો! તો શું હું કરુણાપાત્ર નથી? હું કરુણાપાત્ર છું. મારા પર કરુણાષ્ટિ રાખીને પણ આપ સહુએ મારી આ રચના સ્વીકારવી જોઈએ!”
સજ્જનતા અને કરુણા!
કરુણા વિના સજ્જનતા રહી નથી શકતી. સજ્જનતાનો આધાર કરુણા છે, દયા છે ! કરુણા જ કરુણાવંતને સજ્જનોની હરોળમાં બેસાડે છે. સજ્જનો કોઈ પણ જીવને દુ:ખી તો કરે જ નહીં, પરંતુ બીજા જીવોનાં દુ:ખોને દૂર કરવા પ્રયત્ન કરે, આ તેઓની કરુણા છે! 'પરવું વિનાશિની વ્હેરું' આવા કાપૂર્ણ અન્તઃકરણવાળા સજ્જનો શું ગ્રંથકારની આ રચનાનો તિરસ્કાર કરવા જેવી ક્રૂરતા કરે ખરા? માટે, તેઓ તો આવી સર્વજીવ-હિતકારિણી ગ્રંથરચનાને હૃદય સાથે જડી લે!
અલબત્ત, અનાદરને યોગ્ય છતાં ય સજ્જનોથી અનાદર ન કરાય! તિરસ્કારન યોગ્ય હોય છતાંય સજ્જનોથી તિરસ્કાર ન કરાય! તેઓ તિરસ્કાર કરી જ ન શકે, કરુણા તિરસ્કાર કરવા જ ન દે! સજ્જનોનું આ ઉદાત્ત ને ભવ્ય વ્યક્તિત્વ છે. ગ્રંથકાર આચાર્યદેવ આ વ્યક્તિત્વ ધરાવે છે અને જણાવે છે! ગ્રંથકારના આ આગ્રહ છે કે વિદ્વાનોએ-સજ્જનોએ તેઓની આ વૈરાગ્યને જાગ્રત કરનારી કૃતિ “પ્રશમરતિ” નો અનુકંપાથી પણ સ્વીકાર કરવો જ જોઈએ; તે આગ્રહને હજુ પણ વધુ કરતાં કહે છે :
कोऽत्रनिमित्तं वक्ष्यति निसर्गमतिसुनिपुणोऽपि वाद्यन्यत् । दोषमलिनेऽपि सन्तो यद् गुणसारग्रहणदक्षाः || ९ ||
અર્થ : સ્વાભાવિક મતિથી ખુબ કુશળ મનુષ્ય પણ (વાઘચંત પદના હિસાબે “વાદી” પણ) અહીં સજ્જનોના સૌજન્યના વિષયમાં બીજું ક્યું કારણ કહેશે? અર્થાત્ સુનિપુણ વ્યક્તિ પણ સ્વભાવ સિવાય બીજું કંઈ કારણ બતાવવા સમર્થ નથી. સજ્જનોનો એ સ્વભાવ જ છે કે પરગુણોનું ઉત્કીર્તન કરવું અને પરદોપ કહેવામાં મૂંગા રહેવું. બીજાના દોષયુક્ત વચનમાં પણ સજ્જનો ગુણ ગ્રહણ કરવામાં નિપુણ હોય છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ વિવેદન : સજ્જન પક્ષ તરફથી કોઈ ભય નથી! સજ્જન પુરુષોના સ્વભાવમાં શંકા કરવાનું કોઈ કારણ નથી.
સજ્જનોનો આ સ્વભાવ છે. તેઓ બીજાના ગુણ જ ગ્રહણ કરતા હોય છે. બીજાના દોષ તો જુએ જ નહીં, જોવાઈ જાય તો મૌન ધારણ કરે. ભલેને દોપોથી ભરપૂર ગ્રંથ હોય, સજ્જનોની ગુણદૃષ્ટિ એમાંથી પણ ગુણ શોધી કાઢ! ગુણોને શોધી કાઢવામાં તેઓ કુશળ હોય છે!
જ્યાં દોષ હોય ત્યાં ગુણ હોય જ! હા, છાયા હોય એટલે કોઈ ને કોઈ જીવાત્મા હોય જ, કોઈ ને કોઈ પદાર્થ હોય જ; તેમ જીવાત્મામાં દોષ હોય એટલે ગુણ હોય છે, એ વાત માની ગુણોની પરિશોધ કરો, અવશ્ય ગુણો મળશે જ-સજ્જનોની સૂક્ષ્મ દૃષ્ટિ ગુણ શોધી કાઢે છે અને એ ગુણોનું જ ઉત્કીર્તન કરે છે, ગુણાગાન કરે છે.
શું સજ્જન બનવા માટે આ ગુણદષ્ટિ અનિવાર્ય નથી? અન્ય જીવાના ગુણ જ જોવા અનિવાર્ય નથી? શું બીજા જીવોના દોષ જોવા છતાં અને બોલવા છતાં આપણી સજ્જનતા અખંડિત રહી શકશે? બીજા જીવોના ગુણ ન જોઈએ, ગુણ-કીર્તન ન કરીએ, છતાં આપણે સજ્જન? ભ્રમણામાં ન રહો. જો આપણે બીજા જીવોના ગુણ જોઈ શકતા નથી, ગુણાનુવાદ કરી શકતા નથી, તો આપણો સજ્જન નથી જ. જો આપણે બીજા જીવોના દોષો જોઈએ છીએ તો આપણે સજ્જન નથી જ, અને જો આપણામાં સજનતા નથી, તો પછી આપણે શ્રાવક હોઈ શકીએ? આપણે સાધુ હોઈ શકીએ? ના રે ના. શ્રાવકત્વ અને સાધુતા સજ્જનતા વિના સંભવી જ ન શકે.
જ્યાં સુધી જીવાત્મા આઠ કમાંથી બંધાયેલો છે, છબસ્થ છે, ત્યાં સુધી એનામાં અનન્ત દોષો રહેવાના જ. ગુણો તો થોડા જ હોય; આ એક સાવ સાચી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં પણ આપણે ગુણો જ જોવાના છે! દોપ નથી જ જોવાના, જો આપણે સજ્જન બન્યા રહેવું હોય તો. જો કે સજજનો તો સ્વાભાવિક રીતે જ ગુણદૃષ્ટા હોય છે! સ્વભાવતઃ જ તેઓની દષ્ટિ ગુણગ્રાહી હોય છે, સ્વભાવતા જ તેઓ પરગુણરાગી હોય છે.
આવા મહાપુરુષો શું આ ગ્રંથની ઉપાદેયતા નહીં સ્વીકારે? અવશ્ય સ્વીકારવાના. ગ્રંથકાર, સજ્જન પુરુષો તરફથી આ અપેક્ષા રાખે છે. તેઓ અતિનિપુણ બુદ્ધિમાનોને પણ લલકારે છેશું તમે સજ્જનોના સ્વભાવ અંગે બીજી કોઈ કલ્પના કરી શકો એમ છો? શું એવું એક પણ કારણ બતાવી શકશો કે જેથી “સજ્જનો પણ દોષ જુએ.” એ વાત સિદ્ધ થાય? નહીં જ બતાવી શકો.”
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ્જનો કરુણાવંત
૧૩
સજ્જનોનો આ સ્વભાવ અપરિવર્તનીય છે. ગમે તેવી આપત્તિના પ્રસંગે પણ સજ્જનો બીજા જીવોનો દોષ જુએ જ નહીં; ભલે બીજાની વાત દોષયુક્ત હોય, ભલે બીજી વ્યક્તિ દોષભરપૂર હોય. સજ્જનોનો એ અવિચલ વિશ્વાસ હોય છે કે ‘જીવમાત્રમાં ગુણ હોય જ, ગુણ વિનાનો ચૈતન્યસ્વરૂપ આત્મા હોઈ જ ન શકે.’
ટોમિધાને નૂત્વમ્! સજ્જનો મૂંગા બની જાય! જ્યારે બીજા જીવાત્માના સજ્જનો જ્યારે બીજા જ્વાત્માના દોષ પ્રકાશિત કરવાનો પ્રસંગ આવી જાય ત્યારે મૂંગા બની જાય અભયારાણીનો દોષ પ્રગટ કરીને પોતાની જાતને નિર્દોષ સિદ્ધ કરવાનો અવસર આવ્યો હતો, છતાં સજ્જનશ્રેષ્ઠ સુદર્શને અભયારાણીનો દોષ પ્રગટ ન જ કર્યો, મૂંગા બની ગયા! હા, શૂળી પ૨ ચઢવાની સજા સાંભળી, છતાં મૌન ! આ છે સજ્જનતા
પરંતુ સજ્જનોને પોતાનો ગ્રંથ સ્વીકારવા ગ્રંથકાર આટલી બધી આજીજી કેમ કરે છે તે જાણો છો? સાંભળો
सद्भि सुपरिगृहीतं यत् किंचिदपि प्रकाशतां याति । मलिनोऽपि यथा हरिणः प्रकाशते पूर्णचन्द्रस्थः ||१०||
ઝર્થ : સુજનો દ્વારા આદરપૂર્વક સ્વીકારાયેલું જું કંઈ-દોષયુક્ત પણ, અસાર પણ લોકમાં પ્રસિદ્ધિ પામે છે, [‘આ વિદ્વાનોને સંમત છે,” આ રીતે વિદ્યુત સમાજમાં પ્રખ્યાત થાય છે,] જેમ મલિન (કાળું) એવું હરણ પણ પૂર્ણ ચન્દ્રમાં રહેલું હોવાથી શોભે છે!
વિવેચન : ‘આમજનતા એ વસ્તુનો સ્વીકાર કરે છે કે જેનો સજ્જન પુરુષો, વિદ્વાન પુરુષો આદરસહિત સ્વીકાર કરે છે.' આ માન્યતાને મનમાં રાખી ગ્રંથકાર મહર્ષિ સજ્જનોને અનુરોધ કરે છે કે ‘આ ગ્રંથ રચનાનો આદરપૂર્વક સ્વીકાર કરો.'
‘આમજનતા આ ‘પ્રશમરતિ' ને ચાહે, એનો પુનઃ પુનઃ સ્વાધ્યાય કરે,' એવી ઉદાત્ત કામનાથી પ્રેરાઈને આચાર્યદેવ વિદ્વાનોને-સજ્જનોને વિનમ્ર ભાષામાં વિનંતી કરે છે... સ્વયં સજ્જનશ્રેષ્ઠ મહાપુરૂષ હોવા છતાં સંસારના સજ્જનોને તેઓ પ્રાર્થના કરે છે! ‘જ્ઞાની પુરુષો સહજ ભાવે જ વિનમ્ર હોય છે.' આ સત્યને ચરિતાર્થ કરનારા આ મહાપુરુષ છે!
‘મેં તો મારા સ્વાધ્યાય માટે... મારી કર્મ{નર્જરા માટે ગ્રંથ રચના કરી છે.... જેને ઉપયોગ કરવો હોય તે કરે... ન કરવો હોય તે ન કરે...' આવી પરહિતનિરપેક્ષ વિચારધારાને આચાર્યદેવ ફેંકી દે છે. તેઓએ તો પ્રારંભમાં જ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
પ્રશમરતિ કહીં દીધું કે “ભવ્ય જીવો પ્રશમવૈરાગ્યભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરે તે માટે હું કંઈક કહીશ.' તેઓની કરુણાપૂર્ણ દૃષ્ટિ રનનફિસાય માટે કેન્દ્રિત થયેલી છે, પછી તેઓ પરહિતનિરપેક્ષ કેવી રીતે રહી શકે? તેઓને તો જીવમાત્રમાં પ્રશમનો પ્રેમ જાગ્રત કરવો છે! વૈરાગ્યની વાસના ઉત્પન્ન કરી દેવી છે. આ કામ ત્યારે જ થઈ શકે કે જ્યારે જીવો આ ગ્રંથ તરફ આદરભાવથી જુએ, ગ્રંથને સ્વીકારે અને એનું અધ્યયન-મનન કરે.
સામાન્ય જીવોની સહજવૃત્તિને આચાર્યદેવ સમજે છે.... “સામાન્ય બુદ્ધિના મનુષ્યો મોટા ભાગે સજ્જનો-વિદ્વાનોને અનુસરતા હોય છે!' માટે તેઓ સજ્જનોને આ ગ્રંથ સ્વીકારવા માટે આગ્રહ કરી રહ્યા છે. તેઓનું લક્ષ્ય સજ્જનો નથી, લક્ષ્ય તો છે મુમુક્ષુ ભવ્ય જીવો! અલ્પબુદ્ધિ સામાન્ય માનવો! પરંતુ સજ્જનો દ્વારા જ તેઓ પાસે આ ગ્રંથ પહોંચવાની સંભાવના હોવાથી તેઓ સજ્જનોને પુનઃ પુનઃ પ્રાર્થના કરે છે.
શ્યામ હરણનો ચન્દ્ર સ્વીકાર કર્યો! હરણને વિશ્વપ્રિય ચન્દ્રનો આધાર મળ્યો તો ચન્દ્રની સાથે હરણ પણ વિશ્વને પ્રિય લાગ્યું! વિશ્વની દષ્ટિમાં તે શોભે છે. આધારભૂત દ્રવ્યની આ જ બલિહારી છે. આધાર જેટલાં ઉત્તમ, આધાર જેટલો સુંદર, આધેયની ભલે તે નિર્માલ્ય હોય, તુચ્છ હોય, અસાર હોય, છતાંય તેની ઉત્તમતા, તેની સુંદરતા દુનિયાની દ્રષ્ટિમાં આવવાની.
અલંકારો ભલે નકલી સોનાના હોય પરંતુ, શ્રીમંત મનુષ્ય પહેરેલા હોય તો! કપડાં ભલે સામાન્ય... અલ્પ મૂલ્યનાં હોય, પરંતુ ધનવાન પુરર્ષ પહેલાં હોય તો! એ અલંકારો અને વસ્ત્રો શોભે છે ને! આધાર દ્રવ્યની આ વિશેષતા છે.
માણસ ગરીબ છે. નિર્ધન છે, અને આભૂષણ શુદ્ધ સોનાનાં પહેર્યા હોય તો? માણસ રૂપ-લાવણ્ય વિનાનો છે, રંક-ભિખારી છે, અને વસ્ત્ર મૂલ્યવાન પહેર્યા હોય તો? એ આભૂષણ અને વસ્ત્ર શોભા નથી પામતાં! નિજા પામે છે!
જે વસ્તુ શોભે છે, દુનિયા તેને ચાહે છે! દુનિયા જેને ચાહે છે તેને સ્વીકારે છે. “પ્રશમરતિ’ શોભે તો દુનિયા એને ચાહ-પ્યાર કરે, તો એનો સ્વીકાર કરે! માટે “પ્રશમરતિ' ને શોભાવવી જ જોઈએ... તે ત્યારે જ શોભે, જ્યારે સજ્જનો એનો સ્વીકાર કરે!
સામાન્ય પુસ્તકની પણ સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રસ્તાવના લખે છે તો એ પુસ્તકનું મહત્ત્વ વધી નથી જતું? માટે તો દુનિયાને માન્ય પ્રસિદ્ધ પુરો પાસે પ્રસ્તાવના' આશીર્વચન' “પ્રાકથન' ઇત્યાદિ લખાવવામાં આવે છે !
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ્જનો કરુણાવંત
૧૫ શ્રી ઉમાસ્વાતિજી દુનિયાના સજ્જનોની “પ્રસ્તાવના” લેવા માટે તેઓને વિનંતી કરી રહ્યા છે! તેઓને સમજાવી રહ્યા છે!
वालस्य यथा वचनं काहलमपि शोभते पितृसकाशे ।
तद्वत् सज्जनमध्ये प्रलपितमपि सिद्धिमुपयाति ।।११।। અર્થ : સ્પષ્ટ શબ્દોચારણ નહીં કરી શકતા શિશુનું તતલું-કાલું-કાલું પણ વચન પિતાની આગળ શોભે છે (પિતાને પરિતોષ પમાડે છે) તેમ (બાળકનાં કાલા-કાલાં વચનની જેમ) સર્જન પુરુષો સમક્ષ અસંબદ્ધ એવું પણ વચન પ્રખ્યાતિ પામે છે.
વિવેઇન: હે સજ્જનો! તમે તો મારા પિતા છો. શું પિતાની સમક્ષ નાનકડું શિશ એની તોતલી ભાષામાં મીઠું મીઠું નથી બોલતું? અને શિશુનાં એ તોતલાં વચનો પિતાને હર્ષથી નથી ભરી દેતાં? પિતા કેવો અદૂભૂત આનંદ અનુભવે છે? તો પછી તમને મારી આ તોતલી ભાષામાં રચાયેલી “પ્રશમરતિ’ નહીં ગમે? તમને આનંદ નહીં આપે? આપશે જ! મને વિશ્વાસ છે, મારા જેવા શિશુ પરનો આપનો પ્યાર, મારી આ તૂટલી-ફૂટલી ગ્રંથરચના પ્રત્યે સભાવ ઉત્પન્ન કરશે જ!”
સજજનોનું સંસાર પર કેવું ગજબનાક વર્ચસ્વ દુર્જનો પણ સજ્જનો તરફ જુએ, એમને માને! સજ્જન સહુને પ્રિય! સજજન સહુને વહાલો! એમાં આશ્ચર્ય પણ નથી. જે બીજા જીવોના ગુણ જ જુએ છે, બીજા જીવોના ગુણ જ ગાય છે, દોષો જોતો નથી ને દોષ બોલતો નથી, તે સહુને ગમે જ! જે સહુને ગમે, તેની વાત સહુ માને!
આપણે જેમને ગમતા નથી, તેમને આપણી વાત આપણે ગમાડી શકતા નથી, સ્વીકાર કરાવી શકતા નથી. આપણી વાત ભલે સાચી હોય કે સારી હોય, દુનિયાને એની પડી નથી! દુનિયા તો એ જુએ છે કે આ વાત કોણ કહીં રહ્યું છે? દુનિયાની પ્રિય વ્યક્તિ કહી રહી છે, તો તુરત જ એનો સ્વીકાર થશે, અપ્રિય વ્યક્તિ કહી રહી છે, તે તુરત જ એનો ઇન્કાર થશે!
આપણે દુનિયાને અર્થાતુ સમાજને, દેશને પ્રિય નથી, પરંતુ આપણી એક સારી અને હિતકારી વાત સમાજ પાસે, દેશ પાસે સ્વીકારાવવી છે, તો એના બે ઉપાય છે. (૧) સમાજની-દેશની પ્રિયતા સંપાદન કરો. (૨) જે સમાજને-દેશને પ્રિય છે, તેના દ્વારા આપણી વાત સમાજ સમક્ષદેશ સમક્ષ રજૂ કરાવરાવો.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
પ્રશમરતિ અહીં ગ્રંથકારે બીજો વિકલ્પ પસંદ કર્યો છે! સજ્જન પુરુષો, કે જેઓ વ્યક્તિ અને સમષ્ટિ પર છવાયેલી છે, સહુના શ્રદ્ધેય છે, તેઓ દ્વારા આ ગ્રંથ સમષ્ટિ પાસે મોકલવા ચાહે છે!
તો શું તેઓ (ગ્રંથકાર મહર્ષિ) સ્વયં લોકપ્રિય ન હતા?" આપ પ્રશન ન પૂછશો! સજ્જન પુરુષોની આ જ વિલક્ષણતા છે! લોકપ્રિય વ્યક્તિ પણ અન્ય લોકપ્રિય વ્યક્તિઓના માધ્યમથી જ્યારે પ્રજાની વચ્ચે જાય છે, ત્યારે તેની લોકપ્રિયતા, શિષ્ટજનપ્રિયતા પ્રસિદ્ધિના શિખરે પહોંચી જાય છે!
લોકપ્રિય સજ્જનોના સમૂહમાં, વિદ્વાન પુષ્પોના સમૂહમાં પણ પ્રિય બનવા માટે આપણે આપણા લોકપ્રિયતાના ખ્યાલને ત્યજી, આપણી શિષ્ટજનપ્રિયતા ત્યજી, એમની સમક્ષ વિનમ્ર બન્યા જ રહેવું જોઈએ અને તેથી જ વાચકશ્રેષ્ઠ ઉમાસ્વાતિજી વિદ્વત્સમૂહના શિરોમણિ બન્યા હતા? જુઓ તો ખરા એમની વિનમ્રતા! સજ્જનોને પિતા' કહી, પોતાની જાતને તોતલી વાણી ઉચ્ચારતો નાનકડો બાળક બતાવે છે!
સજ્જનોને, આ વિનમ્ર જ્ઞાની પુરુષે ગ્રંથની ઉપાદેયતા માનવા મજબૂર કરી દીધા! તેમને પ્રસન્ન કરીને, આસ્લાદ પમાડીને, હસાવીને ગ્રંથની માન્યતા પ્રાપ્ત કરી લીધી! નમ્રતાનું કામણ ખરેખર, અચૂક અસર કરતું હોય છે. જ્ઞાની પુરૂષો તો નમ્રતાની નયનરમ્ય મૂર્તિ જ હોય! માટે તો તેઓ સમગ્ર સંસારને મોહી લેતા હોય છે, સંસાર એમની સાથે પ્યાર કરતો હોય છે,
જાણે સાચે જ સજ્જન-પિતાઓને શિશુ-ઉમાસ્વાતિનાં કાલાં-કાલાં વચનો ગમી ગયાં! માટે તેઓએ સ્વીકારી લીધાં અને સાચવી રાખ્યાં... સેંકડો વર્ષોથી સજ્જનોની પરંપરા એને સાચવતી આવી, પ્રસારતી આવી અને સંભાળતી આવી! અને તેથી જ એ કાલા-કાલાં ને મીઠાં-મીઠાં વચનો મને ખૂબ ગમી ગયાં-માટે જ આ વિવેચન' લખું છું ને!!
જિનવચનનું અનુકીર્તન ये तीर्थकृत्प्रणीता भावास्तदनन्तरेश्च परिकथिताः ।
तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टकरमेव ।।१२।। અર્થ : તીર્થકરો દ્વારા પ્રણીત (અર્થથી) જે જીવાદિ ભાવો (પદાર્થો) અને તેમના પછી ગણધરો દ્વારા તથા ગણધર-શિષ્ય દ્વારા પ્રરૂપિત જે ભાવ, તે પદાર્થોનું અનેક વાર અનુકીર્તન, જ્ઞાન-દર્શન ચરિત્રની પુષ્ટિ કરનાર જ (કર્મનિર્જરા કરનારું અને એ દ્વારા મોક્ષ આપનાર) બને છે.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનવચનનું અનુકીર્તન
૧૭
વિવેચન : પ્રશ્ન : જો મહાપ્રજ્ઞાવંત પુરૂષોએ પૂર્વે પ્રશમરસ-ઉત્પાદક અનેક શાસ્ત્રરચનાઓ કરેલી છે તો પછી આ પ્રશમરતિ‘ ની રચના કરવાની તત્પરતા શા માટે ? પ્રશમરસના રસિયા મુમુક્ષુઓએ જ શાસ્ત્રરચનાઓનો અભ્યાસ કરશે!'
ઉત્તર : તમારી વાત સાવ સાચી છે! સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર ભગવંતોની જે વાણીને ગણધરોએ સૂત્રબદ્ધ કરી, તે વાણીનું અનુકીર્તન જ આ ‘પ્રશમરતિ’ છે. માત્ર અનુકીર્તન! બીજું કંઈ જ નથી. અનુકીર્તન તો કરવું જ જોઈએ. જિનવાણીનું પુનઃ પુનઃ કીર્તન આત્મભાવને પુષ્ટ કરે છે; આત્મગુણોને સુદૃઢ કરે છે.
આ ગ્રંથમાં એ જ ભાવો છે કે જં સર્વજ્ઞ પરમાત્માએ કહેલા છે. આ ગ્રંથમાં એ જ પદાર્થો છે કે જે પ્રજ્ઞાવંત ગણધર ભગવંતોએ પ્રરુપેલા છે. એ ભાવોને, એ પદાર્થોને મેં અહીં અભિનવ શબ્દરચના દ્વારા માત્ર દોહરાવ્યા છે! કારણ કે અનુકીર્તનથી વિશિષ્ટ લાભ પ્રાપ્ત થાય છે.
હું એ બધું કરવા ચાહું છું કે જે કરવાથી કર્મોની નિર્જરા થાય, કર્મોનો ક્ષય થાય, કર્મોનો ક્ષયોપશમ થાય! મારૂં લક્ષ છેઃ કર્મ-નિર્જરા, મારું ધ્યેય છેઃ કર્મિનિર્જરા! હું કર્મનિર્જરાનો ભવ્ય પુરુષાર્થ કરવા કટિબદ્ધ થયેલો છું. અનંત અનંત કાળથી કર્મોના દારુણ પ્રભાવ નીચે દબાયેલો, રીબાયેલો... પીસાયેલા આત્મા હવે જાગ્યો છે; એ કર્મોને જ પીસી નાંખવા કૃતનિશ્ચયી બન્યો છે. ફર્મોનો સર્વથા ક્ષય કરી મારે આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, મારે વીતરાગસર્વજ્ઞ બનવું છે! તે માટે જિનવાણી-જિનવચન સિવાય કોઈ બીજો સહારો નથી, કોઈ ઉપાય નથી. ભલે એ જિનવાણીને મારા પૂર્વે થઈ ગયેલા મહામિનિષી આચાર્યોએ શાસ્ત્રમાં ગૂંથી લીધી હોય. હું એ શાસ્ત્રોને અવગણતો નથી, અમાન્ય કરતો નથી.... પરંતુ ‘એમની શાસ્ત્રરચનાઓ છે, માટે મારે શાસ્ત્રરચના ન કરવી,' આ વાત સ્વીકારી શકતો નથી, સ્વીકારી શકાય પણ નહીં. જિનવચનનું અનુકીર્તન કરવાનો મને અધિકાર છે ! કારણ કે તેથી કર્મનિર્જરા થાય છે. જ્ઞાન દર્શન અને ચારિત્રના ગુણો પુષ્ટ થાય છે.’
ગ્રંથકારનું મંતવ્ય કેટલું માર્મિક છે! કેટલું ગંભીર છે! સંસારના વ્યવહારમાં પણ જુઓ! શું બજારમાં પહેલેથી બીજાઓની દુકાનો છે, માટે આપણે નવી દુકાન ન ખોલવી? જેને ધનસંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્ર તમન્ના છે અને દુકાન ખોલવાથી ધનપ્રાપ્તિ થવી અને નિશ્ચિત લાગે છે, તે બુદ્ધિમાન પુરુષ દુકાન ન ખોલે? શું પુરાણા પ્રસિદ્ધ કલાકારો હોય એટલે હવે બીજાઓએ કલાકાર ન બનવું? જેને કલાઓ પ્રિય છે અને કલાઓ દ્વારા કીર્તિ પ્રાપ્ત કરવાની વાસના
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પ્રશમરતિ જાગી ગઈ છે, તે કલાકાર ન બને? શું પ્રાચીન મંદિરો હોય એટલે કોઈ નવું મંદિર ન બનાવે?
પ્રાચીન ગ્રંથો હોય એટલે નવા ગ્રંથનું સર્જન ન કરવું? જો ગ્રંથરચના દ્વારા કર્મનિર્જરા થવાની ન હોય, જ્ઞાનાદિગુણોનો વિકાસ થવાનો ન હોય, મોક્ષમાર્ગની આરાધનામાં પ્રગતિ થવાની ન હોય તો તો ગ્રંથરચના ન જ કરવી જોઈએ, પરંતુ જે શાસ્ત્રરચના દ્વારા સર્વતોમુખી આત્મોન્નતિ થવાની જ હોય, તે શાસ્ત્રરચના કેમ ન કરવી? અર્થાત્ કરવી જ જોઈએ. અનેક પ્રકારની શાસ્ત્રરચનાઓ કરવી જોઈએ.
નિર્ભય રહો. એ શાસ્ત્રરચના કરવાથી તમે તીર્થકરોનું કે ગણધરોનું અપમાન નથી કરતા. એ શાસ્ત્રરચના કરવાથી પ્રાચીન ગ્રંથોનું ગૌરવ નથી હણતા. એ શાસ્ત્રરચના કરવાથી તમે પાપકર્મોનું બંધન નથી કરતા. એ શાસ્ત્રરચના દ્વારા તમે આત્મગુણોને દુર્બળ નથી કરતા.
જિનવચનનું પુનઃ પુનઃ અનેક પ્રકારે અનુકીર્તન કરવું જોઈએ. તે કરવાથી આત્મભાવ પુષ્ટ જ થાય છે.
પુનરુક્તિ દોષરૂપ નથી यद्वदुपयुक्तपूर्वमपि भैषजं सेव्यतेऽत्तिनाशाय | तद्वद्रागार्तिहरं वहुशोऽप्यनुयोज्यमर्थपदम् ।।१३।।
यद्वद्विषघातार्थ मंत्रपदे न पुनरुक्तदोषोऽस्ति। तद्वद्रागविपध्नं पुनरूक्तमदुष्टमर्थपदम् ।।१४।। वृत्त्यर्थं कर्म यथा तदेव लोकः पुनः पुनः कुरुते ।
एवं विरागवातहितुरपि पुनः पुनश्चिन्त्यः ।।१५।। અર્થ : જેવી રીતે વિશ્વાસપ્રાપ્ત ઔષધ, વ્યાધિકૃત વંદનાના નાશ માટે પ્રતિદિન સેવાય છે, તેવી રીતે રાગદ્વેપથી બાંધેલાં કમોંના ઉદય દ્વારા થતી તીવ્ર-મંદ-મધ્યમ વંદનાના અપહાર (નાશ) કરનાર અનેક પ્રકારે અર્થપ્રધાન પદ પણ બોલવું જોઈએ ૧૩)
જેવી રીતે વૃશ્ચિકાદિના ઝેરને ઉતારવા માટે મંત્રવાદી કાર આદિ મંત્રપદોને પુનઃ પુનઃ બોલ છે, તેમાં પુનરુક્તિ (વારંવાર અને એ બોલવું, દોષ નથી, તેવી રીતે રાગ-વિનાશક અર્થપદનું અનેકવાર બોલવું દોષરહિત છે : (અર્થાતું ‘પુનરુક્તિ' દોષ નથી.) [૧૪]
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનરુક્તિ દોષરૂપ નથી
જેવી રીતે પોતાના કે કુટુંબના પોષણ માટે, સમુચિત ધનધાન્યવાળા પણ મનુષ્ય પ્રતિવર્ષ ખેતી વગર કામ વારંવાર કરે છે તેવી રીતે વૈરાગ્યવાર્તાનાં કારણોનો પણ પુનઃ પુનઃ અભ્યાસ કરવો જોઈએ. (૧૫|
વિવેત્તર : એકની એક વાત વારંવાર કહેવી, એકની એક વાત પુનઃ પુનઃ લખવી તેમાં ‘પુનરુક્તિ' નામનો દોષ માનવામાં આવેલા છે, વક્તાઓએ અને ગ્રંથકર્તાઓએ એ દોષથી બચવું જોઈએ. નિર્દોષ ગ્રંથ રચના માટે આ દોષનો પણ ત્યાગ કરવો જોઈએ.
પ્રશમરતિ ની રચના આ ‘પુનરુક્તિ દોષવાળી છે, એવી કલ્પના કરવાની ગ્રંથકાર ના પાડે છે. દેખીતી પુનરુક્તિ પણ વાસ્તવમાં દોષ નથી! પૂર્વ મહર્ષિઓએ કહેલી અને લખેલી વાતોને પુનઃ અહીં લખવામાં આવી છે, છતાં આ પુનરુક્તિ અહીં દોપરૂપ નથી!
‘પુનરુક્તિદોષ' એવો દોષ નથી કે જે સર્વત્ર એકાંત દોષરૂપ જ હોય, ક્યાંક એ ગુણરૂપ પણ છે! પુનરુક્તિની ગુણરૂપતા સિદ્ધ કરવા ગ્રંથકાર અહીં અકાઢ્ય તર્ક આપે છે, સુંદર ઉદાહરણ આપે છે.
પધનું સેવન! દવાઓનું સેવન તમે વ્યાધિથી. રોગથી પીડાઈ રહ્યા છો, ઘોર વેદના અનુભવી રહ્યા છો, એ વેદનાથી મુક્ત થવા, નીરોગી બનવા તમે તલસી રહ્યા છો, વૈદ્યને બોલાવ્યા, ડૉક્ટરને બોલાવ્યા. તેમણે તમને તપાસ્યા, રોગનું નિદાન કર્યું અને દવાઓ લખી આપી; અને કહ્યું : આ લખી આપેલી ગોળીઓ રોજ દિવસમાં પાંચ વખત લેજો અને ત્રીસ દિવસ સુધી લેતા રહેજો, રોગ ચાલ્યો જશે. ત્યાં તમે ડોક્ટરને કહેશો કે -
“ડૉક્ટ૨, તમારી વાત સાચી પરંતુ એની એ દવા રોજ વારંવાર લેવામાં તો ‘પુનતિ ' દોષ લાગે છે, માટે હું દવા નહીં લઉં!'
અરે, એ વખતે.... એવી ઘોર વેદનાના વખતે તમને ‘પુનરુક્તિ' દોષ યાદ ન આવે! એ વખતે તો ગમે તે ઉપાયે મારી વેદના શમવી જોઈએ;' એ જ વિચાર હોય છે, તે માટે એકની એક દવા મહિનાઓ સુધી સતત સેવવી પડે તો સેવવાની તૈયારી રાખવી પડે છે! અને સંસાર સેવી રહ્યા છે!
તેવી રીતે, રોગનો ભયંકર વ્યાધિ, કંપનો વિકરાળ રોગ... જે જીવાત્માઓને અનંતઅપાર વંદનાઓ આપી રહ્યો છે, જીવાત્માઓ ઘોર વેદનાઓમાં તરફડી રહ્યા
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ છે; તેમને જોઈને કરુણાપૂર્ણ હૃદયવાળા સંતપુરુષો જેઓ આ રાગ-દ્રુપના ભાવરોગોના કુશળ ચિકિત્સક હોય છે, તેઓ કહે છે :
જો તમારે આ રાગ-દ્વેષના ભીષણ દાહજ્વરમાંથી બચવું હોય તો વૈરાગ્યભાવમાં દઢ કરનારા, પ્રશમભાવમાં અભિરુચિ પ્રગટાવનારા ગ્રંથોનું પુનઃ પુનઃ અધ્યયન કરો. એના એ ગ્રંથોનો વારંવાર સ્વાધ્યાય કરો. મનન કરો.. અને જો એવી શક્તિ હોય તો વૈરાગ્ય-ભાવના ઉત્પાદક ગ્રંથોની રચના કરો
તો તમે એ કરુણાવંત સંતપુરુષને શું કહેશો? એના એ ગ્રંથોનો રોજ સ્વાધ્યાય કરવામાં.. એના એ ગ્રંથો લખવામાં ‘પુનરુક્તિ-દોપ આવે, માટે હું સ્વાધ્યાય નહીં કરું! માટે હું ગ્રંથ રચના નહીં કરું
ના રે ના! જે મુમુક્ષુ આત્માને રાગ-દ્વેષ વ્યાધિ લાગ્યા, રોગ સમજાય, એ તો વૈરાગ્ય-ગ્રંથોનું પુનઃ પુનઃ પરિશીલન કરવાનો જ. વૈરાગ્યગ્રંથોનું સર્જન કરવાનો જ. એ કરવામાં ‘પુનરુક્તિ' દોષરૂપ નથી, ગુણરૂપ છે!”
મંત્ર! ગારુડી મંત્ર!
કાળોતરો ડર્યો હોય, શરીરમાં અગન-અગન લાગી હોય.. ઘોર વેદનાનો તરફડાટ હોય, ત્યાં સર્પનું ઝેર ઉતારનાર માન્નિકને બોલાવવામાં આવે, માંત્રિક “વિષાપહાર મંત્રનો જાપ આરંભી દે. એનો એ મંત્ર પુનઃ પુનઃ બોલે. એ વખતે “પુનરુક્તિ' દોષ લાગે? અને એ દોષના ભયથી પુનઃ પુનઃ મંત્રોચ્ચાર શું ન કરે? ન કરે તો શરીરમાં વ્યાપેલું વિષ ઊતરે ખરું ?
જેમ જેમ એ વિષાપહાર મંત્રનો જાપ કરતો જાય, તેમ તેમ પ્રતિક્ષણ વિષનો પ્રભાવ ઘટતો જાય છે, ઝેર ઊતરતું જાય છે. એનાં એ જ મંત્રપદો! વારંવાર એનું ઉચ્ચારણ! ઝેરને ઊતરે જ છૂટકો!
જ્યાં જીવન-મરણનો પ્રશ્ન હોય, ત્યાં “પુનરુક્તિ' દોષ જોવાતો જ નથી, ત્યાં તો કાર્યસાધક દષ્ટિ જ જોઈએ; તો શું રાગ-દ્વેષનાં ઝેર ઓછાં ભયંકર છે? શું એ જનમ-જનમનો વિષમ-વિકટ પ્રશ્ન નથી? હા, એ જરાય ન ભૂલશો કે રાગ-દ્વેષ હલાહલ ઝેરથી પણ અતિ ખતરનાક ઝેર છે. એ ઝેર જે જીવોને ચઢ્યાં, તેઓ ભવોભવ માટે મર્યા સમજો! રાગ-દ્વેષનાં હલાહલ ઝેર!
ઉતારવાં છે એ ઝેર? નિચોવી નાંખવાં છે એ ઝેર? તો એક જ ઉપાય છે, વારંવાર...પ્રતિક્ષણ. જિનવચનને વાગળો! એના એ વૈરાગ્યપ્રેરક ભાવોની રટણા કરો. ઉપશમભાવને અખંડિત રાખનારા શબ્દો અને અર્થોને વારંવાર
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનરુક્તિ દોષરૂપ નથી
| ૨૧ રટ; વારંવાર બોલો. તેમાં તમને પુનરુક્તિ' દોષ નહીં લાગે.
રાગ-દ્વપનાં આ ઝેર એવો નથી કે એકાદવાર તમે જિનવચન બોલી દો એટલે એ ઝેર ઊતરી જાય! જો એમ ઊતરી જતાં હોય તો પુનઃ પુનઃ જિનવચન બોલવાની જરૂર જ નહીં, પરંતુ અનેકવાર-વારંવાર એ જિનોક્ત ભાવાન રટયા વિના એ આત્માના પ્રદેશ-પ્રદેશ ફેલાયેલાં ઝેર દૂર થાય એમ જ નથી. માટે બીજો કોઈ વિચાર કર્યા વિના વારંવાર... પ્રતિક્ષણ જિનવચનને બહુમાનપૂર્વક ભાવિત કરા; એમાં પુનરુક્તિ' દોષ લાગતો નથી. નિશ્ચિત બની જાઓ અને કર્તવ્યમાર્ગે ચાલતા રહો!
એકનો એક વ્યવસાય! એકનો એક ધંધો! એકનું એક કામ!
સંસાર તરફ જરા જુઓ; વિશાળ માનવસૃષ્ટિ તરફ જુઓ.... ‘પુનરુક્તિ' તમને સર્વત્ર વ્યાપક દેખાશે, અને તે પણ દોષરૂપ નહીં પરંતુ ગુણરૂપ!
જુઓ, મુશળધાર વર્ષમાં... કડકડતી ઠંડીમાં અને ધોમધખતા ઉનાળામાં... કામ કરી રહેલા.... ખેતી કરી રહેલા ખેડૂતને! એનું એ ખેતર અને એની એ ખેતી! પ્રતિવર્ષ અને પ્રતિ મોસમ એ કામ કર્યું જાય છે. શા માટે ? જીવનનિર્વાહ માટે. સ્વજીવનના નિર્વાહ માટે અને પરિવારના પોપણ માટે એનું એ કામ કર્યો જ છૂટફો!
જુઓ, પેલો મિલ-મજૂર.. મિલનું રોજ ભુંગળું વાગે છે... ને હાથમાં 'ટિફિન” લઈ એ સડસડાટ મિલ તરફ રોજ જાય છે. રોજ એ જ મશીન અને એનું એ જ કામ... કરે છે ને?
જુઓ પેલા શેઠને! રોજ દુકાન ખોલે છે ને રોજ એનો એ વેપાર કરે છે! અલબત્ત, એની પાસે તો ધનના ઢગલા છે છતાંય અપાર સંપત્તિની આકાંક્ષાથી એ વેપાર કરે જ જાય છે ને ધન-ધાન્યથી સમૃદ્ધ બનતો જાય છે.
તો શું વૈરાગ્યભાવના પોપણ માટે, વૈરાગ્યની વિપુલ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે એના એ ધર્મગ્રંથોનું પરિશીલન પ્રતિદિન પ્રતિક્ષણ ન કરવું? જે ધર્મગ્રંથથી આપણા વૈરાગ્યભાવ પુષ્ટ થતો જતો હોય, એ ધર્મગ્રંથનું પ્રતિદિન અધ્યયન કરવું જ જોઈએ, એ કરવામાં ‘પુનરુતિ' દોષ નથી.
જે કોઈ શબ્દ જે કોઈ વાક્ય, જે કોઈ ગ્રંથ... આપણા વૈરાગ્યની વૃદ્ધિ કરનાર હોય, તેનું પુનઃ પુનઃ અધ્યયન કર્યું જ જવાનું, જેથી રાગ-દ્વેષની પ્રબળતા નષ્ટ થતી જાય, આત્મભાવની નિર્મળતા વધતી જાય.
પૂર્વકાળમાં થઈ ગયેલા મહાન જ્ઞાની પુરુષોએ વૈરાગ્યભાવને પુષ્ટ કરનારા
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
પ્રશમરત
ગ્રંથો રચેલા મોજૂદ હોવા છતાં, અને એ જ ગ્રંથોની વાતો લઈને આ ગ્રંથની રચના કરવા છતાં, એમાં પુનરુક્તિ દોષ નથી, માટે તે ઉપાદેય જ છે. આ વાત ગ્રંથકાર સિદ્ધ કરે છે! ત્રણ ઉદાહરણ (૧) ઔષધ સેવન (૨) વિષાપહાર મંત્ર, અને (૩) કૃષિ આદિ કર્મ, આપીને વૈરાગ્યભાવના પોષક ગ્રંથોનું પુનઃ પુનઃ સર્જન, સ્વાધ્યાય અને સૂક્ષ્મચિંતન કરવાનો ખુલ્લેઆમ અનુરોધ કરે છે.
વૈરાગ્યભાવના
दृढतामुपैति वैराग्यभावना येन येन भावेन । तस्मिंस्तस्मिन् कार्यः कायमनोवाग्भिरभ्यासः । । १६ ।।
અર્થ : જે જે વિશિષ્ટ અન્તઃકરણના પરિણામથી (જન્મ-જરા-મૃત્યુ-શરીર-આદિના આલોચન વગેરેથી) વૈરાગ્યવાસના સ્થિરતા પ્રાપ્ત કરે તે તે કાર્યમાં મન-વચન કાયાથી અભ્યાસ કરવો જોઈએ.
વિવેચન : પ્રતિદિન એક જ કામ કરો! વૈરાગ્યની ભાવનાને વાસના બનાવી દેવાનું કામ કરો! મનથી, વચનથી અને કાયાથી આ એક જ કામ કરી લો.
વૈરાગ્યની ભાવના વાસનારૂપ બની જાય એટલે વૈરાગ્ય સ્થિર બનં. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ બનતો જશે, તેમ તેમ રાગ-દ્વેષની વાસના ઢીલી પડતી જશે. રાગ-દ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન-વચન-કાયાથી પ્રહારો કરો. મનથી એવું ચિંતન કરો, જબાનથી એવી વાણી બોલો અને પાંચ ઇન્દ્રિયોથી એવી ક્રિયા કરો કે જેથી રાગ-વાસનાનું વિસર્જન થઇ જાય; દ્વેષની ભડભડતી આગ બુઝાઈ જાય.
આ દૃઢ સંકલ્પ કરો, અવિચલ નિર્ણય કરો : ‘મારે વૈરાગ્યભાવનાને વૈરાગ્યની વાસના બનાવી દેવી છે, મારે વૈરાગ્યભાવને સુદૃઢ બનાવવો છે.‘ જ્યાં સુધી આ સંકલ્પ નહીં કરો; ત્યાં સુધી એ દિશામાં મન-વચન-કાયાથી પુરુષાર્થ નહીં કરી શકો. પુરુષાર્થમાં જોશ, જુસ્સો અને ઝડપ નહીં આવી શકે.
જો તમે રાગદશાને ખતરનાક સમજી ગયા છો, એનાં ભયંકર પરિણામોથી તમે ધ્રુજી ઊઠ્યા છાં, એની વિનાશ-તાંડવલીલા તમે જોઈ લીધી છે, તો પછી તમે શા માટે એ ડાકણ જેવી રાગદશાનાં પડખાં સેવો છો? શા માટે એના સહારે સુખ લેવા દાંડો છો? થોભો, અનંત જન્મોથી પોડનારી અને આત્માનું હીર ચૂસનારી એ રાગદશાનો હવે તમારે ખાત્મો બોલાવવાં જ પડશે..... તે માટે જે કોઈ શસ્ત્ર..... જે કોઈ અસ્ત્ર તમારી પાસે હોય, તેનાથી એના પર
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય ભાવના
૨૩ તૂટી જ પડો. હવે વિચાર કરવાનો સમય નથી; આક્રમણ કરી દેવાની ક્ષણ આવી ગઈ છે! જે જે સાધનથી... જે જે ઉપાયથી એ રાગદશાને હણી શકાય, તે તે સાધન...... તે તે ઉપાય અજમાવવા માંડો.
વૈરાગ્ય ભાવનાને દઢ બનાવવા માટે મનના વિચારોને બદલવા પડશે. પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઘટનાનું ચિંતન સંવેગમય અને નિર્વેદમય વિચારોથી કરવું પડશે. સંવેગ-નિર્વેદગતિ વિચારોથી વૈરાગ્ય દઢ થાય છે; માટે એવા વિચારો કરવાનો અભ્યાસ કરવો જોઈએ; અર્થાત્ પુનઃ પુનઃ સંવેગગર્ભિત અને નિર્વેદગર્ભિત વિચારો કર્યો જ જવાના!
મોક્ષપ્રીતિ અને ભવ-ઉદ્વેગ!
મોક્ષ પર રાગ અને સંસાર પર ઉગ! વિચારોના આ બે કેન્દ્રબિંદુ બનાવી દેવાનાં. જન્મ-જરા અને મૃત્યુ, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યને પ્રબળ બનાવશે.
ક્યારેક સંસારનાં સુખોની ક્ષણભંગુરતાના ચિંતનમાં ચઢી ગયા તો ક્યારેક ભીષણ સંસારમાં જીવાત્માની અશરણદશાના વિચારમાં ગરકાવ થઈ જવાનું! ક્યારેક આત્માની એકલવાયી સ્થિતિના ચિંતનમાં મગ્ન થઈ ગયા, તો ક્યારેક સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની જુદાઈના વિચારોમાં ડૂબી જવાનું; ક્યારેક પ્રતિજન્મમાં બદલાતા રહેતા જીવોના પરસ્પરના સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ખોવાઈ જવાનું, તો ક્યારેક શરીરની ભીતરની બિભત્સ અને ગંદી અવસ્થાની કલ્પનામાં ચાલ્યા જવાનું!
કોઈ વેળા, દુ:ખદાયી હિસાદિ આથવાના કટુ વિપાકો યાદ આવી જાય, તો કોઈ વેળા એ આશ્રવોના ધસમસતા આવતા પ્રવાહને ખાળવાના ઉપાયો મનમાં રમી જાય. કોઈ વેળા કર્મોની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને ડોલાવી જાય તો કોઈ વેળા ચૌદ રાજલોકરૂપ વિરાટ વિશ્વની સફરે જીવ ઊપડી જાય. કોઈ વેળા ધર્મ'ના અદ્દભુત પ્રભાવો પર આત્મા ઓવારી જાય તે કોઈ વેળા “બોધિની દુર્લભતા મનને ડોલાવી જાય! કોઈ વેળા મનડું સિદ્ધશિલાની સફરે ઊપડી જાય અને સિદ્ધશિલા પર સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની બેસી ગયેલા પરમ-આત્માઓનો પરિચય કરી આવે!
આવું આવું કરતા જ રહો, આવું વિચારવાનું, આવું બોલવાનું અને શરીરથી એને અનુરૂપ આચરણ કરવાનું-પુરુષાર્થ કર્યો જવાનો. વૈરાગ્યનો રંગ ચાળમજીઠન બની ગયો સમજો!
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યના પર્યાયો माध्यस्थ्यं वैराग्यं विरागता शान्तिरुपशमः प्रशमः ।
दोषक्षयः कषायविजयश्च वैराग्यपर्यायाः ।।१७।। અર્થ : (૧) માધ્યએ (૨) વૈરાગ્ય (૩) વિરાગતા (૪) શાન્તિ (૫) ઉપશમ (૬) પ્રશમ (૭) દોષય અને (૮) કપાયવિજય-આ વૈરાગ્યના પર્યાય છે.
રિયન : વૈરાગ્યભાવનાને દૃઢ કરવાની પ્રબળ પ્રેરણા આપીને ગ્રંથકાર વૈરાગ્યનાં આઠ રૂપો બતાવી રહ્યા છે. વૈરાગ્યને તેના અષ્ટવિધ રૂપે ઓળખવાનો છે; તો એનું દઢીકરણ કરવામાં સરળતા પ્રાપ્ત થશે.
(૧) માધ્યચ્ચ : ન રાગ ન ટ્રેપ ન રાગ તરફ ઢળવાનું, ન પ તરફ ઢળવાનું. ન રાગનો પક્ષ લેવાનો, ન ષનો પક્ષ લેવાનો. મધ્યસ્થ રહેવા હમેશાં પ્રયત્ન કરવાનો.
(૨) વૈરાગ્ય: રાગ અને દ્વેષનો અભાવ; સર્વથા અભાવ નહીં પરંતુ થોડેક અંશે અભાવે. રાગ-દ્વેષનો સર્વથા અભાવ તો વીતરાગતા છે. વૈરાગ્યમાં રાગ અને દ્વેષની મંદતા આવે. ઇન્દ્રિયોના ઇષ્ટ વિષયમાં રાગ નહીં, અનિષ્ટ વિષયોમાં દ્વેષ નહીં.
(૩) વિરાગતા માત્ર શાબ્દિક ફેરફાર છે. જે અર્થ વૈરાગ્યનો એ જ આનો.
(૪) શાન્તિ: શમ એ જ શાન્તિ, રાગ અને દ્વેષનો ઉદય જ નહીં, આત્મામાં રાગ-દ્વેપ ઊઠે જ નહીં, જ્યારે એનો ઉદય ન હોય, તે વખતની અવસ્થા,
(૫) ઉપશમ : શમની નજીક હોવાથી ઉપશમ. રાગ-દ્વેષનો ક્ષય નહીં, પરંતુ ઉપશમ, રાગ-દ્વેષ બેસી ગયા હોય, પરન્તુ નિમિત્ત મળતાં ઊઠે!
(૬) પ્રશમ : રાગ-દ્વેષનો ઉત્કૃષ્ટ શમ, જ્યારે આ પ્રકૃષ્ટ શમ હોય ત્યારે આત્મભાવ અત્યંત વિશુદ્ધ હોય.
(૭) દોષક્ષય : આત્મભાવને દૂષિત કરે તે દોષ. આત્મભાવને કલુષિત કરનારા પ્રબળ દોષ છે : રાગ અને દ્વેષ. તેનો આત્મત્તિક ઉચ્છેદ તેનું નામ દોષક્ષય. આત્મત્તિક ઉચ્છેદ' એટલે સર્વથા નાશ. વૈરાગ્યની આ ચરમ ભૂમિકા છે.
(૮) કષાયવિજય : કર્યું એટલે સંસાર. તેના ઉપાદાનફારણ છે કપાય. ક્રોધ, માન, માયા અને લોભ-આ કષાય છે. કષાયોનો પરાભવ કરીને આત્મા વિજયી બને તે વૈરાગ્ય,
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગના પર્યાયો
૨૫
કોઈ કહે : ‘હું તો મધ્યસ્થ ભાવ પસંદ કરું છું.' ભલે મધ્યસ્થ ભાવને દૃઢ કરો. કોઈ કહે : ‘હું તો વૈરાગ્ય-વીતરાગતા પ્રાપ્ત કરવા ચાહું છું.’ ભલે, વૈરાગ્ય દૃઢ કરો. વીતરાગતા પુષ્ટ કર્યો.
કોઈ કહે : ‘આપણે તો શમ, પ્રશમ, ઉપશમ કેળવવો છે.' ભલે, એ કેળવો! કોઈ કહે : ‘આપણે તો દોર્ષોનો ક્ષય કરવો છે' ભલે, દોષોનો ક્ષય કરો!
કોઈ કહે : ‘આપણે કષાયોને નાથવા છે...' ભલે કાર્યો પર વિજય મેળવો, આમાંથી ગમે તે કરો-એ વૈરાગ્યભાવના છે, વૈરાગ્યની જ વાસના છે. અહીં ગ્રંથકાર મહર્ષિએ ‘પ્રશમ’ માં રતિ કેળવવાનું પસંદ કર્યું છે! વૈરાગ્યના આઠ પર્યાયોમાંથી ‘પ્રશમ' શબ્દને પસંદ કર્યો છે. પ્રશમરસમાં સ્થિરતા પ્રાપ્ત કરવા ને કરાવવા આ ગ્રંથનું સર્જન કર્યું છે.
એક જ કામ કરો-વૈરાગ્યને-પ્રશમને પુષ્ટ કરવાનું. એ કામ ત્યારે થાય કે જ્યારે પ્રશમ પ્રિય લાગે. પ્રશમભાવની અભિરુચિ પ્રગટે તો એ ભાવને ટકાવવા માટે પ્રયત્ન થાય.
પ્રશમભાવમાં પરમસુખની અનુભૂતિ કરવાની તમન્ના જાગી જવી જોઈએ. ‘કાર્યોમાં-કાષાયિક ભાવોમાં અંશ માત્ર પણ સુખ નથી, આનંદ નથી, શાન્તિ નથી, આ વાત બરાબર હૃદયસ્થ થઈ જવી જોઈએ તો જ પ્રશમભાવની રતિને આત્મામાં જકડી રાખવા માટે પુરુષાર્થ થાય.
વૈરાગ્યનાં આ આઠ રૂપોમાંથી ગમે તે એક રૂપ પસંદ કરો. એ રૂપને પ્રાપ્ત કરવા મન-વચન-કાયાથી પુરુષાર્થ કરો. એ માટે જે કોઈ ઉપાય કરવો પડે તે કરો. જેમ જેમ તમે એ પુરુષાર્થ કરતા જશો તેમ તેમ અંતરાત્માનું અપૂર્વ સુખ તમે અનુભવતા જશો.
પ્રશમતિમાં એ સુખાનુભવ કરાવવો છે. એ માટે જ આ ગ્રંથરચના છે. મુમુક્ષુ આત્માઓ પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને ભગવાન ઉમાસ્વાતિએ આ ગ્રંથની રચના કરી છે. કેવી રીતે એ પુરુષાર્થ, પ્રશમભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવાનો કરી શકાય, એનું માર્ગદર્શન આ ગ્રંથમાંથી પ્રાપ્ત થશે.
રાગના પર્યાયો
इच्छा मूर्च्छा काम: स्नेहो गार्ध्यं ममत्वमभिनन्दः ।
अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि ||१८||
અર્થ : ઇચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, ગૃદ્ધતા, મમત્વ, અભિનન્દ (પરિતોષ) અને અભિલાષા-આ રાગના અનેક પર્યાય-શબ્દો છે.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ विवेचन : 'विगतः रागः विरागः' રાગ નહીં તે વિરાગ. પરંતુ એ રાગનાં અનેક રૂ૫ છે! અહીં મુખ્ય આઠ રૂપ બતાવવામાં આવ્યાં છે. રાગની ઓળખાણ એનાં અનેક રૂપો દ્વારા થાય તો જ એ રાગથી બચી શકાય તેમ છે.
(૧) ઇચ્છા: ઇચ્છા એટલે પ્રીતિ. રમણીય વિષયોમાં પ્રીતિ. સુંદર વિષયો જોઈને ખુશ થઈ જવું, રાજી થઈ જવું, આ ઇચ્છા છે.
(૨) મૂચ્છ: પ્રિય વિષયોમાં લીનતા! એવી લીનતા કે આત્મા એ વિષયમાં અભેદભાવ રમણતા કરે.
(૩) કામ : ઇષ્ટ પદાર્થને પ્રાપ્ત કરવાની ઝંખના; પ્રિય વિષયને પ્રાપ્ત કરવાની કામના. (૪) સ્નેહ : વિશિષ્ટ પ્રેમ તે સ્નેહ. ગાઢ પ્રેમ તે સ્નેહ. (૫) વૃદ્ધતા : જે પદાર્થો, જે વિષયો પ્રાપ્ત ન થયા હોય તે પ્રાપ્ત કરવાની અભિકાંક્ષા... તીવ્ર ઝંખના. સમડી જેમ મડદાને જોઈને આસક્ત થઈ જાય તેમ.
() મમત્વ : આ વસ્તુ મારી છે, હું એનો માલિક છું... આનું નામ મમત્વ, આ એક મનનો પરિણામ છે.
(૩) અભિનંદ : પ્રિય વિષય મળી ગયાનો સંતોષ! પરિતોષ... ખુશી. (૮) અભિલાષ : ઇષ્ટ-પ્રિય-મનોજ્ઞ વિષયોની પ્રાપ્તિના મનોરથ. રાગવિષયક મનની તમામ વૃત્તિઓનું કેવું અદ્ભુત વિશ્લેષણ છે આ! આપણા મનને-મનની આ બધી વૃત્તિઓને બરાબર સમજવી અતિ આવશ્યક છે. એને સમજ્યા વિના એના પર સંયમ કરવો અશક્ય છે, એ વૃત્તિઓનું શમન કરવું અસંભવ છે, એ વૃત્તિઓનું મારણ કરવું મુશ્કેલ છે.
રાગની આ વિભિન્ન વૃત્તિઓમાં ફસાયા હોવા છતાં આપણે નથી જાણતા હતા કે હું આ રાગમાં ફસાયો છું!'
આપણા આત્મામાં ઊઠતી આ રાગવૃત્તિઓને ખૂબ સારી રીતે ઓળખી લેવાની છે. એ વૃત્તિઓને તો જ રોકી શકાશે; તો જ એ વૃત્તિઓનો વિરોધ કરી શકાશે, અને તો જ વૈરાગ્યભાવનાને દૃઢ કરી શકાશે.
ક્યારેક જીવ રમણીઓના રૂપમાં પ્રીતિ કરે છે, તો ક્યારેક બાહ્ય ભૌતિક પદાર્થોમાં.... એના ધ્યાનમાં લીન થઈ જાય છે..... ક્યારેક રાંકડો બનીન પ્રિય પદાર્થોની પ્રાર્થના કરે છે, તો ક્યારેક મનોહર વિષયોને મોહી પડે છે.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષના પર્યાય કયારેક બીજા પાસે રહેલા વિષયો “આ વિષયો મને મળે, એવી અભિકાંક્ષાઓમાં ખોવાઈ જાય છે તો ક્યારેક “આ મારું.... આ મારું. એનો માલિક....' આ મમત્વમાં તણાઈ જાય છે.
મારાપણાનો રાગ તો સાચે જ પ્રચંડ આગ છે. સ્વજનો સાથેના સંબંધો તાડી નાંખ્યા, પરિજનાં પરનું મમત્વ છેદી નાંખ્યું, વૈભવ અને સંપત્તિનો રાગ રોળી નાંખ્યાં.... છતાંય શરીર પરનું મમત્વ આત્માને હંફાવી નાંખે છે... આત્માને પછાડી દે છે. કંડરિક મુનિનું સાતમી નરકમાં થયેલું પતન કોને આભારી હતું? શરીરનું મમત્વ! તોડેલાં મમત્વ ફરી જોડ્યાં!
અને જ્યારે ઇષ્ટ વસ્તુ મળી જાય છે, ત્યારે આત્મા કેવો હર્ષથી નાચી ઊઠે છે! રાજીનો રેડ થઈ જાય છે! અરે, પોતાની જાતને વૈરાગી સમજતો મનુષ્ય જ્યારે ઇષ્ટ પદાર્થ, ઈષ્ટ કાળ, ઇષ્ટ ક્ષેત્ર મળી જાય છે ત્યારે કેવો પરિતોષ અનુભવે છે? એને ખબરે ય પડતી નથી કે “મારા ઘરમાં રાગ-શત્રુ ઘૂસી ગયો!" પ્રિય પદાર્થોની પ્રાપ્તિનો હર્ષ અનુભવે છે છતાં માને છે કે હું તો વૈરાગી છું!
વળી અનુકૂળ પ્રિય વિષયોની પ્રાપ્તિના મનોરથ કેટલા? ભૌતિક સુખની કલ્પનાઓ કેટલી? સુખોની નિઃસીમ કલ્પનાઓના અનન્ત આકાશમાં સતત ઊડતાં રહેતો જીવાત્મા કેવી રીતે વૈરાગ્યભાવને પુષ્ટ કરે?
વૈરાગ્યભાવનાને પુષ્ટ કરવી છે ને? તો થોભી જાઓ. રાગની આ સર્વભક્ષી ઘાતક વૃત્તિઓને ખુબ સારી રીતે સમજી લો; એ વૃત્તિઓનો નાશ કરવા માટે મનોમન દઢ સંકલ્પ કરો. તાં જ તમે વૈરાગ્ય ભાવનાને દઢ કરી શકશો.
દ્વેષના પર્યાય ईर्ष्या रोषो दोषो द्वेषः परिवादमत्सरासूयाः।
वैरप्रचण्डनाद्या नैके द्वेषस्य पर्यायाः ।।१९।। અર્થ : (૧) ઈર્ષા (૨) રાપ (3) દોષ (૪) હેપ (પ) પરિવાદ (૬) મત્સર (૭) અસૂયા (૮) વેર (૯) પ્રચંડન વગેરે બીજા પણ ઘણા દેપના પર્યાય છે.
વિવેચન : આ છે દેશના પર્યાયવાચી શબ્દો, હેપનાં વિભિન્ન રૂપ, પની જુદી જુદી વૃત્તિઓ.
(૧) ઈર્ષ્યા : તમે જ્યારે બીજા મનુષ્યનો વૈભવ, એની સંપત્તિ જુઓ છો ત્યારે તમને કેવો વિચાર આવે છે? શું તમને એમ થાય છે કે “આની પાસે આટલો બધો વૈભવ? આની પાસેથી વૈભવ ચાલ્યો જાય તો સારું! મારી પાસે
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પ્રશમરતિ જ વૈભવ હોવો જોઈએ, બીજા પાસે નહીં. હું જ વૈભવશાળી રહું...”તો સમજી લેવું કે ઈર્ષ્યાના રૂપે, જે તમને ભરડો દીધો છે!
(૨) રોષઃ રોષ એટલે ક્રોધ, ભલે ક્રોધકષાયરૂપ મોહનીય કર્મના ઉદયથી તમને ક્રોધ આવતો હોય, પરંતુ તેનાં અમુક બાહ્ય નિમિત્ત હોય છે; જેમ કે, મનુષ્ય સૌભાગ્યશાળી છે, એનું જો એને અભિમાન છે, એ દુર્ભાગ્યના ભોગ. બનેલા પ્રત્યે ક્રોધ ઠાલવશે! સ્વયં રૂપવાન છે, એને ગર્વ છે, તો બીજાઓ તરફ ક્રોધ કરશે. સ્વયં લોકપ્રિય છે, એનું એને અભિમાન છે, વાતવાતમાં ક્રોધ કરશે! આવા તો બીજાં અનેક નિમિત્ત હોય છે કે જેથી જીવાત્મા ક્રોધ કરતો હોય છે.
(૩) દોષ ? આ એવી મલિન વૃત્તિ છે કે જે મનને દૂષિત-મલિન કરે છે. (૪) દ્વેષ : અપ્રીતિ, બહારથી જોનારને ન દેખાય, પરંતુ હૃદયમાં અપ્રીતિ હોય, અણગમો હોય.
(૫) પરિવાદ : પરદોપોનું ઉત્કીર્તન! બીજા જીવોના દોષ જોવા અને બોલવા એ પરિવાદ છે. ભલે પછી એ મીઠીભાષામાં બોલતો હોય, ઠાવકો બનીને બોલતો હોય. એ છે દ્વેષ, એ છે પરિવાદ. આ કેપ રોગથી ઘેરાયેલો જીવ એ માનવા પણ તૈયાર નથી હોતો કે હું આ હેપ કરી રહ્યો છું!'
() મત્સર : બીજાનું સારું જોઈ જ ન શકે. બળ્યા જ કરે! અને પછી પોતાની જાત ઉપર જ ધિક્કાર વરસાવે, પોતે જ પોતાનો તિરસ્કાર કરે!
(૭) અસૂયા : આ લેપનું રૂપ એવું છે કે એ કોઈને ક્ષમા જ ન આપવા દે! અસૂયાવાળો જીવ ક્ષમાધર્મનું પાલન કેવી રીતે કરે? એને ક્ષમા ગમે જ નહીં.
(૮) વૈર : આ વેરની વૃત્તિ જન્મે છે પરસ્પરના કલહમાંથીવરની ગાંઠ પનું એક ખતરનાક રૂપ છે.
(૯) પ્રચંડનઃ પ્રકૃષ્ટ કોપ તે પ્રચંડન. શાન્ત થઈ ગયેલ કોપાગ્નિને પ્રજવલિત કરે.
એક જ અર્થનું પ્રતિપાદન કરનારા આ શબ્દો, છે તો બધા પર્યાયો જ; અંતર છે માત્ર સ્વરોનું અને અક્ષરોનું પ્રતિપાદનનો વિષય છે કંપ! વિભિન્ન રૂપોમાં અહીં દ્વેષને ઓળખીને એનો ક્ષય, એનો નાશ કરવા પ્રયત્નશીલ બનીએ. વૈષને ઓળખ્યા વિના એનો નાશ કેવી રીતે કરાય?
પરંતુ એક વખત સાંભળો. તમારે આ Àપના પાપને ધીબી નાંખવું છે? તે માટે તમારે વીંખાઈ-પીંખાઈ ગયેલા તમારા મનોબળને પુનઃ ચેતનવંતુ કરવું
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
જીવાત્મા કષાયી ક્યારે ? પડશે. એ દ્રષદુશ્મન સામે જે ગેમંદાનમાં જય-જયકાર જગાવવા જળોની જેમ ચીટકી પડવું પડશે.
વૈષના ધખધખતા અંગારમાં બળઝળી ગયેલી મૈત્રી-કરુણાને સજીવન કરવા અપ્રતિમ સાહસ ખેડવું પડશે. પદુશ્મનની પકડ ઢીલીઢસ કરી નાંખવા માટે આત્માએ સાબદા બનીને પૂર્ણ ખુમારી સાથે ઊભા થવું પડશે. દેશના નવ પાંખિયા અકળ આક્રમણની સામે સતત સાવધાન બન્યા રહેવું પડશે. નવ નવ મોરચે તમારે અડીખમ યોદ્ધા બનીને ઝઝુમવાનું છે! એક પણ મોરચે જો શત્રુ ફાવી ગયો તો તે તમારો ખુરદો બોલાવી દેશે.
આત્મપ્રદેશમાંથી વીણી વીણીને દ્વેષ-શત્રુને બહાર ધકેલી દેવા માટે, માત્ર ઇચ્છા કે ભાવનાથી નહીં ચાલે, માત્ર વિચાર કરવાથી નહીં ચાલે, એના માટે તો મન-વચન-કાયાથી મચી પડવું જોઈશે. વૈરાગ્યભાવનાને લાવવા અને સ્થિર કરવા માટે આજીવન પુરુષાર્થ કરવો પડશે. અરે, અનેક જન્મો સુધી યુદ્ધ જારી રાખવું પડશે, ત્યારે તેષવિજેતા આત્મભૂમિના સાર્વભૌમ સમ્રાટ બની શકશો.
હેપની ઓળખાણ કરાવીને, એ દ્વેષને જીવ કેવી રીતે પરવશ બની જાય છે, તે સમજાવવા આગળ કહે છે
જીવાભા ૬ષાથી કયારે? रागद्वेषपरिगतो मिथ्यात्वोपहतकलुषया दृष्ट्या । पञ्चाश्रवमलवहुलातरौद्रतीवाभिसन्धानः ।।२०।। कार्याकार्यविनिश्चयसंक्लेशविशोधिलक्षणेमूढः । आहारभयपरिग्रहमैथुनसंज्ञाकलिग्रस्त: ।।२१।। क्लिष्टाष्टकर्मबन्धनबद्धनिकाचितगुरुर्गतिशतेषु । जन्ममरणैरजस्त्रं बहुविधपरिवर्तनाभ्रान्तः ।।२२।।
दुःखसहस्रनिरन्तरगुरुभाराक्रान्तकर्षित: करुणः ।
विषयसुखानुगततृषः कषायवक्तव्यतामेति ।।२३।। અર્થ : (૧) રાગ-દ્વપના પરિણામવાળો (૨) મિથ્યાત્વથી કલુપિત બુદ્ધિ વડે પ્રાણાતિપાતાદિક પાંચ આશ્રયો દ્વારા કર્મબંધથી વ્યાપ્ત (૩) આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પ્રકૃષ્ટ અભિસન્ધિવાળ અિભિપ્રાયવાળો [૨૦].
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ
૩૦
(૪) કાર્ય [જીવરક્ષાદિ] અકાર્ય [જીવવધાધૂંદ] નો નિર્ણય ક૨વામાં તથા ક્લિષ્ટ ચિત્તતા અને નિર્મલચિત્તતાનું જ્ઞાન કરવામાં મૂઢ (૫) આહાર-ભય-પરિગ્રહ અને મૈથુન સંજ્ઞારૂપ કલહથી ગ્રસ્ત-[૨૧]
(૬) સેંકડો ગતિઓમાં પુનઃ પુનઃ ભ્રમણ કરવાથી આઠ કર્મોનાં ક્લિષ્ટ બંધનથી બંધાયેલો (નિયંત્રિત થયેલો), નિકાચિત થયેલો (અતિ નિયંત્રિત થયેલો) અને તેથી ભારે થયેલો (૭) નિરંતર જન્મ-જરા-મરણ વડે અનેકરૂપે પરિવર્તન કરવાથી ભ્રાન્ત-૨૨૨૨
(૮) નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવના ભવોમાં નિરંતર હજારો દુઃર્ખાના ખૂબ ભારથી (આક્રાન્ત (પીડિત) થઈને) દુર્બલ બનેલો (૯) દીન બનેલો (૧૦) વિષયસુખોમાં આસક્ત બનેલાં (વિષયસુખોની તીવ્ર અભિલાષા કરનારો) જીવ કષાયવક્તવ્યતાને પ્રાપ્ત કરે છે - (અર્થાત્ 'આ ક્રોધી છે. આ માની છે, આ માયાવી છે, આ લોભી છે,’ એમ કહેવાય છે.) [૨૩]
1
વિવેચન : જીવાત્માને ‘આ ક્રોધી છે.... આ અભિમાની છે, આ માયાવી છે, આ લોભી છે,' એમ ક્યારે કહેવાય? જેને તેને ન કહી શકાય; એની પણ દસ વિશેષતાઓ છે! દસ વિશેષતાવાળા આત્માને ક્રોધી-માયાવી અને લોભી કહી શકાય.
જીવ સીધો જ ક્રોધી બની જતો નથી, માની-અભિમાની બની જતો નથી, માયાવી કે લોભી થઈ જતો નથી. જ્યારે રાગદ્વેષથી તે ઘેરાઈ જાય છે.... રાગદ્વેષના પ્રભાવ નીચે આવી જાય છે; તેનું ચિત્ત રાગ અને દ્વેષના કાજળઘેરા રંગે રંગાઈ જાય છે, ત્યારે ક્રોધી-માની-માયાવી-લોભી બની જાય છે.
અને જ્યારે પેલું મિથ્યાત્વનું ભૂતડું જ્ઞાનદૃષ્ટિને હણી નાંખે છે; દૃષ્ટિમાં મલિનતા આવી જાય છે, બુદ્ધિની નિર્મળતા પલાયન થઈ જાય છે, પછી? હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મચર્ય અને પરિગ્રહનાં હિંસક ગીધડાંનાં ટોળેટોળાં તીણી ચિચિયારીઓ પાડતાં આત્મભૂમિ પર ધસી આવે છે. મિથ્યાત્વમલિન મતિ એ ગીધડાંઓનું સ્વાગત કરે છે! અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહના મૃતદેહોની એ ગીધડાં મજેથી ઉજાણી કરે છે! પાંચે ઇંદ્રિયો એ ઉજાણીમાં ભળે છે... બસ, પછી બાકી શું રહે?
એનું પરિણામ? વિપુલ ... ઘોર કર્મબંધ! અનંત અનંત પાપકર્મોનાં બંધન! મિથ્યાત્વથી અભિભૂત આત્મા એ કર્મબંધને સમજી શકતો નથી, જોઈ શકતો નથી... પરંતુ તત્કાલ એની પ્રતિક્રિયા ચાલુ થઈ જાય છે! પ્રતિક્રિયા છે તીવ્ર આર્તધ્યાન, તીવ્ર રૌદ્રધ્યાન
જ્યાં પાંચેય ઇન્દ્રિયો દ્વારા જીવાત્મા હિંસા-આદિ પાંચ મહા આશ્રવોના
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
જીવાત્મા કષાયી ક્યારે? કીચડમાં રગદોળાઈ ગયો કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના મરણિયા હુમલાઓ શરૂ થઈ જાય છે. આ બે દુર્ગાનના મજબૂત ભરડામાં આત્મા ચોળાઈ-ચૂંથાઈ જાય છે.
‘-ઋતુ' એટલે દુઃખ, ‘ત” એટલે સંક્લેશ, તેમાંથી જન્મે તે આર્ત. આર્તધ્યાનમાં હોય છે. માનસિક દુ:ખ, માનસિક વેદના અને પીડા, શું અપ્રિય વિષયો વળગ્યા હોય છે ત્યારે એ વળગાડમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા, માનસિક વેદના નથી? શું પ્રિય વિષયનો સંયોગ હોય છે ત્યારે “વિષયો મારા પાસેથી ચાલ્યા ને જાય” આવી મનની એકાગ્ર-ચિંતા એ માનસિક પીડા નથી? જ્યારે શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય છે ત્યારે શું એ વેદનાની પીડા અનુભવી નથી? અને જ્યારે કોઈ રાજા-મહારાજાઓની સંપત્તિ જોઈને-“મને પણ બીજા જન્મમાં આવી ત્રકૃદ્ધિ મળ...' તે માટે પોતાની તપશ્ચર્યાની બાજી લગાવી દેવી, તે શું માનસિક તાણ નથી? આ બધું આર્તધ્યાન છે. આ આર્તધ્યાન જ્યારે સતત ચાલતું રહે છે, તીવ્ર-તીવ્રતર બનતું જાય છે, ત્યારે રૌદ્રધ્યાન મેદાને જંગમાં ખાબકે છે! આત્માની રહી-સહી ગુણ-સંપત્તિને પણ આ રૌદ્રધ્યાન તારાજ કરી મૂકે છે. ચાર-ચાર મોરચે તે સર્વભક્ષી જ્વાલાઓ ઓકે છે અને આત્માની ખંડિત-જર્જરિત ભાવ-ઇમારતોને પણ ભસ્મીભૂત કરી નાંખે છે,
રૌદ્રધ્યાન એટલે ક્રૂર ધ્યાન. જીવોની હત્યા કરી નાંખવાનો તીવ્ર અને એકાગ્ર વિચાર; આ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. “આ ઉપાયથી બીજાને ઠગી શકાય છે...' એવા પર-વંચનાના વિચારોમાં એકતાન થઈ જવું એ મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. ધાડ પાડીને, ચરી કરીને, ખાતર પાડીને, ખીસાં કાપીને... જે જે પ્રકારે બીજાઓની ધન-સંપત્તિ મેળવી શકાય, તેના એકતાન બની વિચારો કરવા તે તેયાનુબંધી રોદ્રધ્યાન છે. દિવસ ને રાત મનની એક જ રટણા.... એક જ ચિંતન ને એક જ ધ્યાન કે ધન-ધાન્યનું સંરક્ષણ કેવી રીતે કરવું. તે સંરક્ષણના વિચારોમાં હિંસાના ઉપાયોનું તીવ્રતાપૂર્વક ચિંતન કરે તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે.
આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પ્રકૃષ્ટ વિચારધારામાં વહ્યો જતો જીવ પોતાના ભવિષ્યને કેવું દુ:ખપૂર્ણ અને યાતનાભરપૂર સર્જે છે એની કલ્પના પણ એને હોતી નથી... આવી સ્થિતિમાં રહેલો જીવ ક્રોધી કહેવાય છે, માની કહેવાય છે, માયાવી કહેવાય છે ને લોભી કહેવાય છે.
કાર્ય-અકાર્યનો વિવેક નહીં!
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ચાહે જીવહિંસા હો કે ચાહે જીવરક્ષા હો! સંપૂર્ણ મૂઢતા, એને એ જ્ઞાન નહીં કે એને ભાન નહીં! મારે જીવહિંસા ન કરવી જોઈએ, જીવહિંસા પાપ છે.... એવી રીતે જૂઠું ન બોલવું જોઈએ... ચોરી ન કરવી જોઈએ, દુરાચારવ્યભિચારના માર્ગે ન જવું જોઈએ, મારે જીવો પ્રત્યે દયા-કરુણા રાખવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, પ્રામાણિકતાથી જીવન જીવવું જોઈએ... સદાચાર અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ...' આવી કોઈ જ નિર્ણય નહીં...હિંસાઅહિંસા વચ્ચે જૂઠ-સત્ય વચ્ચે, ચોરી-પ્રામાણિકતા વચ્ચે. દુરાચાર-સદાચાર વચ્ચે.. કોઈ જ ભેદરેખા નહીં!
એવી જ રીતે, ‘હિંસાદિ પાપાચરણથી ચિત્ત કલુપિતગંદું બને છે અને અહિંસા વગેરે ધર્માચરણથી મન નિર્મળ બને છે. આ પરિજ્ઞાન પણ જે જીવોનું હોતું નથી. ચિત્તની મલિનતા અને પવિત્રતાના વિષયમાં પૂરી અજ્ઞાનતા! મારું મન મલિન બન્યું.... મને હિંસાનો, જૂઠનો વિચાર આવી ગયો..' આ ચિંતન જેની પાસે ન હોય, ‘મારું મન પવિત્ર બન્યું. મને દયા, કરુણાના, આત્માના, પરમાત્માના વિચાર આવ્યા.” આ પણ વિચાર જેની પાસે નથી, મન કે જે સૂમ છે, સ્થૂલ નથી, એવા સૂક્ષ્મ મનમાં ડોકિયું કરવાની જેમની પાસે દૃષ્ટિ નથી, અને જેઓ સંજ્ઞાઓના ઝગડામાં અટવાઈ ગયા છે.
આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મથન સંજ્ઞાની બેફામ પાપલીલાઓમાં તલ્લીન બની જેઓ રાચી-માચી રહ્યા છે, તેઓને ક્રોધાદિ કષાયો પકડી જ લે, તેમાં કાંઈ આશ્ચર્ય નહીં. સંજ્ઞાઓના ઝગડા ગજબનાક હોય છે.
શું આહારસંજ્ઞા જળોની જેમ જીવને ચીટકી પડી નથી? જીવ સાથે શું એ રોજ લડતી નથી? મને ઠંડું ભોજન નહિ ચાલે, મારે તો ગરમાગરમ ભોજન જોઈએ.. મને નીરસ રસોઈ નહીં ચાલે, મારે તો રસભરપૂર વાનગીઓ જોઈએ... હું તો દિવસે ખાવું ને રાત્રે પણ ખાઉં... ભક્ષ્ય ખાવું ને અભક્ષ્ય ખાઉં.... હું તો મસાલેદાર જ ખાઉં... એક પણ મસાલો ઓછો હોય તો મને ન ચાલે!”
આ છે આહારની સંજ્ઞા. દિવસ ને રાત મનુષ્યના મનમાં આ જ વિચારો ચાલ્યા કરે... પરંતુ જ્યારે એને મનગમતા પદાથો ખાવા-પીવા ન મળે એટલે એના ધમપછાડા જુઓ! આર્તધ્યાન..... હેપ... ગુસ્સો વૈર... એની સીમા નહીં, અને મનગમતા પદાર્થો મળી ગયા તો એના ચાળા જુઓ! કેટલી વૃદ્ધિ? કેટલી મૂર્છા? કેટલો રાગ અને કેટલી આસક્તિ? આ સંજ્ઞાના પાપે તો
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવાત્મા કષાથી કયારે?
૩૩ કંડરિક મુનિનું પતન થયું, ને સાતમી નરકમાં ધકેલાઈ ગયા. આ સંજ્ઞાના પાપે મંગુ આચાર્ય જેવા અતિ લોકપ્રિય અને બહુશ્રુત આચાર્યને નગરની ખાળના દેવ બનવાનો વારો આવ્યો.
ભવસંજ્ઞાની ભીંસમાં આવેલ જીવ શું કપાયોથી બચી શકે? ના રે ના! ભય ક્યારે ઉત્પન્ન થાય છે? રાગ વિના કે કેપ વિના ભય ઉત્પન્ન જ ન થઈ શકે. ઈહલૌકિક અને પારલૌકિક ભયોની ભૂતાવળ વળગી હોય એટલે કપાયો એના પર “સવાર' થઈ જ જાય.
પરિગ્રહની સંજ્ઞામાં જકડાયેલા જીવોની તો કપાયો ઘોર કદર્થના કરતા હોય છે. સ્થાવર-જંગમ સંપત્તિને મેળવવા અને મેળવેલી સંપત્તિની સુરક્ષા કરવા મનુષ્ય શું નથી કરતો? ઈર્ષા, દ્વેષ... વૈર વગેરે તો એના જીવનમાં સહજસ્વાભાવિક જોવા મળશે. માયા, કપટ અને દગાખોરીમાં એને તમે પાવરધોએક્સપર્ટ' જોશો! માન અને સન્માનની તીવ્ર તાણ હંમેશાં એને સતાવતી રહેશે..... પરિગ્રહી મનુષ્ય કષાયી હોય જ! મિથુન સંજ્ઞા! સર્વ અનર્થોનું મૂળ! સર્વ વિનાશની ભયંકર ચિનગારી!
અબ્રહ્મના સેવનની સંજ્ઞા પ્રદિપ્ત થયા પછી જીવ શું કષાયથી બચી શકે? વાસનાની તૃપ્તિનું પાત્ર મેળવવાની ઝંખના લોભકષાય છે. એ પાત્ર સરળતાથી ન મળતાં, માયાથી-કપટથી કે ગમે તે ઉપાય મેળવવાની યોજના માયા છે. પાત્ર ન મળતાં અથવા વાસનાને તાબે નહીં થતાં પાત્ર પર ક્રોધ-રોષ અને રીસ આવી જવો સહજ છે, ને જ્યારે મનગમતું શ્રેષ્ઠ પાત્ર મળી જાય છે ત્યારે અભિમાન એને છોડતું નથી. આ રીતે મૈથુનસંજ્ઞાના સકંજામાં સપડાયેલો જીવ કષાયોથી કલુષિત બને જ.
તમે આઠ કર્મોને જાણો છો? તમે આઠ કર્મોના ક્રુર નિયંત્રણ નીચે છ-એ ગંભીર વાત તમે સમજ્યા છો? એ આઠ કર્મોનું નિયંત્રણ ચાર પ્રકારે જીવ ઉપર લદાયેલું હોય છે.
(૧) પૃષ્ઠ : આત્મપ્રદેશો સાથે કર્મોનું સામાન્ય મિલન જ. જેમ સોયમાં પરોવેલો દોરો!
(૨) બદ્ધ : આત્મપ્રદેશો સાથે કર્મોનું વિશિષ્ટ બંધન, જેમ અનેક સોયોને એક સાથે સજ્જડ બાંધી દેવામાં આવે, તેવી રીતે.
(૩) નિધત્ત ; આત્મા સાથે કમ જાણે એકમેક જેવા થઈ જાય! જેમ ગરમ કરેલી સીયો એકબીજાને ચોંટી જાય, તેમ.
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
પ્રશમરતિ (૪) નિકાચિત : આત્માની સાથે કર્મો ક્ષીરનીરની જેમ એકમેક થઈ જાય. જેમ સોયોને ગરમ કરીને, એને ફૂટી નાખવામાં આવે, કોઈ સોયનું અલગ અસ્તિત્વ દેખાય જ નહીં... જુદાપણું પ્રતીત જ ન થાય.
આ રીતે હજારો ગતિમાં જન્મતો ને મરતો જીવ કમને બાંધતો ભારેખમ બને છે. વારંવાર દેવ-મનુષ્ય-તિર્યંચ અને દરેક ગતિમાં જન્મ-જરા અને મૃત્યુ દ્વારા વિવિધ પ્રકારે. વિવિધ આકારોમાં પરિભ્રમણ કરે છે.... તેથી અનંત ભ્રમણાઓમાં અટવાઈ જાય છે. આવો ભ્રાન્ત આત્મા કપાયોનો શિકાર બની જતો હોય છે.
આઠેય કર્મોને બાંધતો-નિકાચિત કરતો જીવાત્મા, નિરંતર ૮૪ લાખ યોનિમાં પરિભ્રમણ કરતો અને ભ્રમણાઓમાં ભ્રમિત થઈ ગયેલો, કષાયોની ક્રૂરતાનો ભોગ બની જાય છે. જ્યાં સુધી જીવાત્મા કર્મો બાંધતો રહેશે, એ કર્મબંધથી ભારે બનેલો એ શત-સહસ્ર ગતિઓમાં જન્મ-મૃત્યુ કરતો ભટકતો રહેશે, વિવિધ રૂપોને ધારણ કરતાં પરિભ્રમણ કરતો રહેશે ત્યાં સુધી એ ક્ષાયોથી મુક્ત નહીં રહી શકે.
અને આ રીતે..અસંખ્ય દુઃખો....યાતનાઓ.. વેદનાઓ નિરંતર સહન કરતો બિચારું જીવાત્મા કેવો પામર... દુર્બલ ને કૃશકાય બની જાય છે! ચાર ગતિનાં અનંત-અનંત દુઃખો સહીને એની સહનશક્તિનો અંત આવી ગયો હોય છે. જ્યારે એનાથી દુઃખો સહ્યાં જતાં નથી ત્યારે એ રોષથી ભભૂકી ઊઠે છે.... દીનતાથી રડી પડે છે.
ત્યારે એની સ્થિતિ કેવી કરુણાસ્પદ બની જાય છે? યાતનાઓથી ચોળાઈચૂંથાઈ ગયેલો જીવાત્મા કરુણાનું પાત્ર બની જાય છે.... એમાંય જ્યારે એ કષાયોને પરવશ બની જાય છે ત્યારે તો વિશેષરૂપે તે કરુણાપાત્ર બનતો હોય છે...
શું અનંત અનંત દુઃખોથી ટીપાઈ ગયેલું જીવાત્મા કપાય કરી શકે? હા, એને જોઈતાં હોય છે સુખ! વૈષયિક સુખ! પાંચ ઇન્દ્રિયોના મનગમતા પદાર્થો એ વિષય-સુખોની તીવ્ર પ્યાસને અનુભવતો ચારેય દિશાઓમાં ભટકતો હોય છે, અને જ્યાં વૈષયિક સુખોનાં-ખારાં પાણી પીવાની લત લાગી ગઈ. પુનઃપુનઃ પીઓ ને પુનઃપુનઃ તરસ્યા! વૈષયિક સુખોની રંગીલી ગલીઓમાં ભટકતા જીવોને કષાયો ધીબી નાંખે છે.....રફેદફે કરી નાંખે છે. આવા આત્માઓને તમે ક્રોધી, માની, માયાવી, લોભી કહી શકો.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાયોના વિપાક स क्रोधमानमायालोभैरतिदुजयैः परामृष्टः । प्राप्नोति याननार्थान् कस्तानुद्देष्टुमपि शक्तः ।।२४ ।। અર્થ : અતિ દુર્જય એવા ક્રોધ, માન, માયા અને લોભથી પરિભૂત થયેલ |કષાય પરવશ થયલો જીવ જે આપત્તિઓનો ભોગ બને છે, તે આપત્તિઓ અનર્થો, ને નામમાત્રથી પણ કહવા કોણ સમર્થ છે!
વિવેવન : કપાયોના હાથે કરારી હાર ખાધેલા જીવાત્માઓની દુર્દશાનો વિચાર કયો છે? ત્રણ ભુવન પર પ્રભુત્વ ધરાવતા કપાયોએ આ સંસારમાં કાળો કેર વરતાવ્યો છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવા કષાયોના જ સહારે જીવન જીવતા હોય છે... “એમના વિના જીવન જીવી જ ન શકાય!' એવી કપાયોની આધીનતા સ્વીકારીને જીવો બેફામ રીતે ક્રોધ-માન-માયા અને લોભ કરતા રહે છે.. ભલે એના પરિણામે અતિ ભયંકર વેદનાઓ ભોગવવી પડે!
એ દુઃખો, વંદનાઓ અને યાતનાઓ ભોગવતા જીવો, એમાં કષાયોને અપરાધી સમજતા નથી! કષાયોના પાપે હું દુઃખી છું, આપત્તિમાં છું...' આ વાત ત માનવા જ તૈયાર હોતા નથી. કપાયોએ જાણે જીવો પર કામણ કર્યું ન હોય, તેમ જીવાં કપાયોને પોતાના હિતકારી...પોતાને સુખકારી જ માને છે અને દુઃખોના દાવાનળ વચ્ચે પણ તેઓ કષાયને જ વળગી રહે છે!
જીવાને પોતાનાં દુઃખોનું, આપત્તિઓનું કારણ બીજા જીવો જ દેખાતા હોય છે. ફલાણા માણસ મને દુઃખી કર્યો.... અમુક વ્યક્તિએ મને દુઃખી કર્યો...” બસ, દુઃખનું દોષારોપણ અન્ય જીવા પર કરવાનું! એ કરીને પુનઃ કપાયાની જ શરણાગતિ! “એણે મને દુઃખી કર્યો છે, હું પણ એને નહીં છોડું...' આવો ક્રોધ કપાય! મને એ શું સમજે છે? મારું અપમાન જોઈ લઈશ એને... બરબાદ કરી દઈશ.' આવો માન કષાય! “એવાં અને ફસાવું... એવી સિફતથી એને જાળમાં ફસાવું... મને એ જિંદગીપર્યત યાદ કરી જાય...' આવો માયા કપાયા એની બધી જ સંપત્તિ પડાવી લઉં. સંપત્તિનો માલિક હું બની જાઉં...' આવો લાભ કપાય!
કપાયના વિચારો, કપાયયુક્ત વચનો અને કપાયભરપૂર પ્રવૃત્તિઓ અને મીઠી લાગે, પ્રિય લાગે..... કરવા જેવી લાગે! એ કરતો જાય છે અને દુઃખી થતો જાય છે; ઘોર અનર્થોના શિકાર બની જાય છે.....
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
પ્રશમરતિ એ તિર્યંચયોનિ અને નરકયોનિની અતિથિ બને છે, એ દુર્ગતિઓમાં હજારો લાખો..... કરોડો વર્ષો સુધી એકધારી જે ભયંકર યાતનાઓ ભોગવે છે, તે યાતનાઓમાં નામ પણ ગણાવવાં શક્ય નથી! એ યાતનાઓનું વર્ણન કરવું તો દૂર રહ્યું, કોણ એનું વર્ણન કરી શકે? કોણ એ અનંત વેદનાઓનાં નામ પણ ગણાવી શકે?
પરંતુ આશ્ચર્ય! અનંત અનંત આપત્તિઓમાં ઘેરાયેલો, ઘોર કદર્થના અનુભવ કરતો જીવાત્મા, કષાયોનો ફેડો છોડતો નથી! એ તો કષાયોને જ હિતકારી માનતો રહે છે. એ દુર્ગતિઓમાં એને સમજાવે પણ કોણ? અને એ સમજે પણ કેવી રીતે? જ્યાં બદ્ધિ નહીં, બુદ્ધિનો વિકાસ નહીં, વિવેક નહીં ત્યાં જીવ, કષાયોને સર્વ દુઃખોનું મૂળ કેવી રીતે સમજી શકે? એ સમજવાની ક્ષમતા છે માનવમાં! એની પાસે વિકસિત અને વિવેકી મન છે, નિર્મળ ચિત્ત છે, કર્મોના ભારથી હલકો થયેલો આત્મા છે.
કરુણાપૂર્ણ હૃદયથી ગ્રંથકાર મહાત્મા કહે છે : ક્રોધી ન બનો, અભિમાની ન બનો, માયાવી ન બનો, લોભી ન બને. કપાયપરવશતા તમને.... તમારા આત્માને ઘોર આપત્તિઓની ભયંકર ખાઈમાં ધકેલી દેશે. અસંખ્યકાળપર્યત તમને દુઃખ સિવાય, કંઈ જ નહીં મળે....
તમારે એ દુ:ખોનાં નામ જાણવાં ? એ વેદનાઓના પ્રકાર ગણવા છે? એ આપત્તિઓનાં વર્ણન સાંભળવાં છે? તે શક્ય નથી! જે અનંત છે, જે અસંખ્ય છે-એની ગણના કરવી શક્ય નથી, એનું વર્ણન કરવું સંભવિત નથી.
તે છતાંય તમારી તીવ્ર જિજ્ઞાસા છે, એ કષાયોની કદર્થના જાણવાની, તો થોડીક વાતો સાંભળી લો. તમારી પાસે બુદ્ધિ છે, મતિ છે.... વિચાર કરવાની ક્ષમતા છે, તો તમે આ થોડા પણ અનર્થોને જાણીને, એના પર ગંભીર ચિંતન કરજો..... તમને વિશ્વમાં દેખાતાં સર્વ દુઃખોનું મૂળ આ કપાયો જ સમજાશે! લો, એક-એક કપાયનો એક-એક મોટો અનર્થ સાંભળો
કષાયોનું પરિણામ क्रोधात् प्रीतिविनाशं मानाद् विनयोपघातमाप्नोति ।
शाठ्यात् प्रत्ययहानिः सर्वगुणविनाशनं लोभात् ।।२५ ।। અર્થ : ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. માનથી વિનય હણાય છે. માયાથી વિશ્વાસની હાનિ થાય છે અને લોભથી સર્વ ગુણ નાશ પામે છે.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાયોનું પરિણામ વિવેચન : માનવ જીવનનાં મહાનું મૂલ્યોનો નાશ! જીવનના અમૃતનો નાશ.... સર્વનાશ... તમે તમારા જીવનમાં “પ્રીતિ નું મૂલ્યાંકન કરો છો? “પ્રીતિ ને જીવનનું મહામૂલું અમૃત માનો છો? જીવનનો આનન્દ, જીવનની સફળતાનો આધાર પ્રીતિ' છે, આ વાત તમે સ્વીકારો છો? અન્ય જીવોની પ્રીતિને તમે તમારું અણમોલ ધન સમજો છો? બીજા મનુષ્યનો તમારા પ્રત્યેનો સ્નેહ-તમારું જીવન છે, આ સત્ય પર તમે ચિંતન કર્યું છે?
જો તમે “હા” કહેતા હો તો ક્રોધ ક્યારે ય ન કરશો. ક્રોધની આગને અંતરમાં પ્રગટવા જ ન દેશો. પ્રિયતમ વ્યક્તિઓ સાથેની પણ પ્રીતિ, ક્રોધના ભીષણ દાવાનળમાં બળઝળીને રાખ થઈ જશે. અન્ય જીવાત્માઓની પ્રીતિ વિનાનું તમારું જીવન રસહીન બની જશે. અને “વિનયની મઘમઘ થતી સોડમ તમને ન ગમતી હોય, રંક જીવનને વૈભવશાળી બનાવનારા વિનયની વિશ્વમંગલા વર્ષામાં સ્નાન કરવું ન ગમતું હોય તો ભલે તમે અભિમાનના આધારહીન આકાશમાં ઉડ્યા કરો! ઉદ્દીપ્ત અભિમાનની પાશવી વૃત્તિઓ, વિનયધર્મનો સંહાર કરીને તમારા જીવનને સ્મશાનભૂમિ બનાવીને ભલે નગ્ન નૃત્ય કરે!
જો તમે વિપ યકૃત્યો ધમો ધર્મ વિનયમૂલક છે' આ આહંતુ વચનને માનતા હો, તો માનકષાયનો ક્યારેય સહારો ન લો, માન કરીને તમારે શું જોઈએ છે ? તમારે લોકોનાં સન્માન જોઈએ છે? ભલે, વિનયધર્મને અપનાવો, તમને સાચાં સન્માન મળશે! જે વિનય આપણને મોક્ષ આપી શકે છે તે વિનય શું માન-સન્માન નહીં આપે! માટે વિનયધર્મને વળગી રહો, માનની વાસનાઓ ફેંકી દો. વિશ્વાસ
તમારા પર કોઈનોય વિશ્વાસ ન હોય, સહુ તમારા પ્રત્યે શંકાની દૃષ્ટિથી જોતા હોય તો તે તમને ગમશે? તમારો પરિવાર, તમારા મિત્રો, તમારા સ્નેહી-સ્વજનો, કોઈપણ તમારા પર વિશ્વાસ કરવા તૈયાર ન હોય તો પણ તમે આનંદથી જીવન જીવી શકશો? નહીંને? તો પછી તમે માયા શા માટે કરો છો? કપટ શા માટે કરો છો? માયા વિશ્વાસનો ઘાત કરે છે. માયાવી પર કોઈ વિશ્વાસ મૂકતું નથી.
પરિવાર, સમાજ અને નગરનો વિશ્વાસ જ અખંડિત રાખવા ઇચ્છતા હો તો માયા-કપટના ખેલ ખેલવા ત્યજી દો, સરળ બન્યા રહો, ન્યાય-નીતિ અને
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
પ્રશમરતિ પ્રામાણિકતાના પથ પર દૃઢ બનીને ચાલતા રહે. ક્યારેય કોઈનો વિશ્વાસભંગ કરવાનું પાપ ન આચરશો. લોભ!
સર્વગુણોનો નાશ જ પસંદ હોય તો લોભદશા મુબારક હો! તમારા જીવનબાગમાં ક્ષમાનાં પુષ્પોની સુવાસ જો ચાહો છો, નમ્રતા અને સરળતાનાં આમ્રવૃક્ષોની શીતળ છાયા જો ચાહો છો, સત્ય અને સંતોષનાં મધુર ફળોના આસ્વાદ જો ચાહો છો, તો તમે લોભ ત્યજી દો.
લોભ તમને અહિંસક નહીં રહેવા દે, લોભ તમને સત્યના છાંયડે નહીં બેસવા દે. લોભ તમને પ્રામાણિક પુરૂષ' નહીં રહેવા દે. લોભ તમને સદાચારીબ્રહ્મચારી નહીં રહેવા દે.... લોભ તમને દાન દેતાં રોકશે, તપશ્ચર્યાનો માર્ગ રોકશે... શુભ ભાવનાઓને તમારા મનોમંદિરમાં પ્રવેશતાં આંતરશે!
એકેય ગુણ નહીં રહેવા દે. પછી? ગુણ વિનાનું જીવન તમને સંતોષ આપશે? ગુણ વિનાનું જીવન આત્મકલ્યાણનું સાધન બનશે? તો પછી શાને લોભપિશાચને ભગાવતા નથી?
પ્રીતિ, વિનય, વિશ્વાસ અને ગુણ સમૃદ્ધિનો નાશ કરનારા ક્રોધ, માન, માયા અને લોભને આત્મભૂમિ પરથી બહાર કાઢી મૂકો.
ક્રોઘનું પરિણામ क्रोधः परितापकरः सर्वस्योद्वेगकारकः क्रोधः ।
वैरानुपङ्गजनकः क्रोधः क्रोधः सुगतिहन्ता ।।२६।। અર્થ : ક્રોધ સર્વ જીવોને પરિતાપ કરનારો છે, સર્વ જીવોને ઉગ પમાડનારી છે, વિરનો અનુબંધ ઉત્પન્ન કરે છે અને સુગતિ-મોક્ષનો નાશ કરનાર છે.
વિવેશન: દહાવરની ઘોર પીડા અનુભવી છે ક્યારેય? અથવા દાહવરથી રીબાતા કોઈ મનુષ્યને જોયો છે તમે? અસહ્ય વેદનાની ઘોર અકળામણોથી તરફડતા એ મનુષ્યને જોઈને હૃદયસ્પર્શી વિચાર આવ્યો હતો?
ક્રોધની વેદનાઓ એવી જ કારમી વેદનાઓ છે. ક્રોધીનું જીવન અશાન્તિની આગમાં સળગતું જીવન હોય છે, એના જીવનની બળતરા, નથી તો ચંદનના શીતલ વિલેપનોથી શાન્ત થતી કે નથી ચંદ્રની શીતલ ચાંદનીથી શાન્ત થતી. એટલું જ નહીં, પરંતુ ક્રોધી સ્વયં આગનો ગોળો હોય છે! જેને એ અડે, તેને દઝાડે! જે કોઈ એને સ્પ... બળ્યો જ સમજો!
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રોધનું પરિણામ
માટે તો ક્રોધી મનુષ્યને મિત્રો હોતા નથી. ક્રોધી કોઈનો મિત્ર હોતો નથી. કોણ એની સાથે મિત્રતા રાખે? ક્રોધીને કોઈ ચાહનારા હોતા નથી. ક્રોધી કોઈને ચાહતો નથી... કોણ એને ચાહે? ક્રોધી મનુષ્ય પોતાના પરિવારને હંમેશાં સંતાપકારી હોય છે. મિત્રોને પરિતાપ ઉપજાવનાર હોય છે..... શેરીમાં, મહોલ્લામાં અને ગામમાં...... સર્વત્ર એ બીજાઓને પરેશાન કરતો હોય છે.
ક્રોધી મનુષ્યની આસપાસ ઉદ્વેગપૂર્ણ વાતાવરણ હોય છે. સહુનાં મન ભારે ભારે રહે છે. જ્યાં સુધી એ ઘરમાં હોય ત્યાં સુધી ઘરના માણસોનાં મન ઉદ્વિગ્ન રહેવાનાં. જ્યાં સુધી એ દુકાનમાં હોય ત્યાં સુધી દુકાનના માણસોનાં મન અશાન્ત રહેવાનાં...... ક્રોધી સ્વયં સુખી હોય નહીં, બીજાઓને સુખી કરે નહીં, પરંતુ દુઃખી કરે.
ક્રોધમાંથી જન્મે છે વેરી એક વ્યક્તિ પ્રત્યે વારંવાર ક્રોધ કરવાની વેરની ગાંઠ બંધાઈ જાય છે. આ વેરની ગાંઠ તો “કેન્સરની ગાંઠ કરતાં પણ ભયંકર હોય છે. “કેન્સરની ગાંઠ તો એક વખત પ્રાણ લે, વેરની ગાંઠ ભવોભવ પ્રાણ લે છે...
સમરાદિત્યવળી ચરિત્રના અગ્નિશમન તમે જાણો છો ને? જ્યાં ગુણર્સન રાજા તરફ એના હૃદયમાં ક્રોધ જો , ત્યાં વેરની ગાંઠ બંધાઈ ગઈ. નવ-નવ ભવ સુધી એ વૈરની ગાંઠે દુઃખ દીધાં.... વૈર બાંધીને શું સુખ લીધાં?
ક્રોધી મોક્ષમાર્ગ પર ન ચાલી શકે. મોક્ષમાર્ગ તો છે શમસાગરનો. શમસાગરને ક્રોધી કેવી રીતે પાર કરી શકે? તીવ્ર કૌધી ક્ષમાદિ ધર્મોની આરાધના કરવા સમર્થ બની જ ન શકે. એ તો હિંસાદિ પાપોને આચરતો દુર્ગતિના પનારે જ પડી જાય. તમે પેલા સુભમ ચક્રવર્તીનું નરકમાં થયેલું પતન નથી સાંભળ્યું? પરશુરામની અધોગતિ નથી જાણી?
મોક્ષપ્રાપ્તિ તો એ જ કરી શકે કે જેનામાં સમતાનું સામર્થ્ય હોય; જેનામાં ક્ષમાભાવની શક્તિ હોય. ક્ષણેક્ષણે ક્રોધ, રોષ અને રીસ કરતો જીવાત્મા મોક્ષપ્રાપ્તિ કરી જ ન શકે.... મોક્ષપ્રાપ્તિ તો દૂર રહી, સંસારના ભૌતિક સુખોની પ્રાપ્તિ પણ એના માટે દુર્લભ!
ભલા, પછી એ ક્રોધને શા માટે આપણા પવિત્ર આત્મા મંદિરમાં રાખવો? શા માટે જીવન જીવવામાં એનો સહારો લેવો? જે આત્માની સર્વતોમુખી અધોગતિ કરે છે, તેનો સંગ શા માટે કરવો? જે ખેરના અંગારાથી પણ ભયંકર આગ છે, તેમાં શા માટે કૂદી પડવું? શા માટે સ્વયં બળવું ને બીજાઓને બાળવા? શા માટે સ્વયં અશાન્ત બનવું અને બીજાઓને અશાન્ત કરવા?
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦.
પ્રશમરતિ ક્રોધમાં ભાન ભૂલીને જો વૈરની ગાંઠ બાંધી લીધી તો સર્વનાશ થયો સમજો. આ જાણવા છતાં જો તમે ક્રોધને ત્યજી શકતા નથી તો જીવન હારી ગયા સમજો; ભલે તમારી અજ્ઞાનમૂલક માન્યતા તમને ક્રોધ કરવા પ્રેરિત કરતી હોય અને ક્રોધનાં ક્ષણિક રૂડાં પરિણામ બતાવતી હોય, પરંતુ એનાં પ્રત્યક્ષ અને પરોક્ષ પરિણામો ખતરનાક જ છે.
અરે, બીજાઓને સુધારવા માટે કે બગડતાઓને રોકવા માટે પણ ક્રોધથી ચિત્તને મેલું કરશો નહીં. સ્વયં બગડીને બીજાઓને સુધારવાનો ઉપદેશ તીર્થંકર ભગવંતોએ આપ્યો નથી!
માનનું પરિણામ श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविघ्नस्य । मानस्य कोऽवकाशं मुहूर्तमपि पण्डितो दद्यात् ।।२७।। અર્થ : શ્રુત, શીલ અને વિનયને દૂષિત કરનાર, ધર્મ-અર્થ અને કામ-પુરુષાર્થમાં વિન કરનાર એવા માનને કયો, વિદ્વાન પુરુષ એક ક્ષણ પણ પોતાના આત્મામાં સ્થાન આપે?
વિવેચન : જો તમે જ્ઞાની છો, શાસ્ત્રજ્ઞ છો, તો તમારે ગર્વ ન કરવો જોઈએ. દુનિયા જ્ઞાની પાસેથી નમ્રતાની અપેક્ષા રાખે છે. પ્રજા શાસ્ત્રજ્ઞ પાસેથી વિનમ્રતાની આશા રાખે છે. શિષ્ટ પુરુષો, ડાહ્યા માણસો તમને નમ્રતાની મૂર્તિરૂપે જોવા ઈચ્છતા હોય છે..... અને જો તમે ગર્વ કરશો તો કલંકિત બનશે. લોકો કહેશે : “આ તે જ્ઞાની છે? જ્ઞાની થઈને ગર્વિષ્ઠ? જ્ઞાનથી તો ગર્વનો ત્યાગ કરવો જોઈએ, તેના બદલે જ્ઞાનથી જ અભિમાન?'
આમ ગર્વિષ્ઠ જ્ઞાની, જ્ઞાનને કલંકિત કરે છે અને સ્વયં કલંકિત થાય છે. જનમાનસમાં જ્ઞાનીની પ્રતિભા ઝંખવાય છે. જ્ઞાનનું મહત્ત્વ ઘટી જાય છે. જ્ઞાનનું જે પરિણામ આવવું જોઈએ, જ્ઞાનનું જે ફળ મળવું જોઈએ, તે મળતું ન દેખાય એટલે જ્ઞાનનું મૂલ્યાંકન ઘટી જ જાય.
તમે શીલવાન છો? “શીલ” એટલે જિનશાસનની પવિત્ર ધર્મક્રિયાઓ. તમે શીલની મહત્તા, શીલની પ્રતિભા વધારવા ચાહો છો? તો તમે અભિમાન ત્યજી દો. અભિમાનમાંથી જન્મતો અવિનય “શીલ' ને દૂષિત કરે છે. આ શાનો શીલવાન? આવું શીલ શું કરવાનું? શીલવાન પુરુ૫ શું અવિનીત હોય? ઉદ્ધત હોય? ભલે પછી ઉચ્ચકોટિની ધર્મક્રિયાઓ કરતા હો, ભલે શાસ્ત્રાનુસારી ઘર્માનુષ્ઠાનો કરતા હો, તમારું અભિમાન એ જિનભાષિત ધર્મક્રિયાઓ તરફ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
માનનું પરિણામ અન્ય જીવોમાં નફરત પેદા કરશે. તમારું અભિમાન એ પવિત્ર ધર્મક્રિયાઓ પ્રત્યે બીજા જીવોના હૃદયમાં બહુમાન ઉત્પન્ન નહીં થવા દે.
અભિમાની મનુષ્યમાં વિનય તો હોય જ નહીં. વિનયરહિત મનુષ્ય જનહદયમાં આદરભર્યું સ્થાન પામી શકતો નથી.
તમારી શું એવી ધારણા છે કે અભિમાની બનીને તમે ધર્મની કલ્યાણકારી આરાધના કરી શકશ? તમે શું એવી કલ્પનામાં રાચો છો કે ગર્વિષ્ઠ બનીને તમે ધનવાન બની શકશો? તમે શું એવી ઇચ્છા રાખો છો કે અભિમાની એવા તમે રૂપવતી-લાવણ્યમયી લલનાઓનું ભોગસુખ માણી શકશો?
ભ્રમણાઓમાં ન અટવાઈ જાઓ. આ બધી નરી ભ્રમણા જ છે, બીજું કંઈ નથી. તમે જાણો છો કે ધર્મનું મુળ વિનય છે? વિગતે મૂરિ ધો. વિનય નહીં તો ધર્મ નહીં. મૂળ વિના વળી વૃક્ષ કેવું? અને અભિમાનીમાં વિનય કેવો? અભિમાન વિનયનો ઘાતક છે. વિનય નહીં તો ધર્મ નહીં
અર્થોપાર્જન કરવામાં અભિમાની મનુષ્ય સફળ બને ખરા? ધનવાન પુપાને અભિમાની મનુષ્ય અપ્રિય હોય છે; વિનમ્ર અને વિનીત માણસ જ પ્રીતિપાત્ર બને છે, જે શ્રીમંતોના પ્રીતિપાત્ર બને છે તેઓ સરળતાથી અર્થોપાર્જન કરતા દેખાય છે.
અરે, વેશ્યાઓ પણ અભિમાની પુરુષને પસંદ કરતી નથી! ઘરની સ્ત્રી પણ અભિમાની પુરુષને ચાહતી નથી! વિનમ્ર અને વિનીત જે ભોગ-સુખ પ્રાપ્ત કરે છે તે અભિમાની પ્રાપ્ત કરી શકતો નથી.
જીવનમાં પછી શેષ શું રહ્યું? ધર્મ નહીં; ધન નહીં, ભાંગસુખ નહીં! અભિમાની મનુષ્યના જીવનમાં ગર્વની ગરમી સિવાય, બીજું કંઈ નહીં. પછી અભિમાન શા માટે કરવું? જો તમે બુદ્ધિમાન છ, પ્રજ્ઞાવંત છો, ગુણ-દોષનો વિવેક કરનારા છો, તો એક ક્ષણ પણ તમે અભિમાન ન જ કરાં.
જો તમે વિનમ્ર અને વિનીત બન્યા રહેશો તો તમારું જ્ઞાન બીજા જીવોના હૃદયમાં જ્ઞાનનો મહિમા વધારશે; જ્ઞાની પુરુષોનું સન્માન ઉત્પન્ન કરશે, તમારી પવિત્ર ધર્મક્રિયાઓનું ગૌરવ વધારશે, તમારી વિનમ્રતા તમને ધર્માત્મા બનાવશે, અર્થોપાર્જનમાં સહાયક બનશે, ભોગસુખોની પ્રાપ્તિ કરાવશે.
માટે ગર્વ ત્યજી દો, અભિમાન ત્યજી દો. ચાહે સન્માન મળાં, ચાહે અપમાન થાઓ-અભિમાનને આત્મમંદિરમાં પ્રવેશવા જ ન દો. જેનાથી કોઈ લાભ નહીં, કોઈ હિત નહીં, તેનો સહારો શા માટે લેવો?
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયાનું પરિણામ मायाशीलः पुरुषो यद्यपि न करोति किञ्चिदपराधम् ।
સ રૂવવિશ્વાચો ભવતિ તથાત્મિવત: ર૮ી. અર્થ : માયાના સ્વભાવવાળો મનુષ્ય જો કે માયાજનિત કોઈપણ અપરાધ કરતો નથી. (વર્તનમાં માયાના દોષથી વિરત છે) તો પણ પોતાના જ માયા-પથી ઉપહત થયેલો તે સર્પની જેમ અવિશ્વાસ્ય બને છે.
વિવેધન : ભલેને સર્પ શાન્ત પડ્યો હોય, પરન્તુ એનો વિશ્વાસ કરાય ખરો? એના પર વિશ્વાસ રાખી એનો સ્પર્શ કરો ખરા? જેમ સર્ષે સમગ્ર માનવ જાતનો વિશ્વાસ ગુમાવ્યો છે, તેમ માયાવી માણસે પણ વિશ્વાસ ગુમાવ્યો છે. તમે માયા-કપટ કરીને તમારા વ્યક્તિત્વને ઝાંખપ લગાડી, દુનિયાના ડાયરામાં તમે “માયાવી” “કપટી' રૂપે ગવાયા, તમારા પર લોકો વિશ્વાસ નહીં કરે.
ભલે તમે બે-ચાર વખત માયા-કપટ કરીને ધન કમાઈ લીધું, કોઈ સ્વાર્થ સાધી લીધો. પરંતુ તમારી કપટલીલા દુનિયાના ચૌટે જાહેર થઈ ગઈ, કે દુનિયા તમને “બેઈમાન'રૂપે જોતી થઈ જવાની. પછી ભલે તમે કપટ કરવાનું ત્યજી દીધું. પરન્તુ તમે તમારા વિકૃત કરી નાંખેલા વ્યક્તિત્વને જલદી બદલી નહીં શકો. દુનિયા વિચારશે કે, “આ ભલે હમણાં સરળતાનો દેખાવ કરે, દુનિયાના ભોળા જીવોને વિશ્વાસમાં લઈ, તે એક દિવસે સહુને નવરાવી નાંખશે.... એનો કપટ-ક્રિયાનો સ્વભાવ સુધરે નહીં...” આવા આવા વિચારો તમારા માટે થવાના.
તમે દુનિયાની ઉપેક્ષા-અવગણના નહીં કરી શકો. “મારે દુનિયાની પરવા નથી. ભલે મારા પર લોકો વિશ્વાસ ન રાખ.” એમ તમે ભલે રોપમાં બોલી નાંખો, પરંતુ સંસાર વ્યવહારમાં અન્ય મનુષ્યોનો વિશ્વાસ સંપાદન કર્યા વિના ન જ ચાલે. હા, અવિશ્વાસના કલંકથી કલંકિત જીવન જીવનારા માણસો તમને મળી આવશે, પરંતુ તેમનામાં તમને અશાન્તિ, ક્લેશ અને સંતાપ જ દેખાશે. એવું જીવન તમને વહાલું હોય તો ભલે તમે માયા-કપટના માર્ગે ચાલતા રહો અને ઘોર અશાન્તિ ભોગવતા રહો!
તમે પારિવારિક જીવનમાં, પરિવારના માણસો સાથે માયા-કપટના ખેલ ખેલવા માંડ્યા, પરિવારને તમારી માયાજાળની ગંધ આવી ગઈ; તમે પરિવારનો વિશ્વાસ ગુમાવશો. પત્ની અને પુત્ર-પુત્રીઓ પણ તમારી તરફ શંકાની દૃષ્ટિથી
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
લોભનું પરિણામ . જશે. પરિવારના પ્રેમમાં ઓટ આવી જશે. અરે, તમને તમારો જ પરિવાર ધિક્કારતો થઈ જશે.
સમાજની સાથે તમે ધખાબાજી કરવા માંડી, વેપારમાં અને ધાર્મિક સંસ્થાઓના વહીવટમાં તમે દગાબાજી કરવા માંડી. તમારી એ દગાબાજીનો પડદો ચિરાઈ ગયો. સમાજની દૃષ્ટિમાં તમે “દગાબાજ' રૂપે દેખાવા માંડ્યા. તમારા પ્રત્યે હજારો જબાનો ધિક્કાર વરસાવશે. તમને ઘરની બહાર નીકળવું ભારે પડી જશે.... પછી ભલે તમે માયા. દંભ કરવાનું ત્યજી દો, દુનિયાની દૃષ્ટિમાં તમે અવિશ્વાસપાત્ર જ રહેવાના.
તમે તમારી જ ભૂલના ભોગ બની જવાના. તમે તમારા જ દોષ દોષિત બની જવાના; ભલે તમે બીજાઓ પર દોષારોપણ કરીને તમારા મનને મનાવવા પ્રયત્ન કરો, પરંતુ તમે તેમ કરવા માત્રથી સમાજના વિશ્વાસપાત્ર નહીં બની શકો. માયા-કપટ ને દંભનો તમારો ભૂતકાળ દુનિયા નહીં ભૂલી શકે.
માયાવી ગૃહસ્થ હો કે માયાવી સાધુ હો, કોઈપણ હો, માયાનું આચરણ સહુનાં ચિત્તમાં અશાન્તિ ઉત્પન્ન કરે જ છે. અશાન્ત મનુષ્ય ધર્મની કલ્યાણકારી આરાધના કરી શકતો નથી.... ભલે મનુષ્ય પોતાનું પાપાચરણ ઢાંકવા માયાનો સહારો લે, એનું પાપાચરણ એના આત્માને અસ્થિર, ચંચળ અને અશાન્ત બનાવશે જ; અનેક ભયોથી ભયભીત બનાવશે જ; એટલું જ નહીં, માયાવીના માથે હમેશાં આપત્તિઓ લટકતી જ રહે છે. ક્યારે તે આપત્તિનો ભોગ બની જાય, તે નિશ્ચિત નહીં.
આવી ખતરનાક માયાને કોણ મતિમાન મનુષ્ય પોતાના જીવનમાં સ્થાન આપે? કોણ માયાનો સહારો લે? માટે હે બુદ્ધિમાન, માયાને ત્યજી દો. સરળતાને જ વળગી રહો. સરળતા તમને અનંત સંપત્તિના શિખર પર સ્થાપિત કરશે.
લોભાનું પરિણામ सर्वविनाशाश्रयिणः सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात्? ।।२९ ।। અર્થ : સર્વ અપાયાનો આશ્રય, સર્વ દુઃખાન - સર્વ વ્યસનોના અફમાત્ર રાજમાર્ગજે લોભ, તેનો વિષય બનેલો કોણ જીવાત્મા (લોભપરિણામવાળો) સુખ પામી શકે? અર્થાતુ કઈ નહીં. વિવેચન : સર્વ વિનાશનું વિશ્રામસ્થાન છે લાભ!
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
સર્વ અપાયોનું આશ્રયસ્થાન છે લોભ!
જેટલાં વિનાશકારી તત્ત્વો છે, જેટલાં નુકસાન કરનારાં તત્ત્વો છે, તે બધાં જ લોભીના આશ્રયસ્થાનમાં આરામ મેળવે છે.... બીજે ક્યાંય એ તત્ત્વોને આશ્રય મળતો નથી. ચોરોનું, પરસ્ત્રીલંપટોનું અને વૈરની ગાંઠો બાંધનારાઓનું આશ્રયસ્થાન લોભ છે! લોભના આશ્રયસ્થાનમાં તમને ચોર જળી આવશે, પરસ્ત્રીલંપટોને બીજે શોધવા જવાની જરૂર નથી, લોભના વિશ્રામગૃહમાંથી તેઓ મળી આવશે! ક્રુરતાની શોધ બીજે ક્યાંય ક૨વાની જરૂર નથી, લોભના આશ્રયસ્થાનમાં તમને તે ભેટી જશે!
પ્રશમતિ
એવી જ રીતે, લોભ એક રાજમાર્ગ છે! સર્વ પ્રકારનાં વ્યસનો પાસે પહોંચવાનો સરિયામ માર્ગ! અથવા, સર્વ વ્યસનો તમને આ લોભના રાજમાર્ગ પર મળી આવશે! રાજમાર્ગ છે ને... એટલે એના પર ચાલવાની બધાને છૂટ છે! કોઈના પર પ્રતિબંધ નથી... પરસ્ત્રીગમન, જુગાર, મદ્યપાન, શિકાર, વિષયવિકાર, કપટ વગેરે તમામ વ્યસનો લોભના રાજમાર્ગ પર ચાલ્યાં જાય છે.
લોભદશા આત્મામાં પ્રળ બની એટલે આત્મામાં મહાવિનાશકારી પાપો આવ્યાં જ સમજો. ભયંકર વ્યસનોન! પગદંડા જામ્યા જ સમજો. લોભ માત્ર ધનનો જ નથી હોતો, સુખમાત્રનો લોભ! પાંચ ઇન્દ્રિયોના વિષયસુખોનો લોભ. શબ્દ, રૂપ, ૨સ, ગંધ અને સ્પર્શનાં પ્રિય સુખોનો લોભ! સુખો મેળવવાની અને સુખો ભોગવવાની વાસના, આ વાસના જ વ્યસનોનો ચસ્કો જીવને લગડે છે ને!
પરંતુ શું આવો લોભી જીવ, વ્યસનોને પ૨વશ પડેલો જીવ સુખ પ્રાપ્ત કરી શકે છે? શાન્તિ પ્રાપ્ત કરી શકે છે? જરાય નહીં. જે લોભદશાને પનારે પડ્યો તે જીવ, નથી તો સુખ મેળવી શકતો, કે નથી શાન્તિનો અનુભવ કરી શકતો. એનું જીવન દુઃખ, ક્લેશ અને વેદનાઓથી ભરપૂર થઈ જાય છે.
For Private And Personal Use Only
પેલો ‘વિપાકસૂત્ર’નો શ્રેષ્ઠીપુત્ર ઉજ્ઞિતક વૈષયિક સુખોનો લોભી બન્યો, શરાબી બન્યો, જુગારી બન્યો, માંસભક્ષી બન્યો ને વેશ્યાગામી બન્યો.... કામધ્વજા વેશ્યાના ભોગ-સુખોમાં લીન બન્યો; પરિણામ કેવું ભયંકર આવ્યું? નગરના રાજાએ પોતાના ઉપભોગ માટે વેશ્યાને રાખી લીધી હતી, ઝિતકને એ વેશ્યા પાસે નહીં જવા માટે સૂચના આપી દેવામાં આવી હતી, પરંતુ વેશ્યાના સુખનો લોભી ઉજ્જિતક વૈશ્યા પાસે ગયા વિના રહે? ચોરીછૂપીથી પણ તે ગયો જ! પરંતુ તે રાજાના હાથે પકડાઈ ગયો. રાજાએ એને સૈનિકોને સોંપી દીધો. તેને ઘોર વેદનાઓ આપવામાં આવી, અંતે શૂળી પર ચઢાવી મારી નાંખવામાં આવ્યો....
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષાયો ભટકાવે સંસારમાં
પ
પચીસ વર્ષનાં એ ફૂટડો જવાન, સુખભોગની વાસનાના પાર્પ શૂળી પર મરાયો... મરીને પહેલી નરકમાં ગયો.... કહ્યું, આવા લોભને એક ક્ષણ પણ જીવનમાં સ્થાન આપી શકાય? આવા કરપીણ લોભને જીવનમાં સ્થાન આપીને સુખ મેળવી શકાય?
અજ્ઞાની જીવ સુખ મેળવવા માટે લોભનો આશરો લે છે! જીવવા માટે ઝેર પીએ છે! પ્રાણ બચાવવા સિંહની ગુફામાં ઘૂસે છે! શીતળતા મેળવવા અગ્નિની જ્વાળામાં કૂદે છે! કોણ સમજાવે એને? વિનાશકારીને એ હિતકારી માને છે! દગાખોરને વિશ્વાસપાત્ર માને છે! કોણ બચાવે અને?
લોભ સર્વ પાપોનો બાપ છે! લોભી ક્યું પાપ ન આચરે? એ કોઈ પણ પાપ આચરવા તૈયાર! એને પાપ દેખાતું નથી, એને તો ઇન્દ્રિયોનાં વિષયસુખ જ દેખાય છે... પરંતુ એ સુખ ભોગવ્યાં, ન ભોગવ્યાં, દુ:ખોના ભયંકર દાવાનળમાં ઝીંકાઈ જાય છે... દુર્ગતિઓનાં ભીષણ દુઃખો એને પીંખી નાંખે છે, એને ચૂંથી નાંખે છે.
ધ્યાન રાખો, સુખ મેળવવા લોભ પાસે ન જાઓ; દૂરથી ભલે તમને ત્યાં સુખ દેખાય, પરંતુ તે માત્ર તમારો ભ્રમ છે.... સુખના પડદા પાછળ તમે કલ્પી ન શકો તેવાં ભયંકર દુઃખ છુપાયેલાં ઊભાં છે!
કાર્યો ભટકાવે સંસારમાં
एवं क्रोधो मानो माया लोभश्च दुःखहेतुत्वात् । सत्त्वानां भवसंसारदुर्गमार्गप्रणेतारः ।। ३० ।।
અર્થ : આ રીતે ક્રોધ, માન, માયા અને લોભ, જીવો માટે દુઃખના હેતુ હોવાથી, નરકાદિ-સંસારના ભયંકર માર્ગનું પ્રવર્તન કરનારા છે.
વિવેચન : ભીષણ સંસારનો ભીષણ માર્ગ!
નરકગતિ અને તિર્યંચગતિ સંસારની ભયાનક ગતિઓ છે. ન૨ફ ગતિ આપણા માટે પરોક્ષ છે, તિર્યંચગતિ પ્રત્યક્ષ છે. પશુ-પક્ષી અને કીડાઓનાં જીવન આપણી સામે જ છે.... શું એ જીવોનાં જીવનમાં તમને ભયાનક દુઃખો નથી દેખાતાં? કતલખાનાંઓમાં ક્રૂરતાથી કતલ કરાતાં એ પશુઓની હૃદય કંપાવનારી ચીસો નથી સાંભળી? શિકારીની આગ ઓકતી બંદૂકની ગોળીથી વીંધાઈ ગયેલા.... જમીન પર તરફડતા કોઈક પંખીની અપાર વેદના નથી જોઈ? કોઈ નદીના.... સરોવરના કે ખાબોચિયાના કિનારે બેસી માછલીઓ
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
પ્રશમરતિ પકડનારા માછીમારો જ્યારે જાળમાં ફસાવેલી માછલીઓને પથ્થર પર પછાડી પછાડીને મોતને ઘાટ ઉતારે છે..... ત્યારનું છાતીને ધ્રુજાવી નાંખનાર દૃશ્ય નથી જોયું? જીવતાં કોમલકાય વાછરડાંઓ પર ગરમ ગરમ ઊકળતું પાણી રેડી, તેમની ખાલ ઊતરડી લેતા નરપિશાચોનું કરપીણ કૃત્ય નથી સાંભળ્યું?
તિર્યંચયોનિના સંસારની ભીષણતાના આ તો બે-ચાર નમૂના જ તમને બતાવ્યા; આવી અને આનાથી ખૂબ વધારે ભયાનક રીબામણોથી ભરેલો એ તિર્યંચગતિનો સંસાર છે.
અને નરકગતિ? ભલે એ દર્દ અને વેદનાઓથી જ ભરેલો સંસાર, આજે આપણે આપણી આંખોથી જોઈ શકીએ એમ નથી, પરંતુ એને પ્રત્યક્ષ જોનારી જ્ઞાનદૃષ્ટિએ એ નર્કાગાર જઈને, જાણીને આપણને બતાવ્યું છે. તમારે તે નજરે જવું છે? નજરે જોવાનો આગ્રહ ન રાખે.... આપણે તે નજરે નહીં જઈ શકીએ... આપણું હૃદય એ નર્કાવાસની અતિ ભયંકર યાતનાઓ સહી નહીં શકે... દિલ ને દિમાગ બેહોશ થઈ જશે..... આપણે જમીન પર ઢળી પડીશું.
આપણે-કે જે કતલખાનાંઓમાં થતી હિંસા પણ જોઈ શકવા સમર્થ નથીતેવા કોમળ હૃદયના માનવીઓ, નર્કાવાસની ક્રૂરતાભરી નૃશંસ હિંસાઓ જોઈ શકીએ ખરા? માટે જોવાની ઉત્કંઠાને દાબી રાખી, એને શાસ્ત્રોનાં માધ્યમથી જાણી લઈએ એ જ ઉચિત છે.
એ દુ:ખપૂર્ણ નરક-તિર્યંચગતિનો માર્ગ પણ એટલો જ બિહામણો છે! એટલો જ ભયંકર છે! એટલો જ દુઃખદાયી છે! એ માર્ગ છે હિંસાનો, જૂઠનો, ચોરીનો, વ્યભિચારનો અને પરિગ્રહનો.
અર્થાતુ હિંસા-જૂઠ-ચોરી-દુરાચાર અને પરિગ્રહના માર્ગે ચાલો એટલે નરકગતિમાં-તિર્યંચગતિમાં સીધા જ પહોંચી જવાય, વચ્ચે ભૂલા પડવાનું નહીં! અને ભૂલા તો પડાય જ કેવી રીતે? આ માર્ગને બતાવનાર ક્રોધ, માન, માયા અને લોભ સાથે જ હોય છે! આ માર્ગનું પ્રવર્તન કરનારા એ છે; આ માર્ગે ચાલવાનો ઉપદેશ આપનારા એ છે અને આ માર્ગે સાથ આપનારા પણ આ જ છે! પછી ભૂલા તો પડાય જ કેવી રીતે?
દુર્ગતિના માર્ગનું પ્રવર્તન કરનારા આ કપાય છે, જીવોને એ માર્ગે ચાલવા માટે સતત ઉપદેશ આપનારા આ કષાય છે..... અને દુર્ગતિમાં સારી રીતે પહોંચાડનાર પણ આ જ કપાય છે!
ક્રોધે પરશુરામને ક્ષત્રિય-હત્યાનો ઉપદેશ નહોતો આપ્યો? ને નરકમાં નહોતા પહોંચાડી દીધા? અભિમાને રાવણને યુદ્ધના મેદાનમાં નહોતો ઉતાર્યો? અને
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને દ્વેષ
૪૭
સીધો જ નરકમાં નહોતો પહોંચાડી દીધો? માયાએ રૂક્મીરાજાનેં હૃદયના અશુભભાવ છુપાવવાનો ઉપદેશ નહોતો આપ્યો? ન૨ક અને તિર્યંચાદિ ગતિઓમાં અને નથી ભટકાવી? લોભે મમ્મણશેઠને કૃપણતાના પાઠ નહોતા ભણાવ્યા? રૌદ્રધ્યાન શિખવાડી તેને સાતમી નરકમાં નથી વળાવી આવ્યો?
ક્રોધના આદેશાં, અભિમાનની પ્રેરણાઓ, માયાની શિખામણો અને લોભની લાલચોમાં ફસાયેલા.... ભ્રમિત થયેલા જીવો, હિંસા-જૂઠ આદિ દુષ્ટ આચરણના ભયાનક માર્ગ પર ચાલે છે અને નરક-તિર્યંચ-ગતિના ભીષણ સંસારમાં ફેંકાઈ જાય છે.... અનંત યાતનાઓ સહન કરતા જીવો પ્રત્યે એ ક્રોધ-માન-માયાલોભને જરાય દયા આવતી નથી; માટે ઓળખી લેજો એમને!
રાગ અને દ્વેષ
ममकाराहंकारावेषां मूलं पदद्वयं भवति । रागद्वेषावित्यपि तस्यैवान्यस्तु पर्यायाः ।। ३१ ।।
અર્થ : ક્રોધાદિનું મૂળ બે પદ છે : મમકાર (મમત્વ) અને અહંકાર (ગર્વ), તેના (મમકાર અને અહંકારના) જ રાગ અને દ્વેષ બીજા પર્યાય છે.
વિવેચન : ક્રોધાદિ કાર્યોના કટુ વિપાકો જાણીને કકળી ઊઠેલો જીવાત્મા, એ કષાયોને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેવા તત્પર બને છે ત્યારે તે કષાયોનું મૂળ શોધે છે. મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાથી પુનઃ તે આત્મભૂમિમાં ઉત્પન્ન જ ન થાય. મૂળ સલામત રહે અને ઉપર-ઉપરથી કાપી નાંખવામાં આવે, તો ફરીને ક્યારે પણ એ ઊગ્યા વિના ન રહે.
અર્થાત્ અલ્પકાળ માટે ક્રોધ નહીં કરવાથી, માન નહીં ધરવાથી, માયા નહીં આચરવાથી કે લોભ નહીં કરવાથી કામ નહીં ચાલે; માત્ર એ કષાયોનો ‘ઉપશમ' કરવાથી આત્મા અકષાયી નહીં બની શકે. તેનાં તો મૂળિયાં જ ઉખેડી નાંખવાં પડશે! માટે અહીં ગ્રંથકાર મહાપુરુષ આપણને ‘મૂળ’ બતાવે છે.
મમકાર અને અહંકાર!
આ છે કપાર્યાનું મૂળ!
માયા અને લોભનું મૂળ છે મમકાર અને ક્રોધ-માનનું મૂળ છે અહંકાર. આ મમત્વ અને અહંત્વનાં મૂળ આત્મભૂમિના ઊંડાણમાં પથરાયેલાં છે. વડના વૃક્ષનાં મૂળ જોયાં છે? કેટલાં ઊંડાં અને કેટલાં ભૂમિમાં પથરાયેલાં હોય છે?
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
૪૮
એના કરતાંય વધુ ઊંડાં અને વધુ વ્યાપક આ મમત્વનાં અને અહંત્વનાં મૂળ આત્મભૂમિમાં રહેલાં છે.
મમત્વની વાસના કોઈ એક પ્રકારની છે? આ મારું'-કેટલા વિષયોને આવરીને પડેલી વાસના છે? ‘સ્વજનો મારા, પરિજનો મારા, ધન-સંપત્તિ મારી.... અને શરીર મારું!' જેને-જે પદાર્થને ‘મારો' માન્યો તેનું મમત્વ બંધાયું! આવાં વિવિધ મમત્વોમાંથી માયા ઉત્પન્ન થાય છે, લોભ ઉત્પન્ન થાય છે. જેને ‘મારું’ માન્યું તેને મેળવવાનો લોભ! તેની રક્ષા માટે માયા!
મૂળ બતાવી દીધું, હવે તેને રાખવું કે કાપવું, તે આપણી ઇચ્છા પર નિર્ભર છે. ક્રોધ અને માનનું મૂળ છે અહંત્વ. ‘હું' -પણાનો ખ્યાલ કેટલો ખતરનાક છે? ‘તું નીચ, મને ગાળ દે છે? તું અધમ, મને મારવા આવ્યો છે?’ આ ક્રોધ ભભૂક્યો! ‘મારું અપમાન? મને તું શું સમજે છે ?’ આ અભિમાન પ્રગટ્યું! ‘અહમ્'ની કલ્પનામાંથી ક્રોધ અને માન જન્મે છે; માટે ક્રોધ અને માનનું મૂળ છે અહંકાર.
મમકારને ‘રાગ’ કહી શકાય. અહંકારને ‘દ્વેષ' કહી શકાય.
આ ‘અહમ્’ અને ‘મમ’ એ મોહરાજાનો મહામંત્ર છે! આ મહામંત્રથી તો મોહરાજાએ સમગ્ર વિશ્વને આંધળું બનાવી દીધું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘જ્ઞાનસાર’ માં કહ્યું છે :
'अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत्'
શ્રી ઉમાસ્વાતિ ભગવંતે ‘અહંમમ' ને કષાયોનાં મૂળ કહ્યાં, ઉપાધ્યાયશ્રીએ ‘અનં-મમ' ને મોહનો મંત્ર બતાવ્યો છે! આ બે રાગ અને દ્વેષનાં જ બે નામ. અર્થાત્ કષાયોનું મૂળ છે- રાગ અને દ્વેષ. આ રાગ અને દ્વેષનાં મૂળ આત્મભૂમિના પેટાળમાં પથરાયેલાં છે...... એવાં સુદૃઢ થયેલાં આ મૂળ છે કે એને ઉખેડી નાંખવા તે સરળ કામ નથી, જલદી પતે તેવું કામ નથી.
જ્યાં સુધી રાગ-દ્વેષનાં મૂળ જામેલાં છે, ત્યાં સુધી કષાયોનાં વિષવૃક્ષો પણ ફૂલેલાં-કળેલાં છે! મમત્વ અને અહંત્વની વાસનાઓ જ્યાં સુધી પ્રબળ છે, ત્યાં સુધી કષાયો પ્રબળ રહેવાના જ; માટે મમત્વ અને અહંત્વની વાસનાઓ ખોદી ખોદીને બહાર ફેંકી દેવી જ પડશે; તો જ કષાયોનો નાશ થઈ શકશે. કષાયોને છેડવાની જરૂર નથી. રાગ અને દ્વેષ પર જ સતત અને સખત પ્રહારો કરો, કષાયો સ્વતઃ જ ઢળી પડશે. કષાયોને નામશેષ ફરી નાખવા માટે રાગ-દ્વેષઅહંત્વ અને મમત્વને મારવાં પડશે.
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને દ્વેષ
Te
અનાદિકાળથી આત્મભૂમિમાં આ રાગ-દ્વેષનાં મૂળ જામેલાં છે; એનો ઉચ્છેદ કરવા પૂર્વે એ રાગદ્વેષને એના સ્વરૂપે ઓળખી લેવાં જરૂરી છે. તે માટે અહીં ગ્રંથકાર મહાત્મા એની ઓળખાણ કરાવે છે. હજુ વિશેષ ઓળખાણ કરાવવા એક વધુ કારિકા કહે છે :
मायालोभकषायश्चेत्येतद्रागसंज्ञितं द्वन्द्वम् ।
क्रोधो मानश्च पुनद्वेष इति समासनिर्दिष्टः ||३२||
અર્થ : માયા અને લોભનું જોડલું રાગ છે અને ક્રોધ-માનનું જોડલું દ્રુપ છે એમ સંક્ષેપમાં કહી શકાય.
વિવેચન : ચાર કષાયોનું સંક્ષેપીકરણ રાગ અને દ્વેષમાં થાય છે. જ્યારે જ્યારે ‘રાગ' શબ્દ સામે આવે ત્યારે ત્યારે ‘માયા' અને ‘લોભ' કલ્પનામાં ઊપસી આવવાં જોઈએ. એવી રીતે માયા કે લોભનું આચરણ થયું કે તુરત જ ‘મૈં રાગ કર્યો,’ આ વાત સમજાઈ જવી જોઈએ.
‘દ્વેષ’ શબ્દ કાને પડતાં જ ‘ક્રોધ’ અને ‘માન' ની કલ્પના આવી જવી જોઈએ. ક્રોધથી તો દ્વેષ સમજાઈ જાય છે. અર્થાત્ ક્રોધ તો દ્વેષરૂપે પ્રસિદ્ધ છે, પરંતુ અભિમાન દ્વેષરૂપે પ્રસિદ્ધ નથી; એટલે અભિમાન કરવા છતાં ‘મેં દ્વેપ કર્યો,' આ કલ્પના આવતી નથી. જો કે અભિમાન આવે છે એટલે ક્રોધનું કોઈ ને કોઈ રૂપ આવી જ જાય છે. છતાંય સામાન્ય બુદ્ધિનો મનુષ્ય ‘માન’ને ‘દ્વેષ’ સમજી શકતો નથી.
‘અભિમાન એ દ્વેષ છે,' આ વાત અહીં સ્પષ્ટ કરીને ભગવાન ઉમાસ્વાતિજી દ્વેષ અને માનની પ્રગાઢ મૈત્રી બતાવે છે! ક્રોધી અભિમાની હોય જ! અને અભિમાની ક્રોધી હોય જ! ક્રોધ હોય ત્યાં અભિમાન અને અભિમાન હોય ત્યાં ક્રોધ! બંને છે દ્વેષ!
એવી જ રીતે માયા અને લોભ, રાગ વિના માયા નહીં અને રાગ વિના લોભ નહીં. રાગ હોય તો જ માયા અને રાગ હોય તો જ લોભ! લોભી માયાવી હોવાનો જ. માયાવી લોભી હોવાનો. લોભવૃત્તિ જીવાત્માને માયાકપટ કરવા પ્રેરે છે; અને માયા-કપટ જીવ ત્યારે જ કરે છે, જ્યારે એને કોઈ ને કોઈ વિષયનો લોભ જાગેલો હોય છે.
ગ્રંથકાર હવે આગળ ચાર કષાયોના બદલે એનું ટૂંકું રૂપ ‘રાગ-દ્વેષ’ ઉપયોગમાં લેવાના છે; તેનો અર્થ આપણે ક્રોધ-માન-માયા અને લોભ સમજવાનો. તે રાગ અને દ્વેષ, કર્મબંધમાં કેવી રીતે નિમિત્ત બને છે, તે સમજાવવા ગ્રંથકાર આગળ વધે છે -
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ-દ્વેષના સહાયક
मिथ्यादृष्ट्यविरमणप्रमादयोगास्तयोर्वलं दृष्टम् । तदुपगृहीतावष्टविधकर्मबन्धस्य हेतू तौ ।।३३ ॥
અર્થ : મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને મન-વચન-કાયાના યોગ, આ ચાર તે રાગ-દ્વેષના ઉપકારી છે, તે મિથ્યાત્વાદિથી ઉપગૃહિત રાગ અને દ્વેપ આઠ પ્રકારના કર્મબંધના હેતુ બને છે.
વિવેચન : રાગ દ્વેષનું સહાયકમંડલ! આ સહાયકમંડલના સહારે રાગ-દ્વેષ, આત્મભૂમિને કર્મોનું જંગલ બનાવી રાખે છે. એકલા રાગ દ્વેષ કર્મબંધના કારણ બની શકતા નથી. અરે, આ સહાયકમંડલથી જ એમનું અસ્તિત્વ છે! જો સહાયકમંડલ નહીં, તો રાગ-દ્વેષ નહીં.
આવો; એ રાગ-દ્વેષના સહયોગી-ઉપકારી મંડલનો પરિચય કરાવું.
(૧) આ બિહામણી....રાક્ષસાકૃતિ જે છે, તેમનું નામ છે મિથ્યાત્વ. એનું કાર્ય છે સુદેવ-સુગરું અને સદ્ધર્મ પર રાગ નહીં કરવા દેવાનું. કુદેવ-કુગુરુ અને કુધર્મ પર રાગ કરાવવાનું. જિનોસ્કૃત તત્ત્વો પર આત્મા શ્રદ્ધાવાન ન બને એનું આ મિથ્યાત્વ પૂરું ધ્યાન રાખે છે.
(૨) બીજી છે અવિરતિ. રૂપે-રંગે ખૂબસૂરત! સહુ કોઈ મોહિત થઈ જાય એવું એનું આકર્ષણ છે..... મહાજાલિમ આ સ્ત્રી છે..... સમગ્ર દેવલોક પર એનું પ્રભુત્વ છે! સમગ્ર નરકલોક પર એનું સામ્રાજ્ય છે..... મનુષ્યલોક પર પણ એનો જાદુ ગજબ છે. હિંસાદિ પાપોનો એ ત્યાગ નથી કરવા દેતી. કોઈ વ્રત-નિયમ કે પ્રતિજ્ઞા નથી કરવા દેતી. હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર નથી કરવા દેતી. રાગ-દ્વેષની આ પ્રબળ સહાયક સ્ત્રી છે!
(૩) આ નિરાંતે નસકોરાં બોલાવતા પોઢી રહ્યા છે તે પ્રમાદભાઈ! એમનું કામ ઘણું વ્યાપક છે..... ક્ષેત્ર ઘણું વિશાળ છે. રાગ-દ્વેષને પૂર્ણ સહયોગ આપી આઠ પ્રકારના કર્મબંધનું મહાન્ કાર્ય સંપન્ન કરાવનાર પ્રમાદભાઈ બોલવામાં ખૂબ મીઠા છે! દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથાઓનો તો તેઓ ભંડાર છે. ભૌતિક વિષયોના આકર્ષણની સીમા જ નહીં. પાંચે ઇન્દ્રિયો સાથે સ્વચ્છંદ વિહાર કરવામાં પાવરધા અને ઊંધવાનું પાર વિનાનું! રાગ-દ્વેષના જિગરજાન દોસ્ત છે.
(૪) ચોથા નંબરમાં છે યોગ. જ્યાં સુધી આ યોગ-બાબુ મિથ્યાત્વ અવિરતિ અને પ્રમાદના મંડળમાં રહે છે ત્યાં સુધી તેઓ રાગ-દ્વેષના દૃઢ વફાદાર
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
રાગ-દ્વેષના સહાયક
સહયોગી રહે છે. તેઓ પોતાનું મન, પોતાનું વચન અને પોતાનું તન-ત્રણેયને રાગ-દ્વેષના પૂર્ણ સહયોગમાં કામે લગાડે છે! આઠેય પ્રકારનાં કર્મ બાંધવાનું રાગ-દ્વેષનું કાર્ય સારી રીતે કરાવે છે. દુષ્ટ-અધમ વિચારો, કર્કશ અને કટુ વચનો, હિંસાદિ પાપોનું પ્રચુર આચરણ.
આ ચંડાળચોકડીના સહયોગથી રાગ અને દ્વેષ કર્મોના બંધનમાં નિમિત્ત બને છે. અર્થાત્ આત્મામાં જ્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને યોગ છે, ત્યાં સુધી રાગ-દ્વેષ દ્વારા આત્મા ગાઢ કર્મબંધ કરે છે. જ્યાં સુધી આત્મા સર્વજ્ઞભાષિત તત્ત્વાર્થ પર શ્રદ્ધાવાન નથી બનતો, ત્યાં સુધી એના રાગ-દ્વેષ અતિ પ્રબળ હોય છે, તેથી તે ગાઢ કર્મબંધ કરતા રહે છે. અવિરતિનો ઉદય આત્માને પાપોનો ત્યાગ કરવાની ભાવના જાગ્રત થવા દેતો નથી, પાપત્યાગની પ્રવૃત્તિ ક૨વા દેતો નથી... એટલે આત્મા નિરંતર અનંત કર્મોથી મલિન થતો જ રહે છે. પ્રમાદ તો આત્માને ખૂબ જ ગમે છે. વિષયલોલુપતા, ઇન્દ્રિયપરવશતા, વિકથા-પ્રચુરતા અને નિદ્રા-પ્રિયતામાં એવો લીન બની જાય છે કે એને ભાન જ નથી હોતું કે ‘હું ચીકણાં કર્મ બાંધી રહ્યો છું.' મન-વચનકાયાના યોગ તો આ ત્રણેયને અનુસરે છે, ત્રણેયને મન-વચન-કાયાની શક્તિ આપે છે..... આત્મા એ શક્તિથી મિથ્યાત્વ-અવિરતિ અને પ્રમાદને પુષ્ટ કરો ગાઢ કર્મબંધ કરતો રહે છે.
રાગ-દ્વેષ એકલાનું કંઈ ઊપજતું નથી; એ તો ચંડાળચોકડીના સહારે જ કૂદે છે. એ સહારો તોડી નાંખવામાં આવે તો રાગ-દ્વેપ મહાન ઉપકારક બની જાય છે. મિથ્યાત્વનો સંગ ત્યજી જો એ સમ્યકૃત્વનો સહારો લે, અવિરતિનો સંગ ત્યજી વિરતિ સાથે પ્રેમ બાંધે, પ્રમાદને ત્યજી દઈ અપ્રમાદને મિત્ર બનાવે તો રાગ-દ્વેષ આત્માને ન્યાલ કરી દે! મન-વચન-કાયા, આત્માના પવિત્ર સહયોગમાં આવી ગયા પછી ઉન્નતિનું પૂછવું જ શું!!
કર્મબંધ આઠ પ્રકારે
सज्ज्ञान- दर्शनावरण- वेद्य-मोहायुषां तथा नाम्नः । गोत्रान्तराययोश्चेति कर्मबन्धोऽष्टधा मीलः ।। ३४ ।।
અર્થ : કર્મબંધ મૂળરૂપે આઠ પ્રકારનો થાય છે : (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) વંદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર, અને (૮) અન્તરાય.
વિવેન : રાગ અને દ્વેષથી થતા મૌલિક કર્મબંધને અહીં ગ્રંથકાર બતાવે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને યોગના સહયોગથી રાગ-દ્વેષ મૌલિક
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ
પર
આઠ પ્રકારનાં કર્મોને બાંધે છે. આઠ પ્રકારનાં કર્મોથી આત્મા બંધાય છે.
(૧) જ્ઞાનાવરણ : આ કર્મ આત્માના જ્ઞાનગુણને આવરે છે; ક્ષાયિક જ્ઞાનને અને ક્ષાયોપશમિક જ્ઞાનને, બંનેને આવરે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ-બંને જ્ઞાનને આવરે છે. તેથી આત્મામાં અજ્ઞાનતા, બુદ્ધિહીનતા આદિ દેખાય છે.
(૨) દર્શનાવરણ : ચક્ષુદર્શન આદિ આત્માની દર્શન-શક્તિને આવરે છે. આત્માના દર્શનગુણને આવરે છે. પાંચ પ્રકારની નિદ્રાઓનો પણ આમાં જ સમાવેશ થાય છે. કારણ કે નિદ્રા પણ દર્શન-શક્તિને આવરે જ છે!
(૩) વેદનીય : સુખાનુભવ અને દુ:ખાનુભવ-આ કર્મનાં બે કામ છે. આત્માના સહજ-સ્વાભાવિક સુખનો અનુભવ, આ કર્મ કરવા દેતું નથી.
(૪) મોહનીય : જેનાથી જીવ મોહિત થાય તે મોહનીય! ઊંધી સમજ અને ક્રોધ-માન-માયા-લોભ, આ કર્મની દેન છે! હાસ્યાદિ ‘નો-કપાયો' ની વિકૃતિ પણ આ જ કર્મની ભેટ છે! આઠેય કર્મોમાં આ કર્મની જાલિમતા-પ્રબળતા ગજબ જ હોય છે.
(૫) આયુષ્ય : આ કર્મની કૃપાથી તો જીવ જીવે છે! પ્રાણ ધારણ કરે છે! જન્મ અને મૃત્યુ આ કર્મની કૃપાનું ફળ છે...
B
(૬) નામ : જીવને ગતિ (યોનિ) આપવી, જાતિ (એકેન્દ્રિયાદિ) આપવી, સૂક્ષ્મત્વ-સ્થૂલત્વ, યશ-અપયશ, સૌભાગ્ય-દુર્ભાગ્ય, રૂપ-૨સાદિ વગેરે આપવાનું કામ આ કર્મનું છે. સમગ્ર શરીરરચના આ કર્મને આભારી છે. આત્માના અરૂપીપણાને આ કર્મ આવરે છે.
(૭) ગોત્ર : ઉત્તમ કુળની પ્રાપ્તિ, ઉત્તમ જાતિની પ્રાપ્તિ, પ્રતિભા અને ઐશ્વર્ય આ કર્મ આપે છે, તેવી જ રીતે નીચ કુળ-જાતિ વગેરે પણ આ જ કર્મ આપે છે! આત્માના ‘અગુરુલધુ' ગુણને આ કર્મ આવરે છે. ઉચ્ચતા અને નીચતા-આ કર્મના અનુસારે પ્રાપ્ત થાય છે.
(૮) અન્તરાય : આ કર્મ, સામે પાત્ર હોય અને આપવાની વસ્તુ પાસે હોય, છતાં આપવાનો ભાવ જાગવા ન દે! તેવી જ રીતે ઇચ્છિત સુખોની પ્રાપ્તિ ન થવા દે. પ્રાપ્ત થયેલાં સુખો ભોગવવા ન દે. આત્માની અનંત શક્તિને આ કર્મે જ તો આવરી છે!
આ રીતે જીવ, મિથ્યાત્વાદિ સહિત રાગ-દ્વેષથી મૌલિક કર્મબંધ કરે છે, એ કરેલા કર્મબંધ અનુસાર કર્મો ઉદયમાં આવીને પોતાનો પ્રભાવ બતાવે છે. ચારગતિમાં પરિભ્રમણ કરતા જીવોનું આંતર-બાહ્ય સમગ્ર વ્યક્તિત્વ, આ આઠ કર્મોનો પ્રભાવ જ છે. આત્માનું મૌલિક સ્વરૂપ જે અનંતજ્ઞાન, અનંતદર્શન,
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મોના ઉત્તરભેદ
૫૩
અવ્યાબાધ સ્થિતિ, વીતરાગતા, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુતા અનંતવીર્ય છે, તે તો આવરાયેલું, દબાયેલું પડ્યું છે.
કેવી કેવી પ્રવૃત્તિથી, કેવાં કેવાં કર્મ બંધાય છે અને એ બંધાયેલાં કર્મો જીવ ૫૨ કેવા કેવા પ્રભાવ પાડે છે - આ વિજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ. અહીં આ શ્લોકમાં તો માત્ર મૂળ પ્રકૃતિબંધ આઠ પ્રકારનો બતાવીને ગ્રંથકાર એના ઉત્તર-અવાંતર ભેદ બતાવવા આગળ વધી ગયા છે.
કર્મસિદ્ધાન્ત-કર્મવિજ્ઞાનની પાયાની વાત છે આ મૌલિક કર્મબંધ. સમગ્ર કર્મ-ફિલસૂફીની આધારશિલા આ છે. આ આઠ કર્મોનું સ્વરૂપ સારી સૂક્ષ્મતાથી સમજી લેવું જોઈએ.
આત્માની સ્વભાવદશાને આવૃત્ત કરીને વિભાવદશામાં રમણતા કરાવનારાં આ આઠ પ્રકારનાં કર્મો, સમગ્ર જીવસૃષ્ટિ પર છવાયેલાં છે. કોઈ સંસારવર્તી જીવ આ કર્મોના પ્રભાવથી બચેલો નથી. આવાં આ અવિધ ફર્મોની ઓળખ વિસ્તારથી કરાવવા, એના અવાન્તર પ્રકારો બતાવવામાં આવે છે.
કર્મોના ઉત્તરભેદ
पञ्च नव द्वयष्टाविंशतिकश्चतुः षट्कसप्तगुणभेदः । द्विपञ्चभेद इति सप्तनवतिभेदास्तथोत्तरतः । १३५ ।।
અર્થ : આ પ્રમાણે ક્રમશઃ પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, બેતાલીસ (૬X૭) બં અને પાંચ-એમ (આઠ કર્મોના) સત્તાણું ભેદ થાય છે.
વિવેચન : મૂળ કર્મબંધ આઠ પ્રકારે થાય.
ઉત્તર-ભેદોએ સત્તાણું પ્રકારે થાય. અહીં તે મૂળ આઠ કર્મોના ક્રમથી ઉત્તર ભેદો અંકોમાં બતાવવામાં આવ્યા છે, તે ભેદોનાં નામ સંક્ષેપમાં અહીં બતાવાય છે
(૧) જ્ઞાનાવરણ : ૧. મતિજ્ઞાનાવરણ, ૨. શ્રુતજ્ઞાનાવરણ, ૩. અવધિજ્ઞાનાવરણ, ૪, મન:પર્યવજ્ઞાનાવરણ અને ૫, કેવળજ્ઞાનાવરણ.
(૨) દર્શનાવરણ : ૧. ચતુદર્શનાવરણ. ૨. અક્ષુદર્શનાવરણ. ૩. અવધિદર્શનાવરણ. ૪. કેવળદર્શનાવરણ, ૫, નિદ્રા. ૬, નિદ્રાનિદ્રા. ૭. પ્રચલા. ૮. પ્રચલાપ્રચલા. ૯. થીણદ્ધિ
(૩) વેદનીય : ૧. શાતાવેદનીય. ૨. અશાતાવંદનીય,
(૪) મોહનીય : ૧, સમ્યક્ત્વમોહનીય. ૨. મિશ્રમોહનીય, ૩. મિથ્યાત્વ
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
પ્રશમરતિ મોહનીય. ૪. અનત્તાનુબંધી ક્રોધ. ૫. અ. માન. ૬. અ. માયા, ૭. અ. લોભ. ૮-૯-૧૦-૧૧. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ, ૧૨-૧૩-૧૪-૧૫. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ. ૧૬-૧૭-૧૮-૧૯ સંજ્વલન કોધમાન-માયા-લોભ. ર૦, હાસ્ય, ૨૧. રતિ, ૨૨. અરતિ, ૨૩, ભય, ૨૪. શોક. ૨૫. જુગુપ્સા, ૨૩. પુરુષવેદ, ૨૭. સ્ત્રીવેદ, ૨૮. નપુંસક વેદ.
(૫) આયુષ્ય: ૧ નરક આયુષ્ય, ૨. તિર્યંચ આયુષ્ય, ૩. મનુષ્ય આયુષ્ય. ૪. દેવ આયુષ્ય.
(૬) નામ : ૧. ગતિનામ, ૨. જાતિનામ, ૩, શરીરનામ, ૪. અંગોપાંગનામ, ૫. નિર્માણનામ, ૬. બંધનનામ, ૭, સંસ્થાનનામ, ૮. સંધાતનનામ, ૯. સંહનનનામ, ૧૦, સ્પર્શનામ, ૧૧. રસનામ, ૧૨. વર્ણનામ, ૧૩, ગંધનામ, ૧૪, આનુપૂર્વનામ, ૧૫. અગુરુલઘુનામ, ૧૬. ઉપઘાતનામ, ૧૭. પરાઘાતનામ, ૧૮. આતપનામ, ૧૯. ઉદ્યાતનામ, ૨૦. ઉચ્છવાસ નામ, ૨૧. વિહાયોગતિનામ, ૨૨. પ્રત્યેક શરીરનામ, ૨૩, સાધારણશરીર નામ, ૨૪. ત્રસનામ, ૨૫. સ્થાવરનામ, ૨૬. શુભનામ, ૨૭. અશુભનામ, ૨૮. સુભગનામ, ૨૯. દુર્ભાગનામ, ૩૦. સુસ્વરનામ, ૩૧. દુધરનામ, ૩૨. સૂક્ષ્મનામ, ૩૩. બાદરનામ, ૩૪. પર્યાપ્તનામ, ૩૫. અપર્યાપ્તનામ, ૩૬. સ્થિરનામ, ૩૭. અસ્થિરનામ, ૩૮. આદેયનામ, ૩૯. અનાદેય નામ, ૪૦. યશોનામ, ૪૧. અયશોનામ, ૪૨. તીર્થંકરનામ.
(૭) ગોત્ર : ૧. ઉચ્ચગોત્ર, ૨, નીચગોત્ર. (૮) અન્તરાય : ૧. દાનારાય, ૨. લાભાન્તરાય, ૩. ભોગાન્તરાય, ૪. ઉપભોગાન્તરાય, ૫. વીર્યાન્તરાય.
આ રીતે - પ+૯+૧+૨૮+૪+૪૨+૨+૫ = ૯૭ ઉત્તરભેદ થાય. બીજી પદ્ધતિએ ગણના કરવામાં આવે તો ૧૨૨ ઉત્તરપ્રકૃતિ થાય; આ ગણનામાં માત્ર નામકર્મના ભેદો વધુ વ્યાપકતાથી ગણવામાં આવે છે, અર્થાત્ નામકર્મની ૬૭ અને બાકીનાં સાત કર્મોની પપ=૧૨૨ ભેદ થાય. નામ કર્મના ૯૭ ભેદ આ રીતે થાય છે.
ગતિ ૪ + જાતિ પ + શરીર ૫ + અંગોપાંગ ૩ + સંઘયણ ૬ + સંસ્થાન ૬ + વર્ણાદિ ૪ + આનુપૂર્વી ૪ વિદાયગતિ ર = ૩૯ +2સદશક +સ્થાવરદશક + પ્રત્યેક આઠ = ૬૭.
આ રીતે આઠ કર્મોની ૧૨૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે, બંધમાં તો ૧૨૦
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંપ
કર્મબંધ ચાર પ્રકારે પ્રકૃતિ જ હોય છે. મોહનીય કર્મની મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીય બંધાતી નથી. બંધાય છે માત્ર મિથ્યાત્વમોહનીય. ઉદયમાં મિથ્યાત્વમોહ૦ મિશ્રમોહ૦ અને સભ્યત્વમોહ૦ ત્રણ આવે છે.
હજુ પણ નામકર્મની ઉત્તર પ્રવૃત્તિઓનો વિસ્તાર કરી શકાય છે; અને એ વિસ્તાર કરીએ ત્યારે આઠેય કર્મોની ૧૫૮ ઉત્તરપ્રકૃતિ થાય. પ્રસ્તુતમાં, કર્મબંધ ગ્રંથકારે સમજાવવો છે એટલે તેઓએ ૯૭ ભેદ બતાવ્યા છે. જો કે કર્મબંધનો વિચાર પ્રચલિત ૧૨૦ પ્રકૃતિઓનો છે; પરંતુ એના સંક્ષેપ ૯૭ પ્રકૃતિમાં થઈ શકે છે.
આ કમ કેવી રીતે બંધાય છે, તે સમજાવતાં ગ્રંથકાર કહે છે :
બંઘ ચાર પ્રકારે प्रकृतिरियमनेकविधा स्थित्यनुभागप्रदेशतस्तस्याः।
तीव्रो मन्दो मध्य इति भवति वन्धोदयविशेषः ।।३६।। અર્થ : આ રીતે આ પ્રકૃતિ અનેક પ્રકારની (૧૨૨ પ્રકારની) છે, તે પ્રકૃતિનાં, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ થાય છે, તેનાથી વિશિષ્ટ પ્રકૃતિબંધ થાય છે, તે તીવ્ર, મંદ અને મધ્યમ બંધ થાય છે, ઉદય પણ (પ્રકૃતિઓનો) તીવ્રાદિ ભેદ થાય છે. વિવેચન : ફની પ્રકૃતિ એટલે કર્મોના પ્રકારો.
તે કમ આત્માની સાથે કેવી રીતે બંધાય છે; તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ પ્રક્રિયા અહીં બતાવવામાં આવી છે. મૂળ કર્મના પ્રકાર આઠ છે, અવાંતર પ્રકારો ૧૨૨ છે, તે ૧૨૨ પ્રકારો-કર્મના, કેવી રીતે બંધાય છે, તેનું શાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં આવે છે.
જ્યારે આ કમાં બંધાય છે ત્યારે એની સ્થિતિ (કાળમાન), એનો રસ અને પ્રદેશો પણ સાથે જ બંધાય છે. સ્થિતિ-રસ-પ્રદેશના બંધથી પ્રકૃતિબંધ વિશિષ્ટ બને છે.
જીવ જ્યારે તીવ્ર આશયવાળો હોય છે, તીવ્ર વિચારો કરતો હોય છે ત્યારે પ્રકૃતિબંધ તીવ્ર થાય છે. જ્યારે જીવ મ આશયવાળો હોય છે ત્યારે પ્રતિબંધ પણ મંદ થાય છે. જ્યારે મધ્યમ કોટિના વિચારો કરતો હોય છે ત્યારે કર્મો મધ્યમ રીતે બંધાય છે.
તીવ્ર બંધાયેલાં કમાં જ્યારે ઉદયમાં આવે ત્યારે તીવ્ર અનુભવ કરાવે, મન્દ બંધાયેલા કર્મો ઉદયમાં આવે ત્યારે મન્દ અનુભવ કરાવે અને મધ્યમ બંધાયેલાં કમ મધ્યમ અનુભવ કરાવે છે. જેવો બંધ તેવો ઉદય
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ (૧) સ્થિતિબંધ : (૧) જ્ઞાનાવરણ : ૩૦ કડાકોડી સાગરોપમ; જઘન્યસ્થિતિ: અન્નહર્ત (૨) દર્શનાવરણ : , (૩) વેદનીય : ,,
૧૨ મુહુર્ત (૪) અંતરાય : ,
અન્તર્મુહૂર્ત (૫) મહનીય : ૭૦ કોડાકોડી સાગપમ (૬) નામ : ૨૦ કોડાકોડી સાગરોપમ ,, ૮ મુહુર્ત (૭) ગોત્ર : , (૮) આયુષ્ય : ૩૩ સાગરોપમ.
અન્તર્મુહુર્ત કર્મપુલોનું આત્મ-પ્રદેશોમાં અવસ્થાન તે સ્થિતિ’ કહેવાય. અર્થાત્ કર્મોનો આત્મામાં અવસ્થાનકાળનો નિર્ણય થવો તે સ્થિતિબંધ છે.
(૨) રસબંધ : શુભાશુભ કર્મના બંધ સમયે જ “રસ' બંધાય છે; તેનો વિપાક, નામકર્મનાં ગત્યાદિ સ્થાનમાં રહેલો જીવ અનુભવે છે. સુખ-દુઃખનાં તીવ્ર અથવા મંદ સંવેદનો આ રસબંધ પર નિર્ભર છે. તીવ્ર અધ્યવસાયથી શુભકર્મ બાંધ્યું છે તો એ કર્મનો ઉદય થતાં સુખનું સંવેદન પણ તીવ્ર થવાનું અને અશુભકર્મ તીવ્ર અધ્યવસાયથી બાંધ્યું છે તો દુઃખનો અનુભવ પણ તીવ્ર થવાનો.
(૩) પ્રદેશબંધ : મન, વચન અને કાયાથી, આત્મા પોતાના સર્વ પ્રદેશોથી કર્મસ્કંધો ગ્રહણ કરે-તે પ્રદેશબંધ કહેવાય. એક-એક આત્મપ્રદેશમાં જ્ઞાનાવરણ આદિ દરેક કર્મનાં અનંત-અનંત પુદ્ગલો બંધાય!
આ રીતે આત્મા સાથે પ્રકૃતિઓનો બંધ થાય છે. બંધ!
જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોથી આત્માનું જે બંધાવું, અર્થાતુ પરતંત્રતા પ્રાપ્ત કરવી, તેને “બંધ' કહેવામાં આવે છે, આત્માનો એક-એક પ્રદેશ અનંતઅનંત કર્મયુગલોથી બંધાયેલો છે.
કર્મ અને આત્માની એકતા થવી, તેનું નામ પ્રકૃતિબંધ! તે એકતા થતી વખતે જ સ્થિતિ-રસ અને પ્રદેશના નિર્ણય થઈ જાય છે. આ રીતે પ્રતિબંધમાં વૈશિડ્યું આવે છે.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ : કષાય : લેગ્યા
પ૭ જ્યાં સુધી આત્મા આ રીતે કર્મબંધ કરતો રહે ત્યાં સુધી સુખ-દુઃખનાં કન્ડ ચાલતાં જ રહે. સંસાર-પરિભ્રમણ ચાલતું જ રહે ત્યાં સુધી આત્મા સ્વસ્વરૂપમાં રમણતા કરી ન શકે. “કર્મબંધ” એટલા માટે સમજાવવામાં આવે છે કે જીવ એ કર્મબંધ' કરવાનું બંધ કરે!
યોગ : કષાય : લેડ્યા तत्र प्रदेशबन्धो योगात् तदनुभवनं कषायवशात् |
स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याविशेषेण ।।३७ ।। અર્થ : તે ચાર પ્રકારના બંધમાં, પ્રદેશબંધ મન-વચન-કાયાના વાંગથી વધાય છે તે પ્રદેશબદ્ધ કર્મના અનુભવ કપાયવશ થાય છે અને સ્થિતિના પાકવિશેપ (જઘન્ય-મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ) વેશ્યાઓથી થાય છે.
વિવેચન : પ્રદેશબંધ એટલે આત્માના અસંખ્ય પ્રદેશોમાં જ્ઞાનાવરણ આદિ કર્મોનાં પગલોનું આવવું અને રહેવું. આત્મપ્રદેશોમાં કર્મયુગલો એવાં પ્રવેશી જાય છે કે રાગ-દ્વેષથી આવૃત્ત આત્માને એનો ખ્યાલ પણ નથી આવતો.
તો શું એ કર્મપુદ્ગલો એમ જ આત્મામાં આવી જાય છે? ના, કર્મપુદ્ગલો અકારણ આત્મામાં વહી આવતા નથી. જીવ મનથી વિચારો કરે છે; વચનથી બોલે છે અને કાયાથી-પાંચ ઇન્દ્રિયોથી પ્રવૃત્તિ કરે છે, માટે તે કર્મપુદ્ગલો આત્મામાં આવે છે ને રહે છે.
આ એક અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે..... પ્રતિક્ષણ..... પ્રતિસમય આ પ્રક્રિયા દરેક જીવાત્મામાં ચાલુ જ રહે છે.... મન-વચન અને કાયાનાં “મશીન ' નિરંતર ચાલુ રહે છે, માટે કર્મયુગલોનું આત્મામાં આવવું પણ નિરંતર ચાલે છે!
એ કર્મયુગલો ક્યાંથી આવીને આત્માને વળગે છે, એમ પૂછો છો? હા, કાર્મણવર્ગણાનાં અનંત-અનંત પુદ્ગલો આ સમગ્ર ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. અનંત-અનંત જીવો, એક ક્ષણનો ય “ઇન્ટરવલ' પાડ્યા વિના, પ્રતિક્ષણ અનંત-અનંત કર્મપુદ્ગલો ગ્રહણ કરે છે. છતાં એ કાર્મણવર્ગણાનો વિપુલ જથ્થો ક્યારેય ઓછો થતો નથી!
જેમ વિશ્વમાં કામણવર્ગણાનો અનંત “સ્ટોક' ભરેલો છે, તેમ બીજી પચીસ પ્રકારની (કુલ : ૨૬) વર્ગણાઓથી પણા લોક ભરેલો છે. ખરેખર, આ વિનામાં શું નથી!! આપણે જાણતા નથી એવું તો અપાર-અનંત ભરેલું છે.
મનથી-વચનથી કે કાયાથી કોઈપણ સૂક્ષ્મ કે સ્થૂલ પ્રવૃત્તિ કરી કે આઠેય
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮
પ્રશમરતિ પ્રકારનાં કર્મ-પુદ્ગલો આત્મામાં આવ્યાં સમજો! એ કર્મ-પુગલોના સારાનરસા પ્રભાવોનો અનુભવ કષાય” ના માધ્યમથી થાય છે.
ક્રોધ-માન-માયા-લોભ, આ ચાર મુખ્ય કપાયો છે. આત્મપ્રદેશમાં રહેલાં કર્મપુદ્ગલોનું સુખાત્મક અને દુઃખાત્મક સંવેદન, આ કષાયો વિના થઈ શકતું નથી. આત્માની સાથે બંધાયેલાં કર્મયુગલોની સ્થિતિનો નિર્ણય કરાયો કરતા નથી, તે કામ “લેશ્યાઓનું છે. (૧) મન-વચન કાયાના યોગથી પ્રદેશબંધ. (૨) ક્રોધાદિ કષાયોથી પ્રદેશબદ્ધ કર્મોનો અનુભવ. (૩) વેશ્યાઓથી ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય સ્થિતિનું નિર્માણ. મુખ્ય આ ત્રણ વાતો છે. શા માટે મનને પાપવિચારોથી મુક્ત કરવાનો અને શુભ-શુદ્ધ વિચારથી મનને નિર્મળ કરવાનો ઉપદેશ તીર્થકર ભગવંતે આપ્યો, તે સમજાયું ને? શા માટે પાપવાણી નહીં બોલવાનો અને હિત-મિત-પ્રિય અને પથ્ય વાણી બોલવાનો જ આગ્રહ જ્ઞાની પુરુષો કરે છે, આ વાત ગળે ઊતરે છે ને? શા માટે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી ઇન્દ્રિસંયમ કેળવવાનો ઉપદેશ ગુરુજના આપે છે, તેનું રહસ્ય સમજાયું ને?
શુભ વિચાર, વાણી અને વર્તનથી આત્મપ્રદેશે સાથે શુભ કર્મો બંધાય, અશુભથી અશુભ બંધાય. સુખ-દુઃખનો અનુભવ કષાય કરાવે છે. કષાયોનો ક્ષય થયા પછી એ પ્રદેશબદ્ધ કર્મપુદ્ગલો આત્મામાં સુખ-દુઃખની લાગણીઓ પ્રગટાવી શકે નહીં અને પ્રશસ્ત લેશ્યાઓમાં રમતા રહેવાથી એ પ્રદેશબદ્ધ કર્મોની સ્થિતિ પણ સારી બંધાય છે.
આ રીતે કર્મોનો પ્રદેશબંધ, તેનો અનુભવ અને એની સ્થિતિના નિર્માણનું વિજ્ઞાન સમજાવીને હવે “લેશ્યાઓને સમજાવવા ગ્રંથકાર આગળ વધે છે.
લેવાઓના છ પ્રકાર ताः कृणनीलकापोततैजसीपद्मशुक्लनामानः । श्लेष इव वर्णबन्धस्य कर्मवन्धस्थितवधात्र्यः ।।३८ ।। અર્થ : તે લગ્યાઓ) ફણ, નીલ, કાપાત, તેજસ, પદ્મ અને શુક્લ નામની લેશ્યાઓ કર્મબંધમાં સ્થિતિનું નિર્માણ કરનારી છે, જેવી રીતે રંગોના બંધમાં વાંદર!
ક, જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેશ્યાઓના છ પ્રકાર
પલ વિવેચન : એક ચિત્રકાર ભીંત ઉપર ચિત્ર બનાવે છે, તે તમે જોયું છે? ચિત્રકાર લાલ-પીળા અને વાદળી રંગોથી અને બીજા મિશ્ર રંગોથી સુંદર નયનરમ્ય ચિત્ર ભીંત ઉપર, કેનવાસ ઉપર કે રેક્મીન ઉપર બનાવે છે, તે તમે નિહાળ્યું છે? જો તમે ઉપર ઉપરથી જ જઈને ચાલતા થયા હશો તો તો તમે એ અંગે ચિંતન નહીં જ કર્યું હોય. શું તમારા મનમાં આ પ્રશન પેદા થયો હતો કે “આ લાલ-પીળા રંગો આ ભીંત ઉપર કે કેનવાસ ઉપર ટકશે કેવી રીતે? ભીંત ઉપર રંગાને ટકાવનારું , દીર્ધકાળ સુધી ટકાવનાર તત્ત્વ કર્યું છે? પાણી? ના, પાણીના સહારે રંગો દીર્ઘકાળ ટકતા નથી... પાણી સુકાઈ જાય એટલે રંગો ખરી પડે.... તો બીજું ક્યું તત્ત્વ હોઈ શકે? શ્લેષ! સરસ! ગુંદર રંગોમાં શ્લેષને ઘોળી નાંખવામાં આવે, સરસ ભેળવવામાં આવે કે એવો કોઈ પદાર્થ, કે જે રંગો અને ભીંત વચ્ચેનો સંબંધ દીર્ઘકાલીન બનાવી આપે, તેવો પદાર્થ મેળવીને રંગો ચિત્રકામમાં વપરાય, તો તે ચિત્ર ભીંત ઉપર લાંબો સમય ટકે.”
આત્મા ભીંત છે અને કર્મયુગલો રંગ છે. કર્મ-પગલોના રંગ એમ જ આત્માની ભીંત ઉપર ચોંટી જતા નથી; વચ્ચે કોઈ શ્લેષ જોઈએ! કોઈ ગુંદર જોઈએ! આત્મા સાથે કર્મયુગલોનો દીર્ઘકાલીન સંબંધ તો જ રહી શકે. તે ષ કહા કે ગુંદર કહો તે છે વેશ્યાઓ.
અમુક કર્મયુગલો આત્મા પર પચીસ વર્ષ ટકે છે ને અમુક કર્મપુદ્ગલો પાંચસો વર્ષ ટકે છે.... આ સમય-મર્યાદાનું નિયંત્રણ લેશ્યાઓ કરે છે ! અમુક જાતના રંગ ભીંત ઉપર એક-બે વર્ષ જ ટકે છે ને અમુક જાતના રંગ પચાસ કે સો વર્ષ સુધી ટકે છે - એ કોના કારણે? રંગોમાં ક્યો શ્લેષ... ક્યો ગુંદર વપરાયા છે-એના કારણે રંગો અલ્પકાળ કે દીર્ધકાળ ટકતા હોય છે.
આ છે વેશ્યાઓના બે ભેદ બતાવવામાં આવ્યા છે : શુભ લેશ્યા અને અશુભ લેશ્યા. કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા અને કાપોત લેશ્યા અશુભ છે. તૈજસ લા, પદ્મ સંસ્થા અને શુકુલ લેણ્યા શુભ છે.
જ્યારે કર્મબંધમાં તીવ્ર પરિણામવાળી અશુભ લેશ્યાઓ ભળે છે ત્યારે કમાંની અતિ દીર્ધ સ્થિતિ કે જે અતિ દુઃખ આપનારી હોય છે, તે બંધાય છે. કર્મબંધમાં જ્યારે શુભ લેશ્યાઓ ભળે છે ત્યારે વિશુદ્ધ-તેમજ શુભ પરિણામવાળી. કર્મસ્થિતિ બંધાય છે.
લેશ્યાની પરિભાષા મહાનું પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કરી છે;
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
५०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं 'लेश्या' शब्द: प्रयुज्यते । ।
જે રીતે સ્ફટિકમણિ વિભિન્ન વર્ગોનું સાંનિધ્ય પ્રાપ્ત કરીને તે વર્ણોમાં પ્રતિભાસિત થાય છે તે રીતે કૃષ્ણાદિ દ્રવ્યોનું સાંનિધ્ય પામીને આત્માના પરિણામ, તે રૂપમાં પરિણત થાય છે. આત્માની આ પરિણતિ માટે ‘લેશ્યા' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પરિણતિ ‘ભાવલેશ્યા' કહેવાય છે. જે કૃષ્ણાદિ દ્રવ્યોનો નિર્દેશ કર્યો છે તે 'દ્રવ્યલેશ્યા' કહેવાય છે.
પ્રશમરતિ
દ્રવ્યલેયા પૌદ્ગલિક છે, ભાવલેશ્યા આત્મપરિણામરૂપ છે. શ્રી અભયદેવસૂરિજીએ કહ્યું છે: 'વિદ્રવ્યાધિવ્યનનિતાડઽસ્મપરિણામરુપા ભાવભેશ્યા!'
પરિણામ, અધ્યવસાય અને લેશ્યા-આ ત્રણનો ઘનિષ્ઠ સંબંધ છે. જ્યાં પરિણામ શુભ હોય છે, અધ્યવસાય પ્રશસ્ત હોય છે, ત્યાં લેશ્યા વિશુદ્ધમાન હોય છે. કર્મોની નિર્જરામાં પરિણામોનું શુભ હોવું, અધ્યવસાયોનું પ્રશસ્ત હોવું અને લેશ્યાઓનું વિશુદ્ધ હોવું આવશ્યક હોય છે.
આનાથી વિપરીત, જ્યારે પરિણામ અશુભ હોય છે, ત્યારે અધ્યવસાય અપ્રશસ્ત હોય છે અને લેશ્યા સંક્લિષ્ટ હોય છે. આથી એમ સમજાય છે કે કર્મબંધનમાં અને કર્મનિર્જરામાં પરિણામ, અધ્યવસાય અને લશ્કાનું સમ્મિલિતરૂપે સંપૂર્ણ યોગદાન છે. આનો ફલિતાર્થ એ છે કે મનુષ્ય જો શુભકર્મબંધ કરવા હોય, કર્મોની નિર્જરા કરવી હોય તો એણે પોતાના પરિણામ, અધ્યવસાયો અને લેશ્યાને શુભ રાખવી.
લેશ્યાઓના માધ્યમથી જ્યારે કર્મો આત્મા સાથે બંધાય છે, ત્યારે આત્માની કેવી અવસ્થા થાય છે તે ગ્રંથકાર આગળ બતાવે છે.
સુખ અને દુઃખ
कर्मोदयाद् भवगतिर्भवगतिमूला शरीरनिर्वृत्तिः । देहादिन्द्रियविषया विषयनिमित्ते च सुखदुःखे ।। ३९ ।।
For Private And Personal Use Only
અર્થ : તે કર્મના વિપાકોથી નરકાદિ ગતિઓ હોય છે અને દૈનિર્માણનું બીજ પણ એ જ નરકાદિ ભવતિ છે, તે દેહથી ઇન્દ્રિયના વિષયો અને વિષયનિમિત્તક સુખ અને દુઃખ (સુખાનુભવ અને દુઃખાનુભવ) થાય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ અને દુઃખ
વિવેચન : જે કર્મો જીવે બાંધ્યાં હોય તે જ કર્મ ઉદયમાં આવે. જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે જ એ નક્કી થઈ જતું હોય છે કે આ કર્મ કેટલા સમય પછી ઉદયમાં આવશે! હા, એક વાત સમજી લેવી જોઈએ કે બંધાયેલાં બધાં જ કર્મ વિપાકોદયમાં ન પણ આવે! અર્થાતું, જ્યારે એ ઉદયમાં આવે ત્યારે જીવને સુખ-દુઃખના અનુભવ ન પણ થાય, છતાં ઉદયમાં આવી જાય ને ભોગવાઈ જાય અને પ્રદેશોદય' કહેવામાં આવ્યો છે.
કર્મના આઠ પ્રકારોમાં જે નામકર્મ છે, તેના અવાંતર ૧૦૩ પ્રકાર છે, તેમાં ગતિનામકર્મ આવે છે. જીવ વર્તમાનમાં જે ગતિમાં હોય તે ગતિમાં આગામી ગતિનું નામકર્મ બાંધતો હોય છે. દા. ત. વર્તમાનમાં એક જીવ મનુષ્યગતિમાંમનુષ્ય ભવમાં છે; તે જીવ આ પછીની (મૃત્યુ પછીની) ગતિ આ ભવમાં જ નક્કી કરે! જો કે મનુષ્યને એ જ્ઞાન હોતું નથી કે એણે ક્યારે ને કઈ ગતિનું નામકર્મ બાંધ્યું પણ એ બંધાઈ જ જતું હોય છે. ગોત્રકર્મ પણ એને અનુરૂપ બંધાઈ જાય અને આયુષ્ય કર્મ પણ એ જ ગતિનું બંધાય.
મૃત્યુ પછી જીવ એ ભવમાં, એ ગતિમાં ઉત્પન્ન થાય ત્યારે તે ભાવને અનુરૂપ શરીરનું એ સ્વયં નિર્માણ કરે છે. એવું નથી હોતું કે શરીર તૈયાર (રેડીમેડ) હોય ને જીવ એમાં પ્રવેશી જાય! જેમ બંગલો તૈયાર હોય ને મનુષ્ય એમાં રહેવા ચાલ્યો જાય. ના, જીવ સ્વયં શરીરની રચના કરે છે. નરકગતિમાં જાય તો નરકનું શરીર બનાવે ને દેવલોકમાં જાય તો દેવનું શરીર બનાવે. મનુષ્યગતિમાં જાય તો મનુષ્યનું શરીર અને તિર્યંચ ગતિમાં તિર્યંચનું શરીર બનાવે.
શરીરનિર્માણની સાથે જ ઇન્દ્રિયોનું નિર્માણ થતું હોય છે. દેવ-નારક અને મનુષ્યના ભવમાં તો શરીરરચનાની સાથે જ પાંચ ઇન્દ્રિયોની રચના થતી હોય છે. એક તિર્યંચગતિ (પશુ-પક્ષી આદિનો ભવ) એવી છે કે જ્યાં એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયોની રચના થાય. કોઈ જીવને એક જ ઇન્દ્રિય, કોઈ ને બે, કોઈને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચ ઇન્દ્રિય હોય છે,
જીવાત્મા આ ઇન્દ્રિયોના માધ્યમથી વિષયો ગ્રહણ કરે છે. દરેક જીવને સ્પર્શનેન્દ્રિય તો હોય જ. શરીર બન્યું એટલે સ્પર્શન-ઇન્દ્રિય તો બની જ જાય. શુભ અને અશુભ-સારા અને નરસા સ્પર્શનો અનુભવ આ ઇન્દ્રિયથી થાય. રસનેન્દ્રિયને પ્રિય વિષય મળે એટલે જીવાત્માને સુખનો અનુભવ થાય અને અપ્રિય વિષય મળે-અણગમતો રસ મળે એટલે દુઃખાનુભવ થાય. ધ્રાણેન્દ્રિયને સુગંધ મળે એટલે સુખ અને દુર્ગધ મળે એટલે દુઃખ! ચક્ષુરિન્દ્રિયને રૂપનો વિષય મળે એટલે જીવ રાજી અને કુરૂપ વિષય મળે એટલે નારાજ! શ્રવણેન્દ્રિયને મીઠો
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
હર
શબ્દ મળે એટલે જીવને આનંદ થાય અને કડવો શબ્દ મળે એટલે ઉદ્વંગ થાય.
ઇષ્ટ વિષયનિમિત્તક સુખાનુભવ છે.
અનિષ્ટ વિષયનિમિત્તક દુ:ખાનુભવ છે.
એક વાતની સ્પષ્ટતા કરી દઉં. જે તે વિષયને ગ્રહણ કરવાનું કાર્ય ઇન્દ્રિયનું છે. સુખ-દુ:ખના અનુભવ કરવાનું કામ મનનું છે! જીવાત્મા ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ કરે છે અને મનથી સુખ-દુઃખના અનુભવ કરે છે. હા, સંસારમાં એવા અનંત જીવો છે કે જેમને શરીર છે, ઇન્દ્રિયો છે, પણ મન નથી! આવું મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જ હોય. દેવોને અને નારકોને તો પાંચ ઇન્દ્રિયો અને મન હોય જ.
જે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને મન નથી હોતું તે જીવોને ‘સંજ્ઞા’ તો હોય જ છે. મન વિનાના જીવોને ઇચ્છા તો હોય. ખાવાની ઇચ્છા, ચાલવાની ઇચ્છા..... દ્રવ્ય ભેગું કરવાની ઇચ્છા...... વગેરે. મન વિના પણ જીવ ઇચ્છાઓ કરી શકે છે, પણ એ ઇચ્છાઓ અને મન દ્વારા થતી ઇચ્છાઓમાં અંતર ઘણું હોય છે. કર્મબંધની દૃષ્ટિએ પણ અંતર પડતું હોય છે.
આપણે મનવાળા માનવી છીએ! જો એ મન પ્રિય-અપ્રિય વિષયોમાં સુખ અને દુ:ખના અનુભવમાં ભટકવા માંડયું તો વર્તમાન જીવનમાં અશાન્તિ અને પરલોકમાં ઘોર દુ:ખ લમણે લખાયેલાં સમજો.
દુઃખનાં કારણ
दुःखद्विट् सुखलिप्सुमहान्धत्वाददृष्टगुणदोषः । यां यां करोति चेष्टां तया दुःखमादत्ते ||४०|
અર્થ : દુઃખનો દ્વેષી અને સુખની સ્પૃહાવાળાં (જીવ) મોહાન્ધ બનવાથી ગુરા કે દોષ જોતો નથી. તે જે જે ચેષ્ટા (મન-વચન-કાયાની ક્રિયા) કરે છે તેનાથી દુઃખ મેળવે છે. (દુ:ખ અનુભવે છે.)
વિવેચન : દુ:ખનો દ્વેષ! સુખનો રાગ!
સર્વ દુ:ખોનું મૂળ આ રાગ અને દ્વેષ છે. દુઃખ નથી ગમતાં, સુખ ગમે છે; દુ:ખ ટાળવાં છે, સુખ મેળવવાં છે! પાંચ ઇન્દ્રિયોના ઇષ્ટ અને પ્રિય વિષયો પ્રાપ્ત કરવા છે અને અનિષ્ટ-અપ્રિય વિષયોથી મુક્ત થવું છે! સંસારી જીવોમાં અર્થાત્ જે જીવાત્માઓ પાસે જ્ઞાનર્દિષ્ટ નથી તેવા જીવોમાં આ વૃત્તિ અને પ્રવૃત્તિ જોવા મળે છે. કોઈ પોતાને વળગી પડેલાં દુ:ખોથી ત્રાસીને, કંટાળીને
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખનાં કારણ
૬૩
એ દુઃખો દૂર કરવાની મથામણ કરતા દેખાય છે તો કોઈ પોતાનાં મનગમતાં પ્રિય સુખો મેળવવા પ્રબળ પુરુષાર્થ કરતા જોવા મળે છે.
જ્યાં આ રાગ-દ્વેષ પ્રબળ બને છે, એ જીવાત્માને મોહનો રોગ પોડવા માંડે છે. જીવાત્માની જ્ઞાનદૃષ્ટિ ચાલી જાય છે, અંધાપો આવી જાય છે. મોહનો અંધાપો! આંખનો અંધાપો તો હજુય સારો; તે કંઈ ઊંધી સમજ અને અવળી પ્રવૃત્તિ નથી કરાવતો. મોહનો અંધાપો તો ઊંધી સમજ આપે છે! અવળી પ્રવૃત્તિ કરાવે છે!
'આવું કેમ બનતું હશે' એમ પૂછો છો? કારણ કે : દુઃખના દ્વેષથી અને સુખના રાગથી ‘મોહનીયકર્મ'ની અસર પ્રબળ થઈ જાય છે. આ અળવીતરો મોહ-દુશ્મન જીવની જ્ઞાનષ્ટિને ફોડી નાંખે છે. ‘દર્શનમોહનીય' અને ‘ચારિત્રમોહનીય' કર્મોરૂપી ગીધડાંઓ આત્મભૂમિ ઉપર ઘૂમરીઓ ખાતા અને કાળમુખી ચિચિયારીઓ પાડતા તૂટી પડે છે ત્યારે આત્માનું સામ્રાજ્ય વીંખાઈપીંખાઈ જાય છે. ‘મોહનીયકર્મ' જળોની જેમ આત્માને ચીટકી પડે છે. ‘દર્શનમોહનીય’ સમજને.... સુઝને અવળી કરી દે છે; ‘ચારિત્ર મોહનીય’ પ્રવૃત્તિને રફેદફે કરી નાંખે છે; કાર્યોનાં તીવ્ર ઝેર જ્યારે મન-વચન અને કાયાની પ્રવૃત્તિમાં ભળે ત્યારે શું બચે? આત્મગુણોનો મહાવિનાશ થઈ જાય છે.
રાગ અને દ્વૈપ એ મોહનીય કર્મની ઊપજ છે. જ્યારે એ રાગ-દ્વેષ તીવ્ર બને છે, ત્યારે મનુષ્યના મન ઉપર, એની વાણી ઉપર અને કાયા ઉપર એના ચોક્કસ પ્રકારના પ્રભાવો પડે છે. મન અશાન્ત અને અસ્વસ્થ બની જાય છે. વાણી દીનતાભરી કે ઉશ્કેરાટભરી થઈ જાય છે. ઇન્દ્રિયો ચંચળ અને બેકાબુ બની જાય છે. ‘આવું વિચારવાથી; આવું બોલવાથી, આવી પ્રવૃત્તિ કરવાથી પ્રચંડ પાપકર્મોથી આત્મા લેપાશે. આ સૂઝ પરવારે છે. ‘કર્મબંધ' ની પ્રક્રિયા જોવા માટે તે આંધળો બની જાય છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિના ગુણ-દોષ જોવાની દિવ્યદૃષ્ટિ ચાલી જાય છે. એ આડેધડ વિચારવાણી અને વર્તન કરતો જાય છે. પરિણામ? પાપકર્મનો બંધ! એનો ઉદય થતાં ભયંકર યાતનાઓ, વેદનાઓ અને રીબામણ,
દુઃખોથી જે ડરે છે, દુઃખોને જે સહવા તૈયાર નથી; દુઃખોના સહવાસમાં જીવવા જે રાજી નથી, તેવા જીવો સુખોના રાગી બનવાના જ. એમનાં માનેલાં સુખનાં સાધનો તરફ રાગ થવાનો જ. જડ કે ચેતન, નિર્જીવ કે સજીવ-જે પદાર્થ તરફ એને રાગ થયો, એ મેળવવા માટે એને ઇચ્છા થવાની જ. એ મેળવવા એ પ્રયત્ન કરવાનો જ. પુણ્યકર્મના ઉદયથી જો એને એ પ્રિય પદાર્થો
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
પ્રશમરતિ
મળી ગયા તો એના પર એને ગાઢ મમતા બંધાવાની. ‘માહનીય કર્મ'ની વિશાળ સેના વચ્ચે એ ઘેરાઈ જવાનો. અસારને સાર માનવાનો! અનિત્યનું નિત્ય માનવાનો ! એ માન્યતાની પાછળ ક્રોધ-માન-માયા અને મૂર્છા કરવાનો. ક્યારેક રાજી થવાનાં, ક્યારેક નારાજ થવાનો. ક્યારેક ખુશખુશાલ થઈને નાચવાનો, તો ક્યારેક પોક મૂકીને રડવાનો. ક્યારેક ઉદ્ધત બનીને જીવોને ધિક્કારવાનો, તો ક્યારેક ભીષણ ભયના ભણકારા સાંભળીને થર થર ધ્રૂજવાનો. ક્યારેક મોહોન્મત્ત બનીને વિકારો અને વિલાસોમાં આળોટવાનો, તો ક્યારેક નિર્વીર્ય બની કરપીણ ફામપીડાથી ટળવળવાનો!
આ બધાથી નિરંતર અનન્ત અનન્ત કર્મોનો બંધ! જ્યારે એ કર્મો ઉદયમાં આવે ત્યારે નરક-તિર્યંચ ગતિનું પરિભ્રમણ અને સુદીર્ઘકાલીન દુઃખોની પરંપરા દુઃખોના દ્વેષની અને સુખોના રાગની આ કરુણકથની છે. એક-એક વિષય ...... ઇન્દ્રિયના વિષયના રાગ..... એક-એક વિષયનાં દ્વેષ જીવોને કેવી રીતે મૃત્યુ સુધીની પીડાઓ આપે છે, તેનાં દૃષ્ટાંતો ગ્રન્થકાર પોતે આપે છે, ધ્યાનથી વાંચજો.
ઇન્દ્રિયપવાતા વેરે છે વિનાશ
कलरिभितमधुरगान्धर्वतुर्यत्योषिद्विर्वभूषणरवाद्यः । श्रोत्राववद्धहृदयो हरिण इव विनाशमुपयाति ।। ४१ ।।
અર્થ : કલાયુક્ત (માત્રાયુક્ત) રિભિત (બોલાયેલાં) અને મધુર (એવાં) ગંધર્વનાં વાજિંત્રોનો ધ્વનિ અને સ્ત્રીઓનાં વિભૂષણોમાંથી ઉત્પન્ન થતાં ધ્વનિ-આદિ આવા મનોહર શબ્દોથી જેનું શ્રોત્રન્દ્રિયપરવશ હૃદય છે તેવા હરણની જેમ (પ્રમાદી) વિનાશ પાર્મે છે,
વિવેષન : આજે તો આપણા દેશમાં લગભગ હરણનો શિકાર બંધ થઈ ગર્યા છે અને કદાચ કોઈ ખૂણે-ખાંચરે શિકાર થતો હોય તો તે આમજનતા જોઈ શકતી નથી.
એ કાળ હતો રાજાશાહીનો અને રાજાઓ મોટે ભાગે હતા શિકારના રસિયા! એમાં ય હરણનો શિકાર કરનાર તો બહાદુર કહેવાતાં! કારણ કે ભલે હરણનાં ટોળાં જંગલોમાં નાચે, કૂદે અને મસ્તીથી દોડે, પરંતુ એ માણસોથી ખૂબ સાવધાન રહે, એમની ચકોર દૃષ્ટિ માણસને ઓળખી લે. શિકારીને જોતાં જ એ ચારે પગે કૂદીને જંગલમાં અદૃશ્ય થઈ જાય!
શ્રમણ ભગવાન મહાવીરના ચરણે તો મગધસમ્રાટ શ્રેણિક પછી આવ્યો.
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયપરવશતા વેરે છે વિનાશ
૬૫
એ પૂર્વે શ્રેણિક પણ શિકારનો ભારે રસિયો હતો. એને પણ હરણનો જ શિકાર કરવો ગમતા અને એ શિકારના રસમાં જ એણે નરકે જવાનું આયુષ્ય કર્મ બાંધી લીધું હતું. હરણના બદલે હરિણીની પાછળ સમ્રાટ પડ્યો હતો. હરિણી તીવ્રગતિએ ભાગી.... પણ હતી એ ગર્ભિણી. એ ઝાઝું ન દોડી શકી ને સમ્રાટનું સનનન કરતું તીર એના પેટમાં ખૂંપી ગયું.... પેટ ફાટી ગયું..... હરિણી મરી ગઈ, હરિણીનું બચ્ચું પણ તરફડીને મરી ગયું....મગધસમ્રાટ આ દશ્ય જોઈને નાચી ઊઠ્યો હતો. ‘એક તીરથી બેનો શિકાર કર્યો!' એ પાશવી નૃત્યનો શિરપાવ મળ્યો નરકગતિમાં ધકેલાઈ જવાનો.
જ્યારે સરળતાથી હરણ પકડાતાં ન હતાં, હરણમાંસના લોલુપીઓએ હરણનો સહેલાઈથી શિકાર કરવા, હરણની એક નબળી કડી શોધી કાઢી! હરણને સંગીતના સૂરો ખૂબ ગમે! સંગીતના સૂરોમાં એ હરણનું ટોળું એટલું તલ્લીન થઈ જાય છે કે એમની પાછળ છુપાઈને ઊભેલા યમદૂત જેવા શિકારીને એ જોઈ જ ન શકે. સંગીતની સૂરાવલી એમને એટલી બધી કર્ણપ્રિય લાગે! હરણોની આ સંગીતપ્રિયતાનો ગેરલાભ ઉઠાવ્યો બુદ્ધિમાન ગણાતા માનવોએ.
જંગલોમાં સંગીતકારો જવા લાગ્યા. સ્ત્રી-પુરુષોની એ સંગીતમંડળી એવા સ્થળે પોતાના પડાવ નાંખતી કે થોડે દૂર હરણોનું ટોળું હોય. ગીત, સંગીત અને નૃત્યની રમઝટ જામે..... મધુર ગીત! સૂરીલું સંગીત અને તાલબદ્ધ નૃત્ય! હરણો ધીરે ધીરે નજીક આવે..... સંગીતમંડળીના શ્રોતા બની એકરસ.... એકતાન થઈ સાંભળ્યા કરે. શિકારીઓની મંડળી..... એ નિર્દોષ હરણોની પાછળ બાણ ઉપર તીર ચઢાવીને તૈયાર ઊભેલી હોય. તેમનાં તીર છૂટે ને એક-બે હરણ જમીન પર ઢળી પડે..... બાકીનાં હરણો ભયભીત બની છલાંગો મારતાં ત્યાંથી ભાગી જાય.
પણ ‘એ હરણો શાથી વીંધાઈ ગયાં?' એ પ્રશ્ન ગ્રન્થકાર ઉમાસ્વાતિજી પૂછે છે! પોતે જ એનો જવાબ આપે છે : શ્રોત્રાવબદ્ધતાના કારણે! ગીત અને સંગીત એ શ્રવણેન્દ્રિયનો પ્રિય વિષય છે. એ પ્રિય વિષયમાં જ્યારે ભોળું હ૨ણ રસલીન બને છે, ક્રૂર શિકારીઓ એના પ્રાણ લઈ લે છે.
હા, આ સંસાર આવો છે. તમે ભલે આ વર્તમાન જીવનમાં કોઈ પણ જીવનું ન બગાડયું હોય, કોઈનું અહિત વિચાર્યું પણ ન હોય, છતાં તમારું જીવન કોઈ ખેદાનમેદાન કરી નાખે! તમારા ૫૨ દુ:ખ અને ત્રાસ વરસાવે. હરણો શું બગાડે છે. એ શિકારીઓનું? કંઈ નહીં, છતાં એ હરણોને વીંધી નાંખે છે પોતાના સ્વાર્થની ખાતર
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ એક જ શોખ એ હરણાંને-સંગીતની સુરાવલી શ્રવણ કરવાનાં. એક જ ઇન્દ્રિયની પરવશતા! પણ એ પરવશતા એના કરુણ મોતનું કારણ બને છે. શું ઇન્દ્રિયપરવશતા માત્ર હરણના માટે મોતનો હેતુ બને છે? બીજા જીવો માટે નહીં? આ એક પ્રસિદ્ધ ઉદાહરણ આપીને ગ્રન્થકાર મહર્ષિ માનવોને ગંભીર વાત કહી રહ્યા છે. “રે માનવ! એક ઇન્દ્રિયની પરવશતા જ મોતના ઘાટે ઉતારી શકે તો પછી તારું શું થશે? તું તો પાંચેય ઇન્દ્રિયોને પરવશ પડેલો છે.”
गतिविभ्रमेगिताकारहास्यलीलाकटाक्षविक्षिप्तः ।
रूपावेशितचक्षुः शलभ इव विपद्यते विवशः ।।४।। શર્થ : સવિકાર ગતિ, સ્નિગ્ધ દૃષ્ટિ, મુખ-છાતી આદિ આકાર, સવિલાસ હાસ્ય અને કટાક્ષથી વિક્ષિપ્ત (મનુષ્ય, સ્ત્રીના રૂપમાં જેણે પતાની દૃષ્ટિ સ્થાપી છે અને વિવશ બન્યો છે, તેવા એ પતંગિયાની જેમ નાશ પામે છે.
વિવેવન : પાગલ પતંગિયાને જોયું છે? વીજળીના દીવાઓના ઝગમગાટમાં કદાચ તમે પતંગિયું નહીં જોયું હોય, પરંતુ કોઈ ગ્રામ્ય પ્રદેશમાં જ્યારે જાઓ, રાત્રિના સમયે ઘીના કે તેલના દીવાઓ સળગતા હોય તે દીવાઓ પાસે બેસજો..... એ દીપક જ્યોતિની આસપાસ કોઈ એક-બે દીવાનાં પતંગિયાં આવીને ચક્કર મારવા લાગશે.
એ દીપકની જ્યોતિમાં આપણે રૂપનું દર્શન ન કર્યું હોય, પતંગિયાએ એમાં અદ્ભુત રૂપદર્શન કરેલું છે! એને દીપજ્યોતિનું રૂપ ખૂબ ગમે છે..... એ
જ્યોતિની આસપાસ ઘૂમે છે ને એ પ્યારી દીપજ્યોતિને આલિંગન આપવા ધસી જાય છે દિપજ્યોતિનું રૂપ અને આકર્ષે છે પણ જ્યાં એ દીપજ્યોતિને સ્પર્શે છે ત્યાંજ દીપજ્યોતિ એને બાળીને ભસ્મ કરી દે છે!
એ ભોળાં પતંગિયાંને ક્યાં સમજ હોય કે દીપજ્યોતિનું ૫ જેટલું આસ્લાદક છે, સ્પર્શ એટલો જ ખતરનાક છે. જેનું રૂપ સારું હોય એનો સ્પર્શ પણ સુખદાયી જ હોય એવો નિયમ નથી. અજ્ઞાની અને ભોળાં પતંગિયાંને આ નિયમનું જ્ઞાન ન હોય, એ વાત આપણે સ્વીકારીએ, પરંતુ જ્ઞાની અને ચબરાક કહેવાતો માનવી પણ આ સિદ્ધાંતને ન સમજી શકે, એ વાત કેવી રીતે માનવી?
જ્યારે પુરુષ કોઈ રૂપવતી નારીની લટકાળી ચાલ જુએ છે ત્યારે એનું મન ચિંચળ થઈ જાય છે; એ લાવણ્યમયી લલનાનાં મદઘેલાં લોચનમાં સ્નેહની સ્નિગ્ધતા અને આદરપૂર્વક આવકાર જુએ છે ને એનું ચિત્ત હલી જાય છે, એ
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇકિયપરવશતા વેરે છે વિનાશ કમનીય કાન્તાના ચંદ્ર જેવા મુખડાને જુએ છે..... ઉન્નત અને આકર્ષક વક્ષસ્થળને જુએ છે અને એનું હૃદય ખળભળી ઊઠે છે, એ ચન્દ્રવદના મુગ્ધાનું સાંકેતિક હાસ્ય જુએ છે ને એનું મન એના તરફ આકર્ષાઈ જાય છે.... અનિમેષ નયનેટગર ટગર એ કામીપુરુષ એ કામિનીને જોયા જ કરે છે.
અને પેલો નિયમ તો છે -જેનું તમને રૂપ ગમ્યું, એનો સ્પર્શ કરવા તમે ઇચ્છવાના જ! રૂપનો રાગ સ્પર્શની ઇચ્છા જગાડે! ત્યાં પેલો બીજો નિયમ વિસરાઈ જાય છે. જેના રૂપનું દર્શન આનંદ આપે, એનો સ્પર્શ પણ આનંદ આપે, સુખ આપે-એવો નિયમ નહીં? સ્ત્રીના રૂપનું દર્શન કામીપુરુષને આનંદ ભલે આપે, પરંતુ સ્ત્રીનો સ્પર્શ દઝાડે જ.
અરે, સ્પર્શની વાત ભલે દૂર રહી, સ્ત્રીના રૂપનું દર્શન જ પુરુષના મનને દઝાડે છે, બાળે છે અને સર્વનાશ કરે છે. શ્રેષ્ઠીપુત્ર રૂપસેને રાજકુમાર સુનન્દાનું માત્ર રૂપ જ જોયું હતું ને? સનન્દાનો શબ્દ સાંભળ્યો ન હતો, સુનન્દાને સ્પર્શ કર્યો ન હતો..... છતાં શું રૂપસેનને દઝાડ્યો ન હતો? રૂપસનના મનમાં રાગની આગ લાગી ગઈ ન હતી? એના ભાવપ્રાણ બળીને રાખ નહોતા થઈ ગયા? રાજમહેલના ઝરૂખે બેઠેલી એ રાજકુમારીની સ્નેહસ્નિગ્ધ દૃષ્ટિ સાથે એની દૃષ્ટિ મળી, રાજકુમારીનું રૂપ-લાવણ્યથી સભર યૌવન જોયું અને ઘાટીલા મુખ પર રમી રહેલું વિલાસી હાસ્ય જોયું. ઇશારાથી એને આમંત્રણ મળ્યું ને રૂપસેન સુનન્દા તરફ ખેંચાઈ ગયો પણ એની પાસે ન પહોંચી શક્યો સુનન્દાની મદભરી યૌવનની મૌસમ માણવા તે ભાગ્યશાળી ન બની શક્યો. માર્ગમાં જ હોનારત સર્જાઈ ગઈ. ભીંત તૂટી પડી ને રૂપમેન દટાયો...કચડાઈ ગયો......!
એનું મૃત્યુ થયું. એનો આત્મા એ જ સુનન્દાના પેટે ગર્ભરૂપે અવતર્યો ! કેવો આ સર્વનાશ કહેવાય? આ સર્વનાશનું કારણ સમજાઈ ગયું ને! રૂપદર્શનનો મોહ. જેવી રીતે સ્ત્રીરૂપમાં મોહિત પુરુષ પોતાનો નાશ નોતરે છે, તેવી રીતે પુરુષના રૂપમાં રસિક બનેલી નારી પણ પોતાનો નાશ નોતરે છે. ચક્ષુઇન્દ્રિયની પરવશતા....માત્ર એક ઇન્દ્રિયની પરવશતા હરણના પ્રાણ હરી લે છે, તો મનુષ્ય? મનુષ્ય તો પાંચ-પાંચ ઇન્દ્રિયોને પરવશ પડેલો હોય છે. એનો સર્વનાશ કેવો થાય?
પરપુદ્ગલનાં રૂપ જોવાના કોડ, આત્માથી ભિન્ન દ્રવ્યોનાં રૂપ જોવાની તમન્નાઓ જીવાત્માને દુર્ગતિઓમાં પટકીને પીસી નાંખે છે. અનેક જન્મો સુધી દુઃખ અને ત્રાસની પરંપરા ચાલે છે.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ स्नानाङ्गरागवर्तिकवर्णधूपाधियासपटवासैः।
गन्धभ्रमितमनस्को मधुकर इव नाशमुपयाति ।।४३।। અર્થ : ખાન, વિલેપન, વિવિધ વર્ણની અગરબત્તી, અધિવાસ (માલતી વગેરે પુષ્પોની), અને સુગન્ધી દ્રવ્યો-ચૂર્ણોની ગધથી ભ્રમિત (આક્ષિપ્ત) મનવાળો (માનવી) ભ્રમરની જેમ નાશ પામે છે,
વિવેવન : કુદરતના ખોળે જીવવાનું જાણે કે માનવી ભૂલી ગયો છે. કૃત્રિમતાના સંગે જીવન માણવાની જાણે હોડ મંડાણી છે. માનવના સમગ્ર જીવનની આસપાસ નરી કૃત્રિમતા જ પથરાયેલી છે. પછી એ કાગળના કે પ્લાસ્ટિકના પુષ્પ ઉપર ભ્રમરનો મધુર ગુંજારવ કેવી રીતે સંભળાય? એ કૃત્રિમ પુષ્પ ઉપર સંકોચ અને વિકાસ ક્યાંથી જોવા મળે? એ ફૂલોનું ખીલવાનું ને ખરી પડવાનું ક્યાંથી દેખાય?
ગ્રન્થકાર મહર્ષિ આપણો હાથ પકડી, એક રમણીય ઉદ્યાનમાં લઈ જાય છે. અનેક વિવિધવર્ણનાં અસંખ્ય પુષ્પો ત્યાં ખીલેલાં છે. ઉદ્યાનની મધ્યમાં એક સરોવર છે. કમલપત્રોથી છવાયેલું અને કમળનાં પુષ્પોથી સુશોભિત! ત્યાં એક આહલાદક દ્રશ્ય જોયું. કેટલાક ભમરાઓ એ પદ્મપરાગની સુવાસનું પાન કરવા પધોની મધ્યમાં બેસી સુગન્ધમાં નિમગ્ન થઈ ગયા હતા.
આ ભ્રમરોને કોણ અહીં ખેંચી લાવે છે, તે જાણો છો?' મહર્ષિ પૂછે છે અને જવાબ પણ તેઓ જ આપે છે. “આ કમળોની સુવાસ! સુવાસ ખેંચી લાવે છે અને એને એ કમળની પાંખડીઓમાં બેસાડે છે!”
હા ગુરુદેવ! કેવું રમણીય દૃશ્ય છે આ!” તને ગમ્યું આ દશ્ય?'
ખૂબ ગમ્યું!' ત્યાં એ ઉદ્યાનનો માળી આવી પહોંચ્યો. મહર્ષિએ એના કાનમાં કંઈફ વાત કરી. માળી ચાલ્યો ગયો અને થોડીક વારમાં એ એક પુષ્પ લઈને પાછો આવ્યો. કમળનું ચીમળાયેલું અને બિડાઈ ગયેલું ફૂલ હતું. માળીએ ધીરે ધીરે એની એક-એક પાંખડી દૂર કરવા માંડી ત્યાં મારી નજર એમાં. પુષ્પમાં રહેલા ભમરા ઉપર પડી. એ મરી ગયેલો હતો..... મહર્ષિએ મારી સામે જોયું. તેઓ બોલ્યા :
આ કરુણ અંજામ છે પેલી ગન્જપ્રિયતાનો, ગન્દરસિકતાનો. કમળની સુવાસમાં પાગલ બની જતા ભમરાને ભાન નથી રહેતું કે સાંજે આ પાંખડીઓ બિડાઈ જશે. તું એમાંથી નીકળી નહીં શકે..... તારા પ્રાણ નીકળી જશે.”
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયપરવશતા વેરે છે વિનાશ
મારી સામે બે દૃશ્ય હતાં : એક હતું સરોવરમાં ખીલેલાં કમળો ઉપર નાચતા અને કૂદતા ભમરાઓનું... બીજું હતું ચિરનિદ્રામાં પોઢી ગયેલા ભમરાનું આ બંને દૃશ્યો હતાં.... આમાં માનવીના જીવનનું આધ્યાત્મિક રહસ્ય ભરેલું હતું. એટલે તો મહર્ષિ આપણને ઉદ્યાનમાં લઈ આવ્યા છે! આં દૃશ્ય બતાવીને તેઓ કહે છે :
અરે માનવ, તું જડ પુદ્ગલ દ્રવ્યોની ગંધમાં આસક્ત ન થા. સુગન્ધિત“સેન્ટેડ'પાણીથી તારે સ્નાન કરવાં છે? શરીર ઉપર પફ-પાવડર અને લાલીનાં વિલેપન કરવાં છે? સદેવ તારા આવાસમાં મઘમઘાટ કરતી અગરબત્તીઓ સળગતી રાખવી છે? સુવાસિત પુખોનો ગુચ્છો લઈને તારે ફરવું છે? ખુબૂઓ પ્રસારતાં તેલ અને અત્તરો શરીર પર છાંટીને તારે સુગન્ધસાગરમાં ડૂબી જવું છે? ખરેખર, તું વિનાશના મહાસાગરમાં ડૂબી જઈશ.' પ્રશનઃ તો શું અમારે સુગધ લેવી જ નહીં? સુવાસ લેવી જ નહીં? ઉત્તર : હું આસક્ત થવાની ના પાડું છું. મનને એમાં લીન કરવાની ના પાડું છું. સહજ-સ્વાભાવિક રીતે સુવાસ આવતી હોય તો ગટર પાસે જવાનું કહેતો નથી. ગમે તેવી સુવાસ મળતી હોય, કદાચ મનને તે આદ્યાદિત પણ કરી જાય, છતાં એ સુવાસ સાથે મન બંધાઈ જવું ન જોઈએ. સુગન્ધભર્યા પદાર્થોમાં વારંવાર મન રમતું થવું ન જોઈએ. એ રમતું થઈ ગયું તો આત્મરમણતા કે પરમાત્મરમણતા મરી-પરવારી સમજો.
ભલે ભ્રમરની જેમ દ્રવ્યપ્રાણી ન ચાલ્યા જાય, પરંતુ પવિત્ર ભાવપ્રાણ... પવિત્ર અને શુભ વિચાર તો મરી પરવારશે જ.
मिष्टान्नपानमांसौदनादि-मधुररसविषयगृद्धात्मा।
गलयंत्रपाशबद्धो मीन इव विनाशमुपयाति ।।४४ ।। અર્થ : અત્યંત સ્વાદિષ્ટ ભોજન, મદ્યપાન, માંસ, દન અને મધુર રસ (સાકર વગેરેના), રસનાના આ વિષયોમાં આસક્ત આત્મા લોહયંત્રમાં અને તખ્તમય જાળમાં ફસાયેલી-પરવશ થયેલી માછલીની જેમ મૃત્યુ પામે છે.
વિવેદન : તમે કોઈ તળાવમાં, સરોવરમાં, કુંડમાં કે નદીમાં માછલીઓ જોઈ છે? પાણીની સપાટી ઉપર આવતી.... ક્ષા-બે ક્ષણે બહાર નજર કરતી અને વીજળીવેગે પાણીના ઊંડાણમાં સરી જતી એ માછલીઓ જોઈ છે? એ માછલીઓ એક માત્ર રસનેન્દ્રિયને પરવશ હોય છે..... બીજી ઇન્દ્રિયો હોય ખરી, પરન્તુ પરવશતા નહીં. રસનેન્દ્રિયના વિષયની પરવશતા..... એના
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦.
પ્રશમરતિ કરુણ મૃત્યુનું કારણ બની જાય છે. એ માછલીઓ જેમ રસના-જિલ્લાના વિષયો શોધે છે - વિષય મળતાં વળગી પડે છે, તેમ આ દુનિયામાં એવા મનુષ્યો પણ હોય છે કે જેઓ માછલીઓને શોધે છે! કારણ કે માછલી એમનું ભક્ષ્ય છે..... એમની રસનાને માછલી બહુ ભાવે... માછલીઓ દેખાતાં જ, તેઓ તેને પફડવા પાણીમાં જાળ પાથરે અથવા લોઢાના અણીદાર કાંટા ઉપર માંસના ટુકડા લગાવીને, દોરીથી એને બાંધીને, એ દોરીને એક લાકડી સાથે બાંધીને, એ કાંટો પાણીમાં નાંખે છે. માછલી એ માંસનો ટુકડો ખાવા જ્યાં મોંઢામાં એને દબાવે કે અંદર રહેલો લોઢાનો કાંટો એના મુખમાં ભરાઈ જાય..... પેલા માછીમારને ખબર પડી જાય..... લાકડીથી દોરીને ઊંચકી લે... એના હાથમાં માછલી આવી જાય...
પેલી જાળમાં તો એક સાથે અનેક માછલીઓ સપડાઈ જાય છે. કારણ જાણી લીધું ને? રસનેન્દ્રિયના પ્રિય અને મિષ્ટ વિષયની લોલુપતા. એ લોલુપતા મારે છે.
“મને તો અત્યંત સ્વાદિષ્ટ,... કોઈ પણ ખામી વિનાનું અને વિવિધતાવાળું જ ભોજન ગમે... શરબતો તો જોઈએ જ... શરાબ એકાદવાર તો લેવો જ પડે.. પશુ અને પક્ષીઓના માંસ વિના ન ચાલે. મારે આવી જ જાતના ચોખા ખાવા જોઈએ....' આવા આગ્રહ હોય, આવાં ભોજન-ભક્ષ્ય અને પીણાં-પેય ક્યાં મળે-એ જ ધૂન મનમાં હોય અને એવાં ભક્ષ્ય અને પેય મળી જાય એટલે એના પર તૂટી પડતો હોય તો એ વિષયગૃદ્ધિ કહેવાય.
શ્રી રામચન્દ્રજીના પૂર્વજોમાં અયોધ્યાના સિંહાસને સોદાસ નામનો રાજા થઈ ગયો. મંત્રીમંડળે એને પદભ્રષ્ટ કરી એના પુત્રને શા માટે રાજસિંહાસને બેસાડ્યો હતો, એ તમે જાણો છો? શાથી સોદાસ અયોધ્યા છોડીને જંગલોમાં ભાગી ગયો? રાજપાટ, પુત્રપરિવાર, વૈભવસંપત્તિ આદિ સર્વસ્વ શાથી હારી ગયો? મનુષ્યમાંસના ભક્ષણથી લાગેલી ભયંકર લત! સેંકડો માનવશિશુઓની હત્યા કરાવી પોતાની રસનેન્દ્રિયને રસપ્રચુર માંસાહારથી તૃપ્ત કરવાની લત! જંગલોમાં લોહી ખરડાયેલી તલવાર લઈ ભટક્તો સોદાસ નરપિશાચ બની ગયો.
સેફ શિષ્યોના ગુરુ અને હજારો લાખો અનુયાયીઓના લાડીલા એ મંગુઆચાર્ય, મરીન મથુરાની ગંદી ખાળમાં કેમ બંતર થયા? હજારો જબાનો પર જેમની કીર્તિકન્યા નૃત્ય કરતી હતી, હજારો મનુષ્યોના હૃદયસિંહાસન પર જેઓ દેવરૂપ બિરાજેલા હતા... તીવ્ર બુદ્ધિ અને અદ્દભુત શાસ્ત્રજ્ઞાન જેમની પાસે હતું, તે આચાર્યની આવી અવગતિ કેમ થઈ? રસનેન્દ્રિયના પાપે! ભક્તો
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયપરવશતા વેરે છે વિનાશ
૩૧
દ્વારા થતી મિષ્ટાન્ન અને માલમેવાની ભક્તિ એમણે સહર્ષ સ્વીકારી હતી. રસનાની લોલુપતામાં એવા એ ગેબી રીતે ફસાતા જતા હતા કે એમની સૂક્ષ્મબુદ્ધિ પણ તે સમજી શકી ન હતી!
ક્ષુધાનું શમન કરવા ખાવું અને તૃષાને મિટાવવા પીવું એ રસવૃદ્ધિ નથી; પરંતુ જીભના સ્વાદ કરવા.... નિરંતર એવા જ પ્રિય ભક્ષ્ય પદાર્થોનું ચિંતન કરવું, એના જ વિકલ્પ કરવા. એ પ્રિય પદાર્થો મળે એટલે રાજીના રેડ બની જવુ ને ઠાંસી ઠાંસીને ખાવું.... આ રસવૃદ્ધિ છે.
પેલા કંડરીક મુનિનું સર્વહારા પતન કેમ થયું હતું? રાજાએ એ મુનિવરના સંયમ-સહાયક દેહને નીરોગી બનાવવા રાજમહેલમાં રાખ્યા હતા..... દેહ તો નીરોગી થઈ ગયો, પરંતુ દેહને હવે પુષ્ટ કરવો હતો. તો એ સાધુજીવનની કઠોર સાધના ક૨વા શક્તિમાન બને ને! દેહને પુષ્ટ કરવા પૌષ્ટિક ને સ્વાદિષ્ટ આહાર-પાણી લેવા માંડ્યાં. જનમજનમની વાસના જાગી ઊઠી..... રસનેન્દ્રિયની લોલુપતાએ માઝા મૂકી. પરિણામ કેવું આવ્યું? સંયમજીવન ત્યજી દીધું ને દોટ મુકી રાજમહેલના રસોડા તરફ! મનગમતાં ભોજન ખૂબ કર્યાં. ઠાંસી ઠાંસી ખાધું......શૂળરોગ ઊપડ્યો..... ઘોર વેદનાઓ ઊપડી.... વાસના સાથે વેદના જોડાયેલી જ છે. મરીને સાતમી નરકે ચાલ્યો ગયો..... આથી વધુ વિનાશ સંસારમાં બીજાં કોઈ છે?
शयनासनसंबाधनसुरतस्नानानुलेपनासक्तः ।
स्पर्शव्याकुलितमतिर्गजेन्द्र इव वध्यते मूढः | १४५ ।।
અર્થ : શૈયા, આસન, અંગમર્દન, ચુંબન-આલિંગનાદિ, સ્નાનવિલેપન..... સ્પર્શનો વ્યસની, સ્પર્શ (સુખ) થી મોહિત બુદ્ધિવાળો મૂઢ (જીવ) ગજેન્દ્રની જેમ બંધાય છે.
વિમેન : પ્રાચીનકાળમાં રાજાઓ, શ્રીમંતો અને મહંતો હાથી અને ઘોડાઓ ખૂબ રાખતા, કારણ કે તેઓ ખાસ કરીને યુદ્ધમાં કામ આવતા. ‘કયા રાજા પાસે હસ્તિદળ મોટું છે? કયા રાજા પાસે અશ્વદળ મોટું છે? એના આધારે તે રાજાની શક્તિ મપાતી હતી. જેમ અત્યારે ‘હવાઈદળમાં વિમાનો અને સમુદ્રના યુદ્ધજહાજો કોની પાસે (કયા દેશ પાસે) વધારે છે?' એના આધારે એ દેશની તાકાત માપવામાં આવે છે.
રાજાઓના રાજમહેલે હાથીઓ ઝૂલતા હોય! શ્રેષ્ઠીઓની હવેલીઓના દ્વાર હાથીઓ રમતા હોય! મહંતોના મઠામાં પણ હાથીઓ શાન્ત બનીને વેદોની ઋચાઓ સાંભળતા હોય! પરંતુ તમે જાણો છો, એ હાથીઓ ક્યાં જન્મે છે? અં
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૭૨
હાથીઓને કેવી રીતે પકડીને લાવવામાં આવે છે? ગ્રંથકાર મહાત્મા આપણને તેઓના વિશાળ જ્ઞાનનો પરિચય કરાવે છે.
હાથીને પકડનારાઓ માત્ર બળપ્રયોગથી હાથીને નથી પકડતા..... તેઓ હાથીને વશ-પરવશ કરવાનો સરળ ઉપાય શોધે છે. તે માટે તેઓ હાર્થીની નબળી કડી શોધી કાઢે છે. હાથીને હાથણીઓનો સ્પર્શ ખૂબ ગમે! જંગલોમાં લગભગ હાથી હાથણીઓના ટોળામાં જ ફરતો હોય! પાંચસો-પાંચસો હાથણીઓને એક મદોન્મત્ત હાથી તૃપ્ત કરતો હોય! હાથીને પકડવા માટે ઍની આ નબળાઈ (માનસિક)નો લાભ ઉઠાવાતો હતો.
હાથણીઓમાં પણ વેશ્યા-હાથણીઓ હોય છે. તે હાથણીઓ હાથી પ્રસન્ન કરવામાં કુશળ હોય છે. કોઈ હાથણી હાથીને પોતાના શરીરથી ઘર્સ, કોઈ હાથણી પોતાના કાનથી પંખો નાખે, કોઈ હાથણી એના પર પુષ્પો ફેંકે, પત્ર ફેકે... કાંઈ હાથણી આગળ ચાલે, કોઈ પાછળ ચાલે, કોઈ બાજુમાં ચાલે... સ્વછંદ રીતે ક્રીડા કરતા તે હાથીને પાંજરામાં લાવવામાં આવે.... બસ, પછી મહાવત અંકુશ લઈને ચઢી બેસે એના ઉપર. વારંવાર તીક્ષ્ણ અંકુશના પ્રહારોથી હાથી પરવશ બની જાય છે અને અનેક પ્રકારનાં તીવ્ર દુઃખ અનુભવે છે. હાથણીઓમાં કરાતી તીવ્ર આસક્તિ હાથીને પરવશ બનાવી દે છે.
સ્પર્શેન્દ્રિયનાં સુખોમાં આસક્ત બનેલા મનુષ્યો પણ આવી જ રીતે પરવશ બની ઘોર દુ:ખ અનુભવે છે. સ્પર્શના અસંખ્ય વિષયોમાં જ્યારે જીવ લોલુપી બની જાય છે, ત્યારે તે પોતે કેવી વિનાશની ભયાનક ખીણ તરફ ધસી રહ્યો હોય છે એનું એને ભાન રહેતું નથી.
સુશોભિત શયનગૃહમાં સુંદર મુલાયમ.... સપ્રમાણ શૈય્યામાં એને આર્બાટવું ગમે છે. મૃદુ કોમળ અને સુંવાળાં આસનો પર બેસવું ગમે છે..... સ્નાનગૃહમાં જઈ વિવિધ સુગંધી દ્રવ્યોથી શરીરનું મર્દન (માલિસ) કરાવવું ગમે છે. ચામડીને મુલાયમ (સ્મથ) રાખવી ગમે છે... પછી એને એવા જ સુકોમળ શરીરને ભેટવાની તીવ્ર ઇચ્છા જાગે છે... સુકોમળ કાયાવાળી પ્રિયાને ચુંબનો કરવાનું અને આલિંગન આપવાનું ગમે છે... અંગક્રીડા અને અનંગક્રીડામાં તે અત્યંત આસક્ત બની જાય છે... આનું પરિણામ? શું એ સ્પર્શેન્દ્રિયના વિપયોનું સતત સુખ અનુભવી શકે? શું એને એ વિષયો સતત મળતા જ રહે?
પરિણામ પૂછો પેલા લલિતાંગકુમારને... રાજાની રાણીના મોહપાશમાં જકડાયેલા એ શ્રેષ્ઠીપુત્ર રાણીના મુલાયમ દેહનો મીઠો સ્પર્શ તો કર્યો..... સ્પર્શેન્દ્રિયે ક્ષણિક સુખ તો અનુભવ્યું.... પણ પછી? જ્યારે અચાનક રાજા
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયપરવશતા વેરે છે વિનાશ અંતઃપુરમાં ધસી આવ્યો ત્યારે રાણીએ લલિતાંગને ક્યાં પૂરી દીધો હતો? શૌચાલયમાં! રાજાએ અંતઃપુરમાં આવતાંની સાથે જ શૌચાલયમાં જવાની ઇચ્છા કરી... લલિતાગે રાજાની વાત સાંભળી. તેને શરીરે પરસેવો વળી ગયો. એ શૌચાલયની ઊંડી પાઈપમાં ઊતરી ગયો... નરક જેવી ઘોર વેદના સહન કરતો તે એ ગટરમાંથી તણાતો તણાતો ગામની બહાર ખાળમાં જઈ પહોંચ્યો. દિવસો સુધી એ ખાળમાં એનું શરીર સડી ગયું.... બેહોશ સ્થિતિમાં એને એના પિતા શોધીને ઘેર લઈ આવ્યા.
પુરુષને જેમ સ્ત્રી શરીરનું સ્પર્શમુખ મુંઝવે છે તેમ સ્ત્રીને પુરુષના શરીરનું સ્પસુખ આકર્ષે છે. જે કોઈ આ સ્પર્શમુખમાં આસક્ત બન્યા, દિવસ ને રાત મન, વાણી અને કાયાથી આ સ્પર્શ સુખમાં જ જે જીવો લીન બન્યા, તેઓએ પોતાનો વિનાશ નોતર્યો છે.
एवमनेके दोषाः प्रणष्टशिष्टेष्टदृष्टिचेष्टानाम् ।
दुर्नियमितेन्द्रियाणां भवन्ति वाधाकरा बहुश: ।।४६।। અર્થ : અવિવેકી પુરુષોને કે જેમનાં ઇષ્ટ જ્ઞાન અને ક્રિયા (ઉભય) નાશ પામ્યાં છે. અને દોપમાં જતી ઇન્દ્રિયોને જેમણે સંયમિત કરી નથી, તેઓને આ રીતે બીજા પણ) અનેક દાંપાં અનેકવાર પીડાકારી બને છે.
વિવેવન: સતત સન્માર્ગની પ્રેરણા આપનારું જ્ઞાન નથી અને એ જ્ઞાનપ્રકાશમાં દેખાતા માર્ગે ચાલવાનું મન નથી. જ્ઞાન નથી અને ક્રિયા નથી. બંને નાશ પામી ગયાં છે, એવા જીવાત્માઓ હલાહલ કરતાંય વધારે વિઘાતક વિષયોના સંગે મજેથી ફરે છે..... પ્રિય વિષય, મનગમતો વિષય મળવો જોઈએ. તેઓ સ્વચ્છેદે એમાં ક્રીડા કરે છે.
એ બિચારા જીવો પાસે દૃષ્ટિ જ નથી, સાચી સમજ જ નથી, પરલોકનો વિચાર કરવાની શક્તિ જ નથી; પછી એમને કોણ સમજાવે કે “પયકર્મના ઉદયથી અહીં આ જીવનમાં તમને પાંચ ઇન્દ્રિયોના અનુકુળ અને પ્રિય વિષયો મળ્યા છે, જો એમાં-એ વિષયભોગમાં લીન થઈ ગયા, ભાન ભૂલી ગયા, તો નરક અને તિર્યંચગતિમાં પટકાઈ જશો. અનેક દુઃખ અને ત્રાસ સહન કરવાં પડશે એ દુર્ગતિઓમાં ત્યાં તને આ પ્રિય વિષયો હજારો ને લાખો વર્ષ સુધી નહીં મળે..”
કોણ સમજાવે એ જીવોને આ વાત? સમજાવવાર હોય પણ સમજનાર ન હોય ત્યાં શું થઈ શકે? જ્ઞાનદષ્ટિ વિના આ વાતો સમજાય જ નહીં; પછી ભલે
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
પ્રશમરતિ સમજાવનાર સ્વયં તીર્થંકર પરમાત્મા હોય! પરમાત્મા મહાવીરસ્વામી ગોશાલકને ન સમાવી શક્યા, જમાલીને ન સમજાવી શક્યા; અનેક પાખંડીઓને ન સમજાવી શક્યા, તે શું તેઓની અપૂર્ણતા હતી? ના, પરમાત્માની જ્ઞાનશક્તિ તો પરિપૂર્ણ જ હતી, પરંતુ સામેના જીવાત્મા પાસે એ જ્ઞાનસન્માર્ગદર્શ દૃષ્ટિ ન હતી. તેઓ પરમાત્માની દિવ્ય પ્રેરણા ઝીલી ન શક્યા; ગ્રહણ ન કરી શક્યા.
ગ્રન્થકાર મહાપુરુષે આપણને પ્રત્યક્ષ દુનિયાનાં પ્રત્યક્ષ પ્રમાણ આપીને એ સમજાવ્યું કે એક-એક ઇન્દ્રિયની પણ પરવશતા જીવોને દુઃખના દાવાનળમાં કેવા હોમી દે છે, પશુસૃષ્ટિમાંથી એક-એક ઉદાહરણ લઈને, કેવી અદ્દભુત શૈલીમાં તેઓએ નિરૂપણ કર્યું છે? મનુષ્યોને કેવી લાલબત્તી ધરી છે? તેઓ કહે છે :
આ મેં પ્રત્યક્ષ જે દૃષ્ટાન્તો આપ્યાં ઇન્દ્રિયપરવશ જીવોનાં, તે જીવોનાં દુઃખ તો અલ્પકાલીન છે, પરંતુ જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં લોપી અને આસક્ત જીવ નરક ગતિમાં જાય છે; તિર્યંચ યોનિમાં જાય છે, ત્યાં એને જે દીર્ઘકાલીન દુઃખો સહેવાં પડે છે.....એ તરફ દૃષ્ટિ કરો. ભલે એ નરકગતિ પરોક્ષ છે, તમારી આંખોથી તે જોઈ શકાતી નથી. મનુષ્યની આંખો એવી શક્તિવાળી નથી કે એ લાખો-કરોડો માઈલોથી પણ વધુ દૂરનાં દશ્ય જોઈ શકે. દિવ્યદૃષ્ટા કેવળજ્ઞાની પરમપુરુષોએ પોતાના આત્મપ્રકાશમાં એ બધું જ જોયેલું છે ને વિશ્વને બતાવેલું છે.... એ નરકગતિમાં જીવો જે ભયંકર યાતનાઓ સહે છે એ જોઈને કરુણાવંત પુરુષોનાં હૃદય રડી પડે છે. દુર્ગતિમાં બીજા જીવો ન ચાલ્યા જાય તે માટે તેઓ બૂમો પાડે છે. ક્યારેક સ્નેહથી, ક્યારેક રોપથી પણ, રોકવા પ્રયત્ન કરે છે.
‘તમે ઇન્દ્રિયોના વિષયોમાં લોલુપ ન બનશો. એ વિષયોનો ઉપભોગ કરવો જેટલો અનિવાર્ય હોય તેટલો જ કરજો. તેમાં પણ એટલી સાવધાની રાખજો કે તમારો મનોયોગ એમાં ન જોડાઈ જાય. મનોયોગ વિના પણ, મનના ઉપયોગ વિના પણ વિષયોપભોગ થઈ શકે. માનો કે મન એમાં ભળે છે, રોકી નથી શકતા તો મનને રાગમાં વધુ સમય રાચવા ન દેશો, આસક્તિમાં બંધાવા ન દેશ.”
આ બધી વાતો કોણ સમજે !! જે જીવોની સન્માર્ગદર્શી જ્ઞાનષ્ટિ ખૂલી નથી, જે જીવો સન્માર્ગે ચાલવા તત્પર પણ નથી, જેઓ પોતાની ઇન્દ્રિયોને એના શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના વિષયોમાં જતી રોકી શકતા નથી... ઇન્દ્રિયો સ્વચ૭ન્દી બનીને ઇષ્ટ અને પ્રિય વિષયોમાં મ્હાલે છે; એ જીવોને આ
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ
ઇક્રિયપરવશતા વેરે છે વિનાશ બધી વાતો સમજાય જ નહીં; એમના ગળે ઊતરે પણ નહીં! વિષયલોલુપતાના કરુણ વિપાકી એ વિચારી શકે જ નહીં. વિચારશક્તિ જ કુંઠિત થઈ ગઈ હોય છે એવા જીવોની.
પરમજ્ઞાની કરુણાવંત પુરુષ જ્ઞાનદૃષ્ટિથી જ્યારે સમગ્ર જીવરાશિને જુએ છે; દુર્ગતિઓમાં શારીરિક અને માનસિક અત્યંત વેદનાઓ ભોગવતાં જુએ છે ત્યારે એમનો આત્મા કકળી ઊઠે છે. સંસાર સમુદ્રમાંથી એ જીવાત્માઓને બહાર કાઢવા તેઓ મથામણ કરે છે. ભગવાન ઉમાસ્વાતિજીની શું આ એક મથામણ નથી!!
___ एकैकविषयसंगाद् रागद्वेषातुरा विनष्टास्ते । किं पुनरनियमितात्मा जीवः पञ्चेन्द्रियवशातः? ।।४७ ।। અર્થ એક-એક વિષયના સંગે રાગ-દ્વેષથી રોગી થયેલા હરણ વગેરે જીવા) નાશ પામ્યા તો પછી પાંચેય ઇન્દ્રિયોની પરવશતાથી જે વ્યાકુળ છે અને જે આત્માને નિયમમાં રાખી શકતો નથી, તેનું શું?
વર્તન : એ ભોળું હરણિયું, એ પાગલ પતંગિયું, એ લાલચુ ભમ... એ માછલી અને હાથી.. કેમ મોતના મુખમાં ધકેલાય છે? પરવશ ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંગ! વિપયરાગ એ જીવોને વિપસંગ કરવા પ્રેરિત કરે છે. એ તિર્યંચો બિચારાં ફસાય છે ને ક્રૂર રીતે કરાય છે.
વિચારજો, આત્માની સાક્ષીએ વિચારજો, કે એક-એક વિષયની પરવશતાથી એ જીવો મરે છે ને? મૃત્યુની ઘોર વેદના સહ છે ને? તો પછી, મનુષ્યની શી દશા થાય, એની કલ્પના કરી છે ક્યારેય? એ તિર્યંચ જીવો પાસે મનુષ્યના જેવું વિકસિત મન નથી હોતું. ભૂતકાળ કે ભવિષ્યકાળનાં વિચાર એ જીવો કરી શકતા નથી. જ્ઞાની પુરુષોનો ઉપદેશ એ સાંભળી શકતા નથી, સમજી શકતા નથી. પછી એ જીવો કેવી રીતે પોતાના આત્મ ઉપર અનુશાસન કરી શકે? કેવી રીતે ઇન્દ્રિયનિગ્રહ કરી શકે?
પાંચ-પાંચ ઇન્દ્રિયોને પરવશ માનવી, જો એ પોતાના આત્માને વશ રાખી શકતો નથી, પોતાના મનને ઇન્દ્રિયોના સંગે રમતું નિવારી શકતો નથી, તો એને કેવો સર્વનાશ થાય, એ શાંત ચિત્તે વિચારવા જેવું છે. આત્મા, મન અને ઇંદ્રિયો એકમેક થઈને-પરસ્પરના ગાઢ સહકારથી જ્યારે વિષયોનો સંગ કરે છે ત્યારે એ આત્મા એવો મૂઢ થઈ ગયો હોય છે. એવો લંપટ બની ગયો હોય છે કે એના ભાવપ્રાણોનું નિકંદન નીકળી રહ્યું છે એનું એને ભાન નથી હોતું.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
પ્રશમરતિ
જ્યારે મનુષ્યને મનગમતા મીઠા-મધુરા શબ્દો સાંભળવા મળે છે... ત્યારે એ કલાકોના કલાકો એમાં ખોવાઈ જાય છે, ભલે, જેમ પેલો શિકારી હરણને વીંધી નાંખે છે એમ અહીં એ માનવીને વીંધનારો કોઈ શિકારી એના પર ગોળી નથી છોડતો પણ એ સમયે જે પાપકર્મો બંધાય છે..... એ કર્મોની દારુણતા પેલા શિકારી કરતાં પણ વધારે હોય છે. જ્યારે મનુષ્ય કોઈ મનગમતા પ્રિય રૂપમાં આસક્ત બની, અનિમેષ નયને રૂપનું પાન કરતો હોય છે ત્યારે કુકર્મો એના ભાવપ્રાણોનું કેવું શોષણ કરતાં હોય છે, એનું એને ક્યાં જ્ઞાન હોય છે? સુગંધી પુષ્પો અને સેંટ-અત્તરોની મઘમઘ કરતી સોડમોમાં રાચતો જીવ.... એને એ વખતે જ્યાં પોતાના જ શરીરમાં ભરેલી ભારોભાર દુર્ગંધનો વિચાર નથી આવતો, ત્યાં બંધાતાં કર્મોની દુર્ગંધ કે જે મરેલા ને સડી ગયેલા સાપની દુર્ગંધ કરતાં પણ અનન્ત ઘણી વધારે હોય છે, એ ક્યાંથી સમજી શકે? જ્યારે માનવી મનગમતા પ્રિય રસમાં....રોપભોગમાં લીન બને છે, છએ રસથી ભરપૂર ભોજનના થાળ પર ત્રાટકી પડે છે... એમાં તપ્રોત બની જાય છે... એ વખતે માછલીના જડબાને વીંધી નાખતા પેલા લોઢાના કાંટાને પણ ભૂલવી દે તેવા કર્મોના ગરમગરમ લાલચોળ કાંટાઓ આત્માને કેવા ભોંકાય છે, એ તો પ્રત્યક્ષદૃષ્ટા જ્ઞાનીપુરુષો જ જોઈ શકે. મનગમતા ને પ્રિય સ્પર્શના સુખમાં આળોટતા એ વિષયાંધ માનવીને કોણ સમજાવે કે ‘માનવી! આ ઈન્દ્રયપરવશતા તને રૌરવનરકની વંદના આપશે... ત્યજી દે આ પરવશતા... કર આત્મા પર અનુશાસન..... હારી ન જા આ માનવજીવન...' કોણ સાંભળે!!
આ રીતે મળી ગયેલા શબ્દરૂપ-રસ-ગંધ અને સ્પર્શના વિષય સુખોમાં પાંચે ઇંદ્રિયો દ્વારા રાચતા નાચતા માનવીના કેવા હાલ-બેહાલ આ સંસારચક્રમાં થાય છે, એનું વર્ણન કરતાં પણ ધ્રૂજી જવાય છે.
જે મનુષ્યોને ગમતા પ્રિય વિષયો નથી મળ્યા, એ વિષયોની તીવ્ર અભિલાષા કરતા, એ વિષયોના ઉપભોગની કલ્પનાઓમાં તરફડતા અને રાતદિવસ એ વિષોને મેળવવા કાળી મજૂરી કરતા એ માનવીઓની મનોવ્યથા તમે જાણો છો? અપ્રાપ્ત વિષયોને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના અને પ્રાપ્ત થયેલા વિષયો ચાલ્યા ન જાય, એની સતત ચિંતા, ઇંદ્રિયપરવશ જીવને કેવી ધોર પીડા આપે છે, એ સ્વસ્થ ચિત્તે જાણો અને વિચારાં. પાંચેય ઇંદ્રિયોની પરવશતા! સ્વચ્છંદી આત્માની એ પરવશતા.... ભીષણ ભવસમુદ્રમાં જ પટકી દે છે.
શબ્દાદિ વિષયો સાથે પ્રીતિ બાંધતા, ગોઠડી બાંધતા આત્માને રોકા; સમજાવીને રોકો; દબાવીને રોકો; નહીંતર ભવિષ્યના અસંખ્ય ભવો અંધકારમય, દુ:ખમય બની જશે.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈન્દ્રિયો સદા તરસી न हि सोऽस्तीन्द्रियविषयो येनाभ्यस्तेन नित्यतृषितानि ।
तृप्तिं प्राप्नुयुरक्षाण्यनेकमार्गप्रलीनानि ।।४८।। અર્થ : એવો કોઈ ઇન્દ્રિયનો વિષય નથી કે જેનું પુનઃ પુનઃ આસેવન કરવાથી, હમેશાં તરસી (અને) અનેક માર્ગે (શબ્દાદિ વિષયોના અનેક પ્રકારોમાં) ખૂબ લીન થયેલી ઇન્દ્રિય તૃપ્તિ પામે.
વિવેવન : તારે તૃપ્તિ જોઈએ છે? તૃપ્તિનાં અવિરત અમૃત-ઓડકારોનો સ્વાદ માણવો છે? તો તે પકડેલા મા તને તૃપ્તિ નહીં મળે. એ તૃપ્તિ મેળવવા ઘણા ઘણા પુરુષાર્થીઓ ગયા હતા. મોટા ભાગના પુરુષાર્થી એ માર્ગે અતૃપ્તિની વ્યથાપૂર્ણ ખાઈઓમાં ગરકાવ થઈ ગયા. થોડા પુરુષાર્થીઓ પાછા વળી ગયા ને તૃપ્તિના સાચા માર્ગે ચઢી ગયા.
તું એમ માની રહ્યો છે ને કે ઇન્દ્રિયોને પ્રિય વિષના ઉપભોગ મળે તો તૃપ્તિ થાય? તું આવું માની લેવા શાથી પ્રેરાયો, એ બતાવું? વિષયના ઉપભોગથી ઇન્દ્રિયોએ તને તૃપ્તિનો આભાસ બતાવ્યો! ક્ષણિક તૃપ્તિના એ આભાસમાં તું ભરમાય! મીઠા-મધુરા શબ્દો સાંભળવા મળ્યા, તને મઝા આવી ગઈ.... તે એ ઘડી-બે ઘડીની મઝાને “તૃપ્તિ માની લીધી. કોઈ રૂડા રૂપને જોયું.... આંખો એના પર ઠરી..... તને મઝા આવી ગઈ, તેં એ પવનના સુસવાટા જેવી મઝાને તૃપ્તિ માની લીધી! કોઈ હવાના ઘોડે ચઢીને સુવાસ આવી ગઈ, નાકને એ સવાસમાં મઝા આવી ગઈ, તેં એ મઝાને તૃપ્તિ માની લીધી! કોઈ મીઠા, તીખા કે કડવા રસના આસ્વાદમાં જીભને મઝા આવી ગઈ, તેં એને તૃપ્તિ સમજી લીધી! કોઈ મુલાયમ, કાળા, ગારા શરીરને ભેટવાનું મળ્યું...... એ સંધ્યાના ક્ષણિક રંગો જેવી મઝાને તેં તૃપ્તિ સમજી લીધી!
આ નરી ભ્રમણા છે ભાઈ! એ તૃપ્તિ નથી. તૃપ્તિ પછી પાછી અતૃપ્તિની આગ લાગે, તેને તૃપ્તિ કહેવાય? લાખ રૂપિયા મળ્યા અને થોડા કલાકો પછી લાખ રૂપિયા ચાલ્યા જાય, તો એ લાખ મળ્યા કહેવાય? રોજ એ ઇન્દ્રિયોને તૃપ્ત કરી ને રોજ અતૃપ્ત થઈ જાય! આ ઇન્દ્રિયોનો સ્વભાવ જ છે. એ હમેશાં તરસી જ રહે.... ક્યારેય એની તૃષા શાન ન થાય.
એ ઇન્દ્રિયોની બીજી ખાસિયત જાણો છો એને એકનો એક વિષય નથી ગમતો કાયમ! એને બદલાતા વિષયો જોઈએ છ! એકનું એક ગીત એને રોજ સાંભળવું નથી ગમતું.... એને નવાં નવાં ગીત સાંભળવા જોઈએ છે. કહો, એ
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
પ્રશમરતિ શ્રવણેન્દ્રિયને તૃપ્તિ થાય ખરી? આંખોને એકનું એક રૂપ જોવું નથી ગમતું. રોજ એને નવાં નવાં રૂપ જોવાં હોય છે! એનો કોઈ અન્ત જ નહીં. એક, બે કે પાંચ સાત રૂપ જોઈને તૃપ્ત થઈ જાય, બીજા રૂપ જોવાની ઝંખના ન રહે તે એ જાત ઇન્દ્રિયની નહીં! ધ્રાણેન્દ્રિયને એકનું એક ગુલાબનું કે હીનાનું અત્તર નથી ગમતું, એને તો નવાં નવાં સેટ અને અત્તરો જોઈએ. એ ધરાય જ નહીં... નવી નવી માગણીઓ ઊભેલી જ હોય, રસનાની તો વાત જ ન કરો. એને નવાં નવાં ભાત ભાતનાં ભોજન જોઈએ! રોજ નવાં નવાં પીણાં જોઈએ! અને તૃપ્તિ થાય જ નહીં. સ્પર્શેન્દ્રિયને એકની એક વ્યક્તિનો કે એકની એક વસ્તુનો સ્પર્શ નથી ગમતો, જુદાં જુદાં શરીરોનો સ્પર્શ જોઈએ છે..... જુદી જુદી ને નવી નવી વસ્તુઓનો સ્પર્શ જોઈએ છે! એ ધરાય જ નહીં.
અસંખ્ય જડ-ચેતન વિષયોમાં વિસ્તરેલી ઇન્દ્રિયોની લોલુપતા આ રીતે શાન્ત થાય જ નહીં. જેમ જેમ તું એને વિષયો આપીશ તેમ તેમ એની અતૃપ્તિ વધવાની છે, એની તૃષા વધવાની જ છે. અગ્નિમાં લાકડાં હોમવાથી અગ્નિ શાન્ત થાય જ નહીં, અગ્નિ પ્રદીપ્ત ન થાય. જો ખરેખર તૃપ્ત બનવું હોય, તૃપ્તિની ખરેખરી ઝંખના જાગી હોય તો તારે એ ઇન્દ્રિયોને વિષયોના ઉપભોગથી રોકવી જોઈશે.
છે, એના અનેક ઉપાયો છે. જો તારી પૂર્ણ તૈયારી હશે તો ઉપાયો તને મળશે જ. તું સર્વપ્રથમ એ ઇન્દ્રિયોના સ્વભાવને ઓળખી લે. રોજની તરસી ને ભૂખી એ ઇન્દ્રિયોને બરાબર ઓળખી લે. અસંખ્ય વિષયો તરફ લોલુપ બનેલી એ ઇન્દ્રિયોના સાચા રૂપને જોઈ લે. ક્યારેય સર્વથા તૃપ્ત થતી નથી, આ વાત સ્વીકારી લે.
શુભાશુભ કલ્પનામાત્ર कश्चिच्छुभोऽपि विषय: परिणामवशात्पुनर्भवत्यशुभः |
कश्चिदशुभोऽपि भूत्वा कालेन पुनः शुभीभवति ।।४९।। અર્થ : ઇષ્ટ પણ કોઈ વિષય અધ્યવસાયના કારણે (પના પરિણામના કાર) અનિષ્ટ બને છે, વળી કોઈ અશુભ પણ (વિષય) થઈને કાલાન્તરે ઇષ્ટ બને છે (રાગના પરિણામથી).
વિઘન : મનની અકળ ગતિ છે! મનના ભેદ પામવા એ મામુલી ખેલ નથી. એ મનડાને જે કાલે ખૂબ ગમતું હતું તે આજે જરાય નથી ગમતું! અને
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભાશુભ કલ્પનામાત્ર જે એને કાલે જરાય નહોતું ગમતું તે આજે ભરપૂર ગમે છે. એના વિના ક્ષણવાર પણ નથી ગમતું! વિષય અનો એ જ....!
દા. ત. બે હજાર કે ત્રણ હજાર રૂપિયાનો ટી.વી. (ટેલિવિઝન) સેટ લઈ આવ્યા. લાવ્યા પછી પરિવાર સાથે, મિત્રો સાથે સ્નેહી-સ્વજનો સાથે ખૂબ મજેથી ત્રણ કલાક ટી.વી. ના કાર્યક્રમો તમે જયા, ખૂબ પ્રસન્ન થઈ ગયા. ટી.વી. ની વૈજ્ઞાનિક શોધ અંગે તમે પ્રશંસાનાં ફૂલ વેર્યા. બીજા દિવસે તમે સવારે પરવારીને દુકાને ગયા કે ઑફિસે ગયા. સાંજે જ્યારે તમે ઘરે આવવા નીકળ્યા ત્યારે મોડું થઈ ગયું હતું અને તમને કકડીને ભૂખ લાગી હતી. તમે તમારા મનમાં નિર્ણય કર્યો કે “ઘરે જઈને પહેલું કામ જમવાનું કરશ, પછી બીજી વાત!' તમે ઘરે આવ્યા. ધર સ્ત્રી-પુરુષોથી ચિકાર ભરેલું જોયું. ટી.વી. ઉપર સિનેમા ચાલી રહી હતી. તમારાં પત્ની, પુત્ર, પુત્રી વગેરે પણ એ કાર્યક્રમ જોવામાં તલ્લીન હતાં. તમે એમને રસોડામાં બોલાવો એ વખતે એ તમને કહે: “પછી જમજો ને! જમવાનું ક્યાં ભાગી જવાનું છે? આ સરસ કાર્યક્રમ ચાલે છે, એ જુઓ ને!” તો શું તમે એ કાર્યક્રમ જોવા બેઠા હતા? પત્નીના આમંત્રણને તમે સ્મિતપૂર્વક આવકાર્યું હતું કે મોં ચઢી ગયું હતું? પત્ની ઉપર ગુસ્સો આવ્યો હતો ખરો?
