________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
પ્રશમરતિ ભાવોને જ્ઞાનદૃષ્ટિથી જોનાર મહાત્માને સંસારમાં કંઈ વિચિત્ર લાગતું જ નથી! બધું જ સંભવિત લાગે છે...દરેક ઘટનાના કાર્યકારણભાવ તે જાણે છે....પછી એ કેવી રીતે હસે? હર્ષમાંથી હાસ્ય પ્રગટે છે. આત્મભાવમાં રહેલા મહાત્માના હૃદયમાં હર્ષનો વિકાર ટકી શકતો નથી. હસવાનું નિમિત્ત ઉપસ્થિત થવા છતાં જે હસે નહીં તે સ્વસ્થ કહેવાય.
૪. હસવાનું તો નહીં, ઇન્દ્રિયોના પ્રિય વિષયોમાં રતિ પણ નહીં કરવાની અર્થાતુ વિષયોમાં પ્રીતિ નહીં બાંધવાની. વિષયાસક્તિ એ અસ્વસ્થતા છે! આત્મભાવમાં-સ્વભાવમાં સ્થિર રહેવું તે સ્વસ્થતા અને અનાત્મભાવમાં-વિભાવમાં રહેવું તે અસ્વસ્થતા! આવશ્યક વિષયોનો ઉપયોગ કરવો તે જુદી વાત છે, વિષયોમાં રાચવું તે જુદી વાત છે. વિષયોમાં પ્રિયત્નની કલ્પના જ ન કરો. તે માટે વિષયોની નિઃસારતા વિચારો. વિષયાસક્તિના દારુણ વિપાકોનું ચિંતન કરો.
૫. જેમ પ્રિય વિષયોમાં રતિ નહીં કરવાની, તેમ અપ્રિય વિષયોમાં અરતિ નહીં કરવાની. અપ્રિય-અનિષ્ટ વિષયોના સંયોગમાં ઉદ્વિગ્ન નહીં બનવાનું. ઉદ્વિગ્નતા એ પણ અસ્વસ્થતા છે! અસ્વસ્થતા એ માનસિક દુ:ખ છે.... વિષયમાં સારાપણું નથી કે નરસાપણું નથી. જીવાત્મા એમાં સારાપણાની અને નરસાપણાની કલ્પનાઓ કરે છે. એ કલ્પનાઓ પણ સ્થિર નથી રહેતી. કલ્પનાઓ બદલાતી રહે છે. સારો વિષય નરસો લાગે છે, નરસો વિષય સારો લાગે છે! આ તાત્ત્વિક સમજને હૃદયસ્થ કરનાર તત્ત્વજ્ઞાની અરતિ-ઉગમાં શેકાતો નથી.
૬. જ્યારે તમને પ્રિય વસ્તુ કે વ્યક્તિનો વિયોગ થાય ત્યારે તમે શોક ન કરો. “સંયોગો અનિત્ય છે આ વિચારને ખૂબ વાગોળો. પ્રિયજનોના સંયોગ, વૈભવ-સંપત્તિનો સંયોગ, વિષય સુખોનો સંયોગ...આ બધા સંયોગો અનિત્ય છે, જે અનિત્ય હોય તેનો વિયોગ થાય જ.’ આ વિચાર દઢ કરો. રોગથી શરીર ઘેરાઈ જાય, યૌવન ચાલ્યું જાય, મૃત્યુના ઓળા સામે દેખાય....એ વખતે પણ શોકાતુર ન થઈ જશો. આંખોને આંસુભીની ન કરશો. એ બધું આ સંસારમાં સ્વાભાવિક જ છે. માટે સ્વસ્થ રહેવાનું
૭. નિર્ભય બનો. નિર્ભયતા વિના સુખ નથી, નિર્ભયતા વિના શાન્તિ નથી. શા માટે ભય પામો છો? તમારું શું લુટાઈ જવાનું છે? જે ખરેખર તમારું છે તેને કોઈ ચોરી જઈ શકે એમ નથી, જે ખરેખર તમારું નથી, એ લુટાઈ જાય, ચોરાઈ જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.
For Private And Personal Use Only