________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રશમતિ
૨૮૪
૫. શરીરને પંપાળીશ નહીં. થોડાંક કષ્ટ સહ કરવાનો અભ્યાસ કરીશ. કલાકો સુધી કાર્યોત્સર્ગ-ધ્યાનમાં ઊભો રહીશ. ઊભડક આસને બેસીશ...ગરમીના દિવસોમાં તડકે અને શીતકાળમાં છાંયડે ચાલીશ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. કાચબાની જેમ મારી ઇન્દ્રિયોને ગોપવીને રાખીશ. ઇન્દ્રિયોને આત્મભાવમાં, આત્મચિંતનમાં લીન રાખીશ. મનને પણ આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં નહીં જવા દઉં. ક્રોધાદિ કષાયોના નિગ્રહ કરીશ.
૭. મારાં વ્રતો-મહાવ્રતોમાં જે કોઈ દોષ લાગશે, તે દોષને દૂર કરવા માટે સદ્ગુરુ પાસે દોષોનું આલોચન કરીશ અને પ્રાયશ્ચિત કરીશ.
૮. ચિત્તનો નિરોધ કરીશ. મનમાં ગાર્તધ્યાન ન પ્રવેશી જાય તે માટે ધર્મધ્યાનમાં ચિત્તને પરોવી રાખીશ. પરમાત્મધ્યાનમાં લીન બનીશ.
૯. પૂજ્ય પુરુષોની, ગુણવાન પુરુષોની, ગ્લાન પુરુષોની સેવા કરીશ, ભક્તિ કરીશ. એમની શરીરસુશ્રુષા કરીશ.
૧૦. પૂજ્યોનો, વડીલોનો, ગુણવાનોનો વિનય કરીશ. તેઓ આવતાં ઊભો થઈશ, નમન કરીશ. બેસવા આસન આપીશ...તેમને વળાવવા જઇશ.
૧૧. મિથ્યા માન્યતાઓનો ઉત્સર્ગ-ત્યાગ કરીશ. ક્રોધાદિ કપાયનો ત્યાગ કરીશ. મમતા-આસક્તિ વધારનારાં દ્રવ્યોનો ત્યાગ કરીશ.
૧૨. શાસ્ત્રસ્વાધ્યાય કરીશ. સદ્ગુરુ પાસે વિનયપૂર્વક વાચના ગ્રહણ કરીશ. શંકાનાં સમાધાન કરીશ. તત્ત્વોને યાદ રાખીશ.
આ રીતે વિવિધ તપશ્ચર્યા કરીને સર્વ કર્મોની નિર્જરા કરવાનો મને અપૂર્વ અવસર પ્રાપ્ત થાઓ!
લોકસ્વરૂપ-ભાવના
लोकस्याधस्तिर्यग् विचिन्तयेदूर्ध्वमपि च बाहल्यम 1 सर्वत्र जन्म-मरणे रूपद्रव्योपयोगांश्च ।।१६० ।।
અર્થ : અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોકના વિસ્તારનો વિચાર કરવાં જોઈએ, અને (આ વિચાર પણ કરવો જોઈએ કે) લોકમાં સર્વત્ર હું જન્મ્યો છું અને મર્યો છું, તથા બધાં રૂપી દ્રવ્યોનો મેં ઉપભોગ કર્યો છે.
વિવેષન : વિરાટ વિશ્વ!
ચૌદ રાજલોકની કેવી વિશાળતમ્ દુનિયા છે!
For Private And Personal Use Only