તમને ભૂખનું દુઃખ હોય છે એ વખતે ટી.વી. જોવું નથી ગમતું! જ્યારે તમને ભૂખ નથી, તરસ નથી કે મનમાં કોઈ પ્રબળ ચિન્તા નથી. એ વખતે ટી.વી. જોવું ખૂબ ગમે છે. એ જોવામાં તમે તલ્લીન હો-એ વખતે તમારાં પત્ની ભોજન માટે તમને બોલાવે તો શું થાય? ગુસ્સો જ થાય ને? ટી.વી. સેટનો કાર્યક્રમ એનો એ છે અને ભોજન પણ એનું એ છે, વિષયમાં કોઈ જ પરિવર્તન નથી. પરિવર્તન થાય છે માનવના મનમાં પરિવર્તન થાય છે જીવના અધ્યવસાયમાં, પરિણામોમાં!
જ્યારે મન રાગી હોય છે ત્યારે એક વિષય પ્રિય લાગે છે, જ્યારે મન હેપી હોય છે ત્યારે એ જ વિષય અપ્રિય લાગે છે. હનુમાનપિતા પવનંજયના મનમાં અંજના પ્રત્યે દ્વેષ હતો ત્યારે બાવીસ બાવીસ વર્ષ સુધી એની સામે પણ ન જોયું, એના શયનખંડમાં પગ પણ ન મૂક્યો. બાવીસ વર્ષના અંતે જ્યારે માનસરોવરના તટ પર મન બદલાયું, હેપના સ્થાને સ્નેહ અને સહાનુભૂતિ જાગ્યાં, તુરત મિત્રની સાથે આકાશમાર્ગે એ અંજનાના મહેલે આવ્યો! એ જ અંજના હતી! અંજનામાં કોઈ પરિવર્તન ન હતું. પવનંજયના મનમાં પરિવર્તન થયું હતું. દેશના સ્થાને રાગ આવ્યો હતો! એને અંજના સારી લાગી, સ્નેહપૂર્ણ લાગી, નિદૉષ લાગી.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0.
પ્રશમરતિ ૨૨-૨૨ વર્ષ સુધી અંજનાનું નામ ન લેનાર એ પવનંજય, જ્યારે વનવન અને પહાડ-પહાડ ખૂંદી નાંખવા છતાં અંજના નહોતી મળી ત્યારે, જંગલમાં ચિતા ખડકીને, આગ ચાંપીને એમાં બળી મરવા તૈયાર થયો હતો! “અંજના વિના હવે જીવી ન શકું!”
વિષયો તરફનો ઇંદ્રિયોનો અને મનનો પ્રેમ.. રાગ.. સ્નેહ અનવસ્થિત છે. એક વિષય પર કે વ્યક્તિ પર એનો પ્રેમ સ્થાયી નથી હોતો, એ બદલાયા કરે છે. એટલે ઇન્દ્રિયજન્ય સુખ પણ સ્થાયી નથી હોતું, અનિત્ય અને ક્ષણિક હોય છે. જે મીઠાઈ જીભને આજે ભાવે છે, એ મીઠાઈ બીજા દિવસે નથી ભાવતી ! જે મીઠાઈ સામે એ કાલે જોતો પણ ન હતો, આજે એ જ મીઠાઈ મજેથી ખાય છે ! જે વસ્તુને ગઈ કાલે અડવાનું પણ નહોતો ઇચ્છતો, એ વસ્તુને આજે છાતીએ વળગાડીને પંપાળે છે! આ બધું શું છે? મનના રાગ અને દ્વેષના હમેશાં બદલાતા ભાવોના ખેલ છે! વિષયાં તો એના એ જ છે. વિષય સારો હોય કે નરસો હોય, એની સાથે બહુ નિબત નથી. રાગીને નરસો પણ વિષય વહાલો લાગે છે, હેપીને સારો પણ વિષય અપ્રિય લાગે છે.
કલ્પનાની દુનિયા कारणवशेन यद्यत् प्रयोजनं जायते यथा यत्र । तेन तथा तं विषयं शुभमशुभं वा प्रकल्पयति ।।५०।। અર્થ : જે કારણે જ્યાં જંવી રીતે જે જે પ્રયોજન ઉત્પન્ન થાય છે, તેવી તેવી રીત ઉત્પન્ન થયેલા તે પ્રયોજનથી, તે વિષયને ઈષ્ટ કે અનિષ્ટ માને છે.
વિવેવન : માત્ર કલ્પના છે પ્રિયની અને અપ્રિયની; ઇષ્ટની અને અનિષ્ટની. મનની કલ્પના સિવાય કંઈ જ વાસ્તવિક નથી. એ કલ્પનામાં જ્યારે રાગના રંગો પુરાયા હોય છે ત્યારે એ પદાર્થો, એ વ્યક્તિઓ પ્રિય લાગે છે, ઇષ્ટ લાગે છે. જ્યારે એ કલ્પનામાં દ્વેષના રંગો પુરાય છે ત્યારે દુનિયાના પદાર્થો અપ્રિય અને અનિષ્ટ લાગે છે.
પદાર્થ ખરાબ છે, માટે અપ્રિય લાગે છે, વ્યક્તિ ખરાબ છે, માટે અનિષ્ટ લાગે છે;' આ ધારણા, આ માન્યતા ખોટી ઠરે છે. ‘પદાર્થ સારો છે માટે પ્રિય લાગે છે, વ્યક્તિ સારી છે માટે વહાલી લાગે છે.' આ ધારણા ખોટી સાબિત થાય છે. વસ્તુમાં સારાપણાના કે નરસાપણાનો આરોપ જીવની કલ્પના કરે છે! એ કલ્પનાનાં પ્રેરક તત્વો હોય છે : રાગ અને પ!
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પનાની દુનિયા
८१
ઇષ્ટ લાગતા વિષયોમાં ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે અને અનિષ્ટ લાગતા વિષયોમાંથી ઇન્દ્રિયો નિવૃત્ત થાય છે. આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિ પાછળ સમગ્ર દોરીસંચાર મનની કલ્પનાનો હોય છે! એટલે ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્ત અને નિવૃત્ત થતી રોકવા માટે ગ્રન્થકાર મહર્ષિ એક અભિનવ કલ્પના આપે છે! દિવ્ય વિચાર આપે છે. તેઓ કહે છે :
‘આ ગીત સારું છે, આ સંગીત-ધ્વનિ સારો છે,' એમ માનીને તું તારી શ્રવણેન્દ્રિયને એ ગીત-સંગીતમાં જોડે છે ને? તને એ ગીત, એ સંગીત કોણ સારું લગાડે છે, એનો વિચાર કર. તારી રાગ-દશા એ સંગીતમાં સારાપણાની કલ્પના કરાવે છે. એવી જ રીતે કોઈ ગીત કે સંગીત તને નથી ગમતું ‘આ ગીત સારું નથી.....’ આ કલ્પના તારી દ્વેષ દશામાંથી જન્મે છે. આ રીતે પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં સમજવાનું છે.
જીવની રાગદશા સ્થાયી નથી હોતી, દ્વેષદશા સ્થાયી નથી હોતી. રાગ પછી દ્વેષ અને દ્વેષ પછી રાગ.... ચાલ્યા જ કરે છે આ ક્રમ! એટલે પ્રિય-અપ્રિયની કલ્પનાઓ પણ બદલાયા જ કરે છે! રાગદશામાં જે પદાર્થ સારો લાગે છે એ જ પદાર્થ દ્રુપદશામાં ખરાબ લાગે છે. પદાર્થ એનો એ જ હોય છે.
એક વ્યક્તિ ઉપર રાગ હોય છે ત્યારે એનું રૂપ, એના શબ્દ, એનો સ્પર્શ પ્રિય લાગે છે, ગમે છે. પરંતુ એ જ વ્યક્તિ ઉપર જ્યારે દ્વેષ જાગે છે ત્યારે એનું રૂપ, એનો શબ્દ કે એનો સ્પર્શ એનું કંઈ ગમતું નથી. વ્યક્તિ એની એ જ હોય છે,વ્યક્તિમાં કોઈ પરિવર્તન હોતું નથી. પરિવર્તન થયું હોય છે આપણી રાગદશાનું, આપણી દ્વેષદશાનું.
જ
વ્યક્તિ સારી છે માટે ગમે છે - આ માન્યતા સાવ ખોટી છે. આપણને રાગ છે! માટે એ ગમે છે, વ્યક્તિ ખરાબ છે માટે નથી ગમતી આ ધારણા ભૂલભરેલી છે, આપણને દ્વેષ છે માટે નથી ગમતી.
-
જુઓ, અનંત સિદ્ધ ભગવંતો પોતાના કેવળજ્ઞાનમાં સંસારના સર્વજીવોને જાણે છે ને? જીવોના..... પદાર્થોના તમામ ગુણદોષો જાણે છે ને? છતાં એમને
આ સારું છે ને આ નરસું છે,' આવી કલ્પના કેમ નથી થતી? કારણ કે તેઓ વીતરાગ છે! તેમને નથી રાગ કે નથી દ્વેષ! એટલે એમનું જ્ઞાન રાગ-દ્વેષના રંગોથી રંગાયેલું નથી; માટે એમની જ્ઞાનવૃષ્ટિ પરમવિશુદ્ધ હોય છે.
For Private And Personal Use Only
જો આ દૃષ્ટિબિંદુ આપણું દૃષ્ટિબિંદુ બની જાય તો જીવાત્માઓ અને જડ પદાર્થોમાં સારા-નરસાના આરોપ મૂકવાની આપણી કુચેષ્ટાઓ બંધ થઈ જાય અને આપણા પોતાના રાગદ્વેષ ઓછા કરવાનો પુરુષાર્થ ચાલુ થઈ જાય.
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ
૮૨
આ જ્ઞાનદૃષ્ટિ જો આપણને લાધી જાય તો વિષયો તરફ દોડતી આપણી ઇન્દ્રિયો રોકાઈ જાય; દોડધામ ઓછી થાય, રાગ-દ્વેષની મંદતા થતાં ઇન્દ્રિયોના વિષયસંચારમાં કર્મબંધ પણ ઓછો થાય. આવી અદ્ભુત છે આ રહસ્યભૂત વાત! આ તત્ત્વદૃષ્ટિ છે, જ્ઞાનદૃષ્ટિ છે, દિવ્યદૃષ્ટિ છે. આના દ્વારા આપણે આપણી કલ્પનાઓમાંથી રાગ-દ્વેષના રંગો ધોઈ નાખવા પ્રયત્નશીલ બનીએ.
રાગ અને દ્વેષ
अन्येषां यो विषयः स्वाभिप्रायेण भवति तुष्टिकरः । स्वमत्तिविकल्पाभिरतास्तमेव भूयो द्विषन्त्यन्ये ।। ५१ ।।
અર્થ : બીજાઓને (બીજા પુરુષોને) જે વિષય (શબ્દ વગેરે) પોતાના મનઃપરિણામથી પરિતોષ કરનાર બને છે તે જ વિષયનો, પોતાના મનના વિકલ્પોમાં રાચતા અન્ય પુરુષો વળી દૂપ કરે છે!
વિવેપન : તમે જરા સ્વસ્થ ચિત્તે વિચારો તો ખરા! ચિંતનની ફેવી આશ્ચર્યકારી પગદંડી બતાવે છે આ મહર્ષિ! તેઓ કહે છે : જે વિષયો તમને સારા, સુંદર અને મનોહર લાગે છે એ વિષયો જો ખરેખર સારા હોય, સાચે જ સુંદર હોય અને નિશ્ચયે મનોહર હોય તો સહુ મનુષ્યોને એ સારા, સુંદર અને મનોહર લાગવા જોઈએ નં? એમ નથી બનતું. જે વિષય, જે પદાર્થ એક માણસને ગમી જાય છે, એ જ વિષય બીજાને નથી ગમતો! જો વિષયની જ ખૂબી હોય, જો વિષયમાં જ સારાપણું હોય તો તે બધાને ગમવો જોઈએ.
ગ્રન્થકારનો અકાટય તર્ક છે. વસ્તુ જો સારી હોય, વસ્તુમાં સુંદરતા અને સુખદાયકતા હોય તો તે સર્વ જીવોને સારી લાગવી જ જોઈએ. સર્વ જીવોને સુંદર લાગવી જ જોઈએ. સર્વ જીવોને એનાથી સુખ મળવું જ જોઈએ, આ સંસારમાં એવું નથી બનતું. એકનો એક જ વિષય રમેશને પ્રિય લાગે છે ને સુરેશને અપ્રિય લાગે છે. આવો, આપણે એક-એક ઇન્દ્રિયના વિષયને તપાસીએ.
જુઓ, આ ગીત તમને સંભળાય છે ને? આ શ્રવણેન્દ્રિયનો વિષય છે. તમને આ ગીત સાંભળવું ગમે છે? નથી ગમતું ને? કારણ કે તમે એને ઘણીવાર સાંભળેલું છે... ખેર, મને એ સાંભળવું ગમે છે......... વારંવાર સાંભળવું ગમે છે, ગીત તો એનું એ છે, તમને સાંભળવું નથી ગમતું, મને ગમે છે!
જુઓ, આ મંદિરનું શિલ્પ કેવું સુંદર છે! ખરેખર, આ પ્રાચીન શિલ્પ ઉપર મન ઓવારી જાય છે, તમને ગમ્યું આ શિલ્પ? કેમ ન ગમ્યું? તમને આવું જૂનું
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને દ્વેષ શિલ્પસ્થાપત્ય જોવું નથી ગમતું...... મને ગમે છે! એનું એ જ શિલ્પ છે. મને જોવું ગમે છે, તમને જોવું નથી ગમતું.
તમને બધા જ પુષ્પોની સુવાસ ગમે છે? બધાં જ અત્તર કે એસેન્સો ગમે છે? તમને અહીનો' ગમે છે, મને નથી ગમતો. તમને ‘ગુલાબ” નથી ગમતું, મને ગમે છે! વસ્તુ તો એની એ છે-તમને ગમે છે, મને નથી ગમતી. મને ગમે છે, તમને નથી ગમતી.
આવો, આપણે રસોડામાં જઈએ. તમને આ ગુલાબજાંબુ ભાવે છે ને? મને તો એ જોવાંય નથી ગમતાં! તમને આ ભીંડાનું શાક જોઈને ઊલટી થાય છે ને? મારી જીભમાંથી એ જોઈને પાણી છૂટે છે. બને છે આવું- એકને એક વસ્તુ ભાવે, એ વસ્તુ બીજાને ન ભાવે. ચાર માનવીઓને ભાવે, બીજા ચારને ન ભાવે!
આપણે સ્પર્શનેન્દ્રિયના વિષયને પણ જોઈએ. તમને આ ખાદીનું કાપડ પહેરવું? ચામડીને ખરબચડું લાગતું નથી? તમને ફાવે છે ખાદી પહેરવીફાવ છે, મને ખાદી પહેરવી જરાય ફાવતી નથી. ખાદીના કપડાનો સ્પર્શ તમને ગમે છે, મને નથી ગમત. ટેરેલીનના કપડાનો સ્પર્શ મને ગમે છે, તમને નથી ગમતો!
આ ગમવાનું અને ન ગમવાનું શું છે? પ્રિય અને અપ્રિય શું છે? માત્ર પોતાના મનના તરંગો! રાગના તરંગો અને દ્વેષના તરંગો! બધા જીવોનાં મન એક સાથે રાગી નથી હોતાં, એક સાથે હેવી નથી હોતાં. એક વિષય ઉપર બંધા જીવોનાં મન રાગી નથી હોતાં, બધા જીવોનાં મન હેપી નથી હોતાં. ભિન્ન ભિન્ન જીવોના રાગ-દ્વેપ પણ ભિન્ન ભિન્ન હોય છે. એ રાગ-દ્વેષથી પ્રેરાઈને જીવો વિષયોમાં સારા-નરસાનો આરોપ કરે છે.
આ છે વાસ્તવિકતાનું સચોટ દર્શન. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ; પાંચ ઇન્દ્રિયોના આ અસંખ્ય વિષયોમાં સુખદાયકતા કે દુઃખદાયકતા નથી, સારાપણું કે નરસાપણું નથી. જીવનો રાગ એ વિષયને સારો સમજાવે છે, જીવનમાં વૈષ એ વિષયને ખરાબ સમજાવે છે! ગ્રન્થકાર મહાત્મા વિવેકી આત્માઓને અત્તર્મુખ બનાવવા ઇચ્છે છે. પોતાનામાં પડેલા રાગ અને દ્વેષને જોવા માટે ; સમજવા માટે પ્રેરણા આપે છે.
આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા તેઓ આગળ વધે છે :
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ तानेवार्धान द्विषतस्तानेवार्थान प्रलीयमानस्य। निश्चयतोऽस्यानिष्टं न विद्यते किंचिंदिष्टं वा ।।५२ ।। અર્થ : તે જ (ઇસ્ટ) શબ્દાદિ વિષયોનો હેપ કરતા અને) તે જ અનિષ્ટ) વિષયોમાં તન્મય થતા આને (વિપયભોગીને) પારમાર્થિક રીતે કાંઈપણ ઇષ્ટ કે અનિષ્ટ નથી.
વિવેચન : માત્ર શબ્દના સ્થૂલ અર્થને પકડી ન બેસાય , શબ્દોના રહસ્યભૂત પારમાર્થિક અથો સુધી પહોંચવું જોઈએ. પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રિય નથી કે અપ્રિય નથી. આ પારમાર્થિક દૃષ્ટિ છે, આ રહસ્યભૂત વાત છે. રહસ્યભૂત વાતો સહુ મનુષ્યોને ન સમજાય. સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્ય જ એ વાતો સમજી શકે, માત્ર સ્થલ વ્યવહારમાં જ રાચતાં મનુણે પારમાર્થિક દૃષ્ટિવાળા નથી હોતા, નિશ્ચયનયની દૃષ્ટિવાળા નથી હોતા.
શું સંસારમાં એવા જીવોને નથી જોયા કે જેઓ સારા સુંદર વિષય-પદાર્થો તરફ પણ ધૃણા કરતા હોય? અરે, એક સમયે જે વિષયને, જે પદાર્થને ખૂબ ચિહ્યા હોય એ જ વિષયને બીજા સમયે ક્રૂરતાથી ધિક્કારે! એવી જ રીતે, એક સમયે જે પદાર્થને, જે વિષયને ધિક્કાયાં હોય, લાત મારી હોય, બીજા સમયે એ જ વિષયને, એ જ પદાર્થને હૃદયથી ચાહવા લાગી જાય! આવું શું લગભગ દરેક જીવના જીવનમાં નથી બનતું? “આવું શાથી બને છે? કેમ બને છે?' આ વિચારવાનો શું અવકાશ મળે છે? ના, જેનો વિચાર કરવાની કોઈ જરૂર નથી,
એના વિચારો ખૂબ કરીએ છીએ, અને જે વિચારો કરવા ખૂબ જરૂરી છે, તે વિચારો કરતા જ નથી.
આ પારમાર્થિક વાત; રહસ્યભૂત વાત ગ્રન્થકાર સૂક્ષ્મ બુદ્ધિવાળા વિવેકી મનુષ્યોને કહી રહ્યા છે. એ શ્રતધર મહાત્માની આવી વાતો સાંભળવાને પાત્ર જીવો બીજા છે જ નહીં. હા, પાત્ર મનુષ્યને જ , એની બૌદ્ધિક યોગ્યતા જોઈને, તત્ત્વોપદેશ આપી શકાય. જેઓની બુદ્ધિ નિર્મળ નથી બની, શુદ્ધ નથી બની, સૂક્ષ્મ ધારદાર નથી બની, વિવેકથી સુશોભિત નથી બની, એવા જીવોને માટે આ ઉપદેશ નથી. તે જીવો આ વાતોને સમજી જ ન શકે. બહુ બહુ તો એ જીવો બે-ચાર ધર્મક્રિયાઓ ફરી લે અથવા બે-ચાર કે આઠ ઉપવાસ કરી લે, એટલું જ, એમની ચિત્તશુદ્ધિ થતી નથી, એમનો મનનો મળ ધોવાતો નથી.
આ પદાર્થ સારો, આ પદાર્થ નરસ.... આ મનુષ્ય સારો, આ મનુષ્ય ખરાબ !' બસ, આ આર્તધ્યાનમાં જીવો સબડ્યા કરવાના. તેઓ આંતરનિરીક્ષણ નહીં કરવાના, પદાર્થનું વિશ્લેષણ નહીં કરવાના, એ લોકો તો પ્રિય વિષયોને
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને દ્વેષ
૮૫ પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલા પ્રિય વિષયોને ભોગવવા અને એ વિષયો ચાલ્યા ન જાય, તેનું રક્ષણ કરવા દિવસ ને રાત ડૂબેલા રહે છે. એમને આર્તધ્યાનનું જ્ઞાન નથી એ જીવોને મનના પરિણામોની ઓળખાણ જ નથી હોતી. આવા જીવોને કેવી રીતે સમજાવવા કે “મારા ભાઈ, કાંઈ વિષય સારો નથી કે કોઈ વિષય ખરાબ નથી. કોઈ પદાર્થ પ્રિય નથી કે અપ્રિય નથી, ઇષ્ટ નથી કે અનિષ્ટ નથી. આ બધો તો તારા રાગ-દ્વેષનો ખેલ છે. રાગ વસ્તુને પ્રિય લગાડે છે, કેષ એ જ વસ્તુને અપ્રિય લગાડે છે! રાગ-દ્વેષ ફરે છે તેમ વસ્તુ અંગેની કલ્પનાઓ પણ કરે છે.'
આગ્રહો છોડી દો. આ વ્યક્તિ તો સારી જ છે અથવા આ વ્યકિત ખરાબ જ છે... ક્યારેય ન સુધરે.... આ વસ્તુ સામે તો ક્યારેય ન જોઉં, મને જરાય નથી ગમતી.....' આવું વિચારવું મિથ્યા છે, બોલવું ય મિથ્યા છે. આવા આગ્રહ કોઈના ટક્યા છે? જે સીતાજીના વિરહમાં રામચન્દ્રજી જંગલોમાં પાગલ બનીને ભટક્યા હતા, જે સીતાને લંકામાંથી લઈ આવવા રાવણ સાથે ઘોર યુદ્ધ કર્યા હતાં... સીતાજી ઉપર કેવો રાગ હતો? સીતાને તેઓ કેવી રીતે માનતા હતા? “સીતા વિનાની એક ક્ષણ પણ અકારી લાગે...' એ જ સીતાને એ જ રામચન્દ્રજીએ વનવાસમાં મોકલી દીધાં! વષો સુધી રામે સીતા વિના જીવન વિતાવ્યું. સીતાજી એના એ જ હતાં. રામચન્દ્રજીના રાગપે સીતામાં પ્રિય-અપ્રિયની કલ્પનાઓ કરાવી હતી.
સીતાજી પાસે તત્ત્વદૃષ્ટિ હતી. તેઓ સમજતાં હતાં કે “આપણને તે સારા માને, પ્રિય માને, કે જે રાગી હોય! એ જ વ્યક્તિમાં હેપ આવી જાય તો આપણને ખરાબ માને, આપણે એને અપ્રિય લાગીએ! બીજી વ્યક્તિના રાગ દ્વેષ ઉપર આપણો અધિકાર નથી.' માટે સીતાજીને રામચન્દ્રજી પ્રત્યે દ્વેષ ન થયો. વિશ્વમાં ઇષ્ટિ-અનિષ્ટની અને પ્રિય-અપ્રિયની તમામ કલ્પનાઓ જીવાત્માના રાગ અને દ્વૈપમાંથી જન્મે છે. આ વાત મનનપૂર્વક સમજી લેવી જોઈએ. વિષયોમાં સારાપણું કે નરસાપણું પારમાર્થિક દૃષ્ટિએ-નિશ્ચય દૃષ્ટિએ નથી, આ વાત ખૂબ ઊંડાણમાં જઈને સમજી લેવા જેવી છે. તો જ રાગ-દ્વેષના દુગ્ધભાવોથી આપણે બચી શકીશું.
रागद्वेषोपहतस्य केवलं कर्मबन्ध एवास्य । नान्यः स्वल्पोऽपि गुणोऽस्ति या परत्रेह च श्रेयान् ।।५३ ।। અર્થ : રાગ અને દેપથી હણાયેલા મનવાળા) એને માત્ર કર્મબંધ જ થાય છે. આ લોકમાં કે પરલોકમાં બીજો થોડો પણ ગુણ નથી.
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
પ્રશમરતિ વિવેવન : ભીષણ ભવનમાં ભટકાવનારાં કમાં શાનાથી બંધાય છે, એ વાત ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ગ્રન્થકારે કહી છે અથવા રાગ અને દ્વેષથી હણાયેલું મન, સિવાય કર્મબંધ, બીજો કોઈ લાભ ખાટતું નથી. આ વાત ગ્રન્થકારે સચોટ શબ્દોમાં કહી છે.
કોઈપણ વિષયમાં મન ગયું, એ વિષય પર રાગી થયું કે હેપી થયું. કર્મોનાં બંધનોથી આત્મા બંધાયો સમજો. તમે કદાચ કહેશો રાગી કે હેપી મન થાય અને કમોંથી આત્મા બંધાય આવું કેવી રીતે બને? હા, એવું જ બને છે. વિષયરાગી બને મન, વિષયષી બને મન અને કર્મોથી લેપાય આત્મા! કારણ કે મન અને આત્માનો સંબંધ છે. મન તો આત્માનું જડ યંત્ર છે! આત્માએ જ એ યંત્ર વિચારો કરવા બનાવેલું છે, યંત્રમાંથી ખરાબી ઉત્પાદન થાય તો નુકસાન એના માલિકને જ થાય છે? મનનો માલિક આત્મા છે. એટલે મનના વિજયરાગનું અને વિયેષનું નુકસાન ‘કર્મબંધ આત્માને ભોગવવું જ પડે.
હા, હજુ જો બીજો કોઈ મોટો લાભ થતો હોય તો થોડું નુકસાન સહન કરી લેવાય. એ વ્યાપારિક બુદ્ધિ છે; પરન્તુ બીજા કોઈ જ નાના કે મોટા લાભ વિના જ નુકસાન કરતો જ રહે તો? નિર્ધન, દરિદ્ર અને ઘરબાર વિનાનો જ થઈ જાય ને?
ઇષ્ટ વિષયોમાં રાગ કરવાથી અને અનિષ્ટ વિષયોમાં હેપ કરવાથી તમને કોઈ લાભ થયો છે? કોઈ જીવને થયો છે? ‘લાભનો અર્થ સમજો છો ને? આત્તર-બાહ્ય સુખની પ્રાપ્તિ. સારા શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શ પ્રત્યે રાગી બનીને કહ્યું સુખ મેળવ્યું? ક્ષણિક આનંદ! ઘડી-બે ઘડી મોજમજા! થોડાક દિવસો, મહિના કે વર્ષો સુધી સુખભોગ, આ જ લાભ ને? આને જ તમે લાભ કહો છો ને?
ભાગ્યશાળી! આ બધા લાભ તો સંધ્યાના રંગોની જેમ વિલાઈ જશે, પછી શોક, સંતાપ અને ઉદ્વેગમાં, આધિ, વ્યાધિ અને ઉપાધિમાં એવા રોળાઈ જશો કે પેલા લાભ તમને આશ્વાસન આપવા પૂરતા પણ યાદ નહીં આવે. પરલોકમાં તો, બાંધેલાં પાપકમના ઉદયે ઘોર અને રૌદ્ર કોટિનાં દુઃખો જ ભોગવવાનો રહેશે.
‘કર્મબંધ' એ મોટું નુકસાન છે', આ વાત જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી રાગ અને દ્વેપ કરવાના ઓછા થાય નહીં. કેવા રાગ-દ્વેષથી કેવા કેવા કર્મ બંધાય છે અને એ બંધાયેલાં કર્મોના કેવા કેવા વિપાક ભોગવવા પડે છે, આ વિજ્ઞાનનું તલસ્પર્શી ને હૃદયસ્પર્શી અધ્યયન કર્યા વિના વિપયરાગ ને વિષયકૅપ કરતું મન. નહીં જ અટકે.
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મબંઘ यस्मिन्निन्द्रियविषये शुभमशुभं वा निवेशयति भावम् ।
रक्तो वा द्विष्टो वा स बंधहेतुर्भवति तस्य ।।५४ ।। અર્થ : ઇન્દ્રિયોના જે વિષયમાં રોગયુક્ત ક પયુક્ત જીવ શુભ કે અશુભ ચિત્તપરિણામ સ્થાપિત કરે છે તેને તે ચિત્તપરિણામ કર્મબંધનો હેતુ બને છે.
વિવેચન : ઇન્દ્રિયોથી પરોક્ષ આ કર્મબંધની વાત કેવી રીતે સમજાવું? ઇન્દ્રિયોને પ્રત્યક્ષ વાતોમાં જ માનતા અને રાચતા જીવાત્માઓને ગળે કર્મબંધનું તત્ત્વજ્ઞાન ન જ ઊતરે. તમારે ઇન્દ્રિયોથી પરોક્ષ, પરંતુ શાસ્ત્ર પ્રત્યક્ષ વાતોને સ્વીકારવી જોઈશે. એ શાસ્ત્રોની રચના કરનારા જ્ઞાની અને કરુણાવંત મહાપુરુષો ઉપર પૂર્ણ વિશ્વાસ સ્થાપવો પડશે. હા, કર્મબંધના અને કર્મ-ઉદયના સિદ્ધાન્તને તમે તમારી બુદ્ધિથી સમજવા પ્રયત્ન કરી શકો.
સમગ્ર સંસારમાં જીવી રહેલા અનન્ત અનન્ત જીવાત્માઓનાં સુખ અને દુ:ખનો આધાર આ કર્મબન્ધ છે! કર્મોને બાંધનાર જીવે છે અને ભોગવનાર જીવ છે. તમે વર્તમાનમાં જે સુખ-દુઃખ અનુભવી રહ્યા છો, તેનું કારણ પુણ્યકર્મનો ઉદય અને પાપકર્મનો ઉદય છે. તમે સ્વયં ગતજન્મોમાં જે કમ બાંધ્યાં હતાં એ જ કર્મોથી કેટલાંક કર્મો ઉદયમાં આવીને તમને સુખાનુભવ અને દુઃખાનુભવ કરાવે છે!
એ કર્મબંધ કેવી રીતે થાય છે તે વાત અહીં સમજાવવામાં આવી છે. તમારો ચિત્તપરિણામ કર્મબંધમાં અસાધારણ કારણ છે. તમારા મનના વિચારો જ કર્મબંધના મુખ્ય હેતુઓ બને છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોમાંથી ગમે તે વિષયમાં તમે રાગી બન્યા, તમારા વિચારો “આ વસ્તુ સારી છે, ગમે છે...' આવા બન્યા, એટલે કે તમારા આત્મા સાથે ચોંટી પડ્યાં સમજો. એવી જ રીતે હેપી બનેલો જીવ વિષયો અંગે “આ પદાર્થો સારા નથી, ગમતા નથી....' વગેરે વિચારોમાં ચડ્યો એટલે કર્મોએ આત્માને આવૃત્ત કર્યો સમજો,
કર્મ-પુદ્ગલો સાથે વિચારોનો કેવો ગાઢ સંબંધ છે! વિચાર કરતાંની સાથે જ કર્મો હાજરી આત્માની સાથે દૂધ-પાણીની જેમ એકમેક થઈ જાય! મનના વિચારો જ મુખ્યરૂપે કર્મબંધનાં કારણો છે. રાગી જીવ રાગભરપૂર વિચારો કરે છે, તેથી જીવ દ્વેષભરપૂર વિચારો કરે છે! વિચારોના વિષય હોય છે વિષયો! પાંચ ઇન્દ્રિયોના વિષયો!
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८८
પ્રશમરતિ
મનથી વિચાર કરનાર રાગી હોય કે દ્વેષી હોય અને વિચારોનો વિષય પાંચ ઇન્દ્રિયોના વિષયે હોય-એટલે ઢગલાબંધ કર્મો બંધાય, જ્યારે કર્મો બંધાતા હોય છે ત્યારે તો જીવને કોઈ પીડાનો અનુભવ નથી થતો હોતો, પરંતુ જ્યારે એ બંધાયેલાં કર્મો ઉદયમાં આવે છે ત્યારે જ પરચો દેખાડતાં હોય છે. તાત્પર્ય એ છે કે રાગી ને દ્વેષી જીવોના ઇષ્ટ કે અનિષ્ટ વિચારો કર્મબન્ધાનું અસાધારણ કારણ છે. આત્મા સાથે એ કર્મો કેવી રીતે બંધાય છે તે વાત એક ઉદાહરણ આપીને ગ્રન્થકાર સમજાવે છે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । रागद्वेषाक्लिन्नस्य कर्मवन्धो भवत्येवम् ॥ ५५ ॥
અર્થ : ચીકાશ (તેલ વગેરેની) થી ખરડાયેલા શરીરવાળાનાં ગાત્ર (શરીર)ને જેવી રીતે ધૂળ ચોંટે છે, તેવી રીતે રાગ અને દ્વેષથી સ્નિગ્ધ (ચીકણા) આત્માને કર્મ ચોંટે છે.
વિવેષન : શરીરે સરસવના તેલની માલિસ કરીને, ખુલ્લા બદને બહાર ફરવા નીકળ્યા છો? તળાવમાં સ્નાન કરીને, ભીના-પાણી નીતરતા શરીરે એ તળાવની પાળે ઊભેલા છો? હવામાં ઊડતા ધૂળના રજકણોથી તમારું શરીર ભરાઈ ગયું હશે! શરીર સાથે ધૂળ ચોંટી જાય, એ ચોંટાડનાર પેલી તેલની ચીકાશ છે! પાણીની ભીનાશ છે!
રાગ અને દ્વેષ એ ચીકાશ છે. આત્મામાં રાગ અને દ્વેષની ચીકાશ હોય ત્યાં સુધી જ કર્મના પુદ્ગલો એને ચોંટે છે, શું તમે એમ પૂછવા ઇચ્છો છો કે ‘એ કર્મપુદ્ગલો ક્યાંથી આવીને ચોટે છે?'
સાંભળો, ચૌદ રાજલોકમાં જ્યાં જ્યાં જીવો છે, ત્યાં સર્વત્ર કાર્મણવર્ગણાનાં પુદ્ગલો ૨હેલાં જ છે. બસ, જીવ વૈષયિક વિચારો કરે, વ્યક્ત કે અવ્યક્ત, તુરત જ કર્મો આત્માને ચોંટે! આત્માના અસંખ્ય પ્રદેશો રાગ-દ્વેષની ચીકાશથી ખરડાયેલા છે! એ કાર્યણવર્ગણાનાં પુદ્દગલો આત્માને ચોંટે તે પછી એ પુદ્ગલો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય આ આઠ કર્મોરૂપે પરિણમી જાય. અર્થાત્ એ કાર્મણવર્ગણાનાં પુદ્ગલોમાંથી કેટલાંક પુદ્ગલો જ્ઞાનાવરણરૂપે બને, કેટલાંક દર્શનાવરણરૂપે બને.... એ રીતે આઠ ભાગમાં વિભાજિત થઈ જાય. જેમ સોનાની લગડી હોય, તેમાંથી થોડુંક સોનું વીંટી રૂપે બની જાય, થોડુંક સોનું હાર રૂપે બની જાય, થોડુંક સોનું બંગડી રૂપે બની જાય... એમ.
હા, બધાં કર્મોમાં સરખા ભાગે એ કાર્યણવર્ગણાનાં પુદ્ગલો ન વહેંચાય.
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
કર્મબંધ કોઈમાં વધારે તો કોઈમાં થોડાં! એ વિભાગીકરણ રાગ-દ્વેષી જીવના વિચારો પર અવલંબતું હોય છે. જેવા જીવના વિચારો! વિચારો કરનારા જીવને આ કર્મબંધની પ્રક્રિયાનું ભાન હોતું નથી. એ પ્રક્રિયા આંખોથી દેખાઈ શકે એવી નથી. એ પ્રક્રિયા જવા માટે તો કેવળજ્ઞાનની આંખો જોઈએ!
પ્રતિક્ષણ...પ્રતિસમય આત્મા સાથે કર્મપુદગલો ચોંટે છે. અનંત અનંત પગલોના ઢગલા આત્મપ્રદેશોમાં ખડકાયે જાય છે... પરંતુ રાગદ્વેષમાં મૂઢ બનેલા જીવાત્માને આ સૂક્ષ્મ પ્રક્રિયાનું જ્ઞાન જ નથી હોતું. એ તો ત્યારે જ માથાં પછાડે છે કે જ્યારે બાંધેલાં કર્મો ઉદયમાં આવીને ઘોર ત્રાસ આપે છે, શારીરિક અને માનસિક ભયંકર વેદનાઓ આપે છે. માટે કમાં બાંધતા સમયે જાગતા રહો.
एवं रागद्वेषो मोहो मिथ्यात्वमविरतिश्चैव ।
एभिः प्रमादयोगानुगैः समादीयते कर्म ।।५६ ।। ૩ : આવા રાગ અને દ્રુપ, મોહનીય, મિથ્યાત્વ અને અવિરતિ, પ્રમાદ સહિત યોગા (મન-વચન-કાયાના) ને અનુસરીને કર્યગ્રહણ કરે છે.
વિવેચન : કર્મબંધની પ્રક્રિયામાં અસાધારણ કારણ રાગ-દ્વેષને બતાવીને હવે બીજાં પણ જે જે કારણો કામ કરે છે, એનો નિર્દેશ કરે છે. અલબત્તબીજાં જે કારણો અહીં બતાવવામાં આવ્યાં છે તે બધાં મોહનીયના જ પ્રકારો છે. પરંતુ અહીં તે તે કારણ પોતાની આગવી રીતે પ્રભાવ બતાવે છે, એ વાત સમજાવવા તે કારણો જુદાં જુદાં બતાવાયાં છે.
(૧) રાગ અને દ્વેષ : આ બેમાં ક્રોધ, માન, માયા અને લોભનો સમાવેશ થઈ જાય છે. આ ચાર કષાયો મોહનીય કર્મના જ ભેદ છે.
(૨) મોહનીય : હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ; આ નવને નોકષાય' કહેવામાં આવે છે. “માહનીય'માં આ નોકપાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(૩) મિથ્યાત્વ : આ પણ “દર્શનમોહનીય' નો જ એક પ્રકાર છે. મિથ્યાત્વમોહનીયના ઉદયમાં જીવ ભારે કર્મો બાંધતો હોય છે.
(૪) અવિરતિ : “અનન્તાનુબંધી” અને “અપ્રત્યાખ્યાની' કષાયોના ઉદય સાથે આ અવિરાતિ સંકળાયેલી છે. પાપોમાં અવિરામ પ્રવૃત્તિ! કોઈ પાપનો ત્યાગ કરવાની ભાવના જ જાગવા ન દે. પાપપ્રવૃત્તિમાં જ જીવને પ્રેર્યા કરે.
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
co
આ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અવિરતિથી કર્મબંધ થાય છે, પરંતુ તેઓ મન, વચન અને કાયાના સહયોગ વિના કંઈ ન કરી શકે! એ સહયોગ પણ કેવો જોઈએ? પ્રમાદી મન-વચન-કાયાનો સહયોગ જોઈએ, તો કર્મબંધ જ થાય,
રાગ-દ્વેષથી કર્મબંધ થાય, પરંતુ તેમાં સહયોગી જોઈએ. પ્રમાદગ્રસ્ત મન, વચન, કાયાના યોગો હોય છે માટે કર્મબંધ થાય છે. એવી જ રીતે નોકપાયો, મિથ્યાત્વ અને અવિરતિથી કર્મબંધ થાય, પરંતુ પ્રમત્ત યોગોના સહયોગથી થાય, સ્વતંત્ર રીતે નહીં.
કેવી સરસ વાત કરે છે ગ્રંથકાર મહાત્મા! રાગ-દ્વેષ વગેરેથી ફર્મબંધ અને કર્મોથી રાગ-દ્રુપના પરિણામ! એનો અર્થ એ થાય કે રાગ-દ્વેપ પોતે જ પોતાને સર્જે છે! મિથ્યાત્વ પોતે જ પોતાને બનાવે છે. અવિરતિમાંથી અવિરતિ પ્રગટે છે!
આ કેવી રીતે બને છે, એના ભેદ પણ ખોલી નાંખ્યા. મનન્વચન અને કાયા પ્રમાદી બને છે ત્યારે! પછી એ પ્રમાદ વિકથાઓનો હોય કે નિદ્રાનાં હોય, મદ્યપાનનો હોય કે વિષયવાસનાનો હોય, રાગ-દ્વેષ વગેરેને આ પ્રમાદી યોગોનો સહયોગ મળે છે, એટલે આત્મા સાથે કર્મો ચોંટે છે, કર્મબંધ થાય છે.
આ રીતે ગ્રન્થકારે કર્મબંધના હેતુને સ્પષ્ટ કર્યા અને ઉપસંહાર કર્યો.
સંસાર-પરંપરાનું મૂળ
कर्ममयः संसारः संसारनिमित्तिकं पुनर्दुःखम् । तस्माद् रागद्वेषादयस्तु भवसन्ततेर्मूलम् । । ५७ ।।
'
અર્થ : કર્મનો વિકાર સંસાર છે. સંસારના કારણે જ દુ:ખ છે, માટે રાગ-દ્વેષ વગેરે જ ભવપરંપરાનું મૂળ છે. (એમ સિદ્ધ થાય છે)
વિવેચન : અસંખ્ય યોજનના વિસ્તારમાં અને ચાર ગતિઓના વિભાગમાં રહેલો આ સંસાર....શું છે? આ નારકીપણું, તિર્યંચપણું, મનુષ્યપણું અને દેવપણું શું છે? શું આ નારકીપણું વગેરે આત્માનું સ્વરૂપ છે? ના, આ સમગ્ર સંસાર કર્મોનો વિકાર છે.
આત્માની વિભાવદા કર્મોને જ આભારી છે ને! કર્મોએ જ આત્માની સ્વભાવદશાને આવૃત્ત કરેલી છે. દેવપણું હો કે મનુષ્યપણું, તિર્યંચપણું હો કે નારકપણું; એ બધી આત્માની અવસ્થાઓ વિભાવા છે, વિકારીદશા છે. આત્મા સાથે સંલગ્ન કર્મોમાંથી ઉદ્દભવેલી વિકારી દશા છે. સમગ્ર સંસાર
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર-પરંપરાનું મૂળ
૯૧ કર્મમય છે! કારણ કે સમગ્ર સંસાર જીવમય છે! સંસારની એવી એક ઇંચ જેટલી.... એક દોરા જેટલી પણ જગા ખાલી નથી.. કે જ્યાં જીવ ન હોય! જીવ છે એટલે કર્મ લાગેલાં જ છે. સંસારની ચાર ગતિમાં રહેલા સર્વ જીવોને કર્મ ચાંટેલાં જ છે, માટે સંસાર કર્મમય છે!
આવો સંસાર જ સર્વ દુઃખોનું કારણ છે. શારીરિક અને માનસિક તમામ દુઃખોનું કારણ સંસાર છે. જીવ નરકમાં જાય છે માટે પરમાધામી દ્વારા અને ત્યાંના ક્ષેત્રથી થતી ઘોર પીડાઓ અનુભવે છે ને? આપણે નરકમાં નથી, માટે નરકની વેદના આપણને નથી. એવી જ રીતે જે જીવો પશુ-પક્ષીની તિર્યંચયોનિમાં છે તે જીવો તિર્યંચયોનિની પીડાઓ, અને દુ:ખો ભોગવે છે. મનુષ્યને એ પીડાઓ કેમ નથી ભોગવવી પડતી? કારણ કે તે તિર્યંચગતિના સંસારમાં નથી! આપણે મનુષ્ય ગતિમાં છીએ, માટે મનુષ્યજીવનનાં શારીરિક અને માનસિક દુ:ખ અનુભવીએ છીએ. દેવલોકના દેવોને પણ માનસિક દુ:ખ તો હોય જ! ભલે નહીંવત્ હોય.
આ વિધાન એક નવી જ તત્ત્વદૃષ્ટિ આપે છે. સંસારમાં સુખની શોધ કરવી છોડી દો! આ સંસારમાં ક્યાંય શુદ્ધ અને શાથત્ સુખો છે જ નહીં.' એવી જ રીત-“જ્યાં સુધી સંસારની ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં તમે જીવો છો, ત્યાં સુધી શારીરિક કે માનસિક દુ:ખ રહેવાનાં જ! સંસારમાં દુઃખો સાથે જ જીવવાનું છે.' માટે દુઃખોથી ગભરાઈને ગતિઓની ગલીઓમાં ભરાઈ જવા દોડધામ ન કરો. ચાર ગતિઓની ગલીઓમાં ક્યાંય દુઃખરહિત સ્થાન નથી!
જ્યાં જશો ત્યાં એક નહીં તો બીજું દુઃખ તૈયાર જ હોય છે. એકરૂપે નહીં, બીજારૂપે! બદલાતાં દુઃખોમાં થોડું આશ્વાસન લઈએ કે “પેલા દુઃખ કરતાં આ દુ:ખ સહેવું સારું,’ એ વાત જુદી છે. ક્યાંક શરીરનાં દુઃખ વધારે તો ક્યાંક મનનાં દુઃખ ઝાઝાં.... સંપૂર્ણ સંસાર કર્મમય છે..... કર્મમય સંસાર દુ:ખોનું અસાધારણ કારણ છે.
સંસારની આ ચાર ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિમાં જીવો પરિભ્રમણ કરી રહ્યા છે. જન્મે છે, જીવે છે, મરે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં.... એક જીવ મનુષ્યરૂપે છે, મરીને તે પશુરૂપે જન્મે છે, દેવરૂપે જન્મે છે, નારકરૂપે જન્મે છે અને મનુષ્યરૂપે પણ જન્મે છે. જન્મ, જીવન અને મૃત્યુની આ અન્તહીન હારમાળા ચાલી રહી છે. કોણ છે આ ભવપરંપરાનું મૂળભૂત કારણ? કોણ જીવોને ભટકાવી રહ્યું છે આ ચાર ગતિરૂપ સંસારમાં?
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ એ જ રાગ અને પ! મિથ્યાત્વ અને અવિરતિ! મન-વચન-કાયાના યોગ અને પ્રમાદ! શા માટે જીવાત્મા આ બધી ભૂલો કરે છે? એનું મૂળભૂત એક કારણ છે અજ્ઞાન. જીવાત્માઓને આ જ્ઞાન જ નથી કે આ રાગ-દ્વપ વગેરે કરવાથી આત્મા સાથે કમ બંધાય છે. અને એ કમોંના ઉદયથી સંસારની ચાર ગતિમાં વિવિધ દુ:ખો ભોગવવા પડે છે. ઘોર અજ્ઞાનતા છવાયેલી છે. જો આ અજ્ઞાનતાનું વાદળ ચીરાય અને જ્ઞાનની આછી-પાતળી તેજ ખાઓ બહાર નીકળે.. તો એ રાગ-દ્વેષ...મિથ્યાત્વ વગરની ભયંકરતા સમજાય; અને તો જ એ દોષોને નિર્મળ કરવાનો વિચાર આવે. પુરુષાર્થ થાય. અના ચિત્તમાં જિજ્ઞાસા પ્રગટે કે “આ રાગ-દ્વેષ આદિ દોષોને કેવી રીતે દૂર કરાય? એ દોષોમાંથી પેદા થતાં સંસાર-પરિભ્રમણને કેવી રીતે ખાળી શકાય? આવો, એ જિજ્ઞાસાને ગ્રંથકાર સ્વયં સંતાપે છે; એમની વાતને સ્થિર ચિત્તે સાંભળો.
દોષકાળનો વિચ્છેદ एतद्दोपमहासञ्चयजालं शक्यमप्रमत्तेन । प्रशमस्थितेन घनमप्युद्वेष्टयितुं निरवशेषम् ।।५८ ।। અર્થ : આ દાંપાના (રાગ-દંપાદિના અને તેમાંથી ઉત્પન્ન થયેલા કમાંના) મોટા સમૂહરૂપ ન પણ જાળનો આમૂલ વિચ્છેદ કરવાનું પ્રમાદરહિત અને પ્રશમમાં રહેલા (આત્મા) માટે શક્ય છે.
વિવેવન : ગહન જાળમાં ફસાયેલો હંસલો! મજબૂત લોખંડી પિંજરામાં પુરાયેલો કેસરી સિંહ! જ્યાં સુધી એ હંસલાને કે સિંહનું જ્ઞાન નથી થતું કે હું નિબંધન છું.. અનન્ત નીલાકાશમાં ઊડવા સમર્થ છું... એ જ મારું જીવન છે... એમાં જ સાચો આનંદ છે. હું જંગલનો રાજા છું. જંગલો, પહાડો અને ગુફાઓમાં મારું સ્થાન છે. મારો આનંદ, મારી મસ્તી... બધું ત્યાં છે, અહીં આ પિંજરામાં નહીં. આ જાળમાં નહીં.' ત્યાં સુધી જ એને એ જાળમાં ગમે છે, એ પિંજરામાં ફાવે છે.
આપણે એક ભયંકર જાળમાં છીએ-એ જાણો છો? આપણે એટલે હું અને તમે જ નહીં, આપણે એટલે સંસારના અનંત અનંત જીવો! હા, જાળ વિનાનું મુક્ત જીવન ન હોય તો જાળ,જાળ જ ન કહેવાત! મુક્ત જીવન છે, મુક્ત જીવન જીવનારા પણ અનન્ત અનન્ત જીવો છે! તેમણે જાળમાંથી છુટકાર મેળવ્યો, જાળ છેદીને નીકળી ગયા. કોઈ કાળનું, કોઈ ક્ષેત્રનું, કોઈ દ્રવ્યનું કે કોઈ ભાવનું બંધન નહીં એમને! સંપૂર્ણ મુક્ત જીવન. .
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોષજાળનો વિચ્છેદ
૯૩
લલચાય છે મન એ મુક્ત જીવન તરફ? અકળાય છે મન આ ગહન અને વિકટ કર્મોની જાળમાં? અરે, એટલું સમજાઈ ગયું છે ખરું કે ‘હું’ રાગ-દ્વેષ આદિ અનન્ત અનન્ત દોષોમાં અને એ દોષોમાંથી જન્મેલાં અનન્ત અનન્ત કર્મોની જાળમાં ફસાર્યો છું.' સર્વપ્રથમ તો આ સમજણ દૃઢ થવી જોઈએ. એ સમજણ આવ્યા પછી પણ જો જીવાત્મા નિરાશ થઈ જાય, પાંગળો બની જાય‘કેવી મજબૂત અને ગહન જાળ છે? આપણાથી તો આ જાળ ન તૂટે. કંઈ નહીં, જાળમાં તો જાળમાં જીવીશું. અહીં ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, રહેવાનું, ફરવાનું આ બધું તો મળે છે' આ રીતે જો જીવાત્મા જાળમાં પણ જીવવાનું પસન્દ કરી લે, તો એ જાળને ભેદવાનો સંકલ્પ ન કરી શકે. જાળને ભેદવાના ઉપાયો એ નહીં શોધે. એ તો ‘જાળમાં જ કેવી રીતે વ્યવસ્થિત ગોઠવાઈ જવું,’ એ વિશે વિચારશે! ‘જાળને ક્યાંથી કાપું? જાળમાંથી છૂટવા શું પ્રયત્ન કરું ?' આવી યોજનાઓ એ વિચારશે પણ નહીં. એ જાળને કાપવાનો, નષ્ટ કરવાનો, પુરુષાર્થ તો લાખો યોજન દૂર!
‘હું અનન્ત દોષો, અનન્ત કાઁની જાળમાં જકડાયેલો છું.' આ વિચાર પણ એવા મનુષ્યને આવી શકે કે જે મનુષ્ય પ્રશમભાવમાં ઠરેલો હોય! એના અન્તરંગ દોષો, ક્રોધ-માન-માયા અને લોભ શાન્ત બેઠા હોય; ઇન્દ્રિયોની વિષયો તરફની દોડધામ ઘટી ગઈ હોય; નિદ્રા, આળસ, વિષયભોગ અને અર્થહીન વાર્તાથી મન-વચન-કાયાના યોગો થોડા સમય માટે પણ નિવૃત્ત થયા હોય.
મન પ્રશમરસમાં ડૂબેલું હોય, વાણી મૌન હોય, અને કાયા સ્થિર હોય, ત્યારે પેલી અદશ્ય જાળ દેખાય! એ જાળમાં જેમ એને પોતાની જાત દેખાય તેમ બીજા પણ અનન્ત જીવો દેખાય. જાળને છેદીને-ભેદીને મુક્ત બનેલા અનન્ત આત્માઓ તરફ પણ એની દૃષ્ટિ જાય, તેનું મન તુરત જ યોજનાઓ ઘડી કાઢે છે, જાળને ભેદવાની અને મુક્ત બનવાની! યોજના બનાવીને એ પુરુષાર્થ આરંભી દે છે, પ્રયત્ન શરૂ કરી દે છે.
જાળને ભેદવા જાળને ઓળખવી પડે. એ જાળ શાની બનેલી છે? કેવી રીતે ગૂંથાયેલી છે? કેવી રીતે ગુંથાતી જાય છે? કઈ જગાએથી એને છેદી શકાય એમ છે? વગેરે. દોષોની અને કર્મોની જાળને જીવાત્મા બરાબર ઓળખે. પોતાને તે ન ઓળખાતી હોય, ન સમજાતી હોય, તો એ જ જાળમાં પોતાની પાસે રહેલા એવા સમજદાર અને જાળને ઓળખનારા પુરુષોનો સહયોગ માગે. એમનું માર્ગદર્શન માર્ગ. ઘર બાંધવું છે પણ કેવું બાંધવું, ક્યાં બાંધવું, કેવડું બાંધવું...
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ વગેરેની સૂઝ જૈમન નથી હોતી તેઓ એન્જિનિયર પાસે જાય છે, આર્કિટેક્ટ પાસે જાય છે, એમને પૈસા આપીને યોજના-પ્લાન વગેરે મેળવે છે.
કર્મોની જાળને, એની રચનાને, એની બનાવટ વગેરે સમજાવનારા જ્ઞાની અને બુદ્ધિમાન પુરુષો આપણ નિફટમાં જ છે. એ અંગેનું વ્યવસ્થિત માર્ગદર્શન આપનારા ગ્રંથો પણ આપણને આ કાળમાં મળે છે! અપ્રમત બનીને, પ્રશમરસમાં લીન બનીને આ બધું કરવાનું છે, તો જ પ્રયત્ન સફળ થાય.
ofસાધકoળી ૧3 વિશેષતાઓ अस्य तु मूलनिवन्धं ज्ञात्वा तच्छेदनोद्यमपरस्य । दर्शनचारित्रतपः स्वाध्यायध्यानयुक्तस्य ।। ९ ।।
प्राणवधानृतभाषणपरधनमैथुनममत्वविरतस्य । नवकोट्युद्गमशुद्धोज्छमात्रयात्राधिकारस्य ।।६० ।।
जिनभाषितार्थसद्भाविनो विदितलोकतत्त्वस्य । अष्टादशशीलाङ्गसहस्रधारणकृतप्रतिज्ञस्य ।।६१ ।।
परिणाममपूर्वमुपागतस्य शुभभावनाध्यवसितस्य । अन्योन्यमुत्तरोत्तरविशेषमभिपश्यतः समये ।।२।।
वैराग्यमार्गसंप्रस्थितस्य संसारवासचकितस्य ।
स्वहितार्थाभिरतमतेः शुभेयमुत्पद्यते चिन्ता ।।६३ ।। અર્થ : આનું (દીપસમૂહની જાળનું) મૂળ કારણ જાણીને - (૧) તેનો ઉચ્છેદ કરવા ઉદ્યમશીલ બનવાન, (૨) દર્શન-ચારિત્ર-તપ-સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્તન, પ૯].
(3) હિંસા-અસત્યવચન-પરધનહરા-મંથનસેવન અને પરિગ્રહથી વિરક્તને (૪) નવોટિશુદ્ધ, ઉદ્ગમશુદ્ધ અને ઉછવૃત્તિથી યાત્રા (સંયમયાત્રા)નો જેમને અધિકાર છે, તેમને, કol.
(૫) જિનકથિત અર્થના સભાવને ભાવનારને (૬) લોકના પરમાર્થને જાણનારને (૭) અઢાર હજાર શીલાંગના ઘારકને અને એનું પાલન કરવાની જેણે પ્રતિજ્ઞા કરી છે, તેને, (૧૧)
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ
| ૯૫ (૮) અપૂર્વ પરિણામ (મનના) પ્રાપ્ત કરનારને (૯) શુભ ભાવનાઓ (અનિત્યાદિ અને પાંચ મહાવ્રતોની..વગેરે)ના અધ્યવસાયવાળાને, (૧૦) સિદ્ધાંતમાં પરસ્પર એકબીજાથી વિશેષને ચિઢિયાતા) ભાવનાજ્ઞાનથી જોનારને, કિ૨).
(૧૧) વૈરાગ્યમાર્ગ પર રહેલાને, (૧૨) સંસારવાસથી ત્રાસેલાને, (૧૩) સ્વહિતાર્થમુક્તિસુખમાં જેમની મતિ ખૂબ રમે છે તેમને આ શુભ ચિન્તા જન્મે છે. (૬૩)
વિવેદન : રાગ દ્વેષ વગેરે દોષો અને દોષજન્ય કર્મો, આ દોષો અને કર્મોના તાણાવાણાથી ગૂંથાયેલી જાળને જાણવી જરૂરી છે. જાળ કેવી રીતે ગૂંથાઈ છે અને કેવી રીતે તૂટી શકે, એ સમજવું અતિ આવશ્યક છે. એ જાણવું ને સમજવું એવું જોઈએ કે આત્મામાં એ જાળને છેદી નાખવાનો ઉત્સાહ જન્મ. ‘હું આ મહાજાળને છેદી નાખું.' જાળમાંથી મુક્ત થવાનો. અનંત જ્ઞાનપ્રકાશમાં મુક્તમને ઊડવાનો જેના હૃદયમાં તલસાટ જાગ્યો હોય, ફફડાટ થતો હોય તેવા જીવાત્માનું કેવું વ્યક્તિત્વ ઊપસતું હોય છે - તે સમગ્ર વ્યક્તિત્વ અહીં બતાવવામાં આવ્યું છે. તેર વિશેષતાઓથી વિશિષ્ટ એ વ્યક્તિત્વનું આપણે અહીં વિશ્લેષણ કરીને જોઈશું. આવા અદ્ભુત વ્યક્તિત્વને ધરાવનારા ઉત્તમ પુરુષના મનમાં એક ચિન્તા..... પ્રબળ ચિતા પ્રગટે છે. એમ ગ્રન્થકારને બતાવવું છે, એ બતાવવા પૂર્વે આ પાંચ શ્લોકોમાં એમણે સાધક આત્માની તેર વિશેષતાઓ જે વર્ણવી છે, એ આપણે જોઈએ. ૧. મહાકાળનો વિચ્છેદ કરવા ઉદ્યમશીલ :
જાણીને બેસી ન રહે, પ્રમાદથી બેસી ન રહે કે ભયથી બેસી ન રહે. જઈએ છીએ, ઉતાવળ શું છે.... જ્યારે પુરુષાર્થ કરવા માંડીશ કે એ મહાજાળને તોડી-ફોડીને....' આમ વાતો કરતો રહે અને મહાજાળમાં પડ્યો રહે. પ્રમાદને છોડે નહીં; તો એ મહાજાળને કેવી રીતે ભેદી શકે? એવી જ રીતે ભયથી-“અરે ભાઈ, આ મહાજાળ ભેદવાનું કામ આપણું નહીં... આપણે તો છેલ્લું સંઘયણ કહેવાય... આપણે તો યથાશક્તિ ધર્મ-આરાધના કરીએ. બાકી તો જેટલું સંસારમાં ભટકવાનું હશે તેટલું ભટકવું જ પડશે...” આમ વિચારીને જો બેસી રહ્યો તો પણ એ જાળને તોડવા સમર્થ નહીં બને.
જાળને એ જ મનુષ્ય તોડી શકે છે, ભેદી શકે છે કે જે મનુષ્ય પ્રમાદને મનમાં કે તનમાં સ્થાન આપતો નથી, ભયોને ગણકારતો નથી, મહાજાળનો વિચ્છેદ કરવાના ધર્મપુરુષાર્થમાં આવનારાં વિપ્નોથી ડરી જતો નથી. આંતરઉત્સાહ વિઘ્નોને ગણકારે જ નહીં. ઉત્સાહથી થનગનતો એ મહામાનવ એવા
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ પ્રમાદી, આળસુ અને ડરપોક માણસોની વાતોને કાને ધરતી નથી. શું એ જંગલના નાકે ગામલોકોએ શ્રમણ ભગવાન મહાવીરને નહોતું કહ્યું કે “મહાત્મા, આ રસ્તે ન જશો. આ રસ્તે ગયેલું કોઈ પાછું આવ્યું નથી. આ રસ્તે એક ભયંકર સાપ રહે છે, જેની સામે એ જુએ છે, તે બળીને રાખ થઈ જાય છે...... શું મહાવીરે એ વાતને કાને ધરી હતી? ના, એ જ રસ્તે મહાવીર ગયા. સાપ મળ્યો પણ ખરો અને ડંખ પણ દીધા! છતાં એ મહાવીરના દેહને રાખ ન કરી શક્યાં. મહાવીરે એના રોપની રાખ કરી નાંખી!
પેલા મહામુનિ નંદિપેણ! મગધનો એ રાજકુમાર ભગવાન મહાવીરના ઉપદેશથી જાગ્રત થયો... એણે પોતાના આત્માને અનંત અનંત દોષો અને કર્મોની જાળમાં ફસાયેલો જોયો.... “આ જાળને છેદી નાંખું.. નિબંધન અને નિરાબાધ બનું... મુક્ત બનું..... આ ઉત્સાહ પ્રગટી ગયો. દેવીએ જ્યારે આવીને કહ્યું-નંદિપેણ, હજુ તારે સંસારનાં ભોગ સુખ ભોગવવાનાં બાકી
છે... ચારિત્ર-માર્ગે જવાની ઉતાવળ ન કર.... નંદિષેણે ન માન્યું. “ગમે તે કમાં ઉદયમાં આવે, હું લડી લઈશ એ કર્મો સામે, હું આત્મા છું, અનંત શક્તિનો માલિક છું.” ભગવાન મહાવીરદેવના સાંનિધ્યમાં, એમના શિષ્ય બનીને પ્રબળ પુરુષાર્થ આરંભી દીધો. એ પ્રબળ પુરુષાર્થનું સ્પષ્ટ સ્વરૂપ ગ્રંથકાર મહર્ષિ બતાવે છે.
૨. દર્શન-ચરિત્ર-તપ-સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત : તત્ત્વાર્થશ્રદ્ધાને સીનિ ! તત્ત્વ અને અર્થની શ્રદ્ધા એ સમ્યગદર્શન છે. જો તમારે સમ્યગ્દષ્ટિ બનવું છે તો તમારે તત્ત્વ અને તત્ત્વોના અર્થ બંનેને માનવા પડશે, બંને પર શ્રદ્ધા ધરવી જોઈએ. ભગવાન મહાવીરે ત્રણ પ્રકારનાં તત્ત્વો બતાવ્યાંય, શેય અને ઉપાદેય, છોડવા જેવાં, જાણવા જેવાં અને સ્વીકારવા જેવાં. ભગવાને એ છોડવાનો, જાણવાનો અને સ્વીકારવાનો અર્થ સમજાવ્યો મુનિ નંદિષણે એ અર્થને બુદ્ધિપૂર્વક અને હૃદયપૂર્વક સ્વીકાર્યો. કર્મોની મહાજાળને ભેદવા આ કરવું જ પડે. નંદિપેણે તે કર્યું. એણે રાજમહલ, વૈભવસંપત્તિ અને પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો છોડ્યાં. મનથી પણ આ બધું ઉતારી દીધું. એણો આત્મતત્ત્વને જાયું. એ પરમ-તત્ત્વને પામવા એણે ચારિત્ર સ્વીકાર્યું. તપશ્ચર્યા સ્વીકારી, જ્ઞાનોપાસના આદરી અને ધ્યાનમાં ખોવાઈ ગયા! આ દરેકનો અર્થ છે! આંધળા બનીને કે સમૂછિમ બનીને આ બધું કરવાનું નથી. ખુલ્લી આંખે અને સતત જાગૃતિ સાથે આ પુરુષાર્થ કરવાનો છે. તેથી જે હેય
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ છે તે ઉપાદેય નહી લાગે; જે ઉપાદેય છે તે હેય નહીં લાગે. શેયનું જ્ઞાન વિસરાશે નહીં.
ચારિત્ર અંગીકાર કરવું એટલે? દઢ પ્રતિજ્ઞાપૂર્વક સર્વત્યાગનું જીવન અંગીકાર કરવાનું. “હે ભગવંત, હું સામાયિક-ચારિત્ર સ્વીકારું છું. સર્વ સાવદ્ય-પાપમય યોગોનો ત્યાગ કરું છું. જીવનપર્યત એ પાપો હું કરીશ નહીં, કરાવીશ નહીં અને કરતાની અનુમોદના કરીશ નહીં. મનથી નહીં કરું, વચનથી નહીં કરું. કાયાથી નહીં કરું.’ આ પ્રતિજ્ઞા ગ્રહણ કરીને તે મહાત્મા નિષ્પાપ જીવન જીવવાનો અભ્યાસ કરે છે. પાંચ મહાવ્રતોને ધારણ કરે છે. રાત્રિભોજન કરતો નથી, પાદવિહાર કરે છે. સાધુજીવનની કઠોર સાધનામાં તે જોડાય છે. ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિ કરતો આત્મા યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરે છે. ચારિત્રની ઉત્તરોત્તર પાંચ વિકાસભૂમિકાઓ બતાવવામાં આવી છે (૧) સામાયિક ચારિત્ર (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર (૩) પરિહારવિશુદ્ધિ ચારિત્ર (૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર,
ચારિત્રધર્મના પાલનમાં તપશ્ચર્યાનું અનોખું સ્થાન છે. બાહ્ય અભ્યતરની બાર પ્રકારની તપશ્ચર્યા બતાવવામાં આવી છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ અને સંલીનતા-આ બાહ્યતપના છ પ્રકાર છે. પ્રાયશ્ચિત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય-અત્યંત૨ તપના બે પ્રકાર છે.
ચારિત્ર ધર્મનો પ્રાણ છે સ્વાધ્યાય. પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં એ આત્મા લીન હોય, વિનયપૂર્વક ગુરુચરણોમાં બેસીને, ગ્રંથની વાચના લે. અપ્રમત્ત બેસીને, એકાગ્ર ચિત્તે એ સૂત્ર અને અર્થની વાચના લે. સૂત્ર અને અર્થન ગ્રહણ કરે. કોઈપણ જાતનો પ્રશ્ન એ વખતે ન કરે. તે પછી સુત્રને યાદ કરી લે. અર્થ પર ચિંતન કરે. તેમાં પ્રશ્ન ઊઠે તો ગુદેવની પાસે જઈ સભ્યતાપૂર્વક એ પ્રશ્ન પૂછે, સમાધાન મેળવી ફરેલ અર્થનિર્ણયનું અવધારણ કરી લે. આ રીતે સૂત્ર અને અર્થ ભુલાઈ ન જાય તે માટે પુનઃ પુનઃ પુનરાવર્તન કરે. મેળવેલા સૂત્રાર્થને મૂલ્યવાન ઝવેરાતની જેમ જાળવે. તે પછી એ સુત્રાર્થ પર અપેક્ષા કરે. માત્ર શબ્દાર્થમાં ન અટકે શબ્દોના અંદપર્યાર્થ સુધી પહોંચવા પ્રયત્ન કરે, શબ્દ બોલનાર, કહેનાર, લખનારના આશયને સમજવા પ્રયત્ન કરે. તે શબ્દા કઈ અપેક્ષાએ કહેવાયા છે, એ અપેક્ષા સમજે, કયા નથી કહેવાયા છે, એ ૭. જુઓ પરિશિષ્ટમાં ૮. બાહ્ય-અભ્યતર ૧૨ પ્રકારના તપનું વર્ણન આજ ગ્રંથના શ્લોક ૧૭૫-૧૭૬ ના
વિવેચનમાં વાંચો. ભાગ : બીજો
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ સમજે. જ્યારે એને આ સૂત્રાર્થના મંથનમાંથી રહસ્યભૂત તત્ત્વો મળતાં જાય... એ “ધર્મકથા” દ્વારા યોગ્ય અને પાત્ર જીવોને એ તત્ત્વો વિવેકપૂર્વક આપવા માંડે. આ રીતે સ્વાધ્યાયની પાંચેય ભૂમિકાને આદરપૂર્વક આરાધે, વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. દિવસ અને રાતના ૨૪ કલાકમાંથી પંદર કલાક અના આ પંચવિધ સ્વાધ્યાયમાં પસાર થાય. એ જે અપૂર્વ જ્ઞાનાનન્દ અનુભવે એનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે.
જ્ઞાન વિના ધ્યાન નહીં અને ધ્યાન વિના કેવળજ્ઞાન નહીં! મુનિજીવનમાં ધ્યાન અનિવાર્યરૂપે જોઈએ. આર્તધ્યાન અને રોદ્રધ્યાન ત્યાજ્ય છે. એ અશુભ ધ્યાન છે. એ અશુભ ધ્યાનથી બચવા માટે શુભધ્યાન હોવું જ જોઈએ. જો તમારી પાસે ધર્મધ્યાન નહીં હોય તો તમે આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં ચાલ્યા જ જવાના. | ધર્મધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અર્થાત્ ધ્યાનમાં વિવિધતા માન્ય કરાયેલી છે. માનવ મન છે ને? એને વિવિધતા વિના નથી ચાલતું. જેમ મન વિવિધ અશુભ વિચારોમાં રમે છે તેમ જો એને શુભ વિચારોમાં જોડશો, શુભ ધ્યાનમાં જોડશો તો એ શુભ ધ્યાનની વિવિધતામાં રમશે. ધર્મધ્યાનના ચાર પ્રકાર આ રીતે છે :
(૧) આજ્ઞાવિચય (૨) અપાયરિચય (૩) વિપાફવિચય (૪) સંસ્થાનવિચય. એક વાત નું ભૂલશો કે આ “ધ્યાન'ના પ્રકારો છે; વિચારોના પ્રકારો નથી. માત્ર વિચાર એ ધ્યાન નથી. મન જ્યારે કોઈ એક વિષય પર એકાગ્ર બની જાય છે, તન્મય બની જાય છે, ત્યારે એને ધ્યાન કહેવાય છે. અશુભ વિચાર જુદો અને અશુભ ધ્યાન જુદું. આ ભેદ બરાબર સમજી લેવો જોઈએ. એવી જ રીતે શુભ વિચાર જુદો અને શુભ ધ્યાન જુદું. સ્વાધ્યાયમાં શુભ વિચારો હોય. તે પછીની ભૂમિકા છે શુભ ધ્યાનની...
(૧) જિનાજ્ઞાનું ધ્યાન. (૨) હિંસા-અસત્ય આદિ દોષોના નુકસાનનું ધ્યાન, (૩) પુણ્યકર્મ-પાપકર્મોના વિપાકોનું ધ્યાન, અને (૪) સમગ્ર ચૌદ રાજલોકનું ધ્યાન. આ ધ્યાન શરૂઆતમાં વિજયરૂપ હોય અર્થાતુ અનુચિંતનરૂપ હોય, અર્થનિર્ણયરૂપ હોય... ધીરે ધીરે એ એકાગ્ર ચિત્તરૂ પે બની જાય. 'વિવારંવનિર્ઝન આ જ ગ્રન્થકારે વિચય' શબ્દની પરિભાષા કરી છે
૯. ધર્મધ્યાનનું વિવેચન આ જ ગ્રન્થના લોક નં. ૨૪૬ થી ર૫૦ માં આપવામાં
આવશે.
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ અર્થનિર્ણય. જિનાજ્ઞાનો અર્થનિર્ણય કરી તેના ધ્યાનમાં પ્રવેશવાનું. હિંસા આદિ દોષોના નુકસાનોનો આત્મસાક્ષીએ નિર્ણય કરવાનો અને એના ધ્યાનમાં તન્મય બનવાનું. કર્મોના વિપાકોનું જ્ઞાન તમારી પાસે હોવું જ જોઈએ. એનો અર્થનિર્ણય કરી એમાં ધ્યાનસ્થ બનવાનું અને ચૌદ રાજલોકના સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં એમાં લીન થઈ જવાનું.
જો કે ધર્મધ્યાનની આ ચાર ભૂમિકાઓ વિશેષ કરીને ચિંતન-પ્રધાન છે, પરંતુ સાધકે ચિંતનમાંથી ધ્યાનમાં જવું જ જોઈએ. તો પછી એ શુક્લધ્યાનમાં ક્યારેક પ્રવેશી જાય. અત્યંત વિશુદ્ધ આશયવાળા આત્માને શુક્લધ્યાન લાધે છે. એના પણ ચાર પ્રકાર છે :
(૧) પૃથકૃત્વ-વિતર્ક-વિચાર. (૨) અપૂથ ત્વ-સવિતર્ક અવિચાર (૩) સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ અને (ક) સુપરતક્રિયા-અનિવૃત્તિ.
સાધનાકાળની પૂર્વભૂમિકામાં રહેલા જીવાત્માએ ધર્મધ્યાનમાં પુનઃ પુનઃ જવાનો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. આ રીતે, (૧) કમની મહાજાળને ભેદવા તત્પર (૨) સમ્યગુદર્શનની (૩) ચારિત્રવંત (૪) તપસ્વી (૫) સ્વાધ્યાયશીલ અને (૬) ધર્મધ્યાની મહાત્માના ચિત્તમાં એક ચિતા જાગે છે! એ ચિંતા પણ અપૂર્વ છે! અસંખ્ય ચિંતાઓને ચૂરનારી એ ચિંતા છે, એ ચિંતા શાની હોય છે – એ વાત ગ્રન્થકાર ચોસઠમા શ્લોકમાં બતાવવાના છે. પણ એવી. ચિંતા કોને જાગે છે, એ આત્માનાં લક્ષણો હજુ આપણે વિચારવાનાં છે.
૩. હિંસા-અસત્ય-પરધનહરણ-મૈથુન-મમત્વથી વિરકૃત :
૧. હિંસા એટલે પ્રાણવધ. પ્રમત્તત પ્રવ્યપરંપvi પ્રાઈવધ પ્રમાદથી ત્રસ અને સ્થાવર જીવોની હિંસાથી જે મહાત્મા વિરામ પામેલા હોય છે, તેમના ચિત્તમાં એક આત્મચિંતા જાગે છે. જે પ્રમાદથી હિંસા થાય છે તે પ્રમાદના આઠ પ્રકાર છે.
૧. અજ્ઞાન રે. સંશય ૩. વિપર્યય ૪. વૈષ ૫. સ્મૃતિભ્રશ ૬. યોગસ્પ્રણિધાન ૭. રાગ અને ૮. ધર્મના અનાદર. આ આઠ પ્રમાદોથી જેઓ મુક્ત હોય છે; મન, વચન અને કાયાથી મુક્ત હોય છે, તે અપ્રમત્ત કહેવાય છે.
૨. જેનું અસ્તિત્વ છે તેનો નિષેધ કરવો. જેનું અસ્તિત્વ નથી તેનું પ્રતિપાદન કરવું. જે પદાર્થ જેવો હોય એનાથી વિપરીત કથન કરવું અને પાપપ્રેરક વચન ૧૦. શુકુલધ્યાનનું વર્ણન આ જ ગ્રન્થના લોક નં. ૨પ૯ ના વિવેચનમાં કરવામાં
આવશે.
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૧૦૦
બોલવાં, તેને અસત્ય ભાષણ કહેવાય, મૃષાવાદ કહેવાય, જે પ્રિય, પથ્ય, અને તથ્ય બોલતા નથી તેઓ મૃષાવાદી છે. સાચું પણ અપ્રિય વચન ન બોલાય. સાચું પણ અહિતકારી વચન ન બોલાય. બોલવામાં જે મહાપુરુષો આટલા જાગ્રત હોય છે તેઓ મૃષાવાદવિરમણ મહાવ્રતના ધારક કહેવાય.
૩. ચોરી કરવાના આશયથી બીજાનું ધન પોતાનું કરી લેવું તેને પરધનહરણ કહેવાય. અદત્તનું ગ્રહણ કરવું તેને ચોરી કહેવાય. જે વસ્તુ જેની હોય તેની રજા વિના લે, જીવની પોતાની ઇચ્છા ન હોય છતાં એને ગ્રહણ કરે, તીર્થંકરોએ જે ગ્રહણ કરવાની ના પાડી હોય તે પણ ગ્રહણ કરે અને ગુરુની અનુમંત વિના જડ-ચેતન પદાર્થો ગ્રહણ કરે, તેને ચોરી કહેવાય, મોક્ષમાર્ગે સફર કરતો સાધક આત્મા આવા પ્રકારની ચોરીનો ત્યાગી હોય.
૪. સ્ત્રીવેદ, પુરુષવેદ કે નપુંસક વેદના ઉદયથી વાસનાપરવશ બનેલા જીવો જે મૈથુનક્રિયા કરતા હોય છે, તે મૈથુનક્રિયાનો ત્યાગી મહાત્મા વેદોદયને નાથતો હોય છે. વેદોદયની સામે ઝઝૂમતો હોય છે.
૫. મમત્વ એટલે પરિગ્રહ. ‘આ મારું ધન છે, હું આ સંપત્તિનો માલિક છું....' આનું નામ મમત્વ. ‘મૂર્છા પરિગ્ર' મૂર્છા એટલે મમત્વ. જે ધનધાન્ય આદિ પોતાની પાસે ન હોય તેનું મમત્વ પણ પરિગ્રહ છે. મુનિરાજ આ પરિગ્રહના ત્યાગી હોય છે. એટલે એમના પ્રશમસુખનો નાશ નથી થતો. એમની અગમ-અગોચરની મસ્તીમાં ભંગ નથી પડતો. નહીંતર તો આ મમત્વ, આ પરિગ્રહ મુનિની શાંતિને, સમતાને, પ્રસન્નતાને ભરખી જ જાય. મુનિ તો પોતાના શરીર પ્રત્યે પણ મમતા ન રાખે. ‘આ શરીર પણ મારું નથી. શરીરથી હું (આત્મા) ભિન્ન છું.' આ સત્ય એણે અંતરાત્મામાં પચાવ્યું હોય છે, માટે મુનિ દરેક ક્ષેત્રમાં દરેક કાળમાં સમમના રહી શકે છે.
આ પાંચ મહાવ્રતોને ધારણ કરનારા સાધક આત્માઓ રાત્રિભોજનના પણ ત્યાગી હોય છે. તીર્થંકરોએ રાત્રિભોજનનો નિષેધ કરેલો છે, એ જો કરે તો ‘તીર્થંકરો-અને’ ચોરીનું પાપ લાગે!
૪. નવકોટિશુદ્ધ, ઉદ્ગમશુદ્ધ અને ઉછવૃત્તિથી સંયમયાત્રાનો અધિકારી :
રસનાના લંપટ જીવો માટે તો મોક્ષમાર્ગની આરાધના જાણે છે જ નહીં! મોક્ષમાર્ગનાં સીધાં ચઢાણ ચઢતાં પ્રચંડ મનોબળી મહાત્માઓ રસનેન્દ્રિયના કેવા વિજેતા હોય છે, સંયમ જીવનના પાલનમાં માત્ર ઉપયોગી એવી ભિક્ષા ૧૧. તત્ત્વાર્થ સૂત્રઃ
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ
૧૦૧ તે કેવી રીતે ગ્રહણ કરે છે, એ વાત અહીં ગ્રંથકાર કરી રહ્યા છે. મુનિ નવકોટિશુદ્ધ ' ભિક્ષા ગ્રહણ કરે. અર્થાત્ નવ અંશથી તે ભિક્ષાની શુદ્ધિ તપાસ! ૧. ભજન માટે શ્રમણ સ્વયં કોઈપણ ત્રણ-સ્થાવર જીવની હિંસા કરે નહીં. ૨. બીજા મનુષ્યો પાસે હિંસા કરાવે નહીં. ૩. કોઈ પોતાના ભોજન માટે સ્વયં હિંસા કરતું હોય તેમાં મુનિ પોતાની અનુમતિ આપે નહીં. ૪, પોતાના માટે કે બીજા માટે મુનિ ભોજન રાંધે નહીં. ૫. બીજાઓ પાસે રંધાવે નહીં. ક, કોઈ સ્વયં રાંધતું હોય તેની અનુમોદના કરે નહીં. ૭. મુનિ ભોજન ખરીદે નહીં. ૮. બીજા પાસે ખરીદાવે નહીં. ૯. બીજો ખરીદતાં હોય તેની અનુમોદના કરે નહીં.
આ રીતે, પૂર્ણતાની પગદંડીએ ચાલ્યા જતા સાધકાને ભિક્ષા ન પણ મળે, તો તેઓ મનમાં ખેદ નથી કરતા. આ નવ અંશોમાં બે વિભાગ પડે છે. પહેલા છ અંશ અશુદ્ધ છે , પછીના ત્રણ અંશ શુદ્ધ છે. અર્થાત્ પહેલા છ અંશથી તો ભિક્ષા ગ્રહણ કરે જ નહીં. વિશેષ પરિસ્થિતિમાં છેલ્લા ત્રણ અંશોથી ભિક્ષા ગ્રહણ કરી શકે.
પહેલા છ અંશોન “અશુદ્ધકોટિ' કહેવાય છે. પછીના ત્રણ અંશોને વિશુદ્ધ કોટિ', કહેવાય છે.
ઉગમ-શુદ્ધ' ભિક્ષા એટલે ‘આધાકર્મ' વગેરે સોળ દોષોને ટાળીને લાવેલી ભિક્ષા. આત્મશુદ્ધિના જાગ્રત લક્ષવાળો સાધક ગૃહસ્થોનાં ઘરોમાંથી ગમે તેમ ભિક્ષા ઉપાડી ન લાવે, ગૃહસ્થના ઘરમાં પડેલી ખાદ્યસામગ્રી અંગે એ વિચારે :
આ ભોજન કોના માટે બનાવેલું હશે? આ વિશિષ્ટ દ્રવ્યો શા માટે બનાવ્યાં હશે? આટલા પ્રમાણમાં શા માટે બનાવ્યું હશે?..' તે દાતાને આડકતરા પ્રશ્નો પૂછીને સત્યને સમજવા પ્રયત્ન કરે. પૂછતાછ કર્યા પછી અને યોગ્ય લાગે તો જ એ ભિક્ષા ગ્રહણ કરે.
એ જ રીતે, એ ભિક્ષા ગમે તે દાતા પાસેથી પણ ન લે! આપનાર કોણ છે, એનો પણ સાધુ વિચાર કરે. આપનારને શારીરિક કે માનસિક કષ્ટ ન પડે, એની પૂરી કાળજી રાખે. અર્થાત્ એ “ઉત્પાદન'ના ૧૬ દોષો ન લાગે, એ રીતે
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
પ્રશમરતિ ભિક્ષા ગ્રહણ કરે. ‘ઉછવૃત્તિનો અર્થ “કોઈને પણ પીડા ન થાય તે રીતે ભિક્ષા ગ્રહણ કરવી, એ થાય છે. ૫. જિનકથિત અર્થના સદ્ભાવને ભાવનાર :
જે પ્રમાણે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ અર્થ કહ્યા અને ગણધરોએ સૂત્રબદ્ધ કર્યા, તે જ પ્રમાણે આ જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ તત્ત્વો છે.' આ છે સભાવની ભાવના.
ધર્મતીર્થની સ્થાપના કરતા અનન્ત કરણાનિધાન પરમાત્મા તીર્થકર સર્વપ્રથમ ગણધરોને ‘ત્રિપદી” આપે છે. પ્રત્રે વા વિનામેરૂ ઘેરું વાં. આ ત્રિપદી ગ્રહણ કરીને ગણધરો દ્વાદશાંગીની રચના કરે. એ રચના કોઈ કાગળ ઉપર કે તાડપત્ર ઉપર નથી થતી, એ રચના થાય છે માનસપટલ ઉપર! ગણધરોના આત્મામાં સ્વયંભૂ જ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો સાગર ઉભરાય છે. તીર્થકર પોતાના પૂર્ણજ્ઞાનમાં એ મૃતોદધિને જુએ છે અને પ્રમાણિત કરે છે.
પ્રત્યેક દ્રવ્યમાં પૂર્ણજ્ઞાની પરમાત્માએ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું વિજ્ઞાન જોયું. તેને દ્રવ્ય ન કહેવાય કે જેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય ન હોય, દ્રવ્યાર્થિક નયથી દ્રવ્યની ધ્રુવસત્તા બતાવી અને પર્યાયાર્થિક નયથી ઉત્પત્તિ અને લય બતાવ્યોઉપરથી નિત્ય અને સ્થિર દેખાતા દ્રવ્યમાં ઉત્પત્તિ, અને નાશની પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. એ પ્રક્રિયા સર્વજ્ઞ પ્રત્યક્ષ જુએ, છઘ0 શાસ્ત્રથી અને અનુમાન પ્રમાણથી માને.
જૈનશાસનના પદાર્થવિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત છે : ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આત્મદ્રવ્ય નિત્ય છે. આમાના પર્યાયો અનિત્ય છે. પર્યાયોની ઉત્પત્તિ થાય છે અને નાશ થાય છે. પર્યાય એટલે અવસ્થા, આત્માની “મનુષ્યપણું એક અવસ્થા છે. તે ઉત્પન્ન થઈ છે અને નાશ પણ પામશે. એનો એ આત્મા દેવ બને છે ત્યારે દેવપણાની અવસ્થા ઉત્પન્ન થઈ અને એ પણ નાશ પામવાની! અરે, સર્વ કર્મોનાં બંધનો તોડી આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયો, ત્યાં પણ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું વિજ્ઞાન હોય છે! આત્મા નિત્ય, પરંતુ જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગમાં ઉત્પત્તિ અને લય ચાલ્યા કરે!
જેમ આત્મદ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો સિદ્ધાંત આપણે જોયો, તેમ અજીવ દ્રવ્યોમાં પણ આ સિદ્ધાંત રહેલો છે. અજીવ-જડ દ્રવ્યોમાં પરમાણુ નિત્ય અંશ છે, એની અવસ્થાઓ અનિત્ય છે. અવસ્થાઓ બદલાયા કરે છે. આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ
૧૦૩ જીવાસ્તિકાય-આ પંચાસ્તિકાયની માન્યતા ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સિદ્ધાંતની સમજણ સાથે હોવી જોઈએ, આ સમજણ “જિનવચન' પરની શ્રદ્ધાને પુષ્ટ કરે છે. હૃદય પોકારી ઊઠે : 'તમેવ ર દવંનિસ્તૃવંદ નિહિં પર્વયે “તે જ સાચું અને નિઃશંક છે, જે જિનેશ્વરોએ કહ્યું છે!'
જિનોત તત્ત્વવ્યવસ્થા અને પદાર્થવિજ્ઞાનના જ્ઞાન વિના જિનવચન પર તાત્વિક શ્રદ્ધા પ્રગટે જ નહીં, જે મહાત્માઓમાં આવી તાવિક શ્રદ્ધા પ્રગટે છે. તેઓ આત્મનિષ્ઠ બનતા હોય છે અને આત્મવિકાસની યોજનાઓ ઘડતા હોય છે. ૬. લોકના પરમાર્થને જાણનાર :
લોક એટલે જનસમૂહ નહીં, પરંતુ જીવ અને અજીવનું આધારભૂત ક્ષેત્ર. 'લોક' શબ્દનો પ્રયોગ ક્ષેત્રના અર્થમાં થયેલાં છે. આ લોકની ઊંચાઈ છે ચાંદ રાજ. “રાજ' એ એક પ્રમાણનું મોટું ગણિત છે. “ચૌદ રાજલોક શબ્દ જૈન પરિભાષાનો શબ્દ છે.
આ ચૌદ રાજલોકમાં સ્વર્ગ, નરક આવેલાં છે, અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રો આવેલા છે. માનવો, પક્ષીઓ અને કીટાણુઓનો સમાવેશ આ ચાંદ રાજલોકમાં થયેલો છે. ચૌદ રાજલોકની બહાર જીવસૃષ્ટિ જ નથી. ત્યાં છે માત્ર અવકાશ! અનન્ત અવકાશ! ચંદ રાજલોકમાં એવી કોઈ સૂક્ષ્મ જગા પણ નથી કે જ્યાં આપણા જીવે જન્મ-મરણ ન કર્યો હોય! દેવ, માનવ, તિર્યંચ અને નારક..... ચારેય ગતિમાં જન્મ લીધા છે અને મૃત્યુ પામ્યા છીએ. આધિવ્યાધિ અને ઉપાધિથી ભરેલી આ ચૌદ રાજલોકની સૃષ્ટિમાં ક્યાંય શાશ્વતું સુખ નથી, અનન્ત શાન્તિ નથી કે અવિનાશી સ્થિતિ નથી. જન્મ, જીવન અને મૃત્યુનું અનાદિકાલીન ચક્ર ધુમ્યા જ કરે છે.
મનુષ્યાકૃતિવાળા આ ચૌદ રાજલોકના મુખ્ય ત્રણ વિભાગો છે : ૧. ઊદ્ગલોક ૨. મધ્યલોક, અને ૩, અધોલોક, ઊદ્ગલોકમાં જ્યોતિષચક્રના દેવો, વૈમાનિક દેવો, રૈવયક દેવો અને અનુત્તરના દેવોનો સમાવેશ થાય છે. મધ્યલોકમાં મનુષ્યો અને તિર્યંચા રહેલા છે. અધોલોકમાં સાત નારકીઓ આવેલી છે. આપણો આત્મા અનાદિકાળથી આ સમગ્ર લોકમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનન્ત અનન્ત આત્માઓ પરિભ્રમણ કરી રહ્યા છે.
આ રીતે ચૌદ રાજલોકનું ચિંતન પારમાર્થિક દૃષ્ટિએ કરવું જોઈએ. પારમાર્થિક દૃષ્ટિએ ચિંતન કરવાથી પરિભ્રમણની નિરર્થકતા સમજાશે અને એ પરિભ્રમણને રોકવાનો શુભ મનોરથ પ્રગટશે. ચાંદ રાજલોકની ટોચે રહેલી સિદ્ધશિલા
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪,
પ્રશમરતિ તરફ દૃષ્ટિ ખૂલશે, ત્યાં પહોંચેલા અને કાયમ માટે વસી ગયેલા અનન્ત અનન્ત પૂર્ણ આત્માઓ તરફ અનુરાગ જન્મશે. એમની દિવ્ય આત્મજ્યોતિમાં જ્યોતિ સ્વરૂપ બની વિલીન થઈ જવાની તમન્ના પ્રગટશે. અનન્ત જન્મોમાં અનન્ત વાર ભોગવી લીધેલાં સુખોને પુનઃ પુનઃ ભોગવવાની ભાવનાઓ મરણતોલ થઈ જશે. - અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાઓમાં લોકસ્વરૂપ” પણ એક ભાવના છે. આ બાર ભાવનાઓને, પ્રતિદિન મોક્ષમાર્ગનો સાધક આત્મા ભાવતો રહે. આ કર્તવ્ય બતાવાયેલું છે મુનિઓ માટે, આ લોકસ્વરૂપનું ચિંતન કરવાથી મુનિની દૃષ્ટિ ખૂબ વિશાળ બને છે, ચૌદ રાજલોકવ્યાપી બને છે. તેથી મહાત્માઓને આ સંસારમાં કોઈ કુતૂહલ નથી થતું. કોઈ આકર્ષણ નથી જાગતું. અનન્ત જન્મોમાં જે જોયેલું છે, જાણેલું છે, ભોગવેલું છે, એનાં આકર્ષણ શાનાં? એનાં કુતુહલ શાના? વિરક્ત અને અનાસક્ત બનેલો યોગી ચૌદ રાજલોકના ચિંતનમાંથી આત્મચિંતનમાં ઊતરી આવે છે... અને પોતાનામાં જ એ ચૌદ રાજલોકનાં દર્શન કરે છે!
૭. અઢાર હજાર શીલાંગના ધારક અને એનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરનાર :
શીલાંગ એટલે ચારિત્રના અંશ, “શીલ' એટલે ચારિત્ર અને “અંગ” એટલે અંશ. ચારિત્રધર્મના અઢાર હજાર અંશ છે. આ અંશો ચારિત્રધર્મના કારણ પણ બની શકે. જે મહાત્મા વિશુદ્ધ અધ્યવસાયોમાં વર્તતા હોય છે, જેઓ ભાવ-શ્રમણ હોય છે, તેઓ આ અઢાર હજાર અશ્વોના ભવ્ય રથમાં આરૂઢ થયેલા હોય છે!
અઢાર હજાર શીલાંગ આ પ્રમાણે હોય છે : ૧૦ યતિધર્મ ક્ષમા, મૃદુતા, સરળતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય,
શૌચ, આર્ફિચન્ય, બ્રહ્મચર્ય. * ૪ સંજ્ઞા આહાર, ભય, મંથન, પરિગ્રહી ૪૦ * પ ઇન્દ્રિય સ્પિર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રોત]. ૨૦૦ * ૧૦ કાય પૃથ્વીકાય, અપ, તે., વા, વ, દ્વિન્દ્રિય, ત્રિ., ચ,
પંચે, અજીવ, (વસ્ત્ર, પાત્ર, પુસ્તકાદિ)|
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ
૧૦પ
________ ૧૦૫
X ૩ યોગ મિન, વચન, કાયા|| ઉ000
X ૩ કરણ કિરવું, કરાવવું, અનુમોદવું ૧૮૦૦) શીલાંગ.
દસ પ્રકારના સાધુધર્મનું પાલન, ચાર સંજ્ઞાઓથી વિરક્તિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, દસ કાયની રક્ષા, ત્રણ યોગથી અને ત્રણ કરણથી કરવાની શીલાંગની પાલનાનું એક રૂપ જોઈએ.
“ક્ષમાગુણમાં વર્તતો હું આહાર સંજ્ઞાથી વિરામ પામીને, શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરીને, પૃથ્વીકાયનો આરંભ મનથી નથી કરતો.”
આ પ્રમાણે અઢાર હજાર રૂપ બને. શુભ અધ્યવસાયોમાં વર્તતા ભાવ શ્રમણો આ શીલાંગોના પાલનમાં તત્પર હોય. શ્રમણોની પ્રતિજ્ઞા હોય છે શીલાંગોના પાલનની. અપ્રમત્ત જીવન જીવનારા એ વીર અને ધીર મહાત્માઓ અઢાર હજાર અથોના રથમાં આરૂઢ થઈને મુક્તિમાર્ગે આગળ વધતા રહે છે. એ મુસાફરીમાં તેઓ અપૂર્વ આનંદ અનુભવતા હોય છે. નિરંતર તેમનો ઉલ્લાસ વૃદ્ધિ પામતો હોય છે...
આ શીલાંગોનું પાલન સર્વતોમુખી આરાધના તરફ સાધકનું ધ્યાન દોરે છે. ક્ષમા વગેરે યતિધર્મનું પાલન કરનાર સંજ્ઞાઓને છૂટો દોર આપે તો ન ચાલે! સંજ્ઞાઓને કાબુમાં રાખે, પરંતુ ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરે તો ન ચાલે! ઇન્દ્રિયોનો પણ નિગ્રહ કરે, છતાં જે પૃથ્વીકાયાદિ જીવોની રક્ષા ન કરે તો સાધના અપૂર્ણ રહે. માટે પૃથ્વીકાયાદિ જીવોની રક્ષા કરવી અનિવાર્ય છે. આ બધું માત્ર મનથી કરે કે વચનથી કર અથવા કાયાથી કરે તો ન ચાલે. મન, વચન અને કાયા ત્રણેયથી કરવાનું! કરણ, કરાવણ અને અનુમોદન-ત્રણેય કરણથી યથાયોગ્ય કરે. કોઈ એક-બે અંગોની આરાધના કરીને “હું મોક્ષમાર્ગની આરાધના કરી રહ્યો છું. અવા મિથ્યા આત્મસંતોષ માનનારાઓએ આ અઢાર હજાર શીલાંગોનું ગંભીર ચિંતન કરવું આવશ્યક છે. ૮. મનના અપૂર્વ પરિણામ પ્રાપ્ત કરનાર :
અપૂર્વ પરિણામ અપૂર્વ વિચારો પૂર્વે ક્યારેય ચંચળ ચિત્ત ન કર્યા હોય તેવા શુભ અને શુદ્ધ વિચારો! અઢાર હજાર શીલાંગના રથમાં આરૂઢ થનારા
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
પ્રશમરતિ મહામુનિને આવા ઉત્તમ વિચારો જ આવે. જન્મજન્માંતરમાં ક્યારેય ન અનુભવ્યા હોય તેવા વિચારો પ્રગટે એ મહાત્માના અંતઃકરણમાં.
પરમ વિશુદ્ધ વિચારધારા બાહ્ય જગતના પદાર્થોના આધારે નથી પ્રગટતી, તે પ્રગટે છે પોતાના જ આત્મામાંથી. આહારાદિ સંજ્ઞાઓથી અને ક્રોધાદિ. કપાયોથી મુક્ત થયેલા મનમાં કેવા કેવા દિવ્ય વિચારો પ્રગટે છે, તેની કલ્પના સંજ્ઞાઓમાં ગળાબૂડ ડૂબેલાઓને અને કપાયોમાં ભડકે બળી રહેલાઓને ન જ આવી શકે. ક્ષમા, મૃદુતા વગેરે ઉત્તમ ગુણોની રમણતામાંથી પ્રગટતો આનંદ તો એ જ અનુભવીઓ જાણે! તે બુદ્ધિથી સમજાય નહીં. આનંદ સમજવાનું તત્ત્વ નથી, અનુભવવાનું તત્ત્વ છે.
૯. શુભ ભાવનાઓના અધ્યવસાયવાળા : 'પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓ અને અનિત્ય-અશરણ આદિ ૧૨ ભાવનાઓ જ સાધક આત્માના અધ્યવસાય બની ગયા હોય! ગમે તે સમયે ગમે તે એક ભાવના એમના ચિત્તમાં ચાલુ જ હોય. ૨૫ અને ૧૨ ભાવનાઓથી બહારના વિચારો ન પ્રવેશે એમના ચિત્તમાં. મહાવ્રતોને ધારણ કરનાર મહામુનિ એ મહાવ્રતોનું તો જ સુંદર પાલન કરી શકે જો એ મહાવ્રતોની ભાવનામાં ભાવતો રહે. સંસાર પ્રત્યે એનું હૃદય તો જ અનાસક્ત બન્યું રહે, જે એ અનિત્યાદિ ભાવનાઓથી પોતાના વિચારોને ભાવિત કરતો રહે. સંસારનો ત્યાગ કરી દેવો સહેલો છે, એ ત્યાગને ટકાવવો સરળ નથી. જો સાધક અનિત્યાદિ ભાવનાઓથી પોતાના વિચારો પ્રભાવિત કરતો ન રહે તો જેનો એણે ત્યાગ કર્યો છે, એ સંસારનાં આકર્ષણ એના ચિત્તમાં જાગ્યા વિના ન રહે. મહાવ્રતોનું જીવન એને અકળાવનારું લાગે. મહાવ્રતો અને અમારાં બંધન લાગે. એક બાજુ સંસારનાં આકર્ષણ જાગ્યાં હોય અને બીજી બાજુ મહાવ્રતોનું જીવન અકળાવનારું લાગે, એટલે જીવનું અધ:પતન થઈ જાય. લીધેલાં મહાવ્રતોનો ભંગ કરી એ સંસારમાર્ગે ચાલ્યો જવાનો.
અનંત અનંત દોષોનો ઉચ્છેદ કરવા કટિબદ્ધ બનેલા, દર્શન-ચારિત્ર-તપસ્વાધ્યાય અને ધ્યાનનો ધરખમ પુરુષાર્થ કરનારો, હિંસાદિ પાપોથી વિરક્ત થયેલો, શુદ્ધ ભિક્ષાચરીથી સંયમયાત્રા કરનારો, જિનવચન ઉપર અખંડ શ્રદ્ધાને સ્થાપિત કરનારો, ચૌદ રાજલોકના સ્વરૂપને સમજનારી, અઢાર હજાર શીલાંગના રથમાં આરૂઢ થનાર અને નિત્ય શુદ્ધ અધ્યવસાયોથી પવિત્ર મનવાળો મહાત્મા,
૧૨. જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ૧૩ વિશેષતાઓ
૧૦૭ તેની વિચારધારા કવી ઉદાત્ત હોય! એ વિચારધારા એની મહાવ્રતપાલનની દઢતાને અને સંસારવંરાગ્યને પરિપુષ્ટ કરનારી જ હોય, ૧૦. સિદ્ધાન્તોમાં ભાવનાજ્ઞાનથી ગુણવત્તા જનાર ?
શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને ભાવનાત્તાના આગમનાં સૂત્રો અને તેના અર્થગ્રહણ કરવા, એને સ્મૃતિના ભંડારમાં ભરવા, તેનું નામ શ્રુતજ્ઞાન. સ્મૃતિના ભંડારમાં ભરેલા સિદ્ધાન્તોને જ્ઞાનને નય અને પ્રમાણથી કસીને બુદ્ધિગમ્ય કરવું તે ચિત્તાજ્ઞાન અને બુદ્ધિગમ્ય કરેલા સિદ્ધાન્તોને આત્મસાત્ કરી એના પરમાર્થનો પ્રકાશ પામવા તે ભાવનાજ્ઞાન.
ભાવનાજ્ઞાન દિવ્ય પ્રકાશરૂપ હોય છે. શબ્દોના અર્થ અને ભાવાર્થથી ખૂબ ખૂબ આગળ.... ખૂબ ઊંડાણમાં જઈને એના પરમાર્થને જ્યારે સાધક આત્મા પામે છે ત્યારે એ અપૂર્વ જ્ઞાનાનંદ અનુભવે છે. જ્ઞાનમાર્ગની સાચી મસ્તી ભાવનાજ્ઞાની માણે છે. સ્વદર્શન-પરદર્શનના સિદ્ધાન્તોની તરતમતા અને ગુણવત્તા એના ચિત્તમાં સ્પષ્ટ થાય છે. માત્ર સિદ્ધાન્તોના શબ્દાર્થ પકડીને “હું જે અર્થ કરું છું એ જ સાચો.' આવો હઠાગ્રહ સેવનારાઓ ભાવનાજ્ઞાનીની દૃષ્ટિમાં કરણાપાત્ર બનતા હોય છે.
પૂર, શ્રુતજ્ઞાન પણ જેમની પાસે નથી, વર્તમાનકાળમાં ઉપલબ્ધ આગમોનું પણ જેમની પાસે શ્રુતજ્ઞાન નથી, જે કંઈ શ્રુતજ્ઞાન છે એના ઉપર કોઈ ચિંતાજ્ઞાન નથી અને ભાવનાજ્ઞાનની તો કલ્પના પણ જેમને નથી, તેવા બાલ જીવો માત્ર અહંકારથી ઉન્મત્ત બનીને “હું શાસ્ત્રવિશારદ છું, હું પ્રકાંડ વિદ્વાન છું..... હું શાસ્ત્રજ્ઞ છું...” આવા પ્રલાપ કરે છે. જિનશાસનની વિટંબણા કરનારા આ સાધુવેશધારીઓને કોઈ પૂછનાર પણ નથી કે “તમે કેટલું શ્રુતજ્ઞાન મેળવ્યું છે?' આવા જીવો સિદ્ધાન્તોના પરમાર્થને જાણયા વિના સિદ્ધાંતોની પ્રરુપણ કરી સંસારના ભોળા જીવોને ઉન્માર્ગે દોરે છે.
૧૧. વૈરાગ્ય માર્ગ ઉપર રહેલા : રાગનો કોઈ વલવલાટ નહીં, રાગની કોઈ અગનઝાળ નહીં, રાગનો કોઈ આલાપ નહીં કે વિલાપ નહીં! વૈરાગ્યનો તરવરાટ! વૈરાગ્યની શીતળતા! વૈરાગ્યનું અમૃતપાન! મુનિજીવનનો પ્રાણ એટલે વૈરાગ્ય. મુનિ એ પ્રાણનાં જતન કમર કસીને કરે. વિરતિધર્મ જુદો અને વૈરાગ્યધર્મ જુદો. વિરતિધર્મ પામ્યા પછી વૈરાગ્યને પુષ્ટ કરવા માટે મુનિ મન-વચન-કાયાથી મચી પડે.
ગમે તેવાં રાગનાં પ્રબળ નિમિત્તે એની સામે આવે, વૈરાગી મુનિરાજ ઉપર
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૧૦૮
એ નિમિત્તેની કોઈ અસર ન થાય. કમલપત્ર ઉપર જેમ ઓબિંદુ ન ટકે તેમ મુનિરાજ ઉપર રાગ ન ટકે. કોઈ જડ પદાર્થો એને આકર્ષી ન શકે. સોહામણા અને મધુર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એના વૈરાગ્યને હચમચાવી ન શકે, વૈરાગ્યના માર્ગ ઉપરથી નીચે ઊતરવાનું જ નહીં. ઊતરે પણ શા માટે? વૈરાગ્યમાર્ગ ઉપર એ સાધક આત્માને એવી તૃપ્તિ હોય છે, એવાં ઇચ્છાઓનો અભાવ હોય છે કે રાગની આગ જેવા માર્ગ ઉપર એ જાય જ નહીં, જ્ઞાન અને ધ્યાનમાં નિરંતર ઓતપ્રોત રહીને વૈરાગ્યભાવનાને વૈરાગ્યવાસનારૂપ બનાવી દેતા મુનિવરો, દેવલોકના દેવેન્દ્ર કરતાં પણ ઉત્તમ સુખ અનુભવતા હોય છે.
૧૨. સંસારવાસથી ત્રાસેલા :
સંસારનાં દુઃખોથી નહીં, સંસારનાં સુખોથી ત્રાસેલા! ‘સંસારસુખોના રાગમાંથી સંસારનાં દુઃખો જન્મે છે. પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખોના ભૌગ-ઉપભોગનું પરિણામ છેઃ દુ:ખ, ત્રાસ અને વિટંબણાઓ, જ્ઞાનદૃષ્ટિથી આ સત્યને પામેલા આત્માઓ સંસારસુખોનો ત્યાગ કરી, એ સુખો તરફ વિરક્ત બની સંયમમય જીવન-સ્વીકારે છે અને જ્યારે સંસાર-સ્વરૂપનું ચિંતન કરે છે ત્યારે ત્યારે ઘેરી વેદના અનુભવે છે. ‘ઓહો! મારા જીવે સંસારની ચાર ગતિઓમાં કેટકેટલાં દુઃખો સહ્યાં છે! અનન્ત અનન્ત જીવો રાગ-દ્વેષ અને મોહને પરવશ પડી કેવી કૈવી ઘોર વેદનાઓ અનુભવી રહ્યા છે.....!' એમની કલ્પનામાં રોરવ નરકનાં દૃશ્યો ઉભરાઈ આવે છે...તિર્યંચગતિના જીવોની અપાર વેદનાઓના ચિતાર તાદ્દશ થાય છે.... ને એ કરુણાવંત આત્માઓ ત્રાસ અનુભવે છે. દિવ્ય ભોગસુખોમાં ભાન ભૂલીને રાચતા-માચતા દેવોનું ભાવિ પતન જુએ ને ધ્રૂજી ઊઠે છે! આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા માનવોનાં જીવન એ જ્ઞાનસિદ્ધ મહાપુરુષોનાં હૃદયને દ્રવિત કરી દે છે. સમગ્ર સંસારવાસથી એમનું ચિત્ત ઊઠી જાય છે. ઉપરથી રૂડો-રૂપાળો અને રળિયામણો દેખાતો સંસાર પણ એમને આકર્ષી શકતો નથી. એમનું ચિત્ત તો અજર, અમર, શાશ્વત, મોક્ષસુખ તરફ જ આકર્ષાયેલું હોય છે, ‘હવે જો સુખ જોઈએ તો મોક્ષનું જ સુખ જોઇએ. સંસારનાં સુખો તો ન જ જોઈએ.’ આ એમનો દૃઢ સંકલ્પ હોય છે. મોક્ષસુખોને મેળવવા સંસારનાં જીવલેણ કષ્ટો પણ સહવા તેઓ તૈયાર હોય છે.
૧૩. સ્વહિતાર્થ મુક્તિમાર્ગમાં મનથી રમણ કરનારા :
‘મોક્ષ’નું યથાર્થ અને વિસ્તૃત સ્વરૂપ જાણનારા યોગીપુરુષોનાં મન મોક્ષમાં જ રમતાં રહે! જ્યાં જવાની અને કાયમ માટે વસી જવાની તમન્ના હોય, મન
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ચિંતા
૧૦૯ ત્યાં પહેલાં જ પહોંચી જતું હોય છે. ભારતમાંથી અમેરિકા જવાની અને ત્યાં વસી જવાની ઇચ્છાવાળાઓનાં મન તો અર્મેરિકાની ક્લબોમાં, ગાર્ડનોમાં. અને હોટલોમાં રમતાં થઈ જ જતાં હોય છે.... ભલે પછી અમેરિકા વહેલા પહોંચે કે મોડા! જ્યાં જવું છે ત્યાંનું યથાર્થ જ્ઞાન જોઈએ, ત્યાંનું પ્રબળ આકર્ષણ જોઈએ અને જવાની પૂરી તૈયારી જોઈએ.
સંસારવાસથી ત્રાસેલા અને મોક્ષસુખ ચાહનારાઓની મનઃસ્થિતિનું યોગબિંદુમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ કેવું સાચું દર્શન કરાવ્યું છે! મોક્ષે વિવું અને તેનું એ યોગીનું ચિત્ત મોક્ષમાં રમતું હોય, તેમનું તન સંસારમાં હોય! અને મન જ્યાં જવા તડપતું હોય ત્યાં પહોંચવામાં વિલંબ થતો હોય, પહોંચાતું ન હોય એટલે હૃદય કેવી અપાર વ્યથા અનુભવે? અને કેટલી બધી ચિંતા થાય? હું ત્યાં
ક્યારે પહોંચીશ? હજુ શું મારો પુરુષાર્થ ઓછો છે? જલદીથી જલદી ત્યાં પહોંચવા માટે મારે શું કરવું જોઈએ?' આ રીતે તે આત્મનિરીક્ષણ કરે જ.
જ્યાં રહેલાં છે, જે સંસારવાસમાં રહેલો છે ત્યાં મન જરાય માનતું નથી, ઠરતું નથી અને જ્યાં જવું છે ત્યાં પહોંચાતું નથી... ત્યારે એનું મનોમંથન કેવું હોય છે, એનું ચિત્રણ ગ્રન્થકાર સ્વયં કરે છે.
આ સાઘની ચિંતા भवकोटीभिरसुलभं मानुष्यं प्राप्य का प्रमादो मे। न च गतमायुर्भूयः प्रत्येत्यपि देवराजस्य ।।४।।
आरोग्यायुर्वलसमुदयाश्चला वीर्यमनियतं धर्मे।
तल्लब्ध्वा हितकार्ये मयोद्यमः सर्वथा कार्यः ।।६५ ।। અર્થ : કરોડો (અનન્ત) ભવો (નરક, તિર્યંચ, દેવના) એ પણ દુર્લભ મનુષ્યભવ મેળવીને આ મારાં કેવા પ્રમાદ? ગયેલું આયુષ્ય ઇન્દ્રને પણ પાછું આવતું નથી. તો પછી મનુષ્યને તો પાછું આવું જ શાનું!) ઉ૪.
ધર્મમાં આરોગ્ય, આયુષ્ય, બળ, સમુદાય (ધન-ધાન્યાદિના) ક્ષણભંગુર છે, વીર્ય (ઉત્સાહ) વિનશ્વર છે. તે આરોગ્ય, આયુષ્ય, બળ, ધનધાન્ય, વીર્ય) મેળવીને હિતકાર્યમાં (જ્ઞાન-દર્શન-ચારિત્રમાં) મારે સર્વ પ્રકારે (વિશ્રામ વિના) પુરુષાર્થ કરવો જોઈએ. ઉપ.
વિવેવન : માનવજીવન કેટલું બધું દુર્લભ છે! અનન્ત અનન્ત, જીવની સૃષ્ટિમાં સહુથી થોડા મનુષ્યો! તિર્યંચગતિના જીવો અનન્ત, દેવગતિના જીવો
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
પ્રશમરતિ
અસંખ્ય અને નરકના જીવો પણ અસંખ્ય! મનુષ્યો ગણી શકાય તેટલા તેમાં આપણો સમાવેશ થયો છે. મળેલા દુર્લભ જીવનનું ઉચ્ચ મૂલ્યાંકન કરવું જરૂરી છે. મનુષ્ય જે વસ્તુને દુર્લભ સમજે છે, તેનું ઉચ્ચ મૂલ્ય આંકે છે અને એનો દુરુપયોગ કરતો નથી. જેને દુર્લભ સમજતો નથી તેનો દુરુપયોગ કરે છે.
પેલા ખેડૂતને ખેતરમાં ખેતી કરતાં એક કળશ મળ્યો. કળશ ઉપર શ્રીફળ મૂકેલું હતું અને રેશમી વસ્ત્રથી બાંધેલું હતું. ખેડૂતે કળશ ખોલીને જોયું તો અંદર પથરા હતા! તેની કલ્પના ઊંધી પડી. એની ધારણા હતી સાંનાના કે ચાંદીના સિક્કાઓની. તેણે એ પથરાઓથી પક્ષીઓને ઉડાડવા માંડયા. મધ્યાહ્ન સમયે એનો નાનો પુત્ર ભાત લઇને ખેતરે આવ્યો. તેણે કળશમાં એક પથરો જોયો. પથરો ચળકતો હતો. તેણે તે લઈને રમવા માંડ્યું. રમતો રમતો તે પોતાના ઘરે જવા નીકળ્યો. બજારમાંથી તે પસાર થાય છે, પથરો ઉછાળતો ઉછાળતો તે જાય છે, દુકાને બેઠેલા એક ઝવેરીએ એ પથરો જોયો. તેણે છોકરાને બોલાવીને તે પથ્થરો જોવા માંગ્યો. છોકરાએ પથરો આપ્યો. ઝવેરીએ પથરો જોઈને રાખી લીધો અને છોકરાને મીઠાઈ આપીને રાજી કરી દીધો. ઝવેરીએ પથરાની કિંમત સવા લાખ રૂપિયા આંકી. તેણે બીજા દિવસે ખેડૂતના ઘેર જઈને ખેડૂતને પૂછ્યું : ‘તમારી પાસે આવા બીજા પથરાઓ છે?’ખેડૂત કહ્યું : ‘ઘણા હતા, મેં ફેંકી દીધા....' જ્યારે ઝવેરીએ ખેડૂતને પચીસ હજાર રૂપિયા આપ્યા ત્યારે ખેડૂત હેબતાઈ ગયો! શું એક પથરાના આટલા બધા રૂપિયા? હું કેવો મૂર્ખ? મેં પથરા ફેંકી દીધા...'
ખેડૂતે રત્નોને પથરા માન્યા. રત્નોનું મૂલ્ય ન સમજી શક્યાં.. મળેલાં રત્નોને ગુમાવી દીધાં. આવી ગંભીર ભૂલ આપણી ન થઈ જાય, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે. માનવજીવનને પરખનારા સર્વજ્ઞ પરમાત્માએ માનવજીવનને અમૂલ્ય રત્ન કહ્યું છે.
તેર વિશેષતાઓથી વિભૂષિત મહાત્માઓ આ સત્ય સમજતા હોય છે... તેઓ જીવનનાં વીતેલાં વર્ષો તરફ જુએ છે.... તેમાં થયેલી ભૂલો, આચરેલા પ્રમાદો, લાગેલા અતિચારો... આ બધું તેમના સાધનાપ્રિય હૃદયને અકળાવે છે. વર્તમાનકાળમાં પણ થઈ જતા સૂક્ષ્મ પ્રમાદો તેમને વ્યથિત કરી દે છે... આ મારો કેવો પ્રમાદ?' હૃદય કાળો કકળાટ કરે છે. મારો આટલો સમય જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના વિનાનો ગયો....' બહુ મોટું નુકસાન તેમને લાગે છે.
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકની ચિંતા
૧૧૧ “ગયેલો સમય પાછો મળતો નથી ' આ સત્યને સમજેલા મહાપુરુષો સમયના દુરુપયોગને મોટું નુકસાન માનતા હોય છે. “અપ્રમત્ત જીવનનો આદર્શ સામે રાખીને મોક્ષમાર્ગે ચાલનારા સાધકોને નાનકડો પણ પ્રસાદ શાનો પાલવે? નિદ્રા, વિકથા અને વિષય-કપાયને કટ્ટર દુશ્મન માનનારા સાધકો, એ દુશ્મનો સાથે ક્ષણવાર પણ બેસવાનું શાના પસંદ કરે? ક્યારેક રસ્તામાં એ દુશ્મનાં મળી જાય અને પૂર્વકાળની મૈત્રી યાદ આવી જાય.... તેથી બે ઘડી વાતો કરી લીધી.. હસ લીધું, રમી લીધું.... પરંતુ પછી તુરત જ ભાન આવી જાય છે.
આ મિત્ર નહીં, શત્રુ છે!' કે તુરત પોતાનો રસ્તો પકડી લે. પોતાના આત્મભાવમાં પાછો ફરે. થઈ ગયેલી ભૂલ તેને બેચન કરી દે. વ: પ્રમાવો ને?” “મારો કેવો પ્રમાદ?”
એ જ્ઞાની છે, શાસ્ત્રજ્ઞ છે. એ જાણે છે કે “દેવલોકનો દેવેન્દ્ર કેમ ન હોય, એના વીતેલા જીવનની પળો એને પાછી મળતી નથી. ગયેલું રાજ્ય પાછું મળી શકે, ગયેલું આરોગ્ય પાછું મળી શકે, ગયેલી ઇજ્જત પાછી મળી શકે. પરંતુ ગયેલી જીવનની પળો પાછી મળતી નથી. માટે જે પળો એની પાસે હોય છે, એ પળનો સદુપયોગ કરવા તે જાગ્રત રહે છે. જીવનની એક એક પળનો એ સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં વિનિયોગ કરતો રહે છે. એ જ્ઞાનષ્ટિવાળા યોગીપુરુષો એ પણ જાણતા હોય છે કે ભૂતકાળ વીતી ગયો છે, ભવિષ્ય આવવાનું છે, હાથમાં છે. વર્તમાન!” “વર્તમાનની પળ'ને તેઓ અતિ મૂલ્યવાન સમજે છે અને તે “પળની આરાધના કરતાં રહે છે.
જે મનુષ્ય વર્તમાન પળનો આરાધક હોય છે તે જ સમગ્ર માનવજીવનની દુર્લભતા સમજનારો છે. માત્ર ભૂતકાળની ભૂલોને યાદ કરી રૂદન કરનારો અને ભવિષ્યની કલ્પનાઓમાં રાચનારો મનુષ્ય માનવજીવનનું મૂલ્ય સમજતો નથી. સદૈવ જાગ્રત આત્મા વર્તમાન પળમાં જીવતો હોય છે. એનું ભૂતકાળનું અવલોકન અને ભવિષ્યકાળનું અનુચિંતન પણ વર્તમાનપળને ચેતનવંતી બનાવવા માટે હોય છે.
ધર્મપુરુષાર્થની આરાધના માટે જ જીવન જીવતા મહાપુરુષો, એ ધર્મપુરુષાર્થનાં સાધનો તરફ પણ સજાગ છે. તેઓ જાણતા હોય છે કે આરોગ્ય, આયુષ્ય, બળ, વીર્ય અને સાનુકૂળ સંયોગો હોય ત્યાં સુધી જ ધર્મપુરુષાર્થ થઈ શકે. આ સાધનોની વિનશ્વરતાનું, ક્ષણિકતાનું પણ તેમને પૂરું ભાન હોય છે.
ગમે ત્યારે નળનું પાણી આવતું બંધ થાય છે....આવું જાણનારાં સ્ત્રીપુરુષો પાણી ભરી લેવામાં જરાય પ્રમાદ નથી કરતાં! “નળ આવે છે અત્યારે બીજાં
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
પ્રશમરતિ કામ પડતાં મૂકીને પાણી ભરી લો!' કારણ કે પાણી વિના ચાલે એમ નથી, આ વાત બરાબર સમજાયેલી છે. જ્યાં ગમે ત્યારે “લાઈટ ચાલી જતી હોય છે. ત્યાં, જ્યાં સુધી લાઈટ છે ત્યાં સુધી ઘરનું કામ પતાવી લો! વાંચવાનું વાંચી લો!” ચંચળ વસ્તુ જ્યાં સુધી પાસે હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી લેવામાં માણસો સાવધાન હોય છે. “અત્યારે તેલ સસ્તુ છે, ખરીદી લો. ગમે ત્યારે તેલ મોંઘું થઈ શકે છે.... સોંઘવારી ચંચળ છે! જ્યાં સુધી છે, કામ કરી લો!'
અત્યારે શરીર નીરોગી છે, કોઈ રોગ નથી. પાંચેય ઇન્દ્રિય કાર્યક્ષમ છે, કોઈ ઇન્દ્રિય શિથિલ નથી. ધર્મપુરુષાર્થ કરી લો. તપશ્ચર્યા કરી લો, સેવાભક્તિ કરી લો. જ્ઞાન અને ધ્યાન કરી લો! શરીરમાં જ્યારે રોગ પેદા થશે, ઇન્દ્રિયો શિથિલ બની જશે ત્યારે ધર્મ પુરુષાર્થ નહીં થઈ શકે. આ યથાર્થતાથી જ્ઞાની પુરુષ પૂર્ણ પરિચિત હોય. તેની કલ્પનાસૃષ્ટિમાં સનત્કુમાર ચક્રવર્તી જેવાં પાત્ર વિચારતાં જ હોય. સ્નાન કરતી વખતે શરીરમાં એકેય રોગ નહીં અને રાજસભામાં આવીને સિંહાસન પર બેસે છે કે શરીરમાં એક સાથે સોળ સોળ રોગ! અત્યારે પણ શું આવી રીતે અણધાર્યો હુમલો રોગોનો નથી થતો? રાત્રે સૂતો ત્યારે સાજ-સારો અને સવારે ઊઠે છે ત્યારે ગળું બંધ! નર્થી બોલાતું, નથી કંઈ ગળે ઊતરતું. દુકાનથી નીકળીને ઘરે આવવા નીકળે છે. ત્યારે નખમાંય રોગ નહીં અને ઘરનાં પગથિયાં ચઢતાં જ ઢળી પડે છે...હાર્ટફઈલ! ગાડીમાં બેસે છે ત્યારે હસતો ને ખીલતો હોય છે..... અને ઊતરે છે માત્ર એનું પ્રાણ વિનાનું ફ્લેવર!
આરોગ્ય ચંચળ અને આયુષ્ય પણ ચંચળ, ક્યારે કાળનો ઝપાટા લાગે અને આ દેહ છોડી જવો પડે આત્માને અજ્ઞાની જીવાત્માને ખબર નથી પડતી. એને એટલી ખબર પડી શકે કે “મૃત્યુ ગમે ત્યારે અને ગમે ત્યાં આવી શકે છે !' તો એ આત્મહિતની સાધનામાં પ્રતિપળ સાવધાન રહે. જેમ આરોગ્ય અને આયુષ્ય અસ્થિર છે, તેમ શરીરની શક્તિઓ પણ અસ્થિર છે. સવારનો બળવાન પુરુષ સાંજે નિર્બળ બની જતો નથી જોયો? વિશ્વમાં “ચેમ્પિયન' બનેલા પહેલવાનોને ટાંટિયા ઘસી ઘસીને જિંદગી પૂરી કરતા નથી સાંભળ્યા? માટે જ્યાં સુધી શરીરમાં બળ છે, શક્તિ છે, ત્યાં સુધી આત્મશુદ્ધિનું કાર્ય કરી લેવા માટે એ મહાત્મા તત્પર હોય છે.
સાધુઓ, શ્રમણ તો પરિભ્રમણશીલ હોય. દરેક ગામમાં, દરેક નગરમાં તેમને ધર્મ-આરાધના માટે અનુકૂળ નિવાસ, ભિક્ષા, પધાદિ ન મળે, અનુકૂળ વાતાવરણ ન મળે. જ્યારે એ મળ્યું હોય ત્યારે સમાદિના ધર્મપુરુષાર્થમાં પ્રમાદ,
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનીત બનો
૧૧૩
ન કરાય. મળેલા અનુકૂળ સંયોગોનો સદુપયોગ કરી લેવાની હોશિયારી હોવી જોઈએ.
આ બધી વાતોમાં મહત્ત્વપૂર્ણ વાત છે વીર્યોલ્લાસની, આંતર ઉત્સાહની! હૃદયના ઉલ્લાસની! પ્રવર્ધમાન અધ્યવસાયો જ્યારે હોય ત્યારે ધરખમ ધર્મપુરુષાર્થ ખેડી લેવાનો. કારણ કે વીર્યોલ્લાસ પણ ચંચળ હોય છે! કાયમ ટકતો નથી..... આરોગ્ય હોય, જીવન હોય, બળ હોય અને અનુકૂળ સામગ્રી હોય, છતાં જો વીર્યોલ્લાસ ન હોય, આંતર ઉત્સાહ ન હોય, તો ધર્મપુરુષાર્થ નથી થતો. અલબત્ત, જ્યારે આંતર ઉત્સાહ પ્રગટે છે ત્યારે પ્રમાદ ટકી શકતો નથી અને સહજ ભાવે જ્ઞાનાદિ ધર્મપુરુષાર્થ થતો હોય છે.... કોઈ અવરોધો ટકી શકતા નથી. ઉલ્લાસ-ઉમંગ..... ઉત્સાહ અવરોધોને અવગણી નાંખે છે, વિઘ્નો પર વિજય મેળવે છે અને નિર્ધારિત લક્ષ્ય પહોંચવા જીવને ગતિ આપે છે.
વિનીત બનો
शास्त्रागमादृते न हितमस्ति न च शास्त्रमस्ति विनयमृते । तस्माच्छाखागमलिप्सुना विनीतेन भवितव्यम् || ६६ ॥
અર્થ : શાસ્ત્રાગમ (શાસ્ત્ર એ જ આગમ) વિના, બીજું કોઈ હિત નથી અને વિનય વિના શાસ્ત્રલાભ નથી, માટે શાસ્ત્રાગમનો લાભ ઇચ્છનારે વિનીત થવું જોઈએ.
વિવેષન : જે શાસન કરે તે શાસ્ત્ર કહેવાય. શાસન એટલે ઉપદેશ. જે ઉપદેશ આપે તે શાસ્ત્ર! શાસ્ત્રને જ આગમ કહેવાય છે. સર્વજ્ઞ પરમાત્માના મુખમાંથી અર્થનિર્ગમ થાય છે અને વિશિષ્ટજ્ઞાની ગણધરોના મુખમાંથી સૂત્રનિર્ગમ થાય છે. આ રીતે તીર્થંકર અને ગણધરો પાસેથી પરંપરાએ જે જ્ઞાનનું આગમન થયું તે ‘આગમ' કહેવાયું. 'પરંપરા આાત ત્યાગમઃ''
‘હવે મારે આત્માનું અહિત નથી કરવું, આત્મહિતની જ આરાધના કરવી છે.' જે મનુષ્ય આત્મહિતસન્મુખ બને છે તે આત્મહિત અંગે ચિંતન કરે છે, આત્મહિતનો માર્ગ શોધે છે, અનન્ત જન્મોથી એ આત્માનું અહિત થતું જુએ છે. વર્તમાન જીવનમાં અહિત ન થઈ જાય, એ માટે સજાગ બને છે, જ્ઞાનદૃષ્ટિ ખુલી ગયા પછી અર્ગોચર તત્ત્વો તરફ આકર્ષણ જન્મે છે. એ ઇન્દ્રિયાતીત તત્ત્વોને સમજવા અને પામવા ‘શાસ્ત્રાગમ' તરફ જુએ છે. કારણ કે એ ઇન્દ્રિયાતીત પોતાનોપરમ તત્ત્વોને પામેલા શ્રેષ્ઠ પુરુષોની રચના છે. એ શાસ્ત્રાગમો સિવાય ક્યાંય સ્પષ્ટ અને સત્ય માર્ગદર્શન મળે નહીં.
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧૪
પ્રશમરતિ આત્મા, કર્મ, પરમાત્મા..... આદિ ઇન્દ્રિયાતીત તત્ત્વોને શાસ્ત્રો વિના કોણ સમજાવે? એ તત્ત્વોને સમજ્યા વિના આત્મહિતની આરાધના કેવી રીતે થઈ શકે? માટે આત્મહિતાર્થી મનુષ્યનો શાસ્ત્રો તરફ આદર પ્રગટે છે, શાસ્ત્રોની ઉપાદેયતા સમજાય છે. એ શાસ્ત્રાન હાથમાં લે છે, પરંતુ જ્યારે એ શાસ્ત્રોની ભાષા, પરિભાષા સમજાતી નથી, એનો અર્થ ભાવાર્થ સમજાતા નથી, તાત્પર્યાર્થઅંદપર્યાયર્થ સમજાતા નથી ત્યારે તે મુંઝાય છે, શાસ્ત્રો છે, પરંતુ હું એ શાસ્ત્રોને સમજી શકતો નથી, મને કોણ સમજાવે આ શાસ્ત્રો?” એના મનમાં આ પ્રશ્ન ઊઠે છે. એને જાણવા મળે છે કે આ શાસ્ત્રો તો જ્ઞાની-ગુરુદેવો સમજાવી શકે. કારણ કે તે ગુરુજનો સ્વયં પરમ આત્મહિતના આરાધક હોય છે અને શરણે આવેલા જીવોને કરુણાભર્યા હૃદયે આત્મહિતની આરાધનાનું માર્ગદર્શન આપે છે, શાસ્ત્રોનું અધ્યયન કરાવે છે, સૂત્ર, અર્થ, ભાવાર્થ અને તાત્પર્યાર્થ સમજાવે છે....”
એ આત્મહિતાર્થી સાધકના હૃદયમાં શિષ્યભાવ જાગ્રત થાય છે. વિનમ્રતાનો ઉત્તમ ભાવ ાગ્રત થાય છે. વિનમ્રતામાંથી વિનયનું સન્દર્ય પ્રગટે છે. સુવિનીત બનેલો આત્મા સદ્ગુરુની કૃપાનું પાત્ર બને છે. અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
એ સમજવું જોઈએ કે વિનયનો ભાવ સ્વયંભૂ પ્રગટે છે. બાહ્ય વિનયના પ્રકારો ભલે શીખવા પડતા હોય, આંતર બહુમાન શીખવાથી નથી શિખાતું. આત્મ-હિતની પ્રબળ ઇચ્છા જીવાત્માને શાસ્ત્રો તરફ આદરવાળો બનાવે છે અને એ આદર ગુરુજનો પ્રત્યે વિનમ્ર બનાવે છે. જ્યાંથી જે વસ્તુ મેળવાની હોય, અને એ વસ્તુ મેળવવાની તીવ્ર ઇચ્છા હોય, ત્યાં મનુષ્ય વિનમ્ર અને વિનીત બની જાય છે. એ વિના એ વસ્તુ એને મળી શકતી નથી.
कुलरूपवचनयावनधनमित्रेश्वर्यसंपदपि पुंसाम्।
विनयप्रशमविहीना न शोभते निर्जलेव नदी ।।६७।। અર્થ : પુરુષોને વિનય અને પ્રશમરહિત કુળ (ક્ષત્રિયાદિ) રૂપ (લક્ષણયુકત શરીર), વચન (પ્રિયવાદિતા), યોવન, ધન, મિત્ર અને એશ્વર્ય (પ્રભુતા) ની સંપત્તિ, પાણી વિનાની નદીની જેમ શોભતી નથી.
વિવેવન : આટલું બધું અભિમાન શા માટે? તમે ઉચ્ચ કુળમાં જન્મ્યા છો તે માટે? આટલી બધી અક્કડતા શા માટે? તમે લાખો આંખોને આકર્ષનારું રૂપ ધરાવો છો તે માટે? આટલી બધી ઉદંડતા શા માટે? વસંતની મદઘેલી મોસમ જેવું છલકાતું યૌવન છે, તે માટે? આટલો બધો ઘમંડ શા માટે? હજારો
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનીત બનો
૧૧૫ હૃદને ગમી જાય તેવી પ્રિય વાણી છે તે માટે ? ધરતીથી વૈત વેંત ઉપર ચાલો છો, શા માટે? કુબેરના ધનભંડારો તમારી તિજોરીમાં છલકાયા છે, તે માટે? આટલી બધી ઉન્મત્તતા શા માટે? અનેક મિત્રોથી વીંટળાયેલા રહો છો તે માટે? આટલો ઠસ્સો અને દમામ શા માટે? કોઈ સત્તાના સિંહાસન આરૂઢ થયા છો, તે માટે?
તમે નથી શોભતા, જરાય નથી શોભતા. જનગણની આંખોમાં તમે જરાય સારા નથી લાગતા. તમે અકળાશો નહીં, તમે ઇચ્છો છો કે તમે જનસમૂહમાં શોભો! અને શોભવા માટે જ તમે અભિમાન અને અફડતીનો આશરો લીધો છે. તમે તમારા મનથી ભલે માનતા હો કે “હું શોભી રહ્યો છું, પરંતુ હું કહું છું કે તમે નથી શોભતા. હું ચાહું છું કે તમારી શોભા ખૂબ ખૂબ વધે. મહાન પુણ્યોદયે મળેલી તમારી આ વિશાળ સંપત્તિ સંસારમાં તમારી અપરંપાર શોભા વધારે, પરંતુ તે માટે તમારે તમારા જીવનવ્યવહારમાં એક પરિવર્તન કરવું પડશે. હા, એક જ પરિવર્તન. જો તમે મને ચાહો છો, મારા પ્રત્યે તમને શ્રદ્ધા છે; તો તમે મારી વાત શાન્ત ચિત્તે સાંભળો અને એના પર વિચાર કરો.
તમે વિનમ્ર બનો. સુવિનીત બનો. અભિમાન ત્યજી દો. ઉદંડતાનો ત્યાગ કરો. લોકોને એવું સમજવા દો કે તમને તમારી સંપત્તિનો ગર્વ નથી. લોકો તમારા માટે એમ બોલતા ફરે કે “જુઓ તો ખરા, આ પુણ્યશાળીને, અઢળક સંપત્તિ હોવા છતાં એમને જરાય અભિમાન છે? ગરીબ માણસો સાથે પણ પ્રેમથી વાતો કરે છે, એમની સાથે બેસે છે અને એમની પણ કદર કરે છે...” બસ, આ છે તમારી શોભા. એ ન ભૂલશો કે આ વિશ્વમાં, આ દેશમાં મોટી સંખ્યા છે ગરીબોની. તમે વસો છો એ નગરમાં પણ વધારે ગરીઓં છે. વૈભવ અને સંપત્તિ બહુ થોડા માણસો પાસે છે. તમારી સમાન કક્ષાના શ્રીમંતોની દૃષ્ટિમાં તો તમારી કિંમત છે જ નહીં. ત્યાં તો ઈષ્યની આગ જ સળગતી હોય છે. તમારી ઇજ્જત, તમારી શોભા ગરીબ અને મધ્યમ કક્ષાના મનુષ્યો વધારશે, પણ તે માટે તમારે વિનમ્ર અને વિનીત બનવું પડશે.
જેમ તમારે કોઈ મનુષ્યનો અનાદર નહીં કરવાનો, તેમ કાંઈ મનુષ્ય તમારો અનાદર કરે ત્યારે ઊકળી નહીં જવાનું મુખ પર સ્મિત રાખીને એ અનાદર વધાવી લેવાનો. “આ મારું અપમાન કર્યું.' આ વિચાર આવવાં ન જોઈએ, આવી જાય તો પણ એની અભિવ્યક્તિ ન કરવી જોઈએ. તમે જો જો પોતાનો, તમારા કુળની કેવી શોભા વધે છે! તમારું રૂપ કેવું સોળે કળાએ ખીલી ઊઠે છે! તમારી વાણી લોકો કેવી ઝીલી લે છે! તમારું યૌવન કેવો ભવ્ય
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
૧૧૬
આદર પામે છે! તમારું વિશાળ મિત્રમંડળ કેવી અપૂર્વ પ્રશંસા પામે છે! તમારી શ્રીમંતાઈ ઉપર કેવી દિવ્ય દુઆ ઊતરે છે! તમારી પ્રભુતા કેવી પૂજાય છે!
વિનય અને પ્રશમનો આ અવનવો જાદુ છે. દુનિયાના કોઈ મોટા જાદુગર આવો ચમત્કાર સર્જી શકતા નથી. શત્રુને પણ મિત્ર બનાવનાર વિનય છે, પ્રશમ છે. ઉજ્જડ, વેરાન બની ગયેલી જિંદગીને નવપલ્લવિત કરનાર વિનય છે, પ્રશમ છે. તૂટી ગયેલા, બગડી ગયેલા સંબંધોને જીવંત કરનાર વિનય છે, પ્રશમ છે. માટે કહું છું કે જીવનમાં વિનયને સ્થાન આપો, પ્રશમને પ્રવેશ આપો.
તમારા દ્વારે આવેલાઓને મધુર સ્વરે આદર આપો. બેસવા માટે આસન આપો. તેમનો ઉચિત સત્કાર કરો. શિષ્ટ ભાષામાં વાર્તાલાપ કરો. જો આવનારને તમારી સહાય જોઈએ છે, સહયોગ જોઈએ છે, તો તમારી શક્તિ મુજબ સહાય આપો, સહયોગ આપો. સહાય કે સહયોગ આપવાની તમારી ઇચ્છા ન હોય તો ન આપશો, પરંતુ અનાદર કે તિરસ્કાર તો ન જ કરશો.
જીવનસરિતાનાં પવિત્ર પાણી છે વિનયનાં, અને પ્રશમનાં. પાણી વિનાની સરિતા શોભતી નથી. સરિતામાં પાણી ન હોય તો હંસ ત્યાં ક્રીડા કરવા નહીં આવે! સારસ-સારસીનાં જોડલાં ત્યાં સ્વેચ્છાવિહાર કરતાં જોવા નહીં મળે! ચક્રવાક અને ચક્રવાકી....એક બીજાની ચાંચમાં ચાંચ પરોવી પ્રાયની અભિવ્યક્તિ કરતાં દૃષ્ટિગોચર નહીં થાય. પછી એવી ઉજ્જડ..... વેરાન નદીની શોભા શી? ભલે એ ‘સરિતા' કહેવાય, પરંતુ શોભારહિત, સૌન્દર્યરહિત!
જીવનસરિતામાં વિનય-પ્રશમનાં શાંત અને શીતળ પાણી ખળખળ વહેતાં હોય, એમાં બાલ, તરુણ, યુવાન અને વૃદ્ધ મનુષ્યો નિર્ભય, નિશ્ચિંત બનીને હસતાં, ખીલતાં હોય, થાકેલા-પાકેલા પથિકો એ સરિતાના કાંઠે વિસામો લઈ, ખોબે ખોબે અં શીતળ જળ પીતા હોય. રસિકજનો નાનકડી હોડીમાં બેસી એ સરિતાના શાંત જળપ્રવાહમાં સહેલ કરતા હોય... દૂર દૂરથી તમારી ‘જીવનસરિતા’ની કીર્તિ, પ્રશંસા સાંભળીને, હજારો, લાખો સ્ત્રીપુરુષો જીવનસરિતાના ઘાટે આવતાં હોય. આનંદ, ઉલ્લાસ અને અભિનવ ચૈતન્ય પામીને હરખાતાં હરખાતાં પાછાં વળતાં હોય....
આ છે તમારી શોભા. આ છે તમારી સુંદરતા. તમને ગમી ગઈને આ શોભા? તો તમે દૃઢ સંકલ્પ કરો વિનીત બનવાનો, પ્રશાન્ત બનવાનાં. શ્રદ્ધા રાખજો, તમે વિનીત અને પ્રશાન્ત બની શકશો. તમે ગૃહસ્થ છો કે સાધુ છો,
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનીત બનો
૧૧૩
તમારે વિનયની અને પ્રશમની આરાધના કરવી જ રહી. ધર્મનું મૂળ વિનય છે. ‘વિળયમૂનો ધો.' આર્યસંસ્કૃતિનો પાયો વિનય છે.
न तथा सुमहारपि वस्त्राभरणैरलंकृतो भाति । श्रुतशीलमूलनिकष विनीतविनयो यथा भाति ||६८ ।।
અર્થ : ખૂબ કીમતી એવાં વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત (મનુષ્ય) એવો નથી શોભતાં, જેવાં શ્રુત અને શીલતા નિકપ (કસોટીનો પાપાણ) રૂપ વિશિષ્ટ વિનયવાળો (મનુષ્ય) શોભે છે.
વિવેચન : તમારા શ્રુતજ્ઞાનને અને તમારા ચારિત્રને તમે વિનયધર્મના કસોટી-પાષાણ ઉપર ચકાસી જોયું છે? સોનું સાચું છે કે ખોટું, એનો નિર્ણય કસોટીના પાષાણ ઉપર થાય છે ને? તેમ શ્રુતજ્ઞાન ખરેખર સમ્યજ્ઞાન છે કે કેમ, તેનો નિર્ણય વિનયના પાષાણ ઉપર થાય છે. ચારિત્ર ખરેખર સમ્યકૂચારિત્ર છે કે કેમ, તેનો નિર્ણય વિનયના પાષાણ ઉપર થાય છે! જો તમે વિનીત છો તો તમે જ્ઞાની છો, જો તમે વિનીત છો, તો ચારિત્રવંત છો!
ભલે તમે ઘણા ગ્રન્થોનું અધ્યયન કર્યું હોય અને નિરતિચાર ચારિત્રનું પાલન કરતા હો, પરંતુ જો તમે વિનયધર્મનું પાલન નથી કરતા તો તમે જ્ઞાની નથી, તમે ચારિત્રી નથી! ભણેલા હોવા છતાં મૂર્ખ છો. ચારિત્રધર્મની ક્રિયાઓ કરવા છતાં અચારિત્રી છો. હા, આ વાત કદાચ તમને કડવી લાગશે, કદાચ અતિશયોક્તિ ભરેલી લાગશે, પરંતુ એમ નથી. કડવી હોવા છતાં પથ્ય છે, અતિશયોક્તિ વિનાની છે, તમે ઊંડાણમાં જઈને વિચારશો તો આ કથન યથાર્થ લાગશે.
વિનયના કસોટીપાષાણ ઉપર જેમનું જ્ઞાન અને ચારિત્ર સાચું અને શુદ્ધ ઠરે છે, તેવા સુવિનીત આત્માઓની દિવ્ય શોભા આગળ મૂલ્યવાન વસ્ત્રો અને મૂલ્યવાન આભૂષણોથી અલંકૃત પુરુષ પણ ફિક્કો લાગે છે, શોભાવિહીન લાગે છે. ભલે મનુષ્ય નિત નવી ફેશનનાં કપડાં પહેરીને, નિત નવી ડીઝાઈનના અલંકારો સજીને સુંદર દેખાવા ધમપછાડા કરે, જો એ વિનીત નથી, વિનમ્ર નથી તો એ શોભતો નથી. જ્યારે, સાદાં અને સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરનાર, ભલે એકેય આભૂષણ એના શરીર ઉપર ન હોય, પરંતુ જો એ વિનીત છે, તો એ શોભે છે, જનમનને મોહી લે છે. એક સત્ય સમજી લેવું જોઈએ કે સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારો લોકોની આંખોને હજુ આકર્ષી શકશે, પરંતુ લોકોના મનને તો તમારા વિનયમૂલક ગુણો જ આકર્ષી શકશે. એ આકર્ષણ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮.
પ્રશમરતિ ક્ષણિક નથી હોતું, સ્થાયી હોય છે. વિનયમૂલક ગુણો ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિના શિખરે મનુષ્યને આરૂઢ કરે છે,
સંસારક્ષેત્રે પણ વિનયની અને નમ્રતાની આવશ્યકતા બુદ્ધિમાન પુરુષો સમજે છે, તો આધ્યાત્મિક ક્ષેત્રમાં તો એ ગુણની અનિવાર્યતા સ્વીકાર્યા વિના ચાલી શકે એમ જ નથી. સદ્ગર પાસેથી સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરવા અને ગુરુચરણે સમ્યફચારિત્રની આરાધના કરવા તમારા હૃદયમાં વિનયધર્મ હોવો અનિવાર્ય છે. માત્ર બાહ્ય ઔપચારિક વિનય નહીં, આંતરિક બહુમાનરૂપ વિનય હોવો જરૂરી છે. એ વિનયથી તમે સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્રના શ્રેષ્ઠ આરાધક બનશો.
ગુરુ-આરાધના કરો गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि ।
तस्माद् गुर्वाराधनपरेण हितकांक्षिणा भाव्यम् ।।६९ ।। અર્થ : સર્વે શાસ્ત્રપ્રવૃત્તિઓ ગુરુને આધીન હોય છે, માટે હિતકામીએ ગુરુની આરાધનામાં ઉપયુક્ત રહેવું જોઈએ.
વિવેવન : જ્ઞાનમાર્ગમાં ગુરુનું અદ્વિતીય સ્થાન છે. જ્ઞાનમાર્ગની સર્વ પ્રવૃત્તિઓમાં ગુરુનું માર્ગદર્શન જરૂરી હોય છે. સૂત્રપાઠના ઉચ્ચારણમાં અને સુત્રાર્થના અવધારણમાં, શંકાઓના સમાધાનમાં અને તાત્પર્યાર્થના પર્યાલોચનમાં ગુરુ જ પ્રામાણિક હોય છે. કોણે કયું શાસ્ત્ર ભણવું, કોણે ભણાવવું, ક્યારે ભણવું, ક્યારે ભણાવવું... આ બધી જ પ્રવૃત્તિમાં ગુરઃ નિર્ણાયક હોય છે.
તમારે શાસ્ત્રજ્ઞાન મેળવવું છે? “શાસ્ત્રજ્ઞાન વિના આત્મકલ્યાણની મંગલ આરાધના શક્ય નથી.” આ વાત તમને જચી ગઈ છે? “આ માનવજીવનમાં મારે આત્મકલ્યાણ સાધી જ લેવું છે.” આવો તમારો દૃઢ નિરધાર છે? તો તમારે એવા ગુરુદેવ શોધવા જોઈએ કે જેઓ તમને શાસ્ત્રજ્ઞાન આપે, શાસ્ત્રોમાં કહેલો મોક્ષમાર્ગ બતાવે, પરંતુ ગુરુ પાસેથી “મને શાસ્ત્રો ભણાવો.” એમ કહેવા માત્રથી શાસ્ત્રજ્ઞાન મળતું નથી. તમારે તમારી યોગ્યતા, પાત્રતા સિદ્ધ કરવી પડશે. ગુરુની દૃષ્ટિમાં તમારે વિનીત' બનવું પડશે. ગુરુની દૃષ્ટિમાં તમારે “શાન્ત-પ્રશાન્ત-ઉપશાન્ત' બનવું પડશે. તમે વિનીત અને પ્રશાન્ત બન્યા, એટલે ગુરુની દૃષ્ટિમાં તમે શાસ્ત્રજ્ઞાન મેળવવા સુયોગ્ય બન્યા, પાત્ર બન્યા.
વિનયગા જ્યારે આત્મામાં પ્રગટશે ત્યારે તમે સ્વયં ગુરુની ચરણસેવામાં પ્રવૃત્ત થશો. ગુરુદેવના પુણ્યદેહન કેમ શાંતિ રહે, સુખાકારિતા રહે, એ રીતે
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ-આરાધના કરો
૧૧૯
તમે સેવા કરવાના. તેઓ પોતાના આસનેથી ઊભા થશે કે તમે ઊભા થઈ જ જવાના. તેઓ શું ઇચ્છે છે, એ એમની મુખાકૃતિ જોઈને તમે જાણી જવાના. તેઓ નિવાસસ્થાનની બહાર જશે તો તમે સાથે જવાના. તેઓ નિવાસસ્થાનમાં આવશે કે તમે તેમના હાથમાંથી દંડ લઈ લેવાના. તેઓનાં ચરણોનું પ્રક્ષાલન કરવાના, તમે સમજી જવાના કે ‘અત્યારે ગુરુદેવને શયન કરવું છે.’ તમે સંસ્તારક પાથરી દેવાના. તમે એમના સહવાસથી જાણી જવાના કે ગુરુદેવની પ્રકૃતિને કયા ભોજ્ય પદાર્થો અનુકૂળ છે અને કયા ભોજ્ય પદાર્થો પ્રતિકૂળ છે. તે મુજબ તમે ગોચરીની ગવેષણા કરવાના. તમે ગુરુદેવના મિજાજને પણ ઓળખી લેવાના. તેમને અણગમતી પ્રવૃત્તિ તમે નહીં કરવાના. તમે સતત ખ્યાલ રાખવાના કે ‘ગુરુદેવને શું પ્રિય છે, શું અપ્રિય છે.’ પ્રિય આચરવાના, અપ્રિય નહીં આચરવાના.
વિનય અને બહુમાનના દિવ્ય ગુણો તમારા મતિજ્ઞાનની વૃદ્ધિ કરવાના, બુદ્ધિની વૃદ્ધિ કરવાના. તે બુદ્ધિ તમને ગુરુ-આરાધનામાં નિપુણ બનાવશે. ગુરુના મનોગત ભાવોને જાણવામાં વિચક્ષણ બનાવશે. ગુરુ પાસેથી મળતા શાસ્ત્રજ્ઞાનને ગ્રહણ કરવામાં અને સમજવામાં દક્ષ બનાવશે, ગુરુકૃપા તમારા શાસ્ત્રજ્ઞાનમાં નિરંતર વૃદ્ધિ કરશે.
આ ગુરુ-આરાધનાના માર્ગમાં એક ભયસ્થાન છે, તે પણ તમે જાણી લો. ‘ગુરુ કાયમ તમને મીઠા-મધુરા શબ્દો સંભળાવે' એવી અપેક્ષા ન રાખશો. તમારી ક્યારેક ભૂલો થઈ જવી સ્વાભાવિક છે, એ ભૂલો સુધારવા ગુરુ તમને કડવા શબ્દો પણ સંભળાવે! અપ્રિય શબ્દો પણ સંભળાવે! અને ક્યારેક શિક્ષા પણ કરે. એ વખતે જો તમે ગુરુદેવ ઉપર રોષે ભરાયા તો ખેલ ખલાસ! એ વખતે તમે પ્રશાન્ત રહેજો. તમારા મુખ ઉપરથી પ્રશમ ભાવની રેખાઓને ભૂંસાવા ન દેશો. બસ તમે ગુરુકૃપાને પાત્ર બની જશો. ગુરુના પુણ્યપ્રકોપને જો તમે શાન્ત-પ્રશાન્ત બની સહન કરશો તો પ્રસન્ન થયેલા ગુરુ પોતાનું હૈયું ખોલીને તમને સમ્યગજ્ઞાનના પ્રકાશથી ભરી દેશે.
જ્યારે ગુરુદેવ તમને કોઈ કાર્ય બતાવે, તમે સહર્ષ એમની આજ્ઞાને શિરોધાર્ય કરજો અને ખંતથી એ કાર્ય કરજો. કદાચ એ કાર્ય કરવાની તમારી શક્તિ ન હોય તો ખૂબ નમ્રતાથી હાથ જોડીને કહેજો : ‘ગુરુદેવ, આપે મને આ કાર્ય બતાવ્યું, મારું અહોભાગ્ય સમજું છું, પરંતુ આ કારણે.... હું એ કાર્ય કરવા શક્તિમાન નથી..... માટે મને ક્ષમા કરજો.' જ્ઞાની ગુરુદેવ તમારી વાત સાંભળશે અને સમજશે.
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨0
પ્રશમરતિ - વિનય અને ભક્તિથી પ્રસન્ન થયેલા એ પૂજનીય ગુરુદેવ તમને સંબુદ્ધ બનાવી દેશે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ ભગવંત મહાવીર દેવે કહ્યું છેઃ
पूज्जा जस्स पसीयंति संवुद्धा पुव्वसंथुया। पसन्ना लंभइस्संति विउलं अद्वियं सुयं ।।
ગ, ૧ તો, ૪૬ સંબુદ્ધ, પૂર્વસંસ્કુત અને પ્રસન્ન પૂજ્ય પુરુષો શિષ્યને વિપુલ શ્રુતજ્ઞાન આપે છે.' ગુરુ સ્વયં શાસ્ત્રજ્ઞ અને મર્મજ્ઞ હોય છે. તેમની પાસે જ્ઞાનનો ભંડાર હોય છે. તે મેળવવા માટે તમારે એમને પ્રસન્ન કરવા પડશે. તે માટે તમારે તે પૂજ્યમાં રહેલા વિશિષ્ટ ગુણોની સ્તવના કરવાની. માત્ર અધ્યયન કરતી વખતે જ નહીં, એ પૂર્વે જ્યારે ગુરુ સ્વસ્થ ચિત્તે બેઠા હોય, કોઈ વિશેષ કાર્યમાં વ્યગ્ર ન હોય ત્યારે તેના ચરમાં બેસીને, તમારા હૃદયમાં રહેલો ભક્તિભાવ શબ્દોમાં વ્યક્ત કરવાનો. એ શબ્દો સહજ અને સ્વાભાવિક જોઈએ. અધ્યયન કરતાં પણ વિનયથી શ્રુતજ્ઞાન ગ્રહણ કરવાનું.
ગુતવની આ રીતની સર્વાગ સંપૂર્ણ આરાધનાનું પરંપરાએ ફળ મુક્તિ છે. સંકલ્પ કરીને એ આરાધનામાં આત્માર્થીએ લાગી જવું જોઈએ એમાં સ્થિર થવા માટે તમે “ઉત્તરાધ્યયનસૂત્ર'ના પ્રથમ અધ્યયન વિનયશ્રતનું વારંવાર અનુશીલન કરજો. “દશવૈકાલિક સૂત્ર ના વિનય-અધ્યયનનું પુનઃ પુનઃ ચિંતન કરજો. સાથે સાથે એક સાવધાની રાખજો, અવિનીતોનો પરિચય ન કરશો. અવિનીતોના અવિનયનું અનુકરણ ન કરશો. તમે તમારાં કર્તવ્યોની કેડીએ ચાલતા રહે.
સહુ પ્રથમ તો તમારે ગુરુની પસંદગી સમજી વિચારીને કરવી પડશે. જ્યાંથી તમને સદેવ સમ્યગુજ્ઞાનનાં અમીપાન મળતાં રહે, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધનામાં સતત સસ્પેરણાઓ અને માર્ગદર્શન મળતું રહે. જે ગુરુતત્ત્વની પસંદગીમાં ભૂલથાપ ખાઈ ગયા તો માનવજીવન એળે જશે!
धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी ।
गुरुवदनमलयनिसृतो वचनसरसचन्दनस्पर्श: ।।७० ।। અર્થ : અહિતકારી ક્રિયાનુષ્ઠાનના તાપને દૂર કરવા સમર્થ, ગુરુના મુખરૂપ મલયાચલમાંથી નીકળેલા વચનરૂપ ભીનો ચન્દનનો સ્પર્શ, ધન્ય (પુણ્યશાળી) ઉપર પડે છે.
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ-આરાધના કરો
૧૨૧ વિવેદન : અસહિષ્ણુ શિષ્યના ચિત્તમાં ક્યારેક આવા વિકલ્પો ઊભરાય છે: ગુરુદેવ મને જ કેમ ઠપકો આપે છે? વાતવાતમાં મને કેમ ટોકે છે? શું મારે જિંદગીભર આ રીતે સહન જ કર્યા કરવાનું? ના, મારાથી હવે આવાં આકરાં અને કડવાં વચન સહન નથી થતાં...'
જોકે કરુણાવંત જ્ઞાની ગુરુદેવ શિષ્યોની માનસિક સ્થિતિનો વિચાર કરીને, તેની યોગ્યતા જાણીને એને મોક્ષમાર્ગની આરાધનામાં પ્રેરણા આપતા હોય છે. ખૂબ કોમળ શબ્દોમાં કરુણાભર્યા હૈયે માર્ગદર્શન આપતા હોય છે. પ્રાય: તો સર્વે શિષ્યોને એ પ્રેરણા-વાણી ગમતી હોય છે, એ માર્ગદર્શન પ્રિય લાગતું હોય છે; પરંતુ જે શિષ્યો ઉપર પ્રમાદનું પ્રભુત્વ છવાયેલું હોય છે, ઇષ્ટ વિષયોનું આકર્ષણ જાગેલું હોય છે, એવા શિષ્યો ગુરુદેવની પ્રેરણા ઝીલી શકતા નથી, માર્ગદર્શન મુજબ જીવન જીવી શકતા નથી. તેઓ પોતાનાં મહાવ્રતોને પ્રમાદના આચરણથી દૂપિત કરતા હોય છે. આ પરિસ્થિતિ જોઈને ગુના હૃદયમાં ગ્લાનિ અને ચિંતા થાય છે : “મારા શરણે આવેલો આત્મા આ રીતે સંયમજીવન હારી જશે..... માનવજીવન નિષ્ફળ જશે.... માટે મારે એને અહિતકારી આચરણથી રોકવો જોઈએ.' આ હોય છે. ગુરુની કરુણાષ્ટિ. આ દૃષ્ટિથી ગુરુ શિષ્મને પ્રમાદથી દૂર રહેવા પ્રેરણા આપતા હોય છે. તે પ્રેરણામાં વપરાતા શબ્દો મીઠા હોય અને કડવા પણ હોય. આંખોમાં વાત્સલ્ય પણ હોય અને કઠોરતા પણ હોય. સહાનુભૂતિ હોય અને છણકો પણ હોય.
ગુરુના કરુણાભર્યા હૃદયને નહીં સમજનારો શિષ્ય, પોતાનું આત્મનિરીક્ષણ નહીં કરનાર શિષ્ય, ગુરુનાં કડવાં અને કઠોર વચનો સાંભળીને ગુરુ પ્રત્યે નારાજ થાય છે, ગુરુ પ્રત્યે રોષે ભરાય છે. આવા શિષ્યને ગ્રન્થ કાર મહર્ષિ કહે છે :
તું તારી જાતને ધન્ય સમજ, પુણ્યશાળી સમજ કે તારા ગુરુ તને હિતકારી, કલ્યાણકારી વચનો કહે છે. તું યોગ્ય છે, પાત્ર છે માટે તેને કહે છે. જે આત્માઓનું પુણ્ય પરવારી ગયું હોય છે, તેઓને ગુરુ કંઈ કહેતા નથી, મૂર્ખ માણસને ઉપદેશ આપતા નથી. તું સમજદાર છે, વિવકી છે, માટે તન ગુરુ ઉપદેશ આપે છે. તું શાન્ત ચિત્તે જ એમનાં પ્રેરણા-વચનો સાંભળીશ તો તને ચન્દનના શીતળ સ્પર્શનો અનુભવ થશે. ગુરુજનોનાં મુખ હમેશાં મલયાચલ હોય છે, મલયાચલ ઉપર ચંદનનાં જ વૃક્ષો હોય છે.... એના ઉપરથી આવતો વાયુ સુગંધિત અને શીતળ હોય છે. તું એને ગ્રહણ કર. તારા મનને એ વાયુના સ્પર્શ થવા દે, મન ઉપરથી રોષ અને રીસનાં આવરણ દૂર કરી દે એટલે મનન
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૧૨૨
એ શીતળ વાયુનો સ્પર્શ થશે. એ સ્પર્શ થતાં જ તારા મનનો ઘામ-બફારો દૂર થઈ જશે. તું પ્રશમરસનો અનુભવ કરીશ.'
ગુરુના ઉપદેશને સરસ ચંદનની ઉપમા આપીને, ગ્રન્થકારે ગર્ભિત રીતે ગુરુજનોને પણ સુંદર માર્ગદર્શન આપ્યું છે. ‘તમારી વાણી ચંદન જેવી શીતળ જોઈએ.' આત્મસ્નેહથી છલોછલ વાણી શિષ્યના અંતરતમને સ્નિગ્ધ કરે છે, શિષ્યના મનોભાવોને ભક્તિભીના રાખે છે. ભક્તિભીના મનોભાવો ગુરુના ઉપદેશને ગ્રહણ કરી શકે છે અને આત્મસાત્ બનાવે છે. ક્યારેક ગુરુને પોતાની વાણીમાં ઉષ્ણતા લાવવી પડે, તો પણ તેઓનું હૃદય તો ચન્દનના વિલેપનથી શીતળ જ હોય. કઠોર શબ્દો માત્ર અભિનયના જ શબ્દો હોય!
રોજિંદા જીવનમાં ગુરુદેવની શીતળ વાણીના અમૃતલૂંટ પીનારા શિષ્યો, ક્યારેક ગુરુના ગરમ શબ્દોને સહી શકે છે, કારણ કે ગુરુના કરુણાભીના હૃદયની શિષ્યોની ઓળખાણ થઈ ગઈ હોય છે. ગુરુના અપાર વાત્સલ્યના સરોવરમાં નિત્ય સ્નાન કરનારો શિષ્ય ગુરુના ક્યારેક બોલાતા કઠોર શબ્દોની ‘ક્વિનાઈન’ ગળી શકે છે. ગુરુ-શિષ્યના સાપેક્ષ સંબંધોમાં ઉભયપક્ષે કેટલીક સાવધાનીઓ, કેટલીક તકેદારીઓ રાખવાનું માર્ગદર્શન પરમજ્ઞાની પુરુષોએ આપ્યું છે.
શાસ્ત્રજ્ઞાનની તીવ્ર ક્ષુધાથી વ્યાકુળ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ માન્ય કરવાનો જ, પૈસાની તીવ્ર તંગી અનુભવનારો ક્રૂર શેઠની પણ નોકરી નથી કરતો? એને પૈસા જોઈએ છે એટલે શેઠ પાસેથી એની અપેક્ષા માત્ર પૈસાની જ હોય છે, એ માટે શેઠનો કટુવ્યવહાર પણ સહન કરે છે, પરન્તુ એ પૂર્ણ રીતે વફાદાર અને સમર્પિત તો કોમળ વ્યવહારવાળા અને ઉદારતાને વરેલા શેઠને જ થઈ શકે છે. લોકોત્તર ધર્મમાર્ગે ચાલી રહેલા સાધકો તો ‘તિતિક્ષા’ ને પણ ‘આરાધના' જ માનતા હોય છે. કષ્ટોને સહવામાં તેઓ ‘કર્મનિર્જરા'નો લાભ જોતા હોય છે. છતાં જ્યારે એનાથી કષ્ટો સહન નથી થતાં ત્યારે એ આર્ત્તધ્યાનમાં ચાલ્યો જાય છે, વિકલ્પોની જાળમાં ફસાય છે. એવા વ્યાકુળ આત્માને ગ્રન્થકાર આશ્વાસન આપે છે. ગુરુતત્ત્વ પ્રત્યે સ્નેહ અને સદ્ભાવને અખંડ રાખનારી દિવ્ય દૃષ્ટિ આપે છે.
‘તારા પ્રત્યે ગુરુદેવને કરુણા છે, વાત્સલ્ય છે, માટે તનું હિતકારી વચનો કહે છે, તું તારી જાતને ધન્ય માન, જે જીવો પુણ્યશાળી નથી હોતા, તેઓ ગુરુનાં વચન તો શું, દર્શન પણ નથી પામી શકતા. જે લોકો દર્શન પામે છે, તે
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષ્પતિકાર્ય ઉપકારીઓ
૧૨૩ બધા જ ગુરુનો ઉપદેશ નથી પામી શકતા. જે ઉપદેશ પામે છે તે બધા જ ગુરુકૃપા નથી પામી શકતા. તે ધન્ય છે કે તને ગુરુકૃપા પ્રાપ્ત થઈ છે. એ સિવાય ગુ તને કડવાં વેણ ક્યારેય ન કહે,
આત્માનું અહિત કરનારી મન-વચન-કાયાની પ્રવૃત્તિઓને ગુરુ વિના કોણ સમજાવે? કોણ અટકાવે? સંસારના સ્નેહી-સ્વજનો અને મિત્રોને તમારા આત્માના હિત-અહિત સાથે કોઈ સંબંધ નથી. તેઓને તો પોતાના ઇહલૌકિક ભૌતિક હિત-અહિત સાથે જ સંબંધ હોય છે. પારલૌકિક આત્મહિતનો વિચાર તો માત્ર નિઃસ્વાર્થ કરણાવંત ગુરુજનો જ કરતા હોય છે.
દુપ્રતિકાર્ય ઉપકારીઓ दुष्प्रतिकारौ मातापितरौ स्वामी गुरूश्च लोकेऽस्मिन् ।
तत्र गुरूरिहामुत्र च सुदुष्करतरप्रतीकारः ।।७१।। અર્થ : આ લોકમાં, માતા, પિતા, સ્વામી (રાજા વગેરે) અને ગુરુ ઋતિકાર્ય છે, તેમાં ગુરુ આલોકમાં અને પરલોકમાં ખુબ જ દુર્લભ પ્રતિકાર્ય છે.
વિવેચન : ઉપકારીના ઉપકાર માન્યા વિના ધર્મક્ષેત્રમાં જીવનો પ્રવેશ જ થઈ શકતો નથી. પરસ્પર જીવના ઉપકાર વિના જીવનની કલ્પના થઈ શકે નાડી, કુતજ્ઞ હૃદય એમ વિચારે છે : “મારા ઉપર ફોના કોના ઉપકારો છે? હું એ ઉપકારનો બદલો ક્યારે અને કેવી રીતે વાળી શકીશ?' પોતાના ઉપકારીઓ પ્રત્યે એના હૃદયમાં સ્નેહની સરવાણી ફૂટેલી હોય, આદરભાવનાં અમૃત છલકતાં હોય.
જીવનના પ્રારંભથી જ ઉપકાર શરૂ થાય છે. જીવનનો પ્રારંભ થાય છે માતાના ઉદરમાં. માતાને ખ્યાલ આવે છે કે “મારા પેટે કોઈ જીવ આવ્યો છે. એ આર્યમાતાનું હૃદય પ્રમાર્ટ થઈ જાય છે. એ નવા આવેલા જીવને કોઈ દુઃખ ન પડે એ રીતે એ પોતાનો જીવનવ્યવહાર બનાવે છે. નવ-નવ મહિના સુધી ઉદરમાં આવેલા જનમજનમના યાત્રિકનાં જતન કરે છે. જ્યારે એ સંસારનો પ્રવાસી ઉદરમાંથી બહાર આવે છે, માતા પોતાનાં તમામ કાર્યો છોડી એ પ્રવાસીને પુત્ર રૂપે કે “પુત્રી' રૂપે જુએ છે... અને અપાર નેહથી નવરાવતી રહે છે. પોતાનાં વાત્સલ્યનાં દૂધ પાય છે. એના મેલા શરીરને ધૂએ છે, એને ખવડાવે છે, એને વસ્ત્ર પહેરાવે છે. પોતાની છાતીએ વળગાડી એને
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
પ્રશમરતિ સુવડાવે છે..... એનું પાલન-પોષણ કરે છે. માતાનો આ કેવો મહાન ઉપકાર છે સંતાનો ઉપર, એ તરફ ગંભીરતાથી વિચારવાનો ગ્રંથ કાર નિર્દેશ કરે છે.
એ ઉપકારની સાથે જ પિતાના ઉપકારો સંકળાયેલા હોય છે. વાત્સલ્યથી ભરેલો આર્યદેશના પિતા પોતાનાં સંતાનોના ઉછેર માટે, જીવનનિર્વાહ માટે, શિક્ષણ અને સંસ્કાર માટે કષ્ટ સહીને પણ પુરુષાર્થ કરે છે. રાંસારનો તમામ જીવનવ્યવહાર અર્થવ્યવસ્થા ઉપર નભેલો છે. પોતાના પરિવારના જીવનનિર્વાહ માટે અને જીવનવિકાસ માટે એ અર્થોપાર્જનનો પુરુષાર્થ કરે છે. પરિવારનાં સુખ-દુઃખનો એ સહભાગી બને છે. આ રીતે પિતાના ઉપકારો સંતાનો ઉપર થતા જ રહે છે.
બાહ્ય જીવનના ચણતરમાં અને ઘડતરમાં ત્રીજું ઉપકારક તત્ત્વ છે સત્તાના સિંહાસને બેઠેલા પ્રજાવત્સલ સત્તાધીશો. એ રાજા હોય કે મંત્રી હોય, રાષ્ટ્રપ્રમુખ કે પ્રધાનમંત્રી હોય; જો પ્રજાનાં દુઃખ દૂર કરવા માટે અને પ્રજાને સુખી કરવા માટે સતત પ્રયત્નશીલ હોય તો તેઓ ઉપકારી છે. પ્રજાએ એમના ઉપકારો ભૂલવા ન જોઈએ. જે દુઃખો દૂર કરે છે અને સુખ આપે છે, એ ઉપકારી છે. માતા, પિતા અને રાજા વગેરે ભૌતિક દૃષ્ટિએ ઉપકારી બનતાં હોય છે, જ્યારે ધર્મગુરુ પારલૌકિક દૃષ્ટિએ, આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપકારી બને છે. ઉપકારીની ક્યારેય અવગણના તો કરાય જ નહીં. આ બધા ઉપકારીઓની બદલો વાળી શકાતો નથી, છતાં કૃતજ્ઞ મનુષ્ય એ બદલો વાળવા જાગ્રત હોય છે, ઉદ્યમશીલ હોય છે.
તમે માતા, પિતા, માલિક, રાજા વગેરેના ઉપકારનો બદલો કેટલો વાળી શકવાના? એ પણ પ્રત્યુપકારરૂપે બદલો વાળવા પ્રયત્ન કરવાના, પરંતુ એ બધાં જે ઉપકાર કરે છે, તે તો કોઈ ઉપકારના બદલારૂપે નહીં, સહજ પ્રેમથી અને વાત્સલ્યથી, કરુણાથી અને કર્તવ્યથી ઉપકાર કરે છે. ભલે સંતાનો મોટાં થઈને માતા-પિતાની ભોજન; વસ્ત્ર, શરીરસેવા.....ઇત્યાદિથી ભક્તિ કરે, પરંતુ માતા-પિતાના ઉપકારની તોલે તો ન જ આવી શકે. નોકરો પોતાના માલિકની ખાતર પ્રાણ પણ પાથરીને માલિકની સેવા કરે, પરંતુ માલિકના ઉપકારોનો સંપૂર્ણ બદલો વળતાં નથી.
તે છતાં, આ ભૌતિક ઉપકારનો બદલો થોડો પણ વાળવાનો સંતોષ માની શકાય, પરંતુ ગુરુના ઉપકારનો બદલો વાળવો તો સંભવ જ નથી. કોઈ સ્વાર્થ વિના, પ્રત્યુપકારની કોઈ જ આશા વિના, અપૂર્વ કરણાથી અને વાત્સલ્યથી
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષ્પતિકાર્ય ઉપકારીઓ
૧૨૫ ગુરુ જે આધ્યાત્મિક ઉપકાર કરે છે , તે ઉપકારોનું મૂલ્ય આંકી શકાતું નથી, તે અમૂલ્ય હોય છે. તેઓ જે સન્માર્ગના ઉપદેશ આપે છે, શાસ્ત્રોનું જ્ઞાન આપે છે અને ભવસાગરથી પાર ઉતારવાનો પુરુષાર્થ કરે છે તે ઉપકારો સામાન્ય નથી, અસાધારણ છે. યોગીશ્વર આનંદઘનજી પરમાત્મા સંભવનાથની સ્તવનામાં કહે છે : ‘પરિચય પાતકઘાતક સાધુ શું રે, અકુશળ અપચય ચેત.”,
સાધુપુરુષોનો પરિચય જનમજનમનાં પાપોનો નાશ કરે છે, અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરે છે. પાપનાશ અને ચિત્તશુદ્ધિ-આ બે મહાન ઉપલબ્ધિઓ છે. આવી દુર્લભ ઉપલબ્ધિ કરાવનારા ગુરુદેવ પ્રત્યે અખંડ આંતર બહુમાન બન્યું રહે તો જન્માંત્તરમાં પરમ ગુરુની પ્રાપ્તિ થાય. ગુરુ-બહુમાન પરમ-ગુરુની પ્રાપ્તિનું બીજ છે. ગુરુ બહુમાનથી તેવી પુણ્યસંપત્તિ પ્રાપ્ત થાય છે અને એ પુણ્યસંપત્તિ મનુષ્યને સર્વજ્ઞ પરમાત્માનો પરિચય કરાવી દે છે. એ પરિચય નિષ્ફળ નથી જતાં, મધ્યપ્રાપ્તિ કરાવી દે છે. પરમ સુખ અને પરમાનંદ પમાડી દે છે.
મહાન ગ્રૂતર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે : ‘ભવક્ષયનું અસાધારણ કારણ છે મારા આ ગુર” આવો શોભન ચિત્તપરિણામ ગુરુ પ્રત્યેનું સાચું બહુમાન છે. શિષ્ય સદેવ પરમ ઉપકારી ગુરુદેવના ગુણાનું દર્શન કર, ગુણોનું સ્મરણ કરે. ગુણમય વ્યક્તિત્વ પ્રત્યે બહુમાન ધારણ કરે. આ રીતે મોક્ષબીજનો સંગ્રહ કરે. ગુના ઉપકારાને ભક્તિભર્યા હૈયે સંભાળે. મોક્ષમાર્ગની યાત્રામાં ગુરુતત્ત્વ'ની મહત્તા સમજનારો શિષ્ય ક્યારેય એ તત્વની અવગણના ન કરે. છે કે ગુનો અવાં પુણ્યપ્રકર્યું હોય કે શિષ્યો એમના ચરણકમળે ભ્રમર બનીને ગુંજારવ કરતા જ રહ. ગુરુના મુખચંદ્રની એવી શીતળતા હોય કે શિષ્યોનાં હૃદય મયુર બનીને નૃત્ય કરતાં રહે.
ગુરુના અનંત લોકોત્તર ઉપકારનો બદલો વાળવા શિષ્ય કમર કસે.... ભલે ગુ. દુશ્મતિ કાર્ય હોય, છતાં કૃતજ્ઞ શિષ્ય મન-વચન-કાયાથી પ્રત્યકાર કરવા તત્પર જ રહે. વિનય અને બહુમાનને સદૈવ હૃદયસ્થ કરીને ગુરુની આરાધનામાં ઉજમાળ રહેનાર શિષ્ય કેવી દિવ્ય આત્મસંપત્તિ પામે છે, એ વાત ગ્રન્થકાર સ્વયં જ હવે બતાવે છે.
૧૦
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વકલ્યાણનું ભાજળ : વિનય विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिविरतिफलं चाश्रवनिरोधः ।।७२।।
संवरफलं तपोवलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ।।७३ ।।
योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः ।
तस्मात्कल्याणानां सर्वेषां भाजनं विनयः ।।७४ ।। અર્થ : વિનયનું ફળ શ્રવણ, શ્રવણ [ગુરુ પાસે કરેલા નું ફળ આગમજ્ઞાન, આગમજ્ઞાનનું ફળ વિરતિ નિયમ, વિરતિનું ફળ સંવર આશ્રનિવૃત્તિ કર
સંવરનું ફળ તપશક્તિ, તપનું ફળ નિર્જરા, નિર્જરાનું ફળ ક્રિયાનિવૃત્તિ, ક્રિયાનિવૃત્તિથી યોગનિરોધ. ૭૩,
યોગનિરોધ થવાથી ભવપરંપરાનાં ક્ષય થાય છે. પરંપરા જન્માદિની ના ક્ષયથી મોક્ષપ્રાપ્તિ થાય છે. માટે સર્વે કલ્યાણનું પરંપરાએ ભાજન વિજ્ય છે. ૭૪
વિવેવન: હવે તમારે શું સાંભળવું છે? પરનિન્દાનાં પારાયણો ઘણાં સાંભળ્યાં, હવે એનાથી કંટાળ્યા છો ને? સ્વપ્રશંસાની ઘણી પ્રશસ્તિઓ સાંભળી, હવે ધરાઈ ગયા છો ને? પરપુગલો, પરપદાર્થો, પરભાવોની ઘણી ઘણી કથાવાર્તાઓ સાંભળી, તૃપ્ત થઈ ગયા છો ને? આ બધું સાંભળીને કેવાં કેવાં કુકર્મોનાં પોટલાં બાંધ્યાં, એનો તમે વિચાર કર્યો છે? એનાં કેવાં દુષ્પરિણામો આવશે, એનું ચિંતન કર્યું છે? બંધ કરો હવે એ બધું સાંભળવાનું. હવે તો એવું શ્રવણ કરો કે અંતઃકરણ તત્ત્વપ્રકાશથી આલોકિત થાય. એવું શ્રવણ કરો કે અન્તરાભદશા પ્રગટે. એવું શ્રવણ કરો કે અનંત અનંત કમની નિર્જરા થઈ જાય.
આવું તત્ત્વશ્રવણ તમારે જ્ઞાની ગુરુદેવનાં ચરણોમાં વિનયપૂર્વક બેસીને કરવું પડશે. બસ, તમે તમારા વિનયનાં કામણ કરી ગુરુદેવ ઉપર, તેઓના મુખથી જ્ઞાનગંગા વહેવા માંડશે. વિનયથી રીઝલા ગુરદવ તેમન અગમઅગોચરની વાતો સંભળાવશે. સાકર અને શેરડીથી પણ વધુ મીઠી ગુરવાણી તમારા હૃદયની વિષય-કષાયની કડવાશને દૂર કરી નાંખશે તમારો વિનયબહુમાનભય વ્યવહાર તમને ધર્મશ્રવણની પાત્રતા આપશે. તમે ગુરુદેવ પાસેથી
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વકલ્યાણનું ભાજન : વિનય
૧૨૭
અનેક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના. એકાગ્ર ચિત્તે જિજ્ઞાસુ હૃદયથી અને જ્ઞાનપ્રાપ્તિના ઉમળકાથી તમે માત્ર શાસ્ત્રોના શબ્દાર્થ જ નહીં, શાસ્ત્રોનાં રહસ્ય પામવાના. તમારા વિનયથી ઊઘડી ગયેલાં ગુરુહ્રદયનાં દ્વારોમાંથી એવી અવનવી, ગંભીર અને રહસ્યભૂત વાતો તમને મળવાની કે જે મેળવીને તમે નાચી ઊઠવાના.
અવિનીત શિષ્યની સમક્ષ ગુરુનું હ્રદય ખૂલતું જ નથી. શાસ્ત્રોની રહસ્યભૂત વાર્તા હૃદયમાંથી નીકળતી જ નથી. માત્ર કર્તવ્યનું પાલન કરવા જ ગુરુ જ્ઞાન આપે.
શાસ્ત્રજ્ઞાનના પ્રકાશમાં તમે હેય, જ્ઞેય અને ઉપાદેય તત્ત્વોને જોવાના, મારે શાનો ત્યાગ કરવો જોઈએ? મારે શાનો સ્વીકાર કરવો જોઈએ ? મારે શું શું જાણવું જોઈએ?' આ સમજણ મળવાની શાસ્ત્રજ્ઞાનમાંથી. જે અહિતકારી તત્ત્વો છે, એને અહિતકારીરૂપે સમજાવે છે શાસ્ત્રો. જે હિતકારી તત્ત્વો છે, એને હિતકારીરૂપે ઓળખાવે છે શાસ્ત્રો.
વિનયપૂર્વક સદ્ગુરુ પાસેથી મેળવેલું શાસ્ત્રજ્ઞાન મનુષ્યની સુષુપ્ત ચેતનાને ઢંઢોળે છે, એના અન્તરાત્માને સ્પર્શ કરે છે. માત્ર થોથામાંથી માથામાં જ્ઞાન ઠલવાતું નથી, પરંતુ હૃદયની કોમળ ભૂમિમાં એ જ્ઞાનવારિ પહોંચે છે અને એ ભૂમિમાં પચી જાય છે. ત્યાજ્યનો ત્યાગ કરવાની ભાવના માત્ર જાગીને જ નથી અટકી જતી, પરંતુ ત્યાજ્યનો ત્યાગ કરાવીને જ અટકે છે. સ્વીકાર્યનો સ્વીકાર કરવાની ભાવના ભાવનારૂપે જ નથી રહેતી, એ ભાવના કાર્યરૂપે પરિણત થઈ જાય છે. આત્માનું સંકલ્પબળ જાગ્રત થાય છે. પાપોનો ત્યાગ કરવાનો તે સંકલ્પ કરે છે, પ્રતિજ્ઞા કરે છે, આશ્રવોનાં દ્વાર બંધ કરે છે.
પાપોથી વિરામ પામવું તેનું નામ વિરતિ. પાોમાં કોઈ રતિ નહીં! ખુશી નહીં. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન અને પરિગ્રહ; આ પાંચ મહાપાપોનો એ મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે. આ વિરતિધર્મનું ફળ છે આશ્રવોનો નિરોધ. જો કે વિરતિનું સ્વરૂપ જ આશ્રોના નિરોધરૂપ છે, પરંતુ અહીં ગ્રન્થકારે વિરતિના ફળરૂપે આશ્રવાનો નિરોધ બતાવ્યો છે, તે ગ્રન્થકારની પોતાની એક દિષ્ટ છે. વિરતિધર્મ સ્વીકાર્યો એટલે અવિરતિના આશ્રવને રોક્યો, અવિરતિના આશ્રવ દ્વારા થતો અભિનવ કર્મબંધ અટકી ગયો.
આશ્રવાનાં દ્વારોમાંથી કર્મો આત્મામાં વહી આવે છે. ફર્મોને આત્મામાં પ્રવેશવાના માર્ગો આશ્રવ છે... એક આશ્રવ નથી, અનેક છે. મુખ્ય આથવો
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮.
પ્રશમરતિ છે પાંચ : મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ, સમ્યગુ શાસ્ત્રજ્ઞાનની ઉપસ્થિતિમાં મિથ્યાત્વ રહી શકતું નથી. વિરતિધર્મને સ્વીકાર કર્યો એટલે અવિરતિનો દરવાજો બંધ થઈ જાય છે. વિરતિધર્મનો પ્રભાવ કપાયાના પ્રભાવને ક્ષણ કરે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિ શુભ બને છે અને પ્રમાદનો ઉન્માદ ઓગળવા માંડે છે,
આ રીતે આવ્યવોનાં દ્વાર બંધ થયાં. નવાં કર્મોનો આત્મપ્રવેશ નહીંવત્ બન્યો; એટલે તપ શક્તિનો આવિર્ભાવ થાય છે. આત્મામાંથી તપશ્ચર્યાની શક્તિ સ્વયંભૂ પ્રગટે છે, કારણ કે જે અનંત અનંત કમાં આત્માને ચોંટેલાં છે તે કર્મોનો નાશ તપશ્ચર્યાથી જ થઈ શકે છે. નવાં કર્મોનો આત્મપ્રવેશ અટકી ગયા પછી, પૂર્વબદ્ધ કર્મોનો ખાતમો કરવા તપશ્ચર્યા જ સમર્થ બને છે.
ઘણી અગત્યની વાત અહીં ફલિત થાય છે. પહેલાં નવાં કર્મોનો આત્મપ્રવેશ અટફાવો, પછી પ્રવેશી ગયેલાં કર્મોનો નાશ કરો. નવાં માંને આત્મામાં પ્રવેશવાનાં દ્વાર ખુલ્લાં રાખીને, ગમે તેટલી તપશ્ચર્યા કરશો, એનું કોઈ વિશેષ મહત્ત્વ નથી, એ તપશ્ચર્યાથી જેટલાં કર્મો બળશે, એનાથી અનેકગણાં કર્મો આશ્રવધારોમાંથી આત્મામાં પ્રવેશતાં રહેવાના! કર્મક્ષય કરતાં કર્મબંધ વધારે થવાનો!
શું તમારે ત૫:શક્તિ જાગ્રત કરવી છે? તપશ્ચર્યા કરવાની ભાવોલ્લાસ પ્રગટ કરવો છે? તો તમારે આશ્રવોનાં દ્વાર બંધ કરવાં પડશે. આશ્રવનાં દ્વાર બંધ થયાં કે તપ શક્તિ જાગ્રત થઈ સમજીં, કારણ કે સંવરનું ફળ તપોબળ છે. જો તમારે કર્મનિર્જરા કરવી છે તો તપોબળ જોઈશે જ , નિર્જરાનું અસાધારણ કારણ તપશ્ચર્યા છે. બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યાથી સમયે સમયે અનંત કમાંનો નાશ થાય છે. કર્મનિર્જરાના અભિકાંક્ષી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી તપશ્ચર્યાનાં ચરણે ભાવવિભોર બનીને નમસ્કાર કરે છે :
निकाचितानापि कर्मणां यद् गरीयमां भूधरदुर्धराणाम् ।
विभेदने वज्रमिवातितीब्रम् नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ।। તપ:શક્તિનો કેવો યથાર્થ પરિચય આપ્યો છે! “વિરાટ પહાડ જેવા ભારે અને નિકાચિત એવાં પણ કર્મોને અત્યંત તીક્ષ્ણ વજની જેમ તપશ્ચર્યા ભેદી નાંખે છે, તોડી નાખે છે, તેવા અદ્દભુત તપને નમસ્કાર હો!”
નિરાશસભાવે, કોઈ આશંસા, કામના, તૃષણા વિના કરેલું તપ આત્મામાં કવું અપૂર્વ પરિવર્તન કરે છે, તેનું વર્ણન આ જ ઉપાધ્યાયજી કરે છે :
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વકલ્યાણનું ભાજન : વિનય
૧૨૯ शमयति तापं गमयति पापम्, रमयति मानसहंसम् ।
हरति विमोहं दूरारोहम्, तप इति विगताशंसम् ।। તપશ્ચર્યાથી કર્મોની નિર્જરા થાય છે, એટલે શું થાય છે? એનું રમણીય ચિત્ર ઉપાધ્યાયજીએ ઉપસાવ્યું છે. વિષયતૃષ્ણા અને કષાયોના આકરા તાપ શમી જાય છે, જીવન નિષ્પાપ બનતું જાય છે. મનોહંસ આત્મભાવમાં રમણતા કરે છે, અને મિથ્યા વ્યામોહ દૂર થઈ જાય છે.
ભલે આકાશમાં ઘનઘોર વાદળ આવ્યાં હોય અને જોરશોરથી ગર્જતાં હોય, પરંતુ જ્યાં પ્રચંડ વાયુના સૂસવાટ શરૂ થાય છે, ઘનઘોર વાદળો વેરવિખેર થઈ જાય છે તેમ અનંત અનંત કર્મો ભલેને આત્મા ઉપર છવાઈ ગયાં હોય, જ્યાં તમે ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યા આદરી, કે કર્મોનાં વાદળાં વિખરાયાં સમજો! બસ, આનું જ નામ નિર્જરા. તપના બાર પ્રકાર છે એટલે નિર્જરાના પણ બાર પ્રકાર કહેવામાં આવ્યા છે. બાર પ્રકારના તપને “ટીમ-પાવરથી કામે લગાડી દો. કર્મોને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેશે. બાહ્ય-અત્યંતર તપોમાંથી જે વખતે જેટલા તમોને મેદાનમાં ઉતારવાં જરૂરી હોય, ઉતારતા રહે. તમારી પાસે વેધક દૃષ્ટિ જોઈએ, કયા તપને ક્યારે અને ક્યાં સુધી આચરવું. લક્ષ્મ જોઈએ કર્મોનાં મૂળિયાં ઉખેડી નાંખવાનું.
સંવરથી નવાં કમનો આત્મપ્રવેશ બંધ કર્યો અને નિર્જરા' થી પ્રવેશી ગયેલાં કમને સાફ કરી નાંખ્યાં એટલે મન-વચન-કાયાની ક્રિયાઓ બંધ! જ્યાં સુધી આત્મા સાથે કમનો સંયોગ હોય છે ત્યાં સુધી મન-વચન-કાયાની ક્રિયાઓ હોય છે. કમ નાશ પામે એટલે ક્રિયાઓ વિરામ પામે, આત્મા મન-વચનકાયાની ક્રિયાઓથી મુક્ત બને. આત્મા પૂર્ણ સ્વાધીન બને. અલબત્ત, ક્રિયાનિવૃત્તિથી જે “યોગનિરોધ' થાય છે; તેની પણ એક પ્રક્રિયા હોય છે. થોડા સમયની તે પ્રક્રિયા સહજભાવ થાય છે અને આત્મા “અયોગી' બની જાય છે,
મનના વિચારો નહીં, વચનપ્રયોગ નહીં, કાયાની પ્રવૃત્તિ નહીં-આત્માને હવે આ ઉપકરણોની જરૂર જ નહીં, મન, વચન અને કાયાના કોઈ જાતના સહયોગ વિનાનું આત્માનું સ્વતંત્ર જીવન, છે. આત્માની અનંત શક્તિઓ પ્રગટ થઈ ગયા પછી એ શક્તિઓ એ ગુણો અને એ પર્યાયોનું જ સ્વાધીન જીવન! એવું જીવન મળ્યા પછી ક્યારેય અનંત કાળે પણ મન-વચન-કાયાનું જીવન જીવવાનું નહીં. સમગ્ર ભવપરંપરાનો અંત આવી જાય છે અને નિર્વાણ' ૧૩. જુઆ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩0.
પ્રશમરતિ કહેવામાં આવે છે. નિર્વાણ થયા પછી નહીં જન્મ કે નહીં મૃત્યુ. જ્યાં સુધી આત્મા કાયાના બંધનમાં જકડાયેલો હોય ત્યાં સુધી જ જન્મ અને મૃત્યુ થાય છે. કાયાનું બંધન સર્વથા તૂટી ગયા પછી અજર અને અમર બની જાય છે આત્મા. | સર્વે કર્મોનો ક્ષય થઈ ગયો એટલે મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. ક્યારેય નાશ ન. પામે તેવા અનન્ત ગુણો પ્રગટી જાય આત્મામાં. ગુણોનું જ જીવન! પૂર્ણાનન્દી જીવન! અનંત અવ્યાબાધ સુખનું જીવન!
એક પછી એક.... સર્વ કલ્યાણની પ્રાપ્તિ કરાવનાર “વિનય' છે, ગુરુમુખ તત્ત્વ-શ્રવણ, આગમજ્ઞાન, સર્વપાપોથી વિરતિ, આશ્રવનો નિરોધ, તપશક્તિ, કર્મનિર્જરા, ક્રિયાનિવૃત્તિ, યોગનિરોધ, ભવપરંપરાનો અત્ત. આ બધાં કલ્યાણોનું ભાજન છે વિનય.
માપતુષ મુનિ, જેમને બે પદ પણ યાદ નહોતાં રહી શકતાં, તેમને કેવળજ્ઞાન મળી ગયું હતું, એ જાણો છો ને? શું હતું એમની પાસે? એક માત્ર વિનય બાર બાર વર્ષ સુધી ગુરુદેવે એ મુનિને “ના રુષ, મા તુષ બે પદ રટાળે રાખ્યાં.. ભૂલ સુધારતા રહ્યા..... છતાં એ મુનિ કંટાળ્યા નહીં. વારંવાર ભૂલ સુધારનારા ગુરુ પ્રત્યે અરુચિ કે રોષ કર્યો નહીં. “મને યાદ નથી રહેતું, હું હવે યાદ નહીં કરે. મને વારંવાર ટોકશો નહીં...' આવું સ્પષ્ટ સંભળાવી દેવાના અવિનય પણ એ મહામુનિએ કર્યો ન હતો. ભલે બે પદ યાદ ન રહ્યાં પરંતુ સમગ્ર આગમગ્રન્થોનો સાર “રાગ ન કરવો, દ્વેષ ન કરવો.' આ ભાવાત્મક જ્ઞાન તેમને ગુરુદેવ પાસેથી એવું મળેલું હતું કે એ મુનિએ ક્યારેય હેપ ન કયાં,
ક્યારેય રાગ ન કર્યો! પાપોથી તેઓ વિરામ પામ્યા. આશ્રવઢારોને બંધ કર્યા. તપ:શક્તિ પ્રગટી, કર્મોની વિપુલ નિર્જરા કરવા લાગ્યા.... અને તે મહામુનિએ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન મેળવી લીધું અઘાતી કર્મોનો ક્ષય કરી મોક્ષને પામ્યા. આ શ્રેષ્ઠ કલ્યાણની પ્રાપ્તિ એમને કોણે કરાવી? વિનયે!
ગુરુતત્વની આરાધના વિનયથી જ થાય છે. વિનયવંત શિષ્ય જ ગુરુના ચિત્તને રીઝવીને આગમજ્ઞાન મેળવી શકે છે. જો તમારે નિઃશ્રેયસ-પદના ભોમિયા ગુરુભગવંતોનો સાથ, સહયોગ લેવો છે, તો તમારે સુવિનીત બનવું પડશે. ગૌરવવંતા ગુરુદેવ પ્રત્યે આંતર બહુમાન જઈશ જ. એમની શરણાગતિ તમારે સ્વીકારવી જ પડશે. તેઓનાં પાવન ચરણે તમારું સર્વસ્વ સમર્પણ કરી દેવું પડશે. તમારે તમારી સમગ્ર જાત એ પરમોપકારીના ચરણે ધરી દેવી પડશે.
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિનીતોની મનઃરિથતિ विनयव्यपेतमनसो गुरुविद्वत्साधुपरिभवनशीलाः |
त्रुटिमात्र विषयसंगादजरामरवन्निरूद्विग्नाः ।।७५ ।। અર્થ : વિનયરહિત મનવાળા, ગુનો , વિદ્વાનોનો, સાધુઓનો અનાદર કરવાના સ્વભાવવાળા (જીવ) અતિ અલ્પ માત્ર વિષયાસક્તિથી અજર-અમરની જેમ ઉગરહિત હોય છે.
વિદ્યાન: ‘હવે મને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં નહીંવત્ રાગ છે. કોઈ ગાઢ વિષયાસક્તિ નથી.... હવે મારું ભવભ્રમણ મટી ગયું. હવે મારે કંઈ મેળવવાનું બાકી રહ્યું નથી, મેં મેળવવા જેવું મેળવી લીધું છે.... સાધવા જેવું સાધી લીધું છે....' સાધનાકાળમાં સિદ્ધિની આવી કલ્પનામાં રાચતો મૂઢ જીવાત્મા નિશ્ચિત અને નિર્ભય બનીને જ્યારે જીવન જીવે છે, ત્યારે તે મિથ્યા અભિમાનમાં તણાતો જાય છે.
વિનયરહિત, બહુમાનરહિત એ જીવાત્મા મોક્ષમાર્ગપ્રદર્શક આચાર્યને અવગણી નાંખે છે. ચૌદ પૂર્વધર, દશ પૂર્વધર અને એવા મહાન શ્રતધર જ્ઞાની પુરુષાને તુચ્છકારી કાઢે છે. મોક્ષમાર્ગની આરાધનામાં નિરત સાધુપુરુષોનો અનાદર કરી નાખે છે. નથી આ મહાત્માઓને વંદન કરતો, નથી એમનું સ્વાગતસન્માન કરતો, નથી એમની સેવા-ભક્તિ કરતો, ઉત્તમ પુરુષોની અવગણના કરવાનો એનો સ્વભાવ બની ગયો હોય છે.
એ આત્તરનિરીક્ષણ તો કરે જ નહીં. અલ્પ પણ વિષયરાગ જીવને દુર્ગતિમાં કેવો પછાડી દે છે, એનું એને ભાન નથી હોતું. યૌવનના ઉન્માદમાં એને વિચાર નથી આવતો કે વૃદ્ધાવસ્થા આવી રહી છે! મૃત્યુ મોં ફાડીને બેઠું છે....' એ તો જાણે અજર-અમર બની ગય હોય એમ જ માનતો હોય છે. “હવે મને વૃદ્ધત્વ આવવાનું નથી, હું મૃત્યુ પામવાનો નથી...' એમ સમજીને જીવન જીવતો હોય છે.
આવા ઉન્મત્ત, મિથ્યાભિમાની અને અવિનીત મનુષ્યોને આ ઉપદેશ છે જ નહીં, તેઓને તો ઉપદેશ આપવાની જ જ્ઞાની પુરુષો ના પાડે છે; પરંતુ જે આત્માને પોતાનું શુદ્ધ સ્વરૂપ પામવું છે, જેઓને સાધનાના, આરાધનાના. માર્ગે પ્રયાણ કરવું છે, તેઓને ગ્રન્થકાર મહાપુરુષ એક ભયસ્થાન બતાવી રહ્યા છે. “આરાધનાના માર્ગે ચાલતાં, થોડીઘણી ધર્મ-આરાધના કરીન, થોડીઘણી વિષયાસક્તિથી વિરક્તિ મેળવીને જોજો, એમ માની ન લેતા કે “હવે હું પૂર્ણ
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પ્રશમરતિ થઈ ગયો! હવે મારે ગુરુની જરૂર નથી. હવે મારે જ્ઞાની પુરુષોની જરૂર નથી....... હવે મને સાધુઓના સહયોગની જરૂર નથી...' જો આમ માની લેશો તો એ ઉત્તમ પુરુષોની અવગણના કરનારા બની જશો. સ્વોત્કર્ષ અને પરોપકર્ષ સાધક મનુષ્યને પતનની ઊંડી ખીણમાં પછાડે છે. તમે જેવા ઉચ્ચ આત્મસ્થિતિવાળા નથી, જેવા જ્ઞાની નથી, જેવા આત્મસાધક નથી, તેવી ઉચ્ચ આત્મસ્થિતિવાળી. તમારી જાતને જ માની લીધી, તેવી જ્ઞાની અને આત્મસાધક તમારી જાતને સમજી લીધી તો તમે ભૂલા પડી જશો. વિનયનો ભાવ ચાલ્યો જશે, અવિનય તમને ભરડો લેશે. અને આદર અને બહુમાનના ઉચ્ચ ભાવ નાશ પામશે, અનાદર અને અભિમાન તમને ભરખી જશે.
નિરાકુલ, ઉદ્વેગરહિત સ્થિતિ તો વિનીત આત્માની હોય છે. એ ઉત્તમ આત્મા આરાધનાની મસ્તીમાં ગાઈ ઊઠે છે : ‘અબ હમ અમર ભયે! ન મરેંગે!'
આ અભિવ્યક્તિ હોય છે આત્માના શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વરૂપના સંવેદનાત્મક જ્ઞાનની! ‘મારો આત્મા તો એના શુદ્ધ સ્વરૂપમાં અજર અને અમર છે.... જન્મ અને મૃત્યુ તો કર્મ પ્રેરિત છે.” આ દિવ્યજ્ઞાન જ્યારે આત્મામાં જાગે છે, ત્યારે અપૂર્વ આનંદ થાય છે અને એ આનંદમાં ઝૂમી ઊઠતો આત્મા ગાઈ લે છે :
અબ હમ અમર ભયે ન મરેંગે!'
આ ભાવુક આત્મા તો આ દિવ્યજ્ઞાન, દિવ્યદૃષ્ટિ આપનાર ગુરુદેવ પ્રત્યે, જ્ઞાની પુરુષો પ્રત્યે અને સાધુ-મહાત્માઓ પ્રત્યે અનહદ આદરભાવવાળો હોય છે. “આ જ્ઞાન એ કૃપાવંત ગુરુજનોની કૃપાનું ફળ છે.” આવા કૃતજ્ઞ ભાવને ધારણ કરનાર હોય છે. આવો આદરભાવ અને કૃતજ્ઞભાવ ધારણ કરનાર પુણ્યાત્મા એ ગુરુદેવની, જ્ઞાનીપુની અને સાધુસંતોની સેવા અને ભક્તિ ભૂલે ખરો? એ તો સેવા-ભક્તિના અવસર શોધે.
અવિનીત શિષ્ય જે નિશ્ચિત અને નિરાકુલ બનીને ફરતા હોય છે, તેમની મસ્તી આરાધનાની નથી હોતી, પરંતુ અહંકારની હોય છે. જાણે કે મૃત્યુ પર વિજય મેળવી લીધી ન હોય, તેવા મદમાં મહાલતા તેઓ પણ ગાય
અબ હમ અમર ભયે ન મરેંગે!' અમર-અજર થઈ ગયેલાઓને પછી ગુરુની શી જરૂર? જ્ઞાનીની શી પરવા? સાધુઓની શું પડી હોય? પછી આ બધાનો આદર શા માટે? અનાદર! અનૌચિત્ય ! અને ઉદ્ધતાઈ! શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના વિષયોનો થોડો
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિનીતનું પતન ઘણો ત્યાગ કર્યો એટલે જાણે પૂર્ણતા મળી ગઈ! જાણે સર્વજ્ઞ-વીતરાગ થઈ ગયા! આવા મૂઢ જીવોનું પતન કેવું થાય છે અને વિનાશ કેવા થાય છે, તેનું વર્ણન ગ્રન્થકાર હવે કરે છે :
અવિનીતનું પતન केचित्सातदिरसातिगौरवात् सांप्रतेक्षिण: पुरुषाः।
मोहात्समुद्रवायसवदामिषपरा विनश्यन्ति ।।७६।। યર્થ : શાતા, ઋદ્ધિ અને રસમાં અતિ આદરના કારણે વર્તમાનકાળને જ જોનારા કેટલાક પુરુષો પિરમાર્થને નહીં જાણનારા અજ્ઞાનથી અિથવા મોહનીય કર્મના ઉદયથી સમુદ્રના કાગડાની જેમ માં લાલુપી, વિનાશ પામે છે. વિવેચન : એશ-આરામ!
વિભવ-સંપત્તિ!
અને ખાન-પાન! જીવનનાં આ જ દૃષ્ટિબિંદુઓ! આ જ લક્ષ્ય અને આ જ ધ્યેય! માત્ર વર્તમાનકાળનો જ વિચાર! શરીરની સુખાકારિતાનાં વિચાર, વૈભવ અને સંપત્તિનો વિચાર, રસનેન્દ્રિયના પ્રિય રસોનો જ વિચારઆ જ વિચારો અને આ જ આચારો. ભવિષ્યકાળનો કોઈ વિચાર નહીં. મૃત્યુ પછીનાં જીવનનો વિચાર નહીં.
વિચાર આવે પણ ક્યાંથી? જ્યાં પ્રગાઢ અજ્ઞાનનો અંધકાર છવાઈ ગયા હોય, તીવ્ર રાગ-દ્વેષનાં આકાશઊંચાં મજાં ઊછળતાં હોય, ત્યાં પરલોકનો વિચાર આવે ક્યાંથી? રાગ-દ્વેષ અને મોહના પ્રબળ પ્રભાવ નીચે માત્ર વર્તમાનકાળનો જ વિચાર જીવ કરી શકે છે. વર્તમાનકાળના વિચારોમાં આ ત્રણ પ્રકારના વિચારોની પણ મુખ્યતા હોય છે:
૧. શરીરને સુગંધી જળથી નવરાવવું, સુગંધી પદાર્થોથી સુવાસિત બનાવવું, મનગમતાં વસ્ત્રોથી શરીરને સજાવવું, પ્રિય અલંકારોથી શણગારવું, શરીરને કષ્ટ થાય એવું કંઈ પણ ન કરવું. વધુમાં વધુ આરામ કરવો. પાંચ ઇન્દ્રિયોના પ્રિય વિષયોનો ઉપભોગ કરી શરીરને સુખ આપવું. શરીરની બધી જ સુખસગવડતાઓ પૂરી કરવી... આ જ વૃત્તિ અને આ જ પ્રવૃત્તિમાં એ રાચતાં રહે! ૨. દુનિયાની દૃષ્ટિમાં ઉચ્ચ દેખાવા વૈભવોનું પ્રદર્શન કરતો રહે, “હું
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
પ્રશમતિ
સંપત્તિશાળી છું, વૈભવશાળી છું....' આ દેખાવ કરવામાં એ રચ્યોપચ્યો રહે. હમેશાં ભવ્ય ડોળ-દમામથી બીજાઓને આંજી નાંખવા તત્પર રહે. ભલે એની પાસે એવા વૈભવો ખરેખર ન હોય, પરંતુ વૈભવશાળીનો દેખાવ ક૨વામાં પાવરધો હોય.
૩. દિવસ ને રાત સારા સારા મનગમતા મીઠા, તીખા, ખારા રસોનો આસ્વાદ કરવામાં લીન રહે. કોઈ વ્રત નહીં, કોઈ નિયમ નહીં, ભક્ષ્યઅભક્ષ્યનો વિવેક નહીં, દિવસ-રાતનો ભેદ નહીં, વિવિધ મીઠાઈઓ, અનેકવિધ વ્યંજનો, વિવિધ ફરસાણ્ણ અને જુદી જુદી જાતનાં સરબતોની લિજ્જત ઉડાવતો રહે. આ ખાનપાનથી પુષ્ટ થયેલા શરીરમાં વિષયવાસનાની ચળ ઊપડે એટલે રૂપસુંદરીઓનાં રૂપ જોવામાં એની આંખો ભટક્યા કરે.... એ રૂપને ભેટી લેવા તલસ્યા કરે અને અવસર મળતાં વાસનાની આગમાં હોમાઈ જાય, સર્વવિનાશ થઈ જાય.
સમુદ્રના કિનારે એક મરેલો હાથી પડ્યો હતો. ગીધડાં અને સમડીઓએ એના શરીરને કોચી નાંખ્યું હતું. એક કાગડાને પણ હાથીનું માસ ખાવાના કોડ થયા. અને તાજું માસ ખાવું હતું! તે હાથીના શરીરમાં દાખલ થઈ ગયો..... શરીરના પોલાણમાં બેસીને નિર્ભયપણે માંસ ખાવા લાગ્યો..... એટલામાં સમુદ્રમાં ભરતી આવી.... બીજીબાજુ ધોધમાર વરસાદ પડવા માંડ્યો... હાથીનું શરીર સમુદ્રમાં તણાયું. કાગડો પોતાની જાતને સલામત સમજે છે! માંસ ખાઈખાઈને જ્યારે ધરાઈ ગય, એ બહાર નીકળે છે..... પણ ચારેબાજુ સમુદ્રનાં વૃધવાતાં પાણી જુએ છે..... પાછો કલેવરમાં ઘૂસી જાય છે. થોડા સમયમાં અકળાય છે. ફરી બહાર નીકળે છે.... ક્યાં જાય? કોઈ વૃક્ષ દેખાતું નથી, કોઈ મકાન દેખાતું નથી.... ક્યાંય ધરતી દેખાતી નથી.... પુનઃ કલેવરમાં પ્રવેશે છે.... અને મૃત્યુ પામે છે.
અવિનય, અનાદર અને ઉદ્ધતાઈમાંથી સર્જાતી ભયંકર હોનારતનું આ કલ્પનાચિત્ર છે. રસ, ઋદ્ધિ અને શાતા ગારવમાં ફસાતા અવનીતોના જીવનના કરુણ નાટકનું આ એક હૃદયવિદારક દૃશ્ય છે.
ते जात्यहेतुदृष्टान्तसिद्धभविरूद्धमजरमभयकरम् । सर्वज्ञवाग्रसायनमुपनीतं नाभिनन्दन्ति । । ७७ ।।
ાર્થ : શ્રેષ્ઠ હેતુઓ અને દૃષ્ટાંતોથી સિદ્ધ (પ્રતિષ્ઠિત), અવિદ્ધ (સંવાદી, અમર કરનાર અને અભય કરનાર એવું સર્વજ્ઞવાણીનું રસાયણ મળવા છતાં તેઓ રિસ-ઋદ્ધિ અને શાતામાં આસક્ત, પરિતૃષ્ટ થતા નથી. (તે રસાયણનો ઉપયોગ કરી શકતા નથી.)
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિનીતનું પતન
૧૩૫ વિવેવન : સર્વશની વાણી!
અદ્દભુત રસાયણ! કેવાં શ્રેષ્ઠ દ્રવ્યોનું સંયોજન છે આ રસાયણમાં!
અવિનીતોના ભાગ્યમાં આ અદ્દભુત રસાયણ હોતું નથી. એશ-આરામી અને આળસુઓની નજરે પણ આ રસાયણ ચઢતું નથી. વૈભવ-વિલાસમાં આળોટનારા આ રસાયણના અસ્તિત્વને પણ જાણતા નથી. કદાચ આવા મનુષ્યોને આ રસાયણ મળી પણ જાય, તો એનો ઉપયોગ કરતા નથી, અવગણના કરે છે.
તે જ વાણી સત્ય અને ઉપાદેય બને કે જેમાં સ્વાભાવિક શ્રેષ્ઠ હેતુઓ હોય. જેમાં ઉત્તમ દૃષ્ટાન્તો હોય, જેમાં તત્ત્વોને પરસ્પર વિરોધ આવતો ન હોય. સર્વજ્ઞની વાણી સિવાય આવી વાણી બીજા કોની હોઈ શકે? આવી વાણી જેની હોય, તેને સર્વજ્ઞ કહેવાય. સર્વજ્ઞવાણીમાં હતુઓની શ્રેષ્ઠતાને સમજીએ.
૧. “જે સાચો હેતુ હોય તે પોતાના સાધ્યની સાથે જ રહે!' 'આધ્યાવિનામનો તવ સાધ્ય વિના હેતુઓ બીજે ક્યાંય ન રહે. સર્વજ્ઞ પરમાત્માઓએ પદાર્થમાત્રના અસ્તિત્વને સિદ્ધ કરનારા હેતુઓ બતાવ્યા : ઉત્પત્તિ, સ્થિતિ અને લય.
_ 'यदस्ति तदुत्पद्यतेऽवतिष्ठते विनश्यति च વસ્તુના.. પદાર્થના અસ્તિત્વને સિદ્ધ કરનારા સ્વાભાવિક હેતુઓ બતાવી દિધા! દરેક પદાર્થમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય હોય જ. દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, સ્થિર રહે છે અને નાશ પામે છે! દાર્શનિક ભાષામાં આ કહી શકાય :
सन्ति जीवादयः पदार्थाः उत्पत्तिमत्वाद् विनाशमत्त्वात् स्थितिमत्त्वाच्च । ‘ઉત્પત્તિવાળા, વિનાશવાળા અને સ્થિતિવાળા હોવાથી જીવાદિ પદાર્થો છે.” જીવ, અજીવ વગેરે પદાર્થોના અસ્તિત્વને ઉત્પત્તિ, સ્થિતિ અને લયના હેતુઓથી. સિદ્ધ કર્યું. સાધ્ય છે જીવ-જીવાદિ પદાર્થો. હેતુઓ છે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ હેતુ તમામ સાધ્યમાં વ્યાપ્ત છે! સાધ્યાભાવમાં આ હેતુઓ હોતા નથી અને સાધ્યમાં ક્યાંય પણ એનો અભાવ હોતો નથી!
૨. આ હેતુને સિદ્ધ કરનાર એક દુષ્ટાન્ન જુઓ. આપણા હાથની એક આંગળી તમે સીધી રાખો. આંગળી મૂર્તિ છે, રૂપી છે. એ આંગળી હવે તમે વાળો, વાંકી કરો. આંગળીમાં શું થયું? તેના જુપણાનો નાશ થયો, વક્રપણાના જન્મ થયો અને મૂર્તિપણે તે કાયમ રહી! આંગળીમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું તમે દર્શન કર્યું! આંગળીનું અસ્તિત્વ આ રીતે સિદ્ધ થયું.
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
પ્રશમરતિ
બીજું એક દૃષ્ટાંત જુઓ. તમારી પાસે સોનાનો હાર છે. તમે તેને તોડાવી નાંખ્યો અને ઘડિયાળનો સુંદર પટ્ટો બનાવ્યો... આ કઈ પ્રક્રિયા થઈ? ઉત્પત્તિ, સ્થિતિ અને લયની આ પ્રક્રિયા છે. સોનું કાયમ રહ્યું, હાર તરીકે એનો નાશ થયો, પટ્ટા તરીકે એની ઉત્પત્તિ થઇ!
હવે આત્મામાં આ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો હેતુ ઘટાવીએ. આપણો આત્મા અત્યારે મનુષ્ય રૂપે છે, તેનું મૃત્યુ થાય અને તે દેવરૂપે જન્મે. કોઈ દેવ મૃત્યુ પામે ને તે મનુષ્ય રૂપે જન્મે. કોઈ પશુ રૂપે મૃત્યુ પામે અને મનુષ્યરૂપે જન્મે..... જીવોનું ચાર ગતિમાં જે નિરંતર પરિભ્રમણ ચાલી રહ્યું છે; તેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયા જ જોવા મળે છે. મનુષ્ય તરીકે લય અને દેવ તરીકે ઉત્પત્તિ, આત્મારૂપે સ્થિતિ! દેવ તરીકે લય, મનુષ્ય રૂપે ઉત્પત્તિ અને આત્મા કાયમ! આત્મતત્ત્વ શાશ્વત્ છે. આત્મદ્રવ્યની ઉત્પત્તિ કે નાશ થતા નથી. એ આત્મદ્રવ્યના પર્યાયોની ઉત્પત્તિ થાય છે ને નાશ થાય છે. એ પર્યાયો, એ અવસ્થાઓ આત્માની છે, એટલે ‘આત્માની ઉત્પત્તિ’, ‘આત્માનો નાશ’, એમ બોલાય છે.
આ રીતે આંગળી, સોનું અને આત્માનાં ઉદાહરણ-ઢષ્ટાંત આપીને ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ, આ હેતુને પુષ્ટ કરવામાં આવ્યા, સર્વજ્ઞવાણી આવા શ્રેષ્ઠ હેતુઓવાળી અને ત્રિકાલાબાધિત દૃષ્ટાન્તોથી ભરપૂર છે, માટે તે ઉત્તમ રસાયણ છે.
૩, સર્વજ્ઞવાણીમાં કોઈ વિરોધાભાસ નથી, એ વાણી જે પ્રતિપાદનો કરે છે, તે પરસ્પર વિરોંધી હોતાં નથી. જેમ, સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું : ‘આત્મા નિત્યાનિત્ય છે. આમ જોઈએ તો ‘નિત્યત્વ’ અને ‘અનિત્યત્વ' પરસ્પર વિરોધી તત્ત્વ છે. વસ્તુ જો નિત્ય હોય તો તે અનિત્ય ન હોય અને અનિત્ય હોય તો તે નિત્ય ન હોય. આવું સામાન્ય બુદ્ધિમાં સમજાય છે. એક જ વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ બંને રહે! આ વિરોધાભાસ લાગે છે ને? ના, વિરોધાભાસ નથી, આપણે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીશું તો વિરોધાભાસ દૂર થઈ જશે!
આત્મા દ્રવ્યથી નિત્ય છે.
આત્મા પર્યાયથી અનિત્ય છે.
આત્માના દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક.... આ પર્યાયો છે. આ પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, માટે આત્મા ‘અનિત્ય’ કહેવાય. પરંતુ પર્યાયોના નાશ સાથે દ્રવ્ય (આત્મા) નાશ પામતું નથી, માટે આત્મા ‘નિત્ય’
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિનીતનું પતન
૧૩૭ કહેવાય. આ રીતે એક આત્મદ્રવ્યમાં નિયત્વ અને અનિયત્વ-બંને રહે છે! કોઈ વિરોધ આવતો નથી, નિત્યત્વનું નિમિત્ત દ્રવ્ય છે.
અનિયત્વનું નિમિત્ત પર્યાય છે. | ભિન્ન નિમિત્તાવાળાં પરસ્પર વિરોધી તત્ત્વો પણ એક સાથે રહી શકે છે, એક વસ્તુમાં રહી શકે છે. આત્મામાં નિત્યત્વ દ્રવ્ય-નિમિત્તે છે, અનિત્યત્વ પર્યાય-નિમિત્તે છે.
'भिन्ननिमित्तत्वाच्च न सहावस्थानलक्षणो विरोधः ।' કહો, સર્વજ્ઞ સિવાય આ વાસ્તવિકતા કોણ બતાવી શકે? સર્વજ્ઞવાણીના રસાયણમાં એવાં તત્ત્વોનું સંમિશ્રણ થયેલું છે, કે જે એનું સેવન કરે છે, તે અજર અને અભય બને છે.
૪. સર્વજ્ઞવાણીના રસાયણનું પૃથકકરણ કરીને, એ રસાયણની ઉપાદેયતા સિદ્ધ કરી. “આ રસાયણ પ્રયોગસિદ્ધ છે. તમારા ઉપર અજમાયશ કરવા આ રસાયણ બતાવતો નથી, આ રસાયણનું સેવન કરીને અસંખ્ય મનુષ્યો અજર અને અભય બન્યા છે. તમે પણ તમારા આત્માને અજર-અભય બનાવવા આ રસાયણનું સેવન કરો.”
ભગવાન ઉમાસ્વાતિ એવા જીવાત્માઓને આ રસાયણનું સેવન કરવાની પ્રેરણા આપી રહ્યા છે કે જેમને વૃદ્ધાવસ્થા દ્ધ નથી જોઈતી, જેમને વારંવાર મોતના ડાચામાં નથી ચવાઈ જવું, વૃદ્ધત્વ અને મૃત્યુથી જેમને છુટકારો મેળવવા છે. આ રસાયણ ચોક્કસ વૃદ્ધત્વને સદાકાળ માટે દૂર કરે છે, આ રસાયણ કાયમ માટે મૃત્યુનો ભય દૂર કરી દે છે.
સર્વજ્ઞવાણીને વિધિપૂર્વક સેવવામાં આવે, આરાધવામાં આવે તો આત્મા અશરીરી બને છે, શરીરના બંધનથી મુક્ત બને છે. શરીર જ નહીં, પછી વૃદ્ધાવસ્થા કોની!! શરીર જ નહીં, પછી ભય ફાનો!! સર્વજ્ઞવાણીનું રસાયણ આત્મામાં ઘર કરી ગયેલા કર્મરોગને ખોદી-ખોદીને બહાર કાઢે છે. સુક્ષ્મમાં સૂક્ષ્મ કર્મવિકારોનું મૂળથી નાબૂદ કરે છે.
પરંતુ આ રસાયણનું તમારે એના વિશેષજ્ઞના માર્ગદર્શન મુજબ સેવન કરવું પડશે. જો મનમાની રીતે સેવન કરશો તો તે ફૂટી નીકળશે. આ રસાયણનાં વિશેષજ્ઞ હોય છે. આગમ-શાસ્ત્રજ્ઞ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપુરુષો. ગમે તે આચાર્ય નહીં, ગમે તે ઉપાધ્યાય કે સાધ ન ચાલે. માત્ર પદવીધર ન
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮.
પ્રશમરતિ ચાલે. સર્વજ્ઞવાણી જે શાસ્ત્રોમાં, જે આગમોમાં, જે ગ્રંથોમાં સંઘરાયેલી છે, તે શાસ્ત્રોના, આગમોના, ગ્રંથના વિશિષ્ટ અભ્યાસી અને અનુભવી જોઈએ. તેઓનું સતત માર્ગદર્શન લઈને એ રસાયણનું સેવન કરવાનું હોય છે.
એવા નિઃસ્વાર્થ ઉપકારી મહાપુરુષોની બીજી કોઈ ફી હોતી નથી, તેઓને માત્ર તમારો વિનય, તમારા હૃદયનું બહુમાન અપેક્ષિત હોય છે. તમારી વિનમ્રતા અને વિનયપરાયણતા તેઓનાં હૃદયને તમારા પ્રત્યે આકર્ષિત કરશે. ખૂબ જ ધૈર્ય ધારણ કરીને, તેઓ જેમ સૂચવે તેમ રસાયણનો પ્રયોગ કરતા રહેવાનું એક ધન્ય દિવસે તમે શાશ્વત્ યૌવન પ્રાપ્ત કરવાના, આત્માનું અવિનાશી અનંત યૌવન પામી જવાના.
આ સૌભાગ્ય પેલા અવિનીતોનું નથી હોતું. એશ-આરામ, વૈભવ-વિલાસી અને રસલોલુપી મનુષ્યો પણ આ રસાયણનું સેવન નથી કરી શકતા. તેમના ભાગ્યમાં ત આધિ, વ્યાધિ અને ઉપાધિ જ હોય છે. જન્મ, જીવન અને મૃત્યનું કાળચક્ર જ હોય છે. અનાદિકાલીન કાળચક્રમાં જીવ પિસાતો આવ્યો છે, છતાં જ એની આંખો નથી ઊધડતી તો એને શું કહેવાનું? ગ્રન્થકાર મહાત્મા દુઃખી હૃદયે કહે છે : “આવું સર્વજ્ઞવાણીરૂપ અદભુત રસાયણ મળવા છતાં બિચારા મનુષ્યો એનું સેવન કરી શકતા નથી. એમનો અવિનય એમને આ મહાન લાભથી વંચિત રાખે છે.’
હિતકારી વચનની અવગણના यद्वत् कश्चित् क्षीरं मधुशर्करया सुसंस्कृतं हृद्यम् । पित्तार्दितेन्द्रियत्वाद्वितथमतिर्मन्यते कटुकम् ।।७८ ।। तद्वनिश्चयमधुरमनुकंपया सद्भिरभिहितं पथ्यम् । तथ्यमवमन्यमाना रागद्वेपोदयोवृत्ताः |७९ ।। जातिकुलरूपवललाभवुद्धिवाल्लभ्यकश्रुतमदान्धाः ।
क्लीवाः परत्र चेह च हितमप्यर्थ न पश्यन्ति ।।८।। અર્થ : મીઠી સાકરવાળા, સંસ્કાર કરેલા મસાલા નાંખીને ઉકાળેલા) અને હૃદયને ઈષ્ટ દૂધને, ઇન્દ્રિયો પિત્તથી વ્યાકુળ હોવાથી વિપરીત બુદ્ધિવાળો કોઈ (પુરુષ) જેમ કડવું માને (મધુર હોવા છતાં, તેમ સજ્જનો (ગણધર વગેરે) દ્વારા કૃપાથી કહેવાયેલા પરિણામે સુંદર, યોગ્ય અને સત્યનાં અનાદર કરનારા, રાગ-દેપથી સ્વચ્છંદાચારી જાતિ,
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતકારી વચનની અવગણના
૧૩૯ કુળ, રૂપ, બલ, લાભ, બુદ્ધિ, જનપ્રિયત્વ અને કૃતના મદથી આંધળા અને નિઃસત્ત, આ ભવમાં કે પરભવમાં ઉપકારી એવા પણ અર્થને સિર્વજ્ઞવાણીરૂપી જતા નથી.
વિવેચન : શરીરમાં જ્યારે વાત, પિત્ત અને કફ વિષમ બને છે ત્યારે શરીરમાં રાંગ જન્મે છે, શરીર અસ્વસ્થ અને બેચેન બને છે. જ્યારે પિત્તનો પ્રકોપ થાય છે ત્યારે શરીરમાં જે જે વિક્રિયાઓ જન્મે છે તેમાંની એક વિયિા જિન્દ્રિયની હોય છે, મીઠૌ-મધુર પણ પદાર્થ જીભને કડવો લાગે છે.
ગાયનું મીઠું દૂધ હોય, સાકર, પિસ્તાં, ઇલાયચી, બદામ, કેસર વગેરે પદાર્થો નાંખીને ઉકાળેલું હોય, હૃદયને ગમતું પણ હોય, પરંતુ પિત્તના પ્રકોપથી કડવી બની ગયેલી જીભને એ દૂધ ફડવું જ લાગે! જો એ પિત્તના પ્રકોપની અસર મન ઉપર થઈ ગઈ હોય તો બોલી ઊઠે : “આ તે દૂધ છે? કડવું વખ છે ... મારે નથી પીવું, લઈ જાઓ અહીંથી...' એ મધુર દૂધનો આસ્વાદ નથી કરી શકતો,
જેમ આ શારીરિક વિક્રિયા છે, તેમ જ્યારે માનસિક વિક્રિયા જન્મે છે ત્યારે એ મનુષ્યને સર્વજ્ઞવાણી કડવી લાગે છે! એ માનસિક વિક્રિયા હોય છે રાગ અને કંપની, રાગ-દ્વપનો પ્રકોપ પિત્તના પ્રકોપને પણ ટપી જાય તેવો હોય છે. રાગ-દેપના આ પ્રકાપ મનુષ્યને સ્વચ્છેદાચારી બનાવી દે છે. જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, લાભમદ, બુદ્ધિમદ, લોકપ્રિયતા-મદ અને શ્રુતમથી આંધળો બનાવી છે. સત્ત્વવિહોણાં પાંગળા બનાવી દે છે.
રાગની પ્રબળતા અને કંપની પ્રબળતા તીર્થકરોની પણ અવગણના કરાવી દે છે, ગણધરોની અને મહાન્ કૃતધરોની પણ આશાતના કરાવી દે છે. વાત્સલ્યપૂર્ણ હૃદયે કહેવાયેલી સત્ય, સુયોગ્ય અને સુંદર વાતોનો પણ તિરસ્કાર કરાવી દે છે.
ઉપસર્ગ સહન કરવા, પરીષહો સહન કરવા, ઇન્દ્રિયોનો વિરોધ કરવો... કપાયો ઉપર કાબૂ રાખવો, આ બધી સાધના કરી તો છે જ. કડવી વખ દવા પીવા જેવી છે, પરંતુ એનું પરિણામ કેવું મીઠું હોય છે! અનેક અચિન્ય સુખોને આપનારી એ સાધના હોય છે. પરંતુ વૈષયિક સુખોના તીવ્ર રાગમાં ફસાયેલો જીવાત્મા આ સાધનાને અવગણી નાંખે છે.
ભવ્ય જીવો પ્રત્યેની અનન્ત કરુણાથી મહાત્મા પુરુષા જે પરમ હિતકારી, અવિસંવાદી વાતો કહે છે, તે વાતોને રાગ અને રોપથી સળગી રહેલા જીવાત્માઓ સાંભળતા જ નથી. જમાલીમાં જ્યારે રોષથી ઉદ્ધતાઈ જાગી, પરમાત્મા.
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૦
પ્રશમતિ
મહાવીરસ્વામીનાં યથાર્થ વચનોને એણે અવગણી નાંખ્યાં. પોતાની બુદ્ધિનાં ઘોર અભિમાને, પોતાની સમજની મિથ્યા પકડે એને જગદ્ગુરુની અવગણના કરાવા પ્રેરિત કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાને કહ્યું : જે કામ થતું હોય તે કામ થઈ ગયું, એવી વ્યવહારભાષા છે અને સાધુઓ એ વ્યવહાર ભાષા બોલ્યા, તે અસત્ય નથી. સંથારો બિછાવી રહ્યા હતા અને તેમણે કહ્યું : ‘સંથારો થઈ ગયો, તે બરાબર છે.'
જમાલીએ કહ્યું : જે કામ સંપૂર્ણ થઈ ગયું હોય તેને જ ‘કામ થઈ ગયું' એમ કહેવાય.
ભગવાન મહાવીરે દિવસો સુધી 'હેમાન ૐ નો સિદ્ધાંત સમજાવ્યો પણ જમાલી તે ન સમજ્યો. કેવી રીતે સમજે? મિથ્યા અભિમાને સમજણના દરવાજા બંધ કરી દીધા હતા. ભગવાનનો તત્ત્વમાર્ગ એ કેવી રીતે જુએ? મદનાં મરચાં ભર્યાં હતાં આંખોમાં. અંધ બની ગયો હતો. આંધળો માર્ગ જુએ કેવી રીતે ? ભલે એ ભગવાનનો જમાઈ હતો, ભગવાનનાં શિષ્ય હતાં. પરન્તુ એ સંબંધોને આંધળું મન ન જ જોઈ શકે. એણે ભગવાનનો ત્યાગ કરી દીધો.
સાધ્વી પ્રિયદર્શનાને પતિરાગનો અંધાપો આવી ગયો હતો! પરમાત્મા એવા પિતાનો ત્યાગ કરી એ છદ્મસ્થ એવા પતિને અનુસરી. પતિના સિદ્ધાન્તનો પ્રચાર કરતી ફરવા લાગી. એ તો એનું સદ્ભાગ્ય હતું કે કુંભકાર શ્રાવકે યુક્તિપૂર્વક એને ભગવાન મહાવીરનો સિદ્ધાંત સમજાવી દીધો અને એ પરમાત્માના ચરણે પાછી ફરી.
આરાધનાના માર્ગે જ્યારે પોતાની જાતિનો અને કુળનો વિચાર પ્રબળ બન્ને છે, ત્યારે મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ સ્થગિત થઈ જાય છે. આધ્યાત્મિક વિકાસ જાતિ અને કુળ સાથે સંકળાયેલો નથી. ઉચ્ચ જાતિ અને ઉચ્ચ કુળમાં જન્મેલા એવા મનુષ્યો આધ્યાત્મિક વિકાસનું પહેલું પગથિયું પણ ન ચઢી શકે, એવું બને છે.
‘આ આચાર્ય તો હીન કુળમાં જન્મેલા છે, મારી જાતિ કરતાં હીન જાતિના છે. એમની પાસે હું જ્ઞાન મેળવું? એમનું માર્ગદર્શન હું લડું? ના, એ ન બની શકે.’ આ છે જાતિ અને કુળનું મિથ્યા અભિમાન. આ અભિમાન પારમાર્થિક સત્યને પામવા ન દે. પરમાર્થના પંથને જોવા ન દે.
જ્ઞાનીપુરુષ, આચાર્ય વગેરે રૂપવાન ન હોય અને પોતે રૂપવાન હોય; જો પોતાનાં રૂપનું અભિમાન હશે તો એ આચાર્યને અવગણી નાંખવાનો, ગુરુને
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતકારી વચનની અવગણના
૧૪૧ તિરસ્કારી નાંખવાનાં, એવી રીતે બળનું, લાભનું, લોકપ્રિયતાનું, શ્રુતજ્ઞાનનું અભિમાન પારમાર્થિક માર્ગને જોવા પણ દેતું નથી, પછી એ માર્ગે ચાલવાની તો વાત જ શી કરવી! મદોન્મત્તતા મનુષ્યને ભીષણ ભવભ્રણમાં ભટકાવે છે.
બીજી એક મહત્ત્વપૂર્ણ વાત ગ્રન્થકાર અહીં કહે છે; આવા રાગ-દ્વેષથી ઉદ્ધત બનેલા મનુષ્યોને વિનવ' કહી દીધા! નિઃસત્ત્વ નિર્વીર્ય! રાગી, તેથી અને અભિમાની મનુષ્યોમાં સત્ત્વ હોતું નથી, વીર્ય હોતું નથી. ઘણી ગંભીર વાત છે આ, કારણ કે આવા જીવોનાં મનમાં એક ભ્રમણા હોય છે : “અમે શક્તિશાળી છીએ! અમે બહાદુર છીએ! અમે જ સત્ત્વશીલ છીએ!' આ મિથ્યા ભ્રમણાને ગ્રન્થકાર ભાંગીને ભૂક્કો કરી નાખે છે.
રાગના ધસમસતા પુરમાં નિઃસર્વ મનુષ્યો તણાઈ જાય છે. સાત્ત્વિક મનુષ્ય ભયંકર પૂરમાં પણ તણાતો નથી. તે તો તરીને સામે કાંઠે પહોંચી જાય છે. કંપની ભડભડતી આગમાં નિર્વીર્ય મનુષ્યો સળગી જાય છે. વીર્યશાળી વીર પુજ્યોને એ આગ સ્પર્શ પણ કરી શકતી નથી. મહાત્મા દઢપ્રહારીની આસપાસ લોકોએ કંપની આગ સળગાવી હતી ને. એ મહાત્માને એક ઝાળ પણ સ્પર્શ શકી નહીં. કારણ? એ મહાન સત્ત્વશીલ મહાત્મા હતા. મહામુનિ રામચન્દ્રજીની આસપાસ સીતેન્દ્ર રાગનાં પૂર ફેલાવ્યા હતા.... અપૂર્વ સત્ત્વને ધારણ કરનારા મહામુનિ શાના તણાય એ પૂરમાં? રાગનાં પૂરને અસર જ છૂટકો. મહાત્માનું સત્ત્વ ન આસર.
જ્ઞાનીપુરસ્પોની દિવ્યદૃષ્ટિમાં રાગી-બી અને મદોન્મત્ત પુરુષો નિઃસત્ત્વ છે, નિવર્ય છે; રાગ-દ્વેષરહિત અને મદરહિત પુરુષો સત્ત્વશીલ છે. જેઓ ઉચ્ચ જાતિમાં અને ઉચ્ચ કુળમાં જન્મેલા છે છતાં જેમને જાતિ અને કુળનો મદ નથી. અદ્દભુત રૂપ ધારણ કરનારા હોવા છતાં રૂપનો ગર્વ નથી. અજેય બળ હોવા છતાં બળનું અભિમાન નથી. તેઓ ઇચ્છે તે તે વસ્તુઓ તેમને મળતી હોવા છતાં લાભનો ગર્વ નથી, બૃહસ્પતિને શરમાવે તેવી બુદ્ધિ હોવા છતાં બુદ્ધિનું અભિમાન નથી, અત્યંત લોકપ્રિય હોવા છતાં લોકપ્રિયતાનો ગર્વ નથી, અગાધ શ્રુતજ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉત્કર્ષ નથી. આવા મહાપુરુષો જ સત્ત્વશીલ છે, આવા જ ઉત્તમ પુરુષો પરમાર્થને જાણે છે, જુએ છે અને પામે છે.
મોક્ષમાર્ગની આરાધનામાં આ આઠ મદો કેવા ભયંકર શત્રુઓ છે? એ શત્રુઓને જીતવા અનિવાર્ય છે, અન્યથા આ મદોનો ઉન્માદ જીવોને દુર્ગતિમાં કેવા પછાડે છે? કરોડો જન્મ ભટકાવે છે?... આ બધું ગ્રન્થકાર વિસ્તારથી આ ગ્રન્થમાં સમજાવે છે. સમજાવીને મદને ત્યાગ કરવાની પ્રેરણા આપે છે....
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
પ્રશમરતિ પરંતુ આ પ્રેરણા, પેલા રાગ-દ્વેષના પિત્તના ઉછાળા મારતા માનવીઓને તો કડવી જ લાગવાની! તેઓ તો આ અમૃતપ્યાલાને ઠોકર જ મારવાના. આવા કરુણાપૂર્ણ પ્રેરણા દાતાનો ઉપહાસ જ કરવાના
ખેર, કરવા દો એમને ગમે તે, આપણે તો આદરભર્યા અંતઃકરણથી ભગવાન ઉમાસ્વાતિની પ્રેરણાને ઝીલનારા બનીએ.
જાતિ મદ ज्ञात्वा भवपरिवर्ते जातीनां कोटिशतसहस्त्रेषु । हीनोत्तममध्यत्वं को जातिमदं बुधः कुर्यात् ।।८१।।
नैकान् जातिविशेषानिन्द्रियनिवृत्तिपूर्वकान् सत्वाः ।
कर्मवशाद् गच्छन्त्यत्र कस्य का शाश्वता जाति: ।।८२ ।। અર્થ : ભવના પરિભ્રમણમાં ચોર્યાસી લાખ જાતિમાં હીનપણું, ઉત્તમપણું અને મધ્યમપણું જાણીને કોણ વિદ્યાનું જાતિના મદ કરે?
ઇન્દ્રિયરચનાપૂર્વકની અનેક વિવિધ જાતિઓમાં કર્મપરવશતાથી જીવાં જાય છે. (વા) આ સંસારમાં કયા જીવની કઈ જાતિ શાશ્વત છે? વિવેચન : પરાધીનતા! પરવશતા! અનંત અનંત કર્મોની પરાધીનતા! અનંત અનંત જન્મોથી પરાધીનતા!
અનંત શક્તિનો પંજ... પ્રચંડ તાકાતનો માલિક આત્મા પરાધીન છે! પરવશ છે! અનંત જડ કર્મ પુદ્ગલોએ ચૈતન્યસ્વરૂપ આત્માનો સંપૂર્ણ કબજો લઈ લીધો છે. આત્મા સ્વયં સ્વતંત્રતાથી કોઈ પ્રવૃત્તિ ન કરી શકે. અરે, એક વિચાર પણ સ્વતંત્રપણે ન કરી શકે! એક શબ્દ પણ સ્વાધીનતાપૂર્વક ન ઉચ્ચારી શકે! છતાં આશ્ચર્ય એ છે કે આત્માને પોતાની આ સંપૂર્ણ પરાધીનતાનો આછો પણ ખ્યાલ નથી! આ પરાધીનતા એને ખૂંચતી નથી, ખટકતી નથી.
કમ આત્માને ભટકાવે છે, ચાર ગતિમાં ભટકાવે છે, ચોર્યાસી લાખ યોનિમાં ભટકાવે છે. અનંતકાળ અવ્યવહાર રાશિમાં નિગોદમણે વીત્યા, એક શરીરમાં અનંત અનંત આત્માઓ ભેગા રહ્યા. અવ્યક્ત અપાર વેદના સહી.... અનંતકાળ વનસ્પતિકાયમાં વીત્યો... અકન્દ્રિય જાતિમાં અનંત કાળ વીત્યો, તિર્યંચગતિમાં અનંતકાળ પસાર કર્યો. ત્યાંથી મનષ્યગતિ, નરકગતિ...દેવગતિ....
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mતિ મદદ
૧૪૩ ચાર ગતિમાં આત્મા ભટકતો રહ્યો છે. ચાર ગતિમાં ચોર્યાસી લાખ યોનિ, જેટલી યોનિ તેટલી જાતિ! પૃથ્વીકાયમાં પણ સાત લાખ જાતિ છે. દરેક જાતિમાં આપણો જીવ જન્મ લઈ ચૂક્યો છે. અપૂકાય, તેઉકાય, વાયુકાય.... દરેકની સાત લાખ જાતિ! વનસ્પતિની ચોવીસ લાખ જાતિ! આ રીતે એકેન્દ્રિયની જ બાવન લાખ જાતિમાં જન્મ-મરણ કર્યા છે. બંઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય, દરેકની બે-બે લાખ જાતિ! પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ જાતિ. આમ, તિર્યંચગતિની જ બાસઠ લાખ જાતિ થાય છે. દેવોની ચાર લાખ અને નારકીની ચાર લાખ જાતિ, મનુષ્યગતિની ચૌદ લાખ જાતિ. આ રીતે ચોર્યાસી લાખ જાતિમાં જન્મ્યા, જીવ્યા અને મર્યા!
કોઈ હલકી... કોઈ મધ્યમ... કોઈ ઉત્કૃષ્ટ...બધી જાતિ કરેલી છે. તો પછી વર્તમાન મનુષ્યપણાની પંચેન્દ્રિય જાતિનું અભિમાન શું કરવાનું અભિમાન કરવાલાયક આપણી જાતિ પણ નથી. પંચેન્દ્રિય મનુષ્યજાતિ કરતાં તો પંચેન્દ્રિય દેવોની જાતિ ચઢિયાતી છે, માટે જાતિમદ ન કરશો.
ઊંચી-નીચી જાતિનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે. જે જીવોને માત્ર એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય હોય છે, તેઓ એકેન્દ્રિય જાતિના કહેવાય છે. જેઓને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય બેઇન્દ્રિયો હોય છે તેઓ બંઇન્દ્રિય જાતિના કહેવાય છે. જેને આ બે ઇન્દ્રિયો ઉપરાંત ધ્રાણેન્દ્રિય હોય છે તેઓ ઈન્દ્રિય જાતિના કહેવાય છે. જે અને આ ત્રણ ઇન્દ્રિયો ઉપરાંત ચક્ષુરિન્દ્રિય હોય છે તેઓ ચઉરિન્દ્રિય જાતિના કહેવાય છે અને જે જીવોને આ ચાર ઇન્દ્રિયો ઉપરાંત પાંચમી શ્રવણેન્દ્રિય હોય છે તેઓ પંચેન્દ્રિય જાતિના કહેવાય છે.
આ પાંચ જાતિમાં જીવ પરિભ્રમણ કરતા રહે છે. કમની પરવશતા હોવાથી તેમની મનપસંદ જાતિ કાયમ રહી શકતી નથી. “ના, મારે તો પંચેન્દ્રિય જાતિ જ જોઈએ.... હું બીજી જાતિમાં નહીં જાઉં...” કર્મોની આગળ આ હઠ ચાલતી નથી. કોઈ જીવાત્માની કોઈ જાતિ શાશ્વતું નથી, પછી કઈ જાતિ ઉપર ગર્વ કરવાનો? કોની આગળ ગર્વ કરવાનો? દેવોની આગળ ગર્વ ટકે એમ નથી, નારકીના જીવો આપણી સામે નથી! મનુષ્યો આપણી સમાન જાતિના છે.... તો શું પશુ-પક્ષીની સમક્ષ અભિમાન કરવાનું? કે “તમારી જાતિ કરતાં અમારી જાતિ ઉત્તમ છે!”
આ દૃષ્ટિએ તો જાતિમદ થઈ શકે એમ જ નથી. પરંતુ આપણે જે નવી જાતિઓની કલ્પનાઓ બાંધી છે તે કલ્પનાઓમાંથી જાતિમદ પેદા થવાની પૂરી શક્યતાઓ છે. “અમે ઓસવાલ જાતિના! અમે પોરવાડ જાતિના! અમે શ્રીમાલ
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
પ્રશમરતિ જાતિના... અમે અગ્રવાલ જાતિના! અમારી જાતિ ઉચ્ચ કહેવાય. બીજા બધા નીચ જાતિના!”
વર્ણાશ્રમમાંથી પણ ઉચ્ચ-નીચના ભેદ જન્મ્યા છે. “અમે બ્રાહ્મણ એટલે ઉચ્ચ જાતિના! અમે ક્ષત્રિય એટલે ઉચ્ચ જાતિના! અમે વૈશ્ય એટલે ઉચ્ચ જાતિના.... અને શુદ્ર એટલે નીચ જાતિના!” ભલે પછી બ્રાહ્મણ હોવા છતાં ચોરી કરતો હોય, વ્યભિચાર કરતો હોય, સુરાપાન કરતો હોય! છતાં જાતિનું અભિમાન પૂરેપૂરી ભલે ક્ષત્રિય હોય, ભલે એ પ્રજાનું રક્ષણ ન ફરતાં હોય, પ્રજાને રંજાડતો હોય, એશઆરામ અને રંગરાગમાં ડૂબેલો હોય, પરંતુ જાતિનું અભિમાન પાર વિનાનું વૈશ્ય હોય, પોતાની જાતિનો ભારે ગર્વ ધારણ કરતાં હોય.... અને આચરણ અનીતિ-અન્યાય અને અપ્રામાણિકતાનું હોય!
નથી ઓસવાલપણું કાયમ રહેવાનું કે નથી પોરવાડપણું અને શ્રીમાલીપણું કાયમ રહેવાનું... કમ ઉપાડીને પશુયોનિમાં પટકી દેશે, ત્યાં તમારું ઓસવાલપણું નથી રહેવાનું કે પરવાપણું નથી રહેવાનું. તો શું ક્ષત્રિયપણું કે બ્રાહ્મણપણું શાશ્વત્ રહે છે? ના રે ના, ક્ષત્રિય મરીન શૂદ્ર જાતિમાં જન્મે છે અને શુદ્ર મરીને બ્રાહ્મણ થઈ શકે છે. વૈશ્ય મરીને શૂદ્ર બની શકે છે અને શુદ્ર મારીને વૈશ્ય થઈ શકે છે! કોઈ જાતિ શાશ્વતું નથી. જે જાતિનો તમે તિરસ્કાર કરશો, ઘણા કરશો, એ જ જાતિમાં કર્યો તમને “ટ્રાન્સફર” કરશે, તમને આ જાતિમાં જન્મ આપશે. માટે જાતિનું અભિમાન ત્યજી દો,
ફુલ મદ
रूपवलश्रुतमतिशीलविभवपरिवर्जितांस्तथा दृष्ट्वा । विपुलकुलोत्पन्नानपि ननु कुलमानः परित्याज्य: ।।८३ ।।
यस्याशुद्धं शीलं प्रयोजनं तस्य किं कुलमदेन?
स्वगुणालंकृतस्य हि किं शीलवत: कुलमदेन ।।८४ ।। અર્થ : લોકપ્રસિદ્ધ મોટા કુળમાં ઉત્પન્ન થયેલાઓને પણ રૂપરહિત, બળરહિત, જ્ઞાનરહિત, બુદ્ધિરહિત, સદાચારરહિત અને વૈભવરહિત જઈને અવશ્ય કુળનાં મદ પરિહરવો જોઈએ.
જેનું શીલ (સદાચાર) અશુદ્ધ છે, તેણે કુળમદ કરવાથી શું? જે પોતાના ગુણોથી વિભૂષિત છે, તે શીલવાનને કુળમદ કરવાથી શું?
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૫
કુલ મદ
વિવેચન : શું સમાજમાં, નગરનાં પ્રસિદ્ધ એવા કુળોમાં જે જન્મે છે તે રૂપવાન જ જન્મે છે? બળવાન જ હોય છે? જ્ઞાનવાન અને બુદ્ધિમાન જ હોય છે? સદાચારી અને શ્રીમંત જ હોય છે? તમે ધ્યાનથી અવલોકન તો કરો, જે મનુષ્ય પાસે રૂપ નથી, બળ નથી, જ્ઞાન નથી, બુદ્ધિ નથી, સદાચાર નથી કે શ્રીમંતાઈ નથી. તે શાના પર ગર્વ કરે? માત્ર પ્રસિદ્ધ કુળમાં જન્મી ગયો, એનો ગર્વ? પ્રસિદ્ધ કુળમાં જન્મેલો પરંતુ સાવ કદરૂપો કુબડો માનવી તમારી સમક્ષ આવીને કહે : “અમારું કુળ ઉત્તમ છે ! અમારા જેવું કોઈનું કુળ નહીં!' તો તમને કેવું લાગે? સાવ નિર્બળ..દુર્બળ અને નિ:સત્વ માનવી એમ કહેતો ફરે કે “અમે તો શ્રેષ્ઠ કુળમાં જન્મેલા છીએ, તમારું કુળ અમારા કુળ કરતાં નીચું...' તો તમને કેવું લાગે? સાવ મૂર્ખ હોય, કક્કો-બારાખડી પણ ન આવડતી હોય અને પોતાના કુળનાં ગાણાં ગાય : આખા ગામમાં અમારા જેવું કુળ કોઈનું નહીં... અમારું કુળ સર્વશ્રેષ્ઠ!' આ સાંભળીને તમને શું થાય? બુદ્ધિનો છાંટો પણ ન હોય, સારા-નરસાની પરખ ન કરી શકતો હોય, હિતઅહિતનો વિવેક ન કરી શકતો હોય. અને પોતાના પ્રસિદ્ધ કુળની પ્રશસ્તિ ગાતો હોય : “અમારા કુળમાં તો અભયકુમાર જેવા બુદ્ધિનિધાન પુર્ષો થઈ ગયા. અમારું કુળ એટલે વિશ્વપ્રસિદ્ધ કુળ!' આ સાંભળીને તમને શું થાય? હાસ્યાસ્પદ લાગે કે બીજું કંઈ? એના પ્રત્યે દયા આવે કે બીજું કંઈ?
પૂર્વનાં સત્કાર્યોથી, ત્યાગથી અને બલિદાનથી પ્રસિદ્ધિ પામેલા કુળમાં જન્મ થવા માત્રથી પોતાની મહત્તા સમજનારા અભિમાની માણસો સમાજમાં, નગરમાં અને પ્રદેશમાં મૂર્ખ' તરીકે ઓળખાય છે. પોતાની કોઈ જ યોગ્યતા કે પાત્રતા પ્રાપ્ત કર્યા વિના, માત્ર પોતાના કુળની પ્રસિદ્ધિની મૂડી ઉપર કૂદનારા શિષ્ટ સમાજમાં સ્થાન પામતા નથી,
જુગાર, પરસ્ત્રીલંપટતા, ચોરી, ડાકુગીરી, સુરાપાન આદિ ઘોર પાપોને આચરનારો પોતાની વાહવાહ ગાતો ફરે “અમે ઉત્તમ કુળમાં જન્મેલા છીએ!' તો તમારા મન પર એની કેવી પ્રતિક્રિયા થવાની! ક્ષણભર તમને એવા લોકો પ્રત્યે નફરત થઈ જવાની. ‘પોતાના ઉચ્ચ કુળને કલંકિત કરનારા આ મૂર્ખાઓને પોતાના કુળની પ્રશંસા કરતાં શરમ પણ નથી આવતી!'
શા માટે કુળનું અભિમાન કરવાનું? કોઈ પ્રયોજન બતાવશો? કુળનું અભિમાન હૃદયમાં ભરીને તમારે શું મેળવવું છે? સમાજમાં માન-મરતબો મેળવવો છે? ઇજ્જત અને પ્રતિષ્ઠા મેળવવી છે? જો આ બધું મેળવવા તમે કુળનો ગર્વ કરો છો, તો તમે ગંભીર ભૂલ કરો છો. માન-મરતબો અને ઇજ્જત-આબરૂ કુળમદ
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
પ્રશમરતિ કરવાથી નથી મળતી, આ વાત તમે ચોક્કસ સમજ. એ બધું મળે છે સદાચારોના પાલનથી.
જો ખરેખર તમારે સામાજિક પ્રતિષ્ઠા મેળવવી છે, લોકમાનસમાં તમારું સુંદર ચિત્ર ઉપસાવવું છે, તો અત્યારની ક્ષણે જ તમે દુરાચારનો ત્યાગ કરો, જુગારના અડાઓમાં જવાનું બંધ કરો, વેશ્યાઓના સંગ કરવા ત્યજી દો, પરસ્ત્રીઓ અને કન્યાઆની સામે વિકારી દૃષ્ટિથી જોવાનું બંધ કરી દો, શરાબના નશા કરવાના છોડી દો, કૂરતા અને નિષ્ફરતાને તિલાંજલિ આપી દો. બસ, તમારે તમારા મુખે તમારા કુળનાં ગુણગાન ગાતા ફરવું નહીં પડે. સ્વાભાવિક રીતે જ તમારી અને તમારા કુળની પ્રશંસા થવાની! સમાજ તમારા કુળના ગુણ ગાશે. તમારે કુળમદ કરવાની જ જરૂર નહીં રહે! કુળમદ કરીને તમારે જે જોઈએ છે, તે તમને તમારા સુંદર પવિત્ર આચરણથી મળી જશે.
અને, જો તમારે તમારાં દુર્બસનો છોડવાં નથી, અનાચારોનો ત્યાગ કરવો નથી, તો પછી કુળમદ પણ ન કરશો. શા માટે કરવાનો કુળમદ? કાંઈ કુળમદ કરવાનું પ્રયોજન રહેતું નથી.
એવી રીતે, જો તમે શીલવાન છો, સદાચારોથી તમારું જીવન સુવાસિત છે, પરમાર્થ અને પરોપકાર તમારા જીવનમંત્ર છે, તો પણ કુળમદ કરવાની જરૂર નથી! કુળમદ શા માટે કરવાનો? કુળમદ કર્યા વિના તમારી પ્રશંસા થવાની જ છે. તમારી કીર્તિ ફેલાવાની જ છે! તમારા રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ અને વૈભવ વગેરે ગુણો તમારી શોભા વધારવાના જ છે.
બંને દષ્ટિએ કુળમદ કરવો જરૂરી નથી. જે શીલ-સદાચાર નથી તો કુળમદનું પ્રયોજન નથી! અને જે શીલનો શણગાર સજેલો છે, તો પણ કુળમદ કરવો આવશ્યક નથી. દુ:શીલ અને દુરાચારી જ કુળમદ કરે છે, તો એથી દુઃશીલતા અને દુરાચાર જ વૃદ્ધિ પામે છે. એ મદ, એ અભિમાન એને પોતાની દુ:શીલતા સમજવા જ નથી દેતી. એને દુરાચાર વર્ષ નથી લાગતો.
