________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો દવાઓ ન જોઈએ બનતું હોય છે તો કેટલાકને દુઃખ કરનારું બને છે! એટલે તમારે તમારી પ્રકૃતિ સમજીને આહાર કરવો જોઈએ. કોઈનું અનુકરણ ન કરવું જોઈએ.
દ્રવ્ય ભક્ષ્ય દ્રવ્યોનું ભારેપણું અને હલકાપણું તમારે જાણવું જોઈએ, એટલે કે કેટલાંક દ્રવ્યો પચવામાં ભારે હોય છે તે દ્રવ્યો ભારે કહેવાય. કેટલાંક દ્રવ્યો પચવામાં હલકાં હોય છે, તે દ્રવ્યો હલકાં કહેવાય. જેમ-ભેંસનું દૂધ અને દહીં પચાવવા ભારે હોય છે જ્યારે ગાયનાં દૂધ-દહીં પચવામાં હલકાં હોય છે. એવી રીતે બીજા દ્રવ્યોની ઓળખાણ કરી લેવી જોઈએ. બને ત્યાં સુધી ભારે દ્રવ્યોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.
સ્વશક્તિ: તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે તમને વાયુનો પ્રકોપ નથી ને? જો હોય તો વાયુ કરનારાં દ્રવ્યોનો ત્યાગ કરવો જોઈએ. જો તમને પિત્તનો પ્રકોપ હોય તો પિત્તને ઉત્તેજનારાં દ્રવ્યો ન વાપરવા જોઈએ, પિત્તશામક દ્રવ્યો લેવાં જોઈએ. જો તમારી કફપ્રકૃતિ હોય તો કફને વધારનારાં દ્રવ્યો વર્જવાં જોઈએ. તમને તમારી પ્રકૃતિનું જ્ઞાન હોવું જોઈએ. જો તમારી પ્રકૃતિ વિષમ ન હોય, સમપ્રકૃતિ હોય, તો તમારે એટલી નિયમિતતા જાળવવી જોઈએ કે સમપ્રકૃતિ વિષમ ન બની જાય.
એ ન ભૂલશો કે તમારી સંયમસાધનાનું મુખ્ય સાધન શરીર છે. જો તમે શરીર તરફ બેદરકાર બનશો તો એ બેદરકારી સંયમ-આરાધના તરફની બેદરકારી ગણાશે. જેવી રીતે શરીરને પુષ્ટ નથી બનાવવાનું તેવી રીતે એને રોગી પણ નથી બનાવવાનું, અશક્ત પણ નથી બનાવવાનું.
તમારી પ્રકૃતિ આદિને અનુરૂપ આહારમાં પરિવર્તન કરીને, તમારા સ્વાથ્યને જાળવવાનું છે, પરંતુ દવાઓનો ઉપયોગ ચાલે ત્યાં સુધી નથી કરવાનો. તમને શરીરમાં અસ્વસ્થતા દેખાય, રોગનાં એંધાણ મળે...કે તુરત તમારે આહારપરિવર્તન કરવું જોઈએ. એમાંય જો અજીર્ણ હોય તો તો ઉપવાસ જ કરી દેવો જોઈએ, ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ. ભોજન ત્યાગ અને ભોજન-પરિવર્તન દ્વારા રોગને દૂર કરવાનો પહેલો પ્રયાસ કરવો જોઈએ. તે છતાં જે રોગ દૂર ન થાય તો દવાનો ઉપયોગ કરી શકાય.
વાસ્તવમાં, સાધુ જો આ કાળ, ક્ષેત્ર, માત્રા વગેરેને અનુરૂપ આહાર લે તો. રોગ થવાનો જ સંભવ રહેતો નથી. શરીરને નીરોગી અને સશક્ત રાખવા માટે કેટલું બધું સુંદર માર્ગદર્શન ગ્રન્થકારે આપ્યું છે! આ માર્ગદર્શન મુજબ જો સાધુસાધ્વી આહાર કરે તો ખરેખર, તેમને દવાઓ લેવી ન પડે. તન સ્વસ્થ રહે અને મન પણ સ્વસ્થ રહે. આત્મકલ્યાણ માટે ધર્મઆરાધના નિર્વિન થતી રહે.
For Private And Personal Use Only