________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુ-આરાધના કરો
૧૨૧ વિવેદન : અસહિષ્ણુ શિષ્યના ચિત્તમાં ક્યારેક આવા વિકલ્પો ઊભરાય છે: ગુરુદેવ મને જ કેમ ઠપકો આપે છે? વાતવાતમાં મને કેમ ટોકે છે? શું મારે જિંદગીભર આ રીતે સહન જ કર્યા કરવાનું? ના, મારાથી હવે આવાં આકરાં અને કડવાં વચન સહન નથી થતાં...'
જોકે કરુણાવંત જ્ઞાની ગુરુદેવ શિષ્યોની માનસિક સ્થિતિનો વિચાર કરીને, તેની યોગ્યતા જાણીને એને મોક્ષમાર્ગની આરાધનામાં પ્રેરણા આપતા હોય છે. ખૂબ કોમળ શબ્દોમાં કરુણાભર્યા હૈયે માર્ગદર્શન આપતા હોય છે. પ્રાય: તો સર્વે શિષ્યોને એ પ્રેરણા-વાણી ગમતી હોય છે, એ માર્ગદર્શન પ્રિય લાગતું હોય છે; પરંતુ જે શિષ્યો ઉપર પ્રમાદનું પ્રભુત્વ છવાયેલું હોય છે, ઇષ્ટ વિષયોનું આકર્ષણ જાગેલું હોય છે, એવા શિષ્યો ગુરુદેવની પ્રેરણા ઝીલી શકતા નથી, માર્ગદર્શન મુજબ જીવન જીવી શકતા નથી. તેઓ પોતાનાં મહાવ્રતોને પ્રમાદના આચરણથી દૂપિત કરતા હોય છે. આ પરિસ્થિતિ જોઈને ગુના હૃદયમાં ગ્લાનિ અને ચિંતા થાય છે : “મારા શરણે આવેલો આત્મા આ રીતે સંયમજીવન હારી જશે..... માનવજીવન નિષ્ફળ જશે.... માટે મારે એને અહિતકારી આચરણથી રોકવો જોઈએ.' આ હોય છે. ગુરુની કરુણાષ્ટિ. આ દૃષ્ટિથી ગુરુ શિષ્મને પ્રમાદથી દૂર રહેવા પ્રેરણા આપતા હોય છે. તે પ્રેરણામાં વપરાતા શબ્દો મીઠા હોય અને કડવા પણ હોય. આંખોમાં વાત્સલ્ય પણ હોય અને કઠોરતા પણ હોય. સહાનુભૂતિ હોય અને છણકો પણ હોય.
ગુરુના કરુણાભર્યા હૃદયને નહીં સમજનારો શિષ્ય, પોતાનું આત્મનિરીક્ષણ નહીં કરનાર શિષ્ય, ગુરુનાં કડવાં અને કઠોર વચનો સાંભળીને ગુરુ પ્રત્યે નારાજ થાય છે, ગુરુ પ્રત્યે રોષે ભરાય છે. આવા શિષ્યને ગ્રન્થ કાર મહર્ષિ કહે છે :
તું તારી જાતને ધન્ય સમજ, પુણ્યશાળી સમજ કે તારા ગુરુ તને હિતકારી, કલ્યાણકારી વચનો કહે છે. તું યોગ્ય છે, પાત્ર છે માટે તેને કહે છે. જે આત્માઓનું પુણ્ય પરવારી ગયું હોય છે, તેઓને ગુરુ કંઈ કહેતા નથી, મૂર્ખ માણસને ઉપદેશ આપતા નથી. તું સમજદાર છે, વિવકી છે, માટે તન ગુરુ ઉપદેશ આપે છે. તું શાન્ત ચિત્તે જ એમનાં પ્રેરણા-વચનો સાંભળીશ તો તને ચન્દનના શીતળ સ્પર્શનો અનુભવ થશે. ગુરુજનોનાં મુખ હમેશાં મલયાચલ હોય છે, મલયાચલ ઉપર ચંદનનાં જ વૃક્ષો હોય છે.... એના ઉપરથી આવતો વાયુ સુગંધિત અને શીતળ હોય છે. તું એને ગ્રહણ કર. તારા મનને એ વાયુના સ્પર્શ થવા દે, મન ઉપરથી રોષ અને રીસનાં આવરણ દૂર કરી દે એટલે મનન
For Private And Personal Use Only