એ ન ભૂલશો કે ભૂતકાળમાં તમારા કુળની પ્રસિદ્ધિ જ થયેલી છે તે સત્કાર્યોના પ્રતાપે થયેલી છે. તમારા કુળની ઉચતા સમાજે જે સ્વીકારી છે, તે તમારા કુળના માણસોની સદાચારપ્રિયતાના કારણ! જો ખરેખર તમારે એ પ્રસિદ્ધિને, એ ઉચ્ચતાને ટકાવી રાખવી હોય તો તમારે અવાં જ સત્યકાર્યો કરવાં જોઈએ, એવા જ સદાચારોનું પાલન કરવું જોઈએ. પછી તમારે સ્વય તમારા કુળની પ્રશંસાનાં પડઘમ નહીં વગાડવાં પડે, દુનિયા એનાં પડઘમ વગાડશે.
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ મદ कः शुक्रशोणितसमुद्भवस्य सततं चयापचयिकस्य । रोगजरापाश्रयिणो मदावकाशोऽस्ति रूपस्य ||८५ ।।
नित्यं परिशीलनीये त्वग्मांसाच्छादिते कलुषपूर्णे | निश्चयविनाशधर्मिणि रूपे मदकारणं किं स्यात् ।। ८६ ।।
અર્થ : વીર્ય અને લોહીમાંથી ઉત્પન્ન થયેલા, સતત ફ્રાનિ-વૃદ્ધિ પામતા અને રોગ તથા વૃદ્ધત્વના સ્થાનભૂત શરીરમાં રૂપના અભિમાનને શો અવકાશ છે?
સદા જૈનો સંસ્કાર કરવો પડે તેવા, ચામડા અને માંસથી આચ્છાદિત, અશુચિથી ભરેલા અને નિશ્ચતપણે વિનાશ પામવાનો ધર્મવાળા એવા રૂપ ઉપર મદ કરવાનું શું કારણ હોઈ શકે?
:
વિવેચન : કોના રૂપનો ગર્વ કરો છો? કોના રૂપ ઉપર અભિમાન કરો છો? શરીરના રૂપે તમને મદઘેલા કર્યા છે? ન થશો મદધેલા. શરીરના રૂપ ઉપર જરાય હરખાવા જેવું નથી, તમે એ રૂપવાન શરીરની ઉત્પત્તિનો તો વિચાર કરો. એ ક્યાંથી ઉત્પન્ન થયું છે? કેવા પદાર્થોના સંયોજનથી વંદા થયું છે? જરા વિચારો.
(૧) પિતાના શરીરમાંથી નીકળેલું વીર્ય અને માતાની યોનિનું લોહી, આ બે દ્રવ્યોના સંયોજનથી શરીર બને છે. એક બિન્દુમાંથી તેની વૃદ્ધિની શરૂઆત થાય છે. કલલ, અર્બુદ....માંસ....લોહી આદિ પદાર્થોથી તે વધતું જાય છે. માતાના પેટમાં જ તેનો એક ચોક્કસ આકાર ઘડાય છે. મસ્તક, ડોક, હાથ, છાતી, ઉંદર, પગ.... વગેરે અવયવોનો આવિર્ભાવ થાય છે. માતા જૅ ભોજન કરે છે, એ ભોજનનો રસ ગર્ભસ્થ જીવ ગ્રહણ કરે છે, અને નવ-દસ મહિને જ્યારે એનાં અંગોપાંગ સંપૂર્ણ થાય છે, ત્યારે તે માતાના પેટમાંથી બહાર નીકળે છે. આ થઈ શરીરની ઉત્પત્તિની વાત.
(૨) આ રીતે ઉત્પન્ન થયેલું શરીર વધે છે અને ઘટે છે. શરીરમાં વધ-ઘટ ચાલુ રહે છે. પથ્ય અને પ્રિય આહાર જો પચી જાય તો શરીર વૃદ્ધિ પામે છે. અપથ્ય અને અપ્રિય અન્નપાનથી શરીર હાનિ પામે છે, ઘટે છે. નીરોગી શરીર વૃદ્ધિ પામે છે. શરીરનાં બળ અને રૂપ વધે છે, માંદગીથી શરીર ઘટે છે, બળ ધટે છે. બીમારી મનુષ્યને નિર્બળ અને નિસ્તેજ બનાવી દે છે. એવા ભયંકર રોગોનો હુમલો થાય છે કે રૂપવાન મનુષ્ય સાવ કદરૂપો બની જાય છે. શરીરની હાનિ-વૃદ્ધિ સાથે શરીરનાં બળ અને રૂપની પણ હાનિ-વૃદ્ધિ થયા કરે છે.
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
પ્રશમરતિ (૩) શરીર ઉપર બે શત્રુઓના હુમલા તો નક્કી જ હોય છે. રોગોનો હુમલો અને વૃદ્ધાવસ્થાનો હુમલો. એમાં રોગના હુમલા તો ગમે તે અવસ્થામાં ગમે તે સમયે અને ગમે તે સ્થળે થઈ શકે છે. જ્યારે રોગનો હુમલો થાય છે, ત્યારે શરીર રૂપાહીન બની જાય છે; જ્યારે વૃદ્ધાવસ્થાનો હુમલો થાય છે, મૃત્યુપર્યત એ શરીરને ચૂંથે રાખે છે.
(૪) કેવું અશુચિભર્યું છે શરીર? દ્વારોમાંથી એ અશુચિ બહાર નીકળ્યા કરે અને એની સફાઈ કર્યા કરવાની. રોજ એ કાયાને સ્નાન કરાવવાનું, રોજ એની સેવા કરવાની! આવા માનવદેહના રૂપ-રંગ ઉપર શો મોહ કરવાનો? આત્મા એના સ્વરૂપે કેવો પરમશુદ્ધ અને શરીર કેવું સાવ અશુદ્ધ ? આત્માનાં કેવાં અનન્ત સૌન્દર્ય અને કાયાની કેવી કદરૂપતા... કેવી અશુમિયતા!
(૫) ચામડાથી મઢેલી કાયાની અંદર ડોકિયું કરી જુઓ. એમાં શું શું ભરેલું છે, તે જુઓ. તમને કમકમી આવી જશે. માંસ, મજ્જા, લોહી, મળ, મૂત્ર અને હાડકાંથી ખચોખચ ભરેલી કાયા ઉપરનો તમારો મોહ ઓસરી જશે. પણ એક પદાર્થ એવો તમને નહીં દેખાય કે જેને જોઈને આનંદ થાય, ખુશી થાય. માત્ર ઉપર ગોરું-કાળું ચામડું મઢેલું છે. એ ચામડી જ્યારે સડી જાય અને એમાં કીડા પડી જાય, કંઈ નક્કી નહીં. એ ચામડીના કાળા-ગોરા રૂપ ઉપર મોહ ન પામો. પુગલનાં એ ક્ષણમાં વિણસી જાય એવાં રૂપ છે. એક કવિએ ગાયું છે :
કોઈ ગોરા કોઈ કાલા--પીલા નયણે નિરખન કી,
વો દેખી મત રાચો પ્રાણી, રચના પુદ્ગલ કી.” માત્ર આંખોથી જોઈને રાચવાનું... એમાંથી મળવાનું કંઈ નહીં. પુદ્ગલની રચના એટલે સંધ્યાના રંગ! સંધ્યાના રંગ કેમ બદલાતા રહે, ચામડીનાં રૂપ બદલાતાં રહે. એવાં લાલ-પીળાં રૂપ ઉપર શા રાગ કરવાના?
(૯) ભલે તમે શરીરે માલિસ કરો, ભલે વ્યાયામ કરીને સ્નાયુઓને સુદઢ કરો, ભલે દિવસમાં ત્રણ વાર એને નવડાવો, એના ઉપર સુગંધી દ્રવ્યોનાં વિલેપન કરો, મનપસંદ પૌષ્ટિક આહાર આપો.... પરંતુ પરિણામ તો રાખનો
જ ઢગલો થવાનો અથવા કીડાઓથી ભરેલું કલેવર માત્ર રહેવાનું. તમે શાન્ત ચિત્તે, આંખો બંધ કરીને.... એ પરિણામની કલ્પના કરો. તમારી કાયાને
સ્મશાનમાં ચિતા ઉપર સુતેલી જુઓ.... ભડભડતી આગમાં સળગતી જુઓ.... થયેલા રાખના ઢગલાને જુઓ... તમારો દેહરાગ હચમચી જશે. શરીરની વિનશ્વરતાનું યથાર્થ ભાન થશે.
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળ મદ
૧૪૯ કાચમાં, અરીસામાં તમારું રૂપ જોઈ જોઈને ખૂબ રાજી થયા છો ને? બીજાઓનાં મુખે તમારા રૂપની પ્રશંસા સાંભળીને ખૂબ ખુશ થયા છો ને? આ રૂપનાં દર્શનથી અને રૂપની પ્રશંસાથી તમારી આંતરદષ્ટિ બિડાઈ ગઈ છે. વિચારશક્તિ ક્ષીણ થઈ ગઈ છે. તમે તમારી નજરે બીજાઓનાં અનુપમ રૂપોન પીંખાઈ જતાં નથી જોયાં? ગઈકાલે જેઓ રૂપના ગર્વથી ઉન્નત મસ્તકે ફરતા હતા, આજે એ રૂપનાં નામનિશાન જોવા નથી મળતાં આ બધું જોઈને તમને કોઈ વિચાર નથી આવતો?
આવા ચામડાનાં રૂપ ઉપર કોણ અભિમાન કરે ? વિચારશૂન્ય, અવિવેકી મનુષ્ય જ અભિમાન કરી શકે. વિચારવંત વિવેક મનુષ્યો તો રૂપની વિનશ્વરતા જાણીને, એ રૂપનો ધર્મમાર્ગે વિનિયોગ કરે. રૂપવાન ધર્માત્મા અનેક જીવાત્માઓને ધર્મમાર્ગે આકર્ષતો હોય છે. ન હોય એને પોતાનાં રૂપનું અભિમાન, કે ન હોય રૂપનું પ્રદર્શન કરવાની અભિલાષા.
બળ મદ वलसमुदितोऽपि यस्मान्नरः क्षणेन विवलत्वमुपयाति । बलहीनोऽपि च बलवान् संस्कारवशात् पुनर्भवति ।।८।।
तस्मादनियतभावं वलस्य सम्यगविभाव्य वुद्भिवलात् ।
मृत्युवले चावलतां मदं न कुर्याद् बलेनापि ।।८८।। અર્થ : બળસંપન્ન મનુષ્ય પણ ક્ષણવારમાં બળરહિત થઈ જાય છે. બળહીન પણ સંસ્કારવશ ફરીથી બળવાન બને છે.
માટે બળના નિયતભાવનું અને મૃત્યુના બળ આગળ નિર્બળતાનું બુદ્ધિબળથી સમ્યગ પર્યાલોચન કરીને, બળ હોવા છતાં મદ ન કરવો જોઈએ. વિવેવન : બળની અનિયતતા! બળની નિર્બળતા!
પોતાના શારીરિક બળ ઉપર મુસ્તાક, પોતાની જાતને વિશ્વવિજયી પહેલવાન” માનનારાઓને પણ ગળિયા બળદ જેવા થઈને પડલા નથી જયા? તેમના સુદઢ સ્નાયુઓને ઢીલાઢસ થઈને લબડી પડેલા નથી જોયા? શું ત્યારે તમારા મનમાં પ્રશ્ન નહોતો ઊડ્યો કે “આવો બળવાન માણસ સાવ નિર્બળ કેમ થઈ ગયો? એનું બળ ક્યાં ચાલ્યું ગયું?' પરંતુ તમને આવા પ્રશ્ન ઊઠતા જ નથી!
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ૧પ૦
આવા નિર્બળ માણસને શું તમે મહાબલી બનેલો નથી જોયો? થોડાક મહિનાઓ પૂર્વે જેના શરીરનાં હાડકાં ગણી શકાતાં હતાં, જેના શરીરમાંથી માંસ અને લોહી લી થઈ ગયાં હતાં, આજે એ શરીરને લષ્ટ-પુષ્ટ જોઈને તમને કોઈ વિચાર આવે છે? “અરે, આ શું? આનું આવું લખ્ર-પુષ્ટ શરીર કેવી રીત થઈ ગયું? કદાચ આ પ્રશનનું સમાધાન તમારા મનમાં આ રીતે કરી લીધું હશે : “આણે કોઈ સારા ડૉક્ટરની દવા કરી લાગે છે. કોઈ કુશળ વૈદ્યના ઉપચાર કર્યા લાગે છે.... કઈ દવા લીધી હશે એણે?” અને તમે એવી કોઈ દવા શોધી કાઢી હશે! પરંતુ તમે એમ નહીં વિચાર્યું હોય કે : “ઓહો, બળનું કોઈ સ્થાયીત્વ છે ખરું? બળવાનને નિર્બળ બનતો જોઉં છું... નિર્બળને બળવાન થતા જોઉં છું. કોઈની પણ પાસે સતત જીવનપર્યત બળ ટકતું નથી.... હે જીવ! માટે તું તારા બળ ઉપર ગર્વ ન કરીશ, અભિમાની ન બનીશ.... જ્યારે તારું બળ ચાલ્યું જશે ત્યારે દુનિયા તારા ઉપર હસશે. જેમનો તેં તિરસ્કાર કર્યો હશે, જેમની આગળ તેં તારા બળનાં પ્રદર્શન કર્યો હશે, જે નિર્બળોને તે પડ્યા હશે, તે બધા લોકો તારા ઉપહાસ કરશે, કદાચ તારા મોઢા ઉપર થુંકશે, તારી છાતી ઉપર લાતો મારશે.... તું એનો પ્રતિકાર કરવા ત્યારે સમર્થ નહીં હોય.'
માની લો કે તમારી પાસે અદ્ભુત બળ છે. તમને તમારા બળ ઉપર પૂર્ણ વિશ્વાસ છે. તમારી જાતને “વિશ્વવિજેતા' સમજીને તમે ગર્જી રહ્યા છે.... અને
ક્યાંક “શેરના માથે સવાશેર મળી ગયો અને તમને એણે પછાડી દીધા, હરાવી દીધા, ત્યારે તમારું શું થશે? તમારે તમારું મો પણ લોકોથી છુપાવવું પડશે. તમારું હૃદય ઘોર પરાજયની વેદનાથી અતિ વ્યાકુળ બની જશે.
જ્યારે પોતાનું અજોડ ચન્દ્રહાસ ખડ્રગ લઈને રાવણ વાનરદ્વીપ ઉપર રાજા વાલી સામે ધસી ગયો હતો , ત્યારે એની કેવી દુર્દશા થઈ હતી, તે તમે જાણો છો? બાહુબલી વાલીએ ચન્દ્રહાસ ખડ્ઝ સાથે રાવણને બગલમાં દબાવી જંબુદ્વીપની આસપાસ ત્રણવાર ઘુમાવી દીધો હતો! વાલીની બગલમાં દબાયેલા રાવણનું કલ્પનાચિત્ર તો જુઓ : એના મોઢા ઉપર કેવી કાલિમા છવાઈ ગઈ છે! ઘોર પરાજયના સંતાપથી એનું હૃદય કેવું બની રહ્યું છે..... પોતાની નિર્બળતા ઉપર કેવાં આંસુ સારી રહ્યો છે.... વાલીની સામે નતમસ્તક બનીને કેવો ઊભાં છે!
અને મહાબલી વાલી? પોતાના બળનું કોઈ અભિમાન નહીં.... સાવ નિરભિમાની અને સાત્ત્વિકતાની મૂર્તિ! એ જ યુદ્ધભૂમિ ઉપર જીવનપરિવર્તન કરી દીધું. રાજા વાલી રાજર્ષિ વાલી બની ગયા. નાના ભાઈ સુગ્રીવને કહ્યું : રાવણની આજ્ઞા શિરોધાર્ય કરજે.' પરાજિત રાવણના બળની કેવી કદર!
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાભ મદ
૧૫૧ ગમે તેવો બળવાન મનુષ્ય હોય, મૃત્યુની આગળ તો એ નિર્બળ જ છે. વિશ્વવિજેતા ચક્રવર્તીઓ પણ મૃત્યુની સામે પરાજિત થાય છે. મૃત્યુને એ જીતી શકતા નથી. સમુદ્રમાં પટકાઈ ગયેલા અસહાય સુભૂમ ચક્રવર્તન કલ્પનામાં લાવીને જુઓ. ભરતક્ષેત્રના છ ખંડ જીતીને મદોન્મત્ત બનેલા એ ચક્રવર્તી જ્યારે સમુદ્રના તળિયે પહોંચ્યો હશે... મૃત્યુના જડબામાં ચવાતો હશે ત્યારે એની કેવી દયનીય સ્થિતિ થઈ હશે?
મહાન સિકંદરના મૃત્યુ સમયના ઉદ્ગાર વાંચો. સેન્ટ હેલીના ટાપુ ઉપર કેદખાનામાં પડેલા મહાન નેપોલિયનનું વસિયતનામું વાંચો. મૃત્યુ સામેની એમની વિવશતા તમને બળનું મિથ્યાભિમાન કરતાં વિચારો કરતા કરી દેશે, તમે બોલી ઊઠશો : “ના રે, મારે બળનાં અભિમાન નથી કરવાં, ક્યારેય નથી કરવાં, તમારી પાસે બળ છે, તો એનો સ્વ-પરની ઉન્નતિ માટે, વિકાસ માટે ઉપયોગ કરો. એ બળને, અનિયમ... અનિશ્ચિત બળને શાશ્વતું બનાવી દેવાનો પુરુષાર્થ કરો. ક્ષાયિક અનંત આત્મબળને પ્રગટ કરવાનો ભવ્ય પુરુષાર્થ કરો. શારીરિક બળનો ઉપયોગ આત્મિક શક્તિના જાગરણ માટે કરો.
શારીરિક બળનું અભિમાન તમારી પાસે અકાર્યો કરાવશે. તમે બીજા જીવોને દુ:ખ દેવાના, પીડા પહોંચાડવાના, મૃત્યુના મુખમાં ધકેલવાના. આ ઘોર પાપ તમને ભીષણ સંસારમાં અનંતકાળ પીસતું રહેશે. તમે નરકની ભયંકર યાતનાઓના ભોગ બનવાના. માટે ગ્રન્થકાર કહે છે : 'બળનું અભિમાન ન કરો.” તમને સ્વસ્થ બુદ્ધિથી વિચાર કરવાની પ્રેરણા આપે છે. તમે થોડી ક્ષણ માટે સ્વસ્થ બનીને ગ્રન્થકારની વાત સમજવા પ્રયત્ન કરો. તમારા બળની પ્રશંસા સાંભળીને પણ ઉન્મત્ત ન બનતા. અનંત અનંત દુષ્ટ કમને સંહાર કરવા માટે તમારા બળને કામે લગાડી દો. બળનો ધર્મપુરુષાર્થમાં વિનિયોગ કરી દો. તમારું બળ અક્ષય બની જશે.
લાભ મદ उदयोपशमनिमित्तौ लाभालाभावनित्यको मत्वा । नालाभे वैकलव्यं न च लाभे विस्मयः कार्यः ।।८९ ।।
परशक्त्यभिप्रसादात्मकेन किंचिदुपभोगयोग्येन । विपुलेनापि यतिवृषा लाभेन मदं न गच्छन्ति ।।१०।। અર્થ : લાભાન્તરાય કર્મના ઉદયનિમિત્તક અલાભ અને લાભાન્તરાય કર્મના
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
પ્રશમરતિ યોપશમનિમિત્તક લાભ-આ રીતે લાભ અને અલાભને અનિત્ય માનીને અલાભમાં દીનતા ન કરવી અને લાભમાં ગર્વ ન કરવો.
બીજાની (દાતાની) શક્તિરૂપ અને અભિપ્રસાદરૂપ કંઈક ઉપભોગ યોગ્યન (પદ્યર્થોનો) ઘણો પણ લાભ થવા છતાં શ્રેષ્ઠ સાધુઓ મદ નથી કરતા.
વિવેવન : લાભાન્તરાય ફર્મ! પ્રાપ્તિમાં વિઘ્ન કરનારું કર્મ! “પાંચ પ્રકારના “અંતરાય કર્મ'નો આ એક પ્રકાર છે. તમે ક્યારેક એવો અનુભવ કર્યો હશે કે તમારે એક વસ્તુની જરૂર હતી, તમારા ફોઈ પરિચિત મનુષ્ય પાસે એ વસ્તુ હતી પણ ખરી, એ આપે એવો પણ હતો, તમે એ વસ્તુ માગી, છતાં એણે ના આપી! ત્યારે તમને લાગ્યું હશે કે “આવા ઉદાર માણસે, એની પાસે મારી જરૂરિયાતની વસ્તુ હોવા છતાં મને કેમ ન આપી?' તમે કોઈ બીજી કલ્પનાઓ પણ એ માણસ માટે કરી હશે. એના પ્રત્યે અણગમો પણ થયો હશે! એની કદાચ નિંદા પણ કરી હશે! ના, એમાં એ ગૃહસ્થનો દોષ નથી. જો તમે કર્મ-તત્ત્વજ્ઞાન પામેલા છો તો તમે સાચું સમાધાન કરી શકશો. “મારા લાભાન્તરાય કર્મનો અત્યારે ઉદય હોવા જોઈએ, માટે એણે મને મારે જોઈતી વસ્તુ ન આપી, મારા લાભારાય કર્મો એને દાન દેતાં રોકી દીધો! મારું આ કર્મ ઉદયમાં આવે એટલે દાનેશ્વરીના હૃદયમાં મને દાન આપવાનો ભાવ જાગવા ન દે. જે માણસને આ લાભાન્તરાય કર્મનો ઉદય ન હોય તે માગવા જાય તો તરત જ એને પ્રાપ્તિ થઈ જાય! મને ન આપનાર દાતા, એને આપી દે!”
એટલું જ નહીં, દાન આપવાનું મન પણ ત્યારે થાય કે “દાનાત્તરાય” કર્મનો ક્ષયોપશમ હોય. દાતાનું ચિત્ત પ્રસન્ન હોય, તમારો લાભાન્તરાય કર્મનો ક્ષયોપશમ હોય અને દાતાનાં દાનાન્તરાય કર્મનો ક્ષયોપશમ હય, બંનેનો સુમેળ થાય ત્યારે તમને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય. તમારો લાભાન્તરાય ફર્મનો ઉદય હોય અને દાતાનો દાનાન્તરય કર્મનો ક્ષયોપશમ પણ હોય, છતાં તમને પ્રાપ્તિ ન થાય! એવા દાતા પાસેથી એને જ લાભ થાય જેનો લાભાન્તરાય કર્મનો ક્ષયોપશમ હોય! એવી રીતે, તમારો લાભાન્તરાય કર્મનો ક્ષયોપશમ હોય, પરંતુ દાતાનો દાનાન્તરાય કર્મના ઉદય હોય તો તમને એની પાસેથી પ્રાપ્તિ નહીં થાય. તાત્પર્ય એ છે કે પ્રિય પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં ૧૪, જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાભ મદ
૧૫૩
‘લાભાન્તરાય કર્મ’ અને ‘દાનાન્તરાય કર્મ’ નિર્ણાયક બનતું હોય છે.
કહો, આ તત્ત્વજ્ઞાન પામ્યા પછી અપ્રાપ્તિમાં દીનતા થાય ખરી? પ્રાપ્તિમાં અભિમાન થાય ખરું? સાચો કાર્યકા૨ણ ભાવ જાણ્યા પછી હર્ષ-શાંકના દ્વન્દ્વ શમી જાય છે, રતિ-અતિના ઉછાળા શમી જાય છે, ખિન્નતા અને ઉન્મત્તતા દૂર થઈ જાય છે.
[તમને જે જોઈએ છે તે મળી જાય છે, તો તમે સમજો કે તમારા લાભાન્તરાય કર્મનો ક્ષયાપશમ છે અને જેના પાસેથી મળે છે તેનો દાનાન્તરાય કર્મનો ક્ષોપશમ છે. પરંતુ એ ન ભૂલશો કે તમારો લાભાન્તરાય કર્મનો ક્ષર્યોપશમ કાયમ નહીં રહે! આ ક્ષોપશમ અનિશ્ચિત હોય છે. જો તમે પ્રાપ્તિવેળાએ અભિમાન કર્યું તો જ્યારે પ્રાપ્તિ નહીં થાય ત્યારે કલ્પાંત થશે!
કોઈની શક્તિથી, કોઈની મહેરબાનીથી મળતા-ભોગ-ઉપભોગના પદાર્થો ઉપર ગર્વ કરાય ખરા? જો તમે તત્ત્વજ્ઞાની છો, સમજદાર છો, તોં તો ગર્વ કરવાનો ત્યજી દો. ક્યારેક ભોગ-ઉપભોગના પદાર્થો ન મળ્યા, ભલે ન મળ્યા, તમે બેચેન ન બનો, વિહ્વળ ન બનો, દન ન કરો.
ક્યારેક એવું પણ બને કે તમારો લાભાન્તરાય કર્મનાં ક્ષયોપશમ હોય, દાતાનો દાનાન્તરાય કર્મનો ક્ષયોપશમ હોય; છતાં જો દાતાનું ચિત્ત પ્રસન્ન ન હોય તો પણ તમને પ્રિય પદાર્થોની પ્રાપ્તિ ન થાય. દાતાની મહેરબાની ઉપર પ્રાપ્તિનો આધાર રહે . જો તમે સાધુ છો, શ્રમણ છો, મોક્ષમાર્ગના આરાધક છો તો તમો તમારે અપ્રાપ્તિમાં છંદ ન કરવો જોઇએ. તમારે તો વિચારવાનું કે ‘ચાલો, સારું થયું..... જોઈતી વસ્તુ ન મળી તો ‘ઇચ્છાનિગ્રહ’ રૂપ તપશ્ચર્યા થઈ. મારે તો ઇચ્છાઓથી મુક્ત થવાનું છે, ઇચ્છાઓને પૂર્ણ કરવાનું મારું જીવન નથી.' જો આવું તત્ત્વચિંતન કરશો તો તમારું મન સ્વસ્થ રહેશે અને સાધકજીવનનો આનંદ અનુભવશો. તમને ખેદ, ગ્લાનિ કે સંતાપ નહીં થાય.
એવી રીતે, તમારા લાભાન્તરાય કર્મના ક્ષોપશમથી, દાતાના દાનાન્તરાય કર્મના ક્ષોપશમથી અને એના ચિત્તની પ્રસન્નતાથી તમને જોઈતું મળી ગયું, તો એનો ગર્વ ન કરશો કારણ કે આ ત્રણેય વાતોનો સુમેળ કાયમ રહેતો નથી. જ્યારે આ ત્રણ વાતોનો સુમેળ ન રહ્યો અને તમને જોઈતી વસ્તુ નહીં મળે, ત્યારે તમને દુઃખ થશે, દાતાઓ ઉપર રોષ થશે.
ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિમાં મદ નહીં અને ઇચ્છિત પદાર્થોની અપ્રાપ્તિમાં ખેદ નહીં, આવું સમતાસભર મન મોક્ષમાર્ગની આરાધનામાં ઉપયોગી બને છે.
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
પ્રશમરતિ આવું મન મનુષ્યને નિર્વિકાર આનંદની અનુભૂતિ કરાવે છે. પરપદાર્થો, પરપગની પ્રાપ્તિ-અપ્રાપ્તિના કોઈ હર્ષ-ઉગ નહીં! મહાન સાધક પુરુષો માટે આવી આત્મસ્થિતિ સહજ હોય છે. જ્યારે સાધનાના માર્ગે ચઢનારાઓ માટે આવી આત્મસ્થિતિ આંતર પુરક્ષાર્થથી સાધ્ય બને છે. જોઈએ એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાનું ધ્યેય, ગૃહસ્થજીવનમાં પણ જાગ્રત મનુષ્ય, તત્ત્વજ્ઞાની પક્ષ આ ધ્યેય સામે રાખીને ધર્મઆરાધના કરે તો એવી સમતાપૂર્ણ આત્મસ્થિતિ પ્રાપ્ત કરી શકે, સાધુના માટે તો એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરવી ઘણી સરળ! અને એ પુરુષાર્થ માટે અનુકૂળ વાતાવરણ મળેલું હોય છે, અનુકૂળ સંયોગો મળેલા હોય છે.
બુદ્ધિ વાદ ग्रहणोद्ग्राहणनवकृतिविचारणार्थावधारणाद्येषु । वद्धयङ्गविधिविकल्पेष्वनन्तपर्यायवृद्धेषु ।।९१ ।।
पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् । धृत्वा सांप्रतपुरुषाः कथं स्वबुध्या मदं यान्ति! ।।९२ ।। અર્થ : ગ્રહણ (નવા સુત્રાર્થ ગ્રહણ કરવા સમર્થ) ઉદ્રગ્રહણ, (બીજાને સુત્રાર્થ આપવામાં સમર્થ), નવકૃતિ (અભિનવ શાસ્ત્રરચના કરવા સમર્થ), વિચારણા (સૂમ પદાર્થો-આત્મા, કર્મ આદિમાં યુક્તિપૂર્વક જિજ્ઞાસા), અથવધારણા (આચાર્યાદિના મુખેથી નીકળતા શબ્દાર્થને એક જ વારમાં ગ્રહણ કરવા સમર્થ આદિ ધારણા) હોવા છતાં, અને બુદ્ધિનાં અંગાના (શુશ્રુષા, પ્રતિપ્રશ્ન, ગ્રહણ આદિ) વિધાનના જે વિકલ્પો, કે જે વિકલ્પ અનન્ત પર્યાયોથી વૃદ્ધ (ક્ષયોપશમ જનિત વિશિષ્ટ બુદ્ધિપ્રકારો) છે તે હોય છતાં,
પૂર્વકાળના પુરુપસિંહના (ગણધર, ચાંદ પૂર્વધર વગેરેના) વિજ્ઞાનના પ્રકર્ષરૂપ સાગરનું અનન્તપણું જાણીને, વર્તમાનકાલીન (પાંચમા આરાના) પુરુષ કેવી રીતે પોતાની બુદ્ધિથી મદ કરે?
વિવેચન : જો તમને તમારી બુદ્ધિની ખુમારી હોય, થોડા મૂર્ખ માણસોની વચ્ચે તમે બુદ્ધિમાન' તરીકે પૂજાતા હો અને એ વાતનો જો તમને ગર્વ હોય તો તમે મને નીચેના પ્રશ્નોના જવાબ આપશો. વિચારીને જવાબ આપજો!
(૧) કોઈપણ પુસ્તકની સહાય વિના, સંસ્કૃત કે પ્રાકૃત... કોઈ પણ ભાષાના સૂત્રપાઠને સાંભળીને તમે યાદ રાખી શકો છો? કોઈપણ શાસ્ત્રપાઠના અર્થો શ્રવણ કરીને તમે યાદ રાખી શકો છો? તમારી સ્મરણશક્તિનું તર્મ માપ
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ-મદ
૧૫૫ કાઢયું છે ખરું? દિવસ-રાતમાં કેટલા કલાક તમે સૂત્રપાઠ અને અર્થગ્રહણ કરી શકો છો?
(૨) તમે જે સૂત્ર યાદ કર્યા હોય, તે સૂત્ર તમે બીજાને ભણાવી શકો છો? જે અર્થ તમે જાણો છો એ અર્થજ્ઞાન તમે બીજાઓને આપી શકો છો? બીજાની બુદ્ધિમાં ઉતારી શકો છો? બીજાને અર્થબોધ કરાવી શકો છો? ભણવું જુદું છે, ભણાવવું જુદું છે. ભણાવવા માટે વિશિષ્ટ બુદ્ધિ જોઈએ; તેવી બુદ્ધિ છે તમારી?
(૩) શું તમે કોઈ નવી ગ્રન્થરચના કરી શકો છો? કોઈ ભાવગંભીર કાવ્યરચના કરી શકો છો? કોઈ નિષધીય મહાકાવ્ય” કે “હીર સૌભાગ્ય મહાકાવ્ય” જેવી અદ્ભુત કાવ્યરચના કરી છે? કોઈ પ્રશમરતિ’ કે ‘યોગશાસ્ત્ર' જેવા આધ્યાત્મિક અને તાત્ત્વિક ગ્રન્થોની રચના કરી શકો ખરા? અરે, “ઉપમિતિ” જેવો કથાગ્રન્થ પણ રચી શકવાની બુદ્ધિ છે?
(૪) આત્મતત્ત્વનું દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ક્યારેય ચિંતન કર્યું છે? આત્માની સ્વભાવદશા અને વિભાવદશાનું મનન કર્યું છે ક્યારેય ? ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સિદ્ધાંતથી આત્મતત્ત્વ પરિશીલન કર્યું છે તમારી બુદ્ધિએ? કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું ચિંતન કર્યું છે ખરું? બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત અને નિકાચિત કર્મબંધ અંગે ઊંડાણમાં જઈને અવગાહન કર્યું છે ખરું? આશ્રવ, સંવર અને બંધ-મોક્ષ અંગે કલાકોના કલાકો સુધી ધારાપ્રવાહી અનુપ્રેક્ષા કરી છે તમારી બુદ્ધિથી? તમારી જાતને બુદ્ધિમાન સમજો છો ને! તે બુદ્ધિ આ સૂક્ષ્મ વિષયોમાં પ્રવેશી છે ખરી?
(૫) જેમની પાસે તમે અધ્યયન કરતા હો, એ તમને એક વિષય એક વાર સમજાવે અને તમે સમજી જાઓ, એવી બુદ્ધિ છે ખરી? બે-ત્રણ વાર તમને એ વિષય ન સમજાવવો પડે ને? ભલે એ વિષય ગણિતનો હોય, આચારમાર્ગની હોય કે દ્રવ્યાનુયોગનો હોય; તમે એક જ વાર સમજાવવાથી સમજી જાઓ ને?
(૬) જે કંઈ તમે ભણતા હો, એની ધારણા બરાબર થઈ જાય ને? ભૂલી નથી જતા ને? સ્મૃતિના ભંડારમાં ભરેલું ઢળી નથી જતું ને? સ્મૃતિ પણ બુદ્ધિનો જ એક પ્રકાર છે. તમારી સ્મૃતિનો વિચાર કરો. શું અભિમાન કરી શકાય એવી સ્મૃતિ છે ?
મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટતા મતિજ્ઞાનના સ્વરૂપને તમે જાણો છો? મતિજ્ઞાનની વિરાટ વિષયભૂમિને નણો છો? મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫.
પ્રશમરતિ વિષય છે સર્વ દ્રવ્યાં! અનંત દ્રવ્યો! જેટલાં દ્રવ્યો તેટલા મતિજ્ઞાનના વિકલ્પો! મતિજ્ઞાન એટલે બુદ્ધિ! મતિજ્ઞાન એટલે પ્રજ્ઞા! બુદ્ધિના અનંત-વિકલ્પો છે! કહો એમાંના કેટલા વિકલ્પો છે તમારી બુદ્ધિના? કેટલાં દ્રવ્યોને જાણે છે તમારી બુદ્ધિ?
બીજી વાત : એક સાથે અનેક માણસો જુદા જુદા શબ્દો બોલે, તમે એ દરેકના શબ્દો સાંભળીને એ જ રીતે જુદા જુદા શબ્દો યાદ રાખી શકો? છે આવી ગ્રહણશકિત? એક સાથે એક પછી એક સો શબ્દ તમને સંભળાવવામાં આવે, તમે એ જ ક્રમથી યાદ રાખી શકશો એ સો શબ્દો?
મતિજ્ઞાનના, બુદ્ધિના આઠ પ્રકાર તમે જાણો છો ને? શશ્નપા વગેરે. તમને ખબર છે એના અવાંતર કેટલા પ્રકાર છે? અનંત! એ નહીં સહી, તમારી પાસે
ત્પાતિક બુદ્ધિ છે ખરી? જે અભયકુમાર પાસે હતી, તેવી ? પ્રશનની સાથે જ સચોટ જવાબ આપવાની બુદ્ધિ છે? તો પછી અભિમાન કોના પર કરવાનું? હા, આવી બધી વિશિષ્ટ બુદ્ધિ હોય અને અભિમાન કરતા હો તો હજુ પણ શોભે! જો આવી વિશિષ્ટ બુદ્ધિ નથી અને ગર્વ કરો છો તો તમે જરાય શોભતા નથી.
શું તમે વ્યવસ્થિત તર્ક પણ કરી શકો છો ખરા? તર્કની સામે પ્રતિતી ક્યાં સુધી કરી શકે? દલીલની સામે દલીલ ક્યાં સુધી કરી શકો? તમારા તર્કન, દલીલને બીજાઓ તોડી ન શકે એવા તર્ક, એવી દલીલો તમે કરી શકો છો ખરા? માત્ર પથરા ફેંકવા એ દલીલ નથી, એ તક નથી. “તર્ક'નું પણ શાસ્ત્ર છે! બંધારણ છે! જાણો છો એ શાસ્ત્રનું? જો નથી જાણતા તો અભિમાન કરવાનું ત્યજી દો. બુદ્ધિમંદતાનો સ્વીકાર કરી લો. એમાં તમે હલકા નહીં લાગે, મૂર્ખ નહીં ગણાઓ.
તમે તમારા કરતાં ઓછી બદ્ધિવાળા મનુષ્યોને જોઈને તમારી જાત માટે કલ્પના બાંધી લીધી કે “હું બુદ્ધિશાળી! મારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં!' બરાબરને? પરંતુ જરા ભૂતકાળ તરફ દૃષ્ટિ કરો. ભૂતકાળમાં થઈ ગયેલા અભુત બુદ્ધિ ધરાવનારા મહાપુરુષો સાથે તમારી તુલના કરો. તમને તમારી જાત સાવ વામણી લાગશે, બુદ્ધિહીન લાગશે.
ભગવાન મહાવીર સ્વામીના એ સૌથી નાનકડા ગણધર પ્રભાસને જુઓ. સોળ વર્ષની વયે એમણે દ્વાદશાંગીની રચના કરી દીધી હતી! માત્ર ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના! વા વોડું વા ઘુડ઼ વાં' આ ત્રણ પદો
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ-મદ
૧૫૭ ભગવંતે આપ્યા અને એના આધારે અનંત સાગરસમી દ્વાદશાંગીની રચના કરી! એ ચંદ પૂર્વધરાની સામે જુઓ. એ અગિયાર અંગનું જ્ઞાન ધરાવનારા શ્રતધર મહાપુરુષોને જુઓ. અત્યંત સૂક્ષ્મ પ્રજ્ઞાને ધારણ કરનારા એ સિંહ જેવા પરાક્રમી પુરુષોનો વિચાર કરો. ક્રોધાદિ કષાયોના વિજેતા અને ઇન્દ્રિયોના ઉન્માદને શમાવનારા એ સાચા પરાક્રમી સિંહ છે. ગમે તેવા આંતર-બાહ્ય ઉપદ્રવોને સમતાપૂર્વક વીરતાથી સહનારા એ પ્રજ્ઞાવંત પુરુષોના વિચાર કરશો તો તમારું અભિમાન ઓગળી જશે. તમને લાગશે કે “હું કંઈ નથી.'
સર્વશાસ્ત્રોને, સર્વ ગ્રન્થોને સુક્ષમતાથી અવગાહનારી બુદ્ધિની સામે તમારી બુદ્ધિને મૂકીને બંનેની તુલના કરો. જે મહાપુરુષો પાસે વંક્રિય લબ્ધિ, આકાશગામિની લબ્ધિ અને તેજલઠ્યા. જેવી શક્તિ હતી, તેમની સામે ઊભા રહીને તમારી જાતને જુઓ. એ લબ્ધિઓમાંથી એકાદ લબ્ધિની પણ તમે તુલના કરી શકો એમ છો ખરા? અનંત વિજ્ઞાનસાગરની તુલના કરવા કરતાં એ મહાસાગરના કિનારે બેસીને થોડું આચમન કરો તો પણ ખ્યાલ થઈ જશો, બુદ્ધિનો અહંકાર ત્યજીને, વિનયી અને વિનમ્ર બનીને તમારી બુદ્ધિને એ શ્રુતસાગરમાં ઝબોળો.
એ ગણધરો કે દ પૂર્વધરોની વાત છોડો. એમના પછી થઈ ગયેલા મહાન મૃતધર આચાય : સિદ્ધસેન દિવાકર; વાર્દિદેવસૂરિ, મલવાદી, હરિભદ્રસૂરિ, હેમચન્દ્રસૂરિ અને ઉપાધ્યાય યશોવિજયજી જેવાના ગ્રન્થોને યથાર્થ રીતે સમજવાની પણ તમારી બુદ્ધિ છે? એ ગ્રન્થોને સમજવાની પણ બુદ્ધિ નથી તો પછી એવા ગ્રન્થોની રચનાની તો વાત જ ક્યાં કરવી?
એ ધર્મગ્રન્થોની વાત છોડો. વર્તમાનકાલીન વિજ્ઞાનના ગ્રન્થોને સમજવાની બુદ્ધિ છે? આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાન્તને સમજવાની બુદ્ધિ છે? પરમાણુવાદના સૂક્ષ્મ નિયમોને સમજવાની બુદ્ધિ છે? વિજ્ઞાનની અનેક શાખાઓના અનેક ગહન-ગંભીર ગ્રન્થોને એના સાચા અર્થમાં સમજવાની પણ બુદ્ધિ નથી; તો પછી બુદ્ધિનું અભિમાન કરાય ખરું? જો તમે તમારા કરતાં વધુ બુદ્ધિશાળી મહાપુરુષોને આંખ સામે રાખશો તો તમે અભિમાની નહી બનો. ભલે તમારી આસપાસ એવા પ્રકૃષ્ણ બુદ્ધિવાળા માણસો ન હોય, અલ્પબુદ્ધિવાળા માણસો હોય, પરંતુ તમે ક્યારેય ભૂલા ન પડશો. તમારી બુદ્ધિની પ્રશંસા સાંભળીને પણ અભિમાની ન બનશો. તમારી પ્રશંસા કરનારને કહે : “ભાઈ, મારી બુદ્ધિ તો કંઈ નથી. અદ્દભુત બુદ્ધિવૈભવને ધરાવનારા માણસો આગળ મારો કોઈ ક્લાસ નથી.' આ નમ્રતાથી તમે પણ એવો અદ્દભુત બુદ્ધિવંભવ મેળવશો!
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકપ્રિયતા-મદ दमकैरिव चाटुकर्मकमुपकारनिमित्तकं परजनस्य। कृत्वा यद्वाल्लभ्यकमवाप्यते को मदस्तेन? ।।९३ ।।
गर्व परप्रसादात्मकेन वाल्लभ्यकेन यः कुर्यात् ।
तद्वाल्लभ्यकविगमे शोकसमुदयः परामृशति ।।९४ ।। અર્થ : ભિખારીઓની જેમ, ઉપકારનિમિત્તક બીજા માણસનું ચાટુ કર્મ (પ્રિય ભાષણ) કરીને લોકપ્રિયતા મેળવે છે. તેનાથી શા મદ કરવો? ૯૩
બીજાની પારૂ૫ લોકપ્રિયતાથી જે અભિમાન કરે છે, લોકવલ્લભતા ચાલી જતાં તેને શોકસમુદાય ભેટે છે. ૯૪
વિવેવન : તમે તમારા મહોલ્લામાં આજીજીભર્યા સ્વરે ભિક્ષાની યાચના કરતા ભિખારીને જોયો છે? ઘરે ઘરે લોકોની સ્તુતિ-પ્રશંસા કરતા અને ભીખ માંગતા માણસને ક્યારેક જોયો છે? એ આજીજીભયાં સ્વર, એ સ્તુતિ-પ્રશંસા વગેરે સાંભળીને દાતાઓને દયા આવી જાય છે અને એ ભિખારીને ભિક્ષા આપી દે છે! કેટલાંક ગામોમાં એવા ભિખારીઓને નિયમિત ભિક્ષા મળી જાય છે કે જેઓને લોકોની સારી ખુશામત કરતાં આવડે છે, લોકોની સાચી કે ખોટી પ્રશંસા કરતાં આવડે છે.
તમે લોકપ્રિય છો, લોકલાડીલા છો, માટે અભિમાન કરો છો? એ લોકપ્રિયતા મેળવવા તમે શું શું કર્યું છે, તે હવે છૂપું નથી. એ લોકપ્રિયતા ટકાવવા તમારે કેવી કેવી ચમચાગીરી કરવી પડે છે તે હવે જાહેર થઈ ગયું છે. તમારે લોકો પાસેથી કંઈક મેળવવું છે અથવા મેળવેલું છે. એ લોકોના ચમચા બનવું પડે છે; અને એમની ગુણસ્તુતિ કરો છો, જાહેર પ્રશંસા કરો છો. પછી તમે લોકોને વહાલા લાગો, એમાં આશ્ચર્ય શું! લોકોની ખુશામત કરીને મેળવેલી લોકપ્રિયતા ઉપર તમે ગર્વ કરો છો?
તમારી એ માન્યતા છે કે “આ મારી સેવા કરે છે અથવા મારાં કામ કરે છે માટે મારે તેમની પ્રશંસા કરવી જોઈએ. અથવા આ લોકોની જો હું પ્રશંસા કરીશ તો એ લોકો મારાં કામ કરશે...' આ માન્યતાથી પ્રેરાઈને તમે ગમે તેવા લોકોની ભાટાઈ કરવા લાગી ગયા... અને એ રીતે સસ્તી લોકપ્રિયતા મેળવી, એના ઉપર આપવડાઈ કરવા લાગ્યા.. ખેર, તમને ગમે તે ખરું, પરંતુ આનું પરિણામ સારું નહીં આવે. બીજાઓની મહેરબાની ઉપર ગર્વિત બનીને જીવવાની
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકપ્રિયતા-મદ
_૧૫૯ રીત સારી નથી. ઠીક છે; તમે લોકોની ખુશામત કરો છો એટલે લોકો તમારી પ્રશંસા કરે છે અને તમને જે જોઈએ તે આપે છે, પરંતુ જ્યારે લોકોની દૃષ્ટિમાં તમે “ખુશામતખર’ લાગશો ત્યારે એ જ લોકો તમારી નિંદા કરશે, તમારો તિરસ્કાર કરશે. તમારી મિથ્યા પ્રશંસા નહીં સાંભળે. તમને કહેશે : “બસ, શબ્દજાળમાં હવે ન ફસાવો. અમે તમને ઓળખી ગયા છીએ,” તમારી વાહવાહ કરનારાઓ તમારો અવર્ણવાદ કરશે... તમારી પ્રશસ્તિ કરનારા તમારી નિન્દાઓ કરશે... એ સાંભળી શું તમે સ્વસ્થ રહી શકશો? સ્થિરચિત્ત રહી શકશો?
તમે લોકપ્રિય બનો, લોકોનો તમારા પ્રત્યે ખૂબ સ્નેહ અને સદૂભાવ હોય, એનું અમને દુઃખ નથી. એથી તો અમે રાજી થઈએ છીએ. કારણ કે લોકપ્રિયતા એ તો ધર્મના અધિકારી બનવાના એકવીસ ગુણોમાંનો એક ગુણ છે, ઉત્તમ ગુણ છે. પરંતુ એ લોકપ્રિયતા જુદી છે? લોકોની ચાપલુસી કરી કરીને મેળવેલી લોકપ્રિયતા નહીં, પરન્તુ પરમાર્થ અને પરોપકારનાં ઉત્તમ કાર્યો કરવાથી સહજ રીતે મળતી લોકપ્રિયતા જોઈએ. લોકપ્રિયતા મેળવવા માટે પરમાર્થ પરોપકારનાં કામ નથી કરવાનાં, પરંતુ “પરમાર્થ-પરોપકાર કરવા તે મારું કર્તવ્ય છે. પરમાત્માની આજ્ઞા છે.... પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાનો પવિત્ર હેતુ છે.” એવી દિવ્યદૃષ્ટિથી પરમાર્થ પરોપકાર કરો! લોકોનો આવા મહાપુરુષ પ્રત્યે સ્વાભાવિક જ સ્નેહ થવાનો. લોકો એની પ્રશંસા કરવાના. એ મહાપુરુષ ક્યારેય લોકોની ચાપલુસી નહીં કરે. લોકોની મિથ્યા પ્રશંસાઓ નહીં કરે. જરૂર લાગતાં એ લોકોની ભૂલો બતાવશે અને તીખી વાણીના ચાબખા પણ મારશ. છતાં લોકો એના ઉપર રોષે નહીં ભરાય.
લોકપ્રિય ધર્માત્મા તો અનેક મનુષ્યોને ધર્મઆરાધનામાં જોડી શકે છે. એ પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ પોતાના સ્વાર્થ સાધવામાં નથી કરતો, પરંતુ જીવોને ધર્મ પમાડવામાં કરે છે, લોકોની ચાપલુસી કરવાથી લોકપ્રિય બની શકાય છે.' આ મિથ્યા માન્યતામાં ભરમાયેલો મનુષ્ય લોકપ્રિયતાનો ઉપયોગ પોતાની સ્વાર્થસાધનામાં કરતો હોય છે. જીવો ધર્મ પામે કે ન પામે, એની સાથે એને કોઈ નિસ્બત નથી હોતી.
લોકો પ્રશંસા કરે, નિન્દા કરે કે ગુણાનુવાદ કરે, એની સાથે જે આને કોઈ નિસ્બત નથી તેવા મહાપુરુષો કરુણાસભર હૃદયે પરમાર્થ ને પરોપકારનાં કાર્યો કરે જતા હોય છે અને દુનિયા એવા મહાપુરુષોનાં ગીત ગાતી રહેતી હોય છે. એ મહાપુરુષોને એ ગીત સાંભળવાની કોઈ તાલાવેલી હોતી નથી.
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૧ ફo
પ્રશમરતિ ક્યારેક નિન્દા પણ સાંભળવામાં આવે ત્યારે એમને કોઈ રોષ-રીસ થતી નથી. નિન્દા-પ્રશંસામાં સમભાવે રહી તે કર્તવ્યની કેડીએ ચાલતા રહે છે. પરહિતપરકલ્યાણની પવિત્ર ભાવનાથી ભરેલા હૈયે તેઓ નિરંતર સમ્પ્રવૃત્તિ કરતા રહે છે. આવા ઉત્તમ પુરુષો જ સાચા લોકપ્રિય બને છે અને એમની લોકપ્રિયતા અનેક જીવાત્માઓને ધર્મ-પ્રાપ્તિમાં નિમિત્ત બને છે. મનુષ્યો આવા પુરુષની વાત માનતા હોય છે, પ્રેરણા ઝીલતા હોય છે, કારણ કે મનુષ્યમનની આ સ્વભાવ છે કે એ જેને ચાહે છે એની વાત પ્રાય: એ માની લે છે, એના વચનને સ્વીકારે છે અને એની પ્રેરણા મુજબ પુક્ષાર્થ કરે છે.
આવા મહાપુરુષોને ક્યારેય દીનતા કે વિવશતાની ક્ષણ નથી આવતી, ક્યારેય પસ્તાવાનો દિવસ નથી આવતો, ક્યારેય કરેલાં સત્કાર્યો પાછળ મન બાળવાનો અવસર નથી આવતો. ‘લોકપ્રિયતા અંગે તેઓની સ્પષ્ટ સમજણ હોય છે કે : “યશઃનામ કર્મથી યશ મળે છે, અપયશનામકર્મથી અપયશ મળે છે.”
galધ-મદ माषतुषोपाख्यानं श्रुतपर्यायप्ररुपणां चैव । श्रुत्वातिविस्मयकरं च विकरणं स्थूलभद्रमुनेः ।।९।।
संपर्कोद्यमसुलभं चरणकरणसाधकं श्रुतज्ञानम्। નિષ્ણા સમદર તેવ મદિ વર્થ વર્થિ? Tો. અર્થ : માપતુપ મુનિનું કથાનક (સાંભળીન) તથા અંક આગમના ભેદની પ્રપણા સાંભળીને, અતિ વિસ્મયન કરનાર સ્થૂલભદ્ર મુનિનું વિકરણ (વંક્રિય સિંહરૂપનું નિર્માણ અને શ્રુતસંપ્રદાય વિચ્છેદ) સાંભળીને. ૯૫
સંપર્ક (બહુશ્રુત આચાર્યાદિ સાથે) અને ઉદ્યમથી સુલભ, ચરણકરણનું સાધક શ્રુતજ્ઞાન ફ જે જાત્યાદિ સર્વ મદોને હરનારું છે, તેને મેળવીને તેનાથી જ મદ કેમ કરાય? ૯૬
વિવેચન : માપતુપ મુનિરાજ!
ગુરુદેવ તમને માત્ર બે પદ યાદ કરવા આપ્યાં. “| ષ માં S' ‘ષ ન ફર, રાગ ન કર.' તમે આ બે પદ પણ સાંગોપાંગ યાદ નથી કરી શકતા! તમારી સ્મરણશક્તિ કેટલી બધી ઓછી છે. મા રુષ મા તુષ' ના બદલે માપતુપ”.... “માપતુષ' રટવા માંડ્યા. ગુરુદેવ તમારી ભૂલ સુધારે છે. ‘માષતુપ” નહીં, ‘મ રુષ / તુષ' એમ બોલો.' તમે બે હાથ જોડી, મસ્તક નમાવી કહો
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન-મદ
૧૬૧
છૉ મિચ્છામિ યુવાડું' અને મા રુષ મા તુષ બોલો છો, ગુરુદેવ ભુલ સુધારે છે, પરંતુ વળી ભૂલ થઈ જાય છે. ‘માષતુષ.... માપતુષ, બોલવા લાગો છો. ગુરુદેવ ભૂલ સુધારે છે.... 'મિચ્છામિ યુવાડું' તમે દો છો.... પરંતુ પાછી ભૂલ કરી બેસાં છો.
ગુરુદેવ કંટાળ્યા વિના ભૂલ સુધારતા રહે છે, તમે જરાય રીસ કર્યા વિના એનો સ્વીકાર કરો છો અને ‘મા રુપ મા તુષ‘ યાદ કરવા પુરુષાર્થ કરો છો. પરંતુ તમે યાદ નથી કરી શકતા..... દિવસો, મહિનાઓ અને વર્ષો વીતે છે! ભલે તમને ‘મા રુષ મા તુષ' શબ્દો યાદ નથી રહેતા, પરંતુ એ શબ્દોમાં જે ઉપદેશ-સાર ભરેલો છે, તે તમને યાદ થઈ જાય છે.... એ ઉપદેશ તમારા આત્મામાં પ્રસરી જાય છે. તમારું મન રાગ-દ્વેષથી મુક્ત બનતું જાય છે. તમે અપૂર્વ સમતાયોગમાં સ્થિર થાઓ છો..... અને એક ધન્ય દિવસે તમે રાગદ્વેષનાં સર્વ બંધનો તોડી વીતરાગ સર્વજ્ઞ બની જાઓ છો. અનંત જ્ઞાન પ્રગટી જાય છે આપને.
હે મુનિ ભગવંત! આપને બં પદ પણ યાદ ન રહ્યાં, છતાં આપને કેવળજ્ઞાન મળી ગયું, જ્યારે મને હજારો પદ કંઠસ્થ હોવા છતાં. કેવળજ્ઞાન મારાથી કરોડો યોજન દૂર લાગે છે! મારા શ્રુતજ્ઞાન ઉપર મારો ગર્વ મિથ્યા છે. જે શ્રુતજ્ઞાન આત્માને સર્વજ્ઞતા અને વીતરાગતા તરફ ન લઈ જાય તેવા શ્રુતજ્ઞાન ઉપર અભિમાન શું કરવું?
વળી, શ્રુતજ્ઞાન પણ મારી પાસે કેટલું અલ્પ છે! એક આગમગ્રન્થના એક સૂત્રના કેટલા અર્થ થાય છે! મને શું એ બધા અર્થોનું જ્ઞાન છે? ના રે ના, એક સૂત્રનો એક અર્થ પણ પૂરો આવડતો નથી :
તેવા અતિ અલ્પ શ્રુતજ્ઞાન ઉપર શાનો ગર્વ કરવાનો! મહાન શ્રુતધર પુરુષોએ એક સૂત્રના સો-સો અર્થ.....હજાર....હજા૨ અર્થ કરેલા છે.... એવા અર્થ કરવાનું તો મારું ગજું જ નથી, એ અર્થોને સમજવાની પણ મા૨ી ક્ષમતા નથી. પછી શાને અભિમાન કરવું?
જ્યારે પ્રાતઃસ્મરણીય શ્રી સ્થૂલભદ્ર મહામુનિ જેવા અગાધજ્ઞાની મહર્ષિ સામે જોઉં છું, ત્યારે તો શ્રુતજ્ઞાનનો ક્યારેય મદ ન ક૨વાની મન પ્રતિજ્ઞા કરી લે છે.
જ્યારે આર્યા યક્ષા વગેરે ભગિની-આર્યાઓ ભ્રાતા-મુનિવરને વંદન કરવા આવે છે, ત્યારે મહામુનિના મનમાં વિચાર આવે છે : ‘ભગની આર્યાઓને મારો જ્ઞાનાતિશય બતાવું, મારી વૈક્રિય-લબ્ધિનો ચમત્કાર બતાવું.' તેઓએ
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પ્રશમરતિ સિંહનું રૂપ કર્યું. આ યક્ષા વગેરે ગુરુદેવ ભદ્રબાહુસ્વામીને વંદના કરીને
જ્યારે ભાઈ-મુનિવરને વંદન કરવા આવે છે ત્યારે ત્યાં સિંહને બેઠેલો જોઈ ચમકી જાય છે અને ભદ્રબાહુસ્વામી પાસે આવીને કહે છે : “ગુરુદેવ, ત્યાં તો ભાઈ મુનિવરના સ્થાને સિંહ બેઠેલાં છે!' ગુરુદેવ પોતાનો જ્ઞાનોપયોગ મૂકીને જોયું... અહો! આ તો સ્થૂલભદ્ર પોતાની વૈક્રિય-લબ્ધિ વિફર્યા છે..... બહેનોની આગળ પોતાની જ્ઞાનશક્તિનું પ્રદર્શન કરવા!” તેઓએ સાધ્વીઓને કહ્યું : ‘જાઓ, હવૈ ત્યાં તમને તમારા ભાઈ-મુનિવરનાં
દર્શન થશે.' સાધ્વીઓ ત્યાં જાય છે અને ભાઈ-મુનિવરનાં દર્શન કરી પ્રસન્ન થાય છે....ભાઈ મુનિરાજના જ્ઞાનાતિશય પર ઓવારી જાય છે...પરંતુ ગુદેવ ભદ્રબાહુસ્વામીની જ્ઞાનદૃષ્ટિમાં સ્થૂલભદ્ર મુનિ “અપાત્ર બને છે, શેષ ચાર પૂર્વેના જ્ઞાનની પ્રાપ્તિ માટે,
જ્યારે શ્રી સ્થૂલભદ્રજી ભદ્રબાહુ સ્વામી પાસે વાચના લેવા જાય છે, ભદ્રબાહુસ્વામી ના પાડી દે છે : “હવે તમને ૧૧ થી ૧૪ પૂવૉની વાચના નહીં મળે. સ્થૂલભદ્રજી ખૂબ આજીજી કરે છે, પરંતુ ભદ્રબાહુસ્વામી સંમત થતા નથી. છેવટે શ્રાવકસંઘે ખૂબ વિનંતી કરી ત્યારે ૧૧ થી ૧૪ પૂનાં મૂળ સૂત્રો આપ્યાં, અર્થ ન આપ્યો તે ન જ આપ્યું.
એક જ વાર કરેલું લબ્ધિ-પ્રદર્શન કેટલું ખતરનાક નીવડ્યું સ્થૂલભદ્રજી જેવા ઉચ્ચકોટિના મહર્ષિને “અપાત્ર' બનાવી દીધા, તો પછી બીજાઓની તો વાત જ ક્યાં? ઉચ્ચકોટિનું શાસ્ત્રજ્ઞાન અભિમાનીને પચતું નથી, ફૂટી નીકળે છે. માટે અભિમાની શાસ્ત્રજ્ઞાન માટે અપાત્ર બને છે. ઉચ્ચકોટિના શાસ્ત્રજ્ઞાનના અર્થીએ અભિમાનથી દૂર રહેવું જોઈએ.
મહાન જ્ઞાની પુરુષોના પરિચયથી અને સતત પુરુષાર્થથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. જે શ્રુતજ્ઞાનથી “ચરણ’ અને ‘કરણ'ની આરાધના કરીને, સર્વપ્રકારના મદોને દૂર કરવાના હોય છે, તે શ્રુતજ્ઞાનને પામીને મદોન્મત્ત થવાય ખરું? પ્રકાશથી અંધકાર દૂર કરવાનો હોય, જો અંધકાર દૂર ન થતો હોય તો તેને પ્રકાશ કેમ કહેવાય? જે જ્ઞાનથી અજ્ઞાન દૂર ન થતું હોય તેને સમ્યગુજ્ઞાન કેમ કહેવાય? સમ્યગુજ્ઞાનથી જીવાત્માના રાગ-દ્વેપ અને મોહ દૂર થવા જોઈએ, અભિમાનનો અંધાપી દૂર થવો જોઈએ. અધ્યાત્મ વિનાનું શાસ્ત્રજ્ઞાન સંસારવૃદ્ધિનો હેતુ બને છે, એ ન ભૂલશો.
૧૫. ચરણ-કરણનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદના અપાય
एतेषु मदस्थानेषु निश्चये न गुणेऽस्ति कश्चिदपि । केवलमुन्मादः स्वहृदयस्य संसारवृद्धिश्च ||९७ ।।
અર્થ : આ જાત્યાદિ આઠ મદસ્થાનોમાં પરમાર્થ દૃષ્ટિએ ખરેખર કોઇ પણ ગુણ નથી, છે માત્ર પોતાના હૃદયનો ઉન્માદ અને સંસારવૃત્તિ. ૯૩
વિવેચન : આટલું સમજ્યા પછી તમને આઠ મદમાંથી એક પણ મદ કરવા જેવો લાગે છે ખરો? અભિમાન કરવાનો કોઇ લાભ દેખાય છે ખરો? ભલે તમને પારલૌકિક દૃષ્ટિએ કોઈ નુકસાન ન દેખાતું હોય, વર્તમાન જીવનની દૃષ્ટિએ પણ કોઈ નુકસાન નથી સમજાતું!
આ બધી વાતોને તમે ત્યારે નહીં સમજી શકો, કે જ્યારે તમે કોઈ ને કોઈ મદની અસર નીચે હશો. જે દિવસે.... જે ક્ષણોમાં તમારા ઉપર કોઇ મદની અસર ન હોય, એ દિવસે.... એ ક્ષણોમાં તમારા હાથમાં આવો ગ્રંથ આવી ગર્યા, અંવા કોઈ સત્પુરુષનો સમાગમ થઈ ગયો, તો આ વાત તમારા ઉપર અસર કરી જવાની. તમે મનોમન સંકલ્પ કરી લેવાના કે ‘હવે હું ક્યારેય બળનો, બુદ્ધિનો કે જ્ઞાનનો... કોઈ પણ મદ નહીં કરું.’ ત્યારે તમને તમે કરેલાં અભિમાનનાં દુષ્પરિણામો સમજાશે.
ગુરુકૃપાના તમે પાત્ર કેમ નથી બન્યા? વડીલોના આશીર્વાદ તમને કેમ નથી મળ્યા? સ્નેહી-સ્વજનોની પ્રીતિ તમને કેમ નથી મળી? મિત્રો તમારાથી દૂર કેમ થઇ ગયા? તમને સમજાશે કે તમારા કોઈ ને કોઈ અભિમાને જ આવી દુ:ખદ પરિસ્થિતિ સર્જી છે. આજે તમારા પ્રત્યે કોઈને સાચો પ્રેમ નથી, સ્નેહ નથી કે સહાનુભૂતિ નથી, કારણ કે તમે સહુની દૃષ્ટિમાં ‘અભિમાની' સિદ્ધ થયા છો. તમારી ઉન્મત્તતાએ સહુના હૃદયમાં તમારા પ્રત્યે અણગમો પેદા કર્યો છે. અભિમાનના ઉન્માદમાં બોલાયેલા તમારા કટુ અને કઠોર શબ્દોએ અનેકોનાં કાળજાં વીંધી નાંખ્યાં છે. અનેકોના કોમળ હ્રદય ઉપર પ્રહારો કર્યા છે. જાણે કોઈ દુષ્ટ વ્યંતરનો પ્રવેશ તમારા દેહમાં ન થયા હોય.... એવી રીતે તમે વર્ત્યા છો, એવી રીતે તમે બોલ્યા છો, અને એના પરિણામે તમે તમારું અધઃપતન કર્યું છે.
તમારા હૃદયને તો જુઓ! હ્રદય કેટલું ચંચળ, અસ્થિર અને ઉદ્વિગ્ન બની ગયું છે? શું તમને આવું હૃદય પસંદ છે? શું તમને આવું હૃદય આનંદ....પ્રસન્નતા આપે છે? તો પછી શા માટે આ મદસ્થાનોનો ત્યાગ નથી કરતા? કરી દો
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
પ્રશમરતિ
ત્યાગ આ પાપી મદસ્થાનોનો, જેથી કુકર્મો બંધાય નહીં અને ભીષણ સંસારમાં અનન્ત જન્મ-મૃત્યુનાં દુઃખ સહેવાં પડે નહીં. હા, ગમે તેટલી તમારી ધર્મસાધના હોય, ગમે તેટલાં તપ અને ત્યાગ હોય, વ્રતો અને મહાવ્રતો હોય, પરંતુ જો એકાદ મદના રવાડે ચઢી ગયા તો અનન્ત સંસારમાં ભૂલા પડી ગયા સમજો. ‘મરિચી’નું દૃષ્ટાંત આંખ સામે રાખજો. પોતાના ઉત્તમ કુળના મદે એમને કેવા ભટકાવી દીધા હતા? માટે સ્વપ્નમાં પણ અભિમાનનું પડખું ન સેવશો.
વિનય અને નમ્રતાનાં દિવ્ય પુષ્પોને તમારા હૃદયબાગમાં ખીલવા દો. जात्यादिमदोन्मत्तः पिशाचवद् भवति दुःखितश्चेह । जात्यादिहीनतां परभवे च निःसंशयं लभते ।। ९८ ।।
ગર્થ : જાત્યાદિ મદોથી ઉન્મત્ત (મનુષ્ય) આ ભવમાં પિશાચની જેમ દુઃખી થાય છે
અને પરલોકમાં શંકા વિના જાત્યાદિની હીનતા પામે છે. ૯૮
વિવેચન : એક નગર હતું. એ નગરમાં એક બ્રાહ્મણ રહે. ‘શુચિપિશાચ’ એનું નામ હતું. પાકો શૌચવાદી હતો, પણ એની દૃષ્ટિ અશુચિવાદી બની ગઈ હતી. અને નગરમાં સર્વત્ર અશુચિ-અપવિત્રતા જ દેખાયા કરતી. એક દિવસ એણે ગામ-નગર છોડી દૂરના પ્રદેશમાં જવા વિચાર્યું કે જ્યાં કોઈ માણસ ન વસતો હોય. એ એક વહાણમાં બેસીને સમુદ્રની મધ્યમાં એક દ્વીપ ઉપર પહોંચ્યો. દ્વીપ નિર્જન હતો. શુચિપિશાચ રાજી થઈ ગયો.
એ દ્વીપ ઉપર શેરડીનાં ખેતરો હતાં, પરંતુ આ શુચિપિશાચને તો માર્ગમાં જ પડેલાં કોઈ મીઠાં ફળ મળી ગયાં. એણે ફળ ચાખ્યાં તો ખૂબ મીઠાં લાગ્યાં અને રોજનું ભોજન મળી ગયું. પોતાની જાતને ખૂબ પવિત્ર માનતો પિશાચ એ દ્વીપ ઉપર દિવસો પસાર કરે છે. ત્યાં એક દિવસ એણે એક પુરુષને જોયો શુચિપિશાચને આશ્ચર્ય થયું. એણે પેલા પુરુષને પૂછ્યું : ‘તમે અહીં શા માટે આવ્યા છો?' પેલા માણસે જવાબ આપ્યો : ‘સમુદ્રમાર્ગે મારા વહાણમાં મુસાફરી કરતો હતો, અચાનક દરિયામાં તોફાન આવ્યું, મારું વહાણ તૂટી ગયું અને તરતો તરતો આ દ્વીપ ઉપર આવી ગયો. વેપારી છું પરંતુ આ જગા ગમી જવાથી અહીં રહી ગયો છું. તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો?`
શુચિપિશાચે કહ્યું : ‘હું શૌચવાદી બ્રાહ્મણ છું. ગામ-નગરમાં સર્વત્ર અશ્િચ હોવાથી આ નિર્જન દ્વીપ ઉપર આવ્યો છું.' વેપારીએ પૂછ્યું : ‘અહીં તમ ભોજન શું કરો છો?’ ઋચિપિશાચે કહ્યું : ‘અહીં મને તો જમીન ઉપર જ ફળ મળી જાય છે. ખુબ સ્વાદિષ્ટ હોય છે. બસ, એનાથી પેટ ભરાઈ જાય છે,’
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદના અપાય
૧૬૫
વેપારી વિચારમાં પડી ગયો. ‘આ દ્વીપ ઉપર જમીન ઉપર પડેલાં ફળ તો મેં ક્યાંય જોયાં નથી. આણે ક્યાં જોયાં હશે?' આમ વિચારીને એણે પિશાચને પૂછ્યું : ‘એ ફળ ક્યાં છે? મને બતાવશો?’ શુચિપિશાચે કહ્યું : ‘જરૂર, ચાલો મારી સાથે,' શુચિપિશાચ વેપારીને તે જગાએ લઈ ગયું કે જ્યાં એને ફળ મળતાં હતાં. ફળ બતાવીને શુચિપિશાચે કહ્યું : ‘આ ફળ હું રોજ ખાઉં છું.' વેપારી તો ફળ જોઈને ખડખડાટ હસી પડ્યો! શુચિપિશાચે પૂછ્યું : ‘કેમ હસો છો?’ વેપારીએ કહ્યું ‘આ ફળ નથી!’ શુચિપિશાચ અકળાયો. તેણે પૂછ્યું : ‘ર્તા શું છે આ‘વેપારીએ કહ્યું : 'આ જગાએ હું રોજ હાજતે આવું છું. આ તો મારી વિષ્ટા છે! હું અહીં શેરડીનો રસ પીઉં છું, એટલે મારી વિષ્ટા પણ મીઠી હોય.... તમને એ મીઠાં ફળ લાગ્યાં!'
પિશાચ તો આભો અને બાહ્યો થઈ ગયો! ‘અરેરે....હું તો સંપૂર્ણ અશુદ્ધ થઇ ગયો.....' એનું પવિત્રતાનું અભિમાન સાવ ઓગળી ગયું. એ દ્વીપ છોડીને બીજા દ્વીપ ઉપર ગયો.... ત્યાં વળી પક્ષીઓનાં ખાધેલાં ફળ ખાવાં પડ્યાં. ત્યાંથી ત્રીજા દ્વીપ ઉપર ભાગ્યો. એમ ભટકી ભટકીને જિંદગી પૂરી કરી.
જાતિ, કુળ, રૂપ આદિના મદ કરીને ઉન્મત્ત બનેલાં મનુષ્ય આ શુચિપિશાચની જેમ દુ:ખી થાય છે. એના અભિમાનને જ્યારે કોઈ બીજો ચૂરી નાંખે છે ત્યારે એનું હૃદય દુઃખી દુઃખી થઈ જાય છે. કોઈનું અભિમાન સંસારમાં ટક્યું નથી કે ટકવાનું નથી. ‘શેરના માથે સવાશેર ' મળી જ આવે છે. અભિમાનીનાં અભિમાન જ્યારે ખંડિત થઈ જાય છે, ટુકડે ટુકડા થઈને વેરાઈ જાય છે ત્યારે વેદનાનો પાર રહેતો નથી.
અભિમાનમાં બંધાયેલાં પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે તો દુઃખ અને ત્રાસની સીમા જ રહેતી નથી. મનુષ્ય જે વાતનું અભિમાન કરે છે, કર્મો એ વાત જ છીનવી લે છે! જાતિનું અભિમાન કરનારને હીન જાતિમાં જન્મ આપે છે. કુળનો મદ કરનારને નીચ કુળમાં જન્મ આપે છે. રૂપનો ગર્વ કરનારને એવો કુરૂપ ‘અગ્નિશર્મા’ બનાવે છે કે દુનિયા એના ઉપર થૂંકે! બળનું અભિમાન કરનારને એવો ગળિયો બળદ બનાવે છે કે નાનું બાળક અને લાકડી મારી જાય! ‘લાભ’નું અભિમાન કરનારને એવો ભિખારી બનાવે કે ઘર-ઘેર ભટકવા છતાં રોટલાનો ટુકડો ન મળે! બુદ્ધિનો ગર્વ કરનારાને એવો મુર્ખ બનાવે કે શેરીનાં છોકરાં એનો હુરિયો બોલાવે. લોકપ્રિયતાનો ગર્વ કરનારાને એવો જન્મ મળે કે દુનિયામાં સર્વત્ર અનો તિરસ્કાર થાય. કોઇ એને ચાહનાર જ ન મળે. શ્રુતજ્ઞાનનું અભિમાન કરનારાને પરલોકમાં એવું જીવન મળે કે લાખ ઉપાય કરવા છતાં
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૭
જ્ઞાન મળે જ નહીં. સાવ અજ્ઞાનતામાં સબડ્યા કરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કોઈ ડરાવવાની વાતો નથી. શંકા વિનાની વાતો છે, સર્વજ્ઞ પરમાત્માની પૂર્ણ જ્ઞાનદૃષ્ટિમાં આ કાર્ય-કારણભાવ જોવાયેલો છે. જે વાતનું તમે અભિમાન કરો એ વાત તમારી પાસે ન રહે! માટે અભિમાન કરવાની ના પાડે છે જ્ઞાનીપુરુષો. ખૂબ કરુણાભર્યા હ્રદયે અભિમાનનાં ત્યાગ કરવાની અપીલ કરે છે.
ન્
પ્રશમરતિ
તમારી પાસે વર્તમાન જીવનમાં ઉચ્ચકોટિનાં જાતિ, કુળ, રૂપ વગેરે છે, તમે જો એનાં અભિમાન નથી કરતા, વિનમ્ર બન્યા રહો છો, તો પરલોકમાંજન્માંત૨માં તમને આનાથી પણ ઉત્તમકોટિનાં જાતિ, કુળ, રૂપ વગેરે મળવાનાં, એમ ઉત્તરોત્તર તમને ચઢિયાતાં સુખનાં સાધનો મળતાં જવાનાં છેવટે તમે અરૂપી, અનામી અને અજર-અમર બની જવાના.
તો પછી, આલોક અને પરલોકમાં અનર્થોની હારમાળા સર્જનારા અભિમાનને જીવનમાં શા માટે સ્થાન આપવું જોઈએ? દુઃખના દાવાનળ સળગાવનારા ગર્વને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેવા જોઈએ. આત્મગુણોનો સર્વનાશ કરનારા જાતિ વગેરેનો મદનો પડછાયો પણ આપણા ઉપર ન પડી જાય, એની તકેદારી રાખીને જીવન જીવવું જોઈએ. ગમે તેવાં ઉચ્ચકોટિનાં જાતિ, ફળ, રૂપ વગેરે મળે, એના ઉપર ક્યારેય ગર્વ નહીં કરવાનો તે નહીં જ કરવાનો.
મત્યાગના ઉપાય
सर्वमदस्थानानां मूलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्पः परपरिवादश्च सन्त्याज्यः ।।११।।
અર્થ : સર્વ મદસ્થાનોના (ગર્વ) નાં મુવિનાશ ઇચ્છતા સાધુએ સદૈવ પોતાના ગુણોથી ગર્વ ન કરવો જોઈએ, અને બીજાઓનો અવર્ણવાદ ત્યજવો જોઈએ ૯૯
વિવેષન : કાઁ, આત્માની આવી ભયંકર ખાનાખરાબી કરનારા મેદાનોનો તમારે નાશ કરવો છે? તો એના મૂળનો નાશ કરવાં પડશે. સર્વ મદસ્થાનોનું મૂળ છે માનકપાય. માનકપાયનું મૂળ છે રૂં' ની ફલ્પના. તમારે 'ઊ' ને ભૂલવો પડશે. ‘હું કંઈક છું.' આ વિચારને ફેંકી દેવો પડશે. 'દ’ ની જાગૃતિ મનુષ્યમાં બે ખરાબી પેદા કરે છે : ૧. પોતાના ગુણોનો ગર્વ, અને ૨. બીજા જીવોનો અવર્ણવાદ.
For Private And Personal Use Only
તમારે મદસ્થાનોનો નાશ કરવા છે તો તમે તમારા ગુણોની પ્રશંસા ન કરો. ‘મારું રૂપ અદ્ભુત.....મારા જેવું રૂપ કોઇનું નહીં! મારું બળ અપરાજય.....મારા
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
નીચ ગોત્રકર્મ શાથી બંધાય? જેવો બળવાન બીજો કોઈ નહીં! મારી બુદ્ધિની આગળ ભલભલા બુદ્ધિશાળીઓ પાણી ભરે! મારું જ્ઞાન અદ્વિતીય....મારા જ્ઞાનની તોલે કોઈ ન આવે....! તમે તમારી પોતાની પ્રશંસા ગાવાનું બંધ કરી દો. એ માટે તમારી મનોવૃત્તિઓ બદલો, “મારા કરતાં ઘણા મહાપુરુષો ચઢિયાતા છે....એ મહાપુરુષોનાં બળ, બુદ્ધિ, જ્ઞાન આદિની આગળ હું કંઈ નથી.' આ વિચારને દઢ કરો.
બીજા મનુષ્યોનાં બળ, બુદ્ધિ, જ્ઞાન વગેરેની ભર્સના ન કરો. બીજા જીવોને ઉતારી ન પાડો. “આનામાં કોઈ બુદ્ધિ નથી, મૂર્ખ છે.....આનામાં કોઈ શક્તિ નથી, સાવ નિર્બળ છે. આ તો નીચ કુળમાં જન્મેલો છે. આ તો સાવ અભાગી છે. ફલાણો માણસ સાવ અજ્ઞાની છે....કોઈ જ્ઞાન નથી એની પાસે આવો અવર્ણવાદ ન કરો. કોઈ પણ જીવાત્માને તુચ્છતાની દૃષ્ટિથી ન જુઓ, તિરસ્કારની દૃષ્ટિથી ન જુઓ.
એવી રીતે તમારી પ્રશંસા તમે સાંભળો નહીં. વારંવાર સ્વપ્રશંસા સાંભળવાથી માનકાય' પુષ્ટ થાય છે. 8 ની કલ્પનાં થાય દઢ છે. ક્યારેક સ્વપ્રશંસા સાંભળવી પડે તો એમાં તણાઈ ન જાઓ. પ્રશંસકને કહો : ‘તમને મારામાં ગુણો દેખાય છે તે તમારી રાષ્ટિને આભારી છે, બાકી મારામાં મને એવો કોઈ વિશિષ્ટ ગુણ દેખાતો નથી.'
કોઈ માણસ કોઈ બીજાના અવર્ણવાદ કરતો હોય, તમે એ સાંભળો નહીં. બીજા જીવોની નિંદા સાંભળવાથી એ જીવો પ્રત્યે અણગમો-તિરસ્કાર પેદા થાય છે. પછી તમે પણ ધીરે ધીરે અવવાદ કરતા થઈ જશો. “માન કપાય'ને ખોરાક મળી જશે માટે જીવોના અવવાદ કરો નહીં અને સાંભળો પણ નહીં. આ માટે તમારે ખૂબ જાગ્રત રહેવું પડશે. જે સંસારમાં ને દુનિયામાં તમે જીવો છો; એ દુનિયામાં સ્વપ્રશંસા અને પરનિંદાનાં પડઘમ વાગી રહેલાં છે! એનાથી તમારે અલિપ્ત રહેવાનું છે.
બી. ગોઝાડ શાથી બંધાય? परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च वध्यते कर्म ।
नीर्चगाँत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ।।१०० ।। અર્થ : બીજાના પરાભવ (નિરસ્કાર) થી અને પરિવાદ (અવર્ણવાદ) થી, તથા પોતાના ઉત્કર્ષથી નીચગાત્ર કર્મ કાં કે ભવામાં પણ ન છૂટે તેવું ભવે ભવે બંધાય છે. ૧૦૦ વિવેવન : તમે જાણો છો ને કે વિચાર, વાણી અને વર્તનથી કમ બંધાય
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
પ્રશમરતિ
છે? બીજા જીવોનો તિરસ્કાર કરવાથી અને અવર્ણવાદ કરવાથી કર્યું કર્મ બંધાય છે, એ તમે જાણો છો? એ બંધાયેલું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે કેવું ફળ આપે છે, એ તમે જાણો છો? કેટલાં વર્ષો સુધી, કેટલા ભવ સુધી એ ફળ આપતું રહે છે, એ જાણો છો? તમારે આ કર્મ-તત્ત્વને સારી રીતે સમજવું જોઈએ. એ સમજ્યા પછી પણ જો તમને બીજા જીવોનો પરાભવ અને અવર્ણવાદ કરવો ગમે, તો ભલે ફરજો.
આઠ પ્રકારનાં કર્મોમાં ‘ગોત્રકર્મ'નો એક પ્રકાર છે, તેના બે ભેદ છે : ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, બીજા જીવોનો તિરસ્કાર કરવાથી અને અવર્ણવાદ કરવાથી નીચ ગોત્ર બંધાય છે. આ કર્મના ઉદયથી એ જીવાત્મા હીનજાતિમાં જન્મે છે, મ્લેચ્છ જાતિમાં જન્મ અને ચંડાળ જાતિમાં પણ જન્મે. ક્રોડો ભવ સુધી આવાં જઘન્ય જાતિ-કુળમાં જ એ જન્મ્યા કરે, પશુોનિમાં ગર્દભ વગેરેની હીનજાતિમાં જન્મ્યા કરે.
હીનજાતિમાં સતત અનેક પ્રકારના ભર્યાના ઓછાયા નીચે એને જીવવાનું. સહુ એને સતાવે. સહુ એને રડાવે, બીજા જીવોનો પરાભવ કરવાનો આત્મસંતોષ તો ગિક હોય છે. બીજા જીવોનો અવર્ણવાદ ફરવાનો આનંદ પણ ક્ષણિક હોય છે; પરંતુ એનાથી બંધાતાં કર્મોનાં ઉદય જે દુ:ખ-ત્રાસ આપે છે તે ક્ષણિક નથી હોતો એ તો ક્રોડો જનમ સુધી ભાંગવવો પડે છે.
આત્મોત્કર્ષથી-જાતની વડાઈ અને બડાઇથી પણ નીચ ગોત્ર કર્મ બંધાય છે. તમે તમારી મહાનતાનાં ગાણાં ગાઈને ભલે થોડો સમય રાજી થાઓ. સ્વપ્રશંસા કરી કરીને મિથ્યા આત્મસંતોષ મેળવો, એનું પરિણામ ભયંકર છે. જો તમે, ‘કર્મબંધ' અને ‘કર્મઉદય'ના સિદ્ધાન્તમાં શ્રદ્ધા ધરાવો છો તો તમારે ગ્રન્થકારની આ વાત માનવી પડશે. કરોડો ભવોમાં તમારે હીન-હીનતર જાતિમાં જન્મ લેવા પડશે. આ વર્તમાન જીવન તો ક્ષણિક છે, અલ્પકાલીન છે. અહીંથી જ્યાં આત્માએ પ્રયાણ કર્યું, એક ક્ષણ કરતાં પણ ઓછા સમયમાં અને હીન-નીચ જાતિમાં જન્મવું પડશે. ત્યાં પછી અનેકોના ઘોર પરાભો સહન કરવાના. અનેકોના તિરસ્કાર સહન કરવાના, ત્યાં તમે તમારી સ્વપ્રશંસા નહીં કરી શકો. સ્વપ્રશંસા કરવા જેવું કંઈ મળશે જ નહીં.
જો તમારે ભાવિ જીવનોમાં ઉચ્ચજાતિ અને દિવ્યરૂપ વગેરે મેળવવું છે તો સ્વપ્રશંસા અને પરનિંદાના પાપથી બચો.
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નીચ ગોત્રકર્મ શાથી બંધાય?
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्मोदयनिर्वृत्तं हीनोत्तममध्यमं मनुष्याणाम् ।
द्विधमेव तिरश्यां योनिविशेषान्तरविभक्तम् ।। १०१ ।।
૧૬૯
અર્થ : કર્મ (ગોત્ર) ના ઉદયથી મનુષ્યોનું નીચપણું, ઉચ્ચપણું અને મધ્યમપણું નિષ્પન્ન હોય છે. તેવી જ રીતે તિર્યંચોને (તે હીનત્વાદિ) જુદી જુદી યોનિના ભેદે જુદું જુદું હોય છે. ૧૦૧
વિવેચન : ઉચ્ચપણાનો ખ્યાલ, નીચપણાનો ખ્યાલ અને મધ્યમપણાનો ખ્યાલ માનવસર્જિત નથી, પરંતુ મનુષ્યનાં કર્મોથી સર્જિત છે. મનુષ્યનાં પોતાનાં કર્મોથી એનું ઉચ્ચપણું સર્જાય છે, નીચપણું સર્જાય છે, અને મધ્યમપણું સર્જાય છે. આ સર્જન કરનાર કર્મનું નામ છે ગોત્રકર્મ,
મનુષ્યને ઉત્પન્ન થવાની ૧૪ લાખ યોનિ છે. એ યોનિઓ ત્રણ વિભાગમાં વિભક્ત છે. ૧. ઉત્તમ ૨. મધ્યમ ૩. અધમ, ઉચ્ચ ગોત્રકર્મ બાંધનાર જીવાત્મા ઉત્તમ મનુષ્યયોનિમાં જન્મે છે, ઉચ્ચ-નીચ મિશ્ર ગોત્રકર્મ બાંધનાર મધ્યમ મનુષ્ય યોનિમાં જન્મે છે. નીચ ગોંત્રકર્મ બાંધનાર અધમ યોનિમાં જન્મે છે.
એવી રીતે તિર્યંચયોનિ પણ ત્રણ વિભાગમાં વિભક્ત છે. હાથી ઘોડા, વગેરે ઉત્તમ યોનિવાળાં તિર્યંચો કહેવાય છે. ઘેટાં, બકરાં વગેરે મધ્યમ યાનિવાળાં તિર્યંચ કહેવાય છે અને ગર્દભ વગેરે અધમ યોનિવાળાં તિર્યંચ કહેવાય છે. ગોત્રફર્મના હિસાબે જીવાત્માઓ આ યોનિઓમાં જન્મે છે.
આપણાં મનની સાક્ષીએ આપણે નક્કી કરવાનું છે કે આપણે આગામી જન્મ કેવી યોનિમાં લેવો છે? જો ઉત્તમ મનુષ્યયોનિમાં જન્મ લેવો છે તો આ જીવનમાં કોઈપણ પ્રકારનો મદ કરવાં ન જોઈએ. માનકષાયનાં મૂળિયાં ઉખેડી નાખવાં જોઈએ. સ્વપ્રશંસા અને પરનિન્દાની દુષ્ટ વૃત્તિનો ખાતમો બોલાવવો જોઈએ.
For Private And Personal Use Only
વૈરાગ્યના શ્રેષ્ઠ માર્ગે પ્રયાણ કરનાર પથિકનું આ ચિંતન છે. આત્મલક્ષી ચિંતન છે. આ મદસ્થાનોને એ વૈરાગ્યમાર્ગનાં વિઘ્નો સમજે છે. એ વિઘ્નો એના માર્ગમાં અવરોધ ઊભા ન કરી દે, પ્રયાણને થંભાવી ન દે એ માટે સાધક સતત જાગ્રત રહે. આ જાતિમદ વગેરેનાં વિઘ્નો દેખાવમાં વિઘ્નો નથી હોતાં, દેખાવમાં તો આ મિત્ર જેવાં હોય છે.... અને તેથી ઘણા મોક્ષમાર્ગના સાધકો એને જલદી ઓળખી શકતા નથી. એ મદસ્થાનોની જાળમાં ક્યાંય ને ક્યાંય ફસાઈ જાય છે! સાધકના જીવનમાં બુદ્ધિનો મદ, જ્ઞાનનો મદ, લોકપ્રિયતાનો મદ અને તપનો મદ ક્યારેક ભયંકર હોના૨ત સર્જી દેતો હોય છે. ક્યારેક તો
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
190
પ્રશમરતિ સાધકને ખ્યાલ પણ નથી આવતો કે એ એક લોહજાળમાં.....મદજાળમાં ફસાયો છે!
આત્મહિતની સાધનાના માર્ગે ચાલનારા મહાત્મા આ મસ્થાનોને ઉલ્લંઘી જાય છે અને આત્મગુણોની ઉપલબ્ધિ કરી નિઃશ્રેયસપદને પામે છે.
વૈરાગ્યનાં કારણો देशकुलदेहविज्ञानायुर्वलभोगभूतिषम्यम् । दृष्टवा कथमिह विदुषां भवसंसारे रतिर्भवति ।।१०२।। અર્થ : દેશ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવની વિષમતા જોઈને વિદ્વાનોને આ નરકાદિરૂપ ભવસંસારમાં કેવી રીતે પ્રીતિ થાય? વિવેચન : શું તમે વિદ્વાનું છો?
શું તમે પ્રજ્ઞાવંત છો? જો તમારી પાસે પુનિત પ્રજ્ઞા છે, નિર્મળ બુદ્ધિ છે, તો તમે આ સંસારની અપાર વિષમતાઓ જાણી હશે. અપાર....અનંત વિષમતાઓથી ઠસોઠસ ભરેલો છે આ સંસાર! પછી ભલે, એ દેવોનો સંસાર હોય, મનુષ્યોનો સંસાર હોય, પશુ-પક્ષીઓનો કે નારકોનો સંસાર હોય. સંસાર એટલે વિષમતા!
મનુષ્યની પ્રજ્ઞા જ્યાં વિષમતાનાં દર્શન કરે છે, ત્યાં મનુષ્યનું મન પ્રીતિના તાર નથી બાંધતું! અજાણતાં પ્રીતના માંડવા મંડાઈ ગયા હોય છે તો તે તૂટ જ પડે છે.....જરાય વાર લાગતી નથી. અહીં ગ્રન્થકાર મહર્ષિ મનુષ્યને સંસારની અનેક વિષમતાઓનું સ્પષ્ટ દર્શન કરાવે છે, જો મનુષ્યની પાસે નિર્મળ બદ્ધિ હોય તો તે વિષમતાઓનું મર્મગ્રાહી દર્શન કરી શકશે અને તેની પ્રીતિના પ્રવાહનું વહેણ બદલાઈ જશે!
૧. દેશની વિષમતા : વિશ્વના દેશો....પ્રદેશો એકસમાન નથી, એક દેશ ધન, ધાન્ય અને સરોવરોથી છલકાતો....મલકાતો રમણીય દેશ છે, તો બીજો દેશ દુષ્કાળ..નિર્ધનતા અને પથરાઓથી ઘેરાયેલો.... છવાયેલો દુખપૂર્ણ દેશ છે! કોઈ દેશમાં શાન્ત, પ્રસન્ન, ઉદાર અને પ્રેમાળ પ્રજા જીવનને આનંદથી માણે છે, તો કોઈ દેશમાં પ્રજા અશાન્તિ, ક્લેશ, સંકીર્ણતા અને વેર-વિરોધની ભડભડતી આગમાં સળગે છે....કેવી વિષમતા છે ધરતીના જુદા જુદા વિભાગોમાં!
રાજસ્થાન જો કાશ્મીરને જોઈ લે તો? ઓરિસ્સાની ગરીબાઈ જો ગુજરાતની શ્રીમંતાઈ જોઈ જાય તો? ક્યાં આફ્રિકા અને ક્યાં સ્વીટ્ઝરલેંડ? ક્યાં વિયેટનામ અને ક્યાં જર્મની અને જાપાન દેશ દેશ વચ્ચે કેવી વિષમતાઓ છે? અને
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યનાં કારણો -
૧૭૧ જીવાત્માની પસંદગી અનુસારના દેશમાં જન્મ મળતો નથી ! જીવાત્માનાં શુભઅશુભ કર્મો અને સારા-નરસા દેશમાં જન્મ આપતાં હોય છે. આજે તમે ભલે સારા દેશમાં છો, પરંતુ કાયમ તમને સારા દેશમાં જ જન્મ મળતા રહે, એવો નિયમ નથી. ક્યારેક તમારો જન્મ કાશ્મીરમાં થાય, તો ક્યારેક તમે આફ્રિકાના જંગલમાં પણ જન્મો! ક્યારેક તમે ભારતની પવિત્ર ધર્મપૂત ધરતી પર જન્મો, તો ક્યારેક હિંસા અને કુરતાથી ભરેલી ઇજીપ્ત-ઇઝરાયેલ જેવા દેશોની ભૂમિ પર પણ જન્મ. આમ દેશ-દેશ વચ્ચે કોઈ સમાનતા નથી. આ દેશ સારો.. આ દેશ ખરાબ,” એવા રાગ-દ્વેષ શા માટે કરવાના?
૨. કુળની વિષમતા : સર્વે જીવાત્માઓને સરખાં-સમાન કુળોમાં જન્મ નથી. મળતો. કોઈ ઉચ્ચ કુળમાં જન્મે છે.... કોઈ નીચ કુળમાં જન્મે છે..! કોઈ ઉચ્ચકુળમાં જન્મીને અધમ કૃત્યો આચરે છે... તો કોઈ નીચકુળમાં જન્મીને ઉત્તમ કાર્યો કરે છે! સંસારની આ અપરિહાર્ય વિષમતા છે. આ વિષમતાને “સામ્યવાદ' પણ મિટાવી શક્યો નથી. જાતિ અને કુળની વિષમતા જોઈને, પ્રજ્ઞાવંત પુરુષને આ સંસાર પ્રત્યે અનુરાગ ન જ થાય.
૩. દેહની વિષમતા : કોઈની કાયા સુલક્ષણા, તો કોઈની કાયા અપલક્ષણા! કોઈનું શરીર ઘાટીલું અને મનમેહક, તો કોઈનું શરીર ઢંગધડા વિનાનું અને અણગમતું! શું આ વિષમતા બાવળના કાંટાની જેમ ખૂંચે એવી નથી? એક મનુષ્ય સુંદર, સુડોળ અને સોહામણો લાગે છે, તો એક મનુષ્ય કરૂપ, બેડોળ અને અળખામણો લાગે છે! માનવ-માનવ વચ્ચેની આ વિષમતા શું બુદ્ધિમાન માનવીને અકળાવનારી નથી? આ વિષમતા જોઈને કોના પર રાગ કરવો ને કોના પર ટૅપ કરવો? વિષમતા તરફ વૈરાગ્ય જ જન્મે.
૪. વિજ્ઞાનની વિષમતા : એક બુદ્ધિમાન પુરુષ વિશ્વનાં તત્ત્વોનું સૂક્ષ્મ ચિંતન-મનન અને પર્યાલોચન કરી, દુનિયાને નવા નવા ભૌતિક-આધ્યાત્મિક આવિષ્કારોથી આશ્ચર્યચકિત કરી દે છે, તો એક માણસ અજ્ઞાનના ઘોર અંધકારમાં અટવાત પાતાના પડછાયાને પણ પારખી શકતો નથી. એક મનુષ્ય પોતાની સ્મૃતિ અને ધારણાની અપાર શક્તિથી હજારો ગ્રંથો યાદ રાખી લે છે, તો એક માણસ પોતાનું નામ પણ ભૂલી જાય છે! જીવ-જીવ વચ્ચેની આ કેવી અસહ્ય અસમાનતા છે? કેવી દારુણ વિષમતા છે?
૫. આયુષ્યની વિષમતા : એક જીવાત્માનું દીર્ઘ આયુષ્ય, એક જીવાત્માનું અલ્પાયુષ્ય! એક સો વર્ષ પૂરાં કરે છે, તો એક માતાના ઉદરમાંથી બહાર પણ નીકળી શકતો નથી! એક ઘડપણમાં વર્ષો વિતાવે છે તો એક ભરજોબનમાં
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
પ્રશમરતિ મૃત્યુને ભેટે છે! સર્વજીવોના જીવનકાળ સમાન નથી આ સંસારમાં બુદ્ધિમાનના કાળજે ખૂચે એવી આ સંસારની વિષમતા છે. પછી એવા સંસાર પર હૈયાના હત વરસે ખરા? જીવ-જીવ વચ્ચેના જીવનકાળની અસમાનતાનું ચિંતન ભવવૈરાગ્યની જનની છે.
૬. બળની વિષમતા : એક માનવી અસાધારણ શારીરિક-શક્તિ ધરાવતો હોય છે, તો બીજા માનવી પોતાના શરીરનો ભાર પણ વહન કરી શકતો નથી! એક માનવી સેંકડો-હજારો શત્રુઓ સામે ઝઝૂમી શકે છે, જ્યારે એક માનવી એકાદ શત્રુને પણ જીતી શકતો નથી!
માનવ-માનવ વચ્ચે બળની અસમાનતા તો છે જ. દેવ અને માનવ, માનવ અને પશુ, પશુ અને નારક....ચાર ગતિના જીવોનાં બળ વચ્ચે પણ ઘણી વિષમતા છે. જીવોની શક્તિ સમાન હોતી નથી. આ અસમાનતા પ્રજ્ઞાવંત પુરુષને માટે વૈરાગ્યનું નિમિત્ત બની શકે છે.
૭. ભોગની વિષમતા : માની લો કે બે માણસો પાસે પાંચ ઇન્દ્રિયાનાં વિષય સુખો એકસરખાં છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખો બંને પાસે સરખાં છે. પરંતુ બંને એ સુખોને સમાન રીત ભોગવી શકતા નથી! એક મનુષ્ય એ સુખોને થાક્યા વિના ખૂબ ખૂબ ભોગવે છે, જ્યારે બીજો માનવી થોડાંક સુખ ભોગવવાં ન ભોગવ્યાં ને થાકી જાય છે. ઇચ્છા હોવા છતાં અને મનગમતું ભોજન સામે હોવા છતાં ખાઈ શકતો નથી! સામે સ્વર્ગનું રૂપ અને યૌવન હોવા છતાં એને જોઈ શકતો નથી કે માણી શકતો નથી! સુખોનો ઉપભોગ કરવામાં પણ વિષમતા! એવી રીતે ભોગસામગ્રીની પ્રાપ્તિમાં પણ વિપમતા! એની પાસે વિપુલ ભોગસામગ્રી હોય છે, તો બીજાની પાસે થોડી પણ ભોગસામગ્રી નથી હોતી! આ વૈષમ્યદર્શન આત્માના વૈરાગ્યનું પ્રગટીકરણ કરી આપે છે.
૮. વૈભવની વિષમતા : એક મનુષ્ય પાસે હીરા, મોતી, સોનું, રૂપું અને વાડી-ગાડીનો પાર નથી, તો બીજા મનુષ્ય પાસે ખાવા રોટલો નથી અને સૂવા
ઓટલો નથી! એક માનવી મખમલની ગાદી ઉપર આળોટે છે, તો બીજાને પાથરવા માટ ફાટેલીતૂટેલી ગોદડી પણ નથી; એકની પાસે ભવ્ય મહેલાતો છે, તો બીજાની પાસે રહેવા ઘાસની ઝૂંપડી પણ નથી. એમની પાસે પહેરવાનાં સુંદર કિંમતી વસ્ત્રોના ઢગલા છે, તો બીજાની પાસે શરીરની લાજ ઢાંકવાપૂરતાં પણ કપડાં નથી....! આ છે માનવી માનવી વચ્ચેની ઘોર વિપમતા.....
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યનાં કારણો
- ૧૭૩ વિદ્વાનોને આવા સંસાર પ્રત્યે રાગ કેવી રીતે થાય? અનુરાગ કેવી રીતે જન્મ? એ પ્રજ્ઞાવંતોનાં હૃદય તો સંસાર પ્રત્યેના ઉગથી ઊભરાતાં હોય. સંસારની આસક્તિનાં બંધન તૂટી ગયાં હોય, ધર્માનુષ્ઠાનોમાં એમનાં મન લીન બનેલાં હોય, વિષમતામાં મન ઠરે નહીં. જ્યાં કોઈ જ વિષમતા નથી એવા અનંત સિદ્ધભગવંતોના મોક્ષમાં જ વિદ્વાનોનું મન ઠરે!
अपरिगणितगुणदोषः स्वपरोभयवाधको भवति यस्मात् ।
पञ्चेन्द्रियबलविवलो रागद्वेषोदयनिवद्धः ।।१०३।। અર્થ : ગુણ અને દોષનો વિચાર નહીં કરનાર, પાંચ ઇંદ્રિયોના બળથી વિબલ અને રાગદ્વેષના ઉદયથી બંધાયેલા [જીવાત્મા) સ્વ અને પર-બંનેને કષ્ટદાયી બને છે.
વિવેચન : જન્મ-જીવન અને મૃત્યુની અવિરત યાત્રા કરતા જીવાત્માનું કેવું વાસ્તવિક દર્શન કરાવે છે. ગ્રન્થકાર! આ દર્શન કર્યા પછી સંસારના અશુદ્ધ આત્મા પ્રત્યે અનુરાગ જ ન થાય! રાગનાં બંધનો તડાતડ તૂટી પડે.... આત્મા વૈરાગ્યરસમાં તરબોળ થઈ જાય. •
સંસારમાં ભટકી રહેલો જીવાત્મા, કે ૧. જે ગુણા-દોષનો વિચાર કરી શકતો નથી. ૨. જે પાંચ ઇંદ્રિયોની શક્તિથી ઉન્મત્ત છે, અને ૩. જે રાગદ્વેષના ઉદયથી ઘેરાયેલો છે, તે જીવાત્મા પોતાની જાતને દુઃખ આપનારો બને છે.
દુનિયામાં કેવા મનુષ્ય સાથે જીવતર જીવવાનાં? મોટા ભાગના મનુષ્યો ગુણ-દોષનો વિચાર કરી શકતા નથી. શું હિતકારી છે અને શું અહિતકારી છે, એનો ભેદ સમજી શકતા નથી. કોણ ઉપકારી છે અને કોણ અનુપકારી છે, એને પરખી શકતા નથી......હિતકારીને અહિતકારી માનીને હિતકારીનો તિરસ્કાર કરે છે અને અહિતકારીનો સ્વીકાર કરે છે. ઉપકારીને અનુપકારી માનીને ઉપકારીનો ત્યાગ કરે છે અને અનુપકારીનો આદર કરે છે......પરિણામ કેવું કરુણ આવે છે? ને પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. સાથે સાથે બીજાઓને માટે પણ દુઃખરૂપ બને છે.
પાંચે ઇંદ્રિયોની શક્તિઓ વૈયિક સુખોના ભોગ-ઉપભોગમાં અત્યંત વ્યય કરીને શક્તિહીન બનેલા જીવો કેવા દીન-હીન અને પરવશ બની જાય છે, તે શું દુનિયામાં જોવા નથી મળતું? કોણ એમને સમજાવે? ઇંદ્રિયોની ઉન્મત્તતા જીવાત્માની સમજણશક્તિને હણી નાંખે છે. વિષયરસમાં લીન બનેલી એ ઇંદ્રિયો ક્ષક્ષણે જીવાત્માના ભાવાણના છુંદેશૃંદા કરી નાંખે છે. અનેકવિધ વિપયિક સુખોના ભોગપભોગમાં સશક્ત ઇંદ્રિયો આત્માની પવિત્રતાને પીંખી
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪.
પ્રશમરતિ નાંખે છે... બિલાડી જેમ પારેવાને પીંખી નાંખે તેમ. આવા જીવાત્માઓથી ભરેલા સંસાર પર શા રાગ કરવાના?
ત્રીજી વાત છે રાગ અને હેપે વર્તાવેલા હાહાકારની! રાગ અને દ્વેષની કારમી ચિચિયારીઓથી સંસાર કેવો બિહામણો લાગે છે! દરેક જીવાત્મા આ રાગ-દ્વેષની લોહ-બેડીઓમાં જકડાયેલો છે. કોઈ એક ક્ષણ એવી પસાર નથી થતી કે જે ક્ષણ રાગથી રંગાયેલી ન હોય કે હેપથી દાઝેલી ન હોય!
રાગી સ્વયં દુઃખી થાય છે, બીજાને દુઃખી કરે છે. દ્વેષી સ્વયં અશાન્ત બને છે, બીજાને અશાન્ત કરે છે. દુનિયામાં આ બધું સહજ છે! સ્વસ્થ ચિત્તે દુનિયાનું અવલોકન કરવામાં આવે તો આ સત્ય જડી જાય, સત્ય સમજાઈ જાય, સંસારનો અનુરાગ ઓસરી જાય!
અજ્ઞાની જીવાત્માઓ રાગમાં સુખની કલ્પના કરતા હોય છે....... પરંતુ એમની કલ્પના કાચી માટીનાં ભીંતડાંની જેમ તૂટી પડતી હોય છે. તેઓ દુ:ખના દાવાનળમાં સળગતા હોય છે..... સંસારની આ વાસ્તવિકતા છે. વિવેકશૂન્ય અને વૈરાગ્યશૂન્ય જીવાત્માઓ સ્વયં દુઃખ, ત્રાસ અને વંદનાઓના શિકાર બની જતા હોય છે. એમના પરિચયમાં આવનારા જીવાત્મા પણ એ જ રીતે દુઃખ વ્યાસ અને વેદનાઓથી ઘેરાઈ જતા હોય છે. હડકાયા કૂતરાની જેમ ડાચિયાં મારતા આ રાગ અને દ્રુપ આત્માને બચકાં ભરી લોહીલુહાણ કરી રહ્યા છે. બેભાન આત્માને ભલે એ વેદનાની આજે અનુભૂતિ ન થતી હોય, પરંતુ જ્યારે ઇંદ્રિયોનો ઉન્માદ શમી જાય છે, ઇંદ્રિયો શક્તિહીન બની જાય છે.....કંઈક વિવેકની આંખો ખૂલે છે.....ત્યારે પેલી વેદનાઓ, બળતરાઓ માઝા મૂકીને જીવને પીડે છે.
સંસારમાં આ ત્રણ વાતોની જ બોલબાલા છે! સમગ્ર જીવસૃષ્ટિ ઉપર આ ત્રણ વાતો છવાઈ ગયેલી છે. અવિવેક, ઉન્મત્તતા અને રાગાન્ધતા! આવા સંસાર તરફ રાગ કેમ જ થાય? આવા સંસારમાં આસક્તિ કેમ જ જન્મે? ઉપરથી મીઠો, સુંદર અને સોહામણો લાગતો સંસાર, અંદરથી કડવો, કદરૂપો અને બિહામણો છે. અવિવેક એની કડવાશ છે, ઉન્મત્તતા એની કદરૂપતા છે અને રાગાન્ધતા એની બિહામણી સૂરત છે.
જે પ્રજ્ઞાવંત પૂ પને સંસારની વાસ્તવિકતાનું ભાન થઈ જાય, એને સહજભાવે ભવવૈરાગ્ય પ્રગટે જ. એના આત્માને પ્રદેશ પ્રદેશે વૈરાગ્યના રત્નદીપક પ્રગટ જ. એના રોમેરોમે પ્રશમનાં પુષ્પો ખીલી ઉઠે જ. વૈરાગ્યના પ્યાલા ભરીભરીને પીવા માટે, સંસારની આ ત્રણ વાતોને તિલાંજલિ આપો.'
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ વિચારધારા વહેતી રહો.
तस्माद् रागद्वेषत्यागे पञ्चेन्द्रियप्रशमने ध।
शुभपरिणामावस्थितिहेतोर्यत्नेन घटितव्यम् ।।१०४ ।। અર્થ : માટે, શુભ વિચારોની સ્થિરતા માટે, રાગ અને દ્વેષના ત્યાગમાં અને પાંચ ઇંદ્રિયોને શાન્ત કરવામાં પ્રયત્ન જોઈએ.
વિવેવન : આ વિષમ સંસારમાં અપાર વિષમતાઓનું જ્ઞાનદૃષ્ટિથી દર્શન કર્યું? દેશ, કુળ, શરીર, જ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવ....આ બધામાં વિષમતાઓ જ વિષમતાઓ રહેલી છે.... બીજીબાજુ, જીવાત્મા રાગ અને દ્વેષની ઉન્મત્તતાથી મદઘેલો છે! પાંચે ઇંદ્રિયોની પરવશતાથી દીન-હીન છે. આ એક વાસ્તવિકતાનું સ્પષ્ટ દર્શન થયા પછી, જાગ્રત આત્માનું શું કર્તવ્ય હોઈ શકે, તે કહેવું પડે ખરા?
૧. રાગ અને દ્વેષની આગ બુઝાવો. ૨. પાંચ ઇન્દ્રિયોના ઉન્માદને શા કરો.
આ બે કામ, માત્ર વાતો કરવાથી કે મનમાની રીતે ધર્મક્રિયાઓ કરવાથી સિદ્ધ ન થઈ શકે. આ બે કાર્યની સિદ્ધિ માટે સર્વપ્રથમ તો મનુÀ સંકલ્પ કરવો જોઈએ : મારે, મારા હૃદયમાં સળગી રહેલા રાગ-દ્વેષના દાવાનળને બુઝાવવો જ છે આ વર્તમાન જીવનમાં જ બુઝાવવો છે! મારે મારી ઉન્માદી ઇંદ્રિયોને શાન્ત કરવી જ છે. આ સંકલ્પ મનુષ્યને એ દિશામાં પુરુષાર્થપરાયણ બનાવી રાખે છે.
આ સંકલ્પની સિદ્ધિ માટે જોઈએ શુભ, પવિત્ર... શુદ્ધ વિચારધારા! માત્ર શુભ વિચારો નહીં ચાલે, શુભ વિચારોની ધારા વહેવી જોઈએ, શુભ વિચારોનું સાતત્ય રહેવું જોઈએ. ક્ષણિક શુભ વિચારો રાગ-દ્વૈપની પ્રચંડ આગને કેવી રીતે બુઝવી શકે? જંગી ઘાસની ગંજી સળગી ઊઠી હોય તેને બુઝાવવા એકબે લોટા પાણી કે એક-બે ડોલનું પાણી ચાલી શકે ખરા? ન જ ચાલે. ત્યાં તો જોઈએ “ફાયર-બ્રીગેડના બંબાઓની અવિરત જલવપ! જ્યાં સુધી આગ ન બુઝાય ત્યાં સુધી એ જલધારા વરસતી જ રહે!
રાગ-દ્વેષની પ્રચંડ આગને બુઝાવવા માટે શુભ અને શુદ્ધ વિચારોની સતત જલવર્ષા કરવી પડશે. શુભ અને શુદ્ધ વિચારોનું સાતત્ય જાળવવા માટે કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ. બધા જીવાત્માઓ માટે કોઈ એક જ ઉપાય ન
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
પ્રશમરતિ હોય, જુદા જુદા ઉપાય હોઈ શકે, ગમે તે ઉપાય કરો, પર શુભ વિચારધારાને નિરંતર વહેતી રાખો.... અલિત ગતિથી વહેતી રાખો!
પાંચ ઇંદ્રિયોની અમાપ શક્તિને નાથવા માટે, નિરંતર ઉછાળા મારી રહેલી એ ઇંદ્રિયોને શાન્ત-પ્રશાન્ત કરવા માટે પણ પવિત્ર વિચારોનું પ્રચંડ બળ જોઈએ. વિચારોના પ્રચંડ બળથી જ ઇન્દ્રિયોની અમાપ શક્તિઓને નાથી શકાય છે. ઇન્દ્રિયોના ઉન્માદ શાન્ત પાડી શકાય છે.
આનો ફલિતાર્થ એ છે કે સક્રિયાઓના સાતત્ય સાથે સદ્વિચારોનું સાતત્ય હોવું અનિવાર્ય છે. વિચારોનો પવિત્ર ગંગાપ્રવાહ આત્મભૂમિ ઉપર વહેતો રહેવો જોઈએ. સક્રિયાઓની પ્રચુરતા જીવનમાં આ માટે જ આવશ્યક છે. સદ્દવિચારોની અવિરત ધારા વહેતી રાખવા માટે જ વિવિધ ધર્મક્રિયાઓ કરવાનો ઋષિ-મહર્ષિઓએ ઉપદેશ આપેલો છે.
દેશ, કુળ, શરીર, જ્ઞાન.....આદિની વિષમતાઓ.....અનન્ત વિષમતાઓની વચ્ચે પણ સર્વિચારની ધારા અલન ન પામે, શુભ પરિણામોનું ખળખળ વહેતું ઝરણું સુકાઈ ન જાય.... તે માટે સતત જાગ્રત રહેવું પડે, સતત પ્રયત્નશીલ રહેવું પડે. એ ક્યારેય ન ભૂલશો કે રાગ-પની આગ શુભ વિચારોની અવિરત જલધારાથી જ બુઝાવાની છે! એ વાત સદવ સ્મૃતિમાં રાખશો કે પાંચ ઇન્દ્રિયોની ઉપશાન્તિ પવિત્ર પરિણામોના સાતત્યથી જ થવાની છે, આના સિવાય બીજા લાખ ઉપાય ભલે કરવામાં આવે, પરિણામ શુન્યમાં આવશે.
તપ, જપ, પૂજા-સેવા, વ્રત-નિયમ... વગેરે ધર્મક્રિયાઓ કરવાનો ઉપદેશ જ્ઞાની પુરુષોએ આ માટે જ આપેલો છે કે આ બધી પવિત્ર ક્રિયાઓમાં મન જોડાયેલું રહે તો ગંદા, અશુદ્ધ અને અપવિત્ર વિચારોથી મન બચી જાય. તે તે ક્રિયાને અનુરુપ શુભ, સ્વચ્છ અને પવિત્ર વિચારોમાં મન ગુંથાઈ જાય, ધર્મક્રિયાઓ કરતી વખતે જો ધર્મધ્યાન અખંડિત રહે તો પાપક્રિયાઓ કરતી વખતે પણ અંતરાત્મા જાગ્રત રહેવાનો અને વિચારોને અપવિત્ર નહીં બનવા દેવાનો! ક્રિયા ભલે પાપની હોય, વિચારો પવિત્ર જ રહેવાના!
ગ્રંથકાર મહર્ષિ ભાર દઈને ઉદ્દબોધે છે કે : ગમે તે ઉપાય કરો, તમને ગમે તે ઉપાય કરો........પણ રાગ-દ્વેષનો ત્યાગ કરો! પાંચ ઇન્દ્રિયોને શાન્ત કરો! અર્થાતુ રાગ-દ્વેષની આગથી બળી રહેલા મનને બચાવી લો. પાંચ ઇન્દ્રિયોના રવાડે ચઢી ગયેલા મનને પાછું વાળી લો...ઇન્દ્રિયો સાથે જામી ગયેલી મનની મિત્રતાને તોડી નાંખો.
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ વિચારધારા વહેતી રહો.
૧૭૭ આ બંને કામની સફળતા માટે ઉપાય બતાવી દીધો : શુભ વિચારોની અવિરત ધારા! પવિત્ર વિચારોનું સાતત્ય!
પરંતુ, શુભ વિચારો સતત નથી ટકતા... તે ટકાવવા શું કરીએ આ મૂંઝવણનો ઉકેલ હવેના શ્લોકમાં ગ્રંથકાર આપે છે.
तत्कथमनिष्टविषयाभिकाक्षिणा भोगिना वियोगो वै।
सुव्याकुलहृदयेनापि निश्चयेनागमः कार्यः ।।१०५ । । અર્થ : અનિષ્ટ વિષયોની આકાંક્ષાવાળા (તેથી) અત્યંત વ્યાકુલ હૃદયવાળા ભોગાસક્ત જીવાત્માનો (વિપયાથી) કેવી રીતે વિયોગ થાય? નિશ્ચયથી (આ વિષયો આ લોકમાં અને પરલોકમાં નુકસાન કરનારા છે, એમ જાણીને) આગમનો (જિન-પ્રણીત શાસ્ત્રોનો) અભ્યાસ કરવો જોઈએ.
વિવેદન : વિષસમા વિષયોની તીવ્ર સ્પૃહા, અપ્રાપ્ત વિષયની પ્રાપ્તિની સ્પૃહા, પ્રાપ્ત વિષયોના સંરક્ષણની તત્પરતા અને વિષયોના ઉપભોગની સતત વાસના..... તમારા મનને-હૃદયને વ્યાકુળ બનાવે ! હૃદયને વ્યાકુળ.....
વિદ્વળ અને સંતપ્ત બનાવે તે વિષયોને ઇષ્ટ કેમ કહેવાય? એવા અનિષ્ટ વિષયોના સંપર્કમાં હૃદય સતત વ્યાકુળતા અનુભવે છે, છતાં તમે એનો સંયોગ ઇચ્છો છો? એ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોની અભિલાષાઓએ તમારા પવિત્ર હૃદયમંદિરને કેવું ગંદુ, કેવું જુગુપ્સનીય કરી નાંખ્યું છે, એ તો જુઓ.
પણ તમે કેવી રીતે જોઈ શકો તમારા હૃદયમંદિરને? તમે અત્યન્ત ભોગાસન બન્યા છો. ભોગાસક્તિએ તમને અશક્ત બનાવી દીધા છે. તમારું મન સારાસારનો, ઇષ્ટાનિષ્ટનો વિચાર કરવામાં અશક્ત બની ગયું છે. ચિંતન-મનનની શક્તિ તમે ગુમાવી દીધી છે. વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે.
તે છતાંય, જે સવિચારોનું એકાદ કિરણ તમને મળી ગયું છે, તમારા મનમાં આટલો પણ વિચાર ઉદ્દભવ્યો છે કે : “મારું હૃદય ઇંદ્રિયોના વિષયમાં અત્યન્ત ભોગાસક્ત છે, હું કેવી રીતે એ વિષયોનો ત્યાગ કરું ? એ વિષયોથી હું કેવી રીતે અલિપ્ત રહી શકું?'
ચિંતા ન કરો, તમારું આંતરમન એ વિષયોના વળગાડથી છૂટવા ઝંખે છે ને? તમારી આંતરચેતના એ વિષયોની વિષમતા સમજી ગઈ છે ને? તો તમે મુક્ત થઈ શકશો એ વળગાડથી મન, વચન અને કાયાથી તમે મુક્ત થઈ શકશો! જરાય ચિંતા ન કરો.
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પ્રશમરતિ તમારો એક નિશ્ચય અવિચલ રાખજો : ‘આ વિષયો આ વર્તમાન જીવનમાં અને મૃત્યુ પછીના પરલોકના જીવનમાં....ઉભય લોકમાં અહિતકારી છે....અનેક અનર્થોનાં કારણ છે. અનેક દુઃખો અને વેદનાઓનાં મૂળ છે.
આ નિશ્ચય કરીને, તમે એક જ કામ કરો : આગમોનું અધ્યયન કરો. શાસ્ત્રોનો અભ્યાસ કરો. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના ધર્મશાસનમાં અનેક આગમો છે; અનેક શાસ્ત્રો છે, ગ્રન્થો છે. તમે એના અધ્યયનમાં પરોવાઈ જાઓ!
આ શાસ્ત્રો અને ગ્રન્થો અનેક વિષયોના છે. તમે રસાનુભૂતિ કરી શકો, જેના અધ્યયન-પરિશીલનમાં તમે ખૂબ આનંદ અનુભવી શકો, એવા ગ્રંથો તમે પસંદ કરો. તમને ગણિતનો વિષય ગમતો હોય તો “ગણિતાનુયોગના શાસ્ત્રો પસંદ કરો. તમને ‘દ્રવ્યાનુયોગ' નો વિષય ગમતો હોય તો દ્રવ્યાનુયોગના ગ્રન્થો પસંદ કરો. તમને આચાર-વિચારનું પ્રતિપાદન કરનારા ગ્રન્થો વાંચવા પ્રિય હોય તો “ચરણકરણાનુયોગ'ના ગ્રન્થો પસંદ કરો. આ ત્રણ પ્રકારના ગ્રન્થો તમને ન સમજાતા હોય તો તમે કથાનુયોગ'ના સેંકડો ગ્રન્થોના વાંચનમાં ડૂબી જાઓ!
વિષયોના વમળોમાં ફસાઈ ગયેલા તમારા મનને... તમારા ચિત્તને ઉગારી લેવાનો આ એક જ અદ્ભુત ઉપાય છે. એટલા માટે સર્વજ્ઞ ભગવંતે “સ્વાધ્યાય'ને શ્રેષ્ઠ તપ કહ્યો છે.
“સન્નાયામો તવો નલ્થિ' સ્વાધ્યાય સમાન તપ નથી!
આવા ઉત્તમ ગ્રન્થોના વાંચન, મનન અને પરિશીલનમાં તમે ડૂબી જાઓ. શ્રદ્ધાવાન અને જ્ઞાનવાન એવા પ્રાજ્ઞપુરુપાનાં પાવન ચરણોમાં વિનમ્રભાવે બેસીને તમે આવા ગ્રન્થોનું અધ્યયન કરો. એકાગ્રચિત્તે અધ્યયન કરો. મનને એ જ્ઞાનકુંડમાં ઝબોળી રાખો. તત્ત્વામૃતથી મનને સદેવ ભીંજાયેલું રાખો. વિષયસ્પૃહાની આગ, એ તસ્વામૃતથી ભીના-ભીના મનને સ્પર્શી જ નહીં શકે.
સ્વાધ્યાયનાં પાંચ અંગો : વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથામાં પરોવાયેલા મનમાંથી વિપયસ્પૃહા ભાગી જાય છે. ભલેને પછી સ્વર્ગની અપ્સરાઓનાં સંગીત રેલાય, રંભા અને ઉર્વશીનાં રૂપ સામે આવે, નંદનવનની ખુબૂઓ ચારેબાજુ ફેલાય, પડ્રેસનાં ભોજન પીરસાય કે મખમલનાં બિછાનાં પથરાય..... તમારું મન જરાય આકર્ષાશે નહીં. ભોસકિત મનમાં જરાય પ્રવેશી શકશે નહીં.
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતે દુઃખદાયી વિષયસેવન..
૧૭૯ વિષયોની અનિષ્ટતા પ્રત્યે પૂર્ણ સભાનતા અને ધર્મગ્રન્થોના અભ્યાસમાં તલ્લીનતા-તમારા મનના વિચારોને શુભ અને શુદ્ધ રાખશે. તમારી વિચારધારા પવિત્ર ગંગાની જલધારા બની જશે!
અંતે દુ:ખદાયી વિષયસેવળ....
आदावत्यभ्युदया मध्ये शृंगारहास्यदीप्तरसाः । निकषे विषया वीभत्सकरुणलज्जाभयप्रायाः ।।१०६ ।। અર્થ : [આ વિષયો પ્રારંભમાં ઉત્સવ જેવા લાગે છે, મધ્યમાં શૃંગાર અને હાસ્યને ઉદીપ્ત કરનારા છે અને અંતે બીભત્સ, કરુણાસ્પદ, લજ્જાજનક અને ભયોત્પાદક હોય છે.
વિવેચન : યુવાનીની એ ઉત્સુકતા! યૌવનનાં એ મદઘેલાં સપનાં... મન:પ્રિય પ્રિયતમાના મધુર સંગમની રંગીલી કલ્પનાઓ! યુવાન હૈયામાં રચાતા મહોત્સવમાં જેઓ મહાલ્યા છે, તેઓ જ એ મહોત્સવના અનુભવને રોમાંચક વર્ણન કરી શકે. વૈષયિક સુખોના આનંદની એ પ્રારંભિક ક્ષણો ઘણી ઉત્તેજનાભરી હોય છે. ન જોયેલું જોવાની ઉત્સુકતા, ન ભોગવેલું ભોગવવાનું કુતુહલ, યૌવનકાળમાં સહજ અને સ્વાભાવિક હોય છે.
અને જ્યારે સોળ શણગાર સજીને, સુંદર વેશભૂષા કરીને, મુખ પર લજ્જાનું સ્મિત લઈને એ પ્રિયતમાં શયનગૃહમાં પ્રવેશે છે, ત્યારે એ દંપતી જે શારીરિક ઉત્તેજના અનુભવે છે, જે ઉત્કટ વિષયાનંદ અનુભવે છે... તેનું વર્ણન તો કોઈ શૃંગારરસનો મહાકવિ જ કરી શકે! અનંગક્રિડા અને સ્નેહગર્ભિત રિસામણાંમનામણાંની શયનગૃહની અતિગુપ્ત ક્રિયાઓમાં અનુભવાતી તીવ્ર વૈષયિક સુખની લાગણીઓની અભિવ્યક્તિ પણ કોઈ નિર્બધન રસરાજ મહાકવિ જ કરી શકે,
પરંતુ રસંભોગક્રિયા પૂર્ણ થયા પછી, શારીરિક ઉત્તેજનાઓ શમી ગયા પછી, એમને પોતાને જ પોતાનાં વસ્ત્રરહિત નગ્ન દેહ જુગુપ્સનીય લાગે છે! વસ્ત્રવિનાના નારીદેહ દીક્યો નથી ગમતો....ઠંડા પડી ગયેલા શરીરને પછી અડવાનું પણ મન નથી થતું....એમ ગ્રન્થ કાર અને ટીકાકાર મહર્ષિ કહે છે.
એમાંય જો અતિ વિષયસેવનથી નારીના દેહમાં પીડા ઉત્પન્ન થઈ ગઈ....અસહ્ય વેદના જાગી ગઈ અને કણ રૂદન કરવા લાગે, તો એ વિષયસુખ સુખરૂપ નહીં પણ દુ:ખરૂપ બની જાય છે. આ સ્ત્રી કરુણાસ્પદ બની જાય છે, કદાચ પુરુષને...અતિકામી વિષયાંધ પુરુષને કડવાં વેણ પણ સાંભળવાં પડે છે.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦.
પ્રશમરતિ કદાચ, એવી શારીરિક પીડા ન થાય તો પણ એ નારી પોતાના વસ્ત્રરહિત દેહને જોઈને લજ્જાથી છળી મરે છે. તુરત જ એ વસ્ત્રપરિધાન કરી લે છે. એને ભય હોય છે : “આવી કઢંગી સ્થિતિમાં વડીલો મને.....અમને જોઈ ન લે!'
વિષયસેવનની આ ત્રણ અવસ્થાઓનું સ્પષ્ટ વર્ણન ગ્રન્થકારે કર્યું છે. આદિ, મધ્ય અને અંત! આદિમાં-પ્રારંભમાં ઉત્સુકતા અને કુતૂહલ હોવાથી શાન્તિ અને સ્વસ્થતા નથી રહેતી. મધ્યમાં એટલે કે સંભોગકાળ તીવ્ર મોહની વેદના-વ્યાકુળતા હોવાથી ત્યારે પણ શાન્તિ કે સ્વસ્થતા નથી રહેતી. સંભોગક્રિયાની સમાપ્તિ પછી બીભત્સ અંગદર્શન, કરુણાજનક રુદન, શરમ અને ભયની લાગણીઓ જન્મતી હોવાથી શાન્તિ અને સ્વસ્થતા નથી જળવાતી!
વિષયસેવન પૂર્વે શાન્તિ-સ્વસ્થતા નહીં, વિષયસેવન કાળે શાન્તિ સ્વસ્થતા નહીં અને વિષયસેવન કર્યા પછી શાન્તિ-સમતા નહીં.... તો પછી શા માટે વિષયસેવનની ઇચ્છા કરવી ?
જ્ઞાનીપુરુષ, આત્મષ્ટા મહર્ષિઓ ક્ષણિક સુખો કરતાં અંતરાત્માની સ્થાયી શાન્તિ અને સ્વસ્થતાને વિશેષ મહત્ત્વ આપે છે. વિષયસેવનમાં ભલે ક્ષણિક સુખનો અનુભવ મનુષ્ય કરે છે, પરંતુ એ થોડી ક્ષણો વીત્યા પછી શું? એ વાસનાનો જુવાળ શમ્યા પછી શું? નરી અશાન્તિ અને અસ્વસ્થતા જ છે ને?
પૂર્ણજ્ઞાની વીતરાગને સંસારને કોઈ ખૂણો અણદેખ્યો હોતો નથી; કોઈ દેશ-પ્રદેશ અજાણ્યો હોતો નથી પછી માનવીનું શયનગૃહ અણદેવું કેવી રીતે હોય? ભલે એ શયનગૃહનાં બારી-બારણાં બંધ હોય, કેવળજ્ઞાનની દૃષ્ટિ એ બંધ શયનગૃહની ભીતર જોઈ શકે છે તે જાણી શકે છે! એ જવામાં અને જાણવામાં કેવળજ્ઞાનીને નથી હોતો રાગ કે નથી હોતો પ! કારણ કે તેઓ વીતરાગી હોય છે. '
શયનગૃહની ગુપ્ત વાતને પ્રગટ કરીને જ્ઞાનીપુજ્ય મનુષ્યને એ વિષયસેવનથી અળગા રહેવાની પ્રેરણા આપે છે. સેક્સ-સેન્ટરોથી દૂર રહેવાની સલાહ આપે છે, આત્માની શાંતિ અને સ્વસ્થતાને અખંડ રાખવા માટે વિપસંભોગનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. પ્રશમભાવમાં આનંદનો અનુભવ કરવા માટે સંભોગક્રિયાનો ક્ષણિક આનંદ જ તો કરવો જ પડશે.
यद्यपि निषेव्यमाणा मनसः परितुष्टिकारका विषया।
વિક્રષ્નાનાદિન મને પતિદુરન્તા||૧૦૭ {T અર્થ : જા કે સેવન કરતી વખતે વિષયો મનને સુખકારી લાગે છે, તો પણ કિપાકફળના ભક્ષણની જેમ પછીથી અતિ દુઃખદાયી હોય છે.
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતે દુઃખદાયી વિષયસેવન...
૧૮૧ વિવેવન : ‘વિષયસેવનથી-સંભોગથી ક્ષણિક પણ સુખનો અનુભવ તો થાય જ છે – એ દષ્ટિએ વિષયો સુખ આપનારા ખરાને?"
આદિ-મધ્ય અને અંતમાં અશાન્તિ તથા અસ્વસ્થતાનું પ્રતિપાદન કરનારા ગ્રંથકાર મહર્ષિને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. સંભોગની ક્રિયામાં ભલે અશાંતિ કે અસ્વસ્થતા અનુભવાતી હોય, સાથે સાથે થોડાક સુખનો અનુભવ પણ થતો હોય છે!
ગ્રન્થકાર આ વાતનો સ્વીકાર કરીને પ્રત્યુત્તર આપે છે : કબૂલ છે તમારી વાત. વિષયસેવનથી તમારા મનને ક્ષણિક સંતોષ....ક્ષણિક સુખ મળે છે.....પરંતુ એટલા માત્રથી સંભોગક્રિયા ઉપાદેય નથી બનતી. વિષયસેવન કરવા યોગ્ય સિદ્ધ નથી થતું.
જંગલમાં એક કિંપાક' નામનું વૃક્ષ હોય છે. એ વૃક્ષ ઉપર જે ફળ બેસે છે, તે ફળનો સ્વાદ કેરીના સ્વાદ કરતાં ય વધુ મધુર હોય છે. એની સુગંધ આમ્રફળની સુગંધ કરતાં ય ચઢિયાતી હોય છે. એ ફળને તમે ખાઓ તો મીઠું લાગશે! સ્વાદિષ્ટ લાગશે! પરંતુ એ પેટમાં જતાંની સાથે જ તમારી નસો ખેંચાવા લાગશે... તમારું માથું ભમવા લાગશે..... તમે તીવ્ર વેદના અનુભવતા થોડી જ ક્ષણોમાં થમસદનમાં પહોંચી જવાના! તમારું આત્મપંખ ઊડી જવાનું.
એ કિંપાકફળ જેવા આ વિષય છે. તમે વિષયસેવન કરો, ત્યાં સુધી જ તમને સુખના અનુભવ થાય, પરન્તુ એ સંભોગક્રિયામાં જે તીવ્ર મોહ, પ્રગાઢ આસક્તિ થવાની, તેના પરિણામે જે પાપકર્મ બંધાવાનાં, એ પાપકર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમે એક મોતને નહીં, અનેક મોતને ભેટવાના. એક દુઃખ નહીં, અનંત દુઃખો તમને વળગી પડવાનાં. માટે “ક્ષણિક સુખ તો મળે છે ને!” એમ માનીને વિષયસેવન-સ્ત્રીસંભોગ ન કરો.
નાનાં બાળકો કે ભાળી સ્ત્રીઓ ડાકુઓના ફંદામાં શાથી ફસાય છે, તે જાણો છો ને? ડાકુ સજ્જનના લિબાસમાં નાનાં બાળકોને ચોકલેટ-પીપરમેન્ટ આપે, મીઠી મીઠી વાતો કરે, એટલે નાનાં બાળકોને એ ડાકુ ગમી જાય. ડાકુ ઉપર વિશ્વાસ થઈ જાય....પછી એક દિવસ બાળક ખોવાયાની બૂમાબૂમ થાય! બાળકને ડાકુ ઉપાડી ગયો હોય.
ભોળી સ્ત્રીઓ પણ આ રીતે ભોળવાતી હોય છે. હાથે અને ગળે સોનાના દાગીના પહેરીને ઊભી હોય, સુંદર વસ્ત્રો પહેર્યો હોય, બહાર જવું હોય,
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ બસની રાહ જોતી બસસ્ટેન્ડ ઉપર ઊભી હોય.... ત્યાં એક ગાડી આવીને ઊભી રહે, ગાડીમાં બેઠેલો સજ્જનનાં વસ્ત્રોમાં સજજ પુરુષ આદરપૂર્વક એ
સ્ત્રીને કહે : “કહો બહેન, ક્યાં જવું છે તમારે ? આવો, બેસી જાઓ ગાડીમાં, તમારે જ્યાં જવું હોય ત્યાં પહોંચાડી દઈશ....'
પુરુષનાં સુંદર કપડાં, સફાઈદાર ભાષા અને ઔચિત્યપૂર્ણ વ્યવહાર જોઈને એ ભોળી સ્ત્રી ભોળવાઈ જાય અને ગાડીમાં બેસી જાય તો શું થાય? એના દાગીના તો જાય જ, એના પ્રાણ કે એનું શીલની પણ સલામતી ન રહે! આજે ઘણાં શહેરોમાં આવી દુર્ઘટનાઓ બનતી આપણે સાંભળીએ છીએ.
માત્ર ઉપરનો સારો દેખાવ, કે થોડી ક્ષણનું સુખ, એનાથી જો લાભાઈ ગયા તો ફસાઈ ગયા સમજો. માટે ટૂંકી દૃષ્ટિથી ન વિચારો, દીર્ઘદ્રષ્ટિથી વિચારો. ભવિષ્યનો વિચાર કરો. વિષયસેવનથી ક્ષણિક સુખનો.... થોડી જ ક્ષણોના સુખનો અનુભવ થાય છે, પરંતુ એ ક્ષણોમાં તીવ્ર રાગથી જે પાપકર્મો બંધાય છે, તેનો ગંભીરતાથી વિચાર કરો. એટલા માટે “વિષયભોગ વિભક્ષણથી પણ વધુ ભયંકર છે,' એમ તીર્થકર ભગવંતોએ કહ્યું છે.
સુખનો તીવ્રરાગી જીવાત્મા સુખના સમયનો કે સુખની જાતનો વિચાર નથી કરી શકતો. જે સુખની એને તીવ્ર ભૂખ લાગી, તે સુખ ભલે ક્ષણિક હોય તો ક્ષણિક, તે ભોગવી લેવાનો! તે સુખ હલકી જાતનું હોય તો ભલે હલકી જાતનું, તે ભોગવી લેવાનો! મગધસમ્રાટ શ્રેણિક દુર્ગધા પર મોહિત નહોતા થઈ ગયા? દુર્ગધા સાથે સંભોગ નહોતો કર્યો? સુખની તીવ્ર ભૂખ વિષયસુખની ક્ષણિકતાનો વિચાર નથી કરવા દેતી.
વિષયો વિષસમાં.....! यद्वच्छाकाष्टादशमन्त्रं वहुभक्ष्यपेयवत् स्वादुः। विषसंयुक्तं भुक्तं विपाककाले विनाशयति ।।१०८ ।।
तद्वदुपचारसंभृतरम्यकरागरससेविता विषयाः । भवशतपरम्परास्वपि दुःखविपाकानुबन्धकरा: ।।१०९।। અર્થ : જેવી રીતે અઢાર પ્રકારનાં શાક અને ઘણી ખાવા યોગ્ય તથા પીવા યોગ્ય સ્વાદિષ્ટ વસ્તુઓથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન જ ઝરવાળું હોય તો એ ખાવાથી અંત મારે છે, તેવી રીતે ખુશામત તથા વિનય વગેરેથી વધેલી સુંદરતાથી અને ખૂબ રાગથી સંવેલા વિષયો સંકડા ભવાની પરમ્પરામાં પણ દુઃખભોગની પરમ્પરા કરનારા છે.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયો વિશ્વસમા
૧૮૩
વિવેપન : તમને અત્યંત પ્રિય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન આપવામાં આવ્યું છે, તમે અત્યંત ક્ષુધાતુર પણ છો, ભોજનનો થાળ સામે છે, શ્રેષ્ઠ મીઠાઇ, પ્રિય વ્યંજનો, સ્વાદિષ્ટ ફરસાણ, મધુર સરબત.....બધું સામે છે, પીરસનાર પ્રેમથી અને આગ્રહથી ભોજન પીરસે છે, તમે ખાવાની તૈયારી કરો છો, ત્યાં તમારો વિશ્વાસપાત્ર અને નિકટનો મિત્ર દોડતો...હાંફતો તમારી પાસે આવે છે.....અને તમને કોળિયો મોંમાં નહીં મૂકવાનો ઇશારો કરી, તમને બહાર બોલાવે છે અને કાનમાં કહે છે : ‘આ ભોજનનો એક કણ મોઢામાં ન નાંખીશ, દગો થયો છે.....આ ભોજનમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું છે.....' આટલું કહીને તે ઝડપથી ચાલ્યો જાય છે.
કહો, તમે શું કરશો? એ પ્રિય, સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ ભોજન તમે કરશો? એ ભોજન ઉપર તમારો રાગ ટકશે? ના, હવે એ ભોજનમાં તમને ઝેર જ ઝેર દેખાશે, ચામડાની આંખોથી નહીં, મનની આંખોથી ઝેર દેખાશે. ભોજનના પદાર્થોમાં એકમેક થઈને ભળી ગયેલા ઝેરને ચર્મચક્ષુ જોઈ શકતી નથી, મનની આંખો....જ્ઞાનની આંખો જોઈ શકે છે! એ ભોજ્ય પદાર્થોમાં મોતનાં દર્શન થાય છે.....શરીર ધ્રૂજી ઊઠે છે, શરીરે પસીનો થઈ આવે છે....આંખોમાં ભય તરી આવે છે.....તમે એક ક્ષણનોય વિલંબ કર્યા વિના એ ભોજનનો ત્યાગ કરી દેવાના.
‘મને ઝેર દેખાતું નથી....આ તો મારા સ્વજનો છું, તેઓ દગો કરે નહીં...આટલી બહુમૂલ્ય સામગ્રી ફેંકી કેમ દેવાય?.....આ તો કોઈએ ઝેરની ખોટી શંકા કરી હશે....' આવા-આવા તર્ક-કુતર્ક તમે કરો ખરા? ‘આમાં ઝેર છે કે કેમ?' એ જાણવા થોડું ખાવાનો પ્રયોગ કરો ખરા? જરાય નહીં, એ પદાર્થોને સ્પર્શ પણ નહીં કર્યો!
વૈયિક સુખો પણ આવાં છે, ઝેરમિશ્રિત ભોજન જેવાં! એમાંય સ્ત્રીપુરુષનું સંભોગસુખ તો હલાહલ ઝેર સાથે ઘોળાયેલું સુખ છે.
માનો કે કોઈ રૂપસુંદરી પ્રત્યે તમારા મનમાં અનુરાગ જન્મ્યો. એ રૂપસુંદરીને પણ તમારા પ્રત્યે અનુરાગ જન્મે, એમ તમે ઇચ્છો છો. એને અનુરાગી બનાવવા તમે અનેક પ્રયત્ન કરો છો....ક્યારેક કોઈ ઉદ્યાનના લતામંડપમાં એ મળી ગઈ કે કાશ્મીરની ટૂરમાં....શ્રીનગરની કોઈ રમણીય હોટલમાં મળી ગઈ.....તમે એને મનાવી લેવા એની આદરપૂર્વક ખુશામત કરવા માંડી, એનો પડ્યો બોલ ઉપાડી લેવા તત્પર બન્યા....એનું એકાદ મીઠું સ્મિત....અના એકાદ બોલનો ટહુકો મેળવવા તમે તલપાપડ બન્યા, અને ચાર-પાંચ દિવસની
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
પ્રશમરતિ
એ ‘સેવાભક્તિ’ ના અંતે એ પ્રિયતમાએ તમને હસીને બોલાવ્યા. વિભિન્ન હાવભાવ કરીને તમારા દિલને બહેલાવવા માંડ્યું.....એની સુંદરતામાં તમે અભિવૃદ્ધિ જોઈ, તમારો સ્નેહસાગર ઊછળવા લાગ્યો....મોહનાં મોજાં આકાશમાં ઉછળવાં લાગ્યાં.
હવે દર્શન અને શ્રવણ પછી, એ રૂપસુંદરીના સ્પર્શની વાસના ભભૂકી ઊઠી. તમે દીન બનીને....ભિખારી બનીને....એના દેહસુખની યાચના કરી....એણે પોતાનાં તન-મન તમને સમર્પિત કરવાની તત્પરતા બતાવી....તમે મોહના ઉન્માદમાં નાચી ઊઠ્યા અને સંભોગસુખ માણવા આતુર બની ગયા.....
તે વખતે, તમારા એ શયનખંડના બારણે ટકોરા પડ્યા, 'કોઈ આવ્યું... એમ સમજીને તમે દ્વાર ખોલ્યું....તમારી સામે શ્વેતવસ્ત્રોમાં સજ્જ, હાથમાં દંડ અને પાત્ર...આંખોમાં કરુણા અને વાણીમાં માધુર્ય....એવા સાધુપુરુષને ઊભેલા જોયા. તેમણે તમને કહ્યું :
‘વત્સ, હું કંઈ લેવા નથી આવ્યો, કંઈક કહેવા આવ્યો છું!’ તમે કહ્યું : ‘મુનિવર, આપને જે કહેવું હોય તે કહો.’
મુનિવરે કહ્યું : ‘વત્સ, વિષયસુખો હલાહલ ઝેરથી પણ વધુ ખતરનાક છે. ઝેર તો એક મૃત્યુ આપે છે, આ વૈષિયક સુખો સેંકડો જીવનોને દુ:ખમય બનાવશે, સેંકડો મોતને કોત બનાવશે. પાછો વળ મારા પ્રિય બાળ! શાન્ત થા. સ્વસ્થ થા, જે ઇન્દ્રિયસુખ ભોગવવા તું તત્પર થયો છે, તેનો ત્યાગ ફર.' આટલું કહીને, ‘ધર્મમ' નો આશીર્વાદ આપીને એ સાધુપુરુષ ચાલ્યા હવે તમે શું કરશો? તમને એ રૂપરમણીમાં હલાહલ ઝેરનાં દર્શન થશે? તમારી ઉદ્દીપ્ત કામવાસનામાં તાલપુટ વિપનાં દર્શન થશે? હા, મનની આંખો ખુલી ગઈ હોય, તો જ એ દર્શન થાય. એ દર્શન થયા પછી ગાત્રો શિથિલ થઈ જાય.....શરીરે પરસેવો વળી જાય... આંખો ભયથી પહોળી થઈ જાય!
ગયા.
ગ્રન્થકાર મહર્ષિએ વિષયોને, ખૂબ રાગથી સેવેલા-ભોગવેલા વિષયોને સેંકડો....હજારો જીવનોની પરંપરામાં દુઃખોનું સાતત્ય આપનારા બતાવ્યા છે. જો એ વિષયનું સેવન મંદ રાગથી, અલ્પ રાગથી થાય, તો એ વિષયો એટલા બધા ભીષણ દુ:ખદાયી નથી બનતા. જો એ વિષયોનું સેવન સર્વથા ત્યજી દેવામાં આવે તો એ વિષયો એક ક્ષણનું પણ દુઃખ આપી શકતા નથી!
પાંચ ઇન્દ્રિયોના જે જે વિષયો સાથે આપણા રાગનો સંબંધ થાય છે, જે જે વિષયો સાથે હૃદય આક્તિથી બંધાય છે, તે તે વિષયો આપણા આત્માનું
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયોમાં રર્વ તે માનવ નહીં!
૧૮૫ અહિત કરનારા બને છે, અર્થાત્ આપણી રાગદશા અને આસક્તિ જ આપણું અધ પતન કરે છે.
“.... ૨/૨૨૧વિતા વિવાદ' આમ કહીને ગ્રન્થકારે આપણી તીવ્ર રાગદશા તરફ આંગળી ચીંધી છે. જ્યાં સુધી વૈષયિક સુખોનો આપણે સર્વથા ત્યાગ ન કરી શકીએ, ત્યાં સુધી એ વિષયોનું સેવન તીવ્ર રાગથી ન કરીએ. રાગમાં તીવ્રતાને ન ભળવા દઈએ. “વિષય સંભોગ” માં હલાહલ ઝેરનું દર્શન કરનારી દિવ્યદૃષ્ટિ ખૂલી ગયા પછી, રાગમાં તીવ્રતા આવી શકતી નથી. ‘વિષયસંભોગની ભૂખ સહન થતી નથી અને એ વિષયસેવન નાછૂટકે કરે છે, ત્યારે રાગ હોય, પરંતુ એ રાગમાં તીવ્રતા ન હોઈ શકે.
“સમ્યગુષ્ટિ જીવાત્મા વિષયોપભોગ કરે, છતાં એ પાપકમાંનો બંધ અલ્પ પ્રમાણમાં કરે છે, આવું પ્રતિપાદન ધર્મગ્રન્થ કરે છે, એનું હાર્દ આ જ છે. જ્ઞાનદૃષ્ટિ કહો, દિવ્યદૃષ્ટિ કહો, યોગદષ્ટિ કહે કે સમ્યગ્દષ્ટિ કહો, એ દૃષ્ટિ રાગમાં તીવ્રતાને ભળવા દેતી નથી! વૈષમાં તીવ્રતાને ભળવા દેતી નથી! એ જ્ઞાનદૃષ્ટિ આ છે : “વિષયો વિપ કરતાંય વધુ ભયંકર છે. વિષ એક જીવન નષ્ટ કરે છે, વિષયો અનેકભવ...અનેક જીવન બરબાદ કરે છે.' વિષયોપભાંગ કરતાં પહેલાં અને વિપર્યાપભોગ કર્યા પછી, આ જ્ઞાનદૃષ્ટિ સાવ ખુલ્લી રહેવી જોઈએ. વિષયોપભોગ સમયે જ્ઞાનદૃષ્ટિ ખુલ્લી રહી શકતી નથી! શાનદશા હોઈ શકે! અર્થાત્ અંતરાત્મા જાગ્રત હોય, બહિરાભા મોહનિદ્રામાં હોય!
પાંચેય ઇન્દ્રિયોના વિષયો તરફ આ જ્ઞાનદૃષ્ટિથી જોવાનું છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તરફ “આ વિષયો મિશ્રિત છે.” આ વિચારને દઢ કરી દેવાનાં છે. આ વિચારથી તમારું વિષય-રાગનું ઝેર ઊતરતું જશે. જ્યારે વિષય-રાગનું ઝેર ઓછું થઈ જશે, ત્યારે વૈરાગ્યનું અમૃત વધતું જશે. વૈરાગ્યનું અમૃત તમારા મનને, જીવનને આનંદથી ભરી દેશે, રાગજ આનંદ કરતાં વૈરાગ્યજન્ય આનંદ દીર્ઘજીવી, પરિશુદ્ધ અને પુણ્યબંધક હોય છે.
વિષયોમાં રમે તે માનવ નહીં!
अपि पश्यतां समक्षं नियतमनियतं पदे पदे मरणम्। येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत् ।।११०।। અર્થ : સ્થાને સ્થાને નિયત અને અનિયત મરણને પ્રત્યક્ષ જોવા છતાં જેને વિષયોમાં આસક્તિ થાય છે, તેમને મનુષ્ય ન ગણવા જોઈએ.
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૧૮૩
વિવેઘન : સામે મોત દેખાતું હોય છતાં વિષયોમાં આસક્તિ થાય? જો થાય તો તેને મનુષ્ય ન કહેવાય! તેને બુદ્ધિમાન ન કહેવાય.
સંસારની કઈ ગતિમાં જીવો સાથે મોત નથી જોડાયેલું? ચાહે એ સ્વર્ગનો દેવ હોય કે નારકીનો નારક હોય.....ચાહે એ મનુષ્ય હોય કે તિર્યંચગતિનું પશુ-પક્ષી હોય, જેનો જન્મ છે, તેનું મોત નક્કી છે.
મોતનું સ્મરણ વિષયરમણનું મારણ છે. મહારાષ્ટ્રમાં એક સંત પુરુષ થઈ ગયા. નામ હતું સ્વામી એકનાથ. તેમની પાસે એક શ્રીમંત ભક્ત આવ્યો. તેમણે એકનાથને કહ્યું ‘આપના જીવનમાં એક પણ પાપ જોવા મળતું નથી.......જ્યારે મારા જીવનમાં પાપ સિવાય બીજું કંઈ જોવા મળતું નથી, આમ કેમ?'
ભક્તનો પ્રશ્ન શાન્તિથી સાંભળી લઈ, સ્વામી એકનાથ આંખો બંધ કરી ધ્યાનમાં લીન થઈ ગયા. ભક્ત સામે બેસી રહ્યો. થોડી ક્ષણો પછી એકનાથે આંખો ખોલીને ભક્ત સામે જોયું અને કહ્યું : ‘તારા પ્રશ્નનો જવાબ તો પછી આપીશ, પણ મને આજથી સાતમા દિવસે તારું મૃત્યું દેખાય છે!'
ભક્તની આંખો પહોળી થઈ ગઈ! તેને સ્વામી એકનાથના જ્ઞાન ઉપર અને વચન ઉપર શ્રદ્ધા હતી. તે બોલી ઊઠ્યો! ‘શું કહો છો આપ? શું સાચે જ સાતમા દિવસે મારું મોત છે?’
‘હા, સાતમા દિવસે તારું મોત મને દેખાય છે....' ભક્ત પોતાના ઘેર આવ્યો. પરિવા૨ને તેણે કહ્યું : ‘હવે માત્ર સાત દિવસ જ મારું જીવન છે...મેં મારી જિંદગીમાં ઢગલા પાપ કર્યાં છે. હવે આ સાત દિવસમાં મારે કોઈ જ પાપ કરવું નથી. હું દુકાને પણ નહીં જાઉં અને ઘરનાં કામ પણ નહીં કરું . હવે તો રાત-દિવસ ૫રમાત્માનું જ નામસ્મરણ કરીશ.' અને એ ભક્ત પરમાત્માની ભક્તિમાં અને નામસ્મરણમાં લીન થઈ ગયો. સાતમે દિવસે સ્વામી એકનાથ ભિક્ષા લેવા એના ઘરે ગયા. ભક્તને ઘરે જોઈને તેમણે પૂછ્યું : ‘કેમ તમેં દુકાને નથી ગયા?'
‘પ્રભુ, હવે દુકાને જવાનું હોય? સાત દિવસથી દુકાને નથી ગયો. દુનિયાના બધા પ્રપંચ છોડી દીધા છે, દિનરાત પરમાત્માના નામસ્મરણમાં લીન રહું છું’ ભક્તે એકનાથના ચરણોમાં નમસ્કાર કર્યા. એકનાથે પૂછ્યું :
‘આ સાત દિવસમાં તમે પાપ કેટલાં કર્યાં?'
‘એક પણ નહીં! મોત સામે દેખાયા પછી રંગ-રાગ કે ભોગવિલાસ ગમે
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
ગંભીર ચિંતનનો વિષય : ખરા? વેપારધંધો કે બીજી આળપંપાળ ગમે ખરા ભગવંત? હવે...આજે તો છેલ્લો દિવસ છે...'
મહાનુભાવ! તારા પ્રશ્નનો જવાબ તને મળી ગયો ને? મારા જીવનમાં કેમ એકેય પાપ નથી? હું સતત મૃત્યુનું સ્મરણ કરું છું. મૃત્યુનું સ્મરણ પાપનું મારણ છે, તને મૃત્યુનું સ્મરણ રહ્યું, માટે તારું જીવન નિષ્પાપ બન્યું. તું ભગવસ્મરણમાં લીન બન્યો! તું હજુ જીવવાનો છે, આજે મરવાનો નથી. આ તો નિષ્પાપ જીવનનું રહસ્ય સમજાવવા તને મેં કહેલું.' '
જ્ઞાની પુરુષો કહે છે : મૃત્યુ અનિશ્ચિત છે. ગમે ત્યારે આયુષ્ય પુરું થઈ જાય.....ગમે ત્યાં અને ગમે ત્યારે મૃત્યુ જીવાત્મા પર ત્રાટકે... આવી સ્થિતિમાં વિષયસુખોની મહેફિલો ઉડાવાય? માનવીનું અને તિર્યંચોનું આયુષ્ય નિશ્ચિત નથી હોતું...., ગમે ત્યારે આયુષ્ય પુરું થઈ જાય. દેવોનું અને નારકીના જીવનું આયુષ્ય નિશ્ચિત હોય છે, તેમ મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે.
વર્તમાનકાળમાં આપણા સહુનાં ‘સપક્રમ-આયુષ્ય હોય છે એટલે કે ગમે ત્યારે આયુષ્ય પૂરું થઈ જાય અને માત આવી જાય. ધનસંપત્તિ, ઇજ્જતઆબરૂ કે પુત્ર-પરિવાર કોઈ જ બચાવી ન શકે. કોઈ મંત્ર, તંત્ર કે યંત્ર બચાવી ન શકે. કોઈ ઔષધિ કે જડીબુટ્ટી ન બચાવી શકે.... આવી અશરણા... નિઃસહાય સ્થિતિમાં વિષયસુખોની રંગરેલી ખેલી શકાય ખરી? છતાંય વિષયસુખો માણવા ગમતાં હોય તો આપણે બુદ્ધિહીન પશુ જ છીએ, માનવ નથી. ભલે કલેવર માનવનું હય, આચરણ પશુનું જ કહેવાય.
જો આપણે માનવ છીએ તો પ્રતિદિન....પ્રતિક્ષણ મોતનું સ્મરણ રહેવું જોઈએ. આપણા મૃત્યુની કલ્પના મૃત્યુ સમયનું વાતાવરણ... મૃત્યુ પછીનો પુનર્જન્મ...આ બધું રોજ એકાદવાર પણ વિચારવું જોઈએ. તો વિષયસુખોની આસક્તિ મંદ પડી જશે... ધીરે ધીરે વિષયો તરફ આપણું મન અનાસક્ત બની જશે.
ગંભીર ચિંતdળો વિષય विषयपरिणामनियमो मनोऽनुकूलविषयेष्वनुप्रेक्ष्य । द्वीगुणोऽपि च नित्यमनुग्रहोऽनवद्यश्च संचिन्त्यः ।।१११।। અર્થ : મનના અનુકુળ વિષયોમાં વિપયાના પરિણામના નિયમનું વારંવાર ચિંતન કરવું જોઈએ (અ) સર્વદા નિર્દોષ તથા બહુગુણયુક્ત લાભનો વિચાર કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
પ્રશમરતિ
વિવનન : કોઈ પણ વિષયની અવસ્થા અવસ્થિત હોતી નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, પાંચ ઇન્દ્રિયોના આ વિષયોમાંથી કોઈ પણ વિષયની અવસ્થા સ્થાયી હોતી નથી. અવસ્થાઓ પલટાતી રહે છે. આજે શુભ અને ઇષ્ટ લાગતો વિષય કાલે અશુભ અને અનિષ્ટ પણ લાગે, આજે અશુભ અને અનિષ્ટ લાગતો વિષય બીજા દિવસે શુભ અને ઇષ્ટ પણ લાગે
ગઈકાલે જે સ્વર, જે અવાજ ઇષ્ટ લાગતો હતો, પ્રિય લાગતાં હતાં, આજે તે અનિષ્ટ અને અપ્રિય લાગી શકે છે! આજે જે સ્વર અનિષ્ટ અને અપ્રિય લાગે છે તે આવતીકાલે પ્રિય અને ઇષ્ટ લાગી શકે છે!
જેવી રીતે સારા વિષયમાં નરસા બની શકે છે અને નરસા વિષયો સારા બની શકે છે, તેવી રીતે મનડાની માયા પણ વિચિત્ર છે! મનને આજે જે ગમે તે કાલે ન ગમે! આજે જે ન ગમે તે કાલે ગમવા લાગે! રાગી અને દ્વેષી મનની પ્રિયઅપ્રિયની કલ્પનાઓ, ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ, શુભ-અશુભની કલ્પનાઓ બદલાતી રહે છે.
જેમ વિષયોની અવસ્થાઓ પરિવર્તનશીલ છે, તેમ મનના ભાવો પણ પરિવર્તનશીલ છે. માટે જાગ્રત મનુષ્ય વિપર્યા પ્રત્યે અનુરાગી ન બનવું જોઇએ, કારણ કે અનુરાગ અવસ્થાની સ્થિરતા ચાહે છે! વિષયની જે અવસ્થા પ્રત્યે અનુરાગ જન્મ્યો હોય છે, એ જ અવસ્થા તે કાયમ માટે ઇચ્છે છે.....પરન્તુ એ સંભવિત નથી! અવસ્થા બદલાતી જ હોય છે. પ્રિય અવસ્થા જ્યારે બદલાઈ જાય છે, ત્યારે મન અશાન્ત બને છે, દુ:ખી બને છે.
અવસ્થા એટલે પર્યાય. પર્યાય ઉત્પન્ન થાય અને નાશ પામે! કાયમ રહે છે માત્ર દ્રવ્ય! ઇન્દ્રિયોના વિષય બનતા હોય છે દ્રવ્યના પર્યાયો. દ્રવ્ય તો જ્ઞાનદૃષ્ટિનો વિષય બની શકે.
શબ્દમાં મધુરતા કે કર્કશતો.....પર્યાય છે, જ્યારે ભાષા વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય છે. રૂપમાં સુન્દરતા કે કુરૂપતા.... પર્યાય છે, જ્યારે ઔદારિક વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય છે. રસમાં મધુરતા, કટુતા કે સ્વાદ -બેસ્વાદ એ પર્યાયો છે, જ્યારે દારિક વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય છે. ગંધમાં સુગન્ધ કે દુર્ગંધ એ પર્યાયો છે, જ્યારે ઔદારિક વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય છે. સ્પર્શમાં સુંવાળાપ કે ખરબચડાપણું એ પર્યાય છે, જ્યારે આંદારિક વર્ગણાના પુદ્દગલો દ્રવ્ય છે.
જીવાત્મા જો આ પરિવર્તનશીલ પર્યાયો ઉપરના રાગ-દ્વેષથી મુક્ત થાય તો એનાથી દ્વિગુણ જ નહીં, અનંતગુણ લાભ થાય! ઇષ્ટ-અનિષ્ટ અને પ્રિય
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની રક્ષા કરો
૧૮૯ અપ્રિયની કલ્પનામાં જીવાત્મા પ્રગાઢ રાગ-દેપ કરીને જે અસંખ્ય... અનંત પાપકર્મ બાંધે છે એ પાપ કમ એ જીવાત્માને ભીષણ ભવસાગરમાં ફેંકી દે છે. કરોડા દુર્ગતિઓમાં અપાર વેદનાઓ સહન કરતા જીવાત્મા દીન-હીન અને જડવત્ બની જાય છે. - જો એ ઈષ્ટ્ર-અનિષ્ટની, પ્રિય-અપ્રિયની, કલ્પનાઓથી મુક્ત થાય, રાગઢેબની પ્રચુરતાથી મુક્ત થાય, તો પાપકર્મોનાં બંધનથી છૂટી જાય. જીવનમાં નવાં પાપકર્મ બંધાતાં અટકી જાય, ઓછાં થઈ જાય, એ નાનોસૂનો લાભ નથી, મહાત્ લાભ છે.
આ વાત માત્ર સાંભળવાની કે વાંચવાની જ નથી, આ વાત ઉપર મનુષ્ય ગંભીર ચિંતન કરવાનું છે. ગહન અનુપ્રેક્ષા કરવાની છે. ગ્રંથકાર મહર્ષિ આ વાતને ગંભીરતાથી વિચારવાની પ્રેરણા આપે છે.
૧. વિષયોની અવસ્થાઓ સ્થાયી નથી, પરિવર્તનશીલ છે. ૨. વિપયવિરાગથી પાપકર્મો બંધાતાં નથી. ૩. ‘પાપરહિતતા' મોટો લાભ છે!
આ ત્રણ વાતો ઉપર ગંભીર ચિંતન કરવું જોઈએ. જો આપણે ખરેખર આત્મશાન્તિ ચાહતા હોઈએ, જે આપણે દુઃખ-ત્રાસ અને વેદનામાંથી મુક્તિ ઇચ્છતા હોઈએ તો આપણે મનના છીછરા કુવાને ખોદીને ઊંડો કરવો પડશે! મનના કુવામાંથી અસત્ વિચારોના કીચડને બહાર ફેંકી દઈ એમાં સ્વચ્છ પાણીનો પ્રવાહ વહેતો કરવો પડશે..તો જ મન તત્ત્વચિંતન કરી શકશે. તસ્વાનુપ્રેક્ષા કરી શકશે. જીવાત્મા વિષય-રાગથી વિરામ પામે તો જ એ પાપકમાંના બંધથી બચે અને તો જ દુ:-ત્રાસ અને વેદનાઓ એનાથી અળગી રહે,
આભારી રક્ષા કરી इति गुणदोपविपर्यासदर्शनाद्विषयमूर्छितो ह्यात्मा ।
भवपरिवर्तनभीरूभिराचारमवेक्ष्य परिरक्ष्या ।।११२।। અર્થ : આ પ્રમાણે ગુણ અને દાંપમાં વિપરીત દર્શન કરવાથી આત્મા વિષયોમાં આસક્ત બનેલા છે. સંસારપરિભ્રમણાથી ડરતા જીવોએ, “આચારાંગનું અનુશીલન કરીને એની આત્માની રક્ષા કરવી જોઈએ.
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
પ્રશમરતિ વિવેચન : ‘હજુ મારે આ ભીષણ ભવનમાં ભટકવું પડશે? હજુ શું મારે આ સંસાર-દાવાનળમાં સળગવું પડશે? હજુ શું મારે આ સંસારના પાતાળકૂવામાં પુરાઈ રહેવું પડશે? હજુ શું મારે આ સંસાર-પિશાચના જડબામાં ચવાણું પડશે? ના, ના, હર્વે મારે ભટકવું નથી, સળગવું નથી....'
સંસારપરિભ્રમણનો ભય હેય લાગી ગયો છે? ભયથી હૈયે ચીરાડા પડ્યા છે? તો તમારે એક જ ફામ કરવાનું છે, તમારા આત્માને બચાવી લેવાના છે....આત્માની સર્વાગીણ રક્ષા કરવાની છે...આજ સુધી આપણે આપણા જ આત્માની પરવા નથી કરી... આત્મા તરફ જોયું જ નથી! અનંત જન્મોથી વિષયો તરફ જ જોયા કર્યું છે... વિષયો અંગે જ વિચાર્યા કર્યું છે. આત્મા ઘોર ઉપેક્ષાનું પાત્ર બની ગયો છે.....સાવ વિસરાઈ ગયો છે...
આપણે જઈએ હવે આપણા આત્માને. સાવ બેહોશ થઈને... સાનભાન ભૂલીને ચોપાટ પડેલો છે આત્મા સુધી એના મોંઢાને... કેવી દુર્ગધ આવી રહી છે? એણે ખૂબ ઠાંસી ઠાંસીને વિપયરસ પીધેલો છે....વિપયરસના તીવ્ર નશામાં એ ચકચૂર છે....
આવી કદર્થના કેમ થઈ છે આત્માની, એ જાણો છો? કારણ કે એને વિપર્યાસ થઈ ગયો છે વસ્તુદર્શનમાં! એની દૃષ્ટિમાં વિપર્યાસ થઈ ગયો છે. ગુણકારીને અવગુણકારી જુએ છે, અવગુણકારીને ગુણકારી જુએ છે. હિતકારીને અહિતકારી જુએ છે, અહિતકારીને હિતકારી જુએ છે....... માત્ર જુએ છે, એટલું જ નહીં, તે મુજબ આચરણ પણ કરે છે. અહિતકારીને સ્વીકારે છે હિતકારી સમજીને! દુઃખદાયીને અપનાવે છે સુખદાયી સમજીને! ગુણકારીને તિરસ્કારી કાઢે છે અવગુણકારી માનીને! હિતકારીની ઉપેક્ષા કરી નાંખે છે અહિતકારી માનીને!
પાંચ ઇન્દ્રિયોના જે વિપર્યા હલાહલ ઝેરથી પણ વધુ વિધાતક છે, વધુ વિનાશક છે. તે વિષયોને મૂઢ આત્મા હિતકારી સમજીને, સુખકારી સમજીને ભોગવે છે....રાચીમાચીને ભોગવે છે. ધર્મનાં જે પવિત્ર અનુષ્ઠાના અમૃતથી પણ વધુ હિતકારી છે, સુખકારી છે. તે અનુષ્ઠાનોને દુઃખદાયી માનીને, નિરર્થક સમજીને ત્યજી દે છે! સંસારના રાગી-પી અને અજ્ઞાની સ્નેહીસ્વજનોનો સુખકારી સમજીને સંગ કરે છે. જ્યારે પરમકૃપાળુ પરમાત્માનાં, ઉપકારી સદ્ગઓનો અને સત્યપ્રેરણા આપનારા કલ્યાણમિત્રોનાં “અહિતકારી' સમજીને ત્યાગ કરે છે!
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચાચાર,
૧૯૧ કેવો અનર્થકારી વિપર્યાસ થઈ ગયો છે આત્માને! આત્માનો આ વિપર્યાસ દૂર કરવો અનિવાર્ય છે. વિપર્યાસ દૂર થશે ત્યારે જ એ વસ્તુતત્ત્વનું યથાર્થદર્શન કરી શકશે; ત્યારે જ એ હેયનો-ત્યાજ્યનો ત્યાગ કરશે અને ઉપાદેયનોસ્વીકાર્યને સ્વીકાર કરશે. દષ્ટિનો આ “વિપર્યાસ-દોષ” ગંભીર રોગ છે. કેન્સરના રોગ કરતાં પણ વધુ ખતરનાક રોગ છે. કેન્સર તો એક જીવનને ભરખી લે છે, જ્યારે આ વિપર્યાસ-રોગ અસંખ્ય જીવનની પરંપરાને ભરખી જાય છે.
હા, આ રોગનિવારણનું આપધ નથી એમ ન માનતા, ઔષધ છે! ગ્રન્થકાર મહર્ષિએ એ આંધ બતાવ્યું છે એક ધર્મગ્રન્થનું! એક ધર્મગ્રન્થના અધ્યયનચિંતન અને પરિશીલનને ઔષધરૂપે બતાવ્યું છે! એ ગ્રન્થ છે “આચારાંગસૂત્ર.”
જૈનશાસનની સ્થાપનાના પાયામાં રહેલું આ “આચાર' સૂત્રનું જ્ઞાન છે. તીર્થકર ભગવંત પાસેથી પુષ્પન્ને વા, વિખેરું વા, ઘુવે વ આ ત્રિપદીનું શ્રવણ કરીને, ગગધરો જે ‘દ્વાદશાંગી'ની રચના કરે છે, તે ‘દ્વાદશાંગી”નાં બાર શાસ્ત્રોમાં સર્વપ્રથમ શાસ્ત્ર હોય છે “આચાર! હા, દરેક તીર્થકરની, ધર્મતીર્થની સ્થાપનામાં, દરેક ગણધર સર્વપ્રથમ આ “આચાર” શાસ્ત્રની જ ૨ચના કરતા હોય છે... આ શાશ્વત્ નિયમ છે.
વિષયરસના મદિરાપાનથી બેહોશ..... મતિ બની ગયેલા આત્માને હોશમાં લાવવા માટે આ “આચાર” ગ્રન્થનું તત્ત્વરસાયણ ખવડાવવું પડશે......ગ્રન્થનું તત્ત્વામૃત પિવડાવવું પડશે....સમજાવીને, પટાવીને પિવડાવવું પડશે...... તો જ “વિપર્યાસ'નો રોગ નિર્મળ થશે. એની દષ્ટિમાં પુનઃ જ્ઞાનજ્યોતિ પ્રગટશે.
આ જીવનમાં બસ આ એક કામ કરી લઈએ-આત્મરક્ષાનું! આત્માને લાગુ પડેલા “વિપર્યાસ' રોગને નિર્મળ કરવાનું!
પંચાયા?
सम्यक्त्वज्ञानचारित्रतपोवीर्यात्मको जिन: प्रोक्तः । पञ्चविधोऽयं विधिवत् साध्वाचारः समनुगम्य: ।।११३।। અર્થ : તીર્થકરોએ સમ્યકૃત્વાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ પ્રકારના સાધ્વાચાર (આચારાંગના અથી) કહેલો છે તેન વિધિપૂર્વક જાણવા જાઈએ.
વિવેચન : જ્યારે તીર્થકરો ધર્મતીર્થની સ્થાપના કરે છે, ત્યારે સર્વપ્રથમ તેઓ આચારમાર્ગનો ઉપદેશ આપે છે, અર્થાતુ પાંચ પ્રકારના આચારોનું વર્ણન
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
પ્રશમરતિ કરે છે. તીર્થકર ભગવંતની આ વાણીને તેના પ્રમુખ શિષ્યો સૂત્રબદ્ધ કરી લે છે. એ સૂત્રો એટલે આચારાંગ સૂત્ર!
“આચારાંગ' એ દ્વાદશાંગીનું પ્રથમ અંગ છે. તેમાં પાંચ પ્રકારના આચારોનું વિશદ અને વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. અહીં સંક્ષેપમાં આપણે એ પાંચ આચારોને જાણીશું. આ પંચાચારને પ્રસ્તુતમાં “સાધ્વાચાર' કહેલા છે. એટલે કે સાધુજીવનમાં આચરવાના આ પાંચ આચારો છે,
પહેલો આચાર છે સમ્યત્વાચાર. સમ્પર્વને “દર્શન પણ કહેવામાં આવે છે, એટલે સમ્યવાચારને દર્શનાચાર પણ કહી શકાય. સમ્યગદર્શન એટલે જિનવચન ઉપર નિઃશંક શ્રદ્ધા, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માના ઉપદશ-વચનો ઉપર, તેઓએ આપેલા તત્ત્વજ્ઞાન ઉપર કોઈ શંકા નહીં કરવાની. એ વચનો સિવાય કોઈપણ રાગ-દ્વેષી માનવોનાં કે દેવનાં વચના તરફ આકર્ષાવાનું નહીં. જિનવચનોની સત્યતાને સમગ્રતયા સ્વીકાર કરવાનાં.
અલબત્ત, એ જિનવચનોની યથાર્થતાને સમજવા માટે જિજ્ઞાસા પ્રગટી શકે. એ જિજ્ઞાસાને સંતોષવા જ્ઞાની પુરુષોને પ્રશ્ન પણ પૂછી શકાય. મનમાં ઊઠતા પ્રશ્નોનું સમાધાન કરી જિનવચનોન સ્મૃતિની તિજોરીમાં સંગ્રહી રાખવાનાં. એ જિનવચનોના અર્થને, મર્મને, તાત્પર્યને આપણા વિચારો સાથે એકમેક કરી દેવાના!
બીજો આચાર છે જ્ઞાનાચાર. દર્શનાચારથી બુદ્ધિ જ્યારે પવિત્ર બને છે, ત્યારે તે મતિ-જ્ઞાનાચાર બને છે. દર્શનાચારથી શાસ્ત્રજ્ઞાન જ્યારે સાચી સમજણરૂપ બને છે, ત્યારે તે શ્રુત-જ્ઞાનાચાર બને છે. દર્શનાચારના શુદ્ધ પાલનથી આત્મભાવ જ્યારે નિર્મળ બને અને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ થાય છે, ત્યારે અવધિજ્ઞાનાચાર જન્મે છે. મન:પર્યવજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થાય છે ત્યારે મન:પર્યવજ્ઞાનાચાર બને છે. કેવળજ્ઞાનાવરણકર્મનો ક્ષય થાય છે, ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે અને તે જ કેવળજ્ઞાનાચાર કહેવાય છે!
ત્રીજો આચાર છે ચારિત્રાચાર, આઠ પ્રકારનાં કમાંના ચયને-સમૂહને રિક્ત કરે તે ચારિત્ર કહેવાય! પાંચ સમિતિ ઇિર્ષા સમિતિ, ભાષાસમિતિ, અપણાસમિતિ, આદાનભંડમનિક્ષેપણા સમિતિ અને પારિષ્ઠાપનિક સમિતિ અને ત્રણ ગુપ્તિ મિનો ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ રૂપ આ ચારિત્રાચાર છે. ચારિત્ર પાંચ પ્રકારનાં બતાવવામાં આવેલાં છે : ૧. સામાયિક ચારિત્ર. ૨. છેદો સ્થાપનીય ૧૩. પાંચ જ્ઞાનનું સ્વરૂપ: જુઓ પરિશિષ્ટમાં ૧૩. પાંચ પ્રકારના ચારિત્રનું સ્વરૂપ : જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
આચારાંગ-રૂપરેખા . ચારિત્ર ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્ર ૪. સુક્ષ્મસંપરા ચારિત્ર, અને ૫. યથાખ્યાત ચારિત્ર. આ પાંચેય ચારિત્રમાં સમિતિ અને ગુપ્તિનું પાલન અનિવાર્ય હોય છે, માટે તે સમિતિ-ગુપ્તિના પાલનને ચારિત્રાચાર કહેવામાં આવ્યું છે.
ચોથો આચાર છે તપાચાર. તપાચારના બાર પ્રકાર છે : છ પ્રકારનો બાહ્ય તપ અને છ પ્રકારનો આભ્યતર તપ. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ. રસત્યાગ, કાયફલેશ, અને સંલીનતા, આ બાહ્ય તપાચાર છે. પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ અને સ્વાધ્યાય, આ આત્યંતર તમાચાર છે.
પાંચમો આચાર છે વીર્યાચાર, વીર્ય એટલે આત્મશક્તિ, ઉપર બતાવેલા ચાર આચારોના પાલનમાં આત્મશક્તિનો ઉપયોગ કરવો તે વીર્યાચાર છે. અપ્રમત્ત બનીને દર્શનાચાર વગેરે ચાર આચારોના પાલનમાં તત્પર બનવું જોઈએ.
આ પાંચ પ્રકારના આચારનું જ્ઞાન જે આચારાંગ સૂત્રમાં આપવામાં આવેલું છે, તે આચારાંગ સૂત્રનું અધ્યયન વિધિપૂર્વક કરવું જોઈએ, એટલે કે ‘યોગોઠવહન'ની ક્રિયાઓ અને તપશ્ચર્યા સાથે અધ્યયન કરવું જોઈએ.
જે સ્થાનમાં રહીને અધ્યયન કરવાનું હોય તે સ્થાન શુદ્ધ જઈએ. જે કાળમાં દિવસે અને રાત્રે) અધ્યયન કરવાનું હોય, એ કાળ શુદ્ધ જોઈએ. કાળશુદ્ધિ જાણવા માટે “કાલગ્રહણ'ની ક્રિયાઓ કરવાની હોય છે. કાળશુદ્ધિનું પ્રવેદન કરવાની ક્રિયા કરવાની હોય છે. આ રીતે કરેલું આચારાંગનું અધ્યયન મુનિના આત્મભાવને વિશુદ્ધ કરે છે. મુનિના આત્મામાં જ્ઞાન પરિણમે છે. આત્મપરિણતિરૂપ બનેલું જ્ઞાન મોક્ષમાર્ગ પ્રકાશક જ્ઞાન બને છે, આત્મા ઉપર લાગેલાં કર્મોનું વિનાશક બને છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની શુદ્ધિ-અશુદ્ધિની ઉપેક્ષા કરીને કરેલું ધર્મગ્રન્થોનું અધ્યયન આત્મશુદ્ધિમાં ઉપયોગી નથી બની શકતું.
આયાણગ-રૂપરેખા षड्जीवकाययतना लौकिकसन्तान-गौरव-त्यागः । शीतोष्णादिपरीपहविजयः सम्यक्त्वमविकम्प्यम् ।।११४।।
संसारादुद्वेगः क्षपणोपायश्च कर्मणां निपुणः ।
वैयावृत्योद्योगः तपोविधिोषितां त्यागः ।।११५।। અર્થ : છ ઇવકાયની રક્ષા, કટુંબીજનોના મમત્વનો ત્યાગ, શીત-ઉષ્ણ વગેરે ૧૮. બાર પ્રકારના તપનું વિવેચન : કારિકા ૧૭૫-૧૭૬ માં વાંચો.
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪.
પ્રશમરતિ પરીપહોના વિજય, અવિચલ સમ્યકત્વ, સંસારનો ઉદ્ધગ, કમનો ક્ષય કરવાના કુશળ ઉપાય, વૈયાવૃત્યમાં તત્પરતા, તપના વિધિ અને સ્ત્રીઓના ત્યાગ, આચારાંગના આ નવ ભંદ છે.
વિવેચન : સમગ્ર આચારાંગ સૂત્રમાં પાંચ પ્રકારના આચારનો ઉપદેશ વણાયેલો છે, એ વાત કહીને હવે આચારાંગનાં જુદાં જુદાં અધ્યયનોમાં જે વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેની સામાન્ય રૂપરેખા ગ્રન્થકાર આપે છે.
આચારાંગ સૂત્રના મુખ્ય બે વિભાગ છે. વિભાગને શાસ્ત્રીય ભાષામાં શ્રુતસ્કંધ' કહેવામાં આવે છે. પહેલો શ્રુતસ્કંધ અને બીજો શ્રુતસ્કંધ, પહેલા શ્રુતસ્કંધનાં નવ અધ્યયનો છે, એટલે કે નવ પ્રકાર છે. દરેક અધ્યયનનું નામ અને અધ્યયનનો વિષય બતાવવામાં આવે છે :
૧. શસ્ત્રપરિજ્ઞા : આ અધ્યયનમાં સર્વપ્રથમ સામાન્યથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે. જીવોની છનિકાયો બતાવવામાં આવી છે. પૃથ્વીકાય, અષ્કાય, તેજ સ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ છ કાયનું સ્વરૂપ સમજાવીને, એ જીવોનો વધ કરવાથી સંસારમાં જીવને પરિભ્રમણ કરવું પડે છે અને કર્મબંધ થાય છે, તે વાત બતાવવામાં આવી છે.
આ જીવવધનો ત્યાગ મન-વચન-કાયાથી કરવો જોઈએ. જીવવધ ન કરવો જોઈએ, ન કરાવવો જોઈએ, જીવવધની અનુમોદના ન કરવી જોઈએ. આમ નવ પ્રકારે જીવવધનો ત્યાગ કરવાનો ઉપદેશ આપીને, એ જીવનિકાયના જીવોની રક્ષાનો જ્ઞાનપૂર્વક પ્રયત્ન કરવાની ભલામણ કરવામાં આવી છે.
૨. લોકવિજય લૌકિક સંતાન એટલે માતા-પિતા પત્ની-પુત્ર-પુત્રી...સ્નેહીસ્વજન વગેરે. આ બધા પ્રત્યે સ્નેહ નહીં રાખવાનાં, આસક્તિ નહીં રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલે કે જે સંસારી સ્વજનોનો ત્યાગ કર્યો, તેમના પ્રત્યેના સ્નેહનો પણ ત્યાગ કરવો જોઈએ, એ કહેવામાં આવ્યું છે. તે પછી ક્રોધ-માન-માયા અને લોભ-આ કપાયો પર વિજય મેળવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતાથી કપાયો પર વિજય મેળવી શકાય છે, એમ કહેવામાં આવ્યું છે.
૩. શીતોષ્ણીય : સુધા, તૃપા, શીત, ઉષ્ણતા વગેરે બાવીસ પરીષહોને સમતાભાવે સહન કરવા જોઈએ. એ પરીપહો આવે ત્યારે કાયર ન બનવું જોઈએ, એ વાત આ અધ્યયનમાં કહેવામાં આવી છે. બાવીસ પરીપહોમાં બે
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગ-રૂપરેખા
૧૯૫
પરીપહ શીત છે, જ્યારે વીસ પરીપહ ઉષ્ણ છે! સ્ત્રી પરીષહ અને સત્કાર પરીપત ભાવાત્મક દૃષ્ટિએ શીત પરીષહ કહેવાય છે. બાકીના વીસ પરીષહ ઉષ્ણ કહેવાય છે.
૪. સમ્યક્ત્વ : સમ્યક્ત્વ એટલે સમ્યગ્દર્શન. આ સમ્યગ્દર્શન તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ હોય છે. આ શ્રદ્ધા, શંકા-કાંક્ષા-વિચિકિત્સાથી રહિત જોઈએ અને અવિચલ જોઇએ, આ વિષયને આ અધ્યયનમાં વિશદ ક૨વામાં આવ્યો છે.
૫. લોકસાર : મુનિ સંસારથી ઉદ્વિગ્ન હોય, હિંસા-અસત્ય વગેરે પાપોમાં પ્રવૃત્ત ન હોય, મુનિ અકિંચન હોય-આ વાતો બતાવીને પછી, મુનિ સંસારના કામભોગોમાં કેમ ઉદ્વિગ્ન હોય, તેના હેતુઓ બતાવ્યા છે. મુનિ સંસારમાં સંયમને જ સારભૂત માને છે, નિર્વાણને જ સારભૂત માને છે; તેથી સંયમ અને નિર્વાણનું સાધક એવું ધર્મજ્ઞાન જ એને મન ‘લોકસાર' હોય છે. પોતાના મોક્ષમાર્ગનો ક્યારેય ત્યાગ કર્યા વિના અવિરત ગતિથી એ પ્રગતિ સાધતો સારભૂત મોક્ષને પામે છે, આ વાત ખૂબ જ માર્મિક રીતે આ અઘ્યયનમાં કહેવાઈએ છે.
૬. ધુત : આ અધ્યયનમાં સ્વજન, મિત્ર, પત્ની, પુત્ર આદિ તરફ નિરપેક્ષભાવ ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. અર્થાત્ આ બધાં સ્વજન-પરિજનોનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જ્ઞાનાવરણ આદિ કર્મોનો ક્ષય કરવા માટે શ્રુતજ્ઞાનાનુસાર ધર્માનુષ્ઠાન કરવાની પ્રેરણા આપીને છેવટે શરીરનો અને ઉપકરણોનો પણ ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
૭. મહાપરિક્ષા : શ્રમણજીવનમાં આરાધવાના મૂળ ગુણો [પાંચ મહાવ્રતો] અને ઉત્તર ગુણો (ગોચરીના ૪૨ ર્દોષોનો ત્યાગ વગેરે ને સમ્યગ્ રીતે જાણીને તે મુજબ જીવવાનો ઉપદેશ આ અધ્યયનમાં આપવામાં આવ્યો છે. ભલે શ્રમણ પાસે મંત્રશક્તિ હોય, તંત્રોનું જ્ઞાન હોય કે આકાશગમન વગેરેની લબ્ધિ હોય, પરંતુ એનો ઉપયોગ ભૌતિક સુખ-સમૃદ્ધિ માટે નહીં કરવાની સાવધાની આપવામાં આવી છે. સ્વજીવન પ્રત્યે નિર્મમ-નિઃસ્પૃહ રહી આત્મગુણોની આરાધના માટે જ સાધુએ જીવવાનું છે, એ તાત્પર્ય છે. જીવનનો મો, મનુષ્ય પાસે અનેક અકાર્યો કરાવે છે.
આ જ અધ્યયનનો બીજો વિભાગ છે : પ્રત્યાખ્યાનપરિણા. આમાં, ત્યાજ્યનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરીને સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્રમાં પુરુષાર્થ કરવાનું કહેવામાં આવ્યું છે. વૈયાવૃત્યોદ્યો‘ કહીને સત્કાર્યોમાં સતત ઉદ્યમશીલ બનવાનો નિર્દેશ કરેલો છે.
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
પ્રશમરતિ આ મહાપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા અધ્યયન આજે આચારાંગ સુત્રમાં નથી મળતાં. એ ક્યારે અને કેવી રીતે વિલુપ્ત થઈ ગયાં તે જાણી શકાયું નથી.
૮. વિમોક્ષ-યતના : સર્વત્નશવિયોો મોક્ષ' સર્વકમૉના આત્માથી વિયોગ થવો, એનું નામ મોક્ષ છે. શ્રાવકો (ગૃહસ્થો) અમુક અંશમાં જ કર્મક્ષય કરી શકે છે માટે તેઓનો વિમોક્ષ કહેવાય. સાધુપરસ્પો સર્વકર્મનો ક્ષય કરી શકે છે માટે તેઓનો સર્વવિમોક્ષ' કહેવાય. આ મોક્ષનું વિસ્તારથી વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. આ માસવર્ણન ત્રણ પ્રકારનાં અનશનોના વર્ણન સાથે કરાયેલું છે. ૧. ભક્તપ્રત્યાખ્યાન, ૨, ઇંગિની, અને ૩. પાદપાપગમન. સ્વેચ્છાએ સમાધિપૂર્વક સ્વીકારવામાં આવતાં આ ત્રણ મરણ છે. ( ૯. ઉપધાનશ્રુત : શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ પોતે કરેલી તપશ્ચર્યાનું વર્ણન આ અધ્યયનમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. ભગવાન ઉમાસ્વાતિજીએ આ અધ્યયનને તપોવિધિ’ કહેલું છે. સાથે સાથે બ્રહ્મચર્યનો નિર્દેશ ‘યોપિતત્યાગના નામે કરવામાં આવ્યો છે.
આ “આચારાંગ' સૂત્ર ઉપર ચાંદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રાકૃત ભાષામાં નિયુક્તિની (ગાથાબદ્ધ ) રચના કરી છે. તેઓએ મૂળ સુત્રોની વિશદ છણાવટ કરવા સાથે અવાંતર અનેક વિષયો આપીને આચારના વિષયને વધુ વ્યાપક બનાવ્યો છે.
આચારનાં સૂત્રો અને નિર્યુક્તિની ગાથાઓ ઉપર મહાન પ્રજ્ઞાવંત આચાર્ય શ્રી શીલાંકરાચાર્ય ટીકા (સંસ્કૃત) ની રચના કરીને ગંભીર વિષયને સુબોધ અને રસમય બનાવ્યો છે. પારિભાષિક શબ્દોની સરળ પરિભાષા, આત્મા, કર્મ વગેરે પરોક્ષ વિષયોનું તલસ્પર્શી સ્પષ્ટ વિવેચન અને ગણપરાની ગહન વાણીમાંથી તારવેલાં તાત્પર્યો....આ બધું ખરેખર ચિત્તને આનંદથી ભરી દે તેવું આહલાદક છે.
આચારાંગ”નું અધ્યયન-ચિંતન-મનન આ નિયુક્તિ અને ટીકાના સહારે જ સરળ બન્યું છે... બાકી તો ગણધરથી સુધર્માસ્વામીએ આપેલી સૂત્રાત્મક વાણી તો મારા જેવા અલ્પજ્ઞ અને મંદબુદ્ધિ માનવો માટે દુધ જ રહે.
હવે ગ્રન્થકાર આચારાંગના બીજા શ્રુતસ્કંધની વિષયસૂચિ આપે છે.
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમજીવનની આચારસંહિતા विधिना भक्ष्यग्रहणं स्वीपशुपण्डकविवर्जिता शय्या।
इर्याभाषाम्वरभाजनैषणाग्रहाः शुद्धाः ।।११६ ।। અર્થ : 'આચારાંગ સુત્રના દ્વિતીય શ્રુતસ્કંધની પહેલી ચૂલિકાનાં સાત અધ્યયનનાં નામ] વિધિપૂર્વક ભિક્ષાગ્રહણ, સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત ઉપાશ્રય, ઇર્ષાશુદ્ધિ, ભાષાશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, પાત્રશુદ્ધિ અને અવગ્રહશુદ્ધિ.
વિવેવન : આચારાંગ-સૂત્રના પહેલા શ્રુતસ્કંધનાં નવ અધ્યયનોમાં મોક્ષમાર્ગની અન્તર્યાત્રામાં ઉપયોગી ઘણું તત્ત્વજ્ઞાન આપવામાં આવ્યું છે, છતાં એમાં જે કંઈ કહેવાયું છે તે સંક્ષેપમાં કહેવાયું છે. કેટલીક અગત્યની વાત નથી પણ કહેવાઈ તેથી બીજા ગ્રુતસ્કંધની રચના થઈ છે. પહેલા શ્રુતસ્કંધમાં જે વાતો કહેવાની રહી ગઈ છે તે વાત સંક્ષેપમાં કહેવાઈ છે, તેનો વિસ્તાર બીજા શ્રુતસ્કંધમાં કરવામાં આવ્યા છે, જેથી મોક્ષમાર્ગના આરાધક મનુષ્યને આરાધનામાં ઉપયોગી વિશદ અને સુસ્પષ્ટ માર્ગદર્શન મળી શકે.
બીજા ગ્રુતસ્કંધના ચાર મુખ્ય વિભાર્ગો છે. આ વિભાગને ચૂલિકા' નામથી સંબોધવામાં આવ્યા છે. દરેક ચૂલિકાનાં અવાંતર અધ્યયનો છે. તે અધ્યયનોના અવાંતર ઉદ્દેસા પ્રકરણો આપવામાં આવ્યા છે.
પહેલી ચૂલિકાનાં સાત અધ્યયન છે. એક જ કારિકામાં એ સાત અધ્યયનનાં નામોન ગ્રન્થકારે ઉલ્લેખ કર્યો છે. તે દરેક અધ્યયનમાં ક્યા ક્યા વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનો સંક્ષિપ્ત પરિચય અહીં આપવામાં આવે
૧, પિંડ-એષણા: સાધુઓએ અને સાધ્વીઓએ જે ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે તે ભિક્ષા ઉગ્ય ઉપાયામ-ઉત્પાદન અને એષણાના ૪૨ દોષોથી રહિત ગ્રહણ કરવાની હોય છે. આ ભિક્ષાના વિષયને વિસ્તારથી આ અધ્યયનમાં ચર્ચવામાં આવ્યો છે.
૨. શય્યા-એષણા : શય્યા એટલે પ્રતિશ્રય કે ઉપાશ્રય. સાધુ-સાધ્વીઓએ કેવા સ્થાનમાં રહેવું જોઈએ અને કેવા સ્થાનમાં ન રહેવું જોઈએ, જે સ્થાનમાં રહેવાનું હોય ત્યાં કેવી રીતે રહેવું જોઈએ, તેની વિસ્તૃત ચર્ચા આ અધ્યયનમાં કરવામાં આવી છે. મૂળગુણશુદ્ધ અને ઉત્તરગુણશુદ્ધ એવા મકાનમાં રહેવાનું વિધાન કરવામાં આવ્યું છે.
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
પ્રશમતિ
૩. ઇર્યા-એષણા : સાધુ-સાધ્વી ભિક્ષા લેવા જાય, વિહાર કરે....કોઈ પણ કારણસર ગમનાગમન કરે, તે ગમનાગમન તેમણે ધીમે ધીમે કરવું જોઈએ. દૃષ્ટિને જમીન પર સ્થિર રાખીને કરવું જોઈએ અને કોઈ ત્રસ કે સ્થાવર જીવોની હિંસા ન થઈ જાય, તેની કાળજી રાખીને ચાલવું જોઈએ. આ વાતને
આ અધ્યયનમાં સારી રીતે સમજાવવામાં આવી છે. ચાલવાની ક્રિયા જીવનની એક મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. તે ક્રિયા ખૂબ સાવધાનીપૂર્વક કરવાની જિનેશ્વરદેવાની આજ્ઞા છે.
૪. ભાષાજાત : સાધુ-સાધ્વીએ કેવા શબ્દો બોલવા જોઈએ, કેવા શબ્દો ન બોલવા જોઈએ, સાધુ-સાધ્વીની વાણી સ્વ-પરને નુકસાન કરનારી ન હોવી જોઈએ. સાધુ-સાધ્વીએ વિચાર કરીને બોલવું જોઈએ....આ ભાષાપ્રયોગોને આ અધ્યયનમાં બતાવવામાં આવ્યા છે. બોલવાની ક્રિયા માનવજીવનની મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. વાણીસંયમ સાધુજીવનનાં પ્રાણ છે.
૫. વસ્ત્ર-એષણા : સાધુ-સાધ્વીએ કેવાં અને કેટલાં વસ્ત્ર ધારણ કરવાં જોઈએ, વસ્ત્ર ક્યાંથી અને કેવાં લેવાં જોઈએ-એ વિષયને આ અધ્યયનમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. વસ્ત્રપરિધાન એ પણ જીવનની એક વિશિષ્ટ ક્રિયા છે. વસ્ત્રનાં પણ લક્ષણો જોવાનાં હોય છે. સારાં લક્ષણોવાળાં વસ્ત્ર ગ્રહણ કરવાં જોઈએ. ખરાબ લક્ષણવાળાં વસ્ત્ર ગ્રહણ ન કરવાં જોઈએ. ખરાબ લક્ષણવાળાં વસ્ત્ર ન લેવાં જોઈએ.
૬. પાત્ર-એષણા : સાધુ-સાધ્વીને આહાર માટે અને નિહાર માટે પાત્રની [ભાજનની] જરૂર રહે, એ પાત્ર તુંબડાનાં હોય, લાકડાનાં હોય, તે પાત્ર સાધુ-સાધ્વીએ કેટલાં રાખવાં જોઈએ, કેવાં રાખવાં જોઈએ અને કેવી રીતે એ ગ્રહણ કરવાં જોઈએ, એ વિષયનું પ્રતિપાદન આ અધ્યયનમાં કરવામાં આવેલું છે.
૭. અવગ્રહ-પ્રતિમા : સાધુ-સાધ્વીએ, જે જગ્યાનો, જે ભૂમિનો, જે મકાનનો ઉપયોગ કરવાનો હોય, તેના માલિકની રજા લેવી જોઈએ, દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અનેં સાધર્મિક સાધુ-સાધ્વી (જો એ મકાનમાં પહેલાંથી રહેલા હોય તો) ની રજા લેવી જોઈએ. સાથે સાથે, એ મકાનમાં જેટલી જગ્યાનો જે માટે ઉપયોગ કરવાના હોય, તેટલી જગ્યા વાપરવાની રજા પણ લેવી જોઈએ. આ વિષયનું સ્પષ્ટ માર્ગદર્શન આ અધ્યયનમાં આપવામાં આવ્યું છે.
સાધુ-સાધ્વીના જીવનને અત્યંત સ્પર્શતી સાત વાર્તાને આ સાત અધ્યયનોમાં એવી સરળતાથી સમજાવવામાં આવી છે કે સાધુ-સાધ્વીને સારો ને સ્પષ્ટ બોધ
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણજીવનની આચારસંહિતા
૧૯૯ થઈ જાય. આ માર્ગદર્શન મુજબ જે સાધુજીવન જીવવામાં આવે તો સમગ્ર જીવનવ્યવહાર શુદ્ધ અને અપાયરહિત બની જાય.
स्थाननिषद्याव्यत्सर्गशब्दरूपक्रियाः परान्योन्याः।
पञ्चमहाव्रतदाचं विमुक्तता सर्वसंगेभ्यः ।।११७ ।। અર્થ : આચારાંગ સુત્રના બીજા ભૃતસ્કન્ધની બીજી ચૂલિકાનાં સાત અધ્યયનાનાં નામ, સ્થાનક્રિયા, નિષદ્યાક્રિયા, બુર્રક્રિયા, શબ્દક્રિયા, રૂપક્રિયા, પરક્રિયા અને અન્યોન્યુકિયા, પાંચ મહાવ્રતમાં દઢતા ત્રીજી ચૂલિકા સર્વસંગથી મુક્તિ ચિથી ચૂલિકા
વિવેદન : પહેલી ચૂલિકામાં જે સાત અધ્યયનો છે, તે અધ્યયનોના અવાંતર ઉદ્દેસા પ્રિકરણો છે, જ્યારે આ બીજી ચૂલિકાનાં જે સાત અધ્યયનો છે, તેનાં અવાત્તર ઉદ્દેસા નથી, અવાજોર પ્રકરણો નથી.
બીજી ચૂલિકાનાં સાત અધ્યયનોના વિષય છે, તે માત્ર ક્રિયાત્મક નથી, ભાવાત્મક પણ છે. પહેલી ચૂલિકાના વિષયો માત્ર ક્રિયાત્મક છે. આપણે હવે એક-એક અધ્યયનના વિષયની સામાન્ય રૂપરેખા જઈશું.
૧. સ્થાનક્રિયા : સાધુએ કેવા સ્થાનમાં રહેવું જોઈએ - આ વાત વિશિષ્ટ રીતે આ અધ્યયનમાં કહી છે. વિશિષ્ટ પ્રતિજ્ઞાને ધારણ કરનાર સાધુ. પોતાના કાર્યોત્સર્ગ-ધ્યાનને કેવી રીતે કરે છે - તેનું વર્ણન કરવામાં આવ્યું છે. વિશિષ્ટ પ્રતિજ્ઞાઓને અહીં “ચાર પ્રકારની પ્રતિમા' કહેવામાં આવી છે.
૨.નિષદ્યાક્રિયા: ધ્યાન અને સ્વાધ્યાયને યોગ્ય સ્થાનમાં રહેલા સાધુઓએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે આ અધ્યયનમાં બતાવાયું છે. અર્થાત્ સાધુઓએ પરસ્પર શરીરને સ્પર્શ ન કરવો, મહોદય થાય તેવી રીતે એકબીજાને વળગવું નહીં... વગેરે મહત્ત્વપૂર્ણ વાતો સંક્ષેપમાં કહેવામાં આવી
૩. વ્યુત્સર્ગ ક્રિયા : સ્થાને રહેલા સાધુઓએ મળ-મૂત્રનો ત્યાગ ક્યાં કરવો અને ક્યાં ન કરવો, એનું સ્પષ્ટ માર્ગદર્શન આ અધ્યયનમાં આપવામાં આવ્યું છે. મળ-મૂત્રના આવેગને રોકવાની સૂત્રકારે ના પાડી છે.
૪. શબ્દદિયા : સ્થાને રહેતાં કે બહાર આવશ્યક કામે જતાં, પ્રિય-અપ્રિય શબ્દો સાધુના કાને તો પડવાના, પરંતુ એ સાંભળીને સાધુ રાગ-દ્વેષ ન કરે. ઇરાદાપૂર્વક ગીત-સંગીત સાંભળવા માટે તે ન જાય. સહજ રીતે શબ્દો કાને પડી જાય ત્યારે તે રાગ કે દ્વેષ ન કરે. આ વિષયનું સવાંગીણ વિવેચન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે.
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
૨૦૦
૫. રૂપક્રિયા : આવશ્યક કાર્ય પરિભ્રમણ કરતાં ક્યાંક સાધુ સુંદર પુષ્પોથી રચેલા સ્વસ્તિકાદિ જુએ, ક્યાંક સુંદર પૂતળીઓ જુએ, ક્યાંક ૨૫ વગેરેમાં લાકડાની કારીગીરી જુએ....ક્યાંક મણિ-માણેકનાં તોરણ વગેરે જુએ....તો સાધુ ‘આ સારું, આ ખરાબ...' એવા રાગ-દ્વેષ ન કરે, ઇરાદાપૂર્વક તે જોવા તો ન જ જાય. આ અધ્યયનમાં આ વિષયનો સંક્ષિપ્ત નિર્દેશ કરવામાં આવ્યો છે.
૬. પરક્રિયા : સાધુ એવી ક્રિયાઓ ન કરે કે જેથી પાપકર્મો બંધાય. સાધુ પોતાના શરીરની સેવા-સુશ્રૂષા બીજા પાસે ન કરાવે. ‘કોઈ મારી સેવા કરે,’ એવી અભિલાષા પણ ન કરે. સાધુએ પોતાના શરીર પ્રત્યે કેવા નિઃસ્પૃહ રહેવાનું છે, તે વાત આ અધ્યયનમાં સમજાવવામાં આવી છે.
૭. અન્યોન્યક્રિયા : સાધુઓએ ૫૨સ્પર એક બીજાના શરીરની સેવા-સુશ્રુષા પણ ન કરવી જોઈએ. એકબીજાના સાવઘ ઔષધોપચાર પણ ન કરવા જોઈએ, આ વિષયને આ અધ્યયનમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
બીજી ચૂલિકામાં આ અધ્યયનો દ્વારા શ્રમણજીવનમાં અતિઉપયોગી સાત વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે.
ત્રીજી ચૂલિકાનું નામ છે : ભાવના. પંચ મહાવ્રતોના પાલનમાં દૃઢતા લાવવા માટે દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ ભાવવાનું કહેવામાં આવ્યું છે. સાથે સાથે દર્શનશુદ્ધિ માટે દર્શન ભાવના, જ્ઞાનશુદ્ધિ માટે જ્ઞાનભાવના અને ચારિત્રશુદ્ધિ માટે ચારિત્ર ભાવના બતાવવામાં આવી છે. વૈરાગ્યભાવના અને તપોભાવના પણ બતાવવામાં આવી છે. વૈરાગ્યભાવનારૂપ અનિત્યાર્પાદ બાર ભાવનાઓ બતાવવામાં આવી છે. તે પછી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના જન્મથી માંડી કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધીનો વૃત્તાંત આપવામાં આવ્યો છે.
ચોથી ચૂલિકાનું નામ છે : વિમુક્તિ. આ ચૂલિકામાં પાંચ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે : અનિત્યતા, પર્વત, રુદ્રષ્ટાંત, સર્પની કાંચળીનું દૃષ્ટાંત અને સમુદ્રનું દૃષ્ટાંત. ભાવમુક્તિના બે પ્રકારો બતાવીને ચૂલિકા શરૂ થાય છે. દેશથી (આંશિક) મુક્ત સાધુઓથી માંડી ભવસ્થ કેવળજ્ઞાની અને સર્વવિમુક્ત સિદ્ધો.
અનિત્યાદિ ભાવનાઓથી પરિપુષ્ટ આત્મભાવવાળા મહામુનિઓ ઉપસર્ગપરીષહોની સામે પર્વત જેવા હોય છે. પૃથ્વીની જેમ સર્વસહ હોય છે....એમ સર્વ સંગથી મુક્ત મુનિ કેવા હોય છે....તેનું હૃદયસ્પર્શી વર્ણન આ ચૂલિકામાં કરવામાં આવ્યું છે.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આચારાંગ'નો પ્રભાવ
૨૦૧
આચારાંગના બીજા શ્રુતસ્કંધની આ ચાર ચૂલિકાઓ રાગ-દ્વેષ માહનાં હલાહલ ઝેર ઉતારી નાંખનાર ગારૂડીમંત્ર સમાન છે. જોઈએ એનું પુનઃ પુનઃ ચિંતન અને પરિશીલન
આચારાંગ”નો પ્રભાવ
साध्वाचारः खल्वयमष्टादशपदसहस्रपरिपठितः । सम्यगनुपात्यमानो रागादीन् मूलतो हन्ति ।।११८ ।।
અર્થ : અઢાર હજાર પદોથી કહેવાયેલો અને યોક્ત વિધિથી પાલન કરાયેલો સાધ્વાચાર ખરેખર, રાગ-દ્વેપ-મોહનાં મૂળથી નાશ કરે છે.
વિવેચન : હું મુનિ! તન-મન અને આત્માને દઝાડતી રાગની ભડભડતી જ્વાલાઓ તારે બુઝાવવી છે? તું અન્તઃકરણને પૂછી જો. રાગ તને આગ લાગે છે? રાગની બળતરાઓ તેં અનુભવી છે? કે રાગ તને સોહામણાં પુષ્પોનો બાગ લાગે છે? રાગના બાગમાં તન-મનને પ્રફુલ્લિત કરવાનાં નથી ગમતાં ને? જો એ ગમે છે તો એ રાગના બાગને ઉજાડવાનું કામ તું નહીં કરી શકે!
ભૌતિક...વૈપયિક સુખોની તમામ ઇચ્છાઓ રાગ છે! સુખોમાં આસક્ત રાગ છે....સુખોની અસંખ્ય કામનાઓ રોગ છે... સ્નેહ અને પ્રેમ પણ રાગ છે....કહે, આ રાગદશા તરફ તને નફરત થઈ છે ખરી? સર્વે દુઃખો, સર્વે સંતાપો.....સર્વે સંલેોનું કારણ રાગદશા છે. આ સત્ય તેં નિઃશંકપણે સ્વીકાર્યું છે ખરું ? તો એ રાગદશાનો સમૂળ ઉચ્છેદ કરવાનો સંકલ્પ કરે.
એવી જ રીતે વહાલા મુનિ! તને ધ્રુપ પ્રત્યે સખ્ત અણગમો થયો છે? તને ઉપશમરસના છલોછલ ભરેલા સરોવરમાં કૂદી પડતાં રોકનારો આ દ્વેષનાં કાંટો તારે દૂર કરવો છે? ઇર્ષ્યા, રોપ, નિંદા, અસૂયા, વેર-વિરોધ વગેરેને તારી આત્મભૂમિ પરથી ખદેડી નાંખવા છે? આત્મશન્તિને, મનઃપ્રસન્નતાને ખેદાનમેદાન કરી નાંખનારા આ દ્વેષના મિત્રોની મિત્રતા તારે તોડી નાંખવી છે? તો તું દૃઢ સંકલ્પ કરી લે કે ‘મારે હવે દ્વેષનો પડછાયો પણ લેવાં નથી...'
પ્રિય મુનિ! શુદ્ધ-બુદ્ધ-મુક્ત આત્મા પર છવાયેલાં ઘનઘોર અજ્ઞાનનાં વાદળોન તારે વિખેરી નાંખવાં છે? એ વાદળોની છાયામાં હવે તારે જીવવું નથી ને? જે અજ્ઞાને તારા આત્માને મૂઢ બનાવી રાખ્યો છે, જે અજ્ઞાને તારા આત્માની સરાસર વિસ્મૃતિ કરાવીને તને જસંગી અને ભોગરંગી બનાવ્યો છે, તે અજ્ઞાનના કાળાભેંશ અંધકારને તારે ચીરી નાંખવો છે ને ? આ જ માનવજીવનમાં
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
પ્રશમરતિ આ કાર્ય થઈ શકશેતેમાંય વળી તેં તો શ્રમણજીવન સ્વીકાર્યું છે, શ્રમણજીવનમાં આ રાગ-દ્વેષ અને મોહનો નાશ કરવાનો જ્વલંત પુરુષાર્થ થઈ શકે છે....અરે, પુષ્પાર્થ માટે જ તો શ્રમણજીવન છે.
આ પુરુષાર્થ કરવા માટેનું યથાર્થ માર્ગદર્શન, ભવ્ય પ્રેરણા અને સતત સાવધાનીનું સિગ્નલ”તને “આચારાંગ આપશે! તું ‘આચારાંગને તારો જીવનસાથી બનાવી લે! તું એના એક-એક સૂત્રને યાદ કરી લે, એક-એક સૂત્રના અર્થન સમજી લે, ભાવાર્થને આત્મસાત્ કરી લે, એના તાત્પર્યાથન તારી અનુપ્રેક્ષામાં ગૂંથી લ!
હા, આ બધું તું સ્વયં નહીં કરી શકે. આ માટે તારે એવા ગુરુદેવ શોધવા પડશે કે જેમણે “આચારાંગને પોતાનું જીવન બનાવી દીધું હોય! એમનું જીવન જ “આચારાંગ' હોય! સાધ્વાચારોની એ જીવંત મૂર્તિ હોય એમનાં પરમપાવન ચરણોમાં મન-વચન-કાયાથી સમર્પિત થઈ જજે! તેઓ તને આચારાંગની જ્ઞાનગંગામાં સ્નાન કરાવીને શુદ્ધ કરશે, નિર્મળ કરશે!
સંભવ છે કે આ વસમા...દુ:ખદાયી પંચમકાળમાં આવા ગુરુદેવ તને ન મળે! છતાં હું નિરાશ ન થઈશ. આચારાંગમાં બતાવાયેલા મોક્ષમાર્ગ પ્રત્યે અનહદ અનુરાગ ધરાવનારા અને આચારાંગના સાધ્વાચારોથી હર્યુંભર્યું જીવન જીવવાની તીવ્ર ઝંખનાવાળા ગુરુદેવ તો તને આ કાળમાં પણ મળી જશે. તું તે પૂજ્યના ચરણમાં બેસીને વિનયથી અને વિધિપૂર્વક આચારાંગનાં સૂત્રો ગ્રહણ કરજે, એ સૂત્રોના અર્થ સમજજે. એ સૂત્રોના તાત્પર્યોને પાજે...પછી તું સ્વયે તારી નિર્મળ પ્રજ્ઞાથી ચિંતન-મનન કરજે. જેમજેમ તું એ ક્રિયાત્મક અને ભાવાત્મક તત્ત્વોના આલોકમાં વિચરતો જઈશ, તેમતેમ તારા રાગઢ૫ અને માંહનો ઉન્માદ શાન્ત થતા જશે! તારો આત્મા વિરાગની મસ્તી અનુભવશે! ઉપશમરસનું અમૃતપાન કરશે! જ્ઞાનગંગાની સહેલગાહ કરશે!
અઢાર હજાર પદસંખ્યાવાળું આ આગમ “આચારાંગ” ખરેખર, શ્રમજીવનનો પ્રાણ છે. દસ પ્રાણોના એક ધબકાર સાથે આ પ્રાણનો ધબકાર ભળી જવો જોઈએ. તે ભળી ગયા પછી શ્વાસે શ્વાસે ચારિત્રધર્મનાં પુષ્પો ઊગી નીકળશે! શબ્દેશબ્દ સમ્યગ્રજ્ઞાનના દીવા પ્રગટી જશે! પગલે પગલે શાન્તિ અને સમતાના સ્વસ્તિકો રચાતા જશે.
મહામુનિ! જ્યારે તમે આત્મસાધનાનાં ભેખ લીધો છે, તો પછી સાધનાના મેદાનમાં “આચારાંગનું અજેય શસ્ત્ર લઈને, રાગ-દેપ અને મોહની સામે પૂરી તાકાતથી લડી લો ને! તમારો અવશ્ય વિજય થશે. લીધેલા ભેખ લખ લાગી
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગનો પ્રભાવ
૨૦૩ જશે....સફળતાનું મધુર સ્મિત તમારા મુખ પર પથરાઈ જશે! આત્મા શાશ્વતું આનંદથી છલકાઈ જશે.
आचाराध्ययनोक्तार्थभावना-चरणगुप्तहदयस्य। न तदस्ति कालविवरं यत्र क्वचनाभिभवनं स्यात् ।।११९।। અર્થ : આચારાંગનાં અધ્યયનોમાં જે અર્થ કહેવાય છે તેના અભ્યાસપૂર્વક આચરણાથી જેનું હદય સુરક્ષિત છે, ત્યાં કાળનું એવું એક પણ છિદ્ર નથી કે જ્યાં ક્યારેય પરાભવ થાય.
વિવેચન : “મેં આચારાંગને સંપૂર્ણ ઉઠાગ્ર કરી લીધું છે, શ્રી ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ અને શ્રી શીલાંકાચાર્યની ટીકા વાંચી લીધી છે.... અવારનવાર હું આચારાંગના સૂત્રોના સ્વાધ્યાય પણ કરું છું. છતાં મને કષાય સતાવી જાય છે....પ્રમાદ ગમી જાય છે....વિકથાઓનો રસ ભાવી જાય છે અને હું નિરાશ થઈ જાઉં છું. મને મારો ઘોર પરાજય લાગે છે સાધનાના જીવનમાં.”
મુનિરાજ! તમે આચારાંગનાં સૂત્રો યાદ રાખી લીધા અને નિયુક્તિ તથા ટીકા વાંચી લીધી...એટલા માત્રથી તમે કષાય, પ્રમાદ અને વિકથાઓ ઉપર વિજય ન જ મેળવી શકો. પાયો તમને સતાવે જ! પ્રમાદ તમને બેહોશ જ રાખે અને વિકથાઓ તમને પુદ્ગલસંગી જ બનાવે! કારણ કે એ બધાને તમારા હૃદયમાં પ્રવેશવાનો સમય મળી જાય છે!
જ્યારે તમે આચારાંગનાં સુત્રોનો સ્વાધ્યાય નથી કરતા હતા, જ્યારે તમે એનું અધ્યયન કે ચિંતન-મનન નથી કરતા હતા ત્યારે એ કપાય વગેરેને તમારા હૃદયમાં પ્રવેશી જવાની તક મળી જાય છે! સમયનું છીંડું મળી જાય છે!
તમારે એક ક્ષણનું પણ છીંડું નથી રાખવાનું કે એ છીંડા વાટે કષાય વગેરે ઘૂસી જાય તમારા હૃદયમાં! પ્રતિક્ષા તમારે “આચારાંગના અર્થચિંતનમાં, અર્થાનુપ્રેક્ષામાં તમારા મનને, તમારા હૃદયને જોડેલું રાખવાનું છે. “આચારાંગના બે શ્રુતસ્કંધામાં કેટલી બધી રસપૂર્ણ વાતો કહેલી છે! કેટલી બધી તાત્વિક અને ગમી જાય એવી વાતો ગુંથેલી છે? તે બધી વાતોમાંથી કોઈ ને કોઈ વાતને લઈને તમે એનો રસાસ્વાદ કરતા રહો.
ભલે તમે આહાર કરતા હો કે વિહાર કરતા હો, તમારું મન તો એ તત્ત્વોની જ રમણતામાં મસ્ત હય, સૂત્રો તો તમને બધાં જ યાદ છે... એના સહારે તમારું ચિંતન-મનન ચાલતું જ રહેવું જોઈએ.
જેમજેમ તત્ત્વોનો અભ્યાસ વધતો જશે તેમતેમ એ તત્ત્વોની તમારા વિચારો પર વાસના બેસી જશે! તમારી સમગ્ર વિચારસૃષ્ટિ “આચારાંગ” બની
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
પ્રશમરતિ જશે! આચારાંગનાં તત્ત્વો સિવાયનો કોઈ વિચાર તમારા મનમાં નહીં ઉદ્દભવે!
વિચારો આચારપ્રેરક હોય છે. વૃત્તિમાંથી પ્રવૃત્તિ જન્મે છે! એટલે “આચારાંગના વિચારો તમને સાધ્વાચારનાં અનુષ્ઠાન તરફ લઈ જશે. તમે એ બધાં અનુષ્ઠાનોમાં ઓતપ્રોત થઈ જવાના કારણ કે એ અનુષ્ઠાનોમાં તમારી અભિરૂચિ પ્રગટવાની. જે ક્રિયામાં મનુષ્યની અભિરૂચિ પ્રગટે છે તે અનુષ્ઠાનમાં તે લીન બની શકે છે. એટલે, તમારા વિચારો અને આચાર આચારાંગમય બની જવાના! એક ક્ષણ પણ એવી નહીં રહે કે જે ક્ષણ પર આચારાંગના વિચારની કે આચારની ચોકી ન હોય! પછી પેલા કપાયો વગેરે કેવી રીતે તમારા હૃદયમાં પ્રવેશ કરી શકશે?
પ્રશ્ન : રાત ને દિવસ એક સરખા વિચારો અને એની એ ક્રિયાઓ કરવામાં કંટાળો આવે છે. વિચારો સતત એક સરખા રહી શકતા નથી.કપાય વગેરે પ્રવેશી જ જાય છે.
ઉત્તર : મહાત્મા! એમ કંટાળવાથી મોક્ષની કાંટાળી કેડીએ નહીં ચાલી શકાય. રોગને દૂર કરવા રોજ એકની એક દવા... દિવસો સુધી લો છો ને? નથી કંટાળતાને? રોજ એકનું એક અનુપાન....એકનું એક ભજન......છતાં નથી કંટાળતા. રોગનિવારણનું લક્ષ છે માટે! એમ જ તમારું લક્ષ નિર્ધારતા હોય કે “મારે મારા ચિત્તમાં કપાય, પ્રમાદ કે વિકથાઓને પ્રવેશવા નથી દેવી.” તો તમને આચારાંગ સૂત્રની વાતો.. એની એ વાતો વાગોળવામાં કંટાળો નહીં આવે. રોજ નવો આસ્વાદ અનુભવશો! રોજ એ સાધ્વાચારોનાં અનુષ્ઠાનો કરશો અને રોજ આનંદ અનુભવશો.
આચારાંગને છવાઈ જવા દો તમારા જીવનની પ્રત્યેક ક્ષણ પર! વણાઈ જવા દો તમારા પ્રત્યેક શ્વાસોચ્છવાસ સાથે! ગૂંથાઈ જવા દો તમારા મનના પ્રત્યેક વિચારોમાં! પરોવાઈ જવા દો તમારા પ્રત્યેક શબ્દમાં! ઓતપ્રોત થઈ જવા દો તમારા શરીરની એક-એક ક્રિયામાં! પછી તમે જોઈ શકશો કે કપાયો પર, પ્રમાદ પર, વિકથાઓ પર તમારો ઝળહળતો વિજય થઈ ગયો છે!
બે વાર્તાઓ पैशाचिकमाख्यानं श्रुत्वा गोपायनं च कुलवध्वाः ।
संयमयोगैरात्मा निरन्तरं व्यापृतः कार्यः ।।१२० ।। અર્થ : પિશાચની કથા અને કુલવધૂના રક્ષણને સાંભળીને સંયમયગાથી નિરન્તર આત્માને વ્યગ્ર રાખવા જોઈએ.
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બે વાર્તાઓ
૨૦૫
વિવેચન : એક શેઠ હતા. વર્ષોથી વેપાર કરતા હતા, પરંતુ શ્રીમંત નહોતા બની શક્યા. તેમને શ્રીમંત બનવાની ઝંખના હતી. એક વખત કોઇ એક યોગીનો ભેટો થઈ ગયો. તેમણે યોગીને શ્રીમંત બનવાનો ઉપાય પૂછ્યો. યોગીએ શેઠને એક મંત્ર આપ્યો અને કહ્યું : ‘આ મંત્રના જાપથી તમને એક પિશાચ વશ થશે. એ પિશાચ તમારી ઇચ્છા મુજબ તમને સુખ આપશે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ ખુશ થઈ ગયા. મંત્રના જાપ શરૂ કયા. થોડા દિવસમાં જ શેઠે પિશાચને સાધી લીધો. શેઠની ખુશીનો પાર ન રહ્યો. શેઠે પિશાચને સુંદર હવેલી બનાવી દેવાની આજ્ઞા કરી, પિશાચે જોતજાંતામાં ભવ્ય હવેલી બનાવી દીધી. શેઠે તિજોરીને સોના-ચાંદીથી ભરી દેવાની આજ્ઞા કરી, પિશાચે થોડી જ ક્ષણોમાં સોના-ચાંદીથી તિજોરી ભરી દીધી. શેઠે ધાન્યના કોઠારો ભરી દેવાની આજ્ઞા કરી, પિશાચે થોડી જ વારમાં કોઠારો ધાન્યથી છલકાવી દીધા....શેઠ જે આજ્ઞા કરે, પિશાચ તુરંત જ એ કામ પૂરું કરે. સાંજ પડતાં પિશાચે શેઠને કહ્યું : 'આજ્ઞા કરો'.
શેઠે કહ્યું : હવે કાલે આજ્ઞા કરીશ.
પિશાચું કહ્યું
ના, મને નિરંતર આજ્ઞા કરો, નહીંતર હું તમને ખાઈ
જઈશ...
શેઠ ગભરાયા, પરન્તુ તત્કાલ તેમના મનમાં એક ઉપાય સૂઝી આવ્યો. તેમણે પોતાની હવેલીની સામે મેદાનમાં લાકડાનો એક થાંભલો ઊભો કરાવ્યો અને પિશાચને કહ્યું : જ્યાં સુધી હું તને બીજું કોઈ કામ ન બતાવું ત્યાં સુધી આ થાંભલા ઉપર ચઢવાનું અને ઊત૨વાનું કામ કર્યા કરવાનું!
બિચારો પિશાચ! થાંભલા ઉપર ચઢ-ઊતર કર્યા જ કરે છે! શેઠ નિર્ભય
બન્યા.
આ દૃષ્ટાંત આપીને ગ્રન્થકાર સાધુ-સાધ્વીને નિરંતર આચારાંગનિર્દિષ્ટ સંયમાનુષ્ઠાનમાં નિમગ્ન રહેવાનું કહે છે. મન-વચન-કાયાના યોગોને સંયમના યોગોમાં પ્રવૃત્તિશીલ રાખવાનો ઉપદેશ આપે છે. મન-વચન-કાયાના યોર્ગો પિશાચ જેવા છે! એમને નિરન્તર સત્પ્રવૃત્તિમાં જોડી રાખવામાં ન આવે તો આત્માને ખાઈ જાય! આત્માનું દુર્ગતિમાં પતન કરે!
એક શ્રીમંત શ્રેષ્ઠી હતા.
તેમનાં એકનો એક યુવાન પુત્ર અચાનક ગુજરી ગયો. માતા-પિતાને અપાર દુ:ખ થયું, યુવાન પુત્રવધુની દુઃખમય સ્થિતિ જોઈને તેઓ વધુ ચિંતાતુર બન્યાં.
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬.
પ્રશમરતિ તેમણે પુત્રવધૂના મનને જરાય ઓછું ન આવે એ રીતે તેઓ પુત્રવધૂને સાચવવા લાગ્યા.
પુત્રવધૂ પાસે ઘરનું કોઈ કામ કરવાનું રહ્યું નહીં. એ પોતાના નિવાસખંડમાં રહે છે. જ્યારે તેને નિવાસખંડમાં બેસવાનું કે સૂવાનું ગમતું નથી, એ હવેલીના ઝરૂખામાં બેસીને રાજમાર્ગ પર જતા-આવતા માણસોને જુએ છે.
એક દિવસ, રાજમાર્ગ પરથી એક રૂપવાન યુવાન પસાર થાય છે. એની નજર શેઠની હવેલીના ઝરૂખા તરફ જાય છે. પુત્રવધૂ અને યુવાનની દ્રષ્ટિ મળે છે.....બંને વચ્ચે અનુરાગ થાય છે. રોજ એ રીતે એમની નજરો મળવા લાગી.ઇશારા થવા લાગ્યા. બંનેનાં હૃદય વિકારી બન્યાં મિલન-સંકેત થવા લાગ્યા.
સાસુ-સસરાને ખ્યાલ આવી ગયો. તેમણે વિચાર્યું કે “આ પરિસ્થિતિ સર્જાવાનું કારણ પુત્રવધૂની નવરાશ છે. નવરું મન પિશાચ છે. જીવાત્માને ઉન્માર્ગે લઈ જાય છે. તેનો નાશ કરે છે. તેમણે તુરત જ પુત્રવધૂને ઘરકામમાં જોડી, ખૂબ પ્રેમથી તેને ઘરનો કારોબાર સોંપ્યો. ગાય-ભેંસોની દેખભાળનું કામ, રસોઈ બનાવવાનું કામ, મહેમાનોની આગતા-સ્વાગતાનું કામ....પ્રભાત વલોણાનું કામ...બસ, કામ...કામ અને કામ! રાત પડે ને પુત્રવધુ થાકીને ઘસઘસાટ ઊંધી જાય છે! તેના વિકારો ઉપશાન્ત થઈ ગયા...પેલા પ્રેમીને પણ ભૂલી ગઈ ભયંકર પતનના ખાડામાં પડતી તે બચી ગઈ. તેનું જીવન પાવન બની ગયું.
આ દષ્ટાંત આપીને ગ્રન્થકાર મહર્ષિ સાધુ-સાધ્વીને નિરન્તર વિવિધ સંયમયોગોમાં પ્રવૃત્ત રહેવાની ભલામણ કરે છે. શ્રમણ-શ્રમણીએ એક ક્ષણ પણ પોતાના મનને નવરુંન પડવા દેવું જોઈએ. તેમના મનમાં પ્રતિક્ષણ તત્ત્વજ્ઞાનની રમણતા ચાલતી રહેવી જોઈએ. તેમની વાણી સદૈવ નિરવદ્યનિષ્પાપય રહેવી જોઈએ. તેમની તમામ કાયિક પ્રવૃત્તિઓ સાવધાનીયુક્ત થવી જોઈએ. કોઈપણ ઇન્દ્રિય શબ્દાદિ વિષયોમાં આસક્ત ન બનવી જોઈએ.
સવારથી માંડીને રાત્રે શયન કરે ત્યાં સુધીના તમામ સંયમયોગોમાં જરાય કંટાળ્યા વિના શ્રમણો રચ્યાપચ્યા રહે. પાંચ પ્રહર એટલે કે પંદર કલાક એ સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહે! એ સિવાયના સમયમાં આહાર, વિહાર અને નિહારની પ્રવૃત્તિ કરે.
આચારાંગમાં બતાવાયેલા આચારમાર્ગ અને વિચારમાર્ગ પર ચાલતા શ્રમણ અને શ્રમણીઓ ક્યારેય વિષય-કપાયાદિ શત્રુઓથી પરાભવ પામતા નથી.
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય લોકના વૈભવો क्षणविपरिणामधर्मा मर्त्यानामृद्धिसमुदयाः सर्वे।
सर्वे च शोकजनकाः संयोगाः विप्रयोगान्ताः ।।१२१।। અર્થ : મનુષ્યના સર્વે ઋદ્ધિસમૂહ ક્ષણમાં પલટાઈ જવાના ધર્મવાળા છે. સર્વે સંયોગો વિવાંગના અંતવાળા છે અને શોકજનક છે.
વિવેચન : દુનિયાનો પ્રત્યેક પદાર્થ પરિવર્તનશીલ છે. માનવી જે જે સમૃદ્ધિનો સંગ્રહ કરવા લલચાય છે. તે બધા જ પદાર્થો...વિભવો...સમૃદ્ધિ પરિવર્તનશીલ છે. કંઈ જ સ્થાયી નથી....કોઈ અવસ્થા શાશ્વતું નથી...ફોઈ પર્યાય અવિનાશી નથી.
જે વૈભવો જોઈને, મેળવીને માનવી રાજી થાય છે, એ વૈભવોની અવસ્થા બદલાતાં માનવી નારાજ થાય છે! એ વૈભવ ઉપરનો પ્રેમ ઓસરી જાય છે. માનવી શોકસાગરમાં ડૂબી જાય છે.
રૂપવાન પત્ની જ્યારે રોગના પ્રકોપથી કુરૂપ બની જાય છે ત્યારે કે મનઃસંતાપ થાય છે, તે કોઈ અનુભવી પતિને પૂછી જુઓ.
આ ધાન્યથી ભરેલા કોઠારો જ્યારે સડી જાય છે ત્યારે કેવો હંયાબળાપો, થાય છે, તે કોઈ ધાન્યના સંગ્રહકર્તાને પૂછી જુઓ!
સંગ્રહ કરેલા ઝવેરાતના ભાવો જ્યારે ગગડી જાય છે ત્યારે કેવી વેદના થાય છે, તે કોઈ ઝવેરીને પૂછી જુઓ!
સુંદર શરીરમાં જ્યારે ઠેર ઠેર કિડા પડી જાય છે, અનેક રોગોથી શરીર ભરાઈ જાય છે ત્યારે કેવું ઘોર દુઃખ થાય છે; તે કોઈ રોગીને પૂછી જુઓ.
અત્યંત નિકટનાં સ્નેહી-સ્વજનોનો સ્નેહ સુકાઈ જાય છે અને મિત્ર શત્રુ બની જાય છે ત્યારે કેવી પીડા થાય છે, તે તમારી જાતને પૂછી જુઓ!
તો પછી આ માનવજગતના વૈભવોની અભિલાષા શા માટે કરવી જોઈએ? તો પછી માનવજગતની સમૃદ્ધિની કામનાઓ શા માટે કરવી જોઈએ? માનવજગતના ક્ષણવારમાં બગડી જનારા ભોગસુખોમાં આસક્તિ શા માટે કરવી જોઈએ? ન કર અભિલાષા, ન કરો કામનાઓ આ તુચ્છ, અસાર અને પલવારમાં સડી જનારાં વૈષયિક સુખોની કામનાઓ....અભિલાષાઓ કરવી જ હોય તો આત્માની અવિનાશી ગુણસમૃદ્ધિની કરો. આત્માની શાશ્વતું ગુણસમૃદ્ધિ મેળવીને તમે સ્વયં કૃતકૃત્ય બની જશે.
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
પ્રશમરતિ જેમ માનવીની સમૃદ્ધિ પરિવર્તનશીલ છે, તેમ માનવીના સંબંધો પણ પરિવર્તનશીલ છે! નાશવંત છે!
“સંયોગા વિયોગાન્તાઃ' જેનો સંયોગ તેનો વિયોગ! જો કોઈ સંયોગ શાશ્વતુ ટકી શકતો નથી તો પછી એ સંયોગોમાં રાજી કેમ થવાય? એ સંયોગ....એ સંબંધોની ખાતર પાપો કેમ આચરાય?
ક્યારેય પણ તમારી પ્રિય વ્યક્તિએ તમારો સંબંધ બગાડ્યો નથી, તમારો સંબંધ વર્ષોથી પ્રેમભર્યો ચાલ્યો આવે છે... ભલે ચાલ્યો આવે, એ સંબંધને મૃત્યુ તોડી નાંખશે! મૃત્યુએ ઘનિષ્ઠ પ્રેમીઓના પણ વિયોગ કરાવ્યા છે. મૃત્યુએ પ્રગાઢ સંબંધોને પણ તોડી નાંખ્યા છે અને તોડી નાંખે છે!
જો કે જીવનભર એકસરખા પ્રેમના સંબંધ ટકવા જ મુશ્કેલ છે! કારણ કે દુનિયામાં મોટા ભાગના સંબંધો.... સંયોગો સ્વાર્થ પ્રેરિત હોય છે. જ્યાં સ્વાર્થ ઘવાયો કે સંબંધ તૂટ્યો! જ્યાં સ્વાર્થ પૂરો થયો કે સંબંધ ઉપાયો! રાગી-કેપી અને અજ્ઞાની જીવોના સંબંધો ક્ષણિક જ હોય છે. પછી ભલે એ પિતા-પુત્રનો સંબંધ હોય, મા-દીકરીનો સંબંધ હોય, પતિ-પત્નીનો સંબંધ હોય કે ગુરુશિષ્યનો સંબંધ હોય! એ સંબંધ તૂટ્યા વિના રહે જ નહીં.
જ્યારે પ્રિયજનના સંયોગનો વિયોગ થાય છે, ત્યારે કેવી અપાર વેદના થાય છે તે જાણવું હોય તો શ્રીરામચન્દ્રજીને પૂછજો કે જ્યારે સીતાજીને રાવણ ઉપાડી ગયો હતો, ત્યારે તમારી શું સ્થિતિ થઈ હતી. સીતાજીને પૂછજો કે શ્રીરામે જ્યારે તમને જંગલમાં મોકલી દઈ તમારો ત્યાગ કર્યો હતો, ત્યારે તમારી મનોવ્યથા કેવી હતી?
પેલા સગર ચક્રવર્તીને પૂછજો કે : તમારા ૬૦ હજાર પુત્રો એક સાથે જ્યારે અગ્નિકુમાર દેવોના પ્રકોપનો ભોગ બની ગયા. ત્યારે તમે કેવાં કલ્પાંત કર્યો હતા?
જો સંયોગને ક્ષણિક ન સમજ્યા, સંયોગને શાશ્વતું માનીને એ સંયોગોમાં સુખ માણ્યું તો..મ સમજજો! એ સંયોગનો જ્યારે વિયોગ થશે ત્યારે તમે વિયોગની વેદના સહી નહીં શકો...કદાચ તમે તમારા પ્રાણ ખોઈ બેસશો...કદાચ તમે પાગલ થઈ જશો! શ્રીરામ જેવા મહાપુરુષ લક્ષ્મણજીના મૃતદેહને ખભે ઊંચકીને અયોધ્યાના રાજમાર્ગો પર ફર્યા હતા....એ શું હતું?
માનવલોકના વૈભવોને ક્ષણવારમાં બગડી જનારા સમજો.
સંસારના તમામ સંબંધોને વિનાશી સમજ, શોકજનક માનો, તો તમને એ વૈભવોની અભિલાષા નહીં થાય, એ સંબંધોમાં મમતા નહીં બંધાય.
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોગસુખ પ્રામસુખ भोगसुखैः किमनित्यैर्भयवहुल: कांक्षितैः परायत्तैः । नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्र यतितव्यम् ।।१२२ ।। અર્થ : અનિત્ય, ભયથી પરિપૂર્ણ અને પરાધીન ભાંગ સુખોથી શું? નિત્ય, ભયરહિત અને સ્વાધીન પ્રશમસુખમાં પ્રયત્ન કરવો જોઈએ. વિવેપન : શું તમને અનિત્ય... વિનાશી... ક્ષણિક સુખો ગમે? જ શું તમને ભયભરેલાં..ભયથી ઘેરાયેલાં સુખો ગમે?
શું તમને પરાધીન...પરતંત્ર સુખો ગમે? સંસારના બજારોમાં મળતાં સુખો આવાં છે! ભલે એ મીઠામધુરા શબ્દોનું સુખ હોય, ભલે એ નિરૂપમ રૂપનું સુખ હોય, ભલે એ મનગમતી સુવાસનું સુખ હોય, ભલે એ મિષ્ટ અને પ્રિય રસનું સુખ હોય કે ભલે એ મુલાયમ સ્પર્શનું સુખ હોય..એ બધાં જ વૈયિક સુખો અનિત્ય છે.....વિનાશી છે, ક્ષણિક છે! તમારી પાસે એ સુખ કાયમ ન જ રહે. તમારી પ્રબળ ઇચ્છા હોય એ સુખોને તમારી પાસે રાખવાની, છતાં એ ન જ રહે....
તમારી પાસે સુંદર નીરોગી શરીર છે, તમારી પાસે અઢળક વૈભવસંપત્તિ છે, તમારી પાસે બધી જ સુવિધાઓવાળો ભવ્ય બંગલો છે, તમારી પાસે પરદેશથી મંગાવેલી ઇમ્પોર્ટેડ ગાડી છે... ભલે હોય, આ બધાની સાથે તમારી પાસે અનેક પ્રકારના ભય પણ છે. આ બધું બગડી જવાનો ભય! આ બધું ચોરાઈ જવાનો ભય! લુટાઈ જવાનો ભય! “આ બધું તમે અન્યાયથી,
અનીતિથી મેળવ્યું છે,” એવો આરોપનો ભય સરકારની સજાનો ભય! અનેક સુખનાં સાધન તમારી પાસે હોવા છતાં આ ભય તમને એ સુખ માણવા દેતો નથી!
એટલું જ નહીં, આ સુખનાં સાધનોનો ઉપભોગ કરવા માટે તમે સ્વતંત્ર નથી, સ્વાધીન નથી! તમે તમારા શરીરથી પરાધીન છો! જો તમારું શરીર નીરોગી નથી, સ્વસ્થ નથી, તો તમે પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો નહીં ભોગવી શિકો. જો તમારા પારિવારિક, સામાજિક કે રાષ્ટ્રીય સંયોગ અનુકુળ નથી તો પણ તમે તમારાં સુખી નહીં ભોગવી શકો. તમે શરીરથી પરાધીન છો, તમે સંયોગોને પરાધીન છો. તમે પરિસ્થિતિઓને પરાધીન છો...તે વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાધીન છો! ભરપૂર સુખોની વચ્ચેથી મૃત્યુ તમને ઉપાડી જઈ શકે છે....તમારું કંઈ જ ઊપજી શકે નહીં! શું આ નાનીસૂની પરાધીનતા છે?
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
પ્રશમરતિ
માટે આવાં સુખોની અભિલાષા ત્યજી દો. સંસારના બજારમાંથી સુખા ખરીદવાનું બંધ કરી દો. અનન્ત જન્મોમાં એ સુખો ખરીદીને, એ સુખો ભોગવીને......સરવાળે કંઈ જ મેળવ્યું નથી. મેળવ્યું છે નર્યું દુઃખ, માત્ર ત્રાસ અને કેવળ વિટંબણાઓ! હવે માર્ગ બદલો, દિશા બદલો.
હવે તમે એક અભિનવ બજારમાં ચાલો. એ છે આત્માનું બજાર! તમારી જ ભીતરમાં એ બજાર વસેલું છે. ત્યાં સુખ મળે છે....અપાર સુખ મળે છે. તે બધાં જ સુખોની ત્રણ વિશેષતાઓ હોય છે; તે સુખો :
નિત્ય હોય છે.
અભય હોય છે.
સ્વાધીન હોય છે!
એ સુખો તમને આંખોથી નહીં દેખાય. એ સુખો તમે જીભથી નહીં આસ્વાદી શકો. એ સુખોને તમે સ્પર્શથી નહીં માણી શકો, એ સુખો જેમ ઇન્દ્રિયાતીત છે તેમ એ અનુભવ પણ ઇન્દ્રિયાતીત છે. એ અનુભવ તમારું મન કરી શકશે! તમારો આત્મા કરી શકશે.
પહેલાં તમે ‘પ્રશમ’નું સુખ મેળવો. એ સુખ નિત્ય છે, અભયપ્રદ છે અને સ્વાધીન છે. પ્રશમભાવ....ઉપશમભાવને તમે એવો મેળવો.. મેળવીને એવો જાળવો કે એ જાય જ નહીં. એ ભાવ જ્યાં આત્મસાત્ થયો કે ત્યાં આત્મામાં સુખનો સાગર લહેરાયો સમો! ભયની ભૂતાવળ તો ભાગી જ સમજો. કોઈ ભય તમને ડરાવી નહીં શકે. તમે નિર્ભય બની જવાના અને બીજા જીવોને નિર્ભય બનાવી દેવાના!
પ્રશમભાવમાંથી પ્રગટતું સુખ ભોગવવામાં તમે સ્વાધીન છો. કોઈ પરાધીનતા નહીં રહેવાની, પ્રશમભાવમાંથી ક્ષમાનું સુખ, નમ્રતાનું સુખ, સરલતાનું સુખ અને નિર્લોભતાનું સુખ પ્રગટશે. પ્રશમભાવમાંથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવનું સુખ પ્રગટશે. દુઃખી જીવો પ્રત્યે કરુણાનું સુખ જનમશે....ઉત્તમ આત્માઓ પ્રત્યે પ્રમોદ ભાવનું સુખ પેદા થશે.....આ બધાં સુખો તમે નિર્ભયતાથી ભોગવી શકશો, સ્વતંત્રપણે ભોગવી શકશો.
આ બધાં નિત્ય, અભય અને સ્વાધીન સુખો મેળવવા માટે નિરન્તર પ્રયાસ કરવાની પ્રેરણા ગ્રન્થકાર મહર્ષિ આપે છે. આપણે એ પ્રેરણાને ઝીલીએ અને મન-વચન-કાયાથી એ પ્રયાસ શરૂ કરી દઈએ. આ જીવનમાં એ પ્રયાસને થોડીણ સફળતા મળી જાય તો જીવન ધન્ય બની જાય!
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈન્દ્રિયવિજેતા બનો. यावत् स्वविषयलिप्सोरक्षसमूहस्य चेष्ट्यते तुष्टी।
तावत् तस्यैव जये वरतरमशठं कृतो यत्नः ।।१२३ ।। અર્થ : પોતાના વિષયોની ઇચ્છુક ઇન્દ્રિયોના સમૂહની સંતુષ્ટિ માટે જેટલો પ્રયત્ન થાય છે, તેટલો પ્રયત્ન કપટરહિતપણે એને ઇન્દ્રિયોના સમૂહને) જીતવામાં થાય તે શ્રેષ્ઠ છે.
વિવેચન : દિવસ ને રાત, જીવનભર શું તમારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનું કામ કરવાનું છે? ઇન્દ્રિયોની સેવામાં જ જીવન વિતાવી દેવાનું છે? દરેક ઇન્દ્રિયને પોતપોતાના પ્રિય-ઇષ્ટ વિષયો જોઈએ છે. તમારે એ પ્રિય વિષયો જીવનપર્યત પૂરા પાડ્યા કરવાના છે? આટઆટલી સેવા તમે કરી, તમને શું મળ્યું?
થોડુંક ક્ષણિક અને તુચ્છ સુખ મળ્યું, એમાં તમે રાજીના રેડ થઈ ગયા? એની સાથે સાથે કેવાં દુઃખો મળ્યાં, તે તમે કેમ ભૂલી જાઓ છો? જ્યારે એ ઇન્દ્રિયોને તમે પ્રિય વિષયો ન આપી શક્યા ત્યારે એ ઇન્દ્રિયોએ તમને કેવા વ્યગ્ર, અશાત્ત અને દીન-હીન કરી મૂક્યા, તે તમે યાદ કરો! એ સદેવ અતૃપ્ત રહેનારી ઇન્દ્રિયોને તમે ક્યારેય તૃપ્ત નહીં કરી શકો. આજે તૃપ્ત કરી, કાલે પાછી અતૃપ્તી સવારે તૃપ્ત કરી, બપોરે અતૃપ્ત! બપોરે તૃપ્ત કરી. સાંજે અતૃપ્ત!
આ રીતે સતત અને સખત પરિશ્રમ કરીને તમે તમારી માનસિક, વાચિક અને કાયિક શક્તિઓ ક્ષીણ કરી નાંખી, તમે આતમદેવ! તમારી જાતને જ વીસરી ગયા છો. તમારા પોતાના પ્રશમસુખને જતું કરીને, એ વૈષયિક સુખાભાસોમાં તમે ગંભીર રીતે ફસાઈ ગયા છો.
હું તમને એમ નથી કહેતો કે તમે ઇન્દ્રિયોને એના વિષયો આપો જ નહીં. તે તે ઇન્દ્રિયને એના પ્રમાણમાં વિષયો તમે આપો, પરંતુ તમે એની ગુલામીમાંથી મુક્ત થઈ જાઓ. તમે ઇન્દ્રિયોના માલિક બનીને એની યોગ્યતા મુજબ વિષયો આપો. એ માગે એ પ્રમાણે ન આપો. તમે ઇન્દ્રિયોના માલિક બનીને તમારા વિકાસ માટે એમની પાસેથી કામ લો! હા, ઇન્દ્રિયોના માધ્યમથી તમારે ભવ્ય ધર્મપુરુષાર્થ કરવાનો છે, તે માટે ઇન્દ્રિયોને સશક્ત તો રાખવી પડશે. તે માટે એમને એમના વિષયો પણ આપવા પડશે... પરંતુ વિવેકથી!
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
પ્રશમરતિ અનન્ત અનન્ત જન્મોથી માલિક બની બેઠેલી ઇન્દ્રિયોને પરાજિત કરવા માટે તમારે પ્રામાણિકપણે ધરખમ પુરુષાર્થ કરવો પડશે. પરંતુ તે છતાંય આ પુરષાર્થ કરવો સારો છે! ઇન્દ્રિયોની તહેનાતમાં રહી, એમને ખુશ રાખવાનો પુરુષાર્થ કરવા કરતાં એમને પરાજિત કરવાનો પુરુષાર્થ કરવો લાખ ઘણો સારો છે.
ઇન્દ્રિયોને પરાજિત કરવી એટલે એને કચડી નાંખવાની નથી. એને તમારે એવા વિષયો આપવાના કે એ તમારા અંકુશમાં રહે! જુઓ, એ અંગે તમને થોડું માર્ગદર્શન આપું છું.
શ્રવણેન્દ્રિયને પ્રિય શબ્દો જોઈએ છે. તમે એને રાગપ્રચુર શબ્દો ન આપો, પરમાત્મભક્તિના મધુર શબ્દો આપો! સદ્દગુરુના ઉપદેશવચનો આપો! ઉત્તમ પુરુષના ગુણાનુવાદના શબ્દો આપો.
ચક્ષુરિન્દ્રિયને તમે વિકારોત્તેજ ક રૂપ ન આપો. તમે એને ભવ્ય જિનમંદિરો... જિનમૂર્તિનું રૂપ આપો. તમે એને શત્રુંજય... ગિરનાર જેવા પવિત્ર પહાડોનાં રૂપ દેખાડો. તમે એની દષ્ટિને... જોવાની રીતને બદલી નાંખો.
ઘાણેન્દ્રિય કોઈ પુષ્પની, કોઈ અત્તરની સુવાસ ભલે લે. તમે એમાં રાગી ન બનતા! કોઈ દુર્ગધ આવે તો હેપી ન બનતા! ભલે સુગંધ કે દુર્ગધ ધ્રાણેન્દ્રિય પાસે આવે...તમારે રાગ-દ્વેષ નહીં કરવાના.
રસનેન્દ્રિયને બને એટલા ઓછા રસ આપજો. શરીરને ટકાવવા ભોજન તો કરવું જ પડશે. આહાર અને પાણી જીભ ઉપરથી પસાર થઈને જ પેટમાં જવાના! પ્રિય-અપ્રિય રસોના અનુભવ વખતે તમારે રાગ-દ્વેપથી બચવાની જાગૃતિ રાખવાની.
સ્પર્શેન્દ્રિયને જડ-ચેતન દ્રવ્યોનો સ્પર્શ તો થવાનો જ. પ્રિય વિષયોનો સ્પર્શ
છો આપવાનો! જો કે એને તો ક્યારેક પથ્થરનો સ્પર્શ પણ ગમી જાય છે... છતાં તમારે પ્રિય-અપ્રિય સ્પર્શ વખતે રાગ-દ્વેષી નહીં બનવાનું. તમે જો આ રીતે જાગ્રત રહ્યા....તો ઇન્દ્રિયો પર તમે વિજયી બની ગયા સમજો.
મારે ઇન્દ્રિયવિજેતા બનવું છે. આ નિર્ધાર સાથે પુરુષાર્થ શરૂ કરી દો. જેમ જેમ આ પુરુષાર્થ વધતો જશે તેમ તેમ તમને ‘પ્રશમ-સુખ નો અપૂર્વ ને અદ્ભુત અનુભવ થતો જશે. ઇન્દ્રિયવિજેતાને જ પ્રશમસુખની અનુભૂતિ થઈ શકે છે.
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુખ : શમીનું, વીતરાગીનું यत् सर्वविषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण ।
तदनन्तकोटिगुणितं मुधैव लभते विगतरागः ।।१२४ ।। અર્થ : સર્વ વિષયોની આકાંક્ષામાંથી જન્મેલું જે સુખ રાગી જીવને મળે છે, તેનાથી અનન્ત કોટિગુણ સુખ વિનામૂલ્ય રાગરહિત જીવ મેળવે છે.
વિવેચન : સુખના બે પ્રકાર છે : રાગીનું સુખ અને વીતરાગીનું સુખ. આપણે રાગી છીએ, પાંચયે ઇન્દ્રિયોના વિષયોનાં સુખ આપણે અનુભવેલાં છે. આપણને એ પણ અનુભવ છે કે વૈષયિક સુખો માત્ર ઇચ્છા કરવાથી, માત્ર કામના કરવાથી નથી મળતાં. એ સુખો મેળવવા મનથી કેટકેટલા વિચારો...યોજનાઓ કરવી પડે છે, વાણીથી કેટકેટલાની ચાપલુસી કરવી પડે છે અને કાયાથી કેવો સખત પરિશ્રમ કરવો પડે છે! આ બધો પરિશ્રમ કર્યા પછી જે સુખ મળે છે, તે કેટલું બધું અલ્પકાલીન-ક્ષણિક હોય છે!
જે વિષય આજે આપણને ગમ્યાં.... થોડા દિવસ પછી એ નહીં ગમે! એક વિષય પર સતત રાગ ટકતો નથી, રાગનાં પાત્ર બદલાતાં રહે છે.....જે શબ્દો ભૂતકાળમાં પ્રિય લાગતા હતા, વર્તમાનમાં પ્રિય નથી લાગતા. જે રૂપ ભૂતકાળમાં સુંદર લાગતું હતું, વર્તમાનમાં સુંદર નથી લાગતું. જે રસ પહેલાં સુસ્વાદુ લાગતો હતો, વર્તમાનમાં સુસ્વાદુ નથી લાગતો!
કોઈપણ ઇન્દ્રિયનો કોઈપણ વિષય હોય, સારો, સુંદર, મનોહર હોય, એ વિષયનું સુખ અલ્પકાલીન જ હોય છે, કારણ કે આપણે રાગી છીએ! રાગીનું સુખ ક્ષણિક જ હોય! રાગી વિષયોમાંથી સુખ મેળવવા અભિલષ છે....વિષયોની અવસ્થા પરિવર્તનશીલ હોય છે. એમ મનના રાગ-દ્વેષ પણ પરિવર્તનશીલ હોય છે. રાગ સ્થાયી ભાવ નથી, વિષયની અવસ્થા સ્થાથી પરિણામ નથી! બંને અસ્થાયી છે એટલે બંનેના સંયોગમાંથી જન્મતું સુખ પણ અસ્થાયી હોય છે!
પ્રભાતે દેખાતું સૃષ્ટિસૌન્દર્ય મધ્યાહ્ન નથી હોતું.....મધ્યાહ્નની સૃષ્ટિ સંધ્યાટાણે નથી હોતી! સંધ્યાનું સૌન્દર્ય રાત્રિની દુનિયામાં નથી રહેતું એવી રીતે બાલ્યાવસ્થાની મુગ્ધતા...સાહજિકતા યૌવનમાં નથી રહેતી... યૌવનનો થનગનાટ પ્રૌઢાવસ્થામાં નથી રહેતો. પ્રૌઢાવસ્થાની પ્રગભતા વૃદ્ધાવસ્થામાં નથી રહેતી.... બધું જ બદલાયા કરે છે..રાગી જીવાત્મા એ પરિવર્તનશીલ સૃષ્ટિના વિષયોમાંથી કેટલું અને કેવું સુખ મેળવી શકે?
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
પ્રશમરતિ જો તમારે ભરપૂર સુખ મેળવવું છે, અનુભવવું છે, તો તમે રાગરહિત બનો, દ્વેષરહિત બનો! એટલે કે વીતરાગ બની જાઓ, એમ નથી કહેતો. તમે થોડી ક્ષણો માટે “મધ્યસ્થ' બની જાઓ. થોડી ક્ષણો માટે રાગ વિનાના અને દ્વેષ વિનાના બની જાઓ! એ ક્ષણોમાં તમે તમારામાં ડૂબી જાઓ! આત્મભાવમાં ડૂબકી મારી દો...એ ક્ષણોમાં તમે જે સુખનો અનુભવ કરશો તે અપૂર્વ હશે! એ સુખનું સંવેદન પ્રગાઢ હશે! સ્પર્શેન્દ્રિયના પ્રિય વિષયોના પ્રગાઢ આલિંગનમાંથી જન્મતા વૈષયિક શારીરિક સુખ કરતાં એ આંતરસુખ ખૂબ ખૂબ ચઢિયાતું હશે. વૈષયિક સુખની ડિગ્રી' કરતાં આંતરસુખની ડિગ્રી અનન્ત ક્રોડગણી હશે! તમે ગુણાકાર જ નહીં કરી શકો!
દિવસમાં આવી મધ્યસ્થભાવની ક્ષણો પ્રાપ્ત કરો. મનને વિષયોના સંપર્કથી મુક્ત કરો. વિષયમુક્ત મનને આત્મા સાથે ભળવા દો. હા, વિષયમુક્ત મન જ આત્માને મળી શકે છે, આત્મસુખનું તમને એવું મન જ સંવેદન કરાવશે.
જે ચમચો કડવા શાકથી ખરડાયેલો છે, એ ચમચ તમે મીઠા શાકમાં નાંખીને એનો સ્વાદ કરવા જાઓ, તમે મીઠાશ નહીં અનુભવી શકો. એવી રીતે વિષયાનન્દથી ખરડાયેલું મન આત્માનન્દનો અનુભવ કરાવવા માટે સમર્થ નથી બનતું. થોડી ક્ષણો માટે તમે મનને વિષયોથી સર્વથા મુક્ત કરો, એકદમ લૂછીને સાફ કરી નાંખો, પછી એ મનને અંતરાત્મા સાથે જોડો. અંતરાત્મામાં પડેલા અપાર.... અનન્ત સુખનું “સમ્પલ' તમને ચાખવા મળશે!
