________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ કેવા ભાવથી આહાર કરે
- ૨૩૯ ચિલાતી ડાકુ બની જાય છે....એક દિવસ શેઠની હવેલી પર ત્રાટકે છે. પોતાની પ્રેમિકા સુષમા'ને લઈ ચિલાતીપુત્ર ભાગે છે....એના સાથી ડાકુઓ ધનસંપત્તિ લઈને ભાગે છે શેઠ અને એમના યુવાન પુત્રો, “સુષમાને લઈ આવવા ચિલાતીપુત્રની પાછળ પડે છે.
જ્યારે ચિલાતીપુત્ર દોડતાં થાકી જાય છે, પકડાઈ જવાનો ભય લાગે છે, ત્યારે એ ખભે નાખેલી સુષમાને જુએ છે. એ તલવારના ઝાટકે સુષમાનું મસ્તક કાપી નાખે છે....ધડ ત્યાં નાંખીને, મસ્તક પોતાના ગળે લટકાવીને ભાગી જાય છે.
સુષમાના પિતા અને ભાઈઓ એ જગાએ જઈ પહોંચે છે કે જ્યાં સુષમાનું ધડ પડેલું છે. પુત્રીની હત્યા થઈ ગયેલી જાણી તેઓ રડી પડે છે અને ત્યાં જ બેસી જાય છે. ખૂબ દૂર જંગલમાં આવી ચઢેલા છે. ભૂખ અને તરસથી પ્રાણ નીકળી જાય છે. ત્યાં તેઓ સુષમાના દેહના માંસનો ઉપયોગ...કકળતા હૃદયે કરે છે. પ્રાણ બચાવવા!
આ ઘટનાને આંખ સામે રાખીને ભગવાન ઉમાસ્વાતિ, સાધકોને કહે છેઃ તમારે આવા રાગરહિત હૈયે, નાછુટકે આહાર કરવાનો છે.' આહારવિષયક સારા-નરસાની કોઈ ચર્ચા નહીં કોઈ રાગ નહીં, કોઈ દ્રપ નહીં.
એ આહાર મોંઢામાં નાખ્યા પછી એને રસપૂર્વક ચાવવાનો પણ નહીં. મોઢામાં મમરાવવાનો પણ નહીં, સીધો ગળે ઉતારી દેવાનો. જેવી રીતે સાપ પોતાના ભક્ષ્યને પેટમાં પધરાવી દે છે તેવી રીતે સાધુ આહારનો આસ્વાદ માણ્યા વિના ગળે ઉતારી જાય.
રસાસ્વાદ માટે કે શરીરની પુષ્ટિ માટે સાધુ આહાર ન કરે, એને પોતાના સંયમયોગો-સ્વાધ્યાય, ધ્યાન, ભિક્ષા-પરિભ્રમણ, વિહાર.... વગેરે સારી રીતે આરાધાય, એટલા પુરતું જ શરીર ટકાવવાનું હોય છે. શરીરનું લાલન-પાલન એ કરે નહીં. શરીર પ્રત્યે અનાસક્ત મહાત્મા, આહાર પ્રત્યે પણ આસતિરહિત જ હોય.
આહાર કરવાનું પ્રયોજન, આહારનું પ્રમાણ, આહાર પ્રત્યેનો અભિગમ અને આહાર કરતાં રાખવાનો ભાવ-આટલી વાતો દૃષ્ટાંતોના માધ્યમથી બતાવાઈ છે.
For Private And Personal Use Only