________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0.
પ્રશમરતિ ૨૨-૨૨ વર્ષ સુધી અંજનાનું નામ ન લેનાર એ પવનંજય, જ્યારે વનવન અને પહાડ-પહાડ ખૂંદી નાંખવા છતાં અંજના નહોતી મળી ત્યારે, જંગલમાં ચિતા ખડકીને, આગ ચાંપીને એમાં બળી મરવા તૈયાર થયો હતો! “અંજના વિના હવે જીવી ન શકું!”
વિષયો તરફનો ઇંદ્રિયોનો અને મનનો પ્રેમ.. રાગ.. સ્નેહ અનવસ્થિત છે. એક વિષય પર કે વ્યક્તિ પર એનો પ્રેમ સ્થાયી નથી હોતો, એ બદલાયા કરે છે. એટલે ઇન્દ્રિયજન્ય સુખ પણ સ્થાયી નથી હોતું, અનિત્ય અને ક્ષણિક હોય છે. જે મીઠાઈ જીભને આજે ભાવે છે, એ મીઠાઈ બીજા દિવસે નથી ભાવતી ! જે મીઠાઈ સામે એ કાલે જોતો પણ ન હતો, આજે એ જ મીઠાઈ મજેથી ખાય છે ! જે વસ્તુને ગઈ કાલે અડવાનું પણ નહોતો ઇચ્છતો, એ વસ્તુને આજે છાતીએ વળગાડીને પંપાળે છે! આ બધું શું છે? મનના રાગ અને દ્વેષના હમેશાં બદલાતા ભાવોના ખેલ છે! વિષયાં તો એના એ જ છે. વિષય સારો હોય કે નરસો હોય, એની સાથે બહુ નિબત નથી. રાગીને નરસો પણ વિષય વહાલો લાગે છે, હેપીને સારો પણ વિષય અપ્રિય લાગે છે.
કલ્પનાની દુનિયા कारणवशेन यद्यत् प्रयोजनं जायते यथा यत्र । तेन तथा तं विषयं शुभमशुभं वा प्रकल्पयति ।।५०।। અર્થ : જે કારણે જ્યાં જંવી રીતે જે જે પ્રયોજન ઉત્પન્ન થાય છે, તેવી તેવી રીત ઉત્પન્ન થયેલા તે પ્રયોજનથી, તે વિષયને ઈષ્ટ કે અનિષ્ટ માને છે.
વિવેવન : માત્ર કલ્પના છે પ્રિયની અને અપ્રિયની; ઇષ્ટની અને અનિષ્ટની. મનની કલ્પના સિવાય કંઈ જ વાસ્તવિક નથી. એ કલ્પનામાં જ્યારે રાગના રંગો પુરાયા હોય છે ત્યારે એ પદાર્થો, એ વ્યક્તિઓ પ્રિય લાગે છે, ઇષ્ટ લાગે છે. જ્યારે એ કલ્પનામાં દ્વેષના રંગો પુરાય છે ત્યારે દુનિયાના પદાર્થો અપ્રિય અને અનિષ્ટ લાગે છે.
પદાર્થ ખરાબ છે, માટે અપ્રિય લાગે છે, વ્યક્તિ ખરાબ છે, માટે અનિષ્ટ લાગે છે;' આ ધારણા, આ માન્યતા ખોટી ઠરે છે. ‘પદાર્થ સારો છે માટે પ્રિય લાગે છે, વ્યક્તિ સારી છે માટે વહાલી લાગે છે.' આ ધારણા ખોટી સાબિત થાય છે. વસ્તુમાં સારાપણાના કે નરસાપણાનો આરોપ જીવની કલ્પના કરે છે! એ કલ્પનાનાં પ્રેરક તત્વો હોય છે : રાગ અને પ!
For Private And Personal Use Only