પછી એવી મધ્યસ્થ ભાવની ક્ષણો વધારવી, તે તમારું કામ છે. રાગદશામાં અનુભવાતા વૈષયિક સુખો કરતાં મધ્યસ્થદશામાં અનુભવાતું આંતરસુખ તમને ચઢિયાતું લાગે, ઉચ્ચતમ્ લાગે, શ્રેષ્ઠ લાગે તો તમે મધ્યસ્થદશાને વધારવા પ્રયત્ન કરવાના જ, રાગરહિત અને દ્વેષરહિત આત્મદશાનો કાળ જેમ જેમ વૃદ્ધિ પામતો જશે, તેમ તેમ તમારા આંતરસુખનો મહાસાગર ઊછળવા માંડશે! એક જીવન...એક ભવ....એવો આવશે... કે જે જીવનમાં તમે શાશ્વત્કાળ માટે વીતરાગ બની જવાના, તમારું સુખ શાશ્વતુ બની જવાનું.
રાગીના સખ કરતાં વીતરાગીનું સુખ ખૂબ ખૂબ ચઢિયાતું છે... કોઈપણ જાતના પરિશ્રમ વિના....મળી જનારું છે, માટે વીતરાગી બનો! રાગ-દ્વેષ રહિત અવસ્થા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરો.
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુ:ખ માત્ર રાગીને.... इष्टवियोगाप्रियसंप्रयोगकांक्षासमुद्भव दुःखम् | प्राप्नोति यत्सरागो न संस्पृशति तद्विगतरागः ।।१२५ ।। અર્થ : ઇષ્ટ વિયોગમાં અને અપ્રિય સંયોગોમાં, ઇષ્ટના સંયોગની ઇચ્છામાંથી અને અપ્રિયના વિયોગની ઇચ્છામાંથી ઉપજતું દુ:ખ જે સરાગી પ્રાપ્ત કરે છે, વીતરાગ તે દુઃખને સ્પર્શતા પણ નથી.
વિન : પ્રિયજનનો જ્યારે વિરહ હોય છે, ત્યારે મન કેવું તરફડે છે....વ્યાકુળ બને છે...કલ્પાંત કરે છે, તે તમારે જાણવું હોય તો કોઈ એવા સરોવરના કિનારે જજો કે જે સારસીનાં જોડલાં દિનભર ક્રીડા કરતાં હોય. સંધ્યાના રંગો પર કાળો ઢીમ રંગ રેલાઈ જાય, સારસ સારસીને છોડી આકાશમાં ઊંચે ને ઊંચે ચઢતું જાય ત્યારે પાણી પર માથાં પછાડતી અને કરણ, આક્રન્દ કરતી એ સારસીને જોજો..... પ્રિયના વિયોગમાં એ પ્રિયના સંયોગની તીવ્ર ઝંખના મનને કેવું દુ:ખના દાવાનળમાં બાળે છે....સંતાપે છે...ત્યારે તમને સમજાશે.
અપ્રિય-અનિષ્ટના સંયોગમાં, એ અનિષ્ટ-અપ્રિય વ્યક્તિથી છુટકારો મેળવવા મન કેવું તડપે છે, વિલાપ કરે છે...ઝૂરે છે એ તમારે જાણવું હોય તો લંકાના દેવરમણ ઉદ્યાનમાં બેઠેલાં સીતાજીને પૂછો. રાવણથી છૂટવાની અને શ્રીરામને મળવાની તીવ્ર અભિલાષાએ તેમની માનસિક સ્થિતિ કેવી કરી નાંખી હતી!
સીતાજીનું મૃત્યુ થયું, તેઓ બારમા દેવલોકનાં ઇન્દ્ર બન્યાં, ત્યાં તેમને શ્રીરામની સ્મૃતિ થઈ આવી, તેમણે અવધિજ્ઞાનથી મધ્યલોકમાં રહેલા શ્રીરામને જોયા, શ્રીરામને અણગાર-અવસ્થામાં જયા, ધર્મધ્યાનમાં લીન બનેલા જોયા....સીતેન્દ્રને ધ્રુજારી છૂટી ...' શું રામ સુફલધ્યાનમાં પ્રવેશી, ઘાતી કર્મોનો ક્ષય કરી, વીતરાગ-સર્વજ્ઞ બની મોક્ષમાં ચાલ્યા જશે? તો પછી આ સંસારમાં મને એમનો ક્યારેય સંયોગ નહીં સાંપડે? ના ના...હું એમને શુકલધ્યાનમાં પ્રવેશ નહીં કરવા દઉં!'
સીતેન્દ્રને શ્રીરામના કાયમી વિરહની કલ્પના કંપાવી દે છે. સીતેન્દ્રનું મન વિહ્વળ બની જાય છે. પ્રિયજનના સંયોગની ઝંખના જીવાત્માને કેવો અસ્વસ્થ અને અશાન્ત કરી મૂકે છે! આ સંયોગ-વિયોગની ઝંખના જીવાત્માની રાગદશાની ઊપજ છે. રાગીને જ સંયોગ-વિયોગનાં દુઃખોની હોળીમાં સળગી મરવાનું હોય છે.
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
પ્રશમરતિ જે વીતરાગ બની ગયા, જેમણે પોતાના આત્મામાંથી રાગ-દ્વેષનાં મૂળિયાં ઉખાડી નાંખ્યાં, આત્મભૂમિને જ એવી કરી નાંખી કે જેમાં ક્યારેય રાગ-દ્વેષ પેદા જ ન થાય! અરાગી-અષી આત્માને આ વિશ્વમાં કંઈ પ્રિય રહેતું નથી, કંઈ અપ્રિય રહેતું નથી. એમને કંઈ ઇષ્ટ હોતું નથી... કંઈ અનિષ્ટ હોતું નથી. પ્રિયાપ્રિયની અને ઇનિષ્ટની કલ્પનાઓ રાગ-દ્વેષની ઊપજ છે. વીતરાગી અને વીતષીને એ કલ્પનાઓ જ હોતી નથી, પછી એ કલ્પનાઓમાંથી જન્મતાં દુઃખો ક્યાંથી હોય?
કદાચ કોઈ કહે : પ્રિય અને અપ્રિયની કલ્પનાઓ વિનાનું જીવન તે જીવન કહેવાય? દુઃખ વિનાનું સુખ સુખ રહેતું નથી! દુ:ખ હોય છે તો સુખ સુખરૂપ લાગે છે!'
તો તો તંદુરસ્તીના સુખ માટે રોગનું દુઃખ પણ જોઈએ! ઇચ્છો છો ને તમારું શરીર રોગોથી ભરાઈ જાય તે? શ્રીમંતાઈના સુખ માટે ગરીબીનું દુ:ખ પણ જોઈએ! શ્રીમંતાઈથી કંટાળી ગયા છો ને? ગરીબી ઇચ્છો છો ને? દુ:ખ વિનાના નિર્ભેળ સુખને ક્યાંય જોયું નથી, અનુભવ્યું નથી એટલે શુદ્ધ સુખની કલ્પના જ ક્યાંથી આવે? સદૈવ દુ:ખમિશ્રિત સુખથી આપણ ટેવાયેલા છીએ. સંસારની ચારેય ગતિમાં દુઃખ અને સુખ સાથે રહેલો છે. ક્યાંક દુ:ખ વધારે અને સુખ ઓછું, ક્યાંક સુખ વધારે અને દુઃખ ઓછું! પરનું હોય છે બંને. એટલે જ્યારે દુઃખ વિનાના શુદ્ધ સુખની વાત જ્ઞાની પુરુષો કરે છે ત્યારે આવું સુખ તે હોતું હશે?” એમ શંકા થાય છે. “દુઃખ વિના સુખ ભોગવવાની મજા આવે ખરી?' આવો પ્રશ્ન પેદા થાય છે.
વીતરાગ આત્માને પ્રિય-અપ્રિયની કલ્પનાઓ વિનાનું સ્વાધીન શાશ્વતુ સુખ હોય છે. તેમના રાગરહિત આત્માને કોઈ દુ:ખ સ્પર્શી શકતું નથી... એક વખત આત્મા વીતરાગી બની ગયો, પછી ક્યારેય તે રાગી નહીં બનવાનો, એટલે ક્યારેય એને દુઃખનો સ્પર્શ નહીં થવાનો.
દુઃખ સાથે સુખોનો અનુભવ તો અનંત જન્મોમાં આપણા જીવે કર્યો, હવે ભવિષ્યકાલીન અનંતકાળ આપણે દુઃખરહિત શુદ્ધ સુખનો અનુભવ કરવા પ્રયત્ન કરીએ તો? એ માટે આપણે આપણા રાગ-દ્વેષને ઓછા ફરવાનો પુરુષાર્થ આરંભવો જોઈએ. જે જે માર્ગે રાગ-દ્વેષ ઓછા થતા હોય તે તે માર્ગે મન-વચન-કાયાથી પુરુષાર્થ કરવો જોઈએ. રાગ-દ્વેષની તીવ્રતા ઘટાડી દેવી જોઈએ. આ વર્તમાન જીવનમાં વીતરાગ ન બનાય તો ભલે, વિરાગી તો બની જ જઈએ!
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખ માત્ર રાગીને..
૨૧૭ प्रशमितवेदकषायस्य हास्यरत्यरतिशोकनिभृतस्य। भयकुत्सानिरभिभवस्य यत्सुखं तत्कुतोऽन्येषाम् ।।१२६।। અર્થ : જેણે વેદ અને કપાયને શાન્ત કરી દીધા છે, જે હાસ્ય, રતિ, અરતિ, અને શોકમાં સ્વસ્થ રહે છે, જે ભય અને નિન્દાથી પરાજિત થતો નથી, તેને જે સુખ હોય છે તેવું સુખ બીજાઓને કેવી રીતે હોય?
વિવેવન : તમે કોઈ ગતિમાં ન અનુભવ્યું હોય, કોઈ ભવમાં ન જોયું હોય તેવું અપૂર્વ સુખ અનુભવવું છે? વૈષયિક સુખોથી જુદું, કષાયોથી ભિન્ન, હાસ્યરતિથી જુદા પ્રકારનું... એવું સુખ જો અનુભવવું હોય તો અહીં ગ્રન્થકાર એવું સુખ મેળવવાનો માર્ગ બતાવે છે. અલબત્ત માર્ગ સરળ નથી, સીધો નથી, કઠિન માર્ગ છે. છતાં સાહસિકો માટે, સાત્ત્વિકો માટે અશક્ય નથી. આવો, આપણે એ માર્ગને અવગાહીએ.
૧. તમે જો પુરુષ છો તો તમારે પુરુષવેદને પ્રશન્ન કરવો જોઈએ. તમે જ સ્ત્રી છો તો તમારે સ્ત્રીવેદને ઉપશાન્ત કરવો જોઈએ. અર્થાતુ તમારી જાતીય વાસનાથી...વાસનાના આવેગોથી મુક્ત બનવું જોઈએ. સંભોગની ઇચ્છાને શાન્ત કરી દેવી જોઈએ. આ મૈથુનની વાસનાથી મુક્ત થવાનું કામ સરળ નથી. પ્રતિક્ષણ જાગૃતિ જોઈએ. પ્રતિપલ સાવધાની જોઈએ. બાહ્ય-આન્તર તપશ્ચર્યા દ્વારા, જ્ઞાન-ધ્યાનની સતત રમણતા દ્વારા અને વિવિધ સંયમયોગાની આરાધના દ્વારા તમે તમારી જાતીય વાસનાને, મૈથુનની વૃત્તિને ઉપશાત્ત કરી શકશો. - ૨. તમારે કપાયોને શાંત કરવા પડશે. ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી અને લોભને નિર્લોભતાથી શાન્ત કરતા રહો. જ્યારે જ્યારે ક્રોધ ઊભરાય હૃદયમાં, ત્યારે ત્યારે ક્ષમાનું ચિંતન કરો. ક્ષમાજલના સિંચનથી ક્રોધની આગ બુઝાશે. જ્યારે જ્યારે માન-અભિમાન જાગે, ત્યારે ત્યારે નમ્રતાના વિચારોથી એને શાન્ત કરો. માયા-કપટ કરવાની ઇચ્છા થાય ત્યારે સરળતાનો સહારો લઈ માયા-કપટની ઇચ્છાને પરાસ્ત કરો. લોભવૃત્તિ જ્યારે ઊછળે ત્યારે નિર્લોભતાનો સથવારો લઈ તે વૃત્તિને ડામી દો. કપાયોને ઉપશાન્ત કરવાના દૃઢ નિર્ધાર સાથે સાવધાનીભર્યો પુરુષાર્થ કરશો તો અવશ્ય તમને સફળતા મળશે.
૩, હાસ્ય ઉપજાવે એવો પ્રસંગ ઊભો થાય ત્યારે તમે સ્વસ્થ રહેજો, હસી ન પડતા. કંઈ એવું જોઈ લીધું, સાંભળી લીધું કે જે હાસ્યપ્રેરક હોય, છતાં તમારે હસવાનું નહીં! સમજણપૂર્વક નહીં હસવાનું. સમગ્ર સંસારના જડ-ચેતન
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
પ્રશમરતિ ભાવોને જ્ઞાનદૃષ્ટિથી જોનાર મહાત્માને સંસારમાં કંઈ વિચિત્ર લાગતું જ નથી! બધું જ સંભવિત લાગે છે...દરેક ઘટનાના કાર્યકારણભાવ તે જાણે છે....પછી એ કેવી રીતે હસે? હર્ષમાંથી હાસ્ય પ્રગટે છે. આત્મભાવમાં રહેલા મહાત્માના હૃદયમાં હર્ષનો વિકાર ટકી શકતો નથી. હસવાનું નિમિત્ત ઉપસ્થિત થવા છતાં જે હસે નહીં તે સ્વસ્થ કહેવાય.
૪. હસવાનું તો નહીં, ઇન્દ્રિયોના પ્રિય વિષયોમાં રતિ પણ નહીં કરવાની અર્થાતુ વિષયોમાં પ્રીતિ નહીં બાંધવાની. વિષયાસક્તિ એ અસ્વસ્થતા છે! આત્મભાવમાં-સ્વભાવમાં સ્થિર રહેવું તે સ્વસ્થતા અને અનાત્મભાવમાં-વિભાવમાં રહેવું તે અસ્વસ્થતા! આવશ્યક વિષયોનો ઉપયોગ કરવો તે જુદી વાત છે, વિષયોમાં રાચવું તે જુદી વાત છે. વિષયોમાં પ્રિયત્નની કલ્પના જ ન કરો. તે માટે વિષયોની નિઃસારતા વિચારો. વિષયાસક્તિના દારુણ વિપાકોનું ચિંતન કરો.
૫. જેમ પ્રિય વિષયોમાં રતિ નહીં કરવાની, તેમ અપ્રિય વિષયોમાં અરતિ નહીં કરવાની. અપ્રિય-અનિષ્ટ વિષયોના સંયોગમાં ઉદ્વિગ્ન નહીં બનવાનું. ઉદ્વિગ્નતા એ પણ અસ્વસ્થતા છે! અસ્વસ્થતા એ માનસિક દુ:ખ છે.... વિષયમાં સારાપણું નથી કે નરસાપણું નથી. જીવાત્મા એમાં સારાપણાની અને નરસાપણાની કલ્પનાઓ કરે છે. એ કલ્પનાઓ પણ સ્થિર નથી રહેતી. કલ્પનાઓ બદલાતી રહે છે. સારો વિષય નરસો લાગે છે, નરસો વિષય સારો લાગે છે! આ તાત્ત્વિક સમજને હૃદયસ્થ કરનાર તત્ત્વજ્ઞાની અરતિ-ઉગમાં શેકાતો નથી.
૬. જ્યારે તમને પ્રિય વસ્તુ કે વ્યક્તિનો વિયોગ થાય ત્યારે તમે શોક ન કરો. “સંયોગો અનિત્ય છે આ વિચારને ખૂબ વાગોળો. પ્રિયજનોના સંયોગ, વૈભવ-સંપત્તિનો સંયોગ, વિષય સુખોનો સંયોગ...આ બધા સંયોગો અનિત્ય છે, જે અનિત્ય હોય તેનો વિયોગ થાય જ.’ આ વિચાર દઢ કરો. રોગથી શરીર ઘેરાઈ જાય, યૌવન ચાલ્યું જાય, મૃત્યુના ઓળા સામે દેખાય....એ વખતે પણ શોકાતુર ન થઈ જશો. આંખોને આંસુભીની ન કરશો. એ બધું આ સંસારમાં સ્વાભાવિક જ છે. માટે સ્વસ્થ રહેવાનું
૭. નિર્ભય બનો. નિર્ભયતા વિના સુખ નથી, નિર્ભયતા વિના શાન્તિ નથી. શા માટે ભય પામો છો? તમારું શું લુટાઈ જવાનું છે? જે ખરેખર તમારું છે તેને કોઈ ચોરી જઈ શકે એમ નથી, જે ખરેખર તમારું નથી, એ લુટાઈ જાય, ચોરાઈ જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દુઃખ માત્ર રાગીને...
૨૧૯
તમે જ્ઞાતા બનો, દૃષ્ટા બન્યું. તમારી આસપાસ જે કંઈ બની રહ્યું હોય, તમે જ્ઞાનદૃષ્ટિથી તે જોયા કરો જાણ્યા કરો. રાગ-દ્વેષને ભેળવ્યા વિના જાંજો, રાગ-દ્વેષને અળગા રાખીને જાણજો. તમારે ગભરાવાનું કોઈ કારણ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારે દુનિયા પાસેથી શું લઇ લેવું છે? તમારે દુનિયાને શું આપી દેવું છે? તમારે દુનિયાથી શું છુપાવવાનું છે? મહાનુભાવ, તમારે કોનો ભય છે? ‘આ સૃષ્ટિમાં જે બનવાનું છે તે બનશે જ. જે ભાવો નિશ્ચિત છે, તે ભાવોને કોઈ બદલી શકતું નથી.' આ જિનશાસનના સિદ્ધાન્તને આત્મસાત્ કરી લો.
ગમે તેવું ભયપ્રેરક નિમિત્ત તમારી સામે આવે, તમારું રૂંવાડું પણ ફરકવું ન જોઈએ. ભવિજેતા બની જાઓ, ભયથી ક્યારે પણ હારશો નહીં, પરાજિત થશો નહીં.
૮. તમારી કોઈ નિન્દા કરે તો કરવા દેજો! નિન્દા અને પ્રશંસામાં શોક કે હર્ષ ન કરશો. નિન્દા સાંભળીને અકળાઈ ન જશો, નિન્દકો નિન્દા કરવાના જ! પ્રશંસકો પ્રશંસા કરવાના જ! તમારે આ બંને પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવાનું!
નિન્દાને જીરવવાની શક્તિ તમારે મેળવવી જ જોઈએ. જે મનુષ્ય પોતાની નિન્દા સાંભળીને ક્રોધ નથી કરતો, ઉદ્વેગ નથી કરતો, ભયભીત નથી થતો, તે મનુષ્ય સાચો વીરપુરુષ છે. ‘આ દુનિયાએ તીર્થંકરોની પણ નિન્દા કરી છે, પછી હું કોણ?’ આ રીતે તમારા મનનું સમાધાન કરો. તમે તમારા કર્તવ્યમાર્ગે ચાલતા રહો, નિન્દા અને તિરસ્કાર કરનારા તમારૂં કંઈ બગાડી નહીં શકે....બગડે છે પોતાનાં જ પાપકર્મોના ઉદયથી!
તમે બીજા કોઈની નિન્દા ક૨ો નહીં. નિન્દાનો રસ હલાહલ વિષ કરતાં પણ વધુ નુકસાન કરનારો છે. તમારો તિરસ્કાર કરનારની પણ તમે નિન્દા ન કશો.
આ રીતે જે મહાનુભાવ,
૧. જાતીય વાસનાને ઉપશાન્ત કરે છે,
૨. ક્રોધાદિ કષાયોને શાજા કરે છે,
૩. હર્ષ અને હાસ્યના પ્રસંગે સ્વસ્થ રહે છે,
૪. વૈયિક સુખોમાં પ્રીતિ નથી કરતો,
૫. અપ્રિય વિષયોમાં અર્પિત નથી કરતો, ૬. પ્રિયવિયોગમાં શોકાકુલ નથી બનતો,
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦.
પ્રશમરતિ ૭. સર્વ ભયો પર વિજય મેળવે છે, ૮. નિન્દા-તિરસ્કારમાં સ્વસ્થ રહે છે, તે મહાત્મા જે અપૂર્વ સુખની અનુભૂતિ કરે છે, તે અનુભૂતિ રાગની પ્રચંડ આગમાં સળગતો જીવાત્મા કેવી રીતે કરી શકે? ન જ કરી શકે.
કહો, આ અપૂર્વ સુખ અનુભવવાનો રાજમાર્ગ છે! ચાલવું છે. આ માર્ગ? આ નહીં અનુભવેલા સુખનું આકર્ષણ જાગે છે હૃદયમાં? જો આકર્ષણ જાગી જાય તો આ માર્ગે પ્રયાણ થઈ જાય. આ માર્ગે ચાલવાની શક્તિ પણ આત્મામાં પ્રગટી જાય.
“મારે હવે રાગજન્ય સુખો નથી જોઈતાં, આ સ્પષ્ટ નિર્ણય આત્મસાક્ષીએ થઈ જવો જોઈએ. “મારે હવે આત્માનું સ્વાધીન સુખ મેળવવું જ છે...” આ દૃઢ સંકલ્પ થઈ જવો જોઈએ. આ સંકલ્પબળને સજીવન રાખીને, ઉપર બતાવેલી આઠ વાતોને સિદ્ધ કરવાના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ.
આવો પુરુષાર્થ માત્ર જિનશાસનના શ્રમણજીવનમાં જ શક્ય બની શકે. શ્રમણજીવન સ્વીકારવા માત્રથી આ પુરુષાર્થ પૂરો થઈ નથી જતો, પુરુષાર્થનો પ્રારંભ થાય છે! પ્રારંભેલા પુરુષાર્થની પૂર્ણાહુતિ ભલે આ જીવનના અંતે ન થાય, એ માટે ભલે પાંચ-દસ જીવન પૂરાં થઈ જાય, પરન્તુ સફળતા મળવી જોઈએ. અપૂર્વ...અદ્ભુત પ્રશમસુખની શાશ્વતું સરવાણી ફૂટવી જોઈએ.
વૈષયિક. ભૌતિક...દૈવિક સુખોની અભિલાષાને નિર્મળ કરીને આત્માના શાશ્વતું અને સ્વાધીન સુખની પરિશોધ આરંભી દઈ આ માનવજીવનની શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી લઈએ.
- પરમ સુખી પ્રશાખાભા सम्यग्दृष्टिानी ध्यानतपोवलयुतोऽप्यनुपशान्तः । तं लभते न गुण यं प्रशमगुणमुपाश्रितो लभते ।।१२७ ।। અર્થ : સમ્યગદષ્ટિ, જ્ઞાની, ધ્યાન અને તપબલથી યુક્ત (સાધકો પણ જો ઉપશાન્ત ન હોય તો તે જે ગુણ પ્રાપ્ત નથી કરતો તે ગુણ પ્રશમગુણવાળા (સાધકો મેળવે છે.
વિન : તમે મિથ્યા માન્યતાઓથી મુક્ત થયા છો? તમને સમ્યગદર્શનની આંતર-પ્રતીતિ થઈ છે? તો પછી તમે આટલા બધા અશાત્ત કેમ છો? આટલી બધી કષાય-પરવશતા કેમ છે? આટલી બધી વાસનાવિવશતા શાથી છે? શું તમે એમ સમજ્યા છો કે “અમારી પાસે સમ્યગ્દર્શન છે એટલે અમારો મોક્ષ
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ સુખી પ્રશાત્તાત્મા
૨૨૧ થઈ જવાનાં.....” આવી ભ્રમણામાં ન રહેશો. જ્યાં સુધી તમે તમારા કષાયોને ઉપશાત્ત નહીં કરો, તમારી વિષયવાસનાને નહીં ઠારો ત્યાં સુધી તમારું સમ્યગુદર્શન તમને આત્મગુણોના ખજાના પાસે નહીં લઈ જાય. કદાચ બુઝાઈ પણ જાય.
તમારી બુદ્ધિ ધારદાર છે અને તમારું શાસ્ત્રજ્ઞાન અગાધ છે; છતાં તમે અસ્વસ્થ લાગો છો....શાથી? શું તમે તમારી સુક્ષ્મ બુદ્ધિ અને અગાધ શાસ્ત્રજ્ઞાન ઉપર મદાર નથી બાંધી લીધો ને કે “અમારી બુદ્ધિ અને શાસ્ત્રજ્ઞાન અમને મુક્તિ અપાવશે!” એના ભરોસે તો તમે વિષય-કષાયોના ખેલ નિર્ભયતાથી નથી ખેલી રહ્યા ને? આન્તર શાન્તિ અને ચિત્ત પ્રસન્નતાની ઉપેક્ષા કરીને, ઉપશમભાવની સરાસર વિસ્મૃતિ કરીને, માત્ર બુદ્ધિ અને જ્ઞાનના સહારે તમે આત્મગુણોની સમૃદ્ધિ નહીં મેળવી શકો.
તમે દિવસ-રાતમાં બે-ત્રણ કલાક સવિકલ્પ કે નિર્વિકલ્પ ધ્યાન ધરીને હું ધ્યાની છું અને ધ્યાનના માધ્યમથી આત્માનો પ્રકાશ પામી જઈશ. આવું માની બેઠા નથી ને? ધ્યાનના એ -ત્રણ કલાક સિવાયના કલાકોમાં તમે કષાયોનો સહારો લો છો, વૈષયિક સુખોની સુંવાળી પથારીમાં આળોટો છો, અને માનો છો કે તમને કેવળજ્ઞાન થઈ જશે! તમને વીતરાગતા મળી જશે! આ તમારી અજ્ઞાનદશા છે. કષાયોને ઉપશાન્ત કર્યા વિના, વિષયવાસનાઓની આગ બુઝવ્યા વિના તમે આત્માની પૂર્ણતા ક્યારેય નહીં પામી શકો.
તમે તપસ્વી . આઠ ઉપવાસ, સોળ ઉપવાસ અને મહિનાના ઉપવાસ પણ કરો છો...... એ સાથે પાંચસો કે હજા૨ આયંબિલ કરી શકો છો... ઉઘાડા પગે અને ઉઘાડા માથે ધોમધખતા તાપમાં માઇલો સુધી ચાલી શકો છો....પરંતુ કોઈ તમારું અપમાન કરે છે ત્યારે ક્રોધથી લાલચોળ થઈ જાઓ છો ને? કોઈ તમને માન-સન્માન ન આપે ત્યારે અકળાઈ જાઓ છો ને? કોઈ સુંદર રૂપ નજરે ચઢે ત્યારે આકર્ષાઈ જાઓ છો ને? દુનિયાની વાતો જાણવાની-સાંભળવાની ઉત્સુકતા તમને ચંચળ બનાવી દે છે ને? તે છતાં તમે માનો છો કે “ઉગ્ર તપસ્વી છું.... એટલે મારાં બધાં કર્મોનો નાશ થઈ જશે અને હું વીતરાગ બની જઈશ!' આવી મિથ્યા કલ્પનાઓમાં રચશો નહીં. ઉપશમભાવ વિના કોઈ વીતરાગ બની શકતું નથી.
સમ્યગુદર્શન દ્વારા સાધક પ્રશમ-વાટિકામાં પહોંચવાનું છે. બુદ્ધિ અને શાસ્ત્રજ્ઞાનના સહારે સાધકે ઉપશમનાં નિર્મળ-શીતલ પાણીથી સરોવરના કાંઠે પહોંચવાનું છે. આત્મધ્યાન-પરમાત્મધ્યાનની તલ્લીનતાના માધ્યમથી સાધકે
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
પ્રશમરતિ જડ સૃષ્ટિનાં આકર્ષણોથી મુક્ત બનવાનું છે. જડ સૃષ્ટિને જોવા-જાણવાની ઉત્સુક્તાથી છુટકારો મેળવવાનો છે. ઉગ્ર તપશ્ચર્યા કરીને ઉન્મત્ત વિષયવાસનાઓને બાળી નાંખવાની છે અને નિર્વિકાર આત્મદશા પ્રાપ્ત કરવાની છે.
પ્રશાન્ત આત્મા જ નિજાનન્દની મસ્તી માણી શકે છે. પ્રશાન્ત મનુષ્ય જ અગમ અગોચર સુખની મધુર અનુભૂતિ કરી શકે છે. ભલે પછી એની પાસે સુક્ષ્મ બુદ્ધિ ન હોય કે ખૂબ શાસ્ત્રજ્ઞાન ન હોય. ભલે એ ધ્યાન ન લગાવત હોય કે તીવ્ર તપશ્ચર્યા કરતો ન હોય,
દોરડા પર નાચતા ઇલાચીકુમાર પાસે શું હતું? શું સમ્યગુદર્શન હતું? શાસ્ત્રજ્ઞાન હતું? ધ્યાન હતું? તપશ્ચર્યા હતી? ના! તેઓ ઉપશાન્ત થયા અને સર્વજ્ઞ બન્યા.
"રુપ: મા તુષ' આટલા શબ્દો પણ યાદ ન રાખી શકનારા માપતુપ મુનિ પાસે કેટલું શાસ્ત્રજ્ઞાન હતું? છતાં તેઓ પ્રશાન્ત ભાવના પ્રભાવે પૂર્ણતા પામ્યા.
એક વર્ષથી ધ્યાનસ્થ દશામાં ઊભેલા બાહુબલીજીને ત્યાં સુધી કેવળજ્ઞાન ન જ થયું જ્યાં સુધી તેમનો માનકષાય ઉપશાન્ત ન થયો, આત્મ પૂર્ણ પ્રશાન્ત ન બન્ય!
સંવત્સરી-મહાપર્વના દિવસે પણ તપશ્ચર્યા નહીં કરી શકનારા કૂરગડુ મુનિ વીતરાગ-સર્વજ્ઞ બની ગયા, જાણો છો કોના પ્રભાવે? ઉપશમભાવનો એ પ્રભાવ હતો.
પ્રશમભાવની આરાધના એટલે ક્રોધાદિ કષાયોને ઉપશાન્ત કરવાની આરાધના. પ્રશમગુણની આરાધના એટલે વૈષયિક વાસનાને પ્રશાન્ત કરવાની આરાધના.
આ આરાધના સમ્યગુદર્શન-જ્ઞાન અને ચારિત્રને વિશેષ ઉજ્જવલ ફરે છે. આ આરાધના ચિત્તની ચંચળતાને, ઉત્સુકતાને નિર્મળ કરે છે. આત્મગુણોમાં રમણતા કરાવનારા અને બાહ્ય ભાવોની રમણતાથી ઉગારનારા એ “પ્રશમગુણ ને અંતરનાં વંદન છે.... હૃદયના આમંત્રણ છે.
नैवास्ति राजराजस्थ तत्सुखं नैव देवराजस्य ।
यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।।१२८ ।। અર્થ : લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત સાધુને જે સુખ આ જ ભાવમાં હોય છે તે સુખ નથી હતું ચક્રવર્તીને કે નથી હોતું દેવેન્દ્રને.
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ સુખી પ્રશાન્તાત્મા
૨૨૩ વિવેચન : અહીં જે સુખની વાત કરવામાં આવે છે તે શારીરિક કે ભૌતિક સુખોની વાત નથી, એ છે મનનાં સુખની વાત, એ છે આત્માનાં સુખની વાત. પાંચ ઇન્દ્રિયોના વૈપયિક સુખો, વૈષયિક સુખનાં સાધનો તો રાજા-મહારાજાઓ પાસે ઘણાં હોય છે. દેવલોકના દેવેન્દ્ર પાસે ઘણાં હોય છે, છતાં એમની પાસે મનનું સુખ હોતું નથી, મનની શાન્તિ હોતી નથી.
ધર્મગ્રન્થમાં જે ચક્રવતીનું વર્ણન આવે છે, જે દેવલોકના ઇન્દ્રોનું વર્ણન આવે છે, તે વર્ણન વાંચતાં, એ ચક્રવર્તીઓનાં અને ઇન્દ્રોનાં વૈષયિક સુખોનો ખ્યાલ આવે છે. અપાર અને અપૂર્વ સુખભો જોઈને દુનિયાને લાગે કે આ દુનિયામાં શ્રેષ્ઠ સુખી તો આ જ ચક્રવર્તીઓ છે.....આ જ દેવેન્દ્રો છે.' એમનાં સુખોથી ચઢિયાતાં સુખ આ દુનિયામાં કોઈની પાસે ન હોય!
વર્તમાનકાળમાં પણ દુનિયાના અબજોપતિઓના સુખવૈભવો જોઈને મનુષ્યો બોલે છે : “કેવા સુખી માણસો છે! કેટલો વિપુલ વૈભવ! કેવી અપૂર્વ સાહ્યબી! કેવું સુખી જીવન! માત્ર બાહ્યદૃષ્ટિથી જોનારા અને વિચારનારા મનુષ્યો “સુખ'ની. કલ્પના ભૌતિક સુખનાં સાધનોના આધારે કરતા હોય છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. આજે આપણી દુનિયામાં ચક્રવર્તી રાજા નથી, વાસુદેવ કે બળદેવ નથી, જો એ હોત અને આપણે એમને પૂછત કે “તમે સુખી છો? તમે નિર્ભય અને નિશ્ચિત છો?' તો જવાબ મળત કે “અમારી પાસે સુખનાં સાધન છે.....પરંતુ અમે નિશ્ચિત નથી. નિર્ભય નથી....માટે ખરેખર અમે સુખી નથી. અમને મળેલાં ભૌતિક સુખો નિત્ય નથી, અનિત્ય છે. ભયરહિત નથી, ભયસહિત છે. સ્વાધીન નથી, પરાધીન છે! અનેક પ્રકારના ભયોથી અને ચિંતાઓથી અમે ઘેરાયેલા રહીએ છીએ, અમારું મન અશાન્ત રહે છે, ઉદ્વિગ્ન રહે છે....”
દેવલોકના ઇન્દ્રો આપણા માટે કથા-વાર્તાનો વિષય બની ગયા છે! છતાંય જો ક્યારેક સ્વપ્નમાં પણ ઈન્દ્ર મળી જાય તો પૂછી લેજો કે “હે દેવરાજ ! તમે સુખી છો ? તમારું મન સદેવ શાન્ત, પ્રસન્ન અને પ્રફુલ્લ રહે છે ને? તમારા મનમાં ઈર્ષા, રોષ, રાગ, આસક્તિ....આ બધાં તત્ત્વ અશાન્તિ અને ઉદ્દેશ પેદા કરતાં નથી ને?' ઈન્દ્રનો પ્રત્યુત્તર શું મળે છે, તે સાંભળજો અને વિચારજો.
ભૌતિક-વૈષયિક સુખ-સાધનોની વૃત્તિ અને પ્રવૃત્તિથી મુક્ત મહાત્મા પુરુષોને પૂછજો કે એમનું સુખ કેવું છે! એમના અનુપમ પ્રશમસુખનું વર્ણન તેઓ શબ્દોમાં નહીં કરી શકે. પ્રશમસુખની અભુત અનુભૂતિની અભિવ્યક્તિ શબ્દોમાં કરી શકાતી નથી.
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
પ્રશમરતિ જેમને કોઈ બાહ્ય સુખ મેળવવાની આકાંક્ષા નથી, જેમને કોઈ દુઃખ દૂર કરવાની અભિલાષા નથી....બાહ્ય સુખદુઃખની કલ્પનાઓથી અળગા રહેનારા એ સાધુપુરુષો જે આત્તર પ્રશમસુખ અનુભવે છે, ચક્રવર્તી કે દેવેન્દ્ર પણ એ સુખના આસ્વાદ માણી શકતા નથી.
જે કોઈ માનવીને પ્રશમસુખનો અનુભવ કરવો હોય તે સંસારની તમામ પ્રવૃત્તિઓથી મુક્ત બનવું જ પડે. કોઈ સૂક્ષ્મ પણ પ્રવૃત્તિ ન જોઈએ. મનથી એના વિચાર નહીં કરવાના, વાણીથી એ અંગે કંઈ બોલવાનું નહીં અને કાયાથી એ વિષયમાં કોઈ વ્યવહાર કરવાનો નહીં, એનું મન ડૂબેલું હોય પ્રશમના સુખમાં! એની અવિનાશી મસ્તી હોય પ્રશમસુખના સાગરમાં!
વીતરાગ જેવા કહેવાતા અનુત્તર દેવલોકના દેવોને પણ જ્યારે પોતાનું આયુષ્ય પૂર્ણ થવાનું નજીકમાં લાગે છે ત્યારે, “મારે મનુષ્ય-સ્ત્રીના પેટમાં પુરાવું પડશે.’ આ કલ્પના દુઃખી કરે છે! અનુત્તર દેવોનાં પણ સુખ આ રીતે દુઃખથી કલંકિત હોય છે.....! અકલંક સુખ હોય છે માત્ર સાધુપુરુષોને! લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત એવા સાધુપુરુષોને!
મનને, વાણીને અને કાયાને સદૈવ લૌકિક પ્રવૃત્તિથી મુક્ત રાખવા માટે જોઈએ વિશિષ્ટ જ્ઞાન, એ વિશિષ્ટ જ્ઞાન એટલે માત્ર શ્રુતજ્ઞાન નહીં, માત્ર શાસ્ત્રોનું જ્ઞાન નહીં, વિશિષ્ટ જ્ઞાન એટલે આત્મજ્ઞાન! પરિણતિજ્ઞાન! આત્માના પ્રદેશ-પ્રદેશે જ્ઞાનનાં અજવાળાં પથરાયેલાં હોય. આત્માનો એક પણ પ્રદેશ, અજ્ઞાનતાના અંધકારથી આવરાયેલો ન જોઈએ. આવા જ્ઞાની મહાત્માઓ જ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રહી, પ્રશમસુખના મહોદધિમાં મસ્તી માણતા હોય છે.
જ્ઞાની સાધુપુરુષ ક્યારેય મનનાં દુઃખોથી રીબાતો ન હોય, વિકલ્પોની જાળમાં ક્યારેય ફસાતો ન હોય-રાગદ્વેષની ભડભડતી આગમાં ક્યારેય બળતો ન હોય, એનું આત્મજ્ઞાન અને સંસારની પ્રવૃત્તિઓથી મુક્ત કરાવી નિવૃત્તિની ગુફામાં લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં પ્રશમસુખની પ્રાપ્તિ થાય છે. પ્રવૃત્તિના સપાટ મેદાન ઉપર તો દુઃખના દાવાનળમાં જ સળગવાનું હોય છે. પ્રવૃત્તિની સાથે કોઈ પણ આકાંક્ષા જોડાયેલી રહેવાની જ. એ આકાશા...આશા.. તૃષ્ણા, અભિલાષા જ મનનાં દુઃખોની જનેતા છે, માટે પ્રશમસુખના અભિલાપી મનુષ્ય પ્રવૃત્તિથી મુક્ત થઈ, મન-વચન-કાયાને આત્મજ્ઞાન-અધ્યાત્મ જ્ઞાનના સહારે નિવૃત્તિની ગુફામાં પહોંચી જવું જોઈએ.
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવા સાધુ સ્વસ્થ રહે? संत्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः ।
जितरोषलोभमदनः सुखमास्ते निचरसाधुः ।।१२९ । । ગર્ચ : લોકની સ્વિજન પરિજનની ચિંતા છોડીને આત્મજ્ઞાનના ચિંતનમાં અભિરત રહેનાર, રાગ-દ્વેષ તથા કામને જીતનાર અને તેથી નીરોગી બનેલો સાધુ સ્વસ્થ રહે છે. ઉિપદ્રવરહિત જીવે છે.'
વિવેચન : જે આત્મસાધક સ્વજન-પરિજનોની ચિંતા છોડી દે છે, અને આત્મચિંતનમાં અભિરત રહે છે તે જ આત્મસાધક સ્વસ્થ રહે છે. જે સ્વજનપરિજનોનો ત્યાગ કરી પોતાના આત્માનું કલ્યાણ સાધવા મહાનું ચારિત્રધર્મના માર્ગે ચાલી નીકળ્યો છે તેણે પોતાનાં એ સ્વજન અને પરિજનોનાં દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યની ચિંતા ન કરવી જોઈએ. એ સ્વજનોની સ્મૃતિ પણ ન કરવી જોઈએ.
મારા માતા-પિતા વગેરે નિધન થઈ ગયા છે...દરિદ્રતાએ એમને ભરડો દીધો છે.....એમનું શું થતું હશે? મારાં એ સ્વજનો રોગગ્રસ્ત થઈ ગયાં છે. આષધોપચાર કરાવવાની તેમની શક્તિ નથી.... શું થશે એમનું? મારા એ મિત્રો આર્થિક સંકટમાં ફસાયા છે.....સાથે સાથે રાજ્યના અપરાધી બન્યા છે....શું થશે એમનું?” આવી ચિંતાઓથી સાધકે મુક્ત રહેવું જોઈએ.
મારાં એ સ્વજનો કોઈ પુણ્યકાર્ય કરતા નથી.... નથી દાન દેતા, નથી તપ કરતા નથી પરમાર્થ-પરોપકારનાં કાર્યો કરતા
એમનું ભવાંતરમાં? શું તેમની દુર્ગતિ થશે? નરકમાં જશે?' આવી ચિંતા પણ સાધકે નથી કરવાની, એણે એ સ્વજન-પરિજનોને ભૂલી જવાનાં છે. મનને આ બધી વ્યર્થ ચિંતાઓથી મુક્ત રાખવાનું છે.
પરંતુ આવી પરિચિંતા કરવાની ટેવ આજકાલની નથી, અનાદિકાલીન છે. અનાદિકાલીન કુટેવોથી મુક્ત બનવાનો પ્રયત્ન કેવો પ્રબળ જોઈએ? એ પ્રયત્નમાં કેવું સાતત્ય જોઈએ? પ્રબળ અને સતત પ્રયત્નથી જ એ કુટેવોથી માનવી છૂટી શકે. તે પ્રયત્ન છે આત્મચિંતનનો આત્મવિષયક ચિંતનમાં મનને ઓતપ્રોત કરી દેવાનું.
આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા મારા આત્માએ કેવાં દારુણ શારીરિક અને માનસિક દુ:ખો અનુભવ્યાં છે? વૈષયિક સુખોમાં નિરંતર રાચતો જીવાત્મા ક્યારેય તૃપ્ત થયો નહીં, સદાનો અતૃપ્ત ને અતૃપ્ત....ક્યારેય એ
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
પ્રશમરતિ ધરાયો નહીં. એ વિષયોની મૃગતૃષ્ણામાં દોડતો રહ્યો... ભટકતો રહ્યો.....મરતો ને જનમતો રહ્યો.....હજુ અંત ન આવ્યો. આજે હું માનવ છું, મને માનવજીવન મળ્યું છે....આ જીવનમાં મારે એ અતૃપ્તિની આગ બુઝાવી દેવી છે-મને આ વિશ્વનું સમ્યગુદર્શન થયું છે. વિશ્વની યથાર્થતા સમજાઈ છે. મોક્ષમાર્ગનો અવબોધ પ્રાપ્ત થયો છે.....હવે હું એવો આંતર-બાહ્ય પુરુષાર્થ કરું કે મારા ભવભ્રમણનો અંત આવી જાય. આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય.'
આ વિચારધારાને કેન્દ્રસ્થાને રાખી આત્મચિંતનના અનંત આકાશમાં ઊડતો રહેતો સાધક આત્મા સર્વપ્રથમ ત્રણ આંતરશત્રુ પર આક્રમણ કરે છે : રાગ પર આક્રમણ કરી રાગવિજેતા બને છે.
પ પર આક્રમણ કરી ષવિજેતા બને છે. કામવાસના પર આક્રમણ કરી કામવિજેતા બને છે. ગ્રન્થકાર આચાર્યદેવે રાગ, કેપ અને કામને વરની ઉપમા આપી છે. આ અનાદિના જવર છે. “ટાઈફોઇડ’ અને ‘ન્યૂમોનિયા”ના જવર કરતાં પણ વધુ ખતરનાક આ ત્રણ વર છે. લોકચિંતાનો ત્યાગી અને આત્મચિંતનનો અનુરાગી સાધક આ ત્રણ વરને દૂર કરવા જીવનપર્યત ઉપચારો કરતો રહે છે.
જ્વરના તાપમાં શેકાતો, અકળાતો, મનુષ્ય ક્ષણભર પણ ખુશી અનુભવતો નથી. આ ત્રણ ત્રણ જવરના સખત તાપમાં તડફડતો જીવાત્મા કેવી રીતે થોડી ક્ષણો માટે પણ પ્રસન્નતા અનુભવી શકે? સ્ત્રીરાગમાં દિવસ-રાત તરફડતા અને બળતા માણસોની બેચેની તમે શું નથી જોઈ? ધનરાગમાં અકળાતા અને વેદનાની ચીસો પાડતા માનવીઓની દયનીય સ્થિતિ તમે શું નથી જોઈ? તનરાગમાં વ્યાકુળતા અનુભવતા અને આંસુ સારતા મનુષ્યોની બેહાલી તમે શું નથી જોઈ? I અપયશ,પરાજય, પરાભવ અને અપમાનથી ધૂઆંપૂંઆ થતા.. રોપથી પાગલ બની જતા...ભાન ભૂલી જતા માણસોની છાતી ચીરી નાંખતા ચિત્કારો તમે નથી સાંભળ્યા? ઉદ્દીપ્ત વાસનાઓને પરવશ પડી...તવ્ર કાવ્યથાથી વ્યાકુળ બની...નિઃસાર અને નિઃસત્ત્વ બની કમોતે મરતા જીવોને તમે નથી જોયા?
આપણા જીવે પણ અનંત જન્મોમાં આ દારુણ વેદનાઓ ભાંગવી છે. હવે જો એ વેદનાઓથી છૂટવું છે, એ જીવલેણ જ્વરોથી મુક્તિ પામવી છે તો લકચિંતાનો ત્યાગ કરી દઈએ અને આત્માની વિભાવદશા તથા સ્વભાવદશાના ચિંતન-મનનમાં ઓતપ્રોત બનીએ તો જ સ્વસ્થતાપૂર્વક જીવી શકાય.
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મનિમિત્તે અપવાદ
૨૨૭ એ સાધુપુરુષો અદ્ભુત સ્વસ્થતાથી જીવનયાત્રા કરી રહ્યા છે કે જેઓ સમગ્ર પરિચિંતાઓથી મુક્ત છે અને આત્મચિંતનમાં લીન છે. જેઓના રાગદ્વેષ અને કામવિકારોના વિષમ જ્વર શાન્ત થઈ ગયા છે એવા યોગીપુરુષોની ભાવપૂર્ણ સ્મૃતિ કરી, એવી અવસ્થા પામવા પુરુષાર્થશીલ બનીએ.
ઘર્મનિમિતે અપવાદ या चेह लोकवार्ता शरीरवार्ता तपस्विनां या च ।
सद्धर्मचरणवार्तानिमित्तकं तद्वयमपीष्टम् ।।१३० ।। અર્થ : જે કોઈ ઇહલોક-વાર્તા અને જો કોઈ શરીરવાર્તા સાધુઓના સદ્ધર્મના અને ચારિત્રના નિર્વાહમાં હેતુભૂત હોય, તે બંને (લોકવાર્તા-શરીરવાર્તા) અભિમત છે. જિનશાસનમાં માન્ય છે.)
વિવેદન : “જો સાધુ સમગ્ર લોકચિંતા ત્યજી દે તો એ પોતાનું જીવન કેવી રીતે જીવી શકે? શરીરના નિર્વાહ માટે એણે લોકો પાસે તો જવું જ પડે ને?' આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન ઉમાસ્વાતિ કહે છે : સાધુજીવન જીવવા માટે, સાધુજીવનમાં આરાધવાના ધર્મયોગોની આરાધના માટે શરીર સ્વસ્થ હોવું જરૂરી છે. શરીરની સ્વસ્થતા. આહાર અને પાણી ઉપર નિર્ભર હોય છે. આહાર-પાણી ગૃહસ્થો પાસેથી લાવવાનાં હોય છે. એ માટે સાધુઓને ગૃહસ્થોના સંપર્કમાં આવવું પડે તો એનો સંપર્ક વિર્ય નથી, ત્યાજ્ય નથી.
સાધુ એટલો લોક-વિચાર તો કરે જ કે એને દોષરહિત ભિક્ષા ક્યાંથી મળશે. એ ભિક્ષાવેળાનો પણ વિચાર કરે કે એને ગૃહસ્થોના ઘરોમાં ક્યારે ભિક્ષા મળશે. એ ગૃહસ્થોની આર્થિક અને માનસિક સ્થિતિનો પણ વિચાર કરે. એ ગૃહરથની પારિવારિક સ્થિતિનો પણ વિચાર કરે...આ બધા વિચારોનું મૂળ કેન્દ્રબિંદુ હોય શરીરને ટકાવવા માટે આહાર, વસ્ત્ર, પાત્ર આદિ લેવાનું, કે જે સંયમજીવન માટે અતિ આવશ્યક હોય.
૧. સાધ એવાં ગૃહસ્થ ઘરોમાં ભિક્ષા લેવા જાય કે જ્યાંથી એ દોષરહિત ભિક્ષા મળે એમ હોય. એ માટે એ એવાં ગૃહસ્થઘરો અંગે વિચાર કરે અને સહવર્તી સાધુઓ સાથે પણ વાત કરે.
૨. દરેક ગામમાં લોકોનો જમવાનો સમય એક સરખો હોતો નથી, એટલે જે ગામમાં સાધુ હોય તે ગામમાં લોકોનો જમવાનો સમય જાણે. એ સમયે ભિક્ષા લેવા જાય.
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ૩. ભિક્ષા લેતાં એ ગૃહસ્થના વૈભવનો, સંપત્તિનો વિચાર કરે. જો એ ઘર નિર્ધન જેવું હોય તો એ લોકોને જરાય તકલીફ ન પડે એવી અલ્પ ભિક્ષા લે.
૪. ભલે ઘર શ્રીમંત હોય પરંતુ દાન આપવાની અભિરૂચિ ન જુએ તો અલ્પ ભિક્ષા લે અથવા ન પણ લે.
૫. ઘરમાં પારિવારિક ઝગડો ચાલતો હોય અથવા કોઈ ગંભીર બીમારી હોય કે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય, તો એ ઘરમાં ભિક્ષા માટે ન જાય.
અનેક પ્રકારની ચિતા સાધુએ કરવી જોઈએ. જે ચિંતાનો સંબંધ પોતાની ધર્મસાધના સાથે ન હોય તેવી વ્યર્થ ચિંતા સાધુ ન કરે. લોકોની આરંભસમારંભ ભરેલી વ્યાપાર વગેરેની વાતો ન કરે.
સાધુ પોતાના શરીરની કાળજી રાખે, પાંચ ઇન્દ્રિયોની કાળજી રાખે. કારણ કે એને જે કોઈ ધર્મઆરાધના કરવાની છે, તેનું મુખ્ય સાધન છે શરીર. એને ધર્મગ્રન્થોનું શ્રવણ કરવાનું છે, માટે એના કાન કામ કરતા હોવા જોઈએ. એને ધર્મગ્રન્થોનું અધ્યયન કરવાનું છે, પરમાત્માની પ્રતિમાનાં દર્શન કરવાનાં છે, પદયાત્રા કરવાની છે, પ્રતિલેખનની ક્રિયા કરવાની છે....માટે એની આંખો નીરોગી જોઈએ. સાધુનું જીવન સ્વાશ્રયી હોય છે એટલે એનાં દરેક અંગોપાંગ અખંડ અને વ્યાધિરહિત જોઈએ. એટલે સાધુ પોતાના શરીરની કાળજી રાખે. એનું લક્ષ હોય છે ચારિત્રધર્મની આરાધનાનું.
ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા વગેરે દશ પ્રકારના સાધુધર્મનું પાલન પણ સ્વસ્થ શરીરથી થઈ શકે છે. ક્ષુધાતુર મનુષ્ય પ્રાયઃ ક્ષમાભાવ જાળવી શકતા નથી, અસ્વસ્થ શરીરથી તપશ્ચર્યા થઈ શકતી નથી. સ્વાધ્યાય થઈ શકતો નથી, સેવા-ભક્તિ થઈ શકતી નથી.
લોકચિંતા નહીં કરવાનો અને શરીર પ્રત્યે મમતારહિત બનવાનો ઉપદેશ આપનારા જ્ઞાની પુરુષો લોકચિંતા અને શરીરચિંતા કરવાનો માર્ગ બતાવે છે! આ છે અનેકાંત દષ્ટિ! “લોકચિંતા ન જ કરવી જોઈએ, શરરચિંતા ન જ કરવી જોઈએ.' આવું એકાંત પ્રતિપાદન નથી કરતા. લોકચિંતા ન કરવી જોઈએ અને કરવી પણ જોઈએ! શરીરનું લાલનપાલન ન કરવું જોઈએ અને કરવું પણ જોઈએ! સાધુની પાસે જ્ઞાનદષ્ટિ અને, વિવેકદૃષ્ટિ જોઈએ.
ક્ષમા વગેરે સાધુધર્મના પાલન માટે, પાંચ મહાવ્રતમય ચારિત્રધર્મના પાલન માટે, સાધુધર્મની ક્રિયાઓ માટે શરીરની જાળવણી કરવી અને તે માટે લોકસંપર્ક તથા લોક-વિચાર કરવા આવશ્યક હોય છે. રાગવશ કે મોહવશ બની સ્નેહી
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમીનો આધારસંસાર!
૨૨૯ સ્વજનોનાં સુખ દુઃખોની વાતો કરવી, ચિંતા કરવી....હવે વર્યુ છે. શરીરની શાભા માટે, શરીરને બળવાનું બનાવવા માટે સારા, માદક પદાથો વાપરવા, ઘી-દૂધ-દહીં વગેરે વાપરવાં....એનો નિષેધ કરવામાં આવ્યો છે.
સમાજના લોકો સાથે એવો સંપર્ક ન જોઈએ કે એમના અંગે એવા વિચારો ન જોઈએ કે જે સાધુના વૈરાગ્યનો નાશ કરે. શરીરની એવી તુષ્ટિ-પુષ્ટિ ન જોઈએ કે જે સાધુના મનમાં વિકારો જન્માવે, સાધુની રસવૃત્તિ પ્રબળ બને. નિરાકુલ અને નિર્વિકાર ચિત્તવૃત્તિ ટકી રહે અને સંયમયાત્રા ચાલતી રહે, એટલી જ લોકવાર્તા અને શરીરવાર્તા કરવાની છે.
સંયમીનો આઘારશંસાર! लोकः खल्धाधारः सर्वेषां ब्रह्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धञ्च संत्याज्यम् ।।१३१ ।। અર્થ : સર્વે સંયમીઓનો આધાર લોક જનપદજ છે, માટે લોકવિરુદ્ધ આચરણનો નો ત્યાગ કરવો જોઈએ.
વિવેચન : જે જનસમાજની નિશ્રામાં સર્વે સંયમ સ્ત્રી-પુરોને જીવન જીવવાનું હોય છે, એ જનસમાજની ઉપેક્ષા સંયમી સ્ત્રી-પુરુષોથી ન જ કરાય. ચારિત્ર-ધર્મની આરાધના કરનારાં સાધુ અને સાધ્વીએ જનસમાજનું જ્ઞાનદૃષ્ટિથી મૂલ્યાંકન કરવાનું છે. એમણે સમજવાનું છે કે “અમારી સંયમયાત્રાનો આધાર જનસમાજ છે.” આ સમજીને એ આધારભૂત જનસમાજની રુચિ-અરુચિનો ખ્યાલ રાખવાનો છે. આધારને ક્યારે આઘાત ન લાગે, તેની સંપૂર્ણ કાળજી રાખીને જીવન જીવવાનું છે. ભલે પછી એ ચારિત્રધારી મધ્યમમાર્ગી હોય કે ઉત્કૃષ્ટ સાધક હોય, ભલે એ ગામનગરોમાં વિચરતો હોય કે જંગલોમાં પરિભ્રમણ કરતો હોય.
ભલે સંયમી પુરુષ પર-નિરપેક્ષ જીવન જીવતો હોય છતાં એને શરીરને ટકાવવા આહારની જરૂર તો રહેવાની જ. ભલે એને શરીરની મમતા ન હોય છતાં શરીર, લાજ ઢાંકવા માટે વસ્ત્રોની આવશ્યકતા તો રહેવાની જ. ભલે એ ક્ષેત્ર-નિરપેક્ષ સંયમયાત્રા કરતો હોય છતાં એને અલ્પકાલીન પણ નિવાસસ્થાનની જરૂર રહેવાની જ. આ આહાર, વસ્ત્ર, આવાસ વગેરે અને જનસમાજ પાસેથી જ મેળવવાનાં રહે છે. જો એ જનસમાજની ઉપેક્ષા કરે, અવગણના કરે, તિરસ્કાર કરે, તો એને આહાર વગેરેની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય, એની સંયમયાત્રા વિકટ બની જાય. એટલે, જનસમાજને અપ્રિય અને અરુચિકર
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
પ્રશમરત
કાર્યો સાધુ ન કરે. સાધુને એ જ્ઞાન હોવું અનિવાર્ય હોય છે કે જનસમાજમાં કેવાં કેવાં કાર્યો નિંદનીય ગણાય છે, ત્યાજ્ય ગણાય છે. સાધુએ લોકમાનસનું અધ્યયન કરવું જોઈએ. સાધુએ કેવું કેવું લોકમાનસનું અધ્યયન કરવું જોઈએ, એનું માર્ગદર્શન ધર્મગ્રન્થોમાં આપેલું છે.
થોડાંક ઉદાહરણોથી આ વાત સ્પષ્ટ કરું છું, સામાન્યથી જે ઘરમાં પુત્રપુત્રીનો જન્મ થયો હોય એ ઘરનું કેટલાક દિવસ સુધી બીજા લોકો પાણી નથી પીતા, ભોજન નથી કરતા, તો સાધુએ પણ એટલા દિવસ એ ઘરનાં આહાર-પાણી ન લેવાં જોઈએ. એવી રીતે જે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય, લોકો કેટલાક દિવસ એ ઘરનાં આહાર-પાણી નથી લેતા, સાધુએ પણ એ ઘરે ભિક્ષા માટે ન જવું જોઈએ. એવી રીતે, જે સમાજની નિશ્રામાં સાધુ-સાધ્વી રહેલાં હોય, એ સમાજનો જે લોકો સાથે જમવાનો સંબંધ ન હોય, એવા લોકોના ઘરે ભિક્ષા માટે ન જવું જોઈએ.
ન
જે ગામ-નગ૨માં જે લોકો બહિષ્કૃત હોય, જેઓ સમૂહભોજનમાં ન આવી શકતા હોય, તેવા લોકોને ત્યાં સાધુઓએ ઊતરવું ન જોઈએ, એવા લોકોને દીક્ષા આપવી ન જોઈએ કે એવા લોકોને ત્યાં ભિક્ષા ન લેવી જોઈએ. અલબત્ત, સાધુને એમના પ્રત્યે કોઈ અરુચિ કે અણગમો ન હોય, દ્વેષ કે તિરસ્કાર ન હોય, એ લોકો પ્રત્યે સાધુના હૃદયમાં તો મૈત્રીભાવના જ હોય, છતાં વ્યવહારધર્મનું પાલન કરવું આવશ્યક હોય છે.
જેવી રીતે સાધુ લોક-માનસનું અધ્યયન કરી, લોકોને અપ્રિય હોય એવું આચરણ ન કરે, તેવી રીતે સાધુ પોતાના સાધજીવનની મર્યાદાઓનું પણ યથાર્થ પાલન કરે. અર્થાત્ ધર્મઆરાધનામાં પ્રતિકૂળ આહાર, વસ્ત્ર, મકાન વગેરે ગ્રહણ ન કરે, ભલે લોકવિરુદ્ધ ન હોય છતાં સાધુ માંસ, માખણ, મધ, મદિરા તેમ જ કંદમૂળ વગેરે ગ્રહણ ન કરે. જે મકાનમાં રહેવાથી સાધુની સંયમ-આરાધના ડહોળાતી હોય, ભલે ત્યાં રહેવું લોક-વિરુદ્ધ ન હોય, છતાં સાધુ એવા મકાનમાં ન રહે.
સાધુ અને સમાજ વચ્ચેના સંબંધની સ્પષ્ટ રૂપરેખા અહીં દોરવામાં આવી છે. સમાજનો સાધુપુરુષો પ્રત્યે જેમ ભક્તિભાવ હોવો જરૂરી છે, સાધુપુરુષોની સંયમયાત્રામાં સહાયક બનવું જરૂરી છે, તેમ સાધુઓએ સમાજ સાથે કેવી રીતે જીવવું જોઈએ, એ વાત અહીં વિચારવામાં આવી છે. સમાજમાં કોઈને દુઃખ ન થાય, પીડા ન થાય, દ્વેષ કે અણગમો ન થાય, એટલી કાળજીથી સાધુએ વ્યવહાર કરવાનો છે. સાધુની દૃષ્ટિમાં જનસમાજ ‘આ મારો આધાર છે.' આ
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકવિરુદ્ધનો ત્યાગ
૨૩૧ વિચાર રહેવો જોઈએ. મને સમાજની પડી નથી...” આવા વિચાર કે આવી વાણી સાધુની ન હોય.
થોડાક સાધુ કે થોડીક સાધ્વીઓ પણ જો આધારભૂત જનસમાજની ઉપેક્ષા કરે, એની સાથે દુર્વ્યવહાર કરે તો એના દુષ્પભાવો સમગ્ર શ્રમણસંધ પર પડતા હોય છે. એથી સમગ્ર શ્રમણસંઘને સહન કરવું પડતું હોય છે. સાધુસાધ્વીની સંયમ-આરાધના દુષ્કર બની જતી હોય છે. એટલે સાધુ કે સાધ્વીએ જનસમાજ સાથે સદૈવ ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.
ધર્મની દૃષ્ટિએ, શાસ્ત્રષ્ટિએ બાધક ન હોય, છતાં જો સમાજની દૃષ્ટિએ અકરણીય હોય, એવું કાર્ય પણ સાધુ-સાધ્વીએ ન કરવું જોઈએ. હા, ધર્મવિરુદ્ધ કાર્ય હોય તો ન કરવું જોઈએ. એમાં પણ એ સાવધાની રાખવી જોઈએ કે એ કાર્ય ન કરવાથી સમાજને અણગમો થતો હોય તો એ ગામ-નગર છોડીને ચાલ્યા જવું જોઈએ. સર્વે સંયમીઓના આધારભૂત જનસમૂહ પ્રત્યે ઉપેક્ષાભર્યો વ્યવહાર ન કરો.
લોકવિરુદ્ધનો ત્યાગ देहो नासाधनको लोकाधीनानि साधनान्यस्य । __ सद्धर्मानुपरोधात्तस्माल्लोकोऽभिगमनीयः ।।१३२ ।। અર્થ : સાધન વિના શરીર નથી, તેનાં સાધનો લોકાધીન છે. માટે સદ્ધર્મન અવિરુદ્ધ લોકનું અનુસરણ કરવું જોઈએ. વિવેચન : “શરીરમાદ્ય ખલુ ધર્મસાધનમ્'
ધર્મઆરાધના માટે પહેલું સાધન શરીર છે. જો શરીર સ્વસ્થ હોય, નીરોગી હોય, નિરામય હોય તો જ ધર્મઆરાધના શાન્તિપૂર્વક-સમાધિપૂર્વક થઈ શકે. પરંતુ શરીર તરફનો સાધકનો અભિગમ આ જ જોઈએ-“ધર્મસાધનાનું આ સાધન છે.' આ અભિગમ સાથે જે સાધક એ શરીર પાસેથી ધર્મારાધનાનું કામ લે, તો “દારિક શરીર' મુક્તિનું દાન કરી દે!
શરીર માટે બે વાતોની કાળજી હોવી જરૂરી છે. શરીર રોગી ન બનવું જોઈએ, શરીર અશક્ત ન બનવું જોઈએ. સાધુજીવનમાં આ બે કાળજી હોવી ખૂબ આવશ્યક હોય છે. શરીર રોગોથી ઘેરાઈ જાય તો સાધુ પરાધીન બની જાય, સાધુ જો અશક્ત કે અપંગ થઈ જાય તો પણ પરાશ્રિત અને પરાધીન બની જાય. પરાશ્રયતા અને પરાધીનતા સાધુજીવનમાં મોટાં વિઘ્નો છે.
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
પ્રશમરતિ શરીરને નીરોગી અને સશક્ત રાખવા માટે કેટલાંક સાધનો જોઈએ જ! શરીરને આહાર જોઈએ, વસ્ત્ર જોઈએ અને આવાસ જોઈએ. આ ત્રણ સાધનો તો જોઈએ જ, સંસારત્યાગી, વ્યાપારત્યાગી એવા સાધુપુરુષો અકિંચન હોય છે, એમને ભિક્ષાવૃત્તિથી જીવવાનું વ્રત હોય છે. એ અણગાર હોય છે, ગૃહત્યાગી હોય છે, એટલે અલ્પકાળ રહેવા માટે પણ એમનું પોતાનું ઘર હોતું નથી. આહાર, ઉપકરણ અને આવામ-આ ત્રણા સાધનો વિના શરીર ટકી ન શકે. આ ત્રણ સાધનો વિના શરીરનું અસ્તિત્વ નથી. એ સાધનોની ગુણવત્તા અને પ્રમાણમાં તરતમતા હોઈ શકે. કોઈ શરીરને આ સાધનો સામાન્ય કોટિનાં હોય તો ચાલે તો કોઈ શરીરને આ સાધનો સારાં જોઈતાં હોય છે. કોઈ શરીરને આ સાધનો ખૂબ થોડાં જોઈતાં હોય છે તો કોઈ શરીરને આ સાધનો વધારે જોઈએ છે....પરંતુ સાધનો જોઈએ તો ખરાં જ.
આ સાધનો સાધુ-સાધ્વીને જનસમાજમાંથી મેળવવાનાં છે. આ સાધનો પૂરતી અપેક્ષા તો જનસમાજ પાસેથી રહેવાની જ. એટલે જનસમાજ સાથે સંબંધ પણ રહેવાનો જ. એ સંબંધને જાળવવાની કાળજી રાખવી અનિવાર્ય હોય છે.
લેનારે આપનારના મનને ખેદ ન પમાડવો જોઈએ. લેનારે આપનારની સાથે વ્યવહાર રાખવો જોઈએ. જનસમાજ પાસેથી આહાર, ઉપકરણ અને આવાસની અપેક્ષા રાખનારાં સાધુ-સાધ્વીએ એ જનસમાજના સદ્વ્યવહારોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. પોતાના ધર્મને બાધક ન હોય એવા લોકાચારોનું અનુસરણ કરવું જોઈએ.
સિદ્ધર્મને અબાધક લોકાચારોનું અનુસરણ કરવું જોઈએ,” આ પ્રતિપાદન કરતાં ટીકાકાર મહર્ષિએ સદ્ધર્મની પરિભાષા કરી છે- ક્ષમાદિ યતિધર્મ ! સાધુએ પોતાના ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને આંચ ન આવે એ રીતે લોકાચારોનો આદર કરવો જોઈએ. અર્થાત્ જનસમૂહ સાથે પોતાનો વ્યવહાર રાખવો જોઈએ.
દશ પ્રકારનો સાધુ ધર્મ આ પ્રમાણે છે : ૧. ક્ષમા રાખવી. ૨. નમ્રતા રાખવી. ૩. સરળતા રાખવી. ૪. શૌચધર્મનું પાલન કરવું. પ, સંયમનું પાલન કરવું. ૬. ત્યાગી રહેવું. ૭. સત્યનું પાલન કરવું. ૮. તપશ્ચર્યા કરવી, ૯. બ્રહ્મચર્યનું પાલન કરવું, અને ૧૦. અર્કિંચનતાનું પાલન કરવું જોઈએ.
આ દશ પ્રકારના સાધુધર્મનું પાલન થતું હોય, એમાં ક્ષતિ ન પહોંચે, એ રીતે લોકવાર્તા કરવામાં દોષ નથી, આ ત્યારે જ બને કે સાધક પ્રતિપળ જાગ્રત હોય, અપ્રમત્ત હોય. કોઈપણ લૌકિક-વ્યાવહારિક પ્રસંગે ઉપસ્થિત થતાં તત્કાલ
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકવિરુદ્ધનો ત્યાગ
૨૩૩ અને કર્તવ્ય-અકર્તવ્યની સૂઝ આવે. “આ કરવું જોઈએ અથવા આ ન કરવું જોઈએ,’ આ ખ્યાલ એને આવી જાય.
ક્યારેક કોઈ કાર્યમાં, જનસમૂહ સાધુપુરુર્ષોનો સહયોગ ઇચ્છતો હોય, પરંતુ એ કાર્ય સાધુધર્મની મર્યાદાની બહારનું હોય, ત્યારે વિચક્ષણ સાધુ જનસમૂહને પોતાની મર્યાદાઓ એ રીતે સમજાવે કે જનસમૂહને અરૂચિ કે અભાવ ન થાય, જનસમાજમાં સાધુ પ્રત્યે દ્વેષ કે ઘણા ન થાય. સાધુએ પોતાના દશ પ્રકારના ધર્મના પાલનમાં જાગ્રત રહેવાનું છે, તેમ જે જનસમાજના આધારે એને સંયમયાત્રા કરવાની છે તે જનસમાજ પ્રત્યે સભાન રહેવાનું છે; એની જરાય ઉપેક્ષા કે અવગણના કરવાની નથી.
જો એ જનસમાજની અવગણના કરે તો એ જનસમાજ સાધનો કેપીવિરોધી બની જાય. હેપી અને વિરોધી બનેલા જનસમાજ પાસેથી સાધુને પોતાના શરીર માટેના સાધનો આહાર-ઉપકરણ-આવાસ પ્રાપ્ત ન થાય. તેથી શરીર રોગી કે અશકત બની જાય. રોગી કે અશક્ત શરીર સંયમધર્મના પાલનમાં ઉપયોગી ન બને, તેથી સંયમધર્મની આરાધના અશક્ય બની જાય. માટે સાધુ-સાધ્વીએ જનસમાજ સાથે પોતાના સંબંધો સુરક્ષિત રાખવા જોઈએ વિવેકથી ત્યાગ કરો.
दोषेणानुपकारी भवति परो येन येन विद्वेष्टि। स्वयमपि तद्दोषपदं सदा प्रयत्नेन परिहार्यम् ।।१३३ ।। અર્થ : જે જે દોપથી બીજે માણસ અનુપકારી થાય છે, હેપ કરે છે, તે તે દોષસ્થાનનો પાંત પણ જાગ્રત રહીન, હમેશાં ત્યાગ કરવો જોઈએ.
વિવેચન : જે જનસમાજની પાસેથી સંયમધર્મના પાલનમાં સહાયક સામગ્રી પ્રાપ્ત કરવાની હોય છે, એ જનસમાજની એક પણ વ્યક્તિ શ્રમણ કે શ્રમણી તરફ હૈષવાળી ન બને, અનર્થકારી ન બને, એની કાળજી શ્રમણ-શ્રમણીએ રાખવાની છે. એ માટે શ્રમણોએ જાણવું જોઈએ કે લોકો કેવાં કેવાંઆચરણથી રોષે ભરાય છે, ગુસ્સે થાય છે. શું કરવાથી લોકો અણગમાવાળા અને તિરસ્કાર કરનારા બને છે, એ જાણી લેવું જોઈએ, અહીં કેટલાક પ્રસંગોની કલ્પના કરીને જનસમાજ શ્રમણ-શ્રમણી પ્રત્યે કેવી રીતે રોષે ભરાય છે તે બતાવીશ. તે જાણીને શ્રમણ-શ્રમણીએ આવાં આચરણનો ત્યાગ કરવો જોઈએ.
૧. શ્રમણ રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, ત્યાં એક ઘરના દ્વારે એ ઘરનો માલિક રોષે ભરાઈને એક સંન્યાસીને કહી રહ્યા છે : “હમણાં મારું ઘર
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪.
પ્રશમરતિ ખાલી કરીને ચાલ્યા જાઓ. મેં તમને એક દિવસ માટે જ ઉતાર આપ્યો હતો, તમે બે દિવસે પણ ઘર ખાલી નથી કરતા....' બુદ્ધિમાન શ્રમણ આ દૃશ્ય જુએ છે અને ગૃહસ્થના શબ્દો સાંભળે છે. એ મનોમન નિર્ણય કરે છે કે ગૃહસ્થના ઘરમાં, જેટલા દિવસની અનુમતિ ગૃહસ્થ આપી હોય, એટલા જ દિવસ રહેવું જોઈએ.” ગૃહસ્થના રોષનું કારણ તેઓ સમજી ગયા.
૨. એક શ્રમણ નગરના મહોલ્લાઓમાં ભિક્ષા માટે પરિભ્રમણ કરી રહ્યા હતા. એક ઘરના આંગણામાં ઘરનાં સ્ત્રી-પુરુષો એક બાવા પર ગુસ્સે ભરાયાં હતાં. “તને જેટલી ભિક્ષા આપવી હતી એટલી આપી દીધી, વધારે નહીં મળે. ચાલ્યો જા. બાવો ખસતો ન હતો. છેવટે ઘરના માલિકે કહ્યું : “તું નહીં જાય તો પોલીસ બોલાવીને તેને કઢાવીશ....” શ્રમણે લોકમાનસને પરવું. ‘ગૃહસ્થને જરાય દુખ થાય એ રીતે બળાત્કારથી ભિક્ષા ન લેવી જોઈએ.”
૩. એક શ્રમણે એક સદગૃહસ્થના દ્વારે જઈ કહ્યું : “મહાનુભાવ, અમારે એક રાત પસાર કરવા જગા જોઈએ છે, તમારું મકાન મોટું છે, અમને થોડી જગા આપશો? અમે દસ શ્રમણો છીએ. મકાન માલિકે કહ્યું : “મહારાજ, હવે હું કોઈ સાધુ-સંતોને જગા નહીં આપે. કારણ કે થોડા દિવસ પહેલાં મારે ત્યાં રહેલા સંતોએ મારા જ આઠ વર્ષના દીકરાને ભરમાવ્યો અને સાથે લઈ ગયા....એને એ સાધુઓ દીક્ષા આપવાના હતા, અમે જઈ પહોંચ્યા અને છોકરાને પાછો લઈ આવ્યા...' શ્રમણ સમજી ગયા, લોકો કેવી રીતે રોષે ભરાય છે તે !
૪. એક ગૃહસ્થ સવારમાં જ રાડો પાડીને ગાળો બોલી રહ્યો હતો, કારણ કે કોઈ માણસ એના મકાનની ભીંત પાસે જ વડીનીતિ' કરી ગયો હતો.....ત્યાંથી પસાર થતા સાધુએ એ ગૃહસ્થનાં કઠોર અને બીભત્સ વચનો સાંભળ્યાં. તેઓ સમજી ગયા કે ગૃહસ્થ શાથી ગુસ્સે થયો છે.
૫. બહાર ગામથી આવેલા એક સગૃહસ્થ મને કહ્યું : “મહારાજ સાહેબ, અમારા ગામમાં અમારું ઘર એક ધર્મસ્થાનકની પાસે છે. એ ધર્મસ્થાનકમાં રહેલા સંતો અમારા ઘેર દિવસમાં ત્રણ વાર ભિક્ષા લેવા આવે છે. મારી પત્ની સાધુઓ પ્રત્યે ભક્તિવાળી છે, પણ હું એને ગાંડી ભક્તિ માનું છું. પરિવારનો વિચાર કર્યા વિના તે સાધુઓને ભિક્ષા આપે છે.....પાછળ અમે સહુ હેરાન થઈએ છીએ..' એના શબ્દોમાં પત્ની પ્રત્યે અને સાધુઓ પ્રત્યે રોષ હતો, એ રોષનું કારણ હું સમજી ગયો!
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીરોગિતાનો ઉપાય
૨૩૫ ૬. એક ધર્મશાળામાં મેનેજર એટલા માટે ખુબ ગુસ્સે થયો હતો કારણ કે યાત્રિકો ઘર્મશાળાના બ્લોકોને ગંદા કરીને ચાલ્યા ગયા હતા, ખુલ્લા મૂકીને મેનેજરને કહ્યા વિના ચાલ્યા ગયા હતા, અને બ્લોકમાંથી ચોરી થઈ હતી. મેનેજરના ગુસ્સાનું કારણ સમજાઈ ગયું. અને મેનેજરને કહ્યું : “અમને રહેવા માટે તમે જે ખંડ આપશો તે જરાય ગંદો નહીં થાય. અમે જઈશું ત્યારે તમને કહીને જઈશું. ખંડમાં રહેલા તમારા સામાનને અમે સ્પર્શ પણ નહીં કરીએ....આ તો અમારા સાધુધર્મની મર્યાદા છે.' એણે અમને ખંડ ખોલી આપ્યો.
સર્વ સંયમી સાધુ-સાધ્વીના આધારભૂત જનસમાજને અપ્રિય હોય એવી દરેક પ્રવૃત્તિનો સાધુ-સાધ્વીએ ત્યાગ કરવો જ જોઈએ. જો એ ત્યાગ ન કરે તો ક્યારેક રોષે ભરાયેલા લોકો સાધુ-સાધ્વીને નુકસાન પણ પહોંચાડે. સાધુસાધ્વીની સંયમ-આરાધનામાં અંતરાય ઊભા થાય. ક્યારેક ગૃહસ્થવર્ગની અપ્રિયતા, દુર્ભાવ દૂર કરવા સાધુને અપવાદમાર્ગનું અવલંબન લેવું પડે તો લે, પરંતુ ગૃહસ્થોને અપ્રિય એવું તો કંઈ જ ન કરે.
સંપૂર્ણ જાગૃતિ સાથે સાધુ-સાધ્વીએ જીવવાનું છે. જરાય પ્રમાદ કરે ન ચાલે. એટલી સૂઝ અને સમજ સાધુ-સાધ્વીને હોવી જ જોઈએ. એવી સૂઝ અને સમજ ન હોય તો એવા સાધુ-સાધ્વીએ ગીતાર્થપ્રજ્ઞાવંત સાધુપુરુષની નિશ્રામાં રહેવું જોઈએ અને એમની આજ્ઞા મુજબ જીવવું જોઈએ.
પ્રમાદ અને મૂર્ખતા સાધુ જીવનમાં ન જ ચાલે. એક સાધુ કે એક સાધ્વીનો પ્રમાદ સમગ્ર સાધુસંઘને અસર કરે છે, માટે પ્રમાદને દૂર કરી સતત જાગ્રત રહી સાધુજીવન જીવવાનું છે,
નિરોગીતાનો ઉપાય पिण्डैपणानिस्क्तः कल्प्याकल्प्यस्य यो विधिः सूत्रे ।
ग्रहणोपभोगनियतस्य तेन नैवामयभयं स्यात् ।।१३४ ।। અર્થ : આગમમાં, ‘પિંપરા' નામના અધ્યયનમાં કચ્છ-અકલ્પ જે વિધિ બતાવી છે તે વિધિથી પરિમિત ગ્રહણ કરનાર અને પરિમિત ઉપભોગ કરનારને રોગનો ભય ન જ રહે.
વિવેચન : સાધુ શારીરિક રોગોથી પણ નિર્ભય હોય. સાધુનું શરીર પ્રાય: નિરોગી રહે, કારણ કે એ પોતાના આહારમાં નિયમિત હોય છે.
આચારાંગ' સુત્રના પિડેષણ' અધ્યયનમાં સાધના માટે આહાર ગ્રહણ
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬.
પ્રશમરતિ કરવાના જે વિધિ બતાવવામાં આવી છે, એ વિધિ મુજબ સાધુ આહાર ગ્રહણ કરતો હોય છે, અર્થાતુ દોષરહિત ભિક્ષા ગ્રહણ કરતો હોય છે.
દોષરહિત ભિક્ષા પણ સાધુ પરિમિત જ ગ્રહણ કરે. આવશ્યકતા કરતાં વધુ આહાર તે ગ્રહણ ન કરે; કારણ કે ગ્રહણ કરેલો આહાર સાધુ બીજા દિવસ માટે રાખી શકતો નથી. જો વધેલી ભિક્ષા તે પરઠવી દે (ધૂળમાં કે રાખમાં મેળવીને જીવરહિત જગાએ નાંખી દો તો તેને પ્રાયશ્ચિત કરવું પડે છે. એટલે ભિક્ષા લેતી વખતે સાધુએ જાગ્રત રહેવાનું હોય છે. પોતાના માટે અને સહવર્તી સાધુ માટે આવશ્યક હોય એટલા જ પ્રમાણમાં એ ભિક્ષા લે.
સુધા ઉપશાન્ત થઈ જાય અને શરીરમાં શક્તિસંચાર થઈ જાય, એટલો જ આહાર કરવાનો હોય છે. અકળાઈ જવાય એ રીતે આહાર કરવાનો જ નથી. ન છૂટકે, શરીરને ટકાવવા માટે જ સાધુ આહાર કરે. જો શરીરને આહાર ન આપે તો શરીર સંયમધર્મની આરાધનામાં સહાયક ન બને, આ વિષયમાં એક ઉપનય-કથા આગમ ગ્રન્થમાં આપી છે.
એક નગરમાં એક નાના બાળકની હત્યા થઈ ગઈ. બાળકના શરીર પર મૂલ્યવાન અલંકારો હતા, એની લાલચથી ડાકુએ બાળકનું અપહરણ કર્યું, અલંકાર લઈ, બાળકની હત્યા કરી નાંખી, પરંતુ થોડા જ દિવસમાં એ ડાકુ પકડાઈ ગયો અને રાજાએ જેલમાં પૂરી દીધો.
મૃત બાળકના પિતા શ્રીમંત વ્યાપારી હતા. એક દિવસ એ પણ રાજાના ગુનેગાર ઠર્યા અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જેલની જે ઓરડીમાં પેલા ડાકુને રાખવામાં આવ્યો હતો એ જ ઓરડીમાં શેઠને રાખવામાં આવ્યા. શેઠને અને ડાકુને એક જ બેડીમાં કેદ કરાયા, એટલે શેઠને કે ડાકુને બહાર જવું હોય તો સાથે જ જવું પડે.
શેઠના ઘરેથી શેઠાણી શેઠ માટે સારું ભોજન તૈયાર કરી જેલમાં મોકલે છે. દાસી ભોજનનો થાળ લઈ શેઠ ને ભોજન કરાવવા જેલમાં આવે છે. પહેલા દિવસે જ્યારે ભોજન આવ્યું, ડાકુએ શેઠ પાસે થોડે ભોજન માગ્યું. શેઠે કહ્યું : “તું મારા પુત્રનો હત્યારો છે, તને હું ભોજન નહીં આપું.” શેઠે ડાકુને ભોજન ન આપ્યું. એકલા જ ખાઈ ગયા. બપોરે શેઠને જંગલમાં જવાની હાજત થઈ, તેમણે ડાકુને કહ્યું : “મારે જંગલ જવું છે, મારી સાથે ચાલ.” ડાકુએ ના પાડી દીધી! શેઠ કરગરવા લાગ્યા ત્યારે ડાકુએ કહ્યું : “તમે રોજ તમારા ભોજનમાંથી અડધું ભોજન મને આપવાનું વચન આપો તો હું આવું.' શેઠને નાછૂટકે હા પાડવી પડી.
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ કેવા ભાવથી આહાર કરે
૨૩૭
બીજા દિવસે જ્યારે દાસી ભોજન લઈને આવી ત્યારે શેઠે ડાકુને અડધું ભોજન આપ્યું! દાસીએ જોયું. એણે ઘેર જઈને શેઠાણીને વાત કરી તો શેઠાણીને રોષ થયો. તેણે હવે રોજ સાદું ભોજન મોકલવા માંડ્યું. જ્યારે શેઠની સજા પૂરી થઇ, શેઠ ઘરે આવ્યા ત્યારે શેઠાણી રિસાયાં. શેઠે ખુલાસો કર્યો : ‘જો હું અને ભોજન ન આપત તો એ મારી સાથે જંગલમાં ન આવત.... અમે બંને એક જ બેડીમાં કંદ હતા....' શેઠાણીના મનનું સમાધાન થયું.
ડાકુ એ શરીર છે અને શેઠ એ સંયમી આત્મા છે. આત્મા અને શરીર જ્યાં સુધી ભેગાં જકડાયેલાં છે ત્યાં સુધી શરીરને આહારાદિ આપવાં પડે છે. ન આપે તો શરીર આત્માને સંયમયોગોની આરાધનામાં સહાયક ન બને. આહાર વિના શરીર અશક્ત બની જાય અને અશક્ત શરીર સાધુજીવનની આવશ્યક ધર્મક્રિયાઓ ન ફરી શકે....
પરંતુ જેમ શેઠ ક-મને ડાકુને ભોજન આપતા હતા, જેમ થોડું જ ભોજન આપતા હતા, તેમ સાધુ નિઃસંગભાવે બત્રીસ કવળ જેટલું જ ભોજન કરે. શરીર પ્રત્યે કોઈ રાગ નહીં, ભોજન તરફ કોઈ લોલુપતા નહીં. શરીર સંયમયોગોની આરાધનામાં સહયોગી બને, એ રીતે પરિમિત આહાર આપે. આ રીતે પરિમિત ભિક્ષા ગ્રહણ કરનાર અને પરિમિત આહાર કરનાર સાધુને અજીર્ણ નથી થતું. અજીર્ણમાંથી પેદા થતા રોગો નથી થતા. સાધુ નીરોગીનિરામય રહે છે, તેથી એની સંયમયાત્રા સુખરૂપ ચાલે છે.
સાધુ-સાધ્વીએ પાંતાના શરીરને નીરોગી રાખવું જોઈએ. નીરોગી રહેવા માટે, રોગ થાય જ નહીં, તે રીતે આહાર કરવો જોઈએ. ક્ષુધા કરતાં પણ ઓછો આહાર કરનાર સાધુ-સાધ્વીને પ્રાયઃ રોગ થતો નથી. કોઈ અશાતાવંદનીય કર્મના ઉદયથી રોગ આવે તે અપવાદ! એ રોગને દૂર કરવા સમતા અને સમાધિ જાળવીને ઉચિત ઉપચારો કરી શકે.
સાધુ કેવા ભાવથી આહાર કરે
व्रणलेपाक्षोपाङ्गवदसङ्गयोगभरमात्रयात्रार्थम् ।
पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ।। १३५ ।।
અર્થ : અસંગ પુરુષો પોતાના સંયમયોગોના સમૂહના નિર્વાહ માટે, ગુમડા ઉપર લગાડવાના લેપની જેમ અને ગાડાના પેંડાંની ધરી ઉપર લગાડવાના તેલની જેમ, જેવી રીતે સર્પ આહાર કરે તેવી રીતે અને જેવી રીતે સંતાનના માંસનો પિતા આહાર કરે તેવી રીતે, આહાર કરે.
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_પ્રશમરતિ
૨૩૮ વિવેચન : સાધુ અસંગ હોય. સાધુ પોતાના શરીર પ્રત્યે નિર્મમ હોય.
સાધુ શરીર, ભોજન, વસ્ત્ર.... આવાસ પ્રત્યે નેહરહિત બનીને પોતાની સંયમયાત્રા કરતો રહે. શરીર વગેરેને એ માત્ર સંયમયાત્રાનાં સાધન રૂપે જ જુએ. એનું સાધ્ય છે આત્માની પૂર્ણતા! અનન્ત ગુણોની ઉપલબ્ધિ! એ માટે જ સાધુ વિવિધ ધર્માનુષ્ઠાનો કરે, એ માટે જ એ જ્ઞાન-ધ્યાન કરે, એ માટે જ એ તપત્યાગ અને તિતિક્ષા કરે.
સંયમયાત્રા થતી રહે, એટલા માટે જ એ શરીરને આહાર આપે! કેટલો આહાર આપે, તે સમજાવવા અહીં ગ્રન્થકારે બે દૃષ્ટાન્ડ આપ્યાં છે : ૧. માણસના શરીર પર ગૂમડું થયું હોય, તે ગૂમડાને દૂર કરવા એના પર કેટલો મલમ લગાડવામાં આવે? એ ગુમડું ફૂટી જાય, એમાંથી લોહી-પરું નીકળી જાય અને ઘા રુઝાઈ જાય, એટલા પૂરતો જ મલમ લગાડવામાં આવે ને? વધુ પ્રમાણમાં મલમ લગાડવાનું કોઈ પ્રયોજન હોતું નથી. સાધુ માત્ર સુધાને ઉપશાન્ત કરવા પૂરતો જ આહાર કરે. ૨. બળદગાડી હોય કે ઘોડાગાડી હોય, એનાં પૈડાં સરળતાથી ગતિ કરતાં રહે એટલા માટે પૈડાની ધરી ઉપર તેલ વગેરે ચીકણો પદાર્થ લગાડવામાં આવે છે. એટલું જ તેલ લગાડાય કે પૈડાં અવાજ કર્યા વિના, ઘસાયા વિના સારી રીતે ગતિ કરી શકે. સાધુ પણ એટલા જ આહાર કરે કે એનું શરીર સંયમયોગોની આરાધનામાં થાક્યા વિના ગતિ કરી શકે.
આ બે દૃષ્ટાન્તો જ બોલે છે કે સાધુના આહારનું પ્રમાણ કેટલું હોય. પ્રમાણની સાથે, એ આહાર તરફ સાધુની દૃષ્ટિ કેવી હોય, તેનું એક તાંબા પોકરાવી દે તેવું દૃષ્ટાન્ત ગ્રન્થ કારે આપી દીધું છે....વાંચતાં અને વિચારતાં રૂંવાડાં ઊભા થઈ જાય એવું આ દુષ્ટાન્ત છે. એક પિતાને પોતાના પ્રિય સંતાનના મૃતદેહના માંસનું ભક્ષણ કરવાનો અતિ વિકટ પ્રસંગ આવી પડે ત્યારે તે પિતા કેવા સળગતા હૃદયે એ માંસના ટુકડા પોતાના મોઢામાં મૂકે....? જો એક જ ટુકડો પેટમાં જવાથી મોત ટળી જતું હોય તો બીજો ટુકડો મોંઢામાં મુકે ખરા? એ માંસના ટુકડાઓ તરફ પિતાની દૃષ્ટિ કેવી હોય? આહાર તરફ સાધુની દૃષ્ટિ એવી હોય!
શાસ્ત્રોમાં આવું અતિકરણ એક જ ઉદાહરણ વાંચવા મળે છે.....ચિલાતીપુત્ર પોતાના જ શેઠની કન્યાના પ્રેમમાં પડે છે. શેઠ ચિલાતીપુત્રને કાઢી મૂકે છે.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ કેવા ભાવથી આહાર કરે
- ૨૩૯ ચિલાતી ડાકુ બની જાય છે....એક દિવસ શેઠની હવેલી પર ત્રાટકે છે. પોતાની પ્રેમિકા સુષમા'ને લઈ ચિલાતીપુત્ર ભાગે છે....એના સાથી ડાકુઓ ધનસંપત્તિ લઈને ભાગે છે શેઠ અને એમના યુવાન પુત્રો, “સુષમાને લઈ આવવા ચિલાતીપુત્રની પાછળ પડે છે.
જ્યારે ચિલાતીપુત્ર દોડતાં થાકી જાય છે, પકડાઈ જવાનો ભય લાગે છે, ત્યારે એ ખભે નાખેલી સુષમાને જુએ છે. એ તલવારના ઝાટકે સુષમાનું મસ્તક કાપી નાખે છે....ધડ ત્યાં નાંખીને, મસ્તક પોતાના ગળે લટકાવીને ભાગી જાય છે.
સુષમાના પિતા અને ભાઈઓ એ જગાએ જઈ પહોંચે છે કે જ્યાં સુષમાનું ધડ પડેલું છે. પુત્રીની હત્યા થઈ ગયેલી જાણી તેઓ રડી પડે છે અને ત્યાં જ બેસી જાય છે. ખૂબ દૂર જંગલમાં આવી ચઢેલા છે. ભૂખ અને તરસથી પ્રાણ નીકળી જાય છે. ત્યાં તેઓ સુષમાના દેહના માંસનો ઉપયોગ...કકળતા હૃદયે કરે છે. પ્રાણ બચાવવા!
આ ઘટનાને આંખ સામે રાખીને ભગવાન ઉમાસ્વાતિ, સાધકોને કહે છેઃ તમારે આવા રાગરહિત હૈયે, નાછુટકે આહાર કરવાનો છે.' આહારવિષયક સારા-નરસાની કોઈ ચર્ચા નહીં કોઈ રાગ નહીં, કોઈ દ્રપ નહીં.
એ આહાર મોંઢામાં નાખ્યા પછી એને રસપૂર્વક ચાવવાનો પણ નહીં. મોઢામાં મમરાવવાનો પણ નહીં, સીધો ગળે ઉતારી દેવાનો. જેવી રીતે સાપ પોતાના ભક્ષ્યને પેટમાં પધરાવી દે છે તેવી રીતે સાધુ આહારનો આસ્વાદ માણ્યા વિના ગળે ઉતારી જાય.
રસાસ્વાદ માટે કે શરીરની પુષ્ટિ માટે સાધુ આહાર ન કરે, એને પોતાના સંયમયોગો-સ્વાધ્યાય, ધ્યાન, ભિક્ષા-પરિભ્રમણ, વિહાર.... વગેરે સારી રીતે આરાધાય, એટલા પુરતું જ શરીર ટકાવવાનું હોય છે. શરીરનું લાલન-પાલન એ કરે નહીં. શરીર પ્રત્યે અનાસક્ત મહાત્મા, આહાર પ્રત્યે પણ આસતિરહિત જ હોય.
આહાર કરવાનું પ્રયોજન, આહારનું પ્રમાણ, આહાર પ્રત્યેનો અભિગમ અને આહાર કરતાં રાખવાનો ભાવ-આટલી વાતો દૃષ્ટાંતોના માધ્યમથી બતાવાઈ છે.
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ-દ્વેષહિત ભોજન કરો
गुणवदमूर्च्छितमनसा तद्विपरीतमपि चाप्रदुष्टेन ।
दारूपमधृतिना भवति कल्प्यमास्वाद्यमास्वाद्यम् ।। १३६ ।।
અર્થ : લાકડાના જેવા ધેર્યવાળા સાધુ ગ્રહણ કરવા યોગ્ય સ્વાદિષ્ટ ભોજન રાગરહિત મનથી અને સ્વાદરહિત ભોજન દ્વેષરહિત મનથી જો કરે છે તો તે ભાંજન કરવા યોગ્ય ભોજન બને છે.
વિવેચન : ‘હે મુનિરાજ! તમારે લાકડા જેવા લાગણીહીન બની જવાનું છે! ન રાગની લાગણી, ન દ્વેષની લાગણી! લાકડાને સુથાર ગંધાથી છોલી નાંખે કે કરવતથી વ્હેરી નાંખે તો શું લાકડું રોષ કરે છે? લાકડા ઉપર
કોઈ ભક્ત કંકુનાં છાંટણાં કરે અને ફૂલોની માળા પહેરાવે તો શું લાકડું રાજી થઈ જાય છે? એમ હે મુનિવર, તમારી પાસે ષડ્રસનાં ભોજન આવે તો રાગ નહીં કરવાનો અને રસહીન-બેસ્વાદ ભોજન આવે તો àપ નહીં કરવાનો. બસ, આ રીતે રાગ-દ્વેષના વિચારોથી મનને મુક્ત રાખી તમારે આહાર કરવાનો છે.’
ભગવાન ઉમાસ્વાતિજી, સાધુના મનને રાગ-દ્વેષરહિત ઇચ્છે છે. જડસૃષ્ટિ પ્રત્યે રાગ-દ્વેષ રહિત અને જીવસૃષ્ટિ તરફ મૈત્રી-પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવથી સભર મુનિની મનઃસૃષ્ટિ હોય. આહાર, વસ્ત્ર, મકાન આદિ જીવનોપયોગી સાધનોનાં મુનિ રાગ-દ્વેષ રહિત મનથી ઉપયોગ કરે.
પ્રશ્ન : શું મન રાગ-દ્વેષરહિત રહી શકે? મનમાં રાગના કે દ્વેષના વિચારો તો આવી જ જાય છે.
ઉત્તર ઃ છદ્મસ્થ જીવાત્માનું મન સંપૂર્ણ રાગરહિત કે દ્વેષરહિત ન બની શકે, એ વાત સાચી છે; પરંતુ મનને રાગની તીવ્રતા વિનાનું, દ્વેષની તીવ્રતા વિનાનું તો બનાવી શકાય છે. રાગ-દ્વેષની તીવ્રતાને નામશેષ કરી નાંખવા માટે ‘આહાર’ તરફ જોવાની ગ્રન્થકારે જ્ઞાનદૃષ્ટિ આપી છે. એ જ્ઞાનદૃષ્ટિથી જોનાર સાધુને આહાર પ્રત્યે રાગ થાય જ નહીં. સર્પની જેમ આહારને મોઢામાં વાગોળ્યા વિના, ગળે ઉતારી જનાર સાધુને આહારવિષયક રાગ-દ્વેષ થાય જ નહીં.
મારે ધર્મના સાધન તરીકે શરીરને ટકાવવું છે,' આ સ્પષ્ટ નિર્ણય થયા પછી આહાર અંગે ‘આ સારો આહાર, આ નરમાં આહાર' આ ભેદ રહેતો નથી. પ્રતિક્ષણ જાગ્રત સાધુ રસહીન આહાર જ ૨. રસપ્રચુર આહારને બને
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
રાગ-દ્વેષરહિત ભોજન કરો
ત્યાં સુધી લાવે જ નહીં. શાસ્ત્રોમાં ગવાયેલા “કુરગડુ મુનિ' નો આદર્શ આંખ સામે રાખનાર સાધુ રસનેન્દ્રિયને પરવશ કેમ થાય?
સાધુજીવન જીવનાર મહાત્માનો આદર્શ હોય છે. ‘મરષ્ટિતા “મારે રાગ-દ્વેષરહિત બનવું છે. આ આદર્શથી જીવન જીવનાર સાધુ પોતાના મનવચન-કાયાને એ રીતે પ્રવર્તાવ કે રાગ-દ્વેષ તીવ્ર ન બને. નિરંતર રાગ-દ્વેષ મંદ થતા જાય. સાધુ બનતાં પહેલાં જીવાત્માને આ સમજણ હોવી જ જોઈએ કે સાધુ બનીને મારે મારા રાગ-દ્વેષ મંદ કરવાના છે. રાગ-દ્વેષ વધે એવી કોઈપણ પ્રવૃત્તિ નથી કરવાની. મારે નિર્દોષ ભિક્ષા પણ રાગ-દ્વેષ કર્યા વિના લાવવાની છે અને રાગ-દ્વેષ કર્યા વિના આહાર કરવાનો છે. વસ્ત્ર, પાત્ર અને મકાન અંગે પણ મારે રાગ-દ્વેષ કરવાના નથી.....સહજભાવે ગ્રહણ કરવાનાં છે અને સહજભાવે છોડવાનાં છે.
રાગ અને દ્વેષ આ બે ભાવોની અનર્થકારિતા સારી રીતે સમજેલો આત્મા જ એ બે ભાવોથી બચવા સતત જાગ્રત રહી શકે. હું મારા રાગ-દ્વેપ ઓછા કરીશ જ. રાગદ્વેષ ઓછા કરવા માટે જ હું સાધુ થયો છું.” આવા દૃઢ સંકલ્પવાળો સાધુ જીવનપર્યત રાગ-દ્વેષ સામે આંતર યુદ્ધ કરતો રહે અને વિજયી બને.
વૈષયિક સુખો કરતાં, મનની શાન્તિ-સમાધિને વધુ ચાહનાર મહાત્માઓ, મનની શાન્તિ સમાધિનો ભંગ કરનારાં વૈષયિક સુખોનો સહજતાથી ત્યાગ કરી દેતા હોય છે. તેઓ તેવી જ જીવનપદ્ધતિ અપનાવતા હોય છે કે એમની શાન્તિ અખંડ રહે, એમની સમાધિ અવિચ્છિન્ન રહે. એવાં જ દ્રવ્યો, એવું જ ક્ષેત્ર અને એવું જ વાતાવરણ તેઓ પસંદ કરતા હોય છે. શાન્ત અને સમાધિસ્થ મનમાં જ પરમ તત્ત્વોનું ચિંતન-મનન થઈ શકતું હોય છે. પરમ તત્ત્વોની રમણતામાંથી જે સ્વાધીન અને નિરવધિ આનંદ પ્રાપ્ત થતો હોય છે તે આનંદ અનુભવવા મહાત્મા પુરુષો તત્પર હોય છે.
તેઓની આ દઢ માન્યતા હોય છે કે જીવન જીવવાના સાધનો અંગે રાગહેપ કરવાથી મન અશાન્ત અને ચંચળ બની જતું હોય છે, આ નુકસાન તેઓને ખમાતું નથી. તેઓ શરીરને એટલું જ સ્વસ્થ અને તંદુરસ્ત ઇચ્છે છે કે એ શરીર મનની શાન્તિ અને સમાધિમાં સહાયક બને; એનાથી વિશેષ જરા પણ એ શરીરની વધુ અપેક્ષા રાખતા નથી. આવું અને આટલું ધૈર્ય સાધુમાં હોવું અતિ આવશ્યક હોવું જોઈએ.
સારા-નરસા આહાર અંગે રાગ-દ્વેષ ન થવા દેવાનું ધૈર્ય સાધુમાં હોવું અતિ આવશ્યક છે. એવું બૈર્ય મેળવવા સાધુએ સતત પ્રયત્નશીલ બનવું જોઈએ.
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...તો દવાઓ ન જોઈએ कालं क्षेत्रं मात्रां स्वात्म्यं द्रव्यगुरुलाघवं स्ववलम् ।
ज्ञात्वा योऽभ्यवहार्यं भुङ्क्ते किं भेषजैस्तस्य ।।१३७ ।। અર્થ : કાળ, ક્ષેત્ર, માત્રા, સ્વભાવ, દ્રવ્યનું ભારેપણું-હલકાપણું અને પોતાની શક્તિ જાણીને જે ભોજન કરે છે, તેણે આપઘોથી શું? દવાઓનું શું પ્રયોજન?).
વિવેચન : “મુનિરાજ, તમારે વળી રોગ શાના અને ઔષધો શાના? તમારે કાળને અનુરૂપ, ક્ષેત્રને અનુકૂળ, પ્રમાણપુરસ્સર, પ્રકૃતિને અનુરૂ૫, તમારી પાચનશક્તિને અનુસાર ભારે કે હલકુ ભોજન કરવાનું હોય છે. આવી રીતે ભોજન કરનારા મહાત્માને પ્રાયઃ રોગ થાય નહીં અને પધ લેવાં પડે નહીં. તમારે કાલાદિને અનુ૫ કેવી રીતે ભોજન લેવાનું છે, તે સમજાવું.
કાળ : ઉનાળામાં તમારે પાણી વધારે પીવું જોઈએ અને આહાર ઓછો લેવો જોઈએ, આ રીતે કરવાથી ભોજન સરળતાથી પચે છે. વર્ષાકાળમાં એવી રીતે આહાર-પાણી લેવાં જોઈએ કે પટના છઠ્ઠા ભાગ ખાલી રહે. અર્થાત્ ઊણોદરી રહેવી જોઈએ. શિયાળામાં આહારનું પ્રમાણ વધારે રાખવાનું અને પાણી ઓછું પીવાનું. આ રીતે ઋતુઓને અનુસાર જો તમે આહાર-પાણી લેશો તો તમને અજીર્ણાદિ રોગો નહીં થાય, તમારું સ્વાથ્ય સારું રહેશે.
ક્ષેત્ર ક્ષેત્રો ત્રણ પ્રકારના હોય છે. રૂક્ષ, સ્નિગ્ધ અને શીતલ. સૌરાષ્ટ્ર વગેરે રુક્ષ પ્રદેશમાં આહારનું પ્રમાણ ઓછું રાખવાનું અને પાણીનું વધારે, કોંકણ જેવા સ્નિગ્ધ પ્રદેશમાં કે જ્યાં પાણી વધારે હોય છે ત્યાં આહારનું પ્રમાણ વધારે રાખવાનું અને, પાણીનું ઓછું. એવું કાશ્મિર જેવા શીત પ્રદેશમાં આહાર પાણીનું પ્રમાણ એવું રાખવાનું કે પાચનશક્તિ બરાબર કામ કરતી રહે.
માત્રા તમને તમારી પાચનશક્તિનું જ્ઞાન હોવું જોઈએ. તમારા જઠરાગ્નિને અનુરૂપ તમારે આહાર-પાણી લેવા જોઈએ. કેટલાકનો જઠરાગ્નિ મંદ હોય છે તો તેઓ ૩૨ કવળનો પ્રમાણયુક્ત આહાર લે છતાં નથી પચતો, તો તેમણે એટલો આહાર લેવો જોઈએ કે તે પચી જાય.
સ્વભાવ : કેટલાકની પ્રકૃતિ એવી હોય છે કે તેઓને સ્નિગ્ધ આહાર સારી રીતે પચતો હોય છે. કેટલાકની પ્રકૃતિ એવી હોય કે તેમને રુક્ષ આહાર જ સરળતાથી પચે! કેટલાકને મધ્યમ કક્ષાનો આહાર, એટલે કે બહુ સ્નિગ્ધ નહીં બહુ રુક્ષ નહીંને, એવા આહાર પચે કેટલાકને વિરુદ્ધ દ્રવ્યોનું સંયોજન સુખકારી
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો દવાઓ ન જોઈએ બનતું હોય છે તો કેટલાકને દુઃખ કરનારું બને છે! એટલે તમારે તમારી પ્રકૃતિ સમજીને આહાર કરવો જોઈએ. કોઈનું અનુકરણ ન કરવું જોઈએ.
દ્રવ્ય ભક્ષ્ય દ્રવ્યોનું ભારેપણું અને હલકાપણું તમારે જાણવું જોઈએ, એટલે કે કેટલાંક દ્રવ્યો પચવામાં ભારે હોય છે તે દ્રવ્યો ભારે કહેવાય. કેટલાંક દ્રવ્યો પચવામાં હલકાં હોય છે, તે દ્રવ્યો હલકાં કહેવાય. જેમ-ભેંસનું દૂધ અને દહીં પચાવવા ભારે હોય છે જ્યારે ગાયનાં દૂધ-દહીં પચવામાં હલકાં હોય છે. એવી રીતે બીજા દ્રવ્યોની ઓળખાણ કરી લેવી જોઈએ. બને ત્યાં સુધી ભારે દ્રવ્યોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
સ્વશક્તિ: તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે તમને વાયુનો પ્રકોપ નથી ને? જો હોય તો વાયુ કરનારાં દ્રવ્યોનો ત્યાગ કરવો જોઈએ. જો તમને પિત્તનો પ્રકોપ હોય તો પિત્તને ઉત્તેજનારાં દ્રવ્યો ન વાપરવા જોઈએ, પિત્તશામક દ્રવ્યો લેવાં જોઈએ. જો તમારી કફપ્રકૃતિ હોય તો કફને વધારનારાં દ્રવ્યો વર્જવાં જોઈએ. તમને તમારી પ્રકૃતિનું જ્ઞાન હોવું જોઈએ. જો તમારી પ્રકૃતિ વિષમ ન હોય, સમપ્રકૃતિ હોય, તો તમારે એટલી નિયમિતતા જાળવવી જોઈએ કે સમપ્રકૃતિ વિષમ ન બની જાય.
એ ન ભૂલશો કે તમારી સંયમસાધનાનું મુખ્ય સાધન શરીર છે. જો તમે શરીર તરફ બેદરકાર બનશો તો એ બેદરકારી સંયમ-આરાધના તરફની બેદરકારી ગણાશે. જેવી રીતે શરીરને પુષ્ટ નથી બનાવવાનું તેવી રીતે એને રોગી પણ નથી બનાવવાનું, અશક્ત પણ નથી બનાવવાનું.
તમારી પ્રકૃતિ આદિને અનુરૂપ આહારમાં પરિવર્તન કરીને, તમારા સ્વાથ્યને જાળવવાનું છે, પરંતુ દવાઓનો ઉપયોગ ચાલે ત્યાં સુધી નથી કરવાનો. તમને શરીરમાં અસ્વસ્થતા દેખાય, રોગનાં એંધાણ મળે...કે તુરત તમારે આહારપરિવર્તન કરવું જોઈએ. એમાંય જો અજીર્ણ હોય તો તો ઉપવાસ જ કરી દેવો જોઈએ, ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ. ભોજન ત્યાગ અને ભોજન-પરિવર્તન દ્વારા રોગને દૂર કરવાનો પહેલો પ્રયાસ કરવો જોઈએ. તે છતાં જે રોગ દૂર ન થાય તો દવાનો ઉપયોગ કરી શકાય.
વાસ્તવમાં, સાધુ જો આ કાળ, ક્ષેત્ર, માત્રા વગેરેને અનુરૂપ આહાર લે તો. રોગ થવાનો જ સંભવ રહેતો નથી. શરીરને નીરોગી અને સશક્ત રાખવા માટે કેટલું બધું સુંદર માર્ગદર્શન ગ્રન્થકારે આપ્યું છે! આ માર્ગદર્શન મુજબ જો સાધુસાધ્વી આહાર કરે તો ખરેખર, તેમને દવાઓ લેવી ન પડે. તન સ્વસ્થ રહે અને મન પણ સ્વસ્થ રહે. આત્મકલ્યાણ માટે ધર્મઆરાધના નિર્વિન થતી રહે.
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીક્ષા શા માટે? पिण्डः शय्या वस्त्रेषणादि पात्रषणादि यच्चान्यत्।
कल्प्याकल्प्यं सद्धर्मदेहरक्षानिमित्तोक्तम् ।।१३८।। અર્થ : આહાર, ઉપાશ્રય, વસ્ત્ર-એષણાદિ, પાત્ર-એષણાદિ અને બીજું જે કંઈ કથ્ય-અકથ્ય બતાવ્યું છે તે સદ્ધર્મન હેતુભૂત શરીરની રક્ષા નિમિત્તે કહેવાયું છે.
વિવેચન : “મુનિરાજ! તમે અપરિગ્રહી છો ને? પરિગ્રહનો મન-વચનકાયાથી ત્યાગ કર્યો છે ને? તો પછી ભોજન, ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર વગેરે તો. તમે લો છો...તમે અપરિગ્રહી કેવી રીતે?' જિજ્ઞાસુના આ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકમાં આપવામાં આવ્યો છે.
પહેલી વાત : પરિગ્રહ કોને કહેવાય, એ પરિભાષાનો વિચાર કરીએ. જિનાગમોમાં કહેવાયેલું છે : અચ્છા પરિસાણો વત્તો મનની વસ્તુમાં મૂછમમત્વ એ પરિગ્રહ છે. કોઈ વસ્તુને પાસે રાખવા માત્રથી સાધુ પરિગ્રહી બની જતો નથી. જો વસ્ત્ર, પાત્ર આદિ રાખવા માત્રથી “પરિગ્રહ' કહેવાતા હોય, તો શરીર પણ પરિગ્રહ કહેવાશે! આત્મા શરીરમાં રહે છે ને? તો આત્મા માટે શરીર પણ પરિગ્રહ કેમ નહીં? પરંતુ જે શરીર પ્રત્યે મમતારહિત હોય છે તેના માટે શરીર પરિગ્રહ નથી, તેમ વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય આદિ તરફ મમતારહિત સાધુ પરિગ્રહી કેવી રીતે કહેવાય?
બીજી વાત : મોક્ષમાર્ગની આરાધનામાં, આરાધકની આશયશુદ્ધિ મહત્ત્વની મનાયેલી છે. અર્થાત્ સાધકનો આશય શુદ્ધ હોવો જોઈએ. સાધુ જે આહાર કરે છે, વસ્ત્ર ધારણ કરે છે, પાત્ર રાખે છે, ઉપાશ્રયમાં રહે છે. શરીરની કાળજી રાખે છે, આની પાછળ એનો આશય કર્યો છે, એ સમજવું જોઈએ. એને જે સંયમ-ધર્મની આરાધના કરવી છે, તે આરાધનાનો આધાર છે. શરીર. એ શરીરને ટકાવવા માટે સંયમધર્મની આરાધનામાં સહાયક બને તે માટે, શરીરને વસ્ત્ર, પાત્ર, આહારાદિ જોઈએ જ. એટલે વસ્ત્ર, પાત્ર વગેરે ગ્રહણ કરવાનો અને ઉપયોગ કરવાનો આશય છે સંયમધર્મની આરાધના કરવાનો. આ આશય પવિત્ર અને વિશુદ્ધ હવાથી, શરીરની સંભાળ રાખવી અને તે વસ્ત્ર પાત્રઆહારાદિ ગ્રહણ કરવાં તે પરિગ્રહ ન કહેવાય. શરીર અને શરીર માટેનાં સાધના પ્રત્યે સાધુ મૂરહિત હોય છે.
સાધુ સંયમ-આરાધનાના શુદ્ધ લક્ષથી અને મૂર્છામુક્ત ભાવથી આહાર વગેરેની ગવેષણા કરે. જેવી રીતે કર દોષ ટાળીને આહાર લાવવાનો છે તેવી
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરરક્ષા શા માટે?
૨૪૫ રીતે કેટલાક દોપ ટાળીને વસ્ત્ર લાવવાનાં છે. પાત્ર લાવવા માટે પણ વિધિ બતાવવામાં આવી છે. “વસ્ત્ર-એષણા' અને “પાત્ર-અષણા'નો અર્થ આ છે. શાસ્ત્રોમાં બતાવેલી વિધિ મુજબ વસ્ત્ર અને પાત્ર લાવે. ઉપાશ્રય માટે પણ વિધિ બતાવવામાં આવી છે. જે સ્થાનમાં સાધુને રહેવાનું હોય અથવા રહેવા માટે સાધુને જગા જોઈતી હોય, તેના માલિકની રજા માંગવાથી માંડી, તે સ્થાનમાંથી નીકળવા સુધીની વિધિને સાધુ અનુસરે
ત્રીજી વાત : આહાર, વસ્ત્ર પાત્ર વગેરેની ગવેષણ કરતો સાધુ નિર્દોષ આહાર વગેરે ગ્રહણ કરે; પરંતુ નિર્દોપ-દોષરહિત આહારદિ ન મળે તો સાધુ શું કરે? આવા સમયે સાધુ દોષયુક્ત આહાર વગેરે પણ ગ્રહણ કરે, ઓછામાં ઓછા દોષ લાગે અને ચીવટ રાખીને ગ્રહણ કરે. આ રીતે દોપિત આહારાદિ ગ્રહણ કરનારા સાધુ પણ જિનાજ્ઞાનો આરાધક છે. કારણ કે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ જેવી રીતે સંયમધર્મના નિયમો બતાવ્યા છે તેમ એ નિયમોના અપવાદ પણ બતાવ્યા છે. અપવાદ વિના નિયમ ન હોઈ શકે. “પ્રશમરતિના ટીકાકાર આચાર્યશ્રી કહે છે“સર્વે વિષય સાપવાલા' દરેક વિષયો અપવાદવાળા હોય છે.
અલબત્ત, સાધુને તે તે નિયમના જ્ઞાન સાથે એના અપવાદોનું પણ જ્ઞાન હોવું જોઈએ. એ અપવાદ-માર્ગના આચરણની પદ્ધતિનું પણ જ્ઞાન હોવું જોઈએ. મૂળ નિયમોને જૈન પરિભાષામાં “ઉત્સર્ગ' કહેવાય છે, એ ઉત્સર્ગ માર્ગના નિયમો અને તેના અપવાદો-આ બંને મોક્ષમાર્ગ છે! એટલે, સંયમ ધર્મની આરાધનામાં સહાયક એવા શરીરને ટકાવવા માટે ક્યારેક ઉત્સર્ગ માર્ગની દષ્ટિએ “અકથ્ય' એવા આહાર, વસ્ત્ર વગેરે, અપવાદ માર્ગે “કચ્ય' બની જતા હોય છે.
મોક્ષમાર્ગની યાત્રામાં જે કોઈ નિયમો-અપવાદો બતાવવામાં આવ્યા છે, તે બધાજ નિયમો અને અપવાદ્ય સદ્ધર્મની આરાધના માટે અને સદ્ધર્મની આરાધનાના આધારભૂત શરીરની રક્ષા માટે બતાવવામાં આવ્યા છે, આ વાત ન ભૂલવી જોઈએ. એટલે એકાંતે કોઈ નિયમનું પ્રતિપાદન જ્ઞાની પુરુષો કરતા નથી.
સાધુ શરીરની રક્ષા માટે આહાર ગ્રહણ કરે, ઉપાશ્રયમાં રહે, દંડ વગેરે રાખે, અને અવસરે પધાદિ પણ લે, આ રીતે શરીરરક્ષા કરનાર સાધુને પરિગ્રહી ન કહેવાય. સ્વસ્થ અને નીરોગી શરીરથી હું મારા સંયમધર્મની આરાધના નિરાકુલ ચિત્તે કરી શકીશ.' આ પવિત્ર આશયથી સાધુ પોતાના શરીરની રક્ષા કરે.
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ! અલિપ્ત રહો! कल्याकल्प्यविधिज्ञः संविग्नसहायको विनीतात्मा । दोषमलिनेऽपि लोके प्रविहरति मुनिनिरुपलेपः ।।१३९ ।। અર્થ : કલ્પનીય અને અકલ્પનીયની વિધિને જાણનાર, સંવિગ્ન, સિંસારભીરૂ અને જ્ઞાન-ક્રિયાયુક્તા પક્ષની સહાયવાળો અને વિનીત મુનિ દોષોથી મલિન લોકમાં રહેવા છતાં પણ, પરહિત |રાગ-દ્વેષરહિત વિહરણ કરે છે.
વિવેચન : મુનિરાજ! ખૂબ કાળજીપૂર્વક વિચરજો આ દુનિયામાં! દુનિયામાં પગલે પગલે દોષોના કાંટા પડેલા છે.... ખૂબ સાવધાનીથી ચાલજો, એક પણ કાંટો તમારા સંયમ-પગની પાનીને ભેદી ન નાંખે. ઠેર ઠેર રાગ-દ્વેષના કાદવ જામેલા છે, જો જો તમારા ચરણ રાગ-દ્વેષથી ખરડાય નહીં.
આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેની ગવેષણા કરવા તમે ફરશો ત્યારે પાંચ ઇન્દ્રિયોના અનેક લોભામણા વિષયો તમારી સામે આવશે. તે જોઈને તમારે જરાયે લોભાવાનું નથી. પ્રિય વિષયો તરફ જરાય અનુરાગી બનવાનું નથી. અપ્રિય વિષયો તરફ જરાય હેપી બનવાનું નથી. તમારે તો મધ્યસ્થ જ રહેવાનું છે. મધ્યસ્થ આત્મા નવાં કર્મો બાંધતો નથી. જૂનાં બાંધેલાં કર્મોની નિર્જરા કરતો રહે છે. તમારે આ જ કામ કરવાનું છે. નવાં કર્મો બંધાય નહીં અની કાળજી રાખવાની છે અને જૂનાં કમોનો ક્ષય કરવાનો છે.
મહાત્મા! તમે આવા મધ્યસ્થ અને નિર્લેપ ત્યારે જ બની શકવાના કે જ્યારે તમે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગના જ્ઞાતા હશે. ઉગમ, ઉત્પાદન અને એપણાના દોપાનું તમને જ્ઞાન હોય. કલ્પનીય અને અકલ્પનીયનું શાસ્ત્રીયજ્ઞાન હોય અને ક્યારે.... કેવા સંયોગોમાં અપવાદમાર્ગનું અવલંબન લેવું જોઈએ, એનો બોધ હોય! આ માટે તમારે ઉત્સર્ગમાર્ગના અને અપવાદમાર્ગના આગમગ્રન્થોનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ.
તમે સ્વયંજ્ઞાની હો ,પરંતુ જો તમારી સાથેના મુનિવરો ભવભીરૂ અને સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાના તીવ્ર અભિલાષી ન હોય, તો પણ તમારો માર્ગ કઠિન બની જવાનો. તમારા સહવર્તી મુનિવરો ભવભ્રમણથી ડરનારા હોવા જોઈએ. “જો હું અસંયમ આચરીશ, સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રની વિરાધના કરીશ તો હું ભવસાગરમાં ડૂબી જઈશ. મારે હવે ભવસાગરમાં ડૂબવું નથી. હવે એવી કોઈપણ પ્રવૃત્તિ નથી કરવી કે જે પ્રવૃત્તિના પરિણામે મારું સંસાર-પરિભ્રમણ વધી જાય.' આવા દ્રઢ સંકલ્પવાળા મુનિઓ જો
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ! અલિપ્ત રહો!
૨૪૭ તમારા સાથી હશે તો તેઓ તમારા માર્ગદર્શનને અનુસરનારા બનશે. એટલું જ નહીં તમને પણ તેમની શ્રદ્ધા સહાયક બનશે, કોઈ વિશિષ્ટ પ્રસંગમાં તમે નિર્ણય કરો કે કોઈપણ રીતે આપણે આ અસંયમની પ્રવૃત્તિ નથી આચરવી. ભલે ગમે તે કષ્ટ આવે.' એ વખતે સંવિગ્ન સાધુઓ તમારા નિર્ણયને વધાવી લેવાના. અસંયમની પ્રવૃત્તિ માટે તમારા પર દબાણ નહીં લાવવાના.
એવી રીતે, તમે વિશેષ પરિસ્થિતિમાં, દેખીતી રીતે અકલ્પનીય શાસ્ત્રષ્ટિએ કલ્પનીય', એવા આહારાદિ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો, તો એ વખતે સહવર્તી સંગ્નિ સાધુઓ તમારા નિર્ણયને આવકારશે. આવા સહાયક સાથી મુનિ તમને ત્યારે મળવાના અને તમારા સહવાસી બનવાના કે જ્યારે તમે ખૂબ વિનીત હશો, તમારા સ્વભાવ સાથે વિનય વણાઈ ગયો હશે.
તમે ક્યારેય કોઈને કટુ-કર્કશ શબ્દો નથી કહેતા, તમે ક્યારેય કોઈનું અપમાન નથી કરતા, તમે ક્યારેય કોઈની સાથે દુર્વ્યવહાર નથી કરતા. તમારી ક્યારેય કોઈ અનુચિત પ્રવૃત્તિ નથી હોતી, તો તમારા સહવાસી મુનિવરો તમારા પ્રત્યે શ્રદ્ધાભાવવાળા બનવાના. તમારી મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બનવાના.
તમે આચાર્ય, ઉપાધ્યાય આદિ વડીલોની ઉચિત સેવાભક્તિમાં ઉજમાળ છો, તમે બાલમુનિ, વૃદ્ધ મુનિ, બીમાર મુનિ અને તપસ્વી મુનિની સેવામાં સદૈવ જાગ્રત છો, તમે ચતુર્વિધ સંઘ પ્રત્યેના તમારાં કર્તવ્યો તરફ સજાગ છો, તો તમને અનેક સુ-સહાયક મુનિવર મળી જવાના.
અનેક દોષોથી સંપૂર્ણતયા બચીને, રાગ-દ્વેષની તીવ્રતા વિના મુનિએ સંયમયાત્રા કરવાની છે. એ માટે આટલી અને આવી તૈયારી મુનિએ રાખવાની છે. સૌથી મહત્ત્વની વાત છે નિરૂપલેપ' રહેવાની. રાગ-દ્વેષના મલિન લેપથી જરાય લેપાવાનું નહીં. આહારનો, વસ્ત્રની, પાત્રનો, ઉપાશ્રયનો ઉપયોગ કરવાનો પરંતુ એમાં રાગ-દ્વેષ કરવાના નહીં. આહારાદિ પ્રાપ્ત કરવા સમાજના લોકોના સંપર્કમાં આવવાનું પણ રાગ-દ્વેષથી જરાય સંપાવાનું નહીં. બાહ્ય ઉપકરણોના ઉપયોગ-ઉપભોગમાં રાગ-પ વિના પ્રવૃત્તિ કરવાની છે. એ માટે શાસ્ત્રજ્ઞાન સાથે સતત આત્મજાગૃતિ હોવી આવશ્યક હોય છે, જો આત્મજાગૃતિ ન હોય તો શાસ્ત્રજ્ઞાન રાગ-દ્વેષથી બચાવી શકતું નથી.
મુનિરાજ! આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાના વિકટ પંથે તમે ચાલી રહ્યા છો. તમામ ઉપકરણો અને સંપૂર્ણ જ્ઞાનમૂલક જાણકારી સાથે, જરાય દીન-હીન બન્યા વિના તમારા માર્ગે આગળ વધતા રહો.
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
પ્રશમરતિ यद्वत्पङकाधारमपि पङकजं नोपलिप्यते तेन । धर्मोपकरणधृतवपुरपि साधुरलेपकस्तद्वत् ।।१४०।।
यद्वत्तुरगः सत्स्वप्याभरणविभूषणेष्वनभिसक्तः ।
तद्वदुपग्रहवानपि न संगमुपयाति निम्रन्थः ।।१४१ ।। અર્થ : જેવી રીતે કાદવમાં રહેલું પણ કમળ કાદવથી લપાતું નથી, તેવી રીતે ધર્મોપકરણ શરીર પર ધારણ કરનાર સાધુ પણ કમળની જેમ નિર્લેપ રહે છે. જેવી રીતે અશ્વ આભૂષણોથી વિભૂષિત હોવા છતાં (આભૂષણોમાં) મૂચ્છિત નથી હોતા, તેવી રીતે ઉપગ્રહ (ધર્મોપકરણ) યુકત હોવા છતાં નિર્ચન્થ તેમાં મોહ નથી કરતો.
વિવેવન : “દોષથી ભરેલા લોકોની વચ્ચે રહેવા છતાં, એ લોકોનો સંપર્ક કરવા છતાં મુનિ દોષોથી કેમ ન ખરડાય? આ પ્રશ્ન ઊઠે છે ને મનમાં એ પ્રશનનો ઉત્તર કમળનું પુષ્પ આપે છે! તમે કોઈ સરોવરમાં પાણી પર રહેલા કમળને જુઓ. એ કાદવમાં અને પાણીમાં રહે છે. એનો આધાર છે કાદવ અને પાણી, છતાં તમે જોજો, કમળ જરાય કાદવથી ખરડાયેલું નહીં હોય, પાણીથી ભીંજાયેલું નહીં હોય! જાણે કમળ કહે છે : “હું કાદવના આધારે રહું છું. એટલે કંઈકાદવથી લેપાવા બંધાયેલું નથી. હું પાણીમાં રહું છું...એટલે કંઈ પાણીથી ભીંજાવા બંધાયેલું નથી. હું એ બંનેથી નિર્લેપ રહી શકું છું... માટે તો યોગીપુરુષો પોતાના હૃદયને મારી ઉપમા આપે છે! મારા જેવું હૃદય બનાવી એમાં પરમાત્માનું ધ્યાન ધરે છે!'
મુનિ ભલે દોષભરેલા સમાજના આધારે જીવે, છતાં એ દોષોથી નિર્લેપ રહી શકે છે. મુનિ ન ઇચ્છે તો એ દપો એને વળગી પડતા નથી. “મારે નિર્લેપ રહેવું છે,' આવો મુનિનો દઢ સંકલ્પ હોવો જોઈએ. ભલે એ આહાર કરે, શરીર પર વસ્ત્ર ધારણ કરે, પાત્ર અને દંડ રાખે, કંબલ અને રજોહરણ રાખે...છતાં એના ઉપર એ રાગ-દ્વેષથી લપાતો નથી. જ્યાં આશય શુદ્ધ હોય અને આસક્તિનો અભાવ હોય ત્યાં લોભ ટકી શકતો નથી, રાગ રહી શકતો નથી, ને સ્થાન મળતું નથી.
કાજળની કોટડી જેવા સમાજની વચ્ચે રહેવા છતાં એ કાજળનો એક પણ ડાઘ આત્માને ન લાગવા દેનાર મુનિ મોક્ષમાર્ગે ઝડપભેર પ્રયાણ કરી રહેલો મહાવીર પુરુષ છે.
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ! અલિપ્ત રહો!
૨૪૯ બીજું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે ઘોડાનું. લગ્નપ્રસંગે વરરાજાને સવારી કરવા ઘોડાને શણગારવામાં આવે છે. સોના-રૂપાનાં આભૂષણો પહેરાવવામાં આવે છે, મૂલ્યવાન વસ્ત્રોથી એની શોભા કરવામાં આવે છે. શું એ ઘોડાને એ વસ્ત્રો અને અલંકારો પર મમતા થાય છે? ઘોડાના શણગારને જોનારા ભલે રાગી બને, ઘાડો પાંતાના શણગાર પ્રત્યે અનુરાગી નથી બનતો. જ્યારે માણસ એના શણગારને ઉતારી લે છે ત્યારે ઘોડો વિરોધ નથી કરતો.. રુદન નથી કરતો! સહજભાવ અ શણગાર કરવા દે છે.. સહજભાવે એ શણગારને ઉતારવા દે છે.
મુનિ આવી જ સહજતાથી વસ્ત્ર-પાત્ર આદિ ગ્રહણ કરે છે અને અવસરે ત્યાગ કરે છે. ન રાગ, ન સ્નેહ, ન પ! બહારથી વસ્ત્રપાત્રાદિને ધારણ કરનાર મુનિ અંત:કરણથી અલિપ્ત હોય છે. માટે તેને “નિર્ગસ્થ' કહેવામાં આવે છે. ગ્રન્થ એટલે ગાંઠ, નથી હોતી રાગની ગાંઠ કે નથી હોતી દેશની ગાંઠ. માટે તેઓ નિર્ઝન્ય હોય છે.
શરીર પર વસ્ત્રાદિ હોવા છતાં અને પાસે રજહરણ-મુખવસ્ત્રિકા અને દંડ વગેરે હોવા છતાં મુનિ પરિગ્રહી નથી. મમતા હોય તો પરિગ્રહ કહેવાય, મમતા નથી. ઉપકરણ રાખવા માત્રથી કોઈ પરિગ્રહી બની જતું નથી. જે એ રીતે ઉપકરણો રાખવા માત્રથી પરિગ્રહી બની જવાતું હોય તો શરીર પણ પરિગ્રહ બની જશે! અલબત્ત, શરીર પર મમત્વ રાખનાર માટે શરીર પણ પરિગ્રહ બને છે.
એટલે, પાયાની વાત એ છે કે મુનિ વસ્ત્ર-પાત્ર આદિ ધર્મોકરણ રાખી શકે છે. શરીરને સાચવી શકે છે, એ માટે ભોજનાદિ લઈ શકે છે. શરત એટલી જ છે કે એણે એ બધામાં આસક્તિ, મમતા નથી રાખવાની. કમળની જેમ એણે નિર્લેપ રહેવાનું છે. ઘોડાની જેમ નિઃસ્પૃહ-નિર્મમ રહેવાનું છે.
એમ તક ન કરશો કે કમલ તો મનરહિત છે. ઘોડો પણ વિકસિત મનવાળો નથી... એટલે રાગ-દ્વેષ નથી કરતો.' તમારે પણ તમારા બનાવ મનને મારી નાંખવાનું છે! જે બાહ્ય મનમાં રાગ-દ્રુપના વિકલ્પો જન્મ છે, એ મનનો નાશ કરવાનો છે. નિર્લેપ બનવા માટે મન વિનાના બની જવું પડે તો બની જાઓ! મન હોવા છતાં મન વિનાના બની જવાનું! મનના ઉપયોગ માત્ર ધર્મધ્યાનમાં અને શુક્લધ્યાન માટે જ કરવાનો. મનના ઉપયોગ તત્ત્વચિંતન માટે કરવાનાં. રાગીપી મનનું મારણ કરી, કમલ જેવા નિલંપ અને અશ્વ જેવા અનાસક્ત બની સંયમયાત્રા કરતા રહો.
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિગ્રંથ કોને કહેવાય? ग्रन्थाकर्माष्टविधं मिथ्यात्वाविरतिदुष्टयोगाश्च ।
તિજ્ઞયદેતો સંતે ય સ નિઃ +9૪૨ T અર્થ : આઠ પ્રકારનાં કર્મ, મિથ્યાત્વ, અવિરતિ અને અશુભ યોગ, આ ગ્રન્થ” છે. તને જીતવા માટે અશઠપણે (માયારહિત) જે સમગૃ ઉદ્યમ કરે તે નિગ્રંથ.
વિવેચન : સાધુ. મુનિ શ્રમણ...ભિક્ષ. આ બધા માટે “નિર્ઝન્થ' શબ્દ વપરાયેલો છે. “નિગ્રંથ' શબ્દ અર્થસૂચક સુંદર શબ્દ છે. ગ્રન્થકારે એ શબ્દના ભાવને ખોલ્યો છે. ટીકાકાર આચાર્યશ્રીએ એ ભાવને સુસ્પષ્ટ કર્યો છે.
ગ્રન્થ' શબ્દને “નિ' ઉપસર્ગ લાગીને નિર્ચન્થ” શબ્દ બન્યો છે. જેનાથી જીવાત્મા ગૂંથાય. વીંટળાય તેને ગ્રન્થ કહેવાય. એ ગ્રન્થ છે આઠ પ્રકારનાં કર્મ, અને એ કર્મોના બંધનમાં હેતુભૂત મિથ્યાત્વ, અવિરતિ તથા મન-વચનકાયાના અશુભ યોગો.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, અંતરાય, નામ, આયુષ્ય અને ગોત્ર, આ આઠ કર્મ છે. જ્યાં સુધી જીવાત્મા સર્વજ્ઞકથિત તત્ત્વ અને પદાર્થોને માનતો નથી, જાણતો નથી ત્યાં સુધી આ કમોંથી આત્મા બંધાતો રહે છે. જ્યાં સુધી હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનાં પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરતો નથી ત્યાં સુધી આ કર્મોથી એ બંધાતો રહે છે. જ્યાં સુધી મન અશુભ અને અશુદ્ધ વિચારો કરતું રહે છે, વાણી અસત્ય બોલાતી રહે છે અને પાંચ ઇન્દ્રિયો એના વિષયોમાં રમતી રહે છે ત્યાં સુધી આ કર્મો બંધાતાં રહે છે.આ છે ગ્રન્થ!
મોક્ષમાર્ગન યાત્રિક મુનિ, કર્મબંધના હેતુઓને સારી રીતે જાણે. એનો માનસિક દઢ સંકલ્પ હોય કે “મારે નવાં કર્મ બાંધવા નથી અને જે કર્મો બંધાયેલાં છે, એનાથી મુક્ત થવું છે.” આ સંકલ્પ નિષ્કપટ હૃદયનો હોય છે. શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનું ધ્યેય-એ જ નિષ્કપટપણું છે. મારે હવે કોઈ કર્મજન્ય સુખ નથી જોઈતું.’ આ નિર્ધાર એના નિષ્કપટ હૃદયની સાક્ષી છે. | સર્વજ્ઞશાસનના આગમગ્રન્થોનું આદર પૂર્વક અધ્યયન-પરિશીલન કરી એ મહાત્મા, એ “ગ્રન્થ”નું નિરાકરણ કરવાના ઉપાય શોધી કાઢે છે. એ ઉપાયોને સારી રીતે જાણીને, અમલમાં મૂકે છે. હું આ કમને જીતીશ જ.' આવા દઢ નિર્ધાર સાથે એ ઉદ્યમશીલ બને છે.
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ચન્ય કોને કહેવાય?
૨૫૧ હે મુનિરાજ, તમારે જે નિર્ઝન્ય બનવું છે તો તમારે સર્વ પ્રથમ આ પ્રબલ નિર્ધાર કરવો પડશે, કે “મારે આત્માને કર્મોના બંધનોથી મુક્ત કરવા જ છે. એ માટે હું સતત અને સખત પુરુષાર્થ કરીશ.”
બીજી વાત- તમારે તમારા હૃદયને ક્યારે પણ માયાવી નહીં બનવા દેવાનું, એટલે કે બાહ્યરુષ્ટિએ તમે કર્મોનો નાશ કરવાનો પ્રયત્ન કરતા હો, પરંતુ તમારા હૃદયમાં જો લોકોનાં માન-સન્માન મેળવવાની, લોકોની પ્રશંસા સાંભળવાની ઇચ્છા રહે છે તો હૃદય માયાવી કહેવાય. બાહ્ય રીતે તમે નિરતિચાર ચારિત્ર પાળતા હાં, પરંતુ જો મનમાં દેવલોકનાં દિવ્ય સુખો મેળવવાની કામના રહેલી છે તો હૃદય માયાવી કહેવાય. તમારે હૃદયને માયારહિત બનાવીને કર્મોનો જ નાશ કરવા ઉદ્યમશીલ બનવાનું છે.
તમારો એ ઉદ્યમ પણ માયારહિત હોવો જોઈએ. એટલે કે મન-વચન કાયાથી તમામ શક્તિ લગાવીને ઉદ્યમ કરવાનો છે. આત્મવંચના ન થઈ જાય, એની પૂરી તકેદારી રાખવાની છે. એના માટે તમારે ખાસ તો શાતા-ગારવથી બચવાનું છે. “શાતાગારવ' એટલે સુખશીલતા. આ સુખશીલતા તમને જે વળગી તો “આત્મવંચના” થઈ જતાં વાર નહીં લાગે. હું યથાશક્તિ મોક્ષપુરુષાર્થ કરું છું,’ આવી માન્યતામાં તમે રહેશો અને મહાન પરા પાર્થ નહીં કરી શકો. એવી રીતે ક્યારેક, ઋદ્ધિ-ગારવ પણ ખતરનાક બની જાય છે. ઉગ્ર ધર્મપુરૂષાર્થ દ્વારા આત્મલબ્ધિઓ...આત્મશક્તિઓ પ્રગટ કરવાની ઈચ્છા ક્યારેક સાધકને પછાડે છે. હું દિવ્યશક્તિઓથી દુનિયાને ચકિત કરી દઉં...મારું નામ ઇતિહાસમાં અમર થઈ જાય...' આવી ભૌતિક ઇચ્છાઓ તમારા હૃદયને માયાવી બનાવી ન દે, એ માટે તમારે પ્રતિ ક્ષણ જાગ્રત રહેવું પડશે,
નિગ્રંથ બનવા માટે, કર્મોનો નાશ કરવો અનિવાર્ય છે. પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરવાનો અને નવા કર્મ ન બંધાય તે માટે મન-વચન-કાયાના યોગોને પવિત્ર રાખવા અત્યંત જરૂરી છે. તમે નિરર્થક વિકલ્પોથી મનને મુક્ત રાખો, દિવસમાં થોડી ક્ષણો માટે “નિર્વિકલ્પ' વિચારરહિત બનવાનો અભ્યાસ કરો. એ માટે જેમ બને તેમ ઓછું બોલો. વધુ સમય મન રહેવાનો અભ્યાસ કરો. સ્ત્રીકથા, ભોજનકથા, રાજ કથા અને દેશકથા તો ક્યારેય કરી જ નહીં. આવો મનોનિગ્રહ અને ઇન્દ્રિયસંયમ તમે ત્યારે જ રાખી શકશો કે જ્યારે તમારી પાંચ ઇન્દ્રિયોને દુનિયાના વિષયો સાથે જોડાવા નહીં દો, ઇન્દ્રિયોને એના પ્રિય-અપ્રિય વિષયોમાં રમવા ન દો. વધુ ને વધુ “કાયસલીનતા કેળવા, શરીરની સ્થિરતા કેળવો.
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
પ્રશમરતિ તમારે “ગ્રન્થ'નું નિરાકરણ કરી નિગ્રંથ બનવાનું છે. કમાં અને કર્મબંધના હેતુઓ પર વિજય મેળવવાનો છે. વિજયી બનવાના ઉત્સાહ સાથે તમે યુદ્ધ કરતા રહો, તમારો વિજય નિશ્ચિત છે.
કથ્થ-અધ્ય यज्ज्ञानशीलतपसामुपग्रहं निग्रहं च दोपाणाम् । कल्पयति निश्चये यत् तत् कल्प्यमकल्प्यमवशेषम् ।।१४३।। અર્થ : માટે જે વસ્તુ જ્ઞાન, શીલ અને તપને વધારે તથા દોષોને દૂર કરે, તે નિશ્ચયથી અને વ્યવહારથી) કલ્પનીય છે, બાકીનું બધું અકલ્પનીય છે.
વિવેચન : મુનિના માટે શું કવ્ય અને શું અકથ્ય, એની ખૂબ સ્પષ્ટ ભેદરેખા ગ્રન્થકાર દોરી આપી છે. મુનિના જ્ઞાનની, શીલની અને તપની વૃદ્ધિમાં જે સહાયક બને અને દાપોનો નિગ્રહ કરવામાં સહાયક બન, તે બધું જ કહ્ય! એ સિવાયનું બધું જ અકથ્ય! મુનિએ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય કરવાનો છે.
મુનિને ધર્મગ્રન્થોનું અધ્યયન-પરિશીલન કરવાનું હોય છે. તત્ત્વચિંતન કરવાનું હોય છે. ધર્મોપદેશ આપવાનો હોય છે; પોતાની આ જ્ઞાનોપાસના નિરંતર થતી રહે, એ માટે આવશ્યક આહાર, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય વગેરે સાધનોની મુનિએ પસંદગી કરવાની હોય છે.
મુનિને પાંચ મહાવ્રતોનું પાલન કરવાનું હોય છે. રાત્રિભોજન કરવાનું હોતું નથી, પોતાની આવશ્યક ધર્મક્રિયાઓ કરવાની હોય છે; આ વ્રત-નિયમ અને ક્રિયાનુષ્ઠાનો મુનિ સારી રીતે કરી શકે તે માટે આવશ્યક આહાર, વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રય વગેરેની પસંદગી કરવાની હોય છે.
મુનિને ઉપવાસ-આયંબિલ આદિ બાહ્ય તપ કરવાના હોય છે. સ્વાધ્યાય, ધ્યાન આદિ અત્યંતર તપ કરવાના હોય છે. આ તપશ્ચર્યા સારી રીતે થઈ શકે, એ દૃષ્ટિથી મુનિએ આહાર, વસ્ત્ર-પાત્ર, ઉપાશ્રય આદિની પસંદગી કરવાની હોય છે. આ બધું એણે મધ્યસ્થભાવથી કરવાનું હોય છે. પસંદગીમાં રસલાલુપતા, શરીરની સુખશીલતા કે માન-સન્માનની કામના માધ્યમ ન બનવાં જોઈએ.
જેવી રીતે જ્ઞાન, શીલ અને તપની વૃદ્ધિનો વિચાર કરવાનો છે, તેવી રીતે દોષોને દૂર કરવાની દૃષ્ટિ પણ કધ્ય-અકથ્યના નિર્ણયમાં મહત્ત્વની રહેવી
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કય-અકથ્ય
૨૫૩ જોઈએ. જ્યારે સુધાની પીડા તમારી જ્ઞાનોપાસનાને ડહોળી નાંખતી હોય, તમારી આવશ્યક ધર્મક્રિયાઓમાં વિક્ષેપ નાંખતી હોય, તમારી બાહ્ય-અત્યંતર તપશ્ચર્યામાં બાધક બનતી હોય ત્યારે તમારે આહારની સમુચિત ગવેષણા કરવી જ જોઈએ. એવી રીતે તૃષા તમારી સંયમયાત્રામાં બાધક બનતી હોય, ગરમી અને ઠંડી તમારા શુભ અધ્યવસાયોને અશુભ કરી દેતાં હોય ત્યારે તમારે આહાર, વસ્ત્ર-પાત્ર, ઉપાશ્રય આદિની ઉત્સર્ગ દૃષ્ટિથી કે અપવાદષ્ટિથી પસંદગી કરવી જોઈએ.
ધા-તૃષા અને ઠંડી-ગરમી વગેરે પરિસો સહવા એ શ્રમણ-જીવનની એક શરત છે. પરંતુ એ પરીપહો ત્યાં સુધી જ સહવાના છે કે જ્યાં સુધી શ્રમણની સમતા-સમાધિ ટકે છે. આર્તધ્યાન કે રૌદ્રધ્યાન આવી જાય એ રીતે પરિહો સહવાના નથી. એટલે કે સુધા તંગ કરી રહી છે અને નિદૉષ ભિક્ષા મળતી નથી. તુષા ખૂબ સતાવી રહી છે અને દોષરહિત પાણી મળતું નથી...તો ત્યાં દોષયુક્ત આહાર-પાણી લઈને પણ સુધા-તૃષા શાન્ત કરવાં જોઈએ. ઓછામાં ઓછા દોષ લાગે, એની શ્રમણે કાળજી રાખવી જોઈએ.
નિવાસ કરવા માટે દોષરહિત ઉપાશ્રય મળતો નથી...નિવાસની જગ્યા વિના જ્ઞાનોપાસના અને બીજા સંયમયોગો આરાધી શકાય એમ નથી...આવા સંયોગોમાં અકથ્ય મકાન પણ કપ્ય બની જાય છે! દોષયુકા મકાનમાં પણ નિવાસ કરવો પડે. આ નિર્ણય અપવાદ દૃષ્ટિથી લીઘો કહેવાય.
વસ્ત્રો વિના શરીર સંયમ આરાધનામાં સાથ આપતું નથી. ભયાનક ઠંડી ચામડી ચીરી નાંખે છે...મન જ્ઞાન-ધ્યાનમાં લાગતું નથી. બીજી બાજુ ઉત્સર્ગમાર્ગથી ગવેષણ કરવા જતાં વસ્ત્ર મળતાં નથી તો ત્યાં અપવાદમાર્ગથી પણ મુનિ વસ્ત્ર પ્રાપ્ત કરે.
સંયમયાત્રામાં અવરોધક દોષને દૂર કરવાની દૃષ્ટિથી, રાગ-દ્વેષરહિત આત્મભાવથી સાધુ આહાર-ઉપાધિ અને ઉપાશ્રય ગ્રહણ કરે, તે એના માટે કચ્યું છે. સંયમઆરાધનામાં બાધક બને.અવરોધક બને એવા આહારઉપધિ અને ઉપાશ્રય સાધુ ગ્રહણ ન કરે.
એ નથી ભૂલવાનું કે રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન જેવા આંતરદોષોનો ઉચ્છેદ કરવા માટે જ સાધુ-જીવન છે. આ પાયાની વાત ભૂલ્યા વિના, એ આંતરદોષોનું ઉમૂલન કરતાં કરતાં આગળ વધવાનું છે. બધા જ વિધિનિષેધો આ આંતરદોષોને નિર્મળ કરવા માટે યોજાયેલા છે. વિધિ-નિષેધો
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રપ૪
પ્રશમરતિ નિરપેક્ષ નથી હોતા, સાપેક્ષ હોય છે. વ્યક્તિની અપેક્ષાએ વિધિ નિષેધ બને છે, નિષેધ વિધિ બને છે.
ગ્રન્થકારનું સારભૂત કથનીય આ છે કે જે જ્ઞાન-શીલ અને તપમાં સહાયક બને છે અને આંતર-બાહ્ય દોષોને દૂર કરનાર હોય છે તે, સાધુ માટે કથ્ય છે. ક્યારેક ઉત્સર્ગમાર્ગથી જે અકથ્ય હોય તે અપવાદમાર્ગ કલ્બ બની જાય છે. સાધક આત્માને ઉત્સર્ગનું અને અપવાદનું જ્ઞાન હોવું જરૂરી હોય છે. એવું જ્ઞાન ન હોય ત્યાં સુધી એવા જ્ઞાની પુરુષોની નિશ્રામાં રહેવું આવશ્યક હોય છે.
यत्पुनरुपघातकरं सम्यक्त्वज्ञानशीलयोगानाम् ।
तत्कल्प्यमप्यकल्य्यं प्रवचनकुत्साकरं यच्च ।।१४४ ।। અર્થ : જે વસ્તુ સમ્યગુદર્શન જ્ઞાન-શીલ અને સંયમયોગનો ઉપઘાત કરનારી છે અને જિનશાસનની નિન્દા કરનારી છે, તે વસ્તુ કપ્ય હોવા છતાં અકથ્ય છે!
વિવેચન : જે વસ્તુ સાધુના સંયમની વિઘાતક ન હોય, પરન્તુ જિનશાસનને નુકસાન કરનારી હોય તે વસ્તુ અકથ્ય છે.
જે વસ્તુ શાસ્ત્રદૃષ્ટિથી કણ્ય હોય, પરંતુ સાધુના સંયમની વિઘાતક હોય તે વસ્તુ તે સાધુ માટે અકથ્ય ગણાય.
જે પરિવારોમાં માંસભક્ષણ થતું હોય, મદ્યપાન થતું હોય, એવા પરિવારોમાં જે સાધુ ભિક્ષા લેવા જાય, ભલે તે અભક્ષ્ય અપેય ગ્રહણ ન કરે, પોતાને કલ્પતી ભિક્ષા લે, છતાં સમાજમાં શ્રમણોની નિંદા થાય કે “અહિંસાનું વ્રત ધરનારા આ શ્રમણો હીન કુલોમાં ભિક્ષા માટે જાય છે... અહિંસક અને નિર્બસની સમાજમાં જિનશાસનની નિંદા થાય. તેથી એ સમાજમાં જૈન શ્રમણ સંસ્કૃતિ પ્રત્યે આદર ન રહે. એ સમાજના સ્ત્રી-પુરુક્ષો શ્રમણાસંઘમાં પ્રવેશી આત્મકલ્યાણની સાધના ન કરી શકે. માટે એવા કુળમાં-પરિવારોમાં સાધુએ ભિક્ષા માટે ન જવું જોઈએ. અલબત્ત, કળમાં નહીં જવાની જિનાજ્ઞા નથી, પરંતુ એવા કુળમાં જવાથી જિનશાસનની નિંદા થતી હોય તો ન જવું જોઈએ, એવી જિનાજ્ઞા છે.
સંયમને-મહાવ્રતોને ક્ષતિ ન પહોંચતી હોય છતાં જો જિનશાસનની નિંદા થવાની, અવહેલના થવાની સંભાવના લાગતી હોય તો તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. આ વિવેકદૃષ્ટિ છે. ક્યારેક સંયમની ક્ષતિને સહન કરીને પણ જિનશાસનની અવહેલનાથી બચવું જોઈએ. અર્થાતુ શાસનમલિનતા ન થવા દેવી જોઈએ. સંયમ કરતાં શાસન મહાન છે. શાસન છે તો સંયમ છે, માટે
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ્ય-અકીય
| ૨પપ જિનશાસનની નિંદામાં ક્યારેય નિમિત્ત ન બનવું જોઈએ.
શાસ્ત્રષ્ટિએ દૂધ, દહીં, ગોળ, સાકર, મીઠાઈ વગેરે પદાર્થો લેવાનો નિષેધ નથી, પરંતુ જે સાધુ કે સાધ્વી એ પદાર્થોના સેવનથી વિકૃતિના ભોગ બનતા હોય, જેઓની ઇન્દ્રિયો ઉત્તેજિત થતી હોય, તેમના માટે એ દૂધ-દહીં વગેરે પદાર્થો અકથ્ય બને છે! ઇન્દ્રિયની ઉત્તેજના અને માનસિક વિકારો સાધના જ્ઞાન અને ચારિત્રને હણી નાંખે છે, માટે તેવા ઉત્તેજક માદક પદાર્થો અકથ્ય બને છે.
સાધુએ અને સાધ્વીએ સદૈવ આ વાત યાદ રાખવાની છે કે તેમણે પોતાનાં સમ્યગુ દર્શન, જ્ઞાન, અને ચારિત્રના વિશુદ્ધ પાલન માટે ભિક્ષા લેવાની છે. સંયમધર્મની વિભિન્ન ક્રિયાઓ જ્ઞાન-ધ્યાન, સેવા-ભક્તિ.ઇત્યાદિ સારી રીતે કરી શકાય તે માટે ભિક્ષા લેવાની છે. મન-વચન-કાયાના યોગોને સંયમસાધનામાં જોડી રાખવા માટે ભિક્ષા લેવાની છે.
એ ભિક્ષા ગ્રહણ કરતાં સાધુ વિચારે કે “આ પદાર્થો મારા મનને વિકારી તો નહીં બનાવે ને? મારી ધર્મક્રિયાઓમાં પ્રમાદ તો નહીં લાવે ને?' સાધુને તો નિરંતર મોક્ષમાર્ગે પ્રગતિ કર્યે જવાની છે. તે મોક્ષયાત્રામાં સહાયક તત્ત્વ તરીકે જ એણો ભિક્ષાને મહત્ત્વ આપવાનું છે.
પદ્રવ્ય, પરપુગલ પ્રત્યે રાગ-દ્વેષ ઓછા થતા જાય તે મોક્ષયાત્રામાં પ્રગતિ છે. શ્રમણજીવનની તમામ ધર્મક્રિયાઓ, રાગ-દ્વેષની વૃત્તિઓ નાબૂદ કરવા માટેની ધર્મક્રિયાઓ છે. “મારા રાગ-દ્વેપ ઓછા થયા કે કેમ..?' આ આંતર-નિરીક્ષણ સતત સાધુ કરતો રહે. જેવી રીતે ભિક્ષામાં કથ્ય પણ ક્યારેક અકથ્ય બને છે, એ વાત વિચારી તેવી રીતે વસ્ત્ર અને મકાનના વિષયમાં પણ કથ્ય ક્યારે અકથ્ય બને છે, તે સમજવું જોઈએ.
દા.ત. સાધુઓ કઈ ગામમાં ગયા, ત્યાં ઉપાશ્રય નથી, જેનોનાં ઘર નથી, ત્યાં એક દિવસ રહેવાનું છે, રહેવા માટે મકાન જોઈએ. સાધુઓ મકાનની ગવેષણા કરે છે. દોષરહિત મકાન મળી જાય છે. મકાનમાલિક મકાનમાં રહેવાની રજા આપે છે. પણ તે મકાનનો માલિક કસાઈ છે! મકાન એવી શેરીમાં આવેલું છે કે જે શેરીમાં એક છેડે કતલખાનું છે તો એના મકાનમાં ન રહેવાય.
દા.ત. એક ધર્મશાળા છે. સાર્વજનિક છે. એ ધર્મશાળામાં તાપસી, સંન્યાસીઓ વગેરે રહેલા છે. સાધુઓએ એવા સ્થાનમાં ન રહેવું જોઈએ. જે સાધુઓ
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨પ
પ્રશમરતિ ગીતાર્થ નથી, પરિપક્વ નથી એવા સાધુઓ પેલા સંન્યાસીઓ વગેરેના આચરણને જોઈને ભ્રમિત થવાની સંભાવના રહે છે. અલબત્ત એ સ્થાન નિર્દોષ છે, છતાં સમ્યગુદર્શનને ક્ષતિ પહોંચવાની સંભાવના હોવાથી વર્ય બની જાય છે. આવું સ્થાન જ્ઞાનોપાસના માટે પણ ઉપયુક્ત નથી હોતું. અનેક મુસાફરોની અવરજવરથી સ્વાધ્યાયનો વ્યાઘાત થાય છે.
કથ્ય પણ અકથ્ય ક્યારે બને છે, કેવી રીતે બને છે, તેનાં આ ઉદાહરણ છે. આ દૃષ્ટિથી સાધુએ કથ્ય અકથ્યનો ભેદ કરવાનો છે. આ દષ્ટિથી જીવન જીવનાર સાધુ નિર્વિક્નપણે મોક્ષયાત્રામાં આગળ વધતો રહે છે.
किंचिच्छुद्धं कल्यमकल्प्यं स्यात्स्यादकल्प्यमपि कल्प्यम् ।
- પિ: શિષ્ય વસ્ત્ર વા એપના યા 119૪T અર્થ : ભોજન, મકાન, વસ્ત્ર, પાત્ર કે પધ વગેરે કોઈ વસ્તુ શુદ્ધ કપ્ય હોય છતાં અફધ્ય બની જાય છે અને અકલ્પ હોવા છતાં કષ્પ બની જાય છે.
વિવેચન : હે મુનિરાજ, ભલે તમે ગોચરીના ૪૨ દોષ ટાળીને ધી, દૂધ, દહીં અને ગોળ-ખાંડ વગેરે આહાર લાવી શકતા હો, પરંતુ તે છતાં તમારે તેવો આહાર ન લેવો જોઈએ. એમ ન વિચારવું જોઈએ કે “જિનાજ્ઞા તો નિર્દોષ આહાર ગ્રહણ કરવાની છે, હું દોષરહિત ભિક્ષા લાવું છું. પછી ઘી-દૂધ વગેરે અકથ્ય કેમ?'
જેવી રીતે દોષયુક્ત આહાર મનના અધ્યવસાયને અશુભ અને અસ્થિર કરે છે માટે તે અકથ્ય છે, તેવી રીતે ઘી-દૂધ-દહીં વગેરે માદક પદાર્થો પણ મનના અધ્યવસાયન અશુભ અને અસ્થિર બનાવે છે માટે અકથ્ય છે. મન
જ્યાં અશુભ અને અસ્થિર બન્યું, ત્યાં સંયમ-જીવન સુરક્ષિત ન રહે ઇન્દ્રિયો પ્રશાન્ત ન રહે, સંયમયોગોની આરાધનામાં અપ્રમત્તતા ન રહે.
દૂધ-દહીં-ઘી-ગોળ વગેરેને વિકૃતિ' (વિગઈ) કહેવામાં આવ્યાં છે. તે પદાર્થોનો આહાર કરનારનાં તન-મન વિકારોથી વ્યાપ્ત થઈ જાય છે માટે તેને વિકૃતિ' કહેવામાં આવે છે. એ વિકૃત-ભોજન ભલે ૪૨ દોપાથી રહિત મળતું હોય છતાં અકથ્ય છે.
પરંતુ જો વંદ્ય બીમાર સાધુને દૂધ-દહીં કે ઘી વગેરે લેવાનું કહે તો એ બીમાર સાધુ માટે કહ્ય છે! બાલ મુનિ હોય કે વયોવૃદ્ધ મુનિ હોય તો એમના માટે પણ ઉપ્ય છે.
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨પ૭
કલધ્ય-અકથ્ય
એવી રીતે જે વસ્ત્રો (રેશમી વગેરે) શુદ્ધ મળતાં હોવા છતાં સાધુ માટે અકથ્ય છે, તે વસ્ત્રો બીમારી વગેરે કારણે કચ્ય બને છે. જે ઉપાશ્રય કે મકાન સાધુ માટે યોગ્ય ન હોય છતાં વિશિષ્ટ કારણે સાધુ એ મકાનમાં રહી શકે છે. જે પાત્ર (ધાતુ વગેરેનાં) સાધુના ઉપયોગમાં નથી આવી શકતાં, તે પાત્ર વિશિષ્ટ કારણે સાધુના ઉપયોગમાં આવી શકે છે. જે ઔષધ સાધુ ન વાપરી શકે તે ઔષધ એવી ગાઢ બીમારીના કારણે સાધુ વાપરી શકે છે. આ રીતે, અકથ્ય એવું ભોજન, મકાન, વસ્ત્ર, પાત્ર અને દવા વગેરે વિશિષ્ટ સંયોગોમાં કષ્ય બની શકે છે. એ વિશિષ્ટ સંયોગોનો નિર્ણય ગીતાર્થ મુનિ કરી શકે છે.
કલ્પ અને અકથ્યનો નિર્ણય ઉત્સર્ગમાર્ગ અને અપવાદ-માર્ગના જ્ઞાતા એવા પ્રજ્ઞાવંત શ્રમણો કરી શકે. ગમે તે સાધુ કે સાધ્વી કથ્યને અકથ્ય કે અકથ્યને કથ્થુ ન માની શકે. એમના માટે તો ગીતાર્થ ગુરુજનોના માર્ગદર્શન મુજબ કથ્ય-અકથ્યનો નિર્ણય બંધનકર્તા હોય છે.
આ રીતે કથ્ય અને અકથ્યના નિયમો એકાંતિક નથી. એક નિયમ સહુના માટે બંધનકર્તા નથી. એના માટે મધ્ય હોય તે બીજાના માટે કચ્ય બની શકે. એટલે કથ્ય-અકથ્યના વિષયમાં કોઈનું અનુકરણ ન કરવું જોઈએ. એવી રીતે કોઈની નિંદા ન કરવી જોઈએ.
ફલાણા સાધુ આ વસ્તુ વાપરે છે તો આપણને વાપરવામાં શો વાંધો?' અથવા “અમુક સાધુ અમુક વસ્તુ નથી વાપરતા તો આપણાથી કેમ વપરાય?” આવું અનુકરણ ન કરવું જોઈએ.
અમુક સાધુઓ તો અકથ્ય વાપરે છે...આવું તો ન જ વપરાય...આવી જગાયે તો ન જ રહેવાય...' આવી નિન્દાઓ ન કરવી જોઈએ. કથ્ય અને અકલ્પના નિયમો ત્રિકાલાબાધિત નથી. રોગથી આક્રાન્ત સાધુને સચિત્ત અને મિશ્ર ઔષધ લેવાનું પણ કપ્ય બતાવવામાં આવ્યું છે. એ અપવાદ-માર્ગ છે. એ અપવાદમાર્ગનું અવલંબન ક્યારે, કેવી રીતે અને કેટલું લેવું, તે અંગે આગમ ગ્રન્થોમાં માર્ગદર્શન આપવામાં આવેલું છે. અપવાદમાર્ગનું આલંબન પણ શાસ્ત્રદૃષ્ટિથી જ લેવાનું છે. જેવી રીતે ઉત્સર્ગ-માર્ગ મોક્ષમાર્ગ છે તેવી રીતે અપવાદમાર્ગ પણ મોક્ષમાર્ગ છે. એકલો ઉત્સર્ગમાર્ગ મોક્ષમાર્ગ નથી, એકલ અપવાદમાર્ગ મોક્ષમાર્ગ નથી. બંને એકબીજાને સાપેક્ષપણે મોક્ષમાર્ગ બને છે. કથ્ય અને અકથ્યના વિષયમાં અનેકાન્તદષ્ટિ આપીને ગ્રન્થકાર મહર્ષિ કણ્યાકથ્યના વિષયમાં અનાગ્રહી બનવાનો ઉપદેશ આપે છે.
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
પ્રશમરતિ અલબત્ત, આ વિષયમાં વિશેષ સ્પષ્ટતા મેળવવા માટે આગમ-ગ્રન્થનું અધ્યયન હોવું અનિવાર્ય છે. આગમ ગ્રન્થોના અધ્યયન સાથે આગમિક વાતોને એના સંદર્ભમાં સમજવાની સૂમ પ્રજ્ઞા હોવી જરૂરી છે. મોક્ષમાર્ગની આરાધનામાં શું સહાયક બને છે અને શું વિઘાતક બને છે-આનો નિર્ણય કરનારી સૂક્ષ્મ બુદ્ધિ હોય તો જ મનુષ્ય મોક્ષમાર્ગ પ્રગતિ સાધી શકે.
કર્ણ અને અકથ્યનો વિચાર અનેક અપેક્ષાએ કરવાનો નિર્દેશ કરતા ગ્રન્થ કાર હવે તે અપેક્ષાઓ બતાવી રહ્યા છે.
देशं कालं पुरुपमवस्थामुपधातशुद्धपरिणामान्। प्रसमीक्ष्य भवति कल्प्यं नैकान्तात् कल्प्यते कल्प्यम् ।।१४६।। અર્થ : દેશ, કાલ, પુષ્પ, અવસ્થા, ઉપઘાત અને શુદ્ધપરિણામની સમ્યગુ આલોચના કરીને કષ્ય કહ્યું છે. એકાન્ત કચ્છ કલ્પતું નથી.
વિવેચન : ભિક્ષા, વસ્ત્ર, પાત્ર અને મકાન આદિના કષ્ણ-અકથ્યના વિષયમાં અહીં ગ્રન્થકાર મહાત્મા છે અપેક્ષાઓથી વિચારવાનું કહે છે. આપણે એક-એક અપેક્ષાનો અહીં વિચાર કરીશું.
૧. દેશ : એક દેશમાં એક વસ્તુ સાધુના માટે અકથ્ય હોય તે વસ્તુ બીજા દેશમાં કપ્ય બની શકે. અર્થાત્ સાધુ એ વસ્તુ ગ્રહણ કરી શકે. વર્તમાનકાલીન શ્રમના સંઘમાં આ અપેક્ષાએ વિચાર થતો નથી એટલે કે ગુજરાતમાં જે અકલ્પ ગણાતું હોય તે બંગાલ અને બિહારમાં પણ અકથ્ય જ ગણાય છે. પૂર્વના દેશોમાં જે અકથ્ય મનાતું હોય તે દક્ષિણના દેશોમાં પણ અકથ્ય મનાય છે.
૨. કાળ : સુકાળમાં જે વસ્તુ અકથ્ય ગણાતી હોય તે વસ્તુ દુષ્કાળમાં કપ્ય બની શકે છે. દુકાળમાં જ્યારે કથ્ય ભોજનનો અભાવ હોય ત્યારે અકથ્ય પણ કષ્ય બની શકે છે. વર્તમાનકાળમાં, આવા દુષ્કાળનો સંભવ નથી હોતો કારણ કે એક પ્રદેશમાં દુષ્કાળ પડે છે ત્યારે બીજા પ્રદેશોમાંથી તત્કાલ ધાન્યનો પુરવઠો પહોંચાડવામાં આવે છે. યાતાયાતનાં ઝડપી સાધન ઉપલબ્ધ હોવાથી કોઈ પ્રાન્ત કે રાજ્યની પ્રજાને ભૂખે મરવાનું પ્રાય: બનતું નથી.
૩. પુરુષ : પ્રાચીનકાળમાં રાજાઓ, મહામંત્રીઓ, શ્રેષ્ઠીઓ જ્યારે સંસારનો ત્યાગ કરી શ્રમણ બનતા હતા, તેમના માટે ગીતાર્થ ગુરુજનો, તેમની શારીરિક ક્ષમતાનો વિચાર કરી કમ્બ-અકથ્યનો નિર્ણય કરતા હતા. બીજાઓ માટે અકથ્ય વસ્તુ રાજર્ષિ જેવાઓ માટે કપ્ય બનતી હતી.
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પ-અકલ્પ્ય
૨૫૯
૪. અવસ્થા : ધર્મગ્રન્થોમાં મુખ્યત્વે ત્રણ અવસ્થાઓનો વિશેષ વિચાર કરવામાં આવેલો છે. ૧. બાલ્યાવસ્થા ૨. ગ્લાનાવસ્થા. અને ૩. વૃદ્ધાવસ્થા,
આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેનારા બાલસાધુઓ માટે અપવાદરૂપે અકલ્પ્ય પણ કલ્પ્ય બને છે. યુવાન શ્રમણો માટે જે ઘી-દૂધ-દહીં વગેરે અકલ્પ્ય ગણાય છે તે ઘી-દૂધ વગેરે બાલ શ્રમણો માટે કલ્પ્ય ગણાય છે, આઠ વર્ષથી સોળ વર્ષ સુધીના શ્રમણો માટે ઘી-દૂધ વગેરેની છૂટ આપવામાં આવી છે. એવી રીતે વસ્ત્ર અને પાત્રના વિષયમાં પણ બાલ શ્રમણો માટે કેટલાક અપવાદો છે.
ગ્લાન-બીમાર સાધુના માટે તો ઘણું-ઘણું અકલ્પ્ય કલ્પ્ય બને છે. વૈદ્ય કે ડૉક્ટરોનાં સૂચનોનો અમલ કરવો આવશ્યક હોય છે. વસ્ત્ર-પાત્ર અને મકાનના વિષયમાં પણ ઘણું અકલ્પ્ય કલ્પ્ય બને છે.
૭૦ વર્ષની ઉંમર થઈ એટલે વૃદ્ધાવસ્થા કહેવાય. આવા વૃદ્ધ શ્રમણો માટે પણ કેટલુંક અકલ્પ્ય કલ્પ્ય બને છે. એમના માટે જ્ઞાનીપુરુષોએ ઘણા અપવાદો સૂચવ્યા છે. વૃદ્ધ શ્રમણોની સમતા-સમાધિ જળવાય એ રીતે તેઓને ભિક્ષા, વસ્ત્ર, પાત્ર વગેરેનો ઉપયોગ કરવાનો છે.
૫. ઉપથાત : ઉપઘાત એટલે સુક્ષ્મ જીવોથી સશક્ત મકાન, વસ્ત્ર વગેરે હોય તો તે અકલ્પ્ય બને છે. એટલે કે મકાનમાં કુંથુઆ, માંકડ વગેરે થયા હોય, પરંતુ બીજું કોઈ મકાન ન મળતું હોય તો માંકડવાળા મકાનમાં પણ જયણાપૂર્વક રહે. સાંધેલાં વસ્ત્ર-પાત્ર અકલ્પ્ય હોવા છતાં, બીજા વસ્ત્ર-પાત્ર ન મળતાં હોય તો અકલ્પ્ય પણ કલ્પ્ય બને છે.
૬. શુદ્ધ પરિણામ : અકથ્યને પણ ગ્રહણ કરતાં, ચિત્તના અધ્યવસાયો વિશુદ્ધ જોઈએ, નિષ્કપટ હૃદયથી, અપવાદ માર્ગે અકલ્પ્ય પણ ગ્રહણ કરી શકે. વાસ્તવમાં એવું કોઈ વિશેષ કારણ ન હોય, છતાં એવું કોઈ કારણ ઉપસ્થિત કરીને જો અકલ્પ્ય ગ્રહણ કરે તો તે દોષિત બને છે. એટલે કોઈ પણ અપવાદનું આલંબન લેતાં હૃદય કપટરહિત હોવું જોઈએ.
દેશ, કાલ વગેરેની અપેક્ષાઓના વિચાર શાસ્ત્રસંમત હોવા જોઈએ. જ્યારે જ્યારે એવી અપેક્ષાએ અકલ્પ્ય ગ્રહણ કરવું પડે ત્યારે અબૂઝ અજ્ઞાની લોકો અને અગીતાર્થ સાધુઓ અધર્મ ન પામે, એમના મનમાં વિસંવાદ પેદા ન થાય, એવી કાળજી રાખવી જોઈએ એટલે અપવાદનું આલંબન જ્ઞાની એવા ગીતાર્થ પુરુષો જ લઈ શકે.
સાધુ-સાધ્વીએ ગીતાર્થ બનીને જીવવાનું છે અથવા ગીતાર્થ મહાપુરુષોની
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬o
પ્રશમરતિ નિશ્રામાં જીવવાનું છે. જે સ્વયં ગીતાર્થ નથી અથવા ગીતાર્થની નિશ્રામાં રહેતો નથી તે મોક્ષમાર્ગની આરાધક બની શકતો નથી. મોક્ષમાર્ગની આરાધનામાં ઉત્સર્ગ-અપવાદના અને નિશ્ચય-વ્યવહારના જ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા હોય છે .
કહ્યું અને અકથ્યનો વિધિ નિરપેક્ષ નથી, સાપેક્ષ છે, આ વાત ગ્રન્થકારે અને ટીકાકારે ખૂબ સ્પષ્ટતાથી સમજાવી છે. દરેક સાધુ સાધ્વીએ આ વાતોનું ચિંતન-મનન કરીને પોતાના જીવનમાર્ગને પ્રશસ્ત કરવો જોઈએ.
સાચો પુરુષાર્થ तच्चिन्त्यं तद्भाष्यं तत्कार्य भवति सर्वथा यतिना।
नात्मपरोभयवाधकमिह यत्परतश्च सर्वाद्धम् ।।१४७ ।। અર્થ : મુનિએ સર્વથા તે જ વિચારવું જોઈએ, તે જ બોલવું જોઈએ અને તે જ કરવું જોઈએ કે જે આ લોકમાં અને પરલોકમાં, સર્વદા પોતાને, બીજાને અને ઉભયને દુ:ખદાયી ન બને.
વિવેદન : તમે જો મુનિરાજ છો તો તમારે સતત તમારા વિચારોનું નિરીક્ષણ કરવું જોઈએ. એ સાવધાની રાખવી જોઈએ કે પ્રિયસંયોગના અને પ્રિયવિયોગના વિચારો તમારા મનનો કબજો ન લઈ લે. અપ્રિયસંયોગ અને અપ્રિય વિયોગના વિચારો તમારા મનને અશાંત ન બનાવી મૂકે.
તમને જે વ્યક્તિ કે જે વસ્તુ પ્રિય છે, તમને તેના સમાગમની ઇચ્છા રહેવાની. એ મેળવવા તમે સતત વિચારો કરવાના. તે મળી ગયા પછી એનો વિયોગ ન થાય એ માટે તમે ચિંતાતુર રહેવાના. વિયોગ થઈ ગયા પછી તમે શકાકુલ બની જવાના! એવી રીતે તમને જે અપ્રિય છે અને તમને વળગ્યું છે, તમે એનાથી છૂટવાના વિચારો કરવાના છૂટી ગયા પછી, ફરીથી એ અપ્રિય ન વળગે તે અંગે ચિંતા કરવાના. આ રીતે પ્રિય-અપ્રિયના સંયોગ-વિયોગના વિચારોથી તમારું મન એવું ચંચળ, અસ્થિર અને વિહ્વળ બની જવાનું કે તમે તમારા સંયમયોગોમાં સ્થિરતા પ્રાપ્ત નહીં કરી શકો. અનંત-અનંત પાપકર્મોથી તમારો પવિત્ર આત્મા બંધાઈ જવાનો...પાપ-કર્મોનું પરિણામ તો તમે જાણો છો..માટે મનમાં આવાં કોઈ અશુભ વિચાર ન પ્રવેશી જાય એ માટે સતત જાગ્રત રહેજો, જો જાગૃતિ ન રહી તો એ પ્રિયાપ્રિયના વિચારોમાંથી હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્ય અને પરિગ્રહના વિચારો મન ઉપર અધિકાર જમાવી
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચો પુરુષાર્થ લેશે.. તમે મહાવ્રતધારી છો, જો હિંસા વગેરે ના વિચારોનું મનમાં તાંડવનૃત્ય ચાલ્યું તો તમારા મહાવ્રતો નષ્ટ થઈ જવાનાં, તમારું જીવન નિઃસાર બની જવાનું. તમે સંસારમાં ભટકતા થઈ જવાના.
તમે ધર્મધ્યાનમાં તમારા મનને રમતું રાખો. જિનાજ્ઞાઓનો વિચાર કરો. કર્મબંધના હેતુઓનો વિચાર કરો. કર્મોનાં પરિણામોનો વિચાર કરો. સમગ્ર ચૌદ રાજલોકના સ્વરૂપનું ચિંતન કરો. પંચપરમેષ્ઠિ ભગવંતોની ગુણસમૃદ્ધિના વિચાર કરો. જીવના અનંતકાલીન ભવ-ભ્રમણનો વિચાર કરો. કર્મોને પરાધીન જીવાત્માઓની દુર્ગતિઓમાં થતી ઘોર કર્થનાનો વિચાર કર.
જેવી રીતે વિચારોને પવિત્ર રાખવાના છે તેવી રીતે વાણીને પણ પવિત્ર રાખવાની છે. તમે જેટલા વધારે મૌન રહી શકો તેટલો વધારે આધ્યાત્મિક વિકાસ સાધી શકો. ખૂબ આછું બોલો. બોલવામાં તમારે જાગ્રત રહેવું પડશે.
ક્યારે પણ અસત્ય ન બોલશો. અહિતકારી ન બોલશો. અપ્રિય ન બોલશો. તમે જાણો છો ને કે મનુષ્ય ક્રોધાવેશમાં અસત્ય બોલી જાય છે? લોભદશામાં તણાયેલો મનુષ્ય અસત્ય બોલી જાય છે. ભયથી અને લોભથી પણ અસત્ય બોલી જાય છે. માટે તમે ક્રોધ-ભય અને લોભમાં તણાશો નહીં. હસવામાં પણ જૂઠ ન બોલાઈ જાય તેની તકેદારી રાખ
એવું અને એટલું જ બોલજો જેથી તમે કોઈ આફતમાં ન ફસાઈ જાઓ. પાપકર્મો બંધાઈ ન જાય, આટલી તકેદારી તમારા જીવનમાં હોવી અત્યંત આવશ્યક છે.
તમારા શરીરને-પાંચેય ઇન્દ્રિયોને પણ તમારે સંયમમાં રાખવાની છે. તમને ખ્યાલ હોવો જ જોઈએ કે પ્રમાદમાં પ્રવર્તતી ઇન્દ્રિયો અને કાયા, કેવા પાપકર્મો બંધાવે છે. તમારી આ સમજણ ખૂબ સ્પષ્ટ હોવી જોઈએ કે અશુભ અને પાપમય પ્રવૃત્તિઓમાં પ્રવર્તતી ઇન્દ્રિયો કેવા મોટા અનર્થો સર્જે છે.
માત્ર પરલોકની દૃષ્ટિએ જ નહીં, વર્તમાન જીવનની દૃષ્ટિએ પણ તમારે વિચારવાનું છે. મનમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવાથી, અસત્ય, અહિતકારી અને અપ્રિય વાણી ઉચ્ચારવાથી અને શરીરથી અસંયમની પ્રવૃત્તિ કરવાથી વર્તમાન જીવન પણ કેવું અશાન્તિભર્યું અને અનર્થકારી બની જાય છે, એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ.
અનેક પ્રકારના માનસિક રોગો આર્ત-રૌદ્ર વિચારોનું પરિણામ છે. એ વાત સમજી લે, અનેકવિધ પારિવારિક અને સામાજિક ક્લેશ, અસત્ય-અભદ્ર
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ અને કર્કશ વાણીને આભારી છે. આ વાત તમે વિચારી લેજે. અનેક શારીરિક રોગો અને સમસ્યાઓ મનુષ્યની અસંયમી કાયિક પ્રવૃત્તિઓને આભારી છે, આ વાત પર વિશ્વાસ કર.
તમે મુનિરાજ બન્યા છે. સંસારનાં બંધનો તોડી આત્માને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત બનાવવા તમે સંયમનો માર્ગ લીધો છે. નિર્મમ અને નિઃસ્પૃહ બની તમારે જીવનયાત્રા, કર્યે જવાની છે. જો તમે મન-વચન કાયાને શુભમાં પ્રવર્તાવશો, અશુભમાં જતાં અટકાવશે તો તમારું સંયમજીવન સફળ બની જશે. તમે આત્માનંદ અનુભવી શકશો. તમે અપૂર્વ ચિત્તપ્રસન્નતા અનુભવી શકશો.
વિષયોનાં પ્રત્યાખ્યાન
सर्वार्थेष्विन्द्रियसंगतेषु वैराग्यमार्गविघ्नेषु । परिसंख्यानं कार्य कार्यं परमिच्छता नियतम् ।।१४८ ।। અર્થ : ઉત્કૃષ્ટ અને શાશ્વતું કાર્ય મોક્ષના અભિલાપી મુનિએ, વૈરાગ્યના માર્ગમાં વિઘ્ન કરનારા ઇન્દ્રિયસંબંધી વિષયોમાં સર્વદા પ્રત્યાખ્યાન કરવું જોઈએ.
વિવેચન : આ માનવજીવનમાં તમે કયું કાર્ય સિદ્ધ કરવા ઇચ્છો છો? અનિશ્ચિત સ્થિતિમાં ન રહો. નિર્ણય કરી લો. ગંભીરતાથી વિચાર કરીને નિર્ણય કરો. એ નિર્ણય કરીને, નિશ્ચિત કરેલા કાર્યને પાર પાડવા કટિબદ્ધ બનો.
ભૂલેચૂકે પણ ધનાઢ્ય-શ્રીમંત બનવાનો નિર્ણય ન કરતાં, અર્થ-પુરુષાર્થ ખૂબ વિષમતાઓથી ભરેલો છે. ધન કમાવામાં તન-મનની ખુવારી થઈ જાય છે. કમાયેલા ધનની સુરક્ષામાં મન અનેક પાપ-વિચારોથી મલિન થઈ જાય છે. હિંસા-જૂઠ વગેરે પાપોના આચરણથી અનેક ભય અને સંતાપથી જીવ ઘેરાઈ જાય છે. મેળવેલું ધન કાયમ ટકતું નથી, જ્યારે ધન ચાલ્યું જાય છે, ત્યારે જીવ ઐશ્વર્ય બેબાકળો બની જાય છે. અનેક અનર્થો સર્જાય છે. ભલેને દેવાનું હોય, છતાં તે વિનાશી છે અને ક્લેશ કરાવનારું છે.
ભલે ગૃહસ્થ પોતાની આજીવિકા પુરતો અર્થપુરુષાર્થ કરે, એનું લક્ષ્ય અર્થપુરુષાર્થ ન હોય, લક્ષ્ય તો “મોક્ષ પ્રાપ્તિનું જ હોય. જો ધન-સંપત્તિના વ્યામોહમાં જીવ ફસાયો તો એ પોતાનાં તન-મન ખુવાર ફરી નાંખવાનો! પોતાના પરલોકને અંધકારમય બનાવી દેવાનો. મોક્ષથી અસંખ્ય યોજન દૂર ફેંકાઈ જવાનો.
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયોનાં પ્રત્યાખ્યાન
૨૬૩
જો મનુષ્ય કામપુરુષાર્થ ત૨ફ આકર્ષાયો અને પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખોનો ઉપભોગ જ એનું લક્ષ્ય બની ગયું તો તે દુ:ખી-દુ:ખી થઈ જવાનો. વૈયિક સુખો ખરેખર તો દુઃખરૂપ જ છે. એનું પરિણામ પણ દુઃખ છે ! ક્ષણિકવિનાશી સુખોની ખાતર દીર્ઘકાલીન દુઃખોને નોતરવાની ભૂલ ન કરવી જોઈએ. અનિવાર્યરૂપે જે વૈયિક સુખો ભોગવવાં પડે તે ક્ષમ્ય છે, વૈયિક સુખો જીવનનું લક્ષ્ય ન બનવું જોઈએ.
અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ માનવજીવનના આદર્શ ન બનવા જોઈએ. માત્ર સાધનરૂપે જ એનો સ્વીકાર કરવાનો છે, તે પણ મમતા વિના! આસક્તિ વિના! અર્થ અને કામની ઉપાદેયતાનો ક્યારે ય સ્વીકાર નથી કરવાનો. ‘અર્થ અને કામ ત્યાજ્ય છે-' આ ભાવ મનમાં અખંડ રહેવા જોઈએ.
ત્રીજો પુરુષાર્થ છે ધર્મપુરુષાર્થ, ધર્મના બે પ્રકારો છે; એક પ્રકાર છે અભ્યુદયસાધક ધર્મનો, બીજો પ્રકાર છે નિઃશ્રેયસાધક ધર્મનો. જે ધર્મના આરાધનથી ભૌતિક-સુખોની પ્રાપ્તિ થાય છે તે ધર્મ પણ એકાંત ઉપાદેય નથી. જે ધર્મના આચરણથી પુણ્યકર્મો બંધાય અને એ પુણ્યકર્મોના ઉદયથી વૈયિક સુખોની પ્રાપ્તિ થાય, તે ધર્મ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં બાધક બને છે. કારણ કે પ્રાપ્ત થયેલાં વૈષયિક સુખોમાં પ્રાયઃ જીવાત્મા મોહમૂઢ બને છે અને તીવ્ર રાગ-દ્રુપ કરી દુર્ગતિમાં ચાલ્યો જાય છે.
ધર્મનો બીજો પ્રકાર છે નિઃશ્રેયસાધક ધર્મ! મોક્ષસાધક ધર્મ! આ મોક્ષસાધક ધર્મને મોક્ષપુરુષાર્થ કહેવામાં આવ્યો છે. જે ધર્મની આરાધનાથી આત્મા પર લાગેલાં કર્મોનો નાશ થાય અને આત્માના જ્ઞાનાદિ ગુણોનો આવિર્ભાવ થાય, તે ધર્મની આરાધના એકાંત ઉપાદેય છે. તમારો નિર્ણય આ મોક્ષપુરુષાર્થ કરી લેવાનો થવો જોઈએ. ‘આ માનવજીવનમાં મારે મોક્ષપુરુષાર્થ કરવો છે, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે.’ આવો દૃઢ નિર્ણય કરવાનો છે.
આ મોક્ષપુરુષાર્થમાં અવરોધક છે પાંચ ઇન્દ્રિયોના વિષયોઃ શબ્દ-રૂપ-૨સગંધ ને સ્પર્શ, મોક્ષપ્રાપ્તિનો રાજમાર્ગ છે વૈરાગ્ય! પાંચ ઇન્દ્રિયોના તમામ વિષયો પ્રત્યે વૈરાગ્ય! વિષયવિરાગને અખંડ રાખનાર જીવાત્મા જ મોક્ષ પામી શકે છે. વિષયવિરાગને અખંડ રાખવા માટે એ શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના વિષયોની નિઃસારતા જાણવી જોઈએ અને એ વિષયોનો ત્યાગ કરવો જોઇએ. કોઈ એક વિષય પ્રત્યે પણ રાગ ન થઈ જાય, મમતા ન બંધાઈ જાય એ માટે જાગ્રત રહેવું જોઇએ.
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
પ્રશમરતિ વિષયરાગ મોક્ષમાર્ગમાં નડતું મોટામાં મોટું વિઘ્ન છે. એ વિપ્નથી બચવા માટે સાધકે પોતાના લક્ષને સતત યાદ રાખવું જોઈએ. એ વિષયોની માયાજાળને સમજીને એમાં ફસાવું ન જોઈએ. તે માટે નીચે પ્રમાણે ચિંતન કરવું જોઈએ - ૧. પાંચ ઇન્દ્રિયોના વિષયો નિઃસાર છે. ૨. વિષયોનો ઉપભોગ તાલપુટ ઝેર જેવો ભયાનક છે. ૩. વિષયલંપટતા જીવાત્માને દુર્ગતિમાં લઈ જાય છે. ૪. વિષયોની વાસનાથી મુક્ત મન મોક્ષપુરુષાર્થમાં સહાયક બને છે.
૫. વિષયોની પ્રતિજ્ઞાપૂર્વક કરેલો ત્યાગ વિષયાસક્તિને નાબૂદ કરે છે. જો શ્રેષ્ઠ-શાશ્વતું સુખની તીવ્ર અભિલાષા છે તો વિષયોનો મન-વચન-કાયાથી ત્યાગ કરો.
બાર ભાવનાઓ भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वे। अशुचित्वं संसारः कर्माश्रवसंवरविधिश्च ।।१४९ ।।
निर्जरणलोकविस्तर-धर्मस्वाख्याततत्त्वचिन्ताश्च ।
बोधेः सुदुर्लभत्वं च भावना द्वादश विशुद्धाः ।।१५०।। અર્થ : અનિત્યતા, અશરણતા, એકત્વ, અન્યત્વ, અશુચિતા, સંસાર, આવ, સંવર, નિર્જરા, લોકવિસ્તાર, સ્વાખ્યાત ધર્મનું ચિંતન અને બોધિદુર્લભતા, આ બાર વિશુદ્ધ ભાવનાઓ છે, તેની સતત અનુપ્રેક્ષા કરવી જોઈએ.
વિવેવન : એક જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો : 'અમને તો હમેશાં પસા, સ્ત્રી, સ્નેહી-સ્વજન શરીર..આ બધાંના જ વિચારો આવે છે. આ વિચારો ન કરવા જોઈએ, એ જાણીએ છીએ પરંતુ આ વિચારો છૂટતા નથી અને સારા વિચારો કેવા કરવા, એ સમજાતું નથી.”
અશુભ વિચારોથી મનને મુક્ત કરવા માટે મને ખૂબ ખરાબ વિચારો આવે છે..' એમ રોવા માત્રથી મન અશુભ વિચારોથી મુક્ત નહીં થાય. એ માટે તો શુભ-પવિત્ર વિચાર કરવાનો અભ્યાસ કરવો પડે. અહીં ગ્રન્થકાર એવા બાર પ્રકારના શુભ વિચારો બતાવી રહ્યા છે. એ બતાવીને કહે છે : “તમે સતત આ વિચારો આ ચિંતન-મનન કરતા રહેજો.”
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૫
બાર ભાવનાઓ
આ બાર ભાવનાઓને સંક્ષેપમાં વિચારીને પછી એક-એક ભાવના પર વિસ્તારથી ચિંતન કરીશું.
અનિત્યતા : “આ સંસારમાં સર્વ સ્થાનો અને સર્વ ભાવો અનિત્ય છે. કંઈ નિત્ય નથી, કંઈ શાશ્વતું નથી.' આ વિષયનું ચિંતન કરવાનું.
અશરણતા : “જન્મ-જરા અને મૃત્યુના બંધનમાં જકડાયેલા જીવને જન્માદિથી બચાવનાર આ સંસારમાં કોઈ નથી, જીવ અશરણ છે.' આ વિચારવાનું.
એકત્વ: ‘હું એકલો જ છું, એકલો જન્મ છું, સુખ-દુઃખ એકલો અનુભવું છું અને એફલાં મરું છું.’ આ વિષય પર મનન કરવાનું.
અન્યત્વ : હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવ-સંપત્તિથી અને શરીરથી જુદો છું. આમાંનું કોઈ મારું નથી.” આ વિચારને વાગોળવાનો.
અશુચિતા : “આ શરીર બિભત્સ પદાર્થોની ભરેલું છે. શરીરમાં બધું જ અપવિત્ર અને ગંદું ભરેલું છે.' આ રીતે શરીરની અપવિત્રતા વિચારવાની.
સંસાર : “આ સંસારના સંબંધો પરિવર્તનશીલ છે...મા મરીને પુત્રી થાય. બહેન થાય...પત્ની થાય..' સંસારની પરિવર્તનશીલતા વિચારવાની,
આશ્રવ : ‘મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદનાં કારોમાંથી કર્મો આત્મામાં વહી આવે છે, આત્મા કર્મોથી બંધાય છે. આ વિચારવાનું.
સંવર : “આ આશ્રવનાં દ્વારોને સમ્યક્ત, વિરતિ, ક્ષમાદિધર્મ, અપ્રમાદ આદિથી બંધ કરી દઉં તો આત્મામાં કામ આવતાં અટકે'. આ રીતે આશ્રવધારોને બંધ કરવાના મનોરથ કરવાના.
નિર્જરા : “આશ્રવ-હારો બંધ કર્યા પછી, આત્મામાં રહેલાં કર્મોનો નિકાલ કરવા માટે, તપશ્ચર્યા કરે.' કર્મોનો નાશ કરવાના ઉપાયો વિચારવાના.
લોકવિસ્તાર : ચૌદ રાજલોકનું ચિંતન કરવાનું. ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં આપણા જીવે કેવાં કેવાં જન્મ-મરણ કર્યા છે..એ વિચારવાનું.
ધર્મચિંતન: ભવ્યજીવોના ઉપકાર માટે સર્વજ્ઞ પરમાત્માએ કેવા નિર્દોષ ધર્મ બતાવ્યો છે..એનું હૃદયસ્પર્શી ચિંતન કરવાનું.
બોધિદુર્લભતા મનુષ્યજન્મ, કર્મભૂમિ, આર્યદેશ, ઉચ્ચકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા. આ બધું મળવા છતાં સમ્યગદર્શન-જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે, એ વિચારવાનું.
શુભ.પવિત્ર વિચાર કરવાનાં આ બાર કેન્દ્રો છે. કોઈપણ એક કેન્દ્રને
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
પ્રશમતિ
નક્કી કરીને તમે વિચારો કરવા લાગો. તમારું મન પવિત્ર બનશે. અશુભ કર્મોનાં બંધનથી તમે બચી જશો. તમારાં આત્મભાવ નિર્મળ બનશે. આ બાર પ્રકારના વિચારો તમારે રોજ ફરવા જોઈએ.
આ વિચારો તીવ્ર રાગ-દ્વેષની પરિણતિ તોડી નાંખશે. આ વિચારોને વારંવાર કરનાર અલ્પજ્ઞાની આત્મા પણ પરમ સુખ અનુભવે છે, જ્યારે આ ભાવનાઓને નહીં ભાવનાર મોટો શાસ્ત્રજ્ઞાની પણ ઘોર અશાન્તિ અનુભવે છે. આ ભાવનાઓ વિના ઘોર તપ કરનાર તપસ્વી પણ આંતરપ્રસન્નતા અનુભવી શકતો નથી. આ ભાવનાઓ નહીં ભાવનાર મોટો દાનેશ્વરી પણ આંતરવ્યથાથી મુક્ત થઈ શકતો નથી. આ ભાવનાઓથી આત્માને જે ભાવિત નથી કરતો એ બ્રહ્મચારી પણ આંતરસુખ પામી શકતો નથી. આ ભાવનાઓને પોતાના શ્વાસોચ્છવાસમાં જે મુનિ વણી લેતો નથી તે મુનિ સંયમ ક્રિયાઓ કરવા છતાં આત્મભાવમાં ઠરી શકતો નથી.
ગ્રન્થકાર મહર્ષિ હવે એક-એક ફારિકા દ્વારા એક-એક ભાવનાને સ્પષ્ટ કરે છે. આપણે એક-એક કારિકા ઉપર વિસ્તારથી હવે મનન કરીશું.
અનિત્ય-ભાવના
इष्टजनसंप्रयोगर्द्धिविषयसुखसम्पदस्तथारोग्यम् ।
देहश्च यौवनं जीवितञ्च सर्वाण्यनित्यानि ।। १५१ ।।
અર્થ : ઇષ્ટજનોનો સંયોગ, ઋદ્ધિ, વિષયસુખ, સમ્પત્તિ, આરોગ્ય, શરીર, યૌવન અને જીવન, આ બધું અનિત્ય છે.
વિવેપન : મનનો એવો સ્વભાવ હોય છે કે એને જે અનિત્ય લાગે, તેના પર તેને રાગ નહીં થાય, સ્નેહ નહીં બંધાય. જે અનિત્ય છે, જે ક્ષણિક છે, જે વિનાશી છે તેને અનિત્ય ક્ષણિક અને વિનાશી સમજી લેવામાં આવે, એ સમજણને આત્મસાત્ કરવામાં આવે તો જ આસક્તિના બંધનમાંથી મન મુક્ત બને.
ઇન્દ્રિયોંચર બાહ્ય વિશ્વ અનિત્ય છે, અસ્થિર છે... સર્વનનિત્યમ્' બધું જ અનિત્ય! માટે, બાહ્ય વિશ્વના પદાર્થો તરફ અનિત્યતાનો વિચાર સુદૃઢ કરવો જાઈએ. એ બાહ્ય વિશ્વના મુખ્ય આઠ વિભાગું બતાવીને ગ્રન્થકાર એ આઠ વિભાગો તરફ અનિત્યતાનો ભાવ કેળવવા પ્રેરણા આપે છે.
૧. ઇષ્ટજન-સંયોગ : જ્યારે કોઈ પ્રિય...મનગમતી વ્યક્તિનું મિલન થાય છે, પરસ્પર સ્નેહ બંધાય છે, અનુરાગના તાણાવાણા ગૂંથાય છે ત્યારે જીવાત્મા
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
અનિત્ય-ભાવના એમ સમજી લે છે કે “અમારો આ સંબંધ ત્યાં સુધી અખંડ-અભંગ રહેશે. જ્યાં સુધી ચંદ્ર-સૂરજ આકાશમાં પ્રકાશતા રહેશે!' કાચા સૂતરના તાંતણા જેવા સર્વ સંબંધો જ્યારે તૂટી પડે છે ત્યારે જીવાત્માનું વૈર્ય તૂટી પડે છે અને આંખોમાંથી આંસુના મધ વરસી પડે છે. આ કરુણતા ન સર્જાય તે માટે “સંયો વિયોગાન્તી’ નું ચિંતન કરવું જોઈએ “સર્વ સંયોગો વિયોગમાં પરિણમનારા છે.” આ સત્યને વારંવાર વાગોળ્યા કરવું જોઈએ.
૨. ઋદ્ધિ : જ્યારે જ્યારે સંપત્તિનો વિચાર આવે, વૈભવો તરફ દષ્ટિ જાય ત્યારે ત્યારે વિચારજો કે “આ ઋદ્ધિ, આ સંપત્તિ મારી પાસે કાયમ રહેવાની નથી. કોઈની પાસે એ કાયમ રહેતી નથી, માટે હે આત્મનું, તું એ ઋદ્ધિન રાગી બનીશ મા. એ સંપત્તિનો અનુરાગી બનીશ મા.” સંપત્તિમાં આસક્તિ બંધાય નહીં તે માટે એની અનિત્યતાનું ચિંતન કરતા રહો. જેઓ આ ચિંતન નથી કરતા તેઓ જ્યારે સંપત્તિ ચાલી જાય છે, ત્યારે પારાવાર દુ:ખ અનુભવે છે.
૩. વિષયસુખ : પાંચ ઇન્દ્રિયોના વૈપયિક સુખોમાં તમે લીન બનો છો? એ સુખોમાં શું મમતા-આસક્તિ બંધાઈ છે? વૈષયિક સુખોની એ મમતા જો તમે નહીં તોડા તો એક દિવસ તમે દુઃખી થશો. જ્યારે એ વૈષયિક સુખો તમારી પાસે નહીં રહે ત્યારે તમારી વેદનાની સીમા નહીં રહે, માટે “સર્વ વૈષયિક સુખ અનિત્ય છે.' આ વિચાર વારંવાર કર.
૪. સંપત્તિ : વૈષયિક સુખની સંપત્તિ! વૈપયિક સુખોની અનુભૂતિ પણ અનિત્ય છે. જે વિષય આજે તમને સુખાનુભવ કરાવે છે, એ જ વિષય કાલે તમને દુઃખાનુભવ કરાવી શકે છે! એક વિષય કાયમ સુખાનુભવ નથી કરાવી શકતો. વૈપયિક સુખના અનુભવો અનિત્ય છે! એટલે, કોઈપણ વૈષયિક સુખના અનુભવને શાશ્વત્ ન માનો. - પ. આરોગ્ય : “મને તો નખમાંય રોગ નથી. મેં ક્યારેય દવા લીધી નથી...' સારું છે, તમારું આરોગ્ય કાયમ રહો, એમ અમે ઇચ્છીએ છીએ, પરંતુ આરોગ્ય કોઈનું ય કાયમ રહેતું નથી, આરોગ્ય, દેહની નીરોગિતા શાશ્વત્ નથી. ગમે ત્યાં અને ગમે ત્યારે આરોગ્ય ચાલ્યું જઈ શકે છે. આરોગ્યની અનિયતાનાં વિચાર કરી જ રાખો.
૬. દેહ : દેહ એટલે શરીર, દેહ એટલે કાયા. દેહ અનિત્ય છે, દેહ પરિવર્તનશીલ છે, એટલે કે શરીરની અવસ્થાઓ બદલાતી રહે છે. શરીરની
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮..
પ્રશમરતિ કોઈ એક અવસ્થા કાયમ નથી રહેતી. આ વાત સમજાવેલી હોય તો ગમતી. દેહાવસ્થા જ્યારે બદલાય ત્યારે મન અશાન્ત ન બને.
૭. યૌવન : યૌવનનો તો ઉન્માદ જ એવો હોય છે કે યવનને અનિત્ય માનવું.. યૌવનકાળને સંધ્યાના રંગ જેવો ક્ષણિક માનવો...ઘણું મુશ્કેલ કામ છે. છતાં, જો તમે યૌવનના ઉંબરે જ યૌવન તરફ અનિત્યતાની દૃષ્ટિથી જોશો તો જ્યારે યૌવનના રંગ ઊડી જશે ત્યારે અશાન્ત નહીં બનો, ઉદ્વિગ્ન નહીં બના.
૮. જીવન : ગમે ત્યાં અને ગમે ત્યારે જીવનનો દીપ બુઝાઈ શકે છે! જીવનના વ્યામોહથી મુક્ત થવા માટે, જીવન પ્રત્યે મમતારહિત બનવા માટે આ જીવન અનિત્ય છે, ક્ષણભંગુર છે...' આ ભાવનાથી ભાવિત થાઓ...મોતના સમયે તમે વિહૂવળ નહીં બનો! તમારી-પ્રસન્નતા મૃત્યુસમયે પણ અખંડ રહેશે. - આ આઠ તત્ત્વ તરફ, અનિત્યતાના રંગે રંગાયેલું મન રાગી-દ્વેષી નહીં બને. આવું મન પરમાત્મધ્યાનમાં અને તત્ત્વરમણતામાં રસલીન બની શકે.
અાણ-oભાવના जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते। जिनवरवचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके ।।१५२ ।। અર્થ : જન્મ, જરા અને મરણના ભયથી અભિભૂત તથા રોગ અને વેદનાથી ગ્રસ્ત લોકોમાં (જીવસૃષ્ટિમાં) તીર્થંકરનાં વચન સિવાય બીજું કાંઈ જ શરણ નથી.
વિવેવન : સમગ્ર જીવસૃષ્ટિ ભયાકાન્ત છે કોઈ ને કોઈ ભયથી! પછી તે ભય વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, જીવાત્માઓ વ્યાકુળ છે. અસંખ્ય પ્રકારના રોગો અને વિવિધ શારીરિક-માનસિક વેદનાઓથી જીવાત્મા સદૈવ ઉદ્વિગ્ન છે...
આવી જીવસટિમાં તમે ક્યાં જશો શરણ લેવા? ક્યાં જશો સહારો લેવા? સ્વયં દુઃખી, સ્વયં વેદનાગ્રત જીવાત્મા બીજાને શરણ કેવી રીતે આપી શકું? બીજાનો સહારો કેવી રીતે બની શકે? સ્વયં અશરણ મનુષ્ય...સ્વયં બેસહારા મનુષ્ય બીજા જીવને શરણ ન આપી શકે, સહારો ન આપી શકે.
સંસારમાં ક્યાં જીવાત્માને સંપૂર્ણ સુખ છે? પૂર્ણજ્ઞાની મહાજ્ઞાની મહાપુરુષોએ સંસારનું સ્વરૂપદર્શન યથાર્થ જ કરાવ્યું છે... “સંસાર દુઃખરૂપ છે?” જો તમે દુઃખોથી ગભરાઈને, દુઃખોથી ભયભીત થઈને, સંસારની કોઈપણ વ્યક્તિ પાસે જ શો, તમને તે શરણ નહીં આપે, તમને તે દુઃખોથી નહીં બચાવી શકે.
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશરણ-ભાવના
૨૬૯ જીવનનો પ્રારંભ દુઃખરૂપ છે, જીવનનો અંત દુ:ખરૂપ છે. અને જીવતર પણ દુઃખરૂપ છે. ગર્ભાવસ્થાનાં અને જન્મનાં કેવાં દુઃખ હોય છે, તે ભલે આજે યૌવનકાળમાં તમે ભૂલી જાઓ, પરન્તુ એ દુઃખ અસાધારણ હોય છે. જીવતર તો અનેક શારીરિક, માનસિક, પારિવારિક દુઃખોથી ભરેલું છે જ. અનેક પ્રકારના રોગ થવાની સંભાવનાઓ, અનેક પ્રકારના ઉપદ્રવો થવાની શક્યતાઓ અને અસંખ્ય પ્રકારની માનસિક વેદનાઓથી માનવીનું જીવતર કેવું ચોળાઈચૂંથાઈ ગયેલું છે. એ દૃષ્ટા બનીને તમે જોશો તો જ જીવની અશરણતા સમજાશે.
મૃત્યુનું દુઃખ માનવી માટે નક્કી જ છે! જેને જીવન પર મોહ છે, જેને આત્માથી ભિન્ન પદાર્થો પર પ્રીતિ છે, તેને મોતનો ભય સતાવે જ! મૃત્યુથી બચવા એ ગમે તેવા ઉપાયો કરે, તેને કોઈ બચાવી શકતું નથી. વિદ્યાઓ, મંત્રો કે આંષધિઓ એને બચાવી શકતી નથી. વૈદ્યો, દેવો કે દાનવો એને બચાવી શકતા નથી.
આ બધાં જ દુઃખોથી તમારે બચવું છે? દુઃખોથી મુક્તિ મેળવવી છે? તો વીતરાગ-સર્વજ્ઞ પરમાત્માની અવિલંબ શરણાગતિ સ્વીકારી લો. સર્વજ્ઞ વિતરાગની વાણીને મન ભરીને સાંભળો. તમારું મન દુઃખોથી મુક્ત બની જશે. વીતરાગ પરમાત્માનાં વચન એટલે અમૃત! સર્વ દુઃખોનો નાશ કરનાર અમૃત! વીતરાગની વાણી એટલે રસાયણ! આત્મભાવને પુષ્ટ કરનારું રસાયણ! વીતરાગની જ્ઞાનગંગા એટલે ઐશ્વર્ય! આત્માની દરિદ્રતા મિટાવી દેનારું ઐશ્વર્ય!
શાસ્ત્રજ્ઞાની બનો, આત્મજ્ઞાની બનો. આત્મજ્ઞાનના અજવાળે નિર્વાણના મહામાર્ગે આગળ વધો. આ જ્ઞાન જ તમને અદીન અને નિર્ભય બનાવશે. એને જ જ્ઞાન કહેવાય કે જે જ્ઞાનીને અદીન અને નિર્ભય બનાવે. ભલે પછી એ જ્ઞાનીના દેહમાં દાહવરની પીડા કેમ નથી ઊપડતી! જ્ઞાનીને પીડાનું કોઈ સંવેદન નહીં હોય. ભલે એ જ્ઞાનીને સ્વજનો ત્યજી જાય, જ્ઞાનીના મનમાં સ્વજનવિયોગની કોઈ વિહ્વળતા નહીં થાય. ભલે એ જ્ઞાનીનું કોઈ ઘોર અપમાન કરી જાય, જ્ઞાનીના મનમાં કોઈ વિખવાદ નહીં જન્મે!
આવા જ્ઞાની બનવા માટે, અન્તઃકરણથી અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારો, સર્વકર્મોથી મુક્ત સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારો, સાધનાલીન સાધુપુરષોની શરણાગતિ સ્વીકારો અને સર્વજ્ઞ પરમાત્માએ ચીંધેલા મોક્ષમાર્ગનું શરણ સ્વીકારો.
સંસારની માયા-મમતાનાં બંધન તોડો! “મારે સંસારમાં કોઈને પણ શરણ નથી જોઈતું.” આવો અડગ નિર્ણય કરો. તમે તમારી જાતને દીન-હીન ન માનો.
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦.
પ્રશમરતિ કોઈ તમને શરણ આપવાની લોભામણી વાતો કરે તો તેમાં ફસાઓ નહીં. મારે તમારું શરણ નથી જોઈતું. તમે સ્વયં અશરણ છો, તમે સ્વયં અસહાય છો, તમે મને કેવી રીતે શરણ આપી શકો? શું તમે મને જન્મ અને મૃત્યુનાં દુ:ખોથી બચાવી શકશો? શું તમે મારા શરીરને રોગમુક્ત રાખી શકશો? શું તમે મારા મનને ચિત્તાઓમાંથી ઉગારી શકશો? નહીં, ક્યારેય નહીં. માટે, હવે મારો નિર્ણય અફર છે કે હું જિનવચન સિવાય કોઈનું ય શરણ સ્વીકારીશ
નહીં.”
જિનવચન તમને અવશ્ય શરણ આપશે, પરંતુ તે માટે તમારે એ જિનવચન ગ્રહણ કરવાં પડશે. ચિંતન-મનન કરવું પડશે. દિવસોના દિવસો, વપનાં વર્ષો સુધી તમારે અનુપ્રેક્ષા કરવી પડશે! તો, એ જિનવચનો તમારા આત્મભાવને નિર્ભયતા, નિશ્ચિતતા અને પ્રસન્નતા પ્રદાન કરશે જ.
એકcoiાવના एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावर्ते।
તમાતાલિદતમે નૈવાત્મનઃ વયે 19 રૂ I અર્થ : સંસાર-સાગરના આવર્તમાં જીવ એકલો (અસહાય) જન્મે છે, એકલો મરે છે. એકલો શુભ-અશુભ ગતિઓમાં જાય છે, માટે જીવે એકલાએ જ પોતાનું સ્થાથી હિત
કરવું જોઈએ,
વિવેચન : હું એકલો છું! જન્મ છું એકલો અને માં હું એકલો! નરકમાં જાઉં તોય, એકલો અને સ્વર્ગમાં જાઉં તોય એકલો! મનુષ્ય ગતિમાં જન્મે તોય એકલો અને તિર્યંચગતિમાં જન્મ લઉં તોય એકલો!
જે અનંતકાળ વીતી ગયો આ સંસારમાં પરિભ્રમણ કરતાં, તે અનંતકાળમાં જે કોઈ સુખ-દુઃખ સહ્યાં મારા જીવે, તે પણ એકલાએ જ. “હું' એટલે કે આત્મા, એકલો છું...અસહાય છું...આ એક વાસ્તવિકતા છે, અને મારે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ...આ વાસ્તવિકતાનો મેં સ્વીકાર નથી કર્યો, અનેકતાની જ કલ્પના કરતાં રહ્યો છું, અનેકતામાં જ રાચતો રહ્યો છું..‘એકલામાં દુઃખ અને ઘણામાં સુખ.' આ વિચાર મારો દઢ રહ્યો છે, એટલે એકમાંથી અનેક થવાના જ પ્રયત્નો કર્યા છે...અને કર્યું જાઉં છું. ( વિશાળ પરિવાર હોય તો સુખ, વિશાળ મિત્રમંડળ હોય તો સુખ, વિશાળ અનુયાયી વર્ગ હોય તો સુખ...બસ, સમૂહમાં જ સુખ અને આનંદની કલ્પના
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકવ-ભાવના બાંધી અને એમાં જ ઊલઝતો રહ્યો. પરિણામે દુઃખ અને અશાન્તિ ભોગવતો રહ્યો... અલબત્ત, સમૂહજીવનનાં કેટલાંક સુખ, કેટલોક આનંદ ભોગવ્યો છે, પરન્તુ એ સુખ દીર્ધકાળ નથી ટક્યું, એ આનંદ ક્ષણિક સિદ્ધ થયો છે.
મારે એકાકી બનવું નથી, છતાં જ્યારે એકાફી બનવાનું આવશે જરૂર, ત્યારે શું મને દુઃખ નહીં થાય? વેદના નહીં થાય? એકલાએ મરવાનું આવશે ત્યારે શું હું સ્વસ્થ રહી શકીશ? સમતા-સમાધિમાં લીનતા મેળવી શકીશ? “હું એકલો કઈ ગતિમાં જઈશ?' આ ભય મને વ્યાકુળ નહીં બનાવે?
માટે હું હવે આ પરમ સત્યનો સ્વીકાર કરું છું... “હું એકલો છું. મારે એકલાએ જ જન્મ-મરણ કરવાનાં છે, એકલાએ જ ચાર ગતિમાં અને ૮૪ લાખ યોનિમાં ભટકવાનું છે. તો પછી શા માટે હું એકલો જ મારું આત્મહિતઆત્મકલ્યાણ ન સાધી લઉં? શા માટે એકલો જ મહાન ધર્મપુરુષાર્થ ન કરી લઉં?”
એકલો છું, મારું કોઈ નથી, મને કોઈ સહાય કરતું નથી.” આવી ફરિયાદો હવે ક્યારેય નહીં કરે.
મેં એમને મારાં માનીને એમનાં ઘણાં કામ કર્યા, પણ એમણે મને કોઈ જ સહાય ન કરી,' આવી મનોવ્યથા હવે ક્યારેય મને નહીં થાય.
ધર્મઆરાધના તો હું કરું, પરન્તુ કોઈ મારે સાથી જોઈએ, સહયોગી જોઈએ..સાથી..સહયોગી વિના મને ધર્મઆરાધના કરવી ન ફાવે.” આવી દલીલો હવે નહીં કરું.
‘gોડહં’ હું એકલી છું-આ સત્યને આત્મસાત કરવા માટે નિરંતર એકત્વની ભાવનાથી ભાવિત થતો રહીશ.
આત્માના અંત ભાવની મસ્તીમાં ઝીલી ગયેલા મિથિલાના નમિ રાજર્ષિ અને ઉજ્જયિનીના મહર્ષિ ભર્તુહરી વગેરે સ્મૃતિલોકમાં આવે છે ત્યારે અવર્ણનીય આત્માનન્દની અનુભૂતિ થઈ છે... એકલાપણાની દીનતા-હતાશા દૂર થઈ ગઈ છે. પર-સાપેક્ષતાની દૃઢ થયેલી કલ્પનાઓની ભેખડો તૂટી પડી છે. “સહુની વચ્ચે પણ સહુથી અળગા...” જીવવાની મજા આવી ગઈ છે.
કોઈ ગિરિમાળાના ઉત્તુંગ શિખરે, ગગનચુંબી ભવ્ય જિનમંદિરમાં એકાફી બેસીને, પવનના સુસવાટાઓ અને પંખીઓના કલરવ સિવાય ક્યાં કંઈ હોતું નથી..પૂજારી પણ જ્યારે પોતાના ઘરે ચાલ્યો ગયો હોય છે ત્યારે, જનરહિત, નીરવ શાન્તિમાં પરમાત્માના સાંનિધ્યમાં એકત્વનો નિજાનંદ મેં
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
પ્રશમરતિ અનુભવ્યો છે અને તીવ્ર સંવેદના અનુભવી છે અનકતાના કોલાહલથી મુક્ત થઈ દૂર દૂર એકત્વના ક્ષીરસાગરમાં ડૂબકીઓ મારવાની!
હવે, અનેકતામાંથી મળતાં સુખ મારે નથી જોઈતાં, અનેકતામાંથી જન્મતો આનંદ મારે નથી જોઈતો. પરસાપેક્ષ જીવન નથી જીવવું. હવે તો આ નાનકડી જિંદગીમાં આત્માના અત-એકત્વની દિલ દઈને સાધના કરી લેવી છે. આત્માનું સ્થાયી હિત સાધી લેવું છે. નિત્ય અને શાશ્વતું ગુણસમૃદ્ધિ મેળવી લેવી છે.
હે પરમાત્માનું! મારી આ અંતઃકરણની તમન્ના તારી અચિજ્ય કૃપાથી ફલવતી બન. તારા ધ્યાનમાં અભેદભાવે લીન થઈ જાઉં! તારા-મારા વચ્ચેનો ભેદનો પડદો દૂર થઈ જાઓ...”
અન્યત્વ-ભાવના अन्योऽहं स्वजनात् परिजनाच्च विभवाच्छरीरकाच्चेति। यस्य नियता मतिरियं न वाधते तं हि शोककलिः 11१५४ ।। અર્થ : ‘હું સ્વજનોથી, પરિજનોથી, સંપત્તિથી અને શરીરથી પણ જુદો છું' જેની આ પ્રકારની નિશ્ચિત મતિ હોય છે, તેને શકરૂપી કલિ દુ:ખી કરતાં નથી.
વિવેચન : હું (આત્મા) જેનાથી-જેનાથી જુદો છું, ભિન્ન છે, તેની–તેની સાથે મેં આત્મીયતા બાંધવાની ભૂલ કરી છે. જે કદીય મારાં નથી બન્યાં તે તત્ત્વોને મેં મારાં માનવાની ગંભીર ભૂલ કરી છે... પરદ્રવ્ય સાથે, પરપદાર્થ સાથે મમતાનાં પ્રગાઢ બંધનાથી સજ્જડ જકડાયો છું.
અલબત્ત, પરને સ્વ માનવાની ભૂલ આજકાલની નથી, આ ભૂલ અસંખ્ય જન્મોથી કરતો આવ્યો છું. કારણ કે મેં પરદ્રવ્યમાં-પરથતિમાં સુખની કલ્પનાઓ બાંધી છે. “મનું સ્વજનો સુખ આપશે, સંપત્તિ-વૈભવમાં મને સુખ મળશે, સારુંસ્વસ્થ શરીર મને સુખ આપશે...' આવી કલ્પનાઓ લઈને હું સ્વજનો પાસે ગયો, સ્વજનો સાથે રહ્યો. એમની સાથે મેં પ્રેમ કર્યો, સ્નેહ બાંધ્યો. તેમણે પણ એવા જ સુખની કલ્પનાથી પ્રેરાઈન મારી સાથે પ્રેમ કર્યો. મને લાગ્યું કે
ઓહો! આ સ્વજનો. માતા-પિતા, પુત્ર-પત્ની, ભાઈ-બહેન કેવાં પ્રેમાળ છે! કેવાં હત વરસે છે!” હું એ બધાંની સાથે ઓત-પ્રોત થઈ ગયા.
પરન્તુ જ્યારે માતા-પિતાનું અવસાન થયું ત્યારે તેમના વિરહની વંદનાએ મારા હૃદયને વલૂરી નાંખ્યું, જ્યારે પુત્ર અવિનીત. સ્વચ્છન્દી અને ઉદ્ધત બન્યો
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્યત્વ-ભાવના ત્યારે મારા હૈયામાં મેં ઘોર વ્યથા અનુભવી, જ્યારે ભાઈઓ અને ભાભીએ મોઢાં ચઢાવ્યાં, મૌન ધારણ કરવા માંડ્યું અને ઝગડવા લાગ્યાં, ત્યારે મારું મન ઉગથી ભરાઈ ગયું. જ્યારે પત્નીના ઝગડા વધવા લાગ્યા, તેનાં અયોગ્ય આચરણ વધવા લાગ્યાં ત્યારે મારા સંતાપની કોઈ સીમા ન રહી.
મને લાગ્યું કે “સ્વજનો કરતાં પરિજનો સારા.” મેં મિત્રોને વધાર્યા. મિત્રો સાથે હરવા-ફરવામાં અને ખાવા-પીવામાં મને મજા આવવા લાગી. મારા મનમાં મેં નિર્ણય કર્યો કે “સાચા સ્નેહી આ મિત્રો જ છે!' મિત્રોના સાથસહવાસમાં અને નોકર-ચાકરોની સેવા-ભક્તિ જોઈને હું મારી જાતને સુખી માનવા લાગ્યો. પરંતુ જ્યારે મારા એક મિત્રે મારી પાસે પાંચ હજાર રૂપિયા માગ્યા અને મેં ન આપ્યા ત્યારે તેણે મારી સાથે ઝઘડો કર્યો, મને ગાળો દીધી
અને મિત્રતા તોડી નાખી ત્યારે આખી રાત હું રોતો રહ્યો હતો. નિસીમ વિદનામાં મારું હૈયું વલોવાતું રહ્યું હતું. જે નાકર પર મને વિશ્વાસ હતો તે નોકર જ્યારે ચોરી કરીને ભાગી ગયો ત્યારે પરિજનો અંગેની મારી ભ્રમણા પણ ભાંગી ગઈ.
છતાં, મને મારી સંપત્તિ પર પૂરો વિશ્વાસ હતો. સ્વજન-પરિજનો સાથેના સંબંધોની કૃત્રિમતા સમજાયા પછી પણ સંપત્તિ-વૈભવ ઉપરનો વિશ્વાસ મારા ડિગ્યો ન હતો. રહેવા માટે સગવડતાભર્યો બંગલો હતો, નાની સુંદર ગાડી હતી. ખર્ચ કરવા માટે ખૂટે નહીં એટલા રૂપિયા હતા, એકલો જ રહેતો હતો. સારી હોટલમાં જમતો હતો. પાર્ટટાઈમ રાખેલો નોકર આવીને બંગલાનાં કામ કરી જતો હતો. મારા વ્યવસાયમાં અને આનંદપ્રમોદમાં જીવન વહ્યું જતું હતું. અને એક દિવસ હું રસ્તે રઝળતો ભિખારી બની ગયો. મારા બંગલાને કોઈએ આગ લગાડી અને બધું જ ભસ્મીભૂત થઈ ગયું. હું શોકસાગરમાં ડૂબી ગયો. વ્યથાથી અફલો જ પીડાતો રહ્યો.
મારું બધું જ ચાલ્યું ગયું હતું, છતાં મારું શરીર તંદુરસ્ત હતું, સશક્ત હતું. મને મારા શરીર પર પૂરો ભરોસો હતો. મારા તંદુરસ્ત અને સખ્તવયુક્ત શરીરને જોઈ બીજાઓને ઈર્ષ્યા થતી હતી...પરન્તુ નિર્ધન અવસ્થામાં જ્યારે હું એક હવા-ઉજાસ વિનાની ઓરડીમાં રહેતો હતો ત્યારે એક દિવસ અચાનક મારું અડધું અંગ જકડાઈ ગયું...મને લકવા થઈ ગયો. મારી આંખો આંસુથી ભરાઈ ગઈ. મારું હૃદય અકથ્ય વેદનાથી ભરાઈ ગયું...“શરીર આ રીતે રોગથી ઘેરાઈ જશે' એવી તો મેં સ્વપ્નેય કલ્પના કરી ન હતી. ત્યાં મને એક પરમ સત્યનો અણસાર મળ્યો...
દિવ્ય વાણી મારા કાને પડી..
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ‘ચોડરું હનનાર્ રનનાથ્ય વિમવીરીરાતિ હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવથી અને શરીરથી જુદો છું! સાવ જુદો છું!” આ ચાર તત્ત્વો સાથેનો મારો સંબંધ કર્મજન્ય છે. આંખો બંધ કરીને, મનને સ્વસ્થ અને શાન્ત કરીને, મેં આ પરમ સત્યને વાગોળવા માંડ્યું. સ્વજન-પરિજનો તરફનો મારો અણગમો દૂર થઈ ગયો. રાગ તો પહેલાં જ તૂટી ગયેલો હતો. હવે ઢષ પણ ન રહ્યો. વૈભવ-સંપત્તિની ચંચળતા, અસ્થિરતા અને દુઃખદાયિતા મને સમજાઈ ગઈ, સંપત્તિનો રાગ ઓસરી ગયો; શરીર તરફ મારો અભિગમ બદલાઈ ગયો! “નામ કર્મ' અને “વેદનીય કર્મ' ના આધારે સારું-નરસું મળેલું શરીર હવે મને રાગી-હેપી ન બનાવી શકે.
અન્યત્વ-ભાવનાના સતત પરિશીલનથી શોક-ઉદ્વેગની તીવ્રતા દૂર થઈ અને મારો આત્મભાવ નિર્મળ બન્યો!
અશુધ-ભાવના शुचिकरणसामर्थ्यादाद्युत्तरकारणाशुचित्वाच्च । देहस्याशुचिभावः स्थाने स्थाने भवति चिन्त्यः ।।१५५ ।। અર્થ : શરીરની પવિત્ર એવા દ્રવ્યને પણ અપવિત્ર કરવાની શક્તિ હોવાથી અને એના આદિકારા તથા ઉત્તરકારણ અપવિત્ર હોવાથી, દરેક સ્થાને (શરીરમાં) દેહનો અશુચિભાવ ચિંતવવો જોઈએ.
વિવેચનઃ મને શરીર ગમે છે! શરીર પર મને રાગ છે! એટલે હું શરીરની કાળજી રાખું છું. શરીરની માવજત કરું છું. મારો આ શરીરપ્રેમ મને રાગીણી બનાવે છે.
મારે મારો શરીરપ્રેમ તોડવો છે. શરીરની આસક્તિનો સમુળ ઉચ્છેદ કરવો છે..જો દેહાસક્તિનો ઉછેદ થઈ જાય તો મારી રાગ-દ્વેષની પરિણતિ મંદ પડે, શરીરની ભીતર પુરાયેલા મારા આતમરામની પાસે પહોંચી શકાય. દેહાસક્તિ મને ભીતરમાં પ્રવેશવા જ દેતી નથી. ક્યારેક પ્રવેશ થઈ જાય છે તો આત્માની પાસે ટકવા દેતી નથી, રમવા દેતી નથી.
પરંતુ મારી દેહાસક્તિ છેદાય કેવી રીતે! હું માત્ર દેહને બહારથી જ જોઉં છું. રૂપ-રંગ અને ઘાટ જ જોયા કરું છું. કાન, આંખ, નાક, હાથ-પગ અને માથું, આ બધું જ જોયા કરું છું. શરીરની રચનાઓ અને શરીરમાં ભરેલી સાત ધાતુઓનો તો વિચાર જ નથી કરતો.
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશુચિભાવના
મેં જ આ શરીરની રચના કરી છે! માતાના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થતાં જ શરીરરચનાનું કાર્ય કર્યું હતું. શરીરરચના માટે મેં સર્વપ્રથમ, માતાએ લીધેલા અને પેટમાં આવીને બિભત્સ-ગંદા બની ગયેલા આહારના પુદ્ગલો ગ્રહણ કર્યા હતા, અને એ પુદ્ગલો દ્વારા શરીરરચના કરવા માંડી હતી. આ રીતે શરીરના મૂળભૂત દ્રવ્યો ગંદા અને બીભત્સ હતા. ત્યાર પછી, શરીરના સંવર્ધન માટે પણ માતાના ઉદરમાં આવતો આહાર જ મેં ગ્રહણ કર્યા કર્યો...અસ્થિ, માંસ, મજ્જા..આદિથી શરીર ભરાવા માંડ્યું. | ગુસનીય પદાર્થોથી નિર્માયેલું છે આ શરીર, એવા શરીર પર રાગ કેવી રીતે થાય? શરીરમાં ભરેલા એ ગંદા પદાર્થો જ્યારે અવારનવાર બહાર પડે છે ત્યારે કેવી કમકમી આવી જાય છે? એને દૂર કરવા કેવા તત્કાલ ઉપાયો કરું છું? પરંતુ દુર્ભાગ્ય એ છે કે ભીતરનો ગંદવાડ જોવાની દૃષ્ટિ નથી લાધી..માત્ર ઉપરની ચામડી જોઈને જ સારું-ન્નરસું માની લઉં છું અને રાગીદ્વેષી બની રહું છું.
પવિત્રને અપવિત્ર કરે છે આ શરીર! શુદ્ધને અશુદ્ધ કરે છે આ શરીર! નિર્મલને મલિન કરે છે આ શરીર!
પરમાત્મમંદિરમાં જ્યારે અચાનક કોઈ બાળકને મળ-મૂત્રમાં ખરડાયેલું જોયું ત્યારે આ શરીરની વાસ્તવિકતા સમજાઈ, પવિત્ર મંદિરને અપવિત્ર કરનારું શરીર હતું
ખૂબ ધોઈને, ઉવલ કરેલાં વસ્ત્રોથી સવારે શરીરને શણગાર્યું, પરંતુ સાંજ સુધીમાં તો શરીરે એ વસ્ત્રોને પરસેવાથી અને મેલથી ગંદાં કરી દીધાં ત્યારે સમજાયું કે શરીર ઉપર ચઢેલું કે શરીરની અંદર ગયેલું કોઈ દ્રવ્ય શુદ્ધ રહી શકતું નથી, કોઈ વસ્તુ નિર્મલ રહેતી નથી.
અરે, શરીરને દિવસમાં વારંવાર નવડાવવામાં આવે તો પણ શું એ શુદ્ધ રહે છે? ન જ રહી શકે એ સ્વચ્છ અને શુદ્ધ, ન રહી શકે એ પવિત્ર, ન રહી શકે એ નિર્મલ. એના સંપર્કમાં આવનાર વસ્તુ પણ ન રહી શકે પવિત્ર.
આવા શરીર પર શા માટે રાગી બનવું? શા માટે આસક્તિ રાખવી? પછી, એ શરીર મારું હોય કે પરાયું હોય. એ શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય! “જ્ઞાનસાર'માં મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ, સ્ત્રીના સૌન્દર્યસભર શરીર તરફ આકર્ષાતા પુરુષમનને સંબોધીને કહ્યું છે :
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
પ્રશમરતિ વાહ્યવૃષ્ટ: મુદામારવટિતા મતિ કુત્તરી
तत्त्वदृष्टेस्तु सा साक्षाद् विण्मूत्रपिठरोदरी।।' ગ્રન્થકાર દેહદર્શન કરવાની આ દષ્ટિ પ્રતિક્ષણ ખુલ્લી રાખવાનું કહે છે. ગ્રન્થકાર દેહના એક-એક અંગ-ઉપાંગ તરફ આ દૃષ્ટિથી જ જોવાનો ઉપદેશ આપે છે. દેહનો ફોઈ એક ખૂણો પણ શુદ્ધ નથી, પવિત્ર નથી. શરીરના કોઈપણ અંગ-ઉપાંગમાંથી પવિત્રતાનો પરિમલ મળતો નથી.
આવા શરીર પ્રત્યે વિરાગી અને અનાસક્ત બનીને, એ શરીરનો ઉપયોગ આત્મશુદ્ધિની સાધના માટે કરી લઉં. તપશ્ચર્યા કરું, ત્યાગ કરે, ગુરુજનોની સેવા-ભક્તિ કરું. પરમાર્થ અને પરંપકારની પ્રવૃત્તિઓ કરું. ભલે શરીર સુકાય કે કરમાય, ભલે એનું સૌન્દર્ય રહે કે જાય.
શરીર પ્રત્યે વિરાગી બનીને, ઉપસર્ગો અને પરીષસો સહન કરું ધ્યાન કરું અને કાયોત્સર્ગ કર...નિર્મમ અને નીરાગી બનીને શરીરના બંધનને તોડી નાંખું!
સંસાર-ભાવળી माता भूत्या दुहिता भगिनी भार्या च भवति संसारे।
व्रजति सुतः पितृतां भ्रातृतां पुनः शत्रुतां चैव ।।१५६ ।। અર્થ : સંસારમાં (જીવ) માતા બનીને (મરીને) પુત્રી બહેન અને પત્ની બને છે, તથા પુત્ર મરીને) પિતા ભ્રાતા અને શત્રુ બને છે. વિવેચન : સંબંધોનાં બંધની સંબંધોની માયા!
આ જ સંસાર છે ને? આ જ છે ભવભ્રમણનું મૂળ કારણ. જ્યારે “શ્રી સમરાદિત્ય કેવળી ચરિત્ર' ગ્રન્થ વાંચ્યો ત્યારે આ ગ્રન્થકારે બતાવેલી સંસારના સંબંધોની નિસારતા..વાસ્તવિકતા પ્રતીત થઈ.
સંસારની ચાર ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિમાં મારા જીવાત્માએ પરિભ્રમણ કર્યું છે અને સંસારના એક-એક સંબંધો અન્ય જીવાત્માઓ સાથે કરેલા છે. એક-એક જીવત્મા સાથે બધાં જ સંબંધો કરેલા છે! એક ભવમાં જેનો હું પિતા બન્યો છું, બીજા ભવમાં એનો પુત્ર પણ બન્યો છું. તે પછીના ભવમાં એનો હું ભાઈ બન્યો છું અને શત્રુ પણ બન્યો છું!
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર-ભાવના.
૨૭૭ સ્ત્રી બનીને માતા પુત્રી. બહેન.. વગેરે રૂપો ધારણ કર્યા છે! મિત્રતાના સંબંધો કર્યા છે, શત્રુતાના પણ સંબંધો બાંધ્યા છે. પરંતુ કોઈ જ સંબંધ સ્થિર નહીં! જેમની સાથે મિત્રતાના સંબંધો હતા. તેમની જ સાથે મેં શત્રુતા કરી છે! જેમની સાથે શત્રુતા હતી, તેમની સાથે મિત્રતા કરી છે!
અનંત સંસારના ઘોર ધસમસતા પ્રવાહના કિનારે ઊભો રહું છું...સ્કૂલ આંખો બંધ કરું છું. માત્ર જ્ઞાતા અને દૃષ્ટા બનું છું... શાસ્ત્રષ્ટિના માધ્યમથી સંસારપ્રવાહને જોઉં છું! અનન્ત-અનન્ત જીવોના સંબંધ-પરિવર્તન જોઉં છું. નથી રાગ થતો, નથી ટ્રેપ થતો.. સંબંધ-પરિવર્તનની વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઉં છું, પછી રાગ-દ્વેષ કેવી રીતે થાય? આત્મભૂમિમાં વિરક્તિનાં ફૂલો ખીલી ઊઠે છે. કોઈ જ સંબંધ મનને બાંધી શકતો નથી. બધા જ સંબંધો એ અવસ્થામાં અળગા થઈને ઊભા રહી જાય છે. સંબંધોની કલ્પનામાં જે આંતરસુખનો સર્વથા અભાવ હતો, તે અભાવ દૂર થઈ ગયો.. સંબંધોની ગાંઠ ખૂલી ગઈ અને એની સાથે જ આંતર-સુખનાં મધુર સ્પન્દનોએ મને રસતરબોળ કરી દીધો.
મન પોકારી ઊઠ્ય : હવે નવા કોઈ સંબંધો બાંધવા નથી, જૂના સંબંધોની ગાંઠો ખોલી નાંખવી છે. નિબંધન બની અદ્યતની આરાધનામાં લીન બનવું છે.
જ્યાં કોઈ એક સ્વરૂપનો સંબંધ અતુટ નથી રહી શકતો, જનમ-જનમ એ સંબંધ અખંડ નથી રહી શકતો, ત્યાં સંબંધો બાંધીને દુઃખી જ થવાનું હોય છે. હું સંબંધોની ભ્રમણાઓમાં અસંખ્ય ભવોથી ભરમાયેલો રહ્યો. આ વર્તમાન જીવનમાં પણ એ ભ્રમણાઓ કાયમ રહી...પરિણામે મે આંતરસુખ ગુમાવી દીધું, આંતરશાન્તિ ગુમાવી દીધી. તીવ્ર રાગ-દ્વેષની પરિણતિમાં ફસાયો.
સંબંધોની આળપંપાળમાં ન થયો પરમાત્મધ્યાનમાં નિમગ્ન, ન કરી તત્ત્વરમણતા અને ન બન્યો પરમબ્રહ્મમાં તલ્લીન. સંબંધોની આળપંપાળે મને ભેટ આપી ચંચળતાની, અસ્થિરતાની અને ક્લપિતતાની. સંબંધોના વળગાડે મને પાગલ બનાવ્યો, મૂર્ખ બનાવ્યો.. હું મૂર્ખ બનતો જ રહ્યો...
હવે હું મારા અંતઃકરણને સર્વ સંબંધોનાં સર્વ બંધનોથી મુક્ત કરું છું. સંસારના બાહ્ય-વ્યવહારોમાં અતિ આવશ્યક હશે એટલા જ સંબંધ જાળવીશ. એ પણ માત્ર સંબંધનો દેખાવ હશે, માત્ર બાહ્ય આચર હશે. અલબત્ત, બીજા જીવો તરફનાં મારાં કર્તવ્યોનું હું યથાર્થ પાલન અવશ્ય કરીશ. બીજા જીવોનાં દુઃખ દૂર કરવાના શક્ય બધા પ્રયત્ન કરીશ, પરંતુ કોઈ સંબંધની છાપ મારા મન પર પડવા નહીં દઉં.
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
પ્રશમતિ
જેમના જેમના મારા ઉપર ઉપકારો થયેલા છે અને થઈ રહ્યા છે, જેમનો જેમનો મને સાથ-સહયોગ મળે છે અને મારા જીવનમાં મને જેઓ સહાયક બન્યા છે અને બની રહ્યા છે, તેમના પ્રત્યે મારું કૃતજ્ઞતાભર્યું વલણ રહેશે અને ઔચિત્યપૂર્ણ વ્યવહાર રહેશે... છતાં મારું હૃદય સંસારના કોઈ સંબંધમાં ન બંધાઈ જાય, એ માટે હું સતત સાવધાન રહીશ.
સર્વ સંબંધોથી પર...આત્માનો આત્મા સાથેનો સંબંધ જે આંતરસુખ આપે છે, તે આંતરસુખ અવર્ણનીય હોય છે. શુદ્ધ-બુદ્ધ-મુક્ત અનંત આત્માઓ સાથેનો આંતરસંબંધ, કે જે સંબંધ એમનું ધ્યાન કરવાથી બંધાય છે, તે સંબંધ અનંત આનન્દનો સ્રોત બની જાય છે.
સંસારના સર્વ સંબંધોનું મિથ્યાત્વ સમજાવી સર્વજ્ઞ પરમાત્માએ મારા પર પરમ ઉપકાર કર્યો! સંસારના સંબંધોથી વિરક્ત બનવાની દિવ્ય જ્ઞાનદૃષ્ટિનું દાન આપી મારું પરમ હિત કર્યું. મારા અનેક ક્લેશો અને સંતાપો શમી ગયા. હૈતભાવજન્ય રાગ-દ્વેષના ઉછાળા શમવા લાગ્યા... અદ્વૈતભાવનો આસ્વાદ થવા લાગ્યાં..!
આશ્ર-ભાવના
मिथ्यादृष्टिरविरतः प्रमादवान् यः कषायदण्डरुचिः । तस्य तथाश्रवकर्मणि यतेत तन्निग्रहे तस्मात् । ११५७ ।।
અર્થ : જે (જીવ) મિશ્રાદ્રષ્ટિ, અવિરત, પ્રમાદી તથા કપાય અને દંડમાં રુચિ વાળો છે તેને કર્મોનો આશ્રવ થાય છે, માટે તેનો નિરાશ કરવા (આશ્રવોને રોકવા) યત્ન ફરવો જોઈએ.
વિવેચન : કર્મોથી બંધાયેલો છું અને નવાં કર્મોથી બંધાતો જાઉં છું... પૂર્વજન્મોમાં જ્યારે મારો જીવાત્મા ઘોર મિથ્યાત્વનાં ઘનઘોર વાદળોથી ઘેરાયેલો હતો, ત્યારે અનન્ત-અનન્ત પાપ કર્મોથી મારો જીવાત્મા ભરાઈ ગયો હતો.
વર્તમાન જીવનમાં, પરમ કૃપાનિધિ પરમાત્માની નિઃસીમ કૃપા મારા પર વરસી, વાત્સલ્યવંત સદ્ગુરુ ઓંના આશીર્વાદ મારા પર વરસ્યા અને મિથ્યાત્વનાં ઘનઘોર વાદળ વિખરાયાં! સમ્યગ્દર્શનનો ઝગમગાટ કરતો સૂર્ય મારી આત્મભૂમિને અજવાળી રહ્યો! સર્વજ્ઞશાસને બતાવેલાં તત્ત્વો, કરાવેલા વિશ્વદર્શન તરફ મારા હૈયે શ્રદ્ધાના દીવા સળગ્યા, પરન્તુ તે છતાં મારાં પાપાચરણ ન છૂટયાં. હેય અને ઉપાદેયનાં બોધ હોવા છતાં હું હેયો-ત્યાજ્યનો ત્યાગ ન કરી શક્યો,
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ્રવ-ભાવના
૨૦૯
ઉપાદેયનો સ્વીકાર ન કરી શક્યો. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ પાપો હું કરતો રહ્યો અને નવાં નવાં પાપકર્મ બાંધતો રહ્યો. જે પાપોનું હું આચરણ નહોતો કરતો, એ પાપોની અપેક્ષાઓ મારા હૈયે બેઠેલી રહી. પ્રતિજ્ઞાપૂર્વક મેં પાપત્યાગ ન કર્યો... આ ‘અવિરતિ’ નામનું આશ્રવ-દ્વાર ખુલ્લું રહ્યું અને એ દ્વારેથી કર્મોનાં પ્રવાહ આત્મામાં વહેતો જ રહ્યો.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો અને નિર્પ્રન્થ ગુરૂજનોનો અનુગ્રહ થયો મારા પર, મારું આત્મવીર્ય ઉલ્લસિત થયું અને મેં પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર્યો. ‘સર્વવિરતિ’ ને ધારણ કરનારો શ્રમણ બન્યો. શ્રમણ બન્યો, અવિરતિનું આશ્રવન્દ્વાર બંધ થઈ ગયું, પરંતુ પ્રમાદને પરવશ પડી ગયો. નિદ્રા અને વિકથાઓ કરવા લાગ્યો. જ્ઞાન-ધ્યાનમાં મારું મન ન જોડાયું, સ્વાધ્યાય અને વૈયાવૃત્ય આદિ સંયમયોગોમાં પ્રમાદી બન્યો. વિનય-વિવેક અને સંયમના પાલનમાં શિથિલ બન્યો. અહો...! કેટલો બધો મારો પ્રમાદ? અપ્રમત્તભાવને પામવાનું લક્ષ પણ નથી રહ્યું. અપ્રમત્ત જીવનનું આકર્ષણ પણ નથી રહ્યું. પ્રમાદી-સુખશીલ જીવન મને ગમી ગયું...કેવાં પાપકર્મ બંધાય છે, એ વાત ભૂલી ગયો. મિથ્યાત્વ અને અવિરતિના દુર્ગમ મો૨ર્ચ ઝળહળતો વિજય મેળવનારો હું પ્રમાદના મોરચે હારતો જાઉં છું. મારી આત્મભૂમિ પર કર્મશત્રુઓ અધિકાર જમાવતા જાય છે...મારે જાગ્રત બનવું જાઈએ.
મેં જાગ્રત બનીને નિદ્રા ઘટાડી દીધી, વિકથાઓ કરવી ત્યજી દીધી, પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ ઘટાડી દીધો...તપ અને ત્યાગ કરવા લાગ્યો. સ્વાધ્યાય પણ કરું છું...છતાં કષાયોનું મારા પર ગજબ પ્રભુત્વ છે! કંઈક અણગમતું થાય છે કે હું ક્રોધી બની જાઉં છું! ક્રોધની સામે ક્ષમાભાવ ટકો નથી...રોપ અને રીસ જાણે કે સ્વાભાવિક બની ગયાં છે! માન-અભિમાનનો પાર નથી. કોઈ મારું જરા સરખું ય અપમાન કરે છે તો સળગી ઊઠું છું! અભિમાનનો પાર નથી...માયા-કપટનો સાથ છોડતો નથી...મનમાં જુદું અને વાણીમાં જુદું! આચરણ એનાથી પણ જુદું! લોભદશાની પ્રબળતાએ મને માયાવી બનાવ્યો છે...આમ, ક્રોધ-માન-માયા અને લોભના કારણે અનન્ત કર્મોનો પ્રવાહ મારા આત્મામાં વહી આવે છે...મારે એ પ્રવાહને વહેલામાં વહેલી તકે રોકવો જોઈએ.
પરન્તુ રોકું કેવી રીતે? મન આર્તધ્યાન છોડે તો રોકું ને? મન આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડતું નથી. પાપ-વિચારોથી મન મુક્ત થતું નથી! પાપવિચારો કરે છે મન અને એની સજા ભોગવે છે આત્મા! પાપ વિચારો કરી
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮0.
પ્રશમરતિ કરીને હું કેવાં ચીકણાં અને ભારેખમ કર્મ બાંધું છું - એ સમજવા છતાં હું પાપવિચારોનો ત્યાગ નથી કરી શકતો...આ મારું કેવું દુર્ભાગ્ય કહેવાય? પાપવિચારો ક્યારેક મારી વાણીને પણ અસત્ય-અભદ્ર બનાવી દે છે. હું ન બોલવાનું બોલી નાખું છું. ભલે, પછી મને પસ્તાવો થાય. હું ક્ષમા માગી લઉ...પરન્તુ વાણી-સંયમ હું કરી શકતો નથી એ હકીફત છે. એને કારણે પણ હું નવાં નવાં પાપ કમાંથી બંધાઈ રહ્યો છું.
ફાયાથી-પાંચેય ઇન્દ્રિયોના માધ્યમથી પણ હું એવાં ખોટાં કામ કરી રહ્યો છું. કે જેના પરિણામે અનન્ત કમનું ઉપાર્જન થાય છે. રોજે રોજ...ક્ષણે ક્ષણે આ રીતે હું કેટલાં બધાં પાપકર્મ બાંધી રહ્યો છું - આ વિચાર જ મને કમકમાટી ઉપજાવે છે.
જાણું છું કે સર્વ દુઃખોનું મૂળભૂત કારણ પાપકર્મો છે. દુ:ખો નથી ઇચ્છતો, છતાં પાપાચરણ નથી છોડતો! પાપ આચરતો જાઉં છું. પછી દુઃખોથી મારો છુટકારો કેવી રીતે થવાનો?
મારું મન દ્રઢ થાઓ. પરમાત્માની અને સદ્ગુરુઓની એવી કૃપા વરસો કે હું આ આશ્રવદ્વારોને બંધ કરવા સમર્થ બનું. નવાં બંધાતાં કર્મોને રોકી શકું.
સંવર-ભાવના या पुण्यपापयोरग्रहणे वाक्कायमानसी वृत्तिः। सुसमाहितो हितः संवरो वरददेशितश्चिन्त्यः ।।१५८।। અર્થ : મન-વચન-કાયાની જે પ્રવૃત્તિથી પુણ્ય અને પાપનું ગ્રહણ ન થાય એવી, આત્મામાં સારી રીતે ધારણા કરાયેલી પ્રવૃત્તિને, જિનોપદિષ્ટ હિતકારી સંવર' કહે છે, તેનું ચિંતન કરવું જોઈએ.
વિવેચન: નિરંતર આત્મામાં કર્મોનો પ્રચંડ પ્રવાહ વહી આવે છે. ક્યારેય મેં એ કર્મોના પ્રવાહને રોકવાનો વિચાર પણ નથી કર્યો, શુભકર્મો આવે છે, અશુભ કર્મો આવે છે.
હું જાણું છું કે જ્યાં સુધી આ કર્મ-પ્રવાહ આત્મામાં પ્રવેશતો અટકે નહીં ત્યાં સુધી આત્માનું નિત્ય, અનન્ત અને અવ્યાબાધ સુખ મળે નહીં. સુખ અને દુઃખનાં દ્વન્દ દૂર થાય નહીં. હર્ષ અને શોક, રાગ અને દ્વેષ, આનંદ અને ઉદ્વેગનાં ભાવક્વો નાશ પામે નહીં.
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
સંવર-ભાવના
હું સમજુ છું કે શુભાશુભ કમનો એ પ્રવાહ મારી મન-વચન અને કાયાની પ્રવૃત્તિઓથી પ્રેરિત છે. હું જ્યાં સુધી મનમાં રાગદ્વેષમૂલક વિચારો કરતો રહીશ ત્યાં સુધી અનન્ત-અનન્ત કર્મો મારા આત્મામાં પ્રવેશતાં રહેવાનાં જ.
જ્યાં સુધી હું બોલતો રહીશ, વાણી-પ્રયોગ કરતો રહીશ ત્યાં સુધી કર્મોના ઘનઘોર વાદળાં આત્માની ચારે બાજુ ઘેરાતાં જ રહેવાનાં. જ્યાં સુધી મારી શારીરિક સૂક્ષ્મ કે સ્થૂલ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી કર્મબંધ અટકવાનો નથી!
આ જાણવા છતાં, એ કર્મોને આત્મામાં પ્રવેશતાં હું અટકાવતો નથી! અટકાવવાનો કોઈ દૃઢ સંકલ્પ કરતો નથી, અટકાવવાનો કોઈ પુરુષાર્થ કરતો નથી. “કેમ મને આવો કોઈ ભાવોલ્લાસ નથી જાગતો?' એ પ્રશ્ન જ્યારે મારા અંતરાત્મામાં ઊઠ્યો. હું વિચારતો જ રહ્યો...અને એનું સાચું કારણ મને જડી ગયું. જે શુભ કર્મોનો પ્રવાહ આત્મામાં વહી આવે છે તે શુભ કર્મો જીવાત્માને સુખ આપે છે. અને એ શુભ કર્મો સુંદર નીરોગી શરીર આપે છે, સારો પરિવાર આપે છે, ધન-સંપત્તિ આપે છે, ઇજ્જત-આબરૂ આપે છે. અને આવા ત અનેક સુખના સાધન આપે છે!
સુખનો રાગી જીવાત્મા, શુભ કર્મોથી મળતાં સુખોથી લલચાઈ જાય છે! એ સુખોની અનિત્યતાનો-વિનશ્વરતાનો વિચાર નથી કરતો! એ સુખોની પરાધીનતાનો વિચાર નથી કરતો! એ સુખોની સાથે જડાયેલા ઉપદ્રવોનો વિચાર નથી કરતો!
જ્યારે અશુભ કર્મો આત્મામાં પ્રવેશીને દુઃખ-ત્રાસ અને યાતનાઓનું નરક પેદા કરી દે છે ત્યારે તો જીવ ચીસ પાડી ઊઠે છે : “આવાં પાપકર્મ મારા આત્મામાં ક્યાંથી આવી ગયાં? ક્યારે છૂટીશ આવાં પાપકર્મોથી...?' પરન્તુ વળી શુભ કર્મોનો ઉદય થતાં એ બધું ભૂલી જાય છે! પુણ્યકર્મના ઉદયથી મળતાં સુખોમાં મન-વચન-કાયાથી ઓતપ્રોત થઈ જાય છે...
અનન્ત જન્મો વીતી ગયા આ રીતે. વર્તમાન જીવનનાં ઘણાં વર્ષો વીતી ગયાં અજ્ઞાનદશામાં. આત્મામાં કર્મોનો પ્રવેશ રોકવાનો કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ મેં નથી કર્યો. હવે મારે આ પ્રયત્ન કરવો છે. મારે નથી જોઈતાં અશુભ કમાં, નથી જોઈતાં શુભ કર્મો.
અશુભ કર્મોનો આશ્રવ જેમ આત્માનું બંધન છે તેમ શુભ કમનો આશ્રય પણ આત્માનું બંધન છે. મારે હવે કોઈ બંધન નથી જોઈતું. હવે હું સર્વપ્રથમ તો અશુભ કર્મોના આશ્રવને રોકીશ. મારા મનમાં પાપવિચારો નહીં કરું,
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
પ્રશમરતિ આર્તધ્યાન અને રાંદ્રધ્યાનથી મારા મનને બચાવવા સતત જાગ્રત રહીશ. અસત્ય, કર્કશ અને અહિતકારી વાણી નહીં બોલું. શરીરથી, શરીરની પાંચ ઈન્દ્રિયોથી કોઈ પાપપ્રવૃત્તિ નહીં કરું...હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ પાપોનો મન-વચન-કાયાથી ત્યાગ કરીશ અને આ રીતે અશુભ કર્મોને આત્મામાં આવતા રોકીશ. સમ્યગુદર્શન, સર્વવિરતિ, અપ્રમત્તતા, એકપાયિતા આદિ ધર્મોનું અવલંબન લઈશ.
અશુભ કર્મોના પ્રવાહને સ્થગિત કર્યા પછી, શુભ કર્મોના પ્રવાહને પણ રોકવાનો સતત પ્રયત્ન કરીશ! શુભ પ્રવૃત્તિઓનો પણ રાગ નહીં રાખું! મનને વધુ ને વધુ તત્ત્વરમણતામાં રાખીશ. કોઈ રાગ-દ્વેષના વિચાર ન આવી જાય એ માટે પ્રતિપાલ જાગ્રત રહીશ. વધુ ને વધુ મૌન ધારણ કરીશ. વાણી-વ્યાપાર ખૂબ જ ઓછો કરી નાંખીશ. કાયયોગને. પાંચ ઇન્દ્રિયોને સ્થિર, નિશ્ચલ અને અવિકારી રાખવાના ઉપાયો કરીશ. યોગસાધના અને ધ્યાન-આરાધના દ્વારા અત્તરાત્મદશાને પ્રાપ્ત કરતો ચાલીશ.
હું જાણું છું કે સર્વસંવર કરતાં ઘણાં વર્ષો વીતી જશે. કદાચ બે-ચાર જન્મ પણ વીતી જાય! ભલે બે-ચાર ભવ વીતી જાય, પરન્તુ હું મારો આ પ્રયત્ન ચાલુ રાખીશ. હવે આત્મામાં નવાં નવાં શુભાશુભ કર્મોને અટકાવવાનો મરણિયો પ્રયાસ કરવો છે. કણાવંત જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં એ માટે સમુચિત માર્ગદર્શન આપેલું છે. એ માર્ગદર્શનના સહારે પુરુષાર્થ કરીને સુસંવૃત બનીશ!
નિર્જશ-ભાવની यद्विशोषणादुपचितोऽपि यत्नेन जीर्यते दोषः ।
तद्वत्कर्मोपचितं निर्जरयति संवृतस्तपसा ।।१५९ ।। અર્થ : જેમ વધી ગયેલો પણ વિકાર પ્રયત્ન દ્વારા, ઉપવાસ કરવાથી નાશ પામે છે તેમ સંવૃત જીવ તપશ્ચર્યાથી, ભેગાં થયેલાં કમોંની નિર્જરા કરે છે.
વિવેચન : જ્યારે એવો ધન્ય અવસર આવશે કે જ્યારે મારો આત્મા સંવૃત બનશે? આશ્રવહારોને બંધ કરી ક્યારે અભિનય કર્મપ્રવેશને રોકવા સમર્થ બનશે? સર્વ આશ્રવદ્વારને બંધ કરીને, આત્મામાં પ્રવેશી ગયેલાં અનંત અનંત કર્મોનો મારે નાશ કરવો છે. નવાં કર્મ બંધાય નહીં અને પૂર્વે બંધાયેલાં કર્મો નાશ પામે ત્યારે જ મારો આત્મા શુદ્ધ બને, બુદ્ધ બને અને મુક્ત બને. અને ત્યારે જ અક્ષય-અનન્ત સુખની પ્રાપ્તિ થાય.
