________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
પ્રશમરતિ જે વીતરાગ બની ગયા, જેમણે પોતાના આત્મામાંથી રાગ-દ્વેષનાં મૂળિયાં ઉખાડી નાંખ્યાં, આત્મભૂમિને જ એવી કરી નાંખી કે જેમાં ક્યારેય રાગ-દ્વેષ પેદા જ ન થાય! અરાગી-અષી આત્માને આ વિશ્વમાં કંઈ પ્રિય રહેતું નથી, કંઈ અપ્રિય રહેતું નથી. એમને કંઈ ઇષ્ટ હોતું નથી... કંઈ અનિષ્ટ હોતું નથી. પ્રિયાપ્રિયની અને ઇનિષ્ટની કલ્પનાઓ રાગ-દ્વેષની ઊપજ છે. વીતરાગી અને વીતષીને એ કલ્પનાઓ જ હોતી નથી, પછી એ કલ્પનાઓમાંથી જન્મતાં દુઃખો ક્યાંથી હોય?
કદાચ કોઈ કહે : પ્રિય અને અપ્રિયની કલ્પનાઓ વિનાનું જીવન તે જીવન કહેવાય? દુઃખ વિનાનું સુખ સુખ રહેતું નથી! દુ:ખ હોય છે તો સુખ સુખરૂપ લાગે છે!'
તો તો તંદુરસ્તીના સુખ માટે રોગનું દુઃખ પણ જોઈએ! ઇચ્છો છો ને તમારું શરીર રોગોથી ભરાઈ જાય તે? શ્રીમંતાઈના સુખ માટે ગરીબીનું દુ:ખ પણ જોઈએ! શ્રીમંતાઈથી કંટાળી ગયા છો ને? ગરીબી ઇચ્છો છો ને? દુ:ખ વિનાના નિર્ભેળ સુખને ક્યાંય જોયું નથી, અનુભવ્યું નથી એટલે શુદ્ધ સુખની કલ્પના જ ક્યાંથી આવે? સદૈવ દુ:ખમિશ્રિત સુખથી આપણ ટેવાયેલા છીએ. સંસારની ચારેય ગતિમાં દુઃખ અને સુખ સાથે રહેલો છે. ક્યાંક દુ:ખ વધારે અને સુખ ઓછું, ક્યાંક સુખ વધારે અને દુઃખ ઓછું! પરનું હોય છે બંને. એટલે જ્યારે દુઃખ વિનાના શુદ્ધ સુખની વાત જ્ઞાની પુરુષો કરે છે ત્યારે આવું સુખ તે હોતું હશે?” એમ શંકા થાય છે. “દુઃખ વિના સુખ ભોગવવાની મજા આવે ખરી?' આવો પ્રશ્ન પેદા થાય છે.
વીતરાગ આત્માને પ્રિય-અપ્રિયની કલ્પનાઓ વિનાનું સ્વાધીન શાશ્વતુ સુખ હોય છે. તેમના રાગરહિત આત્માને કોઈ દુ:ખ સ્પર્શી શકતું નથી... એક વખત આત્મા વીતરાગી બની ગયો, પછી ક્યારેય તે રાગી નહીં બનવાનો, એટલે ક્યારેય એને દુઃખનો સ્પર્શ નહીં થવાનો.
દુઃખ સાથે સુખોનો અનુભવ તો અનંત જન્મોમાં આપણા જીવે કર્યો, હવે ભવિષ્યકાલીન અનંતકાળ આપણે દુઃખરહિત શુદ્ધ સુખનો અનુભવ કરવા પ્રયત્ન કરીએ તો? એ માટે આપણે આપણા રાગ-દ્વેષને ઓછા ફરવાનો પુરુષાર્થ આરંભવો જોઈએ. જે જે માર્ગે રાગ-દ્વેષ ઓછા થતા હોય તે તે માર્ગે મન-વચન-કાયાથી પુરુષાર્થ કરવો જોઈએ. રાગ-દ્વેષની તીવ્રતા ઘટાડી દેવી જોઈએ. આ વર્તમાન જીવનમાં વીતરાગ ન બનાય તો ભલે, વિરાગી તો બની જ જઈએ!
For Private And Personal Use Only