________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
પ્રશમરતિ વિષયરાગ મોક્ષમાર્ગમાં નડતું મોટામાં મોટું વિઘ્ન છે. એ વિપ્નથી બચવા માટે સાધકે પોતાના લક્ષને સતત યાદ રાખવું જોઈએ. એ વિષયોની માયાજાળને સમજીને એમાં ફસાવું ન જોઈએ. તે માટે નીચે પ્રમાણે ચિંતન કરવું જોઈએ - ૧. પાંચ ઇન્દ્રિયોના વિષયો નિઃસાર છે. ૨. વિષયોનો ઉપભોગ તાલપુટ ઝેર જેવો ભયાનક છે. ૩. વિષયલંપટતા જીવાત્માને દુર્ગતિમાં લઈ જાય છે. ૪. વિષયોની વાસનાથી મુક્ત મન મોક્ષપુરુષાર્થમાં સહાયક બને છે.
૫. વિષયોની પ્રતિજ્ઞાપૂર્વક કરેલો ત્યાગ વિષયાસક્તિને નાબૂદ કરે છે. જો શ્રેષ્ઠ-શાશ્વતું સુખની તીવ્ર અભિલાષા છે તો વિષયોનો મન-વચન-કાયાથી ત્યાગ કરો.
બાર ભાવનાઓ भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वे। अशुचित्वं संसारः कर्माश्रवसंवरविधिश्च ।।१४९ ।।
निर्जरणलोकविस्तर-धर्मस्वाख्याततत्त्वचिन्ताश्च ।
बोधेः सुदुर्लभत्वं च भावना द्वादश विशुद्धाः ।।१५०।। અર્થ : અનિત્યતા, અશરણતા, એકત્વ, અન્યત્વ, અશુચિતા, સંસાર, આવ, સંવર, નિર્જરા, લોકવિસ્તાર, સ્વાખ્યાત ધર્મનું ચિંતન અને બોધિદુર્લભતા, આ બાર વિશુદ્ધ ભાવનાઓ છે, તેની સતત અનુપ્રેક્ષા કરવી જોઈએ.
વિવેવન : એક જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો : 'અમને તો હમેશાં પસા, સ્ત્રી, સ્નેહી-સ્વજન શરીર..આ બધાંના જ વિચારો આવે છે. આ વિચારો ન કરવા જોઈએ, એ જાણીએ છીએ પરંતુ આ વિચારો છૂટતા નથી અને સારા વિચારો કેવા કરવા, એ સમજાતું નથી.”
અશુભ વિચારોથી મનને મુક્ત કરવા માટે મને ખૂબ ખરાબ વિચારો આવે છે..' એમ રોવા માત્રથી મન અશુભ વિચારોથી મુક્ત નહીં થાય. એ માટે તો શુભ-પવિત્ર વિચાર કરવાનો અભ્યાસ કરવો પડે. અહીં ગ્રન્થકાર એવા બાર પ્રકારના શુભ વિચારો બતાવી રહ્યા છે. એ બતાવીને કહે છે : “તમે સતત આ વિચારો આ ચિંતન-મનન કરતા રહેજો.”
For Private And Personal Use Only