________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પનાની દુનિયા
८१
ઇષ્ટ લાગતા વિષયોમાં ઇન્દ્રિયો પ્રવૃત્ત થાય છે અને અનિષ્ટ લાગતા વિષયોમાંથી ઇન્દ્રિયો નિવૃત્ત થાય છે. આ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિ પાછળ સમગ્ર દોરીસંચાર મનની કલ્પનાનો હોય છે! એટલે ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્ત અને નિવૃત્ત થતી રોકવા માટે ગ્રન્થકાર મહર્ષિ એક અભિનવ કલ્પના આપે છે! દિવ્ય વિચાર આપે છે. તેઓ કહે છે :
‘આ ગીત સારું છે, આ સંગીત-ધ્વનિ સારો છે,' એમ માનીને તું તારી શ્રવણેન્દ્રિયને એ ગીત-સંગીતમાં જોડે છે ને? તને એ ગીત, એ સંગીત કોણ સારું લગાડે છે, એનો વિચાર કર. તારી રાગ-દશા એ સંગીતમાં સારાપણાની કલ્પના કરાવે છે. એવી જ રીતે કોઈ ગીત કે સંગીત તને નથી ગમતું ‘આ ગીત સારું નથી.....’ આ કલ્પના તારી દ્વેષ દશામાંથી જન્મે છે. આ રીતે પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં સમજવાનું છે.
જીવની રાગદશા સ્થાયી નથી હોતી, દ્વેષદશા સ્થાયી નથી હોતી. રાગ પછી દ્વેષ અને દ્વેષ પછી રાગ.... ચાલ્યા જ કરે છે આ ક્રમ! એટલે પ્રિય-અપ્રિયની કલ્પનાઓ પણ બદલાયા જ કરે છે! રાગદશામાં જે પદાર્થ સારો લાગે છે એ જ પદાર્થ દ્રુપદશામાં ખરાબ લાગે છે. પદાર્થ એનો એ જ હોય છે.
એક વ્યક્તિ ઉપર રાગ હોય છે ત્યારે એનું રૂપ, એના શબ્દ, એનો સ્પર્શ પ્રિય લાગે છે, ગમે છે. પરંતુ એ જ વ્યક્તિ ઉપર જ્યારે દ્વેષ જાગે છે ત્યારે એનું રૂપ, એનો શબ્દ કે એનો સ્પર્શ એનું કંઈ ગમતું નથી. વ્યક્તિ એની એ જ હોય છે,વ્યક્તિમાં કોઈ પરિવર્તન હોતું નથી. પરિવર્તન થયું હોય છે આપણી રાગદશાનું, આપણી દ્વેષદશાનું.
જ
વ્યક્તિ સારી છે માટે ગમે છે - આ માન્યતા સાવ ખોટી છે. આપણને રાગ છે! માટે એ ગમે છે, વ્યક્તિ ખરાબ છે માટે નથી ગમતી આ ધારણા ભૂલભરેલી છે, આપણને દ્વેષ છે માટે નથી ગમતી.
-
જુઓ, અનંત સિદ્ધ ભગવંતો પોતાના કેવળજ્ઞાનમાં સંસારના સર્વજીવોને જાણે છે ને? જીવોના..... પદાર્થોના તમામ ગુણદોષો જાણે છે ને? છતાં એમને
આ સારું છે ને આ નરસું છે,' આવી કલ્પના કેમ નથી થતી? કારણ કે તેઓ વીતરાગ છે! તેમને નથી રાગ કે નથી દ્વેષ! એટલે એમનું જ્ઞાન રાગ-દ્વેષના રંગોથી રંગાયેલું નથી; માટે એમની જ્ઞાનવૃષ્ટિ પરમવિશુદ્ધ હોય છે.
For Private And Personal Use Only
જો આ દૃષ્ટિબિંદુ આપણું દૃષ્ટિબિંદુ બની જાય તો જીવાત્માઓ અને જડ પદાર્થોમાં સારા-નરસાના આરોપ મૂકવાની આપણી કુચેષ્ટાઓ બંધ થઈ જાય અને આપણા પોતાના રાગદ્વેષ ઓછા કરવાનો પુરુષાર્થ ચાલુ થઈ જાય.