________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુપરંપરા ગ્રંથોનું અધ્યયન-પરિશીલન કરતાં કરતાં હૃદય રણઝણી ઊઠે “અહો! કેવું અદ્દભુત જ્ઞાન! કેવા અકાઢ્ય તર્ક કેવું રસપૂર્ણ પ્રતિપાદન ! કેવું અપૂર્વ તત્ત્વવિશ્લેષણ! ખરેખર, આવા ગ્રંથોની રચના કરનારા એ મહાપુરુષો કેવા કરુણાના સાગર! કેવા મહાપ્રજ્ઞાવંત...?” આવું આંતરસંવેદન પ્રગટે, પ્રીતિ અને ભક્તિના ઉલ્લસિત ભાવ પ્રગટે, એ સંવેદન અને ભાવ જ્ઞાનાવરણ કર્મોનો ક્ષક્ષયોપશમ કરે છે અને તેથી નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, આગમજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ ગ્રંથ, આ પ્રશમરતિ-ગ્રંથની મૂળભૂત વસ્તુ ચૌદપૂર્વોમાંથી આવેલી છે, આ વાત ગ્રંથકારે અહીં કહી દીધી છે.. ચૌદ પૂર્વધર મહર્ષિઓની ગ્રંથરચનાના અંશ ગ્રંથકારને મળી ગયા હતા અને એ અંશોની સંકલન કરીને શ્રી ઉમાસ્વાતિ ભગવંતે આ ગ્રંથની રચના કરી છે. અથવા તો કહો કે તેઓ દ્વારા રચના થઈ ગઈ છે!
તેઓને પ્રશમ-વૈરાગ્ય ખુબ પ્રિય હતો. જેને જે પ્રિય હોય તે બીજાઓને આપવા પ્રેરાય! ભગવાન ઉમાસ્વાતિને વૈરાગ્ય પ્રિય હતો, માટે આ વૈરાગ્યગ્રંથની રચના કરી. જ્ઞાની અને કરુણાવંત મહાપુરુષોને જે પ્રિય લાગ્યું, જે ઇષ્ટ લાગ્યું. તે તેઓએ વિશ્વને.. વિશ્વના જીવાત્માઓને છૂટે હાથે આપ્યું! ‘જેનાથી અમારું હિત થયું, અમારું કલ્યાણ થયું, તેનાથી સહુ જીવાત્માનું હિત હો! કલ્યાણ હ!” આ ઉચ્ચ ભાવનાથી પ્રેરિત થઈ તેઓએ જ્ઞાનદાન આપ્યા જ કર્યું.
ગ્રંથકારની કેવી વિનમ્રતા છે! તેઓ કહે છે૧. હું રંક છું, ૨. મારી બુદ્ધિ અલ્પ છે, ૩. મારી બુદ્ધિ વિમલ નથી. ૪. આવી પણ બુદ્ધિ તે જ્ઞાની પુરુષો પ્રત્યેની ભક્તિમાંથી પ્રગટેલી છે.
ગ્રંથકાર મહર્ષિ વયે પૂર્વધર-પૂર્વોના જ્ઞાનવાળા વિલક્ષણ પ્રતિભાશાળી પ્રકાંડ વિદ્વાન્ હતા; પાંચસો ગ્રંથોના રચયિતા મહા શાસ્ત્રકાર હતા. જ્ઞાની પુરુષોની આ જ વિશેષતા હોય છે કે તેઓ હંમેશાં વિનમ્ર બન્યા રહે. જ્ઞાનનો મદ એમને સ્પર્શી ન શકે. તેઓ સ્વયંમાં સતત જાગ્રત રહે અને પૂર્ણતા તરફ નિરંતર ગતિ કરતા રહે.
એમનો પ્રિય વિષય હતો પ્રશમ! સ્વયં પ્રશમરસનાં પાન કરવા અને અન્ય જીવોને એનાં અમપાન કરાવવાં. માટે તેઓએ પ્રશમરતિ' ગ્રંથની રચના
For Private And Personal Use Only