________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભાશુભ કલ્પનામાત્ર જે એને કાલે જરાય નહોતું ગમતું તે આજે ભરપૂર ગમે છે. એના વિના ક્ષણવાર પણ નથી ગમતું! વિષય અનો એ જ....!
દા. ત. બે હજાર કે ત્રણ હજાર રૂપિયાનો ટી.વી. (ટેલિવિઝન) સેટ લઈ આવ્યા. લાવ્યા પછી પરિવાર સાથે, મિત્રો સાથે સ્નેહી-સ્વજનો સાથે ખૂબ મજેથી ત્રણ કલાક ટી.વી. ના કાર્યક્રમો તમે જયા, ખૂબ પ્રસન્ન થઈ ગયા. ટી.વી. ની વૈજ્ઞાનિક શોધ અંગે તમે પ્રશંસાનાં ફૂલ વેર્યા. બીજા દિવસે તમે સવારે પરવારીને દુકાને ગયા કે ઑફિસે ગયા. સાંજે જ્યારે તમે ઘરે આવવા નીકળ્યા ત્યારે મોડું થઈ ગયું હતું અને તમને કકડીને ભૂખ લાગી હતી. તમે તમારા મનમાં નિર્ણય કર્યો કે “ઘરે જઈને પહેલું કામ જમવાનું કરશ, પછી બીજી વાત!' તમે ઘરે આવ્યા. ધર સ્ત્રી-પુરુષોથી ચિકાર ભરેલું જોયું. ટી.વી. ઉપર સિનેમા ચાલી રહી હતી. તમારાં પત્ની, પુત્ર, પુત્રી વગેરે પણ એ કાર્યક્રમ જોવામાં તલ્લીન હતાં. તમે એમને રસોડામાં બોલાવો એ વખતે એ તમને કહે: “પછી જમજો ને! જમવાનું ક્યાં ભાગી જવાનું છે? આ સરસ કાર્યક્રમ ચાલે છે, એ જુઓ ને!” તો શું તમે એ કાર્યક્રમ જોવા બેઠા હતા? પત્નીના આમંત્રણને તમે સ્મિતપૂર્વક આવકાર્યું હતું કે મોં ચઢી ગયું હતું? પત્ની ઉપર ગુસ્સો આવ્યો હતો ખરો?
તમને ભૂખનું દુઃખ હોય છે એ વખતે ટી.વી. જોવું નથી ગમતું! જ્યારે તમને ભૂખ નથી, તરસ નથી કે મનમાં કોઈ પ્રબળ ચિન્તા નથી. એ વખતે ટી.વી. જોવું ખૂબ ગમે છે. એ જોવામાં તમે તલ્લીન હો-એ વખતે તમારાં પત્ની ભોજન માટે તમને બોલાવે તો શું થાય? ગુસ્સો જ થાય ને? ટી.વી. સેટનો કાર્યક્રમ એનો એ છે અને ભોજન પણ એનું એ છે, વિષયમાં કોઈ જ પરિવર્તન નથી. પરિવર્તન થાય છે માનવના મનમાં પરિવર્તન થાય છે જીવના અધ્યવસાયમાં, પરિણામોમાં!
જ્યારે મન રાગી હોય છે ત્યારે એક વિષય પ્રિય લાગે છે, જ્યારે મન હેપી હોય છે ત્યારે એ જ વિષય અપ્રિય લાગે છે. હનુમાનપિતા પવનંજયના મનમાં અંજના પ્રત્યે દ્વેષ હતો ત્યારે બાવીસ બાવીસ વર્ષ સુધી એની સામે પણ ન જોયું, એના શયનખંડમાં પગ પણ ન મૂક્યો. બાવીસ વર્ષના અંતે જ્યારે માનસરોવરના તટ પર મન બદલાયું, હેપના સ્થાને સ્નેહ અને સહાનુભૂતિ જાગ્યાં, તુરત મિત્રની સાથે આકાશમાર્ગે એ અંજનાના મહેલે આવ્યો! એ જ અંજના હતી! અંજનામાં કોઈ પરિવર્તન ન હતું. પવનંજયના મનમાં પરિવર્તન થયું હતું. દેશના સ્થાને રાગ આવ્યો હતો! એને અંજના સારી લાગી, સ્નેહપૂર્ણ લાગી, નિદૉષ લાગી.
For Private And Personal Use Only