________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ મદ कः शुक्रशोणितसमुद्भवस्य सततं चयापचयिकस्य । रोगजरापाश्रयिणो मदावकाशोऽस्ति रूपस्य ||८५ ।।
नित्यं परिशीलनीये त्वग्मांसाच्छादिते कलुषपूर्णे | निश्चयविनाशधर्मिणि रूपे मदकारणं किं स्यात् ।। ८६ ।।
અર્થ : વીર્ય અને લોહીમાંથી ઉત્પન્ન થયેલા, સતત ફ્રાનિ-વૃદ્ધિ પામતા અને રોગ તથા વૃદ્ધત્વના સ્થાનભૂત શરીરમાં રૂપના અભિમાનને શો અવકાશ છે?
સદા જૈનો સંસ્કાર કરવો પડે તેવા, ચામડા અને માંસથી આચ્છાદિત, અશુચિથી ભરેલા અને નિશ્ચતપણે વિનાશ પામવાનો ધર્મવાળા એવા રૂપ ઉપર મદ કરવાનું શું કારણ હોઈ શકે?
:
વિવેચન : કોના રૂપનો ગર્વ કરો છો? કોના રૂપ ઉપર અભિમાન કરો છો? શરીરના રૂપે તમને મદઘેલા કર્યા છે? ન થશો મદધેલા. શરીરના રૂપ ઉપર જરાય હરખાવા જેવું નથી, તમે એ રૂપવાન શરીરની ઉત્પત્તિનો તો વિચાર કરો. એ ક્યાંથી ઉત્પન્ન થયું છે? કેવા પદાર્થોના સંયોજનથી વંદા થયું છે? જરા વિચારો.
(૧) પિતાના શરીરમાંથી નીકળેલું વીર્ય અને માતાની યોનિનું લોહી, આ બે દ્રવ્યોના સંયોજનથી શરીર બને છે. એક બિન્દુમાંથી તેની વૃદ્ધિની શરૂઆત થાય છે. કલલ, અર્બુદ....માંસ....લોહી આદિ પદાર્થોથી તે વધતું જાય છે. માતાના પેટમાં જ તેનો એક ચોક્કસ આકાર ઘડાય છે. મસ્તક, ડોક, હાથ, છાતી, ઉંદર, પગ.... વગેરે અવયવોનો આવિર્ભાવ થાય છે. માતા જૅ ભોજન કરે છે, એ ભોજનનો રસ ગર્ભસ્થ જીવ ગ્રહણ કરે છે, અને નવ-દસ મહિને જ્યારે એનાં અંગોપાંગ સંપૂર્ણ થાય છે, ત્યારે તે માતાના પેટમાંથી બહાર નીકળે છે. આ થઈ શરીરની ઉત્પત્તિની વાત.
(૨) આ રીતે ઉત્પન્ન થયેલું શરીર વધે છે અને ઘટે છે. શરીરમાં વધ-ઘટ ચાલુ રહે છે. પથ્ય અને પ્રિય આહાર જો પચી જાય તો શરીર વૃદ્ધિ પામે છે. અપથ્ય અને અપ્રિય અન્નપાનથી શરીર હાનિ પામે છે, ઘટે છે. નીરોગી શરીર વૃદ્ધિ પામે છે. શરીરનાં બળ અને રૂપ વધે છે, માંદગીથી શરીર ઘટે છે, બળ ધટે છે. બીમારી મનુષ્યને નિર્બળ અને નિસ્તેજ બનાવી દે છે. એવા ભયંકર રોગોનો હુમલો થાય છે કે રૂપવાન મનુષ્ય સાવ કદરૂપો બની જાય છે. શરીરની હાનિ-વૃદ્ધિ સાથે શરીરનાં બળ અને રૂપની પણ હાનિ-વૃદ્ધિ થયા કરે છે.
For Private And Personal Use Only