________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
પ્રશમરતિ (૩) શરીર ઉપર બે શત્રુઓના હુમલા તો નક્કી જ હોય છે. રોગોનો હુમલો અને વૃદ્ધાવસ્થાનો હુમલો. એમાં રોગના હુમલા તો ગમે તે અવસ્થામાં ગમે તે સમયે અને ગમે તે સ્થળે થઈ શકે છે. જ્યારે રોગનો હુમલો થાય છે, ત્યારે શરીર રૂપાહીન બની જાય છે; જ્યારે વૃદ્ધાવસ્થાનો હુમલો થાય છે, મૃત્યુપર્યત એ શરીરને ચૂંથે રાખે છે.
(૪) કેવું અશુચિભર્યું છે શરીર? દ્વારોમાંથી એ અશુચિ બહાર નીકળ્યા કરે અને એની સફાઈ કર્યા કરવાની. રોજ એ કાયાને સ્નાન કરાવવાનું, રોજ એની સેવા કરવાની! આવા માનવદેહના રૂપ-રંગ ઉપર શો મોહ કરવાનો? આત્મા એના સ્વરૂપે કેવો પરમશુદ્ધ અને શરીર કેવું સાવ અશુદ્ધ ? આત્માનાં કેવાં અનન્ત સૌન્દર્ય અને કાયાની કેવી કદરૂપતા... કેવી અશુમિયતા!
(૫) ચામડાથી મઢેલી કાયાની અંદર ડોકિયું કરી જુઓ. એમાં શું શું ભરેલું છે, તે જુઓ. તમને કમકમી આવી જશે. માંસ, મજ્જા, લોહી, મળ, મૂત્ર અને હાડકાંથી ખચોખચ ભરેલી કાયા ઉપરનો તમારો મોહ ઓસરી જશે. પણ એક પદાર્થ એવો તમને નહીં દેખાય કે જેને જોઈને આનંદ થાય, ખુશી થાય. માત્ર ઉપર ગોરું-કાળું ચામડું મઢેલું છે. એ ચામડી જ્યારે સડી જાય અને એમાં કીડા પડી જાય, કંઈ નક્કી નહીં. એ ચામડીના કાળા-ગોરા રૂપ ઉપર મોહ ન પામો. પુગલનાં એ ક્ષણમાં વિણસી જાય એવાં રૂપ છે. એક કવિએ ગાયું છે :
કોઈ ગોરા કોઈ કાલા--પીલા નયણે નિરખન કી,
વો દેખી મત રાચો પ્રાણી, રચના પુદ્ગલ કી.” માત્ર આંખોથી જોઈને રાચવાનું... એમાંથી મળવાનું કંઈ નહીં. પુદ્ગલની રચના એટલે સંધ્યાના રંગ! સંધ્યાના રંગ કેમ બદલાતા રહે, ચામડીનાં રૂપ બદલાતાં રહે. એવાં લાલ-પીળાં રૂપ ઉપર શા રાગ કરવાના?
(૯) ભલે તમે શરીરે માલિસ કરો, ભલે વ્યાયામ કરીને સ્નાયુઓને સુદઢ કરો, ભલે દિવસમાં ત્રણ વાર એને નવડાવો, એના ઉપર સુગંધી દ્રવ્યોનાં વિલેપન કરો, મનપસંદ પૌષ્ટિક આહાર આપો.... પરંતુ પરિણામ તો રાખનો
જ ઢગલો થવાનો અથવા કીડાઓથી ભરેલું કલેવર માત્ર રહેવાનું. તમે શાન્ત ચિત્તે, આંખો બંધ કરીને.... એ પરિણામની કલ્પના કરો. તમારી કાયાને
સ્મશાનમાં ચિતા ઉપર સુતેલી જુઓ.... ભડભડતી આગમાં સળગતી જુઓ.... થયેલા રાખના ઢગલાને જુઓ... તમારો દેહરાગ હચમચી જશે. શરીરની વિનશ્વરતાનું યથાર્થ ભાન થશે.
For Private And Personal Use Only