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
નિર્જરા-ભાવના
હું જાણું છું કે સંવૃત આત્માની તપશ્ચર્યા પૂર્વગૃહિત કર્મોની નિર્જરા કરવા, ક્ષય કરવા સમર્થ બને છે.. પરન્તુ આશ્રવહારોને બંધ કરીને સંવૃત બનવું કેવું દુષ્કર કાર્ય છે, તે પણ હું સમજું છું! છતાં અન્તઃકરણની એવી ઝંખના રહે છે કે એવા પુણ્ય-અવસર મને મળે કે જ્યારે હું સર્વસંવર કરવા શક્તિમાન બનું
સમ્યગદર્શન પ્રાપ્ત કરીને મેં મિથ્યાત્વનું આશ્રયદ્વાર તો બંધ કર્યું છે. વ્રતોમહાવ્રતો ધારણ કરીને અવિરતિનું આવ્યવહાર પણ બંધ કર્યું છે. પરંતુ પ્રસાદ અને કષાયનાં દ્વાર થોડાંક ખુલ્લાં જ રહે છે ! મન-વચન અને કાયાની પ્રવૃત્તિ, શુભ અને અશુભ પ્રવૃત્તિ ચાલુ જ રહે છે...એટલે ત્રણ આશ્રવદ્યારો બંધ કરવાનું કામ ચાલતું રહે અને સાથે સાથે પૂર્વગૃહિત કમને જલાવવાનું કામ શરૂ થાય તો જ એક સોનેરી પ્રભાત ઊગે.. કે જ્યારે સર્વકર્મોથી મારો આત્મા મુક્ત થાય,
આત્માને સર્વકર્મથી મુક્ત કરવાનો મેં સંકલ્પ કર્યો છે, એટલે એ કમનો નાશ કરવાના જુદાજુદા માર્ગોનું-ઉપાયોનું અવલંબન લઈશ. ગ્રન્થકાર મહર્ષિ શ્રેષ્ઠ ઉપાય બતાવે છે તપશ્ચર્યાનો! મને તેઓના કથન પર વિશ્વાસ જન્મ્યો છેશરીરમાં વધી ગયેલો અજીણદિ રોગ જેમ લંઘન કરવાથી નાશ પામે છે તેમ તપશ્ચર્યાથી કર્મો નાશ પામે છે!” હું બાહ્ય અને અત્યંતર તપ કરીશ. છ પ્રકારની બાહ્ય તપશ્ચર્યા અને છ પ્રકારની અત્યંતર તપશ્ચર્યાથી મારા જીવનની એક-એક પળને પલ્લવિત કરી દઈશ!
૧. હું ઉપવાસ કરીશ, બે દિવસના, ત્રણ દિવસના. આઠ દિવસના અને મહિનાના ઉપવાસ કરીશ! સમગ્ર વર્ષાકાળ ઉપવાસથી વ્યતીત કરીશ! ખૂબ સમતાભાવમાં ઝીલતો રહીશ! મૌન ધારણ કરીને ફાળ નિર્ગમન કરીશ. - ૨. જ્યારે ઉપવાસ નહીં કરું ત્યારે અલ્પ ભોજન કરીશ. પેટ ભરીને ભોજન નહીં કરું. શરીર ધર્મઆરાધનામાં સહાયક બની શકે, એટલું જ ભોજન કરીશ.
૩. ભોજન જે કરીશ તેમાં પરિમિત વસ્તુઓ જ ગ્રહણ કરીશ. જો બે વસ્તુ લેવાથી ચાલશે તો ત્રીજી વસ્તુ નહીં લઉં, ગમે તેટલી ખાદ્યસામગ્રી મળતી હશે છતાં હું બે-ચાર વસ્તુઓ જ ભોજનમાં ગ્રહણ કરીશ.
૪. રસોના ત્યાગ કરીશ. દૂધ, દહીં, ઘી, ગોળ, મીઠાઈ આદિ રસપ્રચુર દ્રવ્યોનો ત્યાગ કરીશ. તન-મનમાં વિકારો પદા કરનારાં આવાં દ્રવ્યોનું સેવન નહીં કરું. અતિ આવશ્યકતા ઉપસ્થિત થશે તો અલ્પમાત્રામાં સેવન કરીશ.
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રશમતિ
૨૮૪
૫. શરીરને પંપાળીશ નહીં. થોડાંક કષ્ટ સહ કરવાનો અભ્યાસ કરીશ. કલાકો સુધી કાર્યોત્સર્ગ-ધ્યાનમાં ઊભો રહીશ. ઊભડક આસને બેસીશ...ગરમીના દિવસોમાં તડકે અને શીતકાળમાં છાંયડે ચાલીશ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. કાચબાની જેમ મારી ઇન્દ્રિયોને ગોપવીને રાખીશ. ઇન્દ્રિયોને આત્મભાવમાં, આત્મચિંતનમાં લીન રાખીશ. મનને પણ આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં નહીં જવા દઉં. ક્રોધાદિ કષાયોના નિગ્રહ કરીશ.
૭. મારાં વ્રતો-મહાવ્રતોમાં જે કોઈ દોષ લાગશે, તે દોષને દૂર કરવા માટે સદ્ગુરુ પાસે દોષોનું આલોચન કરીશ અને પ્રાયશ્ચિત કરીશ.
૮. ચિત્તનો નિરોધ કરીશ. મનમાં ગાર્તધ્યાન ન પ્રવેશી જાય તે માટે ધર્મધ્યાનમાં ચિત્તને પરોવી રાખીશ. પરમાત્મધ્યાનમાં લીન બનીશ.
૯. પૂજ્ય પુરુષોની, ગુણવાન પુરુષોની, ગ્લાન પુરુષોની સેવા કરીશ, ભક્તિ કરીશ. એમની શરીરસુશ્રુષા કરીશ.
૧૦. પૂજ્યોનો, વડીલોનો, ગુણવાનોનો વિનય કરીશ. તેઓ આવતાં ઊભો થઈશ, નમન કરીશ. બેસવા આસન આપીશ...તેમને વળાવવા જઇશ.
૧૧. મિથ્યા માન્યતાઓનો ઉત્સર્ગ-ત્યાગ કરીશ. ક્રોધાદિ કપાયનો ત્યાગ કરીશ. મમતા-આસક્તિ વધારનારાં દ્રવ્યોનો ત્યાગ કરીશ.
૧૨. શાસ્ત્રસ્વાધ્યાય કરીશ. સદ્ગુરુ પાસે વિનયપૂર્વક વાચના ગ્રહણ કરીશ. શંકાનાં સમાધાન કરીશ. તત્ત્વોને યાદ રાખીશ.
આ રીતે વિવિધ તપશ્ચર્યા કરીને સર્વ કર્મોની નિર્જરા કરવાનો મને અપૂર્વ અવસર પ્રાપ્ત થાઓ!
લોકસ્વરૂપ-ભાવના
लोकस्याधस्तिर्यग् विचिन्तयेदूर्ध्वमपि च बाहल्यम 1 सर्वत्र जन्म-मरणे रूपद्रव्योपयोगांश्च ।।१६० ।।
અર્થ : અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોકના વિસ્તારનો વિચાર કરવાં જોઈએ, અને (આ વિચાર પણ કરવો જોઈએ કે) લોકમાં સર્વત્ર હું જન્મ્યો છું અને મર્યો છું, તથા બધાં રૂપી દ્રવ્યોનો મેં ઉપભોગ કર્યો છે.
વિવેષન : વિરાટ વિશ્વ!
ચૌદ રાજલોકની કેવી વિશાળતમ્ દુનિયા છે!
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસ્વરૂપ-ભાવના.
૨૮૫ | સર્વપ્રથમ જ્યારે “બૃહતુસંગ્રહણી ગ્રન્થમાં આ વિરાટ વિશ્વનું શાસ્ત્રદૃષ્ટિથી દર્શન કર્યું, ત્યારે આશ્ચર્યથી અને કુતૂહલથી મારી આંખો પહોળી થઈ ગઈ હતી! અધાં લોકમાં આવેલી સાત ના૨ કી જોઈ...એ નારકીઓની.. નારકાવાસોની રચના જોઈ..ગજબ છે એ રચના! એમાં રહેલા અસંખ્ય જીવોને જોયા. તેઓને ત્યાં જે કષ્ટ સહવા પડે છે, જે દારુણ વેદનાઓ સહવી પડે છે એ જોયું. હૃદય દયાથી-કરણાથી ભીનું ભીનું થઈ ગયું.. મારું ચાલે તો એ નરકાવાસો તોડી નાંખી એ બધા જીવોને મુક્ત કર...દુઃખ-ત્રાસ અને વેદનાઓથી બચાવી લઉં...” પરંતુ મેં જાણ્યું કે તે જીવોને પોતાનાં ઘોર પાપોનું ફળ ત્યાં ભોગવવું જ પડે છે.
સાત નરકોની ઉપર વ્યંતરદેવ અને વાણવ્યંતરદેવોનાં વિશાળ નગરો આવેલાં જોયાં. અતિ રંગરાગ અને ભરપૂર સુખભોગમાં હજારો, લાખો અને ફરડો વર્ષનાં આયુષ્ય વિતાવી દેનારા એ દેવોને-દેવીઓને જોયાં અને મધ્યલોકમાં આવેલા અસંખ્ય દ્વીપો અને અસંખ્ય સમુદ્ર તરફ દષ્ટિ ગઈ. પહેલો દ્વિીપ જોયો જંબુદ્વીપ અને છેલ્લો જોયો સ્વયંભૂરમણ સમુદ્ર!
મધ્યલોકમાં તીર્થકર ભગવંતોને સદેહે વિચરતા જોયા! ચક્રવર્તીઓ અને વાસુદેવોને પણ જોયા! રોગ-શોક અને દારિદ્રવ્યથી રીબાતા જીવોને જોયા અને સુખભવાંમાં મહાલતા જીવોને પણ જોયા. મરીન નરકમાં જતા જીવો જોયા અને નિર્વાણ પામી મોક્ષમાં જતા જીવોને પણ જોયાઘણું ઘણું જોયું. અને ઉપર જતાં, સૂર્ય, ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા જોયા! સમગ્ર જ્યોતિષ દેવલોકમાં પરિભ્રમણ કર્યું. આ દેવોની દુનિયા નિરાળી છે.
ઊર્ધ્વલોકના બાર દેવલોક, નવ રૈવયક દેવલોક અને પાંચ અનુત્તર દેવલોકની દિવ્ય સુષ્ટિની તો વાત જ શી કરવી! કેટલી વાતો કરે? શ્રેષ્ઠ ભૌતિક સુખોની એ દુનિયા છે.
પરન્તુ મેં એ પણ જાણ્યું કે આ ત્રણેય લોકમાં સર્વત્ર જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે! શારીરિક અને માનસિક વ્યથા-વેદનાઓ નિશ્ચિત છે ! દેવલોકમાં જે મજા માણે છે તે નરકમાં ધોર સજા ભોગવે છે!
ગ્રંથકાર શ્રી ઉમાતિજીએ બતાવ્યું કે “આ ચૌદ રાજલોકના વિરાટ વિશ્વમાં તું સર્વત્ર જન્મ્યો છે અને મર્યો છે! એક બિંદુ જેટલી પણ જગા એવી નથી કે જ્યાં તું જમ્યો ન હોય, જ્યાં તું મર્યો ન હોય!” આ જાણીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. નીચેની સાતમી નરકથી માંડી ઉપર સિદ્ધશિલા સુધી
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬.
પ્રશમરતિ જુદા જુદા દેહે, જુદા જુદા નામે, જુદા જુદા રૂપે હું જન્મેલો છું અને મરેલો છું.
અનન્તકાળના ભૂતકાળમાં મેં આ વિશ્વમાં બધું જ જોયું છે! એટલું જ નહીં, આ વિશ્વના તમામ રૂપી પુદ્ગલોના જુદા જુદા રૂપે ઉપભોગ કરેલો છે! પરમાણુથી માંડી અનન્તાનન્ત પુગલસ્કંધ સુધીના રૂપી દ્રવ્યો મેં ભોગવ્યા છે! મન-વચન અને કાયા રૂપે, આહાર અને શ્વાસોચ્છવાસ રૂપે! બધું જ ભોગવ્યું છે...છતાં હું કાયમ માટે ધરાયો નથી! તૃપ્તિ મને થઈ નથી,
પૌગલિક.ભીતિક ઉત્કૃષ્ટ સુખોને ભોગવવા છતાં મને ક્યારેય તૃપ્તિ નથી થઈ, આજે પણ અતૃપ્ત જ છું, ભૂખ્યો અને તરસ્યો છું. ક્ષણિક તૃપ્તિમાં સંતોષ માનીને વારંવાર વૈષયિક સુખો ભોગવું છું...રાગ-દ્વેષ કરું છું અને પાપકર્મોને બાંધે છે. ઘણી વાર હું મારા આત્માને કહું છું :
હે આત્મનું, આ વિરાટ દુનિયામાં, અનન્તકાળથી પરિભ્રમણ કરતાં તે શું નથી ખાધું? શું નથી પીધું? શું નથી ભોગવ્યું? પાંચ ઇન્દ્રિયોનાં બધાં જ વૈષયિક સુખો તેં ભોગવ્યાં છે...છતાં તને તૃપ્તિ થઈ? નથી થઈ ને? તો પછી, હવે શા માટે મનુષ્યલોકનાં નિકૃષ્ટ, ગંદાં અને તુચ્છ સુખોમાં લલચાય છે? શા માટે આકર્ષાય છે? શા માટે એ સુખોમાં આસક્તિ રાખે છે? કરી દે ત્યાગ એ સુખોપભાંગનો! ત્યાગથી સાચી તૃપ્તિ મળશે. ભોગથી તો વાસના પ્રબળ બનતી જશે. મનથી પણ વિષયક સુખની તું કામના ન કર. અનન્તકાળમાં, અનન્ત જનોમાં દિવ્ય સુખો ભરપૂર ભોગવવા છતાં પરમ તૃપ્તિ નથી થઈ...તો પાંચ-પચાસ વર્ષના જીવનમાં તુચ્છ સુખોના ઉપભોગથી શું તને તૃપ્તિ થશે? નહીં જ થાય...માટે ભૂલ ન કર. ત્યાગ, તપ અને તિતિક્ષા દ્વારા શુદ્ધ આત્માને પામવાનો પ્રયત્ન કરે.’
મારા આત્માને આમ રોજ સમજાવું છું. એક દિવસ તો એ જરૂર સાંભળશે, સમજશે અને પરમ તૃપ્તિને પામશે!
ઘચિંતન-ભાવના धर्मोऽयं स्वाख्यतो जगद्धितार्थं जिनैर्जितारिगणे ।
येऽत्र रतास्ते संसारसागरं लीलयोत्तीर्णाः ।।१६१ ।। અર્થ : શત્રુગણ રિાગ-દ્રપ-મહાદિ ના વિજેતા જિનાએ, જગતના હિત માટે આ ધર્મનું નિર્દોષ કથન કરેલું છે. જેઓ (જીવ) આ ધર્મમાં અનુરક્ત થયા, તેઓ સંસારસાગરને અનાયાસે તરી ગયા!
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મચિંતન-ભાવના
૨૮૭ વિવેચન : સહુ જીવોના આત્મહિત માટે, સહુ જીવોનાં આત્મકલ્યાણ માટે પરમ કૃપાનિધિ જિનેશ્વર ભગવંતોએ કેવો યથાર્થ ધર્મ બતાવ્યો છે! તીર્થકરોનું આત્મત્વ જ કેવું ઉત્તમ હોય છે! પરણિતરસિકતા તેઓના એક-એક આત્મપ્રદેશને ભીંજવી રહેલી હોય છે. જ્યારે જ્ઞાનદષ્ટિથી તેઓ વિશ્વના અનન્ત-અનન્ત જીવોને દુ:ખ, ત્રાસ અને સંતાપથી રિબાતા જુએ છે ત્યારે તેનું આત્મત્વ અનુકંપાથી ભીનું ભીનું થઈ જાય છે. “મારામાં એવી અપૂર્વ શક્તિ આવે તો આ સર્વ જીવોને સંસારનાં દુઃખોથી મુક્ત કરી પરમ સુખ...શાશ્વત્ સુખ પમાડી દઉં.”
આ સર્વ જીવોના કલ્યાણની ભાવનાને ફલવંતી બનાવવા તેઓ કેવી આકરી તપશ્ચર્યા કરે છે! કેવી ભવ્ય આરાધના ચારિત્રધર્મની, કૃતધર્મની અને શ્રદ્ધા ધર્મની કરે છે. તે શાસ્ત્રોમાં વાંચતાં વાંચતાં મારી આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ છે.
આ ભાવના અને આરાધનાના સંયોજનમાંથી તીર્થકરત્વનો જન્મ થયો! તેઓ તીર્થકર બન્યા...જન્મજાત વૈરાગી પ્રભુ સંસારનો ત્યાગ કરી, ઘાતી કર્મોનો નાશ કરવાની વીરતાપૂર્ણ તપશ્ચર્યા કરે છે. ઘાતકર્મો નાશ પામે છે અને તેઓ સર્વજ્ઞ-સર્વદર્શી-સર્વશક્તિમાન વીતરાગ પરમાત્મા બની જાય છે, ઘાતીકમોના નાશ થતાં, રાગ-દ્વેષમાં આદિ સર્વદાપોનાં આમૂલ નાશ થઈ જાય છે. તેઓ આંતરશત્રુઓના વિજેતા બની જાય છે અને પછી જ, પૂર્ણજ્ઞાન અને પૂર્ણદર્શન વડે તેઓ જગતને ધર્મનો પ્રકાશ આપે છે.
વીતરાગ પ્રભુએ કેવો નિર્દોષ ધર્મ કહ્ય! કેવો કલ્યાણકારી ધર્મ બતાવ્યો! આચારમાર્ગ અને વિચારમાર્ગ-બંને માર્ગોનું કેવું દોષરહિત પ્રતિપાદન કર્યું! માર્ગાનુસારી જીવનની આચારસંહિતાથી માંડીને છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા સાધુની આચારસંહિતાનું સુરેખ, સુસંગત અને ક્રમબદ્ધ પ્રતિપાદન વાંચીને..સાચે જ, હૈયું ગદ્ થઈ ગયું. કોઈ પૂર્વાપરનો વિરોધ નહીં! સિદ્ધાન્તોથી વિપરીત કોઈ આચાર-વ્યવસ્થા નહીં!
જ્યારે, ઘર્મસિદ્ધાન્તોનું અધ્યયન-ચિંતન-પરિશીલન કરું છું ત્યારે કેવી જ્ઞાનાનન્દની અપૂર્વ અનુભૂતિ કરું છું! સ્યાદ્વાદ-અનેકાન્તવાદનો સિદ્ધાન્ત સાત નય અને સપ્તભંગીના સિદ્ધાન્તોનું મનન કરતાં કરતાં તો, આ સિદ્ધાન્તો બતાવનારા એ પૂર્ણજ્ઞાની જિનેશ્વરોને વારંવાર ભાવવંદના કરી લઉં છું.
પૂર્વદર્શાના તત્ત્વજ્ઞાનમાં કે પશ્ચિમના દેશોના તત્ત્વજ્ઞાનમાં ક્યાંય મેં આવા યથાર્થ સિદ્ધાન્તો જોયા નથી. દરેક પદાર્થનું આટલું બધું યથાર્થ વિશ્લેષણ કરનારી વિચારપદ્ધતિ અન્યત્ર જોઈ નથી.
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ .
પ્રશમરતિ ઉપશમ શ્રેણિ અને ક્ષપક શ્રેણિમાં જીવાત્મા કેવી અદ્ભુત શુદ્ધિ પ્રાપ્ત કરતો આગળ વધે છે, ક્રમશઃ કેવા-કેવા દોષોનો નાશ થતો જાય છે ! અલ્પ સમયમાં કેવી અપૂર્વ આત્મશુદ્ધિ થતી જાય છે. એ બધી અગમ અગોચરની વાતો વાંચીને, વિચારીને, જિનેશ્વરના ધર્મશાસન પ્રત્યે મારી શ્રદ્ધા...મારો વિશ્વાસ દૃઢ બનતા જાય છે.
સમ્યગ્દર્શન રૂપ, સમ્યગૂજ્ઞાન રૂપ અને સમ્યફચારિત્ર રૂપ આ ધર્મની સાધના-આરાધનામાં જો જીવાત્મા અનુરક્ત થઈ જાય...તો સહજતાથી તે પૂર્ણતાને પામી જાય, જરૂર પામી જાય! પરંતુ ધર્મમાં આસક્ત બની જવું પડે! અનુરક્તિ થઈ જવી જોઈએ, તો જ પાર પામી શકાય.
પામવો છે મોક્ષ, ઇચ્છું છું મોક્ષને-મુક્તિને, પરન્તુ ધર્મમાં હું લીન નથી બનતો...ધર્મમાં હજુ મારી આસક્તિ નથી થઈ..ધર્મ સિવાય પણ મને બીજું ઘણું ગમે છે. ધર્મ સિવાયની વાતોમાં અને વસ્તુઓમાં મારી અનુરક્તિ છે...કેવી રીતે હું મોક્ષ પામી શકું? કેવી રીતે આંતરશત્રુઓ પર વિજય મેળવી શકું?
ગ્રન્થકાર મહર્ષિ કહે છે : “સર્વજ્ઞ વીતરાગે બતાવેલા ધર્મમાં આસક્ત થાઓ અને સહજતાથી ભવસાગર તરી જાઓ!' સંસારની આસક્તિમાંથી છૂટવા માટે મારે ઘસક્તિ કેળવવી પડશે.. હવે હું કૃતધર્મ અને ચારિત્રધર્મમાં આસક્ત બનીશ.
કેવો મહાનું..કેવો દુર્લભ ધર્મ મને પ્રાપ્ત થયો છે! કેવું મારું શ્રેષ્ઠ ભાગ્ય છે! કેવો મને સુવર્ણ-અવસર પ્રાપ્ત થયો છે ધર્મ-સાધનાનો! માનવજીવન મળ્યું છે...પાંચ ઇન્દ્રિયો પરિપૂર્ણ મળી છે...સારું મન મળ્યું છે...સારા સંયોગો મળ્યા છે...! કોઈ વાતે અધુરપ નથી..તો હવે હું ધર્મપુરુષાર્થમાં પ્રમાદ નહીં કરું! મન-વચન-કાયાથી ધર્મપુક્ષાર્થ કરીશ. ધર્મમાં લીન બનીશ, તલ્લીન બનીશ !
બોધિદુર્લભતા-ભાવના मानुष्यकर्मभूम्यार्यदेशकुलकल्पतायुरूपलव्धी । श्रद्धाकथकश्रवणेषु सत्स्वपि सुदुर्लभा वोधिः ।।१६२ ।। અર્થ : મનુષ્યજન્મ, કર્મભૂમિ, આર્યદેશ, આર્યકુલ, નીરોગિતા અને આયુષ્ય પ્રાપ્ત થવા છતાં, શ્રદ્ધા, સદ્ગુર અને શાસ્ત્રશ્રવણ પ્રાપ્ત થવા છતાં, બાંધિ (સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે.
વિવેચન : અનન્ત જીવસૃષ્ટિમાં, આજે હું મનુષ્યરૂપ છું, મને મનુષ્યજીવન
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોધિદુર્લભતા-ભાવના મળેલું છે. આ મારું કેવું મહાનું ભાગ્ય કહેવાય! હું નરકમાં નારકીરૂપે હોત તો? હું તિર્યંચગતિમાં પશુરૂપ, પક્ષીરૂપે કે કીડારૂપે હોત તો? કેવી ઘોર વેદનાઓ સહવી પડત? પ્રગાઢ અજ્ઞાનના અંધકારમાં ભટકવું પડત! દેવલોકમાં દેવ હોત તોય શું? વૈષયિક સુખમાં લીન બન્યો હોત અને ધર્મપુરુષાર્થથી વંચિત રહ્યા હોત.
મને માનવજીવન મળ્યું છે! કે જે જીવનમાં તીવ્ર દુઃખો નથી અને ભરપૂર સુખો નથી, એટલે આત્મકલ્યાણાર્થ પુરુષાર્થ કરવાની પૂરેપૂરી તક મને મળી ગઈ! પરંતુ હું “અકર્મભૂમિ'માં માનવરૂપે જન્મ્યો હોત તો મારું શું થાત? ‘અકર્મભૂમિ' માં ન કોઈ તીર્થંકર જન્મ, ન કોઈ ત્યાં ધર્મશાસન, ન કોઈ ત્યાં સદ્ગુરુ મળે! '
માર આ ભરતક્ષેત્રમાં જન્મ થયો, કે જે ભરતક્ષેત્ર “કર્મભૂમિ' છે! જોકે આવાં પાંચ ભરતક્ષેત્ર છે વિશ્વમાં. પાંચ એવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે દુનિયામાં! આ ક્ષેત્રોમાં યથાયોગ્ય કાળે તીર્થંકરો થાય, તેઓ ધર્મસ્થાપના કરે. એમના એ ધર્મશાસનમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા હોય.....સહુ પરસ્પર મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બને. કેવું ભાગ્ય કે હું ‘કર્મભૂમિ માં જમ્યો!
એટલું જ નહીં, મારો જન્મ પણ ઉત્તમ કુળમાં થયો! સંસ્કારી માતા મળી. દયાળુ પિતા મળ્યા. ચારે બાજુ અહિંસક અને દયાભીનું વાતાવરણ મળ્યું. પરિવારમાં કે પડોશમાં ન કોઈ હિંસા કે ન મારામારી!ન કોઈ ચોરી કે ન કોઈ દુરાચાર....! પરમાર્થ અને પરોપકારનું વાતાવરણ મળ્યું. આને પણ હું મારું મોંઘેરું ભાગ્ય સમજું છું.
મને શરીર પણ કેવું નીરોગી મળ્યું છે...શરીર નીરોગી હોય તો જ મોક્ષમાર્ગની આરાધના સારી રીતે થઈ શકે ને! જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગ, પરમાર્થ-પરોપકાર આદિની આરાધના, શરીર સ્વસ્થ હોય છે તો જ થઈ શકે છે. ખરેખર, મારા નીરોગી શરીરે મને ઘણી સહાય કરી છે અને કરે છે.
એથી પણ વિશેષ સૌભાગ્ય તો એને માનું છું કે મારું આયુષ્ય સમાપ્ત નથી થઈ ગયું. ભલે નીરોગી દેહ હોય, પરંતુ જો આયુષ્ય પૂરું થઈ જાય તો મૃત્યુ નિશ્ચિત બને છે. જી અલ્પ આયુષ્ય હોત અને બાલ્યકાળમાં જ મોત આવી ગયું હોત તો મોક્ષમાર્ગની આરાધના કરવાનો કોઈ અવસર ન મળત... દીર્ઘ આયુષ્યની સાથે, ધર્મતત્ત્વ તરફ મારી જિજ્ઞાસા જાગી...એ કોઈ
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦.
પ્રશમરતિ સાધારણ વાત નથી. “હું કોણ છું? ક્યાંથી આવ્યો? ક્યાં જઈશ? આ સૃષ્ટિ શા માટે? સૃષ્ટિ કેવી છે? સૃષ્ટિમાં આવી વિષમતા કેમ?...” આવી અનેક જિજ્ઞાસાઓ પ્રગટી. અને ત્યાં -
મને ધર્મતત્ત્વનું રહસ્ય સમજાવનારા પરમ ઉપકારી ગુરુદેવ મળી ગયા! આળસ ખંખેરીને, મદ-માન ત્યજીને, ભય-શોકની લાગણીઓથી મુક્ત થઈને અને બીજાં બધાં કામ પડતાં મૂકીને મેં સદ્ગુરુના ચરણે બેસી ધર્મશ્રવણ કર્યું. આવા ચારિત્રવંત, પ્રજ્ઞાવંત અને કરુણાવંત ઉપકારી ગુરુદેવ મળવા એ મહાન પુણ્યોદયથી જ શક્ય બને. મળવા છતાં એમનાં ચરણોમાં વિનયપૂર્વક જઈને ધર્મશ્રવણ કરવું ઘણું દુર્લભ છે.
ગૃહકાર્યોની વ્યગ્રતા, આળસ, મોહ, અવજ્ઞા, અભિમાન, કૃપતા, ભય, શોક, અજ્ઞાન, કુતુહલ આદિ કારણો ધર્મશ્રવણમાં બાધક બનતાં હોય છે. મારો પરમ પુણ્યોદય કે મને આ કારણો ન નડ્યાં અને ધર્મશ્રવણ કર્યું. જેમ જેમ ધર્મશ્રવણ કરતો ગયો, તેમતેમ જીવાજીવાદિ તત્ત્વોનો બોધ થતો ગયો અને “સર્વજ્ઞભાષિત તત્ત્વો જ સાચાં હોય.” આ શ્રદ્ધા મારા અન્તરાત્મામાં
જાગી..
ધર્મશ્રવણ તો ઘણા જીવો કરે છે, પરન્તુ બધાને “બોધિ' ની પ્રાપ્તિ નથી થતી. સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ સહુ જીવોને નથી થતી. સેંકડો ભવોની આરાધના-સાધના પછી એ બોધિ પ્રાપ્ત થાય છે. મને એ બોધિલાભ થઈ ગયો છે! મને જિનોત તત્ત્વોમાં કોઈ શંકા નથી...મારું મન નિ:શંક બની ગયું છે...મને હવે બીજા અસર્વજ્ઞશાસનનાં તત્ત્વોનું કોઈ આકર્ષણ રહ્યું નથી.
ઘણો ઘણો દુર્લભ બોધિલાભ મને વિના પ્રયત્ન થયો છે. હે પરમાત્મનું, મારી આ બોધિ ક્યારે ય ખોવાઈ ન જાય, એવી મારા પર કૃપા કરજે.
વિરતિની દુર્લભતા तां दुर्लभा भवशतैर्लब्ध्वाऽप्यतिदुर्लभा पुनर्विरतिः ।
મોદ્રારા Ifપથવિત્નોના પરિવવાથ્થી ૧૬રૂ I અર્થ : સેંકડો ભવોમાં તે દુર્લભા બોધિ પ્રાપ્ત કર્યા પછી પણ, માંહથી, રાગથી ઉન્માર્ગદર્શનથી તથા ગૌરવવશતાથી વિરતિ દિશવિરતિ-સર્વવિરતિ, અતિ દુર્લભ છે.
વિવેવન : મનુષ્યને સમજાઈ જાય કે “સંસારનાં સુખો ત્યાજ્ય છે અને મોક્ષનાં સુખ ઉપાદેય છે. સંસાર દુઃખરૂપ છે અને મોક્ષ જ સુખરૂપ છે. તે
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરતિની દુર્લભતા,
૨૯૧ છતાં જ માહ, રાગ, ગતાનુગતિકતા અને રસ-ઋદ્ધિ તથા શાતાની રસિકતા એમનુષ્યને ઘેરેલો હશે તો એ વિરતિ-ધર્મ નહીં પામી શકે, અર્થાત્ વ્રતો કે મહાવ્રતાનો અંગીકાર નહીં કરી શકે.
સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન પામવાથી એ જીવાત્માના હૃદયમાં સાચી સમજાનો રત્નદીપક સળગતો હોય છે, પરનું અજવાળામાં ય જીવ પાપ ક્યાં નથી કરતો! પ્રકાશ હોવા છતાં ય ખાડામાં ક્યાં નથી પડતો! સમ્યગ્દર્શનના જ્ઞાનપ્રકાશમાં એ જાણે છે કે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ પાપ છે. આ પાપ આચરવાથી પાપકર્મો બંધાય છે અને એના પરિણામે જીવાત્મા સંસારની દુર્ગતિઓમાં રઝળતો થઈ જાય છે. આ સમજણ એને ક્યારેક આ પાપોના ત્યાગની પવિત્ર ભાવનાની ભેટ પણ આપે છે. એને વિચાર આવે છે : “આ પાપોનો સર્વથા ત્યાગ કરીને, સંપૂર્ણ નિષ્પાપ શ્રમણ-જીવનને મારે અંગીકાર કરવું જોઈએ.”
પરન્તુ તરત મોહ એ પવિત્ર ભાવનાને કચડી નાખે છે, પીંખી નાખે છે... હમણાં તો હું શમણજીવન અંગીકાર નહીં કરી શકું, હજુ પુત્ર-પુત્રીઓને ભણાવવાનાં-પરણાવવાના બાકી છે. હજુ ધંધો થોડો કરી લેવો છે...' આવો મોહ, આવી અજ્ઞાનતા જન્મે છે રાગમાંથી.
પુત્ર, પત્ની, પરિવાર, સંપત્તિ, સ્નેહી-પરિજન વગેરે તરફનો અનુરાગ, જીવાત્માને સંસારનો સર્વત્યાગ ન કરવા દે. સંસારનું અનુરાગી હૃદય, સાચી સમજણને આચરણમાં મૂકવા દેતું નથી. જે પળોમાં...જે ક્ષણોમાં અનુરાગ મંદ પડી જાય છે, પેલી સાચી સમજણ એના ચિત્તને ખિન્ન કરી દેતી હોય છે! “મારો રાગ, મારો મોહ મને સર્વવિરતિમય શ્રમણજીવન અંગીકાર કરવા દેતો નથી.' સમ્યગદર્શનની આંખોથી જીવાત્મા પોતાના રાગ અને મોહનું દર્શન કરે છે.
જ્યારે સમ્યગુષ્ટિ જીવાત્મા અનન્ત ભવસાગરને જુએ છે..ભીષણ ભવસાગરને જુએ છે. ત્યારે એ વિચારે છે : “આવા અપાર ભવસાગરને કેમ કરીને પાર કરી શકાય? કોણ પાર ઉતારી શકે? આ વિષમકાળમાં કોણ સમર્થ છે ભવસાગરને તરાવનાર?' એની દૃષ્ટિ ધર્મના નામે, સંન્યાસના નામે ચાલતાં પાખંડો તરફ લંબાય છે અને એનું મન ધૃણાથી ભરાઈ જાય છે... “આવા પાખંડીઓ મને કેવી રીતે તારી શકે? તારે તો નહીં, ભવસાગરમાં ડૂબાડી દે..' અને સર્વત્યાગનો વિચાર, માત્ર વિચાર જ રહી જાય છે. સમ્યગદર્શનનો ગુણ ક્યારેક જીવાત્માને, એવા સત્પષનું દર્શન કરાવે છે
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
૨૯૨
કે જેના સહારે ભવસાગરને તરવાની યાત્રા આરંભી શકાય, પરન્તુ ત્યારે અટકાવતી હોય છે ઋદ્ધિ-સમૃદ્ધિની આસક્તિ! ‘આ બંગલા, આ ગાડી, આ ઇજ્જત...આ કરોડો રૂપિયા...આ બધાંનો ત્યાગ કેવી રીતે કરું ? લોભવૃત્તિ અને વૈભવરસિકતા જીવાત્માને સર્વત્યાગ તો નહીં, આંશિક ત્યાગ કરતાં પણ રોકે છે, અવરોધ પેદા કરે છે.
કદાચ આ લોભ, આ મમતા ત્યાગી દે જીવાત્મા, પરંતુ જો રસનેન્દ્રિયના વિષયોની આસક્તિ બંધાયેલી હશે તો પણ સર્વત્યાગના પંથે પ્રયાણ કરવા તે તત્પર નહીં બની શકે. ‘મનગમતા ખાટા-મીઠા રસાસ્વાદ શ્રમણજીવનમાં નહીં મળે...ત્યાં તો નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જીવવાનું હોય છે...’ આ વિચાર એને અટકાવી દે છે ત્યાગમાર્ગે જતાં!
માની લઈએ કે જીવાત્મા રસનેન્દ્રિયવિજેતા બની ગયો, પરન્તુ સુખશીલતા જો એને પ્રિય છે, તો પણ સર્વત્યાગના-સર્વવિરતિના માર્ગે તે નહીં જઈ શકે. એને ઉનાળામાં જોઈએ શીતલતા અને શિયાળામાં જોઈએ ગરમાવો! શ્રમણજીવનમાં એવાં મકાનો ક્યાંથી મળે! એને જોઈએ મુલાયમ શય્યા, સાધુને સૂવાનું હોય જમીન પર એક ઊનના વસ્ત્ર પર! એને જોઈએ ચન્દ્રનનાં વિલેપનો...સાધુ ન કરી શકે ચન્દનનાં વિલેપનો! એને જોઈએ અત્તરની સુવાસ, શ્રમણ ન ભોગવી શકે અત્તરની સુગંધી! એને જોઈએ શયન-સહચરી...જ્યારે શ્રમણને તો મનવચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવાનું હોય છે!
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આ રાગ, મોહ, રસવૃદ્ધિ, સુખશીલતા અને વૈભવાસક્તિ આદિ દોષો જીવાત્માને પીડતા હોય છ. આ દોષો, સમ્યકૂચારિત્રના માર્ગે અવરોધ પેદા કરતા હોય છે, માટે વિરતિ-ધર્મની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ કહેવામાં આવી છે. જે વીર અને ધીર પુરુષ મોહ, રાગ, આદિ દોષો પર વિજય મેળવે છે તે જ સર્વત્યાગના ઉત્તમ માર્ગે પ્રયાણ કરી શકે છે.
વૈરાગ્યવિજય
तत् प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः । इन्द्रियकषायगौरवपरीसहसपत्नविधुरेण || १६४ । ।
અર્થ : તે વિરતિરત્ન મેળવવા છતાં, ઇન્દ્રિય-કષાય-ગારવ અને પરીષહ-શત્રુની વ્યાકુળતાના કારણે, વૈરાગ્યમાર્ગો વિજય દુ:ખે કરીને મેળવી શકાય છે.
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરાગ્યવિજય
- ૨૯૩ દિન: હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનો ત્રિવિધે-ત્રિવિધે ત્યાગ કરી દીધો. ભિક્ષાવૃત્તિથી જીવનનિર્વાહ કરું છું, ખુલ્લા પગે વિહાર કરું છું. માથે કેશલુંચન કરાવું છું. છતાં અંતરાત્મામાંથી રાગ-દ્વેષની વૃત્તિઓ દૂર થતી નથી. વૈરાગ્યભાવ સ્થિર થતો નથી, વૃદ્ધિ પામતો નથી.
સર્વવિરતિમય શ્રમણજીવન સ્વીકાર્યા પછી પણ, ઇન્દ્રિયોની સ્વચ્છંદતા, કષાયોની પ્રબળતા, ગારવોની લોલુપતા અને પરીષહો સામે કાયરતા એવી દઢ બનેલી છે કે તેના કારણે વૈરાગ્યની ભાવના Dિર જ નથી રહેતી, અલબત્ત, મેં વૈરાગ્યભાવથી પ્રેરાઈને જ સંસાર ત્યાગ કર્યો છે અને શ્રમણજીવન સ્વીકાર્યું છે, પરંતુ એટલા માત્રથી વૈરાગ્યભાવ સ્થાયી બની જતો નથી!
શ્રમણજીવનમાં શ્રમણને કે શ્રમણીને પાંચ ઇન્દ્રિયોના અનેક પ્રિય-અપ્રિય વિષયોના સંપર્કમાં આવવું પડે છે. ક્યારેક મીઠા શબ્દ સાંભળવા મળે છે, ક્યારેક કડવાં શબ્દો! ક્યારેક સુંદર રૂપ નજરે ચઢે છે તો ક્યારેક કુરૂપતા! ક્યારેક મનગમતી ભિક્ષા મળે છે તો ક્યારેક દીઠી ય ન ગમે તેવી! ક્યારેક સાનુકૂળ નિવાસસ્થાન મળે છે તો ક્યારેક સાવ પ્રતિકૂળ! ક્યારેક સારાં વસ્ત્રપાત્ર મળે છે તો ક્યારેક નરસાં! આ પરિસ્થિતિ દરેક સાધક આત્માની આસપાસ હોય જ છે. એ વખતે રાગ-દ્વેષમાં ન તણાતાં મનને સ્વસ્થ અને વિરક્ત જ રાખવું-તે કેટલું બધું દુષ્કર છે, એ હું જાણું છું, કારણ કે હું શ્રમણ છું!
ક્રોધ થઈ જાય છે..અભિમાન પીડે છે. માયા સતાવે છે...અને લોભદશા મજબૂત છે...હું આ કષાયોને “સંજ્વલન' કક્ષાના માનીને મન મનાવું છું...છઠ્ઠા ગુણસ્થાનકે તો સંજવલનના કપાયો રહેવાના..' એમ સમજીને અને બીજાઓને સમજાવીને, એ કષાયો કરતો રહું છું! ક્યારેય આત્મચિંતન કરીને નિર્ણય નથી કરતો કે “શું હું છઠ્ઠા ગુણસ્થાનક છું?' માત્ર વ્યવહારથી હું ભલે છછું ગુણસ્થાનકે કહેવાતો હોઉં...પરંતુ કષાયોનો સંબંધ વ્યાવહારિક ગુણસ્થાનક સાથે નથી. નિશ્ચયથી જીવ પહેલા ગુણસ્થાનક હોય અને વ્યવહારથી છઠ્ઠી ગુણસ્થાનકે હોય, તો એના કષાયો અનન્તાનુબંધી' કક્ષાના જ હોવાના!
રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના ઊંડા કાદવમાં ઊંડો ઊતરતો જાઉં છું. મીઠો અને કડવો, તીખો અને તૂરો. બધા રસ મને ગમે છે. ક્યારેક મીઠો રસ ગમે છે તો ક્યારેક કડવો! ક્યારેક તીખો તો ક્યારેક તુર...રસોને લઈને કેવા પ્રબળ રાગ-દ્વૈપ થાય છે તે હું જાણું છું, આવી રાગ-દ્વેષની પરિણતિમાં વૈરાગ્યભાવ કેવી રીતે ટકે?
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
પ્રશમરતિ સાધુજીવનની ઋદ્ધિ હોય છે માન-સન્માન અને ભક્તો! “મારા આટલા શ્રીમંત ભક્તો છે મારા ઉપદેશથી આટલાં મંદિરો બંધાયા છે, આટલા ઉપાશ્રયો, બંધાયાં છે...' આવી મનોદશામાં વૈરાગ્યને સ્થાન કેવી રીતે મળે?
શાતાગારવ એટલે સુખશીલતા. જેમ ગૃહસ્થવર્ગમાં સુખશીલતા વધતી જાય છે તેમ શ્રમણ સંઘમાં પણ સુખશીલતા વધતી જાય છે. “અમારે આવી સગવડતા જોઈએ...અમારે આવી અનુકૂળતા જોઈએ. આવું હવા-ઉજાસવાળું મકાન જોઈએ, અમારે વિહારમાં આવી સગવડતા જઈએ.. અમારે આવાં પાત્ર જોઈએ,. આવાં જ અનુકળ ઉપકરણો જોઈએ...' કોઈ પ્રતિકુળતા સહવી નથી. સુખપૂર્વક જીવવું છે...! પછી વૈરાગ્યભાવ ક્યાંથી પુષ્ટ થાય? રાગ અને દ્રુપ જ પુષ્ટ થાય.
પરીષહો સહવા જ નથી. બાવીસ પરીષહોમાંથી એક પણ પરીષહ સહવી નથી! સ્વેચ્છાએ પરીષહ સહવા જતો નથી, અનિચ્છાએ આવી પડે છે કોઈ પરીષહતો એનાથી દૂર ભાગું છું. એ સંકટમાંથી બચવા ફાંફાં મારું છું. પરીષહોને “કટ્ટર દુશ્મન' માનું છું.
આમ, ઇન્દ્રિયોની પરવશતામાં, કષાયોની ઉદ્વિગ્નતામાં, ગારવોની રસિકતામાં અને પરીષહો સહવાની કાયરતામાં મન વ્યાકુળ જ રહ્યા કરે છે. ચંચળ અને અસ્થિર રહે છે... કેવી રીતે વૈરાગ્યમાર્ગે પ્રગતિ કરું? કેવી રીતે વૈરાગ્યની અપૂર્વ મસ્તીમાં ઝૂકું?
સર્વવિરતિ' કે જે પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તે મળ્યા પછી પણ વૈરાગ્યભાવ પર વિજય મેળવવો. અર્થાત્ આત્માના પ્રદેશ પ્રદેશે વૈરાગ્યભાવને સ્થાપિત કરી દેવો ઘણો મુશ્કેલ છે. ઘણું દુષ્કર કાર્ય છે. ઇન્દ્રિયોને જીતવા જતાં, કપાયો પ્રબળ બને છે અને કપાયોને દબાવવા જતાં ગારવા ગળચી પડે છે. એ ગારવો સાથે લડવા જતાં, પરીષહ પછાડી દે છે. કેવી કર ણતા છવાઈ ગઈ છે. સાધક-જીવનમાં?
વિજયબા ઉપાય तस्मात् परीसहेन्द्रियगौरवगणनायकान् कषायरिपून् ।
शान्तिवलमार्दवार्जवसन्तोषः साधयेद्धीरः ।।१६५।। અર્થ : માટે, ધીર પુરુપે પરીષહ-ઇન્દ્રિય અને ગારવના સમૃદના નાયક કપાયશત્રુઓને, ક્ષમા-માદેવ, આર્જવ અને સંતાપરૂપ સંન્યથી જીતવા જઈએ.
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
---
વિજયના ઉપાય
૨૯૫ વિવેચન : “મારે વૈરાગ્યમાર્ગ પર વિજય મેળવવો છે.' આવા દઢ સંકલ્પ સાથે જો તમે ઇન્દ્રિયો, કષાય, ગારવો અને પરીષહ સામે જંગ માંડશો તો તમે અવશ્ય વિજયી બનશો!
એક મહત્ત્વની અને ગંભીર વાત સાંભળી લો કે તમારે નથી લડવાનું ઇન્દ્રિયો સામે, નથી લડવાનું ગારવો સામે કે નથી લડવાનું પરીષહ સામે. તમારે લડી લેવાનું છે માત્ર કપાયો સામે! તમે કષાયોને જીતી લીધા એટલે ઇન્દ્રિયો શાન્ત થઈ જશે. રસગારવ-ઋદ્ધિગારવ અને શાતાગારવની રસિકતા નાશ પામી જશે અને પરીષહો સહવાની શક્તિનો તમારા તન-મનમાં સંચાર થશે.
તમામ આન્તરશત્રુઓના સેનાપતિ છે ચાર કષાયો, ક્રોધ-માન-માયા અને લોભ. સેનાપતિઓ પર વિજય મેળવી લીધો એટલે સેના તો ભાગી જ જવાની! ક્રોધ, માન, માયા અને લોભ પર વિજય મેળવવા, સાત્ત્વિક બનીને સાધકે ઝઝૂમવું જોઈએ. સાધકમાં ધીરતા-સાત્ત્વિકતા હોવી અનિવાર્ય છે. જેને વૈરાગ્યમાર્ગ પર નિશ્ચિત અને નિર્ભય બનીને ચાલવું છે, તે અધીર બન્યું નહીં ચાલે, તેણે કાયર બન્યું નહીં ચાલે.
કષાયો સામે લડવા પૂર્વે, આ કપાયા મારા શત્રુ છે, હું મારા જીવનમાં આ શત્રુઓનો ક્યારેય સહારો નહીં લઉં. મારે કષાયોની લોહજાળમાંથી મુક્ત થવું છે.” આવો તમારો દઢ સંકલ્પ હોવા આવશ્યક છે. કપાયોનાં પ્રલોભનોમાં ક્યારેય લલચાઈ ગયા, તો તમે કષાયોન નહીં જીતી શકો, તમે પોતે જિતાઈ જશો. અનન્ત જન્મોમાં જીવાત્મા કષાયોનો સહારો લેતો રહ્યો છે...કપાયોનાં શરણે જીવતો રહ્યો છે. એના પ્રગાઢ સંસ્કારો જીવાત્મા પર પડેલા છે, એટલે એમના પર વિજય મેળવવા, એમનો નાશ કરવા ખૂબ જ સાવધાન રહેવું જોઈશે. ખૂબ જ જાગૃત રહેવું પડશે. કોઈ પણ રૂપે આવીને એ કપાયો તમને પછાડી ન જાય, એની પ્રતિક્ષણ જાગૃતિ રાખવી જોઈશે.
તમે ક્ષમા દ્વારા ક્રોધ પર વિજય મેળવી શકશો. નમ્રતા દ્વારા માન પર વિજય પ્રાપ્ત કરી શકશે. સરલતાના સહારે માયાને મોતને ઘાટ ઉતારી શકશો અને સંતોષ દ્વારા લોભને ભૂશરણ કરી શકશો, ક્ષમા-નમ્રતા-સરલતા અને સંતોષ, આ ચાર યોદ્ધાઓનો સહારો લઈ લો.
સહારો લેતાં પહેલાં એ ચાર યોદ્ધાઓમાં તમારે સંપૂર્ણ વિશ્વાસ મૂકવો પડશે. પછી, એ ચારની સાથે કાયમ માટે જીવવાની તમારી તૈયારી હોવી
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૨૦૭
જોઈએ. અત્યાર સુધી જેવો ક્રોધમાં વિશ્વાસ હતો તેવો જ વિશ્વાસ ક્ષમામાં મૂકવો પડશે. જેવો વિશ્વાસ માનમાં હતો તેવો વિશ્વાસ નમ્રતામાં જોઈશે. જેવો વિશ્વાસ માયામાં મૂકેલો હતો તેવો જ વિશ્વાસ સરળતામાં જોઈશે અને જેવો વિશ્વાસ લોભમાં મૂકેલો હતો તેવો વિશ્વાસ સંતોષમાં મૂકવો પડશે, તો જ તમે એ ચાર કષાયો પર વિજય મેળવવા શક્તિમાન બની શકશો,
૧. ક્રોધથી ભૂતકાળમાં થયેલાં નુકસાનોનો, વર્તમાનમાં થતા ગેરલાભોનો અને ભવિષ્યમાં થનારા અપાયોના વિચાર કરો. ક્રોધથી તમને નુકસાન થાય છે અને મનને પણ નુકસાન થાય છે, એ વિચારો, એની સામે ક્ષમાની સાધનાથી થતા લાભોનો વિચાર કરો.
૨. માન-અભિમાનની તીવ્ર લાગણીઓ કેવા કેવા અનર્થો સર્જે છે, એનાં ઐતિહાસિક દૃષ્ટાન્તો વાંચો, માન-અભિમાનથી તમે તમારાં કેવાં કેવાં માનસિક અને પારિવારિક સુખો ખોયાં, એનો ગંભીરતાથી વિચાર કરો. એની સામે નમ્રતાથી તમે કેવી શ્રેષ્ઠ ચિત્તશાન્તિ અનુભવી શકો છો, તેનો અનુભવ કરો.
૩. માયા-કપટથી થતા બાહ્ય ભૌતિક લાભો કરતાં, શારીરિક, સામાજિક અને રાજકીય ગેરલાભો ઘણા છે, તમે સ્વસ્થ મનથી વિચારી શકતા હો તો તમને સમજાશે. એ માયા-કપટની વાસનાને નિર્મૂળ કરવા માટે સરળતાનોઆર્જવો સહારો લો. સરળતાથી ડરો નહીં. તમે લુટાઈ નહીં જાઓ. આબાદ બનશો.
૪. લોભ, એ સર્વ દોષોનો જનક છે! લોભના એટલા બધા લાભ માનવીના મનમાં સમજાયેલા છે કે એના હૃદયમાં સંતોષને પ્રવેશ જ નથી મળતો! જ્યાં સુધી તમારું પુણ્યકર્મ ઉદયમાં હશે ત્યાં સુધી જ તમે લોભમાં રાજી થવાના. પુણ્યકર્મ નાશ પામતાં એ જ લોભદશા તમને ધોર પીડા આપશે. માટે ‘સંતોષ’નો અત્યારથી જ સહારો લઈને લોભદશાથી મુક્ત થાઓ.
ધીર-સાત્ત્વિક બનીને કષાય-શત્રુઓ સામે સંગ્રામ ખેલી લો. અંતે વિજય તમારો થશે.
संचिन्त्य कषायाणामुदयनिमित्तमुपशान्तिहेतुं च । त्रिकरणशुद्धमपि तयो: परिहारासेवने कार्ये ।।१६६ ।।
અર્થ : કપાયોના ઉદયનાં નિમિત્તોને અને કાર્યોના ઉપશમનાં નિમિત્તોને સારી રીતે વિચારીને, મન-વચન અને કાયાની શુદ્ધિથી, કપાયોના ઉદયનાં નિમિત્તોનો ત્યાગ અને ઉપશમનાં નિમિત્તાનું સેવન કરવું જોઈએ.
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયના ઉપાય .
૨૯૭ વિવેવન : “આ ક્રોધ-માન-માયા અને લોભ, ક્યાં ક્યાં નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે, આની ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. કારણ કે, ક્રોધાદિ કષાયો આન્તર-બાહ્ય નિમિત્તાને પામીને ઉત્પન્ન થાય છે. જો મનુષ્યને કષાયોનો સમૂળ ઉચ્છેદ કરવો છે તો એણે કપાયોને જન્મતા જ અટકાવવા પડશે. જે જે નિમિત્તોને લઈને કપાય જન્મે છે, એ નિમિત્તોનો જ ત્યાગ-પરિહાર કરવાનો!
એવી રીતે, અજ્ઞાનથી કે પ્રમાદથી કોઈ એવું નિમિત્ત, એવું આલંબન મળી ગયું.. સેવાઈ ગયું અને કષાય થઈ ગયા, તો એ કષાયોને શાન્ત-ઉપશાન્ત કરવાના ઉપાયો કરી લેવાના. એ ઉપાયો સારી રીતે વિચારી રાખવા જોઈએ.
આગ લાગે નહીં, તેની પૂરી સાવધાની રાખો છો ને? કદાચ લાગી જાય આગ, તો એને બુઝાવવા ‘ફાયરબ્રિગેડ' તૈયાર હોય છે. આગશામક સાધનો તૈયાર રાખો છો? આગ જેમ સર્વનાશ કરે છે, તેમ કષાયો સર્વનાશ કરે છે. સર્વનાશ કરનારાં તત્ત્વોથી તમે કેટલા સાવધાન રહો છો? તો કષાયથી એટલા જ સાવધાન રહો, કષાયોને ઉત્પન્ન થવાનાં થોડાંક નિમિત્તો બતાવી દઉં, જેથી તમે સાવધાન રહી શકો!
૧. જ્યાં તમારું ધાર્યું નથી થતું, ત્યાં ક્રોધ આવી જાય છે ને? તમે જે વ્યક્તિ પાસેથી જે કામની આશા રાખતા હો, એ કામ એ વ્યક્તિ નથી કરતી, અથવા જોઈએ તેવું નથી કરતી તો ક્રોધ જન્મે છે ને? તમે જે વ્યક્તિને નથી ઇચ્છતા, તે વ્યક્તિ તમારે ત્યાં આવી જાય છે તો અણગમો થાય છે ને? તમે તમારી પ્રિય વ્યક્તિ પાસે કે વિશ્વસનીય વ્યક્તિ પાસે કોઈ વસ્તુ માગો છો, એની પાસે એ વસ્તુ હોવા છતાં તમને આપવાની ના પાડે છે ત્યારે તમને રોષ આવી જાય છે ને? આવા અનેક નિમિત્તો હોય છે સંસારમાં. એવા પ્રસંગોને ટાળો અથવા એવા પ્રસંગોમાં સ્વસ્થતા જાળવવાના ઉપાયો વિચારો.
૨. જ્યારે કોઈ તમારું અપમાન કરે છે અથવા જેમની પાસેથી તમને સન્માનની અપેક્ષા છે તેમના તરફથી સન્માન મળતું નથી, ત્યારે તમારું અભિમાન પ્રગટે છે! આ અભિમાનની લાગણીનું મૂળ છે “અહે' ની ઊંડી લાગણી. “હું કંઈક છું.' આ વિચાર ઘણો ખતરનાક છે. જો મનુષ્ય હુંપણાના ખ્યાલને હૃદયમાંથી ખોદીને બહાર ફેંકી દે તો જ માન-અભિમાનથી બચી શકે. સદૈવ મનુષ્ય નમ્ર' બન્યો રહી શકે તો એ માન-કપાય પર વિજય મેળવી શકે. પોતાના અપકર્ષના...પોતાના દોષોનો ખ્યાલ જીવતો રહે, જાગ્રત રહે, તો નમ્ર રહી શકાય.
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
પ્રશમરતિ
૩. માયા-કપટ કરવાનું મન ત્યારે થાય છે કે જ્યારે એને મનગમતી વસ્તુ કે વ્યક્તિ સરળતાથી...સુગમતાથી મળતી નથી. એ વસ્તુ કે વ્યક્તિ મેળવવા મનુષ્ય અધીર બની ગયો હોય છે, આતુર બની ગયો હોય છે...એ અધીરતા અને આતુરતા માયા-કપટ કરવા જીવને પ્રેરે છે. પરદ્રવ્યની તીવ્ર સ્પામાંથી માયા-કપટની વૃત્તિ જન્મે છે અને પુષ્ટ થાય છે. જો મનુષ્ય એ સ્પૃહાથી મુક્ત થવા પ્રયત્ન કરે, પોતાના ભાગ્ય પર ભરોસો રાખીને જીવે તો માયા-કપટ કરવાનો વિચાર પણ ન આવે. માયા કરવાથી બંધાતા કુટિલ કર્મોના વિપાકનું ચિંતન કરો.
૪. લોભ થવાનાં અનેક નિમિત્તો છે. અનેક નિમિત્તોનું એક જ નિમિત્ત છે પરપુદ્ગલની આસક્તિ. આત્માનું અજ્ઞાન, આત્મગુણો અને આત્મશક્તિઓ અંગેનું અજ્ઞાન. આ લોભ-કષાય એટલો બધો પ્રબળ કષાય છે કે એને ના થવા દેવા માટે ‘સંતોષ'નો સંગ એક ક્ષણ પણ છોડાય નહીં. સંતોપથી જ લોભ ડરે છે અને દૂર ભાગે છે.
આ કષાયોને ઉદયમાં આવવાનાં જે જે નિમિત્તો હોય, તે તે નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. મન-વચન અને કાયાથી એ નિમિત્તોનો ત્યાગ કરવો જોઈએ. મનમાં પણ આ કષાયો ન આવે, એની સાવધાની રાખવી જોઈએ.
કષાયોને શાન્ત કરવાના ઉપાયોનું આસેવન પણ મન-વચન અને કાયાથી કરવું જોઈએ, નિષ્ઠાપૂર્વક કરવું જોઇએ. આત્મસંકલ્પપૂર્વક જો એ ઉપાયો કરવામાં આવે તો કષાયોની પ્રબળતા ઘટે જ.
રાગ-દ્વેષ અને મોહના ફણીધરોનાં કાતિલ વિષને ઉતારવા માટે ક્ષમાદિ ધર્મોનું આસેવન આજીવન કરવું પડશે, દૃઢ નિર્ધાર સાથે કરવું પડશે.
દશ પ્રકારનો મુનિધર્મ
सेव्यः क्षान्तिर्मार्दवमार्जवशीचे च संयमत्यागौ । सत्यतपोब्रह्माकिञ्चन्यानीत्येषः धर्मविधिः ।।१६७ ।।
અર્થ : ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સંયમ, ત્યાગ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને આર્કિચન્ય, આ ધર્મવિધિ (ધર્મના પ્રકારો) સેવવી જોઈએ.
વિવેયન : રાગ, દ્વેષ અને મોહ-સર્વ દુઃખો અને સર્વ ક્લેશોનાં આ મૂળભૂત કારણો છે. આ કારણોને દૂર કરવા માટે, આ દોષોને આત્મામાંથી નિર્મૂળ કરવા માટે જિનેશ્વરદેવોએ દશ પ્રકારનો ધર્મ બતાવેલો છે.
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૯
દશ પ્રકારનો મુનિધર્મ
૧. ક્ષમા : કોઈ તમને ગાળ દે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમારા પર પ્રહાર કરે, તમે સહન કરો, ગાળ દેનાર તરફ, અપમાન કરનાર તરફ, પ્રહાર કરનાર તરફ તમે કરુણાભાવથી જુઓ, એમના તરફ રોષ કે રીસ ન કર, સહન કરવાની અને ક્ષમા કરવાની તમારી શક્તિ વધારતા રહો.
૨. માવ : માન-કપાય પર વિજય મેળવો! મૃદુ બનો, હૃદયને મૃદુકોમળ બનાવો, માન-અભિમાન હૃદયને કઠોર બનાવે છે. કઠોર હૈયામાં સગુણોનાં બીજ ઊગતાં નથી. તમે તમારી નમ્રતાને કાયમ રાખવા પ્રયત્નશીલ બનો. એ માટે તમે તમારા દોષોને જોતા રહો, બીજાઓના ગુણોને જોતા રહો. “હું અનંત દોષોથી ભરેલો છું.” આ ખ્યાલ તમને નમ્ર બનાવી રાખશે.
૩. આર્જવ : સરળ બનો. બાળક જેવી સરલતા, એ એક મહાન ધર્મ છે. બાળક જેમ જેવું આચરણ કરે તેવું કહી દે, તેમ તમે સદ્ગુરુ સમક્ષ બાળક બનીને જેવા અને જેટલા દોષો સેવ્યા હોય, તેવા અને તેટલા કહી દો. કોઈ પાપને તમારા હૃદયમાં છુપાવી રાખો નહીં. આ સરળતા તમને પ્રસન્ન રાખશે, અનેક પાપોથી તમને બચાવી લેશે.
૪. શૌચ : પવિત્ર બનો. લોભ તમને અપવિત્ર બનાવે છે. તૃષ્ણા તમને ગંદા બનાવે છે, માટે લોભ-તૃષ્ણાના ત્યાગ કરો. આન્તર-પવિત્રતા-વિશુદ્ધિ પ્રાપ્ત કરવા કૃતનિશ્ચયી બનો. માત્ર બાહ્ય શરીરની શુદ્ધિ કરીને કૃતાર્થ ન બનો. આર-વિશુદ્ધિના માર્ગે સતત પ્રયત્નશીલતા એ શૌચધર્મ છે.
૫. સંયમ : હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહથી વિરામ પામવું. પાંચ ઇન્દ્રિયોનો નિરોધ કરવો, ચાર કષાયોને ઉપશાન્ત કરવા અને મનવચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ રોકવી-આનું નામ છે સંયમ, દૃઢતાપૂર્વક સંયમધર્મનું પાલન કરતા રહેવું જોઈએ.
૬. ત્યાગ : કોઈ જીવોનો વધ ન કરો. કોઈ જીવોને બાંધો નહીં. જીવો સાથે દયામય વ્યવહાર રાખો. ત્યાગની એક બાજુ આ છે, બીજી બાજુ છે-સંયમવંત સાધુપુરુપાને કલ્પનીય ભોજન, વસ્ત્ર, પાત્ર આદિ આપવું તે. સાધુ સાધુને પણ પ્રાસુક ભોજનાદિ આપે. આપવું ત્યાગ!
૭. સત્ય : હિતકારી બોલો. સ્વ અને પાર માટે જે હિતકારી હોય તે બોલો. તમારા પોતાના માટે હિતકારી હોય, પરન્તુ બીજા જીવોના માટે અહિતકારી હોય, તેવું ન બોલો. વિસંવાદી ન બોલો, અસત્ય ન બોલો. સત્યનિષ્ઠાને મહાન ધર્મ માનો. સત્યવચન બોલતાં ભયભીત ન બનો.
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
300
પ્રશમરતિ ૮. તપ તપતા રહો, તમારા કર્મોનો નાશ થશે. એકાંગી તપસ્વી ન બનશો. બાહ્ય તપની સાથે સાથે આત્યંતર તપની આરાધનાને જોજો. જો કે બાહ્ય તપ આત્યંતર-તપમાં પહોંચવા માટે છે. બાહ્ય તપ આવ્યંતર-તપમાં સહાયક છે.
૯. બ્રહ્મચર્ય : બ્રહ્મસ્વરૂપ આત્મામાં વિચરણ કરવા અબ્રહ્મ-મૈથુનથી તમારે નિવૃત્ત થવું પડશે. મિથુનનો મનથી પણ ત્યાગ કરો, અર્થાત્ મંથનના વિચારો પણ ન કરો. આવું બ્રહ્મચર્ય તમે પાળી શકો, એવા સ્થાનમાં રહો, એવું ભોજન કરો, એવી તપશ્ચર્યા કરે, એવું જ અધ્યયન કરો અને એવું જ જુઓ. બ્રહ્મચર્યનું પાલન તમારા તન-મનને તંદુરસ્ત રાખશે અને તમે પરમ બ્રહ્મની લીનતા તરફ આગળ વધી શકશો.
૧૦. અકિંચન્ય : અપરિગ્રહી બનો, મૂર્છાનો ત્યાગ કરો, મમતાનો ત્યાગ કરો. તમે જો શ્રમણ-શ્રમણી છે તો તમારે તમારાં સંયમનાં ઉપકરણો સિવાય કંઈ પણ ગ્રહણ નથી કરવાનું કે સંગ્રહ નથી કરવાનો. કોઈ પણ પુદ્ગલ પર મમતા ન થઈ જાય, એની સાવધાની રાખીને જીવવાનું છે!
ધર્મના આ દશ પ્રકારો, વિશેષરૂપે તો સંસારત્યાગી શ્રમણો અને શ્રમણીઓને આરાધવાના પ્રકારો છે. ગૃહસ્થ, આ પ્રકારોને પોતાની યોગ્યતા અને ભૂમિકાને અનુસારે આરાધી શકે છે.
ભૂતકાળનાં પાપોનો નાશ કરવા, વર્તમાનકાલીન જીવનને નિષ્પાપ તથા પ્રસન્નતાપૂર્ણ બનાવવા અને ભવિષ્યના અત્ત વિનાના કાળને સુખપૂર્ણ-આનન્દપૂર્ણ બનાવવા માટે, આ ધર્મના દશ પ્રકારો અદ્ભુત ઉપાયો છે. જે શ્રમણ અન શ્રમણીઓ આ દશ પ્રકારના ધર્મને મન-વચન અને કાયાથી આરાધે છે, તેઓ અવશ્ય સુખ-શાન્તિ અને ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
૧. ક્ષમા धर्मस्य दया मूलं, न चाक्षमावान् दयां समादत्ते।
तस्माद्यः क्षान्तिपरः स साधयत्युत्तमं धर्मम् ।।१६८।। અર્થ : ધર્મનું મૂળ દયા છે, જે ક્ષમાશીલ નથી હોતો તે દયા ધારણ નથી કરી શકતા. માટે જે ક્ષમાધર્મમાં તત્પર હોય છે તે ઉત્તમ ધર્મને સાધે છે.
વિવેવન : શા માટે ક્રોધી બનો છો? શા માટે કોઈ પણ જીવાત્મા સાથે વેરની ગાંઠ બાંધો છો? આમ કરીને તમે સ્વયં તમારી જાતને નુકસાન પહોંચાડો
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષમા
૩૦૧
છઠ્યું. તમારું મન બેકાબૂ બની જાય છે, તમારું લોહી ગરમ થઈ જાય છે...તેની અસર તમારી વાણી પર પડે છે અને તમારા આચરણ પર પડે છે. ન બોલવાનું બોલી નાંખો છો, ન આચરવાનું આચરી દો છે...આથી તમારી માનવતા લાજે છે અને તમારી સાધુતા લાજે છે.
તમે ‘કર્મસિદ્ધાન્ત’ને સમજ્યા છૉ? ક્રોધના આવેશમાં અને વેરની ગાંઠો બાંધવામાં કેવાં કેવાં પાપકર્મ બંધાય છે, એનો તમે સ્વસ્થ મને વિચાર કર્યો છે? બંધાયેલાં એ પાપકર્મ ઉદયમાં આવે છે ત્યારે જીવાત્માને કેવાં ઘોર દુઃખો સહેવા પડે છે, એનો વિચાર કર્યો છે? શા માટે તમે ઉપશાન્ત નથી થતા? ઈર્ષ્યા, રોપ, પરિવાદ, અવર્ણવાદ...વગેરે કરીને તમારે કયું સુખ મેળવી લેવું છે? કદાચ તમે કોઈ ક્ષણિક આનંદ મેળવી લેવા ઇચ્છતા હો તો ભલે! પરંતુ તે પછી શું? નરી અશાન્તિ અને સંતપ્તિ જ ભોગવવાની ને?
ક્ષમાધર્મને આત્મસાત્ કરો. તમારા અપરાધીને પણ ક્ષમા આપો. ક્ષમાની શક્તિ પર વિશ્વાસ રાખો. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ કેવા કેવા અપરાધીને ક્ષમા આપી હતી, એ શું તમે નથી જાણતા? એવી અદ્ભુત ક્ષમા પ્રાપ્ત કરવા નીચેના પાંચ વિચારો રોજ કરો :
૧. ક્ષમા ગુણરત્નોની પેટી છે, ક્ષમાની પેટીમાં ગુણરૂપી રત્નો પડેલાં છે. હું એ પેટીને ક્યારેય ખોઈશ નહીં. એ પેટી તો મારી પાસે જ રહેશે.
૨. મારા શ્રમણજીવનના બગીચાને લીલોછમ રાખનારી ક્ષમા, એ તો પાણીની નીક છે. એ નીકમાંથી સદૈવ વહી આવતું પાણી મારા શ્રમણજીવનના બગીચાને નવપલ્લવિત રાખે છે.
૩. કોઈ જીવાત્મા મારો શત્રુ નથી. ખરેખર, મારાં શત્રુ તો મારાં પોતાનાં કર્મો જ છે. જીવો તો નિમિત્ત-માત્ર છે. મારા પાપકર્મ જ મારું બગાડે છે...એ પાપકર્મોનું ઉપાર્જન કરનાર હું પોતે છું!
૪. હું બીજાના દોષો જોઉં છું, બીજા જીવોની ભૂલો જોઉં છું...માટે મને એ જીવો પ્રત્યે દુર્ભાવ, દ્વેષ થાય છે...હવે હું બીજા જીવાના દોષ નહીં જોઉં. એમના ગુણો જોઈશ અને મારા પોતાના દોષ જોઈશ.
૫. હું ક્ષમાધર્મમાં સ્થિર થાઉં છું. ક્ષમા મને પાપકર્મોનાં બંધનથી બચાવશે. મારાં પાપકર્મોની નિર્જરા થશે. ક્ષમાથી હું સર્વ જીવો સાથે મૈત્રીનો સંબંધ બાંધીશ. ક્ષમાની સોડમાં હું સમતામૃતનું પાન કરીશ.
શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું છે :
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨.
પ્રશમરતિ 'यः उपशाम्यति अस्ति तस्याराधनं, यो नोपशाम्यति नास्ति तस्याराधनं, तस्मादात्मनोपशमितव्यम् ।'
જે ક્ષમા આપે છે, જે કષાયોને ઉપશાન્ત કરે છે તે આરાધક બને છે. જે કષાયોને ઉપશાન્ત નથી કરતો તે આરાધક નથી બની શકતો. માટે, મોક્ષમાર્ગના આરાધક બનવા, ઉપશાન્ત થાઓ!
એક વાત સતત યાદ રાખજો કે ક્ષમારહિત જીવાત્મા દયા ધર્મનું પાલન નથી કરી શકતો કે જે દયાધર્મ સર્વધર્મનું મૂળ છે. દયા-અહિંસા ધર્મનું લક્ષણ છે, ધર્મનું મૂળ છે. ક્ષમાશીલ જીવાત્મા જ સર્વજીવ-યાનું પાલન કરવા સમર્થ બને છે.
શ્રમણ તો “ક્ષમાશ્રમણ' કહેવાય છે. હમેશાં ક્ષમાની સાધના કરતો રહે, તે શ્રમણ કહેવાય. શ્રમણને સંપૂર્ણ દયાધર્મનું પાલન કરવાનું હોય છે. દયાનો આત્મપરિણામ તો જ અખંડ રહે, જો ક્ષમાનો આત્મભાવ અભંગ રહે તો! ચારિત્રધર્મ એ ઉત્તમ ધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ છે, એ ધર્મની આરાધના કરવા ક્ષમાશીલ શ્રમણ જ સમર્થ બની શકે છે.
ગમે તેવા સંયોગો ઊભા થાય, ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, તમે તમારા ક્ષમાભાવને ગુમાવો નહીં. ક્ષમાનો અમૂલ્ય ખજાનો સુરક્ષિત રાખો.
૨. મૃદુતા विनयायत्ताश्च गुणाः सर्वे विनयश्च मार्दवायत्तः। यस्मिन् मार्दवमखिलं स सर्वगुणभावत्वमाप्नोति ।।१६९।। અર્થ : સર્વે ગુણો વિનયને આધીન છે, અને વિનય માર્દવને આધીન છે. માટે) - મામાં પૂર્ણ માર્દવધર્મ હોય છે તે બધા ગુણ પ્રાપ્ત કરે છે. વિવેચન : તમારે ગુણસમૃદ્ધ બનવું છે? ગુણસમૃદ્ધ બનવાની તમારી તમન્ના છે? આત્મગુણોનો ખજાનો તમારે શોધવો છે?
તો, તમે વિનયી બનો. વિનય ગુણને આત્મસાત્ કરી લો. જે મહાપુરુષો સમ્યગુદર્શન-જ્ઞાન અને ચારિત્રની મુર્તિસમાં છે, જેઓ મોક્ષમાર્ગની આરાધનામાં સદૈવ ઉજમાળ રહે છે, તે મહાપુરુષોનો તમે વિનય કરો. તેના પ્રત્યે અહોભાવ-આદરભાવ ધારણ કરો.
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
મૃદુતા
જ્ઞાનસમૃદ્ધ, શ્રદ્ધાવંત અને ચારિત્રવંત મહાપુરુષો પ્રત્યે તમારા હૈયે ત્યારે જ અહોભાવ જાગશે કે જ્યારે તમે માનવિજેતા બનશો! કોઈ ને કોઈ શક્તિ, કોઈ ને કોઈ વિશિફ્ટ કે કોઈ ને કોઈ પદસત્તાને લઈને જો તમે ગર્વથી ઉન્મત્ત હશો તો તે વિનયધર્મની આરાધના નહીં કરી શકો. પૂજ્ય પુરુષો પ્રત્યે આદરભાવ તો નહીં, એમનો ઔપચારિક વિનય પણ નહીં કરી શકો.
અભિમાની મનુષ્ય ગુરુજનોનો અનાદર કરે છે. અહંકારને ધારણ કરતાં તે અન્ય જીવોનો તિરસ્કાર કરે છે. આત્મકલ્યાણની કેડીએ આવા જીવાત્માઓ ચાલી શકતા નથી. “આત્મા’ સાથે એનો કોઈ સંબંધ જ નથી હોતો. એનો સંબંધ હોય આત્માથી ભિન્ન બાહ્ય દુનિયા સાથે! કાં તો એ જાતિ'ના મદથી મત્ત હોય છે, કાં તો ‘ઉચ્ચ કુલ'નું અભિમાન લઈને ફરતા હોય છે! રૂપનો ગર્વ કે બળને ગર્વ એને અક્કડ બનાવતો હોય છે. જો લાભાન્તરાય કર્મના ક્ષયોપશમથી ધાર્યો લાભ પ્રાપ્ત થતો હશે તો એનું પણ અભિમાન ધારણ કરશે! વિચક્ષણ બુદ્ધિ અને વિશદ શાસ્ત્રજ્ઞાનનું પણ અભિમાન! ગ્રન્થકાર મહર્ષિ આવા જીવોને મદાન્ત' કહે છે! મદાધ જીવો આત્મતત્વને સમજી શકતા નથી. પરમાત્મતત્ત્વ સાથે અમને કોઈ સંબંધ હોતો નથી. તેઓ મોક્ષમાર્ગે તો નહીં, સંસારના માર્ગે પણ સુખ-શાન્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી.
જો તમારું હૃદ્ય મૃદુ હશે, તમે વિનમ્ર હશો, તો જ તમે વિનીત બની શકવાના. વિનીત બનશો તો જ અનન્ત ગુણસમૃદ્ધિ તમે પ્રાપ્ત કરી શકવાના.
સ્વાભિમાન ત્યજી દો. પરપદાર્થોના માધ્યમથી કોઈ અભિમાન કરવા જેવું નથી. સ્વોત્કર્ષ અને પરોપકર્ષ દ્વારા તમે પાપકર્મોથી બંધાશો. પ્રગાઢ પાપકર્મોથી બંધાશો..સાધનાના માર્ગથી ભ્રષ્ટ થશો. અભિમાની જીવો મોક્ષમાર્ગે ચાલી શકતા જ નથી.
વિનમ્ર બનો. વિનમ્ર બનવા તમારું આંતરનિરીક્ષણ કરો. તમે જો તમારી જાતનું સ્વસ્થતાથી-એકાગ્રતાથી નિરીક્ષણ કરશો તો તમને અનન્ત ઊણપો તમારી જાતમાં દેખાશે! પાર વિનાના દોષો જ્યારે તમે જોશો ત્યારે તમને તમારી જાત વામણી લાગશે.
વિનમ્રતા કેળવવા માટે સ્વદોષદર્શન કરે, પરગણદર્શન કરો. સ્વદોષદર્શનથી સ્વોત્કર્ષ ઓગળશે અને પરગુણદર્શન કરવાથી પાપકર્ષની કલ્પના નાશ પામશે. સ્વોત્કર્ષની તીવ્ર લાગણી અને પાપકર્ષની ઉત્કટ લાગણી તમને વિનમ્ર બનવા દેતી નથી. આત્માની યોગ્યતાનાં દ્વાર ખૂલવા દેતી નથી. સ્વોત્કર્ષની લાગણીમાંથી
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
પ્રશમરતિ અહંકાર જન્મે છે. પરાપકર્ષની લાગણીમાંથી તિરસ્કાર જન્મે છે. અહંકાર અને તિરસ્કાર જીવાત્માનું સર્વતોમુખી પતન કરે છે. મોક્ષમાર્ગની આરાધનાના માર્ગે તો અહંકાર અને તિરસ્કારનું કોઈ સ્થાન જ નથી.
માટે કહું છું કે સ્વોત્કર્ષના સ્થાને સ્થાપકર્ષને જુઓ. તમારી જાતમાં દોષોનું દર્શન કરો. સ્વદોષદર્શન કરતા જ રહો. સ્વર્દોષદર્શનથી અહંકારની ગાંઠ ઓગળતી જશે. દોષોને દૂર કરવાની આત્મચિંતા જાગશે અને ધીરે ધીરે દોષો દૂર કરવાનો પ્રયત્ન ચાલુ થઈ જશે. સ્વદોષદર્શનની સાથે સાથે પરગુણદર્શનની શરૂઆત કરવી જોઈએ. પરગુણદર્શનમાંથી ગુણાનુરાગનો શ્રેષ્ઠ ગુણ પ્રગટ થશે. તિરસ્કારની કાળાશ ધોવાઈ જશે.
હૃદયમાંથી અહંકાર અને તિરસ્કાર દૂર થતાં જ તમારા હૃદયમાં મૃદુતાનો સંચાર થશે. મૃદુતા-કોમળતા તમારા હૈયામાં દિવ્ય અને પવિત્ર વિચારોને જન્મ આપશે. તમારા હૃદયમંદિરને સ્વચ્છ, સુંદર અને આકર્ષક બનાવશે.
શ્રમણજીવનની આરાધનાને ફળવંતી બનાવવા માટે મૃદુતાને-માર્દવને હૃદયમાં સ્થાન આપવું અનિવાર્ય છે.
3. ભાળતા नानार्जवो विशुद्धयति न धर्ममाराधयत्यशुद्धात्मा।
ઘર્માત ન મોક્ષો મોક્ષાર સુવું નાજન્ 19૭૦ || અર્થ : આર્જવ સિરળતા વિના શુદ્ધિ નથી થતી, અશુદ્ધ આત્મા ધર્મનું આરાધન નથી કરી શકતો. ધર્મ વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને મોક્ષથી વધીને બીજું કોઈ સુખ નથી. વિવેધન : સરળ બનો.
ગુરુજનો સમક્ષ, ભવતારક સદગુરુની સમક્ષ સરળ બનો. જે સત્પષના સહારે, જે પુરુષનું માર્ગદર્શન લઈને તમારે ભવસાગર તરવો છે, આત્માની વિશુદ્ધિ કરવી છે, તેમનાથી તમે તમારી આંતરિક-માનસિક પરિસ્થિતિ છૂપાવો નહીં, તમારી શારીરિક પ્રવૃત્તિઓથી, વાચિક પ્રવૃત્તિઓથી તો તેઓને પરિચિત રાખો જ, સાથે સાથે માનસિક વૃત્તિઓથી પણ પરિચિત રાખો.
તમને ભય લાગે છે ને કે “હું મારી મનોવૃત્તિઓ કહી દઈશ તો તેઓ મારા માટે કેવો નીચો ખ્યાલ બાંધશે? મારું ગુપ્ત પાપ પ્રકાશિત થઈ જશે. તો...?' આવો ભય તમારે ન રાખવો જોઈએ. તમે એવા સમ્પર્ધા માટે શ્રદ્ધાવાનું રહો
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરળતા
૩૦૫ કે તમે તેની સમક્ષ જે કોઈ નિવેદન કરશો, તે વાતો તેના પેટમાં સમાઈ જવાની છે. તેઓ ક્યારેય તમારી વાત બીજાને નહીં કહે.
એ સપુષ્પો સદૈવ સરળ-નિર્માથી જીને સ્નેહદૃષ્ટિથી જુએ છે, ઉત્તમતાની દૃષ્ટિથી જુએ છે. એટલે “હું ગુરુજનની દૃષ્ટિમાં અધમ ગણાઈશ.નિમ્ન સ્તરનો ગણાઈશ...' આવો ભય તમારે ના રાખવો જોઈએ. જે સાધકો, પોતાના સાધનાપથમાં માર્ગદર્શક એવા પુરુષોને પોતાની મન-વચન-કાયાની એક-એક વૃત્તિ-પ્રવૃત્તિથી પરિચિત રાખે છે, તે સાધકો નિરંતર આંતરપ્રસન્નતા અનુભવતી રહે છે.
નિર્માથી જીવાત્મા જ સાચી શરણાગતિ સ્વીકારી શકે છે. માયાવી જીવાત્મા ગુરુતત્ત્વની કે પરમાત્મતત્ત્વની શરણાગતિ સ્વીકારી શકતો નથી. શરણાગતિ વિના સમર્પણનો ઉચ્ચતમ્ ભાવ પ્રગટતો નથી. સમર્પણ વિના ધર્મપુરુષાર્થ થઈ શકતો નથી.
માયા એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે, માયાની આગમાં બધી આત્તરસંપત્તિ બળી જાય છે, સર્વનાશ થઈ જાય છે. આત્તરવિકાસનાં વાર જ બંધ થઈ જાય છે. માટે ગ્રન્થકાર કહે છે :
ર થર્મમારાથતિ શુદ્ધાત્મા' અશુદ્ધ આત્મા ધર્મ ન આરાધી શકે!
અશુદ્ધ આત્મા, ભલે બાહ્ય ધર્મક્રિયાઓ કરીને સંતોષ માને કે હું ધર્મ કરું છું.” પરંતુ વાસ્તવમાં એ ધર્મ હોતો જ નથી. ધર્મનો આભાસમાત્ર હોય છે.
મહાપવિત્ર આગમગ્રન્થોમાં કહેવામાં આવ્યું છે કે જીવાત્માએ જે રીતે ભૂલ કરી હોય, દોષ સેવ્યો હોય, અપરાધ કર્યો હોય એ જ રીતે તે વિશિષ્ટ જ્ઞાની પુરુષ સમક્ષ કહે અને તે જ્ઞાની પુરુષ જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રાયશ્ચિત્ત સ્વીકારે, તે જીવાત્માને શુદ્ધિ પ્રાપ્ત થાય. જો એકાદ દોષને પણ ઇરાદાપૂર્વક છુપાવી રાખે, ન કહે, તો એની શુદ્ધિ ન થાય, આન્તરશુદ્ધિ વિના ધર્મઆરાધના શક્ય નથી.
ધર્મપુરુષાર્થ વિના મોક્ષપ્રાપ્તિ થતી નથી. મોક્ષપ્રાપ્તિ વિના અક્ષય-અનન્ત સુખની પ્રાપ્તિ થતી નથી.
માયા આચરીને, કપટ આચરીને તમે સુખ મેળવવા ઇચ્છો છોને? કોઈ ને કોઈ સુખની કલ્પનાથી પ્રેરાઈને તમે માયા કરવા તૈયાર થાઓ છો ને? મહાનુભાવ, શું એ સુખ અક્ષય હોય છે? એ સુખ અનંત હોય છે? નહીં ને?
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
પ્રશમરતિ એ સુખ હોય છે ક્ષણિક કલ્પનાનું! એ સુખ હોય છે માત્ર બહારનું. માયાવી માનવી ક્યારેય અંતઃકરણનું સુખ નથી મેળવી શકતો. માયાની સાથે અશાન્તિ જડાયેલી જ હોય છે. ચિત્તની ચંચળતા જોડાયેલી જ હોય છે,
માયાવી માનવી કોઈ પણ ધર્માનુષ્ઠાનમાં એકાગ્રતા કે તલ્લીનતા નહીં મેળવી શકે. પરમાત્મધ્યાનમાં સ્થિરતા નહીં મેળવી શકે. તમે આ અભિગમથી તમારી જાતને તપાસી જોજો. જો તમે ઇરાદાપૂર્વક કોઈ ભૂલને છુપાવતા હશો. તો તમે શાંન્તિ નહીં અનુભવતા હાવે. છૂપો છૂપો પણ કોઈ સંતાપ તમને સતાવતો હશે.
પરમસુખ જો પામવું છે તો ધર્મપુરુષાર્થ કરવો જ પડશે. ધર્મપુરુષાર્થ કરવા માયારહિત બનવું જ પડશે, ઋજુતા-સરલતાનું જીવની જેમ જતન કરવું જોઈશે.
૪. શૌચ यद् द्रव्योपकरण-भक्तपानदेहाधिकारकं शौचम् ।
तद्भवति भावशौचानुपरोधाद्यत्नतः कार्यम् ।।१७१।। અર્થ : દ્રવ્ય ઉપકરણ, ખાન-પાન અને શરીરને લઈને શૌચ કરવામાં આવે છે, તે પ્રયત્નથી એ રીતે કરવો જોઈએ કે એનાથી ભાવશૌચને ક્ષતિ ન પહોંચે.
વિવેવન : ભાવ શોચને જરાય ક્ષતિ ન પહોંચે, ભાવશૌચ અખંડ રહે, તે માટે પ્રતિક્ષણ જાગૃતિ રાખવાનો ગ્રંથકાર ઉપદેશ આપે છે. ભાવશૌચનો અર્થ છે નિલભતા.
લોભને ધોઈ નાંખવો, લોભનું પ્રક્ષાલન કરવું. એનું નામ છે ભાવશૌચ. આ ભાવશૌચને જાળવી રાખવા માટે, મોક્ષમાર્ગના પથિક એવા શ્રમણોએ અને શ્રમણીઓએ જેને ખાસ સાવધાની રાખવાની છે, તેનું કેટલુંક દિગ્દર્શન કરાવું છું.
૧, હે શ્રમણ અને શ્રમણીઓ! શિષ્ય અને શિષ્યાનો લોભ વળગી ન પડે તે માટે સાવધાન રહેજો. શ્રમણ ભગવાન મહાવીર દેવે જે જે પુરુષોને, જે જે સ્ત્રીઓને અને જે જે નપુંસકોને દીક્ષા આપવાનો નિષેધ કરેલાં છે, તેમને દીક્ષા ન આપશો. જો શિષ્યલોભમાં જકડાયા તો તમારા ભાવશૌચને ક્ષતિ પહોંચશે. અપાત્રને તો દીક્ષા અપાય જ નહીં, પાત્ર જીવને પણ “આને હું મારો શિષ્ય કરું..” આવા મમત્વથી દીક્ષા ન આપશો. જ્યાં સુધી શિપ્રમોહ દૂર ન થાય ત્યાં સુધી ‘ગુરુ' બનવાનું સ્થગિત રાખજો.
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોચ
૩૦૭ ૨. હે શ્રમણ અને શ્રમણીઓ! સમ્યગૂજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક ચારિત્રની આરાધનામાં સહાયક ઉપકરર્ણો તમારે તમારી પાસે રાખવાનાં ખરાં, પરંતુ એ ઉપકરણો પર મમતા ન બંધાઈ જાય તે માટે તમારે જાગ્રત રહેવું પડશે. એ ઉપકરણોના સંગ્રહની વૃત્તિ કેળવાઈ ન જાય, તે માટે તમારે સાવધાન રહેવું પડશે. એ ઉપકરણો અધિકરણ ન બની જાય તેના પણ તમારે વિચાર કરવો જોઈશે. એ ઉપકરણો ગૃહસ્થો પાસેથી લેતાં, જે દોષો ટાળવાના હોય છે એ દોષો ટાળીને તમે એ ઉપકરણો લો, તો દ્રવ્યશાંચ કહેવાય અને આ ઉપકરણો પર મમતા ન બંધાય તો ભાવશૌચ કહેવાય.
૩. હે શ્રમણો અને શ્રમણીઓ! તમારે દેહને આધાર આપવા માટે ભિક્ષાવૃત્તિથી જીવવાનું છે. જો તમે ૪ર દોષ ટાળીને ભિક્ષાપાણી ગ્રહણ કરો છો તો દ્રવ્યશૌચનું પાલન કરો છો. ભિક્ષા કરતી વેળાએ જો રાગ-દ્વેષ નથી કરતા તો ભાવશૌચનું પાલન કરો છો. ભિક્ષા કરતી વેળાએ ભિક્ષાને અનુલક્ષીને રાગ કે હેપ ન થાય, તેની તમારે તકેદારી રાખવાની છે. રાગ-દ્વેષ, ભાવોની પવિત્રતાનો નાશ કરે છે. જો તમને ભિક્ષાથી પ્રાપ્ત પદાર્થો પર રાગ થયો તો શુભ ભાવોનો નાશ થવાનો છે. ભાવ-પવિત્રતા નાશ પામવાની. દ્વેષ થશે તો પણ વૈચારિકવિશુદ્ધિ નષ્ટ થવાની.
૪. હે શ્રમણો અને શ્રમણીઓ! આવશ્યક શરીરશુદ્ધિ કરતાં એ ધ્યાન રાખજો કે શરીર પર મમતા ન જાગે. દેહપ્રક્ષાલન અને વસ્ત્રપ્રક્ષાલન જેટલું જિનાવિહિત હોય તેટલું જ કરજો. ભાવશૌચને આંચ ન આવે એટલું જ દેહશૌચ વિહિત છે. શરીરસ્નાન તો મારે કરવાનું જ નથી. તમારું સાચું સ્નાન છે બ્રહ્મચર્ય. મનવચન અને કાયાથી જો તમે બ્રહ્મચર્યનું પાલન કરો છો તો તમારી ભાવપવિત્રતા અખંડ છે. તમે મોક્ષમાર્ગના સાધક છો, તમારા માટે બાહ્ય શરીર-શુદ્ધિ મહત્ત્વની નથી. શરીરશુદ્ધિનું લક્ષ આત્મશુદ્ધિનું લક્ષ ભુલાવી દે છે. તમારે તો તમારા જીવનની એક એક ક્ષણ આત્મશુદ્ધિમાં વિતાવવાની છે. આત્મશુદ્ધિને ક્ષતિ ન પહોંચે એ રીતે સંયમસહાયક શરીરનો ખ્યાલ રાખવાનો છે.
૫. હે શ્રમણો અને શ્રમણીઓ! તમારે એવી વસતિ-મકાનમાં રહેવાનું છે કે એ મફાન પર જરાય મમતા ન બંધાય. એક વસતિમાં તમારે કાયમ માટે વાસ કરવાનો નથી. મકાનના સારા-નરસાણાના વિચારો કરવાના નથી. તમારી માલિકી કોઈ મકાન પર સ્થાપિત કરવાની નથી. તમારે તો નિબંધન બનીને જીવવાનું છે. ક્યારેક કોઈ મકાનમાં વધુ સમય રહેવું પડે તો એ રીતે રહેવાનું છે કે એ મકાન સાથે તમારું મમત્વ ન બંધાઈ જાય.
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
પ્રશમરતિ ૬. હે શ્રમણો અને શ્રમણી! તમારે સંઘ અને સમાજના સંપર્કમાં જેમ બને તેમ ઓછું આવવાનું છે, તમારો સમાજ-સંપર્ક રાગનું કારણ ન બનવા જોઈએ. કોઈ પણ જીવ સાથે મમત્વ ન બંધાઈ જાય, તેની તમારે તકેદારી રાખવાની છે. રાગી-દ્વેષી જીવોના સંપર્કમાં, તમે રાગ-દ્વેષી ન બની જાઓ, એની જાગૃતિ રાખજો. તમારી વિચારસૃષ્ટિમાં રાગ-દ્વેષ અને મોહનાં ભૂત ભમતાં ન થઈ જાય, એની કાળજી તમારે રાખવાની છે.
આ રીતે ‘ભાવશૌચ' નામનો યતિધર્મ વર્ણવવામાં આવ્યો છે.
૫. સંયમ पञ्चाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहश्च कषायजयः ।
दण्डत्रयविरश्चेति संयमः सप्तदशभेदः ।।१७२ ।। અર્થ : પાંચ આશ્રવોથી વિરતિ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર પાયા પર વિજય અને ત્રણ દંડ (મનદંડ, વચનદંડ, કાયદંડ) થી વિરામ-આ સત્તર પ્રકારનાં સંયમ છે.
વિવેચન : સંયમ એટલે પાપસ્થાનોથી સમ્યગુ વિરામ પામવો. મુનિજનોને આવાં સત્તર વાપસ્થાનોથી વિરામ પામવાનો હોય છે. એટલે કે એ સત્તર પાપસ્થાનોનો ત્યાગ કરવાનો હોય છે.
પાંચ આશ્રવોની વિરતિ :
જેના કારણે કર્મપ્રવાહ આત્મભૂમિ પર વહી આવે તેને “આશ્રવ' કહેવામાં આવે છે. આવા આશ્રવો અસંખ્ય હોય છે, પરંતુ તેમાં મુખ્ય પાંચ આશ્રવ હોય છે : ૧, પ્રાણાતિપાત : પ્રાણા એટલે જીવ અને અતિપાત એટલે નાશ. જીવોનો નાશ કરવાથી પાપકર્મો આત્મામાં વહી આવે છે, અર્થાત્ જીવાત્મા પાપકર્મો બાંધે છે, માટે “હું ત્રિવિધ-ત્રિવિધ પ્રાણીનો નાશ નહીં કરું.’ આવી પ્રતિજ્ઞા કરવી તે પહેલા પ્રકારનો સંયમ છે. ૨. મૃષાવાદ : મૃપા એટલે અસત્ય, અસત્ય બોલવાથી પાપકર્મો બંધાય છે. માટે હું ત્રિવિધ-ત્રિવિધે મૃયા નહીં બોલું.' આવી પ્રતિજ્ઞા કરવી તે બીજા પ્રકારના સંયમ છે. ૩. અદત્તાદાન : અદત્ત એટલે નહીં અપાયેલું. નહીં અપાયેલું લેવાથી પાપકમાં બંધાય છે, માટે “હું ત્રિવિધ-ત્રિવિધ અદત્તાદાનનો ત્યાગ કરું છું...ચોરીનો ત્યાગ કરે છું.” આવી પ્રતિજ્ઞા કરવી તે ત્રીજા પ્રકારનો સંયમ છે. ૪, મૈથુન : મૈથુન એટલે અબ્રહ્મ “હું ત્રિવિધ-ત્રિવિધ મૈથુનસેવન નહીં કરું.' આવી પ્રતિજ્ઞા કરવી તે ચોથા પ્રકારનો સંયમ છે. ૫. પરિગ્રહ : જડ-ચેતન પદાર્થોનો સંગ્રહ અને એના પર મમત્વ
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ
૩૦૯ કરવું, તેનું નામ પરિગ્રહ. હું ત્રિવિધ-ત્રિવિધ પરિગ્રહનો ત્યાગ કરું છું.” આવી પ્રતિજ્ઞા ધારણ કરવી, તે પાંચમાં પ્રકારનો સંયમ છે. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ :
પાંચ ઇન્દ્રિયો પર નિયમન રાખવું, નિરોધ કરવો, એ પાંચ પ્રકારનો સંયમ છે. તે તે ઇન્દ્રિય સાથે જ્યારે તે તે વિષયનો સંબંધ થાય ત્યારે રાગ-દ્વેષ ન કરવા, માધ્યચ્ય ભાવ રાખવો, તેનું નામ સંયમ છે. શ્રવણેન્દ્રિય સાથે સારાનરસા શબ્દોનો સંયોગ થાય ત્યારે મનમાં રાગ ન થવા દેવો, દ્વેષ ન થવા દેવો, તેને શ્રવણેન્દ્રિય-નિગ્રહ કહેવાય. આંખો સાથે જ્યારે કોઈ સારા-નરસા રૂપનો સંયોગ થાય ત્યારે રાગ-દ્વેષ ન કરવા, તેને ચક્ષુરિન્દ્રિય-સંયમ કહેવાય. ધ્રાણેન્દ્રિય સાથે સારી-નરસી ગંધનો સંપર્ક થાય ત્યારે રાગ-દ્વેષ ન થવા દેવા, તેને ધ્રાણેન્દ્રિય-સંયમ કહેવાય. જીભ સાથે સારા-નરસા રસોનો સંપર્ક થાય ત્યારે રાગ-દ્વેષ ન થવા દેવા, તેને રસનેન્દ્રિય-નિગ્રહ કહેવાય. ચામડી સાથે કોઈ સારા-નરસા સ્પર્શ થાય ત્યારે રાગ-દ્વેષ ન કરવા, તેને સ્પર્શેન્દ્રિય-નિગ્રહ કહેવાય. કષાયજય :
pષ = સંસાર, ગાય = લાભ, જેનાથી સંસારમાં ભટકવાનો લાભ થાય, અર્થાત્ જેના કારણે સંસારમાં ભટકવું પડે, તેને “કષાય' કહેવાય છે. મુખ્યતયા કિપાયો ચાર છે ; ક્રોધ, માન, માયા અને લોભ. જ્યાં આ કપાયો મનમાં ઊઠે,
ત્યાં જ એમને શાન્ત કરી દેવા, નિષ્ફળ કરી દેવા, તેનું નામ છે કષાયજય! કષાયસંયમ! કષાયો ઉદયમાં આવી ગયા પછી પણ ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલૉભતા દ્વારા તે કપાયો પર વળતા પ્રહારો કરવા, તેનું નામ છે કપાયજય.
દંડવિરતિ : મન-વચન અને કાયા જ્યારે શુભ હોય ત્યારે તેમને “ગુપ્તિ' કહેવામાં આવે છે; જ્યારે અશુભ હોય ત્યારે દેડ’ કહેવામાં આવે છે, કારણ કે તેનાથી આત્મા દંડાય છે! અશુભ બને મન-વચન તથા કાયા, અને દંડાય આત્મા! કર્મોથી બંધાય છે આત્મા! મનમાં ઈર્ષ્યા, દ્રોહ, અભિમાનાદિ કરવાં તે મનોદંડ છે. અસત્ય, કૂર અને કર્કશ વાણી તે વચનદંડ છે. દોડવું-કૂદવું-નાચવું વગેરે કાયદંડ છે...આવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ નહીં કરવાની પ્રતિજ્ઞા ધારણ કરવી તેનું નામ “દંડવિરતિ' છે.
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦.
પ્રશમરતિ પ્રાચીન ગ્રંથોમાં બીજી રીતે પણ ૧૭ પ્રકારના સંયમ બતાવાયેલો છે : પૃથ્વી-પાણી-વાયુ-અગ્નિ-વનસ્પતિકાયના જીવોની રક્ષા, બેઇજિય-તંઇન્દ્રિયચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની રક્ષા, તેને “જીવાય-સંયમ' કહેવાય. પુસ્તકાદિનો પરિગ્રહ ન રાખવો, તેને “અજીવકાયસંયમ' કહેવાય.
પ્રેક્ષાસંયમ, અપ્રેક્ષાસંયમ, પ્રમાર્જનાસંયમ અને પારિષ્ઠાપનાસંયમ-આ ચાર પ્રકારનો સંયમ અને મન-વચન-કાયાનો સંયમ. આ રીતે સત્તર પ્રકારના સંયમનું પાલન મુનિજનો કરે.
9. ત્યાગ बान्धव-धनेन्द्रियसुखत्यागात् त्यक्तभयविग्रहः साधुः ।
त्यक्तात्मा निर्ग्रन्थस्त्यक्ताहंकारममकारः ।।१७३ ।। અર્થ : કુટુંબ, ધન અને ઇન્દ્રિયસંબંધી સુખનો ત્યાગ કરવાથી જેણે ભય અને કલહનો ત્યાગ કર્યો છે તથા અહંકાર અને મમકારને જેણે ત્યજી દીધા છે, તે ત્યાગમૂર્તિ સાધુ નિર્ચસ્થ કહેવાય.
વિવેચન : હે મુનિરાજ! તમે કર્મશત્રુને રણમાં રોળી નાંખવા જંગે ચડ્યા છો ને? અનાદિકાળથી તમારા આત્મા પર પગદંડો જમાવીને બેઠેલાં એ કર્મોને આત્મભૂમિ પરથી હાંકી કાઢવાનો નિર્ધાર કરીને તમે ત્યાગના-મહાત્યાગના માર્ગે પ્રયાણ કર્યું છે ને?
તમે સ્વજનોને ત્યજી દીધાં છે, તમે સોના-રૂપા અને ઝવેરાતનો ત્યાગ કરી દીધો છે. તમે વૈષયિક સુખોનો ત્યાગ કરી દીધો છે...ફારણ કે, આ બધાં તત્ત્વોનો ત્યાગ કર્યા વિના, આઠ-આઠ પ્રચંડ શત્રુઓ સામે તમે વીરતાથી ઝઝૂમી શકો નહી, શત્રુઓને પરાજિત કરી શકો નહીં.
મહાત્મનું, જરા આટલું આત્મનિરીક્ષણ કરીને કહેશો ખરા કે ધન, કુટુંબ અને વૈષયિક સુખનો ત્યાગ કર્યા પછી અને આ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા પછી તમારો અહંકાર ઓગળ્યો ખરો? તમારી મમતા મોળી પડી ખરી? “હું” અને મારું' આ મોહરાજના મંત્રનો જાપ જપવો બંધ થયો છે ખરો? વ્યસ્ત રીતે કે અવ્યક્ત રીતે મોહરાજનો મંત્ર જો જપતા રહ્યા તો તમારો ક્યારે પણ કર્મશત્રુઓ પર વિજય નહીં થાય, ભલે તમે જિદગીપર્યત શ્રમણજીવનના યુદ્ધમેદાન પર પડ્યા રહો...તમે વિજયી નહીં બની શકો.
તમારા કર્મજન્ય વ્યક્તિત્વને વિસરી જાઓ. પુણ્યકર્મોના ઉદયથી તમારું
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
૩૧૧ જે વ્યક્તિત્વ બનેલું છે તેના પર જરાય અહંકાર ન કરો. પુણ્ય-કર્મના ઉદયથી જે કોઈ સારા જડ-ચેતન પદાર્થોની તમને પ્રાપ્તિ થઈ હોય કે થતી હોય, એના પર મમતા ન બાંધો-બાહ્ય સંસારનો ત્યાગ સાથે અહંકાર-મકારનો ત્યાગ કરવાનું સતત યાદ રાખો. ધન-કુટુંબ અને વૈષયિક સુખોનો ત્યાગ, અહંકારમમકારના ત્યાગ માટે છે, એ તમારે ન ભૂલવું જોઈએ.
વહાલા મુનિરાજ! તમારી નિર્ભયતા અને નિર્તતા તો જ અખંડ રહેશે, જો તમે અહંકાર-મમકારના નાગપાશમાંથી મુક્ત થયા હશો! તમે સત્તર પ્રકારના સંયમના સુરક્ષિત કિલ્લામાં વસેલા હશો તો! તમારું આંતરસુખ, આંતરપ્રસન્નતા અને આંતરતૃપ્તિ તમારી નિર્ભયતા અને નિર્લેન્ડના પર નિર્ભર છે, એ વાત યાદ રાખજે.
ત્યાગી પુરુષ સદેવ નિર્ભય રહે! ત્યાગી પુરુષ સદૈવ નિરાકુલ રહે! ત્યાગી પુરુષ સદેવ અનાસક્ત રહે! તમને વર્તમાન જીવનમાં કોઈ ભય સતાવે નહીં. તમને પારલૌકિક કોઈ ભય સતાવે નહીં. દેહ પર તમને મમતા ન હોય, પછી વ્યાકુળતા ક્યાંથી રહે? આસક્તિ ક્યાંથી રહે?
આઠ કર્મો પર વિજય મેળવવાનો સંકલ્પ કરીને તમે ઘરબાર ત્યજી દીધાં છે, ધન-સંપત્તિનો ત્યાગ કરી દીધો છે અને ઇન્દ્રિયોનાં અનેક સુખોનો પણ ત્યાગ કરી દીધો છે. તમે મહરાજના મંત્ર “અહ” અને “મમ”નો જાપ કરવો પણ છોડી દીધો છે. હવે તમને ભય કેવો? હવે તમારે કલહ શાના? તમને ભય ન હોય, તમારા જીવનમાં કોઈ કલહ ન હોય.
દેહની પૂજા ન હોય, અંતરમાં કોઈ વ્યથા ન હોય...! બસ, તમારો પુરુષાર્થ તો “નિર્ઝન્ય' બનવાનો જ ચાલતો હોય, આઠ-કમની ગ્રંથિઓને તોડવાનો તમારો પુરુષાર્થ નિરંતર ચાલતો હોય, મહાત્મનુ, નિર્ગસ્થ બનવા માટે તમે સર્વત્યાગના માર્ગે ચાલો છો.
તમારી નિર્ભયતા અને નિરાકુળતાને અખંડ રાખવા માટે તમે સતત જાગ્રત રહો. કમ સામેની લડાઈમાં આ બે તત્ત્વો ઘણાં જ મહત્ત્વનાં છે. તે જ યોદ્ધો વીરતાપૂર્વક શત્રુઓ સાથે લડી શકે છે ને વિજયી બની શકે છે કે જે નિર્ભય હોય છે, નિરાકુલ હોય છે. આત્માની અજરા-અમરતાને સમજેલા મહાપુરુષો શા માટે ભય પામે? શા માટે વ્યાકુળ બને?
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
પ્રશમરતિ એક છેલ્લી મહત્ત્વની વાત કરી લઈએ. તમારે તમારા મનમાંથી પણ અસંયમના અધ્યવરયોનો ત્યાગ કરવાનો છે! અસંયમના એટલે સંયમવિરુદ્ધના વિચારોને મનમાંથી દૂર કરી દેવાના છે. આ ત્યાગ કરવો અનિવાર્ય છે...કારણ કે અસંયમના વિચારોથી મુક્ત થયેલું મન જ કર્મોનો નાશ કરવા સમર્થ બને છે! નિર્ચન્થ બનીને આત્માનું અપૂર્વ સુખ અનુભવતા રહો!
૭. રાજ્ય अविसंवादनयोगः कायमनोवागजिह्मता चैव। सत्यं चतुर्विधं तच्च जिनवरमतेऽस्ति नान्यत्र ।।१७४ ।। અર્થ : અવિસંવાદ, કાયાની અકુટિલતા. મનની અકુટિલતા અને વાણીની અકુટિલતાસત્યના આ ચાર પ્રકાર છે અને આવાં સત્યધર્મ જિનમતમાં છે, અન્ય મતામાં નથી.
વિન : દશ પ્રકારના યતિધર્મમાં “સત્ય” સાતમો યતિધર્મ છે, અર્થાત્ મુનિધર્મ છે. મુનિએ અસત્યનો ત્યાગ કરવાનો હોય છે. માત્ર વાણીના અસત્યનો જ ત્યાગ નહીં, કાયાનું અસત્ય અને મનનું અસત્ય પણ ત્યજવાનું છે.
૧. સત્યનો પહેલો પ્રકાર છે અવિસંવાદી વચન. મુનિએ વિસંવાદી વાણી ઉચ્ચારવાની નથી...મુનિ ગાયને ઘોડો ન કહે અને ઘોડાને ગાય ન કહ! દિવસને રાત ન કહે અને રાતને દિવસ ન કહે. તત્ત્વને અતત્ત્વ ન કરે અને અતત્ત્વને તત્ત્વ ન કહે. જે વસ્તુ જે રૂપે હોય તે વસ્તુને તે રૂપે જ કહે.
અથવા, એક વ્યક્તિને એક વાત કહેવી અને બીજી વ્યક્તિને બીજી વાત કહેવી, એ રીતે બે વ્યક્તિઓની વચ્ચે પ્રીતિવિચ્છેદક કરાવવારૂપ વિસંવાદ પેદા ન કરવો જોઈએ. ઇરાદાપૂર્વક બે વ્યક્તિઓની વચ્ચે રહેલી સંવાદિતાને તોડવાનું કામ મુનિજન ન કરે.
૨, મુનિજનો કાયાથી અસત્ય ન આચરે, જુદા જુદા વેષ ધારણ કરીને જીવોને છેતરવાનું કામ ન કરે. ભિક્ષા, વસ્ત્ર, પાત્ર આદિ પ્રાપ્ત કરવા માટે એ જુદા-જુદા વેપ ધારણ ન કરે.
૩. મુનિજનો પોતાના મનમાં પણ બીજાને છેતરવાનો વિચાર ન કરે. એમને જે બોલવું હોય તે બોલતાં પહેલાં સમ્યગુવિચાર કરે. એવું એ ક્યારે પણ ન વિચારે કે જેથી બીજા જીવો ઠગાય. સંદિગ્ધ બોલવાનું ન વિચારે, હું આ રીતે બોલીશ તો લોકોને સાચી વાતનો ખ્યાલ નહીં આવે.. અને હું અસત્ય બોલું છું એમ પણ નહીં લાગે.” આવું વૈચારિક અસત્ય પણ મુનિ ન આચરે.
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય
૩૧૩ માનસિક અસત્ય આચરનાર મુનિ ક્યારે ને ક્યારે વાચિક અસત્ય અને કાયિક અસત્ય આચરી બંસવાના જ. એટલે મોક્ષમાર્ગના આરાધકે આ સાવધાની સતત રાખવી જોઈએ કે મનમાં અસત્ય ન વાગોળાઈ જાય!
૪. વાચિક અસત્યને સર્વાગીણ રીતે વર્જવાનું છે અને તે માટે વાચિક અસત્યને વિસ્તારથી સમજવું જોઈએ.
(i) બીજી વ્યક્તિમાં રહેલા ગુણોને તમે જો છુપાવો છો અને તમારામાં રહેલા દોષોને છુપાવો છો, તો તે પહેલા પ્રકારનું અસત્ય છે.
(ii) બીજી વ્યક્તિમાં જે દોષ નથી તે તમે બોલો છો અને તમારામાં જે ગુણ નથી તે ગુણ બતાવો છો, તો તે બીજા પ્રકારનું અસત્ય છે,
(iii) તમે સાચું બોલો છો, પરંતુ જે તે કડવું બોલો છો, બીજાને ન ગમે તેવું બોલો છો તો તે ત્રીજા પ્રકારનું અસત્ય છે.
(iv) તમે સાચું બોલો છો, પરંતુ કર્કશ-કઠોર બોલો છો, તો તે ચોથા પ્રકારનું અસત્ય છે.
(v) તમે સાચું બોલો છો, પરંતુ જો તે સાવધ છે-પાપયુક્ત છે તો તે પાંચમું અસત્ય છે.
હે મુનિવરો, તમારે આ પાંચેય પ્રકારનાં અસત્યોને વર્જવાનાં છે અને સત્ય જ બોલવાનું છે. તમે ક્યારેય સાચી વાતને છુપાવો નહીં. જૂઠી વાત બોલ નહીં, કોઈ લોભથી. ક્રોધથી, ભયથી કે હસવાથી અસત્ય ન બોલાઈ જાય; તેની પૂરી તકેદારી તમારે રાખવાની છે. એવી રીતે સાચી વાતને છુપાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
તમે મુનિ છો, તમારી વાણી મધ જેવી મીઠી જોઈએ. સત્ય મીઠું હશે તો લોકોને ગમશે, લોકોને ભાવશે, એટલે તમારી વાણીમાં હમેશાં મીઠાશ ભેળવતા રહો.
ક્યારેય પણ તમારી વાણીને ફર્કશ-કઠોર ન બનવા દેશો. તમારી વાણીમાં મૃદુતા જોઈએ. સ-રસતા જોઈએ, મુલાયમતા જોઈએ. તમારી સાચી અને સારી વાતો, હિતકારી-કલ્યાણકારી વાતો જો મૃદુ હશે, રસિક હશે, મુલાયમ હશે તો દુનિયા એ વાતો સ્વીકારશે.
છેલ્લી સાવધાની તમારે બોલતાં એ રાખવાની છે કે તમારી વાણી સાચી હોવા છતાં બીજાઓ માટે પાપપ્રેરક ન જોઈએ. તમારા માટે પાપકર્મ બંધાવે તેવી ન જોઈએ.
આવો સત્યધર્મ, મુનિજીવનનો શણગારરૂપ ધર્મ છે.
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. તપશ્ચર્યા अनशनमूनोदरता वृत्तेः संक्षेपणं रसत्यागः। कायक्लेश: संलीनतेति वाह्यं तपः प्रोक्तम् ।।१७५ ।। અર્થ : અનશન, ઊણાદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા આ પ્રમાણે બાહ્ય તપ કહેવાયા છે.
વિવેવન : ‘કર્મri તાપનાત તપ કર્મોને તપાવે-નાશ કરે, તેનું નામ તપ. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે. જ્યાં સુધી આત્મા કર્મોથી બંધાયેલો છે ત્યાં સુધી તે સંસારી છે અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મજીવન અને મૃત્યુનાં દુઃખો જીવે ભોગવવાનાં રહે છે. - પરમ સુખમય મોક્ષદશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવા જેમણે મુનિજીવન અંગીકાર કર્યું છે તેવા મુનિજનોએ પોતાના જીવનમાં તપશ્ચર્યાને સમુચિત સ્થાન આપવું જોઈએ. અર્થાત્ જીવનને તપોમય બનાવવું જોઈએ.
તપશ્ચર્યાના મુખ્ય ભેદ બતાવવામાં આવ્યા છે. ૧. બાહ્ય તપ, અને ૨. અત્યંતર તપ, જે ત૫ બીજા મનુષ્યો જોઈ શકે તે બાહ્ય તપ કહેવાય છે, જે તપ બીજા મનુષ્યો જોઈ ન શકે તે અત્યંતર તપ કહેવાય છે. બંને તપના છ-છ પ્રકારો બતાવવામાં આવ્યા છે, આ કારિકામાં છ પ્રકારના બાહ્ય તપનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
૧. અનશન : એક ઉપવાસથી માંડીને છ મહિના સુધીના ઉપવાસની તપશ્ચર્યાને “અનશન' કહેવામાં આવે છે. “અનશન'નો બીજો અર્થ છે ત્રણ પ્રકારનાં મરણ. ૧, ભક્તપ્રત્યાખ્યાન ૨. ઇંગિની, અને ૩. પાદપોપગમન.
૨. ઊણોદરી સાધુએ સામાન્યતયા ૩૨ કોળિયાનો આહાર કરવાની વિધિ છે. તેમાં તેમણે કોળિયા ઘટાડતા જવું, તેનું નામ “ઊણોદરી તપ' છે. ઘટાડતાંઘટાડતાં આઠ કોળિયાનો જ આહાર કરે. - ૩, વૃત્તિ સંક્ષેપ : વૃત્તિ એટલે ભિક્ષા. ગૃહસ્થોના ત્યાંથી પરિમિત ભિક્ષા ગ્રહણ કરવી એનું નામ વૃત્તિસંક્ષેપ તપ.
૪. રસત્યાગ : દૂધ, દહીં, માખણ, ગોળ, ઘી, આદિ વિકૃતિઓનો ત્યાગ કરવો તેને “રસત્યાગ' તપ કહે છે. - પ. કાયક્લેશ : કાયોત્સર્ગધ્યાને ઊભા રહેવું, તડકામાં ઊભા રહી આતાપના કરવી, કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર બની ઊભા રહેવું. વગેરે કાયકષ્ટો જાણીબૂઝીને સહન કરવાં.
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપશ્ચર્યા
૩૧૫ . સલીનના : આ તપના બે પ્રકાર છે : ૧. ઇન્દ્રિય-સંલીનતા, અને ૨, નોઇન્દ્રિય સંલીનતા.
જેમ કાચબો પોતાનાં અંગોપાંગ ગોપવીને રહે છે, તેવી રીતે મુનિવરો પોતાનાં અંગોપાંગ ગોપવીને રહે. અર્થાત્ શરીરનું અને ઇન્દ્રિયોનું નિપ્રયોજન હલનચલન ન કરે. શક્ય પ્રયત્નથી કાયસ્થિરતા રાખે.
શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના વિષયોમાં જતી ઇન્દ્રિયોને રોકે અને ઇન્દ્રિયોને શુભ ભાવમાં જોડી રાખે.
નો-ઈન્દ્રિય એટલે મન. જેવી રીતે ઇન્દ્રિયોની સંલીનતાનું તપ કરવાનું છે, એવી રીતે મનની સંસીનતાનું તપ કરવાનું છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્તમન સંલીન કહેવાય. જ્યારે મનમાં ક્રોધ હોય, માન હોય, માયા હોય અને લોભ હોય ત્યારે તે મને સંલીન નથી હોતું પણ ઉદ્વિગ્ન અને સંતપ્ત હોય છે. મુનિ ક્રોધાદિ કપાયોનો ઉદય જ રોકે! અર્થાત્ ક્રોધાદિ મનમાં આવે જ નહીં, એ રીતે મનને જ્ઞાનોપાસનામાં, ધ્યાનસાધનામાં અને ચારિત્રની ક્રિયાઓમાં જોડલું રાખે.
તે છતાં પ્રમાદથી કે અસાવધાનીથી કપાય મનમાં આવી જાય તો તેને ઉપશાત્ત કરવાના ઉપાયો કરે. કાયાથી એ ઉપાયો અભિવ્યક્ત થઈ જાય તો ક્ષમા, નમ્રતા, સરળતા, અને નિલભતાથી એનું વારણ કરે. “નોઈદ્રિય સંસીનતા આને કહેવાય.
મુનિજીવન જીવનારા સાધકોએ આ છ પ્રકારના બાહ્ય તપનો આદર કરવાનો હોય છે અને જીવનમાં જીવવાનો હોય છે. ગૃહસ્થો પણ આ છ પ્રકારોને, પોતપોતાની ભૂમિકા મુજબ આચરી શકે છે. તVા નિર્નર ' તપશ્ચર્યાથી કમની નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા કરીને આત્મવિશુદ્ધિ કરવાની ઝંખનાવાળા સાધકોએ બાહ્ય તપ આચરવું જોઈએ.
प्रायश्चित्तध्याने वैयावृत्यविनयावथोत्सर्गः । स्वाध्याय इति तपः षट्प्रकारमभ्यन्तरं भवति ।।१७६।। અર્થ : પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય-આ છે પ્રકારના અભ્યત્તર તપ છે.
વિવેધન : છ પ્રકારના બાહ્ય તપનું વિવેચન કર્યું અને હવે છ પ્રકારના અત્યંતર તપનું વિવેચન કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
પ્રશમરતિ ૧. પ્રાયશ્ચિત્ત ચિત્તશુદ્ધિ જેનાથી થાય તે પ્રાયશ્ચિત્ત. સરુનાં ચરણોમાં વિનયપૂર્વક પોતાનાં પાપો કહેવાં, અતિચાર પ્રગટ કરવા અને ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત આપે તે વહન કરવું, અને પ્રાયશ્ચિત્ત તપ કહે છે.
૨. ધ્યાન : આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ તે પણ તપશ્ચર્યા છે. ચિત્તનિરોધરૂપ ધ્યાનને તપ કહેવામાં આવ્યું છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં જતા. ચિત્તને રોકવું તે ધ્યાન છે.
ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં એકાગ્રતા અનુભવતું ચિત્ત, તે ધ્યાન છે. ધર્મધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. "આજ્ઞાવિચય ૨. અપાયવિચય ૩. વિપાકવિચય ૪. સંસ્થાનવિચય. શુક્લધ્યાનનો અર્થ, ટીકાકાર મહાત્મા બહુ સુંદર કરે છે. =શક, દુ:ખ, સંતાપ, શારીરિક અને માનસિક દુ:ખ. શોકનો જેનાથી નાશ થાય (સુનાતે) તેને ‘શુક્લ' કહેવાય. તે શુક્લધ્યાન પણ ચાર પ્રકારનું છે :
૧. “પૃથકૃત્વ-વિતર્ક સવિચાર. ૨. એકત્વવિતર્ક અવિચાર. ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી. ૪. ભૂપતક્રિયા અનિવૃત્તિ. શુકુલધ્યાનના પહેલા બે પ્રકારના અંતે જીવાત્મા કેવળજ્ઞાની બને છે. છેલ્લા બે પ્રકારોના અંત આત્મા અક બને છે. અને સિદ્ધમુક્ત બની જાય છે.
૩. વૈયાવૃત્ય : આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાન, બાલ આદિની શરીર-શુકૃપા કરવી અને એમના માટે ભિક્ષા, પાણી, વસ્ત્ર-પાત્ર આદિ લાવી આપવાં,..વગેરે સેવા કરવી, તેનું નામ “વૈયાવૃત્ય” છે. મુનિજનોએ ખૂબ નમ્રતાથી અને પ્રસન્નચિત્તથી વૈિયાવૃત્ય કરવાનું છે. “હું બીજાઓ પર ઉપકાર કરું છું.” આ વિચાર ક્યારેય ૧૯. આ ચાર ધ્યાનનું વિવેચન કારિકા - ૨૪૭ માં કરવામાં આવશું. ર૦. આ ચાર ધ્યાનનું વિવેચન કારિકા-૨૫૯ માં કરવામાં આવશે.
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપશ્ચર્યા
૩૧૭
નથી કરવાનો. ‘આચાર્ય વગેરે મને સેવાનો લાભ આપીને મારા પર ઉપકાર કરે છે.' આ વિચાર કરવાનો છે.
૪. વિનય : જેઓ વિનયને યોગ્ય હોય તેમનો વિનય કરવાથી પાપકર્મોનો નાશ થાય છે, માટે ‘વિનય' ને તપ કહેવામાં આવ્યું છે. પૂજ્ય પુરુષો આવે ત્યારે ઊભા થવું, મસ્તકે અંજલિ જોડવી, ચરણપ્રક્ષાલન કરવું, બેસવા આસન આપવું વગેરે અનેક પ્રકારો વિનયના છે.
૫. વ્યુત્સર્ગ : સાધુ-સાધ્વીએ સંગ્રહી-પરિગ્રહી બનવાનું નથી હોતું એટલે એની પાસે જે વધારાનાં ઉપકરણ હોય તેનો તેણે ત્યાગ કરવાનો હોય છે. ઉપકરણોને ક્યાં અને કેવી રીતે ત્યજવાં, તેની વિધિ શાસ્ત્રોમાં બતાવેલી છે, દોષિત ભિક્ષા અને પાણીનો પણ ત્યાગ કરવાનો હોય છે. આ થઈ બાહ્ય ત્યાગની વાત. અત્યંતર ત્યાગની દૃષ્ટિએ મિથ્યાદર્શનનો અનુરાગ ત્યજવાનો છે. ક્રોધ-માન-માયા અને લોભની વૃત્તિઓ ત્યજવાની છે.
૬. સ્વાધ્યાય : સ્વાધ્યાય-અધ્યયન-પરિશીલન પણ અત્યંતર તપ છે. તેના પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે :
(૧) વાચના : સદ્ગુરુનાં ચરણોમાં વિનયપૂર્વક સૂત્ર-અર્થ ગ્રહણ કરવાં. (૨) પૃચ્છના : સંદેહ દૂર કરવા વિનયપૂર્વક પ્રશ્ન પૂછવા.
(૩) અનુપ્રેક્ષા : મનમાં આગમ-તત્ત્વોનું અનુચિંતન કરવું.
(૪) આમ્નાય : સૂત્રપાઠનું શુદ્ધિપૂર્વક ઉચ્ચારણ કરવું.
(૫) ધર્મોપદેશ :` આક્ષેપણી, વિક્ષેપણી સંવેદની અને નિર્વેદની કથાઓ દ્વારા ધર્મોપદેશ આપવો.
બાહ્ય તપ, અત્યંતર તપમાં સહાયક બને છે. અત્યંતર તપમાં સહાયભૂત બને એટલું જ બાહ્ય તપ કરવું જોઈએ. ઇન્દ્રિયોને નુકસાન ન થાય તે રીતે બાહ્ય તપ કરવાનું છે. બાહ્ય તપ કરતાં દુનિયાની દૃષ્ટિમાં તમે ‘તપસ્વી’ કહેવાશો. તમારી પ્રશંસા થશે...ત્યારે તપનું અભિમાન તમારા મનમાં ન આવી જાય, એની પૂરી તકેદારી રાખજો, તપથી કર્મનિર્જરા કરવાની છે, આત્માને પાવન કરવાનો છે, એ યાદ રાખજો.
૨૧.આક્ષેપણી આદિ ચાર કથાઓનું વિવેચન કારિકા-૧૮૨૧૮૩ માં વાંચો.
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. બ્રહ્મચર્ય दिव्यात्कामरतिसुखात् त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् ।
औदारिकादपि तथा तद् ब्रह्माष्टादशविकल्पम् ।।१७७ ।। અર્થ : દેવસંબંધી તથા ઘરિક-શરીરસંબંધી કામતિના સુખથી નવ-નવ પ્રકારે વિરતિ થવાથી બ્રહ્મચર્યના ૧૮ પ્રકાર થાય છે.
વિવેવન : હે શ્રમણો, તમારે નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તમારી સામે દેવલોકની દેવાંગનાઓ આવીને ભોગપ્રાર્થના કરે તો ય, મનથી પણ એ દેવી-ભોગસુખ ઇચ્છવાનાં નથી.
દેવલોકના મુખ્ય ચાર વિભાગો – ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકની દેવીઓ સાથે મન-વચન-કાયાથી નથી મૈથુન સેવવાનું, નથી સંવરાવવાનું કે નથી અનુમોદન કરવાનું. આ રીતે ૩ X ૩ = ૯ પ્રકારે દેવી મંથનનો ત્યાગ કરવાનો છે.
દારિક શરીરવાળી મનુષ્ય-સ્ત્રીઓ અને પશુ-સ્ત્રીઓ સાથે પણ મનવચન-કાયાથી મૈથુન નથી સેવવાનું, નથી સેવરાવવાનું કે નથી અનુમોદન કરવાનું. આ રીતે ૩ જા ૩ છે ૯ પ્રકારે આંદારિક-દહ સાથે મૈથુનનો ત્યાગ કરવાનો છે.
બ્રહ્મચર્યના આ અઢાર પ્રકારોને વધુ સ્પષ્ટતાથી વિચારીએ :
૧. મનથી એમ નહીં વિચારવાનું કે “હું જે મરીને દેવ થાઉં તો દેવીનાં દિવ્ય સુખો ભોગવીશ...” અથવા “આ જીવનમાં પણ કોઈ દેવી મળી જાય તો એનો સંભોગ કરું.”
૨. મનથી એમ નહીં વિચારવાનું કે “હું બીજા દેવો પાસે દેવીઓનાં દિવ્ય સુખ ભોગવાવીશ. સહુ દેવો દિવ્ય સુખો ભગવે એવી સગવડ કરાવીશ. જો ત્યાં એવી સગવડ નહીં હોય તો...' વગેરે
૩. મનથી દિવ્ય મંથન-ક્રિયાની અનુમોદના નહીં કરવાની કે “દેવો કેવા પુણ્યશાળી છે કે દીર્ઘ સમય સુધી દિવ્ય વિપયિક સુખ તેઓ ભોગવે છે...! આમ મનથી રાજી નહીં થવાનું.
૪. વચનથી એમ બોલવાનું નહીં કે “હું દેવલોકમાં જઈશ અને દેવી સાથે વૈષયિક સુખ ભોગવીશ.”
૫. વચનથી એમ બોલવાનું નહીં કે તમે લોકો જો દેવલોકમાં જશો તો તમને દેવીઓની સાથે કામક્રીડા કરવાનો દિવ્ય આનંદ મળશે.'
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય
૩૧૯ ૬. વચનથી એમ બોલવાનું નહીં કે : “ઓહો! દેવલોકનાં દેવ-દેવી કેવાં પુણયશાળી કે એમને દીર્ધકાળપર્યત દિવ્ય વિપયિક સુખ ભોગવવા મળે છે ! કેટલા બધા એ સુખી!”
૭. નથી ને કોઈ દેવી પ્રસન્ન થઈને સંભોગસુખની પ્રાર્થના કરે તો પણ એ દેવી સાથે કાયાથી સંભોગ નહીં કરવાનો.
૮. કાયાના સંકેતથી (આંખોના ઇશારાથી કે હાથના ઇશારાથી) બીજાને દેવી સાથે સંભોગ કરવાની પ્રેરણા નહીં આપવાની.
૯. કોઈને માણસને કે દેવની દેવી સાથે સંભોગ કરતા જોઈને પ્રત્યક્ષ કે સ્વપ્નમાં) મનમાં રાજી નહીં થવાનું. આંખોના કે મુખના એવા રાજીપાના હાવ-ભાવ નહીં કરવાના.
૧૦. મનથી કોઈ મનુષ્યસ્ત્રી કે તિર્યચસ્ત્રીના સંભોગની કલ્પના નહીં કરવાની. ૧૧. મનથી કોઈ મનુષ્યસ્ત્રી કે તિર્યંચસ્ત્રી સાથે બીજા મનુષ્ય કે તિર્યંચ) ઓને સંભોગ કરવાની ઇચ્છા નહીં કરવાની. “આ માણસ આ સ્ત્રી સાથે સંભોગ કરે તો એને પુત્રની પ્રાપ્તિ થાય.' વગેરે.
૧૨. મનથી કોઈ મનુષ્યની કે તિર્યંચની મૈથુનક્રિયાની અનુમોદના પણ નહીં કરવાની.
૧૩. વચનથી એમ બોલવાનું નહીં કે “હું આ...પેલી સ્ત્રી સાથે સંભોગ કરીશ અથવા તિર્યંચસ્ત્રી સાથે મૈથુન સંવીશ.'
૧૪. વચનથી એમ બોલવાનું નહીં કે “આ પેલી સ્ત્રી સાથે ફલાણા પુરુષને સંભોગ કરાવીશ.. આ તિર્યંચસ્ત્રી સાથે ફલાણા પશુનો સંભોગ કરાવીશ..” વગેરે.
૧૫. વચનથી એમ બોલવાનું નહીં કે “સહુ મનુષ્યો...સહુ પશુ-પક્ષીઓ મંથનસુખ ભોગવો! વૈષયિક સુખ માણો..” ૧૬. કાયાથી મનુષ્ય-સ્ત્રી કે પશુસ્ત્રી સાથે મૈથુન સેવવાનું નહીં. ૧૭. કાયાથી મનુષ્યસ્ત્રી કે પશુસ્ત્રી સાથે કોઈ પશુ પાસે કે પુરુષ પાસે મથુન સેવરાવવાનું નહીં. અર્થાત્ આંખના કે હાથ આદિના ઇશારાથી કે શારીરિક સહાયની મૈથુન સંવરાવવું નહીં.
૧૮. તિર્યંચસ્ત્રી કે મનુષ્ય સ્ત્રી સાથેના સંભાગની કાયાથી અનુમોદના કરવાની નહીં. આંખો નચાવીને કે એવા શારીરિક હાવભાવ કરીને અનુમોદના વ્યક્ત ન કરવી જોઈએ.
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. અકિંચન્ય अध्यात्मविदो मूर्छा परिग्रहं वर्णयन्ति निश्चयतः ।
तस्माद् वैराग्येप्सोराकिञ्चन्यं परो धर्मः ।।१७८ ।। અર્થ : અધ્યાત્મવેત્તા નિશ્ચયનયથી મૂર્છાને પરિગ્રહ કહે છે, તેથી મુમુક્ષુ માટે અકિંચનતા શ્રેષ્ઠ ધર્મ છે.
વિવેચન : જે મહાપુરુષો આત્મતત્ત્વના અનુચિંતનમાં ડુબેલા રહે છે અને શાનાથી આત્મા બંધાય છે? શાનાથી આત્મા મુક્ત થાય છે?' એવો બોધ જેમણે પ્રાપ્ત કરેલો હોય છે તે મહાપુરુષો અધ્યાત્મવેત્તાઓ કહેવાય છે.
“આત્મા શાનાથી બંધાય છે?' આ વિષયનું, શાસ્ત્રોના માધ્યમથી પરિશીલન કરતાં અને આત્મજ્ઞાનની અનુભૂતિ કરતાં તેઓએ જાણયું કે પ્રાપ્ત-અપ્રાપ્ત વિષયોમાં મૂચ્છ-ગૃદ્ધિ-આસક્તિ કરવાથી આત્મા બંધાય છે, પાપકર્મોથી બંધાય છે.
આધ્યાત્મિક ભૂમિકાએ “આ મારું...” આ વિચાર જ પરિગ્રહ બની જાય છે. પરદ્રવ્યોમાં અનુરાગ “આ ઘણું સારું...આ ખૂબ સુંદર...આ મને ખુબ ગમે...” આવી વૃત્તિઓ પરિગ્રહ કહેવાય છે. | હે મુનિજનો! શું તમે પરદ્રવ્યોનો-પરપુદ્ગલનો રાગ મિટાવવા ઇચ્છો છો! વૈરાગ્યભાવને પરિપુષ્ટ કરવાની તમારી તમન્ના છે? તો અકિંચન બની જાઓ. બહારથી અકિંચન અને ભીતરથી પણ અકિંચન બનો. પ૨દ્રવ્યો-પરપુદ્ગલ તરફ નિમોહી બનો,
પરદ્રવ્ય તરફ તમે અનુરાગી બનશો તો એ પરદ્રવ્ય મેળવવાની તમારા હૈયે ઇચ્છા જાગશે. તમે એ પરદ્રવ્યોને મેળવતા જવાના..જે જે ગમશે તે તે મેળવવા તમે પ્રયત્ન કરવાના! ગમતી વસ્તુ મેળવવા તમે ગૃહસ્થોની સામે આજીજી કરવાના...દીનતા કરવાના. ક્યારેક રોષે ભરાવાના.. તમારું મન નહીં રમે જ્ઞાનમાં કે નહીં રમે ધ્યાનમાં. એ તો રમવાનું પ્રિય વિષયોમાં!
ક્યારેક તમે તમારા શ્રમાણજીવનનાં કર્તવ્યોને પણ ચૂકી જવાના. પ્રિય-અપ્રિયની કલ્પનાઓમાં જ બંધાઈ ગયા તો તમારું ભાવ-થામય મૃતપ્રાયઃ બની જવાનું.
માટે કોઈ પણ પરદ્રવ્યમાં “આ સારું છે, આ મારું છે. આ મને મળી જાય તો ખૂબ સારું..” આવા વિચારો ન કરો. એકમાત્ર વિશુદ્ધ આત્મદ્રવ્યના અનુચિંતનમાં ડૂબેલા રહો. વ્યવહારની ભૂમિકા નિભાવતી વેળાએ ખૂબ
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકિંચન્ય
૩૨૧ જાગ્રત રહો. વ્યવહારમાર્ગમાં તો તમારે બીજા જીવાત્માઓના સંસર્ગમાં આવી પડવાનું, બીજા દ્રવ્યોના સંપર્કમાં આવી પડવાનું. એ વખતે “આ બધાં પારદ્રવ્યો છે...મારે આ દ્રવ્યો સાથે કોઈ સંબંધ નથી.' આ વિચાર જાગ્રત રહેવો જોઈએ.
તમે જે પાંચમું મહાવ્રત ધારણ કર્યું છે તે મહાવ્રતને યાદ કરો. “હું મનથી પણ પરિગ્રહનો ત્યાગ કરું છું.' ત્રિવિધ-ત્રિવિધ પ્રત્યાખ્યાનમાં તમે મનથી પણ પરિગ્રહી ન બનવાની પ્રતિજ્ઞા કરી છે, આ તમે સતત યાદ રાખજો.
તમે ઘરનો ત્યાગ કર્યો પરંતુ જો ઉપાશ્રયનો રાગ બાંધ્યો, તો તમે પરિગ્રહી બની ગયા! તમે માતા-પિતા, ભાઈ-બહેન આદિ સ્વજનોનો ત્યાગ કર્યો, પરંતુ શિષ્ય-શિષ્યાઓ અને ભક્ત-ભક્તાણીનો રાગ થયા તો તમે પરિગ્રહી બની ગયા! તમે ગૃહસ્થવેશનો ત્યાગ કર્યો પરન્તુ સાધુવેશનો રાગ થઈ ગયો તો તમે પરિગ્રહી બની ગયા. તમે ધન-સંપત્તિનો ત્યાગ કર્યો, પરંતુ ધનવાનોનાં ઘરની ભિક્ષા જો વહાલી લાગી ગઈ તો પરિગ્રહી બની ગયા! ભલે શરીર પર અલંકારો પહેરવાનું ત્યજી દીધું પરંતુ શરીરની સુખશીલતાના જ અનુરાગી બન્યા, તો પરિગ્રહી બની ગયા!
“આ તો મારો શિખ છે, એના પ્રત્યે તું મમત્વ રાખવું જોઈએ ને?' ના, નિશ્ચયનય ના પાડે છે! અધ્યાત્મદષ્ટિ ના પાડે છે. કોઈ પરદ્રવ્ય તમારું નથી. દરેક આત્મ-દ્રવ્ય સ્વતંત્ર છે. જે તમારું નથી અને તમે તમારું માનો, એ જ મિથ્યાત્વ છે અને એ જ અજ્ઞાનતા છે, એ જ વ્યામોહ છે.
પરંતુ વ્યવહારથી તો કહેવું પડે ને કે “આ મારો શિષ્ય છે, આ મારા ગુરુ છે...' એ વ્યવહારના પાલનમાં નિશ્ચયષ્ટિ બિડાઈ જવી ના જોઈએ. “આ રજોહરણ મારું છે, આ ઉપકરણો મારાં છે,” એ બોલતી વખતે “આ કંઈ જ મારું નથી.” આ વિચાર મનમાં જાગતો બેઠો હોય!
હે મહાત્મન, દ્રવ્યથી અને ભાવથી અકિંચન બન્યા રહેવા માટે તમારે સર્વ પરદ્રવ્યોમાંથી મૂર્છાનો ત્યાગ કરવો પડશે, આસક્તિનો ત્યાગ કરવો પડશે. જેમ જેમ આ ત્યાગ થતો જશે તેમ તેમ તમારો વૈરાગ્ય દઢ થતા જશે. તમારી મોક્ષયાત્રામાં વેગ આવશે. તમે પૂર્ણાનજની નજીક પહોંચશો.
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિઘર્મપાલનનું ફળ दशविधधर्मानुष्ठायिनः सदा रागद्वेषमोहानाम् ।
दृढरुढघनानामपि भवत्युपशमोऽल्पकालेन ।।१७९ ।। અર્થ : જેઓ આ દશ પ્રકારના ધર્મનું સદા પાલન કરે છે તેઓનો દઢ રાગ, રૂઢ કંપ, અને ઘન મોહ અલ્પકાળમાં ઉપશાન્ત થાય છે. (અથવા ક્ષય થાય છે.) વિવેર : અનાદિકાલીન ભવભ્રમણનાં મૂળભૂત કારણ ત્રણ છે : ક દૃઢ રાગ કે રૂઢ વેષ * ઘન મોહ,
જે આત્માઓ સ્વયંમાં જાગે છે. જેમની જ્ઞાનદષ્ટિનો ઉઘાડ થાય છે તે આત્માઓ ભવભ્રમણને જરા ય નથી ઇચ્છતા. તેઓ સંસારનાં દુઃખોને સારી રીતે સમજે છે. સંસારને જ દુ:ખરૂપ સમજે છે! એ દુઃખરૂપ સંસારનાં મૂળભૂત કારણ શોધતા શોધતા તેઓ પોતાના જ અત્તરાત્મામાં એ કારણોને શોધી કાઢે છે! પોતાના આત્મામાં અનાદિ કાળથી રહેલા રાગ, દ્વેષ અને મહ-એ જ સંસાર છે અને એ જ સર્વ દુઃખોનાં મૂળભૂત કારણ છે.
આ રાગ, દ્વેષ અને મોહનું ઉન્મેલન કરવા જ્યારે તે આત્મા સંયમના મેદાને પડે છે ત્યારે તેને “મહાત્મા'ના રૂપે દુનિયા જુએ છે. કારણ કે રાગ, દ્વેષ અને મોહ પર વિજય મેળવવો કેટલો બધો દુષ્કર હોય છે, તે દુનિયાના ડાહ્યા માણસો જાણતા હોય છે.
આત્મભૂમિ પર રાગ દઢ થઈને રહેલો છે. હું આત્મભૂમિ પરથી નહીં જ હટું...' આ દૃઢતા સાથે રાગ રહેલો છે. મક્કમ નિર્ધાર કરીને રહેલો છે. એવી રીતે હેપ પણ આત્મપ્રદેશ પર દૃઢ થઈને રહેલો છે. તેમનાં મૂળ ખૂબ ઊંડાં ગયેલાં છે, મોહ પણ આત્મા સાથે વજલેપ કરતાં પણ વિશેષ પ્રગાઢપણે આત્મા સાથે ચોંટીને રહેલો છે.
આ રાગ-દ્વેષ અને મહિનો અલ્પકાળમાં ઉપશમ થઈ શકે છે, જે મુનિરાજ દશ પ્રકારના યતિધર્મનું-મુનિધર્મનું યથાર્થ પાલન કરે, નિરંતર પાલન કરે તો! મુનિધર્મનું સતત અને દોષરહિત પાલન કરવાથી રાગ-દ્વપ અને મોહનો ક્ષય કે ઉપશમ થયા વિના ન રહે,
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમકાર-અહંકાર ત્યાગો ममकाराहंकारत्यागादतिदुर्जयोद्धतप्रबलान् ।
हन्ति परीषहगौरवकषायदण्डेन्द्रियव्यूहान् ।।१८०।। ઝર્થ : અહંકાર અને મમકારનાં ત્યાગથી આત્મા, અત્યંત દુર્જય અને બળવાન પરીષહ, ગારવ, કષાય, દંડ અને ઇન્દ્રિયના બૂહોનો નાશ કરી નાખે છે. વિવેવન: રાગ, દ્વેષ અને મોહની સેનાના સેનાપતિઓ આ પાંચ છે : આ પરિષહ
ગારવ ૨ કપાય * ઇન્દ્રિય
આ સેનાપતિએ કરેલી વ્યુહરચના એવી અદ્ભુત છે કે એ વ્યુહરચનાને ભેદવી ઘણી ઘણી મુશ્કેલ વાત બની જાય છે, એ વ્યુહરચનાને તોડ્યા વિના રાગ-દ્વેષ અને મોહ પર વિજય મળી શકતો નથી.
૧. જ્યારે બાવીસ પરીષહોમાંથી કોઈ ને કોઈ સુધા, તૃષા..આદિ પરીપહ આવે છે ત્યારે અસાવધ મુનિ, રાગ, દ્વેષ કે મોહના ફંદામાં ફસાઈ જતો હોય છે. જ્યારે શત-ઉષ્ણતા આદિ કોઈ કષ્ટ આવે છે ત્યારે તે જ વ્યાકુળ બની જાય છે તો દ્વેષમાં ફસાય છે.
૨. પ્રતિકૂળ એવા પરિષમાં નહીં ફસાનાર આત્મા, અનુકુળ એવા રસઋદ્ધિ અને શાતા સુખશીલતા માં ફસાઈ જાય છે! આ ત્રણ ગારોની વ્યુહરચના ગજબ છે.
૩, ત્રણ ગારોમાં રચ્યાપચ્યો રહેનાર જીવાત્મા ક્રોધ-માન-માયા અને લોભના ચક્રવ્યુહમાં ફસાય છે. ચાર કષાયોમાંથી કોઈ ને કોઈ કષાય જીવને ઝડપી લે છે. કષાયોના સાથમાં નો-કપાય પણ રહેલા હોય છે. એટલે કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ. આ નવ નો-કપાયોની બૂહરચનામાંથી છૂટવું ઘણું ઘણું કપરું હોય છે.
ક, ઇન્દ્રિયોની વ્યુહરચના તો ઘણી જ અટપટી અને ખતરનાક હોય છે. એક-એક ઇન્દ્રિય જીવાત્માને પોતાના બાહુપાશમાં જકડી, ગૂંગળાવીને એના
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
પ્રશમરતિ પ્રાણ કાઢી નાંખવા સમર્થ હોય છે. તો પછી પાંચ-પાંચ ઇન્દ્રિયો ભેગી થઈન જીવને ભીંસમાં લે તો?
૫. અશુભ મન, અશુભ વાણી અને અશુભ દેહપ્રવૃત્તિ-આ ત્રણ દંડનો ભૂહ પણ મહાકાળના તાંડવ જેવો ખતરનાક લૂહ હોય છે. આ ત્રણ દંડનાં આક્રમણો ઝંઝાવાતી હોય છે.
પરીષહ, ગારવ, કષાય, ઇન્દ્રિયો અને દંડ-આ પાંચના બૃહોને ભેદી એમના પર વિજય મેળવવો સરળ કામ નથી. આ પાંચેય દુર્જાય છે! ઉદ્ધત છે. અને અસાધારણ બળવાળા છે. આવા શત્રુઓ પર વિજય મેળવવાનો દૃઢ સંકલ્પ કરી એના સુયોગ્ય ઉપાયો કરવા જોઈએ. ગ્રન્થકાર આપણને માત્ર બે ઉપાયો બતાવીને કહે છે કે “આ બે શસ્ત્રોથી તમે એ પાંચેપાંચ દુર્જય શત્રુઓ પર વિજય મેળવી શકશો. એ પાંચને ભૂશરણ કરી શકશો.”
એ બે શસ્ત્રો છે : ૧ મમકારનો ત્યાગ. ર. અહંકારનો ત્યાગ, મમકારને ત્યાગો, અહંકારને ત્યાગ. આ બે તત્ત્વોએ દુનિયાને આંધળી કરી મૂકી છે. અંધ જીવાત્મા સંસારની ચોર્યાસી લાખ ગલીઓમાં અથડાતોકૂટાતો પરિભ્રમણ કરી રહ્યો છે.
કોઈ પણ વસ્તુને, પદાર્થને કે વ્યક્તિને તમારી ન માનો. “આ સ્વજનો મારા, આ મિત્રો મારા, આ વૈભવ મારો.. આ શરીર મા..' આવી બધી મારાપણાની વૃત્તિઓને નામશેષ કરી નાંખો, “આ વિશ્વમાં કંઈ જ મારું નથી...” આવો નિર્ણય હૃદયની સાક્ષીએ થયા પછી પરીષહોને તમે સહજતાથી સહી શકશો. પરીપહ આવતાં તમને આર્તધ્યાન નહીં થાય. રસ-મૃદ્ધિ અને શાતાનાં સુખો તમને આકર્ષી નહીં શકે. ક્રોધાદિ કષાયોનાં નિમિત્ત જ ઊભાં નહીં થાય. ઇન્દ્રિયોના ઉન્માદ શાન્ત થઈ જશે.
અહંકારની મનોવૃત્તિ જેમ જેમ શાન્ત થતી જશે તેમ તેમ તમારા મનવચન-કાયાના યોગો વિશુદ્ધ બનતા જશે. “અહ” = “હું ન ભૂલવા માટે “નાહ' ના મંત્રજાપ કરવો જોઈએ. “હું જ નથી!”
જ્યાં સુધી હે મુનિરાજ, તમે તમારા અસ્તિત્વને અને વ્યક્તિત્વને વીસરી નહીં શકો ત્યાં સુધી પરીષહ આદિ પાંચ શત્રુ-સેનાપતિઓને પરાજિત નહીં કરી શકો. ક્યારે પણ વિજેતા નહીં બની શકો, માટે તમારા અસ્તિત્વનેવિભાવદશાના અસ્તિત્વને ભૂલવાના અભ્યાસ કરો. એવી રીતે વિભાવદશાજન્ય વ્યક્તિત્વને વીસરવાનો અભ્યાસ કરો.
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિસ્થિરતાના ત્રણ ઉપાયો
૩૨૫ તમારા સુંદર અને સમૃદ્ધ વ્યક્તિત્વની પ્રશંસા સાંભળો નહીં. પ્રશંસા સાંભળવી પડે તો રાજી ન થાઓ. તમારા વ્યક્તિત્વની નિંદા થાય તો રોપ ન કર. પરદ્રવ્યો અને પરવ્યક્તિને સાપેક્ષ વ્યક્તિત્વનું અભિમાન ઠગાર નિવડે છે. માટે, અહંકાર તથા મમકારનો ત્યાગ કરી પરીષહાદિ પર વિજય મેળવો અને આત્તર-આનન્દને અનુભવો.
બુદ્ધિસ્થિરતાના ત્રણ ઉપાયો प्रवचनभक्तिः श्रुतसम्पदुद्यमो व्यतिकरश्च संविग्नः ।
वैराग्यमार्गसद्भावभावधीस्थैर्यजनकानि ||१८१।। ઝર્થ - જિનપ્રવચનમાં ભક્તિ, શાસ્ત્રસંપત્તિમાં ઉઘમ અને સંસારની જીવન સંપર્ક-(આ ત્રણ વાત) વૈરાગ્ય માર્ગમાં બુદ્ધિની સ્થિરતા ઉત્પન્ન કરે છે, જીવાદિ તત્ત્વોની શ્રદ્ધામાં બુદ્ધિની સ્થિરતા ઉત્પન્ન કરે છે, અને (લયાપરામજન્ય) ભાવોમાં બુદ્ધિની સ્થિરતા ઉત્પન્ન કરે છે.
વિવેવન : શું તમારે તમારા મનને વૈરાગ્યમાં સ્થિર કરવું છે? તમારી બુદ્ધિને વૈરાગ્યરસથી સતત ભીંજાયેલી રાખવી છે? તો તમે તમારા અંતરાત્માની સાથે વિચારી લો.
જીવ-અજીવ-પાણય-પાપ-આશ્રવ-સંવરબંધ-નિર્જરા અને મોક્ષ-આ નવ તત્ત્વોનો તમારે તલસ્પર્શી અભ્યાસ કરવો છે? આ તત્ત્વોના તલસ્પર્શી અધ્યયન દ્વારા તમારી તાત્ત્વિક શ્રદ્ધાને સુદઢ બનાવવી છે? અર્થાત્ તમારી તત્ત્વશ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવીને બૌદ્ધિક સ્થિરતા સંપાદન કરવી છે? તો તમે ગંભીરતાથી વિચારી લો.
તમારે “મોહનીય કર્મનો ક્ષયોપશમ કરીને મેળવેલા સમ્યગુ દર્શન, સમ્યગુચારિત્ર જેવા ઉચ્ચતમ પવિત્ર ભાવામાં તમારી બુદ્ધિને જોડી રાખવી છે? અર્થાત્ તમારી બુદ્ધિને, સમ્યગદર્શન આદિ ક્ષાયોપથમિક ગુણોની દટતા માટે કામે લગાડવી છે? તો તમે પુખ્ત વિચાર કરી લો. ગ્રન્થકાર મહર્ષિ આપારાને એના ઉપાય બતાવે છે.
તમે વૈરાગ્યમાં સ્થિર થવાનું પ્રણિધાન કરીને, તાવિક શ્રદ્ધાને સુદઢ કરવાનાં સંકલ્પ કરીને અને ક્ષાયાપશમિક ગુણોની સિદ્ધિ-વૃદ્ધિ કરવાનો નિરધાર કરીને ૧. જિનપ્રવચનની ભક્તિ કરો. ૨. ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરતા રહો.
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૩૨૬
૩. ત્યાગી-વિરાગી મહાત્માઓના સંપર્કમાં રહો. જિનપ્રવચન એટલ તીર્થંકર પરમાત્મા અને એમનું ધર્મશાસન. તીર્થકર પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવવું, એ તેની સાચી સેવા છે. જિનાજ્ઞાનું પાલન કરવાની શક્તિ મળે છે, જિનેશ્વરની પ્રીતિ-ભક્તિસભર ભાવપૂજા કરવાથી.
જેમ જિનેશ્વરની ભક્તિ કરવાની છે તેમ જિનેશ્વરના ચતુર્વિધ સંઘની ભક્તિ કરવાની છે. વસ્ત્રો સંઘો તિલ્થ ચતુર્વિધ સંઘ એ તીર્થ છે. તીર્થ એટલે પ્રવચન. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ સંઘ પ્રત્યે પ્રીતિ અને ભક્તિનો ભાવ ધારણ કરવાનો.
બીજો ઉપાય છે શ્રુતાભ્યાસી નિરન્તર શ્રુતસંપત્તિની વૃદ્ધિ કરતા રહેવાનું છે. શ્રુતજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન. જિનેશ્વર શ્રી મહાવીરદેવે જે તત્ત્વો પ્રકાશિત કર્યા, ગણધરોએ તે તત્ત્વોને લિપિબદ્ધ કર્યા, તે આગમ કહેવાયાં. મહાન પ્રજ્ઞાવંત આત્મજ્ઞાની મહર્ષિઓએ એ આગમગ્રન્થો પર નિર્યુક્તિ-ચૂર્ણ-ભાષ્ય અને ટીકારૂપે જે વ્યાખ્યાઓ કરી, વિવેચનો લખ્યાં, તે બધાનું અધ્યયનપરિશીલન કરતા રહો.
પ્રતિદિન અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉત્સાહ અને પુરુષાર્થ જો ચાલતો રહે તો મને વૈરાગ્યભાવથી નવપલ્લવિત રહેવાનું વિશેષ ને વિશેષ તત્ત્વબોધ થતો જવાનો અને સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન તથા સમ્યફ ચારિત્ર વિશુદ્ધવિશુદ્ધતર થતાં જવાનાં. જ્ઞાનાનન્દના અનુભવમાં આત્મા સ્વાધીન સુખનો આસ્વાદ માણતો રહેવાનો.
ત્રીજો ઉપાય છે ભવભ્રમણને અટકાવી દેવા તત્પર થયેલા વિરક્ત મુનિજનોનો સંપર્ક અને પરિચય, વૈરાગ્યભાવને જો પુષ્ટ કરવો છે, વૈરાગ્યમાર્ગે નિરંતર પ્રગતિ સાધવી છે તો વૈરાગી પુરુષોનો સંગ કરવો જ રહ્યો. કદાચ...સંસારત્યાગી મુનિજનોનો સંગ ન મળે એમ હોય તો, જે ગૃહવાસમાં રહેવા છતાં ગૃહવાસના ત્યાગની ભાવનામાં રમતા હોય, જેઓનું મન સંસારનાં સુખોમાં અનાસક્ત હોય. જેમની પાસે જ્ઞાનદષ્ટિ હોય, તેવા સત્પષોના સંપર્કમાં રહેવું જોઈએ.
જો તમે મોક્ષમાર્ગના પથિક મુનિરાજ છો, તો તમારે એવા ત્યાગી-વૈરાગી અને મોક્ષમાર્ગના રાગી એવા મુનિજનોના સંપર્કમાં-સહવાસમાં રહેવું જોઈએ. જેઓ માત્ર વેશધારી હોય, પગલિક સુખોમાં અનુરક્ત હોય, જિનાજ્ઞાની ઉપેક્ષા કરતા હોય તેવાઓના પરિચયમાં કે સહવાસમાં ન રહેવું જોઈએ. તમારી બુદ્ધિમાં બગાડો ન થાય, એની તમારે સાવધાની રાખવી જોઈએ.
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ધર્મકથા
- ૩૨૭ મોક્ષમાર્ગની આરાધનામાં૧. વૈરાગ્યને જવલંત રાખવો જ પડે. ૨. તાત્ત્વિક શ્રદ્ધાને સુદઢ રાખવી જ પડે. ૩. સમ્યદર્શનાદિ ભાવોને સુરક્ષિત રાખવા જ પડે.
ચાર ઘર્મકથા आक्षेपणी विक्षेपणी विमार्गवाधनसमर्थविन्यासाम् । श्रोतृजनश्रोत्रमनःप्रसादजननी यथा जननीम् ।।१८२।।
संवेदनी च निर्वेदनी च धर्त्या कथां सदा कुर्यात् । स्त्रीभक्तचौरजनपदकथाश्च दूरात् परित्याज्या: ।।१८३।। અર્થ : ઉન્માર્ગનો ઉચ્છેદ કરવામાં સમર્થ રચનાવાળી તથા શ્રોતાઓનાં કાન અને મનને માતાની જેમ આનન્દ આપનારી આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વાદની ધર્મકથા સદેવ કરવી જોઈએ તથા સ્ત્રીકથા, ભજનકથા, ચરકથા અને દેશકથા દૂરથી (મનથી પણ) ત્યજી દેવી જોઈએ.
વિવેચન : હે મોક્ષમાર્ગના પથિકો, સંસાર પ્રત્યેના વૈરાગ્યને તમારે સદેવ વર્ધમાન રાખવા હોય, અવિચ્છિન્ન રાખવો હોય, તત્ત્વજ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવી હોય, તત્ત્વજ્ઞાનના અતલ ઊંડાણમાં ડૂબકીઓ મારવી હોય અને મારા સમ્યગુદર્શનને સુદૃઢ તથા ઉજ્જવલ બનાવવું હોય તો પ્રતિદિન ધર્મકથા કરતા રહો.
ધર્મકથાની ભાષા એવી જોઈએ કે શ્રોતાઓનાં કાન અને મન ઉલ્લસિત બને. ધર્મોપદેશ કર્ણપ્રિય જોઈએ, મનને પ્રફુલ્લિત કરનાર જોઈએ. એક માતા પોતાનાં બાળકોને જેટલા પ્રેમથી અને વાત્સલ્યથી વાતો કહે એટલા પ્રેમથી એનાથી ય વધારે વાત્સલ્યથી તમારે ધર્મોપદેશ આપવાનો છે. તમારી વાણીમાં કટુતા કે કર્કશતા ન આવી જવી જોઈએ. શ્રોતાઓને એ પ્રતીતિ થવી જોઈએ કે અમારા પ્રત્યે અપાર કરુણા અને વાત્સલ્ય ધરાવીને, અમારા હિત માટે આ મહાત્મા અમને ધમપદેશ આપે છે.” ધમપદેશના મુખ્ય ચાર પ્રકાર છે૧. આપણી ધર્મકથા ૨. વિક્ષેપણી ધર્મકથા
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮_
પ્રશમરતિ ૩, સંવેદની ધર્મકથા ૪, નિર્વેદની ધર્મકથા
ધર્મોપદેશ કે ધર્મનો ઉપદેશ આપતા ખૂબ કાળજી, ચીવટ અને જાગૃતિ રાખવાની હોય છે. સંસારમાં રહેલા જીવોને મોક્ષમાર્ગ તરફ આકર્ષવા, એ માર્ગે ચઢાવવા-ચલાવવા અને એમનાં આંતર ઉત્સાહને ટકાવી રાખવા મુનિજનો ઉપરની ચાર ધર્મકથાઓ કરતા રહે.
આક્ષેપણી : તમારે શ્રોતાઓની અભિરુચિ સમજવી જોઈએ. જો શ્રોતાઓ વીરરસને પસંદ કરનારા હોય તો તમારે ધર્મકથાનો પ્રારંભ કોઈ વીરરસપાપક કથાથી કરવો જોઈએ. જો શ્રોતાઓનો સમૂહ શૃંગારરસ કે અભુત રસની અભિરુચિવાળો હોય તો તમારે તે તે રસના પ્રવાહમાં શ્રોતાઓને લઈ જવા જોઈએ કે જેથી તેઓ આળસ, કંટાળો અને થાક ખંખેરીને તમારી તરફ અભિમુખ બની જાય. તમારી કથામાં ધર્મોપદેશમાં તેમની રસવૃત્તિ જાગ્રત થાય. આક્ષેપણનો અર્થ છે આવર્જન! શ્રોતાઓને આવર્જિત કરવા જોઈએ સહુ પ્રથમ વિક્ષેપણી :
શ્રોતાઓ જ્યારે તમારી વાણીના પ્રવાહમાં વહેવા લાગે ત્યારે તમે વૈષયિક સુખોની નિઃસારતાનું, વૈષયિક સુખ-ભોગનાં દારુણ પરિણામનું અને સંસારપરિભ્રમણની દુઃખદાયિતાનું એવું વર્ણન કરજો કે શ્રોતાઓનાં હૈયાં હચમચી ઊઠે. વૈષયિક સુખો પ્રત્યે તીવ્ર વૈરાગ્યભાવ જન્મી જાય.
એવી રીતે, તે તે કાળમાં પ્રવર્તતા ઉન્માર્ગોનું એવું કલાત્મક ખંડન કરવું જઈએ કે શ્રોતાઓના હૈયામાંથી ઉન્માર્ગોનો રાગ ધોવાઈ જાય અને સન્માર્ગનો. પક્ષપાત સ્થાપિત થઈ જાય, “આ ધર્મકથાકાર મુનિવર પોતાના ધર્મના પક્ષપાતી છે અને અન્ય ધર્મોના નિદક છે. આવા દુર્ભાવ શ્રોતાઓના હૃદયમાં ન આવી જાય, એ રીતે વિક્ષેપણી ધર્મકથા કરવાની છે. મિથ્યા વૈપયિક સુખોની ઋહાને વિક્ષિપ્ત કરી નાંખનારી, મિથ્યા ઉન્માર્ગોના આકર્ષણને વિક્ષિપ્ત કરી નાંખનારી ધર્મકથા ‘વિક્ષેપણી” કહેવાય.
આ વિક્ષેપણી-ધર્મકથા કરતાં, તમારા હૈયે શ્રોતાઓ પ્રત્યે માતાના જેવું વાત્સલ્ય હોવું જોઈએ. તમે અર્થ-સ્પૃહા અને કામ-લાલસાનું ધારદાર શબ્દોમાં ખંડન કરતા હો, છતાં શ્રોતાઓને તમારી વાણીમાં માતૃવાણીનો પ્રેમાળ રણકો
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ધર્મકથા
૩૨૯
સાંભળવા મળે! તેમના કાનોને ગમી જાય અને એમના મનને આલ્લાદિત કરી જાય - એવી વાણીમાં ધર્મોપદેશ આપવાનો છે. સાથે સાથે, વક્તાના હૃદયમાં વૈરાગ્યભાવ વૃદ્ધિ પામતો જાય! તત્ત્વબોધ સ્પષ્ટ અને ઊંડો બનતો જાય! શુભ ભાવોમાં ભરતી આવતી જાય...! ધર્મકથા કરવાની છે આ માટે! માત્ર જનમનોરંજન કરવા માટે નહીં. મુનિ જે કાંઈ ધર્મકથા કરે, તેમાં પહેલા શ્રોતાએ પોતે બને! વક્તાની પોતાની વૈયિક સુખોમાં અનાસક્તિ વધતી હોય અને જિનવચનો આત્મસાત્ થતાં જાય, એ રીતે ધર્મકથા કરે.
સંવેદની :
શ્રોતાઓને વાસ્તવિક દુઃખોથી પરિચિત કરીને, ભયનું સંવેદન કરાવે તે સંવેદનની-ધર્મકથા કહેવાય.
સંસારની ચાર ગતિ : નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ,-આ પ્રમાણે છે. ચારમાંથી એકેય ગતિમાં સુખ નથી, શાન્તિ નથી. સંસારની એક એક ગતિમાં નર્યું દુ:ખ ભરેલું છે!
૧. નરકગતિમાં જીવોને ઘોરાતિયાર વેદનાઓ સહેવી પડે છે. ભયાનક ગરમી અને અસહ્ય ઠંડી..! નિરંતર શરીરનાં છંદન-ભેદન...! નિરંતર વેદના જ વેદના...એક ક્ષણ પણ વેદના વિનાની પસાર ન થાય. આવી રીતે ઓછામાં ઓછાં દસ હજાર વર્ષ તો પસાર કરવાં જ પડે! ધાર હિંસા, તીવ્ર રૌદ્રધ્યાન...આદિ ક૨વાથી નરકગતિમાં જન્મવું પડે છે.
૨. તિર્યંચય્યનિમાં પશુ...પક્ષી આદિ) પણ ઠંડી, ગરમી, ક્ષુધા, તૃષા, વાહન-તાડન-દમન-ઈદન...આદિ દુઃખોનો પાર નથી હોતાં. પરવશપણે...પરાધીનપણે જીવનપર્યંત ધોર ત્રાસ સહવાના હોય છે...
૩. મનુષ્ય ગતિમાં તાં પ્રત્યક્ષ જોઈ શકાય છે-દુઃખો અને વેદનાઓ! કોઈને અંધાપો છે...કોઈ લંગડાં છે...કોઈ બહેરાં છે...કોઈ ગાંડાં છે...કોઈ જડ છે...! અસંખ્ય રોગોથી પીડાતા...કરાસતા કરોડો માનવો છે..જેઓને શારીરિક દુઃખો નથી તેઓ માનસિક અનેક દુ:ખોને ભોગવતા હોય છે. પ્રિય-અપ્રિયના સંયોગ-વિયોગની ચિંતાઓ, નિર્ધનતા-દરિદ્રતાના વલોપાતો, શત્રુભય-રાજભય આદિ ભર્યોનો ફફડાટ...આ બધામાં ક્યાં છે સુખ? ક્યાં છે શાન્તિ?
૪. દેવગતિમાં પણ દુઃખો હોય છે, તે દુ:ખો માનસિક હોય છે. મનમાં દુ:ખોની પીડાનો પાર નથી હોતો. બીજા દેવાનો વિશેષ વૈભવ જોઈને મન બળે છે. મોટા દેવોની આજ્ઞાથી અશ્વ, મયૂર, બળદ આદિ પશુઓનાં રૂપ કરવાં પડે
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦.
પ્રશમરતિ છેતથી દુઃખ થાય છે. “દેવગતિનું આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય કે તિર્યંચના ભવમાં જવું પડે છે તેની કલ્પના પણ દેવોને ધ્રુજાવી નાંખે છે! | સંવેદની-ધર્મકથા કરતાં, શ્રોતાઓને સંસારથી વિરા બનાવી દે, “ચાર ગતિમાં ક્યાં ય સાચું, શાશ્વત્ સુખ નથી, અનન્ત-શાશ્વત્ સુખ માત્ર મોક્ષમાં જ હોય છે'- આ વાત શ્રોતાઓના દિલ-દિમાગમાં સારી રીતે દૃઢ કરી દે. ચાર ગતિનાં દુ:ખોની કલ્પના આવે અને માણસ ધ્રૂજી ઊઠે! ઊંડો વિચાર કરતો થઈ જાય! વૈપયિક સુખોમાં રાચવાનું ને માચવાનું બંધ થઈ જાય. નિર્વેદની :
એવી ધર્મકથા કરવાની કે શ્રોતાઓ પાંચ ઇન્દ્રિયોના વિપયોપભોગમાં અનાસક્ત બની જાય. બહાર સારા અને સુંદર દેખાતા વિષયોમાં તેમને ઉગ ઉત્પન્ન થાય.
વૈષયિક સુખ અલ્પકાલીન છે, વિપયિક સુખભોગથી ક્યારે પણ તૃપ્તિ ન થાય,
સ્ત્રીનો દેહ અનેક અશુચિ દ્રવ્યોથી ભરેલો છે... શરીરમાં ખણ આવે અને માણસ ખણી નાંખે છે, ખણતાં તો આનંદ થાય છે પણ પછી બળતરા ઊઠે છે, તેમ મોહના ઉદયથી જીવાત્મા મૈથુન સેવી લે છે, પરંતુ પછી વાસનાની ઘોર બળતરા ઊઠતી હોય છે.
સર્વે અનર્થોનું મૂળ મૈથુનસંજ્ઞા છે. મથુનસેવનથી વીર્યહાનિ થાય છે. તેથી શરીરમાં અનેક રોગ જન્મે છે.
આ રીતે ચાર પ્રકારની ધર્મકથાઓ નિરંતર કરવાની છે. તેનાથી સ્વ-પરનો વૈિરાગ્ય વૃદ્ધિ પામે છે, તત્ત્વબોધ સ્પષ્ટ થાય છે અને સંસારના પ્રપંચોથી બચી જવાય છે. ગ્રન્થકાર એક સાવધાની આપે છે! વિકથાઓ કરવાથી દૂર રહેજો! ૧. સ્ત્રી-કથા ૨. ભોજન-કથા ૩. ચોર-કથા ૪. દેશ-કથા
આ ચાર પ્રકારની વિકથાઓ-વિકૃતિઓને પોષનારી કથાઓ ક્યારેય નહીં કરવાની, સ્ત્રીઓનાં રૂપયૌવન-લાવણ્ય-વેષ-ભાષા-ચાલ ઇત્યાદિનાં વર્ણન નહીં
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરગુણ-દોષનું કીર્તન છોડો
૩૩૧ કરવાનાં, ભોજન અંગેની વાત, અર્થાતુ ભજ્ય અને પય પદાર્થોની ચર્ચા નહીં કરવાની. ચાર લોકો આવી રીતે ધાડ પાડે છે, આવી રીતે તાળાં તોડે છે.. ચોરીનો માલ આવી રીતે છુપાવે છે...વગેરે ચર્ચા નહીં કરવાની. દેશકથા-“આ દેશમાં ઘઉં વધારે થાય છે. આ દેશમાં ચોખા ખૂબ થાય છે. અમુક દેશમાં દૂધ નથી મળતું. આ દેશના શાસકો સારાં છે, આ દેશના શાસકો ખરાબ છે..' આવી વ્યર્થ વાતો ન કરવી જોઈએ.
જે મુમુક્ષુઓને વૈરાગ્યના મહાપંથે પ્રયાણ કરીને વીતરાગતા પ્રાપ્ત કરવી છે, તે મુમુક્ષુઓએ ધર્મકથામાં નિરત રહેવું જોઈએ,
પદગુણ-દોષનું કીર્તન છોડો यावत्परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति ।
तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ।।१८४ || અર્થ : જ્યાં સુધી મને બીજાના ગુણ-દોષ ગાવામાં પ્રવૃત્ત રહેતું હોય ત્યાં સુધી તે મનને વિશુદ્ધ ધ્યાનમાં વ્યગ્ર કરવું શ્રેષ્ઠ છે. વિવેચન : પર-પુગલના ગુણદોષ મનમાં રમી રહ્યા છે?
પર-જીવાત્માઓના ગુણદોષી ગાઈ રહ્યું છે મન? તમને ગમે છે આ મનોવૃત્તિઓ? તમને ગમે છે મનથી આ પ્રવૃત્તિઓ? તો તમે વૈરાગ્યના માર્ગે ચાલી જ નહી શકો. તમે આધ્યાત્મિક વિકાસયાત્રા નહીં જ કરી શકો.
મહાનુભાવ! આધ્યાત્મિક માર્ગે સ્વાત્મા સિવાય કોઈનો ય વિચાર કરવાનો નથી, અર્થાત્ બીજા જીવાત્માઓના ગુણ-દોપોના વિચાર કરવાના નથી, તો જ તમે આત્મચિંતામાં અને આત્મતત્ત્વના ઊંડા ચિંતનમાં ડૂબી શકવાના.
બીજા જીવોના દોષ જોઈને, એ દોપોને વારંવાર યાદ કરવાથી, અવર્ણવાદ કરવાનો થઈ જશે. તમારા મુખેથી એ દોષો પ્રકાશિત થઈ જવાના. કારણ કે મન વારંવાર જે વિચારે છે તે વાતો વાણીથી વ્યક્ત થતી રહેતી હોય છે. આ અશુભ મનોયોગથી અને વચનયોગથી પાપકર્મોનો બંધ થતો રહે છે.
મહત્ત્વની અને ગંભીર વાત તો એ છે કે અધ્યાત્મના માર્ગે આવી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ શોભે જ નહીં. આવી પાપવૃત્તિ-પ્રવૃત્તિ ધરાવતા જીવાત્માઓ અધ્યાત્મમાર્ગના યાત્રિકો બની શકે નહીં. આધ્યાત્મિક માર્ગમાં પરદ્રવ્ય તરફ જોવાનું જ નથી. સ્વદ્રવ્ય-આત્મદ્રવ્ય તરફ જ લક્ષ નિર્ધારિત કરવાનું હોય છે.
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨.
પ્રશમરતિ તમે કદાચ ચોંકી જશો! બીજા જીવોના દોષ જ નહીં જોવાનું ગ્રન્થ કાર નથી. કહેતા, ગુણ જોવાનો પણ નિષેધ કરે છે! બીજા જીવોના ગુણો જોવાનું પણ કોઈ પ્રયોજન નથી. દોષદર્શનના પાપમાંથી મુક્ત થવા માટે ગુણદર્શન આવશ્યક છે, પરન્તુ દોષદર્શનમાં પ્રવૃત્ત થતા મનને જો શાસ્ત્રોના-ધર્મગ્રન્થોના અધ્યયનપરિશીલનમાં અને વિશુદ્ધ આત્મદ્રવ્યના ધ્યાનમાં લીન રાખવામાં આવે તો, એના જેવું બીજું કોઈ કામ નથી!
ગુણદર્શન કરવું તે સારું છે, પરન્તુ ગુણદર્શન કરવા જતાં દોષદર્શન થઈ જવું ઘણું સ્વાભાવિક છે. “આ મહાનુભાવ ખૂબ સારા વિદ્વાનું છે. ધર્મતત્ત્વોના જ્ઞાતા છે.” આ આપણે ગુણદર્શન કર્યું... એટલે એ વ્યક્તિ પ્રત્યે સભાવ જાગ્યો, હવે એના વિચારો આપણા મનમાં આવતા રહેવાના. ‘આ મહાનુભાવ વિદ્વાન તો છે પણ તપશ્ચર્યા નથી કરતા!' આ દોષદર્શન એક દિવસ થઈ જવાનું પ્રશ્ન : જેવું હોય તેવું જોવું તેમાં દોષ લાગે?
ઉત્તર : જેવું હોય તેવું જોવું અને જાણવું તે દોષરૂપ નથી, પરંતુ રાગ-દ્વેષ થવા તે દોષરૂપ છે! રાગ-દ્વેપ કર્યા વિના જોવાનું અને જાણવાનું ન આવડે ત્યાં સુધી ગુણ-દષો જવાના-જાણવાના નથી. દોષ જોવાથી જ થાય છે, ગુણ જવાથી રાગ થાય છે. આ બંને વર્ષ છે! તમે જો આધ્યાત્મિક માર્ગના યાત્રિક છો, તો આ વાત છે! આત્મચિંતનના અને તત્ત્વચિંતનના અગાધ ઉદધિમાં જો ડૂબકીઓ મારવી છે અને પરમાનન્દની અનુભૂતિ કરવી છે, તો આ વાત છે.
આપણે આપણા મનને વિશુદ્ધ ચિંતનમાં કે જે પરલક્ષી ન હોય, તેમાં જોડેલું જ રાખવાનું છે. “મને તો હવે કંટાળો આવે છે અધ્યયન કરતાં, મને તો હવે મજા નથી આવતી અભ્યાસ કરતાં...' આવી બધી વાતો ન ચાલે તમારી આ દિવ્યયાત્રામાં, ભાતિકતામાં રાચનાર માણસો જે પરદ્રવ્ય-પરપુગલની વાતોમાં રાજે-માર્ચ, તે વાતોમાં તમારાથી રસ ન જ લેવાય! “જ્ઞાનસાર' માં કહ્યું છે :
परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा।' પરમબ્રહ્મમાં મગ્ન મનુષ્યને મન પાંગલિક વાતો નીરસ અને નિરર્થક હોય છે. એને જરાય ગમે નહીં.
તમે કદાચ કહેશો કે “સહ-જીવનમાં અર્થાત્ બીજા સાધકો-મુનિવરોના સહવાસમાં જીવવાનું હોય ત્યાં બીજાના ગુણદોષ તો જોવાઈ જાય ને?' ન જોવાય! તનથી સાથે રહેવા છતાં મનથી અળગા રહી શકાય છે. તમે તમારા
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રાધ્યયન
૩૩૩ શાસ્ત્રાધ્યયન-અધ્યાપન-ચિંતન-મનન અને કથનની પ્રવૃત્તિમાં ડૂબેલા રહો. સાથે રહેનારાઆં શું કરે છે અને કેવા છે એ જાણવા જોવાનું નહીં બને!
બીજાઓને સુધારવા માટે જો જીવતા હો તો પછી તમારા માટે આધ્યાત્મિક માર્ગની સફર નથી!
શાઆધ્યયન शास्त्रध्ययने चाध्यापने च संचिंतने तथात्मनि च ।
धर्मकथने च सततं यत्नः सर्वात्मना कार्यः ।।१८५।। અર્થ : શાસ્ત્રના અધ્યયન-અધ્યાપન-ચિંતનમાં તથા આત્મ-ચિંતનમાં અને ધર્મકથા કરવામાં મન-વચન-કાયાથી સતત પ્રયત્ન કરવો જોઈએ.
વિવેચન : “વિશુદ્ધ ધ્યાનમાં અમારે મનને કેવી રીતે જોડેલું રાખવું ?” આ પ્રનના જવાબ ગ્રન્થકાર સ્વયં જ આપે છે.
તમે શાસ્ત્રોની દુનિયામાં વસી જાઓ! આ દુનિયામાં રહેવા છતાં દુનિયાની ભીડમાંથી નીકળી જાઓ. રાગી અને કંપી એવા ચેપી રોગી જીવોના સંપર્કમાં રહેવાનું ત્યજી દો. તમારી દુનિયા જોઈએ શાસ્ત્રોની! ધર્મગ્રન્થોની! હા, ધર્મશાસ્ત્રોની પણ એક વિશાળ દુનિયા છે. સુંદર અને સ-રસ છે એ દુનિયા!
અલબત્ત, નવી દુનિયામાં પ્રવેશ, થોડા સમય માટે રોમાંચક અને ચટપટો લાગે ખરો, પણ કાળક્રમે ફાવી જાય છે અને રસાનુભૂતિ થતી રહે છે. આ દુનિયામાં શાસ્ત્રવેત્તાઓ દિવસ-રાત જિજ્ઞાસુ જીવાત્માઓને શાસ્ત્રોનું અધ્યયન કરાવતા રહે છે. તેઓનાં હૃદયમાં વાત્સલ્ય અને કરુણાના ઉચ્ચતમ્ ભાવો ભરેલા હોય છે અને અધ્યયન કરનારાઓનાં હૃદયમાં ભક્તિ-વિનય અને વિવેકના ભાવો રમતા હોય છે. ગુરુ-શિષ્યના આ સંબંધો એવા લોકોત્તર સંબંધો હોય છે કે ત્યાં કોઈ સ્વાર્થની ખેંચાખેંચી નથી હોતી કે ગુણ-દોપના ઝગડા નથી હોતા! વાણી-વ્યવહાર એવા મીઠો અને સાચો હોય છે કે ક્યારેય કોઈન ઉચાટ કે ઉગ જ ન થાય.
“મારે વૈરાગ્યમાર્ગ પર ચાલતા રહેવું છે અને વીતરાગતા પ્રાપ્ત કરવી છે', આ ધ્યેયને અનુસરતા તમે શાસ્ત્રોનું અભિનવ અધ્યયન કરતા રહો. જે શાસ્ત્રોનું તમે અધ્યયન-મનન-ચિંતન કર્યું હોય તે શાસ્ત્રો તમે બીજાઓને ભણાવતા રહો. તમારા સહયાત્રીઓને તમારું શાસ્ત્રજ્ઞાન આપતા રહો.
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪.
પ્રશમરતિ અધ્યયન કરતાં જેમ ખેદ, ઉદ્વેગ કે ઉતાવળ ન કરવી જોઈએ તેમ અધ્યાપન કરાવતાં પણ થાકવું ન જોઈએ કે રોપાયમાન ન થવું જોઈએ. કારણ કે અધ્યાત્મમાર્ગે ચાલનારાઓ બધા જ સૂક્ષ્મ પ્રજ્ઞાન ધરાવનારા ન હોય. કોઈ અલ્પ સ્મરણશક્તિવાળા પણ હોય, કોઈ અલ્પ શાસ્ત્રજ્ઞાન લેનારા પણ હોય..તે સહુના પ્રત્યે તમારું વાત્સલ્ય, તમારી કરુણ નિરંતર વહેતી રાખવાની છે.
શાસ્ત્રોનું ચિંતન-મનન કરવા માટે, અનુપ્રેક્ષા કરવા માટે સાધકે પોતાની ચિત્તવૃત્તિઓને શાન્તપ્રશાન્ત રાખવી જોઈએ. વૈચારિક ઉગ્રતા ત્યજવી જોઈએ. દુરાગ્રહનો ત્યાગ કરવો જોઈએ, એ ચિત્તન-મનનના પરિપાકરૂપે જે વિશિષ્ટ અર્થબોધ પ્રાપ્ત થાય તે અર્થબોધ, જિજ્ઞાસુઓની યોગ્યતા અને પાત્રતા મુજબ બીજા સાધકોને આપવો જોઈએ,
શાસ્ત્રોનું ચિંતન-મનન આત્મલક્ષી હોવું જોઈએ. અર્થાતું, માત્ર વિદ્વત્તા માટે શાસ્ત્રાધ્યયન નથી કરવાનું, શાસ્ત્રાધ્યયન આત્મસંશોધન માટે કરવાનું છે. એમ વિચારતા રહેવાનું છે કે, “આજના દિવસમાં મેં શાસ્ત્રોની આજ્ઞા મુજબ કેટલું જીવન જીવ્યું અને શાસ્ત્રોની આજ્ઞાનું ઉલ્લંઘન કેટલું કર્યું.”
મનથી શાસ્ત્રોની સ્મૃતિ અને ચિંતન-મનન કર. વચનથી એ ધર્મશાસ્ત્રોનો ઉપદેશ આપ. જ કાયાથી એ ધર્મશાસ્ત્રો લખો અને જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરો. આજે વર્તમાનકાળે આપણને જે ધર્મગ્રન્થો પ્રાપ્ત થયેલા છે, તે ધર્મગ્રન્થો આ જ રીતે પ્રાપ્ત થયેલા છે. મહાપુરુષએ જીવનપર્યત શાસ્ત્રોનું અધ્યયનપરિશીલન કર્યું અને એ અનુચિંતનને ટીકાના રૂપે, ભાષ્યના રૂપે કે નિયુક્તિના રૂપે લખ્યું...આ ક્રમ ચાલતો રહ્યો છે. આ પરંપરામાં આપણે પણ ગોઠવાઈ જવાનું છે. આ ક્ષેત્રમાં જ આપણને જ્ઞાનાનન્દ પ્રાપ્ત થઈ શકે એમ છે.
શાસ્ત્રજ્ઞાનની ઉપેક્ષા કરીને આત્માનુભૂતિની વાતો કરનારાઓ સ્વયં ભ્રમણાઓમાં રાચે છે અને બીજા સરળ અને ભદ્રિક જીવોને ભ્રમણાઓમાં પટકી દે છે. પોતાના રચેલા ધર્મગ્રન્થોનો પ્રચાર કરવા, પ્રાચીન ધાર્મિકઆધ્યાત્મિક ધર્મગ્રન્થોની નિંદા કરે છે અને “આ શાસ્ત્રો ન ભણવાં જોઈએ.” એવા પ્રલાપ કરે છે. શાસ્ત્રજ્ઞાન વિના આત્માનુભૂતિ શક્ય જ નથી.
શાસ્ત્રોના-શાસ્ત્રોક્ત તત્ત્વોના સૂક્ષ્મ અને આત્મસ્પર્શી ચિંતન-મનનમાંથી ક્યારેક આત્માનુભૂતિ થઈ જતી હોય છે અને તે આત્માનુભૂતિ સાચી હોય છે. દંભ અને દર્પથી મુક્ત શાસ્ત્રજ્ઞાની આત્માનુભૂતિ કર્યા વિના ન રહે.
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘શાસ્ત્ર' કોને કહેવાય?
૩૩૫ મન-વચન-કાયાને સતત ધર્મશાસ્ત્રોમાં, અધ્યાત્મશાસ્ત્રોમાં, યોગશાસ્ત્રોમાં ઓતપ્રોત રાખીને અધ્યાત્મની યાત્રામાં પ્રગતિ કરતા રહેવાનું છે.
‘શા.' કોને કહેવાય? शास्विति वाग्विधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्ट्यर्थः । त्रैङ्ति च पालनार्थे विनिश्चितः सर्वशब्दविदाम् ।।१८६ ।।
यस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे। संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः ।।१८७ ।। અર્થ : ચંદ પૂર્વધરો શા ધાતુનો અર્થ “અનુશાસન' કરે છે, અને સૈઃ ધાતુને બધા શબ્દ વત્તાએ ‘પાલન' અર્થમાં સુનિશ્ચિત કરેલો છે. માટે, રાગ-દ્વેષથી જેમનાં ચિત્ત વ્યાપ્ત છે, તેમને સદ્ધર્મમાં અનુશાસિત કરે છે અને દુઃખથી બચાવે છે, તેથી સના તન શાસ્ત્ર કહે છે.
વિવેવન : જો અનન્ત અને શાશ્વતુ સુખ પ્રાપ્ત કરવું છે, જો આત્માની પરમ શુદ્ધિ પ્રાપ્ત કરવી છે અને વર્તમાન જીવનને શાન્તિ, સમતા અને પ્રસન્નતાથી ઓળઘોળ કરી દેવું છે તો સદ્ધર્મમાં મન-વચન અને કાયાથી સ્થિર થવું જ પડશે. અસ્થિર, ચંચળ અને ઉદ્ધત બનેલાં મન-વચન-કાયાનું અનુશાસન કરવું પડશે, તે અનુશાસન કરે છે શાસ્ત્રો!
એનું જ નામ “શાસ્ત્ર' કે જે જીવોનાં મન-વચન અને કાયાને સદ્ધર્મમાં અર્થાતું અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને અપરિગ્રહમાં સ્થાપિત કરે. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર અને પરિગ્રહમાં જતાં મન-વચન-કાયાને રોકે! ક્રોધ-માન-માયા અને લોભમાં જતા જીવાત્માને રોકે.
આવાં શાસ્ત્રો તાડપત્ર ઉપર, તામ્રપત્ર ઉપર અને કાગળ વગેરે ઉપર જેમ લખાયેલાં હોય તેમ જ્ઞાની પુરુષોની વાણી પણ શાસ્ત્ર બની જતી હોય છે, કે જે વાણી માનવીના અન્તઃ કરણને સ્પર્શતી હોય છે અને એનું સદ્ધર્મમાં સ્થિરીકરણ કરતી હોય છે.
સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવાત્માઓનાં મન રાગ અને દ્વેષની પ્રબળ અસર નીચે હોય છે. એ મન તો જ સદ્ધર્મમાં સ્થિર થઈ શકે, જે નિરન્તર શાસ્ત્રોના અધ્યયન-ચિંતન-મનનમાં એ મનને જોડેલાં રાખવામાં આવે. વાણી અને કાયાને શાસ્ત્રોની દુનિયામાં જ જડેલાં રાખવામાં આવે.
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
પ્રશમરતિ શાસ્ત્રના અધ્યયન-પરિશીલનમાં, વાંચન-મનનમાં, લેખન અને પ્રવચનમાં ઓતપ્રોત રહેનાર સાધક આત્મા-મનનાં તમામ દુઃખો અને દ્વન્દ્રોથી મુક્ત થાય છે.
જે શ્રમણ, શ્રમણીઓ અને મુમુક્ષુઓ શાસ્ત્રના અધ્યયન વગેરેમાં મનવચન-કાયાથી જોડાયેલા નથી રહેતા, તેઓ ભલે તપ કરે, ત્યાગ કરે, ધર્મક્રિયાઓ કરે, છતાં તેઓ માનસિક અશાંતિ અને દુઃખોથી મુક્ત નથી થઈ શકતા.
જે સાધકો માત્ર શાસ્ત્રોનું અધ્યયન કરે છે, અર્થાત્ અમુક સમય પૂરતું જ અધ્યયન કરે છે અને એ સિવાયના સમયમાં પ્રમાદ સેવે છે, તેઓ મનનાં દુઃખો-ક્લેશોથી મુક્ત થઈ શકતા નથી.
જે સાધકો શાસ્ત્રોને માત્ર યાદ કરી લે છે, કંઠસ્થ કરી લે છે પરંતુ અર્થજ્ઞાન પ્રાપ્ત નથી કરતા, શાસ્ત્રોની અનુપ્રેક્ષા નથી કરતા તે સાધકો મનના લેશોથી મુક્ત નથી થઈ શકતા.
જે સાધકો શાસ્ત્રોનું અધ્યયન કરીને અનુપ્રેક્ષા કરીને, ચાર ધર્મકથા નથી કરતા, અર્થાત્ પોતાની વાણીને શાસ્ત્રોપદેશમાં નથી પ્રવર્તાવતા તેઓ મનનાં દુઃખોથી મુક્ત નથી થઈ શકતા.
તે સાધકે મનના ક્લેશ, સંતાપો અને વિખવાદોથી મુક્ત થવું હોય તો તેણે શાસ્ત્રોની દુનિયામાં વસી જવું જોઈએ. શાસ્ત્રો, જીવાત્માઓને દુઃખોથી બચાવે જ છે, એમાં કોઈ શંકા નથી. એટલે તો પરમાત્મા મહાવીર સ્વામીએ કહ્યું : "જ્ઞાસમો તવો નધેિ : સ્વાધ્યાય-સમાન બીજો કોઈ તપ નથી! સ્વાધ્યાય એટલે શાસ્ત્રાભ્યાસ. શાસ્ત્રાભ્યાસ અપૂર્વ તપશ્ચર્યા છે. આ તપશ્ચર્યા કરનાર મનુષ્યનાં તન-મનનાં દુઃખો નાશ પામે છે, કર્મબંધનો નાશ પામે છે.
આવાં શાસ્ત્રો પ્રત્યે આદર અને અહોભાવ જોઈએ, માટે પ્રાચીનઅર્વાચીનકાળમાં શાસ્ત્રોને સોનાની શ્યાહીથી, ચાંદીની શ્યાહીથી પણ લખાવવામાં આવે છે. તામ્રપત્ર ઉપર આ શાસ્ત્રોને કોતરાવવામાં આવે છે. મોટાં મોટાં જ્ઞાનમંદિરો બંધાવીને તેમાં શાસ્ત્રોને સુરક્ષિત રાખવામાં આવે છે. દુઃખોથી બચાવનાર તત્ત્વને જાળવી રાખવું જ જોઈએ.
આવાં શાસ્ત્રોનો મહિમા સમજીને દિન-રાત એ શાસ્ત્રોના અધ્યયનાદિમાં રહીન, અપૂર્વ જ્ઞાનાનન્દ અનુભવતા રહેવાનું છે.
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વાવથી એ જ શાસ્ત્ર शासनसामर्थ्येन तु सन्त्राणबलेन चानक्येन । युक्तं यत् तच्छास्त्रं तच्चतत् सर्वविद्वचनम् ।।१८८ ।। અર્થ : અનુશાસન કરવાના સામર્થ્યથી તથા નિદૉષ રક્ષણબળથી યુક્ત હોવાના કારણે તેને “શાસ્ત્ર' કહેવાય છે, અને તે શાસ્ત્ર સર્વજ્ઞવચન જ છે. વિન : શાસ્ત્ર! સંસારના સ્વભાવને વાસ્તવિક બનાવનારું છે, આ સર્વબંધનોથી મુક્ત પૂર્ણ આત્મસ્વભાવને બતાવનાર છે. જ શરણાગત જીવોનું નિષ્પાપ ઉપાયોથી પરિરક્ષણ કરનારું છે. આવું શાસ્ત્ર એટલે દ્વાદશાંગ પ્રવચન આવું શાસ્ત્ર એટલે સર્વજ્ઞનું વચન આવું શાસ્ત્ર એટલે વીતરાગ-વઢપ અને ગતમોહ પરમાત્માનું વચન!
જે વીતરાગી નથી, કંપમુક્ત નથી, મોહરહિત નથી, તેનાં વચનો, ગ્રન્થો શાસ્ત્રો ન બની શકે. કારણ કે તેવા રાગ-દ્વપ-મોહથી ઘેરાયેલા ભગવાનોનાં વચન નથી વાસ્તવિક સંસારસ્વરૂપ સમજાવી શકતાં, નથી મોક્ષદશાનું યથાર્થ નિરૂપણ કરી શકતાં કે નથી શરણાગત જીવોનું નિખાપ ઉપાયથી પરિરક્ષણ કરી શક્યાં. પછી એને શાસ્ત્ર કેમ કહેવાય? - જેનાં અધ્યયનથી માનવીના હૈયે, ભાવુક જીવોના હૃદયમાં સંસારનાં સુખ પ્રત્યે વૈરાગ્યના ભાવ ન જાગે, જેના અધ્યયનથી શિવ-અચલ-અરજી-અનંતઅક્ષય-અવ્યાબાધ એવા મોક્ષનું આકર્ષણ ન જાગે...તેને શાસ્ત્ર કેમ કહેવાય?
દુઃખ, ત્રાસ, સંતાપ અને અસંખ્ય વિટંબણાઓથી બચવા અને પુનઃ એ દુ:ખ ત્રાસ આદિ ન સતાવે, તે માટે જેના શરણે આવે તે જ બચાવી ન શકે અને નિષ્પાપ ઉપાયો ન બતાવી શકે, તો તેને શાસ્ત્ર કેમ કહેવાય?
શ્રીપાલચરિત્રમાં, જ્યારે રાજકુમારી મયણાસુંદરીને, રોષે ભરાયેલા પિતારાજાએ, એક કોઢરોગથી ઘેરાયેલા ઉંબરાણા' સાથે પરણાવી દીધી હતી ત્યારે ઉબુદ્ધ મયણાસુંદરી સર્વજ્ઞવચનના સહારે જ સ્વસ્થ, નિર્ભય અને નિશ્ચલ રહી શકી હતી. એણે એવાં શાસ્ત્રોનું અધ્યયન -પરિશીલન કરેલું હતું. “સંસારમાં આવું બધું તો બને!' એના હૈયે પોતાના પિતા પ્રત્યે કોઈ રોપ ન જન્મ્યો! એના
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
પ્રશમરતિ હૈયે “મારું સુખ ચાલ્યું ગયું.” એવી કોઈ વેદના ન જાગી! અને જ્યારે એ પોતાના ગુરુદેવ પાસે પહોંચી ત્યારે ગુરુદેવે પણ એને નિર્દોષ, નિષ્પાપ એવી ધર્મારાધના બતાવી. “સિદ્ધચક્ર' મહામંત્રની આરાધના બતાવી, કે જેમાં હિંસાદિ કોઈ જ પાપ ન હતું. એ આરાધના દ્વારા મયણાસુંદરીએ ઉંબરાણાના કોઢરોગને મૂળમાંથી દૂર કર્યો હતો. તનના અને મનના સર્વ સંતાપોને દૂર કરવાનું સામર્થ્ય માત્ર સર્વજ્ઞવચનમાં જ રહેલું છે,
જો સાધક આત્મા, મોક્ષમાર્ગનો યાત્રિક આત્મા પોતાની મોક્ષયાત્રા નિરાપદ બનાવવા ઇચ્છતો હોય તો તેણે આવાં શાસ્ત્રોનું જ અધ્યયન કરવું જોઈએ. મનને રાગ-દ્વેષ અને મોથી ભરી દે તેવાં પુસ્તકો ક્યારેય ન વાંચવાં જોઈએ. એવા વાંચનથી મન રોગી બને છે. અશુભ પાપવિચારોની હારમાળા ચાલે છે, તેનાથી અનન્ત પાપકર્મ બંધાય છે અને એના પરિણામે જીવ દુર્ગતિમાં દારુણ દુઃખો અનુભવે છે.
જે સર્વજ્ઞ નથી, વિતરાગી નથી. એમનાં પુસ્તકો-ગ્રન્થો ક્યારેય ન વાંચો. એમનાં વચનો ક્યારેય ન સાંભળો. જેઓ સર્વજ્ઞ-વીતરાગી હતા, પૂર્ણજ્ઞાની હતા, તેવા પરમપુરુષોનાં વચનો જે ગ્રન્થોમાં ગૂંથાયેલાં છે, તે ગ્રન્થોનું અધ્યયન કરો. એ ગ્રન્થો ભલે પછી ગણિતાનુયોગના હોય, દ્રવ્યાનુયોગના હોય, ચરણકરણાનુયોગના હોય કે કથાનુયોગના હોય.
શાસ્ત્રોની વાતો તો ઘણી જૂની વાતો થઈ ગઈ છે..શાસ્ત્રોની વાતોમાં ઘણી બધી ભેળસેળ થઈ ગઈ છે. આજના કાળે શાસ્ત્રોની વાત શું કામ આવે?' આવી બધી બેહૂદી વાતોમાં ન ફસાશો. સત્ય ક્યારેય જૂનું થતું નથી! સત્ય નિત્ય નૂતન જ રહે છે. અસત્યોના ઢગલામાં ક્યારેક સત્ય ભળી ગયું હોય તો એ સત્યને શોધી કાઢવાની બુદ્ધિ જોઈએ. માટીમાં ભળી ગયેલા સૌનાને જો શુદ્ધરૂપે મેળવી શકાય તો અસત્યની સાથે ભળી ગયેલા સત્યને શુદ્ધરૂપે કેમ ન મેળવી શકાય?
આજના કાળ સર્વજ્ઞવગના જ સાચું શરણ આપી શકે એમ છે! અનેક દુઃખ, ત્રાસ, ચિંતાઓ, વ્યથાઓ અને પીડાઓમાં તરફડતા જીવોને સર્વજ્ઞવચન જ બચાવી શકે છે! સાચી શાન્તિ, સમતા, તૃપ્તિ અને પ્રસન્નતા સર્વજ્ઞશાસનનાં શાસ્ત્રો પાસેથી જ મળી શકશે, માટે શાસ્ત્રોનો આદર કરો.
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવતત્વ
जीवाजीवा: पुण्यं पापास्त्रवसंवराः सनिर्जरणाः ।
वन्धो मोक्षश्चैते सम्यक् चिन्त्या नवपदार्थाः ।।१८९ ।। અર્થ : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા. બંધ અને મોક્ષ, આ નવ પદાર્થોનું સારી રીતે ચિત્તન કરવું જોઈએ.
વિવર : આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે મુમુક્ષુ આત્માઓએ ‘નવા તત્ત્વોને જાણવાં જોઈએ અને એ તત્ત્વોનું ચિંતન-મનન કરવું જોઈએ. સર્વજ્ઞના ધર્મશાસનનાં આ મૂળભૂત તત્વો છે. બધાં શાસ્ત્રોગ્રન્થો અને આગમાં આ નવ તત્ત્વોનો વિસ્તાર છે. અહીં ગ્રન્થકારે આ કારિકામાં એ નવ તત્ત્વોમાં નામ બતાવ્યાં છે અને અનુરોધ કર્યો છે કે : આ નવ તત્ત્વો પર ઊંડાણથી ચિતન કરજો.
આ નવ તત્ત્વોની સંક્ષિપ્ત વ્યાખ્યા આ પ્રમાણે છે : * ૧ જીવ : આયુષ્યકર્મના યોગે જે જીવ્યો, જીવે છે અને જીવશે, તેને જીવ કહેવાય.
જે માણો બળ, ઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોચ્છુવાસ) ના આધારે જીવ્યો છે, જીવે અને જીવશે, તેને જીવ કહેવાય. બળ-ઇન્દ્રિય-આયુષ્ય અને શ્વાસોચ્છવાસ ‘દ્રવ્યપ્રાણ” કહેવાય. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એ “ભાવપ્રાણ” કહેવાય.
૨. અજીવઃ જેમાં દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ન હોય તેને સજીવ કહેવાય. ૩. પુણ્ય : જેનો ઉદય શુભ હોય છે તેવી ૪૨ કર્મપ્રકૃતિ. ૪. પાપ ઃ જેનો ઉદય અશુભ હોય છે તેવી ૮૨ કર્મપ્રકૃતિ. પ. આરવ : શુભ અને અશુભ કર્મ ગ્રહણ કરવાના હેતુઓ. , સંવર : આસ્વવોનો નિરોધ. ૭. નિર્જરા : પૂર્વબદ્ધ કર્મોનો તપશ્ચર્યાથી કે ભોગવટાથી નાશ.
૮. બંધ : કર્મ-પુગલો સાથે જીવપ્રદેશનો એકાત્મ સંબંધ. २२. 'जीव प्राणधारणे अजीवन् जीवन्ति जीविष्यन्ति आयुर्योगेनेति निरूक्तवशाद् जीवाः ।
- નીવવાર રીયામ
जीवति जीविष्यति जीवितपूर्वो वा जीवः । - ‘पंचास्तिकाय' टीकायाम् २३. पाणेहिं चदुहिं जीवदि जीवरसदि जो हु जीविदो पुव्यं ।।
सो जीवों, पाणा पुण बलमिंदियमाऊ-उस्सासो ।।३०।। - पंचारित कार्य
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦.
પ્રશમરતિ ૯. મોક્ષઃ સર્વ કમનો નાશ અને આત્માનું આત્મામાં અવસ્થાન.
આ નવ પદાર્થોનું વિસ્તૃત અને ઊંડું જ્ઞાન ગ્રન્થ કાર સ્વયં જ આગળની કારિકાઓમાં કરાવે છે. સર્વપ્રથમ જીવ પદાર્થના ભેદ [પ્રકાર)નું નિરૂપણ કરે છે?
જીવનuru जीवा मुक्ताः संसारिणश्च संसारिणस्त्वनेकविधाः ।
लक्षणतो बिज्ञेया द्वित्रिचतुःपञ्चषड्भेदाः ।।१९० ।। અર્થ : જીવો બે પ્રકારના હોય છે-મુક્ત જીવ અને સંસાર જીવ. સંસારી જીવ બેત્રણ-ચાર-પાંચ-છ વગેરે અનેક પ્રકારના હોય છે, તે જીવીને લક્ષણથી જાણવા જોઈએ.
વિવેવન : જીવોના મુખ્ય બે પ્રકાર છે : મુક્ત જીવ અને સંસારી જીવ.
આઠ કર્મોનાં બંધનથી જેઓ મુકાય છે-મુક્ત થાય છે, તે મુક્ત જીવ કહેવાય છે. એક વખત મુક્ત થયેલા જીવો, પછી ક્યારે પણ કર્મોથી બંધાતા નથી-લેપાતા નથી-આવરાતા નથી. મુક્ત આત્મા ક્યારેય પણ સંસારી બનતો નથી એટલે મુક્તાત્માની સ્થિતિ સાદિ અનન્ત' કહેવાય છે. સાદિ શરૂઆતસહિત, અનન્ત અત્તરહિત.
મુક્તનો પર્યાયવાચી શબ્દ છે સિદ્ધ. સિદ્ધ આત્માઓનું ‘આચારાંગ-સૂત્રમાં આ રીતે સ્વરૂપદર્શન કરવામાં આવ્યું છે : “તે દીર્થ નથી, હ્રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચતુષ્કોણ નથી, પરિમંડલ નથી, લાલ નથી, લીલા નથી, શુકુલ નથી, કૃષ્ણ નથી, નીલ નથી, દુર્ગધ નથી, સુગન્ધ નથી, તીખા નથી, કડવા નથી, ખાટા નથી, કષાયી નથી, મધુર નથી, મૃદુ નથી, કર્કશ નથી, ભારે. નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રુક્ષ નથી. શરીરી નથી રોહક નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી.'
મુક્ત જીવો અશરીરી હોવાથી, શરીરના તમામ ધમાંથી મુક્ત હોય છે. સર્વ કર્મોથી મુક્ત હોવાથી, ફર્મજન્ય સર્વ પ્રભાવોથી મુક્ત હોય છે.
તેઓ અનન્તજ્ઞાની હોય છે. અનન્નદર્શની હોય છે. ક્ષાયિક ચારિત્રી હોય છે. અનન્ત સુખી હોય છે. અનન્ત વીર્યવંત હોય છે. અક્ષય સ્થિતિવાળા હોય છે. અમૂર્ત હોય છે અને અગુરુલઘુ પર્યાયવાળા હોય છે.
અલબત્ત, મુક્ત જીવોમાં “જીવની કરેલી પરિભાષા : “આયુષ્ય કર્મના યોગ જે જીવ્યો છે, જીવે છે અને જીવશે, તેને જીવ કહેવાય,” કરવી નહીં ઘટે. પ્રાણોના આધારે જે જીવ્યો છે...' આ પરિભાષા પણ કરવી નહીં ઘટે, કારણ
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવના પ્રકારો
૩૪૧
કે મુક્ત જીવોને ‘આયુષ્ય કર્મ' નથી હોતું અને બળ, ઇન્દ્રિય આદિ દ્રવ્ય પ્રાણો પણ નથી હાંતા મુક્ત. જીવોનું અસ્તિત્વ એમના ભાવપ્રાણ-જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગથી હોય છે, અર્થાત્ એમની ચેતના એમનું અસ્તિત્વ છે. ‘ચેતનાનક્ષો ઝીવઃ‘ આ પરિભાષા મુક્ત જીવોમાં ઘટે છે.
મુક્તાત્માઓનું સુખ કેવું હોય, એમનો આનન્દ કેવો હોય...વગેરે અગોચર વાતો તો એવા યોગી પુરુષો જાણી શકે છે કે જેઓના કાર્યો ઉપશાન્ત થયા હોય, જેઓને આત્મપરિણતિરૂપ આત્મજ્ઞાન થયું હોય. જેઓ દીર્ઘકાળપર્યંત પરમતત્ત્વોનાં ધ્યાનમાં લીન રહેતા હોય.
સંસારી જીવોના અનેક પ્રકારો છે. સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહેલા જીવોના બે-ત્રણ-ચાર-પાંચ અને છ પ્રકારો, અને એના અવાન્તર અનેક પ્રકારો ગ્રન્થકાર સ્વયં હવેની કારિકાઓમાં બતાવે છે અને એનાં લક્ષણ પણ બતાવે છે.
જીવના પ્રકાશે
द्विविधाश्चराचराख्यास्त्रिविधाः स्त्रीपुंनपुंसका ज्ञेयाः । नारकतिर्यग्मानुषदेवाश्चतुर्विधाः प्रोक्ताः ||१९१ ।।
पञ्चविधास्त्येकद्वित्रिचतुः पञ्चेन्द्रियाश्च निर्दिष्टाः । क्षित्यम्युनिपवनतरवस्त्रसाश्च षड्भेदाः || १९२ ।।
અર્થ : `સંસારી જીવો ચર [ત્રસ] અને અચર }સ્થાવર] નામે બે પ્રકારના છે. સ્ત્રી, પુરૂષ અને નપુંસક-ત્રણ પ્રકારના જાણવા, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-ચાર પ્રકારે કહેવાયા છે.
એકન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય-આ પાંચ પ્રકારના જીવો કહેવાયા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, અને ત્રસ-આ છ ભેદ બતાવાયા છે.
વિવેપન : સંસરણ-પરિભ્રમણ એટલે સંસાર! સંસારી એટલે ચાર ગતિમાં પરિભ્રમણ ફરનારો!
બે પ્રકારે : સંસારી જીવોના મુખ્ય બે ભેદ બતાવવામાં આવ્યા છે : ચર અને અચર, ચર જીવોને ‘ત્રસ’ કહેવાય છે, અચર જીવોને ‘સ્થાવર' કહેવાય છે, २४. संसरणं भ्रमणं संसारः स एवास्त्येषामिति संसारिणः । जीवविचार-टीकायाम्
-
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
પ્રશમરતિ ઇચ્છાપૂર્વક કે ઇચ્છા વિના જે જીવો ઊંચ-નીચે કે તીરછી ગતિ કરી શકે તે જીવોને “ત્રસ” ઇંચર કહેવાય. જે જીવો ઠંડી-ગરમી આદિ ઉપદ્રવો હોવા છતાં તે સ્થાન છોડી ન શકે, ઇચ્છા કે અનિચ્છાથી ગતિ ન કરી શકે તે જીવોને સ્થાવર' =અચર કહેવાય છે.
તેજસ્કાય, વાયુકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ચર છે. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય-આ સ્થાવર જીવો છે.
તેજસ્કાય અને વાયુકાયના જીવો “ગતિત્રસ' કહેવાય છે. એ સિવાયના બેઇન્ડિયાદિ જીવો ‘લબ્ધિત્રસ' કહેવાય છે. અગ્નિ અને વાયુની માત્ર ઊંચીનીચી-તીરછી ગતિ હોય છે,...ઈચ્છાથી ગતિ નથી હોતી. જ્યારે બેઇન્દ્રિયાદિ જીવોની ગતિ ઇચ્છાથી હોય છે. માટે તેમને “લબ્ધિસ' કહેવામાં આવ્યા છે. ઈચ્છા - એક પ્રકારની લબ્ધિ છે.
ત્રણ પ્રકારે : સંસારી જીવો જ્યાં ત્રણ પ્રકારના બતાવવામાં આવ્યા છે, ત્યાં તે જીવોના ૧. સ્ત્રી ૨. પુરુષ, અને ૩. નપુંસક તરીકે પ્રકારો બતાવાય છે. - સ્ત્રીવેદ [મોહનીય કર્મ ના ઉદયથી સ્ત્રીપણું મળે છે. પુરુષવેદ મોહનીય કર્મી ના ઉદયથી પુરુષપણું મળે છે.
નપુંસકવેદ મોહનીય કમી ના ઉદયથી નપુંસકપણું મળે છે. - તે તે વેદોદયને અનુરૂપ જીવાત્માને શરીર, સ્વભાવ, લાગણીઓ વગેરેની પ્રાપ્તિ થાય છે. શ્રી જીવાજીવાભિગમ-સૂત્રના ટીકાકાર આચાર્યશ્રીએ એક એક શ્લોકથી સ્ત્રી-પુરુષ અને નપુંસકનું સ્વરૂપ સમજાવ્યું છે. २५. अभिसन्धिपूर्वकमनभिसन्धिपूर्वकं वा ऊर्ध्वमधस्तिर्यक चलन्तीति त्रसाः ।। उष्णाद्यभितापेऽपि तत्स्थानपरिहारासमर्थाः सन्तस्तिष्ठन्तीत्येवंशीलाः स्थावराः ।
- નીવાનીવાઈમ-ટીયા २६. से किं तं थावरा? थावरा तिविहा पन्नत्ता, तंजहा-पुढविकाइया आउक्काइया
वणस्सईकाइया। - जीवाजीवाभिगमे सूत्र-१० २७. तत्थ जे ते एवमाहंसु तिविधा संसारसमावण्णगा जीवा पण्णत्ता ते एवमाहंसु, तं
जहा इत्थि पुरिसा णपुंसका। - जीवाजीवाभिगमे/ सूत्र-४४ २८. योनिर्मूदुत्वमस्थैर्य, मुग्धताऽऽबलता स्तनौ। पुस्कामितेति लिङ्गानि, सप्त स्त्रीत्वे
प्रचक्षते ।। मेहनं खरता दाय, शौण्डीर्य श्मश्रु धृष्टता। स्त्रीकामितेति लिङ्गानि सप्त पुंस्त्वे प्रचक्षते ।स्तनादिश्मश्रुकेशादिभावाभावसमन्वितम्। नपुंसकं बुधाः प्राहुर्मोहानल-सुदीपितम ।।
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવના પ્રકારો
૩૪૩ સ્ત્રી ઃ સ્ત્રીનાં સાત લક્ષણ છે : યોનિ, મૃદુતા, અમુગ્ધતા, અબલતા, સ્તન અને પુરુષકમિતા,
પુરુષ : પુરુષનાં સાત લક્ષણ છે. પુરુષચિહ્ન, કઠોરતા, દૃઢતા, પરાક્રમ, શ્મશ્ર, ધૃષ્ટતા અને સ્ત્રી-કામુકતા.
નપુંસક : મોહગ્નિની પ્રબળતા, સ્ત્રી-પુરુષનાં લક્ષણ કેટલાંક હોય, કેટલાંક ન હોય. ન હોય પુરુષમાં, ન હોય સ્ત્રીમાં.
ચાર પ્રકારે : સંસારી જીવોને જ્યાં ચાર પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે, ત્યાં ૧. નારક ૨. તિર્યંચ ૩. મનુષ્ય અને ૪. દેવ, આ ચાર પ્રકાર બતાવાયા છે. નરક
નામ
ગોત્ર પહેલી
ધમાં
રત્નપ્રભા બીજી
વંસા
શર્કરામભા ત્રીજી
વાલુકાપ્રભા ચોથી
અંજન
પપ્રભા પાંચમી રિષ્ટા
ધૂમપ્રભા છઠ્ઠી
મધા
તમ:પ્રભા સાતમી
માધવતી
તમતમ પ્રભા પ્રશ્ન : નામ અને ગોત્રમાં શું અંતર છે?
ઉત્તર : નામ અનાદિકાલ-સિદ્ધ છે અને અર્થરહિત છે. ગોત્ર અર્થસહિત છે. જેમ-પહેલી નરકનું નામ “ધર્મા' છે. જેનાં કોઈ નરક સાથે સંબંધ ધરાવતો અર્થ નથી, પરંતુ અનાદિકાળથી આ જ નામ છે અને અનન્તકાલપર્યત એ નામ રહેશે! ગોત્રનું નામ “રત્નપ્રભા છે. અહીં ‘પ્રભા'નો અર્થ “બહુલતા’ કરવામાં આવ્યું છે. અર્થાત્ પહેલી નરક રત્નબહુલા છે. ત્યાં રત્નો ઘણાં છે. એવી રીતે શર્કરપ્રભા એટલે જ્યાં શર્કરાની બહુલતા છે.
સેલા
२९. तत्थ जे ते एवमाहंसु चउविहा संसार समावण्णगा जीवा पण्णत्ता ते एवमाहंसु, तं
जहा-नेरइया तिरिक्खजोणिया मणुस्सा देवा । - जीवाजीवाभिगमे/ सूत्र-६५ ।। ३०. तत्र नामगोत्रयोरयं विशेषः-अनादिकालसिद्धमन्वर्थरहितं नाम, सान्वर्थ तु गोत्रम्
- जीवाजीवाभिगम-टीकायाम्
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
પ્રશમરતિ “તિર્યંચોના પાંચ પ્રકાર : એકેંદ્રિય, બેઇન્દ્રિય, તંઇન્દ્રિય ચઉરિન્દ્રિય અને પચેન્દ્રિય. આ તિર્યંચો ત્રણ વિભાગમાં વિભાજિત છે : જલચર (પાણીમાં ચાલનારા) સ્થલચર (પૃથ્વી પર ચાલનારા), ખેચર (આકાશમાં ઊડનારા)
જલચર : પાડા જેવા મત્સ્ય, માછલાં, કાચબા, ઝંડો, મગર વગેરે.
સ્થલચર : ચતુષ્પદ (ગાય વગેરે), ઉરપરિસર્પ (સાપ વગેરે), ભુજપરિસર્પ (નોળિયો વગેરે)
ખેચર : રોમજ (રૂંવાંટાની પાંખવાળા પોપટ, કાગડા વગેરે), ચર્મજ (ચામડાની પાંખવાળા વડવાગુલી, ચામચીડિયાં વગેરે)
મનુષ્યના ત્રણ પ્રકાર : કર્મભૂમિના (ભરત-૫, એરવત-૫, મહાવિદેહપ૧૫ , અકર્મભૂમિના[ હેમવત-પ, ઍરણ્યવતુ-પ, હરિવર્ષ-૫, ૨૬-૫, દેવકુ -પ, ઉત્તરકુરુ-પ અંતરદ્વીપના પક.
પ્રશ્ન : કર્મભૂમિ કોને કહેવાય?
ઉત્તર : જે ભૂમિમાં હથિયાર, લેખન, અને ખેતીથી વ્યવહાર ચાલતો હોય તે કર્મભૂમિ કહેવાય.
પ્રશન: અકર્મભૂમિ કોને કહેવાય?
ઉત્તર : જ્યાં હથિયાર, લેખન અને ખેતી વિના વ્યવહાર ચાલે તે અકર્મભૂમિ કહેવાય. પ્રશ્ન : અન્તરદ્વીપ કોને કહેવાય?
ઉત્તર : આ જંબુદ્વીપમાં હિમવંત” અને “શિખરી' નામના બે પર્વત છે. તે પૂર્વ અને પશ્ચિમમાં લાંબા છે. તેમના બંને છેડાઓ બે વિભાગમાં લવણસમુદ્રમાં ગયેલા છે. એટલે કુલ આઠ દાઢાઓ થઈ. દરેક દાઢા ઉપર ૭-૭ દ્વિીપો છે. તેથી કુલ ૫૬ દ્વિપ થાય. આ ૫૭ અંતર્ધ્વપોમાં યુગલિક મનુષ્યો અને તિયો રહે છે.
३१. १ किं तं तिरिक्खजोणिया? तिरिक्खजोणिया पंचविधा पण्णत्ता, तंजहा.
एगिदियतिरिक्खजोणिया बेइंदियतिरिक्खजोणिया तेइंदियतिरिक्खजोणिया
चउरिंदियतिरिक्खजोणिया पंचिंदियतिरिक्खजोणिया। -जीवाजीवाभिगमे/ सूत्र-९६ ३२. से किं तं गमवक्कंतियमणुस्सा? गम्भवक्कंतियमणुरसा तिविधा पण्णत्ता, तं जहा
कम्मभूमगा अकम्मभूमगा अंतरदीवगा।। - जीवाजीवाभिगमे/ सूत्र-१०७
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવના પ્રકારો
૩૪૫ દેવોના ચાર પ્રકાર : ૧. ભવનપતિ ૨. વાણવ્યંતર ૩. જ્યોતિષી ૪. વૈમાનિક.
જ ભવનપતિના ૧૦ પ્રકાર : અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, પવનકુમાર, મેધકુમાર.
આ વ્યરના ૮ પ્રકાર : પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિં૫૫, મહોરગ, ગંધર્વ.
વાણવ્યંતરના ૮ પ્રકાર : અણપન્ની, પણપત્રી, ઇસીવાદી, ભૂતવાદી, કંદિત, મહાકદિત, ફોહંડ અને પતંગ.
જ્યોતિષીના ૫ પ્રકાર : સૂર્ય-ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા.
વૈમાનિકના ૨૬ પ્રકાર : કલ્પોપપન્ન-૧૨ : સૌધર્મ ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અય્યત.
કલ્પાતીત ના ૧૪ પ્રકાર : રૈવેયક-૯ : સુદર્શન, સુપ્રતિબદ્ધ ; મનોરમ, સર્વતોભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રિયંકર, નંદીકર, અનુત્તર ૫ : વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ.
પાંચ પ્રકારે !
'જ્ઞાની પુરુષોએ પાંચ પ્રકારે પણ જીવોની વિવક્ષા કરી છે. તે જીવો અનુક્રમે૧. એકેન્દ્રિય ૨. બંઇન્દ્રિય ૩. તંઇન્દ્રિય ૪. ચઉરિન્દ્રિય અને ૫, પંચેન્દ્રિય છે. આ પાંચ પ્રકારમાં સમગ્ર જીવસૃષ્ટિનો સમાવેશ થઈ જાય છે.
એકેન્દ્રિય જીવો પૃથ્વીકાય, પૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. બેઇન્દ્રિય જીવો : શંખ, કડા, કૃમિ, પરા, અળસિયાં વગેરે. તે ઇન્દ્રિય જીવો : માંકણ, જૂ, કીડી, મંકોડા, કુંથુઆ, ઈયળ વગેરે. ચઉરિન્દ્રિય જીવો : વીંછી, ભ્રમર, માખી, મચ્છર, કંસારી વગેરે.
પંચેન્દ્રિય જીવો : દેવો, નારક, મનુષ્ય, ગાય, ભેંસ વગેરે તિર્યંચો. ३३. से किं तं देवा? देवा चउविहा पण्णत्ता, तं जहा-भवणवासी वाणमंतरा जोइसिया
वेमाणिया। - जीवाजीवाभिगमे/ सूत्र-११४ ३४. तत्थ जे ते एवमाहंसु पंचविधा संसारसमावण्णगा जीवा पण्णत्ता ते एवमाहसु, तं
जहा-एगिंदिया वेइंदिया तेइंदिया चउरिदिया पंचिंदिया। - जीवाजीवाभिगम/सूत्र२२४
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૬
પ્રશમતિ
પરિચય : જે જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય હોય તે એકેન્દ્રિય કહેવાય. જે જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય હોય તે બેઇન્દ્રિય કહેવાય. જે જીવાને સ્પર્શન-રસન અને ઘ્રાણેન્દ્રિય હોય તે તેઇન્દ્રિય કહેવાય. જે જીવોને સ્પર્શન-રસન-પ્રાણ અને ચક્ષુરિન્દ્રિય હોય તે ચરિન્દ્રિય કહેવાય, અને જે જીવોને સ્પર્શન-૨સન-ઘ્રાણ-ચક્ષુ તથા શ્રવણેન્દ્રિય હોય તે પંચેન્દ્રિય કહેવાય. છ પ્રકારે :
પ
સમગ્ર જીવસૃષ્ટિનો સમાવેશ છ વિભાગોમાં પણ થાય છે. તે છ વિભાગો આ પ્રમાણે છે : પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ૧. પૃથ્વીકાય : સ્ફટિક, મણિ, રત્ન, પારા, સોનું, ચાંદી, માટી, પથ્થર, મીઠું, અબરખ વગેરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. અપ્કાય : કૂવાનું-વરસાદનું પાણી, ઠાર, બરફ, કરા, ઝાકળ, ધુમ્મસ વગેરે. ૩. તેજસ્કાય : અંગારા, જ્વાલા, ભાઠો, ઉષ્ણ રાખ વગેરે.
૪. વાયુકાય : વાયુ, વંટોળિયો, ઘનવાત, તનવાત, મહાવાયુ વગેરે. ૫. વનસ્પતિકાય : દરેક જાતની વનસ્પતિ.
૬. ત્રસકાય : નારકી, મનુષ્ય, દેવ, જલચર તિર્યંચ, સ્થલચર-ખેંચર તિર્યંચ, આ રીતે ગ્રંથકારે બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને છ પ્રકારે સંસારી જીવસૃષ્ટિનું પ્રતિપાદન કરેલું છે.
एवमनेकविधानामेकैको विधिरनन्तपर्यायः ।
પ્રો: ધન્યવાદજ્ઞાનવર્શનવિપર્યાયઃ ૨૧૦૩ ||
અર્થ : સ્થિતિ, અવગાહના, જ્ઞાન, દર્શન, આદિ પર્યાર્યાની અપેક્ષાએ આ રીતે અનેક ભેદોનો (જીવાના) એક-એક ભેદ (મૂળ ભેદ) અનન્તપર્યાયવાળો કહ્યો છે.
વિવેચન : આ રીતે (બે પ્રકારે..ત્રણ પ્રકારે છ પ્રકારે.) જીવોના અનેક પ્રકારો છે. શ્રી દેવાનન્દસૂરિરચિત ‘સમયસાર' પ્રકરણમાં બીજી રીતે પણ જીવોના પ્રકાર જોવા મળે છે. જેમ કે : બે પ્રકારે અવ્યવહાર રાશિના જીવાં અને વ્યવહાર રાશિના જીવો.
ત્રણ પ્રકાર-સંયત, અસંયત અને સંયત સંયત, ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય. ३५. तत्थ णं जे तं एवमाहंसु छव्विहा संसारसमावण्णगा जीवा ते एवमाहंसु तं जहा पुढविकाइया आउक्काइया, तेउक्काइया, वाऊक्काईया वणरसतिकाइया तसकाइया । - નીવાનીવામિત્તે/ સૂત્ર-૨૨૮
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવના પ્રકારો
૩૪૭ સાત પ્રકારે-કૃષ્ણલશી, નીલશી, કપોતતેજો પદ્મ૦ શુક્લ- વેશ્યાવાળા અને અલેશી.
આઠ પ્રકારે - અંડજ, પોતજ, જરાયુજ, રસ, સંસ્વેદ સંમૂર્છાિમ, ઉભેદ અને ઉપપતજ.
આ રીત ચૌદ પ્રકારના (૧૪ ગુણસ્થાનોની અપેક્ષાએ) જીવો પણ બતાવ્યા છે.
આ રીતે અનેક પ્રકારોમાં જીવસૃષ્ટિનું વિભાજન થઈ શકે છે, અને આ એક-એક પ્રકારના અનન્ત ભેદ પડી શકે છે! એ અનન્ત પ્રકાર કેવી રીતે છે, એ ગ્રન્થકારે સમજાવ્યું છે.
દરેક દ્રવ્યના અનન્તપર્યાય હોય છે. પર્યાય એટલે અવસ્થા, એક-એક જીવદ્રવ્યના અનન્ત-અનન્ત પર્યાય હોય છે. અહીં પ્રસ્તુત વિષયમાં ચાર અપેક્ષાએ પર્યાયોની અનંતતા બતાવી છે. ૧. સ્થિતિની અપેક્ષાએ ૨. અવગાહનાની અપેક્ષાએ. ૩. જ્ઞાનની અપેક્ષાએ અને ૪. દર્શનની અપેક્ષાએ.
સ્થિતિ એટલે આયુષ્ય, અનાદિકાલીન સંસારમાં જીવે અનંત ભવ કર્યા છે. દરેક ભવમાં આયુષ્યકર્મની સ્થિતિ તો હોય જ એ અપેક્ષાએ જીવના અનન્ત પર્યાય છે.
અવગાહના એટલે શરીરનું નાના-મોટાપણું. શરીર આકાશ-પ્રદેશોને અવગાહીને રહે છે. હીનાધિક શરીરોના કારણે અને અનન્ત ભવમાં જીવે અનંત શરીર ધારણ કરેલાં હોવાથી અવગાહના અનંત પ્રકારની થાય છે. આ અપેક્ષાએ જીવના અનંત પર્યાય છે.
સૂક્ષ્મ નિગોદના જીવના જ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધી જ્ઞાનના અનન્ત ભેદ થાય. એક જ જીવની અપેક્ષાએ નિગોદથી કેવળજ્ઞાન સુધીની યાત્રામાં જ્ઞાનના અનન્ત પયય થઈ જાય છે. એવી રીતે દર્શનના (સામાન્ય ઉપયોગ) પણ અનન્ત પર્યાય થઈ જતા હોય છે. આ દૃષ્ટિએ જીવના અનન્ત પર્યાય છે.
આમ અનુત્ત જીવોમાં એક-એક જીવના અનન્ત ભેદ પડે છે! જીવસૃષ્ટિના ચિંતન-મનામાં આ અપેક્ષાઓ ખૂબ ઉપયોગી બને છે. ઊંડું અને વ્યાપક ચિંતન કરનારા ચિંતકો માટે, ચિંતનની આ કડીઓ આનન્દપ્રદ બનતી હોય છે. ૩૬. અંડજ ઇિડામાંથી ઉત્પન્ન થાય તે, પક્ષીઆં] પોતજ |પોતયુક્ત ઉત્પન્ન થાય, હાથી વગેરે) જરાયુજ જરાયુક્ત જન્મે, ગાય વગેરે) રસજ ચિલિત રસમાંથી તથા મદિરા વગેરેમાંથી ઉત્પન્ન થતા બંઇન્દ્રિય જીવો.| સર્વેદજ પરસેવામાંથી ઉત્પન્ન થતા જીવો, માંકડ, જૂ વગેરેનું ઉદ્દભેદજ જિમીન ભેદીને ઉત્પન્ન થનારા જીવાં, તીડ વગર સમૃમિ મિનુષ્યના ૧૮ સ્થાનમાં જન્મનારા| ઉપજાતજ | નારકી અને દેવો
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનું લક્ષણ
सामान्यं खलु लक्षणमुपयोगो भवति सर्वजीवानाम् । साकारोऽनाकारश्च सोऽष्टभेदश्चतुर्धा तु । । १९४ । ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ : સર્વ જીવોનું સામાન્ય લક્ષણ ઉપયોગ છે. તે ઉપયોગના બે પ્રકારે છે : સાકાર અને અનાકાર. સાકાર ઉપયોગના આઠ પ્રકાર અને અનાકાર ઉપયોગના ચાર પ્રકાર
છે.
..
વિવેષન : સમગ્ર વિશ્વ જીવ અને જડ તત્ત્વોનું મિશ્રણ છે. ‘આ જીવ છે, જડ નથી' આવો નિર્ણય કરવા માટે કોઈ નિર્ણાયક તત્ત્વ જોઈએ. એ નિર્ણાયક તત્ત્વ છે લક્ષણ. લક્ષણથી લક્ષ્યનો નિશ્ચય થઈ શકે છે. લક્ષણનો એવો નિયમ હોય છે કે એ
* લક્ષ્યમાં જ રહે.
* લક્ષ્મતરમાં ન રહે.
* લક્ષ્યમાં સર્વત્ર રહે.
જેવી રીતે જ્ઞાની પુરુષોએ જીવનું લક્ષણ બતાવ્યું છે તેવી રીતે અજીવનું પણ લક્ષણ બતાવ્યું છે. પ્રસ્તુતમાં સર્વજીવોનું લક્ષણ બતાવ્યું છે :
ઉપયોગ : આ ઉપયોગ શબ્દ જૈન તત્ત્વજ્ઞાનની પરિભાષાનો શબ્દ છે. ચાલુ સંસાર-વ્યવહારના અર્થમાં આ શબ્દ નથી સમજવાનો, જેમ કે : ‘હું વરસાદમાં આ છત્રીનો ઉપયોગ કરું છું.' ‘આ ઊનનાં કપડાંનો ઉપયોગ હું શિયાળામાં કરું છું...' આ સંસારવ્યવહારમાં પ્રયોજાયેલો ‘ઉપયોગ' શબ્દ છે. પ્રસ્તુત ‘ઉપયોગ’ શબ્દ ‘બોધરૂપ વ્યાપારના અર્થમાં પ્રયોજાયેલો છે.
પ્રશ્ન : બોધરૂપ વ્યાપાર આત્મામાં જ કેમ થાય છે? જડમાં કેમ નહીં? ઉત્તર : બોધરૂપ વ્યાપાર ચેતનારાક્તિનું કાર્ય છે. ચેતનાશક્તિ બોધરૂપ વ્યાપારનું કારણ છે! જડમાં ચેતનાશક્તિ નથી માટે તેમાં બોધરૂપ વ્યાપાર થતો નથી.
પ્રશ્ન : આત્મામાં તો અનંત ગુણો છે, તો ‘ઉપયોગ’ ને જ લક્ષણ કેમ કહ્યું? ઉત્તર : સાચી વાત છે, આત્મામાં ગુણો તો અનંત છે, પરંતુ બધા ગુણોમાં ઉપયોગ જ પ્રધાન છે. કારણ કે ઉપયોગ સ્વપર
પ્રકાશરૂપ ગુણ છે. તેથી
રૂ. ઉપયોગ નક્ષમ્। - તત્ત્વાર્થ/૪૨, સૂત્ર-૮
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપયોગ-સાકાર : અનાકાર
૭૪૯
ઉપયોગ જ સ્વ અને પરનો બોધ કરાવે છે, જ્ઞાન કરાવે છે. ‘આ સારું, આ નરસું, આ છે, આ નથી, આ આમ કેમ, આ આમ કેમ નહીં.' ઇત્યાદિ ‘ઉપયોગ’ ના કારણે જાણે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી, લક્ષણ તો એવું હોવું જોઈએ કે એ સમગ્ર લક્ષ્યમાં સદા રહે. આત્મા લક્ષ્ય છે. ઉપયોગ લક્ષણ છે. આત્મામાં-સર્વ આત્માઓમાં આ લક્ષણ સદા જોવા મળે છે. આ સિવાયના બીજા ગુણો ક્યારેક પ્રગટ હોય, ક્યારેક પ્રગટ ન પણ હોય. જ્યારે ઉપયોગ તો નિગોદના જીવોમાં પણ પ્રગટ, હોય છે! ‘નીસૂત્ર’માં કહ્યું છે : સવનીવામાં પિમાં મચ્છરાં ઝળતાનો નિથ્થુધાડિયો! સર્વ-જીવોમાં અક્ષરનો અનન્તમો ભાગ (આ જ ઉપયોગ) નિત્ય ઉઘાડો હોય છે.
32
આ ઉપયોગના બે પ્રકાર છે : જ્ઞાનોપયોગ વિશેષ બોધ 1 અને દર્શનોપયોગ (સામાન્ય બોધ] આ ‘ઉપયોગ’ લક્ષણ :
૧. લક્ષ્ય-આત્મામાં જ રહે છે,
૨. લક્ષ્મતર-જડમાં નથી જતું,
૩. સકલ લક્ષ્યમાં-સર્વ આત્માઓમાં રહે છે.
સાકાર ઉપયોગના આઠ અને આનાકાર ઉપયોગના ચાર પ્રકારો છે, તે પ્રકારો ગ્રન્થકાર સ્વયં હવે એક કારિકામાં બતાવે છે :
ઉપયોગ-સાકારઃ અનાકાર
ज्ञानाऽज्ञाने पञ्चत्रिविकल्पे सोऽष्टधा तु साकारः । चक्षुरवक्षुरवधिकेवलदृग्विषयस्त्वनाकारः । १९५ ।।
અર્થ : પાંચ પ્રકારનું જ્ઞાન અને ત્રણ પ્રકારનું અજ્ઞાન-આ આઠ પ્રકારે સાકાર ઉપયોગ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન-આ ચાર પ્રકારે અનાકાર ઉપયોગ છે.
વિવેચન : જ્ઞાનની શક્તિ-ચેતનાશક્તિ દરેક આત્મામાં સમાન હોય છે, પરંતુ બોધવ્યાપાર-ઉપયોગ સમાન નથી હોતો, તેથી જીવોમાં ઉપયોગની વિવિધતા જોવા મળે છે. ઉપયોગની વિવિધતા, જીવાત્માનાં બાહ્ય-આંતર કારણની વિવિધતા પર અવલંબિત હોય છે. બાહ્ય કારણો જેવાં કે ઇન્દ્રિયો, વિષય, ૩૮. નન્દીસૂત્ર/સૂત્ર-૪૨
૩૧, ૧ દ્વિવિધોડષ્ટચતુર્મેદ્રઃ તત્ત્વાર્થ/અ. ૨, સુ-૨
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ.
પ્રશમરતિ દેશ-કાળ આદિ દરેક જીવાત્માને સમાન પ્રાપ્ત હોતાં નથી, એવી રીતે આત્તર કારણોમાં કર્મોનાં આવરણોની વિવિધતા મુખ્ય હોય છે. આત્તર ઉત્સાહ આદિની વિવિધતા પણ હોય છે. આ કારણોના લીધે જીવાત્મા જુદા સમયે જુદી જુદી બોધક્રિયા કરતો હોય છે, બાંધની વિવિધતા આપણે અનુભવીએ છીએ.
આ બોધક્રિયાની વિવિધતાનું વિભાગીકરણ આ આઠ અને ચાર વિભાગોમાં કરવામાં આવ્યું છે. મુખ્ય બે વિભાગ કર્યા છે. ૧, સાકાર-ઉપયોગ અને ૨. નિરાકાર ઉપયોગ.
સાકાર-ઉપયોગના બે વિભાગ કરવામાં આવ્યા છે. ૧. જ્ઞાન અને ૨. અજ્ઞાન.
જ્ઞાનના પાંચ ભેદ આ પ્રમાણે છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન.
અજ્ઞાનના ત્રણ ભેદ આ પ્રમાણે છે : મતિ-અજ્ઞાન, છૂતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન.
નિરાકાર ઉપયોગના ચાર વિભાગ છે : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. પ્રશ્ન : સાકાર ઉપયોગનો અર્થ શું?
ઉત્તર : જે બોધ ગ્રાહ્ય પદાર્થને વિશેષરૂપે જાણે તેને સાકાર ઉપયોગ કહેવાય. સાકારને “જ્ઞાન' કહેવાય, “સવિકલ્પ બોધ' કહેવાય. પ્રશ્ન : નિરાકાર ઉપયોગનો અર્થ શું?
ઉત્તર : જે બોધ ગ્રાહ્ય વસ્તુને સામાન્યરૂપે જાણે તેને નિરાકાર ઉપયોગ કહેવાય. નિરાકારને “દર્શન' કહેવાય, ‘નિર્વિકલ્પ બોધ' પણ કહેવાય.
ઉપરના બાર ભેદોમાંથી બે ભેદ : કેવળજ્ઞાન અને કેવળદર્શન, પૂર્ણ રીતે વિકસિત ચેતનાનું કાર્ય છે, વ્યાપાર છે, જ્યારે બાકીના દસ ભેદ અપૂર્ણ ચેતનાશક્તિનો વ્યાપાર છે. પ્રશ્ન : જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ શો છે?
ઉત્તર : સમ્યક્ત્વ સાથેનો બોધ જ્ઞાન કહેવાય, સમ્યફત્વ વિનાનો બોધ અજ્ઞાન કહેવાય. • ४०. आकारो-विकल्पः, सह आकारेण साकारः । अनाकारस्तद्वि कल्परहितः निर्विकल्पः ।
- तत्त्वार्थटीकायाम्
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવના ભાવ भावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिकश्चैव । औपशमिकः क्षयोत्थः क्षयोपशमजश्च पञ्चैते ।।१९६।।
ते चैकविंशति-त्रि-द्वि-नवाष्टादशविधाश्च विज्ञेयाः ।
षष्ठश्च सान्निपातिक इत्यन्य: पञ्चदशभेदः ।।१९७ ।। અર્થ : જીવના દયિક, પારિણામિક, પથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક, આ પાંચ ભાવ હોય છે.
તે (દયિકાદિ ભાવ) ર૧-૩-૨-૯ અને ૧૮ પ્રકારના (ક્રમશઃ) જાણવા. બીજો સાત્રિપાતિક નામનો છઠ્ઠો ભાવ છે, તેના ૧૫ ભેદ છે. વિવેચન : આ જીવનું સ્વતત્ત્વ છે, પાંચ પ્રકારના ભાવો!
જીવના સ્વરૂપને ઓળખવા માટે આ પાંચ ભાવોને સમજવા જ પડે. એ પાંચ ભાવોનાં નામ અને એમની વ્યાખ્યા નીચે મુજબ છે :
૧. ઔદયિક ભાવ : કમના ઉદય આત્માની એક પ્રકારની મલિનતા છે. શુભ અને અશુભ કર્મપ્રકૃતિઓને “વિપાકનુભવથી ભોગવવી પડે છે.
૨. પરિણામિક ભાવ : આત્મદ્રવ્યનું એક પરિણામ છે. કોઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક પરિણમન-તેને પરિણામિક ભાવ કહેવાય.
૩. પશમિક ભાવ : કર્મોના ઉપશમથી જે પેદા થાય તે ઔપશામિક ભાવ કહેવાય. ઉપશમ એક પ્રકારની આત્મશુદ્ધિ છે. કર્મોનો રસોદય અને પ્રદેશોદય બંને પ્રકારના કર્મોદય અટકી જાય ત્યારે આત્મા પરામિક ભાવમાં વર્તે છે. - ૪, ક્ષાયિક ભાવ : તે તે કર્મના સર્વથા ક્ષયથી જે ભાવ પ્રગટે તે ક્ષાયિક ભાવ. કર્મનો ક્ષય થવાથી આત્મામાં અપૂર્વ વિશુદ્ધિ પ્રગટે છે.
૫. ક્ષાયોપથમિક ભાવ: કેટલાંક કર્મોનો ક્ષયથી અને કેટલાંક કર્મોના ઉપશમથી જે ભાવ પ્રગટે આત્મામાં, તેને ક્ષાયોપથમિક ભાવ કહેવાય. ઉદયમાં નહીં આવેલાં પરંતુ સત્તામાં રહેલાં કેટલાંક કર્મોનો ઉપશમ થાય અને ઉદયમાં આવેલાં કેટલાંક કર્મોનો નાશ થાય ત્યારે આત્મામાં આ ભાવ પ્રગટે છે.
આ પાંચ ભાવો આત્માનું સ્વરૂપ છે. જીવ સંસારી હોય કે મુક્ત એના પર્યાયો આ પાંચ ભાવોમાંથી કોઈ ને કોઈ ભાવવાળા હોય છે. અજીવમાં આ ભાવો હોતા નથી, તેથી આ ભાવો અજીવનું સ્વરૂપ નથી. મુક્ત જીવોમાં આ પાંચ ભાવોમાંથી માત્ર બે ભાવ હોય છે, ક્ષાયિક અને પરિણામિક.
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપર.
પ્રશમરતિ ઔદયિક ભાવના ર૧ પ્રકારો : અજ્ઞાન, આસિદ્ધત્વ, અસંયમ, છ વેશ્યા, ચાર કષાય, ત્રણ વેદ, ચાર ગતિ અને મિથ્યાત્વ. પારિણામિક ભાવના ત્રણ પ્રકાર : ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત. ઓપશમિક ભાવના બે પ્રકાર : ઉપશમ સમકિત અને ઉપશમ ચારિત્ર.
ક્ષાયિક ભાવના નવ પ્રકાર : કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, દાનલબ્ધિ, ભાંગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, લાભલબ્ધિ અને વીર્યલબ્ધિ.
ક્ષાયોપથમિક ભાવના અઢાર પ્રકાર : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, દેશવિરતિ, ક્ષાયોપથમિક સમકિત, સર્વવિરતિ ચારિત્ર અને દાનાદિ પંચ લબ્ધિ. તે તે કર્મના ક્ષયપશમથી આ ગુણો આત્મામાં પ્રગટે છે.
છઠ્ઠા જે “સાન્નિપાતિક” નામનો ભાવ છે તે આ પાંચ ભાવોના જુદા જુદા સંયોગોથી જન્મે છે. આવા પાંચ પ્રકારના સંયોગોથી ર૬ ભેદ થાય છે, તે આ પ્રમાણે : દ્વિ-સંયોગી : ૧૦
ચત સંયોગી : પ. ૧. પશમિક-સાયિક ૧. પ૦ ક્ષાયિક, લાયો, ઔદયિક ૨. પથમિક-સાયપરામિક ર. ૫૦ ક્ષાયિક, લાયો. પરિણામિક ૩. પથમિક-દયિક ૩. પ૦ ક્ષાયિક, ઔદયિક પારિણામિક ૪. પથમિક-પારિણામિક ૪. પ૦ લાયો૦ આંદયિક પરિણામિક ૫. ક્ષાયિક-ક્ષાયોપથમિક પ. ક્ષાયિક ક્ષાયો. દયિક પારિણામિક ૬. ક્ષાયિક-આંદયિક પંચસંયોગી : ૧ ૭. ક્ષાયિક-પારિશામિક પ૦ ક્ષાયિક, ઔદયિક, પારિવ ૮. ક્ષાયોપથમિક-દયિક ક્ષાયોપશમિક ૯. ક્ષાયોપશમિક-પારિણામિક ૧૦. દયિક-પારિણામિક
નોંધ : ગ્રન્થકારે આ ૨૬ પ્રકારોમાંથી અવિરોધી એવા ૧૫ ભેદો ગ્રહણ કર્યા છે. એટલે કારિકામાં ૧૫ ભેદોનો નિર્દેશ કર્યો છે. ४१. भावप्रकरणे ૪૨. દિ સંયોગી ૧૦ અને ત્રિ-સંયોગી પહેલાં ભાંગી-એમ ૧૧ ભાંગા જીવોમાં ઘટતા નથી.
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવના ભાવ
ત્રિ-સંયોગી : ૧૦ ૧. ઔપ૦ ક્ષાયિક, ક્ષાયોટ
૨. ઔપ૦ ક્ષાયિક ઔયિક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. ઔપ૦ ક્ષાયિક, પારિણામિક ઔપ ક્ષાયોઇ ઔયિક
૪.
૫. ઔપ૦ ક્ષાયો પારિણામિક ૬. ઔપ૦ ઔદ, પારિણામિક ક્ષયિક, ક્ષાયો∞ ઔદ
9.
૮. ક્ષાયિક, ક્ષાર્યો૦ પારિણામિક
૯. ક્ષાયિક ઔયિક, પારિણામિક
૧૦. ક્ષાર્યા૦ ઔદ પારિણામિક,
વિશેષ : આ છ પ્રકારના ભાવોમાં એક પારિણામિક ભાવ એવો છે કે જે કર્મોના ક્ષયથી, ક્ષર્યોપશમથી કે ઉપશમથી પ્રગટ થતો નથી પરંતુ તે અનાદિસિદ્ધ ભાવ છે.
* જીવત્વ એટલે ચૈતન્ય,
'
* ભવ્યત્વ એટલે મુક્તિની યોગ્યતા.
* અભવ્યત્વ એટલે મુક્તિની અયોગ્યતા.
૪ગુણસ્થાનકોમાં પાંચ ભાવ :
૧-૨-૩ ગુણસ્થાનકે ત્રણ ભાવ હોય : ઔયિક, પારિણામિક, ક્ષાયોપશમિક. ૪ થી ૧૨ ગુણસ્થાનકે પાંચે ભાવ હોય.
૧૩-૧૪ ગુણસ્થાનકે ત્રણ ભાવ હોય જ્ઞાયિક, ઔયિક અને પારણામિક.
ભાવોનું કાર્ય.
૩૫૩
एभिर्भावैः स्थानं गतिमिन्द्रियसम्पदः सुखं दुःखम् । संप्राप्नोतीत्यात्मा सोऽष्टविकल्पः समासेन ।।१९८ ।।
For Private And Personal Use Only
અર્થ : આ ભાવોથી આત્મા સ્થાન, ગતિ, ઇન્દ્રિય, સંપત્તિ, સુખ અને દુઃખ પ્રાપ્ત કરે છે. સંક્ષેપથી તેના આઠ ભેદ છે.
४३. भावप्रकरणे
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૪.
પ્રશમરતિ વિવેચન : આ ચતુર્ગતિમય સંસારમાં પરિભ્રમણ કરતો જીવ : ૧. જે આયુષ્ય સ્થિતિ | પામે છે, ૨. ગતિને નિરક, તિર્યંચ, મનુષ્ય, દેવ | પામે છે, ૩. ઇન્દ્રિયોને પામે છે, ૪. સંપત્તિને પામે છે, ૫. સુખ પામે છે, ૬. દુઃખ પામે છે.
એમાં આ ઔદયિકાદિ ભાવો મુખ્ય કારણ છે, મૂળભૂત કારણ છે. તે તે શુભ કે અશુભ ભાવમાં વર્તતો જીવ શુભાશુભ કર્મ બાંધે છે અને એ કમાંના ઉદયથી જીવાત્મા ગતિ, સ્થિતિ આદિ પ્રાપ્ત કરે છે. આત્મા' શબ્દનો વ્યુત્પત્તિ-અર્થ આ પ્રમાણે થાય છે :
'अतति गच्छति तांस्तान् स्थानादिविशेषान् आप्नोति इत्यात्मा।' આ વ્યુત્પત્તિ-અર્થન આત્મામાં ઘટાવવા ગ્રન્થકારે આ કારિકાની રચના કરી છે. સ્થાન, ગતિ આદિને સ્પષ્ટ કર્યા છે.
“સ્થાન'નો અર્થ શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકામાં “આયુષ્ય' કરવામાં આવ્યો છે. જ્યારે અજ્ઞાતકર્તક ટીકામાં સ્થાન ”નો અર્થ, તે તે ગતિઓમાં જે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થાનો છે તેના સંદર્ભમાં કરવામાં આવ્યો છે.
તાત્પર્યાર્થ એ છે કે સંસારમાં જીવનું પરિભ્રમણ, ઇન્ડિયાની પ્રાપ્તિ, સંપત્તિની પ્રાપ્તિ, સુખ અને દુઃખની પ્રાપ્તિનું મૂળભૂત કારણ કર્મ નથી, પરંતુ આત્મા પોતે જ છે! આત્માના પોતાના ઔદયિકાદિ ભાવો છે. આ તથ્ય જો સમજાય તો મનુષ્ય સર્વપ્રથમ દયિક ભાવોથી મુક્ત થવાનો પ્રયત્ન કરે. તેમાં ક્રમશ: મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, ફણ-નીલ-કાપત લડ્યા, ચાર કપાય અને ત્રણ વેદના ઉદય દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. જેમ જેમ આ ભાવોથી મુક્ત થતો જાય તેમ તેમ તે ગુણસ્થાનકો પર ચઢતા જાય. આ ભાવોના નાશ સાથે-ઉપશમ સાથે ગુણપ્રાપ્તિ સંકળાયેલી છે. આ ભાવોના ક્ષય-ઉપશમ સાથે દુર્ગતિનો નાશ અને સદ્ગતિની પ્રાપ્તિ સંકળાયેલી છે. જેમ કે : મિથ્યાત્વ અને અજ્ઞાનના અભાવમાં આત્મા નરકગતિનું, તિર્યંચગતિનું અને મનુષ્યગતિનું આયુષ્યકર્મ ન બાંધે! મિથ્યાત્વ અને અજ્ઞાન જાય એટલે જીવ ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે! અસંયમ જાય એટલે છછું ગુણસ્થાનક પ્રાપ્ત કરે! કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ જાય
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનાં આઠ સ્વરૂપ
૩૫૫ એટલે સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે! ચાર કષાયો જાય એટલે સર્વજ્ઞ વીતરાગ બની જાય, આવા આત્માના ભિન્નભિન્ન, અપેક્ષાએ આઠ પ્રકાર બતાવવામાં આવે છે:
જીવનાં આઠ સ્વરૂપ द्रव्यं कषाययोगादुपयोगो ज्ञानदर्शने चेति । चारित्रं वीर्य चेत्यष्टविधा मार्गणा तस्य ।।१९९ ।।
जीवाजीयानां द्रव्यात्मा सकपायिणां कषायात्मा। योगा सयोगिनां पुनरूपयोगः सर्वजीवानाम् ।।२००।।
ज्ञानं सम्यादृष्टेर्दर्शनमथ भवति सर्वजीवानाम् ।
चारित्रं विरतानां तु सर्वसंसारिणां वीर्यम् ।।२०१।। અર્થ : દ્રવ્ય, ઉપાય, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય-આત્માની આ આઠ પ્રકારની ગવૈષણા છે.
જીવ-જીવાનો દ્રવ્યાત્મા, કપાયવાળાના કપાયાત્મા, સયાંગનો યોગાત્મા, સર્વ જીવાના ઉપયોગાત્મા (કહેવાય. - સમ્યગ્દષ્ટિનો જ્ઞાનાત્મા, સર્વજીવોનો દર્શનાત્મા, વિરતિધરોના ચારિત્રાત્મા અને સર્વ જીવોનો વીર્યાત્મા (કહેવાય)
વિવેવન : “આત્મતત્ત્વની વ્યાપક ઓળખાણ કરાવવા ઇચ્છતા ગ્રન્થકાર આપણાને આઠ પ્રકારે આત્માનું ચિંતન કરવાનું કહે છે. મોક્ષમાર્ગની આરાધનામાં મુમુક્ષુએ આ રીતે આત્મચિંતનમાં રચ્યાપચ્યા રહેવાનું હોય છે. તેથી કર્મનિર્જરા થાય છે. સ્વતન્તભૂત જ્ઞાનાદિગુણો પ્રગટ થાય છે.
આત્મા દ્રવ્યાત્મા કેવી રીતે કહેવાય, તે વિચારવું જોઈએ. આત્મા કષાયાત્મા ક્યાં સુધી કહેવાય અને કેમ કહેવાય, તેનું ચિંતન કરવું જોઈએ. આત્મા યોગાત્મા' કેમ કહેવાય તેનું મનન કરવું જોઈએ. આત્મા ઉપયોગાત્મા’ કઈ અપેક્ષાએ કહેવાય, તેના પર વિચાર કરવો જોઈએ. આત્મા “જ્ઞાનાત્મા’ અને દર્શનાત્મા’ કેમ કહેવાય, તેના પર ગંભીર ચિંતન કરવું જોઈએ. આત્મા ચારિત્રાત્મા' અને ‘વીર્ધાત્મા' કઈ દૃષ્ટિએ કહેવાય, તેના પર પણ ઊંડો વિચાર કરવા જોઈએ.
