________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકવ-ભાવના બાંધી અને એમાં જ ઊલઝતો રહ્યો. પરિણામે દુઃખ અને અશાન્તિ ભોગવતો રહ્યો... અલબત્ત, સમૂહજીવનનાં કેટલાંક સુખ, કેટલોક આનંદ ભોગવ્યો છે, પરન્તુ એ સુખ દીર્ધકાળ નથી ટક્યું, એ આનંદ ક્ષણિક સિદ્ધ થયો છે.
મારે એકાકી બનવું નથી, છતાં જ્યારે એકાફી બનવાનું આવશે જરૂર, ત્યારે શું મને દુઃખ નહીં થાય? વેદના નહીં થાય? એકલાએ મરવાનું આવશે ત્યારે શું હું સ્વસ્થ રહી શકીશ? સમતા-સમાધિમાં લીનતા મેળવી શકીશ? “હું એકલો કઈ ગતિમાં જઈશ?' આ ભય મને વ્યાકુળ નહીં બનાવે?
માટે હું હવે આ પરમ સત્યનો સ્વીકાર કરું છું... “હું એકલો છું. મારે એકલાએ જ જન્મ-મરણ કરવાનાં છે, એકલાએ જ ચાર ગતિમાં અને ૮૪ લાખ યોનિમાં ભટકવાનું છે. તો પછી શા માટે હું એકલો જ મારું આત્મહિતઆત્મકલ્યાણ ન સાધી લઉં? શા માટે એકલો જ મહાન ધર્મપુરુષાર્થ ન કરી લઉં?”
એકલો છું, મારું કોઈ નથી, મને કોઈ સહાય કરતું નથી.” આવી ફરિયાદો હવે ક્યારેય નહીં કરે.
મેં એમને મારાં માનીને એમનાં ઘણાં કામ કર્યા, પણ એમણે મને કોઈ જ સહાય ન કરી,' આવી મનોવ્યથા હવે ક્યારેય મને નહીં થાય.
ધર્મઆરાધના તો હું કરું, પરન્તુ કોઈ મારે સાથી જોઈએ, સહયોગી જોઈએ..સાથી..સહયોગી વિના મને ધર્મઆરાધના કરવી ન ફાવે.” આવી દલીલો હવે નહીં કરું.
‘gોડહં’ હું એકલી છું-આ સત્યને આત્મસાત કરવા માટે નિરંતર એકત્વની ભાવનાથી ભાવિત થતો રહીશ.
આત્માના અંત ભાવની મસ્તીમાં ઝીલી ગયેલા મિથિલાના નમિ રાજર્ષિ અને ઉજ્જયિનીના મહર્ષિ ભર્તુહરી વગેરે સ્મૃતિલોકમાં આવે છે ત્યારે અવર્ણનીય આત્માનન્દની અનુભૂતિ થઈ છે... એકલાપણાની દીનતા-હતાશા દૂર થઈ ગઈ છે. પર-સાપેક્ષતાની દૃઢ થયેલી કલ્પનાઓની ભેખડો તૂટી પડી છે. “સહુની વચ્ચે પણ સહુથી અળગા...” જીવવાની મજા આવી ગઈ છે.
કોઈ ગિરિમાળાના ઉત્તુંગ શિખરે, ગગનચુંબી ભવ્ય જિનમંદિરમાં એકાફી બેસીને, પવનના સુસવાટાઓ અને પંખીઓના કલરવ સિવાય ક્યાં કંઈ હોતું નથી..પૂજારી પણ જ્યારે પોતાના ઘરે ચાલ્યો ગયો હોય છે ત્યારે, જનરહિત, નીરવ શાન્તિમાં પરમાત્માના સાંનિધ્યમાં એકત્વનો નિજાનંદ મેં
For Private And Personal Use Only