________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
પ્રશમરતિ કરવાથી નથી મળતી, આ વાત તમે ચોક્કસ સમજ. એ બધું મળે છે સદાચારોના પાલનથી.
જો ખરેખર તમારે સામાજિક પ્રતિષ્ઠા મેળવવી છે, લોકમાનસમાં તમારું સુંદર ચિત્ર ઉપસાવવું છે, તો અત્યારની ક્ષણે જ તમે દુરાચારનો ત્યાગ કરો, જુગારના અડાઓમાં જવાનું બંધ કરો, વેશ્યાઓના સંગ કરવા ત્યજી દો, પરસ્ત્રીઓ અને કન્યાઆની સામે વિકારી દૃષ્ટિથી જોવાનું બંધ કરી દો, શરાબના નશા કરવાના છોડી દો, કૂરતા અને નિષ્ફરતાને તિલાંજલિ આપી દો. બસ, તમારે તમારા મુખે તમારા કુળનાં ગુણગાન ગાતા ફરવું નહીં પડે. સ્વાભાવિક રીતે જ તમારી અને તમારા કુળની પ્રશંસા થવાની! સમાજ તમારા કુળના ગુણ ગાશે. તમારે કુળમદ કરવાની જ જરૂર નહીં રહે! કુળમદ કરીને તમારે જે જોઈએ છે, તે તમને તમારા સુંદર પવિત્ર આચરણથી મળી જશે.
અને, જો તમારે તમારાં દુર્બસનો છોડવાં નથી, અનાચારોનો ત્યાગ કરવો નથી, તો પછી કુળમદ પણ ન કરશો. શા માટે કરવાનો કુળમદ? કાંઈ કુળમદ કરવાનું પ્રયોજન રહેતું નથી.
એવી રીતે, જો તમે શીલવાન છો, સદાચારોથી તમારું જીવન સુવાસિત છે, પરમાર્થ અને પરોપકાર તમારા જીવનમંત્ર છે, તો પણ કુળમદ કરવાની જરૂર નથી! કુળમદ શા માટે કરવાનો? કુળમદ કર્યા વિના તમારી પ્રશંસા થવાની જ છે. તમારી કીર્તિ ફેલાવાની જ છે! તમારા રૂપ, બળ, જ્ઞાન, બુદ્ધિ અને વૈભવ વગેરે ગુણો તમારી શોભા વધારવાના જ છે.
બંને દષ્ટિએ કુળમદ કરવો જરૂરી નથી. જે શીલ-સદાચાર નથી તો કુળમદનું પ્રયોજન નથી! અને જે શીલનો શણગાર સજેલો છે, તો પણ કુળમદ કરવો આવશ્યક નથી. દુ:શીલ અને દુરાચારી જ કુળમદ કરે છે, તો એથી દુઃશીલતા અને દુરાચાર જ વૃદ્ધિ પામે છે. એ મદ, એ અભિમાન એને પોતાની દુ:શીલતા સમજવા જ નથી દેતી. એને દુરાચાર વર્ષ નથી લાગતો.
એ ન ભૂલશો કે ભૂતકાળમાં તમારા કુળની પ્રસિદ્ધિ જ થયેલી છે તે સત્કાર્યોના પ્રતાપે થયેલી છે. તમારા કુળની ઉચતા સમાજે જે સ્વીકારી છે, તે તમારા કુળના માણસોની સદાચારપ્રિયતાના કારણ! જો ખરેખર તમારે એ પ્રસિદ્ધિને, એ ઉચ્ચતાને ટકાવી રાખવી હોય તો તમારે અવાં જ સત્યકાર્યો કરવાં જોઈએ, એવા જ સદાચારોનું પાલન કરવું જોઈએ. પછી તમારે સ્વય તમારા કુળની પ્રશંસાનાં પડઘમ નહીં વગાડવાં પડે, દુનિયા એનાં પડઘમ વગાડશે.
For Private And Personal Use Only