________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
પ્રશમરતિ હૈયે “મારું સુખ ચાલ્યું ગયું.” એવી કોઈ વેદના ન જાગી! અને જ્યારે એ પોતાના ગુરુદેવ પાસે પહોંચી ત્યારે ગુરુદેવે પણ એને નિર્દોષ, નિષ્પાપ એવી ધર્મારાધના બતાવી. “સિદ્ધચક્ર' મહામંત્રની આરાધના બતાવી, કે જેમાં હિંસાદિ કોઈ જ પાપ ન હતું. એ આરાધના દ્વારા મયણાસુંદરીએ ઉંબરાણાના કોઢરોગને મૂળમાંથી દૂર કર્યો હતો. તનના અને મનના સર્વ સંતાપોને દૂર કરવાનું સામર્થ્ય માત્ર સર્વજ્ઞવચનમાં જ રહેલું છે,
જો સાધક આત્મા, મોક્ષમાર્ગનો યાત્રિક આત્મા પોતાની મોક્ષયાત્રા નિરાપદ બનાવવા ઇચ્છતો હોય તો તેણે આવાં શાસ્ત્રોનું જ અધ્યયન કરવું જોઈએ. મનને રાગ-દ્વેષ અને મોથી ભરી દે તેવાં પુસ્તકો ક્યારેય ન વાંચવાં જોઈએ. એવા વાંચનથી મન રોગી બને છે. અશુભ પાપવિચારોની હારમાળા ચાલે છે, તેનાથી અનન્ત પાપકર્મ બંધાય છે અને એના પરિણામે જીવ દુર્ગતિમાં દારુણ દુઃખો અનુભવે છે.
જે સર્વજ્ઞ નથી, વિતરાગી નથી. એમનાં પુસ્તકો-ગ્રન્થો ક્યારેય ન વાંચો. એમનાં વચનો ક્યારેય ન સાંભળો. જેઓ સર્વજ્ઞ-વીતરાગી હતા, પૂર્ણજ્ઞાની હતા, તેવા પરમપુરુષોનાં વચનો જે ગ્રન્થોમાં ગૂંથાયેલાં છે, તે ગ્રન્થોનું અધ્યયન કરો. એ ગ્રન્થો ભલે પછી ગણિતાનુયોગના હોય, દ્રવ્યાનુયોગના હોય, ચરણકરણાનુયોગના હોય કે કથાનુયોગના હોય.
શાસ્ત્રોની વાતો તો ઘણી જૂની વાતો થઈ ગઈ છે..શાસ્ત્રોની વાતોમાં ઘણી બધી ભેળસેળ થઈ ગઈ છે. આજના કાળે શાસ્ત્રોની વાત શું કામ આવે?' આવી બધી બેહૂદી વાતોમાં ન ફસાશો. સત્ય ક્યારેય જૂનું થતું નથી! સત્ય નિત્ય નૂતન જ રહે છે. અસત્યોના ઢગલામાં ક્યારેક સત્ય ભળી ગયું હોય તો એ સત્યને શોધી કાઢવાની બુદ્ધિ જોઈએ. માટીમાં ભળી ગયેલા સૌનાને જો શુદ્ધરૂપે મેળવી શકાય તો અસત્યની સાથે ભળી ગયેલા સત્યને શુદ્ધરૂપે કેમ ન મેળવી શકાય?
આજના કાળ સર્વજ્ઞવગના જ સાચું શરણ આપી શકે એમ છે! અનેક દુઃખ, ત્રાસ, ચિંતાઓ, વ્યથાઓ અને પીડાઓમાં તરફડતા જીવોને સર્વજ્ઞવચન જ બચાવી શકે છે! સાચી શાન્તિ, સમતા, તૃપ્તિ અને પ્રસન્નતા સર્વજ્ઞશાસનનાં શાસ્ત્રો પાસેથી જ મળી શકશે, માટે શાસ્ત્રોનો આદર કરો.
For Private And Personal Use Only