________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ ૧પ૦
આવા નિર્બળ માણસને શું તમે મહાબલી બનેલો નથી જોયો? થોડાક મહિનાઓ પૂર્વે જેના શરીરનાં હાડકાં ગણી શકાતાં હતાં, જેના શરીરમાંથી માંસ અને લોહી લી થઈ ગયાં હતાં, આજે એ શરીરને લષ્ટ-પુષ્ટ જોઈને તમને કોઈ વિચાર આવે છે? “અરે, આ શું? આનું આવું લખ્ર-પુષ્ટ શરીર કેવી રીત થઈ ગયું? કદાચ આ પ્રશનનું સમાધાન તમારા મનમાં આ રીતે કરી લીધું હશે : “આણે કોઈ સારા ડૉક્ટરની દવા કરી લાગે છે. કોઈ કુશળ વૈદ્યના ઉપચાર કર્યા લાગે છે.... કઈ દવા લીધી હશે એણે?” અને તમે એવી કોઈ દવા શોધી કાઢી હશે! પરંતુ તમે એમ નહીં વિચાર્યું હોય કે : “ઓહો, બળનું કોઈ સ્થાયીત્વ છે ખરું? બળવાનને નિર્બળ બનતો જોઉં છું... નિર્બળને બળવાન થતા જોઉં છું. કોઈની પણ પાસે સતત જીવનપર્યત બળ ટકતું નથી.... હે જીવ! માટે તું તારા બળ ઉપર ગર્વ ન કરીશ, અભિમાની ન બનીશ.... જ્યારે તારું બળ ચાલ્યું જશે ત્યારે દુનિયા તારા ઉપર હસશે. જેમનો તેં તિરસ્કાર કર્યો હશે, જેમની આગળ તેં તારા બળનાં પ્રદર્શન કર્યો હશે, જે નિર્બળોને તે પડ્યા હશે, તે બધા લોકો તારા ઉપહાસ કરશે, કદાચ તારા મોઢા ઉપર થુંકશે, તારી છાતી ઉપર લાતો મારશે.... તું એનો પ્રતિકાર કરવા ત્યારે સમર્થ નહીં હોય.'
માની લો કે તમારી પાસે અદ્ભુત બળ છે. તમને તમારા બળ ઉપર પૂર્ણ વિશ્વાસ છે. તમારી જાતને “વિશ્વવિજેતા' સમજીને તમે ગર્જી રહ્યા છે.... અને
ક્યાંક “શેરના માથે સવાશેર મળી ગયો અને તમને એણે પછાડી દીધા, હરાવી દીધા, ત્યારે તમારું શું થશે? તમારે તમારું મો પણ લોકોથી છુપાવવું પડશે. તમારું હૃદય ઘોર પરાજયની વેદનાથી અતિ વ્યાકુળ બની જશે.
જ્યારે પોતાનું અજોડ ચન્દ્રહાસ ખડ્રગ લઈને રાવણ વાનરદ્વીપ ઉપર રાજા વાલી સામે ધસી ગયો હતો , ત્યારે એની કેવી દુર્દશા થઈ હતી, તે તમે જાણો છો? બાહુબલી વાલીએ ચન્દ્રહાસ ખડ્ઝ સાથે રાવણને બગલમાં દબાવી જંબુદ્વીપની આસપાસ ત્રણવાર ઘુમાવી દીધો હતો! વાલીની બગલમાં દબાયેલા રાવણનું કલ્પનાચિત્ર તો જુઓ : એના મોઢા ઉપર કેવી કાલિમા છવાઈ ગઈ છે! ઘોર પરાજયના સંતાપથી એનું હૃદય કેવું બની રહ્યું છે..... પોતાની નિર્બળતા ઉપર કેવાં આંસુ સારી રહ્યો છે.... વાલીની સામે નતમસ્તક બનીને કેવો ઊભાં છે!
અને મહાબલી વાલી? પોતાના બળનું કોઈ અભિમાન નહીં.... સાવ નિરભિમાની અને સાત્ત્વિકતાની મૂર્તિ! એ જ યુદ્ધભૂમિ ઉપર જીવનપરિવર્તન કરી દીધું. રાજા વાલી રાજર્ષિ વાલી બની ગયા. નાના ભાઈ સુગ્રીવને કહ્યું : રાવણની આજ્ઞા શિરોધાર્ય કરજે.' પરાજિત રાવણના બળની કેવી કદર!
For Private And Personal Use Only