________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...તો દવાઓ ન જોઈએ कालं क्षेत्रं मात्रां स्वात्म्यं द्रव्यगुरुलाघवं स्ववलम् ।
ज्ञात्वा योऽभ्यवहार्यं भुङ्क्ते किं भेषजैस्तस्य ।।१३७ ।। અર્થ : કાળ, ક્ષેત્ર, માત્રા, સ્વભાવ, દ્રવ્યનું ભારેપણું-હલકાપણું અને પોતાની શક્તિ જાણીને જે ભોજન કરે છે, તેણે આપઘોથી શું? દવાઓનું શું પ્રયોજન?).
વિવેચન : “મુનિરાજ, તમારે વળી રોગ શાના અને ઔષધો શાના? તમારે કાળને અનુરૂપ, ક્ષેત્રને અનુકૂળ, પ્રમાણપુરસ્સર, પ્રકૃતિને અનુરૂ૫, તમારી પાચનશક્તિને અનુસાર ભારે કે હલકુ ભોજન કરવાનું હોય છે. આવી રીતે ભોજન કરનારા મહાત્માને પ્રાયઃ રોગ થાય નહીં અને પધ લેવાં પડે નહીં. તમારે કાલાદિને અનુ૫ કેવી રીતે ભોજન લેવાનું છે, તે સમજાવું.
કાળ : ઉનાળામાં તમારે પાણી વધારે પીવું જોઈએ અને આહાર ઓછો લેવો જોઈએ, આ રીતે કરવાથી ભોજન સરળતાથી પચે છે. વર્ષાકાળમાં એવી રીતે આહાર-પાણી લેવાં જોઈએ કે પટના છઠ્ઠા ભાગ ખાલી રહે. અર્થાત્ ઊણોદરી રહેવી જોઈએ. શિયાળામાં આહારનું પ્રમાણ વધારે રાખવાનું અને પાણી ઓછું પીવાનું. આ રીતે ઋતુઓને અનુસાર જો તમે આહાર-પાણી લેશો તો તમને અજીર્ણાદિ રોગો નહીં થાય, તમારું સ્વાથ્ય સારું રહેશે.
ક્ષેત્ર ક્ષેત્રો ત્રણ પ્રકારના હોય છે. રૂક્ષ, સ્નિગ્ધ અને શીતલ. સૌરાષ્ટ્ર વગેરે રુક્ષ પ્રદેશમાં આહારનું પ્રમાણ ઓછું રાખવાનું અને પાણીનું વધારે, કોંકણ જેવા સ્નિગ્ધ પ્રદેશમાં કે જ્યાં પાણી વધારે હોય છે ત્યાં આહારનું પ્રમાણ વધારે રાખવાનું અને, પાણીનું ઓછું. એવું કાશ્મિર જેવા શીત પ્રદેશમાં આહાર પાણીનું પ્રમાણ એવું રાખવાનું કે પાચનશક્તિ બરાબર કામ કરતી રહે.
માત્રા તમને તમારી પાચનશક્તિનું જ્ઞાન હોવું જોઈએ. તમારા જઠરાગ્નિને અનુરૂપ તમારે આહાર-પાણી લેવા જોઈએ. કેટલાકનો જઠરાગ્નિ મંદ હોય છે તો તેઓ ૩૨ કવળનો પ્રમાણયુક્ત આહાર લે છતાં નથી પચતો, તો તેમણે એટલો આહાર લેવો જોઈએ કે તે પચી જાય.
સ્વભાવ : કેટલાકની પ્રકૃતિ એવી હોય છે કે તેઓને સ્નિગ્ધ આહાર સારી રીતે પચતો હોય છે. કેટલાકની પ્રકૃતિ એવી હોય કે તેમને રુક્ષ આહાર જ સરળતાથી પચે! કેટલાકને મધ્યમ કક્ષાનો આહાર, એટલે કે બહુ સ્નિગ્ધ નહીં બહુ રુક્ષ નહીંને, એવા આહાર પચે કેટલાકને વિરુદ્ધ દ્રવ્યોનું સંયોજન સુખકારી
For Private And Personal Use Only