________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુ:ખ માત્ર રાગીને.... इष्टवियोगाप्रियसंप्रयोगकांक्षासमुद्भव दुःखम् | प्राप्नोति यत्सरागो न संस्पृशति तद्विगतरागः ।।१२५ ।। અર્થ : ઇષ્ટ વિયોગમાં અને અપ્રિય સંયોગોમાં, ઇષ્ટના સંયોગની ઇચ્છામાંથી અને અપ્રિયના વિયોગની ઇચ્છામાંથી ઉપજતું દુ:ખ જે સરાગી પ્રાપ્ત કરે છે, વીતરાગ તે દુઃખને સ્પર્શતા પણ નથી.
વિન : પ્રિયજનનો જ્યારે વિરહ હોય છે, ત્યારે મન કેવું તરફડે છે....વ્યાકુળ બને છે...કલ્પાંત કરે છે, તે તમારે જાણવું હોય તો કોઈ એવા સરોવરના કિનારે જજો કે જે સારસીનાં જોડલાં દિનભર ક્રીડા કરતાં હોય. સંધ્યાના રંગો પર કાળો ઢીમ રંગ રેલાઈ જાય, સારસ સારસીને છોડી આકાશમાં ઊંચે ને ઊંચે ચઢતું જાય ત્યારે પાણી પર માથાં પછાડતી અને કરણ, આક્રન્દ કરતી એ સારસીને જોજો..... પ્રિયના વિયોગમાં એ પ્રિયના સંયોગની તીવ્ર ઝંખના મનને કેવું દુ:ખના દાવાનળમાં બાળે છે....સંતાપે છે...ત્યારે તમને સમજાશે.
અપ્રિય-અનિષ્ટના સંયોગમાં, એ અનિષ્ટ-અપ્રિય વ્યક્તિથી છુટકારો મેળવવા મન કેવું તડપે છે, વિલાપ કરે છે...ઝૂરે છે એ તમારે જાણવું હોય તો લંકાના દેવરમણ ઉદ્યાનમાં બેઠેલાં સીતાજીને પૂછો. રાવણથી છૂટવાની અને શ્રીરામને મળવાની તીવ્ર અભિલાષાએ તેમની માનસિક સ્થિતિ કેવી કરી નાંખી હતી!
સીતાજીનું મૃત્યુ થયું, તેઓ બારમા દેવલોકનાં ઇન્દ્ર બન્યાં, ત્યાં તેમને શ્રીરામની સ્મૃતિ થઈ આવી, તેમણે અવધિજ્ઞાનથી મધ્યલોકમાં રહેલા શ્રીરામને જોયા, શ્રીરામને અણગાર-અવસ્થામાં જયા, ધર્મધ્યાનમાં લીન બનેલા જોયા....સીતેન્દ્રને ધ્રુજારી છૂટી ...' શું રામ સુફલધ્યાનમાં પ્રવેશી, ઘાતી કર્મોનો ક્ષય કરી, વીતરાગ-સર્વજ્ઞ બની મોક્ષમાં ચાલ્યા જશે? તો પછી આ સંસારમાં મને એમનો ક્યારેય સંયોગ નહીં સાંપડે? ના ના...હું એમને શુકલધ્યાનમાં પ્રવેશ નહીં કરવા દઉં!'
સીતેન્દ્રને શ્રીરામના કાયમી વિરહની કલ્પના કંપાવી દે છે. સીતેન્દ્રનું મન વિહ્વળ બની જાય છે. પ્રિયજનના સંયોગની ઝંખના જીવાત્માને કેવો અસ્વસ્થ અને અશાન્ત કરી મૂકે છે! આ સંયોગ-વિયોગની ઝંખના જીવાત્માની રાગદશાની ઊપજ છે. રાગીને જ સંયોગ-વિયોગનાં દુઃખોની હોળીમાં સળગી મરવાનું હોય છે.
For Private And Personal Use Only