________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ કેવા ભાવથી આહાર કરે
૨૩૭
બીજા દિવસે જ્યારે દાસી ભોજન લઈને આવી ત્યારે શેઠે ડાકુને અડધું ભોજન આપ્યું! દાસીએ જોયું. એણે ઘેર જઈને શેઠાણીને વાત કરી તો શેઠાણીને રોષ થયો. તેણે હવે રોજ સાદું ભોજન મોકલવા માંડ્યું. જ્યારે શેઠની સજા પૂરી થઇ, શેઠ ઘરે આવ્યા ત્યારે શેઠાણી રિસાયાં. શેઠે ખુલાસો કર્યો : ‘જો હું અને ભોજન ન આપત તો એ મારી સાથે જંગલમાં ન આવત.... અમે બંને એક જ બેડીમાં કંદ હતા....' શેઠાણીના મનનું સમાધાન થયું.
ડાકુ એ શરીર છે અને શેઠ એ સંયમી આત્મા છે. આત્મા અને શરીર જ્યાં સુધી ભેગાં જકડાયેલાં છે ત્યાં સુધી શરીરને આહારાદિ આપવાં પડે છે. ન આપે તો શરીર આત્માને સંયમયોગોની આરાધનામાં સહાયક ન બને. આહાર વિના શરીર અશક્ત બની જાય અને અશક્ત શરીર સાધુજીવનની આવશ્યક ધર્મક્રિયાઓ ન ફરી શકે....
પરંતુ જેમ શેઠ ક-મને ડાકુને ભોજન આપતા હતા, જેમ થોડું જ ભોજન આપતા હતા, તેમ સાધુ નિઃસંગભાવે બત્રીસ કવળ જેટલું જ ભોજન કરે. શરીર પ્રત્યે કોઈ રાગ નહીં, ભોજન તરફ કોઈ લોલુપતા નહીં. શરીર સંયમયોગોની આરાધનામાં સહયોગી બને, એ રીતે પરિમિત આહાર આપે. આ રીતે પરિમિત ભિક્ષા ગ્રહણ કરનાર અને પરિમિત આહાર કરનાર સાધુને અજીર્ણ નથી થતું. અજીર્ણમાંથી પેદા થતા રોગો નથી થતા. સાધુ નીરોગીનિરામય રહે છે, તેથી એની સંયમયાત્રા સુખરૂપ ચાલે છે.
સાધુ-સાધ્વીએ પાંતાના શરીરને નીરોગી રાખવું જોઈએ. નીરોગી રહેવા માટે, રોગ થાય જ નહીં, તે રીતે આહાર કરવો જોઈએ. ક્ષુધા કરતાં પણ ઓછો આહાર કરનાર સાધુ-સાધ્વીને પ્રાયઃ રોગ થતો નથી. કોઈ અશાતાવંદનીય કર્મના ઉદયથી રોગ આવે તે અપવાદ! એ રોગને દૂર કરવા સમતા અને સમાધિ જાળવીને ઉચિત ઉપચારો કરી શકે.
સાધુ કેવા ભાવથી આહાર કરે
व्रणलेपाक्षोपाङ्गवदसङ्गयोगभरमात्रयात्रार्थम् ।
पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ।। १३५ ।।
અર્થ : અસંગ પુરુષો પોતાના સંયમયોગોના સમૂહના નિર્વાહ માટે, ગુમડા ઉપર લગાડવાના લેપની જેમ અને ગાડાના પેંડાંની ધરી ઉપર લગાડવાના તેલની જેમ, જેવી રીતે સર્પ આહાર કરે તેવી રીતે અને જેવી રીતે સંતાનના માંસનો પિતા આહાર કરે તેવી રીતે, આહાર કરે.
For Private And Personal Use Only