________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્યાપ્તિ
પપ૯ ૨. શરીર યોગ્ય ગ્રહણ કરેલા પુલોથી રચના કરે છે, જે શક્તિથી શરીર-રચના કરે છે તે શક્તિનું નામ શરીર-પર્યાપ્તિ.
૩. ઇન્દ્રિયયોગ્ય ગ્રહણ કરેલા પુદ્ગલોથી સ્પર્શન-રસન-ધ્રાણ-ચહ્યું અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયોની રચના કરે છે. જે શક્તિથી ઇન્દ્રિયોની રચના કરે છે, તે શક્તિનું નામ ઇન્દ્રિય-પર્યાપ્તિ.
૪. શ્વાસોચ્છવાસ-યોગ્ય ગ્રહણ કરેલાં પગલોથી શ્વાસ લેવા-મૂકવાની શક્તિનું નિર્માણ કરે છે. જે શક્તિથી આ નિર્માણ કરે છે તે શક્તિનું નામ શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ.
૫. ભાષાને યોગ્ય ગ્રહણ કરેલા પુદ્ગલોથી, ભાષાવર્ગણાના પગલોને લેવા-મૂકવાનું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. જે શક્તિથી આ સામર્થ્ય પ્રગટાવે છે તે શક્તિનું નામ મનઃપર્યાપ્તિ.
આ શરીરાદિ છયે પદાર્થોના નિર્માણના પ્રારંભ સાથે જ થાય છે, પરંતુ સમાપ્તિ ક્રમશઃ થાય છે. કારણ કે આહારાદિ ક્રમશઃ સૂક્ષ્મ-સૂક્ષ્મ છે. સ્કૂલ વસ્તુના નિર્માણમાં ઓછો સમય લાગે છે અને સૂક્ષ્મ પદાર્થના નિર્માણમાં વધુ સમય લાગે છે. આહાર સહુથી સ્થૂલ છે, એના કરતાં શરીર સૂક્ષ્મ છે. શરીર કરતાં ઇન્દ્રિયો સૂક્ષ્મ છે, ઇન્દ્રિયો કરતાં શ્વાસોચ્છવાસ સૂક્ષ્મ છે. શ્વાસોચ્છવાસ કરતાં ભાષા સૂક્ષ્મ છે અને ભાષા કરતાં મન સૂક્ષ્મ છે. એટલે ઔદારિક શરીરવાળા જીવની આહારપર્યાપ્તિ એક જ સમયમાં પૂરી થઈ જાય છે. તે પછીની દરેક પર્યાપ્તિને પૂર્ણ થવામાં અન્તર્મુહુર્તનો સમય લાગે છે!
બે સ્ત્રીઓ છે. બંનેને સુતર કાંતવાનું છે. બંને સાથે જ કાંતવાનું શરૂ કરે છે, પરંતુ જે સ્ત્રીને જાડું કાંતવાનું છે તે પહેલાં કાંતી લે છે અને જેને ઝીણું કાંતવાનું છે, તેને વાર લાગે છે. એવી જ રીતે, બે શિલ્પીઓ છે. બંનેને પથ્થર ઘડવાના છે. બંને સાથે જ ઘડવાનું શરૂ કરે છે, પરન્તુ જેને થાંભલો ઘડવાનો છે તે પહેલાં ઘડી દે છે અને જેને કલાત્મક પૂતળી ઘડવાની છે તેને ઘણો સમય લાગે છે. આ જ નિયમ શરીરાદિના નિર્માણમાં લાગુ પડે છે.
વૈક્રિય-શરીરીને તથા આહારક-શરીરીને પહેલી “આહાર પર્યાપ્તિ’ એક સમયમાં પૂરી થાય છે. બીજી “શરીરપર્યાપ્તિ ને પૂરી થતાં અન્તર્મુહૂર્ત લાગે છે ત્યાર પછીની પર્યાપ્તિઓ એક-એક સમયમાં પૂર્ણ થાય છે.
જ કેટલાક પ્રાચીન આચાર્યોએ મનનો સમાવેશ ઇન્દ્રિયમાં કરીને પર્યાપ્તિની સંખ્યા પાંચની કહી છે. “આગમમાં એક સ્થળે મનનો સમાવેશ ભાષામાં
For Private And Personal Use Only