________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરનો ત્યાગ
૪૭૯
ઉરૂમાંથી નીકળે, હૃદયમાંથી નીકળે, મસ્તકેથી નીકળે અને સર્વ અંગોમાંથી નીકળે. નરકગામી જીવ પગેથી નીકળે છે. તિર્યંચગતિમાં જનાર જીવ ઉરૂમાંથી નીકળે છે, મનુષ્યગતિમાં જનાર જીવ હૃદયમાંથી નીકળે છે, દેવગંતમાં જનાર જીવ મસ્તકમાંથી નીકળે છે અને મોક્ષમાં જનાર આત્મા સર્વાંગેથી નીકળે છે.
સંસારમાં જકડી રાખનારાં કર્મોનો અંત આવતાં જ, તે જ ક્ષણે, અન્તરાલ ગતિમાં વચ્ચે રહેલા આકાશ પ્રદેશોને સ્પર્યા વિના ઊંચે ચઢીને સિદ્ધ થાય છે.
અંતરાલ ગતિ બે પ્રકારની છે. ઋજુ અને વક્ર.
* મોક્ષે જતા જીવની ઋજુગતિ હોય છે. જ્યારે તે પૂર્વશરીર છોડે છે ત્યારે તેને પૂર્વશરીરજન્ય વેગ મળે છે. તેનાથી તે, ધનુષથી છૂટેલા બાણની જેમ સીધો જ સિદ્ધશિલા પર પહોંચી જાય છે.
* ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં જનાર જીવની અન્તરાલ ગતિ વક્ર હોય છે. વાંકી ગતિથી જનાર જીવને પણ પૂર્વશરીરજન્ય વેગ મળે છે પરન્તુ તે વેગ, જ્યાંથી જીવને વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે. ત્યાંથી આગળ વધવા માટે જીવની સાથે રહેલું કાર્યણ શરીર પ્રયત્ન કરે છે. માટે આગમમાં કહ્યું છે કે વિગ્રહગતિ (અંતરાલગતિ) માં કાર્યણયોગ જ હોય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે વક્રગતિથી જતો જીવ માત્ર પૂર્વ-શરીરજન્ય પ્રયત્નથી નવા જન્મસ્થાને પહોંચી શકતો નથી એ માટે નવો પ્રયત્ન કાર્યણયોગથી થાય છે.
ૐ જીવની સ્વાભાવિક ગતિ તો સીધી જ છે. સીધી ચિંતને ‘અનુશ્રેણિ...સમશ્રેણિ' કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે પહેલાં જે આકાશક્ષેત્રમાં જીવ સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં તે એ જ આકાશક્ષેત્રની સરળ-સીધી રેખામાં ઊંચે ચાલ્યો જાય. શ્રેણિનો અર્થ આ છે કે પૂર્વસ્થાન જેટલી જ [ઓછી નહીં કે વધારે નહીં] સરળ રેખા-સમાન્તર સીધી લીટી છે. ઋજુગતિથી મોક્ષે જતાં સરળ રેખાનો ભંગ નથી થતો, અર્થાત્ એક પણ વળાંક નથી લેવો પડતો. તે તો પૂર્વસ્થાનની સરળ રેખાવાળા મોક્ષસ્થાનમાં પહોંચી જાય છે. જરા પણ આધાપાછા નહીં.
* અંતરાલ ગતિનું કાળમાન જયન્ય એક સમયનું છે અને ઉત્કૃષ્ટ ચાર સમયનું છે. ઋજુગતિ હોય ત્યારે એક સમય અને વક્રત હોય ત્યારે બે-ત્રણ કે ચા૨ સમય હોય. આ સમયની સંખ્યાનો આધાર વળાંકોની સંખ્યા પર રહેલો છે. વક્રગતિમાં એક વળાંક હોય તો કાળ બે સમયનાં લાગે. બે વળાંક હોય તો ત્રણ સમય અને ત્રણ વળાંક હોય તો ચાર સમય લાગે.
For Private And Personal Use Only