________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
નિર્જરા-ભાવના
હું જાણું છું કે સંવૃત આત્માની તપશ્ચર્યા પૂર્વગૃહિત કર્મોની નિર્જરા કરવા, ક્ષય કરવા સમર્થ બને છે.. પરન્તુ આશ્રવહારોને બંધ કરીને સંવૃત બનવું કેવું દુષ્કર કાર્ય છે, તે પણ હું સમજું છું! છતાં અન્તઃકરણની એવી ઝંખના રહે છે કે એવા પુણ્ય-અવસર મને મળે કે જ્યારે હું સર્વસંવર કરવા શક્તિમાન બનું
સમ્યગદર્શન પ્રાપ્ત કરીને મેં મિથ્યાત્વનું આશ્રયદ્વાર તો બંધ કર્યું છે. વ્રતોમહાવ્રતો ધારણ કરીને અવિરતિનું આવ્યવહાર પણ બંધ કર્યું છે. પરંતુ પ્રસાદ અને કષાયનાં દ્વાર થોડાંક ખુલ્લાં જ રહે છે ! મન-વચન અને કાયાની પ્રવૃત્તિ, શુભ અને અશુભ પ્રવૃત્તિ ચાલુ જ રહે છે...એટલે ત્રણ આશ્રવદ્યારો બંધ કરવાનું કામ ચાલતું રહે અને સાથે સાથે પૂર્વગૃહિત કમને જલાવવાનું કામ શરૂ થાય તો જ એક સોનેરી પ્રભાત ઊગે.. કે જ્યારે સર્વકર્મોથી મારો આત્મા મુક્ત થાય,
આત્માને સર્વકર્મથી મુક્ત કરવાનો મેં સંકલ્પ કર્યો છે, એટલે એ કમનો નાશ કરવાના જુદાજુદા માર્ગોનું-ઉપાયોનું અવલંબન લઈશ. ગ્રન્થકાર મહર્ષિ શ્રેષ્ઠ ઉપાય બતાવે છે તપશ્ચર્યાનો! મને તેઓના કથન પર વિશ્વાસ જન્મ્યો છેશરીરમાં વધી ગયેલો અજીણદિ રોગ જેમ લંઘન કરવાથી નાશ પામે છે તેમ તપશ્ચર્યાથી કર્મો નાશ પામે છે!” હું બાહ્ય અને અત્યંતર તપ કરીશ. છ પ્રકારની બાહ્ય તપશ્ચર્યા અને છ પ્રકારની અત્યંતર તપશ્ચર્યાથી મારા જીવનની એક-એક પળને પલ્લવિત કરી દઈશ!
૧. હું ઉપવાસ કરીશ, બે દિવસના, ત્રણ દિવસના. આઠ દિવસના અને મહિનાના ઉપવાસ કરીશ! સમગ્ર વર્ષાકાળ ઉપવાસથી વ્યતીત કરીશ! ખૂબ સમતાભાવમાં ઝીલતો રહીશ! મૌન ધારણ કરીને ફાળ નિર્ગમન કરીશ. - ૨. જ્યારે ઉપવાસ નહીં કરું ત્યારે અલ્પ ભોજન કરીશ. પેટ ભરીને ભોજન નહીં કરું. શરીર ધર્મઆરાધનામાં સહાયક બની શકે, એટલું જ ભોજન કરીશ.
૩. ભોજન જે કરીશ તેમાં પરિમિત વસ્તુઓ જ ગ્રહણ કરીશ. જો બે વસ્તુ લેવાથી ચાલશે તો ત્રીજી વસ્તુ નહીં લઉં, ગમે તેટલી ખાદ્યસામગ્રી મળતી હશે છતાં હું બે-ચાર વસ્તુઓ જ ભોજનમાં ગ્રહણ કરીશ.
૪. રસોના ત્યાગ કરીશ. દૂધ, દહીં, ઘી, ગોળ, મીઠાઈ આદિ રસપ્રચુર દ્રવ્યોનો ત્યાગ કરીશ. તન-મનમાં વિકારો પદા કરનારાં આવાં દ્રવ્યોનું સેવન નહીં કરું. અતિ આવશ્યકતા ઉપસ્થિત થશે તો અલ્પમાત્રામાં સેવન કરીશ.
For Private And Personal Use Only