________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખ માત્ર રાગીને..
૨૧૭ प्रशमितवेदकषायस्य हास्यरत्यरतिशोकनिभृतस्य। भयकुत्सानिरभिभवस्य यत्सुखं तत्कुतोऽन्येषाम् ।।१२६।। અર્થ : જેણે વેદ અને કપાયને શાન્ત કરી દીધા છે, જે હાસ્ય, રતિ, અરતિ, અને શોકમાં સ્વસ્થ રહે છે, જે ભય અને નિન્દાથી પરાજિત થતો નથી, તેને જે સુખ હોય છે તેવું સુખ બીજાઓને કેવી રીતે હોય?
વિવેવન : તમે કોઈ ગતિમાં ન અનુભવ્યું હોય, કોઈ ભવમાં ન જોયું હોય તેવું અપૂર્વ સુખ અનુભવવું છે? વૈષયિક સુખોથી જુદું, કષાયોથી ભિન્ન, હાસ્યરતિથી જુદા પ્રકારનું... એવું સુખ જો અનુભવવું હોય તો અહીં ગ્રન્થકાર એવું સુખ મેળવવાનો માર્ગ બતાવે છે. અલબત્ત માર્ગ સરળ નથી, સીધો નથી, કઠિન માર્ગ છે. છતાં સાહસિકો માટે, સાત્ત્વિકો માટે અશક્ય નથી. આવો, આપણે એ માર્ગને અવગાહીએ.
૧. તમે જો પુરુષ છો તો તમારે પુરુષવેદને પ્રશન્ન કરવો જોઈએ. તમે જ સ્ત્રી છો તો તમારે સ્ત્રીવેદને ઉપશાન્ત કરવો જોઈએ. અર્થાતુ તમારી જાતીય વાસનાથી...વાસનાના આવેગોથી મુક્ત બનવું જોઈએ. સંભોગની ઇચ્છાને શાન્ત કરી દેવી જોઈએ. આ મૈથુનની વાસનાથી મુક્ત થવાનું કામ સરળ નથી. પ્રતિક્ષણ જાગૃતિ જોઈએ. પ્રતિપલ સાવધાની જોઈએ. બાહ્ય-આન્તર તપશ્ચર્યા દ્વારા, જ્ઞાન-ધ્યાનની સતત રમણતા દ્વારા અને વિવિધ સંયમયોગાની આરાધના દ્વારા તમે તમારી જાતીય વાસનાને, મૈથુનની વૃત્તિને ઉપશાત્ત કરી શકશો. - ૨. તમારે કપાયોને શાંત કરવા પડશે. ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી અને લોભને નિર્લોભતાથી શાન્ત કરતા રહો. જ્યારે જ્યારે ક્રોધ ઊભરાય હૃદયમાં, ત્યારે ત્યારે ક્ષમાનું ચિંતન કરો. ક્ષમાજલના સિંચનથી ક્રોધની આગ બુઝાશે. જ્યારે જ્યારે માન-અભિમાન જાગે, ત્યારે ત્યારે નમ્રતાના વિચારોથી એને શાન્ત કરો. માયા-કપટ કરવાની ઇચ્છા થાય ત્યારે સરળતાનો સહારો લઈ માયા-કપટની ઇચ્છાને પરાસ્ત કરો. લોભવૃત્તિ જ્યારે ઊછળે ત્યારે નિર્લોભતાનો સથવારો લઈ તે વૃત્તિને ડામી દો. કપાયોને ઉપશાન્ત કરવાના દૃઢ નિર્ધાર સાથે સાવધાનીભર્યો પુરુષાર્થ કરશો તો અવશ્ય તમને સફળતા મળશે.
૩, હાસ્ય ઉપજાવે એવો પ્રસંગ ઊભો થાય ત્યારે તમે સ્વસ્થ રહેજો, હસી ન પડતા. કંઈ એવું જોઈ લીધું, સાંભળી લીધું કે જે હાસ્યપ્રેરક હોય, છતાં તમારે હસવાનું નહીં! સમજણપૂર્વક નહીં હસવાનું. સમગ્ર સંસારના જડ-ચેતન
For Private And Personal Use Only