એક જ આત્મતત્વને એનાં જુદાં જુદાં છતાં વાસ્તવિક સ્વ-રૂપે જાણવાથી
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ
પ્રશમરતિ સ્વ-રૂપરણતા કરવામાં સરળતા રહે છે. અલબત્ત, આ આઠ અવસ્થાઓમાં કેટલીક આત્માની વિભાવ દશાઓ છે અને કેટલીક સ્વભાવ દશા છે. કપાયાત્માની અને યોગાત્માની બે અવસ્થામાં આત્મા વિભાવદશાપન્ન હોય છે. એ સિવાયની છ અવસ્થાઓ સ્વભાવદશાની છે. દ્રવ્યત્વ, ઉપયોગ, જ્ઞાનદર્શન-ચારિત્ર અને વીર્ય, આત્માના સ્વભાવગત ગુણો છે. એ ગુણ આત્મામાં રહે જ છે.
હવે એક-એક સ્વરૂપનો સંક્ષેપમાં વિચાર કરીએ :
૧. દ્રવ્યાત્મા : સર્વ જીવોમાં રહેલો “જીવત્વના પરિણામ જેમ અનાદિ પારિણામિક ભાવ છે, તેમ જીવ-દ્રવ્યમાં રહેલો ‘દ્રવ્યત્વ' નો પરિણામ પણ અનાદિ પારિણામિક ભાવ છે. જીવની સમસ્ત અવસ્થાઓમાં (નારક, તિર્યંચાદિ) જેમ જીવત્વ અનુસ્મૃત રહે છે, તેમ દ્રવ્યત્વ પણ સર્વ દ્રવ્યોમાં-તે દ્રવ્યોની સમસ્ત અવસ્થાઓમાં અનુસૂત રહે છે માટે જેમ જીવદ્રવ્યને દ્રવ્યાત્મા કહેવાય તેમ અજીવ દ્રવ્યને પણ દ્રવ્યાત્મા કહેવાય. તાત્પર્ય આ છે કે ચેતન અને અચેતન બધાં દ્રવ્યોમાં જે સ્થિર અંશ છે, જે સર્વ દ્રવ્યોની સર્વ અવસ્થામાં કાયમ રહે છે, તેને અહીં “આત્મા' કહેવામાં આવ્યો છે. જીવ જેમ દ્રવ્યાત્મા તેમ અજીવ પણ દ્રવ્યાત્મા કહેવાય.
૨. કપાયાત્મા : ક્રોધ-માન-માયા અને લોભને કપાય કહેવાય છે. કપાયોથી યુક્ત જીવોને “સકપાયી' કહેવાય. આત્માની સાથે કષાયો જ્યાં સુધી એક-મેક થઈને રહ્યા હોય ત્યાં સુધી તે આત્માન કપાયાત્મા કહેવાય.
૩. યોગાત્મા : મનોયોગ, વચનયોગ અને કાયયોગ-આ ત્રણ યોગવાળા આત્માને “યોગાત્મા' કહેવાય. યોગ એટલે વ્યાપાર, યોગ એટલે પ્રવૃત્તિ. આ ત્રણ યોગો સંસારી જીવોને હોય, મુક્ત જીવોને આ યોગ હોતા નથી.
૪. ઉપયોગાત્મા : જાણવા-જવારૂપ (જ્ઞાન-દર્શન) વ્યાપાર તે ઉપયોગ. આ ઉપયોગ સર્વ જીવોને હોય છે. ઉપયોગ' તો જીવનું લક્ષણ છે, એટલે સંસારી અને મુક્ત-સર્વ જીવો “ઉપયોગાત્મા’ કહેવાય.
૫. જ્ઞાનાત્મા : સમ્યગુદર્શનથી યુક્ત આત્માનું જે જ્ઞાનરૂપ પરિણામ, તે પરિણામવાળા આત્માને “જ્ઞાનાત્મા' કહેવાય. અર્થાતુ સમ્યગ્દષ્ટિ આત્માને જ્ઞાનાત્મા કહેવાય.
૬. દર્શનાત્મા : ચક્ષુદર્શન, અક્ષદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનથી યુક્ત (પરિણત) આત્માને ‘દર્શનાત્મા’ કહેવાય. આ અપેક્ષાએ બધા જીવો
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીવ દ્રવ્યાત્મા' કેવી રીતે?
૩પ૭ દર્શનાત્મા કહેવાય, કારણ કે કોઈ ને કોઈ દર્શન જીવોમાં હોય જ છે.
૩. ચારિત્રાત્મા : પ્રાણાતિપાત આદિ પાપસ્થાનકોથી વિરત (વિરતિધર્મથી પરિણતઆત્મા “ચારિત્રાત્મા' કહેવાય.
૮. વીર્યાત્મા : વીર્ય એટલે શક્તિ. સર્વે જીવોમાં વિર્ય હોય જ છે, એટલે સહુ જીવોને ‘વીર્યાત્મા” કહેવાય.
પ્રશ્ન : દ્રવ્યાત્મા'નું સ્વરૂપ બતાવતાં આત્માને દ્રવ્યાત્મા' કહ્યો તે તો બરાબર છે, પરન્તુ તેની સાથે અજીવને પણ “દ્રવ્યાત્મા’ કહ્યો તે બરાબર લાગતું નથી, અજીવ અને આત્મા? આ કેવી રીતે ઘટી શકે?
ઉત્તર : આ પ્રશ્નનું સમાધાન ગ્રન્થકાર સ્વયં જ કારિકા ૨૦૨માં કરે છે.
અજીવ દ્રવ્યાત્મા’ કેવી રીતે?
द्रव्यात्मेत्युपचारः सर्वद्रव्येषु नयविशेषेण ।
आत्मादेशादात्मा भवत्यनात्मा परादेशात् ।।२०२।। અર્થ : નિયવિશેષથી (એક નયથી) બધાં દ્રવ્યોમાં “દવ્યાત્મા' એવો વ્યવહાર થાય છે. આત્માની અપેક્ષાએ આત્મા છે અને પરની અપેક્ષાએ અનાત્મા છે. વિવેચન : ઉપચાર' એટલે વ્યવહાર.
વ્યવહારથી અચેતનને “આત્મા' કહી શકાય. જેમ સર્વ ચેતન દ્રવ્યમાં દ્રવ્યત્વ અનુસ્મૃત છે તેવી રીતે અચેતન સર્વ દ્રવ્યોમાં પણ અનુસૂત પરમાણુ હોય છે, તે અનુસ્મૃત તત્ત્વને “આત્મા’ કહી શકાય.
સર્વ દ્રવ્યોમાં એક સામાન્ય ધર્મ જે પ્રવર્તે છે તેને “આત્મા’ કહી શકાય છે. આ કથન સામાન્યગ્રહી ‘નંગમન”ની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે.
નગમનન્ય નિર્વિકલ્પ મહાસત્તાને માને છે અને મનુષ્યત્વ, પશુત્વ આદિ સામાન્ય-વિશેષને પણ માને છે. દ્રવ્યની તમામ અવસ્થાઓને તે માન્ય રાખે છે. આ નયની અપેક્ષાએ અચેતનમાં પણ “દ્રવ્યાત્માનો વ્યવહાર થઈ શકે છે.
આ પ્રમાણે દ્રવ્યાત્મા, કષાયાત્મા... આદિ આત્મસ્વરૂપો બતાવ્યા પછી, ગ્રન્થકાર આત્મતત્વના ચિંતનમાં ઊંડા ઊતરતાં કહે છે :
આત્મા છે' એવું કથન એના દ્રવ્ય, ક્ષેત્રાદિની અપેક્ષાએ થઈ શકે. જે સમયે જે દ્રવ્ય-ક્ષેત્રાદિની વિવક્ષાથી આત્મા છે' એમ કહેવામાં આવે ત્યારે
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
પ્રશમરતિ બીજા દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ “આત્મા નથી' એમ કહેવાય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ આ અસ્તિત્વ-નાસ્તિત્વનો વિચાર કરીએ
સ્વદ્રવ્યના અસ્તિત્વથી આત્મા છે, એમ કહેવાય, પરદ્રવ્યની અપેક્ષાએ આત્મા નથી એમ કહેવાય.
આત્મા જે ક્ષેત્રન-આકાશપ્રદેશને અવગાહીને રહ્યો હોય તે ક્ષેત્રની અપેક્ષાએ “આત્મા છે,” એમ કહેવાય, બીજા ક્ષેત્રની અપેક્ષાએ “આત્મા નથી” એમ કહેવાય.
- વર્તમાનકાળની અપેક્ષાએ આત્મા છે' એમ કહેવાય. અતીત-અનાગત કાળની અપેક્ષાએ “આત્મા નથી' એમ કહેવાય.
છે જ્યારે દયિક ભાવની અપેક્ષાએ “આત્મા છે” એમ કહેવાય ત્યારે પથમિક ભાવની અપેક્ષાએ “આત્મા નથી' એમ કહેવાય,
આ રીતે સંસારની બધી વસ્તુઓ પોતપોતાના સ્વરૂપે સત્ છે અને પોતાના સિવાયના બીજા સ્વરૂપોની દૃષ્ટિએ અસત્ છે દરેક વસ્તુ પોતાના દ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષાએ જ સતું છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ અસત્ છે. પ્રશ્ન : શું આત્મા એકાંતે સત્ નથી?
ઉત્તર : ના, જેમ આત્મા એકાંતે નિત્ય નથી, એકાંતે અનિત્ય નથી, તેવી રીત આત્મા એકાંતે સતું નથી, એકાંતે અસત્ નથી. જે અપેક્ષાએ સત્ હોય એ અપેક્ષાએ અસત્ ન કહેવાય. જે અપેક્ષાએ અસત્ કહેવાય તે અપેક્ષાએ સત્ ન કહેવાય? પ્રશ્ન: અંક જ આત્માને સત્ અને અસતું બંને કહેવાય?
ઉત્તર : હા, પરંતુ એક જ સમયે સતુ-અસત્ ન કહેવાય. આત્મા સત્ પણ છે અને અસતું પણ છે. જે વખતે જે વિવક્ષા હોય તે વખતે તે વિવાથી સતુ કે અસત્ કહેવાય.
આત્મતત્ત્વચિંતન માટેનાં હજુ બીજાં દ્વાર ગ્રંથાકાર બતાવી રહ્યા છે.
४४. तत्र स्वद्रव्यक्षेत्रकालभावैरादिष्टमस्ति द्रव्यम् परद्रव्यक्षेत्रकालभावैरादिष्टं नास्ति
द्रव्यम् । - पंचास्तिकाय टीकायाम्
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મતાનું વિશેષ ચિંતન एवं संयोगाल्पवहुत्वाद्यैर्नेकशः स परिमृग्यः ।
जीवस्यैतत् सर्वं स्वतत्त्वमिह लक्षणैर्दृष्टम् ।।२०३।। કર્થ : આ રીતે સંયોગ, અલ્પબદુત્વ વગેરે દ્વારા અનેક પ્રકારે આત્માની પરીક્ષા કરવી જોઈએ. અહીં જીવનું આ બધુ સ્વતન્તભૂત લક્ષણોથી જોવાયું છે.
વિવેવન : અપેક્ષાઓના માધ્યમથી “આત્મતત્ત્વ છે” અને “આત્મતત્ત્વ નથી' એમ કહી શકાય છે. એ અપેક્ષાઓની વિવિધતા ગ્રન્થકાર બતાવી રહ્યા છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાઓ બતાવ્યા પછી હવે ગ્રન્થકાર “સંયોગ' અને “અલ્પબદુત્વ'ની અપેક્ષાએ એ આત્મતત્ત્વની ગવેષણા કરે છે.
આત્મા, જેની જેની સાથે સંયુક્ત હોય તે તે સ્વરૂપે છે, અને જેનાથી સંયુક્ત નથી, તે અપેક્ષાએ નથી-એમ કહેવાય. દા.ત, નરકગતિના સંયોગથી નારક-જીવ છે, તે જીવો દેવગતિની અપેક્ષાએ નથી. દેવગતિના સંયોગથી દેવજીવો છે, તે જીવો નરકગતિની અપેક્ષાએ નથી. મનુષ્યગતિના સંયોગથી મનુષ્યજીવો છે, બીજી ગતિઓની અપેક્ષાએ એ મનુષ્ય જીવો નથી.
આ રીતે, અલ્પબદુત્વની અપેક્ષાએ આત્માનો વિચાર કરવો જોઈએ. જેમ કે ચાર ગતિમાં મનુષ્યગતિના જીવો સૌથી થોડા છે. એના કરતાં દેવો અસંખ્ય ગુણા છે અને તિર્યંચો એનાથીય અનન્તગુણા છે. એટલે, સંખ્યાની દષ્ટિએ મનુષ્યો તિર્યંચ નથી અને તિર્યંચો મનુષ્ય નથી-એમ કહી શકાય. સંખ્યાની દૃષ્ટિએ દેવો મનુષ્ય નથી અને મનુણ્ય દેવ નથી! પોત-પોતાની સંખ્યાની દૃષ્ટિએ મનુષ્યો છે, દેવો છે, તિર્યંચ છે, અને નારકી છે.
આમ, આત્માના અસ્તિત્વ-નાસ્તિત્વનો વિચાર બીજી-બીજી અપેક્ષાઓથી પણ થઈ શકે તત્ત્વાર્થાધિગમ-સૂત્રમાં નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિદરણ આદિ અપેક્ષાઓ બતાવવામાં આવી છે.
ભિન્નભિન્ન અપેક્ષાના માધ્યમથી આત્માનું અસ્તિત્વ-નાસ્તિત્વ, નિત્યત્વઅનિત્યત્વ આદિ પ્રકાશિત કરનાર જિનશાસન, સાચે જ સર્વજ્ઞશાસન છે. સર્વજ્ઞ સિવાય અગમ-અગોચર તત્ત્વોનું આવું સ્પષ્ટ, યથાર્થ અને વ્યાપક સ્વરૂપ કોણ બતાવી શકે? ભારતીય દર્શનોમાં જૈનદર્શન સિવાય કોઈ દર્શને આ રીતે આત્મસ્વરૂપ બતાવ્યું નથી. ४५. निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः !
सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च । - तत्त्वार्थे/ अ. १, सूत्र-७-८
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૩૦
બુદ્ધિમાન સ્ત્રી-પુરુષોએ, કે જેમને વિશુદ્ધ આત્મસ્વરૂપ પામવું છે, તેમણે આ રીતે આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. તત્ત્વરમણતા તાં જ થઈ શકે.
આત્મા ઃ સત-અસત
उत्पादविगमनित्यत्वलक्षणं यत्तदस्तिं सर्वमपि । सदसद्वा भवतीत्यन्यधार्पितानर्पितविशेषात् ।।२०४ ।।
અર્થ : જે ઉત્પત્તિ-વ્યય અને ધૌવ્યના લક્ષાથી યુક્ત છે તે બધું સત્ છે. એનાથી જે વિપરીત છે તે અસત્ છે. આ રીતે અર્પિત-અનર્પિતના ભેદથી વસ્તુ સતુ-અસત્ હોય છે.
વિવેચન : સત્ અને અસત્આનો નિર્ણય એક બીજી દૃષ્ટિથી કરવામાં આવે છે, અને એ દૃષ્ટિ છે લક્ષણની. દ્રવ્યનું લક્ષણ બતાવવામાં આવ્યું છેઉત્પાવવ્યયાયુ સત્। જે ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તેને ‘સત્’ કહેવાય. જેનામાં આ લક્ષણ ન થટે તેને અસત્ કહેવાય.
એક વ્યાવહારિક દૃષ્ટાંત લઈને આ લક્ષણને સમજીએ.
આપણા હાથની એક આંગળીને જુઓ. તે સીધી છે. હવે તેને વાળો. જ્યારે આંગળી વળી-વક્ર થઈ ત્યારે તેની ઋજુતા નાશ પામી, પરંતુ આંગળી આંગળી તરીકે તો કાયમ રહી! આંગળી ધ્રુવ છે. ઋજુતા નાશ પામી અને વક્રતાની ઉત્પત્તિ થઈ. આંગળીમાં લક્ષણ ઘટી ગયું માટે તે ‘સત્' છે.
હવે આ દૃષ્ટાંતને આત્મામાં ઘટાવીએ.
આપણો આત્મા અત્યારે મનુષ્ય છે, એનું મનુષ્યત્વ જ્યારે નાશ પામે છે અને દેવત્વાદિ પર્યાયો જન્મ છે ત્યારે મનુષ્યત્વનો નાશ વિગમ કહેવાય, દેવત્વાદિની ઉત્પત્તિ ઉત્પાદ કહેવાય અને આત્મા ધ્રુવ કહેવાય.
આ રીતે બે વિકલ્પ થયા : ચાત્ ગતિ, स्याद् નાસ્તિ1
ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત જે છે તે 'રચાત્ અસ્તિ' વિકલ્પમાં આવે અને ઉત્પત્તિ-વ્યય-ધ્રોવ્યથી જે રહિત છે તે ‘ચાલ નસ્ત’ વિકલ્પમાં આવે.
ત્રીજો વિકલ્પ છે : ચાપ્તિ = નાસ્તિ વો આ ભંગ-વિકલ્પ ઉભયરૂપ છે. આ વિકલ્પને એક સ્થૂલ ઉદાહરણથી સમજીએ :
દા.ત., એક ઘડે છે. તેનો કાંઠલા, કાંઠલાની અપેક્ષાએ સતુ છે અને પેટની અપેક્ષાએ અસત્ છે. બીજા ભાગોની અપેક્ષાએ અસત્ છે. પેટ, તળિયું વગેરે ભાગો પોત-પોતાની અપેક્ષાએ સત્ છે, કાંઠલાની અપેક્ષાએ અસત્ છે. એક જ
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા : સત્ય-અસત્ ઘડામાં છે પણ, નથી પણ આ બે વિકલ્પો ઘટે છે. અથવા, એમ પણ ઘટાવી શકાય કે ઘડો ઘડારૂપે સત્ છે અને કાંઠલારૂપે અસત્ છે. માટે ઘડાને “છે પણ ખરો અને નથી પણ ખરો', એમ ઉભય રૂપે કહી શકાય.
પરનું આ છે પણ અને નથી પણ.' બંને ધમને એક સાથે કહેવાની વિવા હોય તો ચોથો વિકલ્પ રચા, નવજીવ્ય બને છે. એવું કોઈ વચન જ નથી કે બે ધર્મોનું એકસાથે કથન કરી શકે! માટે “અવક્તવ્ય' કહેવાય, “અકથની” કહેવાય.
એ જ ઘડાને જ્યારે પોતાના પર્યાયોથી અને એકીસાથે સ્વ-પર પર્યાયોથી વિવક્ષિત કરવામાં આવે ત્યારે “તે ઘડો છે પણ અને અવક્તવ્ય છે', એમ કહેવાય. “ચાસ્તિ ૨ જીવ્ય' આ પાંચમો વિકલ્પ છે. એકસાથે સ્વ-પરના પર્યાયોનું કથન-વક્તવ્ય નથી થઈ શકતું.
એ જ ઘડાને જ્યારે પરપર્યાયોની અપેક્ષાએ અને એક સાથે સ્વ-પર પર્યાયોની અપેક્ષાએ વિવક્ષિત કરવામાં આવે ત્યારે તેને રચાત ગવરુધ્ધ ' કહેવાય, અર્થાતું, ‘અસતું પણ છે અને અવક્તવ્ય પણ છે', એમ કહેવાય.
એ જ ઘડાને જ્યારે ક્રમશઃ સ્વપર્યાયાની અપેક્ષાથી, પરપર્યાયની અપેક્ષાથી અને એક સાથે સ્વ-પરના પર્યાયોની અપેક્ષાથી વિવલિત કરવામાં આવે ત્યારે તેને “રાતિ , રચીન્નાસ્તિ અવરyવ્ય ' કહેવાય. અર્થાત્ “છે પણ, નથી પણ અને અવક્તવ્ય છે.”
આ રીતે વચનના સાત પ્રકાર છે. આ સાત પ્રકાર ગણતા અને મુખ્યતાના ભેદથી થાય છે. વસ્તુના જે ધર્મની વિવેક્ષા હોય છે તે ધર્મને ‘અર્પિત' અર્થાતુ મુખ્યપ્રધાન કહેવાય અને જે ધર્મની વિવક્ષા ગૌણ હોય છે-નથી હોતી, તેને “અનર્પિત’ અર્થાત્ ગૌણ કહેવામાં આવે છે.
વસ્તુના ધર્મને વિશેષતા અર્પિત થાય ત્યારે તે ધર્મને અર્પિત ભાવ કહેવાય અને વિશપતા વિનાના ધર્મને અનપિંત' કહેવાય.
આત્માના સ્વપર્યાય અને પરપર્યાયાની ભિન્નભિન્ન અપેક્ષાઓ નજર સામ રાખીને આ સાત વચનપ્રકારો બતાવાયેલા છે. આ રીતે આત્મસ્વરૂપનો બોધ વ્યાપક બને છે. - હવે સ્વયં ગ્રન્થકાર મહર્ષિ, ઉત્પત્તિ-નાશ અને ધ્રવ્યને બે ફારિકામાં સ્પષ્ટ કરે છે.
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉર્ધાત-વિનાશ-ધ્રોથ योऽर्थो यस्मिन्नाभूत् साम्प्रतकाले च दृश्यते तत्र । तेनोत्पादस्तस्य विगमस्तु तस्माद्विपर्यासा ।।२०५।। साम्प्रतकाले चानागते च यो यस्य भवति सम्बन्धी ।
तेनाविगमस्तस्येति स नित्यस्तेन भावेन ।।२०६।। અર્થ : જેમાં જે અર્થ નહોતો, પરંતુ વર્તમાનકાળમાં ત્યાં છે કે, તેની તે અર્થમાં ઉત્પત્તિ છે અને એનાથી વિપરીત વિનાશ દેખાય છે.
વસ્તુનું જ સ્વરૂપ વર્તમાનકાળમાં અતીતકાળમા વ નો અર્થ અતીત-ભૂતકાળ કરવાનો છે અને ભવિષ્યકાળમાં હોય છે, તે સ્વરૂપે તે વસ્તુનું નાશ ન પામવું તે, તે સ્વરૂપથી નિયતા છે.
વિવેચન : “સનું લક્ષણ બતાવ્યું છે કાવ્યયવ્યયુ) રમત એટલે, જે ઉત્પત્તિ-વિનાશ અને નિત્યતાથી યુક્ત હોય તેને સંતુ કહેવાય. વિશ્વના તમામ જડ-ચેતન પદાર્થોમાં આ ત્રણેય અંશો હોય જ છે. માટે સમગ્ર તત્ત્વજ્ઞાનની જનની આ ત્રિપદી છે. ધર્મતીર્થની સ્થાપના કરનાર તીર્થકરો પોતાના ગણધરોને સર્વપ્રથમ આ ત્રિપદી આપે છે. ત્રિપદી આપીને તે વિશ્વનાં જડ-ચંતન તમામ દ્રવ્યોમાં થઈ રહેલી સૂક્ષ્મ પ્રક્રિયાનો બોધ આપે છે. દરેક દ્રવ્યમાં જે સ્થિર અંશ હોય છે તેને ધ્રુવ-અંશ કહેવાય છે અને અસ્થિર અને ઉત્પત્તિરૂપ અને વિનાશરૂપ અધ્રુવ-અંશ કહેવાય છે.
ઉત્પત્તિ : માટીનો પિંડો પડ્યો છે, તેમાં ઘડો દેખાતો નથી. બહાર જઈને આવ્યા, તો માટીનો પિંડો ઘડો બની ગયો છે! કુંભકારે એ માટીના પિંડને ચક્ર પર ચઢાવીને ધડો બનાવી દીધો છે. આનું નામ ઉત્પત્તિ. પહેલાં માટીના પિંડમાં ઘડા દેખાતો નહોતો અને વર્તમાનમાં દેખાય છે!
વિનાશ : માટીનો ઘડો પડ્યો છે. અખંડ છે, સુંદર છે. બીજા દિવસે જોયું તો ઘડો દેખાતો નથી. ઠીકરાં દેખાય છે. કોઈ માણસ પ્રહાર કરીને ઘડો ફોડી નાંખ્યાં છે...વડો નાશ પામ્યો છે. પહેલાં ઘડો દેખાતો હતો, હવે નથી દેખાતો, આનું નામ વિનાશ. ધ્રૌવ્ય : ઘડો નહોતો અને ઉત્પન્ન થયો. ઘડો હતો અને નાશ પામ્યો,
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજીવ-તત્ત્વ
પરંતુ માટી તો કાયમ જ રહી! ધ્રુવ રહી!
ઘડો ઉત્પન્ન થયો ત્યારે માટી હતી અને ઘડો નાશ પામ્યો ત્યારે પણ માટી તો હતી જ! માટી છે તો જ ઘડો ઉત્પન્ન થાય છે અને ઘડો નાશ પામે છે! ઉત્પત્તિ અને વિનાશ, ધ્રુવ અંશ પર આધારિત હોય છે.
હવે, આ ઉત્પત્તિ-વિનાશ અને ધ્રૌવ્યને આત્મતત્ત્વના માધ્યમથી સમજીએ. આત્મા ધ્રુવ તત્ત્વ છે.
મનુષ્યત્વ, દેવત્વ, તિર્યત્વ અને નારકત્વ ઉત્પત્તિશીલ અને વિનાશી પર્યાયો છે. મનુષ્યત્વ નાશ પામે, દેવત્વ ઉત્પન્ન થાય, દેવત્વ નાશ પામે, મનુષ્યત્વ ઉત્પન્ન થાય, મનુષ્યત્વ નાશ પામે, તિર્યંન્વ ઉત્પન્ન થાય. તિર્યંન્વ નાશ પામે,
નારકત્વ ઉત્પન્ન થાય .
આ મનુષ્યત્વાદિ પર્યાયો આત્માની ધ્રુવ સત્તા પર આધારિત છે. આત્મા છે તો મનુષ્યત્વાદિ પર્યાયો છે, આત્મા ન હોય તો મનુષ્યત્વાદિ પર્યાયો ન કોઈ શકે. આ રીતે ગ્રન્થકારે આત્મતત્ત્વનું-જીવ-તત્ત્વનું વિસ્તૃત વર્ણન કર્યું. હવે તેઓ અજીવ તત્ત્વ સમજાવે છે.
અજીવ-તત્વ
धर्माधर्माकाशानि पुद्गलाः काल एव चाजीवाः । पुद्गलवर्जमरूपं तु रूपिणः पुद्गलाः प्रोक्ताः || २०७ ।।
૩૬૩
અર્થ : ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, પુદ્દગલદ્રવ્ય અને કાળ, આ(પાંચ) અજીવ દ્રવ્ય છે, પુદ્ગલ સિવાયનાં ચાર દ્રવ્ય અરૂપી છે અને પુદ્ગલ દ્રવ્યો રૂપી કહ્યાં છે.
વિવેધન : સમગ્ર સૃષ્ટિમાં બે પ્રકારનાં મુખ્ય દ્રવ્યોનું અસ્તિત્વ છે : જીવ દ્રવ્યનું અને અજીવ દ્રવ્યનું. સૃષ્ટિનું યથાર્થ દર્શન, જીવાત્માના રાગ-દ્વેપ ઓછા કરે છે. અયથાર્થ બોધ રાગ-દ્વેષને ઉત્પન્ન થવાનું અસાધારણ કારણ છે. એટલે, મોક્ષમાર્ગની યાત્રા કરવા સહુ યાત્રિકોએ જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.
અજીવ દ્રવ્યો પાંચ પ્રકા૨નાં છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ.
For Private And Personal Use Only
આ દ્રવ્યોની પરિભાષા આગળની કારિકાઓમાં આવશે. અહીં પ્રસ્તુતમાં તો ગ્રન્થકારે આ પાંચ દ્રવ્યોનું રૂપી-અરૂપી-બે વિભાગમાં વિભાજન કરી
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
પ્રશમરતિ બતાવ્યું છે, “પાંચ દ્રવ્યોમાં માત્ર પુદ્ગલદ્રવ્ય જ રૂપી છે. બાકીનાં ચાર દ્રવ્ય અરૂપી છે.
પુદ્ગલદ્રવ્યમાં જેમ રૂપ હોય, તેમ રસ, ગંધ અને સ્પર્શ પણ હોય છે. " જે દ્રવ્યમાં રૂપ હોય તેનામાં રસ-ગંધ-સ્પર્શ હોવાના જ, ચાર ગુણોનો પરસ્પરનો અવિનાભાવ છે. ચારેય પરસ્પર સંકળાયેલા ગુણો છે. પુદ્ગલના પરમાણુમાં પણ આ રૂપાદિ ગુણો હોય છે. પ્રશ્ન : રૂપ અને મૂર્તતામાં તફાવત છે?
ઉત્તર : ના, રૂપ એ જ મૂર્તતા, તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે : રુપે મૂર્તિ. એટલા માટે તત્ત્વાર્થભાષ્યમાં રૂપ સાથે સ્પર્ધાદિની સહચારિતા બતાવતાં કહ્યું છે: મૂર્વાશ્રયા પર્ણોદ્રા: મૂર્તતા હોય તો જ સ્પર્શાદિ હોય.
પુગલ-દ્રવ્ય સિવાયનાં ચાર અજીવ દ્રવ્યો અરૂપી છે અર્થાત્ અમૂર્ત છે; એટલે એ ચાર દ્રવ્યો રૂપ-રસ-ગંધ અને સ્પર્શથી રહિત છે. પ્રશ્ન : અરૂપીને કોઈ પણ ન જોઈ શકે?
ઉત્તર : આ અરૂપી દ્રવ્યો ચક્ષથી ન જોઈ શકાય. ચક્ષુદર્શનની અપેક્ષાએ અરૂપી છે, જ્ઞાનદૃષ્ટિમાં તો અરૂપી પણ રૂપી છે! જ્ઞાનના વિષય તો છે જ, એટલે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષો જોઈ શકે છે.
પાંચ અજીવ દ્રવ્યોમાં રૂપી-અરૂપીન ભેદ બતાવ્યા પછી હવે પુદ્ગલદ્રવ્યના વિષયમાં વિશેષ વાર્તા બતાવે છે.
પુગલ-દ્રવ્ય द्वयादिप्रदेशवन्तो यावदनन्तप्रदेशका: स्कन्धाः ।
परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीयः ।।२०८।। અર્થ : “બે આદિ પ્રદેશોથી લઈને અનંત પ્રદેશવાળા સ્કંધો હોય છે. પરમાણુ અપ્રદેશ છે (પણ) રૂપાદિ ગુણાની અપેક્ષાએ તે પ્રદેશ છે.
વિવેવન : પુદગલ દ્રવ્ય ચાર પ્રકારે ચૌદ રાજલોકમાં રહેલું છે. સ્કંધ-રૂપે. દેશરૂપે, પ્રદેશરૂપે અને પરમાણુરૂપે. ४६. चक्षुर्ग्रहणमासाद्य रूपमिति व्यपदिश्यते। - तत्त्वार्थ टीकायाम् ४७. यत्र रूपपरिणामः तत्रावश्यन्तया स्पर्शरसगन्धैरपि भाव्यम्। . तत्त्वार्थ-टीकायाम् ४८. संख्येया असंख्येया अनन्ताश्च पुद्गलानां प्रदेशा भवन्ति । - तत्त्वार्थ-भाष्ये/अ.५/सू.१० ४९. पर्यायस्वभावाश्च रूपादयस्तदङ्गीकरणेन सप्रदेशः परमाणुः |-तत्त्वार्थ-टीकायाम्
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવોમાં પદ્રવ્ય
૩૬૫ બે પ્રદેશોનો સ્કંધ (સમૂહ) હોય, ત્રણ પ્રદેશનો સ્કંધ હોય, યાવત્ અસંખ્ય પ્રદેશોનો સ્કંધ હોય અને અનન્ત પ્રદેશોનો પણ સ્કંધ હોય.
એ કંધો સાથે સંલગ્ન ભાગોને ‘દેશ' કહેવાય. એ સ્કંધો સાથે સંલગ્ન નિર્વિભાગ ભાગોને “પ્રદેશ' કહેવાય.
અંધથી જુદા પડેલા નિર્વિભાગ અંશોને પરમાણુ કહેવાય. કેવળજ્ઞાની પણ પોતાના જ્ઞાનમાં પરમાણુનું વિભાજન ન કરી શકે,
પરમાણુના પ્રદેશ નથી હોતા, તેથી તે અપ્રદેશી કહેવાય છે. પરન્તુ પરમાણુમાં પણ રૂપ-રસ-ગંધ અને સ્પર્શ તો હોય જ છે. એટલે, આ રૂપરસાદિ પર્યાયોની અપેક્ષાએ પરમાણુ સંપ્રદેશી કહી શકાય. દ્રવ્ય-દૃષ્ટિએ પરમાણુ અપ્રદેશી છે, પર્યાય-ષ્ટિએ પરમાણુ સંપ્રદેશ છે! આ રીતે રૂપ-રસ-ગંધ અને સ્પર્શને પ્રદેશની સંજ્ઞા મળી છે. જેવી રીતે સ્કંધમાં દેશ-પ્રદેશ રહેલા છે તેવી રીતે પરમાણુમાં રૂપાદિ રહેલાં છે.
પરમાણુમાં એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શ રહેલા હોય છે. (સ્નિગ્ધ કે રૂક્ષમાંથી કોઈ એક અને શીત કે ઉષ્ણમાંથી કોઈ એક-એમ બે સ્પર્શ હોય.J. પ્રશ્ન : શું પરમાણુને જોઈ શકાય?
ઉત્તર : અત્યંત સૂક્ષ્મ હોવાથી તે દેખાતો નથી. એના કાર્યથી એને જાણી શકાય છે.
પ્રશનઃ પુદ્ગલ દ્રવ્યના સ્કંધ અને અન્ય દ્રવ્યોના (ધર્માસ્તિકાયાદિના) સ્કંધો વચ્ચે કોઈ તફાવત છે?
ઉત્તર : હા, પુદ્ગલ દ્રવ્યના કંધોમાંથી પ્રદેશો છૂટા પડી શકે છે; જ્યારે અન્ય દ્રવ્યોના સ્કંધોમાંથી પ્રદેશો છૂટા પડી શકતા નથી.
ભાવોમાં પદ્રવ્ય भावे धर्माधर्माम्बरकाला: पारिणामिके ज्ञेयाः ।
उदयपरिणामिरूपं तु सर्वभावानुगा जीवाः ।।२०९ ।। અર્થ : ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ-આ ચાર દ્રવ્ય પારિમિક-ભાવ'માં જાણવા. પગલાસ્તિકાય, દયિક અને પારિણામિક ભાવમાં જીવાને બધા ભાવ હોય છે. ५०. स्कन्धाः द्विप्रदेशिकादयः । देशाः स्कन्धानामेव सविभागाः । प्रदेशाश्च निर्विभागभागाः। - નવતરૂરીયા /T૦ ૬
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
પ્રશમરતિ વિવૈદ્યન : કોઈ પણ દ્રવ્યનું સ્વાભાવિક પરિણમન, તે “પારિમિક ભાવ' છે.
ધર્મ-અધર્મ-આકાશ અને કાળ આ ચાર દ્રવ્યો સ્વતંત્ર છે. કોઈ દ્રવ્યની એક-બીજા પર કોઈ અસર નથી. જેમ આત્મદ્રવ્ય પર પુદ્ગલ દ્રવ્યની અસર હોય છે તેમ આ ધર્મ-અધર્મ આદિ દ્રવ્યો પર પુદ્ગલ દ્રવ્યની કે આત્મ-દ્રવ્યની અસર નથી હોતી. આ ચાર ભાવ પારિણામિક ભાવમાં વર્તતા હોય છે.
જેમ સંસાર અનાદિ છે તેમ આ દ્રવ્યો અનાદિ છે. પરિણામિક ભાવ અનાદિ હોય છે. જેમ જીવત્વ, દ્રવ્યત્વ વગેરે અનાદિ છે તેમ આ દ્રવ્યો અનાદિ છે. એવો કોઈ કાળ નહોતો કે જ્યારે આ દ્રવ્યો સંસારમાં ન હોય એવો કોઈ કાળ ભવિષ્યમાં નહીં હોય કે જ્યારે આ દ્રવ્યોનું અસ્તિત્વ ન હોય.
-પુગલ દ્રવ્ય બે ભાવમાં વર્તે છે. પરિણામિક અને દયિક, -પરમાણુ પરમાણુરૂપે અનાદિ પરિણામિક ભાવમાં હોય છે.
પરમાણુઓ અને સ્કંધોમાં જે રૂપ-રસ આદિ પર્યાયો રહેલા છે અને દ્વાણુક... ચણક, વગેરે જે પરિણામ બને છે. પરમાણુઓના મળવાથી, તે ઔદયિક ભાવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે અનાદિ અપરાવર્તનીય ભાવો છે તેને પરિણામિક ભાવમાં સમજવા જોઈએ અને જે પરિવર્તનશીલ-આદિ પરિણામો છે તેને ઔદયિક ભાવમાં સમજવા જોઈએ.
પ્રશ્ન: પરમાણમાં અને સ્કંધોમાં જે રૂપ-રસાદિ છે તે શું અનાદિ નથી? તો પછી તેને ઔયિક ભાવમાં કેમ કહ્યાં?
ઉત્તર : અલબત્ત, રૂપ-રસાદિ અનાદિ છે, પરન્તુ એમાં જે હાનિ-વૃદ્ધિરૂપ આદિ થાય છે તે અપેક્ષાએ તેનો સમાવેશ ઔદયિક ભાવમાં કર્યો છે.
પ્રશ્ન : પુદ્ગલ સ્કંધો તો અનાદિ છે તો પછી તેનો સમાવેશ આંદયિક ભાવમાં શાથી કયો?
ઉત્તર : પુગલ-સ્કંધોનું સ્વરૂપ એકસરખું નથી રહેતું. કંધોમાં પગલોની વધઘટ થયા કરતી હોય છે. માટે તે આદિ પણ છે! દા.ત., એક ચાર પરમાણુઓનો સ્કંધ છે, તેમાંથી બે પરમાણુ છૂટા પડી ગયા તો તે સ્કંધ ધયણુક બની ગયો! આનું નામ “આદિ.' એવી રીતે કોઈ સ્કંધમાં નવા પરમાણુઓ જોડાય તો તે સ્કંધ મોટો થઈ જાય તે પણ “આદિ’ કહેવાય.
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકપુરુષ जीवाजीवा द्रव्यमिति षड्विध भवति लोकपुरुषोऽयम्।
वैशाखस्थानस्थः पुरुष इव कटिस्थकरयुग्मा ।।२१०।। અર્થ : આ રીતે જીવ અને અજીવના ભેદથી છ દ્રવ્ય થાય છે. આ લોકપુરુષ છે. પોતાના બે હાથ કમર પર રાખીને, બે પગ ફેલાવીન (જેમ ધનુર્ધારી બે પગ ફેલાવીને ઊભા રહે=વૈશાખસ્થાન ઊભા રહેલા પુરુષ જેવો લોકપુરુષ છે. જુઓ પેજ ૪૪૪)
જિન : જીવ અને અજીવના આધારને “લોક' કહેવામાં આવે છે. એ લોકનો આકાર, ઊભા રહેલા પુરુષ જેવો હોવાથી લોકપુરુષ' કહેવામાં આવે છે. અજીવના પાંચ પ્રકારો ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને કાળી અને જીવ-એમ છ દ્રવ્યો આ લોકમાં રહેલાં છે. લોકની બહાર અલોકમાં માત્ર આકાશ દ્રવ્ય જ હોય છે. લોકપુપની આકૃતિ આ પ્રમાણે છે :
तत्राधोमुखमल्लकसंस्थानं वर्णयन्त्यधोलोकम् । स्थालमिव तिर्यग्लोकमूर्ध्वमथ मल्लकसमुद्गम् ।।२११ ।।
सप्तविधोऽधोलोकस्तिर्यग्लोको भवत्यनेकविधः ।
पञ्चदशविधानः पुनरुव॑लोकः समासेन ।।२१२।। અર્થ : એ લોકમાં, અધોલોકનો આકાર ઊંધા પડેલા શકરાના આકાર જેવો છે. (ઉપર સંક્ષિપ્ત, નીચે વિશાળ) તિર્ધગુલોકનો આકાર થાળીના આકાર જંવાં છે અને ઊર્ધ્વલોકનો આકાર ઊભા મૂકેલા શકોરા પર ઊંધા મૂકેલા શકરાના આકાર જેવો છે. (શરાવસંપુટ જેવ.) અધાલોકના સાત ભેદ છે. તિર્થગુલાકના અનેક ભેદ છે અને ઊદ્ગલોકના સંક્ષેપથી પંદર ભેદ છે.
વિવેત્તર : લોકપરુષનો આકાર કેવો હોય છે, તેને બે ઘરગથ્થવસ્તુઓના માધ્યમથી ગ્રન્થકાર સમજાવે છે. શકો અને થાળીની રચના કરી બતાવે છે.
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
લોક પુરુષ
TOID CULUI T
OIDDted Ioni.. 1
Tite
16
LLLLttt
TMN IN
theus Intit Port
ID. DirthTITTAD
Ron
cott
int
20 ft
U
UDIIULI.
BLOLUTI ITTIIIIIIIIIIIIIIIIIIIID
ta
(142631
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ દ્રવ્યોનું અવસ્થાન
* ઊંધા પડેલા શકોરા જેવો અધોલોક છે.
* થાળી જેવો મધ્યલોક છે.
* એક ઊભા શોરા પર બીજું ઊંધું શકારું મૂકો ને જે આકાર બને, તેના જેવો ઊર્ધ્વલોક છે.
* અધોલોક, ‘રત્નપ્રભા’ નારકીથી મહાતમઃપ્રભા નારકી સુધી સાત પ્રકારે છે. * મધ્યલોકમાં, જંબુદ્રીપથી માંડી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અસંખ્ય દ્વીપસમુદ્રો હોવાયી અનેક ભેદ છે.
* ઊર્ધ્વલોકમાં, સૌધર્મદેવલોકથી માંડી સિદ્ધશિલા[ઇષતુ પ્રાક્ભારા સુધી પંદર પ્રકારો છે.
* બાર દેવલોકના ૧૦ પ્રકાર ગણવામાં આવ્યા છે. આનત દેવલોક અને પ્રાણત દેવલોકનો એક પ્રકાર ગણવામાં આવ્યો છે અને આરણ દેવલોક તથા અચ્યુત દેવલોકનો એક પ્રકાર ગણવામાં આવ્યો છે. કારણ કે આનત-પ્રાણતનો સ્વામી એક ઇન્દ્ર છે અને આરણ-અચ્યુતનો સ્વામી એક ઇન્દ્ર છે. આ અપેક્ષાએ ૧૦ પ્રકાર બતાવ્યા છે.
૩૧૯
* નવ ત્રૈવેયકના ત્રણ પ્રકાર ગણવામાં આવ્યા છે. ત્રણ અધો ત્રૈવેયકનો એક, ત્રણ મધ્યમ ત્રૈવેયકનો બીજો અને ત્રણ ઊર્ધ્વ ત્રૈવેયકનો ત્રીજો પ્રકાર ગણ્યો છે.
* પાંચ અનુત્તર દેવલોકનો એક પ્રકાર ગણવામાં આવ્યો છે.
* પંદરમો પ્રકાર સિદ્ધશિલાનો બતાવ્યો છે.
આ રીતે ૧૦+૩+૧+૧=૧૫ પ્રકાર ઊર્ધ્વલોકના બતાવ્યા છે.
છ દ્રવ્યોના આધારભૂત ચૌદ રાજલોકનું સંક્ષેપમાં આ સ્વરૂપ બતાવવામાં આવ્યું. હવે એ છ દ્રવ્ય કેવી રીતે લોકમાં રહેલાં છે, તેનું નિરૂપણ ગ્રન્થકાર કરે છેઃ
y
છ દ્રવ્યોનું અવસ્થાન
लोकालोकव्यापकमाकाशं मर्त्यलौकिकः कालः । लोकव्यापि चतुष्टयमवशेषं त्वेकजीवो वा ।।२१३ ।।
For Private And Personal Use Only
અર્થ : આકાશદ્રવ્ય લોક અને અલોકમાં વ્યાપક છે. કાળનો વ્યવહાર મનુષ્યલોકમાં
જ છે. બાકીનાં ચાર દ્રવ્ય લોકવ્યાપી છે. એક જીવ પણ લોકવ્યાપી હોઈ શકે છે.
વિવેત્તન : ‘લોક’ અને ‘અલોક’ શબ્દો, ક્ષેત્રની અપેક્ષાએ જૈનદર્શનમાં
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
પ્રશમરતિ પ્રયોજાયેલા છે. આ લોક” અને “અલોક” છ દ્રવ્યોનું આધારભૂત ક્ષેત્ર છે. તેમાં આકાશ-દ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપક છે. “અલોકમાં લિોકની બહારનો પ્રદેશ અલોક છે. આકાશ-દ્રવ્ય સિવાય બીજું કોઈ દ્રવ્ય રહેતું નથી, જ્યારે ‘લોકમાં છએ દ્રવ્યોનું અસ્તિત્વ છે.
કાળ-દ્રવ્યનું અસ્તિત્વ સમગ્ર લોકમાં નથી હોતું, એનું અસ્તિત્વ માત્ર મર્યલોકમાં જ છે, અર્થાત્ અઢીદ્વીપમાં જ છે. કારણ કે કાળકૃત વ્યવહાર સૂર્ય-ચન્દ્રનું પરિભ્રમણની અપેક્ષાએ જ છે. અઢી દ્વીપમાં જ સૂર્ય-ચન્દ્રના પરિભ્રમણ છે. ઊર્ધ્વલોક, અધોલોક અને અઢી દ્વીપ સિવાયના મધ્યલોકમાં સૂર્ય-ચન્દ્રાદિનું પરિભ્રમણ નથી એટલે ત્યાં કાળનો વ્યવહાર (વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ) નથી.
જે અઢી દ્વિીપમાં કાળનો વ્યવહાર છે, એ અઢી લીપનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે :
આપણે જે ક્ષેત્રમાં રહ્યા છીએ એ ક્ષેત્ર છે જંબુદ્વિીપનું. જંબુદ્વીપમાં પણ, મેરુપર્વતથી દક્ષિણ દિશામાં આવેલા ભરતક્ષેત્રમાં આપણું અવસ્થાન છે. આ જંબુદ્વીપનો વ્યાસ એક લાખ યોજનાનો છે અને ઘેરાવો (પરિધ) ૩૧,૬૨,૨૭૩ ગાઉ છે.
આ જંબૂઢીપને ફરતો બે લાખ યંજનનો વ્યાસવાળો લવણસમુદ્ર છે. તેનો પરિધ લગભગ ૧૫૦૮૧૪૪ યોજનાનો છે.
લવણસમુદ્રને ફરતો ચાર લાખ યોજનના વ્યાસવાળો ધાતકીખંડ આવેલો છે તેનો પરિધિ ૪૧ ૧૦૯૬૧ યોજન છે.
* ધાતકીખંડને ફરતો ૮ લાખ યોજન પહોળો અને ૯૧૧૭૬૭પ યોજના પરિધિવાળો કાલોદધિ સમુદ્ર આવેલો છે. આ સમુદ્રમાં ભરતી-ઓટ હોતી નથી.
કાલોદધિ સમુદ્રને ફરતો ૮ લાખ યોજન પહોળો અને ૨૪૩૦૨૪૯ યોજન પરિધિવાળો અર્ધપુષ્કરદ્વીપ આવેલો છે.
પુષ્કરદ્વીપના મધ્ય ભાગમાં વલયાકારે માનુષોત્તર નામનો પર્વત આવેલો છે. આ પર્વત પુષ્કરદ્વીપના બે ભાગ કરે છે. તેના એક ભાગમાં જ મનુષ્યો. હોય છે. બીજા અડધા ભાગમાં મનુષ્યો નથી હોતા. આ રીતે (૧) જંબુદ્વીપ (૨) ધાતકીખંડ અને અડધો પુષ્કરદ્વીપ-આને અઢી દ્વીપ કહેવાય છે. આ અઢી દ્વિીપમાં જ મનુષ્યો હોય છે અને “કાળનો વ્યવહાર હોય છે.
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ દ્રવ્યોની સંખ્યા અને કર્તુત્વ
૩૭૧ અઢી દ્વીપની વિશેષ જાણકારી માટે “ક્ષેત્ર સમાસ', “બૃહત્સંગ્રહણી' અને ‘લોકપ્રકાશ' ગ્રન્થોનું અધ્યયન કરવું જોઈએ.
પ્રશ્ન : “એક જીવ પણ લોકવ્યાપી હોઈ શકે છે.” એમ કહેવામાં આવ્યું, તે કઈ અપેક્ષાએ?
ઉત્તર : “કેવલિ-સમુદ્દઘાતની વિશિષ્ટ ક્રિયામાં જીવ લોકવ્યાપી બને છે. કેવલિસમુદ્યાત'નું વિસ્તૃત વર્ણન આ જ ગ્રન્થમાં કારિકા ર૭૪ થી ૨૭૭માં કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ ક્રિયા કેવળજ્ઞાની આત્માઓ જ કરતા હોય છે. આયુષ્ય ઓછું હોય અને વેદનીય વગેરે કર્મોની સ્થિતિ વધારે હોય ત્યારે, એ સ્થિતિને આયુષ્યની સ્થિતિ જેટલી કરવા માટે આ સમુદ્ઘાત કરવામાં આવે છે. એ ક્રિયા દરમિયાન આત્માના પ્રદેશો સમગ્ર લોકમાં ફેલાય છે. આ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે કે, એક જીવ પણ લોકવ્યાપી હોઈ શકે છે.'
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ ચાર દ્રવ્યો ‘લોકમાં જ હોય અને લોકમાં સર્વત્ર હોય માટે લોકવ્યાપી' કહ્યાં છે.
છ દ્રવ્યોની સંખ્યા અને કર્તવ धर्माधर्माकाशानि एकैकमतः परं त्रिकमनन्तम्।
कालं विनास्तिकाया जीवमृते चाप्यकर्तृणि ।।२२४ ।। અર્થ : ધર્મ, અધર્મ અને આકાશ એક-એક છે. બાકીનાં ત્રણ દ્રવ્ય અનન્સ છે. કાળ વિના પાંચ દ્રવ્ય અસ્તિકાય છે, અને જીવ સિવાયનાં દ્રવ્યો અકર્તા છે. (માત્ર જીવ જ કર્તા છે.)
વિવેવન : સમગ્ર લોકમાં, ધર્માસ્તિકાય એક જ છે, અધર્માસ્તિકાય એક જ છે અને આકાશાસ્તિકાય પણ એક જ છે. આ ત્રણ દ્રવ્યો એક-એકની સંખ્યામાં છે, અરૂપી છે અને અખંડ છે. જ્યારે જીવાસ્તિકાય, પલાસ્તિકાય અને કાળ-આ ત્રણ દ્રવ્ય અનન્ત-અનન્ત છે! જીવો અનન્ત છે, પગલો અનન્ત છે અને કાળ અનન્ત છે. પ્રશ્ન : કાળ દ્રવ્ય અનન્ત કેવી રીતે? ઉત્તર : ભૂતકાળ અને ભવિષ્યકાળની અપેક્ષાએ કાળ અનન્ત છે, ભૂતકાળ અનન્ત વીત્યો છે અને ભવિષ્યકાળ અનન્ત ઊભો છે! વર્તમાનકાળ તો એક સમયનો જ હોય છે.
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
પ્રશમરતિ કાળના સમયો અનન્ત છે-એ અપેક્ષાએ કાળ અનન્ત કહેવાય. સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળને “સમય” કહેવાય છે.
આ છ દ્રવ્યોમાં “કાળ' સિવાયનાં પાંચ દ્રવ્ય અસ્તિકાય' કહેવાય છે. જેનું “અસ્તિત્વ' હોય અને જે પ્રદેશસમૂહરૂપે હોય તેને “અસ્તિકાય”ની સંજ્ઞા આપવામાં આવી છે.
જીવ અસંખ્ય પ્રદેશાત્મક છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશાત્મક છે, આકાશ અનન્ત પ્રદેશાત્મક છે અને પુદ્ગલ પણ અના પ્રદેશાત્મક છે, તેથી તે “અસ્તિકાય છે. કાળ પ્રદેશપ્રચય રૂ૫ ન હોવાથી તેને “અસ્તિકાયન કહેવાય. કાય” શબ્દ પ્રદેશોની બહુલતા બતાવવા જ પ્રયોજાયો
પ્રશ્ન : “અસ્તિકાય' શબ્દમાં “કાય’ શબ્દ દ્રવ્યના પ્રદેશોની બહુલતાની અપેક્ષાએ યોજાયો છે, પરંતુ “અસ્તિ” શબ્દ કોના અસ્તિત્વનો નિર્દેશ કરે છે?
ઉત્તર : તે તે દ્રવ્યના શાશ્વતું સ્વભાવના અસ્તિત્વનો નિર્દેશ કરે છે. જીવનો સ્વભાવ છે ચૈતન્ય, પુદ્ગલનો સ્વભાવ મૂર્તત્વ છે. ધર્મ-અધર્મ-આકાશનો સ્વભાવ અમૂર્તતા અને સકલ લોકવ્યાપિતા છે. આ ધ્રુવ સ્વભાવ છે.
આ છ દ્રવ્યોમાં “ક માત્ર જીવ દ્રવ્ય છે. કારણ કે તે ચેતન છે. ચેતન દ્રવ્યમાં જ કર્તૃત્વ સંભવે. અચેતન દ્રવ્યોમાં કર્તુત્વ ન ઘટી શકે. કારણ કે અજીવમાં, ચૈતન્યપૂર્વક અનુભૂતિ સંભવી શકતી નથી. “કર્તા અને ભોક્તા આત્મા જ છે', એની પુષ્ટિ કરતાં “પંચાસ્તિકાય' માં કહેવાયું છે :
एवं कत्ता भोत्ता होज्झं अप्पा सगेहि कम्मेहिं ।
हिंडती पारमपारं संसारं मोहसंछण्णो ।।६९ ।। મોહથી છવાયેલો આત્મા, પોતાનાં કર્મોના ઉદયથી કર્તા અને ભોક્તા હોય છે અને તે અનાદિ-અનન્ત સંસારમાં ભ્રમણ કરે છે.'
५१. जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आया । ___ अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ।।४ || - पञ्चास्तिकाये ५२. कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थ च - तत्त्वार्थभाष्ये/अ.पू/स.१ ५३. यथा चैतन्यमात्मनोऽकृत्रिमम्, मूर्तत्वं वा पुद्गलद्रव्यस्य, धर्मादीनाममूर्तत्वं - सकललोकव्यापिता गत्याधुपग्रहादिलक्षणानि च ध्रुवाण्येतानि । - तत्त्वार्थटीकायाम्।
अ० पू/स० १
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ દ્રવ્યોનાં કાર્ય
धर्मो मतिस्थितिमतां द्रव्याणां गत्युपग्रहविधाता | स्थित्युपकृच्चाधर्मोऽवकाशदानोपकृद्गगनम् ।।२१५ ।।
અર્થ : ગતિ અને સ્થિતિવાળાં દ્રવ્યોનું ધર્માસ્તિકાય ગતિ કરવામાં સહાયક છે, અધર્માસ્તિકાય સ્થિરતા કરવામાં સહાયક છું અને આકાશાસ્તિકાય અવકાશ આપનાર છે. વિવેચન : ધર્મ, અધર્મ અને આકાશ-આ ત્રણેય દ્રવ્યો અરૂપી છે, અમૂર્ત છે, એટલે ઈન્દ્રિયોથી આ દ્રવ્યોનું પ્રત્યક્ષ દર્શન ન થઈ શકે. આ દ્રવ્યોના અસ્તિત્વમાં અને સ્વરૂપનિર્ણય માં આગમ જ પ્રમાણભૂત છે. અલબત્ત આગમમાન્ય યુક્તિઓ પણ આ દ્રવ્યોના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
એક એવો સર્વસંમત સિદ્ધાન્ત છે કે કોઈપણ કાર્ય કારણ વિના નથી બનતું. કારણોના મુખ્ય બે પ્રકાર જૈનદર્શન બતાવે છે : ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. વિશ્વમાં ગતિશીલ અને સ્થિતિશીલ [ગતિશીલ પણ ખરા | દ્રવ્યો બે છે : જીવ અને પુદ્ગલ. ગતિ અને સ્થિતિ [ સ્થિરતા ] આ બે, દ્રવ્યોનાં કાર્ય છે. એટલે ગતિસ્થિતિનાં ઉપાદાન કારણ તા જીવ અને પુદૂગલ જ છે, પરન્તુ એનાં નિમિત્ત કારણ ધર્મ અને અધર્મ છે, અર્થાત્ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે.
6
ફાર્યની ઉત્પત્તિમાં નિમિત્ત કારણ અવશ્યતયા અપેક્ષિત હોય છે. આ નિમિત્ત કારણ, ઉપાદાન કારણથી ભિન્ન હોય. આ રીત જીવ અને પુદ્ગલની ગતિમાં નિમિત્ત કારણ તરીકે ધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે અને જીવ-પુદ્ગલની સ્થિતિમાં નિમિત્ત કારણ તરીકે અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
ગતિપરિણત જીવાની અને પુદ્ગલોની ગતિમાં સહજ રીતે જ ધર્મદ્રવ્ય સહાયક બને છે, જ્યારે જીવ-પુદ્દગલ દ્રવ્યો ગતિશીલ ન હોય ત્યારે બલાત્કારે ધર્મદ્રવ્ય ગતિ કરાવતું નથી. એવી રીતે જ્યારે જીવ-પુદ્ગલ દ્રવ્યો ગતિશીલ હોય ત્યારે અધર્મદ્રવ્ય બલાત્કારે સ્થિતિ કરાવતું નથી. જેમ પાણીમાં મત્સ્ય ગતિશીલ હોય છે ત્યારે ધર્માસ્તિકાય એની ગતિમાં સહાયક બને છે...એ વખતે અધર્માસ્તિકાય મત્સ્યનો ઊભો રાખતું નથી!
આ જ રીતે આકાશ દ્રવ્ય સહજતાથી જીવ-પુદ્દગલાણંદ દ્રવ્યોને અવકાશ આપે છે, અથવા કહો કે જીવાદિ દ્રવ્યાને સહજતાથી અવકાશ પ્રાપ્ત થયો છે, આધાર પ્રાપ્ત થયો છે.
५४. गदिकिरियाजुत्ताणं कारणभूढं सयमकज्जं ।
'ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव । - पञ्चस्तिकाये / श्लोकः ८४/८६
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
પ્રશમરતિ જેમ સ્વયં જે ખેતી કરતા કિસાનોને વર્ષા સહાય કરે છે! પરંતુ ખેતી નહીં કરતા કિસાનોને બલાત્કારે તે ખેતી કરાવતી નથી.
જેમ મેઘગર્જનાને સાંભળીને બગલીને ગર્ભાધાન થાય છે કે પ્રસવ થાય છે, પરંતુ સ્વયં બગલી પ્રસવ ન કરે તો મેઘગર્જના બલાત્કારે પ્રસવ કરાવતી નથી.
છે જેમ ધર્મોપદેશ સાંભળીને મનુષ્ય પાપત્યાગ કરે છે, પરંતુ મનુષ્ય પાપત્યાગ ન કરતો હોય તો ધર્મોપદેશ બલાત્કાર કરીને પાપત્યાગ નથી કરાવતો. -
આ રીતે જીવ અને પુદ્ગલની ગતિ-સ્થિતિમાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય સહજતાથી સહાયક બને છે, બલાત્કારે નહીં. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ અને આકાશ-આ ત્રણય દ્રવ્યો પ્રેરક કારણ નથી, પરંતુ ઉદાસીન કારણ છે. તેમનું અસ્તિત્વ જ કાર્ય કરે છે.
પુદ્ગલ દ્રવ્યના ઉપકાણે स्पर्शरसगन्धवर्णाः शब्दो बन्धश्च सूक्ष्मता स्थौल्यम् ।
संस्थानं भेदतमश्छायोद्योतातपश्चेति ।।२१६।। कर्मशरीरमनोवाग्विचेष्टितोच्छ्वासदुःखसुखदाः स्युः ।
जीवितमरणोपग्रहकराश्च संसारिणः स्कन्धाः ।।२१७।। અર્થ : સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સુમતા, સ્થલતા, આકાર, ખંડ, અંધકાર, છાયા, પ્રકાશ ચિન્દ્રન અને તાપ સૂર્યનો સંસારી જીવોનાં કર્મ, જ્ઞાનાવરણાદિ| શરીર, મન-વચન-ક્રિયા, શ્વાસ, ઉચ્છવાસ, સુખ-દુ:ખ આપનારા સ્કંધપુદ્ગલો) છે, જીવન અને મરામાં સહાયક સ્કંધો છે. આ બધા પુદ્ગલના ઉપકારો છે.)
વિવેવન : પુદ્ગલ દ્રવ્યનાં અનેક કાર્ય છે. અહીં આ બે કારિકામાં તેમાંનાં થોડાંક કાર્યો બતાવવામાં આવ્યાં છે. પુદ્ગલનાં કાર્યોને પુદ્ગલના ઉપકાર' કહેવામાં આવ્યા છે. અલબત્ત, પુદ્ગલ દ્રવ્ય અચેતન છે. તે અકર્તા છે, છતાં એ ઉપકાર કરે છે' આ વાક્યપ્રયોગ જે કરવામાં આવ્યો છે તે માત્ર ઔપચારિક છે,
જીવાત્મા જે મૂ-કઠોર આદિ સ્પર્શ અનુભવું છે, ખાટો-મીઠો વગેરે રસ અનુભવે છે, સુગન્ધ-દુર્ગન્ધ અનુભવે છે, લાલ-પીળ આદિ વર્ણ જુએ છે,
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭પ
કાળ અને જીવનાં લક્ષણ ધીમો તીવ્ર આદિ શબ્દ સાંભળે છે, તે બધા પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે! સ્પર્ધાદિ પુદ્ગલ દ્રવ્યના જ ગુણ છે.
કર્મપુદગલોના આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરન્યાયે જે બંધ થાય છે, તે પણ પુદ્ગલ દ્રવ્યનું જ કાર્ય છે. પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર છે. અનન્તપ્રદેશી પુદ્ગલસ્કંધોનું સુક્ષ્મ થવું અને સ્થૂલ થવું એ પુદ્ગલનાં કાર્ય છે. આકાશમાં જે વાદળ થાય છે, ઈન્દ્રધનુષ્ય રચાય છે.વગેરે પુગલ દ્રવ્યોનાં કાર્ય છે. સમચતુરસ્ત્ર આદિ સંસ્થાન-આકારો પણ પુદ્ગલ-દ્રવ્યનું સર્જન છે. ખંડ થવા, ટુકડા થવા એ પુદ્ગલનું કામ છે અને અંધકાર તથા છાયા પણ પુદ્ગલ દ્રવ્યનું કાર્ય છે.
ચન્દ્ર, તારા વગેરેનો પ્રકાશ-ઉદ્યોત પુદ્ગલનો ઉપકાર છે અને સૂર્યનો આતપ પણ પુદ્ગલનો ઉપકાર છે.
જ્ઞાનાવરણ આદિ કર્મો, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કર્મણ શરીરો, આ પદ્ગલ દ્રવ્યનાં સર્જન છે. જીવાત્માની પ્રત્યેક ક્રિયા અને શ્વાસોચ્છવાસ પુલનાં કાર્ય છે. જેને આપણે સુખ અને દુઃખ કહીએ છીએ, તે પણ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે.
જીવન પર અનુગ્રહ કરનારાં ઘી-દૂધ વગેરે મુદ્દગલો અને મૃત્યુનાં કારણભૂત દ્રવ્યો ઝેર વગેરે પણ પુદ્ગલ દ્રવ્યનાં કાર્ય છે.
આ બધાં પુદ્ગલ દ્રવ્યનાં કાર્યો સ્કંધરૂપે પરિણત પુગલ-દ્રવ્યો પણ જીવદ્રવ્ય સાથે જોડાય છે ત્યારે જ આ કાર્ય કરી શકે છે. સુખદુઃખનાં કન્ડ જીવાત્મામાં જે ઉત્પન્ન થાય છે તે પુદ્ગલ-દ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થાય છે. માટે તેને પુદ્ગલ દ્રવ્યનું કાર્ય કહ્યું છે.
કાળ અને જીવનાં લક્ષણ परिणामवर्तनाविधिः परापरत्वगुणलक्षण: कालः ।
सम्यक्त्वज्ञानचारित्रवीर्यशिक्षागुणा: जीवाः ।।२१८ ।। અર્થ : પરિણામ, વર્તનાનો વિધિ, પરત્વ-અપરત્વ ગુણ, કાળનાં લક્ષણ છે. સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર; વીર્ય અને શિક્ષા- જીવના ગુણ છે.
વિવેચન : ગ્રન્થકાર શ્રીમદ્ ઉમાસ્વાતિજી કાળને સ્વતંત્ર દ્રવ્ય માનીને તેના ઉપકારો બતાવે છે.
પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના, દ્રવ્યમાં થતી પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિત્તનું નામ પરિણામ.
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬.
પ્રશમરતિ પોતપોતાની પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન પાંચ દ્રવ્યોને નિમિત્તરૂપે પ્રેરણા કરવી તેનું નામ વર્તના.
પરત્વ એટલે યેષ્ઠત્વ અને અપરત્વ એટલે કનિષ્ઠત્વ.
સ્ત્રી યોગ્ય સમયે ગર્ભ ધારણ કરે છે, પુત્રને જન્મ આપે છે, આ કાળનો પ્રભાવ છે. દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી માખણ બને છે. ઘી બને છે. આ કાળનું કાર્ય છે. જમીનમાંથી અંકુર ફૂટે છે..છોડ થાય છે...તેના પર ફળ આવે છે. તેમાં પ્રેરક છે આ કાળદ્રવ્ય! કાળા વાળ ધોળા થાય છે, નવું વસ્ત્ર જૂનું થાય છે..આ છે કાળના પરિણામ. છ ઋતુઓનું વિભાગીકરણ પણ કાળકૃત છે.
અતીત-અનાગત અને વર્તમાનનો વ્યવહાર કાળકૃત છે. મોટા નાનાનો વ્યવહાર પણ કાળકૃત છે. પુદ્ગલ દ્રવ્યમાં રૂપ-રસાદિનાં પરિવર્તનમાં કાળદ્રવ્ય પ્રેરક છે. જીવમાં જ્ઞાન-દર્શનાદિના ઉપયોગનું પરિવર્તન પણ કાળકૃત છે. આ રીતે કાળદ્રવ્ય સમગ્ર વિશ્વ પર છવાયેલું છે!
કારિકાના અર્ધ ભાગમાં કાળદ્રવ્યનું લક્ષણ બતાવે છે. તત્ત્વાર્થસૂત્રમાં આ જ ગ્રન્થકારે કાર્ય દ્વારા જીવનું લક્ષણ બતાવ્યું છે. અહીં આ ગ્રન્થમાં ગુણો દ્વારા જીવનું લક્ષણ બતાવે છે. ૧. સમ્પર્વ નિસ્વાર્થ શ્રદ્ધાનરૂ૫ | ૨. જ્ઞાન મતિ-વૃતાદિરૂપ ] ૩. ચારિત્ર ક્રિયાનુષ્ઠાનરૂપ ] ૪. વીર્ય શિક્તિવિશેષ | ૫. શિક્ષાલિપિ-અક્ષરાદિ જ્ઞાનરૂપી
જીવના આ મુખ્ય પાંચ ગુણ જીવમાં જ ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવાય કે “જીવ આ ગુણો પેદા કરે છે...' એ રીતે જીવને ઉપકારી કહી શકાય.
આ રીતે છએ દ્રવ્યોનાં કાર્ય બતાવીને, ગ્રન્થકાર અજીવ દ્રવ્યનું વર્ણન પૂર્ણ કરે છે.
ઉ૫. પરસ્પરોપગ્ર કૌવાના - તત્ત્વાર્થસૂત્ર પ્ર. ૬ સૂ. ૨૧
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુથ અને પાપ पुद्गलकर्म शुभं यत् तत् पुण्यमिति जिनशासने दृष्टम् ।
यदशुभमथ तत्पापमिति भवति सर्वज्ञनिर्दिष्टम् ।।२१९ ।। અર્થ : જે પુદ્ગલ-કર્મ શુભ છે તે પુણ્ય છે, એવું જિનશાસનમાં જોવાયું છે. જે અશુભ છે તે પાપ છે, એવું સર્વજ્ઞ વડે કહેવાયેલું છે.
વિવેચન : જ્યાં સુધી કાર્મણવર્ગણાનાં પુગલ જીવ ગ્રહણ નથી કરતો ત્યાં સુધી એ પુદ્ગલો શુભ કે અશુભ નથી હોતાં. યોગ વડે જ્યારે એ કામણવર્ગણાનાં પુગલ જીવ ગ્રહણ કરે છે ત્યારે તેના બે ભેદ પડે છે : શુભ અને અશુભ. શુભ કર્મને પુણ્ય-પ્રકૃતિ કહેવામાં આવે છે અને અશુભ કર્મને પાપ-પ્રકૃતિ કહેવામાં આવે છે. જે પુદ્ગલ-કર્મ આત્મા સાથે જોડાઈને સુખનો અનુભવ કરાવે તેને પુણ્ય-પ્રકૃતિ કહેવાય અને જે પુગલ-કર્મ આત્મા સાથે જોડાઈને દુ:ખનો અનુભવ કરાવે તેને પાપ-પ્રકૃતિ કહેવાય. પુણ્યપ્રકૃતિ ૪૨ છે : ૧. સાતા-વેદનીય : આ કર્મના ઉદયથી શરીરનું સુખ મળે. ૨. ઉચ્ચ ગોત્ર : આ કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય. ૩. દેવ-આયુષ્ય : દેવગતિનું આયુષ્ય મળે. ૪. મનુષ્ય-આયુષ્ય : મનુષ્યગતિનું આયુષ્ય મળે. ૫. તિર્યંચ-આયુષ્ય : તિર્યંચગતિનું આયુષ્ય મળે. ૩. મનુષ્ય-ગતિ : મનુષ્ય-ગતિમાં જન્મ મળે. ૭. મનુષ્ય-આનુપૂર્વી: આ કર્મ જીવને મનુષ્ય-ગતિમાં લઈ આવે. ૮. દેવ-ગતિ : દેવ-ગતિમાં જન્મ મળે. ૯. દેવ-આનુપૂર્વી : આ કર્મ જીવને દેવ-ગતિમાં લઈ આવે. ૧૦. પંચેન્દ્રિય-જાતિ : જીવને પંચેન્દ્રિયપણું મળે.
૧૧. ઓદારિક-શરીર : મનુષ્ય અને તિર્યંચનાં શરીર ઔદારિક પગલાથી બને. આ કર્મના ઉદયથી જીવ પોતાના શરીરયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે.
૧૨. વૈક્રિય-શરીર : દેવ અને નારકીનાં શરીર “વૈક્રિય” પગલોનાં બને. આ કર્મના ઉદયથી વિવિધ ક્રિયા કરી શકે એવા શરીરની પ્રાપ્તિ થાય.
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
762
પ્રશમરતિ
૧૩. આહારક-શરીર : આ કર્મનો ઉદય ચૌદ પૂર્વોના જ્ઞાની મહર્ષિને હોય. તેઓ તીર્થંકરનું સમવસરણ જોવા, શંકાનું સમાધાન કરવા એક હાથ પ્રમાણનું આહારક શરીર બનાવીને તીર્થંકર પાસે જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. તેજસ-શરીર : આ કર્મના ઉદયથી આહાર પચાવનાર અને ‘તેજાલેશ્યા’ માં હેતુભૂત શરીરની પ્રાપ્તિ થાય.
૧૫. કાર્મણ-શરીર : સર્વ શરીરોનાં મૂળ કારણરૂપ અને આઠ કર્મોના વિકાસરૂપ ‘ફાર્મણ’ શરીર પ્રાપ્ત થાય.
:
૧૬, ઔદારિક-અંગોપાંગ ઔદારિક શરીરનાં અંગોપાંગ મળે. ૧૭. વૈક્રિય-અંગોપાંગ : વૈક્રિય શરીરનાં અંગોપાંગ મળે.
૧૮. આહારક-અંગોપાંગ : આહારક શરીરનાં અંગોપાંગ મળે,
૧૯. વજ્ર-ઋષભ-નારાય-સંઘયણ : બે બાજુ મર્કટબંધ, ઉપર પાટો અને તેના પર ખીલી. આવો હાડકાંનો બાંધો આ કર્મના ઉદયથી મળે.
૨૦. સમચતુરસ સંસ્થાન ઃ પર્યંકાસને પલાંઠી વાળીને બેસતાં જે શરીરની ચારે બાજુ સરખી હોય તેવી શરીરાકૃતિ.
૨૧. શુભ વર્ણ : શરીરના શ્વેત, પીત અને લાલ રંગની પ્રાપ્તિ થાય.
૨૨. શુભ ગંધ : શરીરની ગંધ શુભ પ્રાપ્ત થાય.
૨૭. શુભ રસ ઃ શરીરનો સ્વાદ શુભ હોય,
૨૪. શુભ સ્પર્શ : શરીરનો સ્પર્શ હળવો, સુંવાળો અને પ્રિય હોય.
૨૫. અગુરુ-લઘુ : બહુ ભારે નહીં, બહુ હલકું નહીં, એવું મધ્યમ વજનદાર શરીર મળે.
૨૬. પરાઘાત : બળવાનને પણ જીતવા સમર્થ બને.
૨૭. શ્વાસોચ્છવાસ : શ્વાસોચ્છ્વાસ સુખરૂપ લઈ શકાય.
૨૮. આતપ : સૂર્યની જેમ પોતે શીતલ હોય અને બીજાને તાપ કરે,
૨૯. ઉદ્યોત : ચન્દ્ર જેવા શીતળ અને પ્રકાશવાળા શરીરની પ્રાપ્તિ થાય.
૩૦. શુભ-વિહાયોગતિ : હાથી-હંસ જેવી સારી ચાલ મળે,
૩૧. નિર્માણ : સુથારે ઘડેલી પૂતળીની જેમ અંગોપાંગ યોગ્ય સ્થળે ગોઠવાય. ૩૨. ત્રસ : બેઇન્દ્રિયાદિ શરીરની પ્રાપ્તિ થાય.
૩૩. બાદર : ચર્મચક્ષુથી જોઈ શકાય એવું મોટું શરીર મળે.
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પુણ્ય અને પાપ
૩૪. શુભ : નાભિ ઉપરનું શરીર પ્રમાણોપેત મળે. ૩૫. પર્યાપ્ત : પોતાની પર્યાપ્તિ પૂરી કરે. ૩૬. પ્રત્યેક : એક શરીરમાં એક જીવપણું મળે, ૩૭. સ્થિર : હાડકાં કૂદાંત વગેરે સ્થિર રહે.
૩૮. સૌભાગ્ય : લોકપ્રિયતા મળે, જ્યાં પગલાં પડે ત્યાં લોકોને ગમે.
૩૯. સુસ્વર : વાણી મધુર અને પ્રિય મળે.
૪૦. આઠેય : લોકોમાં વચન માન્ય થાય.
૪૧, યશ : લોકમાં યશકીર્તિ ફેલાય, ૪૨. તીર્થંકર : ત્રિભુવન-પૂજ્ય તીર્થંકર બને. પાપપ્રકૃતિ ૮૨ છે :
૧. મતિજ્ઞાનાવરણ : મતિજ્ઞાનને ઢાંકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. શ્રુતજ્ઞાનાવરણ : શ્રુતજ્ઞાનને ઢાંકે.
૩. અવધિજ્ઞાનાવરણ : અવધિજ્ઞાનને ઢાંકે.
૪. મન:પર્યવજ્ઞાનાવરણ : મન:પર્યવજ્ઞાનને ઢાંકે,
૫. કેવળજ્ઞાનાવરણ : કેવળજ્ઞાનને ઢાંકે.
૬. ચક્ષુદર્શનાવરણ : ચક્ષુદર્શનને ઢાંકે.
૭. અચક્ષુદર્શનાવરણ : ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો પર અસર કરે.
૮. અવધિદર્શનાવરણ : અવધિદર્શનને ઢાંકે.
૯. કેવળદર્શનાવરણ : કેવળદર્શનને ઢાંકે,
૧૦. નિદ્રા ઃ એવી નિદ્રા આવે કે જે નિદ્રામાંથી સુર્ખ કરીને જાગે, ૧૧, નિદ્રાનિદ્રા : એવી નિદ્રા આવે કે જે નિદ્રામાંથી પરાણે જાગે. ૧૨. પ્રચલા : બેઠાં બેઠાં અને ઊભાં ઊભાં નિદ્રા આવે.
For Private And Personal Use Only
266
૧૩. પ્રચલા-પ્રચલા : ચાલતાં-ચાલતાં ઊંઘ આવે.
૧૪. થિણદ્ધિ : દિવસે ચિંતવેલું કામ રાત્રે નિન્દ્રાવસ્થામાં, જાગતાની જેમ કરે. ૧૫. મિથ્યાત્વ મોહનીય : વીતરાગના વચન પર શ્રદ્ધા ન થાય. ૧૬. થી ૧૯. અનન્તાનુબંધી કષાય : ક્રોધ-માન-માયા લોભ-સમ્યક્ત્વને રોકે. ૨૦ થી ૨૩. અપ્રત્યાખ્યાની કષાય : ક્રોધાદી ચાર, દેશ-વિરતિને રોકે.
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
પ્રશમરતિ ૨૪ થી ૨૭. પ્રત્યાખ્યાન કષાય : ક્રોધાદિ ચાર સર્વે-વિરતિને રોકે. ૨૮ થી ૩૧. સંજ્વલન કષાય : ક્રોધાદિ ચાર યથાખ્યાત ચારિત્રને રોકે. ૩૨. હાસ્ય : જેના ઉદયથી હાસ્ય આવે. ૩૩. રતિ : જેના ઉદયથી ખુશી થાય. ૩૪. અરતિ : જેના ઉદયથી અરુચિ થાય. ૩પ. ભય : જેના ઉદયથી ભય લાગે. ૩૭. શોક : જેના ઉદયથી શોક-આક્રન્દ આદિ થાય. ૩૭. જુગુપ્સા : જેના ઉદયથી બીજા તરફ ધૃણા થાય. ૩૮. પુરુષવેદ : જેના ઉદયથી મૈથુન સ્ત્રિી સાથે સેવવાની ઇચ્છા થાય. ૩૯. સ્ત્રીવેદ : જેના ઉદયથી પુરુષ સાથે મંથન સેવવાની ઇચ્છા થાય.
૪૦. નપુંસકવેદ : જેના ઉદયથી સ્ત્રી-પુરુષ બંને સાથે મૈથુન સેવવાની ઇચ્છા થાય.
૪૧. દાનાન્તરાય : આ કર્મના ઉદયથી, પોતાના ઘરમાં આપવા યોગ્ય વસ્તુ હોવા છતાં, દાનનું ફળ જાણવા છતાં, દાન આપી શકે નહીં.
૪૨. લાભાન્તરાય : આ કર્મના ઉદયથી, દાતાની પાસે વસ્તુ હોવા છતાં, માગનાર પાત્ર હોવા છતાં, ઈચ્છિત વસ્તુ મળે નહીં.
૪૩. ભોગાન્તરાય : આ કર્મના ઉદયથી, પોતે યુવાન છતાં સુરૂપ હોવા છતાં, ભાગ્ય વસ્તુ મળવા છતાં ભાગવી ન શકે.
૪૪. ઉપભોગાન્તરાય : યુવાન અને સુરૂપ હોવા છતાં, આ કર્મના ઉદયથી ઉપભોગ્ય વસ્તુ પાસે હોવા છતાં ભોગવી શકે નહીં.
૪૫. વિર્યાન્તરાય : આ કર્મના ઉદયથી જીવ નિર્વીર્ય થાય. ૪૬. તિર્યંચગતિ : તિર્યંચ-ગતિમાં ઉત્પન્ન થાય. ૪૭. તિર્યંચ-આનુપૂર્વી : તિર્યંચની આનુપૂર્વ પ્રાપ્ત થાય. ૪૮. નરક ગતિ : નરકગતિમાં ઉત્પન્ન થાય ૪૯. નરક-આનુપૂર્વી : નરકની આનુપૂર્વી પ્રાપ્ત થાય, ૫૦. એકેન્દ્રિય જાતિ : એકેન્દ્રિયપણું મળે. (પૃથ્વી, પાણી. આદિ) ૫૧. બેન્દ્રિય જાતિ : બંઇન્દ્રિયપણું મળે. (શંખ, કોડા...આદિ)
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્ય અને પાપ
३८१ પર. તે ઇન્દ્રિય જાતિ : ઇન્દ્રિયપણું મળે. (માંકડ, જૂ, કીડી...આદિ) પ૩. ચઉરિદ્રિય જાતિ : ચઉરિન્દ્રિયપણું મળે. (વીંછી, ભમરા.આદિ) પ૪. અશુભ વિહાયોગતિઃ ઊંટ, ગધેડાં જેવી ચાલવાની અશુભ ગતિ મળે. ૫૫. ઉપઘાત : પોતાના અવયવ વડે પોતે જ હણાય. (રસોળી, પડજીભી વગેરે) પક, અશુભ વર્ણ: શરીરનો વર્ણ અશુભ મળે. પ૩, અશુભ ગંધ : શરીરની ગંધ અશુભ મળે. ૫૮. અશુભ રસ : શરીરનો રસ અશુભ મળે. ૫૯. અશુભ સ્પર્શ : શરીરનો સ્પર્શ અશુભ મળે. ૧૦. ઋષભનારાચ-સંઘયણ : હાડકાંના બાંધા ખીલી વિનાના મળે.
૧. નારાચ-સંઘયણ : હાડકાંના બાંધા ખીલી અને પાટા વિનાના મળે. ફર. અર્ધનારાચ-સંઘયણ : હાડકાંનો બાંધો એક તરફ જ હોય. ઉ૩, કીલિકા : હાડકાંનો બાંધી માત્ર એક ખીલીના આધારે હોય. ૬૪. છેવ : હાડકાં માત્ર પરસ્પર મળીને રહેલાં હોય.
ઉપ. ન્યઘોઘપરિમંડલ સંસ્થાન : નાભિ ઉપરનું શરીર લક્ષણયુક્ત હોય, નીચનું નહીં.
ઉક. સાદિ-સંસ્થાન : નાભિથી નીચેનું શરીર લક્ષણયુક્ત હોય, ઉપરનું નહીં.
૬૭. વામન-સંસ્થાન : પેટ, છાતી લક્ષણયુક્ત હોય. હાથ, પગ, માથું, ડોક પ્રમાણરહિત હોય.
૧૮. કુન્જ-સંસ્થાન ? હાથ-પગ-માથું-ડોક પ્રમાણસર હોય, પેટ-છાતી-પીઠ પ્રમાણરહિત હોય. ૧૯. હુંડક સંસ્થાન સર્વ અવયવો પ્રમાણરહિત હોય. ૭૦. સ્થાવર: સ્થાવરપણું મળે. ૭૧. સૂક્ષ્મ : આંખે ન દેખાય તેવા સૂક્ષ્મ જીવત્વની પ્રાપ્તિ હોય. ૭૨. અપર્યાપ્ત : પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે. ૭૩. સાધારણ અનંત જીવને ભેગું એક શરીર મળે. ૭૪. અસ્થિર : દાંત આદિ અવયવ અસ્થિર મળે.
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
પ્રશમરતિ ૭૫. અશુભ : નાભિથી નીચેનું અંગ બીજાને અડવાથી અશુભ લાગે. ૭૬. દુર્ભાગ્ય : લોકોને અપ્રિય લાગે. ૭૭. દુઃસ્વર : કાગડા-ગર્દભ જેવો ખરાબ સ્વર મળે. ૭૮, અનાદેય : લોકોમાં વચન માન્ય ન થાય. ૭૯. અપયશ : લોકોમાં અપકીર્તિ થાય. ૮૦. નરક-આયુષ્યઃ નરકગતિનું આયુષ્ય મળે. ૮૧. અશાતા-વેદનીય : શારીરિક દુઃખ મળે. ૮૨. નીચ ગોત્ર : નીચ કુળમાં જન્મ મળે. આ રીતે ૪૨ પુણ્ય પ્રકૃતિ અને ૮૨ પાપ પ્રકૃતિનું સંક્ષેપમાં વર્ણન કર્યું.
આસવ અને સંવર योग: शुद्धः पुण्याश्रवस्तु पापस्य तद्विपर्यासः ।
वाक्कायमनोगुप्तिर्निराश्रवः संवरस्तूक्तः । ।२२०।। : શુદ્ધ યાંગ પુણ્યનો આસવ છે. અશુદ્ધ યોગ પાપનો આસવ છે. મન-વચનકાયાની ગુપ્તિ નિરાસવ છે, અર્થાત્ તે સંવર કહેવાય છે. - વિવેચન : મન, વચન અને કાયાની ક્રિયાને યોગ' કહેવામાં આવ્યો છે.
ત યોગ જ “આસવ' છે. આત્માની સાથે કર્મોનો સંબંધ કરાવનાર હોવાથી તેને આસ્રવ કહેવામાં આવે છે.
તાત્ત્વિક દૃષ્ટિએ, વિર્યાન્તરાય કર્મના ક્ષયથી કે ક્ષયપશમથી તથા પુદ્ગલોના આલંબનથી થતો આત્મપ્રદેશનો પરિસ્પંદ-કંપન ક્રિયા, તેને યોગ કહેવાય છે.
આ મન-વચન-કાયાનો યોગ જ્યારે શુદ્ધ (શુભ) હોય ત્યારે પુણ્યાસવ બને છે અને અશુદ્ધ (અશુભ હોય ત્યારે પાપાસવ બને છે.
આગમ (જિનવચન વિહિત વિધિ મુજબ જ્યારે મન-વચન-કાયાની પ્રવૃત્તિ થાય છે ત્યારે પુણ્ય કર્મનો આત્મામાં આસ્રવ થાય છે. અર્થાત્ પુણ્યકર્મ આત્મામાં વહી આવે છે. સ્વેચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પાપકર્મનો આત્મામાં આસવ થાય છે. અર્થાતુ પાપકર્મ આત્મામાં વહી આવે છે.
५६. स एष त्रिविधोऽपि योग आस्रवसंज्ञो भवति। - तत्त्वार्थभाष्ये। अ. ६. सू. २ ૫૭. શુમ પુચ અશુમ પાપરચા - તસ્વાર્થ ૨. ૩-૪
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७८३
'પદ
નિર્જરા-બંધ અને મોક્ષ
દયા, દાન, બ્રહ્મચર્ય પાલન આદિ શુભ કાયયોગ છે. નિરવદ્ય સત્યભાષણ. મૃદુ તથા સભ્ય ભાષણ શુભ વચનયોગ છે. મૈત્રી, પ્રમોદ આદિના વિચારો શુભ મનોયગ છે.
હિંસા-ચોરી-અબ્રહ્મસેવન આદિ અશુભ કાયયોગ છે. સાવદ્ય-મિથ્યા-કઠોર ભાષણ અશુભ વચનયોગ છે. બીજાના અહિતનો વિચાર, બીજાના વધનો વિચાર...આદિ અશુભ મનોયોગ છે.
આસવનો નિરોધ તે સંવર. કર્મબંધના હેતુઓ આસવ કહેવાય છે, તે હેતુઓને રોકવા તે સંવર છે. જેટલા પ્રમાણમાં આ આસવો રોકાય તેટલા પ્રમાણમાં આત્મવિશુદ્ધિ થાય. મન-વચન-કાયાની ગુપ્તિથી આસવોને રોકી શકાય. આ જ ગ્રંથકારે તત્ત્વાર્થસૂત્રમાં સંવરના બીજા પણ ઉપાયો બતાવ્યા છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીપહજય અને ચારિત્ર વડે આસવોનો સંવર થઈ શકે છે. અર્થાત્ મનવચન-કાયાના યોગો નિયંત્રિત બને છે. આ આસવ-સંવરના ભેદોનું વિસ્તૃત વર્ણન “નવતત્ત્વપ્રકરણ” તથા “તત્ત્વાર્થસૂત્ર ટીકા' આદિ ગ્રંથામાં પ્રાપ્ત થાય છે.
નિશાબંઘ આવો મોક્ષ संवृततपउपधानं तु निर्जरा कर्मसन्ततिवन्धः। वन्धवियोगो मोक्षस्त्विति संक्षेपानव पदार्थाः ।।२२१।। અર્થ : સંવરથી યુક્ત જીવનું તપ-ઉપધાન તે નિર્જરા, કર્મોની સંતતિ તે બંધ, બંધન વિયોગ અભાવ તે મોક્ષ. આ રીતે સંક્ષેપમાં નવ પદાર્થો તત્ત્વો) બતાવ્યા.
વિવેચન : નિર્જરા એટલે કર્મોનો આંશિક તથા સર્વથા ક્ષય. તપશ્ચર્યાથી આ કર્મનિર્જરા થાય છે. પરંતુ તપશ્ચર્યા કરનાર આત્મા સંવૃત્ત જોઈએ. સંવૃત્ત આત્માની તપશ્ચર્યા નિર્જરાનો હેતુ બને છે. સમિતિયુક્ત, ધર્મધ્યાનયુક્ત, અનુપ્રેક્ષાયુક્ત, ચારિત્રયુક્ત અને પરીષહવિજેતા આત્માની તપશ્ચર્યા વિપુલ કર્મનિર્જરા કરે છે...એની તપશ્ચર્યા “તપ-ઉપધાન બને છે અર્થાત્ આત્મ-સુખનું કારણ બને છે. સુખના હેતુને ઉપધાન” કહેવામાં આવ્યો છે.
તપના બાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. છ પ્રકારના બાહ્ય તપ અને છ ૬૮. માસ્ત્રપરિધર સંવર: - તત્ત્વાર્થો , . ૧ ૬૨. ન ગતિ-સતિ-ધર્માનુપ્રેક્ષા-પરીષદના-ચારિત્રઃ I - સ્વાર્થે મ. ૨, ફૂ. ૨ ૬૦. જુઓ આ ગ્રંથની ૧૭૫૧૭૬ કારિકા.
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८४
પ્રશમરતિ
પ્રકારના અત્યંતરપ બતાવવામાં આવ્યા છે. બાહ્ય તપ અત્યંતર તપમાં પહોંચવા માટે કરવાનો છે. બાહ્ય તપથી થતી નિર્જરા કરતાં અત્યંતરતપથી વિશેષ કૃર્મનિર્જરા થાય છે.
ગ્રન્થકારે ‘બન્ધ’ તત્ત્વની ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે. કર્મોની સંતતિ તે બંધ! સકર્મા જીવ જ કર્મબંધ કરે છે. જેમ સાયી જીવ કર્મબંધ કરે છે તેમ અકષાયી જીવ પણ શાતાવેદનીય કર્મનો બંધ કરે છે. તત્ત્વાર્થસૂત્રમાં આ જ ગ્રન્થકારે ‘બંધ'ની વ્યાખ્યા સકષાયી જીવોને અનુલક્ષીને કરી છે.
51
" सकषायत्वाज्जीवः कर्मणां योग्यान् पुद्गलानादत्ते स वन्धः !
‘જીવ અકષાયી હોવાથી કર્મને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે, તે બંધ કહેવાય.' આ જ ગ્રન્થકાર અહીં ‘પ્રશમરતિ'માં બંધની પરિભાષા ‘ર્મરન્તતિબંધ કરે છે. આ વ્યાખ્યા વધુ સ્પષ્ટ છે. આત્મા કર્મથી જ કર્મને ગ્રહણ કરે છે! અકર્મા જીવ કર્મ ગ્રહણ નથી કરતો. કર્મબંધનું વિસ્તૃત સ્વરૂપ, આ જ ગ્રંથમાં કારિકા ૩૪ થી ૫૬ સુધીમાં બતાવાયું છે.
‘મોક્ષ’ની વ્યાખ્યા કરતાં ગ્રંથકાર કહે છે : 'વવિયો મોક્ષઃ કર્મબંધનો અભાવ તે મોક્ષ! તત્ત્વાર્થ સૂત્રમાં 'સ્ત્વવર્મક્ષયો મોક્ષઃ′ સંપૂર્ણ કર્મનો ક્ષય થવો એ મોક્ષ! આ વ્યાખ્યા કરવામાં આવી છે. બંને વ્યાખ્યાઓ એક જ અર્થનું પ્રતિપાદન કરે છે. સર્વ કર્મનો ક્ષય થઈ જાય પછી કર્મબંધ થાય જ નહીં! કર્મોથી સર્વથા મુક્ત બનેલા આત્માને કર્મબંધ થતો નથી. આ જ મોક્ષ છે જીવો.
આ રીતે ગ્રન્થકારે જીવ તત્ત્વનું અને અજીવ તત્ત્વનું કંઈક વિસ્તૃત અને બાકીનાં સાત તત્ત્વોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે.
સમ્યગદર્શન
एतेष्वध्यवसायो योऽर्थेषु विनिश्चयेन तत्त्वमिति । सम्यग्दर्शनमेतच्च तन्निसर्गादधिगमाद्वा ।। २२२ ।।
शिक्षागमोपदेशश्रवणान्येकार्थकान्यधिगमस्य ।
પાર્થ: પીળામાં મતિ નિસર્યા સ્વભાવશ્ય ||૨૨૩||
અર્થ : આ જીવાદિ પદાર્થોમાં પરમાર્થથી ‘આ જ તત્ત્વ છે.' એવો જે અધ્યવસાય થાય છે તે સમ્યગ્દર્શન સ્વભાવથી અથવા અધિગમથી બાહ્ય નિમિત્તથી થાય છે. શિક્ષા, ૬૧. તત્ત્વાર્થ/૪. ૮, હૂઁ. ર/રૂ
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગદર્શન
૩૮૫ આગમ, ઉપદેશશ્રવણ-આ અધિગમના સમાનાર્થક છે અને પરિણામ,નિસર્ગ, સ્વભાવ આ ત્રણ કાર્થક છે.
વિવેચન : જીવ અને કર્મનો સંયોગ અનાદિકાળનો છે. જીવ સંપૂર્ણતયા કર્મોના પ્રભાવ નીચે છે. એની દરેક વૃત્તિ અને પ્રવૃત્તિ કર્મ-પ્રેરિત હોય છે. પરંતુ સંસારપરિભ્રમણનો કાળ જ્યારે મર્યાદિત થાય છે અને જીવમાં સભાનતા આવે છે ત્યારે તેને આંતરબાહ્ય સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. એ સંયોગોમાં જો એ કર્મોનો નાશ કરવા પુરુષાર્થ કરી લે છે તો તે આત્મવિશુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સર્વપ્રથમ આત્મવિશુદ્ધિ “સમ્યગુદર્શન' ની પ્રાપ્ત કરે છે. આત્તર બાહ્ય સાનુકૂળતાએ કેવી મળવી જોઈએ, તે પહેલાં બતાવી દઉં.
"જીવાત્મા પર્યાપ્ત' જોઈએ. અર્થાત્ છએ “પર્યાપ્તિથી યુક્ત જોઈએ. આ પાંચેય ઇન્દ્રિયોની પરિપૂર્ણતા જોઈએ.એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના નહીં
સંજ્ઞીપણું જોઈએ. અર્થાત્ મન જોઈએ. મન વિનાનાં પંચેન્દ્રિય પણ ન
ચાલે.
શુભ લેશ્યા જોઈએ. એટલે કે તેજ-પધ-શુક્લ લેગ્યામાંથી કોઈ એક લેશ્યા જોઈએ.
પરાવર્તમાન શુભ કર્મપ્રકૃતિને બાંધનારો જીવ જોઈએ. ચઢતા વિશુદ્ધ અવ્યવસાયવાળો જોઈએ. છે અશુભ કર્મપ્રકૃતિના રસને અનંતગુણહીન અને શુભ પ્રકૃતિના રસને અનંતગણ વૃદ્ધિએ બાંધનારો જોઈએ.રસબંધ ]
મોહનીયકર્મની સ્થિતિ અંતઃકોડાકોડીસાગરોપમની બાંધનારો જોઈએ [વધુ નહીં.]
આયુષ્ય કર્મને બાંધતો હોવો જોઈએ નહીં. * *ઉત્તરોત્તર “પલ્યોપમ'ના સંખ્યામાં ભાગે ન્યૂન-ન્યૂન કર્મબંધ કરતો જોઈએ.
સાકારોપયોગમાં વર્તતો 'ભવ્ય' જીવ જોઈએ. ફર. પર્યાપ્તનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં. ૬૩. “પરાવર્તમાન પ્રકૃતિનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં. ૬૪, પલ્યોપમનું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં. કપ, “ભવ્ય જીવ'નું સ્વરૂપ જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮.
પ્રશમરતિ ચાર ગતિદિવ-નારક-મનુષ્ય-તિર્યંચ | માં રહેલા આવા કોઈ પણ જીવ મિથ્યાત્વ-મોહનીય, કર્મનો સર્વોપશમ કરવા સમર્થ બની શકે છે.
મિત્વ મોહનીય કર્મને ઉપશમ થાય તો જ “સમ્યગ્દર્શન'-રૂ૫ આત્મવિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. તે ઉપશમ કરવાની પ્રક્રિયાનાં મુખ્ય ત્રણ ચરણ છે.
૧. યથાપ્રવૃત્તિ કરણ. ૨. અપૂર્વકરણ. ૩. અનિવૃત્તિકરણ.
આ ત્રણ કરણોથી મિથ્યાત્વમોહનીય કર્મની જે ઉપશમના થાય છે તે ‘કરણકૃત ઉપશમના” કહેવાય. “અકરણ-ઉપશમના પણ થતી હોય છે, અર્થાત્ ત્રણ કરણ કર્યા વિના પણ મિથ્યાત્વનો ઉપશમ થતો હોય છે. જેમ પહાડી નદીના પથ્થરો સ્વયમેવ ગોળ થઈ જતા હોય છે એમ સંસારમાં ભટકી રહેલા જીવોને વેદન, અનુભવ આદિ કારણોથી પ્રશસ્ત અધ્યવસાય ઉત્પન્ન થાય અને એ અધ્યવસાયોથી મિથ્યાત્વનો ઉપશમ થાય. પ્રસ્તુતમાં આપણે ‘કરણકૃત ઉપશમનો વિચાર કરીશું.
કરણ' એટલે સમયે-સમય પ્રતિ સમયે | ઉત્તરોત્તર અનન્ત-અનન્ત ગુણ વધતા આત્મપરિણામ. વિશુદ્ધિનો ક્રમ અને વિશુદ્ધિના પ્રમાણની અપેક્ષાએ કરણના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. સર્વજ્ઞ અને સર્વદર્શી એવા શ્રેષ્ઠ પુરુષોએ પોતાની પૂર્ણ દૃષ્ટિમાં આ આત્મપરિણામોનો, આત્માના અધ્યવસાયોનો ક્રમ અને એનું પ્રમાણ પ્રત્યક્ષ જોઈને જે કહેલું છે અને જેને આગમ-ગ્રંથોમાં સંગ્રહી લેવામાં આવ્યું છે, તેના આધારે આ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.
જ્યારે જીવાત્મા યથાપ્રવૃત્તિકરણ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે, કાળની અપેક્ષાએ પહેલા સમયે જે જઘન્ય ઓછામાં ઓછી વિશુદ્ધિ અિધ્યવસાયોની હોય છે તેના કરતાં ત્રીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણી હોય છે. આમ સંખ્યાત ગણિતની છેલ્લી સંખ્યા સુધી) સમય સુધી વિશુદ્ધિનો ક્રમ અને પ્રમાણ વધતાં જાય તે પછી ક્રમ બદલાઈ જાય છે. છેલ્લામાં છેલ્લા સમયની (સંખ્યાની દષ્ટિએ) જે જધન્ય આત્મવિશુદ્ધ હોય એના કરતાં પહેલા સમયની યથાપ્રવૃત્તિકરણના પ્રારંભિક સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી હોય. આ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતાં, સંખ્યાની દષ્ટિએ છેલ્લા સમય પછીના પહેલા સમયની ६६. पढमं अहापवत्तं बीयं तु नियट्टी तइयमणियहा।।
अतोमुहुत्तियाइं उवसमअद्धं च लहइ कमा ।।५।। - पंचसंग्रहे/ उपशमनाकरणे
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગ્રદર્શન
. ૩૮૭ જઘન્ય આત્મવિશુદ્ધિ અનંતગુણી હોય છે. આ આત્મવિશુદ્ધિ કરતાં પ્રારંભિક બીજા સમયની ઉત્કૃષ્ટ વિશદ્ધિ અનંતગુણી હોય છે. આ ક્રમે આત્મવિશુદ્ધ અનંતગુણી વધતી જાય. સંખ્યાની દ્રષ્ટિએ છેલ્લા સમયની વિશુદ્ધિ અનંતગુણી આવી જાય તે પછી ક્રમ બદલાઈ જાય છે.
સંખ્યાની દૃષ્ટિએ છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતાં, સંખ્યાતીત પહેલા સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગણી હોય છે. તેના કરતાં તેના પછીના સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી. .એના કરતાં ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી...આ ક્રમે અસંખ્ય સમય સુધી વિશુદ્ધિ વધતી જાય. “યથાપ્રવૃત્તિકરણ'નો કાળ અન્તર્મુહૂર્તનો હોય છે. એક અન્તર્મુહુર્તમાં અસંખ્ય સમય સમાય છે.
અપૂર્વકરણમાં આત્મવિશદ્ધિનો ક્રમ જુદો છે, પ્રમાણ “અનંતગુણ સરખું છે. “યથાપ્રવૃત્તિકરણ'ના ચરમ સમયે જે ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ હોય તેના કરતાં અપૂર્વકરણના પહેલા સમયે જીવાત્માની જઘન્ય વિશુદ્ધિ અનન્તગુણી હોય છે! તેનાથી પહેલા જ સમયે ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ અનન્તગુણી હોય છે એિક જ સમયમાં જઘન્ય આત્મવિશુદ્ધિ કરતાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનન્તગુણ હોય છે! ‘સમય’ એવો સૂક્ષ્મ કાળ છે કે જેના બે ટુકડા ન થઈ શકે, એવા સૂમ કાળમાં પણ ફેવળજ્ઞાનની દૃષ્ટિ વિશુદ્ધિના બે ભેદ જુએ છે...જઘન્ય અને ઉત્કૃષ્ટ! અર્થાતુ, કાળ કરતાં પણ ભાવ વધુ સૂક્ષ્મ છે. જ્યાં કાળ વિભાજિત નથી થઈ શકતો ત્યાં ભાવ વિભાજિત થાય છે?
પહેલા સમયે જે ઉત્કૃષ્ટ આત્મવિશુદ્ધિ હોય છે એના કરતાં બીજા સમયે જઘન્ય વિશુદ્ધિ અનન્તગુણ હોય છે. એના કરતાં બીજા સમયમાં જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનન્તગુણ હોય છે. આ ક્રમે અપૂર્વકરણનો કાળ પૂર્ણ થાય.
અપૂર્વકરણમાં આ રીતે આત્મવિશુદ્ધિનું પ્રમાણ વધતું જાય છે. એની સાથે સાથે જીવાત્મા “અ-પૂર્વ' એટલે કે પહેલાં ક્યારે પણ નહીં કરેલી ચાર વિશિષ્ટ ક્રિયાઓ કરે છે. આ સુમિ ક્રિયાઓ હોય છે :
(૧) સ્થિતિઘાત (૨) રસઘાત (૩) ગુણશ્રેણિ, અને (૪) અપૂર્વસ્થિતિબંધ. આ ચાર અપૂર્વ ક્રિયા કર્યા પછી જીવ અનિવૃત્તિ-કરણ કરે છે. અનિવૃત્તિકરણ કરતા જીવની ઉત્તરોત્તર સમયે અનન્તગુણ વિશુદ્ધિ હોય છે. અહીં એક સમયમાં જઘન્ય-ઉત્કૃષ્ટના ભેદ નથી.) ६७. अपुवकरणसमग कुणई अपुय्ये इर्म उ चत्तारि। ठितिघायं रसघायं गुणसेढी बंधगद्धा य ।।११।। - पंचसंग्रहे। उपशमनाकरणे
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३८८
પ્રશમરતિ
અનિવૃત્તિકરણના કાળમાં પણ સ્થિતિઘાત, ૨સઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વ સ્થિતિબંધની સૂક્ષ્મ ક્રિયાઓ થાય છે. વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સૂક્ષ્મ ક્રિયા થાય છે. ‘અંતરકરણની.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ‘અંતરકરણ' ના ફાળમાં મિથ્યાત્વનો ઉદય હોતો નથી એટલે જીવ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. વિશેષાવશ્યક ભાષ્યની ટીકામાં કહ્યું છે કે ‘ઉખર ભૂમિ |ઘાસ રહિત| પર વનની આગ જેમ સ્વયં બુઝાઈ જાય છે તેવી રીતે ‘અન્તરકરણ'માં મિથ્યાત્વનો અગ્નિ શાન્ત થઈ જાય છે એટલે જીવ ઉપશમ-સમક્તિ પામે છે.'
સમ્યગ્દર્શન, આટલી સૂક્ષ્મ આન્તરિક પ્રક્રિયામાંથી પસાર થયા પછી જીવને પ્રાપ્ત થાય છે.
જ્યારે આત્મામાં સમ્યગ્દર્શન-ગુણ પ્રગટ થાય છે ત્યારે ‘આ જ તત્ત્વો સાચાં છે,' તેવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે.
સમ્યગ્દર્શન બે રીતે પ્રગટ થાય છે : નિસર્ગથી અને અધિગમથી,
કોઈ આત્માને સમ્યગ્દર્શનના આવિર્ભાવ માટે બાહ્ય નિમિત્તની અપેક્ષા રહે છે. કોઈ આત્માને બાહ્ય નિમિત્તની અપેક્ષા નથી રહેતી. બાહ્ય નિમિત્તની અપેક્ષાએ જે સમ્યગ્દર્શન પ્રગટે તેને ‘અધિગમ સમ્યગ્દર્શન' કહેવાય અને બાહ્ય નિમિત્તની અપેક્ષા વિના જે સમ્યગ્દર્શન પ્રગટે તેને ‘નિસર્ગ-સમ્યગ્દર્શન' કહેવાય.
બાહ્ય નિમિત્તો અનેક પ્રકારનાં હોય છે, વીતરાગ પરમાત્માની પ્રતિમા જોઈને કોઈનું આધ્યાત્મિક જાગરણ થાય, તો કોઈને સદ્ગુરુનાં દર્શન કરતાં આધ્યાત્મિક ચેતના જાગી જાય. કોઈને શાસ્ત્રોનું અધ્યયન કરતાં કરતાં, કોઈને સદ્ગુરુનો ઉપદેશ સાંભળતાં સાંભળતાં સમ્યગ્દર્શન પ્રગટી જાય.
બાહ્ય નિમિત્ત વિના, ક્યારેક આત્મપરિણામ શુદ્ધ થઈ જતાં, રાગદ્વેષની તીવ્રતા મટી જાય અને સત્યનો પ્રકાશ લાધી જાય! તનિશ્ચય થઈ જાય. પરંતુ આ તત્ત્વચિ અને તત્ત્વનિર્ણય માત્ર આત્મતૃપ્તિ માટે, આધ્યાત્મિક વિકાસ માટે હોય, કોઈને ધન-પ્રતિષ્ઠા આદિ સાંસારિક વાસના માટે તત્ત્વજિજ્ઞાસા હોય તો તે સમ્યગ્દર્શન નથી.
આત્મામાં સમ્યગ્દર્શન-ગુણ પ્રગટ થાય એટલે પાંચ વિશેષ ગુણો થોડાવત્તા પ્રમાણમાં પણ પ્રગટ થાય. તે ગુણો છે : પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિક્ય.
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૩૮૯ (૧) પ્રશમ : અતત્ત્વના પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ દોષોનો ઉપશમ. (૨) સંવેગ : સાંસારિક બંધનોનો ભય. (૩) નિર્વેદ : પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ઓછી થવી. (૪) અનુકશ્મા : દુઃખી જીવોનાં દુઃખ દૂર કરવાની ઇચ્છા. (૫) અસ્તિકાય : જીવાદિ નવ તત્ત્વોના હાર્દિક સ્વીકાર.
અધિગમના પર્યાયવાચી શબ્દો છે અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા, ઉપદેશ. નિસર્ગના પર્યાયવાચી શબ્દો છે નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ.
* સમ્યગુદર્શનના જુદી જુદી અપેક્ષાએ અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે. કેટલાક પ્રકારો આ મુજબ છે :
પામિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, સાસ્વાદન વેદક, કારક, રોચક, દીપક. • નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવ...
મિથ્યાત एतत्सम्यग्दर्शनमनधिगमविपर्ययौ तु मिथ्यात्वम् ।
ज्ञानमथ पञ्चभेदं तत् प्रत्यक्ष परोक्षं च ।।२२४ ।। અર્થ : આ સમ્યગુર્શન છે. અનધિગમ તત્ત્વાર્થની અશ્રદ્ધા અને વિપર્યય વિપરીત શ્રદ્ધા| મિથ્યાત્વ છે.
જ્ઞાનના પાંચ ભેદ છે. તેના બે પ્રકાર છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. વિવેવન : જિનોક્ત તત્ત્વોની શ્રદ્ધા, તે સમ્યગદર્શન છે. અથવા ભાવપૂર્વકપારમાર્થિક દૃષ્ટિએ અર્થો પરની શ્રદ્ધા-તેને સમ્યગુદર્શન કહેવાય.
જિનક્તિ તત્ત્વ પરની અશ્રદ્ધા તે મિથ્યાત્વ છે. જે તત્ત્વો સર્વજ્ઞ-સર્વદશી પરમાત્માએ બતાવ્યાં છે, તેનો અસ્વીકાર, તે મિથ્યાત્વ છે. ६८. अधिगम : अभिगम आगमो निमित्तं श्रवणं शिक्षा उपदेश इत्यनर्थान्तरम् |
निसर्ग : परिणामः स्वभावः अपरोपदेश इत्यनर्थान्तरम् । -तत्त्वार्थभाष्ये/अ०१-सू०३ ६९. सम्यक्चस्तव-प्रकरणे
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
પ્રશ્ન : શું સર્વજ્ઞ સિવાય બીજાઓએ પણ તત્ત્વો બતાવ્યાં છે ? ઉત્તર : હા, એકાન્તવાદી અસર્વજ્ઞોએ પણ તત્ત્વો બતાવેલાં છે. કણાદ, કપિલ, બુદ્ધ વગેરેએ પણ તત્ત્વો બતાવ્યાં છે. સત્તા, સામાન્ય-વિશેષ, દ્રવ્યત્વ આદિ તત્ત્વો બતાવ્યાં છે, પરન્તુ તે યથાર્થ નથી.
સર્વજ્ઞપ્રતિપાદિત તત્ત્વો પર અશ્રદ્ધા તે અનધિગમ મિથ્યાત્વ છે અને બીજા‘ એકાન્તવાદીઓએ બતાવેલાં તત્ત્વો પર શ્રદ્ધા તે ‘વિપર્યય-મિથ્યાત્વ' છે.
પ્રશમતિ
આ રીતે સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ સમજાવીને ગ્રન્થકાર એમ કહેવા ચાહે છે કે સમ્યક્ત્વી જીવનું જ્ઞાન જ
સમ્યજ્ઞાન છે. મિથ્યાત્વીનું જ્ઞાન અજ્ઞાન છે! અહીં એક જિજ્ઞાસા પ્રગટે છે કે ‘જ્ઞાન કેટલાં અને ક્યાં ક્યાં છે? એ જ્ઞાનનું સ્વરૂપ શું છે? એ અપ્રગટ જિજ્ઞાસાને તૃપ્ત કરવા ગ્રન્થકાર કહે છે :
જ્ઞાનના પાંચ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચ જ્ઞાન બે વિભાગમાં વિભાજિત થાય છે : પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષજ્ઞાન.
પાંચ ઇન્દ્રિયો અને મનની સહાય વિના માત્ર આત્માનું જે જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પાંચ ઇન્દ્રિયો અને મનની સહાયથી જે જ્ઞાન થાય તે પરોક્ષ જ્ઞાન કહેવાય.
પ્રશ્ન : ઇન્દ્રિયનિમિત્તક જ્ઞાનને પ્રત્યક્ષ ન કહેવાય?
ઉત્તર ઃ નિશ્ચયથી ન કહેવાય, વ્યવહારથી કહેવાય. ‘નન્દીસૂત્ર’ માં કહ્યું છે: तं समासओ दुविहं पण्णत्तं तं जहा पच्चक्खं च परोक्खं च । से किं तं पच्चक्खं ? पच्चखं दुविहं पण्णत्तं तं जहा - इद्रियपच्चक्खं नोइन्द्रियपच्चक्खं च ।
[તે જ્ઞાન બે પ્રકારનું છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારનું : ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ.] આ રીતે ઇન્દ્રયજન્ય જ્ઞાન પણ વ્યવહારથી પ્રત્યક્ષ કહેવાય. પ્રસ્તુતમાં ગ્રન્થકારે જે બે ભેદ બતાવ્યા છે તે નિશ્ચયથી સમજવાના છે.
तत्र परोक्षं द्विविधं श्रुतमाभिनियोधिकं च विज्ञेयम् । प्रत्यक्षं चावधिमनःपर्यायी केवलं चेति ।।२२५ ।।
For Private And Personal Use Only
અર્થ : તેમાં પાંચ જ્ઞાનમાં] પરોક્ષ જ્ઞાન બે પ્રકારનું જાણવું : શ્રુતજ્ઞાન અને આભિનિબાંધિકજ્ઞાન તથા અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, આ પ્રત્યક્ષ જ્ઞાન જાણવું.
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૩૯૧ વિવેચનઃ તત્વાર્થસૂત્રમાં જેમ ગ્રન્થકારે “સમ્યગુજ્ઞાન”નું લક્ષણ બતાવ્યું નથી. તેમ અહીં પણ સમ્યગૂજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તત્ત્વાર્થસૂત્રમાં જેમ પાંચ જ્ઞાનના “પરોક્ષ” અને “પ્રત્યક્ષ એવા બે ભેદ કર્યા છે તેવી રીતે અહીં પણ પરોક્ષ અને પ્રત્યક્ષ એવા બે ભેદ કર્યા છે. એ બે ભેદનું વર્ણન કરતાં પહેલાં, એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ સમજીએ.
ક્રમ : પાંચ જ્ઞાનનો ક્રમ આ રીતે છે : મતિજ્ઞાન આિભિનિબોધિક જ્ઞાની શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. પ્રસ્તુતમાં ગ્રન્થકારે પહેલાં શ્રુતજ્ઞાનનો જે ઉપન્યાસ કર્યો છે તે કારિકાની રચનાની દૃષ્ટિએ કર્યો છે.
મતિજ્ઞાન : આભિનિબૌધિકજ્ઞાના અથભિમુખ નિયત બોધ તે આભિનિબોધિકજ્ઞાન કહેવાય. બોધ અર્થને અભિમુખ જોઈએ અને નિશ્ચિત જોઈએ.
શ્રુતજ્ઞાન : આત્મા વડે જે સંભળાય તે શ્રુત આિ વ્યુત્પતિ. અર્થ મુજબ “શબ્દ” એ શ્રુત!.
જેના વડે સંભળાય તે શ્રત આ વ્યુત્પત્તિ-અર્થ મુજબ “ક્ષયોપશમ' એ શ્રુત ક્ષયોપશમથી જે સાંભળે તે શ્રુત (આ વ્યુત્પત્તિ-અર્થ મુજબ “આત્મા' એ શ્રુત) આ વ્યુત્પત્તિ-અર્થોથી ત્રણને શ્રુતજ્ઞાન કહેવામાં આવ્યાં છે : શબ્દને, ક્ષયોપશમને અને આત્માને. શબ્દ કૃતજ્ઞાનનું કારણ છે, ક્ષયોપશમ શ્રુતજ્ઞાનનો હેતુ છે અને આત્મા શ્રુતજ્ઞાનથી કથંચિત્ અભિન્ન છે.
આ શ્રુતજ્ઞાન ઇન્દ્રિયો અને મનના માધ્યમથી થાય છે. શબ્દાર્થના પર્યાલોચનના અનુસારે થતો બોધ તે શ્રુતજ્ઞાન કહેવાય છે.
અવધિજ્ઞાન : અવધિ એટલે મર્યાદા. દ્રવ્યની, ક્ષેત્રની અને કાળની મર્યાદાવાળું આ જ્ઞાન હોય છે. ઇન્દ્રિયો અને મનના માધ્યમ વિના આત્મા સાક્ષાત્ અર્થને જાણે, આ જ્ઞાનનો વિષય, રૂપી દ્રવ્યો જ હોય છે. “નન્દીસૂત્ર' માં અવધિજ્ઞાનની પરિભાષા કરતાં ટીકાકારે કહ્યું છે : નોર્થસાક્ષાતુર વ્યાપારોઠવધિઃ અર્થાતું, આત્માની રૂપીપદાર્થોના પ્રત્યક્ષજ્ઞાનની પ્રવૃત્તિ તે અવધિજ્ઞાન છે.
૭૦. માં પરોક્ષના ચમચા - તત્ત્વાર્થે 1. ૧, સૂત્ર ૧૧-૧૨. ७१. अत्थामिमुहो नियओ बोहो जो सो मओ अभिनियोहो। - विशेषावश्यकभाष्ये ७२. शब्दार्थपर्यालोचनानुसारी इन्द्रियमनोनिमित्तोऽवगमविशेषः - नन्दीसूत्र टीकायाम्
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨
પ્રશમરતિ મન:પર્યવજ્ઞાન : મનના પર્યાયો એટલે કે ધર્મો, તે ધર્મોનું જ્ઞાન તેને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનના બીજા બે નામ છે. મન:પર્યયજ્ઞાન, અને મન:પર્યાયજ્ઞાન. આ ત્રણેય નામોનો વ્યુત્પત્તિની દૃષ્ટિએ નીચે પ્રમાણે અર્થ થાય છે :
૧. મન:પર્યવજ્ઞાન : પરિ' એટલે સર્વ પ્રકારે, “અવન' એટલે જાણવું. મનના ધર્મોને સર્વ પ્રકારે જાણવા. મનસંબંધી સર્વ પ્રકારે જાણવું.
૨. મન:પર્યયજ્ઞાન : “પરિ' એટલે સર્વ પ્રકારે “અય' એટલે ગમન-વેદન. મનના ધર્મોને સર્વ પ્રકારે જાણવા.
૩. મન:પર્યાયજ્ઞાન : પરિ' એટલે સર્વ પ્રકારે, “ઈ' એટલે ગમન-વેદન, મનોદ્રવ્યોને સર્વ પ્રકારે જાણવા. પર્યાય એટલે ભેદ, ધર્મો.. તેનું જ્ઞાન.
કેવળજ્ઞાન : “એક, શુદ્ધ, પરિપૂર્ણ, અસાધારણ અને અનન્ત-આવું જે જ્ઞાન, તેને “કેવળજ્ઞાન' કહેવામાં આવ્યું છે.
આ પાંચ જ્ઞાનમાં આભિનિબૌધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. આ બે જ્ઞાન, ઇન્દ્રિયો અને મનના માધ્યમથી આત્માને થાય છે માટે પરોક્ષ કહેવાય છે. આ બે જ્ઞાન આ રીતે નિમિત્તાપેક્ષ છે. જ્યારે અવધિ-મન:પર્યવ અને કેવળ-આ ત્રણ જ્ઞાનમાં ઇન્દ્રિયો અને મન માધ્યમ નથી બનતાં, તેથી તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે.
____ एषामुत्तरभेदविषयादिभिर्भवति विस्तराधिगमः ।
एकादीन्येकस्मिन् भाज्यानि त्वाचतुर्थ्य इति ।।२२६।। અર્થ : આ જ્ઞાનના ઉત્તરભેદ અને વિષય વગેરેથી વિસ્તારથી જ્ઞાન થાય છે. એક જીવમાં એકથી લઈને ચાર જ્ઞાન સુધી વિભાગ કરવા જોઈએ.
વિવેવન : આ પાંચ જ્ઞાનનો ઊંડો અને વ્યાપક બોધ પ્રાપ્ત કરવા માટે આ પાંચ જ્ઞાનના અવાજોર પ્રકારો, એ જ્ઞાનના વિષયો, એના સ્વામી, કાળ, વગેરે જાણવું જોઈએ. સર્વપ્રથમ “મતિજ્ઞાન'ના પ્રકારો અને એની વ્યાખ્યા આપવામાં આવે છે.
७३. पज्जवणं पज्जयणं पज्जाओ वा मणम्मि मणसो वा ।
तस्स व पज्जायादिन्नाणं मणपज्जवं नाणं ।। - विशेषावश्यक भाष्ये ७४. केवलमेग सुद्धं सगलमसाहारणं अणंतं च । - विशेषावश्यक भाष्ये ७५. होन्ति परोक्खाई मइ-सुयाइं जीवस्स परनिमित्ताओ। - विशेषावश्यक भाष्ये
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૩૯૩ એ તત્ત્વાર્થ સૂત્રમાં મતિજ્ઞાનના સમાનાર્થક શબ્દો આપવામાં આવ્યા છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા, અભિનિબોધ...અલબત્ત, આ શબ્દો સમાનાર્થક છે, છતાં સામાન્ય અર્થભેદ તો છે જ.
વર્તમાન કાલવિષયક જ્ઞાનને મતિજ્ઞાન કહેવાય. પૂર્વકાળમાં અનુભવેલી વાત કે વસ્તુના સ્મરણને સ્મૃતિ કહેવાય. જ પૂર્વકાળમાં અનુભવેલી અને વર્તમાનમાં અનુભવાતી વસ્તુની એકતાના અનુસંધાનનું નામ “સંજ્ઞા' છે.
* ભવિષ્યના વિષયની વિચારણાને ચિન્તા કહેવામાં આવે છે.
જો કે અર્થભેદ હોવાથી મતિ-સ્મૃતિ-સંજ્ઞા અને ચિંતા પર્યાય શબ્દો ન કહેવાય, છતાં આ ચારેય જ્ઞાનનું અંતરંગ કારણ “મતિજ્ઞાનાવરણ કર્મનો. ક્ષયોપશમ” એક જ હોવાથી પર્યાય શબ્દો કહેવામાં આવ્યા છે.
મતિજ્ઞાનના ચાર ભેદ :૧. અવગ્રહ ૨. ઇહા. ૩. અપાય, અને ૪. ધારણા, મતિજ્ઞાનના મુખ્ય ભેદ છે.
અવગ્રહ : નામ, જાતિ વગેરેની વિશેષ કલ્પના વિના માત્ર સામાન્યનું જે જ્ઞાન, તે અવહ’ કહેવાય. દા.ત, પ્રગાઢ અંધકારમાં કંઈક સ્પર્શ થતાં આ કંઈક છે' એવું જ્ઞાન થાય છે. આ જ્ઞાનમાં એ માલુમ પડતું નથી કે કઈ વસ્તુનો સ્પર્શ થયો! એ અસ્પષ્ટ અવ્યક્ત જ્ઞાન તે અવગ્રહ.
ઈઠા : અવગ્રહથી ગ્રહણ કરેલા સામાન્ય વિષયનો વિશેષરૂપે નિર્ણય કરવા જે વિચારણા થાય, તેને “ઈહા' કહેવાય. દા.ત. “આ સ્પર્શ શાન, સર્પનો કે દોરડાનો? આ દોરડાનો સ્પર્શ હોવો જોઈએ. જો સાપનો સ્પર્શ હોત તો તે લીસ્સો હોત. આ કર્કશ હતો....વગેરે.
અપાય ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિશેપ અર્થન કંઈક અધિક એકાગ્રતાથી જે નિશ્ચય થાય તેને “અપાય' કહેવાય. દા.ત. આવશ્યક તપાસ અને વિચાર કર્યા પછી નિર્ણય થાય છે કે આ દોરડું જ છે.”
ધારણા : અપાયથી નિશ્ચિત થયેલા અર્થની સ્મૃતિ દ્વારા, સંસ્કાર અને સ્મરણ...આને ધારણા કહેવાય.
આ ચાર ભેદ દરેક ઇન્દ્રિયના હોય અને મનના હોય. અર્થાત્ ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનના અને મનોજન્ય મતિજ્ઞાનના આ ચાર-ચાર ભેદ પડે. એટલે ૨૪ ભેદ થાય.
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
પ્રશમરતિ
મતિજ્ઞાનના ૨૪ ભેદ : સ્પર્શન અવગ્રહ
ઈહા
અપાય
ધારણા
રસના
અવગ્રહ
ઈહા
અપાય
ધારણા ધારણા
ધાણ
અવગ્રહ
ઈશ
નેત્ર
ઈઠા
અપાય અપાય અપાય
ધારણા
અવગ્રહ અવગ્રહ અવગ્રહ
શ્રોત્ર
ધારણા
ઈહા ઈહા
મન
અપાય
ધારણા
અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા-દરેકના ૧૨-૧૨ ભેદ બતાવવામાં આવ્યા છે : ૧. બહુગ્રાહી.
૧-૨. બહુ એટલે અનેક અને અબહુ એટલે ૨. અબહુગ્રાહી.
એક બે અથવા બેથી વધારે વસ્તુ જાણતા અવગ્રહ ૩. બહુવિધગ્રાહી.
આદિ-બહુગ્રાહી અવગ્રહ, બહુગ્રાહિણી ઈહા,
બહુગ્રાહી અપાય અને બહુગ્રહિણી ધારણા ૪. એકવિધગ્રાહી.
કહેવાય. એક જ વસ્તુને જાણતા અવગ્રહ આદિ૫. ક્ષિપ્રગ્રાહી
અબહુગ્રાહી અવગ્રહ, અબદુઝાહિતી ઈહા, ૬. અમિગ્રાહી. અબહગ્રાહી અપાય અને અબહુગ્રહિણી ધારણા ૭. નિશ્ચિતગ્રાહી. કહેવાય. ૮. અનિશ્ચિતગ્રાહી. ૯. સંદિગ્ધગ્રાહી. ૧૦. અસંદિગ્ધગ્રાહી. ૩-૪, બહુવિધ એટલે અનેક પ્રકાર અને ૧૧. ધૂવગ્રાહી. એકવિધ એટલે એક પ્રકાર. રૂપ-રંગ, જાડાઈ ૧૨. અધૂવગ્રાહી, આદિમાં વિવિધતાવાળી વસ્તુને જાણનારા અવગ્રહ
આદિ-બહુવિધગ્રાહી અવગ્રહ, બહુવિધગ્રાહિણી ઇહા, બહુવિધગ્રાહી અપાય અને બહુવિધગ્રાહિણી ધારણા કહેવાય. આ જ રીતે આકાર, પ્રકાર, રૂપ, રંગ આદિમાં એક જ જાતની વસ્તુને જાણવાવાળે મતિજ્ઞાન-એક વિશાહી અવગ્રહ...આદિ કહેવાય.
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_૩૯૫
મિથ્યાત્વ
બહુ અને અબહુનો અર્થ વ્યક્તિની સંખ્યા સમજવો. બહુવિધ અને એકવિધનો અર્થ પ્રકાર, જાત સમજવો. પ-૬. ક્ષિપ્ર એટલે શીધ્ર અને અગ્નિ એટલે વિલંબ. વસ્તુને શીઘ જાણે તે ક્ષિપ્રગ્રાહી અવગ્રહ આદિ કહેવાય. વસ્તુને વિલંબે જાણે તે જ્ઞાનને અક્ષિકગ્રાહી અવગ્રહ આદિ કહેવાય, ઇન્દ્રિય, વિષય આદિ બાહ્ય સામગ્રી બરાબર હોય પરંતુ ક્ષયોપશમની તરતમતાના કારણે કોઈ માણસ વિષયનું જ્ઞાન શીધ્ર કરી લે છે, કોઈ માણસ વિલંબે પ્રાપ્ત કરે છે.
૭-૮. નિશ્ચિત એટલે હેતુ દ્વારા નિર્ણત અને અનિશ્રિત એટલે હેતુ દ્વારા અનિર્ણાત વસ્તુ દા.ત. પૂર્વકાળમાં અભિવેલા શીત, કોમળ..સુમાર સ્પર્શરૂપ હેતુથી વર્તમાનમાં જૂઈનાં ફૂલોને જાણનારા ચારેય જ્ઞાન અવગ્રહાદિ] ક્રમશઃ નિતિગ્રાહી અવગ્રહ, નિશ્ચિતગ્રાહી હા, નિશ્ચિતગ્રાહી અપાય અને નિશ્ચિતગ્રાહી ધારણા કહેવાય.
હેતુ વિના જ તે ફૂલોને જાણવાવાળા જ્ઞાન નિશ્ચિત અવગ્રહ.. આદિ કહેવાય.
૯-૧૦. સંદિગ્ધ એટલે અનિશ્ચિત અને અસંદિગ્ધ એટલે નિશ્ચિત. દા.ત. આ ચંદનનો સ્પર્શ છે કે ફૂલનો? આવું સંયુક્ત જ્ઞાન તે સંદિગ્ધગ્રાહી અવગ્રહ આદિ કહેવાય. આ ચંદનનો જ સ્પર્શ છે, ફૂલનો નહીં,’ આવું નિશ્ચિત જ્ઞાન તે અસંદિગ્ધગ્રાહી અવગ્રહ આદિ કહેવાય.
૧૧-૧૨. ધ્રુવ એટલે અવશ્યભાવી અને આંધ્રુવ એટલે કદાચિદુભાવી. ઈન્દ્રિય અને વિષયનો સંબંધ તથા મનોયોગરૂપ સામગ્રી સમાન હોવા છતાં એક મનુષ્ય વસ્તુને-વિષયને અવશ્ય જાણી લે છે, બીજો માણસ ક્યારેક જાણે છે, ક્યારેક નથી પણ જાણતો. વિષયને અવશ્ય જાણનારા જ્ઞાન-ધવગ્રાહીં અવગ્રહ આદિ કહેવાય. વિષયને ક્યારેક જાણ...ક્યારેક ન જાણે તે જ્ઞાનઅધૂવગ્રાહી અવગ્રહ આદિ કહેવાય. આ ભેદ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની. વિચિત્રતાને લીધે છે.
“અવગ્રહ'ના બે પ્રકાર : ‘અવગ્રહ' એટલે ગ્રહણ કરવું. તે “અવગ્રહના બે પ્રકાર છે : ૧. વ્યંજનાવગ્રહ ૨. અર્થાવગ્રહ,
વ્યંજનાવગ્રહ: “વ્યંજન નો વ્યુત્પત્તિ અર્થ છે : 'amતેડર્નનાર્થ: તે વનમ્ અંધારામાં ઘડો પડ્યો હોય, દેખાતો ન હોય, પરંતુ દીપક તે ઘડાને દેખાડે
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯.
પ્રશમરતિ છે.. ઘડા દેખાય છે. આ ઘડાનું વ્યંજન થયું કહેવાય. એવી રીતે, ગ્રાહ્ય વિષયની સાથે તે વિષયની ગ્રાહક ઉપકરણ-ઇન્દ્રિયોનો સંયોગ થતાં જ (સંયોગ = વ્યંજન) જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. આ વિષય અને ઇન્દ્રિયનો સંયોગ, તે જ વ્યંજનાવગ્રહ વ્યંજનાવગ્રહમાં થતું જ્ઞાન એટલું બધું અલ્પ હોય છે કે એમાં આ કંઈક છ” એવો સામાન્ય બોધ પણ થતો નથી.
આ વ્યંજનાવગ્રહ ચાર ઇન્દ્રિયોના માધ્યમથી થાય છે. સ્પર્શન, રસન, ધ્રાણ અને શ્રોત્ર. એટલે વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૩) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ
અર્થાવગ્રહ : જેમ જેમ ઇન્દ્રિય અને વિષયનો સંયોગ પુષ્ટ થતો જાય છે, તેમ તેમ જ્ઞાનની માત્રા પણ વધતી જાય છે...અને “આ કંઈક છે,' એવો સામાન્ય બોધ થાય છે. આ સામાન્ય બોધને “અર્થાવગ્રહ' કહેવામાં આવે છે.
વ્યંજનાવગ્રહનો દીર્ઘ જ્ઞાનવ્યાપાર ઉત્તરોત્તર પુષ્ટ થવા છતાં પણ એટલો ઓછો છે કે એનાથી વિયનો સામાન્યબોધ પણ થતો નથી, આથી એને અવ્યક્તતમ, અવ્યક્તતર અને અવ્યક્ત જ્ઞાન કહેવામાં આવ્યું છે. અર્થાત્ વ્યંજનાવગ્રહ અવ્યક્ત હોય છે.
૭૬. ઇન્દ્રિય બે પ્રકારની છે : ૧. દ્રવ્યન્દ્રિય અને ૨. ભાવન્દ્રિય,
દ્રવ્યન્દ્રિયના બે પ્રકાર છે : ૧. નિવૃત્તિ અને ૨. ઉપકરણ.
ભાવેન્દ્રિયના પણ બે પ્રકાર છે : ૧. લબ્ધિ અને ૨. ઉપયોગ, ૭૭. શરીર ઉપર દેખાતી ઇન્દ્રિયની આકૃતિ કે જે પુદ્ગલ સ્કંધોની વિશિષ્ટ રચનાઓ
છે, તે નિવૃત્તિ ઇન્દ્રિય કહેવાય છે.
નિવૃત્તિ ઇન્દ્રિયની બહારની અને અંદરની જે પૌલિક શક્તિ કે જેના વિના નિવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાન પેદા નથી કરી શકતી, તે “ઉપકરણ ઇન્દ્રિય” કહેવાય છે.
મતિજ્ઞાનાવરણ કર્મ આદિનો ક્ષયોપશમ કે જે એક પ્રકારનો આત્મિક પરિણામ છે, તે “લબ્ધિ-ઇન્દ્રિય' છે.
લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ-આ ત્રણેય ઇન્દ્રિયોના મળવાથી જે રૂપ આદિ વિપયાનો સામાન્ય અને વિશેષ બોધ થાય છે, તે ઉપયોગ-ઇન્દ્રિય' છે.
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
પાંચ ઇન્દ્રિયો અને મન-આ છને અર્થાવગ્રહ આદિ ૪-૪ ભેદોથી ગુણતાં ૨૪ થાય. એમાં ૪ વ્યંજનાવગ્રહ ઉમેરતાં ૨૮ થાય, એ ૨૮ ને બહુ-અબડું આદિ ૧૨ ભેદોથી ગુણતાં ૩૩૬ થાય. શ્રુતજ્ઞાન :
આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન, જિનવચન.. આ બધા શ્રુતજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે.
સમગ્ર રાજલોકમાં જેટલા અક્ષરો છે અને અક્ષરોના જેટલા સંયોગ છે, તેટલા શ્રુતજ્ઞાનના ભેદ છે. અક્ષરોના સંયુક્ત અને અસંયુક્ત સંયોગો અના છે! એક એક સંયોગ અનન્ત પર્યાયવાળો છે! એટલે શ્રુતજ્ઞાનના ભેદી અનન્ત છે! આ બધા ભેદોને કહેવા માટે તો સર્વજ્ઞ પણ સમર્થ ન બને...આયુષ્ય પૂર્ણ થઈ જાય, પરન્તુ ભેદો પૂરા કહી ન શકાય.
ભિન્ન ભિન્ન અપેક્ષાઓથી શ્રુતજ્ઞાનના ભેદો, જુદા જુદા ગ્રન્થોમાં ગ્રન્થકાર આચાર્યદેવોએ બતાવ્યા છે :
* શ્રી ‘તત્વાર્થસૂત્ર'માં બે અને બાર ભેદ બતાવવામાં આવ્યા છે. * શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં ચૌદ ભેદ બતાવવામાં આવ્યા છે. જ પહલા કર્મગ્રન્થમાં વીસ ભેદ બતાવવામાં આવ્યા છે. * શ્રી નન્દીસૂત્રમાં ચાર ભેદ પણ બતાવવામાં આવ્યા છે. બે ભેદ : ૧. અંગબાહ્ય, ૨. અંગપ્રવિષ્ટ.
શ્રુતજ્ઞાનના એ ભેદ વાના ભેદની અપેક્ષાએ છે. તીર્થકર ભગવંતોએ જે જ્ઞાન અર્થથી પ્રકાશિત કર્યું, તે જ્ઞાનને એમના પ્રજ્ઞાવત શિષ્યો-ગણધરોએ ગ્રહણ કર્યું અને દ્વાદશાંગીરૂપે સૂત્રબદ્ધ કર્યું, આ દ્વાદશાંગીને “અંગપ્રવિષ્ટ' શ્રુતજ્ઞાન કહેવાય છે.
७८. श्रुतमाप्तवचनं आगमः उपदेश ऐतिहमाम्नायः प्रवचनं जिनवचनमित्यनान्तरम् ।
• તીર્થમણે ७९. मत्तेयमक्खराई अक्खरसंजोग जत्तिया लोए।
एवइया सुयनाणे पयडीअ होंति नायव्वा ।।४४४।। - विशेषावश्यकभाष्ये ८०, यकर्तृविशेषाद् द्वैविध्यम्। - तत्त्वार्थभाष्ये
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
પ્રશમરતિ સમયના દોષથી બળ-બુદ્ધિ તથા આયુષ્યને ઘટતાં જોઈન, સર્વસાધારણ જીવોના હિતાર્થે એ દ્વાદશાંગીના આધારે, ગણધર પછીના પાપભીરૂ અને શુદ્ધબુદ્ધિ આચાર્યોએ જે શાસ્ત્રો રચ્યાં તે “અંગબાહ્ય” શ્રુતજ્ઞાન કહેવાય છે. બાર ભેદ : અંગપ્રવિષ્ટ' શ્રુતજ્ઞાનના બાર ભેદ આ પ્રમાણે છે : ૧. આચાર. ૪. સમવાય છે. ઉપાસકદશા, ૧૦. પ્રવ્યાકરણ. ૨. સૂત્રકૃત્ ૫, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૮. અંતકશા. ૧૧. વિપાકસૂત્ર. ૩, રથાન, ૬. જ્ઞાતાધર્મકથા ૯. અનુત્તરપપાતિક ૧૨. દૃષ્ટિવાદ. ચૌદ ભેદ : ૧. અક્ષરદ્યુત
૨. અક્ષરદ્યુત ૩. સંજ્ઞીશ્રુત
૪. અસંજ્ઞીશ્રુત ૫. સમ્યફશ્ચત
૬. મિથ્યાશ્રુત ૭. સાદિદ્ભુત
૮. અનાદિકૃત ૯. સપર્યવસિતકૃત,
૧૦. અપર્યવસિતકૃત ૧૧. ગમિકશ્રુત
૧૨. અગમિકશ્રત ૧૩. અંગપ્રવિષ્ટદ્યુત
૧૪. અંગબાહ્યશ્રત અક્ષરદ્યુત : અક્ષરો ત્રણ પ્રકારે છે. ૧. સંજ્ઞાક્ષર : ૧૮ પ્રકારની લિપિ. ૨. વ્યંજનાક્ષર : અ થી ૭ સુધીના બાવન અક્ષર.
૩. લધ્યક્ષર : શબ્દ શ્રવણ કે રૂપદર્શન વગેરેની અર્થની પ્રતીતિ કરાવતું અક્ષરાત્મક જ્ઞાન.
અનારકૃત : અક્ષર વિના હાથ વગેરેની ચેષ્ટાથી કે છીંક-બગાસાં વગેરેથી થતા બોધ.
સંજ્ઞીશ્રુત : સંજ્ઞીજીવોનું શ્રુતજ્ઞાન. અસંજ્ઞીશ્રુત : અસંજ્ઞીજીવોનું શ્રુતજ્ઞાન. સમ્યકશ્રુત: સમ્યક દૃષ્ટિજીવોનું શ્રુતજ્ઞાન. મિથ્થામૃત : મિથ્યાષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન.
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
મિથ્યાત્વ
સાદિબ્રુત : જે જ્ઞાનની આદિ હોય. અનાદિધૃત : શરૂઆત વિનાનું જેની આદિ ન હોય. સપર્યવસિત : જેનો અંત હોય. અપર્યવસિત : જેનો અંત ન હોય. ગમિકશ્રુત જે શાસ્ત્રોમાં સરખા પાઠ હોય. અગમિકહ્યુત : જેમાં સરખા પાઠ (આલાવા) ન હોય. અંગપ્રવિષ્ટદ્યુત : દ્વાદશાંગી. અંગબાહ્યશ્રુત : બાર અંગ સિવાયનું શ્રુતજ્ઞાન.
એક જીવ જ્યારે સમ્યકત્વ પામે છે, ત્યારે શ્રુતજ્ઞાનની આદિ થાય છે, તે અપેક્ષાએ સાદિકૃત કહેવાય. વળી મિથ્યાત્વ પામે કે કેવલજ્ઞાનનો અંત પામે ત્યારે શ્રુતજ્ઞાનનો અંત થાય છે, તે અપેક્ષાએ “સાંત' કહેવાય. સંસારમાં હમેશાં સમ્યગુ દષ્ટિ જીવો હોય છે જ, તે જીવોની અપેક્ષાએ શ્રુતજ્ઞાન અનાદિ-અનંત કહેવાય, વીસ ભેદ :
૧. પર્યાયશ્રુત : જ્ઞાનના સૂક્ષ્મ અવિભાજ્ય અંશને પર્યાય કહેવાય. એવા એક પર્યાયનું જ્ઞાન.
૨. પર્યાય સમાસ : અનેક પર્યાયનું જ્ઞાન, લબ્ધિ-અપર્યાપ્તા-સૂક્ષ્મ નિગોદના જીવને અક્ષરના અનામા ભાગનું જ્ઞાન હોય છે. તે જ્ઞાન અનન્ત પર્યાયો જેટલું હોય છે, પરન્તુ તેનાથી બીજા જીવમાં જે એક અંશનું જ્ઞાન વધે, તે વધારાને પર્યાય શ્રુત કહેવાય.
૮૧. સંજ્ઞી એટલે મનવાળા અને અસંજ્ઞી એટલે મન વિનાના. સંજ્ઞાના ત્રણ પ્રકારો છે : ૧. દીર્ઘકાલિકી. ૨. હેતુવાદ્યપદેશિકી. ૩, દૃષ્ટિવાદોપદેશિકી.
“શું થઈ ગયું? શું થશે? શું કરવું?” આવી અતિ લાંબા ભૂત અને ભવિષ્યનું જેના વડે ચિંતન થાય, તેનું નામ દીર્ઘકાલિકી સંજ્ઞા. તેનું બીજું નામ “કાલિકી સંજ્ઞા' પણ છે. જ પોતાના શરીરના પાલન માટે વિચારીને, ઇષ્ટાનિષ્ટ વિષયમાં પ્રાય: પ્રવર્તે સાંપ્રતકાળમાં) અને નિવર્સે તે જીવોને (બઇન્દ્રિયાદિ) હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય.
સાયોપથમિક જ્ઞાનમાં વર્તનાર સમ્યગુદૃષ્ટિને દૃષ્ટિવાદાંપદેશિકી સંજ્ઞા હોય. સંજ્ઞા એટલે અતીત અર્થનું સ્મરણ અને અનાગત અર્થનું ચિંતન.
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
૩. અક્ષર શ્રુત : એક અક્ષરનું જ્ઞાન.
૪. અક્ષર સમાસ : અનેક અક્ષરોનું જ્ઞાન.
૫. પદ શ્રુત : એક પદનું જ્ઞાન
૬. પદ સમાસ : અનેક પદોનું જ્ઞાન.
૭. સંઘાત શ્રુત : ‘ગતિ’ વગેરે ૧૪ માર્ગણામાંથી કોઈ એક માર્ગણાની અવાન્તર માર્ગણાનું જ્ઞાન.
પ્રશમરત
૮. સંઘાત સમાસ : એક માર્ગાની અવાન્તર અનેક માર્ગણાઓનું જ્ઞાન. ૯. પ્રતિપત્તિશ્રુત : ૧૪ માર્ગણામાંથી કોઈ એક માર્ગ ણાજ્ઞાન, ૧૦. પ્રતિપત્તિ સમાસ : ૧૪ માર્ગણામાંથી અનેક માર્ગણાઓનું જ્ઞાન. ૧૧. અનુયોગ શ્રુત : સત્પદાદિ નવ અનુયોગ-દ્વારોમાંથી કોઈ એક અનુયોગદાનું.
૧૨. અનુયોગ સમાસ : નવ અનુયોગ-દારોમાંથી અનેક અનુયોગોનું જ્ઞાન. ૧૩. પ્રાભૂત-પ્રામૃત શ્રુત : એક ‘પ્રાભૃત-પ્રાકૃત'નું જ્ઞાન.
૧૪. પ્રાભૂત-પ્રામૃત સમાસ : અનેક પ્રાકૃતનું જ્ઞાન.
૧૫. પ્રામૃત શ્રુત : એક પ્રાભૂતનું જ્ઞાન.
૧૬, પ્રભૃત સમાસ ; અનેક પ્રામૃતનું જ્ઞાન.
૧૭. વસ્તુ શ્રુત : એક વસ્તુનું જ્ઞાન. ૧૮, વસ્તુ સમાસ : અનેક વસ્તુનું જ્ઞાન. ૧૯. પૂર્વ શ્રુત : એક પૂર્વનું જ્ઞાન.
૨૦. પૂર્વ સમાસ : અનેક પૂર્વોનું જ્ઞાન.
[ પ્રત્યેક ‘પૂર્વ'માં અનેક ‘વસ્તુ’ હોય છે. પ્રત્યેક ‘વસ્તુ’માં અનેક ‘પ્રાકૃત’ હોય છે. પ્રત્યેક ‘પ્રાકૃત'માં અનેક પ્રામૃત-પ્રાકૃત' હોય છે.
ચાર ભેદ :
For Private And Personal Use Only
શ્રી નન્દીસૂત્રમાં કહ્યું છે કે ‘શ્રુતજ્ઞાન સંક્ષેપના ચાર પ્રકારો પણ છે.' ૧. દ્રવ્યથી : ઉપયોગવાળો શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યો જાણ, પણ જુએ નહીં.
૨. ક્ષેત્રથી : સર્વ ક્ષેત્રને જાણે, જુએ નહીં.
૩. કાળથી : સર્વ કાળ જાણે, પણ જુએ નહીં.
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૪૦૧ ૪. ભાવથી : સર્વ ભાવ જાણે, પણ જુએ નહીં. અવધિજ્ઞાન : પરોક્ષ જ્ઞાન મિતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ના ભેદોનું વર્ણન કરીને હવે પ્રત્યક્ષ જ્ઞાન અવધિ-મન:પર્યવ-કેવળના ભેદનું વર્ણન કરવામાં આવશે.
“અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદો છે..! એ બધા ભેદો કહેવાની કોઈની શક્તિ નથી. છતાં તત્ત્વજિજ્ઞાસુ જીવોના ઉપકાર માટે જ્ઞાની મહાપુરુષોએ ૨ ૬૧૪ ભેદો બતાવ્યા છે.
શ્રી તત્ત્વાર્થસૂત્રમાં અવધિજ્ઞાનના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ભવપ્રત્યયિક, અને (૨) ક્ષયોપશમનિમિત્તક. બીજું નામ-ગુણપ્રત્યયિક છે.]
જન્મતાંની સાથે જ જે અવધિજ્ઞાન પ્રગટ થાય છે તે ભવપ્રત્યય' અવધિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ જે અવધિજ્ઞાનના પ્રગટીકરણ માટે વ્રતનિયમ આદિ અનુષ્ઠાનોની અપેક્ષા રહેતી નથી, એવું જન્મસિદ્ધ અવધિજ્ઞાન, તે “ભવ પ્રત્યયિક કહેવાય.
જે અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી, પરન્ત જન્મ લીધા પછી વ્રત-નિયમ આદિ અનુષ્ઠાનોના બળથી પ્રગટે, તે ક્ષયોપશમનિમિત્તક અથવા ગુણપ્રત્યાયિક અવધિજ્ઞાન કહેવાય.
આ બંને પ્રકારનાં અવધિજ્ઞાન, અવધિજ્ઞાનાવરણ કર્મ'ના ક્ષયોપશમ વિના પ્રગટી શકતાં નથી. એટલે, અવધિજ્ઞાનનું સર્વસાધારણ કારણ તો અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ છે જ, છતાં પણ જે બે ભેદ પાડવામાં આવ્યા છે તે ક્ષયપશમના નિમિત્તોની વિવિધતાની અપેક્ષાએ પાડવામાં આવ્યા છે.
સંસારની ચાર ગતિમાં, દેવગતિ અને નરકગતિ એવી ગતિઓ છે કે ત્યાં જન્મ-ભવ લેતાં જ યોગ્ય ક્ષયોપશમ થાય છે ને અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ કરવા વ્રત-નિયમ કે તપશ્ચર્યાનાં અનુષ્ઠાન કરવાં પડતાં નથી.
જ્યારે, મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જીવોને, અવધિજ્ઞાન-યોગ્ય ક્ષયોપશમ કરવા માટે તપ-નિયમ આદિ અનુષ્ઠાન કરવા પડે છે. એટલે, આ બે ગતિમાં બધા જીવો અવધિજ્ઞાની ન હોય. ८२. 'संखाईयाओ खलु ओहिन्नाणस्स सव्वपयडीओ।' - विशेषावश्यक-भाष्ये ૮રૂ. વિરોધ: T૧૨-૨૨
भवप्रत्ययः क्षयोपशमनिमित्तश्च । २१ - तत्त्वार्थसूत्रे
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૨
પ્રશમરતિ
તિર્યંચગતિ અને મનુષ્યગતિમાં થતા અવધિજ્ઞાનના છ ભેદ બતાવવામાં
આવ્યા છે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) આનુગામિક. (૨) અનાનુગામિક (૩) વર્ધમાન (૪) હીયમાન (૫) અવસ્થિત (૬) અનવસ્થિત.
અનુગામિક અવધિજ્ઞાન :
જેમ કુંભારના નિભાડામાં પાકીને લાલ થયેલો ઘડો તળાવમાં ડુબાડવામાં આવે તો પણ એની લાલાશ જતી નથી, તેમ કોઈ એક ઉપાશ્રયાદિ સ્થાનમાં ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન, અન્ય સ્થાનમાં જવા છતાં નાશ પામતું નથી. અર્થાત્ અવધિજ્ઞાની જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં અવધિજ્ઞાન એની સાથે જાય.
અનાનુગામિક અવધિજ્ઞાન :
જેમ કોઈ નૈમિત્તિક (જ્યોતિષી) અમુક સ્થાનમાં જ પ્રશ્નોના સાચા ઉત્તર આપી શકે છે, બીજા સ્થાનમાં નહીં, તેમ જે ઉપાશ્રયાદિ ક્ષેત્રમાં કાયોત્સર્ગાદ ક્રિયામાં રહેલા મહાત્માને અવધિજ્ઞાન પ્રગટયું હોય, તે સ્થાનમાં જ તે કાયમ રહે, અન્ય સ્થાનમાં જતાં જતું રહે. ક્ષેત્રાન્તરમાં અવધિજ્ઞાન સાથે ન જાય.
વર્ધમાન અવધિજ્ઞાન :
જેમ અગ્નિની ચિનગારી બહુ નાની હોવા છતાં, અધિક સૂકાં લાકડાં પ્રાપ્ત કરી ક્રમશઃ વધી જાય છે તેવી રીતે અવધિજ્ઞાન ઉત્પત્તિ સમયે અલ્પવિષયક હોવા છતાં વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ થતાં ક્રમશઃ અધિક અધિક વિષયવાળું થતું જાય. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા વિષયવાળું અવધિજ્ઞાન વધતાં વધતાં સંપૂર્ણ લોકવિષયક બની શકે.
હિયમાન અવધિજ્ઞાન :
જેમ અગ્નિમાં ઈંધણ નાખવામાં ન આવે તા ધીરે ધીરે અગ્નિશિખા ઘટતી જાય તેવી રીતે, ઉત્પત્તિના સમયે અવધિજ્ઞાન અધિક વિષયવાળું હોય પરંતુ પરિણામની શુદ્ધિ ઘટતાં ક્રમશઃ તે અલ્પ બનતું જાય. અસંખ્ય દ્વીપ, સમુદ્ર, પૃથ્વી.વિભાગોના વિષયવાળું અવધિજ્ઞાન ઘટતું ઘટતું અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું થઈ જાય.
८४. तदेतदवधिज्ञानं क्षयोपशमनिमित्तं षड्विधं भवति । शेषाणामति नारकदेवेभ्यः शेषाणां तिर्यग्योनिजानां मनुष्याणां च । तत्त्वार्थभाष्ये - १/२३
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૪૦૩ અવસ્થિત અવધિજ્ઞાન :
જેમ કોઈ જીવાત્માને એક ભવમાં પ્રાપ્ત થયેલ પુરુષલિંગ સ્ત્રીલિંગ વગેરે લિંગ આંદગીપર્યત કાયમ રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી કાયમ રહે છે.
અનવસ્થિત અવધિજ્ઞાન :
જેમ સરોવરમાં જલતરંગો વધે છે ને ઘટે છે, તેવી રીતે અવધિજ્ઞાનનો વિષય ક્યારેક વધે ને ક્યારેક ઘટે, ક્યારેક નાશ પણ પામે. આ વધ-ઘટ અને નાશ, જીવના શુભાશુભ અધ્યવસાયોના કારણે થતો હોય છે.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં અવધિજ્ઞાનના ૧૪ ભેદ બતાવવામાં આવ્યા છે, અર્થાત્ અવધિજ્ઞાન અંગે ૧૪ ધારોથી વિવેચન કરવામાં આવ્યું છે. અહીં માત્ર તે ૧૪ ભેદોનાં નામ જ બતાવું છું. વિશેષ જિજ્ઞાસુએ વિશેષાવશ્યકભાષ્ય' માંથી બોધ પ્રાપ્ત કરવો.
(૧) ક્ષેત્ર-પરિમાણ (૨) સંસ્થાન (૩) અનુગામી (૪) અનનુગામી (૫) અવસ્થિત (૯) ચળ (૭) તીવ્ર-મંદ (૮) પ્રતિપાત-ઉત્પાતાદિ (૯) જ્ઞાન (૧૦) દર્શન (૧૧) વિભંગ (૧૨) દેશ (૧૩) ક્ષેત્ર (૧૪) ગતિ. મન:પર્યાયજ્ઞાન :
મન:પર્યાયજ્ઞાનના બે પ્રકાર છે : (૧) ઋજુમતિ અને વિપુલમતિ. મનવાળા સંજ્ઞી જીવો કોઈપણ વસ્તુનો વિચાર મનથી કરે છે. વિચારણીયમનનીય વસ્તુના ભેદ પ્રમાણે વિચારપ્રવૃત્ત મન જુદી જુદી આકૃતિઓ ધારણ કરે છે. એ આકૃતિઓ મનના પર્યાય કહેવાય છે. એ પર્યાયોને સાક્ષાત જાણનાર જ્ઞાન, તે મન:પર્યાયજ્ઞાન.
ઋજુમતિ-મનઃપર્યાયજ્ઞાન : “વિષયને જે સામાન્યરૂપે જાણે તે ઋજુમતિ. સામાન્યરૂપે જાણવાનો અર્થ એટલો જ છે કે તે વિપુલમતિની અપેક્ષાએ થોડા વિશેષોને જાણે છે. વિપુલમતિની અપેક્ષાએ ઋજુમતિમાં અધ્યવસાયોની વિશુદ્ધિ ઓછી હોય છે. ૮૫. વિશેષાવ૫ માર્ચ, જાથ-9૭૭/૫૭૮ ८६. ऋजुविपुलमति मनःपर्यायः । - तत्त्वार्थसूत्रे-१/२४ ८७. या मतिः सामान्यं गृहणाति सा ऋज्वीत्युपदिश्यते। या पुनर्विशेषग्राहिणी सा
विपुलेत्युपदिश्यते । - तत्त्वार्थसूत्र टीकायाम्
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪o
પ્રશમરતિ વિપુલમતિ-મન:પર્યાયજ્ઞાન : વિષયને જે વિશેષરૂપે જાણે તે વિપુલમતિ.
દા.ત., એક માણસે ઘડાનો વિચાર કર્યો. જુમતિ-મન પર્યાયજ્ઞાની માત્ર ઘડાના વિચારને જ જોશે, જ્યારે વિપુલમતિ-મન:પર્યાયજ્ઞાની, ઘડા અંગે એ માણસ જે સેંકડો વિચાર કરે, તે બધા વિચારોને જાણે!
આ ભેદ, મન:પર્યાયજ્ઞાનાવરણના ક્ષયોપશમની ભિન્નતાના કારણે પડે છે. ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયા પછી ચાલ્યું પણ જાય. વિપુલમતિમના પર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન સુધી રહે છે.
મન:પર્યાયજ્ઞાનનું ક્ષેત્ર માત્ર મનુષ્યક્ષેત્ર અઢી દ્વીપ જ છે. અને આ જ્ઞાન માત્ર સંયત એવા મનુષ્યને જ થાય છે.
કેવળજ્ઞાન :
સર્વ દ્રવ્યાદિના પરિણામની સત્તાને જાણવાનું કારણ, અનન્ત, શાશ્વતું અને અપ્રતિપાતી કેવળજ્ઞાન એક જ છે. એના ભેદ-પ્રકારો નથી.
સર્વકાળના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોને જાણનારું કેવળજ્ઞાન પ્રકાશે છે. તે પર્યાયથી અનન્ત છે, નિરન્તર ઉપયોગવાળું હોવાથી શાશ્વત છે. નાશ નહીં પામતું હોવાથી અપ્રતિપાતી છે અને સર્વવિશુદ્ધિવાળું હોવાથી એક જ પ્રકારે છે. પાંચ જ્ઞાનના વિષય :
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિષય : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા રુપી અને અરૂપી બધાં દ્રવ્ય જાણી શકાય છે, પરંતુ તે દ્રવ્યોના બધા પર્યાય જાણી શકાય નહીં. મતિવૃતના ગ્રાહ્ય વિષયોની આ દૃષ્ટિએ સમાનતા છે. છતાં, પર્યાયોની અપેક્ષાએ તફાવત છે. મતિજ્ઞાન વર્તમાનગ્રાહી હોવાથી દ્રવ્યોના કેટલાક વર્તમાન પર્યાયોને જ ગ્રહણ કરી શકે છે, પરન્તુ શ્રુતજ્ઞાન ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણેય કાળના પર્યાયોને થોડાવત્તા પ્રમાણમાં ગ્રહણ કરી શકે છે.
અવધિજ્ઞાનનો વિષય : અવધિજ્ઞાનમાં માત્ર રૂપી દ્રવ્યોનો સાક્ષાત્કાર થઈ શકે છે, તે પણ રૂપી દ્રવ્યોના સર્વપર્યાયોને જાણી શકતું નથી. ८८. मणपज्जवनाणं पुण जणमणपरिचितियत्थपागडणं।
माणुसखेत्तनिबद्धं गुणपच्चइयं चरित्तवओ ।।८१०।। - विशेषावश्यकभाष्ये ८९. मतिश्रुतयोर्निवन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु। १/२७ ૧૦, ધ્વવધે || વરદ
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૪૫ મનપર્યાયજ્ઞાનનો વિષય : મન:પર્યાયજ્ઞાન પણ મૂર્ત (રૂપી) દ્રવ્યોનો જ સાક્ષાત્કાર કરી શકે છે; પરન્તુ અવધિજ્ઞાન જેટલો નહીં. મન:પર્યાયજ્ઞાનનો વિષય, અવધિજ્ઞાનના વિષયનો અનન્તમો ભાગ કહેવામાં આવ્યો છે, કારણ કે અવધિજ્ઞાનથી સર્વપ્રકારનાં પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ થઈ શકે છે, જ્યારે મન:પર્યાયજ્ઞાનથી તો માત્ર અઢીદ્વીપમાં રહેલા મનુષ્યના મનના પર્યાયો જ જાણી શકાય છે.
મન:પર્યાયજ્ઞાન ગમે તેટલું વિશદ્ધ હોય, છતાં પોતાના ગ્રાહ્ય દ્રવ્યોના સર્વપર્યાયોને જાણી શકતું નથી.
કેવળજ્ઞાનનો વિષય : કેવળજ્ઞાન સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણે છે. એવું કોઈ દ્રવ્ય નથી કે એવો કોઈ ભાવ નથી કે જે કેવળજ્ઞાન દ્વારા જાણી ન શકાય, જોઈ ન શકાય. લોકાલોકના અનન્ત પર્યાયોને જાણવાનું સામર્થ્ય હોય છે આ જ્ઞાનમાં. આનાથી વધીને બીજું કોઈ જ્ઞાન નથી. એક સાથે એક જીવમાં કેટલાં જ્ઞાન હોય?
એક જીવમાં એક સાથે એકથી લઈ ચાર સુધી જ્ઞાન, અનિયતરૂપે હોઈ શકે, જ્યારે કેવળજ્ઞાન હોય ત્યારે એક જ હોય, બીજાં જ્ઞાન ન હોય. “પ્રશમરતિ ના ટીકાકાર આચાર્યશ્રી કહે છે : એકલું મતિજ્ઞાન પણ હોઈ શકે. અલબત્ત, મતિ અને શ્રત એક-બીજા વિના નથી રહેતાં, છતાં અક્ષરાત્મક શ્રુતજ્ઞાન સર્વત્ર નથી હોતું, એ અપેક્ષાએ એકલું મતિજ્ઞાન હોઈ શકે છે. Éિ મતિજ્ઞાનું નાન્યત: श्रुतज्ञानमक्षरात्मकं सर्वत्र न संभवतीत्येवमुक्तमेकं मतिज्ञानमिति।
* ક્યારેક એક જીવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન-બે જ્ઞાન હોય. જે ક્યારેક એક જીવમાં મતિ, શ્રુત અને અવધિ-ત્રણ જ્ઞાન હોય. છે ક્યારેક એક જીવમાં મતિ, શ્રુત અને મનઃ પર્યાય ત્રણ જ્ઞાન હોય.
ક્યારેક એક જીવમાં મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય-આ ચાર જ્ઞાન હોય. આ રીતે, ભેદ, વિષય આદિથી પાંચ જ્ઞાનની વિસ્તારથી વિચારણા કરી. હવે ગ્રન્થકાર સ્વયં સમ્યગુજ્ઞાન અને મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે;
९१. तदनन्तभागे मनःपर्यायस्य । १/२९ ९२. सर्वद्रव्यपर्यायष केवलस्य । १/३० ९३. एकादीनि भाज्यानि युगपदकस्मिन्त्राचतुर्यः । १/३१
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
પ્રશમરતિ सम्यग्दृष्टानं सम्यग्ज्ञानमिति नियमत: सिद्धम्।
आद्यत्रयमज्ञानमपि भवति मिथ्यात्वसंयुक्तम् ।।२२७ ।। અર્થ : સમ્યગુદૃષ્ટિનું જ્ઞાન સમ્યગુ જ્ઞાન કહેવાય. આ નિયમથી સિદ્ધ છે. શરૂઆતનાં ત્રણ જ્ઞાન-મતિ, શ્રત અને અવધિ, મિથ્યાત્વથી સંયુક્ત થાય ત્યારે મિથ્યાજ્ઞાન બને છે. [અજ્ઞાન બને છે.
વિવેચન : જે આત્માને સર્વજ્ઞકથિત સ્વાર્થ પર શ્રદ્ધા હોય, તત્ત્વાર્થનો યથાવસ્થિત બોધ હોય તેને “સમ્યગદૃષ્ટિ' કહેવાય. શંકા-કાંક્ષા આદિ દોષોથી તેનું જ્ઞાન મુક્ત હોય. આવા સમ્યગુરુષ્ટિ આત્માઓનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સમ્યગુજ્ઞાન કહેવાય.
પરંતુ જે જીવાત્મામાં સમ્યક્તનો ઉદય ન થયો હોય, મિથ્યાત્વનો અંધકાર હોય તો એનાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન “અજ્ઞાન' કહેવાય, મિથ્યાજ્ઞાન” કહેવાય. આ ત્રણ અજ્ઞાનરૂપ પણ હોય છે! અજ્ઞાનરૂપ બનેલાં એ જ્ઞાન મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિઅજ્ઞાન 1 વિર્ભાગજ્ઞાન) કહેવાય છે.
અલબત્ત, લૌકિક દૃષ્ટિએ જ્ઞાન જ છે, પરંતુ અહીં જે જ્ઞાન-અજ્ઞાનનો ભેદ કરવામાં આવ્યો છે તે આગમષ્ટિએ કરવામાં આવ્યો છે. જિનાગમોનો આ નિર્ણય છે કે મિથ્યાષ્ટિનાં આ ત્રણ જ્ઞાન અજ્ઞાન જ છે.
મિથ્યાત્વ, સત્ અને અસનો ભેદ કરવા દેતું નથી. એટલું જ નહીં, સહુને અસતું અને અસતુને સત્ મનાવે છે! તેથી એ જ્ઞાન અજ્ઞાનરૂપ છે.
સમ્યક્ત્વ, સતુને સતું અને અસતુને અસતું સમજાવે છે, તેથી તે જ્ઞાન સન્ હોય છે તે જ્ઞાનનું ફળ પ્રાપ્ત થાય છે. જ્ઞાન નં વિરતિ: જ્ઞાનનું ફળ ‘વિરતિ પ્રાપ્ત થાય છે.
સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અતિ અલ્પ હોવા છતાં, મોક્ષાભિમુખ હોવાથી, તેનું જ્ઞાન ફળયુક્ત બને છે. નાનકડો પણ દીવો માર્ગને પ્રકાશિત કરે છે.
મિથ્યાષ્ટિનું જ્ઞાન ગમે તેટલું વધારે હોય, છતાં સંસારાભિમુખ હોવાથી, તેનું જ્ઞાન ફલરહિત-નિષ્ફળ બને છે. અંધકાર એ અંધકાર! અંધકારમાં ભટકવાનું જ હોય.
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ ચારિત્ર
सामायिकमित्याद्यं छेदोपस्थापनं द्वितीयं तु । परिहारविशुद्धिकं सूक्ष्मसम्परायं यथाख्यातम् ।।२२८ ।।
इत्येतत् पञ्चविधं चारित्रं मोक्षसाधनं प्रवरम् । अनेकानुयोगनयप्रमाणमार्गेः समनुगम्यम् ||२२९ ।।
અર્થ : પહેલું સામાયિક, બીજું છેોપસ્થાપનીય, ત્રીજું પરિહાર વિશુદ્ધિ, ચોથું સૂક્ષ્મસંપરાય અને પાંચમું યથાખ્યાત.
આ પ્રમાણે આ પાંચ પ્રકારનું ચારિત્ર મોક્ષનું પ્રધાન કારણ છે. તેને અનેક અનુયોગ, નય અને પ્રમાણોથી સારી રીતે જાણવું જોઈએ.
વિવેષન : ભગવાન શ્રી ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમ-સૂત્રના પહેલા જ સૂત્રમાં કહ્યું છે : સભ્ય વર્શન-જ્ઞાન-પારિત્રાણિ મોક્ષમાર્ગ ! સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર, એ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગનો બોધ કરાવતા ગ્રન્થકાર આચાર્યશ્રી પ્રસ્તુતમાં સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યા પછી સભ્યશ્ચારિત્રનું સ્વરૂપ બતાવવા તત્પર થયા છે.
એક વાત પહેલાં સમજી લેવી જોઈએ કે ચારિત્રની પ્રાપ્તિનો સંબંધ ‘મોહનીય કર્મ'ના ક્ષયોપશમ સાથે રહેલાં છે. સર્વપ્રથમ દર્શનમોહનીય [ મિથ્યાત્વ ]નો ક્ષયોપશમ થવો જોઈએ. તે પછી અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કપાયોનો ક્ષયોપશમ થવો જોઈએ. આ ત્રણ જાતના ક્રોધમાન-માયા અને લોભનો ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્ર-ધર્મનો લાભ થાય,
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં પૂર્વધર મહર્ષિ જિનભદ્રગણી ક્ષમાશ્રમણે કહ્યું છે. बारसविहेकसाए खइए उ सामिये व जोगेहिं ।
लभई चरित्तलंभो तस्स विसेसा इमं पंच ।।१२५४ ।।
પ્રશસ્ત મન-વચન-કાયાના યોગોથી બાર પ્રકારના કપાયોનો ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે ચારિત્રના પાંચ પ્રકાર છે.
4
* બુઝાઈ ગયેલા અગ્નિ જેવા ક્ષીણ કષાયો હોય,
* રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા ઉપશાન્ત કષાયો હોય,
९४. खीणा निव्वाहुयासणोव्व छारपिहितव्व उवसंता ।
दरविज्झायविहाडियजलणोवम्मा खओवसमा ।। - विशेषावश्यकभाष्य-टीकायाम्
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
પ્રશમરતિ જ કંઈક ઓલવાયેલા અને કંઈક રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા ક્ષયોપશમિત કષાયો હોય. પાંચ ચારિત્ર : ૧. સામાયિક ૨. છેદોપસ્થાપનીય ૩. પરિહારવિશુદ્ધિ ૪. સૂક્ષ્મસંપરાય ૫. યથાખ્યાત. સામાયિક ચારિત્ર : રાગ-દ્વેષ ઓછા થવા તેનું નામ સમ. વિશુદ્ધિનો લાભ થવો તેનું નામ આય. આનું નામ સામાયિક. સર્વ પાપયોગોની નિવૃત્તિરૂપ આ ચારિત્ર છે. આ પરિભાષાની અપેક્ષાએ શેષ ચાર ચારિત્ર પણ સામાયિક-ચારિત્ર જ છે વિશુદ્ધિ, તપશ્ચર્યા અને કષાયોના વિશેષ ક્ષય-ક્ષયપશમની અપેક્ષાએ જુદાં જુદાં નામ પડેલાં છે.
સામાયિક-ચારિત્રના બે ભેદ છે : ૧. ઈશ્વરેફાલિક અને ૨, યાવત્રુથિક.
ભરતક્ષેત્રો અને એરવત ક્ષેત્રોમાં, પહેલા તીર્થંકર અને છેલ્લા તીર્થકરના તીર્થમાં ઈવરકાલિક પિરિમિતકાળનું સામાયિક ચારિત્ર છે.
ભરત-ઐરાવત ક્ષેત્રોમાં મધ્યના બાવીસ તીર્થકરોના તીર્થમાં યાવન્કથિક (જીવનપર્યતનું સામાયિક ચારિત્ર હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં તો સર્વે સાધુસાધ્વીને યાવથિક સામાયિક ચારિત્ર જ હોય છે, ઈત્વરકાલિક નથી હોતું.
"છેદોપસ્થાપનીય ચારિત્ર : ૧. ઈન્વરકાલિક સામાયિક ચારિત્રવાળાં સાધુ-સાધ્વીને જે પાંચ મહાવ્રતો. આપવામાં આવે છે વડી દીક્ષા આપવામાં આવે છે. તેને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. એવી રીતે, ભગવાન પાર્શ્વનાથના તીર્થનાં સાધુ-સાધ્વી જ્યારે ભગવાન મહાવીરના તીર્થમાં આવ્યાં, ત્યારે તેમને ९५. सेहस्स निरइयारं तित्थंतरसंकमे च तं होज्जा । मूलगुणघाइणो साइयारमुभयं च ठियकप्पे ।।१२६९।। - विशेषावश्यकभाष्य-टीकायाम
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાંચ ચારિત્ર
જે પાંચ મહાવ્રત આપવામાં આવ્યાં હતાં, તે પણ નિરતિચાર છેદોપસ્થાપનીય
ચારિત્ર હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. પાંચ મહાવ્રતોને સ્વીકાર્યા પછી, એ મહાવ્રતોનું ખંડન થયું હોય, એવા સાધુ-સાધ્વીને પુનઃ પાંચ મહાવ્રતો આપવામાં આવે તેને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય.
૪૦૯
પરિહારવિશુદ્ધિ ચારિત્ર :
પરિહાર એટલે તપ. જે તપથી ચારિત્ર વિશેષ વિશુદ્ધ બને, તે તપને પરિહારવિશુદ્ધિ કહે છે, તે અપેક્ષાએ એ વિશુદ્ધ ચારિત્રને પરિહારવિશુદ્ધિચારિત્ર કહેવામાં આવ્યું છે. આ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના સમયમાં જ હોય છે. [પાંચ ભરત-પાંચ ઐરવત ક્ષેત્રોમાં.
નવ મુનિ ગુરુ-આજ્ઞાથી ગચ્છ બહાર નીકળે. તપશ્ચર્યા માટે અનુકૂળ ક્ષેત્રમાં જાય. ત્યાં મુનિઓ ત્રણ વિભાગમાં થઈ જાય. એક મુનિ વાચનાચાર્ય બને, ચાર મુનિ ઉત્કૃષ્ટ તપ કરે અને ચાર મુનિ સેવા કરે.
ૐ આ ચારિત્ર સ્વીકારનાર મુનિની ઉંમર ઓછામાં ઓછી ૨૯ વર્ષની હોવી જોઈએ. દીક્ષાપર્યાય ૧૯ વર્ષનો હોવો જોઈએ.
ગ્રીષ્મમાં
૧ ઉપવાસ
૨ ઉપવાસ
૩ ઉપવાસ
* આ ચારિત્ર તીર્થંકર પાસે કે તીર્થંકર પાસે દીક્ષિત થયેલા મુનિ પાસે જ અંગીકાર કરી શકાય.
તપશ્ચર્યા :
તપ
શિશિરમાં
વર્ષોમાં
જઘન્ય
૨ ઉપવાસ
૩ ઉપવાસ
મધ્યમ
૩ ઉપવાસ
૪ ઉપવાસ
ઉત્કૃષ્ટ
૪ ઉપવાસ
૫ ઉપવાસ.
* ચાર સાધુઓ છ મહિના સુધી તપ કરે, પછી સેવા કરનારા ચાર મુનિ તપ કરે અને તપ કરનારા મુનિ સેવા કરે. છ મહિને તપ પૂરું થયા પછી વાચનાચાર્ય તપ શરૂ કરે. બાકીના આઠ સાધુઓમાંથી એક સાધુ વાચનાચાર્ય બને અને સાત સેવા કરે. આ રીતે ૧૮ મહિના આ તપ ચાલે.
For Private And Personal Use Only
* અઢાર મહિના પછી, એ નવ સાધુઓમાંથી જન ‘જિનકલ્પ · સ્વીકારવા હોય તે જિનકલ્પ સ્વીકારી શકે, જેને ગરમાં આવવું હોય તે ગચ્છમાં આવી
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧),
પ્રશમરતિ સ્થવિરકલ્પ' સ્વીકારી શકે અને ફરીથી પરિહારવિશુદ્ધિ-તપ કરવું હોય તો પણ કરી શકે.
* જેમને તપ ન ચાલતું હોય તે મુનિઓ નિવમાંથી નિત્ય ભોજન કરનારા હોય (ક્યારેક ઉપવાસ કરે છે, પરંતુ નિત્ય ભોજનમાં આયંબિલ જ કરે. તપશ્ચર્યાના પારણે પણ આયંબિલ કરે. વિગઈ વગેરે તો કોઈનેય કહ્યું નહીં. સૂક્ષ્મ સંપરા ચારિત્ર :
સંપરાય એટલે કષાય. દસમા ગુણસ્થાનકે આત્મામાં સુક્ષ્મ-થોડા જ કપાય રહેલા હોય છે, તેથી એ ગુણસ્થાનકે રહેલા આત્માને-મહાત્માને સુક્ષ્મસંપાયચારિત્ર હોય,
દસમું ગુણસ્થાનક, મહાત્મા જ્યારે ઉપશમ શ્રેણિએ કે ક્ષપક શ્રેણિએ ચઢે ત્યારે જ આવે છે. ઉપશમ શ્રેણિએ ચઢેલો મહાત્મા ૧૧ મા ગુણસ્થાનકેથી પાછો પડે છે. ત્યારે પણ ૧૦ માં ગુણસ્થાનકે આવે છે. ચઢતાં વિશુદ્ધિ વધતી હોય, પડતાં વિશુદ્ધિ ઘટતી હોય, યથાવાત ચારિત્ર : કષાયરહિત આત્માને આ ચારિત્ર હોય છે. આ ચારિત્રના બે ભેદ છે : ૧. છઘસ્થનું યથાખ્યાત ચારિત્ર [૧૧-૧૨ મા ગુણસ્થાનકે ૨. કેવળજ્ઞાનીનું યથાખ્યાત ચારિત્ર. [૧૩-૧૪ મા ગુણસ્થાનક |
અગિયારમાં ગુણસ્થાનકે કષાયોના ઉપશમથી યથાખ્યાત ચારિત્ર હોય. બારમા ગુણસ્થાનકે કષાયોના ક્ષયથી યથાખ્યાત ચારિત્ર હોય. - તેરમા ગુણસ્થાનકે સયોગી કેવળજ્ઞાનીનું યથાખ્યાત ચારિત્ર હોય. ચૌદમાં ગુણસ્થાનકે અયોગી કેવળજ્ઞાનીનું યથાખ્યાત ચારિત્ર હોય.
કષાયોના લયોપશમથી પહેલાં ત્રણ ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ, કપાયોના ઉપશમથી કે ક્ષયથી થાય છે.
આ દૃષ્ટિએ, કષાયોના ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષય-ત્રણ પ્રક્રિયા સાર્થક છે.
९६. अहवा खओवसमओ चरणतियं उवसमेण खयओ वा।
सुहुमाहक्खाई तेणावसमक्खया कमसो।।१२८२।। - विशेषावश्यकभाष्य
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ ચારિત્ર
૪૧૧ ગ્રન્થકાર આચાર્યદેવ, આ પાંચ ચારિત્ર અંગે વિશેષ બોધ પ્રાપ્ત કરવા, ત્રણ માર્ગો બતાવે છે : અનુયોગ, નન્ય અને પ્રમાણ. આ ત્રણ વિચારણાના ચિંતન-મનનના વિશિષ્ટ માર્ગો છે. પહેલાં આ ત્રણ શબ્દોને ઓળખી લઈએ.
અનુયોગ : સૂત્રના અભિધેય-કથની સાથે સંબંધ કરવો, તેનું નામ અનુયોગ. સૂત્રને અનુરૂપ કે અનુકૂળ જે વચનપ્રવૃત્તિ, તેનું નામ અનુયોગ.
અનુ' બદલે “અણુ લાગીને “અણુયોગ' શબ્દ બને ત્યારે “અણુ'નો અર્થ સૂત્ર” કરવાનો. અણુ જેટલા નાના સૂત્રનો વિશાળ અર્થ કરવો તેનું નામ અણુયોગ.
અનુયોગના ૧. અનુયાગ ૨. નિયોગ ૩. ભાષા ૪. વિભાપા, અને પ. વાર્તિક, આ પાંચ કાર્થક નામો છે.
પાંચ ચારિત્રનો અનુયાગ ૩૬ દ્વારોથી કરવામાં આવ્યો છે. અર્થાત્ ૩૬ દ્વારથી પાંચ ચારિત્રનો વિસ્તારથી બોધ થઈ શકે છે.
૧. પ્રજ્ઞાપના. ૯. લીંગ ૧૭. ઉપયોગ ૨. વેદ
૧૦. શરીર ૧૮. કષાય ૩. રાગ ૧૧. ક્ષેત્ર
૧૯. લેશ્યા ૪. કલ્પ ૧૨. કાળ ૨૦. પરિણામ ૫. નિર્ઝન્ય ૧૩. ગતિ
૨૧. બંધ ૬. પ્રતિસેવન ૧૪. સંયમ ૨૨. વેદન 9, જ્ઞાન ૧૫. સંનિકર્ષ ૨૩. ઉદીરણા ૮. તીર્થ ૧૬. યોગ ર૪. ઉપસંપદ ૨૫. સંજ્ઞા ર૯, કાળમાન ૩૩. સ્પર્શના રક, આહાર ૩૦. અંતર ૩૪. ભાવ ૨૭, ભવા ૩૧. સમુદ્દઘાત ૩૫. પરિમાણ
૨૮, આકર્ષ ૩૨. ક્ષેત્ર ૩૬. અલ્પબદુત્વ. ९७. अणुओगो य निओगो भास-विभासा य वत्तियं चेय।
एए अणुओगस्स उ नामा एगट्ठिया पंचः ।।२३८५।। - विशेषावश्यकभाष्ये જુઓ “પંચસંયત' પ્રકરણ.
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
પ્રશમરતિ નય : પ્રમાણ :
પ્રત્યેક પદાર્થ અનન્ત ધર્માત્મક હોય છે. “પ્રમાણ' એ પદાર્થને અનન્ત ધર્માત્મક સિદ્ધ કરે છે, જ્યારે “નય’ એ પદાર્થના અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મને ગ્રહણ કરે છે અને સિદ્ધ કરે છે. પ્રમાણ અને નયમાં આ ભેદ છે : નય પ્રમાણનો એક દેશ (અંશકે છે. પરંતુ જેમ સમુદ્રના એક અંશને સમુદ્ર ન કહેવાય તેમ અસમુદ્ર પણ ન કહેવાય તેવી રીતે નયને પ્રમાણ પણ ન કહેવાય અને અપ્રમાણ પણ ન કહેવાય. સમ્યગુ અર્થનિર્ણય-તે પ્રમાણે છે.
નયોના જેવી રીતે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-આ સાત પ્રકાર છે, તેવી રીતે ૧. નિશ્ચયનય ૨. વ્યવહારનય, જ્ઞાનનયક્રિયાનય, દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિકનય...એવા પણ જુદા જુદા પ્રકાર છે.
પાંચ ચારિત્રનો વિચાર-વિસ્તાર માં નયોની દૃષ્ટિએ પણ કરવામાં આવ્યો છે:
દ્રવ્યચારિત્ર-ભાવચારિત્ર, નિશ્ચયચારિત્ર વગેરે નયની દૃષ્ટિએ કહેવામાં આવ્યાં છે. દરેક નય પોતાને અભિમત હોય તે જ ચારિત્રને ચારિત્ર માને છે, બીજા ચારિત્રને ચારિત્ર માનતો નથી. જ્યારે પ્રમાણે દરેક ચારિત્રની યુક્તિપૂર્વક સ્વીકાર કરે છે.
મોક્ષમાર્ગ सम्यक्त्वज्ञानचारित्रसम्पदः साधनानि मोक्षस्य । तास्वेकतराऽभावेऽपि मोक्षमार्गाऽप्यासिद्धिकरः ।।२३०।। અર્થ : સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફરિત્રરૂપ સંપદા માલનાં સાધન છે. એમાંથી એકના અભાવમાં મોક્ષમાર્ગની સિદ્ધિ નથી થતી.
વિવેચન : સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રનું વિસ્તારથી વિવેચન કર્યા પછી હવે આ કારિકાના માધ્યમથી એ નિર્ણય કરીશું કે સમ્યગુદર્શનાદિ ત્રણ સમૂહરૂપે જ માક્ષનાં સાધન બને છે. એકલું સમ્યગદર્શન નહીં એકલું સભ્ય જ્ઞાન નહીં, કે એકલું સમ્યકુચારિત્ર નહીં. આ ત્રણેયનો સમુહ મોક્ષમાર્ગ છે, કોઈ એક નહીં પરંતુ એ નિર્ણય કરતાં પૂર્વે “મોક્ષ' કોને કહેવાય અને મોક્ષમાર્ગ કોને કહેવાય, એનો વિચાર કરીશું. ९८. सम्यगर्थर्णियल प्रमाणम्। - प्रमाणमीमांसायाम् ९९. एतानि च समरतानि मोक्षसाधनानि ।
एकतरामावेऽप्यसाधनानीत्यतः त्रयाणां ग्रहम। - तत्त्वार्थभाष्ये
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાર્ગ
૪૧૩ મોક્ષનું સ્વરૂપ : લોકાંતે રહેલી “ઈષતુપ્રાગભારા' નામની ધરતીને “મોક્ષ કહેવામાં આવે છે. વાસ્તવમાં એ મુક્તાત્માઓનું વિશિષ્ટ સ્થાન છે. જે આત્માઓ
જ્ઞાનાવરણાદિ આઠેય કમનો નાશ કરે છે તે આત્માઓ “પપ્રાગુભાર” ધરતી પર કે જેને “સિયશિલા' પણ કહેવામાં આવે છે, ત્યાં પહોંચે છે અને કેવળ આત્મસ્વભાવમાં સ્થિર થઈ જાય છે. આત્માની વિકાસયાત્રી ત્યાં પૂર્ણ થઈ જાય છે. આત્મગુણોની પૂર્ણતા પ્રગટી જાય છે. પછી, એ પૂર્ણાત્મા ક્યારેય અપૂર્ણ બનતો નથી, દેહધારી બનતો નથી.
મોક્ષમાર્ગનું સ્વરૂપ : મોક્ષનો માર્ગ એટલે આત્માની શુદ્ધિ. એ શદ્ધિનાં અસાધારણ કારણો છે: સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યફચારિત્ર. માટે કારણમાં કાર્યને ઉપચાર કરીને સમ્યગુદર્શનાદિ ત્રણને મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે.
છે જ્ઞાન અને ચારિત્ર વિના એકલું સમ્યગદર્શન મોક્ષમાર્ગ ન બને. આ જ્ઞાન અને દર્શન વિનાનું એકલું ચારિત્ર મોક્ષમાર્ગ ન બને.
દર્શન અને ચારિત્ર વિનાનું એકલું જ્ઞાન મોક્ષમાર્ગ ન બને. - દર્શન અને જ્ઞાન હોય, પરંતુ ચારિત્ર ન હોય તો મોક્ષમાર્ગ નથી! જ્ઞાન અને ચારિત્ર હોય, પરંતુ દર્શન ન હોય તો મોક્ષમાર્ગ નથી! દર્શન અને ચારિત્ર હોય, પરંતુ જ્ઞાન ન હોય તો મોક્ષમાર્ગ નથી! અર્થાત્ સમ્યગદર્શન-જ્ઞાન અને ચારિત્ર સમૂહપણે મોક્ષમાર્ગ બને છે. જેમ ત્રિફળાનું ચૂર્ણ! હરડે, બહે અને આમળા-ત્રણ ભેગાં થાય ત્યારે જ ત્રિફળાચૂર્ણ બને અને ઔષધનું કામ કરે.
पूर्वद्वयसम्पद्यपि तेषां भजनीयमुत्तरं भवति।
पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः ।।२३१।। અર્થ : પહેલાં બિ સમ્યગદર્શન-સમ્યજ્ઞાના હોય તે સમ્યફચારિત્રની ભજના હોય છે ચારિત્ર હોય પણ ખરુ, ન પણ હોય પરંતુ સમ્યફચારિત્ર હોય છતે સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન હોય.
१००. मोक्ष इति च ज्ञानावरणद्यष्टविधकर्मक्षयलक्षणः केवलात्मस्वभावः कथ्यते
स्वात्मावस्थानरूपः। - तत्त्वार्थटीकायाम् १०१. मोक्षस्य मार्गः शुद्धिरुच्यते। - तत्त्वार्थटीकायाम् १०२. सम्यग्दर्शन-ज्ञान-चारित्रणि मोक्षमार्गः । - तत्त्वार्थसूत्रे/ अ० १ सु० १
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
પ્રશમરતિ વિવેચન : આત્મશુદ્ધિ-આત્મગુણોની વૃદ્ધિની અપેક્ષાએ, સમ્યગદર્શનાદિનું સાહચર્ય અને અ-સાહચર્ય ગ્રન્થકાર બતાવી રહ્યા છે.
આત્મશુદ્ધિની ક્રમિક ભૂમિકાઓને જૈન પરિભાષામાં “ગુણસ્થાનક' કહેવામાં આવ્યાં છે. એકથી ચૌદ ગુણસ્થાનકો બતાવાયાં છે. આધ્યાત્મિક વિકાસયાત્રાનો પ્રારંભ ચોથા ગુણસ્થાનકેથી થાય; કારણ કે ત્યાં જીવાત્મા નિર્કાન્ત બનતો. હોય છે, જગતનું યથાર્થ દર્શન કરતો હોય છે, આત્મતત્વની અનુભૂતિ કરતો હોય છે. પરંતુ આ બધું બાહ્ય આચાર રૂપે નથી હોતું, શ્રદ્ધારૂપ હોય છે, સમજણરૂપ હોય છે. શ્રદ્ધા એટલે સમ્યગુદર્શન અને સમજણ અટલે સમ્યગુજ્ઞાન. એટલે કે આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ આંતરિક ભૂમિકાથી શરૂ થતો હોય છે. જ્યારે એ વિકાસયાત્રા આગળ વધે છે અને પાંચમાં ગુણસ્થાનકે પહોંચે છે, ત્યારે એ શ્રદ્ધા અને સમજણને અનુરૂપ આંશિક સદાચરણ એના જીવનમાં આવે છે. અર્થાત્ આંશિક ચારિત્ર આવે છે.
છઠ્ઠા ગુણસ્થાનકે સમ્યગદર્શન. સમ્યગૂજ્ઞાન અને સમ્યકુચારિત્રના સુમેળ જામે છે. આ ગુણસ્થાનકે આ ત્રણ સાથે જ હોય! પછી, આગળ આગળના ગુણસ્થાનકોમાં પણ સાથે જ રહે છે. આત્મા વધુ ને વધુ નિર્મળ થતા જાય છે.
આરાઘક કોણ? धर्मावश्यकयोगेषु भावितात्मा प्रमादपरिवर्जी ।
सम्यक्त्वज्ञानचारित्राणामाराधको भवति ।।२३२ ।। અર્થ : ધમાંમાં ક્ષમા આદિ અને આવશ્યક ક્રિયાઓમાં પ્રિતિક્રમાદિ, શ્રદ્ધાશીલ તથા અપ્રમાદી આત્મા સમ્યગદર્શન-જ્ઞાન અને ચારિત્રનાં આરાધક બને છે
વિવેવન : મોક્ષમાર્ગ નિરંતર પ્રગતિ કરવા માટે સમ્યગદર્શન-જ્ઞાચારિત્રની યથાર્થ આરાધના કરવા માટે બે શરત છે : ૧. શ્રદ્ધા, અને ર. અપ્રમાદ!
માત્ર શાબ્દિક શ્રદ્ધા નહીં, શ્રદ્ધા જોઈએ હાર્દિક! શ્રદ્ધા જોઈએ આત્મિક! એ શ્રદ્ધાનો વિષય હોય ધર્મ. ભાવાત્મક અને ક્રિયાત્મક-બંને ધર્મ તરફ અહોભાવપૂર્વક શ્રદ્ધા જોઈએ. ક્ષમા, નમ્રતા, સરળતા, અકિંચન્ય. આદિ દશ પ્રકારના નિધર્મ પર શ્રદ્ધા જોઈએ. આ નિધર્મ ભાવાત્મક ધર્મ છે.
પ્રતિક્રમણ, આલોચના, સ્વાધ્યાય, પ્રતિલેખના, પ્રમાર્જના, નિર્ગમ-પ્રવેશ...વગેરે છે ક્રિયાત્મક ધર્મ, આ ક્રિયાત્મક ધર્મ ઉપર શ્રદ્ધા જોઈએ. અવિહડ શ્રદ્ધા જોઈએ.
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧પ
મોક્ષ ક્યારે?
આ ભાવધર્મ અને ક્રિયાધર્મ, બેમાંથી એક પણ ધર્મની ઉપેક્ષા ન કરી શકાય. બંને પ્રકારના ધર્મમાં આ ધમાંના પાલનથી જ હું મોક્ષમાર્ગની આરાધક બની શકું. આ બે પ્રકારના ધમાંના યથોચિત પાલનથી જ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની આરાધક બની શકું. અર્થાત્ નિર્વાણને પામી શકું.”
આ ધર્મોની આરાધનામાં સતત જાગૃતિ જોઈએ. એક સમયનો પણ પ્રમાદ ન કરી શકાય. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાચું જ કહ્યું : 'મર્ચ યમ પHT હે ગતમ! એક સમયનો પણ પ્રમાદ ન કરીશ.
ક્ષમા વગેરે દશ પ્રકારના મુનિધર્મના પાલનમાં જાગ્રત રહીને ક્રિયાત્મક ધર્મના પાલનમાં ઉદ્યમશીલ બન્યા રહેવાનું છે.
યોગ્ય કાળે પ્રતિક્રમણની વિધિપૂર્વકનુભાવપૂર્વક ક્રિયા કરજો.
જ્ઞાની ગુરુદેવની સમક્ષ તમને લાગેલા દોષોનું પ્રકાશન કરજો. ક દિવસ અને રાતના આઠ પ્રહારમાંથી પાંચ પ્રહર સ્વાધ્યાય કરજો. જ હૃદયમાં જીવદયાના ભાવને અખંડ રાખી વસ્ત્ર-પૌત્રાદિની પ્રતિલેખના કરજો. કરુણાભર્યા હૈયે વસતિનું પ્રમાર્જન કરજો. માર્ગે જતાં-આવતાં જીવરક્ષાનો ઉપયોગ રાખજો. આ રીતે ભાવધર્મ અને ક્રિયા ધર્મમાં શ્રદ્ધાપૂર્વક અપ્રમત્ત બનીને ઉદ્યમશીલ બનશો તો મોક્ષમાર્ગનું તમારું પ્રયાણ, તમારી મોક્ષયાત્રા નિર્વિને પૂર્ણ થશે. શ્રદ્ધામાંથી શક્તિ જન્મે છે અને જાગૃતિ ભૂલા પડવા દેતી નથી.
આ રીતે ભાવધર્મ અને ક્રિયાધર્મની આરાધના કરતાં કરતાં ક્યારે મોક્ષયાત્રાનો અંત આવશે?એ પ્રશન જાગે છેને હૃદયમાં? ગ્રન્થકાર હવે એનો પ્રત્યુત્તર આપે છે.
મોક્ષ કયારે? आराधनाश्च तेषां तिस्रस्तु जघन्यमध्यमोत्कृष्टाः ।
जन्मभिरष्टव्येकैः सिध्यन्त्याराधकास्तासाम् ।।२३३।। અર્થ : તેઓની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-આ ત્રણ પ્રકારની આરાધના સિમ્યગદર્શનાદિની) હોય છે. તેમાં ક્રમશઃ આઠ, ત્રણ અને એક ભવમાં આરાધકો સિદ્ધિ પામે છે. મોક્ષ પામે છે...
વિચૈન : સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરનાર આરાધકનું લક્ષ્ય હોય છે-સંપૂર્ણ વિશુદ્ધ આત્માની પ્રાપ્તિ. આત્માની શુદ્ધ, બુદ્ધ અને મુક્ત
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
પ્રશમરતિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે એ આરાધના કરે છે. આન્તર-બાહ્ય કષ્ટને સ્વરેચ્છાપૂર્વક સહે છે. ક્યારેક એના મનમાં એ પ્રશ્ન ઊઠી શકે કે “મારો મોક્ષ ક્યારે થશે? આત્માની પરમ વિશુદ્ધ અવસ્થા ક્યારે પ્રાપ્ત થશે?'
જ્યારે આ ધરતી પર સદેહ તીર્થંકરો વિચરતા હતા, કેવળજ્ઞાની કે અવધિજ્ઞાની જેવા વિશિષ્ટ જ્ઞાની પુરુષો વિચરતા હતા ત્યારે તો આરાધક આત્માઓનો આ પ્રશન સરલતાથી હલ થઈ જતાં હતાં. જ્ઞાની પુરુષો કહી દેતા હતા કે “તું આટલામાં ભવે મોક્ષ પામીશ.' પરન્તુ વર્તમાનકાળે તો એવા વિશિષ્ટ જ્ઞાની પુરુષો આ ધરતી પર નથી...એવા કાળે કેમ કરીને જાણવું કે “મારો મોક્ષ ક્યારે થશે?”
ગ્રન્થકાર મહર્ષિ આપણને આ પ્રશ્નનો ઉત્તર શોધવાની ઝંઝટમાંથી મુક્ત કરે છે. તેઓ કહે છે :
* તમારી આરાધના ઉત્કૃષ્ટ-નિરતિચાર છે, તમારો આત્મભાવ અત્યંત વિશુદ્ધિને પામે છે, તો તમારે હવે આ સંસારમાં બીજો ભવ કરવાનો રહેતો નથી. જો તમે આગામી ગતિનું આયુષ્ય કર્મ બાંધ્યું નથી તો આ જ ભવમાં તમે મોક્ષદશા પામી શકો છો. અલબત્ત, ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશવાનું સામર્થ્ય જોઈએ.
તમારી આરાધના મધ્યમ કક્ષાની છે, તો હજુ બીજા બે જન્મ લેવા પડશે સંસારમાં! કાં તો એ ભવ મનુષ્યના હોય, કાં તો દેવ અને મનુષ્યના હોય. ત્રીજા ભવે તમારા સંસારપરિભ્રમણનો અંત આવી જશે. કદાચ, ચાર કે પાંચ ભવ પણ થઈ શકે.
છે તમારી આરાધના જઘન્ય કોટિની છે અર્થાત્ અલ્પ પ્રમાણમાં છે. તો પણ આઠ ભવથી વધારે ભવ તમારે કરવાના નથી. હા, એ અલ્પ આરાધના પણ નિરંતર ચાલતી રહેવી જોઈએ. ધીરે ધીરે તે મધ્યમ કક્ષાની બનશે.. ઉત્કૃષ્ટ કક્ષાની બની જશે! તમારા ભવભ્રમણનો અંત આવવાનો જ.
આરાધક મહાત્માનો આદર્શ જઈએ પરમાત્મદશા! ધ્યેય જોઈએ પરમ વિશુદ્ધ આત્મદશા! વર્તમાનકાલીન પુરુષાર્થ જોઈએ કર્મોની નિર્જરા કરવાનો, ભાવાત્મક ધર્મ અને ક્રિયાત્મક ધર્મની અપ્રમત ભાવે આરાધના કરવાનો!
મુનિએ કેવા બનીને કેવા પ્રકારનો ધર્મપુરુષાર્થ કરવાનો છે, તે હવે ગ્રન્થકાર બતાવે છે :
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાધનાનું સ્વરૂપ तासामाराधनतत्परेण तेष्वेव भवति यतितय्यम् ।
यतिना तत्परजिनभक्त्युपग्रहसमाधिकरणेन ।।२३४।। અર્થ : સમ્યગદર્શનાદિની આરાધનામાં તત્પર એવા મુનિએ તેમાં જ પ્રયત્ન કરવો જોઈએ. તે માટે જિનભક્તિ, સાધુસંવા, જીવસમાધિ આદિમાં તત્પર રહેવું જોઈએ.
વિવેચન : હે મુનિરાજ! જો તમારે સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રની કલ્યાણકારિણી આરાધના કરવી છે, આરાધના કરવા તમે તત્પર છો, ઉઘત છો, તો તમારે એ સમ્યગુ દર્શનાદિની આરાધનાનાં વિભિન્ન અંગની આરાધનામાં ઉજમાળ રહેવું જોઈએ.
૧. તમારે ઉચિત કાળે પરમાત્મા જિનેશ્વર ભગવંતના મંદિરમાં જવું જોઈએ. પાવનકારી જિનપ્રતિમાનાં પ્રફુલ્લ નયને દર્શન કરવાં જોઈએ. મધુર સ્વરે ગુણ-સ્તવના કરવી જોઈએ. જિનપ્રતિમામાં.. જિનધ્યાનમાં એવા લીન થવું જોઈએ કે સાક્ષાત્ જિનનાં દર્શન થાય! અને એમ કરતાં કરતાં તમે સ્વયં જિન” બની જાઓ!
૨. તમે વિહાર કરતાં કરતાં. કોઈ તીર્થભૂમિમાં પહોંચી જાઓ, તીર્થકર ભગવંતોની કલ્યાણક ભૂમિ પર પહોંચી જાઓ. તો વિશેષરૂપે જિનભક્તિ કરો .
૩. નયનરમ્ય જિનપ્રતિમાઓ બનાવવાનો ગૃહસ્થોને ઉપદેશ આપજો, ભવ્ય જિનમંદિરના નિર્માણની પ્રેરણા આપજો, જિનપ્રતિમાઓને જિનગૃહોમાં પ્રતિષ્ઠિત કરવાના વિશિષ્ટ લાભોનું વર્ણન કરજો. પ્રજાને જિનભક્તિમાં પ્રવૃત્ત કરવા ખૂબ જ ઉદ્યમશીલ બનજો...આ બધી આરાધના તમારા સમ્યગદર્શન ગુણને વિશેષ ઉજ્વલ કરશે, વિશેષ દૃઢ કરશે.
૪. સાધુસવાનો મહાન ધર્મ ચૂકશો નહીં. બાલ, વૃદ્ધ, શ્વાન અને પ્રાપૂર્ણક સાધુઓની આદરપૂર્વક સેવા-ભક્તિ કરીને તેમને સુખશાન્તિ આપજો. જ્ઞાનવૃદ્ધ, પર્યાયવૃદ્ધ અને જિનશાસનના પ્રભાવક સાધુપુરુષોની પણ અવસરોચિત સેવા કરજો .
દર્શન-જ્ઞાન અને ચારિત્રના ગુણોથી અલંકૃત સાધુપુરુષોની સેવા કરવાથી તમારામાં એ ગુણો આવશે. આવેલા ગુણ વિશેષ ઉવલ બનશે, વૃદ્ધિ પામશે.
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ૪૧૮
સાધુસવાના ગુણને અખંડ રાખવા માટે તમારે ગુણદ્રષ્ટા બનવું પડશે. દરેક સાધુપુરુષના ગુણો જ જોવા પડશે. છબસ્થ આત્માઓમાં દોષો તો રહેવાના જ, છતાં દોષો જોવાના નથી, કારણ કે દોષદર્શન સભાવનો ઘાત કરે છે, દોષદર્શનમાંથી દ્વેષ જન્મે છે. - જિનભક્તિ અને સાધુસેવા-આ બે પ્રકારની આરાધનામાં નિરંતર ઉદ્યમશીલ બન્યા રહેવાથી સમ્યગ્દર્શનાદિની આરાધના સહજ બની જશે. આરાધનામાં આંતરઉત્સાહ બન્યો રહેશે, આંતરવીય ઉલ્લસિત બનશે.
મોક્ષમાર્ગની આરાધના કરનાર મહાત્માઓ કેવા હોય છે અને એમનું આંતરસુખ કેવું અનુપમ હોય છે, એનું યથાર્થ વર્ણન ગ્રન્થકાર સ્વયં હવે કરે છે.
સાધુ અંધ-મૂક-બધિર स्वगुणांभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकवधिरस्य । मदमदनमोहमत्सररोषविषादैरधृष्यस्य ।।२३५।।
प्रशमाव्यावाधसुखाभिकांक्षिण: सस्थितस्य सद्धर्मे। तस्य किमौपम्यं स्यात् सदेवमनुजेऽपि लोकेऽस्मिन् ।।२३६ ।। અર્થ : જેની મતિ આત્મગુણોના અભ્યાસમાં નિરત છે, જે બીજાઓની વાતોમાં આંધળો, મુંગ અને બહેરો છે, જે ગર્વ, કામ, મોહ, મત્સર, રીય અને વિષાદથી અભિભૂત નથી.
જે પ્રશમ સુખ અને અવ્યાબાધ સુખની ઇચ્છુક છે, જે સદ્ધર્મમાં દઢ છે, એવા આરાધકને, દેવ-મનુષ્યના આ લોકમાં કોની ઉપમા આપી શકાય?
વિવેન : જ્યારે વિપયિક સુખોની ઇચ્છાઓ શાન્ત થઈ જાય છે ત્યારે અંતરાત્માના પ્રશમસુખની અભિકાંક્ષા પ્રગટ થાય છે. વૈષયિક સુખોની પાછળ દોડી દોડીને થાકી ગયેલો જીવાત્મા પ્રશમ સુખના સહકારવૃક્ષની છાયા શોધે છે.
જેમ જેમ એ પ્રશમસુખનો આંશિક આસ્વાદ માણે છે તેમ તેમ પૂર્ણ અવ્યાબાધ આત્મસુખની અભિલાષામાં બંધાતો જાય છે. એ પૂર્ણ સુખને પામવાના માર્ગને શોધે છે અને એને સંયમનો-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પ્રશસ્ત માર્ગ જડી જાય છે...એક પળનોય વિલંબ કર્યા વિના એ માર્ગ પર ચાલી પડે છે. સંયમના સમ્યગુ માર્ગ પર અવિચળ શ્રદ્ધા સ્થાપિત કરે છે. ક્ષમા-નમ્રતા આદિ દશવિધ મુનિધર્મનું જાગ્રત રહીને પાલન કરે છે. પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ ક્રિયાત્મક
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
સાધુ : અંધ-મૂક-બધિર ધર્મનું આદરપૂર્વક આરાધન કરે છે. જરાય અધીર બનતા નથી, જરાય કંટાળતો નથી. સદેવ આત્માનું શાસન કરતો એ મહાત્મા- જગતને જોવા માટે આંધળો બની જાય છે.
જગતના ગુણ-દોષ બોલવા મુંગો બની જાય છે. » જગતના પ્રલાપો સાંભળવા બહેરો બની જાય છે!
એ મહાત્માની આવી સ્પષ્ટ સમજ હોય છે કે વીતેલા અનંત કાળમાં જગતને જ જોયા કર્યું હતું, જગત સાથે જ પ્રલાપો કર્યા હતા અને જગતની વાતો સાંભળી હતી. એના પરિણામે તીવ્ર રાગ-દ્વેષ થયા હતા, હર્ષ-શોક કર્યા હતા. અનન્ત કર્મો બાંધ્યાં હતાં. હવે એ બધું નથી કરવું આ માનવજીવનમાં. આ જીવનમાં તો આત્માની શુદ્ધ સત્તા પામવી છે. અનન્ત આત્મગુણોનો આવિભૉવ કરવો છે...અત્તરાત્માના પ્રશમસુખન આસ્વાદવું છે'.
આ દઢ નિશ્ચય સાથે મહાત્મા સંયમધર્મની આરાધનામાં ઉજમાળ બને છે. પોતાની આસપાસ રહેનારા બીજા મુનિજનોના ક્રિયાકલાપોને પણ જોતો નથી, એમના ગણ-દોપની ચર્ચા કરતો નથી. કોઈનો અવર્ણવાદ સાંભળતો નથી. મનને જરા પણ પરવૃત્તાન્તથી ચંચળ થવા દેતો નથી, વ્યગ્ર બનવા દેતો નથી.
એ રમતો રહે છે આત્મગુણોમાં! સમ્યગુદર્શન-જ્ઞાન અને ચારિત્ર-ગુણોની આરાધનામાં લીન રહે છે.
જ આવા મહાત્માને મદ સ્પર્શી શકતો નથી, ક કામવાસના સતાવી શકતી નથી, મોહ ફાવી શકતો નથી,
મત્સર અભડાવી શકતો નથી, - રોય ભાન ભુલાવી શકતો નથી! * વિપાદ વ્યાકુળ કરી શકતો નથી. ૧. આત્મગુણોનું પ્રગટીકરણ કરવાની આરાધનામાં લીન એવા મહાત્માનું કોઈ ઘોર અપમાન કરે, તો પણ એમનું અભિમાન ઊછળતું નથી. કુરગડુ મુનિ, કે જેમણે રાજ્ય અને ૩ર રમણીઓ ત્યજીને સંયમ ધર્મ અંગીકાર કર્યો હતો, તેમનું ચાર તપસ્વી મુનિવરોએ કેવું ઘોર અપમાન કર્યું હતું? તેમના આહારમાં થૂક્યા હતા, છતાં કુરગડ મુનિ આત્મભાવમાં રહ્યા હતા. અહંકાર ભરણે દઈ શક્યો ન હતો.
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૦
પ્રશમરતિ ૨. પરબ્રહ્મમાં મગ્ન એવા મહાત્માની સામે ગમે તેવી રૂપસુંદરીઓ આવીને ઊભી રહે, ગીત ગાય કે નૃત્ય કરે, છતાં એ મહાત્માના મનમાં કામવિકારનો એક ઝબૂકો પણ થતો નથી. મગધની નૃત્યાંગના કોશાના આવાસમાં વર્ષાકાળ વ્યતીત કરી રહેલા સ્થૂલભદ્ર મહામુનિની સામે પ્રતિદિન કોશા નૃત્યની રમઝટ બોલાવતી હતી, છતાં એ કામવિજેતા મહામુનિ મનથી પણ વિકારી નહોતા બન્યા. કામદેવનું એક પણ બાણ એમને વીંધી શક્યું ન હતું.
૩. આત્મભાવમાં દૃઢપણે સ્થિર રહેલા મહર્ષિને પ્રિયાપ્રિય વિષયમાં રતિઅરતિ ન હોય, હાસ્ય-ઉદ્વેગ ન હોય, ગોચરી માટે જઈ ચટેલા ઝાંઝરીયા મુનિની સામે એ શ્રીમંત છતાં પતિવિરહથી પીડાતી શ્રેષ્ઠીપનીએ ઓછા હાસ્યકટાક્ષ કર્યા હતા? છતાં મુનિરાજ અવિકારી રહ્યા હતા અને જ્યારે રાજમાર્ગ પર એ મહામુનિને એ નારીએ બદનામ કર્યા હતા ત્યારે પણ મુનિ ખેદ-ઉદ્વેગથી અલિપ્ત રહ્યા હતા.
૪. મોક્ષમાર્ગની આરાધનામાં નિરત મુનિવરના હૈયે મત્સરનાં જાળાં બાઝેલાં શાનાં હોય? હજારો મુનિઓની ઉપસ્થિતિમાં જ્યારે શ્રમણ ભગવાન મહાવીરે ધશાઅણગાર'ને શ્રેષ્ઠ સાધક વર્ણવ્યા હતા ત્યારે ઇન્દ્રભૂતિ, ગૌતમ આદિ ગણધરો અને મહામુનિઓ પુલકિત થઈ ગયા હતા. એમના ચિત્ત-ચન્દ્રમાને મન્સરનો રાહુ ગ્રહી શક્યો ન હતો.
૫. ક્ષમાધર્મનં મુનિજીવનનો પર્યાય માનનારા મહર્ષિને રોષ હોય જ નહીં. સાધુસેવાના ક્ષેત્રે શાસ્ત્રપ્રસિદ્ધ થઈ ગયેલા નંદિપેણ મુનિને રોપાયમાન કરવા. પેલા દેવે ઓછા ઉધમાત કર્યા હતા? નંદિષણ મુનિએ રોષને દાદ ન આપી તે ન જ આપી!
૬. ધીર-વીર બનીને વિશુદ્ધ આત્મપ્રદેશની પરિશોધમાં નીકળી પડેલા પરાક્રમી મહાત્માઓ, માર્ગમાં ગમે તેવાં વિઘ્નો આવે, સંકટો આવે, ઉપસર્ગો કે પરીપહો આવે, છતાં ખિન્ન ન થાય, ઉત્સાહ-ભગ્ન ન થાય..કે ભયભીત ન થાય. જીવતાજીવે શરીર પરથી ચામડી ઉતારવા દેનારા ખંધકમુનિ અને હસતા મુખે ઘાણીમાં કૂદી પડતા ખંધકસૂરિજીના પાંચસો શિષ્યો આ વાતના સાક્ષી છે!
આવા મહાત્માના ગુણ ગાવા માટે સૃષ્ટિમાં કોઈ ઉપમા જડતી નથી!
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યક્ષ સુખ પ્રામનું स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् ।
प्रत्यक्ष प्रशमसुखं न परवशं न व्ययप्राप्तम् ।।२३७ ।। અર્થ : સ્વર્ગનાં સુખ પરોક્ષ છે અને મોક્ષનું સુખ તે અત્યંત પરોક્ષ છે. પ્રશમ સુખ પ્રત્યક્ષ છે, કે જે પરાધીન નથી કે વિનાશ નથી!
વિવેચન : સુખ બે પ્રકારનાં હોય છે : પ્રત્યક્ષ સુખ અને પરાક્ષ સમ્યગુદર્શનજ્ઞાન અને ચારિત્રની આરાધનાથી જેવી રીતે પાપકર્મોનો નાશ થાય છે, તેવી રીતે પુણ્યકર્મનું બંધન પણ થાય છે. જો એ આરાધક મહાત્મા ચરમશરીરી હોય તો તો છેવટે એ પુણ્યકર્મોનો પણ નાશ કરીને મોક્ષમાં ચાલ્યા જાય, પરન્તુ જો એ મહાત્મા ચરમશરીરી ન હોય અર્થાતુ એ જ ભવમાં મોક્ષ પામનારા ન હોય તો તેમને મૃત્યુ પછી સ્વર્ગલોકમાં દેવલોકમાં જવું પડે છે. ત્યાં તેમને સ્વર્ગનાં દિવ્ય સુખો મળે છે અને એ સુખ એમને ભોગવવાં પડે છે.
પરંતુ આ સ્વર્ગનાં સુખ, આ માનવજીવન માટે તો પરાઠા છે! અ સુખો તો મળે ત્યારે ખરા! અને મોક્ષનાં સુખ તો વળી ખૂબ દૂર દૂરના સુખ છે..એ સુખ પણ મળે ત્યારે સાચાં. વર્તમાન જીવનમાં સુખ જોઈએ ને? શું એ સ્વર્ગનાં અને મોક્ષનાં સુખોની આશામાં ને આશામાં અત્યારે દુઃખી જીવન જીવવાનું? ના, દુખી જીવન જીવવાની જરૂર નથી. વર્તમાન જીવનમાં પણ સાચું સુખ મળી શકે છે.
છે જે સુખ પરાધીન હોય તે સાચું સુખ નહીં. છે જે સુખ વિનાશી હોય તે સાચું સુખ નહીં.
એવું એક ઉત્તમ સુખ છે કે જે પરાધીન નથી અને વિનાશી નથી. એ સુખનું નામ છે-પ્રશમ સુખ! એ સુખનું નામ છે, પ્રશમરતિ!
જે આત્માઓ-મહાત્માઓ પાસે આ પ્રશમ સુખ છે, તેઓને સ્વર્ગનાં સુખોની ઇચ્છા હોતી નથી, મોક્ષસુખની સ્પૃહા હોતી નથી. એ મોક્ષેડજિ : હોય છે.
આ “પ્રશમ સુખ મેળવવા કોઈની ગુલામી કરવાની નથી. તમારા અંતરાત્મામાંથી જ એ સુખ મળી જશે. મળ્યા પછી એ સુખનો અનુભવ કરવા માટે ઇન્દ્રિયોની પરવશતા રહેવાની નથી. કારણ કે આ સુખ ઇન્દ્રિયાતીત હશે. ભલે કાન બહેરા થઈ જાય, આંખોમાં અંધાપો આવી જાય, રસનાને લકવો થઈ જાય કે સ્પર્શશક્તિ નાશ પામે; પ્રશમસુખ તમે અનુભવી શકશો! આત્માનું સુખ આત્માથી જ આત્માએ અનુભવવાનું છે!
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
પ્રશમરતિ તમે ગમે તેટલું પ્રશમસુખ ભોગવા, એ ક્યારેય ખૂટી જવાનું નથી! આ સુખ આત્મા જેમ જેમ ભાગવતો જાય તેમ તેમ વધતું જાય છે.
આ પ્રશમસુખની પ્રાપ્તિ થયા પછી, ભૌતિક-વૈષયિક સુખાની ઈચ્છા જ રહેતી નથી. અપૂર્વ અને અભુત પ્રશમસુખમાં નિમગ્ન આત્મા મોક્ષસુખની અનુભૂતિ કરતો હોય છે. આ વાત ગ્રન્થકાર પોતે કહી રહ્યા છે.
અહીં જ મોક્ષ છે! निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ।।२३८ । । અર્થ : જેઓએ મદ અને કામ જીતી લીધા છે, જેઓ મન-વચન-કાયાના વિકારોથી મુક્ત છે, અને પર પદાથોની આશાઓ જેમની વિરામ પામી ગઈ છે, તેવા સુવિહિત શાસ્ત્રવિહિત વિધિના પાલક મુનિઓને અહીં જ વર્તમાન જીવનમાં મોટા છે.
વિવેવન : હે મુનિરાજ! તમે અહીં જ-આ જીવનમાં જ મોક્ષસુખ અનુભવી શકો છો! તમે અહીં જ “મોક્ષ' સર્જી શકો છો તમારા આત્મા માટે! એ સર્જન કરવા માટે તમારે આટલો પુરુષાર્થ કરવો જોઈએ.
૧. તમારા મનને સ્વસ્થ કરજ, સ્વસ્થ રાખજો. તે માટે મદ અને મદન પર તમારે વિજય મેળવી લેવો પડશે. મનને અસ્વસ્થ-ચંચળ બનાવે છે. મદ અને મદન. માનવાસનાને અને કામવાસનાને આત્મામાંથી ખોદી-ખોદીને બહાર ફેંકવી પડશે.
૨. મનોવિકારોને દૂર કરવા પડશે. ઈર્ષા, દ્રોહ, મત્સર, અભિમાન.. આ બધા મનોવિકાર છે. સમ્યજ્ઞાનથી તમે આ વિકારોને દૂર કરી શકશો.
૩. વચનવિકારોને દૂર કરજો, તમારું જીવન જીવહિંસાપ્રેરક ન જોઈએ. તમારી વાણી કઠોર-કડવી ન જોઈએ, તમારું વચન અસત્ય ન જોઈએ. તમારે કરુણાભર્યા, કોમળ, મધુર અને સત્ય વચન બોલવાનો અભ્યાસ કરવો જોઈએ.
૪. કાયાના વિકારોને દૂર કરજો. તીવ્ર ગતિથી ચાલવું, દોડવું, કૂદવું...આ બધા કાયાના વિકારો છે. નિમ્પ્રયોજન ઊઠવું-બેસવું, હરવું-ફરવું વગેરે પણ કાયવિકારો છે. આ વિકારો ત્યજવા જોઈએ.
૫. પારકી આશાઓ ત્યજવી જોઈએ. તમારે ધન-ધાન્ય કે સોના-રૂપાની આશા તો રાખવાની જ ન હોય. માત્ર ભિક્ષાવૃત્તિથી જીવવાનું છે. ભિક્ષા પણ, જિનાજ્ઞા મુજબ ગ્રહણ કરવાની છે. કદાચ શુદ્ધ ભિક્ષા ન મળે તો તમારે
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવ સુખી કોણ?
૪૨૩ અસ્વસ્થ બનવાનું નથી. એટલું મનોબળ તમારે કેળવવાનું છે કે ભિક્ષા વિના પણ થોડા દિવસ તમે સ્વસ્થ રહી શકો અને સંયમધર્મનું પાલન કરી શકો.
માન-સન્માનની આશા ત્યજી દેજો. આદર-સત્કારની આશા છોડી દેજો. પ્રિય વચનોની આશાનો ત્યાગ કરજો. અનુકૂળતાઓની આશા ન રાખશો.
કરેલા ઉપકારના બદલાની આશા ન રાખશો. બસ, આટલી પાંચ વાતો જો તમારા જીવનમાં વણાઈ ગઈ, તો અહીં જ તમને મોક્ષ મળી ગયો, એમ માનજો. આ “મોક્ષદશા' પ્રાપ્ત થયા પછી લોકાંતે રહેલા મોક્ષને મેળવતાં વાર નહીં લાગે.
સવ્વ મુખી કોણ? शब्दादिविषयपरिणाममनित्यं दुःखमेव च ज्ञात्वा । ज्ञात्वा च रागद्वेषात्मकानि दुःखानि संसारे ।।२३९ ।। स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति ।
रोगजरामरणभयैरव्यथितो यः स नित्यसुखी ।।२४०।। અર્થ : જે આરાધક શબ્દ આદિ વિષયોના પરિણામને અનિત્ય અને દુઃખરૂપ જાણીને તથા સંસારમાં રાગદ્રયાત્મક દુઃખાને જાણીને, પોતાના શરીરમાં પણ રાગ નથી કરતો અને શત્રુ પ્રત્યે પણ પ નથી કરતો તે, રોગ-વૃદ્ધત્વ અને મૃત્યુથી અવ્યથિત હોય છે અને તે સર્વદા સુખી હોય છે.
વિવેવન : વ્યથારહિત મહાત્મા સદેવ સુખી હોય છે. એના આત્મપ્રદેશ પર સુખનું કલકલ નિનાદ કરતું ઝરણું વહેતું જ રહે છે.
એ મહાત્માને ન હોય કોઈ રોગની વ્યથા, ન હોય વૃદ્ધત્વની ચિંતા કે ન હોય મૃત્યુનો ભય. એ રોગોને અશાતા-વૈદનીય કર્મનું ફળ સમજે છે, વૃદ્ધત્વને દેહનો એક પર્યાય માને છે.અને મૃત્યુને જીવન પરિવર્તનનો એક આંચકો માત્ર સમજે છે! આ સાચી સમજણ એ મહાત્માને વ્યથાથી વ્યાકુળ થવા દેતી નથી.
જે મહાત્માને પોતાના શરીર ઉપર પણ રાગ ન હોય, એ મહાત્માને શારીરિક રોગોની વ્યથા કેમ જ હોય? એ તો શરીરને આત્માનું પ્રબળ બંધન માનતા હોય છે અને એ બંધનને તોડવાનો પુરુષાર્થ કરતા હોય છે. ધીર-વીર
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
પ્રશમરતિ
બનીને ઘોર તપશ્ચર્યા કરતા હોય છે. એમના શરીર પર કોઈ પશુ કે માનવી જીવલેણ હુમલો કરે તો પણ એ રોપાયમાન થતા નથી...હુમલો કરનારને શત્રુ માનતા નથી! પેલા મહર્ષિ બંધક મુનિએ તો એમના શરીરની ચામડી ઊતરડી લેવા આવેલા રાજાના માણસને કહ્યું હતું : ‘ભાઈ થકી તું ભલેરો!’‘તું તો મારા ભાઈ કરતાંય વધુ ભલો છે...ઉતાર શરીરની ચામડી!'
શરીર પર રાગ હોય તો શરીર પર પ્રહાર કરનાર પર દ્વેષ થાય. શરીર પર રાગ ન હોય તેવા મહાત્માને આ દુનિયામાં કોઈ જ શત્રુ ન લાગે! અને, જે મહાપુરુષોએ શરીરની મમતા ત્યજી દીધી, એ મહાપુરુષોને સ્વજનોપરિજનો અને વૈભવ-સંપત્તિની મમતા તો હોય જ શાની?
આધ્યાત્મિક વિકાસયાત્રામાં સર્વ પ્રથમ સ્વજન-પરિજનાંની મમતા છૂટે છે, પછી વૈભવ-સંપત્તિનું મમત્વ છૂટે છે અને ત્યારબાદ શરીરનું મમત્વ છૂટી જાય છે. મમત્વ છૂટી ગયા પછી સ્વજન-પરિજનનિમિત્તક રોષ શમી જાય છે. વૈભવ-સંપત્તિનિમિત્તક કષાયો શાન્ત થઈ જાય છે. શરીરનિમિત્તક દ્વેષ ઉપશાન્ત થઈ જાય છે...કોઈ જીવ પ્રત્યે રોષ નહીં, રીસ નહીં. દ્વેષ નહીં, સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને કરુણાનો ભાવ ઉભરાય છે.
આત્માને પરભાવોના-૫૨૫દાર્થોના મમત્વથી મુક્ત કરવા મહાત્માઓ વૈયિક સુખો ‘ખરેખર શું સુખ છે?' એનું વિશ્લેષણ કરે છે. શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખો અંગે ઊંડું ચિંતન કરતાં, ‘એ સુખો અનિત્ય છે' આ નિર્ણય કરે છે. ‘એ સુખોનું પરિણામ દુ:ખ છે,' આ બીજો નિર્ણય કરે છે.
* વિષય પાસે હોય તો સુખ, વિષયના અભાવમાં દુ:ખ! * વિષય ગમતો હોય તો સુખ, અગામતો થાય એટલે દુઃખ * વિષયભોગ કરતાં સુખ, વિષયભોગની શક્તિ ક્ષીણ થતાં દુઃખ! વિષયરાગમાંથી દુઃખ જન્મે છે! વિષયદ્વેષમાંથી દુઃખ જન્મે છે!
કારણૢ કે, વિષયરાગથી પાપકર્મ બંધાય છે અને વિષયદ્વેષથી પણ પાપકર્મ બંધાય છે. બંધાયેલાં એ પાપકર્મ જીવાત્માને દુઃખી-દુઃખી કરી નાખે છે. જ્યારે એ ઉદયમાં આવે છે ત્યારે...
પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જીવાત્માનો રાગ જ સુખની કલ્પના કરાવે છે...વિષયમાં તો નથી સુખ કે નથી દુઃખ! હાડકાને ચૂસનારો શ્વાન એમ સમર્જ છે કે હાડકામાંથી રસ મળે છે...હકીકતમાં એના જડબામાંથી લોહી ઝરતું હોય છે!
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ-આનન્દ
૪૨૫
મોક્ષમાર્ગનો આરાધક આત્મા, સમ્યગજ્ઞાનના પ્રકાશમાં આ નિર્ણય કરી લે છે કે ‘વૈષયિક સુખો અનિત્ય છે...પરિણામે દુઃખદાયી છે...’ આ નિર્ણય એ આરાધકને મમત્વરહિત બનાવી દે છે. પછી, ઇન્દ્રિયોને ગમે તેવો શ્રેષ્ઠ વિષય એની સામે આવે, છતાં પણ એ લોભાતો નથી; આકર્ષિત થતો નથી, બંધાતો નથી.
* આવા મમત્વરહિત બની, ચક્રવર્તીની સંપત્તિ ત્યજી ત્યાગમાર્ગ-સંયમમાર્ગે ચાલી નીકળેલા મહર્ષિ સનતકુમારના દેહમાં સોળ-સોળ રોગ હતા છતાં વ્યથારહિત હતા! સાતસો વર્ષ સુધી એ રોગ મહર્ષિના દેહમાં રહ્યા હતા, મહર્ષિ નિરાકુળ હતા, પરમાનન્દને અનુભવતા હતા! દુઃખની કોઈ કલ્પના જ રહી ન હતી. સદૈવ સુખ જ સુખ અનુભવતા હતા.
* મમત્વરહિત મહાત્માઓ સદૈવ નિર્ભય હોય, એમને કોઈ જ ભય ન હોય. રાત્રે ચારિત્ર અંગીકાર કરીને...એ જ રાતે સ્મશાનમાં જઈ કાયોત્સર્ગધ્યાનમાં લીન બનેલા અયવંતી સુકુમાળ મહામુનિ કેવા નિર્ભય હતા? શિયાળણી પોતાનાં બચ્ચાંઓ સાથે એમના પર ત્રાટકી હતી...એમનાં માંસ ખાધાં...લોહી પીધા છતાં મહામુનિ નિર્ભય-નિરાકુળ રહ્યા!
* નગરના દરવાજા પાસે ધ્યાન લગાવીને ઊભેલા દૃઢપ્રહારી મુનિની નિર્ભયતા તો એમના મુખારવિંદ પર ઝળકતી હતી. લોકોએ પથ્થર માર્યા...દંડપ્રહાર કર્યા..શિકારી કૂતરાઓં છાંડ્યા...છતાં એ મહામુનિના મન પર ભયનો એક લિસોટો પણ પડ્યો નહીં, એમનું આંતરસુખ અકબંધ રહ્યું.
* શ્રેષ્ઠ વૈયિક સુખોના ઢગલાઓ વચ્ચે રહેવા છતાં...મમત્વ રહિત સુવ્રત શ્રેષ્ઠીની નિર્ભયતા-નિરાલતા તો આપણાં મસ્તક નમાવી દે છે ! કરોડો રૂપિયાની સંપત્તિને ઉપાડીને ચાલ્યા જતા ચોરોને નજરે જોવા છતાં વ્યાકુળતા નહીં, વ્યથા નહીં!
આવા મહાત્માઓ સદૈવ સુખી જ હોય.
સુખ-આનન્દ
धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा ।
सुखमास्ते निर्द्वन्द्वी जितेन्द्रियपरीषहकषायः || २४१ ।।
અર્થ : ધર્મધ્યાનમાં લયલીન, ત્રણ દંડ મિનદંડ-વચનદંડ કાયદંડ) થી વિરત, ત્રણ ગુપ્તિથી, સુરક્ષિત, ઇન્દ્રિય-પરીષહ-કપાયનાં વિજંતા નિર્દેન્દ્ર મુનિ સુખપૂર્વક રહે છે. ૧૦૩. ધર્મધ્યાનનું વિવેચન કારિકા : ૨૪૭ થી ૨૫૦ માં વાંચો.
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬.
પ્રશમરતિ વિવેચન : મુનિરાજ! તમારે સુખ-આનન્દમાં નિમગ્ન રહેવું છે? સદેવ પ્રસન્નતા અનુભવવી છે? તો મન-વચન-કાયાથી તમારે આટલો પુરુષાર્થ કરવો પડશે!
૧. તમે ધર્મધ્યાનમાં લીન રહો. અર્થાત્ તમારા વિચારોને ધર્મધ્યાનના રંગે રંગી નાખો. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયધર્મધ્યાનનાં આ ચાર પ્રકારોમાંથી ગમે તે પ્રકારમાં તમારા મનને જોડલું રાખો.
૨. આત્મા પાપકર્મ બાંધે એવા વિચારો ન કરશો. આત્મા પાપકર્મથી બંધાય એવી વાણી ન ઉચ્ચારશો અને આત્મા પાપકર્મોથી લેપાય તેવી કાયચેષ્ટાઓ ન કરશો.
૩. અશુભ વિચારોથી તમારા મૂલ્યવાન મનને બચાવજ, સતત સવિચારોથી મનને નવપલ્લવિત રાખજો. શક્ય એટલું મૌન પાળજો અને કાયાને સ્થિર રાખજો, શુભયોગમાં પરોવાયેલી રાખજો.
૪. ઇન્દ્રિયોના વિજેતા બનજો. જિતેન્દ્રિય બનજો. ઇન્દ્રિયોને પરવશ ન પડશો. પ. પરીષહ-વિજેતા બનજો, પરીષહ સહવામાં દીન ન બનશો, વીર બનજો.
૬. કપાય-વિજેતા બનજો. ક્રોધ-માન-માયા-લોભ પર વિજય મેળવજો. કપાયોની આધીનતા સ્વીકારી લેશો નહીં.
૭. નિર્દન્દ્ર બનજો! સિંહ જેવા પરાક્રમી બનીને એકાકી વિચરજો. ન કોઈ સમાજનો સંપર્ક, ન કોઈ સાથીનો સંગ ન કોઈ સંગ કે ન કોઈ સંઘર્ષ ! નિરંજન...અકલંક પરમાત્માના ધ્યાનમાં મસ્તી અનુભવજો. “અવધૂ! સદા મગન મેં રહેના!'
ન કોઈ પરપદાર્થની આશા કે અપેક્ષા. “પર કી આશ સદા નિરાશા!” આ સનાતન સત્યને પ્રતિક્ષણ જીવનમાં જીવજો. - મહાત્મનું! ઇન્દ્રિયવિજેતા, પરીષહવિજેતા અને કષાયવિજેતા એવા તમે
ક્યારેય નિરાશ કે નિરૂત્સાહ નહીં બનો. દુનિયાની કોઈ પણ શક્તિ તમને વિચલિત નહીં કરી શકે. તમારું અપૂર્વ સત્ત્વ, તમારું શ્રેષ્ઠ આત્મવીર્ય, માર્ગમાં આવતાં વિઘ્નોને કચડી નાંખશે. તમારું સુખ નિરાબાધ રહેશે.
મારે નિરંતર આત્મસુખના અનુભવમાં ગરકાવ રહેવું છે!' આ નિર્ણય આત્મસાક્ષીએ કરી લો. આ સાત પ્રકારનો આન્તરપુરુષાર્થ જીવનમાં શરૂ કરી દો તમને સફળતા પ્રાપ્ત થશે જ, કોઈ શંકા ન રાખશો.
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુદ્રિનાં આભતેજ विषयसुखनिरभिलाषः प्रशमगुणगणाभ्यलकृतः साधुः ।
द्योतयति यथा सर्वाण्यादित्यः सर्वतेजांसि ||२४२ ।। અર્થ : સુર્ય જેમ તારા વગેરેનાં તેજીને અભિભૂત કરીને (સ્વતજથી) પ્રકાશ છે, તેમ વિષયસુખની અભિલાષાથી રહિત અને પ્રશમગુણોના સમૂહથી સુશોભિત મુનિ દિવમનુષ્યાદિનાં તેજ-સુખને અભિભૂત કરીને પ્રકાશે છે?]
વિવેચન : હે મુનિરાજ! તમે સહસરશ્મિની જેમ પ્રકાશમાન છો. દેવદાનવનાં તેજ તમારા દિવ્ય તેજના અંબારમાં અભિભૂત થઈ ગયાં છે. રાજામહારાજા અને ચક્રવર્તીનાં તેજ પણ તમારા આધ્યાત્મિક તેજના દેદીપ્યમાન પ્રકાશથી પરાભૂત થઈ ગયાં છે...એટલે તો એ સહુ તમને ભાવથી પ્રણમે છે.. તમને તેમના હૃદય-કમલમાં ધ્યાવે છે!
આ આધ્યાત્મિક દિવ્ય તેજ તમારામાં પ્રગટ્યું કેવી રીતે? મહાત્મનું, તમે સંસારનાં સર્વ વૈયિક સુખોનો ત્યાગ કર્યો છે. આ ત્યાગ માત્ર બાહ્ય ત્યાગ નથી, તમે એ તમામ સુખોનો મનથી પણ ત્યાગ કર્યો છે... તમારા હૃદયમાં એ સુખો મેળવવાની કે ભોગવવાની ઇચ્છા પણ નથી બચી !
પરંતુ તમારું હૃદય શુષ્ક નથી બની ગયું! તમે જિનવચનના સ્વાધ્યાયમાં રસ-તરબોળ બન્યા રહો છો! જિનવચનોનું અધ્યયન-અધ્યાપન, ચિંતન-મનન અને લેખનમાં તમે અભુત જ્ઞાનાનન્દ અનુભવો છો...પદ્માસનસ્થ થઈને, નાસાગ્ર દૃષ્ટિને સ્થિર કરીને, પ્રાણાયામથી સ્થિરતા પ્રાપ્ત કરીને તમે પરમાત્માના ધ્યાનમાં લીન બનો છો...
તમારે હૈયે આત્મસુખનો દરિયો પથરાયેલો છે. તમારાં તન-મન-શાન્તઉપશાન બનેલાં છે...હે મહામુનિ, આ બધાં કારણો છે તમારા દિવ્ય તેજને પ્રગટવાનાં!
* પ્રશમ'ના સહભાગી ગુણોથી તમે શોભાયમાન છો. • તમને નથી રાગ, નથી જ. તમે મધ્યસ્થ રહે છો. કે તમને નથી અશાન્તિ, નથી સંક્લેશ. તમે શાન્ત રસમાં ઝીલો છો. તમને નથી કોઈ જીવ પ્રત્યે શત્રુતા કે અભાવ. તમે સમશત્રુમિત્ર છો. તમે નથી કરતા પરનિન્દા કે નથી કરતા સ્વપ્રશંસા. તમે ગુણરાગી છો. તમે ક્ષમાદિ ગુણોની મૂર્તિ છો.
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ તમારા આ આધ્યાત્મિક તેજની તોલે તો સૂર્યનાં હજાર કિરણો પણ ન આવે! એટલે તો એક મહર્ષિએ કહ્યું છે : દ્યોતતિ ચયા તથા सर्वाण्यादित्यतेजांसि!
સૂર્યનું તેજ તો જીવોને આંજી દે છે, ત્યારે તમારું તેજ જીવોને ઠારે છે! શીતળતા આપે છે! ઝળહળતા સુર્ય સામે તો દૃષ્ટિ પણ મંડાતી નથી, જ્યારે તમારા ઝળહળતા તેજને અમારી આંખો ધરાઈ ધરાઈને પીએ છે!
હે ગુણમૂર્તિ તેજસ્વી મુનિરાજ! તમારા ગુણો અમારામાં સંક્રમિત થાઓ ! તમારું તેજ અમારા અજ્ઞાનાંધકારનો નાશ કરો.
શ્રેષ્ઠ આરાઘના પ્રશમની! सम्यग्दृष्टिानी विरतितपोबलयुतोऽप्यनुपशान्तः । तं न लभते गुणं यत् प्रशमसुखमुपाश्रितो लभते ।।२४३ ।। અર્થ : સમ્યગુરુષ્ટિ, સમ્યગુજ્ઞાની અને વ્રત-તપોબળથી યુક્ત હોવા છતાં જે સાધક ઉપશાંત નથી તે, તવા ગુણને પ્રાપ્ત નથી કરી શકતો કે જે ગુણને પ્રશમસુખમાં રહેલા સાધક પ્રાપ્ત કરે છે.
વિવેચન : “હે મુનિરાજ, તમે અશાત્ત-ઉદ્વિગ્ન કેમ છો? તમારી મુખકાન્તિ પ્લાન કેમ છે? તમારા આત્માના ઓરડે તો સમ્યગુદર્શનનો રત્નદીપ પ્રગટેલો છે! તમારા આત્મમંદિરમાં તો શાસ્ત્રજ્ઞાનના શત-સહસ્ત્ર દીપકનો પ્રકાશ પથરાયેલો છે! પાંચ મહાવ્રતના વીર સુભટો તમારી સુરક્ષા કરી રહ્યા છે...અને તપશ્ચર્યાની તાતી તલવારો તમારા હાથમાં છે. પછી અશાન્ત કેમ?”
મુનિરાજે સામે જોયું. તેમની આંખોમાં ફરિયાદ હતી કે વેદના હતી. તેમણે કહ્યું : “હે પૂજ્ય, પચાસ વર્ષ થયાં આ વિરતિધર્મનું પાલન કરતાં કરતાં. જિનશાસને બતાવેલા મોક્ષમાર્ગ પર શ્રદ્ધા હતી અને આજે તે ખૂબ દૃઢ બની ગઈ છે એ શ્રદ્ધા..! સાધુ બન્યો ત્યારથી ગુરુ ચરણોમાં બેસીને વિનયપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કરતો રહ્યો છું. મારા પરિચિતો મને વિદ્વાનુ' કહે છે. ઘણાં શાસ્ત્રો મને કંઠસ્થ પણ છે. નિયમિત એકાશનનું વ્રત કરું છું. આયંબિલનું, ઉપવાસનું તપ પણ કરું છું. છતાં શરીર પરનો રાગ ઓછો થતો નથી. શત્રુઓ પરનો કેપ ઓછો થતો નથી. રોગ અકળાવી જાય છે. મૃત્યુનો ભય ક્યારેક ફફડાવી જાય છે. રાજા કુમારપાલના શબ્દમાં કહું તો:
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ હજાર શીલાંગ
૪૨૯ 'मम त्वदाज्ञां वहतोऽपि मु , शान्तिं न यात्येष कुतोऽपि हेतोः।' હે પ્રભો, તારી આજ્ઞાને માથે ચઢાવવા છતાં ગમે તે કારણે શાન્તિ મળતી નથી...”
પરમ વાત્સલ્યને ધારણ કરનારા ભગવાન ઉમાસ્વાતિએ મુનિરાજના મસ્તકે હાથ મૂક્યો અને ગંભીર સ્વરે કહ્યું : “મુનિરાજ, ઉપશાન્ત બનો. કપાયોને ઉપશાંત કરવાનો પુરુષાર્થ કરો. તમે જે આત્મગુણોનું પ્રગટીકરણ ઇચ્છો છો તે પ્રગટીકરણ ત્યારે થશે! શાસ્ત્રજ્ઞાનના સહારે આત્મજ્ઞાન મેળવવાનું લક્ષ્ય બનાવો. પરાશાઓથી નિવૃત્ત થાઓ. પરપદાર્થોની અપેક્ષાઓથી મુક્ત થાઓ. આત્મભાવને સ્થિર...શાન્ત..પ્રશાન્ત કરો. પ્રશમરસના ઝરણાને આત્મપ્રદેશમાં ફૂટવા દો.વહેવા દો. તમારી શ્રદ્ધાને, જ્ઞાનને, વિરતિને, વ્રતતપને...આ પુરુષાર્થની દિશા આપો.”
આત્મભાવમાં ઠરવાનું! ચિત્તવૃત્તિઓને શાન્ત કરવાની!
તપ-જપ, વ્રત-નિયમ, જ્ઞાન-ધ્યાન. આ બધું પ્રશમભાવ વિના વ્યર્થ બને છે. આત્મસંતુષ્ટિ મળતી નથી. આન્તરસંતોષની અનુભૂતિ થતી નથી. આત્મગુણોનું પ્રગટીકરણ થતું નથી. માટે, સાધના-આરાધનાનું લક્ષ્ય પ્રશમભાવ'ની પ્રાપ્તિનું બનાવો. પરમ આત્મવિશુદ્ધિનું અસાધારણ કારણ પ્રશમભાવ છે, એ વાત ન ભૂલશો.
૧૮ હજાર શીલાંગ सम्यग्दृष्टिानी विरतितपोध्यानभावनायोगः । शीलाङ्गसहस्त्राष्टादशकमयत्नेन साधयति ।।२४४ । ।
धर्माद् भूम्यादीन्द्रियसंज्ञाभ्यः करतश्च योगाच्च ।
શનિદાત્રાણામerશશ નિષ્પત્તિઃ ૨૪T અર્થ : સમ્યગુદૃષ્ટિ એવો જ્ઞાની વ્રત-તપ-ધ્યાનભાવના અને યોગથી શીલનાં ૧૮ હજાર અંગોને પ્રયત્ન વિના સાધે છે.
ધર્મથી, પૃથ્વીકાયાદિથી, ઇન્દ્રિયોથી, સંજ્ઞાથી, કરણ અને યોગાથી શીલનાં ૧૮ હજાર અંગોની ઉત્પત્તિ થાય છે.
વિવેવન : શીલ એટલે સંયમ. શીલ એટલે શ્રમણ્યના મૂળ-ઉત્તર ગુણો, તે મૂળ-ઉત્તર ગુણોના ૧૮ હજાર પ્રકાર છે. તેને ૧૮ હજાર “શીલાંગ' કહેવામાં
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦ યતિધર્મ
૧૦ ફાય
૫ ઇન્દ્રિયો
*
૪ સંજ્ઞાઓ
૪૩૦
પ્રશમરત
આવે છે. મુનિને પોતાના જીવનમાં એ ૧૮ હજાર શીલાંગનું પાલન કરવાનું
હોય છે...એક મોટો દરિયો તરવાનો છે!
એ ૧૮ હજાર શીલાંગનું સ્વરૂપ જોઈએ.
726
14
ま
724
૧'--
૩ કરણ
૩ યોગ.
૧૦
૪૧૦
૧૦૦
× ૫
૧૦૦
xx
૨૦૦૦
www.kobatirth.org
૩
000
× ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યતિધર્મ, કાય, ઇન્દ્રિય, સંજ્ઞા, કરણ અને યોગના સંયોજનથી ૧૮ હજાર શીલાંગ થાય છે. ઉદાહરણ રૂપે એક શીલાંગ જોઈએ : ‘ક્ષમાવાન આત્મા શ્રવણેન્દ્રિયનો નિગ્રહ કરીને, આહારસંજ્ઞાથી મુક્ત થઈને, પૃથ્વીકાયનો આરંભ મનથી કરે નહીં.'
૧૮૦૦૦
આ રીતે ૧૮ હજાર ભાંગા થાય. સંયમધર્મનું પાલન આ ૧૮ હજાર ભાંગે કરવાનું હોય છે. તે કરવા માટે સાધુ પાસે
૧. સમ્યગ્દર્શન જોઈએ.
૩. સર્વવિરતિ જોઈએ.
૨. સમ્યજ્ઞાન જોઈએ.
૪, તપશ્ચર્યા જોઈએ.
૬. ભાવના જોઈએ.
૫. ધ્યાન જોઈએ.
૭. યોગ|પ્રશસ્ત] જોઈએ.
૧. મુનિરાજ, જો તમારે ૧૮ હજાર શીલાંગનો મોટો દરિયો તરવો છે તો તમારું શ્રદ્ધાબળ અદ્વિતીય જોઈશે. પરમાત્મતત્ત્વની, ગુરુતત્ત્વની અને ધર્મતત્ત્વની સ્પષ્ટ સમજ સાથે એમની શક્તિ, એમનું સામર્થ્ય અને એમના પ્રભાવોનો પણ ૧૦૪. ક્ષમા, આર્જીવ, માર્દવ, શોચ, સંતોષ, સંયમ, ત્યાગ, તપ, બ્રહ્મચર્ય, આર્કિચન્ય. ૧૦૫. પૃથ્વી પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બંઇન્દ્રિય, તઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય,
અજીવાય.
૧૦૬. શ્રવણન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, યાણન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, રસન્દ્રિય. ૧૦૭. આહાર-સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા. ૧૦૮. કરણ, કરાવણ, અનુમાંદન
૧૯. મન, વચન, કાયા.
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ હજાર શીલાંગ
૪૩૧
સ્પષ્ટ બાંધ જોઈશે, સર્વજ્ઞભાષિત નવ તત્ત્વોની સમજણપૂર્વક જિનશાસનનો અવિહડ રાગ જોઈશે. શ્રદ્ધામાંથી નિર્ભયતા, શૂરવીરતા અને અડગતા જન્મવી જોઈશે.
૨. તમારી પાસે શાસ્ત્રજ્ઞાન જોઈશે. સૂત્રનું જ્ઞાન અને અર્થનું જ્ઞાન જોઈશે. શાસ્ત્રોના મર્મ સુધી તમારે પહોંચવું પડશે. તે માટે સતત એ શાસ્ત્રાર્થોનું ચિંતન-મનન કરતા રહેવું પડશે. શાસ્ત્રોથી, ગુરુ-પરંપરાથી અને આત્માનુભવથી તમારે તત્ત્વનિર્ણય કરવા પડશે.
૩. તમારે સર્વવિરતિ-સામાયિકમાં જીવનપર્યંત રહેવાનું છે. મન-વચનકાયાથી કોઈપણ પાપપ્રવૃત્તિ તમારે કરવાની નથી, કરાવવાની નથી કે અનુમોદના ક૨વાની નથી, અર્થાત્ તમારે પ્રતિપળ જાગ્રત રહેવાનું છે. કોઈ પાપ તમારા મન-વચન-કાયાને મલિન ન કરી જાય, તે માટે જાગ્રત રહેવાનું છે. સમતારસમાં તરબોળ બનતા જવાનું છે.
૪. તમારે બાહ્ય તપ અને અત્યંતર તપમાં ઉજમાળ બનવાનું છે. સુખશીલતા તમને પ્રમાદી ન બનાવી જાય...તે માટે સાવધાન રહેવાનું છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતાને, યોગ્ય કાર્બ અને યોગ્ય સ્થળે આરાધવાનાં છે. વિનય, પ્રાયઃશ્ચિત્ત આદિ અત્યંતર તપની આરાધનામાં અપ્રમત્ત રહેવાનું છે.
૫. ધ્યાનોપાસના તો શ્વાસોચ્છ્વાસમાં વણાઈ જવી જોઈએ. ધર્મધ્યાનમાં તમારા મનને જોડેલું રાખવાનું છે. જિનાજ્ઞાનું ચિંતન, પાપાચરણોનાં કટુપરિણામોનું ચિંતન, શુભાશુભ કર્મોના વિપાકોનું ચિંતન અને સમગ્ર ચૌદ રાજલોકમાં રહેલી જીવસૃષ્ટિનું ભિન્ન-ભિન્ન દૃષ્ટિએ ચિંતન કરવાનું છે. તમારી આસપાસ બનતી-રોજરોજ બનતી ઘટનાઓને આ ચિંતનદૃષ્ટિથી મૂલવવાની છે; દુનિયાની દૃષ્ટિથી નહીં. આ રીતે જો તમે ધર્મધ્યાનનો અભ્યાસ કરતા રહેશો તો એક ધન્ય દિવસે તમે શુક્લધ્યાન કરવા માટે શક્તિમાન બનશો.
૬. બાર ભાવનાઓનો સુદીર્ઘ અભ્યાસ કરીને તમારા વિચારોને ભાવનામય બનાવી દેવાના છે. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આસવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, ધર્મસ્વાખ્યાત અને બોધિદુર્લભ-આ બાર ભાવનાઓ પ્રતિદિન ભાવવાની છે. મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ્ય-આ ચાર ભાવનાઓને પણ હૃદયસ્થ કરવાની છે. આ ભાવનાઓના મનનથી જ તમે પ્રશમરસની અનુભૂતિ કરી શકશો, ભાવનાઓના મનન વિના જ્ઞાનીતપસ્વી પણ શાન્તિ અનુભવી શકતો નથી. 7 ભાવનયા વિના વિદુષામપિ शान्तसुधारसः'
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ૪૩૨
૭, મન-વચન-કાયાના યોગોને-પ્રવૃત્તિને પ્રશસ્ત-પવિત્ર રાખવા માટે જાગ્રત રહેજો. આ ત્રણ યાંગોના આધારે જ તમારે ભવસાગર તરવાનો છે, એ ન ભૂલશો.
આ સાત પ્રકારની આરાધનાથી તમારો સંયમજીવન રંગાઈ જાય, પછી તમારે ૧૮ હજાર શીલાંગના પાલન માટે જુદો પુરુષાર્થ નથી કરવાનો! એ સહજ ભાવે થઈ જ જવાનો! તમે શીલાર્ણવને તરી જવાના...વિશુદ્ધ આત્મસ્વરૂપને પામી જવાના.
આ સાત પ્રકારની આરાધનામાં તત્પર બનો મુનિરાજ! ધીર-વીર ને પરાક્રમી બનીને ઝંપલાવી દો આરાધનાના મહોદધિમાં...!
સંસા:ભીરુતા પાયાનો ગુણ शीलार्णवस्य पारं गत्वा संविग्नसुगमपारस्य ।
धर्मध्यानमुपगतो वैराग्यं प्राप्नुयाद्योग्यम् ।।२४६ ।। અર્થ : સંસારભીર મુનિજનો દ્વારા સરળતાથી પાર કરી શકાય એવા શીલરૂપી સમુદ્રને પાર કરીને જે મુનિ ધર્મધ્યાનમાં તત્પર થાય છે, તેને યોગ્ય વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે.
કિર્તન : ૧૮ હજાર શીલાંગનો મહોદધિ સંસારભીરુ મહાત્મા જ તરી શકે. ચતુર્ગતિમય સંસારના પરિભ્રમણથી મુનિ ભયભીત હોય, શાસ્ત્રષ્ટિથી તેણે સંસારનું સ્વરૂપ જાણ્યું હોય, દુ:ખ, ત્રાસ, વ્યથાઓ અને વેદનાઓથી ભરેલો સંસાર, એ મહાત્માને જરા પણ આકર્ષી ન શકે. તેથી એ મન-વચનકાયાથી એવું એકેય આચરણ ન કરે કે જેના પરિણામે એને સંસારમાં જન્મમરણ કરવાં પડે.
એ મહાત્મા ક્ષમાદિ દસ પ્રકારના નિધર્મના પાલનમાં તો જ ઉજમાળ બની શકે, જો એ સંસારભીરુ હોય. પૃથ્વીકાયાદિના આરંભથી એ તો જ નિવૃત્ત રહી શકે, જો એ સંસારના પરિભ્રમણથી કંટાળેલો હોય. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ એ તો જ કરી શકે, જો એનું સંસારઆકર્ષણ મરી ગયું હોય. ચાર સંજ્ઞાઓનું નિયમન એ તો જ ફરી શકે જો એ સંસારને દુઃખમય જાણીને તેનાથી ઉભગી ગયેલો હોય.
એની સ્પષ્ટ સમજણ હોય છે કે પૃથ્વીકાયાદિના આરંભ-સમારંભ કરવાથી જીવને સંસારમાં ભટકવું પડે છે. એ જાણતો હોય છે કે પાંચ ઇન્દ્રિયોના
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મધ્યાનનું સ્વરૂપ
૪૩૩
વિષયભોગથી સંસારના દુઃખ-દાવાનળમાં સળગવું પડે છે. એનો આત્મસાક્ષીએ નિર્ણય છે કે ચાર સંજ્ઞાઓની પરવશતા જીવાત્માને સંસારના પાતાળકૂવામાં ધકેલી દે છે.
એટલે એ મહાત્મા સરળતાથી ૧૮ હજાર શીલાંગનું પાલન કરી શકે છે. એ પાલન કરતાં કરતાં એ ધર્મધ્યાનમાં લીન બનતો જાય છે. જેમ જેમ એની ધર્મધ્યાન-લીનતા વૃદ્ધિ પામે છે તેમ તેમ એનો વૈરાગ્યભાવ પણ વૃદ્ધિ પામે છે...ઉત્કૃષ્ટ વૈરાગ્યભાવને પામે છે: શ્રેષ્ઠ પ્રશમભાવમાં ઝીલે છે. પ્રશમભાવમાં ઉત્કૃષ્ટ રતિ-પ્રીતિ અનુભવે છે.
