________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_પ્રશમરતિ
૨૩૮ વિવેચન : સાધુ અસંગ હોય. સાધુ પોતાના શરીર પ્રત્યે નિર્મમ હોય.
સાધુ શરીર, ભોજન, વસ્ત્ર.... આવાસ પ્રત્યે નેહરહિત બનીને પોતાની સંયમયાત્રા કરતો રહે. શરીર વગેરેને એ માત્ર સંયમયાત્રાનાં સાધન રૂપે જ જુએ. એનું સાધ્ય છે આત્માની પૂર્ણતા! અનન્ત ગુણોની ઉપલબ્ધિ! એ માટે જ સાધુ વિવિધ ધર્માનુષ્ઠાનો કરે, એ માટે જ એ જ્ઞાન-ધ્યાન કરે, એ માટે જ એ તપત્યાગ અને તિતિક્ષા કરે.
સંયમયાત્રા થતી રહે, એટલા માટે જ એ શરીરને આહાર આપે! કેટલો આહાર આપે, તે સમજાવવા અહીં ગ્રન્થકારે બે દૃષ્ટાન્ડ આપ્યાં છે : ૧. માણસના શરીર પર ગૂમડું થયું હોય, તે ગૂમડાને દૂર કરવા એના પર કેટલો મલમ લગાડવામાં આવે? એ ગુમડું ફૂટી જાય, એમાંથી લોહી-પરું નીકળી જાય અને ઘા રુઝાઈ જાય, એટલા પૂરતો જ મલમ લગાડવામાં આવે ને? વધુ પ્રમાણમાં મલમ લગાડવાનું કોઈ પ્રયોજન હોતું નથી. સાધુ માત્ર સુધાને ઉપશાન્ત કરવા પૂરતો જ આહાર કરે. ૨. બળદગાડી હોય કે ઘોડાગાડી હોય, એનાં પૈડાં સરળતાથી ગતિ કરતાં રહે એટલા માટે પૈડાની ધરી ઉપર તેલ વગેરે ચીકણો પદાર્થ લગાડવામાં આવે છે. એટલું જ તેલ લગાડાય કે પૈડાં અવાજ કર્યા વિના, ઘસાયા વિના સારી રીતે ગતિ કરી શકે. સાધુ પણ એટલા જ આહાર કરે કે એનું શરીર સંયમયોગોની આરાધનામાં થાક્યા વિના ગતિ કરી શકે.
આ બે દૃષ્ટાન્તો જ બોલે છે કે સાધુના આહારનું પ્રમાણ કેટલું હોય. પ્રમાણની સાથે, એ આહાર તરફ સાધુની દૃષ્ટિ કેવી હોય, તેનું એક તાંબા પોકરાવી દે તેવું દૃષ્ટાન્ત ગ્રન્થ કારે આપી દીધું છે....વાંચતાં અને વિચારતાં રૂંવાડાં ઊભા થઈ જાય એવું આ દુષ્ટાન્ત છે. એક પિતાને પોતાના પ્રિય સંતાનના મૃતદેહના માંસનું ભક્ષણ કરવાનો અતિ વિકટ પ્રસંગ આવી પડે ત્યારે તે પિતા કેવા સળગતા હૃદયે એ માંસના ટુકડા પોતાના મોઢામાં મૂકે....? જો એક જ ટુકડો પેટમાં જવાથી મોત ટળી જતું હોય તો બીજો ટુકડો મોંઢામાં મુકે ખરા? એ માંસના ટુકડાઓ તરફ પિતાની દૃષ્ટિ કેવી હોય? આહાર તરફ સાધુની દૃષ્ટિ એવી હોય!
શાસ્ત્રોમાં આવું અતિકરણ એક જ ઉદાહરણ વાંચવા મળે છે.....ચિલાતીપુત્ર પોતાના જ શેઠની કન્યાના પ્રેમમાં પડે છે. શેઠ ચિલાતીપુત્રને કાઢી મૂકે છે.
For Private And Personal Use Only