________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દુઃખ માત્ર રાગીને...
૨૧૯
તમે જ્ઞાતા બનો, દૃષ્ટા બન્યું. તમારી આસપાસ જે કંઈ બની રહ્યું હોય, તમે જ્ઞાનદૃષ્ટિથી તે જોયા કરો જાણ્યા કરો. રાગ-દ્વેષને ભેળવ્યા વિના જાંજો, રાગ-દ્વેષને અળગા રાખીને જાણજો. તમારે ગભરાવાનું કોઈ કારણ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારે દુનિયા પાસેથી શું લઇ લેવું છે? તમારે દુનિયાને શું આપી દેવું છે? તમારે દુનિયાથી શું છુપાવવાનું છે? મહાનુભાવ, તમારે કોનો ભય છે? ‘આ સૃષ્ટિમાં જે બનવાનું છે તે બનશે જ. જે ભાવો નિશ્ચિત છે, તે ભાવોને કોઈ બદલી શકતું નથી.' આ જિનશાસનના સિદ્ધાન્તને આત્મસાત્ કરી લો.
ગમે તેવું ભયપ્રેરક નિમિત્ત તમારી સામે આવે, તમારું રૂંવાડું પણ ફરકવું ન જોઈએ. ભવિજેતા બની જાઓ, ભયથી ક્યારે પણ હારશો નહીં, પરાજિત થશો નહીં.
૮. તમારી કોઈ નિન્દા કરે તો કરવા દેજો! નિન્દા અને પ્રશંસામાં શોક કે હર્ષ ન કરશો. નિન્દા સાંભળીને અકળાઈ ન જશો, નિન્દકો નિન્દા કરવાના જ! પ્રશંસકો પ્રશંસા કરવાના જ! તમારે આ બંને પરિસ્થિતિમાં સ્વસ્થ રહેવાનું!
નિન્દાને જીરવવાની શક્તિ તમારે મેળવવી જ જોઈએ. જે મનુષ્ય પોતાની નિન્દા સાંભળીને ક્રોધ નથી કરતો, ઉદ્વેગ નથી કરતો, ભયભીત નથી થતો, તે મનુષ્ય સાચો વીરપુરુષ છે. ‘આ દુનિયાએ તીર્થંકરોની પણ નિન્દા કરી છે, પછી હું કોણ?’ આ રીતે તમારા મનનું સમાધાન કરો. તમે તમારા કર્તવ્યમાર્ગે ચાલતા રહો, નિન્દા અને તિરસ્કાર કરનારા તમારૂં કંઈ બગાડી નહીં શકે....બગડે છે પોતાનાં જ પાપકર્મોના ઉદયથી!
તમે બીજા કોઈની નિન્દા ક૨ો નહીં. નિન્દાનો રસ હલાહલ વિષ કરતાં પણ વધુ નુકસાન કરનારો છે. તમારો તિરસ્કાર કરનારની પણ તમે નિન્દા ન કશો.
આ રીતે જે મહાનુભાવ,
૧. જાતીય વાસનાને ઉપશાન્ત કરે છે,
૨. ક્રોધાદિ કષાયોને શાજા કરે છે,
૩. હર્ષ અને હાસ્યના પ્રસંગે સ્વસ્થ રહે છે,
૪. વૈયિક સુખોમાં પ્રીતિ નથી કરતો,
૫. અપ્રિય વિષયોમાં અર્પિત નથી કરતો, ૬. પ્રિયવિયોગમાં શોકાકુલ નથી બનતો,
For Private And Personal Use Only