સંસાર-ભીરુતા, મુનિજીવનના મૂળભૂત ગુણ છે. સંસા૨ની-વૈષયિક સુખોની નિર્ગુણતા જાણીને તો એ આત્મા શ્રમણજીવન અંગીકાર કરે છે. સંસારનાં સુખોમાં દુઃખોનું દર્શન કરનાર મહાત્મા, સંસા૨-સુખોની ઝાકઝમાળમાં અંજાય જ કેમ?
હે મુનિરાજ, સંસારનાં વૈયિક સુખોમાં દુઃખદર્શન કરવાનું ક્યારેય ચૂકતા નહીં, તમારું આ દિવ્યદર્શન જ તમને શીલાંગસાગર તરવાની શક્તિ આપશે, સામર્થ્ય આપશે. જે દિવસે તમારી આ દિવ્યદૃષ્ટિ બિડાણી, એ દિવસે તમે વૈયિક સુખોની ભ્રમણામાં અટવાઈ જવાના, તમારો વૈરાગ્યભાવ નષ્ટ થઈ જવાનો, ને તમે દુઃખના દાવાનળ તરફ ઢસડાઈ જવાના. તમારો સંસારત્યાગ, તમારાં વ્રતતપ નિષ્ફળ જવાનાં.
‘સંસારભીરુતા’ના ગુણને અખંડ રાખો. ધર્મધ્યાનમાં લીન બનો.
ધર્મધ્યાનનું સ્વરૂપ
आज्ञाविचयमपायविचयं च सद्ध्यानयोगमुपसृत्य । तस्माद्विपाकविचयमुपयाति संस्थानविचयं च ।। २४७ ।। आप्तवचनं प्रवचनं चाज्ञा, विद्ययस्तदर्थनिर्णयनम् । બ્રાહ્મવ-વિધા-ગૌરવ-રબહાદેવપાવસ્તુ ।।૨૪૮૧]
अशुभ-शुभकर्मपाकानुचिंतनार्थो विपाकविचयः स्यात् । द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ।। २४९ ।।
અર્થ : | શીલાંગ-સમુદ્રનો પારગામી સાધુ] આજ્ઞાવિચય અને અપાયવિચય નામના ધ્યાનયોગને પ્રાપ્ત કરીને, વિપાકવિચય તથા સંસ્થાનવિચયને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
પ્રશમરતિ * આંખનું વચન તે પ્રવચન આગમી. તેનાં અર્થનિર્ણય તે આજ્ઞા-વિચય. અને આસવ, વિકથા, ગારવ, પરીષહ વગેરેમાં અનર્થનું ચિંતન કરવું, તે અપાયરિચય.
છે અશુભ અને શુભ કામના વિપાકનો વિચાર કરવા તે વિપાક-વિચય કહેવાય અને દ્રવ્ય તથા ક્ષેત્રના આકારનું ચિંતન કરવું તેને સંસ્થાન વિચય કહેવાય.
વિવેચન : મહાન કૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી “ધર્મધ્યાનની સ્તુતિ કરતાં કહે છે :
"સેંકડો ભવોમાં ઉપાર્જન કરેલ અનંત કર્મોના વનને બાળી નાખવા માટે ધર્મધ્યાન અગ્નિ સમાન છે. આ તપના સર્વ પ્રકારોમાં ધર્મધ્યાન શ્રેષ્ઠ તપ છે.
ધર્મધ્યાન આંતરતપ ક્રિયારૂપ છે.
"આવો ઉત્તમ ધ્યાનયોગ જે મહાત્માને પ્રાપ્ત થયો હોય, તેમનામાં ચાર લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં પ્રગટેલાં હોય.
૧. આજ્ઞારુચિ : શ્રી જિનેશ્વર દેવના વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સર્વ સત્તત્ત્વોની પ્રતિપાદકતા.. વગેરે જોઈ તેના પર શ્રદ્ધા થાય.
૨. નિસર્ગરુચિ: આત્મપરિણામ જ્ઞાન-દર્શન-ચારિત્રમય બને.
૩. ઉપદેશરુચિ : જિનવચનના ઉપદેશનું શ્રવણ કરવાનો ભાવ અને અન્ય જીવોને જિનવચનનો ઉપદેશ આપવાની ભાવના જાગે.
૪. સૂત્રચિ : દ્વાદશાંગીના અધ્યયન-અધ્યાપનની ભાવના જાગે. 'ધર્મધ્યાનનાં ચાર આલંબન, શ્રી પપાતિક સુત્રમાં બતાવવામાં આવ્યાં છે : ૧. વાચના, ૨. પૃચ્છના ૩. પરાવર્તના, અને ૪. ધર્મકથા.
સદૂગુરુ પાસે વિનયપૂર્વક આગમનું અધ્યયન કરવું. તેમાં શંકા પડે તો વિધિપૂર્વક ગુરુદેવ પાસે જઈ પૃચ્છા કરવી. નિઃશંક બનેલા સુત્રાર્થ ભૂલી ન જવાય તે માટે વારંવાર તેનું પરાવર્તન કરવું અને એ રીતે આત્મસાત્ થયેલા ११०. भवशतसमुपचितकर्मवनगहनज्वलनकल्पम् |
अखिलतपःप्रकारप्रवरम् । आन्तरतपाक्रियारूपम्। - हारिभद्रीय अष्टके १११. धम्मस्स णं झाणस्स चत्तारी लक्रवणा. आज्ञारूई, णिसग्गरूई, उवएसरूई. सुत्तरूई - औपपातिकसूत्रे ११२. धम्मस्स णं झाणस्स चत्तारी आलंबणा
वायणा, पुच्छणा, परियट्टणा, धम्मकहा। - औपपातिक सूत्रे
For Private And Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
315
ધર્મધ્યાનનું સ્વરૂપ
૪૩૫
સૂત્રાર્થનો સુપાત્રની આગળ ઉપદેશ કરવો. આમ કરવાથી ધર્મધ્યાનમાં સ્થિરતા
પ્રાપ્ત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા બતાવવામાં આવી છે.
૧. અનિત્યભાવના, ૨. અશરણભાવના ૩. એકત્વભાવના ૪. સંસારભાવના. આ ચાર ભાવનાઓનું ચિંતન કરવાથી ધર્મધ્યાન ઉજ્વલ બને છે, આત્મસાત્ થાય છે.
* ધર્મધ્યાનની ક્રમશઃ ચાર ચિંતનધારાઓ બતાવવામાં આવી છે :
૧. આજ્ઞાવિચય ૨. અપાયવિચય, ૩. વિપાકવિચય, અને ૪. સંસ્થાનવિચય. ૧. આજ્ઞાવિચય : ‘આપ્તપુરુષનું વચન તે જ પ્રવચન છે.' આ આજ્ઞા છે. તે આજ્ઞાના અર્થનો નિર્ણય કરવો તે ‘વિચય’ છે.
૨. અપાયવિચય : મિથ્યાત્વાદિ આસવોમાં, સ્ત્રીકથાદિ વિકથાઓમાં, રસ, ઋદ્ધિ અને શાતા-ગારવોમાં, ક્રોધાદિ કષાયોમાં, પરીષદ નહીં સહવામાં આત્માની દુર્દશા છે, નુક્સાન છે, તેનું ચિંતન કરીને, તેવો દૃઢ નિર્ણય હૃદયમાં સ્થાપિત કરવો.
૩. વિપાકવિચય : અશુભ અને શુભ કર્મોના વિપાક (પરિણામ) નું ચિંતન કરી, ‘પાપકર્મથી દુઃખ અને પુણ્યકર્મથી સુખ.' એવો નિર્ણય હૃદયસ્થ કરવો.
૪. સંસ્થાનવિચય : ષડ્-દ્રવ્ય, ઊર્ધ્વ-અધો-મધ્ય લોકનાં ક્ષેત્ર, ચૌદ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન કરી, વિશ્વની વ્યવસ્થાનો નિર્ણય કરવો.
શ્રી ‘આવશ્યકસૂત્ર'માં ધર્મધ્યાન ક૨વા ઇચ્છતા આત્માની યોગ્યતાનું પ્રતિપાદન આ પ્રમાણે કરવામાં આવ્યું છે :
जिणसाहूगुणकित्तणसंसणाविणयदाणसंपण्णो । सुअसीलसंजमरंओ धम्मज्झाणी मुणेयव्वो ।
૧. શ્રી જિનેશ્વર દેવના ગુણોનું કીર્તન અને પ્રશંસા કરનાર ૨. નિર્પ્રન્થ મુનિજનોના ગુર્ણાનું કીર્તન-પ્રશંસા કરનાર, તેમનો વિનય કરનાર, તેમને વસ્ત્ર-આહારાદિનું દાન દેનાર. ૩. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં નિરત. પ્રાપ્ત થયેલા શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત ક૨વાના લક્ષવાળો. ૪. શીલ-સદાચારના પાલનમાં તત્પર, અને ૫. ઇન્દ્રિયસંયમ તથા મનઃસંયમ કરવામાં લીન. ११३. धम्मस्स णं झाणरस चत्तारि अणुप्पेहाओ
अनित्यत्याशरणत्वैकत्वसंसारानुप्रेक्षाः । औपपातिक सूत्रे
-
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિનો આધ્યાત્મિક વિકાસ जिनवरवचनगुणगणं संचिन्तयतो वधाद्यपायांश्च । कर्मविपाकान् विधिवान् संस्थानविधीननेकांश्च ।।२५०।।
नित्योद्विग्नस्यैवं क्षमाप्रधानस्य निरभिमानस्य । धुतमायाकलिमलनिर्मलस्य जितसर्वतृष्णस्य ।।२५१।।
तुल्यारण्यकुलाकुलविविक्तवन्धुजनशत्रुवर्गस्य। समवासीचन्दनकल्पनप्रदेहादिदेहस्य ।।२५२।। आत्मारामस्य सतः समतृणमणिमुक्तलोष्ठकनकस्य । स्वाध्यायध्यानपरायणस्य दृढमप्रमत्तस्य ।।२५३ ।।
अध्यवसायविशुद्धेः प्रमत्तयोगैर्विशुद्ध्यमानस्य । चारित्रशुद्धिमग्र्यामवाप्य लेश्याविशुद्धिं च ।।२५४ ।।
तस्यापूर्वकरणमथ घातिकर्मक्षयैकदेशोत्थम् ।
शुद्धिप्रवेकविभववदुपजातं जातभद्रस्य ।।२५५ ।। અર્થ : જિનવરનાં વચનામાં રહેલા ગુણસમૂહનો, હિંસા આદિ અનાથના, વિવિધ કર્મવિપાકોનાં તથા અનેક પ્રકારની આકૃતિઓનો વિચાર કરતા સાધન,
આ રીત સંસારથી સર્વદા ભયભીત, ક્ષમાશીલ, અભિમાન રહિત માયારૂપી કાલિમાને ધોઈ નાંખવાથી નિર્મળ અને સર્વ તૃણાના વિજેતા બનેલા એવા સાધુન,
જેને મન, વન અને નગર (જનપદ) સમાન છે, સ્વજનવર્ગ અને શત્રવર્ગ જેના આત્માથી જુદો છે (અર્થાત્ મિત્ર-શત્રુ પર તુલ્ય ચિત્તવૃત્તિ છે) કોઈ વાંસલાથી શરીરને ચીરે કે કોઈ ચન્દનથી વિલેપન કરે, બંને પ્રત્યે જેના સમાન ભાવ છે તેવા સાધુને,
આત્મામાં જ રમતા, તૃણા અને મણિને સમાન સમજનાર, માટીની જેમ સુવર્ણના પણ ત્યા[, સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર, પ્રમાદથી સાવ નિર્લેપ એવા સાધુને,
અધ્યવસાયવિશુદ્ધિના કારણે પ્રમત્ત યોગોની અપેક્ષાએ વિશુદ્ધ યોગવાળા, શ્રેષ્ઠ ચારિત્રશુદ્ધિ અને લક્ષાશુદ્ધિ પ્રાપ્ત કરનાર એવા સાધુને,
આવા કલ્યાણમૂર્તિ સાધુન ઘાતકમાંના ક્ષયથી અથવા એક દેશ (અંશ)ના ક્ષયથી ઉત્પન્ન થનાર અને અનેક ઋદ્ધિઓના વૈભવથી યુક્ત અપૂર્વકરણા (નામનું ગુણસ્થાન) પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિનો આધ્યાત્મિક વિકાસ
૪૩૭
વિવેધન : ધર્મધ્યાનમાં લીન આત્મા સ્વગુણોની કેવી શ્રેષ્ઠ પ્રાપ્તિ કરે છે, એનું વર્ણન આ છ કારિકામાં કરવામાં આવ્યું છે. પહેલાં ધર્મ-ધ્યાન કરવા ઉજમાળ બનેલો મહાત્મા કેવી રીતે ધર્મધ્યાન કરે છે, તેનું વર્ણન કરવામાં આવે છે.
૧. જિનાજ્ઞાનું ચિંતન : ‘વીતરાગ-સર્વજ્ઞ પ૨માત્માએ કેવું યથાસ્થિત તત્ત્વદર્શન કરાવ્યું છે! કેવો સર્વાંગસુંદર મોક્ષમાર્ગ બતાવ્યો છે! પરસ્પર અવિરોધી-અવિસંવાદી કેવી અદ્દભુત ધર્મપદ્ધતિ બતાવી છે! સ્યાદ્વાદ-અનેકાન્તવાદની કેવી દિવ્ય દૃષ્ટિ આપી છે! ‘જે કોઈ મુમુક્ષુ જિનવચન અનુસાર જીવન જીવે તે આત્મગુણોની અપાર સંપત્તિ પ્રાપ્ત કરે છે. આત્માનું નિત્ય, સ્વાધીન સુખ મેળવી નિર્ભય બને છે.' આ રીતે જિનાજ્ઞાનું સમ્યગ્ આલોચન કરતો રહે અને આન્તર આનન્દની અનુભૂતિ કરતો રહે. સૂત્રાર્થવિષયક અભ્યાસ કરતો રહે.
૨. અપાયોનું ચિંતન : હિંસા કરવાથી, અસત્ય બોલવાથી, ચોરી કરવાથી, અબ્રહ્મનું સેવન કરવાથી, પરિગ્રહી બનવાથી જીવાત્મા દુર્ગતિમાં જાય છે અને અસંખ્ય દુઃખો ભોગવે છે...માટે હું હિંસાદિ આશ્રવોનું સેવન નહીં કરું. સ્ત્રીકથા, ભોજન-કથા, દેશ-કથા અને રાજકથાઓ કરવાથી આત્મા પાપકર્મોથી બંધાય છે...માટે એવી વિકથાઓ નહીં કરું. રસગારવમાં, ઋદ્ધિગારવમાં અને સુખશીલતામાં જીવાત્મા આસક્ત થાય છે તો તે દુ:ખોના દરિયામાં ડૂબે છે...માટે એ ગારવામાં નહીં ડૂબું.. જો હું ક્ષુધા વગેરે પરીષહોને સમતાભાવે નહીં સહું તો નરકગતિ અને તિર્યંચગતિનાં ઘોર દુ:ખો સહવાં પડશે...માટે સમતાભાવે હું પરીષહો સહન કરીશ.
આ રીતે અનર્થોનું ચિંતન કરી, અનર્થોથી દૂર રહેવા જાગ્રત રહે.
૩. કર્મવિપાકોનું ચિંતન : ૪૨ પ્રકારનાં પુણ્યકર્મોના ફળનો વિચાર કરે, ૮૨ પ્રકારની પાપપ્રકૃતિના ઉદયનો વિચાર કરે. દા.ત. ‘શાતા વેદનીય [પુણ્યકર્મ કર્મના ઉદયથી જીવને નીરોગી શરીર મળે છે. અશાતા વેદનીય [પાપકર્મના ઉદયથી શરીરમાં રોગ-વ્યાધિ પેદા થાય છે. યશકીર્દિ [પુણ્યકર્મ કર્મના ઉદયથી લોકોમાં જીવની પ્રશંસા થાય છે. અપયશ નામકર્મ |પાપકર્મ] ના ઉદયથી લોકોમાં જીવની નિન્દા થાય છે...ઉચ્ચગોત્ર [પુણ્યકર્મી કર્મના ઉદયથી જીવનો ખાનદાન પરિવારમાં જન્મ થાય છે. નીચગોત્ર [પાપકર્મ। કર્મના ઉદયથી જીવ નીચ કુળમાં જન્મે છે...’
૪. સંસ્થાનનું ચિંતન : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોક઼વ્યાપી છે. આકાશાસ્તિકાય લોકાલોકવ્યાપી છે...ચૌદ રાજલોકમાં ઊર્ધ્વલોક-અધોલોકમધ્યલોક આ ત્રણ ક્ષેત્ર છે...પુદ્ગલ-દ્રવ્યના અનેક આકાર છે...અચેતન મહાસ્કંધ
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
પ્રશમરતિ
સંપૂર્ણ લોકના આકારે છે...કેવળી સમુદ્દાત વખતે જીવ પણ લોકાકારે બને છે...' ચૌદ રાજલોકની પુરુષાકૃતિનું ચિંતન કરે...
આ ચાર પ્રકારના ચિંતનના પરિણામે
૧. એ મહાત્મા સંસારથી ભયભીત બને. સંસારમાં રહેલી અનર્થોની પ્રચુરતા...તેના હૃદયને કંપાવી દે. શુભાશુભ કર્મોના ઉદયોમાંથી સર્જાતી અસંખ્ય વિષમતાઓ તેના મનને અકળાવી દે. ચૌદ રાજલોકમય વિરાટ સૃષ્ટિમાં જીવોના થતા અવિરત પરિભ્રમણને જોઈ તેના શરીરે પરસેવો વળી જાય...બિહામણા દૈત્ય કરતાં પણ વધુ ભયંકર તેને સંસાર દેખાય...તે હમેશાં ઉદ્વિગ્ન રહે...ભયભીત રહે, ‘રખેને મારાથી કોઈ પાપ ન સેવાઈ જાય...૨ોને હું પ્રમાદમાં પડી ન જાઉં...૨ખેને કોઈ પાપપિશાચ મને ગળી ન જાય...'
૨. ભવોદ્વેગથી મહાત્મા ક્ષમાશીલ બને. સંસારનાં સુખો પ્રત્યે જે વિરાગી બને છે તેને ક્ષમાગુણ સહજતાથી સિદ્ધ થાય છે. પોતાના શરીર પ્રત્યે પણ મમતારહિત બનેલા મહાત્માને દુનિયામાં કોઈ શત્રુ જ દેખાય નહીં. શરીર પર આક્રમણ કરનારને પણ તે મિત્ર માને! જે સાધક આત્માએ સ્વજનો, પરિજનો, સંપત્તિ અને શરીરને પરાયાં માન્યાં, એના તરફનું આકર્ષણ જેનું નાશ પામ્યું, તે આત્માને કોઈ જીવાત્મા પોતાનો અપરાધી લાગે જ નહીં, એટલે તે સહજભાવે ક્ષમાશીલ બને.
૩, ક્ષમાશીલ આત્મામાં અભિમાન હોય જ નહીં ને! ક્ષમા અને નમ્રતા તો સહચારી છે! જ્યાં ક્ષમા હોય ત્યાં નમ્રતા હોય જ. જ્યાં નમ્રતા હોય ત્યાં ક્ષમા હોય જ. જેના મનમાં દેહાભિમાન પણ રહ્યું ન હોય તેવા મહાત્માને કુલાભિમાન, રૂપાભિમાન કે બલાભિમાન જેવાં અભિમાન તો હોય જ ક્યાંથી? તે નિરભિમાની હોય, તે મદરહિત હોય. તેના દેહ ૫૨ નમ્રતાની ચાંદની પથરાયેલી હોય, તેની વાણીમાંથી નમ્રતાનાં ફૂલ ખરતાં હોય, તેના વિચારો નમ્રતાની સુવાસથી મઘમઘતાં હોય.
૪. ક્રોધ અને માન પર વિજય મેળવ્યા પછી એ મહાત્મ માયા પર પણ વિજય પ્રાપ્ત કરે. કોઇપણ જીવ સાથે વંચના કરવાનો વિચાર એના મનમાં ઊગે નહીં! શા માટે માયા કરવાની? કોના માટે માયા કરવાની? ભવસંસારનાં સર્વ સુખો તરફ વૈરાગ્ય પ્રગટી ગયા પછી...પોતાના વ્યક્તિત્વ પ્રત્યે પણ નિર્મોહી બની ગયા પછી માયા કોના માટે કરવાની ? સંસારથી વિરક્ત આત્માને કંઈ છુપાવવાનું હોતું નથી...પછી એ કપટનો આશ્રય શા માટે લે? એના મનમાં પણ માયા-કપટના વિચારો પ્રવેશી શકતા નથી.
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિનો આધ્યાત્મિક વિકાસ
૪૩૯ ૫. સંસારના સુખોથી વિરક્ત આત્માની સર્વ તૃષ્ણાઓ વિરામ પામી જાય છે. ન કોઈ લોભ, ન કોઈ તૃષ્ણા. આત્મગુણોના પ્રગટીકરણનો આત્તરપુરુષાર્થ કરતા મહાત્માને સંસારનાં ભૌતિક-વૈપયિક સુખોની તૃષ્ણા હોય જ કેવી રીતે? ચક્રવર્તીનાં કે દેવેન્દ્રનાં સામ્રાજ્ય પણ એને તૃણસમ લાગે છે. શારીરિક સુખો પ્રત્યે પણ એ ઉદાસીન-ભાવમાં વર્તતો હોય છે. આશાઓ અને તૃષ્ણાઓના નાગપાશમાંથી મુક્ત થયેલો યોગી.. સમભાવના પ્રશાંત સમુદ્રમાં તરતો હોય છે.
૬. આવા તૃષ્ણાવિજેતા યોગી વનમાં હોય કે નગરમાં હોય, એને મન બંને સમાન હોય છે. એ મહાત્મા ક્ષેત્રાતીત બનીને વિચરતો હોય છે. એને નથી અકળાવતી વનની એકલતા કે નથી આકર્ષતી નગરની જાહોજલાલી! એને નથી આકર્ષતું વનનું સૌંદર્ય કે નથી અકળાવ નગરનો ઘોંઘાટ!
આવા નિર્મોહી મહાત્મા પાસે કોઈ મિત્ર બનીને આવે કે કોઈ શત્રુ બનીને આવે..મહાત્માને બંને તરફ સમભાવ હોય છે. મિત્ર તરફ રાગ નહીં, શત્રુ તરફ હેપ નહીં!
આવા યોગી પુરુષના શરીરે કોઈ શીતળ ચંદનનાં વિલેપન કરે કે કોઈ છરીના ઘા કરે. યોગીપુરુષને બંને તરફ સમભાવ હોય છે. ચંદનનાં વિલેપન કરનાર તરફ રાગ નહીં, છરીના ઘા કરનાર તરફ ષ નહીં!
આવા મહાત્માની સામે મૂલ્યવાન રત્નો અને કિંમતી મણિના ઢગલા હોય કે તુચ્છ ઘાસના ઢેર પડ્યા હોય, મહાત્માને મન બંને સમાન! રત્નો અને મણિ એને લલચાવી ન શકે, ઘાસના પૂળા એને અકળાવી ન શકે.
આવા અવધૂતની સામે સુવર્ણની પાટો પડી હોય કે માટીનાં ઢેફાં હોય, અવધૂતને મન બંને સમાન! સુવર્ણ મોહ જન્માવી ન શકે, માટી દ્વેષ પેદા ન કરી શકે..
કોઈ પણ દ્રવ્ય રાગદ્વેષ પેદા ન કરી શકે, કોઈપણ ક્ષેત્ર હર્ષ-ઉદ્વેગ જન્માવી ન શકે, કોઈ પણ કાળ રતિ-અરતિ ન કરાવી શકે કે કોઈપણ ભાવ આનંદઉગ ન કરાવી શકે! આવી આત્મસ્થિતિને પ્રાપ્ત કરનાર મુનિ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાન તરફ ધસમસતા આગળ વધતા હોય છે.
૭. આવા મુનિવરો નિરંતર આત્મરમણતામાં લીન બની પરમ સુખને અનુભવતા હોય છે. આત્મગુણોની જ રમણતા! પરમબ્રહ્મની જ મસ્તી! બહારની દુનિયા સાથે કોઈ પ્રીતિ નહીં, કોઈ લગાવ નહીં. પોતાના સંયમયોગોમાં આનંદ માણવાનો.
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૦
પ્રશમરતિ
૮. મન-વચન-કાયાને સ્વાધ્યાયમાં શાસ્ત્રાધ્યયનમાં જોડી રાખતા હોય છે મહામુનિ. ધર્મગ્રન્થોનું અધ્યયન-અધ્યાપન-પરાવર્તન ચિંતન અને મનનમાં તેઓ ઓતપ્રોત રહેતા હોય છે. દિવસ-રાતના આઠ પ્રહરમાંથી પાંચ પ્રહર તેઓ શાસ્ત્રાભ્યાસ કરતા હોય છે.
૯. ક્યારેક તેઓ પદ્માસને બેસી, આંખોને નાસિકાના અગ્રભાગે સ્થાપિત કરી શ્રી નવકારમંત્રનું ધ્યાન કરે છે, ક્યારેક કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર બની ચોવીસ તીર્થંકરોનું ધ્યાન કરે છે, ક્યારેક હ્રદય કમલમાં અરિહંતાદે નવપદોનું ધ્યાન ધરે છે.
૧૦. આ રીતે જ્ઞાનોપાસનામાં, ધ્યાનારાધનામાં અને સંયમયોગોની પાલનામાં મહામુનિ પ્રમાદ નથી કરતા, અપ્રમત્ત રહે છે. જીવનની એક પળ પણ પ્રમાદમાં ન જાય તે માટે સદૈવ જાગ્રત રહે છે. મનના વિચારોને પણ પ્રમાદનો સ્પર્શ થવા દેતા નથી.
૧૧. તેથી એ મહાત્માઓના અધ્યવસાય વિશુદ્ધ બનતા જાય છે, નિર્મળ બનતા જાય છે. ઉત્તરોત્તર-વિશુદ્ધિ વધતી જાય છે...મુનિરાજ પરમાનન્દનો આસ્વાદ કરતા રહે છે. સંસાર-પરિભ્રમણ કાળમાં ક્યારેય ન અનુભવેલા સુખનો મધુર અનુભવ કરે છે.
૧૨. જેમ જેમ તેઓની અધ્યવસાયવિશુદ્ધિ થતી જાય છે તેમ તેમ ‘લેશ્યા'ઓની વિશુદ્ધિ થતી જાય છે તેજોલેશ્યા, પદ્મલેશ્યા કે શુક્લલેશ્યા, ત્રણમાંથી ગમે તે એક લેશ્યા તેમને રહે છે. કૃષ્ણલૈશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા તેમને સ્પર્શી શકતી નથી.
૧૩. આવા મહાત્માનું ચારિત્ર પરમ વિશુદ્ધ બને છે...પ્રશમરસમાં નિમગ્ન રહેનારા આવા મહાત્મા આત્મભાવની સ્થિરતારૂપ શ્રેષ્ઠ ચારિત્ર પામે છે.
૧૪. તેથી તેઓ કલ્યાણમૂર્તિ બને છે! ભદ્રમૂર્તિ બને છે! કાયામાં સ્વૈર્ય, વાણીમાં માધુર્ય, આંખોમાં કરુણા અને ભાવોમાં પરમ વિશુદ્ધિ! આવા ભદ્રમૂર્તિ મહાત્માનાં દર્શન કરવા માત્રથી દુદરતનો નાશ થાય છે...આત્માને શાન્તિપ્રસન્નતા મળે છે, ફાયિક ભાવો ઉપશાંત થાય છે.
૧૫, ઘાતીકોં : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાયનો જો સર્વથા ક્ષય થઈ જાય તો એ મહાત્મા વીતરાગ સર્વજ્ઞ બની જાય! જો સર્વથા ક્ષય ન થાય, આંશિક ક્ષય થાય તો પણ આત્મગુણોનું વિપુલ પ્રાગટચ થઈ જાય છે.
૧૬. ઘાતીકર્મોના ક્ષયોપશમથી તે મહાત્માને અનેક ‘લબ્ધિઓ' પ્રાપ્ત થાય
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણગારની નિઃસંગતા
૪૪૧ છે. સ્વયંભૂ લબ્ધિઓ પણ પ્રગટે! તેઓ આકાશમાર્ગે ગમન કરી શકે, તેઓ ઇચ્છે તેવાં રૂપ ધારણ કરી શકે...વગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
૧૭. અને તેઓ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે પહોંચી જાય છે! અપૂર્વકરણ'ની આભ્યન્તર આધ્યાત્મિક પ્રક્રિયાથી તેઓ ઘાતકર્મોનો વિપુલ માત્રામાં ક્ષય કરતા હોય છે.
છઠ્ઠા “પ્રમત્ત સંય” ગુણસ્થાનકથી આઠમા “અપૂર્વકરણ” ગુણસ્થાનકે પહોંચવાનો આ આધ્યાત્મિક માર્ગ છે. આંતરિક સાધનાનો ક્રમ છે, આન્તરસુખની અનુભૂતિ કરવાની પ્રક્રિયાઓ છે.
આઠમા ગુણસ્થાનકેથી ઉપરના ગુણસ્થાનકોએ ચઢતા મહાત્માની કેવી આત્મદશા હોય છે, તેનું વર્ણન હવે ગ્રન્થકાર મહર્ષિ કરે છે :
આણગારની નિઃસંગતા सातर्हिरसेष्वगुरूः सम्प्राप्य विभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः संगम् ।।२५६ ।। અર્થ : સાતા, ઋદ્ધિ અને રસમાં પ્રેમ નહીં રાખનાર અને પ્રશમરતિના સુખમાં આસક્ત મુનિ, બીજાથી અપ્રાપ્ય એવી વિભૂતિ (લબ્ધિ મેળવીને એમાં મમત્વ નથી કરતો.
વિઘન : પ્રિય ભોજનમાં આસક્ત મનુષ્યનું મન જેમ ભોજનમાં જ રમતું રહે છે, પ્રિય વ્યક્તિના પ્રેમમાં આસક્ત મનુષ્યનું મન જેમ પ્રિયજનમાં રમતું રહે છે, પ્રિય રમતમાં આસક્ત મનુષ્યનું મન જેમ રમતમાં જ રમતું રહે છે...તેમ પ્રશમરતિના સુખમાં આસક્ત મુનિનું મન પ્રશમરસમાં જ ઝીલતું રહે છે! આત્માનન્દની અનુભૂતિમાં ડૂબેલું રહે છે.
આવા મહામુનિના જીવનમાં સુખશીલતા ન હોય, આરામપ્રિયતા ન હોય. એ તો અપ્રમત્તભાવે વર્ષોનાં વર્ષો આત્મધ્યાનમાં વિતાવતા હોય છે. શારીરિક સુખ-સુવિધાઓનો વિચાર પણ એમના મનમાં પ્રવેશતો નથી. એવી રીતે તેને વૈભવશાળી જીવનનો પણ મોહ હોતો નથી. જનસંપર્કથી સદા દૂર રહેનારા એ મહામુનિને, દુનિયાને પોતાના તરફ આકર્ષિત કરવાનો કે લોકોની આંખોમાં વસી જવાનો કોઈ ધખારો હોય જ શી રીતે? દુનિયાનાં માનસન્માનનું મૂલ્ય એમને મન ધૂળ બરાબર હોય છે, નથી હોતી એમના મનમાં દુનિયાને ખુશ કરવાની સૂક્ષ્મ પણ ઇચ્છા કે નથી હોતી એમના મનમાં દુનિયાની
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
પ્રશમરતિ પ્રશંસા સાંભળવાની ઝીણી પણ કામના. અલબત્ત, સકલ જીવસૃષ્ટિ પ્રત્યે એમના હૃદયગિરિમાં વિશુદ્ધ મૈત્રીભાવનું ઝરણું અવશ્ય વહેતું હોય છે. કરુણાથી એમનું હૈયું ભીનું ભીનું જરૂર હોય છે...પરંતુ, અંદરથી અને બહારથી તેઓ નિબંધન હોય છે. રસનેન્દ્રિયની સૂક્ષ્મ પણ ઉત્તેજના તેમના મનમાં નથી હોતી. રસવૃત્તિ પર તેમણે વિજય મેળવેલો હોય છે. કોઈ પણ ઇન્દ્રિયના વિષયની રુચિ શેષ રહેતી નથી.
આવા મહાસાધક આત્મામાં સ્વયંભૂ વિશિષ્ટ શક્તિઓ પ્રગટ થતી હોય છે. તેઓ ઇચ્છે તો આકાશગમન કરી શકે, તેઓ ઇચ્છે તો પોતાનાં અનેક રૂપ કરી શકે. તેઓ ઇચ્છે તો અવકાશમાંથી હીરા-મોતી વરસાવી શકે, તેઓ ધારે તો આકાશમાં ફૂલો ઉગાડી શકે. તેઓ ધારે તે ચમત્કાર સર્જી શકે. પરંતુ વીતરાગતા તરફ તીવ્ર ગતિએ ધસી જતા મહામુનિ...આવું કાંઈ જ ઇચ્છતા નથી કે કરતા નથી. દિવ્યશક્તિઓ પાસે હોવા છતાં એ શક્તિઓનો ક્યારે પણ ઉપયોગ કરતા નથી. કારણ કે, એ શક્તિના પ્રયોગો કરવા માટે સાધકને બહિર્ભાવમાં જવું પડે છે. પ્રશમરસના માનસરોવરમાંથી બહાર નીકળવું પડે છે...તે તો સાધકને કેમ પરવડે? એની તો પ્રશમરસમાં જ આસકિત હોય છે.
એ વાત ન ભૂલશો કે આ આત્મસ્થિતિ, ધર્મધ્યાનની શ્રેષ્ઠ ભૂમિકાની હોય છે. “શુકુલધ્યાન'ની બહુ નિકટ પહોંચેલા મહાત્માની હોય છે. બાહ્ય જગત સાથેના તમામ સંબંધો છૂટી ગયા હોય અને આંતર જગતમાં જેમનો પ્રવેશ થઈ ગયાં હોય, આત્તરજગતમાં જેમને ફાવી ગયું હોય, તેવા મહાત્માઓની આંતરસૃષ્ટિનું આ વર્ણન છે. એ આંતરસૃષ્ટિના વિસ્મય પમાડનાર વૈભવનું વર્ણન ગ્રન્થકાર હવે કરે છે :
શણગારની વિભૂતિ या सर्वसुरवरद्धिविस्मयनीयापि सातगारद्धेः । नार्यति सहस्रभागं कोटिशतसहस्रगुणितापि ।।२५७।। અર્થ : આશ્ચર્યકારી એવી દેવેન્દ્રની પણ ઋદ્ધિ વિભૂતિ) ને એક લાખ કરોડથી ગુણવામાં આવે તો તે અણગારની ઋદ્ધિના અંક હજારમાં ભાગ પણ નથી આવતી.
વિવેચન : તમે દેવલોકના દેવોના વૈભવનું વર્ણન સાંભળ્યું છે? દેવેન્દ્રોની ઋદ્ધિ-સમૃદ્ધિનાં ચમત્કારી વર્ણન વાંચ્યાં છે ખરાં? અનુત્તર-દેવલોકના દેવોનાં વિસ્મયકારી વર્ણન સાંભળીને આભા બની ગયા છો ખરા? હા, આશ્ચર્યમાં
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણગારની વિભૂતિ
૪૪૩ ડુબાડી દે તેવાં એ વર્ણનો છે. એમનાં નિવાસોનાં વર્ણન, એમનાં શરીરોના વર્ણન, એમની જીવન-પદ્ધતિનાં વર્ણન...એમનાં આયુષ્યનાં વર્ણન...એમની શક્તિઓનાં વર્ણન...બધું જ આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવું છે. એ બધું સાંભળીને કે ધર્મગ્રન્થોમાં વાંચીને ક્ષણભર મનુષ્યને એમ થઈ જાય કે “ત્યાં જો જઈ શકાતું હોય અને રહી શકાતું હોય તો હમણાં જ ત્યાં પહોંચી જાઉ!"
આવાં શ્રેષ્ઠ ભોતિક સુખોને પણ મનુષ્ય, એક લાખથી ગુણે, બે લાખથી ગુણે....એમ કરતાં કરતાં એક ક્રોડથી ગુણે. બે ક્રોડથી ગુણે અને એક લાખ ક્રોડથી ગુણે.. તો એ સુખો કેટલાં બધાં વધી જાય? માત્ર કલ્પનાથી જ ગુણવાનાં છે! કેટલો મોટો ગુણાકાર આવે? સંખ્યાની દૃષ્ટિએ અને ગુણવત્તાની દૃષ્ટિએ એ ગુણાકાર કરેલાં સુખોની તમે કલ્પના કરી શકશો ખરા? એ કલ્પના જ કરી શકો તો જ તમને ધર્મધ્યાનની શ્રેષ્ઠ ભૂમિકાએ રહેલા મહાત્માઓના આન્તરસુખની કલ્પના આવી શકશે! તમે એટલો તો વિચાર કરો કે દેવલોકનાં એવા ગુણાકાર પામેલાં સુખો તેમની સામે દેખાતાં હોય...તે મેળવી શકે એમ હોય છતાં એ સુખોનું સૂક્ષ્મ પણ આકર્ષણ જેમને નથી હોતું. એ મહાત્માઓ પાસે કેવું સુખ હશે! દેવલોકનાં દિવ્ય સુખો કરતાં પણ ચઢિયાતું સુખ એમની પાસે હોવું જોઈએ, તો જ તેઓ દેવલોકનાં સુખોને અવગણી શકે! તેઓ દેવેન્દ્રોને પણ કહી દે છે: “તમારા સુખો અમારાં સુખોની તોલે ન આવી શકે. અમારાં સુખોના હજારમાં ભાગે પણ તમારાં સુખ ન આવી શકે...!'
દેવેન્દ્રો એ મહાત્માનાં ગંભીર વચનો સમજી જાય છે અને એમનાં ચરણોમાં પોતાનાં મસ્તક ઝુકાવી દે છે. દેવેન્દ્રો, મહાત્માનાં આન્તર...આધ્યાત્મિક સુખોની કલ્પના કરી શકે છે ને એ સુખો તરફ લલચાઈ જાય છે. તેઓ મહાત્માની સમક્ષ પ્રાર્થના કરે છે : 'હે મહાત્મનું, તમે જે શાશ્વતું અને સ્વાધીન આન્તરસુખ અનુભવો છો, એવું સુખ અમને મળો..એ માટે અમને મનુષ્ય-જન્મ મળો. વીતરાગનું ધર્મશાસન મળો...ધર્મધ્યાનની કેડી મળો...”
ધર્મધ્યાન'ના સતત અભ્યાસથી, રસ-ઋદ્ધિ અને શાતાના સર્વથા ત્યાગથી અને લબ્ધિઓ-શક્તિઓ તરફની ઉદાસીનતાથી અણગાર આવું સુખ અનુભવી શકે છે. અલબત્ત, એ સુખનું વર્ણન શબ્દોથી થઈ શકતું નથી.
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયાખ્યાત-થારિત્ર तज्जयमवाप्य जितविघ्नरिपुभवशतसहस्रदुष्प्रयापम् ।
चारित्रमथाख्यातं सम्प्राप्तस्तीर्थकृततुल्यम् ।।२५८ ।। અર્થ : તેના પર વિજય મેળવીને વિભૂતિ-લબ્ધિનો ઉપયોગ ન કરીને વિઘ્ન કરનારા શત્રુઓક્રિોધાદિ કષાયો) ને જીતીને, લાખા જન્મોમાં પણ દુર્લભ, તીર્થકરના જેવું “યથાખ્યાત-ચરિત્ર' પ્રાપ્ત કરે છે.
વિવેદન : જ્યારે એ મહાત્મા, પોતાને પ્રાપ્ત થયેલી લબ્ધિ-શક્તિઓ તરફ પણ સંપૂર્ણ નિરપેક્ષ બને છે અને ક્રોધાદિ કષાયો પર સંપૂર્ણ વિજય મેળવે છે, ત્યારે એ મહાત્માને શ્રેષ્ઠ ચારિત્રગુણની સહજ પ્રાપ્તિ થાય છે. એ ચારિત્રનું નામ છે “યથાખ્યાત ચારિત્ર.”
આ “યથાખ્યાત-ચારિત્રને શાસ્ત્રીય દષ્ટિએ સમજી લઈએ; કારણ કે એનું વિસ્તૃત અને વાસ્તવિક સ્વરૂપ ધર્મશાસ્ત્રોમાં જ જાણવા મળે છે.
-પહેલી વાત તો એ છે કે ગ્રન્થકારે “યથાખ્યાત” ના બદલે “અલ્યાખ્યાત” શબ્દનો પ્રયોગ કારિકામાં કર્યો છે, તે પણ સાર્થક જ છે. પહેલાં “યથાખ્યાત 'નો વ્યુત્પત્તિ-અર્થ જાણીએ. “યથા હ્યા તથા જેવું ચારિત્ર તીર્થકરોએ કહેલું છે તેવું-એનું નામ યથાખ્યાત. અર્થાતુ-મોહનીયસ્ય નિરવશેષોપશમા, ક્ષયાત્ર્ય આત્મસ્વભાવસ્થાપેક્ષાલક્ષણ યથાખ્યાતચારિત્રમ' મોહનીય કર્મના સંપૂર્ણ ઉપશમથી કે ક્ષયથી આત્મસ્વભાવરૂપ જે અવસ્થા, તેનું નામ યથાખ્યાત-ચારિત્ર,
યથાપ્યાતનો ભાવાર્થ પણ ઉપર મુજબ જ છે. અથશબ્દ “પછીના અર્થમાં વપરાય છે. સંપૂર્ણ મોહના ઉપશમ પછી કે ક્ષય પછી જે ચારિત્રગુણ પ્રગટે તેવું નામ અથાખ્યાત-ચારિત્ર.
યથાવાત-ચારિત્રનો ગુણ, ૧૧-૧ર-૧૩-૧૪ ગઢષ્ણસ્થાને આત્મામાં પ્રગટે છે.
યથાખ્યાત ચારિત્રી મહાત્મા વીતરાગ હોય છે.
- યથાખ્યાત ચારિત્રી કાં નિર્ઝન્ય હોય, કાં સ્નાતક'' હોય. ૧૧૪. ૧૧ મું ગુણસ્થાનક ઉપશાન્તમાંહ' કહેવાય છે. ૧૨ મું ગુણસ્થાનક “ક્ષીણમાંહ'
કહેવાય છે. ૧૩ મું ગુણસ્થાનક “યોગી કેવળી' કહેવાય છે. ૧૪ મું ગુણસ્થાનક
અયોગી કેવળી' કહેવાય છે. ૧૧૫, નિર્ગસ્થ અને સ્નાતકનું વર્ણન જુઓ પરિશિષ્ટમાં.
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્લધ્યાન
૪૪૫ આ ચારિત્ર નિરતિચાર હોય. આ તીર્થકરના તીર્થમાં હોય અને તીર્થસ્થાપના પૂર્વે પણ હોય.
યથાખ્યાત ચારિત્રી કર્મભૂમિમાં જ જન્મેલા હોય. કોઈ એમનું અપહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જઈ શકે.
ક ૧૧ માં ગુણસ્થાનકવાળા યથાખ્યાત ચારિત્રી મરીને અનુત્તર દેવલોકમાં જાય. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકવાળા મક્ષમાં જ જાય. જ અપાયી હોય.
પરમ શુક્લ લશ્યાવાળા હોય અને અલેશી હોય. ક ૧૧-૧૨ ગુણસ્થાને વર્ધમાન પરિણામવાળા હોય. ૧૩માં ગુણસ્થાને અવસ્થિત પરિણામ હોય. છે માત્ર શાતાવંદનીય કર્મ બાંધે, ૧૪ મા ગુણસ્થાને અબંધક હોય. + ૧૧ માં ગુણસ્થાનના યથાખ્યાત ચારિત્રીના વધુમાં વધુ ત્રણ ભવ હોય.
ઉપશમ ભાવ કે ક્ષાયિક ભાવ હોય. ૧૧માં ગુણસ્થાનક ઉપશમ ભાવ હોય. ૧ર-૧૩-૧૪ મા ગુણસ્થાનકે સાયિક ભાવ હોય.
ગ્રન્થકારે અહીં જે યથાખ્યાત-ચારિત્રની વાત કરી છે, તે બારમા “ક્ષીણ મોહ” ગુણસ્થાનકના ચારિત્રની છે. તેરમા ગુણસ્થાનકે રહેલા તીર્થંકર પરમાત્મામાં જેવું યથાવાત ચારિત્ર હોય છે, તેવું જ ચારિત્ર બારમા ગુણસ્થાનકે રહેલા મહાત્માનું હોય છે. એટલે આ ચારિત્રની અપેક્ષાએ એ મહાત્મા તીર્થંકરસમાન કહેવાય!
શુક્લધ્યાન शुक्लध्यानाद्यद्वयमवाप्य कर्माष्टकग्रणेतारम् ।
संसारमूलवीजं मूलादुन्मूलयति मोहम् ।।२५९ ।। અર્થ : પહેલાં બેશુક્લધ્યાન પૃથકુત્વ વિતસિવિચાર અને એકત્વ-વિતર્ક-અવિચારો પ્રાપ્ત કરીને ધ્યાન કરીને આઠેય કર્મોના નાયક અને સંસારવૃક્ષના મૂળ બીજ એવા મોહને જડમૂળથી ઉખાડી નાંખે છે.
વિરોચ્ચેનઃ ક્ષપકશ્રેણિ-આરોહણમાં આત્માના અત્યંત વિશુદ્ધ ભાવ જ કારણભૂત હોય છે. એ ભાવો સર્વપ્રથમ ત્રણ પ્રકારના હોય છે : સપૃથફત્વ, સવિચાર અને સવિતર્ક.
3
.
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૬
પ્રશમતિ
સપૃથકત્વમાં ભાવાની અનેકતા હોય છે. એક દ્રવ્યના ચિંતનમાંથી બીજા દ્રવ્યના ચિંતનમાં જાય, એક ગુણના ચિંતનમાંથી બીજા ગુણના ચિંતનમાં જાય, એક પર્યાયના ચિંતનમાંથી બીજા પર્યાયના ચિંતનમાં જાય.
૧૧૩
૧૧૭
www.kobatirth.org
સવિતર્ક એટલે શ્રુતચિંતા, પોતાના શુદ્ધ આત્માનુભૂત ભાવદ્યુતના આલંબને જે ભાવજલ્પ-અન્તર્જલ્પ ચાલે તેને સવિતર્ક કહેવાય.
11/
સવિચાર એટલે સંક્રમ, ભાવોનો સંક્રમ. એક અર્થના ચિંતનમાંથી બીજા અર્થના ચિંતનમાં જાય, એક શબ્દના ચિંતનમાંથી બીજા શબ્દના ચિંતનમાં જાય અને એક યોગ પરથી બીજા યોગ ઉપર જાય. [આ યોગ મન-વચન કાયાના સમજવાના.]
આ રીતે ‘પૃથક્ક્સ-વિતર્ક-સવિચાર ' નામનું પહેલું શુક્લધ્યાન ધ્યાયા પછી, એ મહાત્મા બીજા શુક્લધ્યાનમાં પ્રવેશ કરે છે. બીજું શુક્લધ્યાન પણ ત્રણ પ્રકારનું હોય છે. એકત્વ, સવિતર્ક અને અવિચાર
11
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“એકત્વ એટલે માત્ર પોતાના આત્મદ્રવ્યનું ચિંતન કરે, અથવા એક જ પર્યાયનો વિચાર કરે, અથવા એક ૪ ગુણનું ચિંતન કરે.
1''
"સવિતર્ક એટલે ભાવદ્યુતના આલંબને પોતાના શુદ્ધાત્માનું ચિંતન કરું. અવિચાર એટલે શબ્દ, અર્થ અને યોગોમાં સંક્રમ કર્યા વિના કોઈ એક શબ્દનું કે અર્થનું અથવા યોગનું ચિંતન કરે.
‘એકત્વ-સવિતર્ક-અવિચાર' નામનું બીજું શુક્લધ્યાન ધ્યાવતાં આત્મા
११६. द्रव्याद् द्रव्यान्तरं याति गुणाद् याति गुणान्तरम् । पर्यायादन्यपर्याय, सपृथक्त्वं भवत्यतः ।।
११७. स्वशुद्धात्मानुभूतात्मभावश्रुताऽवलम्यनात् । अन्तर्जल्पो वितर्कः स्याद् यस्मिंस्तत् सवितर्कजम् ! | ११८. अर्थादर्थान्तरे शब्दाच्छब्दान्तरे च संक्रमः । योगाद्योगान्तरे यत्र सविचारं तदुच्यते ।। ११९. निजात्मद्रव्यमेकं वा पर्यायमथवा गुणम् ।
निश्चलं चिन्त्यते यत्र तदेकत्वं विदुर्बुधाः । १२०. निजशुद्धात्मनिष्टं हि भावश्रुतावलम्बनात् । चिन्तनं क्रियते यत्र सवितर्क तदुच्यते ।। १२१. यद्व्यंजर्थयोगेषु परावर्त्तविवर्जितम् ।
गुणस्थानक क्रमारोह
चिन्तनं तदविचारं स्मृतं सद्धयानकोविदैः । । गुणस्थानक क्रमारोहे
-
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શુક્લધ્યાન
૪૪૭
સ્વાત્માનુભૂતિ કરે છે અને સમરસીભાવ પ્રાપ્ત કરે છે. આઠેય કર્મોના રાજા જેવું મોહનીય-કર્મ, કે જે સંસારવૃક્ષનું મૂળ-બીજ છે, તેનો ક્ષય થઈ જાય છે. આત્મા વીતરાગ બને છે. કયા ક્રમથી મોહનીય કર્મનો સમૂળ નાશ કરે છે, તે ક્રમ હવે ગ્રન્થકાર સરળ ભાષામાં બતાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूर्व करोत्यनन्तानुबन्धिनाम्नां क्षयं कषायाणाम् । मिथ्यात्वमोहगहनं क्षपयति सम्यक्त्वमिथ्यात्वम् ।।२६० ।।
सम्यक्त्वमोहनीयं क्षपयत्यष्टावतः कषायांश्च । क्षपयति ततो नपुंसकवेदं स्त्रीवेदमध तस्मात् ।। २६१ ।।
हास्यादि तथा षट्कं क्षपयति तस्माच्च पुरुषवेदमपि । संज्वलनानपि हत्वा प्राप्नोत्यथ वीतरागत्वम् ।।२६२ ।।
ર્થ : પહેલાં અનન્તાનુબંધી નામના કપાયોનો (ક્રોધ-માન-માયા-લોભ) નાશ કરે છે. તે પછી પ્રબળ મિથ્યાત્વમોહનો ક્ષય કરે છે. ત્યારબાદ મિશ્રોહનો ક્ષય કરે છે. ૨૬૦
(તે પછી) સમ્યકૃત્વમોહનીયનો નાશ કરે છે. ત્યારપછી આઠ કપાયોનો (અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ૪ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ૪) ક્ષય કરે છે. તે પછી નપુંસક વેદનો નાશ કરે છે અને ત્યારબાદ સ્ત્રીવેદનાં નાશ કરે છે. ૨૬૧
(તે પછી) હાસ્ય વગેરે છ પ્રકૃતિનો ક્ષય કરે છે. ત્યારબાદ પુરુષવેદનો નાશ કરે છે. અને તે પછી સંજ્વલન કષાયોનો ક્ષય કરીને વીતરાગતા પ્રાપ્ત કરે છે, ૨૬૨
વિવેચન : ક્ષપકશ્રેણીએ ચઢનારા મહાત્માઓ ‘મોહનીય કર્મ’ની ૨૭ પ્રકૃતિનો કેવા ક્રમથી નાશ કરે છે, તે ક્રમ આ ત્રણ કારિકાઓમાં બતાવાયો છે. એ ક્રમનું વિશદ વિવેચન કરવા પૂર્વે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓની સંક્ષિપ્ત સમજ હોવી જરૂરી છે. માટે પહેલાં એ ૨૮ પ્રકારોને જાણો.
આઠ કર્મોમાં મુખ્ય કર્મ છે મોહનીય કર્મ. જીવાત્માની મૂઢતા અને અવિવેક આ કર્મને આભારી છે. આ કર્મના મુખ્ય બે પ્રકાર છે : દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અશ્રદ્ધાનું કારણ દર્શન મોહનીય છે અને અનાચારોનું કારણ ચારિત્ર મોહનીય છે.
દર્શન મોહનીય કર્મના ત્રણ પ્રકાર છે :
૧, મિથ્યાત્વ મોહનીય.
૨. મિશ્ર મોહનીય [સમ્યક્ત્વ-મિથ્યાત્વ ૩. સમ્યક્ત્વ મોહનીય.
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४८
પ્રશમરતિ જે જીવાત્મા મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી આક્રાન્ત હોય છે તેને સર્વજ્ઞ-વીતરાગ પરમાત્મા ન ગમે, અમનો બતાવેલો ધર્મ ન ગમે. એમનું ધર્મશાસન ન ગમે. એને રાગી-હેપી પરમાત્મ-સ્વરૂપ ગમે. એ અધર્મને ધર્મ માને અને કુગુરુને સુગુરુ માને અથવા તો ધર્મ, ગુર કે પરમાત્માન માને જ નહીં.
જે જીવાત્મા મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી આક્રાન્ત હોય છે તે થોડીક મિનિટો માટીઅન્તર્મુહૂર્ત મધ્યસ્થ રહે છે. નથી હોતો એને સર્વજ્ઞભાષિત ધર્મ પર રાગ કે નથી હોતો એને કેપ.
જે જીવાત્મા સમ્યક્ત્વ મોહનીય કર્મની અસર નીચે હોય છે, તેને અવારનવાર સર્વજ્ઞાપિત ધર્મતત્ત્વોમાં શંકા થયા કરે છે. સમ્યક્ત્વ-મોહનીય કર્મ મિથ્યાત્વ મોહનું જ શુદ્ધ સ્વરૂપ છે. મોહનો પ્રબળ આવેગ ઊછળતાં તે પુનઃ મિથ્યાત્વના ભાવમાં ચાલ્યો જાય છે.
ચારિત્ર મોહનીય કર્મના બે પ્રકાર છે : ૧. કપાય મોહનીય (૧૬) ૨. નો-કપાય મોહનીય૯િ
અનન્તાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ [૪] છે. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ [૪] છે. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ [૪]. - સંજવલન ક્રોધ-માન-માયા-લોભ [૪] છે અનન્તાનુબંધી કપાય, જીવાત્મામાં સમ્યગુદર્શન-ગુણ પ્રગટવા નથી દેતા.
અપ્રત્યાખ્યાનાવરણ કપાય, જીવાત્મામાં ગૃહસ્થોચિત વ્રત-ગુણ પ્રગટવા નથી દેતા.
પ્રત્યાખ્યાનાવરણ કપાય, જીવાત્મામાં સર્વવિરતિ-સાધુતા પ્રગટવા નથી દેતા. ૧૨૨. મિઆજ્ઞાનજનિત લકિક વાસનાના પ્રભાવે આત્માથી ભિન્ન એવા શરીરમાં આત્માના અત્યંત અભેદનું મિથ્યાજ્ઞાન પ્રવર્તે છે. પાંગલિક ધનસંપત્તિ વગરમાં મમત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. અલ્પજ્ઞ-અનાપ્ત પુરુષનાં રચલાં શાસ્ત્રના અધ્યયનથી ‘આત્મા અંકાને નિત્ય છે, અથવા ક્ષણિક છે, આવી મિથ્થાબુદ્ધિ જન્મે છે. કુ-પ્રવચનનિર્દિષ્ટ સ્વર્ગાદિનાં સુખનાં સાધનોમાં મમત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે.
ઉપદેશ રહસ્ય'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી,
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્લધ્યાન
४४९ - સંજવલન કષાય, જીવાત્મામાં યથાખ્યાત-ચારિત્રનો ગુણ પ્રગટવા નથી દેતા. નો-કષાય મોહનીયના નવ પ્રકાર નીચે મુજબ છે : હાસ્ય રતિ અરતિ ભય શોક જુગુપ્સા પુરુષવેદી સ્ત્રીવેદી નપુંસકવેદ.
આ નવ ભાવો કષાયનાં જ સૂક્ષ્મરૂપ હોવાથી એને “નો-કષાય' કહેવામાં આવ્યા છે.
કાપાયિક ભાવો હોવા છતાં જીવાત્માને તે કાષાયિક ભાવો લાગતા નથી.
પુરુષવદ સ્ત્રીના ઉપભોગની ઇચ્છા, સ્ત્રીવેદ=પુરુષના ઉપભોગની ઇચ્છા, નપુંસકવંદસ્ત્રી અને પુરુષ-બંનેના ઉપભોગની ઈચ્છા
હવે, ક્ષપકશ્રેણીમાં વિશિષ્ટ ધ્યાનપ્રક્રિયા ચઢતો મહાત્મા, ક્યા ક્રમથી અને કેવી રીતે આ મોહનીય કર્મના ૨૮ પ્રકારોનો નાશ કરે છે, તે સમજીએ.
સર્વપ્રથમ અનન્તાનુબંધી ચારેય કષાયનો એક સાથે નાશ કરે છે; પરન્તુ એ કષાયોના બહુ જ થોડા[અનત્તમા ભાગના કણ જે રહી ગયા હોય છે તેને મિથ્યાત્વ-મોહનીયમાં નાંખીને મિથ્યાત્વનો નાશ કરે છે. ૪િ કપાય+મિથ્યાત્વ=પ નો નાશ...
મિથ્યાત્વ-મોહનીયના શેષ અંશોને મિશ્ર-મોહનીયમાં નાખીને, મિશ્રમોહનીયનો નાશ કરે છે અને મિશ્રમોહના શેપ અંશોને સમ્યક્ત્વ-મોહનીયમાં નાખીને સમ્યક્ત્વ-મોહનીયનો નાશ કરે છે.૧ મિશ્ર મોહ૦+૧ સમ્યક્ત્વ મોહ૦=૨ નો નાશ.. . જો આ ધ્યાન કરનાર આત્માએ આગામી ગતિનું “આયુષ્ય કર્મ બાંધી લીધું હોય તો તે, આ મોહનીય કર્મની સાત પ્રકૃતિનો નાશ કરીને અટકી જાય છે. ધ્યાનની ઉપરની ભૂમિકાએ ચઢી શકતો નથી અને મોહનીય કર્મની શેષ પ્રકૃતિઓનો નાશ કરી શકતો નથી, પરંતુ એણે જે મોહનીય કર્મની સાત પ્રકૃતિઓનો નાશ કર્યો હોય છે એના ફળરૂપે એને “ક્ષાયિક સમ્યગુદર્શન' પ્રાપ્ત થાય છે.
જે આત્માનું આયુષ્ય કર્મ બંધાયેલું હોતું નથી તે આત્મા ક્યાંય અટક્યા વિના અવિરતપણે ધ્યાનમાં આગળ વધે છે.
સાત પ્રકૃતિનો નાશ કરીને, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ આઠ કપાયોનો નાશ કરવાની શરૂઆત કરે છે. આ કષાયોનો થોડો નાશ કર્યા પછી, એને પડતા મૂકી, વચ્ચે નામકર્મ' ની તેર પ્રકૃતિનો નાશ કરે છે. તે ૧૩ પ્રકૃતિનાં નામ નીચે પ્રમાણે છે :
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
પ્રશમરતિ
નરકગતિ, તિર્યંચગતિ, અકેન્દ્રિય જાતિ, બંઇન્દ્રિય જાતિ, તેઇન્દ્રિય જાતિ, ચરિન્દ્રિય જાતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
તે પછી ‘દર્શનાવરણ’ કર્મની ત્રણ પ્રકૃતિનો નાશ કરે છે : નિદ્રાનિદ્રા પ્રચલા-પ્રચલા સ્થાનહિઁ. આ રીતે ૧૩+૩=૧૬ પ્રકૃતિનો નાશ કરીને પછી, પડતા મૂકેલા આઠ કપાયોનો સંપૂર્ણ નાશ કરે છે.
1''
આઠ કષાયોના શેષ અંશને ‘નપુંસક વૈદ'માં નાંખીને, નપુંસક વેદનો નાશ કરે છે. તેનો શેષ અંશ ‘સ્ત્રીવેદ'માં નાંખીને સ્ત્રીવેદનો નાશ કરે છે. [૮ કષાય + ૨ વેદ=૧૦]
૧૪
ત્યાર પછી, હાસ્ય-રતિ-અતિ-ભય-શોક-જુગુપ્સાનો એક સાથે જ નાશ કરવાનો પ્રારંભ કરે છે. એનો નાશ કર્યા પછી, પુરુષવેદ ક્ષપક શ્રેણીએ ચઢનાર પુરુષ હોય તો।,નો નાશ કરવા આગળ વધે છે.
૧:૫
1,
પુરુષવેદના ભાગ ત્રણ કરે છે. પહેલા બે ભાગોનો એક સાથે નાશ કરે છે. ત્રીજા ભાગને એ ‘સંજ્વલન ક્રોધ'માં નાંખે છે. સંજ્વલન ક્રોધના પણ ત્રણ ભાગ કરે છે. બે ભાગનો યુગપત્ નાશ કરે છે અને ત્રીજા ભાગને ‘સંજ્વલન માન'માં નાખે છે, સંજ્વલન માનના ત્રણ ભાગ કરે છે. બે ભાગનો નાશ કરીને ત્રીજા ભાગને ‘સંજ્વલન માયા'માં નાંખે છે. સંજ્વલન માયાના ત્રણ ભાગ કરે છે. બે ભાગનો નાશ કરીને ત્રીજા ભાગને ‘સંજ્વલન લાભ'માં નાખે છે. સંજ્વલન લાભના ત્રણ ભાગ કરે છે, બે ભાગનો નાશ કરે છે, અને ત્રીજા ભાગના સંખ્યાતા [અનેક] ટુકડા કરી નાખે છે. તે લોભના સંખ્યાતા ટુકડાનો નાશ કરતો કરતો તે આગળ વધે છે. આ પ્રક્રિયા નવમાં ગુણસ્થાનકે થાય છે. એટલે આ નવમા ગુણસ્થાનકનું નામ ‘બાદર સંપરાય’ છ| ‘બાદર – મોટા, ૧૨૩, અગિયારમું ગુણસ્થાનક ઉપશમ-શ્રેણી' માં ચઢેલા જીવો જ સ્પર્શે છે. આ ગુણસ્થાનકે આત્મા વધુમાં વધુ એક અન્તર્મુહુર્ત સમય જ રહી શકે છે. ૧૨૪. આ ગુણસ્થાનકે જો જીવનું મૃત્યુ થઇ જાય તો તે મરીને ‘અનુત્તર દેવલોક'માં જન્મે, ત્યાં અને ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય.
=
૧૨૫. આગમિક મત પ્રમાણે મનુષ્ય એક ભવમાં ઉપશમ શ્રેણી કે ક્ષેપક શ્રેણી બંમાંથી
અંક ૪ શ્રેણીએ ચઢી શકે.
૧૨૬. કર્મગ્રન્થના મતે, એક ભવમાં મનુષ્ય બે વાર શ્રેણીએ ચઢી શકે છે. એકવાર ઉપશમ શ્રેણીએ ચઢ્યો હોય તો તે એકવાર ક્ષેપક શ્રેણી માડી શકે છે, બે વાર ઉપશમ શ્રેણી માંડી હોય તો પછી ક્ષેપક શ્રેણીએ ન ચઢી શકે.
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્લધ્યાની પૂર્ણચન્દ્ર જેવા
૪૫૧ સંપરાય = લોભકષાય. લોભના મોટા ટુકડાઓનો ક્ષય અહીં થાય છે. તેમાં છેલ્લો લોભ-ટુકડો જે રહે, તેના અસંખ્ય ટુકડા કરી નાખે છે.
તે અસંખ્ય સૂક્ષ્મ લોભ-ટુકડાઓનો નાશ જે ગુણસ્થાનકે કરે છે તે ગુણસ્થાનક સૂક્ષ્મ સંપરાય' કહેવાય છે, એ બધા સૂક્ષ્મ લાભકનો સંપૂર્ણ નાશ થઈ જતાં તે આત્મા આગળ વધી જાય છે...દશમા ગુણસ્થાનકથી સીધો બારમાં ગુણસ્થાનકે પહોંચે છે. (અગિયારમા ગુણસ્થાનકને જે જીવ સ્પર્શ છે તે આગળ નથી વધી શકતો, નીચે ઊતરે છે. ક્ષપકશ્રેણીમાં ચઢતો આત્મા ૧૧ મા ગુણસ્થાનકને સ્પર્ધો વિના સીધો ૧૨ મા ગુણસ્થાનકે પહોંચે છે.]
બારમાં ગુણસ્થાનકે આત્મા, મોહનીય કર્મનો સર્વથા નાશ કરીને આવ્યો હોવાથી વીતરાગ હોય છે, છતાં તે છાસ્થ હોય છે. કારણ કે દર્શનાવરણ, જ્ઞાનાવરણ અને અંતરાય આ કર્મોનો નાશ કરવાનો બાકી હોય છે. એટલે, બારમા ગુણસ્થાનકે આવીને કંઈક [થોડી ક્ષણ) વિશ્રામ કરીને, જ્યારે બે સમય બાકી રહે છે ત્યારે પહેલા સમયે નિદ્રા અને પ્રચલા-આ બે દર્શનાવરણની પ્રકૃતિનો નાશ કરે છે અને છેલ્લા સમયે એક જ પ્રહારમાં જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪ અને અત્તરાય-૫ નો ખાતમો બોલાવી દે છે!
અને તેરમાં ગુણસ્થાનકના પહેલા જ સમયે સર્વજ્ઞ-સર્વદર્શી બની જાય છે. સર્વજ્ઞ-સર્વદશ તો તેરમાં ગુણસ્થાનક બને છે, પરન્તુ બારમાં ગુણસ્થાનકે વીતરાગ બનેલો આત્મા સર્વજ્ઞની જેમ જ, પૂર્ણચન્દ્રના જેવો શોભતો હોય છે...રાહુનો એક પણ અંશ જ્યારે ચન્દ્રને સ્પર્શત ન હોય.. ત્યારે એ પૂર્ણ ચન્દ્ર કહેવાય છે. એવી રીતે મોહનીય કર્મને એક પણ અંશ આત્માને સ્પર્શતા નથી. હોતો ત્યારે તે વીતરાગ કહેવાય છે. આ વાત ગ્રન્થકાર હવે કહે છે :
શુકલધ્યાની પૂર્ણચન્દ્ર જેવા सर्वोद्घातितमोहो निहतक्लेशो यथा हि सर्वज्ञः ।
भात्यनुपलक्ष्यराहवंशोन्मुक्तः पूर्णचन्द्र इव ।।२६३ ।। અર્થ : સમસ્ત મોહનો નાશ કરનાર અને ક્લેશો ક્રિોધાદિ નું હનન કરનાર મુનિ, નહીં દેખાતા રાહુના મુખાદિ અંશોથી મુક્ત પૂર્ણચન્દ્રની જેમ શોભે છે. વિવેચન : મોહનીય કર્મને રાહુની ઉપમા આપેલી છે. ક વીતરાગ બનેલા આત્માને પૂર્ણચન્દ્રની ઉપમા આપેલી છે. રાહુનો અને ચન્દ્રનો સંબંધ છે? શત્રુતાનો સંબંધ છે.
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ર
પ્રશમરતિ - જેનાગમોમાં સુર્ય-ચન્દ્રગ્રહ-નક્ષત્ર-તારાને પરિભ્રમણશીલ કહેવામાં આવેલા છે. “ચન્દ્રનું વિમાન' કહેવામાં આવ્યું છે. ચન્દ્રનું વિમાન જે ઊંચાઈએ આકાશમાં પરિભ્રમણ કરે છે એની આસપાસ] તેનાથી થોડી નીચી સપાટીએ રાહુનો ગ્રહ પરિભ્રમણ કરે છે. જેમ જેમ રાહુનું વિમાન ચન્દ્રના વિમાનની નીચે આવતું જાય છે તેમ તેમ ચન્દ્ર ઢંકાતો જાય છે. જે દિવસે ચન્દ્ર સંપૂર્ણ ઢંકાઈ જાય છે, તે દિવસને “અમાસ' કહેવામાં આવે છે. તે પછી રાહુની ગતિમાં ફરક પડે છે અને ચન્દ્ર રાહુથી મુક્ત થતો જાય છે. જ્યારે સંપૂર્ણ મુક્ત થાય છે, ત્યારે તેને પૂર્ણચન્દ્ર કહેવામાં આવે છે. પરંતુ તે પછી બીજા જ દિવસથી રાહુ તેની નીચે આવવા માંડે છે અને ધીરે ધીરે પંદર દિવસમાં તો સંપૂર્ણ ગ્રસી લે છે!
વીતરાગ બનેલા આત્માને પૂર્ણચન્દ્રની જ ઉપમા આપવામાં આવી છે, તે એકદેશીય છે. મોહનીય કર્મનો નાશ કર્યા પછી ક્યારેય આત્માને મોહનીય કર્મ આવરતું નથી! રાહુ તો ફરી ફરીથી ચન્દ્રને આવરે છે! મોહનીય કર્મ ફરીથી આત્માને આવરી શકતું નથી. વીતરાગ આત્મા નિત્ય-સ્થિર પૂર્ણચંદ્ર જેવો હોય છે!
પ્રશ્ન : કારિકામાં પતિતમોë કહ્યા પછી નિરંતવત્નેશ કહેવાની શી જરુર? મોહનો નાશ થઈ જતાં ક્લેશ |કષાયો| નો નાશ થઈ જ જતો હોય છે.
ઉત્તર : ક્રોધાદિ કષાયોની પ્રબળતા અને દુર્દમતા બતાવવા માટે એનો જુદો નિર્દેશ કર્યો છે. ગ્રન્થરચનાની એક પદ્ધતિ છે. જે વાત ઉપર વજંન આપવું હોય તેનો પુથફ નિર્દેશ કરવામાં આવે છે. દર્શન-મોહનીય કર્મની પ્રબળતા કરતાં ચારિત્ર-મોહનીય કર્મની પ્રબળતા વિશેષ હોય છે. ચારિત્ર-મોહનીય કર્મનો નાશ કરવા આત્માને પ્રબળ પુરુષાર્થ કરવો પડતો હોય છે.
અલબત્ત, બારમા ગુણસ્થાનકનો કાળ તો માત્ર અત્તમુહૂર્તના જ બે ઘડીનો) હોય છે, છતાં એ બે ઘડી આત્માને પૂર્ણચન્દ્રની શોભા આપે છે. હજુ એ સર્વજ્ઞ નથી બન્યો હોતો, છતાં સર્વજ્ઞ જેવો જ શોભે છે.
ચિત્તને સ્થિર કરીને, ઊંડા ધ્યાનમાં ગરકાવ બનીને.બારમાં ગુણાનકના એ વીતરાગ મહાત્માને જોવાનો પ્રયત્ન તો કરજો! પૂર્ણચન્દ્રની કલ્પના કરીને, એ મહાત્માની સમરસભરેલી મુખમુદ્રા જોજો...અપૂર્વ શીતળતાનો અનુભવ
થશે.
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્લધ્યાન : પ્રચંડ આગ
सर्वेन्धनैकराशीकृतसन्दीप्तोद्यनन्तगुणतेजः । ध्यानानलस्तपःसंवरहविविवृद्धबलः ॥ २६४ ॥
અર્થ : સર્વે ઈન્ધનોનો ઢગલો કરી તેને સળગાવવામાં આવે ને તે જે રીતે બળે છે, તેના કરતાં અનાગુણ તેજ [શક્તિ વાળો ધ્યાનાગ્નિ હોય છે. કારણ કે તેમાં તપ, પ્રશમ અને સંવરનું થી નાંખવામાં આવ્યું હોય છે. તેનાથી ધ્યાનાનલની શક્તિ વૃદ્ધિ પામી હોય છે.
વિવેચન : ધ્યાનને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. કારણ કે અગ્નિ સ્વયંશુદ્ધ હોય છે. દુનિયામાં ગંગાના પાણીને પવિત્ર માનવામાં આવે છે, છતાં એમાં દોપ હોય છે. તે દોષોને દૂર કરવા અગ્નિનો ઉપયોગ કરવામાં આવે છે..! અગ્નિને શુદ્ધ કરવાની જરૂ૨ હોતી નથી, કારણ કે તે સ્વયંશુદ્ધ હોય છે.
માટે ધ્યાનને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. અગ્નિ સળગાવવાનું કામ કરે છે.’ ‘ધ્યાનાનિ સર્વવર્મા, મરમસાત્ તે ક્ષાત્।' એમ કહેવામાં આવ્યું છે. ધ્યાનની આગ કેવી પ્રચંડ હોય છે...તે સમજાવવા ગ્રન્થકારે કહ્યું કે દુનિયાભરનાં ઈંધન ભેગાં કરીને સળગાવવામાં આવે અને જે પ્રચંડ આગ પેદા થાય...તે આગમાં કેવી દાહક-શક્તિ હોય? તેના કરતાં અનન્તગુણ દાહકશક્તિ ધ્યાનના અગ્નિમાં હોય છે. તો જ એ ધ્યાનાગ્નિ અનંત કર્મોને ભસ્મસાત્ કરી શકે છે.
ધ્યાનાગ્નિને વિશેષ પ્રજ્વલિત કરવા માટે તેમાં ઘી નાંખવું પડે. તે ઘી હોય છે તપનું, પ્રશમનું અને સંવરનું! ધ્યાનમાં શુક્લધ્યાનમાં લીન બનેલા આત્મામાં સહજભાવે જ ઘી હોમાતું જતું હોય છે. એ આત્માનો ધ્યાનકાળે ઉપયોગ નથી હોતો કે ‘હું તપ કરું...હું પ્રશમભાવમાં રહું.હું મારા આત્મામાં વહી આવતાં કર્મોને રોકું.'
શુક્લધ્યાનમાં આ ત્રણ તત્ત્વો સહાયક હોય છે. આ ત્રણ તત્ત્વો હોય તો જ શુક્લધ્યાનમાં પ્રવેશ થઈ શકે. શુક્લધ્યાનની શક્તિને પ્રતિસમય વધારનારાં પણ આ ત્રણ તત્ત્વો છે. તપ એટલે બાહ્ય અનશનાદિ તપ નહીં પરંતુ શ્રુતજ્ઞાનરૂપ અને આત્મજ્ઞાનરૂપ તપ સમજવાનો છે. એને તપ કહેવાય કે જે કર્મોને બાળે એટલે અન્ય શાસ્ત્રોમાં જ્ઞાનને પણ અગ્નિની ઉપમા આપવામાં આવી છે. શુક્લધ્યાનમાં જ્ઞાનાગ્નિ અને ધ્યાનાગ્નિ અભિન્ન હોય છે, તેથી તેની દાહક શક્તિ ખુબ વધી જાય છે.
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ૪.
પ્રશમરતિ શુક્લધ્યાની મહાત્મા પ્રશાન્ત હોય છે. પ્રશમરસથી તે ભીંજાયેલો રહે છે એટલે કમાં બળે છે...એ સ્વયં નથી બળતો! સૂક્ષ્મ-સંપરા ચારિત્ર અને યથાખ્યાત ચારિત્રના સંવરભાવથી એ એટલો બધો સ્થિર હોય છે ચારિત્ર રિચરતાપ) કે, શુક્લધ્યાનની દાહક-શક્તિ એના સહારે વિશેષ વૃદ્ધિ પામે છે.
આંખોથી આ આગ દેખાતી નથી કે શરીરથી એ અનુભવાતી નથી! એવી અદ્ભુત આ આધ્યાત્મિક આગ છે...આત્માને પરમ વિશુદ્ધ કરનારી આ આગ છે...આ આગની દાહ-શક્તિનો વિશેષ ખ્યાલ ગ્રન્થકાર સ્વયં આપે છે :
જે બાંધે તે ભોગવે क्षपक श्रेणिमुगपत: स समर्थः सर्वकर्मिणां कर्म। क्षपयितुमेको यदि कर्मसंक्रमः स्यात् परकृतस्य ।।२६५।।
परकृतकर्माणि यस्मानाकामति संक्रमो विभागो वा।
तस्मात् सत्त्वानां कर्म यस्य यत्तेन तद्वेधम् ।।२६६।। અર્થ : ક્ષપક શ્રેણીએ ચઢેલો તે આત્મા, જે બીજા જીવનાં બાંધેલાં કમોના એનામા. સંક્રમ થઈ શકતા હોય તો, એકલા જ બધા જીવોનાં કમનો ક્ષય કરવા સમર્થ હોય છે.
પરંતુ એક જીવનાં કમ બીજા જીવના કામમાં નથી સંપૂર્ણ સંક્રમતાં કે નથી કોઈ ભાગ એમાં ભળતી, માટે જે જીવ કર્મ બાંધે છે તે જીવ તેને ભોગવે છે.
વિવેચન : ચાહ જીવાત્મા હોય, મહાત્મા હોય કે પરમાત્મા હોય, એમની બધી જ શુભ ભાવનાઓ ફળવતી નથી થતી. ઉત્તમ અને ઉત્તમોત્તમ પુરુપના હવે એવી શ્રેષ્ઠ ભાવનાઓ હિલોળા લેતી હોય છે કે : “દુનિયાના બધા જ જીવોનાં હું દુઃખ દૂર કરી અને પરમ સુખ પમાડી દઉં. દુનિયામાં કોઈ જીવ દુ:ખી ન રહેવી જોઈએ...' પરંતુ આજ સુધીમાં થઈ ગયેલા અનન્ત તીર્થકરોમાંથી કોઈની પણ આ શુભભાવના ફળવતી નથી બની શકી. કારણ કે વિશ્વવ્યવસ્થા કે જે શાશ્વત્ છે, તેમાં કોઈ જ પરિવર્તન કરી શકતું નથી.
આન્તર-જગતની પણ...આધ્યાત્મિક જગતની પણ કેટલીક શાશ્વતુઅપરિવર્તનીય વ્યવસ્થાઓ છે. તેમાં પરિવર્તનની કોઈ શક્યતા જ સર્વજ્ઞોએ જંઈ નથી..તેમાંની એક વાસ્તવિકતા એ છે કે :
એક જીવાત્માએ બાંધેલાં કર્મોનો, બીજ આત્મા નાશ ન કરી શકે! અર્થાત્ એક આત્મા શુક્લધ્યાનની પ્રચંડ આગમાં પોતાના અનન્ત કમને બાળી રહ્યો
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોહનીયનો ક્ષય કરો
૪૫૫ હોય, તે આગમાં બીજા આત્માઓનાં કમને લાવી લાવીને હોમી ન શકે! થોડાં કર્મોન પણ લાવીને બાળી ના શકે. કારણ કે એક જીવનાં કર્મો બીજા જીવમાં સંક્રમિત થઈ શકતાં નથી. આ અપરિવર્તનીય-શાશ્વત્ નિયમ છે.
જ એ શક્ય હોત તો તીર્થકર બનનારા આત્મામાં તો અપાર કરુણા ભરેલી હોય છે. તે આત્મા શુક્લધ્યાનમાં પણ પ્રવેશે છે, ધ્યાનની પ્રચંડ આગ પણ પ્રગટે છે. તેમાં તે સંસારના સર્વે જીવોનાં કર્મોને સંક્રમાવીને બાળી શકત અને બધા જ જીવોને વીતરાગ બનાવી શકત! પરંતુ એ શક્ય જ નથી. એટલે તો સંસારના અનન્ત અનંત જીવો પોત-પોતાનાં કમોંને ભોગવે છે.
જે જીવાત્માને પોતાનાં કર્મોનો ક્ષય કરવો હોય, તેણે સ્વયં શુક્લધ્યાનમાં પ્રવેશવું પડે, શુક્લધ્યાનની પ્રચંડ આગમાં પોતાનાં કર્મોને હોમીને તે વિતરાગ બની શકે.
જે બાંધે તે ભોગવે! જે બાંધે તે જ છોડે!
મોહનીયનો ક્ષય કરે मस्तकसूचिविनाशात्तालस्य यथा ध्रुवो भवति नाशः ।
तद्वत् कर्मविनाशो हि मोहनीयक्षये नित्यम् ।।२६७ ।। અર્થ : તાડવૃક્ષના માથેટોચી જે સૂચિ-શાખા ઊગેલી હોય છે, તે શાખાનો નાશ થવાથી જેમ તાડવૃક્ષનો અવશ્ય નાશ થાય છે તેમ મોહનીયનો લય થતાં સર્વ કમનો અવશ્ય નાકા થાય છે.
વિવેવન : મોહનીય-કર્મનો નાશ થવાથી બીજાં કર્મોનો અવશ્ય નાશ થાય એવું કેવી રીતે બની શકે? દુનિયામાં શું એવું જોવા મળે છે કે એક વસ્તુનો નાશ થતાં, તેનાથી સંલગ્ન બીજી વસ્તુઓનો પણ નાશ થઈ જાય? આવી જિજ્ઞાસા, તત્ત્વગચંપક મનમાં પેદા થઈ શકે છે. એવી જિજ્ઞાસાને સંતોષતા ગ્રન્થકાર મહર્ષિ, દુનિયામાંથી એક એવું વૃક્ષ શોધી કાઢીને કહે છે :
જુઓ, આ તાડવૃક્ષ છે. તાડવૃક્ષની ટોચે જે શાખા ઊગેલી છે, તેને તોડી નાખવાથી આખું તાડવૃક્ષ એની મેળે જ નાશ પામે છે! એવી રીતે મોહનીય કર્મનો નાશ થતાં બીજાં કર્મો એની મેળે નાશ પામી જાય છે. પહેલાં ઘાતકર્મ નાશ પામે છે, પછી અઘાતી કર્મ નાશ પામે છે. માટે, માહનીય કર્મનો નાશ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૭
પ્રશમતિ
તાડવૃક્ષ ઘણું ઊંચું હોય છે. એની ટોચે પહોંચવું મુશ્કેલ કાર્ય હોય છે. ટોચ ઉપરની શાખાને તોડવી એ પણ કપરું કામ હોય છે. તેવી રીતે મોહનીય કર્મનો નાશ કરવાનું કામ પણ કપરું હોય છે. બારમા ગુણસ્થાનકે પહોંચવું કેટલું બધું અઘરું કામ છે? ઉત્તરોત્તર ગુણસ્થાનોની ઊંચાઈએ પહોંચવા માટે આત્મામાં અપૂર્વ બળ જોઈએ. શારીરિક બળ જોઈએ, માનસિક બળ જોઈએ અને આધ્યાત્મિક બળ જોઈએ. બળની સાથે બુદ્ધિ જોઈએ, જ્ઞાન જોઈએ.
અપૂર્વ સાહસ દાખવીને જે આત્મા બારમા· ગુણસ્થાનકે પહોંચી જાય છે, તે મોહનીય-કર્મની શાખાને તોડી નાખે છે! પછી એ શું કરે છે, તે ગ્રન્થકાર બતાવે છે : छद्मस्थवीतरागः कालं सोऽन्तमुहूर्तमथ भूत्वा ।
युगपद् विविधावरणान्तरायकर्मक्षयमवाप्य ।।२६८ ।।
અર્થ : અન્તર્મુહૂર્વે Jબે ઘડી| સુધી તે છદ્મસ્થ વીતરાગે ૧૨મા ગુણસ્થાનકે| રહીને, એક સાથે વિવિધ આવરણોનાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ) તથા અન્તરાય કર્મનો ક્ષય કરીને..
વિવેધન : વીતરાગ બનીને બે ઘડી જાણે વિશ્રામ લે છે! જો કે બીજું શુક્લધ્યાન ચાલતું જ હોય છે. ‘એકત્વ-વિતર્ક-અવિચાર' નામનું ધ્યાન કરતાં અનન્તગુણ શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત હોય પરંતુ અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ ન હોય. જ્યારે આ ધ્યાનના બે જ સમય બાકી હોય છે ત્યારે, પહેલા સમયે દર્શનાવરણ કર્મની સત્તામાં રહેલી બે પ્રકૃતિ : ‘નિદ્રા’ અને ‘પ્રચલા' નો નાશ કરે છે. બીજા સમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણે શેષ], અને અન્તરાય કર્મનો નાશ કરે છે.
12
૧૨૭. ચક્ષુ-દર્શનાવરણ, અચક્ષુ-દર્શનાવરણ, અવધિ-દર્શનાવરણ, કુંવળ-દર્શનાવરણ.
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
'
અર્થ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાન
शाश्वतमनन्तमनतिशयमनुपममनुत्तरं निरवशेषम् । सम्पूर्णमप्रतिहतं सम्प्राप्तः केवलज्ञानम् ।।२६९ । । कृत्स्ने लोकालोकं व्यतीतसाम्प्रतभविष्यतः कालान् । द्रव्यगुणपर्यायाणां ज्ञाता दृष्टा च सर्वार्थः । । २७० ।।
क्षीणचतुः कर्माशी वैद्यायुर्नामगोत्रवेदयिता ।
विहरति मुहूर्तकालं देशोनां पूर्वकोटिं वा ।।२७१ ।।
શાશ્વત્, અનન્ત, નિરતિશય, અનુપમ, અનુત્તર, નિરર્શપ, સંપૂર્ણ અને અપ્રતિહત કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે,
લોક-અલોકમાં સંપૂર્ણ વસ્તુઓને જાણવાના કારણે, ભૂત-વર્તમાન અને ભવિષ્યકાળના દ્રવ્ય, ગુણ અને પર્યાયોને બધા પ્રકારે જાણે છે ને જુએ છે.
ચાર કર્યો |ઘાતી)નો જેણે ક્ષય કરી નાખ્યો છે તેવા અને વેદનીય, આયુષ્ય, નામ તથા ગૌત્ર કર્મનો અનુભવ કરનારો કિવળજ્ઞાની) એક મુહૂર્ત સુધી અથવા કંઈક ઓછો ૫૮ વર્ષી એવા ‘એક ક્રોડ પૂર્વ' વર્ષો સુધી વિચરે.
વિવેત્તન : ચાર ઘાતી કર્મોનો નાશ થતાં, આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવતાં ગ્રન્થકાર કહે છે :
૧. કેવળજ્ઞાન શાશ્વત હોય છે. આત્મામાં પ્રગટ થયા પછી સર્વકાળ રહે છે. ૨. કેવળજ્ઞાન અનન્ત હોય છે. ક્યારેય આ જ્ઞાનનો અન્ન નથી આવતો. નષ્ટ નથી થતું.
૩. કેવળજ્ઞાન મહાતિશયવાળું હોય છે. એટલે કે એના કરતાં ચઢિયાતું બીજું કોઈ જ્ઞાન નથી,
૪. કેવળજ્ઞાન અનુપમ હોય છે. દુનિયામાં એવી કોઈ ઉપમા નથી કે જે આ જ્ઞાનને આપી શકાય.
૫. કેવળજ્ઞાન અનુત્તર હોય છે. આ જ્ઞાનથી વધીને ઉત્કૃષ્ટ બીજું કોઈ જ્ઞાન નથી. ૬. કેવળજ્ઞાન નિરવશેષ હોય છે. આ જ્ઞાન આત્મસ્વરૂપ હોય છે.
૭. કેવળજ્ઞાન સંપૂર્ણ હોય છે. લોકાલોકના સકલ જ્ઞેય પદાર્થોને જાણનારું હોય છે.
૧૨૮. ‘વળજ્ઞાન’ માટે જુઓ પરિશિષ્ટ...
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
પ્રશમરતિ ૮. કેવળજ્ઞાન અપ્રતિહત હોય છે. આ જ્ઞાનની આડે કોઈ પૃથ્વી, પર્વત...સમુદ્ર આવતા નથી.
કેવું અપૂર્વ હોય છે કેવળજ્ઞાની આત્મામાં આ જ્ઞાન પડેલું હોવા છતાં, આવારક કર્મોના દુગ્ધભાવથી જીવાત્મા કેવા ઘોર અજ્ઞાનમાં અથડાય છે? વીતરાગ બન્યા વિના કેવળજ્ઞાની બની શકાતું નથી.
એનો તાત્પર્યાર્થ એ છે કે જેમ જેમ રાગ-દ્વેષ ઘટતા જાય, તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ વધતો જાય. સંપૂર્ણ રાગ-દ્વેષ નષ્ટ થઈ જાય એટલે પૂર્ણ જ્ઞાનનો શાશ્વત પ્રકાશ આત્મામાં પ્રગટી જાય. એ પ્રકાશ લોકવ્યાપી-અલકવ્યાપી બની જાય.
લોકમાં ૧૪ રાજલોકમાં રહેલા અને અલોકમાં [૧૪ રાજ લોકની બહારનો અનન્ત લોક] રહેલાં સર્વ દ્રવ્યોને કેવળજ્ઞાની જાણે છે અને જુએ છે. સવ 'દ્રવ્યોના સર્વપર્યાયોને જાણે છે અને જુએ છે. ભૂતકાળના પર્યાયોને ભૂતકાલીન તરીકે, વર્તમાનકાળના પર્યાયોને વર્તમાનકાલીનરૂપે અને ભવિષ્યકાળના પર્યાયોને ભવિષ્યકાલીનરૂપે જાણે છે ને જુએ છે. એક-એક દ્રવ્યને એના અનન્ત પર્યાયોથી જાણે છે ને જુએ છે!
ચાર કર્મોનો સમૂળ નાશ કરનારા અને ચાર કર્મોનો અનુભવ કરતા કેવળજ્ઞાની આ પૃથ્વી પર, ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા વિચરે છે. ઓછામાં ઓછો સમય એક મુહુર્તનો હોય છે અને વધુમાં વધુ એક કોડ પૂર્વ વર્ષ આઠ વર્ષ ઓછા) નો સમય હોય છે.
“મુહૂર્ત' “પૂર્વ' આ કાળના માપના શબ્દો છે. જેનાગમોમાં કાળનાં-માપનાં નામ જુદાં છે.
સૌથી ઓછા કાળને “સમય” કહેવામાં આવ્યો છે. અસંખ્ય સમય=૧ આવલિકા. ર૫૬ આવલિકા=૧ ક્ષુલ્લક ભવ. ક ૧ ફુલ્લક ભવ=શ્વાસોચ્છવાસ ૧ પ્રાણ). * ૭ પ્રાણઃ૧ સ્તોક
૭ સ્તોક=૧ લવ. આ ૭૭ લવ=મુહુર્ત ક ૧ મુહુર્ત=ર ઘડી. ૪િ૮ મિનિટ મુહુર્ત પૂરું ન થાય ત્યાં સુધી તેને “અન્તર્મુહૂર્ત કહેવાય.]
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળી-સમુદ્રઘાત
૪૫૯ ૩૦ મુહુર્ત=૧ દિવસ અહોરાત્ર=૨૪ કલાક ક ૧૫ દિવસ = ૧ પક્ષ * ૨ પક્ષ = ૧ માસ - ૨ માસ = ૧ ઋતુ * ૩ ઋતુ = અયન {દક્ષિણાયન, ઉત્તરાયણ) * ૨ અયન = ૧ વર્ષ * ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ * ૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ એિક પૂર્વમાં ૭૦૫૬૦ અબજ વર્ષ થાય. ૭૦૫૬ ક્રોડ વર્ષ
મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક કોડ પૂર્વ વર્ગોનું હોય છે. આવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળો મનુષ્ય, પોતાની આઠ વર્ષની ઉંમરે દીક્ષા લે. દીક્ષા લેતાં જ કેવળજ્ઞાની બને, તો તે કેવળજ્ઞાની-રૂપે એક કોડ પૂર્વ વર્ષ સુધી જીવે.
આઠ વર્ષ ઓછાં સમજવાનાં. આટલા દીર્ઘ આયુષ્યવાળા મનુષ્યો ભરત ક્ષેત્રમાં ભરતક્ષેત્ર પાંચ છે કે એરવત ક્ષેત્રોમાં એરવત ક્ષેત્ર પાંચ છ હોતા નથી. આ ક્ષેત્રોનું વિસ્તૃત વર્ણન ધર્મશાસ્ત્રોમાં વાંચવા મળે છે. પરંતુ અત્યારે આપણે એ બધાં ક્ષેત્રોમાં જઈ શકતા નથી. મહાવિદેહ ક્ષેત્રો પર પાંચ છે. ત્યાં સદેવ તીર્થકરો વિચરતા જ હોય છે. એ ક્ષેત્રોનું સૂક્ષ્મ વર્ણન આગમગ્રંથોમાં મળે છે ખરું, પરંતુ આપણે ત્યાં જઈ શકતા નથી. વર્તમાન દુનિયાના નકશા ઉપર આ ક્ષેત્રો નથી. ક્ષેિત્ર=પ્રદેશ)
આઠ વર્ષ ઓછાં એટલા માટે કહ્યાં છે કે મનુષ્ય ઓછામાં ઓછી આઠ વર્ષની ઉંમરે જ દીક્ષા લઈ શકે છે અર્થાત્ સાધુ બની શકે છે. ૮ વર્ષની ઉમર પહલાં નથી સાધુ બની શકાતું કે નથી ગૃહસ્થવેપમાં કેવળજ્ઞાન પ્રગટતું!
કેવળી-સમુઘાત तेनाभित्रं चरमभवायुर्दुर्भेदमनपवर्तित्वात् ।
तदुपग्रहं च वेद्यं तत्तुल्ये नामगोत्रे च ।।२७२ ।। અર્થ : છેલ્લા ભવનું આયુષ્ય અભેદ્ય હોય છે, કારણ કે તેનું અપવર્તન ઘટાડો]. નથી થતું. તેનાથી આયુષ્યથી] ઉપગ્રહિત વંદનીય કર્મ પણ તેના જેવું હોવું જોઈએ.
આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી સ્થિતિ વંદનીય કર્મની જઈએ.) નામકર્મ અને ગત્રકર્મ પણ તેને સમાન જોઈએ.
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
પ્રશમતિ
વિવેચન : કેવળજ્ઞાનીનું ‘આયુષ્યકર્મ' નિરૂપક્રમ હોય છે. આયુષ્ય કર્મને ઘટાડવા ગમે તેટલા પ્રયત્ન કરે છતાં તે ન ઘટે. જેટલું આયુષ્યકર્મ બાંધ્યું હોય, તેટલું ભોગવવું જ પડે. જ્યારે, જે જીવોનું આયુષ્યકર્મ સોપક્રમ હોય છે, તેમનું આયુષ્યકર્મ વિશેષ પ્રયત્ન દ્વારા ઘટાડી શકાય છે.
જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોનો આયુષ્ય સાથે વિશેષ સંબંધ નથી હોતો, પરંતુ વેદનીય, નામ અને ગોત્ર કર્મોનો આયુષ્યકર્મ સાથે ગાઢ સંબંધ હોય છે. વેદનીયાદિ ત્રણ કર્મો આયુષ્યકર્મ પર નિર્ભર હોય છે. આયુષ્યની સમાપ્તિ સાથે વેદનીયાદિની સમાપ્તિ થઈ જાય છે. એટલે જેટલી સ્થિતિ [વર્ષ] આયુષ્ય કર્મની હોય, એટલી જ સ્થિતિ વેદનીયાદિ ત્રણ કર્મોની હોવી જોઈએ.
પરન્તુ, નિયમ એવો નથી કે જીવ જ્યારે આયુષ્યકર્મની સ્થિતિ બાંધે છે, જેટલાં વર્ષોથી બાંધે છે, એટલાં જ વર્ષોની સ્થિતિ વેદનીયાદિ કર્મોની બાંધે! વધારે પણ બાંધી હોય! તો શું કરવાનું?
જે જીવોનો પુનર્જન્મ થવાનો હોય, તે જીવો માટે તો પ્રશ્ન રહેતો નથી. કારણ કે જે વૈદનીયાદિ કર્મો ભોગવ્યા વિનાનાં રહી ગયાં હોય [આયુષ્ય સમાપ્ત થઈ ગયું હોય અને વેદનીયાદિ કર્મો શેષ રહી ગયાં હોય! તે બીજા આગામી જન્મોમાં ભોગવી શકાય છે. પરન્તુ જે જીવાનો પુનર્જન્મ ન થવાનો હોય, મોક્ષ થવાનો હોય અને વેદનીયાદિ ત્રણ કર્મો વેદનીયાદિ શુક્લધ્યાનમાં બળી શકતાં નથી અને એ કર્મોને મોક્ષમાં સાથે લઈ જઈ શકાતાં નથી!
એટલે, કેવળજ્ઞાની મહાત્માઓએ વેદનીયાદિ કર્મોની સ્થિતિ ઘટાડીને, આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી જ સ્થિતિ કરવી પડે. હા, વિશેષ પ્રયોગ દ્વારા વંદનીયાદિ ત્રણ કર્મોની સ્થિતિ ઘટાડી શકાય છે, એ પ્રયોગ બીજા કોઈ જીવો નથી કરી શકતા, માત્ર કેવળજ્ઞાની જ કરી શકે છે, એ પ્રયોગ કરવાની ક્ષમતાસામર્થ્ય માત્ર કેવળજ્ઞાનીમાં જ હોય છે :
ગ્રન્થકાર મહાત્મા આ વાત કહે છે.
यस्य पुनः केवलिनः कम भवत्यापो ऽतिरिक्ततरम् । स समुद्घातं भगवानथ गच्छति तत् समीकर्तुम् ।।२७३ ।।
અર્થ : જે કેવળજ્ઞાનીને આયુષ્યકર્મ કરતાં અધિક સ્થિતિનાં વંદનીયાદિ કર્મ હોય છે
તે
ભગવાનું વંદનીયાદિ ત્રણને આયુષ્યકર્મ-સમાન કરવા ‘સમુદ્ધાત’ કરે છે. વિષેશ્વન : ટીકાકાર આચાર્યદેવ ‘સમુદ્ધાત’ની પરિભાષા આ પ્રમાણે કરી છે :
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૧
કેવળી-સમુદ્યાત
સ-૩પૃષ્ઠ -મને સમુધાત 1' આત્માનું ઉત્કૃષ્ટ ગમન લિકિવ્યાપી તેનું નામ સમુદ્ધાતઃ વ્યાખ્યાન વિસ્તારથી સમજીએ.
સમુદ્ધાત, આગમોમાં સાત પ્રકારના બતાવવામાં આવ્યા છે : ૧. વેદનીય, ૨. કષાય, ૩. મરણાત્તિક, ૪. વૈક્રિય, ૫. તેજસ ૬. આહારક, અને ૭. કેવળી. આમાં પહેલા છ સમુદ્યાત છબસ્થ આત્મા કરી શકે છે. આ છ સમુદ્રઘાતનાં પુદ્ગલ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની વાત કરે છે, ઘર્ષણ કરે છે, સંઘટ્ટ કરે છે, પરિતાપ ઉપજાવે છે, ઉપદ્રવ કરે છે, કિલામણા ઉત્પન્ન કરે છે. જેના શરીરમાંથી આ પુદ્ગલો નીકળે છે તેને ત્રણ, ચાર કે પાંચ ‘ક્રિયા' પણ લાગે છે.
પરન્તુ, કેવળી-સમુદ્ધાતમાં તો, કેવળજ્ઞાનીના શરીરમાંથી આત્મપ્રદેશો બહાર નીકળે છે; શરીરનો ત્યાગ કર્યા વિના! એ આત્મપ્રદેશો જ્યારે શરીરની બહાર નીકળે છે ત્યારે જુદી જુદી આકૃતિઓ રચાય છે અને વિખરાય છે! ગ્રન્થકારે બે કારિકામાં કેવળી-સમુદ્દઘાતનું વર્ણન કર્યું છે :
दण्डं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये। मन्थानमथ तृतीये, लोकव्यापी चतुर्थे तु ।।२७४ ।।
संहरति पंचमे त्वन्तराणि मन्थानमध पुनः षष्ठे । सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दण्डम् ।।२७५ ।। અર્થ : પહલા સમય દંડ, બીજા સમયમાં કપાટ, ત્રીજા સમયમાં મંથાન રિવૈય|. અને ચોથા સમયે લોકવ્યાપી બને છે.
પાંચમા સમયે મન્થાનના અત્તરાલના પ્રદેશોને સંહરે છે, સિંકોચે છઠ્ઠા સમયે મંથાનને સંહરે છે. સાતમા સમયે કપાટન અને આઠમા સમયે દેવને સંહરે છે.
વિવેચન : કેવળજ્ઞાની, જ્યારે પોતાનું આયુષ્ય એક અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે આ “સમુદ્ધાત'નો વિશેષ પ્રયોગ કરે છે. આ પ્રયોગમાં કર્મબંધ નથી થતો, પરન્તુ કર્મોની નિર્જરા થાય છે. માત્ર આઠ સમયનો જ આ સમુદ્રઘાતનો અદભુત પ્રયોગ હોય છે!
પહેલા સમયે પોતાના શરીર પ્રમાણ પહોળો અને ઊર્ધ્વ-અધોલોક પ્રમાણ ઊંચો, પોતાના આત્માની દંડાકૃતિ બનાવે.
બીજા સમયે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણમાં આત્માની કપાટાકૃતિ બનાવે.
૧૨૯, “સમુદ્યાત માટે જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૪૬૨
* ત્રીજા સમયે આત્માની મંથાનાકૃતિ બનાવે.
* ચોથા સમયે આત્મા સમગ્ર લોકવ્યાપી |૧૪ રાજલોકવ્યાપી બની જાય.
* પાંચમા સમયે મંથાનરૂપે બની જાય.
* છઠ્ઠા સમયે કપાટરૂપે બની જાય.
* સાતમા સમયે દંડરૂપે બની જાય.
* આઠમા સમયે આત્મા શરીરસ્થ બની જાય છે.
આ ‘સમુદ્દાત’-પ્રયોગ દ્વારા કેવળજ્ઞાની મહાત્મા, વેદનીય-કર્મ-નામકર્મ અને ગોત્રકર્મની સ્થિતિ (વર્ષો...મહિના દિવસો કલાકો ક્ષણો...સમય]ઘટાડીને, આયુષ્યકર્મની સ્થિતિ મુજબ કરી દે છે. કેવા ક્રમથી એ ત્રણ કર્મોની સ્થિતિ ઘટાડે છે, તેનું વર્ણન પણ ‘પંચસંગ્રહ,' ‘કર્મપ્રકૃતિ’ વગેરે ગ્રન્થોમાં મળે છે :
* વેદનીય-નામ અને ગોત્રકર્મની સ્થિતિ’ પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ હોય, તેના કલ્પનાથી અસંખ્ય ભાગ કરે. તે અસંખ્ય ભાગોમાંથી એક જ ભાગ શેષ રાખે અને બાકીના બધા ભાગોનો પહેલા સમયે દંડાકૃતિ બનીને નાશ કરે.
* આ રીતે સ્થિતિનો નાશ કરીને, ત્રણેય કર્મોના ‘રસ’નો નાશ કરે છે. ત્રણેય કર્મોમાં પડેલા રસના કલ્પનાથી અનન્ત ભાગ કરે! એક અનન્તમો ભાગ શેષ રાખીને, બાકીના બધા ભાગોનો નાશ કરે.
* શેષ રહેલો સ્થિતિનો એક અસંખ્યાતમો ભાગ, અને રસનો એક અનન્તમો ભાગ, તેના કલ્પનાથી ક્રમશઃ અસંખ્ય અને અનન્ત ભાગ કરે! તેનો એક-એક ભાગ શેષ રાખીને, બાકીના બધા ભાગોનાં સમુદ્દાતના બીજા સમયે 1કપાટાકૃતિ બનીને નાશ કરે. છે.
* આ રીતે સ્થિતિઘાત અને રસઘાત ત્રીજા અને ચોથા સમયે પણ કરે. ચોથા સમયે વેદનીયાદિ ત્રણ કર્મોની સ્થિતિ, પોતાના આયુષ્યકર્મથી માત્ર સંખ્યાતગુણી જ રહે. ૨સ પણ સંખ્યાતગુણ જ રહે.
For Private And Personal Use Only
* ૫-૬-૭-૮ સમયોમાં સ્થિતિઘાત અને રસઘાતની પ્રક્રિયા ચાલતી રહે છે. અસંખ્ય વાર સ્થિતિઘાત-રસઘાત થતા રહે છે...એમ કરતાં, વેદનીયાદિ ત્રણ કર્મો, આયુષ્ય કર્મની સ્થિતિ જેટલાં બની જાય છે...અન્તર્મુહૂર્ત પૂરું થાય છે... આયુષ્યકર્મ પૂરું થાય છે, તેની સાથે વેદનીયાદિ કર્મો પૂરાં થાય છે અને આત્મા વિદેહ બની જાય છે, સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની જાય છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળી-સમુદ્રઘાત
પ્રશ્ન : ભોગવ્યા વિના કર્મોનો નાશ કેવી રીતે માની શકાય? કરેલાંબાંધેલાં કર્મ અવશ્ય ભોગવવા પડે, એવો સિદ્ધાન્ત નથી?
ઉત્તર : બાંધેલાં કર્મો જીવને ભોગવવાં જ પડે છે, પરન્તુ ભોગવવાની રીત એક જ નથી, જે તમે જાણો છો. બીજી પણ રીત છે. જે પ્રચલિત રીત છે તે રસોદયથી ભોગવવાની રીત છે. રિસોદયનું બીજું નામ “વિપાકોદય' પણ છે.) જેમ અશાતા-વદનીયનો ઉદય-વિપાક થયો...શરીરમાં તાવ ભરાણો...તે દુઃખ વેઠવું પડે...પરન્તુ કોઈ અશાતા-વેદનીય કર્મ એવી રીતે ઉદયમાં આવે અને આત્મા ભોગવે કે સુખ-દુઃખ વ્યક્તરૂપે ન અનુભવાય. તે ઉદયનું નામ છે પ્રદેશોદય'.
બધાં કમોં વિપાકોદયથી ન ભોગવી શકાય. જો એમ માનવામાં આવે કે બાંધેલાં કમ બધાં જ વિપાકોદયથી ભોગવીને કર્મોનો નાશ કરી શકાય, તો તે શક્ય જ ન બને! દરેક જીવ પોતાના અસંખ્ય જન્મોમાં...વિવિધ મનના પરિણામોથી-વિચારોથી નરક વગેરે ગતિઓનાં જે કર્મો બાંધ્યાં હોય, તે કર્મોનો મનુષ્યના જન્મમાં કેવી રીતે નાશ થઈ શકે?
તે તે કર્મો ભોગવવા તે તે ગતિમાં જવું પડે! તો જ વિપાકોદયથી ભોગવી શકાય! તે તે ગતિયોગ્ય કર્મોનો વિપાકોદય તે તે ગતિમાં જ થાય! આ રીતે આત્માનો મોક્ષ જ ન થાય! માટે પ્રદેશોદયથી ઘણાં કર્મો ભોગવીને નાશ કરી શકાય છે, એમ માનવું જ પડે.
औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमययोरसाविष्टः। मिश्रौदारिकयोक्ता सप्तम-पष्ठ-द्वितीयेषु ।।२७६ ।।
कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ।।२७७ ।। અર્થ : પહેલા અને આઠમા સમયમાં તે કેિવળજ્ઞાની"દારિયોગવાળો ઇષ્ટ છે [હોય છે. સાતમા, છઠ્ઠા અને બીજા સમયમાં તે મિશ્ર-દારિક યોગવાળો ઇષ્ટ છે હિોય છે.
ચોથા, પાંચમા અને ત્રીજા સમયે તે (કેવળજ્ઞાનીકે કામ કાયયોગવાળો હોય છે. અને આ ત્રણેય સમયમાં તે અવશ્ય અનાહારક હોય છે.
વિવેવન : વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી, તથા પુદ્ગલોના ૧૩૦, ‘યોગ' નું વિસ્તૃત વર્ણન જાણવા પરિશિષ્ટ જુઓ.
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૪
પ્રશમરતિ આલંબનથી થતા આત્મપ્રદેશોના પરિસ્પંદ-કંપનવ્યપારને “યોગ' કહેવામાં આવ્યો છે. આલંબનોની અપેક્ષાએ યોગના ત્રણ પ્રકાર છે.
૧. મનોયોગ : મનોવર્ગણાના પુગલોના આલંબનથી આત્માનું જે પ્રદેશકંપન થાય તે.
૨. વચનયોગ: ભાષાવર્ગણાના પુદ્ગલોના આલંબનથી આત્માનું જે પ્રદેશકંપન થાય તે.
૩. કાયયોગ : દારિકાદિ વર્ગણાના પુદ્ગલોના આલંબનથી આત્માનું જે પ્રદેશ-કંપન થાય તે.
પ્રસ્તુતમાં, “કેવળી સમુદ્રઘાત” ની પ્રક્રિયામાં “કાયયોગ” નો ઉપયોગ હોય છે. કાયયોગના સાત પ્રકાર છે. દારિક દારિકમિશ્ર વૈક્રિય વૈક્રિયમિશ્ર આહારક આહારકમિશ્ર કાર્મણ. “કેવળી સમુદુધાત' માં આ સાત કાયયોગમાંથી
દારિક ઔદારિકમિશ્ર અને કાર્મણ-કાયયોગનો ઉપયોગ હોય છે. મનોયોગ અને વચનયોગનું અહીં આ સમુદ્રઘાતની પ્રક્રિયામાં કોઈ પ્રયોજન હોતું નથી.
સમુઘાતની આઠ સમયની સૂમ ક્રિયામાં કયા સમયે કયાં યોગ હોય છે તે બતાવવામાં આવે છે.
પહેલા સમયે દારિક-કાયયોગ હોય છે. કારણ કે ત્યાં શરીરમાંથી આત્મપ્રદેશોનું નિ:સરણ થાય છે. આત્મપ્રદેશો દડાકૃતિ ધારણ કરે છે. આ ક્રિયામાં ઔદારિક-કાયયોગનું પ્રાધાન્ય હોય છે. પ્રથમ સમયે આત્મા આહારી હોય છે અને આહાર ગ્રહણ કરવા માટે ઔદારિક કાયયોગ જોઈએ જ.
બીજા સમયે કાર્મહયોગથી મિશ્ર દારિયોગ હોય છે. બીજા સમયે આત્મપ્રદેશો કપાટાકૃતિમાં બદલાય છે, આ ક્રિયામાં ધૂલ શરીરની સાથે સૂકમ શરીર પણ પ્રયત્નશીલ બને છે.
* ત્રીજા સમયે માત્ર સૂક્ષ્મ શરીર પ્રયત્નશીલ હોય છે. આત્મપ્રદેશો મંથનાકૃતિ ધારણ કરે છે. આ પ્રક્રિયામાં માત્ર કાર્મણ શરીર ઉપયોગી હોય છે. १३१. मनोवचसी तदा न व्यापारयति प्रयोजनाभावात्। काययोगस्य तु औदारिककाययोगस्यौदारिकमिश्रकाययोगस्य वा कार्मणकाययोगस्य वा व्यापारो न शेषस्य।
-भगवान् हरिभद्रसूरि: 'धर्मसारटीकायाम' १३२. पढमट्ठमसमएसु ओरालियकायजोगं जुंजइ, बिइयछट्ठसत्तमेसु समएसु ओरालियमीसगसरीकापयोगं जुजइ, तइयचउत्थपंचमेसु समएसु कम्मगसरीरकायजोगं जुंजइ।
- શ્રી પ્રજ્ઞાપનાવી|| - રૂદ્ર
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૫
યોગનિરોધ
ચોથા સમયે, જ્યારે આત્મપ્રદેશો લોકવ્યાપી બને છે ત્યારે માત્ર કાર્પણ શરીર જ સક્રિય હોય છે.
પાંચમા સમયે, જ્યારે આત્મપ્રદેશો સંકોચાય છે, મંથાનરૂપે થઈ જાય છે ત્યારે પણ કાર્મણ-કાયયોગ જ હોય છે. | છઠ્ઠા સમયે જ્યારે આત્મપ્રદેશો વધુ સંકોચાય છે ને કપાટરૂપે બને છે ત્યારે પુનઃ દારિક કાયયોગ સાથે કાર્મણ શરીર કામ કરે છે.
સાતમા સમયે જ્યારે આત્મ-પ્રદેશો વધુ સંકોચાય છે ને દંડાકૃતિ બને છે ત્યારે પણ સ્થળ અને સૂક્ષ્મ, બંને શરીરો સક્રિય હોય છે.
આઠમા સમયે જ્યારે આત્મપ્રદેશો શરીરસ્થ બની જાય છે, ત્યારે માત્ર દારિક કાયયોગ હોય છે. કાશ્મણ શરીર હોય તો ખરું જ, પરંતુ તે સક્રિય ન હોય.
આ રીતે “સમુદ્ધાત” ના આઠ સમયમાં કાયયોગોનો વિચાર કરીને, ગ્રન્થકાર એ આઠ સમયોમાં આહાર-અનાહારની સ્પષ્ટતા કરે છે. શરીરરહિત બન્યા પછી તો આહારનો પ્રશ્ન રહેતો જ નથી. સંસારી-કર્મબદ્ધ-શરીરધારી જીવના માટે આહારનો પ્રસન્ન રહે છે.
સમદુધાતના આઠ સમયોમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે આત્મા અનાહારી હોય છે કારણ કે એ સમયોમાં માત્ર સૂક્ષ્મ શરીર જ સક્રિય હોય છે! આહારની જરૂર પૂલ શરીરને હોય છે! આ ત્રણ સમય સિવાયના પાંચ સમયમાં ઔદારિક શરીર સક્રિય હોય છે માટે ત્યાં આત્મા આહારી હોય છે. આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કરે છતાં કર્મપુદ્ગલ ગ્રહણ નથી થતાં!”
યોગનિરોધ स समुद्घातनिवृत्तोऽथ मनोवाक्काययोगवान् भगवान् ।
यतियोग्ययोगयोक्ता योगनिरोधं मुनिरुपैति ।।२७८ ।। અર્થ : મન-વચન-કાયાના યોગવાળા તે કેવળી ભગવાન સમુદ્યાતથી નિવૃત્ત થઈને મુનિઓને યોગ્ય યોગોને કરતા યોગનિરોધ કરે છે.
૧૩૩. આહાર-અનાહાર માટે જુઓ પરિશિષ્ટ.
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬૬
પ્રશમરતિ
૧૪
૧૫
વિશેષન : સમુદ્ધાતની ક્રિયાથી નિવૃત્ત થયા પછી કેવળજ્ઞાની મનવચન-કાયાના ત્રણેય યોગોમાં પ્રવૃત્ત હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. અનુત્તર દેવલોકના દેવોનું તત્ત્વચિંતન અપૂર્વ હોય છે. આત્મસ્થિતિ વીતરાગ જેવી હોય છે. અવધિજ્ઞાનનો ઉજ્જ્વલ પ્રકાશ હોય છે...તે દેવોને ક્યારેક તત્ત્વાનુપ્રેક્ષા કરતાં શંકા ઉપજે તો તેઓ મનુષ્યલોકમાં પૂછવા નથી આવતા. તેમની શંકાનું નિરાકરણ કેવળજ્ઞાની કરતા હોય છે. તે માટે તેઓ મનોવર્ગણાના પુગલો ગ્રહણ કરી મનરૂપે બનાવે. પુદ્ગલોની રચના જ પ્રત્યુત્તરસ્વરૂપ હોય...અવધિજ્ઞાનથી પેલા દેવ જોઈને સમાધાન મેળવી લે! કેવળજ્ઞાનીનો આ મનોયોગ ‘સત્યમનોયોગ’ હોય અથવા ‘અસત્યામૃષામનોયોગ' હોય.
૨. મનુષ્યલોકમાં મનુષ્યો કે દેવો, કેવળજ્ઞાની પાસે આવે અને પ્રશ્ન કરે ત્યારે, તથા ધર્મદેશના દેતાં કેવળજ્ઞાની ભાષા-વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી વચનયોગને પ્રવર્તાવૈ. આ વચનયોગ ‘સત્યવચનયોગ' હોય, અથવા ‘અસત્યામૃષાવચનયોગ' હોય. બીજા યોગ ન હોય.
૩. કેવળજ્ઞાની ગમનાગમનની અને આહાર-નિહારની ક્રિયા કરતા હોય છે એટલે કાયયોગ તો હોય જ છે. આ ‘ઔદારિક-કાયયોગ' હોય છે.
113
"અન્તર્મુહૂર્ત કાળ યથાયોગ્ય ત્રણ યોગમાં પ્રવર્તીને તુરત જ ‘યોગનિરોધ’ કરવાનો ઉપક્રમ કરે છે, કારણ કે
१३४. विणिवत्तिसमुग्धाओ तिन्नि वि जोगे जिणो पउंजिज्जा ।
सच्चमसच्चामोसं व सो मणं तह वई जोगं । ।
ओरालकायजोगं गमणाई पाडिहारियाणं च ।
पच्चप्पणं करिज्जा जोगनिरोहं तओ कुणई ।। - चतुर्थ कर्मग्रन्थ टीकायाम् १३५. केवली भूत्वा तदनन्तरमत्यन्ताप्रकम्पं लेश्यातीतं परमनिर्जराकरणं ध्यानं प्रतिपित्सुरवश्यं योगनिरोधायोपक्रमते । प्रज्ञापना टीकायम
१३६. पभूणं भंते! अणुत्तरोववाइया देवा तत्थ गया चैव समाणा इह गएण केवलिणा सद्धिं आलावं वा संलावं वा करेत्तए ? से केणट्ठेणं भंते ? गोयमा ! जएणं अणुत्तरोववाइया देवा तत्थ गया चेव समाणा अठ्ठे वा हेउं वा पसिणं वा कारणं वा वागरणं वा पुच्छंति तणं इह गए केवली अठ्ठे बा० जाव वागरणं वा वागरेइ । से तेणट्टेणं भंते इह गए केवली अद्धं वा० जाव वागरेइ । तएणं अणुत्तरोववाइया देवा तत्थ गया चेव समाणा जाणंति, पासंति । से केणट्ठेणं भंते ? गोयमा, तेसि णं देवाणं अणंताओ मणोदव्ववग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमएणागयाओ भवंति से तेणट्टेणं जएणं इह गए केवली० जाव પાસફ્ । - ભગવતીસૂત્ર/ શત-/ દેશ-જ
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિરોધ
૪૬૭ આ અત્યંત નિશ્ચલ લેશ્યાતીત પરમ નિર્જરાના હેતુભૂત ધ્યાન કરવાનું હોય છે.
સમયે સમયે થતા યોગનિમિત્તક કર્મબંધને રોકવાનો હોય છે. છે જ્યાં સુધી કર્મબંધ ચાલુ હોય ત્યાં સુધી મોક્ષ ન થાય.
पचेन्द्रियोऽथ संज्ञी य: पर्याप्तो जघन्ययोगी स्यात् ।
निरूणद्धि मनोयोगं ततोऽप्यसंख्यातगुणहीनम् ।।२७९ ।। અર્થ : જે પંચેન્દ્રિય, સંશી, પર્યાપ્ત અને જઘન્ય યોગવાળો હોય છે, તે તેનાથી પણ અસંખ્યાત ગુણહીન મનોયોગને રોકે છે.
વિવેચન : જ્યાં સુધી યોગ મિન-વચન-કાયાના હોય ત્યાં સુધી ‘લેશ્યા' હોય જ. તો પરિણામો ભેચ્છા આ સિદ્ધાંત છે. એટલે લશ્યાતીત ધ્યાન ન થઈ શકે.
બીજી વાત-જ્યાં સુધી યોગ હોય ત્યાં સુધી કર્મબંધ પણ થવાનો જ. ‘નો || યfvi fટ-જુમા રાયગો યુગ આ સિદ્ધાન્ત છે. યોગોથી પ્રતિબંધ અને પ્રદેશબંધ થાય છે. કષાયથી સ્થિતિબંધ અને રસબંધ થાય છે. આ રીતે સમયે સમયે કર્મબંધ થતો રહે તો મોક્ષ ન થાય! જ્યારે મોક્ષમાં તો જવાનું જ છે! માટે તે મહાત્મા યોગનિરોધ' કરે છે.
યોગનિરોધ' ની પ્રક્રિયામાં સર્વ પ્રથમ તે “મનોયોગ' નો નિરોધ કરે છે. કેવી રીતે મનાયોગનો નિરોધ કરે છે, તે ગ્રન્થકારે સંક્ષેપમાં અહીં બતાવ્યું છે :
* સંજ્ઞા પર્યાપ્ત પંચેન્દ્રિય જીવાત્મા જ્યારે પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે, અર્થાત્ મન:પર્યાતિ પૂર્ણ થતાં પહેલા જ સમયે જેટલાં મનવર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરે છે અને જેટલો એનો મનોયોગ હોય છે, તેનાથી અસંખ્ય ગુણહીન મનોયોગનો, કેવળજ્ઞાની દરેક સમયે નાશ કરતો જાય. અસંખ્ય સમયમાં તે સંપૂર્ણ મનોયોગનો નાશ કરે છે.
વચનયોગનો નિરોધ કેવી રીતે કેવળજ્ઞાની કરે છે, તેનું નિરૂપણ કરે છે :
१३७. पज्जत्तमेत्तसण्णिस्स जत्तियाई जहण्णजोगिस्स।
होति मणोदव्याइं तव्यावारो य जम्मत्तो।। तदसंखगुणविहीणं समए समए निरूभमाणो सो।
मणसो सव्वनिरोहं करे असंखेज्ज समएहिं।। - प्रज्ञापना टीकायाम् સંજ્ઞા' માટે જુઓ પરિશિષ્ટ
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वीन्द्रियसाधारणयोर्वागुच्छ्वासावधो जयति तद्वत् ।
पनकस्य काययोगं जघन्यपर्याप्तकस्याधः ।।२८० ।।
પ્રશમરતિ
અર્થ : જે રીતે મનાયોગનો નિરોધ કરે છે તે રીતે વચનયોગ અને શ્વાસોચ્છવાસનો નિરોધ કરે છે. બેન્દ્રિય જીવનો જે વચનયોગ હોય છે અને સાધારણ વનસ્પતિના જીવનો જે શ્વાસોચ્છુવાસ હોય છે, તેનાથી પણ અસંખ્ય ગુણહાનિથી સમસ્ત વચનયોગ અને શ્વાસોચ્છ્વાસનો નિરોધ કરે છે. ત્યારપછી જઘન્ય પર્યાપ્તા સાધારણ વનસ્પતિના જીવને જે કાયયોગ હોય છે, તેનાથી અસંખ્ય ગુણહીન કાયયોગનો નિરોધ કરતાં જીવ સમસ્ત કાયયોગનો નિરોધ કરે છે.
134
विवेचन : પર્યાપ્ત બેઇન્દ્રિય જીવને જે જઘન્ય વચનયોગ હોય છે, તેનાથી અસંખ્ય ગુણહીન વચનયોગને કેવળજ્ઞાની સમયે-સમયે નષ્ટ કરતા જાય. સંપૂર્ણ વચનયોગનો નાશ કરતાં અસંખ્ય સમય લાગે.
૧૩.
પર્યાપ્ત સાધારણ વનસ્પતિના જીવને પહેલા સમયે જે શ્વાસોચ્છ્વાસ હોય છે, તેનાથી અસંખ્યાત ગુણહીન શ્વાસોચ્છવાસને પ્રતિ સમય રોકતો જાય છે. આ શ્વાસોચ્છ્વાસનો સંપૂર્ણ નિરોધ કરતાં અસંખ્ય સમય લાગે છે.
૧
વચનયોગ અને શ્વાસોચ્છ્વાસનો નિરોધ કર્યા પછી કેવળજ્ઞાની કાયયોગનો નિરોધ આ રીતે કરે છે : સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ વનસ્પતિના જીવને, ઉત્પત્તિના પહેલા જ સમયે, કે જ્યારે જીવને સર્વલ્પ વીર્ય હોય છે, ત્યારે તેનો જે કાયયોગ હોય છે તેના કરતાં અસંખ્યાત ગુણહીન કાયયોગો સમયે સમયે નિરોધ કરતાં કેવળજ્ઞાની, અસંખ્ય સમયમાં સંપૂર્ણ કાયયોગનો નિરોધ કરે છે.
[ યોગનિરોધ'નું વધુ સૂક્ષ્મ અને વિશદ્ વર્ણન જાણવા માટે પંચસંપ્રજ્ઞની ટીકાનું અધ્યયન કરવું જોઈએ.]
१३८. ततो अनंतरं बेइंदियपज्जत्तगस्स जहण्णजोगिरस हेट्ठा असंखिज्जगुणपरिहीणं दोच्च वतिजोगं निरुभति । प्रज्ञापनायाम्/पद- ३६ / सूत्र- ३४९
-
૧૩૯. વંધસંગ્રહ ની ટીકામાં-‘બાદર કાયયોગના આલંબન બાદર મનોયોગનો અંતર્મુહૂર્તમાં નિરોધ કરે. અન્તર્મુહર્તકાળ તે જ અવસ્થામાં રહી શ્વાસાવાસને રોધે છે' આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. તત્ત્વ કેવલીગમ્ય,
For Private And Personal Use Only
१४०. ततो अनंतरं च णं सुहुमस्स पणगजीवस्स अपज्जवयस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं तच्चं कायजोगं निरुभति ।
-
प्रज्ञापनायाम्/पद
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજું-થોથું શુક્લધ્યાન : सूक्ष्मक्रियमप्रतिपाति काययोगोपगतो ध्यानः । विगतक्रियमनिवर्तित्वमुत्तरं ध्यायति परेण ।।२८१ ।। અર્થ : કાયયોગનો નિરોધ કરતાં આત્મા સુમ ક્રિયા-અપ્રતિપાતી ત્રીજું શુક્લધ્યાન બાવીને પછી વિગતક્રિયા-અનિવતી ચોથું શુક્લધ્યાન ધ્યાવે છે.
વિવેવન : કાયયોગનો નિરોધ કરતા કેવળજ્ઞાની ભગવંતને ત્રીજું શુક્લધ્યાન હોય છે. અર્થાત્ તેઓ “સૂક્ષ્મ ક્રિયા-અપ્રતિપાતી' નામના ધ્યાનમાં “કાયયોગથી મુક્ત થાય છે. પરન્તુ, કેવળજ્ઞાનીનું આ ધ્યાન કાયાની સ્થિરતારૂપ જ હોય છે, છદ્મસ્થ જીવનું ધ્યાન મનના ધૈર્યરૂપ હોય છે.
જ્યારે કાયયોગના નિરોધની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે આત્મસ્પદાત્મિકા સૂક્ષ્મ ક્રિયા હોય છે, તે ક્રિયા અનિવૃત્ત (અપ્રતિપાતી હોય છે, માટે આ ધ્યાનનું નામ સૂક્ષ્મક્રિયા-પ્રતિપાત છે.
તેરમા “સયોગી કેવળી' ગુણસ્થાનકના ચરમ સમયે નિમ્ન દર્શિત સાત પદાર્થો નાશ પામે છે; એક સાથે નાશ પામે છે :
૧. ત્રીજું શુક્લધ્યાન, ૨. સર્વકીટ્ટી ત્રિણ યોગોને ઘટાડવાની સૂક્ષ્મ પ્રક્રિયા ૩. શાતા-વેદનીય કર્મનો બંધ, ૪. નામકર્મ અને ગત્રકર્મની ઉદીરણ ૫. શુક્લ લંડ્યા ૬. સ્થિતિઘાત-રસઘાત, ૭. ત્રણ યોગ .
તે પછી આત્મા, ચોદમાં “અયોગી કેવળી' ગુણસ્થાનકે પહોંચે છે. આ ગુણસ્થાનકે સૂક્ષ્મ-બાદર કોઈ જ યોગ હોતો નથી. શેષ કમનો ક્ષય કરવા આત્મા અહીં ‘વિગતક્રિયા-અનિવર્તીિ' નામના ચોથા શુક્લધ્યાનમાં પ્રવેશે છે.
સ્થિતિઘાત વગેરે કોઈ પણ પ્રયત્ન વિના, કેવળજ્ઞાની મહાત્મા શેપ કમને ભોગવીને નાશ કરે છે. જે કર્મો સત્તામાં હોય, ઉદયમાં ન હોય, તે કર્મોન વિદ્યમાન કર્મોમાં સંકમાવીને નાશ કરે.
મુક્તિ પામવાની પૂર્વ ક્ષણોમાં કેવળજ્ઞાનીનું શરીર કેવું બને છે, તેનું નિરૂપણ કરે છે :
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવગાહના ઘટે છે
चरमभवे संस्थानं यादृग् यस्योच्छ्रयप्रमाणं च । તસ્માત્ ત્રિમાદીનાવા-સંસ્થાનરિાદ: ||૨૮૨||
અર્થઃ છેલ્લા ભવમાં જેનું જેવું સંસ્થાન [આકાર અને ઊંચાઈ હોય તેનાથી ત્રીજા ભાગની ઓછી થઈ જાય છે.
પ્રશમતિ
વિવેધન : આત્મા શરીરવ્યાપી છે.
જેટલું પ્રમાણ શરીરનું હોય, એ શરીરમાં રહેલા આત્માનું પ્રમાણ પણ તેટલું જ હોય. એટલે, શરીરના જે આકાર અને ઊંચાઈ તે જ આત્માનાં આકાર અને ઊંચાઈ, કેવળજ્ઞાની માટે પણ આ જ નિયમ હોય છે; પરન્તુ શરીરના નાક, કાન, મુખ, પેટ વગેરે ઘણા ભાગ ખાલી હોય છે. તે ખાલી ભાગોમાં આત્મપ્રદેશો નથી હોતા. કેવળજ્ઞાની જ્યારે ‘કાયયોગ’ નો નિરોધ કરે છે ત્યારે, ‘સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી' ધ્યાન દ્વારા, શરીરના તે ખાલી ભાગો ઘનીભૂત થઈ જાય છે, અર્થાત્ શરીર સંકોચાય છે. એની સાથે આત્મપ્રદેશો પણ શરીરને અનુરૂપ બને છે. શરીરની આકૃતિ અને ઊંચાઈ, ત્રીજા ભાગની ઓછી થઈ જાય છે, ઘટી જાય છે, શરીરના પોલા ભાગ રહેતા નથી.
આ ક્રિયા પૂર્ણ થતાં કાયયોગના નિરોધની ક્રિયા પૂર્ણ થાય છે. ‘સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી' ધ્યાન પણ પૂર્ણ થાય છે.
ચરમ શરીરની આકૃતિ અને ઊંચાઈનો ત્રીજો ભાગ ઘટતાં જે આકૃતિ અને ઊંચાઈ રહે છે, તે જ આકૃતિ અને ઊંચાઈ આત્માની રહે છે. મોક્ષમાંસિદ્ધાવસ્થામાં પણ આત્મપ્રદેશોની અવગાહના એ મુજબ જ રહે છે.
सोऽथ मनोवागुच्छ्वासकाययोगक्रियार्थविनिवृत्तः । अपरिमितनिर्जरात्मा संसारमहार्णवोत्तीर्णः ।। २८३ ।।
અર્થ : મનોયોગ, વચનયોગ, શ્વાસોચ્છવાસ અને કાયયોગના નિરોધની ક્રિયાથી નિવૃત્ત થયેલ તે આત્મા કર્મોની અપરિમિત નિર્જરા કરે છે અને સંસારરૂપ મહાસાગરને તરી જાય છે.
For Private And Personal Use Only
:
વિવેપન : ભલે, હજુ આત્મા તેરમા ગુણસ્થાનકના ચરમ સમયમાંથી...ચૌદમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે...નથી રહી હોતી કોઈ મનની ક્રિયા કે વચનની ક્રિયા...નથી રહી હોતી શ્વાસ લેવા-મૂકવાની ક્રિયા કે નથી રહી હોતી શરીરની
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૈલેશી-અવસ્થા
૪૭૧
કોઈ ક્રિયા! એ વખતે આત્માની કેવી સ્થિતિ હોય છે...તેનું દર્શન ગ્રન્થકાર કરાવે છે...બે વિશેષતાઓ બત્તાવે છે :
* અપરિમિત નિર્જરા
* સંસાર-સાગરનો કિનારો
અલબત્ત, છેલ્લી ૭૨+૧૩ મિતાન્તરે ૭૩+૧૨] કર્મપ્રકૃતિ હજુ છે આત્માની સાથે! કર્મબદ્ધ છે આત્મા...છતાં તે કર્મોની નિર્જરા થવાની નિશ્ચિત હોવાથી...અને બહુ જ થોડા સમર્યામાં ભવસાગરના કિનારે [સિદ્ધશિલા પર} ઊતરી જવાનું હોવાથી ભગવાન ઉમાસ્વાતિ ‘આ તો તીરે પહોંચી જ ગયા!’ એમ બોલી ઊઠે છે.
તેનું
શેષ ૮૫ કર્મોની નિર્જરા ક્યારે અને કેવી આત્મસ્થિતિમાં કરે છે, સ્પષ્ટ વર્ણન કરતાં ગ્રન્થકાર કહે છે :
શૈલેથી-અવસ્થા
ईषद्ह्रस्वाक्षरपञ्चकोद्गिरणमात्रतुल्यकालीयाम् ।
संयमवीर्याप्तवलः शैलेशीमेति गतलेश्यः ||२८४ ।।
અર્થ : સંયમ અને વીર્યથી પ્રાપ્ત કરેલા બળવાળા અને અલેશી કેવળજ્ઞાની કંઈક પાંચ હ્રસ્વાક્ષર |ઙ ય ન ન મ...! ના ઉચ્ચારણ કાળ-પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત કરે છે.
વિવેચન : ચૌદમા ગુણસ્થાનકે કોઈ લેશ્યા રહેતી નથી! યોગ નહીં તો લેશ્યા નહીં! આત્મા અલેશી-લેયારહિત હોય છે. છેલ્લા ગુણસ્થાનકે...ન યોગ, ન લેશ્યા! ન કર્મનો બંધ! માત્ર કર્મોની નિર્જરા જ નિર્જરા!
ત્યાં હોય છે ‘વ્યુપરતક્રિયા-અનિવર્તી' નામનું ચોથું શુક્લધ્યાન અને ત્યાં હોય છે આત્માના અનન્ત વીર્યમાંથી અને શ્રેષ્ઠ સંયમમાંથી પ્રગટેલું અનુત્તર બળ! આવો આત્મા ત્યાં ‘શૈલેશી-અવસ્થા’ને પ્રાપ્ત કરે છે...આ શૈલેશી-અવસ્થાનો કાળ એટલો જ હોય છે જેટલો કાળ ઙ ચ ળ + મેં આ પાંચ હ્રસ્વાક્ષર બોલતાં લાગે શૈલેષી : વ્યુત્પત્તિ અર્થો :
167
१४१. सेलेसी किल मेरू, सेलेसी होई जा तहाऽचलया । होउं व असेलेसी सेलेसी हाई थिरयाए ||३०६५ || अहवा सेलोव इसी सेलेंसी होई सोऽतिथिरयाए । से व अलेसी होई सेलेसी होयाऽलोवाओ ||३०६६ ।। सीलं व समाहाणं निच्छयओ सव्वसंवरो सोय । तस्सेसो सीलेसो सेलेसी होई तदवत्था | | ३०६७ ।।
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ શૈલ એટલે પર્વત, અને શૈલેશ એટલે પર્વતોના રાજા મેરુ! મેરુ કેવો સ્થિર હોય છે? તેના જેવી આત્માવસ્થાનું શૈલેશી-અવસ્થા કહી છે.
છે અથવા, ઋષિ-મુનિઓ શૈલેશ જેવા સ્થિર હોય છે, તેમની સ્થિરતાને શૈલેશી કહેવાય. શૈલેશી એટલે ઋષિ-મુનિઓની સ્થિરતા.
નેકી તેિ અલેશીમાંથી માં નો લોપ થઈ જતાં સેન્સેરવી થઈ જાય, આિત્મા આ અવસ્થામાં અલેશી હોય છે, તેના પરથી આ એક અર્થ કાઢી બતાવ્યો છે.
આ શીલનો એક અર્થ સમાધાન છે. ચૌદમાં ગુણસ્થાનકે સમગ્ર સંસારનું સમાધાન છે.એ સમાધાન કરનાર આત્મા શીલેશ કહેવા, તેની અવસ્થાનું નામ શૈલેશી.
શીલનો બીજો અર્થ ‘સર્વસંવર' થાય છે. અયોગી ગુણસ્થાનક સર્વસંવરનું છે. તે સર્વસંવર કરનાર આત્મા શીલશ કહેવાય, તેની અવસ્થાનું નામ શૈલેશી. શૈલેશી કાર્ય :
"અસંખ્ય ગુણ ગુણશ્રેણીમાં પૂર્વે ગોઠવાયેલાં કમને સમયે-સમયે ખપાવે છે. ગિ શ્રેણી એટલે ઉદય સમયથી પછી-પછીના સમયમાં અસંખ્ય-અસંખ્ય ગુણાકારે કર્મલિકોની રચના
અયોગી ગુણસ્થાનકના દ્વિચરમ સમયે (ચરમ સમય પૂર્વેના સમયમાં) ૭૨ કર્મપ્રકૃતિની નિર્જરા-ક્ષય કરે છે.
"ચરમ સમયે ૧૩ કર્મપ્રકૃતિનો ક્ષય કરે છે : ૧, મનુષ્યગતિ ૨. મનુષ્યાનુપૂર્વી, ૩. મનુષ્ય-આયુષ્ય, ૪. પંચેન્દ્રિય જાતિ, ૫. ત્રસનામ, ૬. બાદર, ૭. પર્યાપ્ત, ૮. સુભગ, ૯. આદય, ૧૦. વેદનીય, ૧૧. ઉચ્ચ ગોત્ર, ૧૨. યશ, ૧૩. જિનનામ. (જો તીર્થકર હોય તો. સામાન્ય કેવળી હોય તો ૧૨ પ્રકૃતિનો નાશ કરે.).
આ જ (શૈલેશીમાં થતા કાર્યની વાત ગ્રંથકાર સ્વયં બે કારિકામાં કહે છે : १४२. तद संखेज्जगुणाए गुणसेढीए रइयं पुराकम्म ।
समए समए खवयं कमसो सेलेसिकालेणं ।।३०८२।। ૧૪રૂ. મારૂં-ઝાડુ-તસ-વારે ૪ પત્ત-
રામાનં. अन्नयरवेयणिज्जं नराउमुच्चं जसोनाम ।। संभवओ जिणनामं नरयपूव्वी य चरिमसमयम्मि। सेसा जिणसंताओ दुचरिमसमम्मि निन्दंति । - विशेषावश्यक भाष्ये
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શરીરનો ત્યાગ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूर्वरचितं च तस्यां समयश्रेण्यामध प्रकृतिशेषम् । समये समये क्षपयत्यसंरव्यगुणमुत्तरोत्तरतः । । २८५ ।।
चरमे समये संरव्यातीतान् विनिहन्ति चरमकर्मांशान् । क्षपयति પત્ વૃનું વેચાવુર્નામોત્રાળમ્ ।।૨૮૬।।
અર્થ : પૂર્વની શેષ કર્મ પ્રકૃતિઓ વિંદનીય, નામ, ગોત્ર, આયુષ્ય] ને ‘શૈલેશી’ની સમયપંક્તિમાં, પ્રત્યેક સમયે અસંખ્યગુણ-અસંખ્યગુણ ખપાવે છે.
છેલ્લા સમયમાં, અસંખ્ય ચરમ-કર્મદલિકોનો નાશ કરે છે. આ રીતે એકસાથે સમસ્ત વંદનીય-નામ-ગોત્ર અને આયુષ્ય કર્મનો નાશ કરે છે.
૪૭૩
વિવેપન : ‘શૈલેશી’ કાળના સમયે સમયે, શેષ કર્મોની પ્રકૃતિઓને અસંખ્યગુણઅસંખ્યગુણ ખપાવે છે. ૭૨ કર્મ પ્રકૃતિઓનો સ્વરૂપ-સત્તાથી નાશ થાય છે. તે ૭૨ કર્મપ્રકૃતિ આ પ્રમાણે છે :
દેવદ્ધિક, શરીરપંચક, અંગોપાંગ-૩, બંધન-૫, સંસ્થાન-૫ સંઘયણ-૬, સંઘાતન૬, શુભ વિહાયોગતિ, અગુરૂલ, નિર્માણ, ઉપઘાત, પરાધાત, ઉચ્છવાસ, અશુભ વિહાયોતિ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અયશ, પ્રત્યેક, અપર્યાપ્ત, નીચગોત્ર અને શાતા-અશાતામાંથી એક. ચરમ સમયે બાકીની ૧૩ કર્મપ્રકૃતિઓનો સત્તાવિચ્છેદ થાય છે.
શરીનો ત્યાગ
सर्वगतियोग्यसंसारमूलकरणानि सर्वभावीनि ।
ઔવારિજ તનસ કાર્મનિ સર્વાત્મના ૨વા ૩૨૮૭1|
देहत्रयनिर्मुक्तः प्राप्य ऋजुश्रेणिवीतिमस्पर्शाम् । समयेनैकनाविग्रहेण गत्वोर्ध्वमप्रतिघः ||२८८ ||
सिद्धिक्षेत्रे विमले जन्मजरामरणरोगनिर्मुक्तः । लोकाप्रगतः सिध्यति साकारेणोपयोगेन ।।२८९ ।।
For Private And Personal Use Only
અર્થ : સર્વ ગતિઓ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ] ને યોગ્ય સંસારપરિભ્રમણ જન્મમૃત્યુ માં નિમિત્ત અને સર્વત્ર હોવા વાળાં {ચાર ગતિમાં) ઔદારિક, તૈજસ, કાર્પણ ક્યિાંક વૈક્રિય, તૈજસ, કાર્પણ] શરીરોનો તેના સર્વસ્વરૂપે ત્યાગ કરીને
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७४
પ્રશમરતિ ત્રણ થી સર્વથા મુક્ત આત્મા, સ્પર્શરહિત જુશ્રેણિ પ્રાપ્ત કરીને, વિગ્રહગતિરહિત, અંક જ સમયમાં અપ્રતિહત ગતિથી ઉપર જઈને
જન્મ-જરા-મરણ-રોગથી સર્વથા મુક્ત બનેલો આત્મા લોકના અગ્રભાગે જઈને વિમલ એવા સિદ્ધિક્ષેત્રમાં સાકારોપયોગથી સિદ્ધ બને છે.
વિવેચન : જેનું અસ્તિત્વ ચારેય ગતિમાં સર્વત્ર છે અને જીવના સંસારપરિભ્રમણનું જે મૂળ કારણ છે, તે શરીર અંગે કંઈક વિસ્તારથી સમજવું જોઈએ. અહીં મુખ્યતયા દ્રવ્ય નો પ્રકાશ, વર્મગ્રન્થટી અને તત્ત્વાર્થસૂત્ર આ ત્રણેય ગ્રન્થોના આધારે વિવેચન કરવામાં આવે છે.
અલબત્ત, દેહધારી જીવો અનંત છે. દરેક જીવનાં શરીર ભિન્ન ભિન્ન હોવાથી શરીર પણ અનન્ત છે, પરંતુ તે તે શરીરની રચનાની દૃષ્ટિએ, કાર્યની દૃષ્ટિએ અને ગુણવત્તાની દૃષ્ટિએ શરીરોના પાંચ વિભાગ બતાવવામાં આવ્યા છે.
જિનેશ્વરોએ પાંચ પ્રકારનાં શરીર કહ્યાં છે : ૧, ઔદારિક ર, વૈક્રિયા ૩. આહારક ૪. તેજસ ૫. કાર્પણ શરીરોની વ્યાખ્યા : ૧. ઉદાર' શબ્દ પરથી “આંદારિક' શબ્દ બન્યો છે. ઉદાર એટલે શ્રેષ્ઠ. આ શરીરની શ્રેષ્ઠતા તીર્થકરો અને ગણધરોનાં શરીરની અપેક્ષાએ સમજવાની છે. આંદારિક-વર્ગણાના શ્રેષ્ઠ પુદ્ગલોથી બનતા શરીરને ઔદારિફ શરીર કહેવામાં આવે છે.
કર્મગ્રન્થની ટીકામાં, ઉદારનો અર્થ શરીરની ઊંચાઈ કરીને કહ્યું છે કે પાંચે શરીરમાં સહુથી વધારે ઊંચાઈ દારિક શરીરની હોય છે. કંઈક અધિક १४४. औदारिकं वैक्रियं च देहमाहारकं तथा। तेजसं कार्मणं चेति देहाः पञ्चोदिता जिनैः ।। [द्रव्य-लोकप्रकाशे]
औदारिक-वैक्रियाहारकतैजसकार्मणानि शरीराणि । [तत्त्वार्थसूत्रे] १४५. यद्वोदारं सातिरेकयोजनसहस्रमानत्वाच्छेषशरीरापेक्षया बृहत्प्रमाणं, बृहत्ता चास्य
वैक्रियं पति भवधारणीयसहजशरीरापेक्षया द्रष्टव्या। [प्रथम-कर्मग्रन्थ टीकायाम्]
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરનો ત્યાગ
| ૪૫ એક હજાર યોજન વધુમાં વધુ ઊંચાઈ હોવાથી તે દારિક કહેવાય છે. વિક્રિય શરીરની (સહજ ભવધારણીય) ઊંચાઈ કરતાં અંદારિક શરીરની ઊંચાઈ વધારે હોય છે. ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ નહીં. ઉત્તર વૈકીય શરીર તો એક લાખ યોજનનું હોઈ શકે છે|
દારિક-શરીર નામકર્મના ઉદયથી દારિક શરીરને પ્રાયોગ્ય પગલો ગ્રહણ કરીને ઔદારિક શરીરરૂપે પરિણમાવે અને આત્મપ્રદેશો સાથે અભેદરૂપે સંબંધિત કરે.
જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મોટું, ક્યારેક પાતળું, ક્યારેક જાડું, ક્યારેક એક તો ક્યારેક અનેક, ક્યારેક દૃશ્ય, ક્યારેક અદશ્ય...ઇત્યાદિ વિવિધ વિક્રિયાઓ ધારણ કરી શકે તે વૈક્રિય.
એકમાંથી અનેક થનારું, અનેકમાંથી એક થનારું..નાનામાંથી મોટું અને મોટામાંથી નાનું થનારું. આકાશમાંથી જમીન પર આવનારું...જમીન પરથી આકાશમાં ઊડી જનારું..દશ્યમાંથી અદૃશ્ય થઈ શકનારું.. અદશ્યમાંથી દ્રશ્ય બની શકનારું.. આ વૈક્રિય શરીર બે પ્રકારનું હોય છે : “ઔપપાતિક અને લબ્ધિજન્ય દેવોને અને નરકના જીવોને જન્મથી જે શરીર હોય તે ઔપપાતિક કહેવાય. મનુષ્યો અને તિર્યંચાને વૈક્રિયલબ્ધિથી આ શરીર મળે. અર્થાત્ વૈક્રિય શરીર બનાવી શકે.
વૈક્રિયશરીર-નામકર્મના ઉદયથી વૈક્રિય શરીરને યોગ્ય પગલો જીવ ગ્રહણ કરે છે અને એ પુદ્ગલીને વૈક્રિય શરીરરૂપે પરિણત કરે છે. એ શરીર જીવપ્રદેશો સાથે એકમેક બને છે.
૩, આકાશ અને સ્ફટિકરત્ન સમાન સ્વચ્છ-નિર્મળ તથા અનુત્તર દેવલોકના દેવોની કાન્તિથી પણ અધિક કાન્તિવાળું આહારક શરીર હોય છે. આ શરીર ૧૪૬. ક્રિયા વિણા નાના વા વિશિયા તેત્ર રમવા
यत्तदेकमनेक वा दीर्घ ह्रस्य महल्लघु।
भवेत् दृश्यमदृश्यं वा भूचरं वापि खेचरम्।। द्रव्य-लोकप्रकाशे] १४७. तच्च द्विधाः औपपातिकं लब्धिप्रत्ययं च। तत्रोपपातिकमुपपातजन्मनिमित्तं. तच्च
देवनारकाणाम्, लब्धिप्रत्ययं तिर्यगमनुष्याणाम। कर्मग्रन्थटीकायाम्] १४८. आकाशस्फटिकस्वच्छं श्रुतकेवलिना कृतम्।
अनुत्तरामरेभ्योऽपि कान्तमाहारकं भवेत् ।। श्रुतावगाहाप्तामोषध्यावृद्धिः करोत्यदः । मनोज्ञानी चारणो वोत्पन्नाहारकलब्धिकः ।। [द्रव्य-लोकप्रकाशे]
૧૮.
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭.
પ્રશમરતિ ચાંદપૂર્વધર (શ્રુતકેવળી) મહાત્માઓ બનાવે છે. તીર્થકરની શોભા જેવા કે એવા વિશિષ્ટ પ્રયોજનથી દૂર રહેલા શ્રુતકેવળી આ શરીર બનાવે. 'ગાનિતેચિર્ચિત તિ ઈJRF વિશિષ્ટ લબ્ધિથી (આહારક લબ્ધિ) જેનું નિર્માણ થઈ શકે તે આહારક શરીર કહેવાય, મન:પર્યવ જ્ઞાની અને ચારણમુનિ આ લબ્ધિથી નિર્માણ કરી શકે છે. શાસ્ત્રોના અભ્યાસથી આમર્પષધિ' આદિની ઋદ્ધિ પ્રાપ્ત થવાથી પણ આહારક શરીર બનાવી શકે છે.
આહારક શરીર-નામકર્મના ઉદયથી આહારક શરીર યોગ્ય પગલાં ગ્રહણ કરીને આહારફ શરીરરૂપે પરિણભાવે. પરિણાવીને જીવપ્રદેશો સાથે એકમેક કરે.
૪. તેજસ એટલે ઉષ્ણ, ઉષ્મ પુદ્ગલોથી બનેલું તેજસ શરીર હોય છે. આ શરીરથી તેજલેશ્યા આદિ સાધી શકાય છે. ખાધેલા આહારનું પરિણામન (પાચન) આ શરીર કરે છે. જે જીવાત્માને કોઈ વિશિષ્ટ તપશ્ચર્યાથી લબ્ધિ પ્રાપ્ત થાય તેને, પ્રયોજન પડતાં તૈજસ શરીરમાંથી તેજલેશ્યા નીકળે અને કાર્ય-પ્રયોજન સાધી આપે. આ તેજસ શરીર બધા જીવોને હોય છે.
તેજસ શરીરમાંથી જેવી રીતે તેજલેશ્યાથી, રોષે ભરાયેલા જીવ બીજાનાં નિગ્રહ કરી શકે છે (બાળી શકે છે.) તેવી રીતે તૈજસ શરીરમાંથી શીતલેશ્યા પણ નીકળે છે. આ શીતલેશ્યાથી જીવાત્માં, જો તુષ્ટમાન હોય તો અનુગ્રહ ફરે છે.
તૈજસ શરીર નામકર્મના તૈજસ ઉદયથી શરીર યોગ્ય પગલોને ગ્રહણ કરીને તૈજસ શરીર રૂપે પરિણત કરે છે અને આત્મપ્રદેશો સાથે એકમેક કરે છે.
૫. જીવ પ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ ભળી ગયેલા અનન્ત કર્મપ્રદેશો જ કામણશરીર છે. જે વિર: કાન'T કર્મોના વિકાર-તે કામણશરીર. દારિકાદિ ચાર શરીરોનું બીજભૂત આ કાર્મણશરીર છે.
ભવવૃક્ષના બીજભૂત આ કાર્મણશરીરનો ઉચ્છેદ થઈ જતાં શેષ શરીરોનો જન્મ થઈ શકતો નથી. १४९. सबरस उहनसिद्धं रसाइआहारपात्रजणगं च ।
तेअगलद्धिनिमित्तं च तेअगं होई नायव्वं ।। (जीयाभिगमसूत्र-टीकायाम्] १५०. अस्मादेव भवत्येव शीतलेश्याविनिर्गमः ।
स्यातां च रोषतोषाभ्यां निग्रहानुग्रहावितः ।। [द्रव्य-लोकप्रकाशे १५१. क्षीर-नीरवदन्योन्यं श्लिष्टा जीवप्रदेशकैः ।
कर्मप्रदेशा येऽनन्ताः कार्मणं स्यात् तदात्मकम्।। सर्वेषामपि देहाना हेतुभूतमिदं भवेत् । भवान्तरगतौ जीवसहायं च सतैजसम्।। {द्रव्य-लोकप्रकाशे] .
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરનો ત્યાગ
૪૭૭ અંક ગતિમાંથી બીજી ગતિમાં જતા જીવને, આ કાર્પણ શરીર (તેજસની સાથે સહાયક કારણ છે. તૈજસ-કાશ્મણશરીર સહિત આત્મા મૃત્યદેશને ત્યજીને ઉત્પત્તિદેશ તરફ જાય છે.
પ્રશ્ન : જો કાણશરીર સાથે જીવ બીજી ગતિમાં જાય છે. તો તે જતાંઆવતો દેખાતો કેમ નથી?
ઉત્તર : કામણ શરીર અને તેજસ શરીરનાં પુદ્ગલો અતિ સૂક્ષ્મ હોય છે, એટલે તે ઇન્દ્રિયગોચર શરીર નથી, જોઈ શકાતું નથી.
કામણશરીર નામકર્મના ઉદયથી, જીવ કામણ શરીરને યોગ્ય પગલો ગ્રહણ કરીને કાર્મણ શરીરરૂપે પરિણમાવે છે અને આત્મપ્રદેશો સાથે એકમેક કરે છે.
આ રીતે પાંચ શરીરોનું સ્વરૂપદર્શન કરાવીને હવે, પ્રસ્તુતમાં દારિક, તેજસ અને કાર્મણ-આ ત્રણ શરીરનો વિષય હોવાથી એ ત્રણ શરીર અંગે વિશેષ જાણકારી આપીશ. ઔદારિક શરીર :
દારિક-વર્ગણાના સ્થળ પુદ્ગલોનું બનેલું હોય. પછીનાં બીજાં શરીર ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મ પુદ્ગલોનાં બનેલાં હોય છે.
દારિક શરીર મનુષ્યોને અને તિર્યંચોને હોય છે. ૧૫૨ આ શરીરની ઉત્કૃષ્ટ તીરછી ગતિ રૂચક પર્વત સુધી હોય છે. જંઘાચારણ મુનિ રૂચક પર્વત સુધી જઈ શકે. વિદ્યાચારણ મુનિ અને વિદ્યાધરો નંદીશ્વર દીપ સુધી જઈ શકે ઊર્ધ્વગતિ “પંડક વન સુધી હોય.
* આ શરીરનું પ્રયોજન : ધમધમનું ઉપાર્જન, સુખ-દુ:ખનો અનુભવ, કેવળજ્ઞાન, અને મોક્ષપ્રાપ્તિ.
આ શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ સાધિક એક હજાર યોજન છે.
આ શરીરની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે.
દારિક શરીરવાળા જીવો અનન્ત છે, પરંતુ શરીર અસંખ્ય હોય છે. સાધારણ વનસ્પતિમાં જીવ અનન્ત, શરીર અસંખ્ય १५२. आद्यस्य तिर्यगुत्कृष्टा गतिरारूचकाचलम् ।
जंघाचारणनिर्ग्रन्थानाश्रित्य कलयन्तु ताम्। आनन्दीश्वरमाश्रित्य विद्याचारणखेचरान्। ऊर्ध्व चापंडकवनं तत्रयापेक्षया भवेत् ।। [द्रव्य-लोकप्रकाशे]
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
પ્રશમરતિ તેજસ શરીર :
આ શરીર સર્વે સંસારી જીવોને હોય. આ શરીરનું પ્રયોજન : શાપ આપવો, અનુગ્રહ કરવો, ભોજન પચાવવું. કેવળી-સમુધાત વખતે આ શરીર લોકાકાશ જેવડું હોય છે,
મરણાન્ત-સમુઘાત વખતે સર્વ પ્રાણીઓની તેજસ-શરીરની અવગાહના પોતપોતાના શરીરની જાડાઈ-પહોળાઈ પ્રમાણ હોય છે.
મનુષ્યોના તેજસ શરીરની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટથી મનુષ્ય ક્ષેત્રથી લોકાન્ત સુધી. કાર્પણ શરીર ઃ * આ શરીર સર્વે સંસારી જીવોને હોય,
છે આ શરીરનું પ્રયોજન : એક ભવમાંથી બીજા ભવમાં ગમન કરતા આત્માને સહાય.
કેવળી-સમુદ્દઘાત વખતે આ શરીર લોકાકાશ જેવડું બને. એ અત્યંત સૂક્ષ્મ.
- મરણાત્ત સમુદૂધાત વખતે તેજસ-કાશ્મણ બંને શરીર ઉત્પત્તિસ્થાન સુધી લાંબા હોય, પોતપોતાના સ્થાને સ્વ-શરીર જેવડાં હોય.
દારિક શરીર કરતાં તૈજસ અને કામણ શરીર અનન્તગુણ હોય છે એ બંનેની સંખ્યા સમાન છે.
જુશ્રેણિ : આ ત્રણ શરીરનો, અયોગી ગુણસ્થાનકના ચરમ સમયે ત્યાગ કરીને, સ્પર્શરહિત ઋજુ શ્રેણિથી એક જ સમયમાં વિગ્રહરહિત.. અપ્રતિહત ગતિથી ઉપર જાય છે...
પ્રશ્ન : આત્મા શરીરનો ત્યાગ કેવી રીતે કરે છે? ઉત્તર : '''શરીરમાંથી જીવન નીકળવાનાં પાંચ વાર છે : પગેથી નીકળે,
१५३. पंचविहे जीवरस णिज्जाणभग्गे पन्नत्ते-पाएहिं ऊरूहि उरेणं सिरेणं सव्यगेहिं । पाएहिं निज्जायमाणे निरयगामी भवति। उरूहिं निज्जायमाणे तिरियगामी भवति । उरेणं निज्जायमाणे मणुयगामी भवति । सिरेणं निज्जायमाणे देवगामी भवति । सव्वंगेहिं निज्जायमाणे सिद्धिगतिपज्जवसाणे पण्णत्ते । - स्थानांगसूत्रे/स्थान-५
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરનો ત્યાગ
૪૭૯
ઉરૂમાંથી નીકળે, હૃદયમાંથી નીકળે, મસ્તકેથી નીકળે અને સર્વ અંગોમાંથી નીકળે. નરકગામી જીવ પગેથી નીકળે છે. તિર્યંચગતિમાં જનાર જીવ ઉરૂમાંથી નીકળે છે, મનુષ્યગતિમાં જનાર જીવ હૃદયમાંથી નીકળે છે, દેવગંતમાં જનાર જીવ મસ્તકમાંથી નીકળે છે અને મોક્ષમાં જનાર આત્મા સર્વાંગેથી નીકળે છે.
સંસારમાં જકડી રાખનારાં કર્મોનો અંત આવતાં જ, તે જ ક્ષણે, અન્તરાલ ગતિમાં વચ્ચે રહેલા આકાશ પ્રદેશોને સ્પર્યા વિના ઊંચે ચઢીને સિદ્ધ થાય છે.
અંતરાલ ગતિ બે પ્રકારની છે. ઋજુ અને વક્ર.
* મોક્ષે જતા જીવની ઋજુગતિ હોય છે. જ્યારે તે પૂર્વશરીર છોડે છે ત્યારે તેને પૂર્વશરીરજન્ય વેગ મળે છે. તેનાથી તે, ધનુષથી છૂટેલા બાણની જેમ સીધો જ સિદ્ધશિલા પર પહોંચી જાય છે.
* ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં જનાર જીવની અન્તરાલ ગતિ વક્ર હોય છે. વાંકી ગતિથી જનાર જીવને પણ પૂર્વશરીરજન્ય વેગ મળે છે પરન્તુ તે વેગ, જ્યાંથી જીવને વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે. ત્યાંથી આગળ વધવા માટે જીવની સાથે રહેલું કાર્યણ શરીર પ્રયત્ન કરે છે. માટે આગમમાં કહ્યું છે કે વિગ્રહગતિ (અંતરાલગતિ) માં કાર્યણયોગ જ હોય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે વક્રગતિથી જતો જીવ માત્ર પૂર્વ-શરીરજન્ય પ્રયત્નથી નવા જન્મસ્થાને પહોંચી શકતો નથી એ માટે નવો પ્રયત્ન કાર્યણયોગથી થાય છે.
ૐ જીવની સ્વાભાવિક ગતિ તો સીધી જ છે. સીધી ચિંતને ‘અનુશ્રેણિ...સમશ્રેણિ' કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે પહેલાં જે આકાશક્ષેત્રમાં જીવ સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં તે એ જ આકાશક્ષેત્રની સરળ-સીધી રેખામાં ઊંચે ચાલ્યો જાય. શ્રેણિનો અર્થ આ છે કે પૂર્વસ્થાન જેટલી જ [ઓછી નહીં કે વધારે નહીં] સરળ રેખા-સમાન્તર સીધી લીટી છે. ઋજુગતિથી મોક્ષે જતાં સરળ રેખાનો ભંગ નથી થતો, અર્થાત્ એક પણ વળાંક નથી લેવો પડતો. તે તો પૂર્વસ્થાનની સરળ રેખાવાળા મોક્ષસ્થાનમાં પહોંચી જાય છે. જરા પણ આધાપાછા નહીં.
* અંતરાલ ગતિનું કાળમાન જયન્ય એક સમયનું છે અને ઉત્કૃષ્ટ ચાર સમયનું છે. ઋજુગતિ હોય ત્યારે એક સમય અને વક્રત હોય ત્યારે બે-ત્રણ કે ચા૨ સમય હોય. આ સમયની સંખ્યાનો આધાર વળાંકોની સંખ્યા પર રહેલો છે. વક્રગતિમાં એક વળાંક હોય તો કાળ બે સમયનાં લાગે. બે વળાંક હોય તો ત્રણ સમય અને ત્રણ વળાંક હોય તો ચાર સમય લાગે.
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1y
૪૮૦.
પ્રશમરતિ રા ૨૮૭ માં ગ્રંથકારે મ મ ત્રનુforીતિ' કહ્યું છે. સ્પર્શરહિત ઋજુ શ્રેણિથી આત્મા ઉપર જાય છે. અર્થાત્ સિદ્ધશિલાએ પહોંચવાના માર્ગમાં જે આકાશપ્રદેશો આવે છે તેને સ્પર્શ કર્યા વિના ગતિ કરે. આ ગતિનું નામ 'અસ્પૃશત નતિ છે. જો વચ્ચેના પ્રદેશોને સ્પર્શ કરતી ગતિ કરે તો એક સમયમાં સિદ્ધશિલા પર પહોંચી ના શકે. માટે તે વચ્ચેના આકાશપ્રદેશને સ્પશે નહીં.
આ અંગે બીજા બે જુદા મત છે : ૧. મહાભાષ્યની ટીકામાં કહેવું છે કે જીવ જે આકાશપ્રદેશોને સ્પર્શીને રહ્યો હોય તે સિવાયના બીજા આકાશપ્રદેશને સ્પર્યા વિના ગતિ કરે છે. ૨. “પંચસંગ્રહ'ની ટીકામાં કહેવું છે કે “જેટલા આકાશપ્રદેશોને અવગાહીને જીવ અહીં રહેલો છે તેટલા જ આકાશપ્રદેશોને, ઊર્ધ્વ જતાં અવગાહતો જાય છે. આ ભિન્ન મંતવ્યો અંગે આપણે કોઈ ટિપ્પણી કરવી નથી, તત્ત્વ તો સર્વજ્ઞ જાણે! પ્રશમરતિ ના ટીકાકાર આચાર્યનો મત પંચસંગ્રહ'ની ટીકાનો અને મહાભાષ્યની ટીકાની તરફેણમાં છે. તેમણે કહ્યું છે કે : ૧ રવીવાદપ્રવેશાત્ પ્રવેશોત્તર પૃશતીત્યપુત્યુ વ્યતે |
ઈષપ્રાભાા ' પૃથ્વી જન્મ-જરા-મરણ-રોગથી સર્વથા મુક્ત બનેલો આત્મા લોકના અગ્રભાગે ગયેલો, વિમલ એવા સિદ્ધિક્ષેત્રમાં સાકારોપયોગથી સિદ્ધ બને છે.' __ लेश्यामुक्त, योगमुक्त, कर्ममुक्त अने देहमुक्त बनेर मामा जन्म-जराમૃત્યુ-1 છે. હવે ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં એનો જન્મ ન થાય. જન્મ જ નહીં, પછી રોગ ક્યાંથી હોય? વૃદ્ધત્વ ક્યાંથી હોય? અને મૃત્યુ પણ
ક્યાંથી હોય? જન્મ, જરા, મૃત્યુ અને રોગથી મુકત આત્મા સંસારમાં નથી રહી શકતો. ઊિર્ધ્વગમન કરતો તે આત્મા એક જ સમયમાં લોકા પહોંચી જાય છે. લોકના અગ્ર ભાગે અટકી જાય છે, અલાકમાં પ્રવેશી શકતો નથી. કારણ કે જીવ અને પુલની ગતિમાં સહાયક “ધર્માસ્તિકાય' દ્રવ્ય લોકાગ્ર સુધી જ હોય છે. ભલે આત્મા પરમ શુદ્ધ હોય અને અનન્ત શક્તિથી સંપન્ન હોય, છતાં ગતિસહાયક ધર્માસ્તિકાય વિના, સ્વતંત્રપણે ગતિ નથી કરી શકતો.
લોક ચૌદ રાજલોક)ના અગ્રભાગે રુપwામ રા' નામની પૃથ્વી આવેલી છે. તે સિદ્ધભૂમિ છે. તiાસૂત્ર પવનસૂત્ર' માં આ પૃથ્વીનાં અનેક નામાં १५४. अत्र च अस्पृशन्ती सिद्धयन्तरालप्रदेशान् गतिर्यस्य सः अस्पृशद् गतिः । अन्तरालप्रदेशस्पर्शने हि नैकेन समयेन सिद्धिरिष्यते। तत्र च एक एव समयः, अतः अन्तराले समयान्तरस्याभावात् अन्तरालप्रदेशानामसंस्पर्शनम् । - औपपातिकसूत्र-टीकायाम्
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ઇષત્રાગભારા” પૃથ્વી
૪૮૧ આપવામાં આવેલાં છે. મુત્તિ. વિદ્ધિ, મુત્રા , સિદ્ધાય. નોગ્રા, સન સૂપિછો, સર્પપ્રાગ-મૂત-પીવ-સ્વ-સુવાવણી, વગેરે. "‘ઉત્તરાધ્યયનસૂત્ર' માં આ રૂષwામારી' પૃથ્વીનું આવું વર્ણન મળે છે
અનુત્તર દેવલોકમાં આવેલા સર્વાર્થસિદ્ધ વિમાનથી આ પૃથ્વી બાર યોજન ઉપર છે.
* ઊર્ધ્વમુખ છત્રના આકારવાળી છે. - ૪૫ લાખ યોજનના આયામવાળી છે. [Diameter ક ૧,૪૨,૩૦,૨૪૯ યોજનની પરિધિ છે..[Circumference
વચ્ચે આઠ યોજન જાડી છે...પછી ચારે બાજુ-સર્વદિશાઓમાં પાતળી થતી જાય છે. છેવટે માખીની પાંખ કરતાં પણ પાતળી હોય છે.
પપાતિકસૂત્ર' માં વસ્ત્રામા' પૃથ્વીનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છેશંખચૂર્ણ જેવી વિમલ છે.
મૃણાલ, ચન્દ્રકિરણ, તુષાર, ગો-ક્ષીર...જેવાં ક્ષેતધવલ હોય છે, તેવા વર્ણવાળી છે. છે સમગ્ર પૃથ્વી જેત-સુવર્ણમયી છે.
નિર્મળ છે, નિષ્પક છે, દર્શનીય છે, પ્રાસાદિક છે, શુભ છે, સુખપ્રદા છે.
આ વારમાર પૃથ્વી “સિદ્ધશિલા' ના નામે અત્યારે ઓળખાય છે. ગ્રન્થકારે એનું નામ “સિદ્ધિક્ષેત્ર-સિદ્ધક્ષેત્ર' આપેલું છે. ત્રણ દેહથી મુક્ત થયેલો, જન્મ-જરા-મૃત્યુથી મુક્ત થયેલો આત્મા આ પત્રમર' પૃથ્વી પર પહોંચી જાય છે.
"ત્યાં તે સાવ Jરોપયોગ' થી સિદ્ધ થાય છે. १५५. बारसहिं जोयणेहिं सवठ्ठउवरिं भवे।
ईसीपभारनामा पुढवी छत्तसंठिया ।। पणयालीस सयसहस्सा जोयणाणं तु आयया। तावइयं विछिन्ना तिगुणा तस्सेय साहिय परिरया।। अटुटजोयणबाहल्ला सामज्जम्मि आहिया।
परिहायमाणपरं ता मच्छीय-पत्ताओ तणुयरी।। - उत्तराध्ययनसूत्रे/ अ० ३६ १५६. रिजुसेढोपडिकनो समयपएसंतरं अफुसमाणो।
एग समयेण सिज्झइ अह सागारोवउत्तो सो।
૧૫૬
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮૨
પ્રશમતિ
* જ્ઞાનોપયોગને ‘સાકારોપયોગ’ કહ્યો છે. દર્શનોપયોગને ‘અનાકારોપયોગ’ કહ્યો છે.
૧૫૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધોના કેવળજ્ઞાનને ‘સાકારોપયોગ’ કહેલો છે. સર્વ લબ્ધિઓની પ્રાપ્તિ ‘સાકારોપયોગ’માં માનેલી છે. ‘સિદ્ધ’ બનવું એ પણ એક પ્રકારની લબ્ધિ છે, માટે પહેલા જ સમયે મુક્તાત્મા સાકારોપયોગ જ્ઞાનોપયોગ]માં હોય. બીજા સમયે દર્શનોપયોગમાં [અનાકારોપયોગ હાંય. [શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના મતે એક જ સમયે જ્ઞાનોપયોગ-દર્શનોપયોગ હોય છે મુક્તાત્માને, અર્થાત્ એમણે સાકારોપયોગ જ માનેલો છે.
ગ્રન્થકાર હવે મોક્ષના સુખનું અને મુક્તાત્માના સ્વરૂપનું વર્ણન કરે છે
મોક્ષસુખ
सादिकमनन्तमनुपममव्यावाधसुखमुत्तमं प्राप्तः ।
केवलसम्यक्त्वज्ञानदर्शनात्मा भवति मुक्तः || २०९ ।।
અર્થ : ``સાદિ-અનન્ત, અનુપમ અને અવ્યાબાધ ઉત્તમ સુખને પામલે મુક્તાત્મા, કેવળ સમ્યકૃત્વસ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ, કેવળ દર્શનસ્વરૂપ હોય છે.
વિવેચન : જો કે મુક્તાત્માના સુખનું વર્ણન કરવું જ શક્ય નથી, છતાં 'નમો સિદ્ધાનં‘ નો જાપ કરનાર આત્મા કાલી-ઘેલી વાણીમાં વર્ણન કર્યા વિના રહી શકતો નથી! મુક્તાત્માના શ્રેષ્ઠ-ઉત્તમ સુખને ત્રણ વિશેષણ આપવામાં આવ્યાં છે ઃ ૧. સાદિ-અનંત, ૨. અનુપમ, અને ૩. અવ્યાબાધ.
૧. આદિ=પ્રારંભ. સહઆદિ=પ્રારંભવાળું...મુક્તાત્માનું સુખ પ્રારંભવાળું હોય છે. એના સુખની શરૂઆત થાય છે! તેનું સુખ અનાદિ નથી. સર્વ કર્મોનો ક્ષય થાય છે ત્યારે આત્મામાં સુખની ઉત્પત્તિ થાય છે...માટે તેને ‘સાદિ’ કહેવાય. સાદ છે, છતાં અનંત છે! એ સુખનો ક્યારેય અંત આવતો નથી. અમર આત્માનું સુખ અનન્ત જ હોય.
૨. દુનિયામાં એવી કોઈ ઉપમા નથી કે જે મુક્તાત્માના સુખને આપી શકાય.
.
१५७. सव्वाओ लद्धिओ जं सागारोवओगलाभाओ ।
तेणेह सिद्धलद्धी उप्पज्जइ तदुवउत्तस्स || विशेषावश्यक भाष्य - टीकायाम् १५८. अपज्जवसिअमेव सिद्धसुक्खं इत्तो चेयुत्तमं इमं । [ अपर्यवसित= अनन्त
श्री पंचसूत्रे / सूत्र- ५
For Private And Personal Use Only
J
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષસુખ
૪૮૩ એક રાજા એક જંગલમાં જઈ ચડ્યો. તેની પાસે ખાવા-પીવાનું કંઈ ન હતું. તેને મોત સામે દેખાતું હતું. ત્યાં એક આદિવાસી પુરુષ રાજાને જોયો. રાજાને પોતાની ઝૂંપડીમાં લઈ ગયો. પ્રેમથી ભોજન કરાવ્યું. નગર સુધી રાજાને મૂકવા આવ્યો. રાજાએ એ આદિવાસીના ઉપકારનો બદલો વાળવા માટે તેને નગરમાં થોડા દિવસ રાખ્યો. ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર, ભોજન, અલંકાર આપ્યાં. સુંદર સ્ત્રી આપી. પેલો આદિવાસી આ સુખભોગમાં ડૂબી ગયાં. ત્યાં વર્ષાઋતુ આવી. આકાશમાં મેઘગર્જનાઓ થવા લાગી. મયૂરોના મધુર કેકારવ થવા લાગ્યા...આ બધું જોઈને પેલા આદિવાસી-ભીલને પોતાના જંગલમાં જવાની ઇચ્છા થઈ. રાજાએ તેને રજા આપી. તે જંગલમાં ગયો, ત્યાં બીજા વનવાસીઓએ તેને નગર અંગે પૂછ્યું : “નગર કેવું હોય?' પેલો વનવાસી જવાબ ન આપી શક્યો, કારણ કે જંગલમાં એવી કોઈ ઉપમાં ન હતી કે જેને બતાવીને કહી શકાય : નગર આવું હોય!
"માટે મુક્તાત્માનું સુખ “અનુપમ છે. ૩. મુક્ત આત્માનું સુખ અવ્યાબાધ હોય છે. ત્યાં કોઈ બાધા નહીં, પીડા નહીં, સંઘર્ષ નહીં! જો અમૂર્ત આકાશને આઘાત પહોંચે તો અમૂર્ત આત્માને આઘાત પહોંચ! કોઈપણ દુઃખ વિનાનું... સિદ્ધક્ષેત્રમાં રહેલા અનન્ત સિદ્ધાત્માઓને નિભંદ સુખ હોય છે!
આવા સિદ્ધાત્માઓમાં ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. આ સમ્યક્ત્વ આત્મસ્વરૂપ હોય છે. પૌગલિક નથી હોતું. કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે.
ભારતીય દર્શનોમાં “સાંખ્યદર્શન'નું આગવું સ્થાન છે. તે પુરુષ-પ્રકૃતિવાદી દર્શન છે. આ દર્શન, મોક્ષમાં જ્ઞાનનો નિધિ કરે છે. તે કહે છે કે મુક્તાત્મામાં જ્ઞાન-ગુણા હોઈ જ ના શકે! જૈનદર્શન મુક્તાત્મામાં જ્ઞાનાદિ ગુણોને માને છે. જ્ઞાન-જ્ઞાનીનો ભેદભેદ સંબંધ માને છે. અનેક અફાટ્ય તકથી સાંખ્યદર્શનની એકાન્ત માન્યતાનું ખંડન કરવામાં આવ્યું છે.
મુક્તાત્મામાં જ્ઞાનાદિ ગુણો ભેદાદ સંબંધથી હાય છે, એનો નિર્દેશ ગ્રન્થકારે આ કારિકામાં વેરચત્વિજ્ઞાનનામા મવતિ મુ' કહીને કરી દીધો છે. “આત્મામાં જ્ઞાનગુણ રહેલો છે,' એમ કહી શકાય અને “આત્મા જ્ઞાનસ્વરૂપ છે.' એમ પણ કહી શકાય. १५९. औपम्यस्याप्यविषयस्ततः सिद्धसुखं खलु ।
यथा पुरसुख जज्ञे म्लेच्छवाचामगोचरः।। | द्रव्य लोकनकाशे]
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાભા અભાવરૂપ નથી मुक्तः सत्राभावः स्वालक्षण्यात् स्वतोऽर्थसिद्धेश्च ।
भावान्तरसंक्रान्तेः सर्वज्ञाज्ञोपदेशाच्च ।।२९१ ।। અર્થ : પોતાના લક્ષણથી, સ્વતઃ અર્થસિદ્ધિથી, ભાવસંક્રાન્તિથી અને સર્વજ્ઞભાપિત આગમના ઉપદેશથી મુક્તાત્મા અભાવરૂપ નથી.
વિવેચન: “મોક્ષ નથી, મુતાત્મા ન હોઈ શકે,” આવું મંતવ્ય પ્રાચીનકાળમાં એક મતરૂપે પ્રવર્તતું હતું. એ મતની પાસે તર્ક હતા, દલીલો હતી.
શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જે દિવસે ધર્મતીર્થની સ્થાપના કરી હતી, તે દિવસે તેઓની પાસે જે ૧૧ વિદ્વાન બ્રાહ્મણો આવ્યા હતા, તેમાં સૌથી નાના અને સૌથી છેલ્લા પ્રભાસનું મંતવ્ય હતું-મોક્ષ નથી. તેના પોતાના તર્ક હતા
૧. જેમ બુઝાઈ ગયેલો દીપક કોઈ પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં જતો નથી, વિદિશાઓમાં જતો નથી. પણ તેલનો ક્ષય થવાથી કેવળ શાન્તિ પામે છે, તેમ મૃત્યુ પામેલો જીવ પણ કોઈ અન્ય પૃથ્વી પર જતો નથી, આકાશમાં જતો નથી, દિશાઓમાં કે વિદિશાઓમાં જતો નથી..પરન્તુ ક્લેશનો ક્ષય થવાથી માત્ર શાન્તિ પામે છે. દીપકના નાશની જેમ જીવનો નાશ થાય છે, માટે મોક્ષ નથી.
૨. જેનો અનાદિ સંયોગ હોય તેનો ક્યારેય વિયોગ ન થાય. જેમ આકાશ અને જીવનો અનાદિ સંયોગ હોવાથી તેમનો ક્યારેય વિયોગ નથી થતો તેવી રીતે જીવ અને કર્મનો અનાદિ સંયોગ માનેલો હોવાથી તેનો કદાપિ વિયોગ ન થઈ શકે, માટે મોક્ષ નથી. કર્મનો વિયોગ ન થવાથી સંસારનો વિયોગ ન થાય અને સંસાર-વિયોગના અભાવે મોક્ષનો પણ અભાવ સિદ્ધ થાય.|
૩નારકાદિ પર્યાયો જ સંસાર છે. નારકાદિ પર્યાયથી ભિન્ન બીજો કોઈ જીવ નથી. એટલે, તે પર્યાયનો નાશ થવાથી જીવનો પણ નાશ થઈ જાય છે, માટે મોક્ષ નથી. | સર્વજ્ઞ પરમાત્મા મહાવીરે આ તર્કોને ખોટા સિદ્ધ કરીને મોક્ષના અસ્તિત્વને [મુક્તાત્માના અસ્તિત્વની સિદ્ધ કર્યું હતું. આ રહ્યા ભગવાનના પ્રત્યુત્તરો
૧. કોઈપણ દ્રવ્યનો નાશ થતો જ નથી. દ્રવ્ય સ્થિર-નિત્ય હોય છે. પર્યાયો ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. દીપકનો અગ્નિ સર્વથા નાશ નથી પામતો, માત્ર તેનું પરિણામાન્તર [ભાવાત્તર સંક્રાન્તિ થાય છે. જેમ દૂધનું પરિણામોત્તર
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાત્મા અભાવરૂપ નથી
૪૮૫
દહીંમાં થાય છે. અથવા ઘડો ફૂટીને ઠીકરાં રૂપે થાય છે...તેવી રીતે દીપકના અગ્નિનું પરિણામાન્તર અંધકારમાં થાય છે...તેનો સર્વથા નાશ નથી થતો. આ જ રીતે, જીવનું પણ પરિણામાન્તર-ભાવાન્તરમાં સંક્રમણ થાય છે. કર્મોનો નાશ થવાથી અમૂર્ત અને અવ્યાબાધ સુખવાળો બને છે. આ રીતે, દુઃખાદિનો નાશ થવાથી જીવની જે શુદ્ધ શાશ્વતુ અવસ્થા પ્રગટે છે, તે જ મોક્ષ છે. તે જ જીવની મુક્તાવસ્થા છે.
૨.જેનાં અનાદિ સંયોગ હોય તેનો કદાપિ વિયોગ ન થાય,' આ સિદ્ધાન્ત જ ખોટો છે! શું સુવર્ણ અને માટીનો અનાદિ સંયોગ નથી? છતાં વિયોગ થાય છે ને? માટી અને સોનું જુદાં પડે છે ને? તેવી રીતે જીવ અને કર્મનો અનાદિ સંયોગ હોવા છતાં તે જુદા થઈ શકે છે.
૩. વળી, ‘નારકાદિ પર્યાયથી ભિન્ન બીજો કોઈ જીવ નથી, એટલે તે પર્યાયનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે,’ આ સમજણ અધૂરી છે. પહેલી વાત : પર્યાય દ્રવ્યના હોય. જીવ દ્રવ્ય છે અને દેવપણું, મનુષ્યપણું, તિર્યંચપણું, નારકીપણું..એ જીવના પર્યાયો છે. એક પર્યાય નાશ પામે, બીજો પર્યાય ઉત્પન્ન થાય...જીવ નાશ ના પામે, જીવ ચૈતન્યસ્વરૂપ છે. 'ચેતનાનક્ષળો નીવ· ચૈતન્ય ક્યારેય નાશ ના પામે. મુળ દ્રવ્ય સર્વથા નાશ ન પામે. રૂપાન્તર, ભાવાન્તર...પરિણામાન્તર પામે. જેમ સોનાનું કડું છે. તે કડું તોડીને સોની હાર બનાવે છે તો સોનું નાશ નથી પામતું! કડાકૃતિ નાશ પામે છે.
ૐ આત્મા નિત્ય છે, શાશ્વત્ છે, તેની સંસારી-અવસ્થા કે જે કર્મકૃત છે, તેનો નાશ થઈ જતાં આત્મા મુક્ત-સિદ્ધરૂપે પરિણામાત્તર પામે છે, માટે મોક્ષ છે. મોક્ષનો અભાવ નથી.
* આત્માના જ્ઞાનદર્શનોપયોગરૂપ સ્વભાવ સ્વતઃ સિદ્ધ છે, તે કોઈ નિમિત્તથી જન્મેલાં નથી. માટે આત્મા (મુક્ત) અભાવરૂપ નથી. કારણ કે જીવ ક્યારે પણ પોતાના સ્વભાવને છોડતો નથી. જ્ઞાન-દર્શનોપયોગ અનાદિ કાલથી સ્વતઃ સિદ્ધ છે. ઉપયોગ બદલાયા કરે, પણ નાશ ન થાય. જ્ઞાનોપયોગ પછી દર્શનોપયોગ...વળી જ્ઞાનોપયોગ...] જેમ, કોઈ માણસ એક ગામથી બીજે ગામ જાય છે, તો એ પુરુષનો સર્વથા અભાવ નથી થઈ જતો, તેમ જીવ સંસારીમાંથી મુક્ત થઈ જાય એટલે એનો અભાવ નથી થઈ જતો.
* મુક્તાત્મા અભાવરૂપ નથી તેનું છેલ્લું પ્રમાણ છે સર્વજ્ઞનાં આગમ અમને તો આપ્તપુરુષોનાં વચન મુક્તિયુક્ત હોવાથી શ્રદ્ધેય છે. ‘આઠ કર્મોથી મુક્ત આત્મા ચૈતન્યસ્વરૂપ છે અને જ્ઞાન-દર્શનોપયોગના લક્ષણવાળો છે.’ આ વાત અનુમાન પ્રમાણથી અને આગમ-પ્રમાણથી સિદ્ધ થાય છે .
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાત્મા અહીં કેમ ના રહે?
त्यक्त्वा शरीरवन्धनमिहैव कर्माष्टकक्षयं कृत्वा ।
न स तिष्ठत्यनिबन्धादनाश्रयादप्रयोगाच्च ।। २९.२ ।।
અર્થ : શરીરનું બંધન ત્યજીને અને આઠ કર્મોનો ક્ષય કરીને તે|મુક્તાત્માઅે અહીં જ રોકાતો નથી, કારણ કે રોકાવાનું કોઈ કારણ હોતું નથી, આશ્રય હોતો નથી, કાંઈ વ્યાપાર [ક્રિયા| હોતો નથી.
વિષેપન : ‘જે આત્માનાં સ્થૂલ કે સૂક્ષ્મ...બધાં શરીર નાશ પામ્યાં અને આઠેય કર્મો નાશ પામ્યાં, તે આત્મા અહીં મનુષ્યલોકમાં રહેતો નથી.' આ સિદ્ધાન્ત સાંભળીને કે વાંચીને તત્ત્વાનુપ્રેક્ષા કરનારા મનુષ્યમાં જિજ્ઞાસા પ્રગટે છે : ‘એ આત્મા અહીં મનુષ્યલોકમાં કેમ ન રહે? એ અહીં રહે તો અન્ય જીવાત્માઓના આધ્યાત્મિક વિકાસમાં આલંબન બની શકે ને?' આ જિજ્ઞાસાનું સમાધાન કરતાં ગ્રન્થકાર, અશરીરી અને નિષ્કર્મા આત્મા અહીં નથી રહી શકતો, તેનાં ત્રણ કારણ બતાવે છે :
૧. એ આત્માને અહીં મનુષ્યલોકમાં રોકાવાનું કોઈ પ્રયોજન હોતું નથી. અશરીરી બની જવાથી, અન્ય જીવો માટે પ્રગટરૂપે તો આલંબન બની શકે નહીં. સૂક્ષ્મરૂપે આલંબન બની શકે, પરંતુ તે તો સિદ્ધશિલા પર રહેલા મુક્તાત્માઓ પણ બની શકે છે.
૨. આત્મા જ્યારે આઠ કર્મોથી મુક્ત બને છે ત્યારે તે નીચે નથી રહી શકતો...એનો સ્વભાવ જ ઊર્ધ્વગમનનો હોય છે જેમ એક તુંબડા ઊપર માટીના આઠ લેપ કરવામાં આવે અને તે સુકાઈ જાય પછી તેને સરોવરમાં નાંખવામાં આવે, તો તે સરોવરના તળિયે જઈને બેસે છે; પછી જેમ જેમ માટીના લેપ ઊતરતા જાય છે તેમ તેમ તુંબડું ઉપર આવતું જાય છે. બધા જ લેપ દૂર થઈ જતાં પાણીની સપાટી પર આવી જાય છે. આ જ રીતે, આત્મા ઉપરથી આઠ કર્મોના લેપ દૂર થઇ જતાં આત્મા ચૌદ રાજલોકની સપાટી ૫૨ [અગ્રભાગે] પહોંચી જાય છે, મનુષ્યલોકમાં ન રહી શકે.
૩. આત્માની એવી કોઈ ક્રિયા હોતી નથી કે જે ક્રિયાની અપેક્ષાએ મુક્તાત્માનું અહીં મનુષ્યલોકમાં અધિષ્ઠાન કલ્પી શકાય. ક્રિયા કરવા માટે મન-વચન१६०. अकर्मणः सिद्धस्य गतिरितो लोकान्तं पूर्वप्रयोगेण हेतुना तत्स्वाभाय्यात् । कथमेतदेवप्रतिपत्तव्यम् ? अलाबुप्रभृतिज्ञाततः, अष्टमृल्लेपलिप्तजलक्षिप्ताधोनिमग्नतदपगमोर्ध्वगमनस्वभावालाबुवत् । - पञ्चसूत्र- टीकायाम
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાત્માનું ઊર્ધ્વગમન જ કેમ?
૪૮૭ કાયાના યોગ જાઈએ, મુક્તાત્માના તો સર્વ પોગો નાશ પામી ગયા હોય છે. યોગરહિત આત્માની સ્વાભાવિક કિયા તો માત્ર જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ જ હોય છે. આ ક્રિયા માટે તેને સંસારમાં રહેવું જરૂરી હોતું નથી. આ
મુક્તાત્માનું ઊર્ધ્વગમન જ કેમ? नाधो गौरवविगमादशक्यभावाच्च गच्छति विमुक्तः । लोकान्तादपि न परं प्लवक इवोपग्रहाभावात् ।।२९३ ।।
योगप्रयोगयोश्चाभावात्तिर्यग् न तस्य गतिरस्ति। सिद्धस्योर्ध्व मुक्तस्यालोकान्ताद् गतिर्भवति ।।२९४ ।।
पूर्वप्रयोगसिद्धर्वन्धच्छेदादसंगभावाच्च । गतिपरिणामाच्च तथा सिद्धस्योर्ध्वं गति: सिद्धा ।।२९५।। અર્થ : ગુરતા ભાર-વજન નાશ પામવાથી, અશક્ય ભાવના કારણે તે નીચે જતો નથી. ઉપગ્રહકારી (ધર્માસ્તિકાયના અભાવે લોકાન્તની ઉપર પણ જતો નથી, જહાજની જેમ.
યોગ અને ક્રિયાનો અભાવ હોવાથી મુક્તાત્મા તીર્થો પણ જતો નથી, માટે મુક્ત બનેલા સિદ્ધાત્માની લોકાન સુધી જ ઊર્ધ્વગતિ થાય છે.
આ રીતે પૂર્વપ્રયોગ સિદ્ધ હોવાના કારણે, કર્મબંધનો નાશ થવાના કારણે, અસંગભાવ હોવાના કારણે અને ઊર્ધ્વગમનનો સ્વભાવ હોવાના કારણે સિદ્ધ આત્માની ઊર્ધ્વગતિ સિદ્ધ થાય છે.
વિવેવન : કર્મોથી અને શરીરોથી સર્વથા મુક્ત થયેલો આત્મા નીચે કેમ નથી જતો, તેનાં કારણ બતાવવામાં આવ્યાં છે : ૧. વજનરહિતતા : ૨. અશક્ય ભાવ :
એક એવો સર્વસામાન્ય નિયમ છે કે વજનવાળો પદાર્થ સ્વત: નીચે જાય છે; અને વજનરહિત પદાર્થ સ્વતઃ ઊર્ધ્વગતિ કરે છે. જ્યારે આત્મા શરીરથી મુક્ત થાય છે અને કર્મોથી મુક્ત થાય છે ત્યારે તે વજનથી પણ મુક્ત થાય છે. વજન હોય છે શરીરનું, વજન હોય છે કમનુંદરેક પુદ્ગલ દ્રવ્યમાં વજન હોય જ. શુદ્ધ આત્મદ્રવ્ય વજન વિનાનું હોય છે એટલે તેની સહજભાવે ઊર્ધ્વગતિ થાય છે. અલબત્ત, પૂર્વે (ત્રીજા શુક્લધ્યાનમાં) એને ધક્કો તો લાગેલો હોય જ છે, દેથી મુક્ત થતાં જ તે ઊર્ધ્વગતિ કરે છે.
For Private And Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ
૪૮૮
બીજી વાત છે શક્ય-અશક્ય ભાવોની. કેટલાક ભાર્યા, કેટલીક વાતો અશક્ય હોય છે, તેમાં કોઈ તર્ક કામ લાગતો નથી. અર્થાત્ કહે કે જેમ પૂર્વપ્રયોગ ઊર્ધ્વગમન માટે થાય છે તેમ અધોગમન માટે કરવામાં આવે તો આત્મા અધોગમન કેમ ના કરે?' આવા કોઈ તર્કને આ સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રક્રિયામાં સ્થાન જ નથી. વજનરહિત મુક્તાત્મા અધોગમન કરે જ નહીં! સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકરોએ આ વાસ્તવિકતા જોઈને-જાણીને દુનિયા સમક્ષ પ્રગટ કરેલી છે.
પ્રશ્ન : માની લીધું કે મુક્ત આત્મા અધોગમન ન કરે, ઊર્ધ્વગમન કરે છે, પરંતુ તે લોકાન્તે કેમ અટકી જાય છે? અલોકમાં કેમ નથી જતો?
ઉત્તર : ગતિમાં સહાયક દ્રવ્ય છે ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાયનું અસ્તિત્વ લોકાન્ત સુધી જ હોય છે. અલોકમાં ધર્માસ્તિકાયનું અસ્તિત્વ નથી; માટે આત્મા લોકાન્ત સુધી જાય છે. પાણી હોય ત્યાં સુધી જ જહાજ જાય. પાણી હોય ત્યાં સુધી માછલી જાય, તેમ.
પ્રશ્ન : અનંત શક્તિવાળા આત્માને ધર્માસ્તિકાયની સહાય જરૂરી ખરી? ઉત્તર : એ પણ એક નિશ્ચિત ભાવ છે, જડ અને જીવ...બંનેની ગતિસ્થિતિમાં સહાયક દ્રવ્યો જોઈએ જ. આત્મામાં એવી શક્તિ નથી હોતી કે તે ધર્માસ્તિકાયની સહાય વિના ગતિ કરી શકે છતાં આને શક્તિની ઊણપ ન માની શકાય. વિશ્વની શાશ્વત્ વ્યવસ્થા કહેવાય.
પ્રશ્ન : ભલે, મુક્તાત્મા અધોગમન ન કરે, લોકાન્તની બહાર ન જાય, પરંતુ તિર્યગમન તો કરી શકે ને? તીરછું ગમન કરવામાં શો વાંધો?
ઉત્તર : ગાડીને (Car) સીધી દોડાવવામાં સ્ટીયર્નિંગ' પકડી જ રાખવું પડે છે, પણ ગાડીને વાળવા માટે (આડી-અવળી-પાછળ) ‘સ્ટીયરિંગ’ને ઘુમાવવું પડે છે. અર્થાત્ મનની અને કાયાની ક્રિયા કરવી પડે છે. આ રીતે, આત્માને આડા-અવળા જવા માટે (એક ગતિમાંથી બીજી ગતિમાં, ચાર દિશાઓમાં) મન-વચન-કાયાના યોગ જોઈએ અને આત્માની ક્રિયા જોઈએ. મુક્તાત્માને આમાંનું કંઈ જ હોતું નથી...તિયંગમન કરવા માટે જે ઉપકરણ જોઈએ તે હોતાં નથી, માટે તે તિર્યંગુગમન નથી કરી શકતો, ઊર્ધ્વગમન જ કરે છે. મુક્તાત્માના ઊર્ધ્વગમનને સિદ્ધ કરનારાં કારણોનો ઉપસંહાર કરતાં કહે છે : * પૂર્વ પ્રયોગથી,
१६१. पूर्वप्रयोगादसङ्गत्वाद्बन्धच्छेदात्तथागतिपरिणामाच्च तद्गतिः ।
For Private And Personal Use Only
तत्त्वार्थसूत्रे/ अ. १० सू० ६
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાત્માનું ઊર્ધ્વગમન જ કેમ?
૪૮૯ - સંગના અભાવથી,
બંધન તૂટવાથી અને છે તેવા પ્રકારના ગતિપરિણામથી. મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે, ઊંચે જાય છે.
‘સમુદ્રઘાત' ની ક્રિયા પૂર્ણ કર્યા પછી, યોગનિરોધ કરવા માટે આત્મા ત્રીજું શુક્લધ્યાન (સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ) ધ્યાવે છે અને છેલ્લે પોતાના ચરમ શરીરનો ત્રીજો ભાગ ઓછો કરે છે. શરીરના પોલા ભાગો પૂરીને) તે “પૂર્વપ્રયોગ'ના સંસકારો આત્મામાં રહેલા જ હોય છે, તે સંસ્કાર એટલે ઊર્ધ્વગમનને અનુકૂળ ક્રિયાશીલતા.
જેમ કુંભાર પહેલાં દંડાથી ચક્ર ઘુમાવે છે, પછી દંડો લઈ લે છે છતાં ચક્ર તો ઘૂમ્યા જ કરે છે, તેવી રીતે પૂર્વપ્રયોગ પૂરો થઈ ગયા પછી પણ આત્મામાં ઊર્ધ્વગમનના (ગતિના) સંસ્કાર રહી ગયેલા હોય છે, તે સંસ્કારથી ઊર્ધ્વગમન કરે છે.
સંગ એટલે લેપ. અસંગ એટલે નિલેપ, લેપ ઊતરી જતાં જેમ તુંબડું પાણીની નીચેથી ઉપર આવે છે, તેવી રીતે નિર્લેપ આત્મા ઊર્ધ્વગતિ કરે છે.
છે જેમ એરંડાનું ફળ ફૂટતાં જ એનાં બીજ ઊંચે ઊછળે છે, તેમ કર્મનાં બંધન તૂટતાં જ આત્મા ઊંચે ગતિ કરે છે.
-ધીનો કે તેલનો દીપક સળગાવવામાં આવે છે તો એની દીપશિખા ઊર્ધ્વ જ જાય છે. નીચી નથી જતી કે તીરછી નથી જતી. હા, કોઈ નિમિત્ત પામીને નીચી કે તીરછી જાય તે જુદી વાત છે, નિમિત્ત ન હોય તો તે ઊર્ધ્વ જ જાય છે. આ જ રીતે મુક્તાત્મા પણ ઊર્ધ્વગમન જ કરે છે, આને “ગતિપરિણામ” કહેવામાં આવે છે,
જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી જ ગતિશીલ છે. પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી અધોગતિશીલ છે અને જીવ દ્રવ્ય સ્વભાવથી ઊર્ધ્વગતિશીલ છે...સંસારમાં જીવને અધોગતિ કરતો તે તીરછી ગતિ કરતો જોવામાં આવે છે, તે શરીરસંગ કે કર્મના બંધનના લીધે. જ્યારે એ સંગ અને બંધન છૂટી જાય છે ત્યારે મુક્ત જીવ પોતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ જ કરે છે. આ જ વાત દ્રવ્યથાશમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ પણ કરી છે :
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦.
પ્રશમરતિ "ऊर्ध्वगौरवधर्माणो जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् ।।
अतस्तु गतिवैकृत्यमेषां यदुपलभ्यते ।
कर्मणः प्रतिघाताच्च प्रयोगाच्च तदिष्यते ।। આ રીતે વિસ્તારથી, ગ્રન્થકારે આત્માનું ઊર્ધ્વગમન સિદ્ધ કર્યું છે. હવે મુક્તાત્મામાં સુખની સિદ્ધિ કરે છે :
મોક્ષમાં સુખ કેવી રીતે? देहमनोवृत्तिभ्यां भवतः शरीरमानसे दुःखे। तदभावात्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ।।२९६।। અર્થ : દેહ અને મનના સદૂભાવથી શારીરિક અને માનસિક દુઃખ થાય છે. શરીર અને મનના અભાવથી સિદ્ધાત્માનું સિદ્ધિસુખ સિદ્ધ થાય છે. વિવેવન: દુનિયામાં, ચાર અર્થોમાં “સુખ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
૧. વિષયમાં, ૨. વેદનાના અભાવામાં, ૩. પુણ્યકર્મના વિપાકમાં ૪. મોક્ષમાં. ૧. વિષયોમાં ‘સુખ' શબ્દનો પ્રયોગ : “આ સંસારમાં મધુર શબ્દો જ સુખ છે. સુંદર રૂપ જ સુખ છે.. પ્રિય-ઇષ્ટ ભોજન સુખ છે. મૃદુ સ્પર્શ સુખ છે...ધન-સંપત્તિ જ સુખ છે...” આ રીતે વિષયોમાં “સુખ' શબ્દ વપરાય છે.
૨. વેદનાના અભાવમાં ‘સુખ' શબ્દનો પ્રયોગ જ્યારે કોઈ રોગ દૂર થાય છે ત્યારે, જ્યારે કોઈ આફત દૂર થાય છે ત્યારે, માથેથી કોઈ ભાર ઊતરી જાય છે ત્યારે માણસ બોલે છે : “હાશ, હવે સુખી થયાં....!'
૩. પુણ્ય કર્મના વિપાકમાં “સુખ' શબ્દનો પ્રયોગ : “આપણાં તો પુણ્યનો ઉદય છે...એટલે સારો બંગલો મળી ગયો. આપણે તો સુખી છીએ. હવે સુખનો ઉદયકાળ આવ્યો છે...' વગેરે.
૪. મોક્ષમાં “સુખ’ શબ્દનો પ્રયોગ : મોક્ષમાં પરમ સુખ હોય છે. કર્મોનો ૧૬૨. આ બંને કારિકા શ્રી તત્ત્વાર્થસૂત્રની “અન્તિમ ઉપદેશકારિકામાંથી ઉત
થયેલી છે. १६३. लोके चतुर्विहार्थेषु सुखशब्दः प्रयुज्यते ।
विषये वेदनाऽभावे, विपाके मोक्ष एव च।। - तत्त्वार्थसूत्रे/उपदेशकारिकायाम
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષ નહીં તો દેવલોક
૪૯૧
નાશ થઈ જાય એટલે મોક્ષમાં અવ્યાબાધ સુખ હોય. નિરૂપમ સુખ હોય છે,
દુઃખનાં બે કારણો, બે માધ્યમ હોય છે : ૧, શરીર અને ૨. મન. આ બે માધ્યમોથી દુઃખ બે પ્રકારનાં હોય છે : શારીરિક અને માનસિક, મન વિનાના જીવોને માત્ર શારીરિક દુઃખ હોય છે. મનવાળા જીવોને શારીરિક અને માનસિક બંને દુઃખ હોય છે. કારણ કે સંસારમાં જે જીવને મન હોય તેને શરીર હોય જ. શરીર હોય તેને મન હોય પણ ખરું અને ન પણ હોય.
મુક્તાત્માને નથી હોતું શરીર કે નથી હોતું મન! પછી એમને એકેય દુ:ખ કેવી રીતે હોય? ન જ હોય. દુ:ખાભાવરૂપ સુખ, મુક્તાત્માઓને હોય છે.
આ સુખને અનુમાન-પ્રમાણથી કે ઉપમાન-પ્રમાણથી સિદ્ધ કરી શકાય એમ નથી. આ વિશ્વમાં એવું કોઈ પ્રસિદ્ધ લિંગ નથી કે જેના બળે અનુમાનથી સિદ્ધના સુખને સિદ્ધ કરી શકાય. દુનિયામાં એવી કોઈ ઉપમા નથી કે જેનાથી મુક્તના સુખને સિદ્ધ કરી શકાય! માટે કહ્યું કે ‘મુક્તાત્માને દુઃખનાં કારણભૂત મન અને શરીર નથી હોતાં માટે તેમને દુઃખ ન જ હોઈ શકે...સુખ જ હોય.'
મોક્ષ નહીં તો દેવલોક!
यस्तु यतिर्घटमानः सम्यक्त्वज्ञानशीलसम्पत्रः । वीर्यमनिगूहमानः शक्त्यनुरूपप्रयत्नेन ।। २९७ ।।
संहननायुर्बलकालवीर्यसम्पत्समाधिवैकल्यात् । कर्मातिगौरवाद्वा स्वार्थमकृत्वोपरममेति । । २९८ ।।
सौधर्मादिष्वन्यतमकेषु सर्वार्थसिद्धिचरमेषु ।
स भवति देवो वैमानिको महर्द्धिद्युतिवपुष्कः ।। २९९ ।।
અર્થ : જે સાધુ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રથી સંપન્ન હોય છે, પોતાની શક્તિને ગાપચ્યા વિના શક્તિ અનુસાર જે પ્રવચનોક્ત સંયમના પાલનમાં પ્રયત્નશીલ રહે છે,
પરન્તુ| સંચયણ, આયુષ્ય, બળ, કાળ, વીર્ય, સંપત્તિ, ચિત્તસ્વસ્થતાની વિકલતાના કારણે તથા કર્મોની પ્રચુરતા (નિકાચિત કર્મ) ના કારણે સ્વાર્થ (સકલ કર્મક્ષય) સાધ્યા વિના મરી જાય છે,
તે સાધુ સાધર્મ દેવલોકથી માંડીને સર્વાર્થસિદ્ધ (અનુત્તર દેવલોક) સુધીના ગમે તે દેવલાંકમાં મહાનુ ઋદ્ધિવાળો, ધુતિવાળો અને મહાન શરીરવાળાં વૈમાનિક દેવ થાય છે.
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨
પ્રશમરતિ વિન : હે મુનિરાજ, કદાચ તમે આ મનુષ્ય-જીવનમાં તમારી મોક્ષયાત્રા પૂર્ણ ન કરી શકો, આઠય કમનો નાશ ન કરી શકો...તો નિરાશ ન થશો. તમે જો જિનપ્રવચન પ્રત્યે શ્રદ્ધાવાનું છો, મોક્ષમાર્ગનું તમને સ્પષ્ટ જ્ઞાન છે; મૂળ ગુણ (ચરણ) અને ઉત્તર ગુણ (કરણોના પાલનમાં જાગ્રત છો, પ્રમાદને પરિહરીને મહાત્મનુ, તમે જિનપ્રવચનને અનુસાર સમસ્ત સંયમક્રિયાઓ કરી રહ્યા છો...તો તમારે નિરાશા અનુભવવાની નથી. તમે નિષ્કપટ હૃદયથી તમારી તન-મનની શક્તિને અનુસાર સંયમ-યાત્રા કરતા રહો !
નિષ્કપટ ભાવે, શક્તિને ગોપવ્યા વિના, જિનાજ્ઞા મુજબ સંયમ-ધર્મની આરાધના કરું છું, છતાં મારાં સર્વ કર્મનાં બંધનો કેમ ના તૂટે?
આ પ્રશ્નનો ઉત્તર ર૯૮ મી કારિકામાં ગ્રન્થકારે આપ્યો છે. તેઓએ આઠ કારÍ બતાવ્યાં છે. તમે આ આઠ કારણ સમજશો, તો હતાશામાંથી ઊગરી જશો.
૧. સંઘયણની દુર્બળતા : સર્વ કર્મોનાં બંધનો તોડનાર વીર પુરુષનું શરીર સુદઢ જોઈએ. શરીરનાં હાડકાંના સાંધા મજબૂત જોઈએ. અર્થાત્ ‘વજ ઋષભનારાચ' સંઘયણ જોઈએ. આવું સંઘયણ છે ખરું, તમાર? કદાચ આ સંઘયણ હાય તમાર છતાં
૨. આયુષ્યની અલ્પતા : જો તમારું આયુષ્ય ટૂંકું હોય, તો પણ તમે સર્વ કમનો નાશ ના કરી શકો! ધર્મધ્યાન ચાલતું હોય...હજુ શુક્લધ્યાનમાં પ્રવેશ ન થયો હોય, અને આયુષ્ય પૂરું થઈ જાય, મૃત્યુ થઈ જાય...તો કર્મક્ષયનું કાર્ય અધૂરું રહી જાય. માની લઈએ કે તમારું આયુષ્ય મોટું છે, છતાં
૩. શરીરની દુર્બળતા : તમારું શરીર દુર્બળ છે, તમારા શરીરમાં રોગ છે, તમે અશક્તિથી પીડાઓ છો, તો પણ સર્વ કર્મોનો ક્ષય નહીં કરી શકો. તમારું શરીર દુર્બળ નથી, રોગી નથી છતાં
૪. કાળની વિષમતા : તમે જો દુઃષમ કાળમાં-પાંચમા આરામાં છે તો એ કાળના પ્રભાવો તમારા પર પડવાના. કાળની પણ જીવો પર અસર પડતી હોય છે ને? દુમિ કા માં....અને, તેમાં જ્યારે તીર્થકરો નથી; અવધિજ્ઞાનીમન:પર્યવ જ્ઞાની જેવા પ્રત્યક્ષજ્ઞાની મહાપુરુષો નથી..તેવા કાળમાં તમે સર્વ કર્મોનો નાશ ના કરી શકો.
પ. વીર્યની પરિહાનિ : સર્વ કર્મોનો ક્ષય કરવા માટે આત્માનું અપૂર્વ વીર્ય ઉલ્લસિત થવું જોઈએ. આ કાળમાં, શરીર અને સંઘયણની દુર્બળતામાં વિર્યસ્કુરણ થવું શક્ય નથી, પછી કર્મક્ષય કેવી રીતે થઈ શકે?
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષ નહીં તો દેવલોક!
૪૯૩ ૬. સંપત્તિનો અભાવ : ક્ષમાદિ ગુણોને આધ્યાત્મિક સંપત્તિ નથી! ગુણોનો વૈભવ નથી! બુદ્ધિનો વૈભવ નથી.. ગુફાની દૃષ્ટિએ દરિદ્રતા છે અને બુદ્ધિની અપેક્ષાએ પણ નિર્ધનતા છે. તો પછી સર્વ કર્મનો નાશ કેવી રીતે થઈ શકે?
૭. ચિત્તની વ્યગ્રતા સૌથી મોટું અને સૌથી પ્રબળ કારણ તો આ છે! ચિત્ત જ સ્વસ્થ નથી રહેતું. કર્મોનો નાશ કરવા માટે ચિત્તની સ્વસ્થતા-સમાધિ તો જોઈએ જ. એ ન હોય અને સાધુ અનેક બાહ્ય ક્રિયાઓ કરે, છતાં કર્મય ન જ થાય.
૮કર્મોની પ્રબળતા : જીવના જ્ઞાનાવર, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મો જો અતિ પ્રબળ હોય અર્થાત નિકાચિત હોય તો તે કેવી રીતે છૂટે? એ કર્મોના દુશ્મભાવો નીચે રહેલો આત્મા કર્મક્ષયનો મહાન પુરુષાર્થ કેવી રીતે કરી શકે? આ નિકાચિત કર્મો સાધકની આરાધનામાં વિક્ષેપઅતિચારો પેદા કર્યા જ કરે છે.
આ બધા કારણોથી મારો મોક્ષ ન થાય તો હું મરીને કઈ ગતિમાં જઈશ?' આ ચિંતા મનમાં નથી થતીને? ના કરશો ચિંતા. મુનિરાજ, તમે દેવલોકમાં જ જશો. તમારા હૈયે મોક્ષમાર્ગે ચાલવાની તમન્ના છે, જિનવચનાનુસારી સંયમનો પક્ષપાત છે, સમ્યગદર્શનનો દીપક સળગી રહ્યું છે. તો તમે દેવલોકમાં જ જવાના. તે પણ વ્યંતર દેવલોકમાં નહીં, ભવનપતિ-દેવલોકમાં નહીં, જ્યોતિષદેવલોકમાં નહીં, પરન્તુ વૈમાનિક દેવલોકમાં જવાના.
પછી ભલે તમે સૌધર્મ-દેવલોકથી અશ્રુત-દેવલોક સુધીના બાર દેવલોકમાંથી ગમે તે દેવલોકમાં જાઓ! નવ ગ્રેવેયક દેવલોકમાંથી ગમે તે રૈવેયકમાં જાઓ, કે પાંચ અનુત્તર-દેવલોકમાંથી ગમે તે અનુત્તર દેવલોકમાં જાઓ!
દેવલોકમાં તમને દિવ્ય ઋદ્ધિ મળશે. શ્રેષ્ઠ પરિવાર મળશે. તેજસ્વી શરીર મળશે. સમચતુરસ્ત્ર સંસ્થાનવાળો દેહ મળશે. પ્રકૃષ્ટ કોટિનાં ભૌતિક સુખી પ્રાપ્ત થશે..આ બધું મળવા છતાં તમારા હૃદયમાં “વૈરાગ્યનો દીવો સળગતા રહેશે! તમે એ સુખોમાં ડૂબી નહીં જાઓ. દેવતાઈ સુખો ભોગવવા છતાં તમારું હદય અનાસક્ત રહેશે. તમારી આધ્યાત્મિક પ્રગતિ અટકશે નહીં.
૧૬૪, સંપત્તિનો અર્થ ટીકાકારે “ધનાદિ' કર્યો છે; આ અર્થ સાધુજીવનની અપેક્ષાએ ઘટતો નથી. જો કે બીજી પ્રતમાં “સમ્પત’ શબ્દ કારિકામાં જ નથી. એટલ, અહીં આધ્યાત્મિક અર્થ કર્યો છે.
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા ભવે મોક્ષ तत्र सुरलोकसौख्यं चिरमनुभूय स्थितिक्षयात् तस्मात् । पुनरपि मनुष्यलोके गुणवत्सु मनुष्यसंधेषु ।।३०० ।।
जन्म समवाप्य कुलबन्धुविभवरुपवलबुद्धिसम्पन्नः। શ્રદ્ધા-સવિન્દ્ર-જ્ઞાન-સંવર-તપવિત્નમ: નારૂ૦9
पूर्वोक्त भावनाभिर्भावितान्तरात्मा विधूतसंसारः। सेत्स्यति ततः परं वा स्वर्गान्तरितस्त्रिभवभावात् ।।३०२ ।। અર્થ: ત્યાં દીર્ધકાળપર્યત દેવલોકનું સુખ ભોગવીને, આયુષ્યનો ક્ષય થતાં, ફરીથી મનુષ્યલોકમાં ગુણવાન મનુષ્ય-પરિવારમાં જન્મેમ પામીને કુળ, સ્વજન, સંપત્તિ, રૂપ, બળ અને બુદ્ધિથી સંપન્ન બને છે. તથા શ્રદ્ધા, સમ્યકત્વ, જ્ઞાન, સંવર અને તપોબળથી પૂર્ણ હોય છે,
પહેલાં કહેલી બાર ભાવનાઓથી ભાવિત એ અત્તરાત્મા સંસારનો ત્યાગી બને છે. ત્યાર પછી વચ્ચે દેવલોકમાં જઈને, ત્રીજા ભવમાં મનુષ્યના) તે મુક્તિ પ્રાપ્ત કરશે. વિવેવન : મુનિરાજ! તમે હર્ષ પામ...તમારી ત્રીજા ભવે મોક્ષ થશે!
આ જીવન પૂર્ણ થતાં, આયુષ્ય કર્મનો નાશ થતાં તમે દેવલોકમાં જવાના. દેવલોકનાં આયુષ્ય અસંખ્ય વર્ષોનાં હોય છે. અસંખ્ય વર્ષો તમારાં સુખભોગમાં વ્યતીત થવાનાં પરન્તુ દેવ-ગતિનું તમારું આયુષ્ય પૂરું થઈ જશે એટલે પુનઃ તમને મનુષ્ય જન્મ મળવાનો જ. એ તમારો ત્રીજો અને છેલ્લો જન્મ હશે આ સંસારમાં!
૧૬૫. બાર દેવલોકનાં આયુષ્ય : ૧. સૌધર્મઇ ૩ સાગરોપમ ૨. ઈશાન સાધિક ર સાગરોપમ ૩. સનત્o સાગરપમ ૪. મહેન્દ્ર સાધિક ૭ સાગરોપમ પ. બ્રહ્મ૧૦ સાગરોપમ ૬. લાંતક0 ૧૪ સાગરોપમ ૭. મહાશુક૦ ૧૭ સાગરોપમ ૮. સહસ્ત્રાર૦ ૧૮ સાગરોપમ
૯. આનતo ૧૪ સાગરોપમ ૧૦. પ્રાણતo ૨૦ સાગરોપમ ૧૧. આરણ ૨૧ સાગરોપમ ૧૨. અય્યતo ૨૨ સાગરોપમ નવ ગ્રdયકનાં આયુષ્ય ક્રમશઃ ૨૩ સાગરોપમથી ૩૧ સાગરોપમ પાંચ અનુત્તરમાં ૩૩ સાગરોપમ
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા ભવે મોક્ષ
૪૫ તમારો છેલ્લો માનવભવ વિશિષ્ટતાઓથી ભરેલાં હશે. વિશુદ્ધ જાતિવાળા અને ઉચ્ચ કુળમાં તમારી જન્મ થશે. ગૃહસ્થોચિત ઉચ્ચ કોટિના આચારોનું કુલપરંપરાથી જ્યાં પાલન થતું હશે, એવા પરિવારમાં તમારો જન્મ થશે. માણસથી ભર્યા-ભર્યા પરિવારમાં તમારો જન્મ થશે!
કે જેને સંસારનાં શ્રેષ્ઠ સુખ કહેવાય, તે સુખ તમને મળવાના. તમને ઉચ્ચ કુળની ખાનદાની મળવાની. દુનિયાની દૃષ્ટિમાં તમે ગોરવાહ બનવાના. તેથી, લોકોમાં તમે પ્રીતિપાત્ર બનવાના. તમારી ખાનદાની માત્ર સંપત્તિની અપેક્ષાએ નહીં હોય, પરન્તુ તમારામાં રહેલા ઉચ્ચ ગુણોની અપેક્ષાએ હશે છતાં તમને કુલાભિમાન નહીં હોય!
તમને સ્વજનો પણ પ્રેમભર્યા મળવાના. નિઃસ્વાર્થ પ્રેમ હશે તેઓનો. તમારા જ સુખનો વિચાર હશે એ સ્વજનનાં હૈયે. છતાં તમારું હૈયું તો વિરક્ત જ રહેવાનું!
- તમે ગર્ભશ્રીમત્ત બનવાના. શ્રીમત્ત માતાના ઉદરમાં અવતરિત થવાના, જન્મ પછી પણ દોમદોમ સાહ્યબી તમારાં ચરણોમાં આળોટતી હશે.. છતાં એ વિપુલ સંપત્તિ તરફ તમે તો અનાસક્ત જ રહેવાના.
છે તમને એવું દિવ્ય રૂપ મળશે કે દુનિયાની શ્રેષ્ઠ રૂપવતી સ્ત્રીઓ પણ તમારા તરફ મુગ્ધ થઈ જાય. શરીરનો ઘાટ અને શરીરનું સૌન્દર્ય, શરીરની પ્રભા અને શરીરનું ઓજસ..બધું જ અદ્ભુત હશે; છતાં તમે ‘રૂ૫ 'ના અનુરાગી નહીં હો!
જ તમારા પ્રમાણોપેત શરીરમાં જગતને આશ્ચર્ય પમાડી દેનારું બળ હશે. તમે કદાચ એ બળનો ઉપયોગ કરશો તો પણ ‘પરોપકારાય” જ કરવાના. એ બળ પરપીડામાં નહીં જ વપરાય. અદ્વિતીય બળ હોવા છતાં તમને એ બળનું અભિમાન નહીં હોય.
તમારો મતિજ્ઞાનાવરણ-કર્મનો એવો ક્ષયોપશમ હશે કે તમારી બુદ્ધિ પર દુનિયાના ભલભલા બુદ્ધિમાનો પણ ઓવારી જવાના. ગમે તેવા અટપટા પ્રશ્નોનો તમે તત્કાલ ઉકેલ આપી શકવાના. ગહનમાં ગહન તત્ત્વોને સમજતાં તમને વાર નહીં લાગવાની. આવી બુદ્ધિ હોવા છતાં તમને બુદ્ધિનું અભિમાન નહીં હોય.
આ બધું તો દુનિયાની આંખે ઝટ ચઢી જાય એવું મળવાનું! તમને શારીરિક અને માનસિક સુખ આપનારા મળવાના...પરન્તુ, દુનિયા જે જોઈ શકતી નથી
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૬
પ્રશમરતિ અને અંતરાત્મા જેનાથી ઝૂમી ઊઠે છે, તે આધ્યાત્મિક સંપત્તિ પણ તમને પ્રાપ્ત થવાની, આ વર્તમાન જીવનની તમારી આધ્યાત્મિક સાધનાના આત્મામાં પડેલા ઊંડા સંસ્કારો ત્યારે ઉદ્દબુદ્ધ થવાના.
- તમારી પરમાત્મશ્રદ્ધા, પરમાત્મા પ્રત્યેના અવિહડ પ્રેમમાં અભિવ્યક્ત થવાની. પરમાત્માનું સ્મરણ તમને રોમાંચિત કરશે. પરમાત્માની પ્રતિમાનાં દર્શન તમને ગદ્ગદ્ કરી દેશે. પરમાત્માનું પૂજન-સ્પર્શન તમારી આંખોને હર્ષાશ્રુથી છલકાવી દેશે. પરમાત્માનું સ્તવન તમારા મનને ભક્તિ-રસથી ભીંજવી દેશે.
વીતરાગતાને પામવા મહાવ્રતોને જીવનમાં જીવતા જ્ઞાની-ધ્યાની મહાત્માઓનાં ચરણે તમે શ્રદ્ધાવનત રહેવાના. તમે એ ત્યાગી-વિરાગી સાધુજનોના પ્રશંસક અને સેવક બનવાના. તેમનો સંપર્ક અને તેમનું સાંનિધ્ય તમને ખૂબ ગમવાનું.
સર્વજ્ઞભાષિત મોક્ષમાર્ગ ઉપર તમારી અવિહડ શ્રદ્ધા રહેવાની. તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ તમારી શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ બનવાની. આ શ્રદ્ધાના પ્રભાવે તમે નિર્ભય, નિશ્ચિત અને ઉત્સાહથી ભરપૂર બનવાના. કેપ, ખેદ...ઉગ જેવા દો દૂર થવાના.
છે તમારી પાસે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો પ્રકાશ હશે. યથાક્ષયોપશમ તમને જ્ઞાન-પ્રકાશની પ્રાપ્તિ થવાની. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનના સહારે તમે આત્મજ્ઞાની બનવાના.
મુનિરાજ, સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનના ફળરૂપે તમે સમ્યક્ ચારિત્રને પામવાના. તમે પાપાશ્રયોને શોધવા માટે પ્રયત્નશીલ બનવાના. પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવવા, ચાર કષાયોનો મૂળમાંથી નાશ કરવા, પાંચ અવ્રતોનું આકર્ષણ તોડી નાંખવા, મન-વચન-કાયાના અશુભ યોગોથી વિરામ પામવા તમે સતત પુરુષાર્થ કરવાના. ર૫ ક્રિયાઓ ન લાગી જાય તે માટે સાવધાન રહેવાના. આ માટે તમે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરશો. બાવીસ પરીપહોને દઢતાપૂર્વક સહન કરશો. દસ યતિધર્મનું કાળજીપૂર્વક પાલન કરશો. અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવતા રહેશો અને સામાયિક-છંદોપસ્થાપનીય ચારિત્રનું પાલન કરતાં કરતાં “યથાખ્યાત ચારિત્રતરફ આગળ વધશો!
* તમે સમજતા હો છો કે “વિકાફયાWISવિ મrt તઇ હોદૃ નિર' નિકાચિત એવાં પણ કર્મોની, તપશ્ચર્યાથી નિર્જરા થાય છે! એટલે તમે અનશન, ઊણોદરી વગેરે બાહ્ય તપની સાથે સાથે પ્રાયશ્ચિત્ત, વિનય વગેરે આવ્યંતર
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા ભવે મોક્ષ
૪૯૭ તપની પણ આરાધના કરશો તો ધ્યાન અને કાયોત્સર્ગમાં તમારી લીનતા વધતી જશે.
છે તમે આ વર્તમાન શ્રમણાજીવનમાં પ્રતિદિન બાર ભાવનાઓ ભાવીને ચિત્તશુદ્ધિ કરી રહ્યા છો ને? અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, સંસાર, અશુચિ, આસવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિર્લભ અને ધર્મસ્વાખ્યાત...આ બાર ભાવનાઓથી તમારા ચિત્તને તમે વાસિત કર્યું છે ને? આ સંસ્કારો તમારા આત્મામાં ઊંડા પડી ગયેલા છે.દેવલોકમાં અસંખ્ય કાળ વિતાવવા છતાં, એ સંસ્કાર જતા નથી; એટલે તે પછીના મનુષ્ય-જીવનમાં એ સંસ્કારો જાગ્રત થવાના જ. એ સંસ્કારોના બળથી જ તમે ધર્મધ્યાનમાં સ્થિરતા પામવાના! ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશવાના. શુક્લધ્યાનમાં તમે ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી વીતરાગ-સર્વજ્ઞ બનવાના.
સંવરમાં બાર ભાવનાઓનો સમાવેશ થયેલો છે. પાપકર્મોને પ્રતિપળ બાંધવા ટેવાયેલા મનને આ બાર ભાવનાઓથી જ રોકી શકાય છે. બારા ભાવનાઓમાંથી ગમે તે એક ભાવના મનમાં રમતી રહેવી જોઈએ. કોઈ
ત્રપાઠની જેમ બાર ભાવનાનો પાઠ કરવાનો નથી. વિચારોને જ આ ભાવનાઓથી રંગી નાંખવાના છે. આ જીવનમાં જો આ કામ થઈ જાય અને આત્મામાં ઊંડા સંસ્કાર પડી જાય તો ત્રીજા ભવે આત્મા સર્વ કમનો ક્ષય કરી મુક્તાત્મા બની શકે છે.
ભલે, આ ભવમાં આત્મા પૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે, ત્રીજા ભવે તો પૂર્ણતા પ્રાપ્ત થવાની જ. આ વર્તમાન ભવ પહેલો, દેવનો ભવ બીજો અને પછી મનુષ્યભવ ત્રી...એ ત્રીજો મનુષ્યભવ ચરમભવ બનવાનો. કર્મોનાં બંધનો તૂટવાનાં.
માટે, આ વર્તમાન સાધુજીવનમાં૧. સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રથી સંપન્ન રહો. ૨. જિનપ્રવચનોક્ત સમસ્ત ક્રિયાકલાપો કરતા રહો. ૩. તન-મનની શક્તિનો...શક્તિના એક-એક અંશનો સદુપયોગ કરો. ૪. “મારો મોક્ષ થશે કે નહીં,' એવી નિરાશાને ખંખેરી કાઢો. ૫. “મારો મોક્ષ થશે જ,' આવી શ્રદ્ધાને દૃઢ રાખો.
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ यश्चेह जिनवरमते गृहाश्रमी निश्चित: सुविदितार्थः । दर्शन-शील-व्रतभावनाभिरभिरञ्जितमनस्क: ।।३०३ ।।
स्थूलवधानृतचौर्यपरस्त्रीरत्यरतिवर्जितः सततम् । दिग्व्रतमिह देशावकाशिकमनर्थविरतिं च ।।३०४।।
सामायिकं च कृत्वा पौषधमुपभोगपारिमाण्यं च । न्यायागतं च कल्प्यं विधिना पात्रेषु विनियोज्यम् ।।३०५ ।।
चैत्यायतनप्रस्थापनानि कृत्या च शक्तितः प्रयतः । पूजाश्च गन्धमाल्याधिवासधूपप्रदीपाद्याः ।।३०६।। प्रशमरतिनित्यतृषितो जिन-गुरु-साधुजनवन्दनाभिरतः । संलेखनां च काले योगेनाराध्य सुविशुद्धाम् ।।३०७ ।।
प्राप्तः कल्पेष्विन्द्रत्वं वा सामानिकत्वमन्यद्वा | स्थानमुदारं तत्रानुभूय च सुखं तदनुस्त्पम् ।।३०८।।
नरलोकमेत्य सर्वगुणसम्पदं दुर्लभां पुनर्लब्ध्वा । शुद्धः स सिद्धिमेष्यति भवाष्टकाभ्यन्तरे नियमात् ।।३०९।। અર્થ : આ મનુષ્યલોકમાં, જે ગૃહસ્થ જિનમતમાં વિશ્વાસ કરે છે, તન્વાને સારી રીતે જાણે છે અને સમ્યગુ દર્શન, શીલ, વ્રત, ભાવનાઓથી પોતાના મનને વાસિત કરે છે. स्थूल हिंसा, सत्य, योरी, ५२स्त्री, रति-तिना सतत त्या छ.
हित, દેશાવકાશિક વ્રત, અનર્થદંડવિરતિ વ્રત, સામાયિક વ્રત, પાંપધ વ્રત અને ભોગપભોગપરિમાણ કરીને, ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલા અત્રાદિદ્રવ્યને વિધિપૂર્વક સુપાત્રોમાં આપે છે,
શક્તિ અનુસાર પ્રયત્નપૂર્વક ચેત્યાલયની પ્રતિષ્ઠા કરીને, ગંધ-માવા-અધિવાસધૂપ-દીપક વગેરેથી પૂજા કરે છે,
પ્રશમભાવની પ્રીતિમાં સદા તરસ્યો, તીર્થંકર-આચાર્ય-સાધુપુરુષોના વંદનમાં અભિરત, મૃત્યકાળ સુવિશુદ્ધ સંલેખના ધ્યાનથી આરાધે છે,
(ત ગૃહસ્થ) સાંધર્માદિ દેવલોકમાં ઇન્દ્રપદ, સામાનિક દેવ -પદ કે બીજુ કોઈ વિશિષ્ટ દેવત્વ પામે છે. ત્યાં તે સ્થાનને અનુરૂપ સુખ ભોગવીને.
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ
૪૯ મનુષ્ય લોકમાં જન્મીને, ફરીથી દુર્લભ એવી સર્વગુણોની સંપત્તિ પામીન, શુદ્ધ થયેલો તે આત્મા મોક્ષમાં જાય છે. આઠ ભવોમાં તો તે અવશ્ય સિદ્ધિ પામશે.
વિવેન: જે મનુષ્ય ઘરવાસ ત્યજીને અણગાર નથી બની શકતો, મહાવ્રતોનું પાલન કરવા શક્તિમાન નથી હોતો, તે મનુષ્ય પણ મોક્ષમાર્ગનો યાત્રિક બની શકે છે, સદ્ગતિ પ્રાપ્ત કરી શકે છે અને પરંપરાએ.. શ્રમણજીવન જીવવાનું સામર્થ્ય મેળવીને...વધુમાં વધુ આઠ જન્મ આ સંસારમાં લઈને મોક્ષમાં જાય છે. ગૃહસ્થોચિત મોક્ષમાર્ગની આરાધનાનું સ્પષ્ટ માર્ગદર્શન ગ્રન્થકારે અહીં આપ્યું છે. | સર્વપ્રથમ સર્વજ્ઞ-વીતરાગનાં વચનોમાં દઢ શ્રદ્ધાવાનું બનવું પડે. જિનવચનમાંજિનપ્રવચનમાં શ્રદ્ધા ત્યારે જન્મે કે જ્યારે એ ગૃહસ્થ જિનવચનોને જાણે. જિનવચનોને જાણ્યા વિના, એ વચનોનો સ્વીકાર ન થઈ શકે. “સ્તવ સંસારરવું પ્રર્વવન' સંસારસાગરથી પાર ઉતારનારું આ જ જિનવચન છે -આવો નિર્ણય એણે કરવાનો હોય છે. બહુ સારી રીતે જિનવચનોને જાણવાનાં છે. એટલે ગ્રન્થકારે સુવિદ્રિતાર્થ :' શબ્દનો પ્રયોગ કર્યો છે. જાણીને એના પર દઢ શ્રદ્ધા સ્થાપિત કરવાની છે, એટલે “
જિત' શબ્દ પ્રયોજ્યો છે. જિનવચનોને, સર્વજ્ઞભાષિત મોક્ષમાર્ગને જાણવા-સમજવા માટે એ સદ્દગૃહસ્થ મહાનું મૃતધર જ્ઞાની પુરુષોનાં ચરણોમાં બેસી વિનયપૂર્વક અધ્યયન કરવું જોઈએ. પોતાની જેટલી બુદ્ધિ હોય, એ અનુસાર અધ્યયનના ઊંડાણમાં જવું જોઈએ. યથાર્થરૂપે પદાર્થોનો નિર્ણય કરવાની અભિરુચિ. જિનવચનોના શ્રવણવાંચનમાં મનુષ્યને પ્રેરિત કરતી રહે છે. એ અભિરુચિથી જ જિનવચન-નિષ્ઠા ઉત્પન્ન થાય છે.
આસ્તિકતાનો શુભ ભાવ આત્મામાં પ્રગટ્યા પછી એ આત્મામાં બીજા ચાર શુભ ભાવો ઓછાવત્તા પ્રમાણમાં પ્રગટ્યા વિના ન રહે. ૧. દુ:ખી જીવોનાં દુઃખ દૂર કરવાની ઇચ્છા જાગે, ૨. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ ઘટે, ૩, સંસારનાં બંધનોનો ભય અને મોક્ષ તરફ પ્રીતિ જાગે, ૪, રાગ-દ્વેષની તીવ્રતા ઘટે. મિથ્યા માન્યતાઓના કદાગ્રહ ઉપશાન્ત થાય, અલબત્ત, આ સમ્યગુદર્શનનો નિર્મળ ભાવ ત્યારે પ્રગટે કે જ્યારે આયુષ્ય કર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ ‘અન્તઃ કોડાકોડી સાગરોપમ' થાય.
સંસારનું પરિભ્રમણ (જન્મ-મૃત્યુ) “અર્ધ પુદ્ગલ-પરાવર્ત'ની અંદર શેષ રહ્યું હોય.
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ00.
પ્રશમરતિ આત્મામાં સમ્યગ્દર્શનનો ગુણ પ્રગટ થયા પછી, એ સદ્ગૃહસ્થ યથાશક્તિ, હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરવાની ઇચ્છા કરે છે. એ ગૃહસ્થોચિત વ્રત અને નિયમો (શીલ) ને જાણે છે, સમજે છે. અનિત્યાદિ બાર ભાવનાઓના ચિંતનથી એનામાં વ્રતનિયમ ગ્રહણ કરવાનું બળ પ્રગટે છે. એનો મનોભાવ દઢ બને છે.
જ હિંસા આદિ પાંચ પાપોમાં ઐહિક આપત્તિ અને પારલૌકિક અનિષ્ટનું દર્શન કરે છે. » ‘હિંસા આદિ દોષોમાં દુઃખ જ છે,' એમ વારંવાર ભાવના ભાવે છે.
પ્રાણીમાત્રમાં, મૈત્રીભાવના, ગુણાધિક મનુષ્યોમાં પ્રમોદભાવ, દુઃખી થતા જીવોમાં કરુણા-ભાવના અને અવિનીત-કુપાત્રોમાં માધ્યમથ્યવૃત્તિ કેળવે છે.
આ જગતના સ્વભાવનું અને શરીરના સ્વભાવનું ચિંતન કરી, સંવેગ અને વૈરાગ્યને પુષ્ટ કરે છે.
ગૃહસ્થોચિત બાર વ્રત :
૧. સ્થૂલ પ્રાણાતિપાતથી વિરતિ : “પ્રાણાતિપાત' એટલે હિંસા. "પ્રમાદથી થતા પ્રાણવધને હિંસા કહેવામાં આવી છે. ગૃહસ્ય-જીવનમાં સૂક્ષ્મ જીવો (પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો)ની હિંસા વર્જવી શક્ય ન હોવાથી, સ્કૂલ (બંઇન્દ્રિયાદિ જીવો) જીવોની હિંસા વર્જવાનું આ પહેલું વ્રત છે. અથવા સ્થૂલનો તાત્પર્યાર્થ “સંકલ્પ હિંસા છે. “આ જીવોને મારું' આવો સંકલ્પ તે સ્થલ પ્રાણાતિપાત કહેવાય. આ સંકલ્પપૂર્વક હિંસા નહીં કરવાનું, આ પહેલું વ્રત છે.
સ્થૂલ પ્રાણનાશની વૃત્તિ અને પ્રવૃત્તિ ઓછી થતાં વ્યક્તિગત જીવનમાં અને સામુદાયિક જીવનમાં શાન્તિ અને સુખ પ્રવર્તે છે. એમ કરતાં પ્રમત્તયોગરૂપ સુક્ષ્મ હિંસાનો પણ ત્યાગ સહજ બને છે.
સ્થલ હિંસાના ત્યાગનું વ્રત લીધા પછી, નીચેની પાંચ સાવધાની રાખવી જ જોઈએ.
१६६. हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ।। - तत्त्वार्थे० ७/१ १६७. हिंसादिष्विहामुत्र चापयावद्यदर्शनम्। दुःखमेव वा । मैत्रीप्रमोदकारूण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु । जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम ।।
- તવાર્થે 9૪-૭ ૧૬૮. પ્રાયો IJતુ પ્રાધ્યાપકોઇ ફિરસ// - તસ્વાર્થેo 9૮
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૧
ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ * કોઈ પણ જીવને તેના ઇષ્ટ સ્થળમાં જતાં અટકાવવો કે બાંધી રાખવો નહીં. પરોણાથી કે ચાબૂકથી ફટકા મારવા નહીં. કાન, નાક, ચામડી વગેરે અવયવો ભેદવા કે છંદવા નહીં. પશુ ઉપર કે મનુષ્ય ઉપર, તેના ગજા બહારનો ભાર લાદવો નહીં. છે કોઈના ખાનપાનમાં અંતરાય કરવો નહીં. ગૃહસ્થ-જીવનની કોઈ ફરજથી કદાચ આનું પાલન ન થઈ શકે, તો પણ હૃદયની કોમળતા ઘવાય નહીં અને સામેના જીવનું મોત ન થઈ જાય, એટલી કાળજી તો રાખવી જોઈએ.
૨. સ્થૂલ મૃષાવાદ (અમૃત) થી વિરતિઃ મૃષાવાદ એટલે અસત્ય "પ્રમાદથી ઇરાદાપૂર્વક અસત્ કથન કરવું, તેનું નામ અસત્ય. જે વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય તેનો નિષેધ કરવો અથવા જે વસ્તુ જે રૂપે હોય તે કરતાં જુદા રૂપમાં કહેવી-તેનું નામ અસત્ કથન, વાત સત્ય હોવા છતાં પરને પીડા કરે તેવી હોય, તેને પણ અસદુ કથન કહેવામાં આવ્યું છે. સ્થૂલ મૃષાવાદનો અર્થ છે – ઇરાદાપૂર્વક (દુષ્ટ) અસત્ કથન કરવું. તેના ત્યાગરૂપ આ બીજું વ્રત છે. સ્થૂલ અસત્યના ત્યાગનું વ્રત લેનાર ગૃહસ્થ નીચેની પાંચ સાવધાની રાખવી જોઈએ. સાચું-ખોટું સમજાવીને કોઈને આડે રસ્તે દોરવા નહીં.
રાગ-દ્વેષથી પ્રેરાઈને, પતિ-પત્ની, ભાઈ-ભાઈ, પિતા-પુત્ર વગેરેને છૂટાં પાડવાં નહીં. એમની સાચી પણ ગુપ્ત વાતો પ્રગટ કરવી નહીં. ખોટા આરોપ મૂકવા નહીં.
ખોટી મહોર છાપીને, ખોટા હસ્તાક્ષર કરીને...ખોટા દસ્તાવેજ કરવા નહીં. બનાવટી નોટો છાપવી નહીં. બનાવટી સિક્કા ચલાવવા નહીં.
કોઈએ મૂક્કી થાપણને પચાવી પાડવી નહીં, થોડી પણ થાપણ ઓળવવી નહીં.
અંદરોઅંદર પ્રીતિ તૂટે તે આશયથી એક-બીજાની ચાડી ખાવી નહીં. કોઈની વાત પ્રગટ કરીને હલકા પાડવા નહીં. ૩. સ્થૂલ અદત્તાદાનથી વિરતિ : અદત્તાદાન એટલે ચોરી.
અદત્તાદાનને “સ્તેય' પણ કહેવામાં આવે છે. અણદીધું લેવું તેનું નામ ચોરી. જે વસ્તુ ઉપર કોઈ બીજાની માલિકી હોય તે વસ્તુ ભલે તણખલા જેવી
૧૨. ઉમિયાનનૃતI - તા. ૭/૨ १७०. अदत्तादानं स्तेयम् । - तत्त्वार्थे ७१०
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૨
પ્રશમરતિ તુચ્છ હોય તેના માલિકની રજા વિના, ચોરી કરવાના આશયથી લેવી તેને ચોરી કહેવાય. સ્થલ ચોરીનો અર્થ આ છે : દુનિયામાં (સમાજ, રાજ્ય) જેને ચોરી કહેવાતી હોય તેવી ચોરી કરવી. આવી ચોરીના ત્યાગરૂપ આ ત્રીજું વ્રત છે. આ વ્રત લેનાર ગૃહસ્થ, ગમે તેવી સારી વસ્તુ કે જે પરાઈ હોય તેના તરફ લલચાઈ જવું ન જોઈએ. બીજાની વસ્તુ લેવાનો વિચાર પણ ન કરવો જોઈએ. સ્થલ ચોરીના ત્યાગરૂપ ત્રીજું વ્રત લેનારે પાંચ સાવધાની રાખવાની છે :
કોઈને ચોરી કરવા માટે જાતે પ્રેરણા ન કરવી. બીજા દ્વારા પ્રેરણા કરાવવી નહીં કે ચોરીના કામમાં સંમત થવું નહીં.
ચોરીનો માલ લેવો નહીં, રાખવો નહીં. છે દેશના આયાત-નિકાસના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં, દાણચોરી કરવી નહીં.
ખોટાં માપ, કાટલાં કે ત્રાજવાં વગેરેથી વસ્તુની લેવડ-દેવડ કરવી નહીં.
અસલ વસ્તુની નકલ કરીને ચલાવવી નહીં. (જેમ સ્વદેશી કાપડ પર વિદેશી માર્કો છાપીને ચલાવવું.. વગેરે).
૪. સ્થૂલ મૈથુનથી વિરતિ : સ્થૂલ મૈથુન એટલે પરસ્ત્રીગમન."ગૃહસ્ય પરસ્ત્રીના ત્યાગરૂપ આ ચોથું વ્રત લેવાનું છે. સ્ત્રી-પુરુષની રતિક્રિયામાં “મૈથુન' શબ્દનો રૂઢ પ્રયોગ થયેલો છે. મૈથુનનો સર્વથા મિન-વચન-કાયાથી ત્યાગ, તે મહાવ્રત છે. આંશિક ભાગ તે વ્રત છે. ગૃહસ્થ સ્વસ્ત્રી સાથે મૈથુન સેવે, પરંતુ પરસ્ત્રી સાથે મૈથુન ન સેવે, આનું નામ સ્થૂલ મૈથુનથી વિરતિ. (સ્ત્રીના માટે, પરપુરુષ સાથેના મૈથુનના ત્યાગરૂપ વ્રત સમજવાનું છે.)
આ વ્રતના ધારક ગૃહસ્થ નીચેની પાંચ સાવધાની રાખવાની છે.
આ કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહસંબંધથી બીજાની સંતતિના વિવાહ ન કરવા.
જ કોઈ બીજાએ અલ્પકાળ માટે (પૈસા આપીને) રાખેલી વેશ્યા વગેરે સ્ત્રીનો તે કાળમાં ઉપભોગ ન કરવો.
* વેશ્યા, વિરહિણી સ્ત્રી, અનાથ સ્ત્રી વગેરે કે જે કોઈ પુરુષના કબજામાં ન હોય, તેનો પણ ઉપભોગ ન કરવો.
આ સૃષ્ટિવિરુદ્ધ રતિક્રિયા ન કરવી. ૧૭૧, પરવાનિવૃતિવ્રતા નુ પરંપરિકૃતિર-ત્રીપરિફR: |
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ
પ08 વારંવાર કામેચ્છાનું ઉદ્દીપન ન કરવું. (કામેચ્છાનું ઉદ્દીપન વારંવાર થાય એવું ખાવું-પીવું ન જોઈએ, એવું વાંચવું ન જોઈએ, એવાં દૃશ્યો ન જોવાં જોઈએ, એવા સંપર્ક ન રાખવા જોઈએ.)
સ્વ-સ્ત્રી (પત્ની) સિવાયની સ્ત્રીઓ સાથે આ વ્રતના ધારકે હસવાનું, ફરવાનું કે સ્પર્શવાનું ત્યજવું જ જોઈએ. એ જ રીતે સ્વ-પુરુષ (પતિ) સિવાયના પુરુષો સાથે, આ વ્રતની ધારક સ્ત્રીએ હસવાનું, ફરવાનું કે શરીરસ્પર્શ કરવાનું ત્યજવું જ જોઈએ.
૫. સ્થૂલ પરિગ્રહથી વિરતિ : ગ્રન્થકારે પરિગ્રહનો અર્થ “મૂચ્છ' કરેલો છે. આ અર્થ તેઓએ “તત્ત્વાર્થાધિગમ' ગ્રન્થમાં કરેલો છે. પ્રસ્તુત ગ્રન્થમાં તેઓએ રતિ-અરતિ’ અર્થ કરેલો છે. રતિ એટલે ખુશી, અરતિ એટલે નાખુશી. જે મનુષ્યને ધન-ધાન્ય, સોનું-રૂપું..ઝવેરાત. .ઘર...દુકાન-જમીન વગેરે સ્થાવરજંગમ સંપત્તિમાં મૂર્છા હોય છે, આસક્તિ હોય છે, તેને ક્ષણેક્ષણે રતિ-અરતિ થવાની છે. માટે પરિગ્રહના પરિણામરૂપ વિરતિનું આ પાંચમું વ્રત છે. પરિગ્રહમાં રતિ-અરતિ ઘટવી જોઈએ.
આ વ્રત ધારણ કરનારે નીચેની સાવધાની રાખવી જોઈએ.
છે જે જમીન ખેતીવાડીને યોગ્ય હોય તે ક્ષેત્ર' કહેવાય અને રહેવાલાયક જમીનને વાસ્તુ' કહેવાય. આ બંનેનું પ્રમાણ નક્કી કર્યા પછી, લોભવશ બનીને, તે મર્યાદાનું અતિક્રમણ ન કરવું જોઈએ.
ઘડાયેલા કે નહીં ઘડાયેલા સોના-ચાંદીના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન ન કરવું.
પશુધનનું નક્કી કરેલું પ્રમાણ અને ઘઉં-બાજરી વગેરે ધાન્યનું નક્કી કરેલું પ્રમાણ ઉલ્લંઘવું ન જોઈએ.
નોકર-ચાકર વગેરેની નક્કી કરેલી સંખ્યાનો અતિક્રમ ન કરવો જોઈએ. * વાસણો અને વસ્ત્રોના નકકી કરેલા પ્રમાણનું અતિક્રમણ ન કરવું જોઈએ.
આ પાંચ અણુવ્રતો કહેવાય. આને “મૂળ ગુણ' પણ કહેવાય છે. ત્રણ. ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોને “ઉત્તર ગુણ' કહેવાય છે. ગ્રન્થકારે આ ઉત્તર ગુને “શીલ” કહેલ છે.
૬. દિગુવિરતિ વ્રત: પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ અને ઊર્ધ્વ-અધ દિશાઓમાં જવાનું પરિમાણ કરવું, તે પરિમાણથી બહાર ન જવારૂપ આ વ્રત છે. અહીં સુધી જઈશ, એનાથી આગળ નહીં જાઉં.” આ રીત વ્રત લેવાય છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની છે.
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૪
પ્રશમરતિ આ વૃક્ષ, પહાડ વગેરે ઉપર ચડવામાં કે પ્લેનમાં મુસાફરી કરવામાં ઊંચાઈનું પ્રમાણ નક્કી કર્યા પછી, લોભાદિથી મર્યાદા તોડવી ના જોઈએ.
એ નીચે ભોંયરામાં...કૂવા વગેરેમાં ઊતરવાનું પ્રમાણ નક્કી કર્યા પછી મર્યાદા ન તોડવી.
* તીરછા જવાનું મોટરથી, રેલવેથી કે પગે ચાલીને પ્રમાણ, માઈલ, કિલોમીટર વગેરે] નક્કી કર્યા પછી અતિક્રમણ ન કરવું જોઈએ.
જુદી જુદી દિશાઓનું જુદું જુદું પ્રમાણ સ્વીકાર્યા પછી, ઓછા પ્રમાણવાળી દિશામાં ખાસ પ્રયોજન ઊભું થાય ત્યારે, બીજી દિશામાં સ્વીકારેલા પ્રમાણમાંથી અમુક ભાગ ઘટાડી, ઇષ્ટ દિશામાં વધારો કરવો ન જોઈએ.
* પ્રમાદથી કે મોહથી લીધેલા વ્રતનું સ્વરૂપ અને મર્યાદા ભૂલી ન જવાય, તેની કાળજી રાખવી જોઈએ.
૭. દેશાવકાશિક વ્રત : હંમેશ માટે દિશાઓમાં જવાની મર્યાદા નિશ્ચિત કરેલી હોય, છતાં એ મર્યાદામાં રહીને, વખતે વખતે પ્રયોજન પ્રમાણે ક્ષેત્રનું પરિણામ નક્કી કરવું અને તેની બહારનાં પાપકાર્યોથી નિવૃત્તિ લેવી તેનું નામ દેશાવકાશિક વ્રત. આ વ્રતના ધારકે નીચેની સાવધાની રાખવી જોઈએ.
જેટલા પ્રદેશનો નિયમ કર્યો હોય, તેની બહાર રહેલી વસ્તુની જરૂર પડે ત્યારે પોતે તો ન જવું, પરન્તુ સંદેશા આદિ દ્વારા બીજા પાસે પણ તે વસ્તુ ન મંગાવવી.
નોકર આદિને હુકમ કરીને ત્યાં બેઠાં-બેઠાં પણ કામ ન કરાવી લેવું જોઈએ.
નિશ્ચિત કરેલી મર્યાદા બહાર રહેલા કોઈને બોલાવીને કામ કરાવવા ખાંસી વગેરેના શબ્દોચ્ચાર ન કરવા જોઈએ. આ શબ્દ તો નહીં, ઇશારાથી જુદી જુદી શરીરની આકૃતિ પણ ન બોલાવાય.
કાંકરા વગેરે ફેંકીને પણ પોતાની પાસે આવવાની સુચના ન અપાય. ૮. અનર્થદંડવિરતિ વ્રત : પ્રયોજનનો અભાવ તે અનર્થ. પ્રયોજન વિના પોતાનો આત્મા દંડાય, તે અનર્થદંડ કહેવાય. પોતાના ભાગરૂપે પ્રયોજનથી જે પાપ-વ્યાપાર થાય તે સિવાયનાં બધાં પાપ-વ્યાપાર અનર્થદંડ કહેવાય. તેની નિવૃત્તિ લેવી, તે આઠમું વ્રત છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની છે.
અસભ્ય ભાષણ ન કરવું, પરિહાસ મિશકરી ન કરવો.
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ
* ભાંડ જેવી શારીરિક કુચેષ્ટાઓ ન કરવી.
* નિર્લજ્જપણે અસંબદ્ધ બોલવું નહીં.
* શસ્ત્ર, અગ્નિ વગેરે પાપસાધનો બીજાને આપવાં નહીં.
* આવશ્યકતા કરતાં વધારે કપડાં, ઘરેણાં, તેલ, ચંદનાદિ રાખવાં નહીં. ૯. સામાયિક વ્રત : અમુક સમય સુધી [બે ઘડી=૪૮ મિનિટ)પાપ-પ્રવૃત્તિનો ત્યાગ કરી પ્રતિજ્ઞાપૂર્વક [રેમિ ભંતે! સૂત્ર દ્વારા, ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવું, તેને સામાયિક વ્રત કહેવાય. આ વ્રત મોટા ભાગે ચૈત્યાયતનમાં કે સાધુ પાસે કરવાનું હોય છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની હોય છે : * હાથ, પગ વગેરે અંગોનું નકામું હલન-ચલન ન કરવું. * અર્થહીન, સંસ્કારહીન હાનિકારક ભાષા ન બોલવી.
* ક્રોધાદિ વિકારોને વશ થઈ ખોટા વિચારો ન કરવા.
૫૦૫
* કંટાળવું નહીં, જેમ તેમ પ્રવૃત્તિ ન કરવી.
* એકાગ્રતા રાખવી, ચિત્તને સ્થિર રાખવું. ‘હું સામાયિકમાં છું.' તે યાદ રાખવું.
૧૦. પૌષધ વ્રત : આઠમ-ચૌદસ-પૂનમ વગેરે પર્વતિથિના દિવસોમાં, પ્રતિજ્ઞાપૂર્વક ચાર પ્રહરનો કે આઠ પ્રહરનો પૌષધ કરવો અર્થાત્ આહારનો ત્યાગ કરવો, શરીરની વિભૂષાનાં ત્યાગ કરવો, વ્યાપારનો ત્યાગ કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું-આ ચાર પ્રકારનું પૌષધવ્રત હોય છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની છે :
* કોઈ જંતુ છે કે નહીં, એ આંખથી જોઈને કે કોમળ ઉપકરણથી [ચરવાળાથી પ્રમાર્જન કરીને, મળ-મૂત્ર...શ્લેષ્મ વગેરે ત્યાગવાં જોઈએ.
