________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ
૮૨
આ જ્ઞાનદૃષ્ટિ જો આપણને લાધી જાય તો વિષયો તરફ દોડતી આપણી ઇન્દ્રિયો રોકાઈ જાય; દોડધામ ઓછી થાય, રાગ-દ્વેષની મંદતા થતાં ઇન્દ્રિયોના વિષયસંચારમાં કર્મબંધ પણ ઓછો થાય. આવી અદ્ભુત છે આ રહસ્યભૂત વાત! આ તત્ત્વદૃષ્ટિ છે, જ્ઞાનદૃષ્ટિ છે, દિવ્યદૃષ્ટિ છે. આના દ્વારા આપણે આપણી કલ્પનાઓમાંથી રાગ-દ્વેષના રંગો ધોઈ નાખવા પ્રયત્નશીલ બનીએ.
રાગ અને દ્વેષ
अन्येषां यो विषयः स्वाभिप्रायेण भवति तुष्टिकरः । स्वमत्तिविकल्पाभिरतास्तमेव भूयो द्विषन्त्यन्ये ।। ५१ ।।
અર્થ : બીજાઓને (બીજા પુરુષોને) જે વિષય (શબ્દ વગેરે) પોતાના મનઃપરિણામથી પરિતોષ કરનાર બને છે તે જ વિષયનો, પોતાના મનના વિકલ્પોમાં રાચતા અન્ય પુરુષો વળી દૂપ કરે છે!
વિવેપન : તમે જરા સ્વસ્થ ચિત્તે વિચારો તો ખરા! ચિંતનની ફેવી આશ્ચર્યકારી પગદંડી બતાવે છે આ મહર્ષિ! તેઓ કહે છે : જે વિષયો તમને સારા, સુંદર અને મનોહર લાગે છે એ વિષયો જો ખરેખર સારા હોય, સાચે જ સુંદર હોય અને નિશ્ચયે મનોહર હોય તો સહુ મનુષ્યોને એ સારા, સુંદર અને મનોહર લાગવા જોઈએ નં? એમ નથી બનતું. જે વિષય, જે પદાર્થ એક માણસને ગમી જાય છે, એ જ વિષય બીજાને નથી ગમતો! જો વિષયની જ ખૂબી હોય, જો વિષયમાં જ સારાપણું હોય તો તે બધાને ગમવો જોઈએ.
ગ્રન્થકારનો અકાટય તર્ક છે. વસ્તુ જો સારી હોય, વસ્તુમાં સુંદરતા અને સુખદાયકતા હોય તો તે સર્વ જીવોને સારી લાગવી જ જોઈએ. સર્વ જીવોને સુંદર લાગવી જ જોઈએ. સર્વ જીવોને એનાથી સુખ મળવું જ જોઈએ, આ સંસારમાં એવું નથી બનતું. એકનો એક જ વિષય રમેશને પ્રિય લાગે છે ને સુરેશને અપ્રિય લાગે છે. આવો, આપણે એક-એક ઇન્દ્રિયના વિષયને તપાસીએ.
જુઓ, આ ગીત તમને સંભળાય છે ને? આ શ્રવણેન્દ્રિયનો વિષય છે. તમને આ ગીત સાંભળવું ગમે છે? નથી ગમતું ને? કારણ કે તમે એને ઘણીવાર સાંભળેલું છે... ખેર, મને એ સાંભળવું ગમે છે......... વારંવાર સાંભળવું ગમે છે, ગીત તો એનું એ છે, તમને સાંભળવું નથી ગમતું, મને ગમે છે!
જુઓ, આ મંદિરનું શિલ્પ કેવું સુંદર છે! ખરેખર, આ પ્રાચીન શિલ્પ ઉપર મન ઓવારી જાય છે, તમને ગમ્યું આ શિલ્પ? કેમ ન ગમ્યું? તમને આવું જૂનું
For Private And Personal Use Only