________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mતિ મદદ
૧૪૩ ચાર ગતિમાં આત્મા ભટકતો રહ્યો છે. ચાર ગતિમાં ચોર્યાસી લાખ યોનિ, જેટલી યોનિ તેટલી જાતિ! પૃથ્વીકાયમાં પણ સાત લાખ જાતિ છે. દરેક જાતિમાં આપણો જીવ જન્મ લઈ ચૂક્યો છે. અપૂકાય, તેઉકાય, વાયુકાય.... દરેકની સાત લાખ જાતિ! વનસ્પતિની ચોવીસ લાખ જાતિ! આ રીતે એકેન્દ્રિયની જ બાવન લાખ જાતિમાં જન્મ-મરણ કર્યા છે. બંઇન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય, દરેકની બે-બે લાખ જાતિ! પંચેન્દ્રિય તિર્યંચની ચાર લાખ જાતિ. આમ, તિર્યંચગતિની જ બાસઠ લાખ જાતિ થાય છે. દેવોની ચાર લાખ અને નારકીની ચાર લાખ જાતિ, મનુષ્યગતિની ચૌદ લાખ જાતિ. આ રીતે ચોર્યાસી લાખ જાતિમાં જન્મ્યા, જીવ્યા અને મર્યા!
કોઈ હલકી... કોઈ મધ્યમ... કોઈ ઉત્કૃષ્ટ...બધી જાતિ કરેલી છે. તો પછી વર્તમાન મનુષ્યપણાની પંચેન્દ્રિય જાતિનું અભિમાન શું કરવાનું અભિમાન કરવાલાયક આપણી જાતિ પણ નથી. પંચેન્દ્રિય મનુષ્યજાતિ કરતાં તો પંચેન્દ્રિય દેવોની જાતિ ચઢિયાતી છે, માટે જાતિમદ ન કરશો.
ઊંચી-નીચી જાતિનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે. જે જીવોને માત્ર એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય હોય છે, તેઓ એકેન્દ્રિય જાતિના કહેવાય છે. જેઓને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય બેઇન્દ્રિયો હોય છે તેઓ બંઇન્દ્રિય જાતિના કહેવાય છે. જેને આ બે ઇન્દ્રિયો ઉપરાંત ધ્રાણેન્દ્રિય હોય છે તેઓ ઈન્દ્રિય જાતિના કહેવાય છે. જે અને આ ત્રણ ઇન્દ્રિયો ઉપરાંત ચક્ષુરિન્દ્રિય હોય છે તેઓ ચઉરિન્દ્રિય જાતિના કહેવાય છે અને જે જીવોને આ ચાર ઇન્દ્રિયો ઉપરાંત પાંચમી શ્રવણેન્દ્રિય હોય છે તેઓ પંચેન્દ્રિય જાતિના કહેવાય છે.
આ પાંચ જાતિમાં જીવ પરિભ્રમણ કરતા રહે છે. કમની પરવશતા હોવાથી તેમની મનપસંદ જાતિ કાયમ રહી શકતી નથી. “ના, મારે તો પંચેન્દ્રિય જાતિ જ જોઈએ.... હું બીજી જાતિમાં નહીં જાઉં...” કર્મોની આગળ આ હઠ ચાલતી નથી. કોઈ જીવાત્માની કોઈ જાતિ શાશ્વતું નથી, પછી કઈ જાતિ ઉપર ગર્વ કરવાનો? કોની આગળ ગર્વ કરવાનો? દેવોની આગળ ગર્વ ટકે એમ નથી, નારકીના જીવો આપણી સામે નથી! મનુષ્યો આપણી સમાન જાતિના છે.... તો શું પશુ-પક્ષીની સમક્ષ અભિમાન કરવાનું? કે “તમારી જાતિ કરતાં અમારી જાતિ ઉત્તમ છે!”
આ દૃષ્ટિએ તો જાતિમદ થઈ શકે એમ જ નથી. પરંતુ આપણે જે નવી જાતિઓની કલ્પનાઓ બાંધી છે તે કલ્પનાઓમાંથી જાતિમદ પેદા થવાની પૂરી શક્યતાઓ છે. “અમે ઓસવાલ જાતિના! અમે પોરવાડ જાતિના! અમે શ્રીમાલ
For Private And Personal Use Only