* જોઈને, પ્રમાર્જીને લાકડી, બાજઠ વગેરે મૂકવાં-લેવાં.
* જોઈને, પ્રમાર્જીને આસન પાથરવું કે સંથારો પાથરવો. ♦ ઉત્સાહથી યોગ્ય પ્રવૃત્તિ કરવી.
For Private And Personal Use Only
* ‘હું પૌષધમાં છું, ૪, કે ૮ પ્રહરો મારે પૌષધ છે...' વગેરે યાદ રાખવું. ૧૧. ઉપભોગ-પરિભોગ-પરિણામ વ્રત : પુષ્પ, ધૂપ, સ્નાન, વિલેપન વગેરે ઉપોગ કહેવાય. વસ્ત્ર, શયન વગેરે પરિભોગ કહેવાય. ભોજનની અપેક્ષાએ અશન-પાન-ખાદ્ય-સ્વાઘરૂપ ઉપભોગ છે, તાત્પર્ય એ છે કે જેમાં ઘણાં- જ પાપનો સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણ વગેરેનો ત્યાગ
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૬
પ્રશમરતિ કરી, ઓછા પાપવાળી વસ્તુઓના ભોગ માટે પરિમાણ નક્કી કરવું તે આ ૧૧ મું વ્રત છે. આ વ્રતના ધારકે નીચેની સાવધાનીઓ રાખવાની છે :
* કોઈ પણ જાતની વનસ્પતિ વગેરે સચેતન પદાર્થનો આહાર ન કરવો.
ક ઠળિયા, ગોટલી આદિ અચેતન પદાર્થથી યુક્ત ફળોનો આહાર ન કરવો.
તલ, ખસખસ વગેરે સચિત્ત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનો આહાર ન કરવો. તેમ જ કીડી, કુંથુઆથી મિશ્રિત વસ્તુનું ભોજન ન કરવું. આ દારૂ વગેરે માદક દ્રવ્યોનું સેવન ન કરવું.
અધકચરું રાંધેલું, બરાબર નહીં રાંધેલું ભોજન ન કરવું. ૧૨. અતિથિ-સંવિભાગ દ્વત: ન્યાયથી પેદા કરેલું અને સાધુ-સાધ્વીને ખપે તેવી ખાનપાનાદિ યોગ્ય વસ્તુઓનું, ઉભય પક્ષને લાભ થાય એવી રીતે, શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રમાં આપવું-તેનું નામ અતિથિ સંવિભાગ વ્રત, આ વ્રત૧. પૌષધવ્રતના પારણાના દિવસે કરાય. ૨. સાધુ-સાધ્વીના નિમિત્તે બનેલું ભોજન ન જોઈએ. ૩. ઘરે આવેલા સાધુઓને આદરપૂર્વક ભોજનાદિ આપવાનાં. ૪. સાધુને જે ન આપ્યું હોય તે દ્રવ્ય પોતે ન ખાય, આ વ્રતના ધારકે નીચેની સાવધાની રાખવાની છે :
ક ખાનપાનનાં દ્રવ્યો સાધુને ન આપવાં પડે એવી બુદ્ધિથી એ દ્રવ્યોને સચિત્ત વસ્તુની ઉપર કે અડાડીને મૂકશો નહીં.
ક આપવાનાં દ્રવ્યો ઉપર સચિત્ત વસ્તુ મૂકીને ઢાંકશો નહીં. કે “આ વસ્તુ મારી નથી, પારકાની છે,' એવું અસત્ય બોલશો નહીં. અનાદરથી દાન ન દેશો. બીજાની ઈર્ષાથી પ્રેરાઈને દાન ન દેશો.
સાધુ આવશે તો મારે આપવું પડશે.” એવી ભાવનાથી પ્રેરાઈને, ભિક્ષાના સમય પૂર્વે ખાઈ-પી લેશો નહીં.
આ રીતે શુભ ભાવનાઓમાં રમતો સહસ્થ બાર વ્રતોનું સુંદર પાલન કરે અને પોતાની આર્થિક-શક્તિ મુજબ જિનમંદિરમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરે. સ્વજન-પરિવારની સાથે, ગીત-વાજિંત્રોના નાદ સાથે.. નૃત્યકારોનાં નૃત્ય સાથે. હૃદયના ઊછળતા ઉમંગ સાથે તે પ્રતિષ્ઠા કરે. આ પ્રસંગે, જિનશાસનની
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ
૫૦૭
જે જે માર્ગોએ પ્રભાવના થઈ શકે એમ હોય તે તે માર્ગે દાન આપે, અર્થાત્ સામાન્ય જનસમૂહ જિનશાસનનો પ્રશંસક બને એવા ઉપાયો કરે. તે માટે તે દેશ અને કાળનો પુખ્ત વિચાર કરે. ગુણોથી અને વ્રતોથી જનસમાજમાં પ્રિય અને આદરણીય બનેલાં પ્રશાન્તાત્મા જ જિનશાસનની મહાન પ્રભાવના કરી શકે છે.
* પ્રતિષ્ઠા કરીને તે સત્પુરુષ તીર્થંકર પરમાત્માની પ્રતિમાની ભાવપૂર્વક પૂજા કરે. જિનમંદિરને વિશિષ્ટ સુગંધી દ્રવ્યોથી સુરભિત કરી દે. તે પછી તાજાં સુગંધી પુષ્પોની માળા જિનપ્રતિમાના કંઠે પહેરાવે. મૂલ્યવાન સુંદર વસ્ત્રો ચઢાવે, ઉત્તમ સુગંધી ધૂપથી પૂજા કરે...રોમાંચિત શરીરે પ્રભુની દીપકપૂજા કરે. ભાવપૂર્ણ ઉદયથી પરમાત્માની સ્તવના કરે.
* ‘ક્યારે હું સાધુતા પામીશ? ક્યારે હું કષાય-શત્રુ પર વિજય મેળવીશ? ક્યારે હું જ્ઞાન-ધ્યાનમાં લીન બનીશ? ક્યારે હું પ્રશમ-રસમાં ૨મણતા કરીશ?' આવા અભિલાષ તેના ધૈર્ય હંમેશ ઊછળતા હોય.
* સદૈવ એ મહાપુરુષ, તીર્થંકર ભગવંતના સ્મરણમાં-દર્શનમાં-વંદનમાં અભિરત હોય. ત્રિકાળ જિનપૂજા કરતો હોય.
* સદૈવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનાં દર્શન-વંદનમાં અને સેવાભક્તિમાં તત્પર હોય. હૃદયમાં પ્રીતિ, આદર...બહુમાન ભરેલાં હોય.
* જ્યારે અને સમજાય કે ‘હવે મારું આયુષ્ય થોડું જ બાકી છે, મૃત્યુ નિકટ છે,' ત્યારે તે‘મારણાન્તિક સંલેખના' કરે છે.
કષાયો પર વિજય મેળવવા માટે, કષાયોને પાતળા કરી દેવા ‘સંલેખનાવ્રત' લેવામાં આવે છે. આ સંલેખના-વ્રત વર્તમાન શરીરનો અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી તે ‘મારણાંતિક સંલેખના' કહેવાય છે. સંલેખના-વ્રતમાં પ્રાણોનો નાશ થાય છે. પરંતુ તે રાગ, દ્વેષ કે મોહથી નથી થતો, માટે તેને ‘આપઘાત’ ન કહેવાય. આ વ્રતનો જન્મ થાય છે નિર્મોહી અને વીતરાગ બનવાની ભાવનામાંથી! આ વ્રત ત્યારે જ લેવામાં આવે છે કે જ્યારે નિશ્ચિતરૂપે મૃત્યુ નજીક દેખાય અને કોઈ પણ દુર્ધ્યાન થવાની શક્યતા ન હોય. આ વ્રત સ્વીકારનાર પુરુષે નીચેની સાવધાનીઓ રાખવાની હોય છે :
* આ વ્રત સ્વીકારનારને લોકો પુજે છે, સત્કારે છે, પ્રશંસે છે, તે જોઈને લલચાઈ જવાનું નથી અને ‘હું વધુ જીવું તો સારું' એવી ઇચ્છા નથી કરવાની. १७२. मारणान्तिकी संलेखना जोषिता । - तत्त्वार्थे० ७/१७
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮,
પ્રશમરતિ આ વ્રત લીધા પછી, કોઈ સેવા કરનાર ન હોય, કોઈ આદર આપનાર ન હોય, તેથી કંટાળી ન જશો અને “જલદી મોત આવે તો સારું એવી ઇચ્છા ન કરશો.
આ વ્રત લીધા પછી, મિત્રો ઉપર કે પુત્રાદિ ઉપર સ્નેહ નથી રાખવાનો. જીવનમાં અનુભવેલાં વૈષયિક સુખોને યાદ ન કરશો. તપ-ત્યાગનો બદલો કોઈ પણ ભોગસુખરૂપે ભાગવાની ભૂલ ના કરશો. આટલી સાવધાનીઓ રાખીને, ધર્મધ્યાનમાં તે રમતો રહે છે. આ રીતે પરમ વિશુદ્ધ સંલેખન-વ્રતનું એ પાલન કરે છે. પાલન કરતાં કરતાં સમાધિમૃત્યુને ભેટે છે!
તેનો જન્મ દેવલોકમાં થાય છે. વૈમાનિક (૧ થી ૧૨) દેવલોકમાં ઇન્દુત્વ પ્રાપ્ત કરે અથવા ઇન્દ્રસમાન સંપત્તિ-વૈભવવાળો “સામાનિક' દેવ થાય. ઇન્દ્ર કે સામાનિક દેવ ન થાય તો પણ તે વિશિષ્ટ કૃદ્ધિ, ધૃતિ અને પ્રભાવવાળો વૈિમાનિક દેવ તો થાય જ.
પ્રશ્ન : મનુષ્ય-જીવનમાં ઉચ્ચ કોટિનું ધાર્મિક દેશ-વિરતિ જીવન જીવીને દેવલોકમાં એ જીવાત્મા અવિરતિપણું કેમ પામે છે? એને બીજો જન્મ તો ક્રમિક ધાર્મિક-આધ્યાત્મિક વિકાસ થાય, તેવો મળવો જોઈએ ને?
ઉત્તર : સમ્યગદષ્ટિ જીવાત્મા અને દેશવિરતિ જીવાત્મા દેવગતિનું જ આયુષ્ય કર્મ બાંધતા હોય છે. જે ગતિનું આયુષ્ય કર્મ બાંધ્યું હોય, તે ગતિમાં જવું જ પડે છે. દેવ ગતિમાં જીવાત્મા વ્રત-નિયમોનું પાલન નથી કરી શકતો, પરંતુ પરમાત્માનું સ્મરણ દર્શન-પૂજન સ્તવન...આદિ કરી શકે છે. વળી, ત્યાં ઇન્દ્રો તો સમકિતદષ્ટિ જ હોય છે. અહીંના માનવ-જીવનમાં જે આત્માઓ બાહ્ય-આન્તર ઉચ્ચ કોટિની ધર્મ-આરાધના કરીને દેવલોકમાં જાય છે, તેઓ બધા જ પ્રાય: ત્યાં સમકિતષ્ટિ હોય છે. એટલે દેવલોકનાં દિવ્ય સુખો અસંખ્ય વર્ષો સુધી ભોગવે છતાં તેમાં ડૂબી નથી જતા, મનુધ્યક્ષેત્રમાં જ્યાં જ્યાં વિચરતા તીર્થકરો હોય ત્યાં અવાર-ન્નવાર જતા હોય છે અને ધર્મોપદેશ સાંભળતા હોય છે. “નંદીશ્વર' દ્વીપ જેવાં શાશ્વતું તીર્થોની યાત્રા કરવા માટે પણ જતા હોય છે. તીર્થકરોનાં જન્મ-દીક્ષા-કેવળ-નિર્વાણ કલ્યાણકોની ઉજવણી કરવા જતા હોય છે. જ્યારે જ્યારે છદ્મસ્થ જીવોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે કેવળજ્ઞાનના મ. ત્સિવ ઊજવવા જતા હોય છે. મનુષ્ય જીવનમાં પાળેલો વ્રત-નિયમો નિષ્ફળ જતાં નથી, સંસ્કારરૂપે એ
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિનું ફળ
પ૦૯ બધી સાધના આત્મામાં સુરક્ષિત રહે છે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં તેના પુનર્જન્મ મનુષ્યરૂપે થાય છે. ક આર્ય ક્ષેત્રમાં ઉચ્ચ જાતિ-કુળમાં જન્મે છે. પ્રેમાળ-ઉદાર સ્વજનો મળે છે. રૂ૫-લાવણ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. * નીરોગી અને બળવાન શરીર મળે છે. એ પરમાત્મ-ભકિતના સંસ્કારો જાગે છે. - સમ્યમ્ દર્શનનો ગુણ પ્રગટે છે.
મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનો ઉદ્દલ પ્રકાશ પથરાય છે. જ દેશવિરતિ જીવન મળે છે. ક સર્વવિરતિ-શ્રમણજીવન મળે છે. » બાર પ્રકારના તપ કરીને કમને સંવર કરે છે. આ સર્વ કર્મોનો નાશ કરી પરમ શુદ્ધ બને છે, મુક્ત બને છે. કદાચ, આ રીતે ત્રીજે ભવ મુક્તિ ન મળે તો ચોથો ભવ દેવલોકનો, પાંચમો મને પ્ય લોકનો, છઠ્ઠો દેવલોકનો...સાતમાં મનુષ્ય લોકનો. એમ આઠ ભવમાં તો તે મોક્ષ જાય જ.
ગૃહસ્થ પણ ઉત્તરોત્તર આત્મવિકાસ કરીને કેવી રીતે પૂર્ણતા પામે છે, તેનો વ્યવસ્થિત ક્રમ, આ રીતે ગ્રન્થકારે બતાવ્યો છે.
પ્રશમતિનું ફળ इत्येवं प्रशमरतेः फलमिह स्वर्गापवर्गयोश्च शुभम् ।
सम्प्राप्यतेऽनगारैरगारिभिश्चोत्तरगुणाढ्यैः ।।३१०।। અર્થ : (તિ ગ્રન્થસમાપ્તિસૂચક છે) આ રીતે, ઉત્તર ગુણોથી મુળ ગુણોથી પણ) સમૃદ્ધ અણગારા અને ગૃહસ્થો, પ્રશમરતિનું વર્ગ-અપવર્ગરૂપ શુભ ફળ પ્રાપ્ત કરે છે.
વિવેચન : પ્રશમરતિ! કપાયજય!
એનું ફળ વિસ્તારથી બતાવ્યા પછી, સારરૂપે બતાવે છે : સ્વર્ગ અને અપવર્ગ. સ્વર્ગમાં અભ્યદયનું સુખ મળે છે, અપવર્ગ-મોક્ષમાં નિઃશ્રેયસનું સુખ
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
પ્રશમરતિ મળે છે. બંને સુખો પારલૌકિક છે. દુનિયામાં શ્રેષ્ઠ ભૌતિક સુખો સ્વર્ગમાં મળે છે. આત્માનું શ્રેષ્ઠ આધ્યાત્મિક સુખ મોક્ષમાં મળે છે. એ બંને પ્રકારનાં સુખો તો જ મળે છે, જો મનુષ્ય કષાયો પર વિજય મેળવે છે. પ્રથમ-રસનો નિરંતર આસ્વાદ કરે છે. જિનેશ્વરોની બધી આજ્ઞાઓની સારભૂત આજ્ઞા આ જ છે : કષાયોને જીત! રાગ-દ્વેષને જીતો.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘૩૫શરણક્ય' ગ્રન્થના ઉપસંહારમાં આ જ વાત કહે છે :
किं वहुणा? इह जह जह रागद्दोसा लहुं विलिज्जंति ।
तह तह पयट्टिअव्वं एसा आणा जिणिंदाणं ।। શું ઘણું કહીએ? જે જે રીતે વહેલામાં વહેલો રાગ-દ્વેષનો (કપાયોનો) વિલય થાય, તે તે રીતે પ્રવર્તવું-આ જિનેન્દ્રોની આજ્ઞા છે.”
કષાયોનો જય કરતાં કરતાં, પ્રશમરસની અનુભૂતિ કરવા આત્મસ્વરૂપનું ધ્યાન કરવાના ઉપાય, ઉપદ્રેશR” માં બતાવવામાં આવ્યો છે :
અશુભ વિકલ્પોનો છેદ કરીને, ક્રોધાદિ કષાનો ત્યાગ કરી (થોડા સમય માટે પણ) શુદ્ધ બની, યથા-અવસર આત્મસ્વરૂપનું ધ્યાન કરવું.
શરીર, ઘર, ધન, પલંગ, મિત્ર તથા પુત્રો પણ અન્ય છે, પરદ્રવ્ય સ્વરૂપ છે. તે બધાંથી હું જુદો છું.' આ ચિંતન કરીને પછી નિત્ય નિષ્કલંક, જ્ઞાનદર્શન-સમૃદ્ધ, અવશ્ય ઉપાદેય, શાશ્વત્ પદરૂપ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું.
આ ધ્યાન કરવાથી રાગ-દ્વેષની પરિણતિ ઘસાય છે, ધીરે ધીરે નાશ પામે છે. ભગવાન ઉમાસ્વાતિએ “જગતના જીવો કષાયોનો નાશ કરી શાશ્વતુ સુખ પ્રાપ્ત કરે,’ આવી શ્રેષ્ઠ શુભ ભાવનાથી “પ્રશમરતિ' ગ્રન્થની રચના કરી છે. સહુ ગૃહસ્થ અને સાધુઓ આ ગ્રન્થનું પ્રતિદિન અધ્યયન-મનન ચિંતન કરતા રહે તો તેમના રાગ-દ્વેષ મંદ પડડ્યા વિના ન રહે, તેઓને સ્વર્ગ અને મોક્ષનાં સુખ મળ્યા વિના ન રહે. શર્ત એક જ છે-તેમણે મૂળ ગુણોથી અને ઉત્તર ગુણોથી સમૃદ્ધ બનવું જ પડે.
ગ્રન્થના વિષયને પૂર્ણ કરીને હવે ગ્રન્થકાર પોતાનું આત્મનિવેદન ખૂબ વિનમ્ર શબ્દોમાં કરે છે :
For Private And Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થકારનું આત્મનિવેદન जिनशासनार्णवादाकृष्टां धर्मकथिकामिमां श्रुत्वा । रत्नाकरादिव जरत्कपर्दिकामुद्धृतां भक्त्या ।।३१०।।
सद्भिर्गुणदोषज्ञैर्दीषानुत्सृज्य गुणलवा ग्राह्याः। सर्वात्मना च सततं प्रशमसुखायैव यतितव्यम् ।।३११।। અર્થ : સમુદ્રમાંથી કાઢેલી જી કોડી જેવી, જિનશાસનરૂપ સમુદ્રમાંથી કાઢેલી આ ધર્મકથાને (પ્રશમરતિની ભક્તિથી સાંભળીને.
ગુણ-દોયના જ્ઞાતા સજ્જનોએ, દોષોને છોડીને થોડા પણ ગુણ ગ્રહણ કરવા જોઈએ અને પ્રશમસુખ માટે જ સતત સર્વ પ્રકારે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ.
વિવેચન : વાચકશ્રેષ્ઠ ભગવાનું ઉમાસ્વાતિ “પ્રશમરતિ' ગ્રન્થને પૂર્ણ કરતાં જે આત્મનિવેદન કરે છે તે સહુ લેખકો માટે, ટીકાકારો માટે અને સંગ્રહકારો માટે મનનીય છે, પ્રેરણાદાયી છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ ૪૭૧ વર્ષે થઈ ગયેલા આ મહાનું મૃતધર મહર્ષિએ પ૦૦ ગ્રન્થોની રચના કરી હતી. મોટા ભાગની તેઓની ગ્રન્થરચનાઓ સંગ્રહરૂપ હતી. તેઓના બુદ્ધિ-શ્રુત અને અનુભવના પરિપાકરૂપે હતી.
આ ગ્રન્થના પ્રારંભમાં કારિકા ૩ થી ૧૫ તેઓએ જે “આત્મનિવેદન' કર્યું છે અને નમ્રતા-લઘુતા પ્રદર્શિત કરી છે, તે મુમુક્ષુ ઠરેલ આત્માને ગદ્ગદ્ કરી નાંખે છે. આવા ટોચના વિદ્વાન મહર્ષિ...અને આવી નમ્રતા !!' ગ્રન્થના અંતે પણ તેઓ પોતાના આંતરભાવોની અભિવ્યક્તિ એવા જ વિનમ્ર અને સરલ શબ્દોમાં કરે છે.
જિનશાસનરૂપી સમુદ્રમાંથી કાઢેલી આ ધર્મકથા, સમુદ્રમાંથી કાઢેલી જીર્ણ કોડી જેવી છે...'
-“પ્રશમરતિને તેઓ રત્નાકરના રત્ન સાથે નથી સરખાવતા! કોડી સાથે. સરખાવે છે. તે પણ જીર્ણ કોડી સાથે! તો શું જિનવચન જીર્ણ કોડી જેવાં છે? ના, જિનવચન તો રત્નસશ જ છે, પરંતુ તેઓએ સાપેક્ષ દૃષ્ટિએ આ પ્રતિપાદન કરેલું છે. સમુદ્રમાં જેમ રત્નો હોય તેમ કોડીઓ પણ હોય. સારી કોડીઓ પણ હોય તેમ જીર્ણ કોડીઓ પણ હોય! તેવી રીતે જિનશાસનના શ્રુતસાગરમાં ચાંદ પૂર્વેમાં (દષ્ટિવાદમાં) રહેલું શ્રત રત્નસમાન છે. તેની અપેક્ષાએ તેમણે પ્રશમરતિ'માં સંગ્રહેલું શ્રત કોડી સમાન છે. કોડીની જીર્ણતા બતાવી છે
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨
પ્રશમરતિ
ગ્રન્થરચનાની દૃષ્ટિએ. એ મહાપુરુષની દૃષ્ટિએ ‘મેં કરેલી ગ્રન્થરચના સંક્ષિપ્ત છે...જેવી જોઈએ તેવી સુંદર નથી...' એવું લાગ્યું હશે, અથવા હું મારી ગ્રન્થરચનાને શ્રેષ્ઠ...સુંદર કેમ કહું? એવું કહેવામાં તો ઉદ્ધતાઈ છે...' માટે તેમણે ‘પ્રશમતિને' જીર્ણ કોડી જેવી કહી હોય! જેમ કોઈ શ્રીમન્ત સજ્જન, પોતાના વિશાળ અને સુંદર બંગલામાં આવવાનું નિમંત્રણ કોઈ મોટા માણસને આપતાં કહે છે : ‘મારી ઝૂંપડીને પાવન કરો...!' એ પોતાના ભવ્ય બંગલાને ઝૂંપડી કહે છે, એવી રીતે કોઈ વિનમ્ર શ્રીમન્ત કોઈ શુભ કાર્યમાં લાખ રૂપિયા આપતાં કહે છે : 'મારી આ તુચ્છ રકમનો સ્વીકાર કરો!' એ લાખ રૂપિયાને તુચ્છ રકમ કહે છે...આવી જ રીતે ગ્રન્થકારે પોતાના ગ્રન્થને ‘જીર્ણ કોડી’ કેમ ન કહી હોય!
તેઓ કહે છે : ‘મેં ભક્તિથી પ્રેરિત થઈને, જિનશાસનરૂપ સાગરમાંથી આ ધર્મકથા ઉષ્કૃત કરી છે.'
તેઓએ ગ્રન્થના પ્રારંભમાં પણ ‘તમવિcાર્પિતયા...‘ શબ્દોથી આ વાત કરી છે, પરંતુ એ ભક્તિ તેઓએ, તેઓના પહેલાં થઈ ગયેલા મહાન્ શ્રુતધર મહર્ષિઓ તરફ પ્રદર્શિત કરી છે, જ્યારે અહીં ગ્રન્થના અંતે તેઓ ચરમ તીર્થંકર પરમાત્મા મહાવીરદેવ તરફ પ્રદર્શિત કરે છે. જે પરમાત્માનું ધર્મશાસન પામીને તેઓ સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગને આરાધી શક્યા, તે પરમાત્મા પ્રત્યે હૈયું કૃતજ્ઞતાથી ઊભરાય, તે સ્વાભાવિક છે. તે પરમાત્માના ધર્મશાસન સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા| ત૨ફ કૃતજ્ઞતા અભિવ્યક્ત કરે, તે ઉચિત જ છે.
‘મત્સ્યા’ શબ્દનો આ એક અર્થ થાય છે. બીજો અર્થ પણ થઈ શકે છે :
‘ગુણદોષના જ્ઞાતા સજ્જનોએ ભક્તિથી આ ધર્મકથિકા [પ્રશમરતિ સાંભળીને [ભવન્ત્યા શ્રુત્વા ધર્મથિમિમાં] દોષો [જો આ પ્રશમરતિમાં દેખાય તો. ત્યજીને થોડા પણ ગુણ [પ્રશમરતિમાંથી ગ્રહણ કરવા જોઈએ.'
શાસ્ત્રરચના કરવામાં પારંગત વિદ્વાનો, શાસ્ત્રરચનાના ગુણદોષોના જ્ઞાતા હોય છે. ગુણ-દોષને શોધી કાઢી, તેની સમાલોચના કરવામાં કુશળ હોય છે. મોટા ભાગે, બીજાના રચેલા શાસ્ત્રમાંથી દોષો શોધીને તેની કટુ આલોચના કરવાનું દૂષણ વ્યાપકરૂપે જોવા મળે છે. આવા વિદ્વાનો ગુણો જોઈને, ગુણોને ગ્રહણ કરી શકતા નથી. માટે ગ્રન્થકાર મહર્ષિ તેઓને કહે છે :
‘હું સજ્જનો, આ ધર્મકથિકામાં તમને ગુણ અને દોષ બંને દેખાશે. સંપૂર્ણ
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષમાયાચના
૫૧૩ દોષરહિત ગ્રન્થરચના કરવાનું મારું ગજું નથી..પ્રમાદવશ ભૂલો રહી જવાના સંભવ છે; પરંતુ તમે એ ભૂલોની ઉપેક્ષા કરજો અને ગુણોને ગ્રહણ કરજો! જ તમે દોષો જોઈને એની આલોચના કરવામાં તમારા ચિત્તને વ્યગ્ર કરશો તો, આ પ્રશમરતિ માંથી ગુણ ગ્રહણ કરીને “પ્રશમસુખ મેળવવાનો પુરુષાર્થ નહીં કરી શકો. પ્રશમસુખનો આસ્વાદ નહીં માણી શકો.'
ક્યારેક વ્યક્તિષી અને ગુણષી વિદ્વાનો, જેમના પ્રત્યે તેઓને બંધ હોય છે તેમના રચેલા ગ્રન્થોમાંથી ભૂલો ન હોવા છતાં ભૂલોનું ઉદુભાવન કરીને કટુ આલોચના કરતા હોય છે. આવા માણસો શાસ્ત્રજ્ઞાની હોઈ શકે, પરંતુ “સર્જન' ન હોઈ શકે, સજ્જનો તો ક્ષીર-નીર ન્યાયે ગણો જ ગ્રહણ કરતા હોય છે.
ગ્રહણ કરેલા ગુણોથી જ સતત અને સમગ્રપણે પ્રશમસુખ માટે પ્રયત્નશીલ બની શકાય છે. દોષદૃષ્ટિવાળો માણસ ક્યારેય પ્રશમસુખ અનુભવી શકતો નથી. આ જીવનમાં પ્રશમસુખ જ મેળવવા માટે ઝઝૂમવાનું છે. માટે ગ્રન્થકારે ગ્રન્થના પ્રારંભમાં પણ કહ્યું છે :
दृढतामुपैति वैराग्यभावना येन येन भावन। तस्मिन् तस्मिन् कार्य: कायमनोवाम्भिरभ्यासः ।।१६।। વૈરાગ્યભાવના એટલે પ્રશમ! છેલ્લે પણ એ જ વાત દોહરાવે છે-“સર્વાત્મના च सततं प्रशमसुखायैव यतितव्यम्।'
ક્ષમાયાચનો यच्चासमंजसमिह छन्दःशब्दसमयार्थतो मयाभिहितम् ।
पुत्रापराधवत्तन्मयंतव्यं बुधैः सर्वम् ।।३१३ ।। અર્થ : આ પ્રશમરતિમાં મેં જે કંઈ છંદશાસ્ત્ર-શબ્દશાસ્ત્ર અને આગમ-અર્થની દૃષ્ટિએ અસંગત કહ્યું હોય તેને, પ્રવચનવૃદ્ધાએ, પુત્રના અપરાધને જેમ પિતા ક્ષમા કરે છે, તેમ બધું ક્ષમા કરવું જોઈએ. વિવેચન : હે કરુણાવંત,
આજના આ શુભ-શુભ્ર પ્રભાતે તમારાં ચરણે ભક્તિપૂર્ણ હૃદયે પ્રણિપાત કરું છું. આજે મારા હૈયે પ્રેમ, શાન્તિ અને માધુર્ય ઊભરાય છે. કારણ કે સહુ મુમુક્ષુઓ ઉપશમરસમાં ઝીલતા રહીને શક અને વિવાદથી મુક્ત બને, આસક્તિ અને અભિમાનનાં આવરણો ચીરી શકે, સર્વ પ્રકારની દુર્બળતાઓ ફેંકી દઈ શકે, એટલા માટે કરેલી પ્રશમરતિ' ની રચનાનું કાર્ય પૂર્ણ કર્યું છે.
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪
પ્રશમરતિ હે વાત્સલ્યનિધિ,
મારા પ્રત્યેક શ્વાસ સાથે સર્વજ્ઞશાસન જોડાયેલું છે. પ્રત્યેક ઉચ્છવાસ અને સમર્પણનું ગીત ગુંજે છે, મને કોઈના પ્રત્યે દ્વેષ નથી કે દુર્ભાવ નથી, છતાં મને પૂર્ણજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો નથી.. સંપૂર્ણ અપ્રમત્તભાવ પણ વિકસ્યો નથી, એટલે મારામાં અજ્ઞાન અને પ્રમાદ પડેલાં જ છે. એટલે ગ્રન્થરચનામાં ક્ષતિઓ રહી જવાનો પૂરો સંભવ છે. છંદના નિયમોનું કદાચ પાલન ન થયું હોય, વ્યાકરણના નિયમોમાં પણ ભૂલ થઈ ગઈ હોય ..અને, જિનવચનોનું અર્થઘટન કરવામાં ભૂલો પડી ગયો હોઉં. આ બધી વાતો સંભવિત છે...
હે પિતા, તમારા આ બાળકને ક્ષમા આપો, સ્નેહનું સિંચન કરીને મને તથા મારી ભૂલોને માફ કરી દો, શબ્દોની આ દીર્થયાત્રા પૂરી થઈ છે. જેમના અચિન્ત અનુગ્રહથી આ યાત્રા પૂર્ણ થઈ છે, તેમનાં મધુર ગીત ગાવાને હોઠ અને હૈયું વ્યાકુળ છે...અજાણતાં રહી ગયેલી ભૂલોની ક્ષમા માગું છું.. ક્ષમા કરો...ક્ષમા કરો.. ક્ષમા કરો..
જિનશાસનનો જય सर्वसुखमूलबीजं सर्वार्थविनिश्चयप्रकाशकरम् ।
सर्वगुणसिद्धिसाधनधनमर्हच्छासनं जयति ।।३१४ ।। અર્થ : સર્વ સુખોનું મૂળ બીજ, સકંલ અર્થોનો નિર્ણય પ્રગટ કરનારું અને સર્વ ગુણની સિદ્ધિ માટે, ધનની જેમ સાધનરૂપ જિનશાસન જય પામે છે.
વિવેચન : હે સર્વ શ્રેયના કરનારા જિનેશ્વરી
મારા હૈયે એવી શ્રદ્ધા સ્થિર થઈ ગઈ છે કે સર્વ જીવનાં સર્વ સુખોનું મૂળ બીજ તું જ છે. આજે હું એક ગહન નીરવ ચિંતનમાં જ્યારે તારા તરફ વળ્યો ત્યારે તારા પ્રેમ-આલિંગનની પ્રબળ ઇચ્છા જાગી...અને હું બોલી ઊઠ્યો : મારી પાસેનાં બધાં સુખ તારાં આપેલાં છે. તું એ લઈ લે તારી પાસે...અને તું જ મને તારા બાહુપાશમાં લઈ લે.
હે ચરાચર વિશ્વના પ્રકાશક સર્વજ્ઞદેવ!
તેં શું નથી બતાવ્યું? તે શું નથી સમજાવ્યું? તેં એક પરમાણુથી લઈને મેરુ જેવડાં પહાડોનું સૂક્ષ્મ વિજ્ઞાન આપ્યું. તેં એક અનાદિ નિગોદમાં રહેલા જીવની
For Private And Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનશાસનનો જય
૫૧૫ ઓળખાણથી લઈને શુદ્ધ-બુદ્ધ-મુક્ત થયેલા આત્માનું સ્વરૂપ સમજાવ્યું. તે આદિ...અનાદિ અને અનંતનાં રહસ્ય ખોલી આપ્યાં. તેં તારા જેવા બનવાનો સ્પષ્ટ માર્ગ બતાવીને, એ માર્ગે ચાલવાના વિધિ-નિષેધો બતાવ્યા પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું...બધું નિઃશંક અને નિશ્ચિત કહ્યું. કોઈ શંકા ન રહે, - કાંઈ ભ્રમણા ન રહે...એવું ચોક્કસ અને સુસ્પષ્ટ સમજાવ્યું
હે અનંત ગુણોના સાગરી
તમારો જય હો... તમારા ધર્મશાસનનો જય હો...તમારી કૃપાદૃષ્ટિથી નિર્ગુણ ગુણવાન બને છે, તમારું ધર્મશાસન પાપીને પુણ્યશાળી બનાવે છે...આવા નિર્ગુણને ગુણવાન બનાવનારા અને પાપીને પુણ્યશાળી બનાવનારા...તમારો જય હો.
હે ધર્મતીર્થ પ્રવર્તક! તારી વિજયપતાકા ફરકી રહી છે. આજે પણ વિશ્વમાં! એ પતાકાની છાયામાં વિશ્રામ કરનારાઓ જન્મ-જરા-શોક-સંતાપ...અને મૃત્યુ પર વિજય પામે છે. આંસુ અને અમંગળથી ભરેલું જીવન ઉલ્લાસમય અને મંગલમય બનાવે છે.
છે તારણહાર : તારી કૃપાનું એક કિરણ મને આપ અને અભેદભાવે મને તારામાં સમાવી લે. તું જય પામે છે. તું વિજય પામે છે.. સદા સર્વદા,
For Private And Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧. મહાવ્રતો
૨, યતિધર્મ
૩. નવપદ
૪. ગમ-પર્યાય
૫. શબ્દ-અર્થ
૬. હેતુ-નય
૭. બુદ્ધિ
૮. લૈશ્યા
૯. મહાવ્રતોની ભાવનાઓ
૧૦, ચ૨ણસપ્તતિ
૧૧.
યોગનિરોધ
૧૨. ફ૨ણ-સપ્તતિ
૧૩. પર્યાપ્ત
૧૪. પરાવર્તમાન પ્રકૃતિ
૧૫. પલ્યોપમ
૧૬. ભવ્ય-અભવ્ય
૧૭. નિર્રન્થ-સ્નાતક
૧૮. કેવળજ્ઞાન
૧૯. સમુદ્ધાત ૨૦. યોગ
૨૧. આહાર-અનાહાર
૨૨. સંજ્ઞા
www.kobatirth.org
પરિશિષ્ટ
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧. મહાવ્રતો
સંસારનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારનાર સ્ત્રી-પુરુષને પાંચ મહાવ્રતોનું પાલન જીવનપર્યંત કરવાનું હોય છે. એ મહાવ્રોનાં નામ આ પ્રમાણે છે : ૧. પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત
''
૨. મૃષાવાદવિરમણ મહાવ્રત
૩. અદત્તાદાનવરમણ મહાવ્રત ૪. મૈથુનવિરમણ મહાવ્રત
૫. પરિગ્રહવિરમણ મહાવ્રત
પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત :
પ્રાણ = જીવ, અતિપાત = હિંસા, વિરમણ = અટકવું, જીવહિંસાથી અટકવું તે પહેલું મહાવ્રત છે,
t પ્રમાદથી થતા પ્રાણીવધને ‘હિંસા’ કહેવાય. પ્રમાદ આઠ પ્રકારનો બતાવવામાં આવ્યો છે. ૧. અજ્ઞાન ૨. સંશય ૩. વિપર્યય ૪. રાગ ૫. દ્વેષ ૬. સ્મૃતિભ્રંશ ૭. યોગદુપ્રણિધાન, અને ૮. ધર્મનો અનાદર.
આ આઠ પ્રમાદમાંથી ગમે તે પ્રમાદથી ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવની હિંસાથી અટકવું જોઈએ. આ હિંસાથી નિવૃત્તિ સમ્યગ્ જ્ઞાનપૂર્વક અને સમ્યક્ શ્રદ્ધાપૂર્વક થવી જોઈએ.
સાધુ મન-વચન-કાયાથી હિંસા કરે નહીં, કરાવે નહીં, અનુમોદું નહીં. મૃષાવાદવિરમણ મહાવ્રત :
કૃપા=અસત્ય . વાદ–બોલવું. પ્રિય, પથ્ય અને તથ્ય વચનનો ત્યાગ કરીને બોલવું. આવાં વચનાનો પરિહાર કરવો તે બીજું મહાવ્રત છે.
* ‘પ્રિય’ વચન એટલે જે સાંભળતાં જ પ્રીતિ થાય.
3)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ‘પથ્ય' વચન એટલે જેનું પરિણામ (વક્તા અને શ્રોતાને) સારું આવે. * ‘તથ્ય' વચન એટલે સત્ય વચન.
–
૧૭૩, શ્લોક નં, ૧૦
१७४. प्रभत्तयोगात् प्राणव्यपरोपण हिंसा । तत्त्वार्थसूत्रे / अ० ७
=
१७५. 'प्राणिवधात् सम्यग्ज्ञान श्रद्धानपूर्विका निवृत्तिः प्रथमव्रतम् ।' -'प्रवचनसारोद्धारे'
१७६. 'मृषा अलीक वदनं प्रियपथ्यतथ्यवचनपरिहारेण भाषणं मृषावादः तस्माद् विरतिर्द्वितीयं
व्रतम् । प्रवचनसा रोद्धारे
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૮.
પ્રશમરતિ સાચી પણ વાત જ બીજાને અપ્રિય લાગે એમ હોય તો તે સત્યવચન ન કહેવાય. જેમ ચોરને કહે : “તું ચોર છે.” વ્યભિચારીને કહે : “તું વ્યભિચારી છે.' તો આ વચન સત્ય-વચન ન કહેવાય.
સાચી પણ વાત જો પરિણામે અહિતકારી હોય તો તે સત્ય ન કહેવાય. જેમ માર્ગે જતા માણસને શિકારી પાછળથી આવીને પૂછે : “તમે આ રસ્તે હરણને જતું જોયું છે” માણસે જોયું હોય અને સાચું બોલી દે કે, “હા, આ રસ્તે હરણ ગયું છે.' તો આ વચન સત્યવચન ન કહેવાય. કેમકે આવું સત્ય બોલવાથી પેલા હરણની હિંસા થઈ જાય. જીવઘાતમાં નિમિત્ત બને એવું સાચું પણ વચન સાચું નથી, અસત્ય છે.
બીજા મહાવ્રતને ધારણ કરનારા મુનિ આ વિવેકપૂર્વક પ્રિય, પથ્ય અને તથ્ય વચનો બોલે. મન-વચન-કાયાથી તે મૃાવાદ બોલે નહીં, બોલાવે નહીં કે અનુમોદે નહીં.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શ્રમણ મૃષા ન બોલે.”ક્રોધથી, લોભથી, ભયથી શ્રમણ મૃષા ન બોલે, ન બોલાવે, બોલતાની અનુમોદના ન કરે.
અદત્તાદાન વિરમણ મહાવત :
અદત્ત=માલિકે નહીં આપેલું. આદાન ગ્રહણ કરવું. માલિકે નહીં આપેલું ગ્રહણ કરવું તે અદત્તાદાન કહેવાય. તેનાથી અટકવું, તે ત્રીજું મહાવ્રત છે. અદત્તના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. સ્વામી-અદત્ત ૨, જીવ-અદત્ત ૩. તીર્થંકર-અદત્ત ૪. ગુરુ-અંદર સ્વામી-અદત્ત : જે વસ્તુનો જે માલિક હોય એણે ન આપ્યું હોય.
* જીવ-અદત્ત : માલિકે પોતાના માણસને આપ્યો હોય, પરંતુ માણસની પોતાની ઇચ્છા ન १७७. से कोहा या लोहा वा भया वा हासा वा नेव सयं मुसं वएज्जा. नेवन्नेहिं मुसं
વાયાવિઝા મુરાં વચેર્લ મન્ન ન રમપુનrif... - પીરસૂત્રે १७८ . जावादत्तं-यत्स्यामिना दत्तमपि जीवेनादत्तं, यथा प्रव्रज्यापरिणामरहितो मातापितृभ्यां
पुत्रादिर्गुरुभ्यो दीयते सचित्तपृथ्वीकायादि । - प्रवचनसारोद्धारे
For Private And Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવ્રતો
પ૧૯ હોય. દા.ત., માતાપિતા પોતાનાં પુત્ર-પુત્રી દીક્ષા માટે ગુરુને આપતાં હોય, પરંતુ પુત્ર-પુત્રીની પોતાની ઇચ્છા ન હોય.
તીર્થંકર-અદત્ત :
તીર્થકર ભગવંતોએ જે વસ્તુ લેવાનો નિષેધ કર્યો છે. દા.ત., તીર્થકરોએ “આધાકર્મ' આદિ દોષોથીયુક્ત ભિક્ષા લેવાનો નિષેધ કરેલો છે.
ગુરૂ-અદત :
આધાકર્માદિ દોષથી રહિત આહાર વગેરે ગૃહસ્થ આપે તે ગુરુની આજ્ઞા વિના ગ્રહણ કરવું.
આવું અદત્ત મન-વચન-કાયાથી ગ્રહણ કરે નહીં, ગ્રહણ કરાવે નહીં, ગ્રહણ કરતાને અનુમોદે નહીં, તે ત્રીજું મહાવ્રત છે. મૈથુનવિરમણ મહાવત :
સ્ત્રી-પુરુષના મિથુન (જોડલું)નું જે કર્મ તે મૈથુન, તેનાથી વિરામ પામવું તે ચોથું મહાવ્રત છે,
ત્રણ પ્રકારના મેથુનનો ત્યાગ કરવાનો હોય છે : ૧. દેવસંબંધી, ૨. મનુષ્ય સંબંધી, અને ૩. તિર્યંચસંબંધી. આ ત્રણ પ્રકારના મૈથુનને મન, વચન, કાયાથી ન સેવે, ન સેવરાવે, સેવતાને અનુમોદે નહીં.
એવી રીત, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શ્રમણ મિથુન સેવે નહીં. (૧) દ્રવ્યથી ઃ નિર્જીવ પ્રતિમા (સ્ત્રી-પુરુષની સાથે મંથન ન સેવે, એવી રીતે આભૂષણસહિત એવી સ્ત્રી સાથે મૈથુન ન સેવે. (૨) ક્ષેત્રથી ઊર્ધ્વલોક, અધોલક અને તિર્યફ લોકનાં મૈથુન ન સેવે. (૩) કાળથી: દિવસે કે રાત્રે મૈથુન ન સેવે. (૪) ભાવથી: રાગથી મિાયાથી, લોભથી. મૈથુન ન સેવે, હેપથી ક્રોધથી, માનથી] મૈથુન ન સેવે.
ચતુર્ભગી : (૧) દ્રવ્યથી મૈથુન સેવે, ભાવથી ન સેવે. १७९. द्रव्यादिचतुर्भंगी पुनरियं दवओ मेहुणे नामेगे नो भावओ। भावओ नामेगे नो
दव्वओ। एगे दबओवि भाक्ओवि। एगे नो दवओ नो भावओ। तत्थ दुट्टाए इत्थियाए बला परिभुज्जमाणीए दव्यओ मेहुणे, नो भावओ। भेहुणसन्नापरिणयस्स तदसंपत्तीए भावओ, नो दव्वओ। - पक्खीसूत्र-टीकायाम्
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૦.
પ્રશમરતિ (૨) ભાવથી મૈથુન સેવ, દ્રવ્યથી નહીં. (૩) દ્રવ્યથી સેવે અને ભાવથી સેવે. (૪) દ્રવ્યથી મૈથુન ન સેવે, ભાવથી ન સેવે. આ ચાર ભાંગામાં ચોથો ભાંગો શુદ્ધ છે. પરિગ્રહવિરમણ મહાવ્રત :
જે ગ્રહણ કરવામાં આવે તે પરિગ્રહ “પરિગૃદ્ધત્તે-ગાવી અરવિતિ રિઝ '' આ પરિગ્રહ નવ પ્રકારના હોય છે. ૧. ધન ર. ધાન્ય ૩. ક્ષેત્ર ૪. વાસ્તુ પ. રૂપું ૬. સોનું ૭. ચતુષ્પદ-પશુ ૮. દ્વિપદ-મનુષ્યો ૯. કુષ્ય. આ નવ પ્રકારના પરિગ્રહથી મૂચ્છના ત્યાગપૂર્વક નિવૃત્તિ, તે પાંચમું મહાવ્રત છે.
મુદDા પરિવારો પુત્તો મૂર્છા એ જ પરિગ્રહ છે. મૂચ્છ એટલે મમત્વ. આ મમતાનો ત્યાગ તે મહાવ્રત છે, માત્ર દ્રવ્યાદિનો ત્યાગ નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી પરિગ્રહ ચાર પ્રકારે છે : ૧. દ્રવ્યથી : ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોમાં મમત્વ. ૨. ક્ષેત્રથી : “લોક' અને “અલોક’ વિષયક મમત્વ. ૩. કાળથી : દિવસ અને રાત્રિનું મમત્વ. ૪. ભાવથી : અલ્પમૂલ્યવાળા કે બહુમૂલ્યવાળા દ્રવ્યોનું મમત્વ. ચતુર્ભાગી : ૧. દ્રવ્યથી પરિગ્રહ, ભાવથી નહીં. ૨. ભાવથી પરિગ્રહ, દ્રવ્યથી નહીં. ૩. દ્રવ્યથી પરિગ્રહ, ભાવથી પરિગ્રહ, ૪. દ્રવ્યથી પરિગ્રહ નહીં, ભાવથી નહીં.
ચોથ ભાંગી શુદ્ધ છે. પહેલો ભાગો પણ શુદ્ધ રાગદ્વેષ રહિત સાધુ ધમપકરણ રાખે તે દ્રવ્યથી પરિગ્રહ કહેવાય, પણ ભાવથી પરિગ્રહ ન કહેવાય.
१८०. 'मूर्छा परिग्रहः' - तत्त्वार्थसूत्रे १८१. तत्थ अस्तदुट्टस्स धम्मोवगरणं दव्वओ परिगहो, नो भावओ।
- पक्खीसूत्र-टीकायाम्
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. યંતઘર્મ પર યતિ એટલે શ્રમણ, સાધુ, મુનિ, યતિએ જેવી રીતે પાંચ મહાવ્રતોનું જીવનપર્યંત પાલન કરવાનું હોય છે, તેમ આ દશ પ્રકારના ધર્મનું પણ પાલન કરવાનું હોય છે. મહાવ્રતોના પાલનમાં આ યતિધર્મનું પાલન સહાયક છે, તેમ યતિધર્મના પાલનમાં મહાવ્રતો પૂરક બને છે.
શ્રી પ્રવન સારોદ્ધાર' ગ્રંથના આધારે અહીં યતિધર્મના દશ પ્રકારો બતાવવામાં આવે છે :
૧. ક્ષમા : સર્વથા ક્રોધનો ત્યાગ, શક્તિ હોય કે ન હોય, સહનશીલતાનો અધ્યવસાય અખંડ રાખવાનો.
૨. માર્દવ ઃ મૃદુતા, નમ્રતા, સ્વ-ઉત્કર્ષનો ત્યાગ કરવાનો કોઈ અપમાન કરે તો પણ પર-અપકર્ષ નહીં કરવાનો.
૩. આર્જવ : માયાનો ત્યાગ. સરલતા. મનમાં ય માયા નહીં રાખવાની. વચન અને કાયાને પણ સરળ રાખવાની,
૪. મુક્તિ : તૃણાનો વિચ્છેદ, લોભનો ત્યાગ. બાહ્ય અને અત્યંતર વસ્તુઓમાં તુણા નહીં રાખવાની. નિલભી બનવાનું.
૫. તપ : શરીરની ધાતુઓને તપાવવી અર્થાત્ ક્ષીણ કરવી, અથવા કમનો ક્ષય કરવાં. બાહ્ય અને અત્યંતર બાર પ્રકારનો તપ કરવાનો.
૬. સંયમ : આશ્રવોથી વિરામ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય; યોગ અને પ્રમાદ-આ પાંચ આશ્રવનાં દ્વાર બંધ કરવાનાં.
૭. સત્ય : મૃષાવાદનો ત્યાગ. પ્રિય, પથ્ય અને તથ્ય વાણી બોલવાની. અપ્રિય, કુપથ્ય અને વિતથ નહીં બોલવાનું.
૮. શૌચઃ સંયમનું-મહાવ્રતોનું નિરતિચાર પાલન, મહાવ્રતોને શુદ્ધ રાખવાં, દાંથી મલિન થવા ન દેવાં, એ શૌચ છે.
૯, આકિંચન્ય : મમત્વરહિતપણું, ધન, શરીર અને ધર્મોપકરવામાં પણ મમત્વ નહીં રાખવાનું, આસક્તિ નહીં રાખવાની.
૧૦. બ્રહ્મ : બ્રહ્મચર્યની નવ વાડોના પાલન સાથે જનનેન્દ્રિયનો સંયમ રાખવો. અબ્રહ્મના સેવનનો ત્યાગ.
૧૮૨. લોક નં. ૧
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3. નવપદ
શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ ઇહલૌકિક અને પારલૌકિક સુખોના મૂળરૂપે શ્રી નવપદોનું આરાધન બતાવ્યું છે. આ આરાધન નિષ્પાપ છે. સિરિ સિરિયાનન્હા ગ્રન્થમાં આચાર્યશ્રી રત્નશેખરસૂરિજીએ કહ્યું છે :
तहवि अणवज्जमेणं समत्थि आराहणं नवपयागं । ફનોલ-પારો -સુહાન મૂતં નિશુદ્દિનું ||૧૦||
આ નવપદ ૧. અરિહંત ૨. સિદ્ધ ૩. આચાર્ય ૪. ઉપાધ્યાય ૫. સાધુ ૬. દર્શન ૭. જ્ઞાન ૮. ચારિત્ર અને ૯, તપ; આ પ્રમાણે છે. આ નવપદ એ પરમતત્ત્વ છે. આ નવપદ સિવાય કોઈ ૫રમાર્થ નથી. સમગ્ર જિનશાસન આ નવપદમાં અવતરિત થયેલું છે. જે કોઈ આત્માઓ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે, તે સર્વે ખરેખર શંકા વિના, આ નવપદના ધ્યાનથી જ. આ નવપદોમાંથી એક પણ પદની પરમ ભક્તિથી આરાધના કરીને, સર્વ કર્મનો નાશ કરીને ત્રિભુવનસ્વામી બન્યા છે.
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अरिहं सिद्धायरिआ उज्झाया साहूणो य सम्मत्तं । नाणं चरणं च तवो इअ पयनवगं परमतत्तं ।।9९9।।
૧૮૩, શ્લોક નં.૧
एएहिं नवपएहिं रहिअं अन्नं न अत्थि परमत्थं । एएसच्चिअ जिणसासणस्स सव्वस्स अवयारो ।।१९२ ।। जे किर सिद्धा सिज्झति जेअ जे आवि सिज्झइस्संति । ते सव्वेवि हु नवपय-झाणेणं चेव निव्भंतं ।।१९३।।
एएसिं च पयाणं पयमेगयरं च परमभत्तीए । आराहिऊण णेगे संपत्ता तिजयसामित्तं । ।१९४ |
For Private And Personal Use Only
• सिरि सिरिवालकहा
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. ગમન માટે પર્યાયબ
ગમ :
“ગમ એટલે અર્થમાર્ગ. પદાર્થને જાણવાના, સમજવાના અને પદાર્થને વિશેષ-વિશેષરૂપે ઓળખવાના વિવિધ માર્ગોને “ગમ' કહેવાય છે. જગતની પ્રત્યેક વસ્તુમાં અનેકાનેક પ્રકારની ખાસિયતો રહેલી છે, તે ખાસિયતો માત્ર એકાદ દૃષ્ટિબિંદુથી વિચારીએ તો ન સમજાય. તે માટે ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓથી વસ્તુને તપાસવી જોઈએ.
એક પદાર્થ અંગેની વિચારણા કરવા માટે શાસ્ત્રોમાં ૧૪ માર્ગો બતાવવામાં આવ્યા છે. એના અવાંતર પ્રકારો કરે છે. તેને “કુર માર્ગણા” કહેવામાં આવે છે. તે ૧૪ પ્રકારો આ મુજબ છે :
गइ-इंदिय-काए जोए वेए कसाय नाणे या
संजम-दंसण-लेसा भव सम्मे सन्नि आहारे ।। ૧. ગતિ ૨. ઇંદ્રિય ૩. કાયા ૪, યાંગ ૫. વેદ ૬. કપાય ૭. જ્ઞાન ૮. સંયમ ૯. દર્શન ૧૦. લેશ્યા ૧૧. ભવ ૧૨. સમ્યક્ત ૧૩. સંજ્ઞીપણું ૧૪. આહાર.
દા.ત. “મોક્ષ' અંગે વિચારણા કરવી છે તો : “કઈ ગતિમાંથી જીવ મોક્ષ જાય? કેટલી ઇન્દ્રિયોવાળો જીવ મોક્ષે જાય? દારિક, વૈક્રિય વગરે કઇ કાયાથી મોક્ષે જવાય? મન, વચન, કાયાના પંદર યોગોમાંથી કેટલા અને ક્યા યોગવાળો મોક્ષે જાય?' પુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવંદમાંથી કયા વેદવાળો મોક્ષે જાય?' આ રીતે ચિતન થાય. એને અર્થમાર્ગ કહેવાય અર્થાત્ “ગમ' કહેવાય, તત્ત્વાર્થસૂત્રમાં બીજી રીતે અર્થમાર્ગો બતાવવામાં આવ્યા છે :
निर्देश-स्वामित्व-साधनाधिकरण स्थिति-विधानतः।
सत्-संख्या-क्षेत्र-स्पर्शना-कालान्तर-भावाल्पवहुत्वैश्च ।। નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ-વગેરે દ્વારા પદાર્થનું ચિંતન કરવું જોઈએ. અર્થ-વિચારણાના આ બધા માર્ગો છે, તેને “ગમ' કહેવાય. આવા અર્થમાર્ગો અનન્ત છે! એક સૂત્રના અનન્ત અર્થ હોય છે અને અનન્ત પર્યાય હોય છે : ૧૮૪. લિોક નં. ૩
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૪
પ્રશમરતિ 'अणंतगमपज्जवं सुत्तं'
પ્રશમરતિ ની ટીકામાં ટીકાકાર મહર્ષિએ “ગમનો અર્થ સપ્તભંગ કર્યો છે. “: સ્થાતિ ચાત્રામ્ફીતિ સપ્તવિકલ્પી: I'
વસ્તુની વિચારણા આ સાત વિકલ્પોથી પણ થઈ શકે છે. એ સાત વિકલ્પો નીચે પ્રમાણે છે :
૧. રાતિ વ સર્વમ્ (વિધિ કલ્પના) ૨. ચા નાસ્તિ gવ સર્વર (નિર્વેધકલ્પના). ૩. ચાત્ શક્તિ સ્વ રચી નાસ્તિ વ (ક્રમશઃ વિધિનિષેધ કલ્પના) ૪. ચા વચ્ચે જીવ (એક સાથે વિધિનિષેધની કલ્પના)
૫. ચર્િ રિત વ રચી વDai pa (વિધિકલ્પનાથી એક સાથે વિધિનિષેધની કલ્પના)
૬. રાષ્ટ્ર સક્તિ વ ચા વચ્ચે જવ (નિધિ કલ્પનાથી એક સાથે વિધિનિષેધની કલ્પના)
૭. રચી ગરિત , ચા નારિત પ્રવ, વાંpવ્ય gવ (ક્રમશ: વિધિનિષેધની કલ્પનાથી એક સાથે વિધિનિષેધની કલ્પના)
હવે એક દૃષ્ટાંત લઈને આ વિકલ્પોને સમજીએ. ૧. ઘડી છે. સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સતુ છે. ૨. ઘડો નથી. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સતુ નથી.
૩. ઘડો છે અને નથી. સ્વદ્રવ્યાદિની અને પરદ્રવ્યાદિની બંનેની પણ ક્રમશ: એકેકની અપેક્ષાએ ઘડાં સદસતું છે!
૪. એક સાથે સ્વ-પર દ્રવ્યાદિની ઉભયની અપેક્ષાએ કહી શકાય એવું જ નથી ! કે “ઘડો છે' અથવા “ઘડો નથી.’ કે ‘છે અને નથી.” માટે અવક્તવ્ય.
૫. અંકેકની અપેક્ષાએ અને એક સાથે ઉભયની અપેક્ષાએ ઘડો સતુંઅવક્તવ્ય.
૬. અસતું-અવક્તવ્ય કહેવાય. ૭. સદસ-અવક્તવ્ય કહેવાય. પર્યાય :
એક વસ્તુનાં અનેક નામાને પર્યાય કહેવામાં આવે છે. જેમ સૂર્યના પર્યાયવાચી શબ્દો ભાનુ, સહસ્રરમિ, માર્તડ વગેરે છે.
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમન અને પર્યાય
૫૨૫ પર્યાય ની બીજી પરિભાષા છે અવસ્થા. પર્યાય એટલે અવસ્થા. બદલાતા સ્વરૂપને અવસ્થા કહેવાય. આ અવસ્થાઓ દ્રવ્ય'ની હોય છે. દા.ત., માટી એક દ્રવ્ય છે. તેનો પિંડ થાય, શરાવ થાય, ઘડો થાય. આ બધી માટીની અવસ્થાઓ કહેવાય, અર્થાત્ “પર્યાય' કહેવાય.
પર્યાયોનો આધાર દ્રવ્યો હોય. માટે એ દ્રવ્યોને સમજવાં જોઈએ. વિશ્વમાં મુખ્ય છ દ્રવ્યો છે. સમસ્ત જગત આ મૂળભૂત છ દ્રવ્યોનો સમૂહ છે. એ દ્રવ્યોમાં પર્યાયોનું પરિવર્તન તે જગતનું સંચાલન છે. છ દ્રવ્યોનું સંક્ષિપ્ત સ્વરૂપ જોઈને પછી પર્યાયોના સ્વરૂપને સમજીએ.
૧. ધર્માસ્તિકાય : જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક દ્રવ્ય. ૨. અધર્માસ્તિકાય : જીવ અને ૫ગલની સ્થિરતામાં સહાયક દ્રવ્ય. ૩. આકાશાસ્તિકાય : દ્રવ્યોને અવકાશ (જગ્યા) આપના દ્રવ્ય. ૪. જીવારિકાય : જીવ, આત્મા, ચેતન, જીવ અનંત છે. ૫. પુલાસ્તિકાય : રૂપ, રસ, ગંધ અને સ્પર્શના સ્વભાવવાળું. ક, કાળ : દ્રવ્યોમાં નવું' “જૂનું' એવો વ્યવહાર થવામાં નિમિત્ત. આ દ્રવ્યોમાં જે પર્યાયો હોય છે તે મુખ્યરૂપે બે પ્રકારના હોય છે. ૧. સ્વપર્યાય. ૨. પરપર્યાય. આમાં સ્વપર્યાયો મુખ્યરૂપે ચાર અપેક્ષાઓથી ઓળખાય છે : ૧: પર્યાયનું ઉપાદાન શું? ૨. એનું ક્ષેત્ર કયું? ૩. એના કાળ કયાં? ૪. એનો ભાવ શું?
દા.ત., એક “ઘડા” લઈએ. દ્રષ્ટિએ એ ઘડાનું ઉપાદાન માટી છે. ક્ષેત્રષ્ટિએ રાજનગરમાં બનેલો છે. કાળષ્ટિએ એ ઘડો હમણાં વર્તમાનકાળમાં બનેલો છે, નવો છે. ભાવષ્ટિએ ઘડો લાલ છે, સુંવાળો છે, પાણી ભરવાનો છે...વગેરે આ બધા ઘડાના સ્વપર્યાય કહેવાય.
હવે ઘડાના પર-પર્યાયનો વિચાર કરીએ. જેમ દ્રવ્યાદિ દૃષ્ટિએ ‘ઘડે અમુક અમુક સ્વરૂપ છે.' એમ કહેવાય એમ પર દ્રવ્ય, પર ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ ઘડા અમુક રૂપે નથી' એમ પણ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૬
- પ્રશમરતિ ૧. દ્રવ્યદૃષ્ટિએ “ઘડા સુવર્ણમય નથી.” ૨. ક્ષેત્રદૃષ્ટિએ ‘ઘડો સુરતનો નથી.' ૩, કાળષ્ટિએ “ઘડો જૂનો નથી.' ૪. ભાવષ્ટિએ “ઘડો કાળો નથી.”
ઘડો જે જે રૂપે છે તે એના સ્વપર્યાય કહેવાય : જે જે રૂપે નથી તે એના પરપર્યાયો કહેવાય,
પ્રશ્ન : પરપર્યાય' તો પરના પર્યાય કહેવાય ને? પોતાના કેવી રીતે ? ઉત્તર : પરના તો એ “સ્વપર્યાય’ કહેવાય! પરપર્યાય ન કહેવાય.
પ્રશ્ન : દ્રવ્યમાં રહે તે એનો પર્યાય કહેવાય ને? જે અવસ્થા એમાં નથી રહેતી તે એનો પર્યાય કેવી રીતે કહેવાય?
ઉત્તર : વસ્તુમાત્રમાં અવસ્થાઓ બે પ્રકારની હોય છે-૧. વિધાનયોગ્ય અને ૨. નિષેધયોગ્ય, દા.ત., ઘડામાં માટીમયતાનું વિધાન છે, સુવર્ણમયતાનો નિષેધ છે. વિધાનરૂપે માટીમયતા જેમ ઘડાની અવસ્થા છે તેમ નિષેધ રૂપે સુવર્ણમયતા પણ એ જ ઘડાની અવસ્થા છે!
પ્રશ્ન : માટીમય કોણ?' ઉત્તર : “ઘડો.' પ્રશ્ન : “સુવર્ણમય કોણ નહીં?' ઉત્તર : એ જ ઘડો! તાત્પર્ય એ છે કે વિધિમુખે અવસ્થા સ્વપર્યાય કહેવાય. નિષેધમુખે અવસ્થાને પરપર્યાય કહેવાય. આ પરપર્યાય અનંત હોય છે.
૫. શબ્દ અને અર્થ ૧૮૫ “શબ્દપ્રાકૃત' માં કહેલાં લક્ષણોવાળા શબ્દો બે પ્રકારના છે : પ્રાકૃત અને સંસ્કૃત. “શબ્દપ્રાભૃતનો સમાવેશ ચૌદ પૂર્વોમાં થયેલો છે. એ “શબ્દપ્રાકૃત'માંથી ‘પ્રાકૃત વ્યાકરણ” અને “સંસ્કૃત વ્યાકરણ' લેવામાં આવેલાં છે.
ઘર, પદ, અશ્વ વગેરે શબ્દો કહેવાય. શબ્દો અનંત છે. અર્થ : શબ્દના અભિધેયને અર્થ કહેવાય. અથ અનંત છે. ‘અર્થ' શબ્દની વ્યુત્પત્તિ આ રીતે કરવામાં આવી છે : 'મર્ધન્ડધિmતેની વેતિ અર્થ ! જવાનું, જણાવું, ઇચ્છાવું તે અર્થ.
૧૮પ, બ્લોક નં.૩
For Private And Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9. હેતુ અને નય હેતુ એટલે કારણ. કારણ બે પ્રકારનાં છે : ૧. ઉપાદાનકારણ ૨. નિમિત્તકારણ.
૧. જેના વિના કાર્ય ટકી ન શકે તે ઉપાદાનકારણ કહેવાય. જેમ ઘડાનું ઉપાદાનકાર માટી છે. મોક્ષરૂપ કાર્યનું ઉપાદાનકારણ આત્મા છે, કપડાનું ઉપાદાનકારણ તાંતણા છે, જેના નારા સાથે કાર્યનો નાશ થાય તે ઉપાદાનકારણ કહેવાય. ઉપાદાનકારણ કાર્યરૂપી શરીરની ધાતુ છે.
૨. ઉપાદાન સિવાયનાં કારણોને નિમિત્તકારણ કહેવાય. ઘડાનું ઉપાદાનકારણ જેમ માટી છે, તેમ ઘડાનું નિમિત્તકારણ દંડ, ચક્ર, કુંભાર વગેરે કહેવાય. મોક્ષનું ઉપાદાનકારણ જેમ આત્મા, તેમ નિમિત્તકારણ પરમાત્મા, ગુરુ, ધર્મ વગેરે કહેવાય.
નય
૧. પ્રમાણથી પરિચ્છિન્ન અનંતધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરનારા (બીજા અંશોનો પ્રતિક્ષેપ કર્યા વિના) અધ્યવસાય વિશેપને “નય ૧૮ કહેવામાં આવે છે.
૨. પ્રત્યેક પદાર્થ અનંતધર્માત્મક હોય છે. “પ્રમાણ એ પદાર્થને અનંતધર્માત્મક સિદ્ધ કરે છે, જ્યારે “નય' એ પદાર્થના અનંત ધર્મોમાંથી કોઈ એક ધર્મન ગ્રહણ કરે છે ને સિદ્ધ કરે છે; પરંતુ એક ધર્મનું ગ્રહણ કરતા, પ્રતિપાદન કરતા બીજા ધમાંનું ખંડન ન થાય,
પ્રમાણ” અને “નય' માં આ ભેદ છે : નય પ્રમાણનો એક દેશ (અંશ)૧૮૮ છે. જેવી રીતે સમુદ્રનો એક દેશ-અંશ સમુદ્ર ન કહેવાય, તેવી રીતે અપ્રમાણ પણ ન કહેવાય.
૧૮૬. ૩૨મું સર્વનયાશ્રય અષ્ટક, શ્લોક ૧. १८७. प्रमाणपरिच्छन्नस्यानन्तधर्मात्मकस्य वस्तुन एकदेश पाहिणरस्स दितरंशाप्रतिक्षेपिणो
ऽध्यवसायविशेषा नयाः। - जैन तर्कभाषायाम । १८८. यथा हि समुद्रैकदेशो न समुद्रो नाप्यसमुद्रस्तथा नया अपि न प्रमाणं न वाऽप्रमाणमिति
- जैन तर्कभाषायाम्
For Private And Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
પ્રશમરતિ - ૩, “શ્રી વ રસૂત્ર' ની ટીકામાં શ્રીયુત્ મલયગિરિજીએ પ્રતિપાદન કર્યું છે કેઃ “જે નય નયાન્તર સાપેક્ષતાથી ‘સ્માતુ'પદયુક્ત વસ્તુને સ્વીકારે છે, તે પરમાર્થથી પરિપૂર્ણ વસ્તુને સ્વીકારે છે, માટે તેનો “પ્રમાણમાં જ અન્તર્ભાવ થઈ જાય છે. જે નયાન્તર નિરપેક્ષતાથી સ્વાભિપ્રેત ધર્મના આગ્રહપૂર્વક વસ્તુને ગ્રહણ કરવાનો અભિપ્રાય ધારણ કરે છે તે ‘નય' કહેવાય. વસ્તુના એક દેશનું ગ્રહણ કરતો હોવાથી.
નયની પરિભાષા નન્યવાદને મિથ્યાવાદ સિદ્ધ કરે છે. ‘બે જ મિચ્છાવાળો: આ આગમની ઉક્તિથી સર્વે નયાનો વાદ મિથ્યાવાદ છે. નયાન્તર નિરપેક્ષ નયને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “નામાર કહે છે.
‘શ્રી સતિ-ત' માં સિદ્ધસેન દિવાકરસૂરિજી નયોના મિથ્યાત્વ અને સમ્યક્તનું માધ્યમ આ રીતે બતાવે છે.
___तम्हा सव्वे वि मिच्छादिट्ठी सपक्खपडिवद्धा।
अण्णोण्णणिस्सिया उण हवन्ति सम्मत्तसभावा ।।२१।। “સ્વપક્ષ-પ્રતિબદ્ધ સર્વે નયા મિથ્યાષ્ટિ છે. અન્યોન્ય સાપેક્ષ સર્વે નથી સમકિતદૃષ્ટિ છે.' દૃષ્ટાંત દ્વારા ઉપરોક્ત કથનને સમજાવતાં તેઓશ્રીએ કહ્યું છે :
जहअणेयलक्खणगुणा वेरुलियाईमणिविसंजुत्ता। रयणावलिववएसं न लहति महाघमुल्ला वि ||२२ ।। तह णिययवायसुविणिच्छिया वि अण्णोण्ण-पक्खणिखेक्खा
सम्मईसणसई सच्चे विणया ण पार्वति ।।२३।। જેવી રીતે વિવિધ લક્ષણોથી યુક્ત વૈર્યાદિ મણિ મહાન કિંમતી હોવા છતાં, જુદા જુદા હોય ત્યાં સુધી “રત્નાવલિ' નામ પામી શકતા નથી, તેવી રીતે નયો પણ રવિપયનું પ્રતિપાદન કરવામાં સુનિશ્ચિત હોવા છતાં જ્યાં સુધી અન્યોન્ય-નિરપક્ષ પ્રતિપાદન કરે ત્યાં સુધી “સમ્યગુર્શન' નામ પામી શકતા. નથી. અર્થાત “સુનય' કહેવાતા નથી. १८९. इह यो नयो नयान्तरसापेक्षतया स्यात्पदलाञ्छितं वस्तु प्रतिपद्यते सः परमार्थतः
परिपूर्ण वस्तु गृह्णाति इति प्रमाण एवान्तर्भवति, यस्तु नयवादान्तर निरपेक्षतया स्वाभिप्रेतेनैय धर्मेण अवधारणपूर्वकं वस्तु परिच्छेत्तुमभिप्रेति स नया
- आवश्यकसूत्र-टीकायाम
For Private And Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હેતુ અને નય
द्रव्यार्थिक नय पर्यायार्थिक नयः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યેક વસ્તુના મુખ્યતયા બે અંશ હોય છે : (૧) દ્રવ્ય અને (૨) પર્યાય. વસ્તુને જે દ્રવ્યરૂપે જ જુએ તે દ્રવ્યાર્થિક નય, અને વસ્તુને જં પર્યાયરૂપે જ જુએ તે પર્યાયાર્થિક નય. મુખ્ય અ! બે જ નાં છે. વચનોના મુખ્ય પ્રવક્તા તરીકે આ બે નયો કહેલા છે. 'સમ્મતિ તર્ક માં કહ્યું છે :
तिथ्ययरवयणसंगह-विसेसपथ्थारमूलवागरणी ।
दवडिओ य पज्जवपाओ ण सेसा वियप्पासी || ३ ||
૫૨૯
તીર્થંકરનાં વચનના વિષયભૂત (અભિધેયભૂત) દ્રવ્યપર્યાય છે. તેનો સંગ્રહાદિ નયો વડે જે વિસ્તાર કરવામાં આવે છે, તેના મુળ વક્તા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નો છે. નૈગમાદિ નયો તેમના વિકલ્પો છે, ભેદો છે.
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયનાં મંતવ્યોનું સ્પષ્ટ પ્રતિપાદન કરતાં ‘સમ્મતિ તÓ' માં કહ્યું છે :
उप्पज्जेति वियंति य भावा नियमेण पज्जवणयस्स । दव्वडियस सव्वं सया अणुप्पन्नमविण ।।२९।।
પર્યાયાર્થિક નયનું મંતવ્ય છે કે સર્વ ભાવો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, અર્થાત્ પ્રતિક્ષણ ભાર્યા ઉત્પાદ-વિનાશ સ્વભાવવાળા છે. દ્દવ્યાર્થિક નય કહે છે કે સર્વ વસ્તુ અનુત્પન્ન-અનિષ્ટ છે. અર્થાત્ દરેક ભાવ સ્થિર સ્વભાવવાળો છે. દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ છે : (૧) નંગમ, (૨) સંગ્રહ અને (૩) વ્યવહાર. પર્યાયાર્થિક નયના ચાર ભેદ છે : (૧) સુત્ર, (૨) શબ્દ (૩) સમભિરૂઢ અને (૪) અ ંભૃત
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
સુત્ર-નયને દ્રવ્યાર્થિકના ભેદ કહે છે :
नैगमः
સામાન્ય-વિશેષાદિ અનેક ધર્મોં આ ન્ય માને છે. અર્થાત્ સત્તા' લક્ષણ મહાસામાન્ય, અવાંતર સામાન્યાહુ વિશેષોનેં આ ય માને છે.
વ્ય કર્મત્વ વગેરે તથા સમસ્ત
'सामान्यविशेषाद्यनेकधर्मोपनयनपरोऽध्यवसायो नैगमः '
For Private And Personal Use Only
-जैन तर्कभाषा
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૦.
પ્રશમરતિ આ નય પોતાના મંતવ્યને પુષ્ટ કરતાં કહે છે :
'यद्यथाऽवभासते तत्तथाऽभ्युपगन्तव्यम् यथा नीलं नीलतया' જે જેવું દેખાય તેને તેવું માનવું જોઈએ-નીલને નીલ તરીકે અને પતિને પતિ તરીકે. ધમ અને ધર્મને એકાત્તતઃ ભિન્ન માને ત્યારે આ નય મિથ્યાષ્ટિ છે, અર્થાત્ “નંગમાભાસ' છે. નૈયાયિકદર્શન અને વૈશેષિક દર્શન ધર્મ-ધર્મને એકાન્ત ભિન્ન માને છે.
સંદ :
સામાન્ય પ્રતિપાવનપુર: સંઘનયા આ નય કહે છે : “સામાન્ય જ એક તાત્ત્વિક છે, વિશેષ નહીં.” અશેષ વિશેષનો અપલાપ કરવાપૂર્વક સામાન્ય રૂપે જ સમસ્ત વિશ્વને આ નય માને છે.
એકાન્તતઃ સત્તા-અદ્વૈતને સ્વીકારી, સકલ વિશેષનું નિરસન કરનાર સંગ્રહાભાસ છે, એમ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે.
સર્વે અદ્વૈતવાદી દર્શનો અને સાંખ્ય દર્શન સત્તા-અદ્યતને જ માને છે. व्यवहार : विशेषप्रतिपादनपरो व्यवहारनयः।
-શ્રીમદ્ મનરિ સામાન્યનો નિરાસ કરવાપૂર્વક વિશેષને જ આ નય માને છે. સામાન્ય, અર્થક્રિયાના સામર્થ્યથી રહિત હોવાથી સકલ લોકવ્યવહારના માર્ગે આવી શકતું નથી. વ્યવહાર નય કહે છે : યવાર્થવિિિર તવ પરમાર્થરત- તે જ પરમાર્થ દૃષ્ટિએ સતુ છે, કે જે અર્થ-ક્રિયાકારી છે. સામાન્ય અર્થક્રિયાકારી નથી, માટે તે સત્ નથી.
આ નય લોક-વ્યવહારને અનુસરે છે. જે લોક માને તે આ નય માને. જેમ લોકો ભ્રમરને કાળો કહે છે. વાસ્તવમાં ભ્રમર પાંચ વર્ણવાળો હોય છે, છતાં કૃષ્ણવ સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થાય છે તેથી લોકો ભ્રમરને કાળો કહે છે, વ્યવહારનય પણ ભ્રમરને કાળો કહે છે!
સ્થૂલ-લોક-વ્યવહારનું અનુસરણ કરનાર આ નય દ્રવ્ય-પર્યાયના વિભાગને અપારમાર્થિક માને છે ત્યારે તે વ્યવહારાભાસ કહેવાય છે. ચાર્વાકદર્શન આ વ્યવહારાભાસમાંથી જન્મેલું છે. १९०. सत्ताऽद्वैतं स्पीकुपि रामक विजानिराशाः । - जैनतर्कभाप
For Private And Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૧
હેતુ અને નય ગુરૂત્ર : प्रत्युत्पन्नग्राही ऋजुसूत्रो नयविधिः ।
-વાર્ય શ્રી મન ઉરિઃ જે અતીત છે તે વિનષ્ટ હોવાથી અને જે અનાગત છે તે અનુત્પન્ન હોવાથી ન તો તે બન્ને અર્થ-ક્રિયા સમર્થ છે, ને તે પ્રમાણના વિષયના છે. જે કંઈ છે તે વર્તમાનકાલીન વસ્તુ જ છે-ભલે તે વર્તમાનકાલીન વસ્તુનાં લિગ-વચન ભિન્ન હો.
અતીત-અનાગત વસ્તુ નથી, તેવી રીતે જે પરકીય વસ્તુ છે તે પણ પરમાર્થથી અસત્ છે, કારણ કે તે આપણા કોઈ પ્રયોજનની નથી.
ઋજુસૂત્ર નય, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપને માને છે. માત્ર વર્તમાન પર્યાયને માનનાર સર્વથા દ્રવ્યનો અપલાપ કરનાર ઋજુસૂત્રાભાસ' નય છે. બૌદ્ધદર્શન જુસુત્રાભાસમાંથી પ્રગટેલું દર્શન છે. तभेदेन तस्य तमेव समर्थयमानः ।
પાદ્ધ
આ નયનું બીજું નામ “સાંપ્રત નય’ છે. આ નય પણ જુસૂત્રની જેમ વર્તમાનકાલીન વસ્તુ જ માને છે. અતીત-અનાગત વસ્તુને નથી માનતો. વર્તમાનકાલીન પરકીય વસ્તુને પણ નથી માનતો. | નિક્ષેપોમાં માત્ર ભાવનિક્ષેપને જ માને છે. નામ, સ્થાપના અને દ્રવ્ય-આ ત્રણ નિક્ષેપને માનતો નથી.
એવી રીતે લિંગ અને વચનના ભેદથી વસ્તુનો ભેદ માને છે, અર્થાતું એક વચનવાચ્ય “ગુરુ' શબ્દનો અર્થ જુદો અને બહુવચનવા “રવ:' નો અર્થ જુદો! એવી રીતે પુંલિંગ-અર્થ નપુંસક લિંગથી વાચ્ય નહીં અને સ્ત્રીલિંગથી પણ વાચ્ય નહીં. નપુંસકલિંગ-અર્થ પુલિંગવાણ્યું નહીં કે સ્ત્રીલિંગવા નહીં. એમ સ્ત્રીલિંગ માટે પણ સમજવું.
આ નય અભિન્ન લિંગ-વચનવાળા પર્યાય-શબ્દોની એકાર્થતા માને છે અર્થાત્ ઇંદ્ર-શુક્ર-પુરન્દર વગેરે શબ્દો કે જેમના લિંગ-વચન સમાન છે, તે શબ્દોની એકાર્થતા માને છે. તેના અર્થ ભિન્ન ભિન્ન માનતો નથી.
'शब्दामिधाय्यर्थप्रतिक्षेपी शब्दनयाभासः ।' = जैन तर्कभाषा ૧૨૧. સાઋતપુત્પન્ન પ્રત્યુત્પન્નમુબૅર્ત, વર્તમાનતા - માવશ્ય સૂત્ર-ટપકા શ્લોક-૪
For Private And Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
પ્રશમરતિ શબ્દાભિધેય અર્થનો પ્રતિક્ષેપ (અપલાપ) કરનાર નય “શબ્દનયાભાસ' કહેવાય છે.
સમfમરૂઢ :
શબ્દનય અને સમભિરૂઢ નયમાં એક ભેદ છે. શબ્દનય અભિન્ન લિંગવચનવાળા પર્યાય-શબ્દોની એવાર્થતા માને છે. જ્યારે સમભિરૂઢ નય પર્યાયશબ્દોની ભિત્રાર્થતા માને છે. શબ્દની વ્યુત્પત્તિ-અર્થને જ માને છે. 'पर्यायशब्देषु निरूक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढ़ः ।'
-जैन तर्कभाषा આ નય પર્યાયભેદે અર્થભેદ માને છે, પર્યાયશબ્દોના અર્થમાં રહેલા અભેદની ઉપેક્ષા કરે છે. ઇંદ્ર, શક, પુરન્દર વગેરે શબ્દોના અર્થ ભિન્ન ભિન્ન કરે છે. દા.ત., રૂદ્રનાન્દ્રિ , શની , પૂર્વારyrg પુરત્ત્વ: વગેરે.
એકાન્તતઃ પર્યાયશબ્દોના અર્થમાં રહેલા અભેદની ઉપેક્ષા કરનાર નય નયાભાસ કહેવાય છે. ‘पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणः समभिरूढाभासः।' एवंभूत :
તે તે શબ્દના તે તે વ્યુત્પત્તિ-અર્થ મુજબ ક્રિયામાં પરિણત પદાર્થ, તે તે શબ્દથી વાચ્ય બને.
દા.ત. જો (ગાય) શબ્દનો પ્રયોગ ત્યારે જ સત્ય કહેવાય કે જ્યારે તે ગમનક્રિયામાં પ્રવૃત્ત હોય. કારણ કે જો શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે “જીતતિ નો' ગાય ઊભી હોય ત્યારે તેના માટે : શબ્દનો પ્રયોગ ન થઈ શકે, એમ આ નય માને છે.
આ રીતે આ નય ક્રિયામાં અપ્રવૃત્ત વસ્તુને શબ્દથી અવાચ્ય માનતો હોવાથી મિથ્યાષ્ટિ છે. क्रियानादिष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपन्नेवंभूताभासः ।।
- જૈન તમાકા. જ્યિામાં અપ્રવૃત્ત વસ્તુ શબ્દવાઓ નથી,' એમ કહેનાર આ નય એવંભૂતાભાસ છે.
આ પ્રમાણે સાત નયોનું સ્વરૂપ સંક્ષેપથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વિશપ જિજ્ઞાસાવાળા મનુષ્ય ગુરુગમથી જિજ્ઞાસા પૂર્ણ કરવી.
For Private And Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૩
હેતુ અને નય निश्चयनय-व्यवहारनयः "तात्त्विकार्थाभ्युपगमपरस्तु निश्चयः।'
-जैन तर्कभाषा નિશ્ચયનય તાત્ત્વિક અર્થનો સ્વીકાર કરે છે. ભ્રમરને આ નય પંચવર્ણના માને છે. પાંચ વર્ણના પુદ્ગલોથી તેનું શરીર બનેલું હોવાથી ભ્રમર તાત્ત્વિક દૃષ્ટિએ પાંચ વર્ણનો છે. અથવા તો નિશ્ચયનયની પરિભાષા આ પ્રમાણે પણ કરાય છે : સર્વનામતાર્થગ્રાહી નિરય: સર્વ નયન અભિમત અર્થ ગ્રહણ કરનાર નિશ્ચયનય છે.
પ્રશ્ન: સર્વનય-અભિમત અર્થને ગ્રહણ કરતાં તે પ્રમાણ” કહેવાશે. નયત્વનો વ્યાઘાત નહીં થાય?
ઉત્તર : નિશ્ચયનય સવિનય અભિમત અર્થન ગ્રહણ ફરે છે છતાં તે તે નયને અભિમત સ્વ-અર્થની પ્રધાનતાનો સ્વીકાર કરે છે, માટે તેમાં અન્તર્ભાવ પ્રમાણ માં નહિ થાય.
સોવરિદ્વાનુવાપરો વ્યવનય [’ આ લોકોમાં પ્રકાર નું અનુસરણ કરનાર વ્યવહારનય છે, જેમ લોકોમાં ભ્રમર કાળો કહેવાય છે તો વ્યવહારનય પણ ભ્રમરને કાળો માને છે. અથવા “નયનતાર્થનાથી વવ:' કોઈ એક નયના અભિપ્રાયને અનુસરનાર ‘વ્યવહારનય છે.
ज्ञाननय-क्रियानयः 'જ્ઞાનમાત્રપ્રાધાન્ય મ્યુનિપરા જ્ઞાનના ' માત્ર જ્ઞાનની પ્રધાનતા માનનાર જ્ઞાનનય કહેવાય છે.
' ચિત્રપ્રાધાન્યાખ્યુvTHપૂરા ' માત્ર ક્રિયાની પ્રધાનતાન સ્વીકારનાર ક્રિયાય કહેવાય છે. સુત્રાદિ ચાર નય ચારિત્રરૂપ ક્રિયાની જ પ્રધાનતા માને છે. કારણ કે ક્રિયા જ મોક્ષના પ્રત્યે અવ્યવહિત કારણ છે. શૈલેશી” ક્રિયા પછી તુરત જ આત્મા સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે.
નંગમ, સંગ્રહ અને વ્યવહાર-આ ત્રણ નયો યદ્યપિ જ્ઞાનાદિ ત્રણાને મોક્ષનું કારણ માને છે, પરંતુ ત્રણના સમુદાયને નહીં, પરંતુ જ્ઞાનાદિન ભિન્ન ભિન્ન રીતે મોક્ષના કારણ તરીકે સ્વીકારે છે. જ્ઞાનાદિ ત્રણાથી જ મોક્ષ થાય, તેવા નિયમ આ નયાં માનતા નથી. જો એમ માને તો તે “નય' નય ન રહે. નયત્વનો વ્યાઘાત થઈ જાય.
આ છે જ્ઞાન -ક્રિયાનનું સંક્ષિપ્ત સ્વરૂપ.
For Private And Personal Use Only
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. બુદ્ધિ આગમોમાં મતિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. કૃતનિશ્ચિત મતિજ્ઞાન ૨. અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન
આગમથુતથી જેમની બુદ્ધિ સંસ્કારવાળી થયેલી હોય, તેઓને વ્યવહાર સમયે શ્રુતજ્ઞાનની અપેક્ષા વિના જે જ્ઞાન થાય તે જ્ઞાનને (અવગ્રહાદિ) આગમમાં શ્રુતનિશ્ચિત' કહેવાયું છે.
શ્રુતસંસ્કારની અપેક્ષા વિના જે સ્વાભાવિક જ્ઞાન થાય તે અત્પાતિકી વગેરે ચાર પ્રકારની બુદ્ધિ તે “અશ્રુતનિશ્રિત' મતિજ્ઞાન છે.
ચાર પ્રકારની બુદ્ધિ : ૧. ઔત્પાતિકી ૨. વૈનાયિકી ૩. કર્મજા ૪. પારિણામિકી હવે આ ચાર બુદ્ધિનો વિચાર “વિશેષાવશ્યક ભાષ્ય' ના આધારે સંક્ષેપમાં કરીએ.
૧. પૂર્વે નહીં જોયેલા, નહીં સાંભળેલા અને નહીં વિચારેલા અર્થને વિશદ્ધપણે ગ્રહણ કરનારી, અવ્યાહત ફળ આપનારી બુદ્ધિને “ઔત્પાતિકી બુદ્ધિ' કહેવામાં આવી છે. - ૨. કષ્ટદાયી મોટા કાર્યનો ભાર વહન કરવામાં અને કાર્ય પૂર્ણ કરવામાં સમર્થ, ધર્મ-અર્થ અને કામ-આ ત્રિવર્ગનું પ્રતિપાદન કરનારા સૂત્રાર્થના જ્ઞાનને ગ્રહણ કરનારી, સારભૂત અને ઉભય લોકમાં ફળદાયી બુદ્ધિને વનયિકી બુદ્ધિ” કહેવામાં આવી છે.
૩. વિવક્ષિત કાર્યમાં મન પરોવાથી તે કાર્યનો પરમાર્થ જાણનારી, કાર્યના અભ્યાસથી અને વિચારથી વિસ્તાર પામેલી, વિદ્વાન “સારું કર્યું' એવી પ્રશંસા કરે તેવી બુદ્ધિને કર્મના બુદ્ધિ” કહી છે.
૪. અનુમાન, હેતુ અને દૃષ્ટાંતથી અર્થને સિદ્ધ કરનારી તથા અભ્યદય અને મોક્ષરૂપ ફળ આપનારી બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ' કહી છે.
આગમગ્રન્થોમાં બીજી રીતે ત્રણ પ્રકારની બુદ્ધિ બતાવવામાં આવી છે : ૧. બીજબુદ્ધિ ૨. પદાનુસારિણી બુદ્ધિ ૩. કોષ્ઠ બુદ્ધિ
For Private And Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૫ આ ત્રણ બુદ્ધિની પરિભાષાઓ તે તે આગમોમાં જે રીતે આપવામાં આવી છે, તેને અનુસાર અહીં બતાવવામાં આવે છે. બીજબુદ્ધિ :
બીજની જેમ વિવિધ અર્થબોધરૂપ મહાવૃક્ષને પેદા કરનાર હોવાથી તે બુદ્ધિને બીજબુદ્ધિ કહેવાય છે, ગણધરોને આ બીજબુદ્ધિ હોવાથી તેઓ તીર્થંકર પરમાત્મા પાસેથી માત્ર ત્રિપદી (૩૫ત્રે વા ાિરુ વા, યુવેદ્ વા) સાંભળીને એના આધારે સમગ્ર દ્વાદશાંગીની રચના કરે છે. બીજબુદ્ધિવાળા મહાપુરુષોને અર્થપ્રધાન એક જ પદ મળવું જોઈએ! એના આધારે અનેક અર્થનો બોધ એમને થઈ જાય.
પદાનુસારિણી બુદ્ધિ : " સૂત્રના અવયવભૂત એક જ પદ સાંભળીને, તે પદને અનુકૂળ સંકડો પદનું જ્ઞાન મેળવે.
આ પદાનુસારિણી બુદ્ધિવાળા પુરુષો ગુરુમુખેથી એક સૂત્રપદ સાંભળીને શેષ ઘણા પદસમૂહોને સ્વયે ગ્રહણ કરે. અનેક પદોની સ્વયં સ્ફરણા થાય. 'गुरूमुखादेकसूत्रपदमनुसृत्य शेषमपि भूयस्तरपदनिकुरम्बमवगाहते।' કોષ્ઠ બુદ્ધિ :
“કોષ્ઠ એટલે કોઠાર. કોઠારમાં નાંખેલા ધાન્યની જેમ, આ બુદ્ધિવાળા પુરુષો જે સુત્રાર્થ ભણ્યા હોય તેઓ દીર્ઘકાળપર્યત એ સૂત્રાર્થને સુરક્ષિત રાખે, ભૂલે નહીં. જેમ કોઠારમાં નાખેલું ધાન્ય દીર્ઘકાળપર્યત તેવું ને તેવું રહે, બગડે નહીં, નાશ ન પામે, તેવી રીતે આ બુદ્ધિવાળાઓએ ગ્રહાર કરેલા સુત્રાર્થ એમના અમ રહે, બગડે નહીં, નાશ ન પામે.
૧૨૨. વીnિ fોવેવાધિ 1115તિમાસ | અરતિ રાત્વિ77ઃ || १९३. `जा सुतपय बहु सुसमालई या सारी सो।' - प्रवचन सारीद्धारे ૧૬૪. 5.પ્તિવાન્યમને ડર નાશ પાવર તિUT: : વડવું .
- પિલોપાવર
|
For Private And Personal Use Only
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. લેટયા "" કમાં સાથે જેના દ્વારા આત્મા બંધાય તેને “લેશ્યા” કહેવાય..“લેશ્યા' શબ્દની અત્પત્તિ આચાર્યોએ આ રીતે કરી છે : 'ત્રિય-સિષ્યતે || હું માત્મા अनयेति लेश्या।
લેશ્યા' એ શું છે? આ પ્રશ્નના ઉત્તરો વિવિધ છે. આત્માનાં એક વિશિષ્ટ પરિણામ-તેનું નામ લેશ્યા. આત્મપરિણામમાં નિમિત્ત ભૂત કાળાં-નીલ વગેરે વિશિષ્ટ દ્રવ્યો-તેનું નામ લેયા. અધ્યવસાયનું બીજું નામ લેશ્યા!
શ્રીભગવતીસૂત્રની ટીકામાં આચાર્યશ્રી અભયદેવસૂરિજીએ કહ્યું છે :
“porવિધ્યસાન્નિધ્યગનિતો નીવપરિપાકો ને કાળાં-લીલાં વગેરે દ્રવ્યોના સાધાનથી ઉત્પન્ન થયેલો જીવના પરિણામ-તેનું નામ લેગ્યા. આ ભાવલંડ્યા'ની પરિભાષા છે.
" દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા દ્રવ્યલેક્ષા પદગલ હોય છે, માટે તેનામાં વણ, ગંધ, રસ અને સ્પર્શ હોય. દવ્યલેગ્યાના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. કુલશ્યા ૨. નીલલડ્યા 3. કાપાતલડ્યા ૪. તેજલઠ્યા પ, પદ્મલયા, અને ૬. શુક્લલશ્યા
માવલયામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ન હોય. કારણ કે તે જીવપરિણામ છે . આમામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ન જાય એટલે આત્માના પરિણામમાં પણ ન હોય. ભગવતીસૂત્રમાં આ સ્પષ્ટતા કરવામાં આવેલી છે. मावलेस्सं पडुच्चं अवण्णा, अरसा, अगंधा, अफासा एवं जाब सुक्कलेरसा
-મ+. To ૧૨-૩૦૬ પછ ૧૬ આ ભાવલેશ્વા સુગતિ-દુર્ગતિનો હેતુ બને છે. પરાવણાત્રમાં કહેવું છે : 'તો હુniફર (ઇ-નન-wાનેરામો) તઝા TTTTS ( 15-—-અકરામો) I:
-પUU૦ ૧ ૩૦ ૨૦ ૪૭ આ રીતે બવંડ્યા અને ભાવલે શ્યામ બદ બનાવી છે : વાના પ્રકારોમાં જે મુખ્ય ચાર અને પાંચ ભેદ છે. તે ઇ
१२५. वृहत्कल्पमाप्ये *: ૬. લાકે : રૂફ
For Private And Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેશ્યા
છ લેશ્યાઓમાં ભેદ કૃષ્ણ-નીલ-કાપોત તેજો-પદ્ય-શુક્લા દ્રિવ્યલેશ્યા
દ્રિવ્યલેશ્યા ૧. દુર્ગધવાળી
૧. સુગંધવાળી ૨. અમનોજ્ઞ (વીરસ) ૨. મનોજ્ઞ (સરસ) ૩. શીત અને રૂક્ષ
૩. ઉષ્ણ અને સ્નિગ્ધ. ૪. અવિશુદ્ધ (પરિણામ) ૪. વિશુદ્ધ (વર્ણ) ભાવલેશ્યા]
ભાવલેશ્યા ૧. અધર્મવેશ્યા
૧. ઘર્મલશ્યા ૨. અપ્રશસ્તલેશ્યા
૨. પ્રશસ્તલેશ્યા ૩. સંક્ષિપ્રલેશ્યા
૩. અસંક્ષિપ્રલેશ્યા ૪. દુર્ગતિગામી
4. સુગતિગામી ૫. અવિશદ્ધ (પરિણામ) ૫. વિશુદ્ધ (પરિણામ) લેશ્યા અંગે વિશેષ ચર્ચા :
પ્રજ્ઞાપના સુત્રની ટીકામાં આચાર્યશ્રી અભયદેવસૂરિજી કહે છે કે યોગનો પરિણામ તે વેશ્યા છે. “યોગપરિકો તૈયા' લેગ્યા એ યોગનો પરિણામ છે, એ સિદ્ધાંતને સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે સયોગી કેવળીને શુભેચ્છા હોય છે. જ્યારે તે કેવળજ્ઞાની “યોગનિરોધ કરે છે ત્યારે તેઓ “અયોગી અને અલેશી’ બને છે. સયાગી હોય ત્યાં સુધી જ સલેશી. અયોગી બન્યા એટલે અલેશી બને. અર્થાતું લશ્યાનો સંબંધ મન-વચન-કાયાના યોગો સાથે છે.
યોગ' શું છે? શરીરનામકર્મની એક વિશેષ પરિશતિ છે. દારિકાદિ શરીરોના વ્યાપારવાળા આત્માની વીર્યપરિણતિ તે યોગ છે. એવી જ રીતે લેશ્યાઓ છે.
કેટલાક આચાયાં લશ્યાની પરિભાષા કર્મચન્દ્રો તેરી' આ રીતે કરે છે. કૃણાદિ દ્રવ્યો એ જ દ્રવ્યલેશ્યા અને તે કૃષ્ણાદિ દ્રવ્યોના આધારે જન્મતા જીવપરિણામ તે ભાવલેશ્યા.
૧૯૭. લાંક : ૨-૭
For Private And Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૮.
પ્રશમરતિ શ્રી મલયગિરિ કહે છે : જ્યાં સુધી મન-વચન-કાયાના યોગ હોય ત્યાં સુધી લેશ્યા હોય જ. “યો નિમિત્તા ઍરા' Tલેશ્યા કર્મ-નિમિત્તક નથી. ઘાતી કર્મનિમિત્તક નથી તેમ અઘાતી કર્મનિમિત્તક પણ નથી. તેરમા ગુણસ્થાનકે ઘાતકર્મ નથી, છતાં લેક્ષા હોય છે! ચદમાં ગુણસ્થાનકે જાતીકર્મ છે છતાં લેણ્યા નથી! અર્થાત્ પરિપાનુમાનથી યોગાન્તરગ૯ દ્રવ્યરૂપ લેશ્યા માનવી જોઈએ,
શ્રી સિદ્ધસેન પણિ કહે છે : મનોયોગના સહયોગથી ઉત્પન્ન થતા પરિણામ તે લેગ્યા છે. કાળા-નીલ વગેરે વર્ષો દ્રવ્યલેશ્યા છે. ભાવલેશ્યા તે કાળા વગેરે રંગવાળાં દ્રવ્યોના નિમિત્તે ઉત્પન્ન થતા પરિણામ છે. એ પરિણામ કર્મબંધની સ્થિતિનું નિર્માણ કરે છે.
શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે કે યોગના પરિણામ તે લેગ્યા છે. ત્રણેય યોગ (મન-વચન-કાયાના) કર્મોદયજન્ય છે, માટે વૈશ્યાઓ કર્મોદયજન્ય અને યોગજન્ય માનવામાં વાંધો નથી. શ્રી “અનુયોગદ્વારસૂત્રની ટીકામાં તેઓ એક બીજી માન્યતા પણ બતાવે છે : આઠ કર્મોના ઉદયથી જેમ સંસારીપણું અને અસિદ્ધત્વ છે તેમ વેશ્યાઓનું અસ્તિત્વ પણ છે.
દિગંબરાચાર્ય પૂજ્યપાદ કહે છે કે કષાયોદયથી રંગાયેલી યોગ પ્રવૃત્તિ એ જ ભાવલશ્યા છે, માટે લેગ્યા દયિકભાવ છે. અકલંકદેવની પણ આ જ માન્યતા છે.
છ લેશ્યાઓમાં ભેદ લેશ્યા અંગેનું વિવેચન વિશેષ રીતે ત્રણ આગમસૂત્રોમાં મળે છે : ૧. ભગવતી સૂત્ર ર. પ્રજ્ઞાપના સૂત્ર, અને ૩. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી ભગવતી સૂત્રમાં અને પ્રજ્ઞાપના સૂત્રમાં પંદર પ્રકારે-પંદર દ્વારોથી વેશ્યા ઉપર વિવેચન થયેલું છે, તેની દ્વારગાથા આ પ્રમાણે છે :
परिणाम-वन-रस-गन्ध-सुद्ध-अपसत्थ-संक्लिठुण्हा । गई-परिणाम-पएसो-गाह-वग्गणाट्ठाणमप्पवहुं ।।
મ૦ શ૦ ૪ ૩૦ ૧૦ ૧૦ ૧|
qUU T૦ ૧૭/ ૩૦ ૪ ૦ ૧T ૧. પરિણામ, ૨. વ ૩. રસ ૪. ગબ્ધ છે. શુદ્ધ ૬. અપ્રશસ્ત ૭. સંક્લિષ્ટ ૮. ઉષ્ણ ૯, ગતિ ૧૦. પરિણામ ૧૧. પ્રદેશ ૧૨. અવગાહના ૧૩, વર્ગણા ૧૪. સ્થાન ૧૫. અલ્પબદુત્વ.
For Private And Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૯
લેયા
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં અગિયાર વારોથી વેશ્યા અંગે વિવેચન થયેલું છે. તેની દ્વારગાથા નીચે પ્રમાણે છે :
नामाई वन-रस-गन्ध-फास-परिणामलक्खणं। ठाणं ठिई गई चाउं लेसाणं तु सुह मे ।।
* ૩૦ રૂ. ૩૪ ૦ ૨} ૧. નામ ૨. વર્ણ ૩. રસ ૪, ગબ્ધ ૫. સ્પર્શ ૬. પરિણામ ૭. લક્ષણ ૮, સ્થાન ૯. સ્થિતિ ૧૦. અતિ ૧૧, આયુષ્ય.
સારાંશ એ છે કે અગિયાર વારોથી દ્રવ્યલેશ્યા અંગે વિવેચન મળે છે અને નવ કારોથી ભાવલેશ્યા અંગે વિવેચન મળે છે. આ ત્રણ ગ્રંથોમાં) આ સિવાય બીજાં પણ કેટલાંક દ્વારોથી વિવેચન મળે છે બીજા ગ્રંથોમાં. લેશ્યાઓની સ્થિતિ : લેશ્યા
જઘન્યસ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧. કૃષ્ણલેશ્યા અન્તર્મુહૂર્ત ૩૩ સાગરોપમ (૧ મુહૂર્ત અધિક) ૨. નીલલેશ્યા અન્તર્મુહૂર્ત ૧૦ સાગરોપમ (પલ્યોપમનો અસંખ્યાતમો
ભાગ અધિક) ૩. કાપાતલેક્ષા અન્તર્મુહૂર્ત 3 સાગરોપમ, (પલ્યોપમનો અસંખ્યાતમો
ભાગ અધિક) ૪. તેજલેશ્યા અન્તર્મુહૂર્ત ૨ સાગરોપમ, (પલ્યોપમનો અસંખ્યાતમો
ભાગ અધિક) પ. પબલેશ્યા અન્તર્મુહૂર્ત ૧૦ સાગરોપમ. (૧ મુહુર્ત અધિક) ૬. શુક્લલેશ્યા અન્તર્મુહૂર્ત ૩૩ સાગરોપમ (૧ મુહુર્ત અધિક)
આ સ્થિતિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આધારે બતાવવામાં આવી છે. આ ઓઘથી અર્થાત્ સામાન્યથી વેશ્યાઓની સ્થિતિ બતાવવામાં આવી છે. લેશ્યાઓનાં લક્ષણ :
તે તે વેશ્યાવાળા જીવોનાં લક્ષણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવાયેલાં છે. આ લક્ષણં જાણવાથી “અત્યારે હું કઈ લેગ્યામાં વર્તી રહ્યો છું.” એનું જ્ઞાન
થાય.
For Private And Personal Use Only
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦.
પ્રશમરતિ કૃષ્ણલેશ્યા : પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, ત્રણ ગુપ્તિથી અગુપ્ત, છ કાયની હિંસાથી અવિરત, તીવ્ર આરંભમાં પરિણત, ક્ષુદ્ર, સાહસિક, નિર્દય, નૃશંસ અને અજિતેન્દ્રિય જીવ કૃષ્ણ-લેશ્યાવાળો જાણવો.
નીલલેશ્યા : ઈર્ષાળુ, કદાગ્રહી, અતપસ્વી, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વિષયી, હેપી, રસલોલુપ, આરંભી, અવિરત, ક્ષુદ્ર અને સાહસિક જીવ નીલલેશ્યાવાળો જાણવો.
કાપોતલેશ્યા : વક્ર વચનવાળો, વિષમ આચારવાળો, કપટી, ગૂઢ, પોતાના દોષ છુપાવનારો. પરિગ્રહી, મિથ્યાષ્ટિ, : અનાર્ય, મર્મભેદી, દુષ્ટ વચન બોલનાર, ચોર, મત્સર-સ્વભાવવાળો જીવ કાપૌતલેશ્યાવાળો જાણવો.
તેજલેશ્યા નમ્ર, ચંચળતારહિત, નિષ્કપટ, કુતૂહલરહિત, વિનીત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સ્વાધ્યાયશીલ, તપસ્વી, પ્રિયધર્મા, દઢધર્મા, પાપભીરૂ, હિનૈવી જીવ તેજોવેશ્યાવાળો જાણવો.
પલેક્ષા : જેનામાં ક્રોધ, માન, માયા અને લોભ અલ્પ હોય, જેનું ચિત્ત પ્રશાન્ત હોય, જે મનને વશ રાખતાં હોય, જે યોગ અને ઉપધાનવાળો હોય, અતિ અલ્પભાપી હોય, ઉપશાન્ત હોય અને જિતેન્દ્રિય હોય તે જીવને પદ્મવેશ્યા વાળો જાણવો.
શુક્લલેશ્યા : આધ્યાન અને રૌદ્રધ્યાન છોડીને જે ધર્મધ્યાન અને શુક્લધ્યાન ઘરાવતો હોય, જેનું ચિત્ત શાન્ત હોય, જેને આત્મા વશમાં હોય, જે સમિતિ અને ગુપ્તિવાળો હોય, જે સરાગ કે વીતરાગ હોય, જે ઉપશાન્ત અને જિતેન્દ્રિય હોય તેને શુક્લલેશ્યાવાળો જાણવો.
લેશ્યા અને જીવો ? (૧) એક લેક્ષાવાળા જીવો :
કૃષ્ણલેશ્યાવાળા જીવો : તમઃપ્રભા નારકી, તમ તમ પ્રભા નારકી - નીલલેશ્યાવાળા જીવો : પંકપ્રભા નારકી * કાપોતલેશ્યાવાળા જીવો : રત્નપ્રભા નારકી, શર્કરામભા નારકી
આ તેજલેશ્યાવાળા જીવો : જ્યોતિષી દેવ, સૌધર્મ દેવ, ઈશાન દેવ, પ્રથમ કિબીપી-વગેરે.
પાલેશ્યાવાળા જીવો ઃ સનત્કુમાર દેવ, મહેન્દ્ર દેવ, બ્રહ્મદેવ, બીજો કિબીપી દેવ.
For Private And Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૧
લેશ્યા
શુક્લલેશ્યાવાળા જીવો : લાન્તક દેવ, મહાશક દેવ, સહસ્ત્રાર દેવ, આનત-પ્રાણત-આરણ-અશ્રુત-નવરૈવેયક અને પાંચ અનુત્તર દેવ. (૨) બે વેશ્યાવાળા જીવો : આ કૃષ્ણ અને નીલ વેશ્યાવાળા જીવો ઃ ધૂમપ્રભા નારકી છે નીલ અને કાપોત લેશ્યાવાળા જીવો : વાલુકાપ્રભા નારકી (૩) ત્રણ લેશ્યાવાળા જીવો :
- કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળા જીવો : નારકી, અગ્નિકાય, વાયુકાય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચઉરિદ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંજ્ઞી મનુષ્ય, સૂક્ષ્મ-સ્થાવર જીવ; બાદર નિગોદ.
તેજો-પદ્ય-શુક્લ વેશ્યાવાળા જીવો : વૈમાનિક દેવ, પુલાક નિર્ઝન્થ, બકુસ, નિર્ચન્થ, પ્રતિસેવના-કુશલ, પરિહાર-વિશુદ્ધિ સંયત અને અપ્રમત્ત સંયત. (૪) ચાર લેશ્યાવાળા જીવો ઃ
- કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-લેશ્યાવાળા જીવો : પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ભવનપતિ, વાણવ્યંતર, યુગલિક, દેવીઓ. (૫) પાંચ લેશ્યાવાળા જીવો ઃ
કૃષ્ણલેશ્યા પાલેશ્યા સુધીની લેશ્યાવાળા જીવો : જઘન્ય સ્થિતિવાળા પર્યાપ્તા અને સંખ્યાના વર્ષના આયુષ્યવાળા સંગ્લી તિર્યંચ પંચેન્દ્રિય જીવો, કે જેઓ સનતુ કુમાર, મહેન્દ્ર અને બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય.
(૧) છ લેશ્યાવાળા જીવો : કૃષ્ણલેશ્યાથી શુક્લલેશ્યાવાળા જીવો તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, કષાયકુશીલ અને સંયત.
કષાય અને લેક્ષા : કષાય અને વેશ્યાનો અવિનાભાવી સંબંધ નથી, એટલે કે જ્યાં કપાય હોય ત્યાં લેક્ષા હોય છે; પરંતુ લેગ્યા હોય ત્યાં કષાય ન પણ હોય! કેવળજ્ઞાનીને १९८. कषायपरिणामो लेश्यापरिणामोऽविनाभूतो लेश्यापरिणामश्च कषायपरिणाम विनापि
भवति, ततः कषायपरिणामानन्तरं लेश्यापरिणाम उक्तः न तु लेश्यापरिणामानन्तरं कषायपरिणामः। - पण्ण० प० १३/ सूत्रः २/ टीका
For Private And Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૨.
પ્રશમરતિ (તેરમા ગુણસ્થાનક) લેશ્યા હોય છે પરંતુ કષાય નથી હોતા. કેવળજ્ઞાનીને શુક્લલેશ્યા જ હોય. તાત્પર્ય એ છે કે લશ્યા-પરિણામ કપાય-પરિણામ વિના પણ હોઈ શકે.
ગુણસ્થાનક અને વેશ્યા : ૧. પહેલા ગુણસ્થાનકથી છા ગુણસ્થાનક સુધીના જીવોને છયે લેશ્યાઓ હોઈ શકે.
૨. સાતમા ગુણસ્થાનકે તેજો-પદ્મ શુક્લ લડ્યા હોય. ૩. આઠમાથી તેરમા ગુણસ્થાનકે રહેલ જીવાને શુક્લલેશ્યા જ હોય. પાંચ પ્રકારના સંયતી અને વેશ્યા ૧, પુલાક : તેજો-પદ્મ અને શુક્લ લેશ્યા હોય. ૨. બકુસઃ તેજો-પદ્મ અને શુક્લ લેગ્યા હોય. ૩. પ્રતિસેવના કુશીલ : તેજ-પદ્ધ અને શુક્લ લેશ્યા હોય. ૪. કષાય કુશીલ ઃ છ યે લેશ્યાઓ હોય. તત્ત્વાર્થભાષ્યમાં બકુસ અને પ્રતિસેવના કુશીલની છ વૈશ્યાઓ બતાવી છે. बकुश-प्रतिसेवना कुशीलयोः सर्वाः षडपि!
તિત્ત્વાર્થ : ૩૦ ૨ ફૂ૦ ૪૨ | માણ.] તત્ત્વાર્થ ભાષ્યમાં કષાયકુશીલમાં ત્રણ શુભ લેશ્યાઓ કહી છે. ૫. નિગ્રંથ : એક શુક્લલશ્યા જ હોય. ૬. સ્નાતક : સલેશી સ્નાતકને એક પરમ શુક્લલશ્યા જ હોય. તત્ત્વાર્થ ભાવ્યમાં કપાય કુશીલમાં ત્રણ શુભ લેશ્યાઓ કહી છે. પાંચ પ્રકારનાં સંયમ અને વેશ્યા : ૧. સામાયિક ચરિત્ર: છ યે લશ્યાઓ હોય. ૨. છેદોપસ્થાપનીય ઃ છ યે લશ્યાઓ હોય. ૩. પરિહાર વિશુદ્ધિ : તેજ-પદ્ધ અને શુક્કલેશ્યા હોય. ૪. સૂક્ષ્મ સંપરાય : શુક્લલશ્યા જ હોય. ૫. યથાખ્યાત : સલેશી યથાખ્યાત ચારિત્રીને શુક્લલેશ્યા જ હોય.
For Private And Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૩
લેશ્યા
તેજલેશ્યા : ઠાણાંગસુત્રમાં તપોલબ્ધિથી પ્રાપ્ત થતી તેજલેશ્યાનું વર્ણન પ્રાપ્ત થાય છે. તે તેજલેશ્યા પાંગલિક હોય છે એટલે કે દ્રવ્યલેશ્યા હોય છે. આ તેજોવેશ્યા અને વેશ્યાઓના છ ભેદોમાં આવતી તેજલેશ્યા જુદી હોય, એમ સમજાય છે. આ તેજોલેશ્યા ત્રણ સ્થાનોથી પ્રાપ્ત થાય છે : ૧. આતાપનાથી (શીત-તાપ વગેરે સહન કરવાથી). ૨. ક્ષમાથી (ક્રોધનિગ્રહ કરવાથી). ૩. અપાનકેન તપકર્મ કરવાથી. (છઠના પારણે છઠ કરવાથી)
આ તેજલેશ્યા બે પ્રકારની હોય : ઉષ્ણ તેજોલેશ્યા ને શીત તેજોલેશ્યા. ભગવતી સૂત્રના પંદરમા શતકમાં ભગવાન મહાવીરસ્વામી ગૌતમને કહે છે કે, “હે ગૌતમ! મખલીપુત્ર ગોશાલક ઉપર અનુકંપા લાવીને મેં વેશ્યાયન બાલતપસ્વીની તેજલેશ્યાનો પ્રતિસંહાર કરવા માટે શીત તેજલેશ્યા બહાર કાઢી અને મારી શીતલેગ્યાએ વેશ્યાયન બાલતપસ્વીની ઉષ્ણ તેજલેશ્યાનો પ્રતિઘાત કર્યો.....
આ પાઠથી-પ્રતિપાદનથી બે પ્રકારની વેશ્યાઓ હોય છે, તે સિદ્ધ થાય છે. તપઃકર્મથી તેજલેશ્યા પ્રાપ્ત કરવાની વિધિ ભગવતીસૂત્રના પંદરમાં શતકમાં બતાવવામાં આવી છે. દેવોની તેજોલેશ્યા અને શ્રમણોની તેજલેશ્યા :
શ્રી ભગવતીસૂત્રના ચૌદમા શતકમાં દેવોની તેજલેશ્યા સાથે શ્રમણની તેજોવેશ્યાની તુલના બતાવવામાં આવી છે. આ તેજલેશ્યા પણ છ પ્રકારની વેશ્યાઓમાંની તેજોવેશ્યા નથી, એમ સમજાય છે. આ તેજલેશ્યા એટલે આન્તરિક સુખ, આન્તર આનન્દ છે. ટીકાકારે પણ તેજલેશ્વાનો અર્થ સુવરામ' કરેલો છે.
એક મહિનાના દીક્ષા પર્યાયવાળો શ્રમણ વાણવ્યંતરદેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. બે મહિનાના દીક્ષાપર્યાયવાળ શ્રમણ ભવનપતિદેવોની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. ત્રણ મહિનાના પર્યાયવાળો અસુરકુમાર દેવોની, ચાર મહિનાના પર્યાયવાળો જ્યોતિષદેવોની, પાંચ મહિનાના પર્યાયવાળો સૂર્ય-ચંદ્રની, છ મહિનાના પર્યાયવાળો સૌધર્મ-ઈશાન દેવોની, સાત મહિનાના પર્યાયવાળો સનત્કુમાર-મહેન્દ્રની, આઠ મહિનાના પર્યાયવાળો બ્રહ્મ અને લાંતકદેવોની, નવ મહિનાના આનત-પ્રાણત-આરણ અને અય્યતની, અગિયાર મહિનાના
For Private And Personal Use Only
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
પ૪૪ પર્યાયવાળો મહાશુક્ર અને સહસ્ત્રારની, દસ મહિનાના પર્યાયવાળો ગ્રેવયકદેવોની અને બાર મહિનાના પર્યાયવાળો અનુત્તરવાસી દેવની તેજલેશ્યાને અતિક્રમી જાય છે.
આ રીતે લેશ્યા', શબ્દનો પ્રયોગ બીજા અર્થમાં પણ થયેલો છે. લેશ્યા’ ઉપર ઉપનયકથા : (૧) છ મિત્રા ફરવા ગયા. એમણે એક સ્થળે જાંબુનું વૃક્ષ જોયું. સહુને જાંબુ ખાવાની ઇચ્છા થઈ. સહુના મનમાં જુદા જુદા વિચાર આવ્યા.
પહેલા મિત્રે કહ્યું : વૃક્ષ ઉપર ચઢવાની મહેનત કોણ કરે? માટે વૃક્ષને મૂળથી કાપીને નીચે પાડો અને મજેથી ફળ ખાઓ.
બીજા મિત્રે કહ્યું : આખા વૃક્ષને કાપી નાંખવાથી શું લાભ? વૃક્ષની મોટી મોટી શાખાઓને કાપીએ. ફળ મળી જશે અને વૃક્ષ બચી જશે.
ત્રીજા મિત્રે કહ્યું : મોટી મોટી ડાળો પણ શા માટે કાપવી જોઈએ? જે નાની ડાળીઓ ઉપર જાંબુ લાગેલાં છે એ ડાળીઓ જ તોડીએ અને ફળો ખાઈએ. વૃક્ષને વધુ નુકસાન નહીં થાય.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રના આધારે
દ્રવ્ય લેશ્યાઓના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શનો કોઠો. | લેયા વર્ણ ! ગંધ | રસ
સ્પર્શ
ફરવતના સ્પર્શ કરતાં અનન્તગુણા વધારે રૂક્ષ
સ્પર્શ.
મરેલા કૃષ્ણ. | ભ્રમર જેવાં કાળાં.
લીમડાની છાલ જેવો. કુતરાના
ફલેવરની નીલ | મોરની ડોક જેવો.
દુર્ગધથી
| સૂંઠના ચૂર્ણ જેવો.
અનન્તગુણ કાપાત. કબૂતરની ડોક જેવાં
-: વધારે દુર્ગધ.
કાચા દાડમ જેવો. તેજ. | પોપટની ચાંચ જેવો. સુગંધિત કરીના રસ જે.
પુષ્પાંની પદ્મ. . શ્રેષ્ઠ સોના જેવો. સુવાસથી | મધ જેવો.
અનન્તગુણ શુક્લ. દૂધની ધારા જેવો. વધારે સુવાસ. | ખડી સાકર જેવો.
માખણના
સ્પર્શથી અનન્તગુણ
વધારે નિષ્પ સ્પર્શ.
For Private And Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૫
લેશ્યા
ચોથા મિત્રે કહ્યું : નાની ડાળીઓ શા માટે તોડવી જોઈએ? ફળના ગુચ્છાઓ તોડી લઈએ! આપણે તો ફળ જ ખાવાં છે ને? ડાળીઓ તોડવાની જરૂર નથી.
પાંચમા મિત્રે કહ્યું : ગુચ્છા પણ તોડવાની જરૂર નથી. ગુચ્છામાં તો કાચાપાકાં બધાં ફળ હોય. આપણે તો પાકાં ફળ જોઈએ છે. એટલે વૃક્ષને અને ડાળીઓને હચમચાવી નાંખો, પાકાં ફળ ખરી પડશે. એ ખાઈશું.
છઠ્ઠા મિત્રે સહુને પ્રેમથી સમજાવતાં કહ્યું : શા માટે બિચારા વૃક્ષને કાપવું? શા માટે ડાળીઓ તોડવી? શા માટે વૃક્ષને હચમચાવવું ? જુઓ, જમીન ઉપર અનેક પાકાં ફળ પડેલાં જ છે, તે લઈ લો અને ખાઓ. વ્યર્થ શા માટે વૃક્ષને નુકસાન કરવું?
આ છ વેશ્યાઓને સ્પષ્ટતાથી સમજાવતી ઉપનય કથા છે. પહેલો મિત્ર એ કૃષ્ણલેશ્યા છે, બીજો નીલલેશ્યા, ત્રીજો કાપોતલેશ્યા, ચોથો તેજોવેશ્યા, પાંચમો પદ્મવેશ્યા અને છઠ્ઠો શુક્લલેક્ષા છે. તે તે વેશ્યાવાળાના કેવા કેવા વિચારો હોય, તે આ ઉપનયકથા સ્પષ્ટતાથી સમજાવે છે.
- आवश्यकसूत्र० अ०४) सू. ६/ हारि० टीका (૨) છ ડાકુઓ કોઈ ગામને લૂંટવા જઈ રહ્યા હતા. તે છએના મનમાં લેશ્યાજનિત પોતપોતાના પરિણામોના અનુસાર જુદા જુદા વિચાર જાગ્રત થયા. ગામને લૂંટવા અંગે દરેકે પોતપોતાના વિચારો રજૂ કર્યા.
પહેલા ડાકુએ કહ્યું : જે કોઈ મનુષ્ય કે પશુ આપણી સામે આવે તે બધાને મારી નાંખવા જોઈએ.
બીજા ડાકુએ કહ્યું : પશુઓને મારવાથી શું લાભ? મનુષ્યોને મારવા જોઈએ; કે જેઓ આપણો વિરોધ કરે છે,
ત્રીજા ડાકુએ કહ્યું : સ્ત્રીઓને ન મારવી જોઈએ, પુરુષોને જ મારવા જોઈએ.
ચોથા ડાકુએ કહ્યું : દરેક પુરુષને ન મારવો જોઈએ. જે પુરુષ પાસે શસ્ત્રો હોય એને જ મારવો જોઈએ.
પાંચમા ડાકુએ કહ્યું : શસ્ત્રસહિત પુરુષ પણ જે આપણને જોઈને ભાગી જાય તેને ન મારવો જોઈએ. સશસ્ત્ર પુરુષ કે જે આપણો સામનો કરે, એને મારવો જોઈએ.
છઠ્ઠા ડાકુએ કહ્યું : આપણે તો ધન જોઈએ છે. ધન લુંટવું જોઈએ, માણસોને શા માટે મારવા જોઈએ? માત્ર ધન લૂંટવું જોઈએ. આ રીતે છ લશ્યાઓને ઉપનયકથાથી સમજાવી.
-आवश्यकसूत्र अ० ४/ सू. ६/ हारि० टीका
For Private And Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૯.પાંચ મહાલતોની પચીસ ભાવના મહાવ્રતોના પાલનમાં આત્મભાવ સુદઢ થાય તે માટે મહાવ્રતધારી શ્રમણ અને શ્રમણીએ દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ ભાવવી જોઈએ, ભાવનાઓના અભ્યાસ વિના મહાવ્રતો મલિન થઈ જાય. મહાવ્રતોના પાલનમાં શિથિલતા આવી જાય.
‘પ્રવચનસદ્ધર' ગ્રન્થના આધારે એ પચીસ ભાવનાઓ અહીં બતાવવામાં આવે છે.
પહેલા મહાવ્રતની ભાવનાઓ : ૧. હું ઉપયોગપૂર્વક ગમનાગમન કરીશ, ઉપયોગ વિના ગમનાગમન કરવાથી જીવહિંસા થાય.
૨. ઉપયોગપૂર્વક અવલોકન કરીને ભિક્ષા ગ્રહણ કરીશ. ઉપાશ્રયમાં આવીને પ્રકાશમાં ઊભા રહીને ભિક્ષા જઈશ અને પછી વાપરીશ. જોયા વિના ભિક્ષા વાપરવાથી જીવહિંસા થવાની સંભાવના રહે છે.
૩. આગમોત પદ્ધતિ મુજબ હું મારાં ઉપકરણો લઈશ અને મૂકીશ. ૪. હું મારા મનનું સમાધાન કરતો રહીશ અને મનને વિશુદ્ધ રાખીશ.
કાયિક સંયમ હોવા છતાં દુષ્ટ મન પાપકર્મ બંધાવે છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિને કાયિક્ર સંયમ હતું છતાં માનસિક હિંસાની વિરતિ ન રહેવાથી, સાતમી નરકે જવાનાં કર્મ ઉપાર્જ લીધાં હતાં; માટે હું માનસિક રીતે પણ હિંસાનો વિચાર નહીં કરું.
૫. હું મારી વાણીને સાવઘવચનમાં નહીં પ્રવર્તાવું. હમેશાં નિરવઘવચન જ બોલીશ. સાવઘવચન ક્યારેક હિંસાનું નિમિત્ત બની જાય.
બીજા મહાવ્રતની ભાવનાઓ :
૧. હું હસવાનું બંધ કરીશ. હસવામાં ક્યારેક અસત્ય બોલાઈ જાય છે. હસવામાં અસત્ય ન બોલાઈ જાય, તે માટે જાગ્રત રહીશ.
૨. હું વિચારીને બોલીશ. જ્ઞાનપૂર્વક વિચાર્યા વિના બોલવાથી કદાચ અસત્ય પણ બોલાઈ જાય; તેથી વેર બંધાય. બીજા જીવોના પ્રાણ જાય...માટે હું વિચારીને બોલીશ. ૧૯૯, શ્લોક : ૨
For Private And Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ મહાવ્રતોની પચીસ ભાવના
૫૪૭
૩. પરમાત્માએ કહ્યું છે : જે ક્રોધ, લોભ અને ભયને પરિહારે તે જ મુનિ!’ આવા મુનિ મોક્ષની સમીપ હોય છે. મોક્ષમાર્ગે ચાલતા તેઓ મૃષાનો ત્યાગ કરે. હું ક્રોધથી મુક્ત બનીને, કૃષાનો ત્યાગ કરું છું.
૪. લોભથી અભિભૂત ચિત્તવાળો મનુષ્ય અત્યંત અર્થકાંક્ષાથી અને ખોટી સાક્ષી આપીને અસત્ય બોલે છે, માટે સત્યવ્રતી મહાત્માએ લોભ ન કરવો જોઈએ. હું લોભનો ત્યાગ કરું છું.
૫. પોતાના પ્રાણ, ધન આદિની રક્ષાના ભયથી મનુષ્ય સત્ય નથી બોલતો. હું નિર્ભય બનીશ. નિર્ભયતાને આત્મસાત્ કરીશ, જેથી અસત્ય બોલાય નહીં. ત્રીજા મહાવ્રતની ભાવનાઓ :
૧. ઇન્દ્ર, રાજા, ધરનો માલિક, શય્યાતર, સાધર્મિક વગેરેના અવગ્રહની યાચના કરવાની જિનાજ્ઞા છે. હું એ પ્રમાણે જગાના માલિકનો અવગ્રહ યાચીશ,
૨. ‘અવગ્રહ (માગેલી જગા)માંથી જ તૃણ વગેરે લેવાં જોઈએ,' તે મુજબ ‘હું આ તૃણ વગેરેને લઉં?’ એમ અનુજ્ઞા માગીને તૃણાદિ લઈશ.
૩. જગાના માલિકે જગા આપી હોય તે છતાં વારંવાર એની અનુજ્ઞા માગવી જોઈએ. પાણી વગેરે પરઠવવાની જગા અને ચરણપ્રક્ષાલનની જગ્ય પણ માગવી જોઈએ અને એ જગાએં જ પરઠવવું જોઈએ, જેથી જગાના માલિકને ચિત્તસંક્લેશ ન થાય હું એ રીતે વર્તીશ.
૪. આગમોક્ત વિધિ મુજબ આહાર-પાણી લાવીને, ગુરુને બતાવીને, આલોવીને, ગુરુ કે વડીલની અનુજ્ઞા લઈને એકલા કે માંડલીમાં આહાર-પાણી વાપરવાનાં હોય છે; નહીંતર ‘ગુરુ-અદત્ત' દોષ લાગે.
૫. જે સ્થાનમાં, જે ક્ષેત્રમાં (પાંચ ગાઉ) માસકલ્પાદિ સાધુઓ રહેલા હોય, તે સ્થાનમાં કે ક્ષેત્રમાં બીજા સાધુઓને રહેવું હોય તો તેમણે પૂર્વે રહેલા સાધુઓની આજ્ઞા લેવી જોઈએ; નહીંતર ચોરીનો દોષ લાગે. હું એ રીતે અવગ્રહ યાચીને રહીશ.
ચોથા મહાવ્રતની ભાવનાઓ :
૧. હું સ્નિગ્ધ આહાર નહીં કરે, અતિ આહાર નહીં કરું. સ્નિગ્ધ અને મધુર આહારથી કે જે અવશ્ય વિકારો પેદા કરે છે અને વીર્યને પુષ્ટ કરે છે, તેવો આહાર નહીં કરું. તેવો આહાર કરવાથી ભાંગવાસના જાગે છે અને બ્રહ્મચર્યનો ભંગ થાય છે અને શરીરને પણ નુકસાન થાય છે.
For Private And Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૮
પ્રશમરતિ ૨. હું સ્નાન નહીં કરું, વિલેપન નહીં કરું. વિવિધ વિભૂષામાં રક્ત ચિત્ત ખાલી થઈ જવાથી તેમાં અબ્રહ્મના વિચારો પ્રવેશી જાય છે.
૩. સ્ત્રીને જોઈશ નહીં, તેનાં અંગોપાંગ સ્પૃહાથી જોઈશ નહીં. સ્ત્રીઓના અવયવો જેવાથી બ્રહ્મચર્યની ભાવના નબળી પડે છે.
૪. હું સ્ત્રીઓનો પરિચય નહીં કરું. સ્ત્રીસંસક્ત વસતિમાં નહીં રહું, સ્ત્રીના વાપરેલા આસન ઉપર નહીં બેસું.
૫. અપ્રશસ્ત સ્ત્રીકથા નહીં કરું. સ્ત્રીકથાથી મનમાં કામોન્માદ જાગે છે. પાંચમા મહાવ્રતની ભાવનાઓ : ૧. હું સારા કે નરસા શબ્દમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું. ૨. હું સારા કે નરસા રૂપમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું. ૩. હું સારા કે નરસા રસમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું. ૪. હું સારી કે નરસી ગંધમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું. ૫. હું સારા કે નરસા સ્પર્શમાં વૃદ્ધિ કે દ્વેષ નહીં કરું પંડિત પુરુષ જિતેન્દ્રિય હોય અને સર્વસાવદ્ય પાપોથી-બાહ્ય અત્યંતર પરિગ્રહથી રહિત હોય. શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ કરવાથી પાંચમાં મહાવ્રતની વિરાધના થાય છે. માટે હું એ વિષયોમાં રાગ-દ્વેષ નહીં કરું.
આ રીતે પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ રોજ ભાવવાથી મહાવ્રતોનું પાલન ઉજ્જવળ બને છે. પાલનમાં દૃઢતા આવે છે.
૧૦, થોર્માનિરોધ" સમુઘાતથી નિવૃત્ત કેવળી ભગવાન યોગનિરોધના માર્ગે વળે છે. યોગનિમિત્તે (મન-વચન-કાયાના) થતા કર્મબંધનો નાશ કરવા માટે યોગનિરોધ કરવામાં આવે છે. આ ક્રિયા અન્તર્મુહૂર્ત કાળમાં કરવામાં આવે છે.
સર્વપ્રથમ બાદર કાયયોગના બળથી બાદર વચનયોગને રોધે. પછી બાદર કાયયોગના આલંબને બાદર મનોયોગને રોધે. પછી ઉચ્છવાસ-નિશ્વાસને રાંધે. ત્યારબાદ સૂમ કાયયોગથી બાદર કાયયોગને રોધે. (કારણ કે જ્યાં સુધી બાદર યોગ હોય ત્યાં સુધી સૂક્ષ્મ યોગો રોધી શકાતા નથી.)
ત્યારપછી સુક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગને રોધે અને પછીના સમયે સુક્ષ્મ મનોગને રોધે. ત્યારબાદના સમયે સૂક્ષ્મ કાયયોગને રોધે. ૨૦૦. શ્લોક : ૭૪
For Private And Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯
ચરણ-સપ્તતિ
સૂક્ષ્મ કાયયોગને રાંધવાની ક્રિયા કરતો આત્મા “સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી' નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદ ઉપર આરૂઢ થાય અને તેમાં ગુણસ્થાનકના ચરમસમય-પર્યત જાય.
સયોગી કેવળી-ગુણસ્થાનકના ચરમ (અંતિમ) સમયે ૧. સૂક્ષ્મ ક્રિયાઅપ્રતિપાતી ધ્યાન ૨. સર્વ કિઓિ ૩. શાતા-કર્મનો બંધ ૪, નામ-ગોત્ર કર્મની ઉદીરણા ૫. શુક્લલેશ્યા ૬, સ્થિતિ-રસનો ઘાત, અને ૭, યોગ. આ સાત પદાર્થોને એક સાથે નાશ થાય છે અને આત્મા અયોગી કેવળી બને છે.
૧૧. ચટણ-સપ્તતિ ચરણ એટલે ચારિત્ર, ચારિત્ર ધર્મના ૭૦ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ ૭૦ પ્રકારના ચારિત્ર ધર્મની આરાધના મુનિએ કરવાની હોય છે. તે પ્રકારો આ રીતે છે :
પાંચ મહાવ્રત ઃ મહાવ્રતો : ૦૫ શ્રમણધર્મ : ૧૦
૧. પ્રાણાતિપાતંવરમણ મહાવ્રત સંયમ :
૨. મૃષાવાદવિરમણ મહાવ્રત વૈયાવૃત્ય : ૧૦
૩. અદત્તાદાનવિરમણ મહાવ્રત બ્રહ્મચર્યગુપ્તિ : ૦૮
૪. મૈથુનવિરમણ મહાવ્રત જ્ઞાનાદિ : ૦૩
પ. પરિગ્રહવિરમણ મહાવ્રત તપ :
૧૨
દસ શ્રમણધર્મ : ક્રોધાદિનિગ્રહ : ૦૪
૧. ક્ષમા ૨. નમ્રતા ૩, સરળતા ૪.
લભત્યાગ ૫. તપ ૬. સંયમ ૭. સત્ય કુલ :
૮. શૌચ ૯. આકિંચન્ય ૧૦. બ્રહ્મચર્ય સત્તર પ્રકારનું સંયમ : ૫ પ્રાણાતિપાત વગેરે પાંચ આશ્રવોથી વિરતિ ૫ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ. ૪ ચાર કપાયોનો વિજય. ૩ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિનો નિરોધ.
૨0૧. શ્લોક : ૯૬
For Private And Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ .
પ્રશમરતિ બીજી રીતે સત્તર પ્રકારનું સંયમ :
૯ જીવસંયમ : પૃથ્વીકાયાદિ પૃથ્વી, જલ, તેજ, વાયુ, વનસ્પતિ બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયો) ૯ પ્રકારનું જીવોના મન-વચન-કાયાથી કારણ-કરાવણ અને અનુમોદન દ્વારા સંરંભ, સમારંભ અને આરંભનો ત્યાગ.
૧. અજીવસંયમ : પ્રમાદાદિ દોષયુક્ત અને આયુષ્ય, બુદ્ધિ, શ્રદ્ધા, સંવેગ અને બળથી હીન એવા વર્તમાનકાલીન સાધુગણના ઉપકાર માટે પુસ્તકાદિને પ્રતિલેખના-પ્રમાર્જનાદિ દ્વારા જણાપૂર્વક રાખવાં.
૧ પ્રેક્ષ્યસંયમ : આંખોથી જોઈને બીજ-લીલી વનસ્પતિ, જીવજંતુ વગેરેથી રહિત ભૂમિ ઉપર બેસવું, ચાલવું, શયન કરવું.
૧ ઉપેક્ષા સંયમ પાસસ્થાકશીલ વગેરે નિમ્ન સ્તરના સાધુઓની દયાહીન કઠોર પાપપ્રવૃત્તિની ઉપેક્ષા કરવી. બીજા સ્થળે ઉપેક્ષા સંયમના બદલે “પ્રેક્ષાસંયમ' કહેલું છે. તેનો અર્થ સંયમમાં ઢીલા પડેલા સાધુઓને પ્રેરણા આપી સંયમમાં સ્થિર કરવા, એ થાય છે.)
૧ પ્રમાર્જના સંયમ : વસ્ત્ર-પાત્ર વગેરે લેતાં-મૂકતાં પ્રમાર્જન કરવું. ગામમાં પ્રવેશતાં, નીકળતાં પગનું પ્રમાર્જન કરવું.
૧ પારિષ્ઠાપના સંયમ : ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરેનો ત્યાગ જંતુરહિત ભૂમિમાં કરવો જોઈએ. “પારિષ્ઠાપનિકા-નિર્યુક્તિ” માં બતાવેલી વિધિ મુજબ પરઠવું જોઈએ. ગીતાર્થ સાધુ આ વિધિ કરે.]
૧ મનઃસંયમ : દ્રોહ, ઈર્ષા, અભિમાનાદિકથી નિવૃત્તિ અને ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ.
૧ વચનસંયમ : હિંસક અને પુરુષ (કઠોર) ભાષાથી નિવૃત્તિ, શુભ ભાષામાં પ્રવૃત્તિ કરે.
૧ કાયસંયમ : જવા-આવવા વગેરે ક્રિયાઓમાં ઉપયોગ રાખે. દસ પ્રકારનું વૈયાવૃત્ય : સેવાઓ ૧. આચાર્યની સેવા. ૨. ઉપાધ્યાયની સેવા. ૩. તપસ્વીની સેવા. ૪. નૂતન દીક્ષિત મુનિની સેવા. પ. બીમાર, રોગીની સેવા
For Private And Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરણ-સપ્તતિ
૬. વૃદ્ધની સેવા ૭. સમાન સમાચારી (આચારદ્ધપતિ) વાળા સાધુઓની સેવા ૮. સંઘ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની સેવા ૯. કુળની સેવા. ઘણા સજાતીય ગચ્છોના સમૂહને કુળ કહેવાય છે.]. ૧૦. ગણની સેવા. ઘણાં કુળોના સમૂહને ગણ કહેવાય! નવ પ્રકારની બ્રહ્મ-ગુપ્તિ: ૧. વસતિ : સ્ત્રી, પશુ અને નપુંસક વિનાના સ્થાનમાં સાધુએ રહેવું જોઈએ.
૨. સ્ત્રીકથા : બ્રહ્મચારીએ સ્ત્રીઓ સાથે એકાંતમાં વાતો ન કરવી જોઈએ. એવી રીતે સ્ત્રીવિષયક વાતો બીજાઓ આગળ ન કરવી જોઈએ.
૩. આસન : સ્ત્રીઓ સાથે બ્રહ્મચારીએ એક આસન ઉપર ન બેસવું જોઈએ. સ્ત્રી જે જગાએ બેઠી હોય, એ જગા ઉપર બે ઘડી (૪૮ મિનિટ) સુધી ન બેસવું જોઈએ.
૪. સ્ત્રીનાં અંગોપાંગ જોવાં નહીં કે એનું ચિંતન કરવું નહીં. ૫. સ્ત્રી-પુરુષ દિંપતી)નો વાર્તાલાપ સાંભળવો નહીં. ૬. ગૃહસ્થ જીવનમાં કરેલી સ્ત્રી સાથેની ક્રીડાઓ યાદ ન કરવી.
૭. બ્રહ્મચારીએ અતિ સ્નિગ્ધ (ઘી-દૂધવાળું) ભોજન ન કરવું. મધુરાદિ રસયુક્ત ભોજન ન કરવું.
૮. લુખ્ખ પણ ભોજન અધિક ન કરવું જોઈએ. ૯. પોતાના શરીર સ્નાન, વિલેપન વગેરે ન કરવાં, શણગાર ન કરવો. ત્રણ જ્ઞાનાદિ : ૧. જ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન અવબોધ. ૨. દર્શન : જીવ-અજીવાદિ નવ તત્ત્વોની શ્રદ્ધા, ૩. ચારિત્ર : સર્વપાપપ્રવૃત્તિઓના જ્ઞાન-શ્રદ્ધાપૂર્વક ત્યાગ. બાર પ્રકારના તપ : ૧. અનશન. ૨. ઊણોદરી ૩. વૃત્તિસંક્ષેપ ૪. રસત્યાગ ૫. કાયક્લેશ ૬. સંસીનતા ૭. પ્રાયશ્ચિત્ત ૮, ધ્યાન ૯, વૈયાવચ્ચ ૧૦. સ્વાધ્યાય ૧૧. કાયોત્સર્ગ ૧૨, વિનય.
ચારક્રોધાદિ : ૧. ક્રોધ ૨. માન ૩, માયા, અને ૪. લોભનો નિગ્રહ,
For Private And Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. કણકર્તાતિ* જેનું આચરણ રોજ કરવાનું હોય છે તે “ચરણ” કહેવાય છે. જેનું આચરણ પ્રયોજન ઉપસ્થિત થતાં કરવામાં આવે તેને “કરણ' કહેવાય છે. દા.ત. પિંડવિશુદ્ધિ. ગોચરી આદિ ગ્રહણ કરતી વેળા જ પિંડવિશુદ્ધિનો ઉપયોગ રાખવો પડે, એ સિવાયના કાળમાં નહીં. મોક્ષાર્થી એવા મુનિવરો માટે કરવા યોગ્ય કર્તવ્યોને કરણ કહેવાય છે. તે ‘કરણ'ના ૭૦ પ્રકારો બતાવવામાં આવ્યા છે. આ કરણસપ્તતિનું પાલન “ચરણ-સપ્તતિના પાલનમાં સહાયક છે. પિંડવિશુદ્ધિ : ૦૪
પિંડ વિશુદ્ધિ : સમિતિ : ૦૫
૧. પિંડ (આહાર-પાણી) ભાવના : ૧૨
૨. મકાન (શમ્યા) પ્રતિમા : ૧૨ ઇન્દ્રિયનિરોધ : ૦૫
૩. વસ્ત્ર પ્રતિલેખના : ૨૫
૪. પાત્ર ગુપ્તિ : ૦૩
આ ચાર વસ્તુઓ ગ્રહણ કરતાં સાધુઅભિગ્રહ : ૦૮
સાધ્વીએ ૪૨ દોષોનો ત્યાગ કરવાનો હોય કુલ : ૭૦ સમિતિ : ૧. ઇસમિતિ : વ્યસ-સ્થાવર જીવોને અભય આપવાની પ્રતિજ્ઞા કરનાર સાધુપુરુષોએ નીચે જોઈને ચાલવું જોઈએ. કોઈ જીવ પગ નીચે હણાય નહીં તેનો ઉપયોગ રાખીને ચાલવું જોઈએ.
૨. ભાષા સમિતિ : પાપયુક્ત ભાષા ન બોલવી. સત્ય છતાં અપ્રિય ભાષા ન બોલવી. સર્વજીવહિતકારી અને અસંદિગ્ધ ભાષા બોલવી જોઈએ.
૩. એષણા સમિતિ : નિર્દોષ ભિક્ષાની ગવેષણ કરવી. સાધુજીવનમાં ઉપયોગી ઉપકરણ, ઉપાશ્રય, પાટ-પાટલા વગેરેની નિર્દોષ ગષણા કરવી.
૪. આદાનનિક્ષેપ સમિતિ : આસન, વસ્ત્ર, પાત્ર, દંડ આદિ આંખોથી જઈને, ઉપયોગપૂર્વક લેવાં જોઈએ અને મૂકવાં જોઈએ.
પ. પારિષ્ઠાપનિકા સમિતિ ઃ મળ-મૂત્ર, લેખ, અનુપયોગી અન્ન પાનવસ્ત્રાદિનો નિર્જીવ ભૂમિ ઉપર ઉપયોગપૂર્વક ત્યાગ કરવો જોઈએ. ૨૦૨, શ્લોક : ૯૬
For Private And Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૩
કરણસપ્તતિ
ભાવના : ૧. અનિત્ય ભાવના : પ્રિયજનોનો સંયોગ, ઋદ્ધિ, વિષયસુખો, સંપત્તિ આરોગ્ય, યૌવન, શરીર અને જીવન અનિત્ય છે.
૨. અશરણ ભાવના : જન્મ, જરા અને મૃત્યુથી ત્રસ્ત, વ્યાધિ અને વેદનાઓથી ભરપૂર આ સંસારમાં જિનવચન સિવાય કોઈ શરણ નથી.
૩. એકત્વ ભાવના : જીવ એકલો જન્મે છે અને એકલો મરે છે. એકલો જ વેદનાઓ સહે છે, તો આત્મહિત પણ એકલાએ સાધી લેવું.
૪. અન્યત્વ ભાવનાઃ “હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવથી અને શરીરથી જુદો છું.” આવી નિશ્ચિત ધારણાવાળાને શાક થતો નથી.
૫. અશુચિ ભાવના : શરીરની અપવિત્રતાનો વિચાર કરવો. શરીરમાં બધું જ બીભત્સ અને ગંદું ભરેલું છે.
૬. સંસાર ભાવના : માતા મરીને પુત્રી, બહેન અને પત્ની બને છે. પુત્ર મરીને પિતા અને પિતા મરીને શત્રુ બને! સંસારના સંબંધોની વિચિત્રતાનો વિચાર કરવો.
૭. આશ્રવ ભાવના : મિથ્યાત્વ, અવિરતિ, કપાય, યોગ અને પ્રમાદ-આ આશ્રવ-દારો છે. તેમાંથી આત્મામાં કર્મો વહી આવે છે. એ આશ્રવ-હારોને બંધ કરવાનો પ્રયત્ન કરવો.
૮. સંવર ભાવના : શુભ આશ્રવ પણ ન જોઈએ અને અશુભ આશ્રવ પણ ન જોઈએ. સમ્યગદર્શનાદિ દ્વારા આથવાનાં કાર બંધ કરવા તે સંવર કહેવાય.
૯. નિર્જરા ભાવના : બાહ્ય-અત્યંતર તપથી આત્મામાં રહેલાં કર્મોનો નાશ કરવો.
૧૦. લોકસ્વરૂપ ભાવના ચૌદ રાજલોકનું ચિંતન કરવું. ઊર્ધ્વલોકઅધોલોક અને મધ્યલોકનું ચિંતન કરવું.
૧૧. ધર્મસ્વાખ્યાત ભાવના ધર્મનો પ્રકાશ આપનારા અરિહંત પરમાત્માનું ચિંતન, ધર્મના પ્રભાવ અને ધર્મસ્વરૂપનું ચિંતન.
૧૨. બોધિદુર્લભ ભાવના : બોધિ એટલે સમ્યગુદર્શન. સમ્યગદર્શનની દુર્લભતાનું ચિંતન. સમ્યગદર્શન વિના મોક્ષ નહીં.
આ બાર ભાવનાઓ રોજ ભાવવાની હોય છે. એથી આત્મભાવ વિશુદ્ધ બને છે, વૈરાગ્ય પુષ્ટ થાય છે, વિવેક જાગ્રત રહે છે.
For Private And Personal Use Only
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
પ્રતિમા :
‘પ્રતિમા’ એટલે પ્રતિજ્ઞા અથવા નિયમ, સાધુજીવનમાં વિશિષ્ટ કોટિના નિયમો સ્વીકારીને, અપ્રમત્ત જીવન જીવવાનો અભ્યાસ કરવાનો હોય છે. પ્રાચીન સમયમાં શ્રેષ્ઠ કોટિના સાધુપુરુષો આ બાર પ્રકારની ‘પ્રતિમા’નો ક્રમશઃ અભ્યાસ કરતા હતા. વર્તમાનકાળે આ 'પ્રતિમા' ધારણ કરનારા મુનિઓ જોવામાં આવતા નથી.
(૧) પહેલી ‘પ્રતિમા’ નો સમય એક મહિનાનો હોય છે. રોજ એક સમય જ ભિક્ષા ગ્રહણ કરે. એક જ વાર, એક જ ધારાએ પાત્રમાં દાતા નાંખે તેટલું ગ્રહણ કરે. એવી રીતે પાણી પણ એક જ ધારાએ પાત્રમાં દાતા નાંખે તેટલું ગ્રહણ કરે. આ રીતે ભિક્ષા અને પાણી ગ્રહણ કરે, તે પણ નીચેના પાંચ પ્રકારના અભિગ્રહમાંથી ગમે તે બે અભિગ્રહ ધારણ કરીને!
૨.
૧. અતિ કંજૂસ માણસ પણ જે ભિક્ષા પસંદ ન કરે, તેવી ભિક્ષા મળશે તો લઈશ. જે ઘરમાં એક જ માલિક હોય, તેવા ધ૨માંથી ભિક્ષા ગ્રહણ કરીશ. ૩-૪. અગર્ભિણી અને બાળક વિનાની સ્ત્રી અથવા બાળકને સ્તનપાન ન કરાવતી હોય, તેવી સ્ત્રી ભિક્ષા આપશે તો જ ગ્રહણ કરીશ.
૫. એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર હોય અને ભિક્ષા આપે, તો ગ્રહણ કરીશ.
* આ ‘પ્રતિમા’ ધારણ કરનારા મહાત્માઓ જલ હોય, ભૂમિ હોય કે અટવી હોય, સૂર્યાસ્ત થઈ ગયો કે તે જ સ્થાને રોકાઈ જાય. એક પગલું પણ આગળ વધે નહીં, સૂર્યોદય સુધી ત્યાં જ રહે.
* ગામમાં કે નગરમાં લોકો જાણી જાય કે ‘આ મહાત્મા પ્રતિમાધારી છે.’ તો એ ગામમાં એક રાતથી વધુ ન રોકાય. અજ્ઞાત ગામમાં બે રાત્રિ રહી શકે.
* જે માર્ગે જતા હોય, તે માર્ગ ઉપર સામેથી કે પાછળથી હિંસક પશુ આવે, તો પણ આ મુનિ પોતાનો માર્ગ ન છોડે. પશુ હિંસક ન હોય તો માર્ગ છોડી શકે.
For Private And Personal Use Only
* તડકામાંથી છાંયડામાં ન જાય. છાંયડામાંથી તડકે ન જાય.
* એક મહિના સુધી અખંડિતપણે ગામેગામ વિચરતા રહે.
* મોટા ભાગે મૌન રહે. ઉપાશ્રય, ઘાસ, આદિની અનુજ્ઞા લેવા પૂરતું જ બોલે. (શય્યાતરની અનુજ્ઞા લેવી પડે.)
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરણસપ્તતિ
પપપ એ ત્રણ પ્રકારની વસતિ (સ્થાન) માં વાસ કરે, બીજે નહીં. ૧. સર્વસાધારણ ધર્મશાળામાં. ૨. ભીંતો વિનાના અને છાપરા વિનાના ખંડિયેરમાં ૩, વૃક્ષની નીચે
આ મકાનમાં આગ લાગી હોય તો પણ તેઓ સ્વેચ્છાથી બહાર ન નીકળે. કોઈ પકડીને બહાર કાઢે તો નીકળી જાય. પગમાં કાંટો વગેરે વાગ્યું હોય તો કાઢે નહીં. આંખમાં તૃણ, રેતી વગેરે પડયું હોય તો ન કાઢે, હાથ-પગ વગેરે ધૂએ નહીં.
એકાકી વિહાર કરે, (૧) જ્યારે એક મહિનાની આ પ્રતિમા' પૂર્ણ થાય ત્યારે તે મહાત્મા પોતાના આચાર્યની પાસે જાય, ગચ્છમાં જાય. આચાર્ય, રાજા વગેરેને પ્રેરણા કરીને, તપશ્ચર્યાના બહુમાન માટે એ મહાત્માનું ભવ્ય સ્વાગત કરાવે.
(૨ થી ૭) બીજી ‘પ્રતિમામાં ભિક્ષાની બે દત્તિ અને પાણીની બે દત્તિ હોય છે. એિક ધારાએ ભિક્ષાપાત્રમાં આવે, તે એક “દત્તિ' કહેવાય. ત્રીજી “પ્રતિમામાં ત્રણ-ત્રણ દત્તિ, ચોથીમાં ચાર-ચાર...સાતમીમાં સાત-સાત દત્તિ ગ્રહણ કરે. બાકી બધા જ નિયમો પહેલી પ્રતિમાની જેમ જ હોય.
(૮) એક દિવસ ઉપવાસ, એક દિવસ આયંબિલ...આ રીતે મહિના સુધી કરે. આયંબિલમાં “દત્તિનો નિયમ ન હોય.
ગામની બહાર રાત્રી પસાર કરે. કાં ચત્તા સૂવાનું, કાં પડખે સૂવાનું, કાં સુખાસને બેસવાનું.
એ દેવકૃત, મનુષ્યકૃત, તિર્યચકિત ઘોર ઉપસર્ગો સહન કરે. છે તન-મનથી અવિચલ રહે. બાકી બધા નિયમાં પહેલી પ્રતિમાની જેમ પાળે. (૯) તપશ્ચર્યા આઠમી પ્રતિમાની જેમ ગામ બહાર રહે. ઉત્કટુક આસને બેસે અથવા માથું અને પાંસળીઓ જ જમીનને સ્પર્શે એ રીતે સુવે અથવા માત્ર પીઠ જ જમીનને સ્પર્શે એ રીતે સૂવે અથવા પગ લાંબા કરીને સૂવે.
(૧૦) તપશ્ચર્યા ૮-૯ પ્રતિમાની જેમ. ગામની બહાર રહે. “ગોદોહિકા' આસને બેસે. અથવા “વીરાસન થી બેસે અથવા આમ્રવૃક્ષની જેમ વક્ર-આકારે બેસે.
(૧૧) આ પ્રતિમા ત્રણ દિવસની હોય છે. પહેલા દિવસે એકાસન કરે પછી બે દિવસ છઠ્ઠનો તપ કરે. પાણી પણ ન લે. ગામની બહાર કાયોત્સર્ગમાં જ રહે.
For Private And Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપક
પ્રશમરતિ (૧૨) ચોવિહાર અઠમ કરે, ગામની બહાર નદીના કિનારે રહે. આંખના પલકારા પણ ન થાય, નિર્નિમેષ દૃષ્ટિ રાખે. કાયોત્સર્ગમાં ઊભા રહે, એક વસ્તુ ઉપર જ દૃષ્ટિ સ્થિર રાખે. ચાર દિવસની આ પ્રતિમા હોય છે. પહેલા દિવસે એકાસણું કરે.
આ બાર પ્રતિમાઓ વહન કરનાર મહાત્માઓને લબ્ધિઓ પ્રગટે છે, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન થાય છે.
જો ભૂલો કરે, વિરાધના કરે તો ગાંડી થઈ જાય, રોગી બની જાય કે શ્રદ્ધાભ્રષ્ટ થઈ જાય.
ઇન્દ્રિયનિરોધ : ઇષ્ટ-અનિષ્ટ વિષયોમાં રાગ-દ્વેષનો અભાવ.
ઇન્દ્રિય વિષય ૧. સ્પર્શેન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિયોની પોતપોતાના ૨. રસનેન્દ્રિય રસ
વિષયમાં આસક્તિનો ત્યાગ ૩. ધ્રાણેન્દ્રિય ગન્ધ
કરવો, તેનું નામ ઇન્દ્રિયનિરોધ,
વિષયાસક્તિથી તો જીવાત્મા ૪. ચક્ષુરિન્દ્રિય વ
ક્લેશ જ અનુભવે છે અને ૫. શ્રોત્રન્દ્રિય શબ્દ
વિનાશ પામે છે. પ્રતિલેખના વિધિપૂર્વક ચોલપટ્ટાદિ ઉપકરણોનું નિરીક્ષણ કરવું. આ પ્રતિલેખના [પડિલેહણા ત્રણ સમયે કરવાની હોય છે. ૧. પ્રભાતમાં ૨, પોરિસી-સમયે અને ૩. સાંજે,
૧. પ્રાભાતિક પ્રતિલેખના : સવારે દસ ઉપકરણોની પ્રતિલેખના કરવાની હોય છે. ૧. મુહપત્તિ ૨, રજોહરણ ૩-૪. નિશથિયાં ૫. ચોલપટ્ટો ૬-૭-૮. ત્રણ કપડાં (એક ઊનનું અને બે સુતરાઉ) ૯. સંથારો, અને ૧૦. ઉત્તરપટ્ટ. નિશીથ-ચૂર્ણ’ અને ‘કલ્પચૂર્ણા'ના મતે અગિયારમું ઉપકરણ દાંડો છે.
પ્રતિલેખનાના ક્રમ : રાપર્વ પ્રથમ મુહપત્તિ, પછી રજોહરણ બહારનું નિશૈથિયું, અંદરનું નિશથિયું, ચલપટ્ટો (સાદનીના માટે સાડો) તે પછી ત્રણ કપડાં ઉત્તરપટ્ટો, સંથારો અને દાંડો.
સર્વપ્રથમ આચાર્યાદિ વડીલોનાં ઉપકરણની પ્રતિબંખના કરવી જોઈએ. તે પછી અનશન સ્વીકારેલા સાધુની, તે પછી ગ્લાનની, નૂતન દીક્ષિતની અને પછી પોતાની.
For Private And Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાસપ્તતિ
પપ૭ ૨. પોરિસી સમયની પ્રતિલેખના: મુહપત્તિનું પડિલેહણ કરી, સાત ઉપકરણોનું પડિલેહણ કરવાનું. ૧. ગુચ્છા ૨. પડલાં ૩. પાત્રકેસરિકા ૪. પાત્રબંધ ૫. પાત્રક ૬. રસ્ત્રાણ, અને ૭..પાત્રસ્થાપના.
૩. સાંજની પ્રતિલેખના દિવસના ત્રણ પ્રહર વીત્યા પછી ચૌદ ઉપકરણોની પ્રતિલેખના કરવાની હોય છે. ૧. મુહપત્તિ, ૨. ચોલપટ્ટો ૩. ગુચ્છા, ૪. પાત્રપ્રતિલેખનિકા ૫, પાત્રબંધ ૬, ૫ડલાં ૭. રજસ્ત્રાણ ૮. પાત્રસ્થાપના ૯. માત્રક ૧૦, પાત્રક ૧૧, રજોહરણ ૧૨-૧૩-૧૪. ત્રણ કપડાં.
વસતિ-પ્રમાર્જન : જે મકાનમાં સાધુ રહ્યા હોય તે મકાનમાંથી શિયાળામાં અને ઉનાળામાં રોજ બે વાર કાજો લે. ચોમાસામાં ત્રણ વાર કાજો લે.
ગુપ્તિ : મન, વચન અને કાયાના અશુભ વ્યાપારોનું વર્જન અને શુભમાં પ્રવર્તન, તે ગુપ્તિ' કહેવાય, તેના ત્રણ પ્રકારો છે. ૧. માનગુપ્તિ : ૧. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય, તેવી કલ્પનાઓનો ત્યાગ. ૨. શાસ્ત્રાનુસારી, પરલોકહિતકારી એવું ધર્મધ્યાન વધે, તેવી મનની તટસ્થ વૃત્તિ.
૩. શુભ અને અશુભ મનની વૃત્તિને રોકવાપૂર્વક “યોગનિરોધ 'ના સમયે અનુભવાતી આત્મરમણતા.
૨. વચનગુપ્તિ ઃ ૧. મુખ-નેત્ર અને ભ્રકુટીના વિકાર કરવા, આંગળીઓ હલાવવી, ખાંસી ખાવી, “હું...હું..' એવો અવાજ કરવો, પથ્થર ફેંકવા વગેરે અર્થસૂચક ચેષ્ટાઓથી ત્યાગપૂર્વક મૌન રહેવું જોઈએ.
૨. “મુહપત્તિથી જયણા રાખી, વાચના આપતાં, સૂત્રાર્થમાં પોતાનો કે બીજાનો સંદેહ નિવારતાં, લોક-અવિરુદ્ધ અને આગમ-અવિરુદ્ધ ઉપદેશ આપતાં.
૩. કાયગુપ્તિ : ૧. આગમાનુસારી પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિઓનો ત્યાગ. ઉપસર્ગ અને પરીષહ વખતે “કાયોત્સર્ગ, માંથી વિચલિત ન થાય. “યોગનિરોધના સમયે સર્વથા કાયવ્યાપારનો ત્યાગ.
૨. સંદેહ પડતાં જયણાપૂર્વક અને વિનયપૂર્વક ગુરુને પૂછવા જવું. ઉપયોગપૂર્વક ભૂમિ અને સંથારાની પ્રતિલેખના કરવી, આગમને અનુસરીને ક્રિયાઓ કરવી. આ બધામાં ઇચ્છાનુસાર ક્રિયાનો ત્યાગ હોવાથી અને આગમાનુસારિતા હોવાથી “ગુપ્તિ” કહેવાય.
For Private And Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા
પપ૮
પ્રશમરતિ અભિગ્રહ : અભિગ્રહ એટલે વિશિષ્ટ પ્રતિજ્ઞા ૧. દ્રવ્ય અભિગ્રહ : દા.ત., ‘જો અડદના બાકળા સૂપડામાં રહેલા મળશે તો જ લઈશ.”
૨. ક્ષેત્ર-અભિગ્રહ : દા.ત., “બેડીમાં જકડાયેલી, એક પગ ઉંબરની અંદર અને એક પગ ઉંબરની બહાર હોય એવી દાત્રી આપશે તો જ લઈશ.”
૩. કાળ-અભિગ્રહ : દા.ત., દિવસની બીજી પોરિસી વીત્યા પછી જ લઈશ.”
૪. ભાવ-અભિગ્રહ : દા.ત., “મૂંડાયેલા મસ્તકવાળી, રડતી દાત્રી આપશે. તો જ લઈશ.” આ ચાર પ્રકારોમાં સર્વે અભિગ્રહોનો સમાવેશ થઈ જાય.
૧૩. પર્યાMિ " એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જ જીવો પોતપોતાની યોગ્યતા મુજબ, પોતાનાં શરીર, ઇન્દ્રિયો, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મનનું નિર્માણ કરે છે. આ નિર્માણ નથી બ્રહ્મા કરતા કે નથી કોઈ ઈશ્વર કરતો ! હા, આત્માને જ બ્રહ્મા કહો કે ઈશ્વર કહો, તો વાંધો નથી.
શરીરાદિનું નિર્માણ કરવા માટે જીવાત્મામાં શક્તિ જોઈએ, જીવની સાથે અનાદિ કાળથી તૈજસ શરીર અને કાશ્મણ શરીર સૂક્ષ્મ શરીર] તો હોય જ છે. આ ઉપરાંત ઇન્દ્રિયસાપેક્ષ યોગ્યતા મુજબ દરેક જીવમાં એક શક્તિ પ્રગટે છે. અલબત્ત, આ શક્તિની પ્રાપ્તિમાં “કર્મ' તો સૂક્ષ્મરૂપે કારણ હોય જ છે. આ શક્તિનું નામ “પર્યાપ્તિ છે. પ્રથમર્મ ગ્રન્થ ની ટીકામાં કહ્યું છે : 'તિર્નામ પુકાનીપળઃ પુલ નઝાપરિપાનતઃ વિશેષ: પગલોના સમૂહમાંથી પ્રગટતી અને પુદ્ગલોનું ગ્રહણ-પરિણમન થવામાં હેતુભૂત શક્તિનું નામ પર્યાપ્તિ.
શરીરથી મન સુધીની પાંચેય વસ્તુઓનું નિર્માણ પુદ્ગલોથી થાય છે તે તે પુદ્ગલો ગ્રહણ કરવાના હોય છે અને તે પુદગલોથી શરીરાદિનું નિર્માણ કરવાનું હોય છે. આ કાર્ય કરવાની આત્માની શક્તિ ઔદયિક નું નામ પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિ છ પ્રકારની છે. એ છ પ્રકારો નીચે પ્રમાણે છે :
૧. ઉત્પત્તિના પહેલા જ સમયે જીવ શરીરને યોગ્ય, ઇન્દ્રિયોને યોગ્ય, શ્વાસોચ્છવાસને યોગ્ય, ભાષાને યોગ્ય અને મનને યોગ્ય પગલા ગ્રહણ કરે છે; જે શક્તિથી પુગલ-ગ્રહણ કરે છે તે શક્તિનું નામ “આહાર-પર્યાપ્તિ' છે. ૨૩. કારિકા-૨૨૨૨૨૩
For Private And Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્યાપ્તિ
પપ૯ ૨. શરીર યોગ્ય ગ્રહણ કરેલા પુલોથી રચના કરે છે, જે શક્તિથી શરીર-રચના કરે છે તે શક્તિનું નામ શરીર-પર્યાપ્તિ.
૩. ઇન્દ્રિયયોગ્ય ગ્રહણ કરેલા પુદ્ગલોથી સ્પર્શન-રસન-ધ્રાણ-ચહ્યું અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયોની રચના કરે છે. જે શક્તિથી ઇન્દ્રિયોની રચના કરે છે, તે શક્તિનું નામ ઇન્દ્રિય-પર્યાપ્તિ.
૪. શ્વાસોચ્છવાસ-યોગ્ય ગ્રહણ કરેલાં પગલોથી શ્વાસ લેવા-મૂકવાની શક્તિનું નિર્માણ કરે છે. જે શક્તિથી આ નિર્માણ કરે છે તે શક્તિનું નામ શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ.
૫. ભાષાને યોગ્ય ગ્રહણ કરેલા પુદ્ગલોથી, ભાષાવર્ગણાના પગલોને લેવા-મૂકવાનું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. જે શક્તિથી આ સામર્થ્ય પ્રગટાવે છે તે શક્તિનું નામ મનઃપર્યાપ્તિ.
આ શરીરાદિ છયે પદાર્થોના નિર્માણના પ્રારંભ સાથે જ થાય છે, પરંતુ સમાપ્તિ ક્રમશઃ થાય છે. કારણ કે આહારાદિ ક્રમશઃ સૂક્ષ્મ-સૂક્ષ્મ છે. સ્કૂલ વસ્તુના નિર્માણમાં ઓછો સમય લાગે છે અને સૂક્ષ્મ પદાર્થના નિર્માણમાં વધુ સમય લાગે છે. આહાર સહુથી સ્થૂલ છે, એના કરતાં શરીર સૂક્ષ્મ છે. શરીર કરતાં ઇન્દ્રિયો સૂક્ષ્મ છે, ઇન્દ્રિયો કરતાં શ્વાસોચ્છવાસ સૂક્ષ્મ છે. શ્વાસોચ્છવાસ કરતાં ભાષા સૂક્ષ્મ છે અને ભાષા કરતાં મન સૂક્ષ્મ છે. એટલે ઔદારિક શરીરવાળા જીવની આહારપર્યાપ્તિ એક જ સમયમાં પૂરી થઈ જાય છે. તે પછીની દરેક પર્યાપ્તિને પૂર્ણ થવામાં અન્તર્મુહુર્તનો સમય લાગે છે!
બે સ્ત્રીઓ છે. બંનેને સુતર કાંતવાનું છે. બંને સાથે જ કાંતવાનું શરૂ કરે છે, પરંતુ જે સ્ત્રીને જાડું કાંતવાનું છે તે પહેલાં કાંતી લે છે અને જેને ઝીણું કાંતવાનું છે, તેને વાર લાગે છે. એવી જ રીતે, બે શિલ્પીઓ છે. બંનેને પથ્થર ઘડવાના છે. બંને સાથે જ ઘડવાનું શરૂ કરે છે, પરન્તુ જેને થાંભલો ઘડવાનો છે તે પહેલાં ઘડી દે છે અને જેને કલાત્મક પૂતળી ઘડવાની છે તેને ઘણો સમય લાગે છે. આ જ નિયમ શરીરાદિના નિર્માણમાં લાગુ પડે છે.
વૈક્રિય-શરીરીને તથા આહારક-શરીરીને પહેલી “આહાર પર્યાપ્તિ’ એક સમયમાં પૂરી થાય છે. બીજી “શરીરપર્યાપ્તિ ને પૂરી થતાં અન્તર્મુહૂર્ત લાગે છે ત્યાર પછીની પર્યાપ્તિઓ એક-એક સમયમાં પૂર્ણ થાય છે.
જ કેટલાક પ્રાચીન આચાર્યોએ મનનો સમાવેશ ઇન્દ્રિયમાં કરીને પર્યાપ્તિની સંખ્યા પાંચની કહી છે. “આગમમાં એક સ્થળે મનનો સમાવેશ ભાષામાં
For Private And Personal Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦.
પ્રશમરતિ કરીને, પર્યાપ્તિની સંખ્યા પાંચની બતાવી છે પરન્તુ પ્રચલિત માન્યતા છ પર્યાપ્તિની છે.
દરેક જીવોને છયે પર્યાપ્તિઓ ન હોય; તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે : એકેન્દ્રિય જીવોને ૧ થી ૪ હોય.
બેઇન્દ્રિય, ઇન્દ્રિ, ચઉરિન્દ્રિય અને અસંક્ષી મિન વિનાના) પંચેન્દ્રિય જીવોને ૧ થી ૫ હોય.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ૧ થી ૬ હોય.
એવં નિયમ નથી કે તે તે જીવો પોતાની બધી પર્યાપ્તિ પૂરી કરે જ! પર્યાપ્તિ પૂરી કર્યા વિના પણ મરી જઈ શકે!
પ્રશ્ન : આવું શાથી બને? કોઈ જીવ પોતાની બધી પર્યાપ્તિઓ પૂરી કરે છે, કોઈ જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા વિના મરી જાય?
ઉત્તર : આમાં નિયામક છે તે તે જીવનું કર્મ. નામકર્મની એક પર્યાપ્ત નામની પ્રકૃતિ છે. આ પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય તો જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે જ. પરંતુ અપર્યાપ્ત-નામર્મનો ઉદય હોય તો તે પૂર્ણ ન કરી શકે ને મરી જાય.
પ્રશ્ન : પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરનારા જીવોની ઓળખ કયા નામથી આપવામાં આવી છે?
ઉત્તર : તે જીવોને પર્યાપ્તા કહેવાય છે. પર્યાપ્તિઓ પૂરી કરનારા ‘ પતાકહેવાય છે. પર્યાપ્ત જીવોના બે પ્રકાર છે :
૧. સ્ન-: તા, ૨. વરVI-Hપર્યાપ્તા .
છે જે જીવા સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરી જાય, તે નચ્છેિઅપર્યાપ્તા.
* જે જીવોએ હજુ સ્વયોગ્ય પર્યાપ્તિઓ કરી ન હોય પૂર્ણ કરવાનું કામ ચાલુ હોય પરંતુ : કરવાના હોય, તે કાળ પૂરતા વરV-પર્યાપ્તા કહેવાય; બાકી આ જીવા તો રન-પપ્પા જ હોય છે. પર્યાપ્ત-નામાર્ગે ઉદય હોય છે.
આ રીતે સંક્ષેપમાં ‘ઇતિ નો વિષય સ્પષ્ટ કર્યો છે. આ વિષયને વિસ્તારથી સમજવાની ઇચ્છાવાળાએ જ તેવીર્થમાST-ટીક્સ વગેરે ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ.
For Private And Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર0s
૧૪. પરાવર્તમાન-પ્રકૃતિ કર્મોનાં ફળની અપેક્ષાએ, કમના કાર્યોની અપેક્ષાએ કર્મોનાં બંધની અપેક્ષાએ, કર્મોનાં ઉદયની અપેક્ષાએ કર્મોના જુદા જુદા ભેદ બતાવવામાં આવેલા છે. જેમ કે-શુભ-અશુભ, ઘાતી-અઘાતી, સર્વઘાતી-દેશઘાતી, ધ્રુવબંધી-અધુવબંધી, ધ્રુવોદયીઅધૂવોદયી.
આવી જ રીતે બંધ અને ઉદયની અપેક્ષાએ, કર્મપ્રકૃતિના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧, પરાવર્તમાન, અને ૨, અપરાવર્તમાન.
*"જે કર્મપ્રકૃતિ બીજી કર્મપ્રકૃતિના બંધ કે ઉદય રોકીને પોતે બંધાય કે ઉદય પામે-તે કર્મપ્રકૃતિને “પરાવર્તમાન' પ્રકૃતિ કહેવાય. આવી પરાવર્તમાન કર્મપ્રકૃતિ બંધની અપેક્ષાએ ૯૧ છે અને ઉદયની અપેક્ષાએ કયું છે પ-નિદ્રા ૨-દારિક
હાસ્ય પ-ગતિ ર-વૈક્રિય
રતિ ૧૬-કપાય ૨-આહારક ૩-વેદ ૪-આનુપૂર્વી
શોક -આયુષ્ય ૨-વિહાયોગતિ
આતપ ૫-જાતિ
૧૦-ત્રસ દશકો ઉદ્યોત ૬-સંઘયણ ૧૦-સ્થાવર દિશક] ૬-સંસ્થાન
૨-ગોત્ર આ ૧૬ કષાય + ૫ નિદ્રા = ૨૧ કર્મપ્રકૃતિઓ સાથે જ બંધાય છે, અર્થાત્ આ ર૧ પ્રકૃતિઓ બંધની અપેક્ષાએ પરાવર્તમાન નથી, પરંતુ ઉદયની અપેક્ષાએ પરાવર્તમાન છે. સજાતીય અન્ય કર્મપ્રકૃતિનો ઉદય નિવારીને-રોકીને ઉદયમાં આવે.
નામકર્મની ચાર પ્રકૃતિઓ : સ્થિર, શુભ, અસ્થિર, અશુભ-બંધની અપેક્ષાએ પરાવર્તમાન છે. અર્થાત્, અસ્થિર અને અશુભના બંધને રોકીને સ્થિર તથા શુભ બંધાય છે. એવી જ રીતે સ્થિર અને શુભ બંધાતાં હોય ત્યારે તેને રોકીને અસ્થિર-અશુભ બંધાઈ શકે છે.
અરતિ
ર૦૪. કારિકા-૨૨૨૨૨૩ २०५. विणिवारिय जा गच्छइ बंधं उदयं वा अन्नपगईए!
सा हु परियत्तमाणी अणिवारेंति अपरियत्ता ।।४३।। - पंचसंग्रहे/ द्वार-३
For Private And Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૨.
પ્રશમરતિ આ ૨૫ [૨૧+૪ સિવાયની ૬૬ કર્મપ્રકૃતિ બંધ અને ઉદય-બંનેની અપેક્ષાએ પરાવર્તમાન છે.
ઉદયની અપેક્ષાએ મિશ્રમોહનીય અને સમ્યક્ત મોહનીય-આ બે ગણવાથી ૯૩ પ્રકૃતિ પરાવર્તમાન છે.
જે કર્મપ્રકૃતિઓ બંધાતી હોય કે ઉદયમાં આવતી હોય ત્યારે બીજી કોઈ બંધાતી કે ઉદયમાં આવેલી પ્રકૃતિ રોકી ન શકે તેને અપરાવર્તમાન કર્યપ્રકૃતિ કહેવાય. આવી ૨૯ કર્મપ્રતિ છે; તેના નામ નીચે પ્રમાણે છે :
પ-જ્ઞાનાવરણ પરાઘાત ઉપઘાત પ-અંતરાય
તીર્થકર વર્ણાદિ-૪ ૪-દર્શનાવરણ
ઉચ્છવાસ
કાર્મણ-શરીર મિથ્યાત્વ મોહ અગુરુલઘુ ભયમોહ
નિર્માણ જુગુપ્સા મોહ તૈજસ
૧૫. "પલ્યોપમ પલ્ય” એટલે પ્યાલો. પ્યાલાની ઉપમાવાળું સંખ્યાનું માપ-તનું નામ પલ્યોપમ, પિલ્ય+ઉપમા પલ્યોપમાં કાળ, આયુષ્ય, ભવસ્થિતિ, દીપ, સમુદ્ર, પૃથિવીકાયાદિ જીવો વગેરેની સંખ્યા...માપ સમજવા માટે “પલ્યોપમના માપની જરૂર પડે છે. જ્યાં ગણિતના આંકડાઓ પહોંચી શકતા નથી ત્યાં આ પલ્યોપમથી આગળ વધીને સાગરોપમથી). સંખ્યાનો નિર્ણય કરવામાં આવે છે. પ્રસ્તુતમાં સૌપ્રવેશ' ગ્રંથના આધારે પલ્યોપમની સમજ આપવામાં આવે છે :
ત્રણ પ્રકારના પલ્યોપમ : ૧. ઉદ્ધાર પલ્યોપમ. (સૂક્ષ્મ અને બાદરા ર. અદ્ધા પલ્યોપમ સૂિક્ષ્મ અને બાદર
૩. ક્ષેત્ર પલ્યોપમ. સૂમ અને બાદર) २०६. नाणंतरायदंसणचक्कं परघायतित्थउस्सासं। .
मिच्छभयकुच्छ धुवबंधिणीउ नामस्स अपरियत्ता ।।२०।। - पंचसंग्रहे। द्वार-३ ર૦૭. કારિકા ૨૨૨૨૨૩
For Private And Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પલ્યોપમ
૫૩૩ ઉદ્ધાર પલ્યોપમ :
એક યોજન ઊંડા, એક યોજના પહોળા અને એક યોજન લાંબા પ્યાલાની કલ્પના કરો. એટલે કે એક વિરાટ કવાની કલ્પના કરવાની.
છે આ કૂવામાં કલ્પનાથી, ઉત્તર-કુરુક્ષેત્રમાં જન્મેલા યુગલિક મનુષ્યના મસ્તકના જન્મથી સાત દિવસમાં ઊગેલ વાળ, કાંઠા સુધી દાબીને ભરો.
આ વાળના વિષયમાં પૂર્વાચાર્યોનાં મંતવ્યો જુદાં જુદાં વાંચવા મળે છે. ઉપરનું મંતવ્ય ક્ષેત્રસમIર-
વૃ ત્તિ ગ્રંથનું તથા સંવૃદ્ધrvપન્નતિ ગ્રંથનું છે. અવનસારોદ્ધાર' માં તથા સંપ્રદળ-
વૃવૃત્તિમાં માત્ર વાળ ભરવાનું કહેલું છે. ઉત્તર કુરુક્ષેત્રના યુગલિક મનુષ્યના વાળ ભરવાનું નથી કહેલું. જ્યારે ક્ષેત્રવિ વીરની સ્વપજ્ઞ ટીકામાં કહેવું છે કે : દેવગુરુ અને ઉત્તર કુરુક્ષેત્રોમાં જન્મેલા સાત દિવસના ઘેટાના વાળને સાત ટુકડા કરવા, દરેક ટુકડાના ૨૦,૯૭,૧૫ર ટુકડા કરીને કૂવામાં ભરવા.]
કૂવામાં એવી રીતે ઠાંસીને વાળ ભરવા કે જેથી અગ્નિ એ વાળને બાળી શકે નહીં, પાણી એમાં પ્રવેશી શકે નહીં અને ચક્રવર્તી રાજાની સેના એ કુવા પરથી પસાર થઈ જાય છતાં એક તસુ પણ દબાય નહીં.
છે આ રીતે ભરેલા એ કૂવામાંથી સમયે-સમયે એક એક વાળના ટુકડાને કાઢવામાં આવે અને એ રીતે જેટલા કાળે એ કૂવો ખાલી થાય, આ કાળનું નામ પલ્યોપમ.
* વાળને કાઢવાની fઉદ્ધાર કરવો એટલે કાઢવી પ્રક્રિયા કલ્પનાથી કરવાની હોવાથી આનું નામ “ઉદ્ધાર-પલ્યોપમ', આ વન બાદર-ઉદ્ધાર પલ્યોપમનું છે. સુમ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ હવે બતાવવામાં આવે છે :
* જે વાળ કુવામાં ભરવાના છે, તે દરેક વાળના અસંખ્ય ટુકડા કરી; અને તે ટુકડાઓથી કૂવાને ઠાંસીને ભર. પછી સમયે-સમયે એક-એક ટુકડો બહાર ૨૦૮, “ઉત્સધ અંગુલના માપે યોજાનું માપ સમજવાનું છે. આગમગ્રંથામાં ત્રણ
પ્રકારનાં અંગુલ [આગળ કહેવામાં આવેલાં છે. ૧. ઉત્સધ અંગુલ, ૨. પ્રમાણ અંગુલ, અને 3. આત્મ અંગુલ. આ ત્રણા અંગુલના દરેકના ત્રણ-ત્રણ પ્રકાર છે : ૧. સુચિ-અંગુલ, ૨, પ્રતર-અંગુલ અને ૩. ધનાંગુલ, આનું વિવેચન જુઆ દ્રવ્ય-પ્રાણા ગ્રન્થમાં. ર૦૯. ઉત્તર-કુરુક્ષેત્રનું વર્ણન જુઓ ક્ષેત્રનો પ્રવBI ગ્રન્થમાં,
For Private And Personal Use Only
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
પ્રશમરતિ કાઢો. જેટલા સમયમાં કુવો ખાલી થાય તે સમયને સૂક્ષ્મ ઉદ્ધાર પત્યોમ કહેવાય. સંખ્યાતા ક્રોડો વર્ષ થાય!
અદ્ધા પલ્યોપમ :
છે. પહેલાંની જેમ જ કૂવામાં વાળ ભરો. પરન્તુ તેમાંથી દર સો વર્ષે એક વાળ બહાર કાઢવાનો છે; એ રીતે બધા જ વાળ કૂવામાંથી બહાર કાઢવાના. એ કાઢતાં જેટલો સમય લાગે તે સમયને મ પન્યોપમ કહેવાય. આ વીવેર દ્વાપજ્યોપમ છે.
વાળના અસંખ્ય ટુકડા કરીને કુવામાં ભરો. તેમાંથી દર સો વર્ષે એક-એક વાળના ટુકડાને બહાર કાઢો. એ કાઢતાં જેટલો સમય લાગે, તે સમયને સૂક્ષ્મ શબ્દાલ્યોપમ છે. ૨૧૦ ક્ષેત્ર પલ્યોપમ :
પહેલાંની જેમ જ વાળ અખંડા કુવામાં ભરો, પરંતુ વાળ બહાર નથી કાઢવાના! વાળ જે આકાશપ્રદેશોને સ્પર્શીને રહ્યા હોય, તે આકાશ-પ્રદેશોને કલ્પનાથી બહાર કાઢવાના છે! સમયે-સમયે એક-એક આકાશપ્રદેશને કાઢીને કૂવો ખાલી કરવાનો છે. કૂવો ખાલી થતાં જે સમય લાગે અસંખ્ય કાળચક્ર વીતી જાય તે સમયનું નામ વાવર ક્ષેત્રપન્યોપમ છે.
જ વાળના અસંખ્ય ટુકડાઓ કરીને કુવામાં ભરો. પછી એ વાળના ટુકડાઓ જે આકાશપ્રદેશોને સ્પર્શીને રહ્યા હોય અને જે આકાશપ્રદેશો અસ્પષ્ટ હોય, તે બધાને કાઢતાં સમયે-સમયે જે સમય લાગે તેનું નામ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે.
* માપણી : * સુક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમથી દીપ-સમુદ્રો વગેરે મપાય છે. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમથી કાળ, આયુષ્ય, ભવસ્થિતિ વગેરે મપાય છે.
સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી પૃથિવ્યાદિ જીવો મપાય છે. વિશેષ માહિતી : ૧૦ કોડાકોડી પલ્યોપમ = એક “સાગરોપમ' થાય. ૨૧૦ દૃષ્ટિવાદના દ્રવ્ય પ્રમાણ સંબંધી વિચારવાના પ્રસંગે ક્યારેક આ ક્ષેત્રપલ્યોપમનું
કામ પડે છે. મ આ વર્ણન થી સપ્તતિક્ષા' પ્રકરણના આધારે છે.
For Private And Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૫
ભવ્ય-અભવ્ય ૧૦ કોડાકોડી સાગરોપમ = છ આરા થાય. છ આરા = એક ઉત્સર્પિણી કે એક અવસર્પિણી થાય. ઉત્સર્પિણી [૬ આરા અવસર્પિણી ૬િ આરા એક કાળચક્ર થાય.
૧૬ ભવ્ય-ભવ્ય "મડિતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું :
નીવત્તે અને મોડમડ્યોત્તિ છો એ? જીવોમાં જીવત્વ સમાન છે, તો ભવ્ય-અભવ્યનો ભેદ શા માટે?
ભગવંતે કહ્યું :
મંડિત, જીવ અને આકાશમાં દ્રવ્યત્વ, શયત્વ, પ્રમેયત્વ સમાન હોય છે ને? છતાં જીવમાં જીવત્વ અને આકાશમાં અજીવત્વ જુદાં હોય છે ને? તેવી રીતે જીવોમાં જીવત્વ સમાન હોવા છતાં ભવ્યત્વ અને અભિવ્યત્વ જુદો હોઈ શકે. મોક્ષગમનની અપેક્ષાએ આ ભેદ છે. જે જીવમાં મોક્ષે જવાની યોગ્યતા હોય તે ભવ્ય કહેવાય અને જે જીવમાં મોક્ષે જવાની યોગ્યતા જ ન હોય તેને અભવ્ય કહેવાય,
આ ભવ્ય-અભવ્યનો ભેદ કર્મજનિત નથી; પરંતુ સ્વાભાવિક હોય છે. છતાં તે ભવ્યત્વ જીવત્વની જેમ નિત્ય-અવિનાશી નથી. અનાદિ-સાંત છે! કારણ કે મોક્ષમાં ગયેલા જીવમાં ભવ્યત્વ હોતું નથી. સિદ્ધ આત્માઓ ભવ્ય નથી હોતા કે અભવ્ય પણ નથી હોતા!
ભવ્ય જીવોને કર્મનો સંયોગ અનાદિ-સાંત હોય છે; જેમ સુવર્ણ અને માટીનો યોગ હોય છે તેમ. અનાદિકાલીન સંયોગ ખરો, પરન્તુ એનો અત્ત આવી શકે, એ સંયોગ તુટી શકે.
અભવ્ય જીવોને કર્મનો સંયોગ અનાદિ-અનંત હોય છે. જેમ જીવ અને આકાશનો સંયોગ હોય છે તેવી. સંયોગ અનાદિ કાલીન હોય અને અનન્તકાળ રહે, ક્યારેય સંયોગ તૂટે નહીં.
પ્રશન : જો બધા ભવ્ય જીવો મોક્ષે જનારા હોય તો કાળક્રમે આ સંસાર ભવ્ય જીવો વિનાનો નહીં થઈ જાય? સંસારમાં પછી એકલા અભવ્ય જીવો જ ૨૧૧. કારિકા-૨૨૨૨૨૩ ૨૧૨. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના છઠા ગણધર, २१३. भव्वाऽभव्वा सभावओ' - विशेषावश्यक भाष्ये
For Private And Personal Use Only
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે.
પ્રશમરતિ, રહેશે શું? જેમ ધાન્યનો કોઠાર ભરેલો હોય, એમાંથી થોડું થોડું ધાન્ય ઓછું થતું જાય તો કાલાન્તરે ખાલી થઈ જાય છે. તેવી રીતે ઓછામાં ઓછો, છ મહિને એક એક જીવાત્મા તો મોક્ષે જાય જ છે-એવો નિયમ છે ને? કાળ અનંત છે...તેથી સંસારમાં ભવ્ય જીવો રહેશે જ નહીં.
ઉત્તર : આવી કલ્પના કરવાની જરૂર નથી. જેવી રીતે ભવિષ્યકાળ અનંત છે, અને આકાશ અનંત છે તેવી જ રીતે ભવ્ય જીવો અનંત છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ સરખા છે! ભૂતકાળમાં એક નિગદના અનંતમા ભાગે ભવ્ય જીવો મોક્ષે ગયા છે અને ભવિષ્યકાળમાં પણ તેટલા જ મોક્ષે જશે, માટે ક્યારેય આ સંસાર ભવ્ય જીવોથી ખાલી થઈ જવાનો નથી! યાદ રાખો કે ભવ્ય જીવો કાળ અને આકાશની જેમ અનંત છે!
બીજી વાત : ૨૧જેટલા ભવ્ય જીવો છે, જેમની મોક્ષે જવાની યોગ્યતા છે, તે બધા જ જીવો મોક્ષે જાય જ-એવો નિયમ નથી, મોક્ષગમનની યોગ્યતા હોય, પરંતુ યોગ્ય સામગ્રી મળે તો જ મોક્ષે જાય. જેમ સોનું-પાષાણ કે લાકડું-આ બધામાં મૂર્તિ બનવાની યોગ્યતા છે, પરજુ કંઈ બધું સોનું મૂર્તિ નથી બનતું, બધા જ પાષાણ મૂર્તિઓ નથી બની જતી કે બધા લાકડાની પ્રતિમા નથી બની જતી. જેને યોગ્ય સામગ્રી મળે છે, તેની જ મૂર્તિ બને છે.
અથવા-અનાદિ-સંયુક્ત સોનું અને માટી, યોગ્ય સામગ્રી મળે તો જ જુદાં પડે છે. સામગ્રી ન મળે તો અનંતકાળે પણ જુદાં ન પડે! તાત્પર્ય એ છે કે યોગ્યતા હોય, પરંતુ યોગ્ય સામગ્રી મળે તો જ કાર્ય થાય, ન મળે તો કાર્ય ન થાય. અયોગ્યતાવાળાને યોગ્ય સામગ્રી મળે, છતાં કાર્યસિદ્ધિ નથી થતી.
ભવ્ય જીવને, યોગ્ય સામગ્રી મળે તો મોક્ષે જાય. * અભવ્ય જીવને યોગ્ય સામગ્રી મળે છતાં તે મોક્ષે ન જ જાય,
જ ભાવોની અપેક્ષાએ “ભવ્યત્વ' અને અભિવ્યત્વનાં સમાવેશ “પારિવામિક ભાવમાં કરવામાં આવેલ છે. અર્થાત્ ભવ્યત્વ-અભવ્યત્વ ભાવશે, કર્મના ઉદયથી કે ઉપશમથી, ક્ષયથી કે ક્ષયોપશમથી પેદા થતા નથી. અનાદિસિદ્ધ આત્મદ્રવ્યના અસ્તિત્વથી જ સિદ્ધ છે.
२१४. भण्णइ भव्यो जोग्गो न य जोगत्तेण सिज्झई सव्यो।
जह जोग्गम्मिवि दलिए सव्वत्थ न कीरए पडिमा।। २१५. तह जो मोक्खो नियमा सो भव्वाणं न इयरेसिं । - विशेषावश्यक भाष्ये
For Private And Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧. પુલાક
૨. બકુશ
૩. કુશીલ ૪. નિર્પ્રન્થ
૧.
૧૭, નિગ્રન્થ-સ્નાતક
સમ્યગ્ દર્શન-જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ-અશુદ્ધિની અપેક્ષાએ શ્રમણોના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે. બધા શ્રમણોનું ચારિત્રપાલન એક સરખું ન હોઇ શકે. શારીરિક બળ અને માનસિક બળની તરતમતા અને કર્મોના ઉદયની વિચિત્રતાના કારણે ચારિત્ર-પાલનમાં તરતમતા રહે જ.
શ્રમણોના પાંચ પ્રકાર :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. સ્નાતક
આ વિષમકાળમાં પુલાક, નિગ્રન્થ અને સ્નાતક કક્ષાના શ્રમણો ન હોઈ શકે, અત્યારે બકુશ અને કુશીલ કક્ષાના શ્રમણો હોય છે.
વિશુદ્ધિની તરતમતા :
અધ્યવસાયોની સહુથી ઓછી વિશુદ્ધિ પુલાકને હોય. તેનાથી વધારે વિશુદ્ધિ બકુશને હોય છે.
તંનાથી વધારે વિશુદ્ધિ નિગ્રન્થને હોય છે. તેનાથી વધારે વિશુદ્ધિ સ્નાતકને હોય છે.
પ્રસ્તુતમાં નિર્પ્રન્થ અને સ્નાતક-આ બે શ્રમણો અંગે વિસ્તૃત માહિતી આપવાની છે. એ સિવાયના ત્રણ પ્રકારના શ્રમણો અંગેની માહિતી ‘પંચનિર્પ્રી’ નામના પ્રકરણમાંથી મળી શકશે.
નિર્પ્રન્થ :
ગ્રન્થ એટલે ગાંઠ. ગ્રન્થ એટલે બંધન, જે ગ્રન્થરહિત બને તે નિગ્રન્થ કહેવાય. ગ્રન્થ-ગાંઠ બે પ્રકારની હોય છે : ૧. દ્રવ્ય-ગાંઠ, અને ૨. ભાવગાંઠ.
ધન, ધાન્ય, ઝવેરાત, સોનું, જમીન, પશુ, મનુષ્ય...વગેરેને દ્રવ્યગાંઠ કહેવાય. મિથ્યાત્વ કષાય-નોકષાયને ભાવગાંઠ કહેવાય. આ બંને પ્રકારની ગાંઠોનો ૨૧૬, ૧. કારિકા-૨૫૮
For Private And Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૮
પ્રશમરતિ ત્યાગ કરનારા નિર્ચન્થ કહેવાય. આ શ્રમણ-નિર્ઝેન્થો ૧. ઉપશમક, અને ૨. ક્ષપક, બે પ્રકારના હોય છે. અર્થાત્ કમને ઉપશાંત કરનારા અને કર્મોનો નાશ કરનારા હોય છે.
સ્નાતક : ઘાતી કર્મરૂપ મળ-મેલને શુક્લધ્યાનરૂપ પાણીથી ધોઈને શુદ્ધ થયેલા આ સ્નાતક-શ્રમણ હોય છે. આ શ્રમણો વીતરાગ-સર્વજ્ઞ હોય છે. તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકે જ હોય છે. અનંતજ્ઞાન-અનંતદર્શનના ધારક હોય છે.
આ બે શ્રમણોની આટલી પ્રાથમિક માહિતી આપીને, હવે સંક્ષેપમાં છતાં સૂક્ષ્મ વિગતોથી ભરપૂર માહિતી આપવામાં આવે છે. નિર્ચન્થ
સ્નાતક ૧. વેદ
ઉપશાંત ક્ષીણવેદી ક્ષીણવેદી ૨. રાગ
ઉપશાન્ત ક્ષીણરાગી ક્ષીણરાગી ૩. કલ્પ કલ્યાતીત
કલ્પાતીત ૪. સંયમ યથાખ્યાત
યથાખ્યાત પ્રતિસેવના ન હોય
ન હોય ૬. જ્ઞાન પહેલાં ચાર
કેવળજ્ઞાન ૭. તીર્થ
તીર્થ અને અતીર્થમાં તીર્થ અતીર્થમાં ૮. વેશ
જૈન સાધુનો, જૈન સાધુનો, અન્ય સાધનો,
અન્ય સાધનો, ગૃહસ્થનો,
ગૃહસ્થનો, ભાવથી જૈનનો જ. ભાવથી જૈનનો જ. ૯. શરીર ઔદા, તેજસુ, કાર્પણ
દા., તેજસુ, કાર્પણ ૧૦. ક્ષેત્ર કર્મભૂમિઅકર્મભૂમિ કર્મભૂમિ અકર્મભૂમિ ૧૧. કાળ સર્વકાળે
સર્વકાળે ૧૨. ગતિ
અનુત્તર દેવ ૧૩. સંયમસ્થાન એક
એક ૧૪. સંનિકર્ષ
સ્નાતક જેટલા નિગ્રંથ જેટલા ૧૫. યોગ ત્રણેય યોગ યોગી અયોગી
દાણ
મોક્ષ
For Private And Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નિર્પ્રન્થ-સ્નાતક ૧૬. ઉપયોગ
૧૭. કાય
૧૮. લેશ્યા
૧૯. પરિણામ
૨૦. બંધન
૨૧. ઉપસંપદહાન
૨૨. સંજ્ઞા
૨૩, આહાર
૨૪. હૃદય
૨૫. ઉદીરણા
૨૬. ભવ
૨૭. આકર્ષ
૨૮. કાળ
૨૯. સમુદ્ધાત ૩૦. અંતર
૩૧. ક્ષેત્ર
www.kobatirth.org
સાકાર નિરાકાર ઉપશાંત ક્ષીણ
શુક્લ લેશ્યા વર્ધમાન અવસ્થિત શાંતાવેદનીય
કષાય કુશીલ થાય,
સ્નાતક થાય કે
અવિરત થાય.
સંજ્ઞાવશ ન હોય
આારી
ઉત્કૃષ્ટથી-૩
જઘન્યર્થી-૧
ઉત્કૃષ્ટથી-૨
૦ ૧ સમય
૦ અંતર્મુહૂર્ત એકે ય નહીં.
૪૩ ૧
૩૦ ૬ માસ
લોકનો અસંખ્યાતમો
ભાગ
ક્ષેત્ર કરતાં કંઈક વધુ ઉપશમ ક્ષાયિક
૧ થી ૧૬૨ સુધી સૌથી થોડા
મોહ૦ વિના સાત
વેદ૦ આ મોહ૦ વિનાપ નામગોત્ર ૧૪ર્મ નહીં
જધન્યથી ૧
૪૦-૩૦ ૧
૩૨. સ્પર્શના
૩૩. ભાવ
૩૪. પરિમાણ
૩૫. અલ્પબહુત્વ
વિસ્તારથી સ્પષ્ટ માહિતી મેળવવા પંચનિર્દથી
જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સાકાર નિરાકાર
અકષાયી
શુક્લ/અલેશી અવસ્થિત
શાતા અબંધક સિદ્ધ થાય
સંજ્ઞાવશ ન હોય
આહારી અનાહારી અઘાતી
૫૬૯
જધન્ય ઉત્કૃષ્ટ-૧
૪૦ ૧ સમય
30 દેશોનું પૂર્વ કોટિ કેવળી સમુદ્દાત
સમય ન હોય
લોકના અસંખ્યાતમા ભાગે
સમગ્ર લોક
ક્ષેત્ર કરતાં કંઈક વધુ ક્ષાયિક
૧૦૮ કોટિ પૃથક્ક્સ પુલાક કરતાં સંખ્યાત ગુણા પ્રÓર્ગનું અધ્યયન કરવું
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮.કેવળજ્ઞાન ‘‘આ ચાર સ્થાનોથી નિર્ચન્થ અને નિગ્રંથીઓને કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય છે ? ૧. જે સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા અને રાજ કથા નથી, કરતા હોતા, ૨. જેઓ વિવેકથી અશુદ્ધિનો ત્યાગ કરીને આત્માને સમ્યગુભાવિત કરતા હોય છે, ૩. જેઓ રાત્રિના પૂર્વભાગમાં અને પછીના ભાગમાં ધર્મજાગરિકા કરતા હોય છે, ૪. જેઓ પ્રાસુક-એષણીય ભિક્ષાની ગવેષણા કરતા હોય છે. આવા નિર્ઝન્થ-નિર્ચન્થીઓ જે કેવળજ્ઞાન-કેવળદર્શનની ઇચ્છાવાળા હોય તો તેમને તે ઉત્પન્ન થાય છે.”
“વન' શબ્દનું અર્થનિરૂપણ : 'केवलमेगं सुद्धं सगलमसाहारणं अणंतं च ।।'
મ-સહાય વિનાનું. કેવળજ્ઞાનને કોઈપણ ઇન્દ્રિયની સહાય અપેક્ષિત નથી હોતી.
શુકૂ-નિર્મળ. કાર્મોના આવરણરૂપ મળનો સમૂળ નાશ થવાથી ઉત્પન્ન થતું હોવાથી. ક રસવન-પરિપૂર્ણ. સંપૂર્ણ શેય પદાર્થોનું આ જ્ઞાન ગ્રાહક હોવાથી.
અસાધાર-અનન્યસદશ. આના જેવું બીજું કોઈ જ્ઞાન ન હોવાથી.
અનન્ત-અન્ત વિનાનું. આ જ્ઞાનનો ક્યારેય અન્ન આવતો નથી. કેવળજ્ઞાનના બીજા પણ બે અર્થ આપવામાં આવ્યા છે : - રશ્ચિત-નિરન્તર ઉપયોગવાળું.
પ્રતિપાતી-સદા અવસ્થાયી. પ્રશનઃ જે શાશ્વતું હોય અપ્રતિપાતી હોય જ, તો પ્રતિપાતી' જુદુ વિશે પણ શા માટે?
ર૧૭. ૧. કારિકા-૨૬૯ २१८. चउहिं ठाणेहिं निग्ग्रंथीण वा निग्ग्रंथीण वा अइसेसे नाणदंसणे समुप्पज्जिउकामे
समुप्पज्जेज्जा. तं जहाः इत्थिकहं भत्तकह देसकहं रायकहं णो कहेत्ता भवइ । विवेगेण विउस्सग्गेणं सम्भमप्पाणं भावेत्ता भवइ । पुव्वरत्तापरत्तकालसमयंसि धम्मजागरियं जागरित्ता भवइ । फासुयस्स एसणिज्जरस उंछस्स साममुदाणियस्स सम्म गवेसइत्ता भवइ। - ठाणांगसूत्रे/ स्थान-४
For Private And Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાન
પ૭૧ ઉત્તર : “શશ્વમ શાશ્વત' આ વ્યુત્પત્તિ-અર્થ મુજબ “જે અનવરત થાય તે શાશ્વતુ” એવો અર્થ થાય છે. પરંતુ આ અર્થમાંથી “મતિપાતી' નો અર્થ સ્કુટ થતો નથી. અનવરત થનારું જ્ઞાન કેટલો કાળ રહે?' આ પ્રશ્નને અવકાશ રહે છે. તેનો ઉત્તર છે. પ્રતિપાતી. અર્થાત્ અનવરત-નિરંતર ઉપયોગવાળું એ જ્ઞાન સદાકાળ હોય છે. કેવળજ્ઞાનનું લક્ષણ
સવિનુત્રાશયમાવે વેવૈજ્ઞાનમ્ અથવા
निखिलद्रव्य-पर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानम् । -જેનો સ્વભાવ સકલ વસ્તુઓને પ્રકાશિત કરવાનો હોય તેને કેવળજ્ઞાન કહેવાય. અર્થાત્ સમસ્ત દ્રવ્યોનો, તેના સર્વ પર્યાયોસહિત સાક્ષાત્કાર કરાવવાના સ્વભાવવાળું આ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન આત્માનો સ્વભાવ :
आत्मानः स्वभाव एतत् केवलज्ञानम् । કેવળજ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. પ્રશન : કેવળજ્ઞાન જો આત્માનો સ્વભાવ હોય તો તે સદા કેમ નથી?
ઉત્તર : જ્ઞાનાવરણાદિરૂપ જે અનાદિ મળે છે, તેનાથી તે આવૃત્ત છે, આચ્છાદિત છે, માટે તે સદા ઉપલબ્ધ નથી. એ અનાદિ કર્મમળનો ક્ષય થતાં કેવળજ્ઞાન ઉપલબ્ધ થાય છે.
પ્રશ્ન : કર્મમળ અનાદિ હોવાથી તેનો ક્ષય ન સંભવે ને? આકાશ અને આત્માનો સંયોગ અનાદિ છે. માટે જેમ તેનો વિયોગ નથી થતો તેમ કર્મ અને આત્માનો સંયોગ અનાદિ હોવાથી તેનો વિયોગ ન થાય.
ઉત્તર : આત્મા અને કર્મનો સંયોગ, આકાશ-આત્માની જેમ નહીં, પરન્તુ સોનું અને માટીની જેમ છે. જેમ માટીનો ક્ષય થતાં સોનું શુદ્ધ બને છે તેમ કર્મનો નાશ થતાં આત્મા શુદ્ધ બને છે અને કેવળજ્ઞાન કે જે આત્માનો શુદ્ધ સ્વભાવ છે, તે પ્રગટ થાય છે.
કેવળજ્ઞાન આત્મસ્વભાવ હોવા છતાં “કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે,” આવું કહેવાય છે, તે આ જ્ઞાનાવરણાદરૂપ મળના નાશની અપેક્ષાએ કહેવાય છે. કેવળજ્ઞાન પ્રગટ થાય છે, આ જ અર્થમાં ‘ઉત્પન્ન થાય છે.” એમ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭ર
પ્રશમરતિ આ રીતે કેવળજ્ઞાનને “સાદિ-અનન્ત' કહેવામાં આવ્યું છે. આત્માની સત્તામાં રહેલા કેવળજ્ઞાનને જીવની જેમ “અનાદિ-અનન્ત' પણ કહી શકાય. કેવળજ્ઞાન લોકાલોક-પ્રકાશક કેવી રીતે?
કેવળજ્ઞાન દ્રવ્ય નથી. અદ્રવ્ય છે. આનો અર્થ ‘કેવળજ્ઞાન નથી' એમ ન કરવાનો, પરન્તુ કેવળજ્ઞાન દ્રવ્યાશ્રિત ગુણ છે,’ એવા કરવાનો છે. કેવળજ્ઞાન આત્મગુણરૂપ છે, માટે તે આત્મસ્થ જ હોય છે.
પ્રશ્ન : ધર્માસ્તિકાયાદિની સહાયથી આત્મા લોકાન્ત સુધી તો જઈ શકે છે તેથી આત્મા લોકવ્યાપી તો માની શકાય અને કેવળજ્ઞાનને લોકપ્રકાશક પણ માની શકાય. પરંતુ આત્મા અલોકમાં તો જતો નથી, તો આત્મામાં રહેલું કેવળજ્ઞાન “અલોક-પ્રકાશક' ન બની શકે. માટે આત્માને સર્વવ્યાપી-વિભુ માનવો જોઈએ તો જ આત્મસ્થ કેવળજ્ઞાન લોકાલોક-પ્રકાશક બની શકે.
ઉત્તર : ના, ચૈતન્યની ઉપલબ્ધિ શરીરમાં જ થાય છે અને તેથી આત્માની અવગાહના શરીરપ્રમાણ જ છે. શરીરપ્રમાણ અવગાહનાવાળો આત્મા છે, તે આત્મામાં રહેલું કેવળજ્ઞાન લોકાલોક-પ્રકાશક છે. કેવળજ્ઞાનની ગતિ-આગતિ નથી હોતી. આત્માથી ભિન્ન કેવળજ્ઞાન ન હોઈ શકે. લોકમાં કે લોકાન્ત રહેલા આત્માનું કેવળજ્ઞાન લોકાલોક-પ્રકાશક બની શકે છે.
+ આત્મા સર્વવ્યાપી નથી દ્રિવ્ય-અપેક્ષાએ પરંતુ એનો ગુણ કેવળજ્ઞાન સર્વવ્યાપી છે.
* એક અપેક્ષાએ જ્ઞાન અને જ્ઞાની અભિન્ન છે, આ અપેક્ષાએ આત્માને પણ સર્વવ્યાપી કહી શકાય.
* જ્ઞાન એ આત્માનો પર્યાય છે. એ પર્યાયની અપેક્ષાએ આત્માને સર્વવ્યાપી કહી શકાય,
કેવળજ્ઞાનીની દેશના :
કેવળજ્ઞાન પ્રગટ થયા પછી, જો તે આત્મા તીર્થંકર હોય અથવા તીર્થંકર ન પણ હોય, તો તે સકલ જીવસૃષ્ટિના અનુગ્રહ માટે દેશના આપે છે, જેમ સૂર્ય પ્રકાશ આપે છે તેમ. તે દેશનાનો ધ્વનિ દ્રવ્યતરૂપ હોય છે અને દ્રવ્યશ્રત ભાવશ્રુત વિના ન હોઈ શકે! તો શું કેવળજ્ઞાનીને શ્રુતજ્ઞાન હોઈ શકે?
કેવળજ્ઞાન પ્રકટ થયા પછી, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન નથી હોતાં' આ સિદ્ધાન્તને આંખ સામે રાખીને, ઉપરની શંકા
For Private And Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાન
પ૭૩ કરવામાં આવી છે. એ શંકાનું સમાધાન યુક્તિપૂર્વક કરવામાં આવેલું છે. નિસૂિત્રમાં
મૂર્ત-અમૂર્ત, અભિલાય-અનભિલા એવા સર્વ દ્રવ્યોને, સર્વ પર્યાયોને ળિજ્ઞાનથી જ તીર્થકર વગેરે જાણે છે. શ્રુતજ્ઞાનથી નથી જાણતા. કારણ કે શ્રુતજ્ઞાન લાયોપથમિક હોય છે. કેવળજ્ઞાનીને ચારેય ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થઈ ગયો હોવાથી ક્ષયપશમ ભાવ ન જ હોય.
કેવળજ્ઞાની છે અને જાણે છે તેમાં જે પ્રરૂપી શકાય કહી શકાય એવા] એવા ભાવો હોય તે જ કહે છે. ન પ્રરૂપી શકાય એવા હોય તે નથી કહેતા. પ્રશ્ન : કેવળજ્ઞાની પ્રજ્ઞાપનીય-પ્રરૂપણીય બધા અર્થો કહે છે?
ઉત્તર : ના, બધા જ પ્રજ્ઞાપનીય અર્થ ન કહી શકે! કારણ કે આયુષ્ય પરિમિત હોય છે અને કથાનીય ભાવો અપરિમિત હોય છે. માટે, ગ્રહણ કરવાની શક્તિની યોગ્યતા જોઈને તેઓ કથનીય ભાવો કહે છે. પ્રશ્ન : એ અર્થકથન માટે જે શબ્દરાશિ વપરાય છે તે દ્રવ્યશ્રુત ખરું કે
નહીં?
ઉત્તર : ના, એ “વચનયોગ' હોય છે. કેવળજ્ઞાનીને વચનયોગ હોય, વચનયોગ કર્મોદયજન્ય હોય છે. શ્રુતજ્ઞાન તો ક્ષાયોપશમિક હોય છે! કેવળજ્ઞાનીને આ ન હોય. તેમને તો ક્ષાયિક જ્ઞાન જ હોય.
પ્રશ્ન : વચનયોગ ભલે નામકર્મના ઉદયથી હોય, પરંતુ બોલાતા પુદ્ગલાત્મક શબ્દનું શું?
ઉત્તર : તે પુદ્ગલાત્મક શબ્દ, શ્રોતાઓના ભાવથુતનું કારણ બની શકે છે, તે અપેક્ષાએ એને ‘દ્રવ્યશ્રુત’ કહી શકાય, પરન્તુ ભાવકૃત ન કહેવાય. પ્રશ્ન : ભાવશ્રુત કોને કહેવાય?
ઉત્તર : છબસ્થ ગણધર વગેરેને શ્રુતગ્રસ્થાનુસારી જે જ્ઞાન હોય તે ભાવથ્થત કહેવાય, તે ક્ષાયોપથમિક હોય.
છે કેવળજ્ઞાની જ્યારે બોલે છે ત્યારે તરત જ તે શબ્દો “શ્રત નથી બની જતા, પરંતુ શ્રવણ કર્યા પછીના કાળમાં જ્યારે શ્રોતાને ભાવકૃત પ્રાપ્ત થાય ત્યારે માત્ર ઉપચારથી કારણરૂપે તે શબ્દોને શ્રુત કહેવાય.
છે અથવા “વાસુ વહુ ફ્રિ આ જિનવચન મુજબ, કેવળજ્ઞાનીનો વચનયોગ, શ્રોતાના ભાવકૃતનું કારણ હોવાથી “દ્રવ્યશ્રત' બને છે.
For Private And Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૪.
પ્રશમરતિ • તાત્પર્ય એ છે કે કેવળજ્ઞાનીની દેશનાના શબ્દો શ્રોતાઓની અપેક્ષાએ શ્રુતજ્ઞાન છે, કેવળજ્ઞાની માટે વચનની પ્રવૃત્તિ માત્ર છે!
કેવળજ્ઞાન ક્યાં હોય અને કોને હોય?
કેવળજ્ઞાન એક જ છે. તેના પ્રકારો નથી; પરંતુ સ્થળોની અપેક્ષાએ તેના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. રન્તિસૂત્રમાં કહેલું છે ? ___ 'से किं तं केवलनाणं? केवलनाणं दुविहं पण्णत्तं, तं जहा-भवत्थकेवलनाणं વ, રિવેનri ||
કે “ભવસ્થ કેવળજ્ઞાન” એટલે મનુષ્યભવમાં રહેલા મનુષ્યનું કેવળજ્ઞાન. કે “સિદ્ધ કેવળજ્ઞાન' એટલે મોક્ષ પામેલા સિદ્ધાત્માઓનું કેવળજ્ઞાન. ભવસ્થ કેવળજ્ઞાન
સિદ્ધ કેવળજ્ઞાન મનુષ્યગતિમાં
મોક્ષમાં સિદ્ધગતિ અતીન્દ્રિયને
અતીન્દ્રિયને ત્રસકાયને
અકાયને સયોગીને
અયોગીને અવંદીને
અવેદીને અકપાવીને
અકષાયીને સલેશીને
અલેશીને સમ્યગુદષ્ટિને કેવળજ્ઞાનીને
કેવળજ્ઞાનીને કેવળદર્શનીને
કેવળદર્શનીને સંયતને
નોસંત-નોઅસંયતને સાકાર-અનાકાર
ઉપયોગીને સાકાર-અનાકાર ઉપયોગીને આહારકને
અનાહારકને ભાષકને
અભાષકને પરીત્તને
નોપરિત્ત-નોઅપરિત્તને પર્યાપ્તને
નો પર્યાપ્ત-નોઅપર્યાપ્તને બાદરને
નોબાદર-નોસૂફમને
સમ્યગ્દષ્ટિને
For Private And Personal Use Only
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુઘાત
પ૭૫ નોસંજ્ઞી-નોઅસંજ્ઞીને નોસંજ્ઞી-નોઅસંજ્ઞીને ભવ્યને
નોભવ્ય-નો અભવ્યને ચરમશરીરીને
નોચરમ-નોઅચરમને સાયિક ભાવે
સાયિક ભાવે સંખ્યા : એક સમયે બે કોડથી અનન્ત નવક્રોડ સુધી.
૧૯. સમુદ્યાત સમ્ = એકીભાવ, હત્ = પ્રબળતાથી, ઘાત = નાશ = સમુદ્ધાત.
વેદનાદિ સાથે એકીભૂત થઈને, અર્થાતુ વેદનાદિના અનુભવ-જ્ઞાનમાં પરિણત આત્મા વેદનાદિ સમઘાત કરે છે. એટલે કે ઘણા કાળ પછી જે કર્મો ભોગવવાનાં હોય તેવાં કર્મોને, પ્રબળ પ્રયત્નથી ઉદીરણા કરીને ઉદયમાં લાવે અને ભોગવીને નાશ કરે.
શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને પૂછે છે : હે ભદંત, સમુદ્ધાત કેટલા છે અને કયા કયા છે?' હે ગૌતમ, સમુદ્દાત સાત પ્રકારના છે, તે આ પ્રમાણે : ૧. વેદના સમુઘાત
૨. કષાય સમુધાત ૩. મરણાન્તિક સમુદૂધાત ૪. વૈક્રિય સમુદૂઘાત ૫. તૈજસ સમુદ્ધાત ૬. આહારક સમુધાત ૭. કેવળી સમુદુધાત
એકથી છ સુધીના સમુદુધાત છદ્મસ્થ જીવન હોય છે, એટલે એને છામકિ સમુદુધાત કહેવાય છે.
૨૧૯, કારિકા-૨૭૩ २२०, यदाऽऽत्मा वेदनादिसमुद्धातगतो भवति तदा वेदनाद्यनुभवज्ञानपरिणत एव भवति ।
- પ્રજ્ઞાવના સૂત્ર-રાવા २२१. कालान्तरवेद्यानयमाकृष्योदीरणेन कर्माशान् ।
उदयवलिकायां च प्रवेश्य परिभुज्य शातयति । २१४ ।।-द्रव्य-लोकप्रकाशे २२२. कति णं भंते, समुग्धाया पंन्नत्ता? गोयमा. सत्त समुग्धाया पंत्रत्ता, तं जहा
वेदणासमु० कसायसमु० मारणंतियसमु० वेउब्वियसमु० तेयाससमु० आहारसमु० केवलिसमुग्धाते। - प्रज्ञापनासूत्रे/ पद-३६
For Private And Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૬
પ્રશમરતિ ક સાતમો સમુદ્રઘાત સર્વજ્ઞોને હોય છે, માટે તે કેવળી-સમુદ્દાત કહેવાય છે. વેદના-સમુદ્યાત :
વેદનાથી દુઃખી થયેલો આત્મા, અનંત કર્મોથી આવરાયેલા પોતાના આત્માનેઆત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે અને શરીરના જે મુખ વગેરે પોલા ભાગો હોય તેને આત્મા પ્રદેશોથી પૂરી દે છે. શરીરપ્રમાણ આત્મા વ્યાપક બનીને અંતર્મુહૂર્ત સુધી રહે. એ અંતર્મુહૂર્તમાં અશાતા-વેદનીય કર્મના ઘણા અંશોનો નાશ કરે છે. આ રીતે એક અંતર્મુહૂર્તનો કાળ વેદના સમુદ્રઘાતનો હોય છે.
કષાય-સમુધાત :
કષાયોથી વ્યાકુળ જીવાત્મા, શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશોથી ભરી દઈ, શરીરવ્યાપી બને, એક અંતર્મુહૂર્ત-કાળમાં કષાય-મોહનીય કર્મના ઘણા અંશોનો નાશ કરે ઇ .
મરણાન્તિક-સમુદ્રઘાત :
મૃત્યુના ભયથી વ્યાકુળ બનેલો જીવ, જ્યારે એક અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશોથી ભરી દઈને, શરીર જેટલી જાડાઈ-પહોળાઈવાળો બને છે. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો તથા ઉત્કૃષ્ટથી એક દિશામાં ઉત્પત્તિસ્થાન સુધી અસંખ્ય યોજન જેટલો બને છે, પછી અંતર્મુહુર્ત-કાળમાં આયુષ્ય કર્મનાં ઘણાં દલિકોનો નાશ કરીને મૃત્યુ પામે છે.
વૈક્રિય-સમુઘાત :
વૈક્રિય શક્તિવાળો જીવ, શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી, શરીરના પોલા ભાગોને આત્મપ્રદેશથી ભરે છે. જાડાઈ-પહોળાઈમાં શરીર પ્રમાણ બને છે પરંતુ લંબાઈમાં સંખ્યાતા યોજનની દંડાકૃતિ બનાવે છે. અંતર્મુહૂર્ત-કાળ આ પ્રમાણે રહીને વૈક્રિય-શરીર નામકર્મના ઘણા દલિકોનો નાશ કરે છે. તેજસ-સમુદ્ધાત :
તેજલેશ્યા' નામની શક્તિવાળો જીવ, વૈક્રિય સમુદ્દઘાતની જેમ જે સ્વશરીરપ્રમાણ જાડો-પહોળો બને છે અને સંખ્યાત યોજન પ્રમાણ દંડાકૃતિ બનીને અંતર્મુહૂર્ત-કાળમાં તૈજસના અંશોનો નાશ કરે છે.
For Private And Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુઘાત
પ૭૭ આહારક-સમુદ્યાત :
આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર આહારક શરીર બનાવે છે. તે શરીર બનાવીને વિસર્જન કરતાં આ સમુદ્દઘાત કરે છે. તેઓ પણ શરીરમાંથી આત્મપ્રદેશો બહાર કાઢીને શરીરપ્રમાણ જાડાઈ-પહોળાઈ કરે. સંખ્યાતા યોજનપ્રમાણ દંડાકૃતિ બને અને અન્તર્મુહૂર્ત-કાળમાં ઘણાં બધાં જૂનાં આહારક પુદ્ગલોનો નાશ કરે. કેવળી-સમુદ્યાત :
આ સમુદુધાત સર્વજ્ઞ-વિતરાગ જ કરે છે. આ સમુદ્દઘાતનો કાળ માત્ર આઠ સમયનો જ હોય છે. આ સમુદ્રઘાતનું વર્ણન કારિકા ર૭૪ ૨૭૫ ના વિવેચનમાં વિસ્તારથી કરેલું છે એટલે અહીં કરવામાં નથી આવતું.
છા સ્થિક સમુદ્યાતો અંગે વિશેષ :
* ૧ થી ૫ વિદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસી સમુદ્યાત, સર્વ જીવોએ સર્વ જાતિઓમાં એિકેન્દ્રિયાદિ! અનન્ત વાર અનુભવ્યા હોય છે.
છેકેટલાક લધુકર્મી જીવોને એક પણ સમુદુઘાત ન અનુભવાય એવું પણ બને. કેટલાક જીવો એક-બે સમુદુધાત જ અનુભવે એવું પણ બને. કેટલાક ભારેમ જીવો સંખ્યાતા, અસંખ્ય અને અનન્ત સમુદ્દઘાત પણ અનુભવે.
સૂક્ષ્મ અનાદિ-નિગોદના જીવો નિગોદમાં બે-ત્રણ જ સમુદૂધાત અનન્તવાર અનુભવે.
* એક જીવની અપેક્ષાએ, સમગ્ર સંસાર કાળમાં આહારક સમુધાત ચાર વાર જ થાય, ચોથો આહાર સમુદ્રઘાત કરીને તે જ આત્મા સિદ્ધ થાય,
૨"સમુદ્યાતનાં આશ્રયભૂત કર્મો : ૧. વેદના) અશાતા-વેદનીય કર્મ ૨. કષાય) ચારિત્ર-મોહનીય કર્મ
२२३. आद्याः पंच समुद्धाताः सर्वेषामपि देहिनाम् ।
अनुभूता अनन्ताः स्युर्यथास्यं सर्वजातिषु ।। - द्रव्य-लोकप्रकाश इह यश्चतुर्थवेलमाहारकं करोति स नियमात् तद्भव एव मुक्तिमासादयति।
___ - प्रज्ञापनासूत्र टीकायाम् २२४. असद्धेद्यादिश्रितश्चाद्यो मोहनीयाश्रितः परः । अन्तर्मुहूर्तशेषायुः संश्रितः स्यात्तृतीयकः ।।वे ७५ ।। तुर्यपंचमषष्ठाश्च नामकर्मसमाश्रिताः । नामगोत्रवेद्यकर्मसंश्रितः सप्तमो भवेत् Tીર૭૬ } } - દ્રવ્ય- પ્રવાસે
For Private And Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૮
પ્રશમરતિ ૩. મરણ
આયુષ્ય કર્મ ૪, વૈક્રિય૦ નામકર્મ ૫. તેજસ૦
નામકર્મ ૬, આહારક0 નામકર્મ ૭, કેવળી૦ નામ, ગોત્ર, વેદનીય કર્મ અજીવ સમુદ્યાત : ઉપર જે બતાવવામાં આવ્યા તે સાત સમુઘાત જીવો અનુભવે છે જ્યારે અજીવ-સમુદૃઘાત અનુભવરૂપ નથી, કારણ કે અજીવને અનુભવ ન હોઈ શકે. સ્વભાવથી ઉત્પન્ન થતા પુદ્ગલ પરિણામથી “ત્તિ મરધ રૂપ સમુદ્રઘાત થાય છે! તેનો કાળ આઠ સમયનો હોય છે. ૨પચાર ગતિમાં સમુદ્યાત :
મનુષ્ય ગતિમાં સાત દેવગતિમાં પાંચ નરકગતિમાં ચાર તિર્યંચગતિમાં ત્રણ
મનુષ્યગતિમાં સાતે સમુદ્રઘાત હોઈ શકે, કારણ કે મનુષ્યમાં સઘળા ભાવો સંભવિત છે.
દેવગતિમાં ૧ થી ૫ સમુદ્દાત જ હોય, દેવને ચૌદ પૂર્વનું જ્ઞાન ન હોય એટલે આહારક સમુ ન હોય અને દેવ સર્વજ્ઞ ન બની શકે માટે કેવળી સમુ0 ન હોઈ શકે.
૨કગતિમાં-૧ થી-૪-સમદુર્ઘાતે જ હોય. આહારક અને કેવળી સમુ0 ઉપરનાં કારણોથી ન હોય અને નરકના જીવને તેજલેશ્યાની લબ્ધિ ન હોય એટલે તૈજસ સમુ0 ન હોય.
તિર્યંચ ગતિમાં (વૈક્રિય લબ્ધિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય અને વાયુકાય સિવાય) ૧ થી ૩ સમુદુધાત જ હોય. કારણ કે તિર્યંચોને વૈક્રિય-લબ્ધિ ન હોવાથી વૈક્રિય સમુ0 ન હોય, २२५. वेयणकसायमारणवेउब्बियतेउहारकेवलिया।
सग पण चउ तित्रि कमा मणुसुरनेरइयतिरियाणं ।। - पंचसंग्रहे
For Private And Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. પંદર યોગ મન-વચન-કાયાની ક્રિયા તે “યોગ.'
મનના ચાર, વચનના ચાર અને કાયાના સાત યોગ છે. જૈનદર્શનમાં આ રીતે કુલ પંદર યોગ બતાવવામાં આવ્યા છે.
મનોયોગના ચાર પ્રકાર : ૧. સત્ય મનોયોગ ૨. અસત્ય મનોયોગ ૩. સત્યાસત્ય મનોયોગ ૪. અસત્યામૃષા મનોયોગ ૧. સત્યના બે અર્થ છે : પદાર્થનું યથાવસ્થિત ચિંતન તે સત્ય. મોક્ષમાર્ગના આરાધકો માટે જે હિતકારી તે સત્ય. કોઈ પણ વાત કે વસ્તુ અંગે સર્વજ્ઞ વચન મુજબ ચિંતન કરવું તે સત્ય મનોયોગ છે. દા.ત. “જીવ છે, નિત્યા-નિત્ય છે, કાયપ્રમાણ છે, કર્મ બાંધે છે, કર્મ ભોગવે છે વગેરે.
૨. કોઈપણ વાત કે વસ્તુ અંગે સર્વજ્ઞવચનની પરવા કર્યા વિના વિચાર કરવો, તેનું નામ અસત્ય મનોયોગ. દા.ત. “જીવ નથી,' અથવા ‘જીવ નિત્ય જ છે...અકર્તા છે. નિર્ગુણી છે.. સ્વકર્મનો ભોક્તા નથી..”
૩. જે વિચારમાં-ચિંતનમાં કંઈક સત્ય હોય અને કંઈક અસત્ય હોય તેને સત્યાસત્ય મનોયોગ કહેવાય. દા.ત., કોઈ વનમાં થોડાં આમવૃક્ષો હોય, થોડાં પીપળ વૃક્ષો હોય, થોડાં બાવળ વૃક્ષો હોય..અને ઘણાં અશોકવૃક્ષો હોય...એ વનને જોઈને વિચારે કે “આ અશોક વૃક્ષોનું વન છે...' તો તે સત્યાસત્ય મનોયોગ થયો! અશોક વૃક્ષો છે માટે સત્ય અને બીજા વૃક્ષો હોવાથી અસત્ય! આ યોગ વ્યવહારનયની અપેક્ષાએ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તો આ પણ અસત્ય મનોયોગ જ છે.
૪. જે ચિંતનમાં ન હોય સત્ય કે ન હોય અસત્ય, હોય માત્ર સ્વરૂપનું ચિંતન. તેને અસત્યાકૃપા મનોયોગ કહેવાય, દા.ત., “મારે દેવદત્ત પાસેથી ગાય લાવવી છે...તેને સ્વર્ણઘડો આપવો છે..” આ વિચારમાં સત્ય-અસત્ય જેવું કંઈ જ નથી, માટે “અસત્યામૃષા' કહેવાય.
૨૬. કારિકા-ર૬
For Private And Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦
પ્રશમરતિ વચનયોગના ચાર પ્રકાર : ૧. સત્ય વચનયોગ. ૨. અસત્ય વચનયોગ. ૩. સત્યાસત્ય વચનયોગ. ૪. અસત્યામૃષા વચનયોગ.
વચનના આ ચારેય યોગ, મનોયોગના ચાર પ્રકાર મુજબ જ છે; માત્ર વિચાર-ચિંતનના બદલે “બોલવાનું' સમજવું. મનોયોગમાં વિચારવાની ક્રિયા છે. વચનયોગમાં બોલવાની ક્રિયા છે.
છે. ત્રીજા અને ચોથા મનોયોગ અને વચનયોગ સ્થળ વ્યવહાર-નયની અપેક્ષાએ છે. નિશ્ચય-નયની દષ્ટિએ તો જે અદુષ્ટ વિવક્ષા (જિનવચનને સાપેક્ષ) વાળું હોય તે જ્ઞાન અને વચન સત્ય છે અને અજ્ઞાનાદિથી દૂષિત આશયવાળું હોય તે બધું જ જ્ઞાન અને વચન અસત્ય છે. અર્થાત્ નિશ્ચયનય બે જ પ્રકારો માને છે–સત્ય અને અસત્ય.
ભાષા અને વચનયોગમાં તફાવત : પ્રશન: આગમમાં ભાષાનું વર્ણન, વચનયોગથી જુદું કરવામાં આવ્યું છે, તો આ બેમાં શું તફાવત છે?
ઉત્તર : વચનયોગ ભાષાનું પ્રવર્તન કરે છે. જીવાત્મા કાયયોગથી ભાવાવર્ગણાના પુગલોને ગ્રહણ કરે છે અને વચનયોગથી એ પુદ્ગલોને છોડે છે. બોલતી વખતે બંને ક્રિયાઓ ચાલતી રહે છે. સાવરફૂત્ર-વૃદ્રવૃત્તિ માં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે.)
જો કે રહસ્યભૂત વાત તો જુદી જ છે. મનોયોગ અને વચનયોગ-બંને એક પ્રકારના કાયયોગ જ છે. કારણ કે જે જીવને કાયયોગ ન હોય તેને મનોયોગ અને વચનયાંગ પણ ન જ હોય. જેમ મુક્તાત્માને કાયયોગ નથી હોતો તો બીજા બે યોગ પણ નથી હોતા.
આત્માનો શરીરવ્યાપાર હોય છે તો, કાયયોગથી શબ્દદ્રવ્યનું ઉપાદાન થાય છે, વચનયોગથી તે શબ્દદ્રવ્યોનું વિસર્જન થાય છે અને મનોયોગથી મનોદ્રવ્યનું ચિંતન થાય છે. આ રીતે વ્યવહાર માટે જ કાય-વ્યાપારને ત્રણ પ્રકારનો કહેલો છે!
For Private And Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧. ઔદારિક
૨. ઔદારિક મિશ્ર
પંદર યોગ
૫૮૧
વચનયોગના ચાર પ્રકારોની જેમ ભાષા'ના પણ ચાર પ્રકારો છે, એનું વિસ્તૃત વર્ણન ‘દ્રવ્ય તોઘ્રાશ' ગ્રંથમાં કરવામાં આવેલું છે.
કાયયોગના સાત પ્રકાર :
૩. વૈક્રિય
૪. વૈક્રિય મિશ્ર
www.kobatirth.org
૫. આહારક
૬. આહારક મિશ્ર
૭. તૈજસ-કાર્મણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. ઔદારિક શરીરવાળા પર્યાપ્ત તિર્યંચોને અને મનુષ્યોને ઔદારિક કાયયોગ હોય છે.
:
૨. ઔદારિકમિશ્ર કાયયોગ ત્રણ રીતે બને છે ૦ કાર્પણ શરીર સાથે,
૦ વૈક્રિય શરીર સાથે
૦ આહારક શરીર સાથે,
* જીવાત્મા ઉત્પત્તિના પ્રથમ સમયે જે આહાર ગ્રહણ કરે છે અને શરીર બનાવે છે તે શરીરનું નિર્માણ પૂરું ન થાય ત્યાં સુધી કાર્યણની સાથે ‘ઔદારિક મિશ્ર કાયયોગ' હોય છે.
* ઔદારિક શરીરવાળા કે જેઓ વૈક્રિયલબ્ધિવાળા હોય તેવા પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો, તથા પર્યાપ્તા બાદર વાયુકાયના જીવો જ્યારે વૈક્રિયશરીરનું નિર્માણ કરે છે ત્યારે, જ્યાં સુધી એ શરીરરચના પૂરી ન થાય ત્યાં સુધી વૈક્રિયની સાથે ‘ઔદારિકમિશ્ર કાયયોગ' હોય છે.
* આ જ રીતે ચૌદ પૂર્વધર શ્રુતકેવળી જ્યારે આહારક શરીર બનાવે ત્યારે જ્યાં સુધી એ શરીરરચના પૂરી ન થાય ત્યાં સુધી આહારકની સાથે ઔદારિકમિશ્ર કાયયોગ હોય છે.
આ ત્રણેય પ્રકારોમાં મુખ્યતા ઔદારિક શરીરની હોવાથી ‘ઔદારિકમિશ્ર’ કાયયોગ કહેવામાં આવ્યો છે.
૩. વૈક્રિય-શરીર પર્યાપ્તિવાળા જીવોને વૈક્રિયકાયયોગ હોય છે.
૪. વૈક્રિયમિશ્ર-કાયયોગ બે પ્રકારનો હોય છે : એક કર્મણની સાથે મિશ્ર અને બીજાં ઔદારિકની સાથે મિશ્ર.
* નરકના જીવો અને દેવો જ્યાં સુધી અપર્યાપ્ત દશામાં હોય ત્યાં સુધી તેમને કાર્યણ-વૈક્રિય મિશ્ર કાયયોગ હોય છે.
* વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય વૈક્રિય-શરીર બનાવીને, એનું
For Private And Personal Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રશમરતિ
૫૮૨
વિસર્જન કરીને જ્યારે ઔદારિક-શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઔદારિક-વૈક્રિયમિશ્ર કાયયોગ હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. ‘આહારક-શરીર’ પર્યાપ્તિ જેમની પૂર્ણ થયેલી હોય તેવા શ્રુતકેવળીને આહારક કાયયોગ હોય છે.
૬. આહારક-શરીર બનાવીને, કાર્ય પૂર્ણ થતાં તેનું વિસર્જન કરીને જ્યારે પોતાના ઔદારિક શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔદારિક-આહારકમિશ્ર કાયયોગ હોય છે.
૭. તૈજસૂ-શરીર અને કાર્યણ-શરીર બંને નિરંતર સહચારી છે, તેથી તે બંનેનો ભેર્ગો જ ‘તૈજસ-કાર્પણ કાયયોગ' કહેવામાં આવ્યો છે. આ યોગ જીવોને વિગ્રહતિમાં હોય છે, અને કેવળી-સમુદ્ધાતમાં ૩-૪-૫ સમયમાં હોય છે.
આ રીતે ૧૫ યોગોની સમજ આપવામાં આવી છે. વિશેષ બોધ માટે તોપ્રાશ, પંપસંગ્રહ અને ર્મપ્રન્થટીનું અવગાહન કરવું જોઈએ.
૩
૧.
આહારક
અનાહારફ
આહાર ગ્રહણ કરવાની પદ્ધતિની અપેક્ષાએ આહારના ત્રણ પ્રકાર બતાવાયા છે :
૧. ઓજ-આહાર
૨. લોમ-આહાર
૩. પ્રક્ષેપ-આહાર
* ‘ઓજ’ એટલે શરીરને યોગ્ય એવાં પુદ્ગલ અથવા ઓજ એટલે તૈજસ શરીર. ‘ઓજ-આહાર’ એટલે ઓજરૂપ આહાર અથવા તૈજસશ૨ી૨ફત
આહાર.
જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે, તૈજસ-કાર્યણ શરીર વડે જે નિરન્તર આહાર કરે છે અને પછી શરીરરચના પૂરી થાય ત્યાં સુધી મિશ્રશરીરથી જે આહાર કરે છે તે ‘ઓજ-આહાર' હોય છે.
વક્ર ગતિમાં જે આહાર કરે છે, તે ઓજઆહાર હોય છે, શરીરના આધારરૂપ પુદ્ગલોનો સ્પર્શનાદિ ઇન્દ્રિયોના સ્પર્શથી જે આહાર ગ્રહણ થાય તેને લોમાહાર કરે છે.
૨૨૭. કારિકા-૨૭૭
२२८. त्रिविधश्च स आहार ओजआहार आदिमः ।
लोमाहारो द्वितीयश्च प्रक्षेपाख्यस्तृतीयकः । ।
द्रव्य-लोकप्रकाशे
For Private And Personal Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આહારક : અનાહારક
. ૫૮૩ એક વક્રા, દ્વિવક્રા, ત્રિવિક્રા અને ચતુર્વકા ગતિઓમાં વચલા સમયો નિરાહારઅનાહાર હોય છે અને પહેલો-છેલ્લો સમય આહારવાળો હોય છે.
એકવકા ગતિ : જ્યારે જીવ ઊદ્ગલોકની પૂર્વદિશામાંથી અધોલોકની પશ્ચિમ દિશામાં જાય છે ત્યારે તે વક્રગતિ “એકવક્રા' કહેવાય. આ વક્ર ગતિ બે સમયની હોય-પહેલા સમયે જીવ સીધો અધોલોકમાં જાય, બીજા સમયે તીરછો પોતાના ઉત્પત્તિસ્થળે પહોંચી જાય.
વિક્રા ગતિ : ઊદ્ગલોકના અગ્નિ ખૂણેથી અધોલોકના વાયવ્ય ખૂણે જીવ જાય તો દ્વિ-વક્રા ગતિ કહેવાય. આ ગતિમાં ત્રણ સમય લાગે. પહેલા સમયે સમશ્રેણીથી નીચો જાય, બીજા સમયે તીરછો પશ્ચિમ દિશામાં જાય અને ત્રીજા સમયે તરછો વાયવ્ય ખૂણામાં જાય.
ત્રસ જીવોની વક્રગતિ આ બે પ્રકારની જ હોય. સ્થાવર જીવોની વક્ર ગતિ ચાર-પાંચ સમયની પણ થાય. પહેલા સમયે ત્રસ નાડીની બહાર અધોલોકની વિદિશામાંથી દિશામાં જાય. બીજા સમયે ત્રસ નાડીમાં પ્રવેશે. ત્રીજા સમયે ઉપર જાય અને ચોથા સમયે ત્રસનાડીમાંથી બહાર નીકળી, પોતાનું ઉત્પત્તિસ્થળ જે દિશામાં આવેલું હોય ત્યાં જાય.
નિવક્રા ગતિ : જીવને દિશામાંથી વિદિશામાં જવું હોય તો પહેલા સમયે ત્રણ નાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે ઊર્ધ્વગતિ કરે, ત્રીજા સમયે અધોલોકમાં જાય અને ચોથા સમયે ત્રસ નાડીની બહાર વિદિશામાં જાય.
ચતુર્વક્રા ગતિઃ પહેલા સમયે વિદિશામાંથી દિશામાં જાય, બીજા સમયે ત્રાસ નાડીમાં પ્રવેશ કરે, ત્રીજા સમયે ઉપર જાય, ચોથા સમયે નીચે જાય અને પાંચમા સમયે ત્રસ નાડીની બહાર વિદિશામાં પોતાના ઉત્પત્તિસ્થળે જાય.
મુખમાં કોળિઓ નાંખવો-પ્રક્ષેપવો, એનું નામ પ્રક્ષેપ-આહાર. આ પ્રક્ષેપાહાર એકેન્દ્રિય જીવોને, દેવોને અને નારકીના જીવોને હોતો નથી.
અપર્યાપ્ત જીવોને ઓજ-આહાર હોય. [ઓજ-આહાર અનાભોગ જ હોય છે. સર્વ પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવોને ઓજ-આહાર હોય.
છે પર્યાપ્ત જીવોને લોમાકાર અને પ્રક્ષેપાહાર હોય. પર્યાપ્તિ પૂરી થયા પછી ગર્ભસ્થ જીવને લોમાહાર હોય છે. પ્રક્ષેપાહાર તો ત્યારે કરે કે જ્યારે મુખમાં કવળ નાંખે.
છે એકેન્દ્રિય જીવો, દેવો અને નારકને પ્રક્ષેપાહાર નથી હોતો, પરંતુ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી સ્પર્શનેન્દ્રિયથી “લોમાહાર કરે છે.
For Private And Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
પ્રશમરતિ દેવો મનથી શુભ પુગલોનું ચિંતન કરે ત્યારે સમગ્ર શરીરથી તે પુદ્ગલો આહારરૂપે પરિણમે છે. આ શુભ પુદ્ગલો હોય છે. નારકો અશુભ પગલોનું ચિંતન કરે ત્યારે સમગ્ર શરીરથી અશુભ યુગલો આહારરૂપે પરિણમે છે.
દારિક શરીરી એવા બેઇન્દ્રિયાદિ તિર્યંચોને તથા મનુષ્યોને પ્રક્ષેપાહાર હોય.
૨૨૯ કેટલાક આચાર્યોનો મત જુદો છે :
તેઓ કહે છે : જિલ્વેન્દ્રિયથી સ્થૂળ શરીરમાં જે આહારનો પ્રક્ષેપ થાય તે પ્રક્ષેપાહાર.
ધ્રાણેન્દ્રિયથી, ચક્ષુરિન્દ્રિયથી અને શ્રવણેન્દ્રિયથી જે આહાર ગ્રહણ થાય અને ધાતુરૂપે પરિણત થાય તે ઓજાહાર.
- જે આહાર સ્પર્શનેન્દ્રિયથી ગ્રહણ થાય અને ધાતુરૂપે પરિણત થાય તે લૌમાહાર. આહારક-અનાહારક :
“विग्गहगइमावन्ना केवलिणो समोहया अयोगीया।
सिद्धा य अणाहार सेसा आहारगा जीवा ।।' વક્રગતિમાં રહેલા જીવો, કેવળજ્ઞાની સિમુદ્ધાતમાં, અયોગી શૈિલેશીઅવસ્થામાં અને સિદ્ધો અનાહારક હોય છે. આ સિવાયના જીવો આહારક હોય છે. [વિગ્રહ ગતિમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, સમુદ્દઘાતમાં કેવળી ત્રણ સમય, શૈલેશી અવસ્થામાં અન્તર્મુહૂર્ત અને સિદ્ધ સાદિ-અનંતકાળ અનાહારક હોય છે.!
એક જીવમાં ત્રણેય આહારની ઘટના : ઉત્પત્તિમાં પ્રથમ સમયે જ જે આહાર ગ્રહણ કરે તે ઓજાહાર હોય.
શરીરરચના, ઇન્દ્રિય રચના...વગેરે કરીને ગર્ભમાં રહે ત્યાં સુધી લોમાકાર હોય. જ જન્મ થયા પછી મુખમાં આહારનો પ્રક્ષેપ કરે તે કવલાહાર-પ્રક્ષેપાહાર.
२२९. सूत्रकृतांगसूत्र - श्रुतस्कंध-२, २. अध्ययन-३
For Private And Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨. ૨૩°સંજ્ઞા શ્રી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું : “હે ભગવંત, જીર્વા સંસી, અસંજ્ઞી, નો-સંજ્ઞી, નો-અસંશી, આમ ચાર પ્રકારે હોય છે?'
ભગવાને કહ્યું :
ગૌતમ, જી સંજ્ઞી હોય, અસંશી હોય, નો-સંજ્ઞી હોય અને નો-અસંજ્ઞી. પણ હોય.' સંશ-અસંશી પરિભાષા :
વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનોવિજ્ઞાન તે સંજ્ઞા. આ મનોવિજ્ઞાન ભૂતભાવિ-વર્તમાનભાવ-સ્વભાવના પર્યાલોચનરૂપ હોય છે. આવું મનોવિજ્ઞાન જેમને હોય તે “સંજ્ઞી' કહેવાય. અથવા
વિશિષ્ટ મનોવૃત્તિ તે સંજ્ઞા પૂર્વપ્રાપ્ત, ભાવિ કે વર્તમાન પદાર્થ જેનાથી સારી રીતે જાણી શકાય તેનું નામ સંજ્ઞા. {રસ જ્ઞાયતે થયા તિ સંજ્ઞા] આ સંજ્ઞા જેમને હોય તે સંજ્ઞી કહેવાય.
સંજ્ઞી એટલે મનવાળા સિંક્ષિન સમનET:]. જેમને મન ન હોય તે અસંજ્ઞી, મિશિનોરમના! કોણ સંજ્ઞી, કોણ અસંજ્ઞી?
એકેન્દ્રિયાદિ જીવો અસંજ્ઞી હોય છે. [એકેન્દ્રિય જીવોને પ્રાયઃ મનોવૃત્તિ જ હોતી નથી. બેઇજિયાદિ જીવોને વિશિષ્ટ મનોવૃત્તિ નથી હોતી, બેઇન્દ્રિયાદિ જીવો માત્ર વર્તમાનકાલીન શબ્દાદિ વિષયોને શબ્દાદિરૂપે જાણે છે, ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વિષયોને નથી જાણતા.
એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને સંમૂછિમ પંચેન્દ્રિયો અસંશી છે. આ વિશિષ્ટ મનોવૃત્તિવાળા પંચેન્દ્રિય જીવો સંજ્ઞી છે. ૨ ૩૦. કારિકા-૨૭૯ २३१. जीवाण भंते! किं सपणी असण्णी नो-असण्णी? गोयमा जीया सपणी वि असण्णी
वि नोसण्णी नो असण्णी वि। - प्रज्ञपनासूत्रे/ पद-३१ ૨૩૨. પ્રાયઃ' એટલા માટે કહ્યું છે કે એકેન્દ્રિય જીવમાં પણ ૧૦ પ્રકારની સંજ્ઞાઓ
હોય છે, સર્વ જીવોમાં હોય છે એમ “ભગવતીસૂત્ર' માં કહેલું છે,
For Private And Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૫૮૬
* ભવસ્થ કેવળી અને સિદ્ધો સંજ્ઞી પણ નથી કે અસંશી પણ નથી. |નોસંજ્ઞી, નો-અસંજ્ઞા)
કેવળજ્ઞાનીને અલબત્ત, મન હોય છે પરંતુ તે મનથી તેઓ ભૂત-ભાવિ-વર્તમાનકાલીન ભાવ-સ્વભાવનું પર્યાલોચન કરતા નથી, કારણ કે તેઓ પર્યાલોચન વિના જ, કેવળજ્ઞાન અને કેવળદર્શનથી સાક્ષાત્ સમસ્ત ભાવોને જાણે છે ને જુએ છે.
સિદ્ધો પણ સંજ્ઞી નથી હોતા કે અસંજ્ઞી નથી હોતા. દ્રવ્ય મન ન હોવાથી સંશી ન કહેવાય અને સર્વજ્ઞ હોવાથી અસંજ્ઞી ન કહેવાય.
સંજ્ઞાઓના પ્રકારો :
સંજ્ઞાઓનો વિચાર વિશાળ ફ્લૅક પર કરવામાં આવ્યો છે. સંજ્ઞિનઃ સમન આ પરિભાષાને ગૌણ કરીને, મન વિનાના એકેન્દ્રિયાદિ જીવોમાં પણ સંજ્ઞાઓ હોવાનું સ્વીકારાયું છે. મન વિનાના જીવોને ‘ઓધસંજ્ઞા’ હોય છે.
સંજ્ઞાના મુખ્ય બે પ્રકાર છે ૧. જ્ઞાનરૂપ, અને ૨. અનુભવરૂપ.
જ્ઞાનરૂપ સંજ્ઞામાં પાંચ પ્રકારનાં જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે! આ અપેક્ષાએ કેવળજ્ઞાનીને પણ ‘સંશી' કહી શકાય.
અનુભવરૂપ સંજ્ઞા, અશાતાવેદનીય કર્મના તથા મોહનીય કર્મના ઉદયથી હોય છે. તેના ચાર પ્રકાર છે : ૧, આહાર સંજ્ઞા |અશાતાવેદનીયના ઉદયથી ૨. ભય સંજ્ઞા, 3. મૈથુન સંજ્ઞા, અને ૪. પરિગ્રહ સંજ્ઞા. (આ ત્રણ સંજ્ઞાઓ મોહનીયના ઉદયથી]
* માવતીપૂત્ર ના સાતમા શતકના આઠમા ઉદ્દેશકમાં દશ સંજ્ઞાઓ કહેવામાં આવી છે, અને આ દસ સંજ્ઞાઓ સર્વ જીવોને હોય છે, એમ કહેવામાં આવ્યું છે. ૦ દસ સંજ્ઞાઓનાં નામ : આહાર ભય/મૈથુન પરિગ્રહ/ક્રોધ/માનમાયા લોભ લોકઓધ.
૦ એકેન્દ્રિય જીવોમાં પણ આ દસ સંજ્ઞાઓ હોય છે, એ વાત વૃક્ષનું દૃષ્ટાન્ત આપીને સિદ્ધ કરવામાં આવી છે :
૧. વૃક્ષોને જલાહાર હોય છે.
૨. વૃક્ષોને ભય હોય છે, ભય વિના સંકોચ ન પામે.
3.
વેલ જે વૃક્ષને વીંટળાય છે, તે પરિગ્રહ સંજ્ઞા સૂચવે છે.
૪. ‘કુરબક’ નામના વૃક્ષને સ્ત્રી જ્યારે આલિંગન આપે છે ત્યારે ફળે છે. આ મૈથુન સંજ્ઞા સૂચવે છે.
For Private And Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૭
સંજ્ઞા ૫. રક્ત જલકમળ હુંકાર કરે છે, તે ક્રોધ સંજ્ઞા સૂચવે છે. ૯. “રૂદતી' નામની વેલ ઝરે છે, એ માન સંજ્ઞા સૂચવે છે. ૭. લતાઓ પોતાનાં ફળ ઢાંકી રાખે છે, માયાસંજ્ઞા સૂચવે છે.
૮. પૃથ્વીમાં કોઈ સ્થળે નિધાન દટાયેલું પડ્યું હોય છે, તેના પર બીલપલાસ વૃક્ષ પોતાનાં મૂળ નાંખે છે, એ લોભ સંજ્ઞા સૂચવે છે.
૯. રાત પડે છે ત્યારે કમળ-પુષ્પો સંકોચાઈ જાય છે, એ લોક સંજ્ઞા સૂચવે છે. ૧૦. વેલ વૃક્ષ પર ચઢે છે, એ ઓઘ સંજ્ઞા સૂચવે છે.
મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી શબ્દાર્થવિષયક સામાન્ય બોધ થાય, તેનું નામ ઓઘ સંજ્ઞા અને વિશેષ બોધ થાય તેનું નામ લોક સંજ્ઞા.
આઘારjTRપૂત્રની ટીકામાં કહેવાયું છે : લતાઓ જે વૃક્ષારોહણ કરે છે તે અવ્યક્ત સંજ્ઞા છે. તેથી જેમ જેનો ઉપયોગ અવ્યક્ત હોય તેનું નામ પસંજ્ઞા. અને લોકોએ પોતપોતાની કલ્પના મુજબ જે વિકલ્પો ઘડ્યા હોય દિા.ત., શ્વાનો યક્ષરૂપ છે, વિપ્રો દેવ સમાન છે...કાગડાઓ પિતૃઓ છે...પાંખના વાયુથી ગર્ભ રહે છે...વગેરે) તે લોકસંજ્ઞા કહેવાય,
જ વાર મૂત્ર માં સોળ સંજ્ઞાઓ બતાવવામાં આવી છે. દસ સંજ્ઞાઓ ઉપર પ્રમાણે છે અને બીજી છ સંજ્ઞાઓ આ પ્રમાણે છે : ૧. મોહ, ૨, ધર્મ, ૩. સુખ, ૪. દુઃખ, ૫. શોક, અને ૬. જુગુપ્સા.
બીજી રીતે ત્રણ પ્રકારની સંજ્ઞાઓ બતાવવામાં આવી છે : ૧. દીર્ઘકાલિકી ૨. હેતુવાદા, અને ૩. દૃષ્ટિવાદા.
* ઘણા સમય પહેલાં બની ગયેલા બનાવો સ્મૃતિમાં તાજા થાય અને ભવિષ્યમાં શું કરવાનું છે, એ વાતનું ચિંતન થાય-તેનું નામ દીર્ઘકાલિકી સંજ્ઞા.
પોતાના સુખના માટે જીવ પોતાના ઇષ્ટમાં પ્રવૃત્ત થાય અને અનિષ્ટથી નિવૃત્ત થાય, તેનું નામ હતુવાદા સંજ્ઞા.
* સમકિતદષ્ટિ જીવો જે ઉપદેશ આપે તે દષ્ટિવાદા સંજ્ઞા. ચાર ગતિમાં સંજ્ઞાઓનું અલ્પબદુત્વ : નરકમાં
મૈથુન સંજ્ઞાવાળા જીવો સહુથી થોડા, આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણા. પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગુણા, અને ભય સંજ્ઞાવાળા તેનાથી પણ સંખ્યાતગુણા.
For Private And Personal Use Only
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮૮
પ્રશમરતિ તિર્યંચમાં
પરિગ્રહ સંજ્ઞાવાળા સહુથી થોડા, તેનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગુણા, તેનાથી ભય સંજ્ઞાવાળા સંખ્યાતગુણા અને તેનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણા.
મનુષ્યમાં
ભય સંજ્ઞાવાળા સહુથી થોડા, તેનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગુણા, તેનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગુણા અને તેનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગુણા.
દેવમાં -
આહાર સંજ્ઞાવાળા સહુથી થોડા, તેનાથી ભય સંજ્ઞાવાળા સંખ્યાતગુણા, તેનાથી મૈથુનસંજ્ઞાવાળા સંખ્યાતગુણા અને તેનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગુણા.
આ રીતે “સંજ્ઞાઓનું વર્ણન આગમગ્રન્થોમાં કરવામાં આવેલું છે.
For Private And Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वाचार्य श्री केदाहायरसरि ज्ञादयंदिर वीना तीर्थ Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth, Gandhinagar-382 007 (Guj) INDIA Web site : www.kobatirth.org E-mail: gyanmandir @kobatirth.org For Private And Personal Use Only