________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયોનાં પ્રત્યાખ્યાન
૨૬૩
જો મનુષ્ય કામપુરુષાર્થ ત૨ફ આકર્ષાયો અને પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખોનો ઉપભોગ જ એનું લક્ષ્ય બની ગયું તો તે દુ:ખી-દુ:ખી થઈ જવાનો. વૈયિક સુખો ખરેખર તો દુઃખરૂપ જ છે. એનું પરિણામ પણ દુઃખ છે ! ક્ષણિકવિનાશી સુખોની ખાતર દીર્ઘકાલીન દુઃખોને નોતરવાની ભૂલ ન કરવી જોઈએ. અનિવાર્યરૂપે જે વૈયિક સુખો ભોગવવાં પડે તે ક્ષમ્ય છે, વૈયિક સુખો જીવનનું લક્ષ્ય ન બનવું જોઈએ.
અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ માનવજીવનના આદર્શ ન બનવા જોઈએ. માત્ર સાધનરૂપે જ એનો સ્વીકાર કરવાનો છે, તે પણ મમતા વિના! આસક્તિ વિના! અર્થ અને કામની ઉપાદેયતાનો ક્યારે ય સ્વીકાર નથી કરવાનો. ‘અર્થ અને કામ ત્યાજ્ય છે-' આ ભાવ મનમાં અખંડ રહેવા જોઈએ.
ત્રીજો પુરુષાર્થ છે ધર્મપુરુષાર્થ, ધર્મના બે પ્રકારો છે; એક પ્રકાર છે અભ્યુદયસાધક ધર્મનો, બીજો પ્રકાર છે નિઃશ્રેયસાધક ધર્મનો. જે ધર્મના આરાધનથી ભૌતિક-સુખોની પ્રાપ્તિ થાય છે તે ધર્મ પણ એકાંત ઉપાદેય નથી. જે ધર્મના આચરણથી પુણ્યકર્મો બંધાય અને એ પુણ્યકર્મોના ઉદયથી વૈયિક સુખોની પ્રાપ્તિ થાય, તે ધર્મ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં બાધક બને છે. કારણ કે પ્રાપ્ત થયેલાં વૈષયિક સુખોમાં પ્રાયઃ જીવાત્મા મોહમૂઢ બને છે અને તીવ્ર રાગ-દ્રુપ કરી દુર્ગતિમાં ચાલ્યો જાય છે.
ધર્મનો બીજો પ્રકાર છે નિઃશ્રેયસાધક ધર્મ! મોક્ષસાધક ધર્મ! આ મોક્ષસાધક ધર્મને મોક્ષપુરુષાર્થ કહેવામાં આવ્યો છે. જે ધર્મની આરાધનાથી આત્મા પર લાગેલાં કર્મોનો નાશ થાય અને આત્માના જ્ઞાનાદિ ગુણોનો આવિર્ભાવ થાય, તે ધર્મની આરાધના એકાંત ઉપાદેય છે. તમારો નિર્ણય આ મોક્ષપુરુષાર્થ કરી લેવાનો થવો જોઈએ. ‘આ માનવજીવનમાં મારે મોક્ષપુરુષાર્થ કરવો છે, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે.’ આવો દૃઢ નિર્ણય કરવાનો છે.
આ મોક્ષપુરુષાર્થમાં અવરોધક છે પાંચ ઇન્દ્રિયોના વિષયોઃ શબ્દ-રૂપ-૨સગંધ ને સ્પર્શ, મોક્ષપ્રાપ્તિનો રાજમાર્ગ છે વૈરાગ્ય! પાંચ ઇન્દ્રિયોના તમામ વિષયો પ્રત્યે વૈરાગ્ય! વિષયવિરાગને અખંડ રાખનાર જીવાત્મા જ મોક્ષ પામી શકે છે. વિષયવિરાગને અખંડ રાખવા માટે એ શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શના વિષયોની નિઃસારતા જાણવી જોઈએ અને એ વિષયોનો ત્યાગ કરવો જોઇએ. કોઈ એક વિષય પ્રત્યે પણ રાગ ન થઈ જાય, મમતા ન બંધાઈ જાય એ માટે જાગ્રત રહેવું જોઇએ.
For Private And Personal Use Only