________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. અકિંચન્ય अध्यात्मविदो मूर्छा परिग्रहं वर्णयन्ति निश्चयतः ।
तस्माद् वैराग्येप्सोराकिञ्चन्यं परो धर्मः ।।१७८ ।। અર્થ : અધ્યાત્મવેત્તા નિશ્ચયનયથી મૂર્છાને પરિગ્રહ કહે છે, તેથી મુમુક્ષુ માટે અકિંચનતા શ્રેષ્ઠ ધર્મ છે.
વિવેચન : જે મહાપુરુષો આત્મતત્ત્વના અનુચિંતનમાં ડુબેલા રહે છે અને શાનાથી આત્મા બંધાય છે? શાનાથી આત્મા મુક્ત થાય છે?' એવો બોધ જેમણે પ્રાપ્ત કરેલો હોય છે તે મહાપુરુષો અધ્યાત્મવેત્તાઓ કહેવાય છે.
“આત્મા શાનાથી બંધાય છે?' આ વિષયનું, શાસ્ત્રોના માધ્યમથી પરિશીલન કરતાં અને આત્મજ્ઞાનની અનુભૂતિ કરતાં તેઓએ જાણયું કે પ્રાપ્ત-અપ્રાપ્ત વિષયોમાં મૂચ્છ-ગૃદ્ધિ-આસક્તિ કરવાથી આત્મા બંધાય છે, પાપકર્મોથી બંધાય છે.
આધ્યાત્મિક ભૂમિકાએ “આ મારું...” આ વિચાર જ પરિગ્રહ બની જાય છે. પરદ્રવ્યોમાં અનુરાગ “આ ઘણું સારું...આ ખૂબ સુંદર...આ મને ખુબ ગમે...” આવી વૃત્તિઓ પરિગ્રહ કહેવાય છે. | હે મુનિજનો! શું તમે પરદ્રવ્યોનો-પરપુદ્ગલનો રાગ મિટાવવા ઇચ્છો છો! વૈરાગ્યભાવને પરિપુષ્ટ કરવાની તમારી તમન્ના છે? તો અકિંચન બની જાઓ. બહારથી અકિંચન અને ભીતરથી પણ અકિંચન બનો. પ૨દ્રવ્યો-પરપુદ્ગલ તરફ નિમોહી બનો,
પરદ્રવ્ય તરફ તમે અનુરાગી બનશો તો એ પરદ્રવ્ય મેળવવાની તમારા હૈયે ઇચ્છા જાગશે. તમે એ પરદ્રવ્યોને મેળવતા જવાના..જે જે ગમશે તે તે મેળવવા તમે પ્રયત્ન કરવાના! ગમતી વસ્તુ મેળવવા તમે ગૃહસ્થોની સામે આજીજી કરવાના...દીનતા કરવાના. ક્યારેક રોષે ભરાવાના.. તમારું મન નહીં રમે જ્ઞાનમાં કે નહીં રમે ધ્યાનમાં. એ તો રમવાનું પ્રિય વિષયોમાં!
ક્યારેક તમે તમારા શ્રમાણજીવનનાં કર્તવ્યોને પણ ચૂકી જવાના. પ્રિય-અપ્રિયની કલ્પનાઓમાં જ બંધાઈ ગયા તો તમારું ભાવ-થામય મૃતપ્રાયઃ બની જવાનું.
માટે કોઈ પણ પરદ્રવ્યમાં “આ સારું છે, આ મારું છે. આ મને મળી જાય તો ખૂબ સારું..” આવા વિચારો ન કરો. એકમાત્ર વિશુદ્ધ આત્મદ્રવ્યના અનુચિંતનમાં ડૂબેલા રહો. વ્યવહારની ભૂમિકા નિભાવતી વેળાએ ખૂબ
For Private And Personal Use Only