________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
રાગ-દ્વેષરહિત ભોજન કરો
ત્યાં સુધી લાવે જ નહીં. શાસ્ત્રોમાં ગવાયેલા “કુરગડુ મુનિ' નો આદર્શ આંખ સામે રાખનાર સાધુ રસનેન્દ્રિયને પરવશ કેમ થાય?
સાધુજીવન જીવનાર મહાત્માનો આદર્શ હોય છે. ‘મરષ્ટિતા “મારે રાગ-દ્વેષરહિત બનવું છે. આ આદર્શથી જીવન જીવનાર સાધુ પોતાના મનવચન-કાયાને એ રીતે પ્રવર્તાવ કે રાગ-દ્વેષ તીવ્ર ન બને. નિરંતર રાગ-દ્વેષ મંદ થતા જાય. સાધુ બનતાં પહેલાં જીવાત્માને આ સમજણ હોવી જ જોઈએ કે સાધુ બનીને મારે મારા રાગ-દ્વેષ મંદ કરવાના છે. રાગ-દ્વેષ વધે એવી કોઈપણ પ્રવૃત્તિ નથી કરવાની. મારે નિર્દોષ ભિક્ષા પણ રાગ-દ્વેષ કર્યા વિના લાવવાની છે અને રાગ-દ્વેષ કર્યા વિના આહાર કરવાનો છે. વસ્ત્ર, પાત્ર અને મકાન અંગે પણ મારે રાગ-દ્વેષ કરવાના નથી.....સહજભાવે ગ્રહણ કરવાનાં છે અને સહજભાવે છોડવાનાં છે.
રાગ અને દ્વેષ આ બે ભાવોની અનર્થકારિતા સારી રીતે સમજેલો આત્મા જ એ બે ભાવોથી બચવા સતત જાગ્રત રહી શકે. હું મારા રાગ-દ્વેપ ઓછા કરીશ જ. રાગદ્વેષ ઓછા કરવા માટે જ હું સાધુ થયો છું.” આવા દૃઢ સંકલ્પવાળો સાધુ જીવનપર્યત રાગ-દ્વેષ સામે આંતર યુદ્ધ કરતો રહે અને વિજયી બને.
વૈષયિક સુખો કરતાં, મનની શાન્તિ-સમાધિને વધુ ચાહનાર મહાત્માઓ, મનની શાન્તિ સમાધિનો ભંગ કરનારાં વૈષયિક સુખોનો સહજતાથી ત્યાગ કરી દેતા હોય છે. તેઓ તેવી જ જીવનપદ્ધતિ અપનાવતા હોય છે કે એમની શાન્તિ અખંડ રહે, એમની સમાધિ અવિચ્છિન્ન રહે. એવાં જ દ્રવ્યો, એવું જ ક્ષેત્ર અને એવું જ વાતાવરણ તેઓ પસંદ કરતા હોય છે. શાન્ત અને સમાધિસ્થ મનમાં જ પરમ તત્ત્વોનું ચિંતન-મનન થઈ શકતું હોય છે. પરમ તત્ત્વોની રમણતામાંથી જે સ્વાધીન અને નિરવધિ આનંદ પ્રાપ્ત થતો હોય છે તે આનંદ અનુભવવા મહાત્મા પુરુષો તત્પર હોય છે.
તેઓની આ દઢ માન્યતા હોય છે કે જીવન જીવવાના સાધનો અંગે રાગહેપ કરવાથી મન અશાન્ત અને ચંચળ બની જતું હોય છે, આ નુકસાન તેઓને ખમાતું નથી. તેઓ શરીરને એટલું જ સ્વસ્થ અને તંદુરસ્ત ઇચ્છે છે કે એ શરીર મનની શાન્તિ અને સમાધિમાં સહાયક બને; એનાથી વિશેષ જરા પણ એ શરીરની વધુ અપેક્ષા રાખતા નથી. આવું અને આટલું ધૈર્ય સાધુમાં હોવું અતિ આવશ્યક હોવું જોઈએ.
સારા-નરસા આહાર અંગે રાગ-દ્વેષ ન થવા દેવાનું ધૈર્ય સાધુમાં હોવું અતિ આવશ્યક છે. એવું બૈર્ય મેળવવા સાધુએ સતત પ્રયત્નશીલ બનવું જોઈએ.
For Private And Personal Use Only