________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકિંચન્ય
૩૨૧ જાગ્રત રહો. વ્યવહારમાર્ગમાં તો તમારે બીજા જીવાત્માઓના સંસર્ગમાં આવી પડવાનું, બીજા દ્રવ્યોના સંપર્કમાં આવી પડવાનું. એ વખતે “આ બધાં પારદ્રવ્યો છે...મારે આ દ્રવ્યો સાથે કોઈ સંબંધ નથી.' આ વિચાર જાગ્રત રહેવો જોઈએ.
તમે જે પાંચમું મહાવ્રત ધારણ કર્યું છે તે મહાવ્રતને યાદ કરો. “હું મનથી પણ પરિગ્રહનો ત્યાગ કરું છું.' ત્રિવિધ-ત્રિવિધ પ્રત્યાખ્યાનમાં તમે મનથી પણ પરિગ્રહી ન બનવાની પ્રતિજ્ઞા કરી છે, આ તમે સતત યાદ રાખજો.
તમે ઘરનો ત્યાગ કર્યો પરંતુ જો ઉપાશ્રયનો રાગ બાંધ્યો, તો તમે પરિગ્રહી બની ગયા! તમે માતા-પિતા, ભાઈ-બહેન આદિ સ્વજનોનો ત્યાગ કર્યો, પરંતુ શિષ્ય-શિષ્યાઓ અને ભક્ત-ભક્તાણીનો રાગ થયા તો તમે પરિગ્રહી બની ગયા! તમે ગૃહસ્થવેશનો ત્યાગ કર્યો પરન્તુ સાધુવેશનો રાગ થઈ ગયો તો તમે પરિગ્રહી બની ગયા. તમે ધન-સંપત્તિનો ત્યાગ કર્યો, પરંતુ ધનવાનોનાં ઘરની ભિક્ષા જો વહાલી લાગી ગઈ તો પરિગ્રહી બની ગયા! ભલે શરીર પર અલંકારો પહેરવાનું ત્યજી દીધું પરંતુ શરીરની સુખશીલતાના જ અનુરાગી બન્યા, તો પરિગ્રહી બની ગયા!
“આ તો મારો શિખ છે, એના પ્રત્યે તું મમત્વ રાખવું જોઈએ ને?' ના, નિશ્ચયનય ના પાડે છે! અધ્યાત્મદષ્ટિ ના પાડે છે. કોઈ પરદ્રવ્ય તમારું નથી. દરેક આત્મ-દ્રવ્ય સ્વતંત્ર છે. જે તમારું નથી અને તમે તમારું માનો, એ જ મિથ્યાત્વ છે અને એ જ અજ્ઞાનતા છે, એ જ વ્યામોહ છે.
પરંતુ વ્યવહારથી તો કહેવું પડે ને કે “આ મારો શિષ્ય છે, આ મારા ગુરુ છે...' એ વ્યવહારના પાલનમાં નિશ્ચયષ્ટિ બિડાઈ જવી ના જોઈએ. “આ રજોહરણ મારું છે, આ ઉપકરણો મારાં છે,” એ બોલતી વખતે “આ કંઈ જ મારું નથી.” આ વિચાર મનમાં જાગતો બેઠો હોય!
હે મહાત્મન, દ્રવ્યથી અને ભાવથી અકિંચન બન્યા રહેવા માટે તમારે સર્વ પરદ્રવ્યોમાંથી મૂર્છાનો ત્યાગ કરવો પડશે, આસક્તિનો ત્યાગ કરવો પડશે. જેમ જેમ આ ત્યાગ થતો જશે તેમ તેમ તમારો વૈરાગ્ય દઢ થતા જશે. તમારી મોક્ષયાત્રામાં વેગ આવશે. તમે પૂર્ણાનજની નજીક પહોંચશો.
For Private And Personal Use Only