________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળ મદ
૧૪૯ કાચમાં, અરીસામાં તમારું રૂપ જોઈ જોઈને ખૂબ રાજી થયા છો ને? બીજાઓનાં મુખે તમારા રૂપની પ્રશંસા સાંભળીને ખૂબ ખુશ થયા છો ને? આ રૂપનાં દર્શનથી અને રૂપની પ્રશંસાથી તમારી આંતરદષ્ટિ બિડાઈ ગઈ છે. વિચારશક્તિ ક્ષીણ થઈ ગઈ છે. તમે તમારી નજરે બીજાઓનાં અનુપમ રૂપોન પીંખાઈ જતાં નથી જોયાં? ગઈકાલે જેઓ રૂપના ગર્વથી ઉન્નત મસ્તકે ફરતા હતા, આજે એ રૂપનાં નામનિશાન જોવા નથી મળતાં આ બધું જોઈને તમને કોઈ વિચાર નથી આવતો?
આવા ચામડાનાં રૂપ ઉપર કોણ અભિમાન કરે ? વિચારશૂન્ય, અવિવેકી મનુષ્ય જ અભિમાન કરી શકે. વિચારવંત વિવેક મનુષ્યો તો રૂપની વિનશ્વરતા જાણીને, એ રૂપનો ધર્મમાર્ગે વિનિયોગ કરે. રૂપવાન ધર્માત્મા અનેક જીવાત્માઓને ધર્મમાર્ગે આકર્ષતો હોય છે. ન હોય એને પોતાનાં રૂપનું અભિમાન, કે ન હોય રૂપનું પ્રદર્શન કરવાની અભિલાષા.
બળ મદ वलसमुदितोऽपि यस्मान्नरः क्षणेन विवलत्वमुपयाति । बलहीनोऽपि च बलवान् संस्कारवशात् पुनर्भवति ।।८।।
तस्मादनियतभावं वलस्य सम्यगविभाव्य वुद्भिवलात् ।
मृत्युवले चावलतां मदं न कुर्याद् बलेनापि ।।८८।। અર્થ : બળસંપન્ન મનુષ્ય પણ ક્ષણવારમાં બળરહિત થઈ જાય છે. બળહીન પણ સંસ્કારવશ ફરીથી બળવાન બને છે.
માટે બળના નિયતભાવનું અને મૃત્યુના બળ આગળ નિર્બળતાનું બુદ્ધિબળથી સમ્યગ પર્યાલોચન કરીને, બળ હોવા છતાં મદ ન કરવો જોઈએ. વિવેવન : બળની અનિયતતા! બળની નિર્બળતા!
પોતાના શારીરિક બળ ઉપર મુસ્તાક, પોતાની જાતને વિશ્વવિજયી પહેલવાન” માનનારાઓને પણ ગળિયા બળદ જેવા થઈને પડલા નથી જયા? તેમના સુદઢ સ્નાયુઓને ઢીલાઢસ થઈને લબડી પડેલા નથી જોયા? શું ત્યારે તમારા મનમાં પ્રશ્ન નહોતો ઊડ્યો કે “આવો બળવાન માણસ સાવ નિર્બળ કેમ થઈ ગયો? એનું બળ ક્યાં ચાલ્યું ગયું?' પરંતુ તમને આવા પ્રશ્ન ઊઠતા જ નથી!
For Private And Personal Use Only